Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 17
________________ ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-૩૦) [ણી માં | જેમ જ્યતિ શાસનમ અષ્ટપ્રકારી પૂજાના રહસ્યો-8 ૧૦ ત્રિકઃ ત્રિક એટલે ત્રણનું જોડું. ૧) નિસીહી ત્રિકઃ સંસારના પાપ વ્યાપારના કાર્યોના ત્યાગસ્વરૂ૫ જિનાલયના મુખ્ય દ્વારે દેવાની હોય છે. નિસીહી એટલે (નિષેધ) ત્યાગ કરું છું. બીજી નિસીહીઃ જિનાલયમાં પ્રવેશ કર્યા પછી ચોપડા લખવાનું, નામું કરવાનું કામ, પાટ-પાટલાદિ ઠેકાણે મૂકવાનું કામ કર્યા પછી આ કાર્યોના ત્યાગસ્વરૂપ ગર્ભદ્વાર પાસે બીજી નિસીહી કરવાની છે અને ત્રીજી નિસીહીઃ અષ્ટપ્રકારી પૂજા થયે દ્રવ્યપૂજાના ત્યાગ સ્વરૂપે ચૈત્યવંદન પ્રારંભ કરતાં પૂર્વે કરવાની છે. ચૈત્યવંદન શરૂ થયે આપણી આંગી કોઈ બગાડે કે આપણા સાથિયા કોઈ હલાવે તો પણ આપણે કશું બોલવાનું નથી કારણ નિસીહી એટલે નિષેધઃ હવે મન-વચન-કાયા પરમાત્મામાં જ એકત્રિત કરવાના હોય છે. માટે કોઈની સાડી કેવી છે, કેટલામાં આવી હશે કે પછી લગ્નના કે સાદડીના આમંત્રણો વગેરે કોઈ જ સંસારના કામો ત્યાં થઈ શકે નહીં. સ્તવન પણ ઉપયોગપૂર્વક, અર્થસભર અને અન્યને ખલેલ ન પડે તે રીતે ગાવાનું. ૨) પ્રદક્ષિણા ત્રિકઃ પ્રકષ્ટ રીતે દક્ષિણા જેને મેળવવી હોય તે ભગવાનને પ્રદક્ષિણા આપે. માત્ર બે મિનિટનો સમય લાગે પણ ૧૦૦ વર્ષના ઉપવાસનું પુણ્ય મળે. મહામાંગલિક અને શુકનવંતી છે આ પ્રદક્ષિણા. પરમાત્માની જમણી બાજુથી શરૂ કરવાની હોય છે. (Clockwise - ઘડિયાળના કાંટાની જેમ). ચાર ગતિરૂપ સંસારના પરિભ્રમણને ટાળવા જ્ઞાન, દર્શન, ચારિવ્યની રત્નત્રયીને પામવા ત્રણ પ્રદક્ષિણા આપવાની છે. એક મુખ્ય ભગવાન અને ભમતીમાં બહાર ત્રણ મંગલમૂર્તિઓ હોવાથી સમવસરણ જેવું ચિત્ર ખડું થાય છે. ‘ઈલિકાભ્રમર' ન્યાયે ભગવાનની આજુબાજુ ઘૂમતાં ઘૂમતાં ભગવાન જેવા બની જવાનું છે. લગ્ન વખતે દેવાતા ચાર ફેરા ચાર ગતિના પરિભ્રમણને વધારનારા છે. જયારે ત્રણ પ્રદક્ષિણા પરમાત્મ સ્વરૂપ પમાડનારી છે. શ્રાદ્ધવિધિ - પ્રવચનસારોદ્વારમાં કહેવામાં આવ્યું છે કે વડપુરુષ બે હાથ જોડી આગળ ચાલે અને પરિવાર મિત્રવર્ગ ફળ-ફૂલ-નૈવેદ્ય હાથમાં રાખી પાછળ પાછળ ચાલે ૩) પ્રણામત્રિકઃ પરમાત્માને પ્રકૃષ્ટભાવપૂર્વક નમવાનું છે. અ) અંજલિબદ્ધ પ્રણામ ભગવાનનું મુખ જોતાં જ હાથ જોડી કપાળે લગાડી ‘નમોનિણાણું જિઅભયાણં' બોલવાનું. બ) અર્ધાવનત પ્રણામઃ ગર્ભદ્વાર પાસે પહોંચીએ ત્યારે અડધું શરીર નમાવીને પ્રણામ કરવા તે. ક) પંચાંગ પ્રણિપાતઃ બે હાથ, બે પગ અને ઉત્તમાંગ મસ્તક એ પાંચેય એક સાથે જમીનને અડાડીને ખમાસમણા વખતે કરાતા પ્રણામ તેને પંચાંગ પ્રણિપાત કહે છે. ઘણાં બધાં ભગવાન દેરાસરમાં હોય અને બધા ભગવાનને ત્રણ-ત્રણ ખમાસમણાં ન આપી શકીએ તો છેવટે નમો-જિણાણે જિઅભયાણં બોલીને બધે પ્રણામ કરવા. ( ૪) પૂજા ત્રિકઃ અ) અંગપુજા ચૈત્યવંદન ભાષ્યમાં અંગપુજાને ‘વિજ્ઞોપશામિની' કહી છે. એટલે કે જળ પૂજા, ચંદન પૂજા, પુષ્પ પૂજા અંગ ૨ચના વગેરેથી બાહ્ય અને આંતરિક સર્વે વિપ્નોનો નાશ થાય છે. અંગપૂજાને વૈરાગ્યકલ્પતલા ગ્રંથમાં સમન્તભદ્રા કહી છે જે અદ્ભુત ચિત્તપ્રસન્નતાનું સાધકને દાન કરે છે.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80