Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 6
________________ દૂધ પીજા. પણ ભગવાન થોડા દૂધ પીવાના હતા? હવે ભક્ત અને ભગવાન વચ્ચે પ્રેમનો ઝઘડો પરાકાષ્ઠાએ પહોંચે છે. તુકારામે અંતિમ પડકાર ભગવાનને ફેંકી દીધો કે ભગવાન ! તું જયાં સુધી દૂધ નહીં પીવે ત્યાં સુધી હું ઘરે નથી જવાનો. કેમ આજે હું આવ્યો એટલે તને ખોટું લાગ્યું છે ? કાકલુદી કરે છે, માથા પછાડે છે, આંસુઓ સારે છે, ભાવ હવે પરાકાષ્ઠાએ પહોંચે છે. કલાકેક પછી કોઈ અધિષ્ઠાયક દેવને એની આ પરાભક્તિની જોઈને ખેંચાઈ આવવું પડે છે અને દૂધ ખલાસ થઈ જાય છે. આત્મસંતોષના ભાવ સાથે તુકારામ ઘરે આવે છે. બીજા દિવસથી મોટાભાઈનું દૂધ ચડાવવાનું શરૂ થઈ જાય છે. બે ચાર દિવસ પછી અચાનક મોટાભાઈને યાદ આવતાં તેંમણે તુકારામને પૂછયું, “ અલ્યા ! તું તે દિવસે ભગવાનને દૂધ ચડાવી આવેલો ? ” તુકારામે તુરંત જવાબ આપ્યો, “ હાં, મોટાભાઈ, ભગવાન દૂધ પી ગયેલા, તમે નહોતા એટલે થોડીવાર લાગી પણ છેવટે પીવડાવીને જ આવ્યો. મોટાભાઈને થયું ૪૦ વર્ષમાં કયારેય મારૂ દૂધ ભગવાને ન પીધું અને આ તુકારામ એક દિવસમાં આવડી મોટી સિદ્ધિને પ્રાપ્ત કરી આવ્યો ? ભાઈને એ ભેટી પડયો. એટલે ભાવની ખૂબ કિંમત છે ભાવ ભક્તિ માટે પૂ. શ્રીમાન વિજયજી મહારાજ સાહેબે પણ આ વાત એક સ્તવનમાં મૂકી દીધી છે. કહત માન જીન ભાવ ભગતિ બીન, શિવ ગતિ હોત ન મેરી, - કયું કર ભક્તિ કરૂં પ્રભુ તેરી ?... (૨) ભાવ જયારે ભળવાનું શરૂ થાય છે ત્યારે કાર્મણવર્ગણાઓમાં અભુત રાસાયણિક પ્રક્રિયાઓ શરૂ થાય છે અને સંચય કરેલા કર્મોના ભુક્કા બોલવાનું શરૂ થઈ જાય છે. એક માણસ ગાલ ઊપર દાઝી ગયો. કોઈએ પૂછયું અલ્યા કયાંય નહીંને ગાલ ઉપર કેવી રીતે દાઝી ગયો ? પેલાએ જવાબ આપ્યો કે હું ઇસ્ત્રી કરતો હતો ને ફોન આવ્યો. આપણી પણ કંઈક આવી જ હાલત છે ? તન મંદિરમાં મન શેરબજારમાં . શેરોના ભાવ ગગડે અને ઇન્ડેક્સ ડાઉન થઈ જાય તેમ આપણા પણ ભાવ ગગડી ગયા છે નહિં તો જે અઈમુત્તાને “ ગમણા ગમણે...' નો પાઠ મળેલો એ જ પાઠ આપણી પાસે છે. છતાં તેને કેવળજ્ઞાન અને આપણે હજુ ચોર્યાસીના ચક્કરોમાં. ભાવ કદાચ ન આવે તો પણ ક્રિયા તો પાછી ન જ છોડવી: દુકાન માં નુકશાન જાયતો દુકાન બંધ નથી કરી દેતાં. દુકાન ખુલ્લી હશે તો કોઈકવાર પણ નફી થશે. અને ઊંચી દ્રવ્યક્રિયા જ ઊંચા ભાવને લાવનારી જનની છે માટે ક્રિયા અને ભાવ બન્ને સિક્કાની બે બાજુ જેવા છે બે માંથી એકની પણ ઉપેક્ષા ન ચાલે. એટલે વિશિષ્ટ પ્રકારે ભક્તિ કáાનું શરૂ કરી આપણે આપણા જીવનને નવપલ્લિત કરી દઈએ. અરિહંત પ્રભુના દર્શન, પૂજાના ફળ અચિન્ય છે. એક ચૈત્યવંદનમાં સાર નીચે મુજબ મૂકવામાં આવ્યો છે કે.... « દેરાસરે જવાથી-ઊપવાસનું ફળ --~-- દેરાસર જવાની ઇચ્છા કરે ......... .............. ૧, દેરાસરે જવા ઊભી થાય ............ દેરાસર જવા માંડે .................... ................... ૩, | દેરાસર જવા તરફ ડગલા ભરે ........................ ૪ દેરાસરના રસ્તે ચાલતાં ........... ૫. | દેરાસરના અધે રસ્તે પહોચતા .......................૧૫ દેરાસરને દૂરથી દર્શન કરતાં .........................૩૦, ' દેરાસર પાસે આવતાં ........................... ૬ માસના દેરાસરના ગભારા પાસે આવતાં ............ ૧ વર્ષના, 1 પ્રભુજીને પ્રદક્ષિણા આપતા ................ ૧૦૦ વર્ષના ! સુંગધી પુષ્પોની હાથેથી ગૂંથેલી માળા પહેરાવતા ..................૧ લાખ વર્ષના ભાવપૂજારૂપ ચૈત્યવંદન, સ્તવન, ગીતગાન, નૃત્યથી અનંત ફળ મળે યાવતું તીર્થંકરનામ કર્મ બંધાય. એટલે પદ્રવ્યપૂજા કર્યા પછી શાંતચિત્તે અવશ્ય ભાવપૂજા, ચૈત્યવંદન - સ્તવન વગેરે કર્યા વગર ન રહેવું. ................... સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ – ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી. શ્રી દલીચંદભાઈ હકીચંદભાઈ શાહ (પાલીતાણાવાળા) પશુરક્ષા, વનરક્ષા, જલરક્ષા, ભૂરક્ષામાં જ ભારતીય પ્રજનું ભૌતિક હિત આજનો સુવિચાર સમાયેલું છે. નારીમાં શીલની સુરક્ષામાં જ તેનું આધ્યાત્મિક હિત સમાયેલું છે. આના દુશ્મનોને ઓળખી લો. દરિયાપાર ભગાડી મૂકો. વર્ધમાન સંસ્કૃતિધામ (ક, છ. સરકાર સંસ્કૃતિ ભવન) ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્સઃ ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્સઃ ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 80