Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput Author(s): Viniyog Parivar Publisher: Viniyog Parivar View full book textPage 3
________________ શ્રેણી ક્રમાંક-૨૧ ૐ ૐ નમઃ જેમ જ્યતિ શાસનમ મૂર્ખના ૧૦o લક્ષણ જૈનમ્ જયતિ શાસનમુ” ના સુજ્ઞ વાંચકોનો આજે એક Acid Test લેવામાં આવી રહ્યો છે. એનું પરીણામ આપે કોઈને બતાવવાનું નથી. જાતે જ માકર્સ જોઈને પોતાની જાત વિષે નક્કી કરી લેવાનું છે કે આપણે કેટલામાં છીએ? નીચે મુર્ખતાના ૧૦૦ લક્ષણો “શ્રાદ્ધવિધિ પ્રકરણ” નામના જૈન ગ્રંથમાંથી લેવામાં આવ્યા છે. દરેક વાક્ય પછી એક બોકસ (D) મૂકવામાં આવેલ છે. આપે એ વાક્ય વાંચી “હકાર'માં જવાબ હોય તો ખરાની (૪) ટીક કરવાની અને “નકાર' માં જવાબ હોય તો ચોકડી (x) મારવાની. - મૂર્ખતા અંગેની આ પરીક્ષા છે એટલે જેટલી (x) વધુ આવે એટલા તમે હોંશિયાર છો. જેટલી ટીક ખરાની (૪) વધુ આવે તેટલી મૂર્ખતાની વધુ નજીક ગણાશે. પાસ થવા માટે ઓછામાં ઓછા ૬૦ (ચોકડી) ગુણ જોઈશે. ૯૦ ઉપર ચોકડી આવે તો ડીસ્ટીંકશન ગણાશે. સંપૂર્ણ ૧૦૦ ગુણાંકવાળાની અમોને ખાસ જરૂર છે. અમારો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે. આ વાક્યોની અંદર જીવનનો સાર મૂકી દેવામાં આવ્યો છે. એક એક વાક્ય ઉપર વિદ્વાનો એક એક પુસ્તક ભરી શકે તેટલો મસાલો છે. ફાઈલમાં આ કાગળ ફાઈલ કરી દર મહિને પાછા આ કાગળ જે મમળાવતા રહેશે તે આ જગતમાં નિર્દોષ રત્નની જેમ શોભા પામશે. (ખાસ નોંધઃ પરિણામ કોઈને બતાવવાનું નથી તેથી પ્રત્યેક ટીક, બરોબર વિચાર કરીને, આત્મસાક્ષીએ કરવા નમ્ર વિનંતી છે.) મૂર્ખનાં ૧૦૦ લક્ષણ ૧. છતી શક્તિએ ઉદ્યમ ન કરે તે, ૨. પંડિતોની સભામાં પોતાનાં વખાણ કરે , ૩. ગણિકાના વચન ઉપર વિશ્વાસ રાખેT, ૪. દંભ તથા આડંબર ઉપર ભરોસો રાખે ], ૫. જુગાર, કિમિયા વગેરેથી ધન મેળવવાની આશા રાખે DT, . ખેતી આદિ લાભનાં સાધનોથી લાભ થશે કે નહીં? એવો શક રાખેT, ૭. બુદ્ધિ નહીં છતાં મોટું કામ કરવા ધારેT, ૮, વણિક થઈ એકાંતવાસ કરવામાં રુચિ રાખે ૫, ૯. માથે દેવું કરી ઘરબાર વગેરે ખરીદેT, ૧૦. પોતે વૃદ્ધ થઈ કન્યા પરણે , ૧૧. ગુરુ પાસે ન ધારેલા ગ્રંથની વ્યાખ્યા કરેT, ૧૨. ખુલ્લી વાત ઢાંકવાનો પ્રયત્ન કરેT, ૧૩. ચંચળ સ્ત્રીનો ભર્તાર થઈ ઈર્ષા રાખે ], ૧૪. શત્રુ સમર્થ છતાં મનમાં તેની શંકા ન રાખે ૫, ૧૫. પ્રથમ ધન આપીને પાછળથી પશ્ચાતાપ કરે , ૧૬. અભણ છતાં મોટા સ્વરથી કવિતા બોલે |, ૧૭. અવસર આવે નહીં છતાં બોલવાની ચતુરતા દેખાડે , ૧૮. બોલવાનો અવસર આવે મૌન રાખેT, ૧૯. લાભને અવસરે કલહ-કલેશ કરેT, ૨૦. ભોજનને સમયે ક્રોધ કરેT, ૨૧.મોટા લાભની આશાથી ધન વિખેરેT, ૨૨. સાધારણ બોલવામાં ફિલષ્ટ એવા સંસ્કૃત શબ્દ વાપરેT, ૨૩, પુત્રના હાથમાં સર્વ ધન આપી પોતે દીન થાય ૫, ૨૪. સ્ત્રી પક્ષના લોકો પાસે યાચના કરે , ૨૫. સ્ત્રીની સાથે ટંટો થવાથી બીજી સ્ત્રી પરણે એ ૨૬. પુત્ર ઉપર ક્રોધ કરી તેનું નુકસાન કરે ૫, ૨૭. કામી પુરુષોની સાથે હરિફાઈ કરી ધન ઉડાવે D, ૨૮. વાચકોએ કરેલી સ્તુતિથી મનમાં અહંકાર લાવેT, ૨૯. પોતાની બુદ્ધિના અહંકારથી બીજાનાં હિત વચન ન સાંભળેT, ૩૦. અમારું મોટું કુળ એવા અહંકારથી કોઈની ચાકરી ન કરેT, ૩૧. દુર્લભ એવું દ્રવ્ય આપીને કામભોગ સેવેT, ૩૨. મૂલ્ય આપીને ખરાબ માર્ગે જાય ૩૩. રાજા લોભી છતાં તેની પાસેથી લાભ થવાની આશા રાખે D, ૩૪. અધિકારી દુષ્ટ છતાં ન્યાયની આશા રાખે D, ૩૫. કાયસ્થને વિષે સ્નેહની આશા રાખે E, (એક જ્ઞાતિનું નામ છે)Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 80