Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 39
________________ ૐ ૐ નમઃ જનમ જ્યતિ શાસનમ શ્રેણી ક્રમાંક-૪૩ શું દેરાસરોમાં વીજળી વપરાય ? (ભાગ - ૨) એક હયું ચોંકાવનારી વાત તો એ છે કે દેવી તત્ત્વો આ વીજળીના પાપે જલ્દી જલ્દી નીચે નથી આવતા. મોક્ષમાર્ગને પામવામાં સહાયક આવા દૈવી તત્ત્વોની ગેરહાજરીથી જીવો ધર્મમાં સ્થિર થતાં કે આગળ આવતા અટકે છે. વડોદરાની બાજુમાં આવેલા એક ગામમાં ઘીના દીવા હતા ત્યાં સુધી જિનમંદિરોમાં દેવોનું આવાગમન ચાલુ રહેતું હતું. ઘંટનાદ વગેરે રાત્રિના સમયે થતો હતો તે જેવી વીજળી મૂકાવી અને આવા ગેબી અવાજો આવવાનું બંધ થયું. કોઈ જાણકાર મહાત્માએ ફરીવાર ઘીના દીવા ચાલુ કરાવી નાખ્યા અને પરિસ્થિતિ ફરી પાછી જેમ હતી તેમ થઈ ગઈ. ઘંટનાદ વગેરે રાત્રિના સમયે સંભળાવાનું શરૂ થઈ ગયું. ઘણાં એવો દાવો કરતા હોય છે કે વીજળી વાપરીએ નહીં પણ માત્ર તેનું જોડાણ રાખીએ તો કોઈકવાર ભવિષ્યમાં કામ લાગે. આ વાત ક્તલખાનાની મશીનરી તૈયાર અને કતલ બંધ જેવી છે. ભાડાનું ઘર વાપરીએ નહીં છતાં ભાડું આપવું પડે છે. કારણ આશ્રવ ચાલુ જ છે. તેથી તે યોગ્ય નથી. કોઈ વળી એમ કહે છે કે ગભારામાં લાઈટ ન રાખીએ અને બહાર રાખીએ તો ચાલે કે કેમ? રંગમંડપ વગેરે જિનમંદિરનો જ એક ભાગ છે. ગભારામાં ન થાય તો રંગમંડપમાં પણ વીજળીનો વપરાશ વર્ષ છે. ધર્મના કોઈપણ સાધનોમાં વીજળી વપરાય નહીં પછી તે દેરાસર હોય. ઉપાશ્રય હોય કે ધર્મશાળા હોય. વીજળીનો વિકલ્પ ઘી-તેલના દીવા છે. તેનાથી વીજળીના મહાપાપથી બચી જવાય છે. ઘી-તેલના દીવાથી વાતાવરણ શુદ્ધ - શુભ અને મંગલમય બને છે. ઘીનો દીવો ઠંડક આપતો હોવાથી ભગવાનની પ્રતિમાજી ઉપર નુકસાન નથી થતું. આ ઠંડક આંખોનું તેજ પણ વધારે છે અને આવું સ્વચ્છ - પવિત્ર વાતાવરણ દેવીબળોને ખેંચી લાવે છે. ગભારામાં પિત્તળની સાંકળથી લટકાવેલી હાંડીઓ અથવા દીવાના સ્ટેન્ડ રાખી શકાય. ઉપર લટકાવેલા દીવામાં દવી પણ કરી શકાય. ગભારાની બહાર લટકતી હાંડીઓ મૂકી તેમાં કાચના પ્યાલા રાખી અંદર દીવાઓ કરી શકાય. આ ઉપરાંત દેરાસરની અંદરની થાંભલીઓમાં તાંબા કે પિત્તળની ગોળ પટ્ટીઓ લગાવી ચારેબાજુ ગ્લાસ રાખવાના ગોળ એન્ડ મૂકાવી તેમાં ગ્લાસમાં રાખી દીવાઓ કરી શકાય. દીવા ઉપર થોડું ઊંચે રાખવા માટેના ઢાંકણો સાથે જ બનાવવાના. ઘીના દીવા માટેનું થી ગાયનું, વલોણાનું ઘી વાપરવું યોગ્ય જણાય છે. પણ આર્થિક રીતે પહોંચી ન શકાતું હોય તો તલના તેલના કે દીવેલના દીવા પણ થઈ શકે. ડેરીનું કે સીધી ફેટ કાઢીને બનાવેલું ઘી વિકલેન્દ્રિય જીવોના કલેવરોમાંથી બનતું હોય છે તેથી વર્ષ છે. તે જ પ્રમાણે ઓઈલ મીલમાં તલનું તેલ કાઢેલું હોય તો જયણા જળવાતી નથી. હમણાં જ એક જાણકાર ભાઈએ કહેલું કે આપણે ઘરમાં જે સિંગતેલ વાપરીએ છીએ તેમાં ૧ ડમ્બે ઓછામાં ઓછી ૫૦૦ ઈયળોનો કચ્ચરઘાણ નીકળી જતો હશે. ઘીના દીવા માટે નીચેની ત્રણ વસ્તુઓની જરૂર પડે. અંદાજિત કિંમત ૧. કાચની હાંડી + તેમાં મૂકવાનો ગ્લાસ + બોયા + માચીશ રૂ. ૪00 + રૂા. ૨૫ ૨. પિત્તળની સાંકળ ૧ કી. સાંકળ ૧૦ હાંડીને ચાલે રૂ. ૨૫૦.૦૦ ૧ કી.ના ૩. હાંડીને ઢાંકવાની ઘાઘરી (કપડું) રૂ. ૧૦.૦૦ (હાંડી અને ઉપરના કાચના ઢાંકણ વચ્ચે જે જગ્યા રહે તેને ઢાંકવા માટેનું કપડું જેથી વચ્ચેના ભાગમાંથી જીવો અંદર ન જાય.) સામાન્ય રીતે ગભારામાં લગભગ ૩ હાંડી જોઈએ. ગભારાની બહાર ૨૦ ફૂટ X ૨૦ ફૂટના દેરાસરમાં ૮ હાંડી હોય તો પુરતો પ્રકાશ મળી રહે. ગભારાના બહારના ભાગમાં ઘીને બદલે દીવેલ (એરંડીયું) પણ વાપરી શકાય. દીવેલ ૧૫ કી નો ડબ્બો પ00 રૂ.માં મળી રહે છે. તલનું તેલ પણ વાપરી શકાય (૭૫ રૂા. આસપાસ ૧ કી.નો ભાવ છે) ૧ ગ્લાસમાં લગભગ ૫૦ ગ્રા. ઘીની જરૂર પડે છે. જે એક દિવસ માટે ચાલે તેટલું હોય છે. (લગભગ ૬ થી ૭ કલાકથી વધુ). ઉપરોકત બધી વસ્તુઓની પ્રાપ્તિ સુશ્રાવક શ્રી પારસભાઈ શાહ (ટે. નં. ૮૦૮૬૦૦૯) પાસેથી મળી રહેશે. શરૂઆતમાં ખર્ચની વ્યવસ્થા દરેક હાંડીની ઊછામણી દ્વારા બોલાવી શકાય. ૧ હાંડી દીઠ તૂટફૂટ વગેરેને ધ્યાનમાં લેતા ૧૦૦૧ રૂા.ની ૨કમ રાખી શકાય. કાયમી ખર્ચની વ્યવસ્થા માટે માસિક ખર્ચની ઊછામણીઓ બોલાવી શકાય. સરળ રસ્તો એ છે કે ઘર માટે ઘી મંગાવીએ ત્યારે એક ડબ્બો દેરાસર માટે પણ મંગાવી લઈએ તો દેરાસરને પણ ચોપડાની તેમ

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80