Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 30
________________ ભાગ્યશાળીઓ! ભગવાનની પુષ્પપૂજા આવા અદ્ભત રહસ્યોથી સભર છે. સુંદર રંગ, સુગંધ, અખંડ, તાજા, પૂર્ણ વિકસીત અને જમીન પર નહીં પડેલા પુષ્પોથી પૂજા કરવાની છે. તેની પાંખડીઓ છૂટી ન કરવી. તેમજ મુખારવિંદ ઢંકાઈ જાય તેમ ફૂલો ન ચડાવવા. બીજી એક સાવચેતી માલણો અંગેની છે. માસિક ધર્મ નહીં પાળનારી બહેનો કે માથે ટોપલો લઈ આવતી બહેનોના ફૂલો આપણાથી ભગવાનને ન ચડાવાય. હાલ ઘણી જગ્યાએ પુષ્પ ન મળે તો કસમાંજલી - એટલે કે ચોખાને ધોઈને કેસર નાંખી પછી તે ભગવાનને અર્પણ કરવામાં આવે છે. તે પ્રભુ! આપની પુષ્પપૂજાથી મને પણ અનંત ગુણરૂપ સુવાસની પ્રાપ્તિ થાવ. (૪) ધુપ ૫ : ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામ નયન જનધૂપ મિચ્છીત દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. હે પ્રભુ! જેમ ધૂપ બળીને સુગંધ આપીને ઊંચે જાય છે. એમ જીવના ઊર્ધ્વગતિના સ્વભાવ પ્રમાણે મને પણ ઊર્ધ્વગતિ આપો. મારી મિથ્યાત્વરૂપી દુર્ગંધ દૂર થાઓ અને સમક્તિરૂપી સુગંધની પ્રાપ્તિ થાઓ. મારામાં રહેલી કપટતા, ઈર્ષા, મત્સર આદિ સર્વ દુર્ગુણોનો નાશ થાઓ. મને ઉદારતા, વિશાળતા મળો. કંદ્રુપ, સેલારસ, ઘનસાર, અગર, તગર, સાકર વગેરેની ધૂપ મીઠી સુગંધ આપે છે. આ અગ્ર પૂજા હોવાથી ગભારામાં નહીં કરવાની. ગભારા બહાર ભગવાનની ડાબી બાજુએ ઊભા રહી કરવાની છે. ધૂપપૂજા વારંવાર કરવી જોઈએ. ગોળ-ગોળ હલાવીને કરવાની છે. ધૂપપૂજા વખતે અગરબત્તી વપરાતી નથી. (અપૂર્ણ) હેં. હોય નહીં? કરમિયા * સૂંઠ અને વાવડીંગનું ચૂર્ણ ગોળના પાણીમાં લેવાથી કરમ મટે છે. * અનાનસ અથવા સંતરા ખાવાથી કરમ મટે છે. પા ચમચી અજમા સાથે ૧ ચમચી સુંઠ સવારે અને રાત્રે લેવા * તુલસી અને ફુદીનાનો રસ (વપરાતો હોય ત્યારે) લેવો. * ટમેટાના રસમાં હિંગનો વઘાર કરી પીવો. * કારેલીના પાનનો રસ ગરમ કરી પાણી પીવું. - - - - - - - - - - - - - સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી શ્રી મેહુલ અનિલકુમાર શાહ (તણસાવાળા). — — — — — — — — — — — — — - - - આજનો સુવિચાર થાણે રાણી ગર્ભપાત એ આત ગીય કક્ષાનું પોતાની કાર્ય છે. કોઈ વીકસાવશો નહિ, ન ગર્ભને ખન એ માતત્વને જ ઉઘાડ અને ઘાવાડી ખન છે. વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પરિચમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેઃ ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80