Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 34
________________ દ્વારજિન પૂજા : જીવાજીવાભિગમમાં જિનમંદિરના બારસાખની મૂર્તિ તેમજ પ્રદક્ષિણા વખતે ભમતીમાં રહેલ ત્રણ મંગલમૂર્તિની પૂજા કરવાનું વિધાન છે. જો કે હાલ આ પૂજા પણ કોઈ કરતું નથી. આરતી-મંગળ દીવો : મસ્તકે તિલક કરી, હાથે નાડાછડી બાંધી પુખ, લવણ, પાણી વડે લૂણ ઊતારીને મસ્તકે પાઘડી તેમજ ખભે ખેસ ધારણ કરી કુંભાકારે આરતી-મંગળ દીવો કરવા. મધુર કાવ્યો ગાતી વખતે શંખનાદ, ઘંટનાદ કરવો અને ચામર વિંઝવા. આરતી-મંગળ દીવો સૃષ્ટિક્રમથી પરમાત્માની જમણી બાજુથી ઉપર લઈ ઉપર ત્રણ વખત ફેરવી પરમાત્માની ડાબી બાજુએથી નીચે લઈ આવવો નાભિથી નીચે ન લઈ જવાય અને નાસિકાથી ઉપર ન લઈ જવાય. આજકાલ અનેક તીર્થોમાં - સંઘોમાં વીજળીથી ચાલતા ઘંટ, નગારા, મંજીરાના બેઘાઘંટુ તેમજ કર્ણને અપ્રિય સ્વયંસંચાલિત મશીનો મૂકવામાં આવ્યા છે. આમાં તદ્દન ભદું દશ્ય ખડું થાય છે. આવા મશીનો પછી કાલે કેસર ઘસવાના અને પછી પૂજા કરવાના રોબોટો આવી જશે. માટે મહેરબાની કરીને વીજળીથી ચાલનારા આવા મહાહિંસક અને હલ્કા મશીનો વહીવટદારોએ તુરંત કાઢી નાખવા યોગ્ય જણાય છે. (અપૂર્ણ) હૈં. હોય નહીં? ચામડીના રોગો * ચામડીના રોગો હઠીલા છે. માટે ખૂબ ધીરજથી કામ લેવું પડે છે. ઘણાં લાંબા સમયે મટે છે તેથી આહારમાં ખાટું, ખારું અને ગળ્યું બંધ કરી દેવાથી રોગ મૂળમાંથી જાય છે. * ટમેટાના રસમાં તેનું બમણું કોપરેલ મેળવી શરીરે માલીશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે. * ચામડીના રોગીઓએ કોટનના સુતરાઉ કપડા પહેરવા જોઈએ જેથી પરસેવો ચુસાઈ જાય. ટેરીકોટન કે સીલ્ક તેમજ મીલના અન્ય કપડાઓ પરસેવો ચૂસતા નથી તેથી રોગ મોટા પ્રમાણમાં વકરે છે. કોપરું ખાવાથી અને બારીક વાટી શરીરે ચોપડવાથી ખંજવાળ મટે છે. રોગીઓએ દહીં-છાશ તેમજ કોઈપણ પ્રકારના ફળ-ફળાદિ નહીં વાપરવા જોઈએ. * જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખુજલી મટે છે. પપૈયાનું દૂધ અને ટંકણખારને ઊકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું, ખસ મટે છે. * ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાળી તેની રાખ કપુર અને હીંગ સાથે મેળવી ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે. - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી શ્રી કીરીટભાઈ રમણલાલ શાહ le સાચો સમાજસેવક આજનો સુવિચાર સમાજના કાર્યોમાં પોતાનું જીવન આપે. ન સમાજના પૈસાનો લગીરે દુરુપયોગ ન કરે. - પોતાને યશ ન આપે; દાતાને યશ આપે. જે સમાજનું ધન વાપરી દાદાગીરી ન કરે. | વર્ધમાન સંસ્કૃતિધામ, (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષ: ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેઃ ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80