Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 27
________________ ૐ ૐ નમઃ નમ્ જ્યતિ શાસનમ્ શ્રેણી ક્રમાંક-૩૬ અષ્ટપ્રકારી પૂજાના રહસ્યો-૧૦ (૭) કંઠ પ્રદેશે: સોલ પ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વ/લ, મધુર ધ્વનિ સુરનર સુહૈ, તીણે ગળે તિલક અમૂલ. એક સ્તવનમાં સરસ મજાની વાત કહી છે.“રૂડી ને રઢિયાળી રે, વીર તારી દેશના રે.' ભગવાનની વાણીની મીઠાશ એવી હોય છે કે સાકર, દ્રાક્ષ વગેરેની મીઠાશ એની પાસે ફીકી પડી જાય છે. ભગવાનની વાણી જાજનગામિની હોય છે તેમજ માલકૌંશ રાગમાં વહેતી વાણીની મીઠાશનું વર્ણન આપવામાં આવ્યું છે કે એક ડોશીમા ૮૦ વર્ષના ત્રણ દિવસથી ભૂખ્યા હતા. લાકડા લેવા તેની વહુએ ત્રીજે દિવસે બપોરે ફરી-ફરીને મોકલ્યા. ડોશી માંડ-માંડ લાકડા કાપી માથે ભારો લઈ આવી અને એક લાકડું નીચે પડયું. એ લાકડું નીચે પડયું અને એ લેવા ડોશીમા નીચે વળ્યા અને ભગવાનની વાણી શરૂ થઈ અને નીચે વળેલી ડોશી ત્રણ કલાક એમને એમ વાંકી વળેલી ઊભી રહી અને ભગવાનની વાણી સાંભળતી રહી એટલી મીઠાશ આ વાણીમાં હતી. મેઘધારા સમ ગંભીર, પાપ દાવાનળને શમાવતી પુષ્પરાવર્ત મેઘસમાન પાંત્રીસ ગુણયુક્ત વાણીનો પ્રભાવ એવો છે કે દરેકને એની ભાષામાં સમજાય એટલું જ નહીં પણ આ વાણી જે સાંભળે તે દરેકને તેના શયોપશમ પ્રમાણે સમજાય. જેમકે એક ભીલની ત્રણ પત્ની હતી. એકે કહ્યું, મને ખાવું છે. બીજીએ કહ્યું, મને પાણી પીવું છે, તરસ લાગી છે. ત્રીજીએ કહ્યું, મને સારું સંગીત સાંભળવું છે. ભીલ બોલ્યો “સરોનાસ્તિ' અને ત્રણેય પત્નીઓને થયું અમને જવાબ મળી ગયો. સર એટલે બાણ નથી તો શિકાર કરી તને ખવડાવવું કેવી રીતે? સરોનો અર્થ સરોવર પણ થાય તેથી તેને પાણી કંઈ રીતે પીવડાવવું. સરોનો અર્થ સુર પણ થાય કે મારા ગળે સુર નથી તેથી સંગીત કેવી રીતે સંભળાવવું? અને ત્રણેય પત્નીઓ આ એક જ “સરો નાસ્તિ'ના જવાબથી સમજી ગઈ. એમ ભગવાન એક જ વાક્ય બોલે અને સહુને પોતાના ક્ષયોપશમ પ્રમાણે સમજાય. ભગવાન તારા આવા કંઠની પૂજા કરતા અમે ભાવીએ છીએ કે અમારી વાણીમાંથી પણ અવર્ણવાદ (ટીકા-નિંદા), કર્કશતા, દુષ્ટતા, ઉગ્રતા, મોર્નયતા નાશ પામો. ' હે, કામઘટ! આ એજ કંઠ છે જેમાંથી જગત કલ્યાણકારિણી ધર્મદેશનાનો સ્ત્રોત વહ્યો. જેનું પાન બાર પષંદાએ કર્યું છે, કલ્પવૃક્ષ! આ એજ કંઠ છે જેમાં માલકૌંશ આદિ ૬૪ હજાર સંગીતના સુર ૧૬ પ્રહર સુધી સતત અવિરતપણે વહેતા રહ્યા. હે, કામકુંભ! આ એજ કંઠ છે જેમાંથી ત્રિપદી, નવતત્ત્વ, દાન, શીલ, તપ, ભાવ, ધર્મનું જ્ઞાન વિશ્વને સંપ્રાપ્ત થયું. હે, કામવિજેતા! આ એજ કંઠ છે જેમાંથી ક્યારેય પાપ દુષ્ટ, અસત્ વચન નથી નીકળ્યું. હે, કામધેનુ! તારા કંઠની પૂજાથી મને આવતે ભવે જ ‘તારી વાણીનું પાન કરવાનો અવસર પ્રાપ્ત થાય તેવી હું પ્રાર્થના કરું છું. (૮) હૃદય પ્રદેશ: હદયકમળ ઉપશમબળે બાળ્યા રાગ નૈ ૉષ હિમ કહે વન ખંડનૈ, હદય તિલક સંતોષ ભગવાનના હૃદયની પૂજા કરતા ભાવના ભાવવાની છે કે હે ભગવાન આપે વિશ્વના સર્વજીવો પ્રત્યે ઉપશમ ભાવ દાખવ્યો. આપે રાગ-દ્વેષના મૂળિયા બાળીને સાફ કરી નાખ્યા છે. આપે કોઈના હૃદયને દુભાવનારો ભાવ મનથી પણ નથી ભાવ્યો. આપના હૃદયે પૂજા કરતાં મારી માયારૂપી નાગણો દૂર થાય, મારા દુર્ભાવો નાશ પામો. મારા હૃદયમાં પણ નિર્મળતા અને નિષ્કપટતા પ્રગટો. વિશ્વના સર્વજીવો પ્રત્યે વાત્સલ્ય પ્રગટે એવું મને બળ આપો. ભંતે! એક વાર એટલું કહી દો કે તારા હૃદયમાં હું અને મારા હૃદયમાં તું.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80