Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 26
________________ આજ્ઞાચક્રના પ્રભાવે ત્રણે ભુવનમાં આપની આણ પ્રવર્તે છે એવા આપશ્રી નૈલોક્ય લક્ષ્મીના તિલકસ્થાને છો. ઈન્દ્ર, ચન્દ્ર, રવિ, ગિરિ તણા, ગુણ લહીં ઘડીયું અંગ લાલ રે, ભાગ્ય કિહા થકી આવીયું અચરિજ એહ ઊતંત્ર લાલ રે... જગજીવન જગ વાલ હો. હે પ્રભુ, ઈન્દ્ર પાસે ઐશ્વર્ય છે તે ચન્દ્ર, રવિ, ગિરિ પાસે નથી. ચન્દ્ર પાસે શીતળતા, રવિ પાસે તેજ, ગિરિ પાસે અડગતા વગેરે ગુણો અન્યોની પાસે નથી. આપે આ બધાના શ્રેષ્ઠ ગુણો લઈને આપનું અંગ બનાવ્યું છે. અમને તો આશ્ચર્ય થાય છે કે આપનું આવું મોટું ભાગ્ય કેવી રીતે થયું? જેમ કન્યા પતિને તિલક કરીને પોતાની જવાબદારી સોંપે તેમ તમારે લલાટે તિલક કરું છું. મારા ચારિત્ર્યની, મારા મોક્ષની જવાબદારી હવે તમને સોંપું છું. દમયંતિએ પૂર્વ ભવે લલાટની રત્નતિલકથી પૂજા કરી તેથી તેના લલાટમાંથી રત્ન જેવો પ્રકાશ નીકળતો હતો. આપની આ લલાટની પૂજાના પ્રભાવે મારા લલાટમાં પણ કેવળજ્ઞાનનો પ્રકાશ વહો. (અપૂર્ણ) છે. હોય નહીં? ગળું! અgાજ છેસી જવો * ઊજાગરાને હિસાબે અવાજ બેસી ગયો હોય તો ભોજનમાં અડધો કાપ મૂકી દેવાથી રાહત થાય છે. * માત્ર શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવું તેમ જ બોરડીની છાલનો ટુકડો ચૂસવાથી પણ લાભ થાય છે. * શેકેલા લવિંગ મોંમાં રાખી ચુસવાથી ગળાનો સોજો મટે છે તેમજ ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ ખુલી જાય છે. ગુંદર અને ખડી સાકરના ટુકડા મોંમાં રાખી ચૂસવાથી અવાજ ખુલી જાય છે. * કંઠમાળ પર જવના લોટમાં લીલી કોથમરીનો રસ (વપરાતો હોય ત્યારે) મેળવીને લગાડવાથી મટી જાય છે. * તુલસીના પાન ચાવવાથી તેમજ પાનના ઉકાળાથી (વપરાતા હોય ત્યારે) કોગળા કરવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે. - સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી કુમારી શીતલબેન અનિલકુમાર શાહ (તણસાવાળા) મો અરિહવા તારા પ્રત્યેની શી ગતિ બરોબર જોતી વણી ગણી જ છે આજનો સુવિચાર | કામ, ક્રોધાદિ દોષો જમાવાવનમી પ્રસરી ગયા છે. પાણી સાથળો | કમબખ્તીનું મૂળ તારી અભાનિ જ છે, - - - - - વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેનાન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેલઃ ૩૮૫૮૫૭ વિવિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેઃ ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80