________________
ૐ ૐ નમઃ * *
શ્રેણી ક્રમાંક-૩૪ જનમ જ્યતિ શાસનમ્ અષ્ટપ્રકારી પૂજા રહસ્યો-૮
નવ અંગ સિવાય હથેલી કે લાંછન ઉપર પૂજા કરવાની જરૂ૨ નથી જણાતી. હથેળીમાં સોનાનું બિજોરું, શ્રીફળ, સોપારી, નાગર વેલનું પાન, રૂપાનાણું મૂકવું. ભગવાનનું હસ્તકમળ કયારેય ખાલી ન રાખવું. પુરુષોએ દ્વારની જમણી બાજુથી અને સ્ત્રીઓએ ડાબી બાજુથી મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. ગભારામાં કશું જ બોલાય નહીં, પ્રક્ષાલ કે પૂજા કરતી વખતે પણ પ્રગટ દુહા ગવાય નહીં - મનમાં ધારણા કરી ભાવના ભાવતા જવાની. પૂજા કરતી વખતે શરીર ખંજવાળવું નહીં. છીંક, બગાસું, ઊધરસ, ખોંખારો ખાવો નહીં. વાછૂટ કરવી નહીં. જોકે આવી હાજતોની શંકા થાય ત્યારે તેને રોકવી પણ નહીં અને જિનમંદિરની બહાર નીકળી જવું.
પ્રભુપૂજામાં વધેલું કેસર અન્યને આપી શકાય, પરંતુ અધિષ્ઠાયક દેવોની પૂજા કરેલું કેસર અન્યને ન આપી શકાય. અધિષ્ઠાયક દેવો માટે તે ગોખલામાં પહેલેથી જ અલગથી વાટેલા કેસરની વાટકી મૂકી રાખવામાં આવી હોય તો કપાળ ઉપર ચાલ્લાંરૂપે પ્રણામ કરવા દ્વારા પૂજા કરી શકાય.
ભગવાનના કલ ૯ અંગે પૂજા કરવાની છે પણ તિલક ૧૩ કરવાના છે. અનામિકા આંગળી અન્ય કોઈ ઉપયોગમાં નથી આવતી. તેથી તેના દ્વારા થતી પૂજામાં સંવેદનો હૃદય સુધી જાગે છે. (૧) જમણા ડાબા અંગુઠેઃ “જળ ભરી સંપૂટ પત્રમાં, યુગલિક નર પૂજંત,
કષભ ચરણ અંગૂઠડે, દાયક ભવજલ અંત.' અંગુઠાનો સ્પર્શ થતાં જ ૧૦૦૦ વર્ષના ઉપવાસનું ફળ મળે છે. ચરણનો સ્પર્શ એ વિનય છે જે ધર્મનું મૂળ છે. કોઈપણ વસ્તુના છેડામાંથી એનો પાવર વહે છે. આ એજ ચરણ છે જેના સ્પર્શમાત્રથી મેરુ પર્વત ધણધણી ઊઠ્યો, જેના ચરણમાં ૬૪ ઈન્દ્રો, અસંખ્ય દેવ-દેવીઓએ, ચક્રવર્તીઓએ, બળદેવોએ, વાસુદેવોએ અને મોટા મોટા રાજ રાજેશ્વરીઓએ મસ્તક ઝૂકાવ્યા છે. તેવા ચરણના સ્પર્શમાત્રથી મારા રોમેરોમમાં આપનામાંથી છૂટી રહેલા શુભ પરમાણુઓ સંક્રાંત થાઓ.
આપના ચરણકમળની પૂજા જગતના જીવોના ભવોનો અંત કરનારી છે એવા હે નાથ જય પામો, જય પામો. ઋષભદેવ ભગવાને કેવળજ્ઞાન પામ્યા પછી ૧ લાખ પૂર્વ (૧ પૂર્વ = ૭૦૫૬૦ અબજ) વર્ષ (છજસ્થ અવસ્થાના ૧૦૦૦ વર્ષ બાદ કરતા) સુધી આ ભૂમિ ઉપર વિચારીને રોજ બે-બે પ્રહર દેશના આપી. ભરતના ઘરે બેસી રહ્યા હોત તો પણ કેવળજ્ઞાન પાછળ મોક્ષ નિશ્ચિત હતો. છતાં અમારા ઉપર ઉપકાર કરવા આપે આ વિશ્વવસુંધરાને પાવન કરી. પ્રદેશ પ્રદેશ પ્રશમને ધારણ કરનાર એવા આપના સ્પર્શનથી હું સ્પર્શરહિત અર્થાત્ અતીન્દ્રિય, અદેહી, શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે એવી પ્રાર્થના કરું છું. (૨) જમણા તથા ડાબા ઢીંચણે (જાનએ)ઃ “જાનુબળે કાઉસ્સગ્ન રહાવિચર્યા દેશ-વિદેશ,
ખડા ખડા કેવળ કહ્યું, પૂજો જાનું નરેશ.” કેવલ્ય પ્રાપ્તિ સુધી ઋષભદેવ ભગવાન ૧૦૦૦ વર્ષ સુધી અને વીરપ્રભુ ૧૨ વર્ષ સુધી પલાઠી વાળીને બેઠા નથી. ઋષભદેવ ભગવાને ૧૦૦૦ વર્ષમાં માત્ર ૨૪ કલાકની અને વીરપ્રભુએ ૧૨ા વર્ષમાં માત્ર ૪૮ મિનિટની ઊંઘ લીધી. હચમચી જવાય, એવી આ સાધના છે. પૂજા કરતા ભાવ કેમ ન આવે? આવી સમતા અને સહનશીલતા અમારામાં પણ પ્રગટો આ એજ જાનુ છે જેનાથી પ્રભુ આપે વિરાસન, ગોદોહિકા આસન વગેરે ધારણ કરી કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી છે. આપના જાનુની પૂજાથી અમને આવી સાધના કરવાનું બળ મળે આવા સૌભાગ્યની પ્રાપ્તિ થાય તેવી હું અરજ કરું છું. (૩) કાંડા ઉપર ‘લોકાંકિત વચને કરી, વરસ્યા વરસી દાન,
કર કાંઠે પ્રભુ પૂજતા, પૂજો ભવિ બહુમાન.” જગત આખામાંથી આવો એક ફિરસ્તો શોધી આપો જેણે સંન્યાસ/ દીક્ષા સ્વીકાર્યા પહેલાં આવું દાન કર્યું