Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar
View full book text
________________
મંજૂર છે પણ આજે આ પ્રભુના અભિષેક કરવાનો લ્હાવો અમને આપો. સંઘપતિની ઈચ્છાથી દંપતી જીવનભર માટે ૪થું વ્રત (અબ્રહ્મના સેવનનો ત્યાગ) સ્વીકારે છે.
આવા નાનકડા કામ માટે આવું મોટું વ્રત આપી દીધાથી સંઘપતિ હવે પછતાય છે. ધણીધણિયાણી અવર્ણનીય ઉલ્લાસથી અભિષેક કરે છે. કેસરપૂજાનું ઘી પણ સંઘપતિનું હોવાથી સોનાની વાટકી હાથમાં પકડી આ બડભાગી દંપતીને વિનંતી કરે છે તમે જ લાભ લ્યો. દંપતી વળતી શરત મૂકે છે કે આ સંઘ અહીં પૂરો ન કરવો અને સકળ સંઘ અમારે ટીમાણા ગામ પધારો તો પહેલી પૂજા કરીએ. કોલ દેવાઈ જાય છે. સંઘ વાજતેગાજતે ટીમાણા ગામ બાજુ પ્રયાણ કરે છે. દંપતી ગામમાં દોડીને આગોતરી જાણ કરવા વહેલાં પહોંચે છે. ગામમાં આનંદ પ્રસરી જાય છે. ગામ આખું સંઘને આવકારવાની તૈયારીમાં લાગે છે. ઢોલ-ત્રાંસા વાગે છે અને એજ સમયે આ દંપતીના ઘરે ખીલે બાંધેલી ગાય ગાંડી થઈ ભાગે છે. ખીલ્લો જયાંથી ઉખડયો ત્યાં સોનાના ચરુ નીકળે છે. ધણિ-ધણિયાણી ઘીના પૈસા પેઢીમાં જમા કરાવવા જાય છે. પેઢીના મુનિએ કહ્યું કે આ ઘીના પૈસા સંઘપતિ ભરી ગયા છે. ખૂબ રકઝકને અંતે આખરે એક જ ઘીના પૈસા બે વાર ભરાય છે. આજે પણ આણંદજી કલ્યાણજી પેઢીમાં આ સોનેરી ઈતિહાસ સુવર્ણાક્ષરે અંકાયેલો છે.
(અપૂર્ણ)
હું હોય નહીં?
કબજિયાત નિવારણ ઉપાયો (ચાલુ) ૯) ૩ ગ્રા. મેથીનું ચૂર્ણ સવાર-સાંજ ગોળ પાણી સાથે લેવું. ૧૦) કાળી દ્રાક્ષ સવારે પલાળીને સાંજે મીજ કાઢીને ખાવી. ૧૧) ઈસબગુલ ચમત્કારિક ફાયદો આપે છે. દૂધમાં પલાળીને લેવાથી ઘણી રાહત થાય છે. વળી કોઈ
આડઅસર પણ નથી થતી. ૧૨) નિરંજન ફળ પાણીમાં પલાળીને ફૂલે એટલે મીંજ કાઢીને ફળ લેવું. ૧૩) સાંજે ખારું પાણી ગરમ કરી લેવું. ૧૪) હીમેજને દીવેલમાં તળીને લેવાથી પણ કબજિયાતમાં ચમત્કારિક ફાયદો થાય છે. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી
શ્રી વિમળકાન્ત જીવણલાલ શાહ
જે તે માર્ગે સંપત્તિનું વહેણ વહેવડાવવા કરતાં તપોવનો, શિબિરો, મિલનો, આજનો સુવિચાર | યુવા - ઉત્કર્ષોમાં એને જવા દો માનવ જાતનું બહુ મોટું પરિવર્તન તમને
| શીધ્ર જોવા મળશે. જો વર્ધમાન સંસ્કૃતિધામ
વિનિયોગ પરિવાર (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન)
બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્શન, ૧લે માળે,
જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ,
બોરીવલી (પરિચમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪.
ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80