Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 2
________________ કપડાંની થેલીઓ હવે હાથમાં લઈને જ બહાર ખરીદી કરવા જઈશું એવું નક્કી કરીએ તો આપણે ઓછામાં ઓછી ૧૦ પ્લાસ્ટિકની થેલીઓ લાવતાં બચી જઈએ, જે કેટલાયે પશુ-પંખી, માનવજાતને મોતનાં મુખમાં જતાં બચાવી લેશે. પ્લાસ્ટિકને જોઈને જીવસૃષ્ટિના મોતને યાદ કરીએ, અલવિદા! પ્લાસ્ટિક હવે તને છોડીને જ જંપીશું એવો દઢ નિશ્ચય કરીએ છીએ. | (સુજ્ઞ વાચકો! આપની પાસે પણ આવા કોઈ માહિતીસભર લેખો/વાચન સામગ્રી હોય તો અમને મોકલી આપવા નમ્ર વિનંતી છે.). હૈ! હોય નહીં? ચોમાસાની ઋતુમાં અતિસાર, ઝાડા થઈ થવાની ફરિયાદ ખૂબ થાય છે. નાના બાળકોની વાત બાજુએ રાખીએ તો મોટાઓને જ્યારે ઝાડા થાય ત્યારે પાણી તેમ જ પ્રવાહી બહુ ન લેવું. પાણીમાં સૂંઠ નાખીને ઊકાળેલું પાણી પીવું તેમ જ મલાઈ કાઢેલું મોળું દહીં, વલોણાની બલવણ તેમ જ આખું શેકેલું જીરું નાખેલી છાશ પીવાથી ખૂબ ફાયદો જણાશે. એક ચમત્કારિક પ્રયોગ છે. દહીંને પહેલાં ગરમ કરો. આંગળી દાઝે એવું સરખું ગરમ થઈ જાય (નહીં તો કીદળ થાય તો ખૂબ જીવોની હિંસા થાય) પછી તેમાં શેકેલી આખી મેથીના દાણાનો ભુક્કો નાખો. થોડું બલવણ (પાકું મીઠું) નાખી ૧ વાટકો ગરમ ગરમ પી જવાનું. દિવસમાં ૨/૩ વખત આવી રીતે લેવાથી ઝાડામાં તુરંત ફાયદો થશે. ઝાડા બંધ કરવા કોઈ એલોપથીની ટીકડીઓ ન લેવી. એ કચરાને નીકળી જ જવા દેવો. ઝાડા થાય ત્યારે અનાજ નહીં ખાવું. તળેલું, તીખું છોડી દેવું. હલકો ખોરાક લેવાથી તેમ જ સફરજન કે દાડમ | વાપરવાથી તુરંત કાબૂમાં આવી જતાં હોય છે. જ છીંકણીને પલાળી નાભી ઉપર લગાવવાથી પણ ઝાડામાં ઘણો ફાયદો થતો હોય છે. ઝાડાના દર્દીએ શ્રમ ન કરવો. હલનચલન બને તેટલું ઓછું કરવું. જમ્યા પછી તુરંત પાણી નહીં પીવું જોઈએ. ઘણાં ચોવિહાર કરતી વખતે છેલ્લી ઘડીએ પહેલાં પેટ ભરીને જમે પછી તુરંત ૨ થી ૫ ગ્લાસ જેટલું પાણી પીતા હોય છે. આ પ્રક્રિયા ભવિષ્યમાં બધા રોગોની જનની બને છે. તેનાથી ઝાડા પણ થઈ જતાં હોય છે. ચોવિહારની ગોઠવણ એવી રીતે કરવી કે જમ્યા પછી સૂર્યાસ્તને એકાદ કલાકની વાર હોય. તો જમ્યા પછી પોણો કલાકે થોડું પાણી વાપરી શકાય. પણ સૂર્યાસ્તના થોડા સમય પહેલાં જ ચોવિહાર કર્યો હોય તો તે પછી મુખશુદ્ધિ કરવા જેટલું પાણી પીવું. પછી પાણી નહીં પીવું. કદાચ રાત્રે તરસ લાગે તો થોડું સહન કરી લેવું. ધીમે ધીમે એવી ટેવ પણ પડી જશે. પરંતુ જમીને તુરંત બહુ પાણી પીવાથી મંદાગ્નિ, અપચો, ઝાડા, આમવાત વગેરે અનેક રોગો થઈ જતાં હોય છે. - સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી - શ્રી મનોજભાઈ નગીનદાસ શાહ આજનો સુવિચાર ૧) દુઃખનો સ્વીકાર કરો; દોષને પડકાર કરો. ૨) સત્સંગ કે સવાંચન આપણું હૃદય પરિવર્તન કરે છે. જીવન પરિવર્તન આપણે જાતે જ કરવાનું હોય છે વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ ઓપેરા હાઉસ, મુંબઈ-૪OOOO. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ || વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 80