Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput Author(s): Viniyog Parivar Publisher: Viniyog Parivar View full book textPage 9
________________ ૐ ૐ નમઃ જનમ જ્યતિ શાસનમ શ્રેણી ક્રમાંક-૨૬ અષ્ટપ્રકારી પૂજાના રહસ્યો-૧ ભગવાનની પ્રતિમા એ યંત્ર છે. ભગવાનનું નામ એ મંત્ર છે અને અષ્ટપ્રકારી પૂજા એ તંત્ર છે. શ્રાવકને પુણ્ય વગર ન ચાલે. એક કોઈ શ્રાવક પંડિત હોય, આચાર્યભગવંતને ભણાવતા હોય છતાં જ્યાં સુધી શ્રાવક છે ત્યાં સુધી પૂજા કર્યા વગર નહીં રહેવાનું. શ્રાવકને ડગલેને પગલે પુણ્ય જોઈએ અને “પુણ્ય' ઉત્પન્ન કરવા માટેનું એક મોટામાં મોટું પાવરહાઉસ હોય તો તે છે “વદ્રવ્યથી ભગવાનની “અષ્ટપ્રકારી પૂજા.” અનંતાનંત કાળથી અનાથ બનીને ભટકતાં આત્માને દશે દૃષ્ટાંતે દોહયલો એવો મહામૂલો મનુષ્યભવ મળી ગયા પછી આ અમૂલ્ય જીવનને એળે ન જવા દેવું હોય તો આ ભગવાનની ખૂબ ભાવથી સર્વ પ્રકારે ભક્તિ કરી લેવી જોઈએ. ભગવાનની ભક્તિ આબાલવૃદ્ધને સહજ છે. તેનાથી તપ, ત્યાગ, જ્ઞાન, વૈરાગ્ય, તિતિક્ષા અને ધ્યાન મુશ્કેલ છતાં ‘હસ્તામલકવતુ” (સહજ) બની જાય છે. પછી સગુરુનો સંયોગ, ચારિત્ર યાવત્ કેવળજ્ઞાન અને મોક્ષમાં લઈ જવાની તાકાત ભક્તિ નામના આ અઢી અક્ષરમાં ધરબાયેલી છે. “ભક્તિ' નામનો આ અક્ષર ચમત્કારિક રીતે પોતાનામાં રહેલા નમ્રતા નામના ગુણનું ભકતમાં શીલારોપણ કરે છે. આખી બારાક્ષરીમાં ‘ભ’ અને ‘ત' આ બે જ અક્ષરો એવા છે કે જે નીચેથી શરૂ થાય છે. બાકી બધા જ અક્ષરો ઉપરથી શરૂ થાય છે એટલે આ નમેલા બે અક્ષરોની જેમ ભક્ત પણ નમ્ર અને વિવેકી બની જાય છે. “ભ' એટલે ભજો, ગ” એટલે ગમ ખાજો; “વ' એટલે વાસનાનો ત્યાગ કરજો અને “ન' એટલે નમજો. બાળકો પણ ઘણીવાર ભગવાનના નામને લૂંટતા કેવા ચમત્કારો કરે છે. ગણિતમાં હોંશિયાર એક છોકરાએ પરમાત્મા શબ્દનો સરવાળો કર્યો. ૫ + ૨ + મા (સાડાચાર) + ૮ (અડધો ત એટલે આંઠ) + મા (સાડાચાર) = ૨૪, તીર્થકરો ચોવીસ જ હોય છે. ત્રેવીસ નહીં બાવીશ નહીં. કારણ તીર્થંકરો બની શકે તેવા ઉત્કૃષ્ટ પરમાણુઓ માત્ર ૨૪ ભગવાન બની શકે તેટલી જ માત્રામાં હોય છે. એક બાળકને નકલ કરવાની ટેવ એનો પિતા ભારે નાસ્તિક, એણે ઘરમાં મોટા અક્ષરે લખી નાખ્યું THE GOD IS NO WHERE. ભગવાન કયાંય નથી. બાળકે ઉપરના વાકયની નકલ કરી અને છેલ્લા શબ્દનો પહેલો અક્ષર 'W' તેના આગલા શબ્દમાં ભૂલથી જોડાઈ ગયો અને પિતા આસ્તિક બની ગયો. બાળકે લખ્યું THE GOD is NOW HERE. એટલે ભગવાન હવે અહિં જ છે. અત્ર, તત્ર, સર્વત્ર ભગવાન બધે જ છે. પૂજામાં પણ આપણે દેવોની ઈન્દ્રની નકલ જ કરવાની હોય છે. નકલ ઘણીવાર તો એવી હોય છે જે અસલને પણ ચડી જાય. ચાર્લી ચેપ્લીન જેવી જ એકટિંગ” કરનારને ૧ લાખ ડોલર મળે એવી સ્પર્ધામાં ૨૬૮ જણાએ ભાગ લીધો. ચાર્લી ચેપ્લીને પણ વેશપલ્ટો કરીને પોતાનું નામ સ્પર્ધામાં લખાવી દીધું. ચાર્લી ચેપ્લીનને એમ કે હવે અમારા ખિસ્સામાં જ આ એક લાખ ડોલર આવી જશે સમજો ને અને બધાના આશ્ચર્ય વચ્ચે તેમનો પોતાનો પાંચમો નંબર આવ્યો. | ‘અરિહંત ચેઈઆણં'નો ખરો અર્થ એ છે કે મન, વચન, કાયા દ્વારા ભગવાનને કરેલું વંદન, જલ - ચંદન - પુષ્પ દ્વારા ભગવાનને કરેલું પૂજન, વસ્ત્રો અલંકારો, અક્ષત, નૈવેદ્ય ફળ દ્વારા ભગવાનનો કરાયેલો સત્કાર અને ગુણસ્તુતિ દ્વારા કરાયેલું ભગવાનનું સન્માન બોધિલાભને દેનારું છે જે અનુક્રમે નિસગ્ન (મોક્ષનું સુખ) આપીને જ જંપે છે. ભગવાનના ગુણો ગાઈને એને જીવનમાં ઉતારવા એ જ ભગવાનની સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ પૂજા છે. એક શ્લોકમાં આ ભગવાનના ગુણો ગાવાથી શું ફળ મળે છે તેનું સુંદર વર્ણન મૂકવામાં આવ્યું છે. સય પુર્ણ સમજજણે, સહસ્તં ચ વિલવણે સયું સાહસ્સિઆ માલાએ, અનંત ગીઅવાઈએ. એટલે કે “શ્રી જિનેશ્વર પ્રભુ”ને પ્રમાર્જન કરતાં સો ગણું, વિલેપન કરતાં હજાર ગણું, પુષ્પની માળા ચઢાવવામાં લાખગણું અને ગીત તથા વાજિંત્રથી ભક્તિ કરતાં અનંતગણું પુણ્ય ઉપાર્જન થાય છે. શ્રી જિન પ્રતિમાના દર્શન માત્રથી કર્મસમૂહમાં ભારે નાસભાગ શરૂ થઈ જાય છે. જેમ ચા બગડે તો સવારPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80