Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 24
________________ હોય. પ્રભુ આપે રોજના ૧ કરોડ ૮ લાખ સોનૈયાને હિસાબે સંયમ અંગીકાર કરવા પહેલાના એક વર્ષમાં કુલ ૩૮૮ કરોડ ૮૦ લાખ સોનૈયાનું દાન કર્યું. ધન્ય આવા દાનેશ્વરી હાથ જેનાથી જગતની યાચકતા નાશ પામી છે. જેણે દાન લેતા આપનો સ્પર્શ થયો છે તેઓના ૬ માસના જૂના રોગો નાશ પામ્યા છે. ભાવથી આપના દાનને લેનારાને સમ્યકત્વ પ્રાપ્ત થયું છે. ચારિત્ર્ય એ શીલ ધર્મ એની પહેલા દાન ધર્મ કરનારા હે પ્રભુ મુજને એવું જ્ઞાનનું દાન આપજો કે મારે માંગવાનું કંઈ રહે જ નહીં. આ એજ વરદહસ્ત છે જેના આશિષની વૃષ્ટિ થતાં દઢપ્રહારી, ચંડકૌશિક જેવા પાપાત્માઓનું પણ કલ્યાણ થયું છે. આ એજ સિદ્ધહસ્ત છે જેણે ગણધર ભગવંતો ઉપર વાસક્ષેપની વૃષ્ટિ કરી ધર્મતીર્થની સ્થાપના કરી છે. આ એજ પુણ્યસ્ત છે જેના દ્વારા સેંકડો મુમુક્ષોને રજોહરણનું દાન થયું છે. તોરણેથી જયારે નેમકુમારનો રથ પાછો વાળ્યો ત્યારે રાજુલે પ્રતિજ્ઞા કરેલી કે હે, નાથ! ભલે આપે આપનો મંગળહાથ મારા હાથમાં ન આપ્યો. એ પરમપવિત્ર અને હવે હું માથા પર મૂકાવીને જ રહીશ. પ્રભુ! આપના હસ્તકમલની પુજનાથી મારી કાણતા દૂર થાય અને ઉદારતા આવે. મારી પરિગ્રહની આસક્તિ દૂર થાય અને મારો ધનનો મોહ નાશ પામે. (અપૂર્ણ) હું હોય નહીં? ગળા અgાજ બેસી જવો * પાણીમાં પાકું મીઠું નાખી કોગળા કરવાથી ગળાનો સોજો મટે છે. અવાજ ખુલી જાય છે. * ફટકડીને ફૂલાવીને ભુક્કો કરીને તેનો ૧ ચમચી પાવડર પાણીમાં હલાવીને કોગળા કરવા. ગરમ કરેલા દૂધમાં હળદર ૧ ચમચી અને ૧ ચમચી ઘી નાખીને ગરમગરમ પીવું. * ટંકણખારને પાણીમાં ઓગાળીને કોગળા કરવાથી તેમ જ બાવળની છાલને ઊકાળીને કોગળા કરવાથી મોઢાનાં ચાંદા મટે છે. * પાકે દાડમ ખાવાથી તેમ જ તપશ્ચર્યા વખતે મોઢામાં દાડમની છાલ રાખવાથી ગળું ખુલી જશે! દાડમછાલ, જેઠીમધનું લાકડું, હીમેજ અને હળદરનો ગાંગડો વગેરે બધા ગુણકારી છે અને તે બધા મોઢામાં રાખીને ચૂસવાથી અવાજ ખુલી જાય છે. J* ગરમ પાણીમાં હીંગ નાખીને પીવાથી પણ ગળું બેસી ગયું હોય તો ખુલી જાય છે. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી * શ્રીમતી ભારતીબેન અનિલકુમાર શાહ અબોલ પ્રાણીની કરણા કરતા પહેલા આજનો સુવિચાર | માતા-પિતા, પત્ની, પેટનો ગર્ભ અને ઘર-દુકાનના નોકરો પ્રત્યે કરણી રો, એમને શારીરિકમાનસિક ત્રાસ ન દો. એમને મારી નાંખવા સધી ન જાવ. વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80