Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 19
________________ ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-૩૨ જનમ જ્યતિ શાસનમ્ અષ્ટપ્રકારી પૂજાના રહસ્યો-૯ વિશ્વની સર્વશ્રેષ્ઠ શક્તિઓના સમૂહ સંગઠનરૂપ એવા તીર્થંકર પરમાત્માનો દેવતાઓ પણ ૧ કરોડ ૬૦ લાખ કળશોથી અભિષેક કરે છે. સઘળી ભૌતિક સામગ્રી અને આધ્યાત્મિક શક્તિના (કેવળજ્ઞાન) સમ્રાટ એવા મિહમાવંત પ્રભુના અભિષેકનું દશ્ય આ જગતનું સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ દશ્ય છે. આ ભાવ ભળે ત્યારે સાધકના અંતરમાં પણ એક સંગીત વહે છે. એક ગરીબ ભીલ રોજ ૧૨ વાગ્યે મંદિરમાં આવે. એક ટૂંકી પોતડી પહેરી હોય, હાથમાં ભાલો હોય અને મોઢામાં પાણીનો કોગળો ભરીને આવે અને કોગળા કરી એમના દેવનો અભિષેક કરે. દેવને સાક્ષાત્ ભગવાન માની અભિષેક કરે. પછી પાંચ મિનિટ શાંતિથી બેસે અને દેવ એ ભીલ સાથે વાતો કરે. એ દેવની ચોવીસ કલાક સેવા કરનાર પંડિતને એમ થાય કે મારી સાથે કેમ વાત નહીં કરતા હોય? અને આ ભીલ પાંચ મિનિટ આવે, મોઢેથી અભિષેક કરે છતાં દેવ એની સાથે વાત કરે છે? પંડિતની આ શંકાની પરીક્ષા થઈ અને બીજે જ દિવસે સવારે મંદિર ખોલ્યું તો તેમના દેવની જમણી આંખ ગુમ. પંડિત રયો-કકળ્યો અને ઘણી શોધખોળ કરી પણ આંખ ન મળી. બપોરે ૧૨ વાગ્યે પેલો ભીલ કોગળો મોઢામાં ભરીને આવ્યો, જોયું ભગવાનની આંખ નથી. એક પળનો પણ વિલંબ કર્યા વગર પોતાની જમણી આંખમાં પોતાનો ભાલો મારીને આંખ ખેંચી કાઢી ભગવાનને આંખ લગાડી દીધી. દેવ પ્રસન્ન થયા. પંડિતને હવે સમજાયું કે દેવ એની સાથે કેમ વાત કરે છે? અભિષેક પૂજા આપણી સર્વ વિપદાઓને ટાળી દશે દિશાઓની આકાંક્ષા પૂરી કરે છે. આજથી ૭૦-૮૦ વર્ષ પહેલા તળાજાની બાજુમાં આવેલા ટીમાણા ગામે ૧ યુવાન દંપતી રહે. પતિ ૩૨ વર્ષનો નવયુવાન. પત્ની રૂપરૂપના અંબાર સમી ૨૯ વર્ષની, રંભા અપ્સરાઓને પણ શરમાવે એવું એનું કામણ. બન્ને ધણી-ધણિયાણી મજેથી રહે, સુખે સંસાર ચલાવે. એકદા આ અભિષેક પૂજાનું મહત્ત્વ સાંભળી પત્નીને શ્રી શત્રુંજય મંડન શ્રી આદિનાથ ભગવાનના પ્રથમ અભિષેક કરવાનો ભાવ થયો. કારતક સુદ ૧૫ થી બન્ને જણા ૧૫-૨૦ કિ.મી. ચાલીને આવે. વહેલા ચડે અને અભિષેકની બોલી બોલે. એ જમાનામાં પણ હજારો રૂપિયાનું ઘી થાય. પોતાના ગજા બહાર જાય એટલે નિરાશ થઈ બન્ને પોતાને ગામ પાછા ફરે. ફરી પાછા બીજે દિવસે વહેલી સવારે નીકળી જાત્રા કરે પણ ધી હાથમાં નથી આવતું. પત્નીની ઉત્કંઠા વધતી જાય છે. પોષ સુદ પાંચમે તો પતિને “અલ્ટીમેટમ' આપી દીધું કે હવે હું નહીં રહી શકું. પતિએ પણ ઘરવખરી વેંચીને પણ પત્નીની ઈચ્છા પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો. ભગવાન પ્રત્યે એ જમાનામાં કેવો ઉત્કટ ભાવ હશે? બન્ને ધણી-ધણિયાણી વહેલા ઉપર ચડી ગયા અને સદ્નસીબે સામે બોલવાવાળું કોઈ નહીં. હજાર, બે હજાર રૂપિયામાં બોલી હાથમાં આવે તેમ હતું. બોલી બોલનારે જય બોલાવતા એક વાર, બે વાર પોકાર કર્યો અને ત્રણ વાર બોલવા જતો હતો, ત્યાં એક ભાઈ દોડતો આવ્યો અને ૫ હજાર મણ ઘી બોલ્યો. ધણિયાણી બેભાન જેવી થઈ પડી ગઈ. ધણી સૂનમૂન થઈ ગયો. આ શું? હાથમાં આવેલો કોળિયો ઝુંટવાઈ ગયો. પછી તો આખો સંઘ આવ્યો. ૭૦૮૦ હજાર રૂા.માં સંઘપતિએ આદેશ લીધો. અભિષેકનો લાભ નહીં મળવાથી ધણિયાણી લવારા કરે છે. સંઘપતિને આખી હકીકતથી વાકેફ કરવામાં આવે છે. તેણે દંપતી પાસે શરત મૂકી કે હું એક બાધા આપું તમે લ્યો તો પહેલો અભિષેક તમને કરવા દઉં. દંપતીના જીવમાં જીવ આવે છે. ગમે તે શરત

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80