Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 31
________________ ૐ ૐ નમઃ જેલમ્ જયંતિ શાસનમ્ શ્રેણી ક્રમાંક-૩૮ અષ્ટપ્રકારી પૂજાના રહસ્યો-૧૨ (૫) દીપક પૂજા: દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હૉય ફોક, ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક. ' હે પરમાત્માનું! મારા અંતરમાં કેવળજ્ઞાન રૂપી ભાવદીપક પ્રગટાવ. મારા અજ્ઞાનના અંધકાર ઊલેચાઈ જાઓ. પવિત્ર રૂ વડે શુદ્ધ ઘી-ગોળ વગેરે ઉત્તમ દ્રવ્યો ભેળવીને થાળીમાં ભગવાનની જમણી બાજુએ દીપક પૂજા કરવાની છે. ઘણી જગ્યાએ દીપક ધરવાનો (હલાવવાનો નહીં) કહ્યું છે. શુદ્ધ ઘીના દીવાની સુગંધ ચિત્તમાં પ્રસન્નતા લાવે છે અને દેવતત્ત્વનો વાસ થાય છે. સામે પક્ષે ઈલેકટ્રીસીટીની લાઈટ, બલ્બ વગેરેથી અનેકવિધ આશાતનાઓ અને નુકસાન થાય છે. (આ વિષય અલગથી ચર્ચવામાં આવશે). છે, ભગવાન! આપની દીપક પૂજાથી મને નિર્મળ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાઓ. મારા વિકારી અને વિશી ભાવો પાશ પામો. (૬) અક્ષત પૂજા: શુદ્ધ અખંડ અક્ષત રહી, નંદ્યાવર્ત વિશાળ, - પૂરી પ્રભુ સન્મુખ રહી, ટાળૉ સકળ જંજાળ આ અક્ષત એટલે જેનો નાશ નથી, જેમ છડાવેલા ચોખા ઉગાડવામાં આવે તો ઊગતા નથી એમ અનાદિકાળથી સંસારમાં ભટકતાં મારા ભવો જે ચાલ્યા કરે છે તે નાશ પામો. તેની પરંપરા રહો. ફરી ફરી માટે જન્મમરણની જંજાળમાં ફસાવું ન પડે. મગ-ઘઉં વગેરે ફરીથી ઊગે છે, ચોખા ફરીવાર ઊગતા નથી માટે ચોખાથી સાથિયો કરવાનો છે. ભાવનગરના એક ભાઈ રોજ ૨ કલાક ડાયમંડના ગ્લાસથી અખંડ અક્ષત શોધે છે અને સુંદર સાથિયો કરે છે. આ બે કલાક એ ભગવાનની પૂજામાં જ ગાળ્યા હોય તેમ માને છે. સાથિયાના ૪ પાંખડા ચાર ગતિરૂપ છે તેમાંથી છૂટવા દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના કરવા દ્વારા સિદ્ધશીલાની પ્રાપ્તિ કરવાની છે. સાથિયા જેટલી સાઈઝની જ સિદ્ધશીલા કરવી. સિદ્ધશીલા ઉપર ગોળ મીંડું નહીં પણ સીધી લિટી દોરવી. સાથિયો વગેરે અામિકા આંગળીથી કરવા. ચોખા સાફ કરી મૂકવા નહીં તો ધનેડા વગેરે જીવો એમાં આવે છે. (૭) નૈવેદ્ય પૂજાઃ અણાહારી પદ મેં કયાં, વિગહ ગઈ અનંત દૂર કરી તે દિજીએ, અસાહારી શીવસંત. આ શ્લોકમાં આવતો ‘વિગહ' શબ્દ એટલે મિઠાઈ નહીં પણ વિગ્રહ છે. એક આત્મા એક ભવમાંથી બીજા ભવમાં જતાં જે ર-૩ સમયનો ટાઈમ લે છે તેને વિગ્રહ કહેવામાં આવે છે. આ વિગ્રહના સમયમાં એ આહાર ગ્રહણ નથી કરતો. નહીં તો મૃત્યુ પામે ત્યાં સુધી લૂકોઝ અને જન્મતાની સાથે ગર્ભમાં આવતાં જ ઊદરમાંથી આહાર ગ્રહણ કરવાનું શરૂ કરે છે. પણ વચ્ચેના સમયમાં જયારે આહાર નથી ગ્રહણ કરતો ત્યારે તેવો વિગ્રહનો સમય અત્યાર સુધીમાં અનંતા જન્મમરણને કારણે અનંતો પસાર થઈ ગયો. હે ભગવાન! તારી નૈવેદ્ય પૂજા કરતા હવે આ વિગ્રહનો સમય પણ મારો પૂર્ણ કરી દે અને કાયમ માટે અણાહારી બનાવી મારો સિદ્ધશીલામાં વાસ કરાવી દે તેવી મારી નમ્ર અરજ છે. નીચેની પૂજાઓ પણ મહાફળને આપનારી કહી છે. અશન' એટલે દૂધપાક, પૂરી, કંસાર, રાંધેલા ભાત, દાળ-શાક વગેરે. પાન' એટલે લીંબુ સરબત, તજ-લવીંગ-સાકરનું પાણી, કાચી કેરી, કેસરનું સરબત.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80