________________
સમજાવવા માટે રહે છે. ગુરુની વાત સમજવા માટે ગુરુ પાસે રહેવાનું છે તેથી નિશાંત પદ આપ્યું છે. ગુરુની વાત તે જ સાંભળી શકે અને તે જ સમજી શકે કે જે સ્વભાવથી શાંત હોય. જે સ્વભાવથી ઉધ્ધત હોય તે ગુરુને સમજી ન શકે. તે જ રીતે ગુરુને સમજાવવા નહિ તે માટે
અમુહરી’ પદ આપ્યું છે. ગુરુ આગળ બોલબોલ ન કરવું. મુખરી એટલે વાચાળ. ગુરુ પાસે વાચાળ ન બનવું, મૌન રહેવું. આપણી વાત સમજાવવી નથી માટે મૌન રહેવું છે, ગુરુની વાત સમજવી છે માટે નિશાંત બનવું છે. ગુરુની પાસે સમજવા બેઠા પછી વચ્ચે બોલબોલ ન કરવું. આજે આચાર્યભગવંત પાસે વરસોથી રહેલા અભણ રહ્યા હોય તો તે સાહેબને સમજવાને બદલે સાહેબને સમજાવવા રહ્યા માટે અભણ રહ્યા. એવું પણ બોલનારા શ્રાવકો હતા કે “સાહેબે થોડું જતું કર્યું હોત તો સાહેબ સંઘાચાર્ય થઇ શકત’ - આવાને બેસાડાય ? આચાર્યભગવંત આપણને ત્યારે જ સમજાવી શકે કે જ્યારે આપણે ગુસ્સે ન થઈએ . ગુરુ પાસે શું ભણવું એ પણ જણાવ્યું છે કે – અર્થયુક્ત એવા શાસ્ત્રનો અભ્યાસ કરવાનો, નિરર્થક શાસ્ત્રોનું વર્જન કરવું. આમ તો બધા જ ગ્રંથો કોઈને કોઇ અર્થથી યુક્ત હોય છે છતાં અહીં અર્થયુક્ત કહ્યું છે તેનો અર્થ એટલો છે કે જે મોક્ષની સાધનામાં ઉપયોગી હોય તેવા શાસ્ત્રનો અભ્યાસ કરવો. આજે તમને તો ઇતિહાસમાં રસ પડે, જનરલ નોલેજમાં રસ પડે પણ મોક્ષની ને સાધુપણાની વાતમાં રસ ન પડે ને ? આથી જ કહ્યું કે અર્થયુક્ત શાસ્ત્રોનો અભ્યાસ આચાર્યભગવંત પાસે કરવો. જ્ઞાનની જરૂર ઘણી છે અને એ જ્ઞાન ગુરુ પાસે જ મળશે. શાસ્ત્રો જાતે વાંચવાથી કદાચ શ્રુતજ્ઞાન મળે પણ મતિજ્ઞાનનો ક્ષયોપશમ માત્ર ગુરુના મુખે સાંભળવાથી જ મળે, ગુરુના વિનયથી મળે, ગુરુની કૃપાથી મળે છે. ગુરુની કિંમત પુણ્યના કારણે નહિ, જ્ઞાનના કારણે છે. આજે સાધુભગવંતની કિંમત પુણ્યના કારણે અંકાય છે કે જ્ઞાનના કારણે ? અમારી પાસે કેટલા માણસો આવે છે એ તમે જુઓ કે અમારી પાસે જ્ઞાન કેટલું છે - એ જુઓ ? તમે અમારી પાસે આવો તો અમે પુણ્યશાળી ગણાઇએ - આ જ દશા છે ૪૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ને ? તમને ખેંચવા માટે અમારે શાસ્ત્રના બદલે તમને ગમે એવી વાત કરવાની - આ તે કાંઇ રીત છે ? તમે અમારી પાસે શેને માટે આવો છો ? રોજ સાંભળવા આવો છો તે વૈરાગ્ય પામવા માટે આવો છો કે ‘આપણું ટકી રહે એ માટે આવો છો ? સાંભળવાથી કાન પવિત્ર થાય એટલું જ જોવાનું કે આત્માને પવિત્ર કરવો છે ? આટલાં વરસોથી ધર્મ કરવા છતાં કોઇ સુધારો ન થાય તો ચિંતા થવી જોઇએ ને ? પથ્થર પણ પાણીમાં પલળે તો પોચો પડે ને ? આપણે પથ્થર કરતાં પણ કઠોર છીએ કે રોજ સાંભળવા છતાં વૈરાગ્ય ન થાય ! ગુરુભગવંત પાસે જ્ઞાન મેળવવા જ રહેવાનું છે. ગુરુનું પુણ્ય પણ નથી જોઇતું, ગુરુના ભક્તો પણ નથી જોઇતા. ગુરુનું જ્ઞાન જોઇએ છે. કારણ કે જ્ઞાનથી મુક્તિ મળે છે, પુણ્યથી કે ભક્તોથી નહિ. ગુરુ પાસે સમ્યજ્ઞાન મેળવવા રહેવાનું છે. આ ભણવાની પ્રવૃત્તિ પણ રોજ કરવાની છે, કોઇ એકાદ દિવસ નહિ – તે જણાવવા માટે “સા' પદ છે. છોડને રોજ બે લોટા પાણી સીંચો તો તે લીલોછમ રહે. રોજ ન સીંચો અને દસ-પંદર દિવસે એક ડોલ ભરીને પાણી રેડો તો ચાલે ? કે છોડ સુકાઇ જાય ને પાણી નકામું જાય ? તેથી રોજ ભણવાનું કામ કરવું છે જેથી જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ ખીલતો જાય. ગુરુ પાસે ભણવું હોય તો કુતર્ક ન કરવા. કુતર્ક કરનારા તત્ત્વથી દૂર રહે છે, તત્ત્વ પામી શકતા નથી. અન્ય દર્શનકારો તર્કના યોગે ચોથી દૃષ્ટિથી આગળ ન વધી શક્યા. ચોથી દૃષ્ટિમાં કુતર્કની નિવૃત્તિ થાય છે તેથી ચોથી દૃષ્ટિ સુધી તર્કનો અવકાશ છે. પાંચમીથી શ્રદ્ધાની જરૂર પડે. પાંચમીથી આગળ તર્કને અવકાશ નથી, ત્યાં શ્રદ્ધાથી જ કામ થાય. અન્યદર્શનકારો ચોથીથી આગળ વધી શકતા નથી તેનું કારણ આ જ છે કે તેઓ તર્ક છોડી શકતા નથી. અન્યદર્શનકારોએ તર્ક કરવાને બદલે કોઇ આચાર્યભગવંતની પાસે આગમનું અધ્યયન કર્યું હોત તો તેઓ શ્રદ્ધા પામી જાત. કુતર્કને પનારે પડેલા શ્રદ્ધા પામી શકે નહિ. ચોથી દૃષ્ટિમાં કુતર્કની નિવૃત્તિ થતી હોવાથી જ તેના અંતે સમ્યગ્દર્શનની
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૩