Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 11
________________ ૐ ૐ નમઃ નમ્ જ્યતિ શાસનમ્ શ્રેણી ક્રમાંક-૨૭ અષ્ટપ્રકારી પૂાના રહસ્યો-૨ ભગવાનની પ્રતિમા એ પ્રકષ્ટ પરમ આલંબનસ્વરૂપ છે. પ્રભુની અષ્ટપ્રકારી પૂજા એ અસંખ્ય અનુષ્ઠાનોમાંનું એક અતિ અદભુત અનુષ્ઠાન છે અને ભગવાનની શ્રેષ્ઠ ભક્તિ એટલે પ્રતિપત્તિની ભક્તિ (આજ્ઞા માથે ચડાવવી તે). કાયા તબી છે તેથી શરીરથી ખૂબ સાધના કરી લેવાની છે. વચન દ્વારા ભગવાનના સ્તોત્રો-ગુણગાન ગાઈ લેવાના છે. મનથી શુભ ધ્યાન વગેરે કરી લેવાનું છે. કાયા અને વચન (જીભ) હજુ કદાચ ભગવાનને સોંપી દઈએ છીએ જે ભવિષ્યમાં રાખ થવાના છે પણ મન જે ભવિષ્યના ભવોને ઘડનારું છે અને જેના અનુબંધો-સંસ્કારો ભવાંતરમાં સાથે આવવાના છે એ મન આપણે ભગવાનને નથી આપતા. એક ખેડૂતે રસ્તામાં જતા મુનિ ભગવંતોને રોટલા વહોરાવવા માટે તેડાવ્યા. આહાર વહોરાવીને બે હાથ જોડીને ઊભા રહી ખેડૂતે કંઈક હિતશિક્ષા આપવાની વિનંતી કરી આચાર્ય ભગવંતો ચાર ચલુવાળા હોય છે. તેમણે ખેડૂતના મોઢા ઉપરના તેજને જોઈ એક જ બાધા આપી કે મન કહે તેમ ન કરવું. ખેડૂતે કહ્યું બસ! મહારાજજી આવી નાનકડી બાધા? હું જરૂ૨ પાળીશ. મહારાજ સાહેબે વિહાર કર્યો. ખેડૂતે વિચાર્યું ચાલો હવે ખેતરમાં અધૂરું કામ પૂરું કરવા. પણ વિચાર્યું કે આ આદેશ તો મનમાંથી આવ્યો છે. હવે ખેતરમાં ન જવાય. તો ચાલો ઘરે જઉં. એ પણ મનમાંથી જ વિચાર આવ્યો છે. હવે ઘરે પણ ન જવાય. ચિંતન શરૂ થયું ક બળતા ગયા અને અડધો કલાકમાં તો કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થઈ ગયાં. મનનું ઊંધું નામ છે એટલે નમન કરવા દ્વારા “ન” મન એટલે કે મન વગરના થઈ જવાનું છે. આટલું સમર્પણ આવે એટલે જીવન સફળ થઈ જાય. એક ચોર શંકરના મંદિરમાં ચોરી કરવા જાય છે. કંઈ મળતું નથી તો શિવલીંગ ઉપર ચડી ઘંટ ચોરવા જાય છે. ત્યાં શિવલીંગ ફાટે છે, શંકર ભગવાન પ્રસન્ન થાય છે અને કહે છે તું માંગ માંગ. માંગે તે આપી દઉં. પેલો માફી માંગે છે. હું તો ચોર છું. પહેલાં આપ એ કહો કે મારા ઉપર પ્રસન્ન કેમ થયા? શંકર ભગવાન જવાબ આપે છે કે આ મંદિરમાં કોઈ ફળ ચડાવે છે, કોઈ નિવેદ ચડાવે છે. તું તો આખો ને આખો મારા ઉપર ચડી ગયો. એટલે હું પ્રસન્ન છું. આપણે નક્કી કરીએ કે ખાલી આપણા હાથ કોઈ ખોટા કામ નહીં કરે અથવા પગ ખોટી જગ્યાએ નહીં જાય, આમ થતાં થતાં જો મનનું સમર્પણ આવી જાય તો જંગ જીતી જવાય. - પાંચ અભિગમ જિન મંદિરે જતાં ૧) સચિત્તનો ત્યાગ કરવો જોઈએ. એટલે કે માવા, મસાલા, પાન, દવા, ઔષધ, છીંકણી, સેન્ટ, અત્તર, અંબર, કસ્તુરી સોર્બટ્રેટની ગોળીઓ, બાળકોના દફતરમાં રહેલા નાસ્તાના ડબ્બા, વોટરબેગ વગેરે ખાવાપીવાની વસ્તુઓ લઈને અંદર ન જવું. તે જ પ્રમાણે પાછું ખાલી હાથે પણ ન જવું એટલે ૨) અચિત્તનો અત્યાગ કરવો જોઈએ નીતિશાસ્ત્ર કહે છે કે ખાલી હાથે દેવ કે ગુરુનું દર્શન ન કરવું. કાંઈક લઈને જ જવું. લૌકિક વહેવારમાં પણ સંબંધીને ત્યાં આપણે ખાલી હાથે નથી જતા, તો પરમસ્નેહી પરમાત્મા પાસે તો ન જ જવાય. ૩) ઊત્તરાસન' એટલે કે ખેસ પહેરીને જવું તેનો છેડો સિવેલો કે ઓટેલો નહીં પણ તેની દશીઓ છૂટી હોવી જોઈએ જેથી જમીનને સંડાસાપૂર્વક પૂંજી શકાય.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80