________________
ઇચ્છા જ નથી માટે અલ્પ બંધ થાય છે. સમકિતી તો ચક્રવર્તીપણામાં હોય તો મહારંભ અને મહાપરિગ્રહમાં જીવતા હોય, એક લાખ અને બાણું હજાર સ્ત્રીઓ ભોગવે છતાં પણ સંસારમાં ભગવાનની આજ્ઞા મુજબ જીવતા હોવાથી તેમને અલ્પ બંધ થાય છે.
સ૦ આટલી સ્ત્રીઓ ભોગવે છતાં આજ્ઞા પાળે – એ કઇ રીતે ? એનું કારણ એ છે કે આટલી સ્ત્રીઓ પણ કર્મ ખપાવવા માટે ભોગવે છે, ભોગવવા માટે નહિ. કર્મ ખપાવવા એ ભગવાનની આજ્ઞા છે ને ? શાસ્ત્રમાં કહ્યું છે કે ‘ભોગને રોગ ગણેશ મેરે લાલ.' રોગ જે રીતે ભોગવો છો તે રીતે ભોગો ભોગવવાનું કામ કરતા હોય છે. એમને ભોગો મજારૂપ નથી લાગતા, સજારૂપ લાગે છે... લાગે છે ને કે આપણું કામ નથી ! સ૦ આટલા ભોગ વચ્ચે પરિણામ કેવી રીતે ટકાવે ?
આપણે માંગીને મેળવ્યું છે માટે પરિણામ ટકતા નથી ને બગડે છે. તેમણે માંગીને નથી મેળવ્યું માટે તેમના પરિણામ ટકી રહે છે. મારા ગુરુમહારાજની ભાષામાં કહું તો સડેલો ધર્મ કર્યો તેથી સડેલું પુણ્ય ભેગું કર્યું છે માટે છૂટતું નથી, છોડવાનું મન થતું નથી. જે પુણ્યથી મળેલી વસ્તુ છે તેની રક્ષા માટે પુરુષાર્થ શેને માટે કરો છો ? પુણ્યથી જે મળ્યું છે એની રક્ષા તો પુણ્ય જ કરવાનું છે. સાચું કહો : પુણ્યથી મળેલાની રક્ષા પુણ્ય કરે કે ભૈયો કરે ?
સ૦ પુરુષાર્થ નહિ કરવાનો ?
પુણ્યથી મળનારી ચીજ નાશવંત છે ને ? નાશવંત ચીજને ટકાવવા માટે પુરુષાર્થ કરે એ મૂરખ છે. પુણ્યથી મળેલી ચીજ પુણ્ય હશે ત્યાં સુધી જ ટકવાની છે તો તેને ટકાવવા માટે પુરુષાર્થ શા માટે કરવો ? માંગીને મેળવ્યું છે, તેથી છોડવાનું મન નહિ જ થાય. પરંતુ હવે અનિચ્છાએ પણ છોડતાં થવું છે તો પાપના અનુબંધ તૂટશે. જનમતાંની સાથે રાજ્ય મળે ને ? સંપ્રતિ મહારાજાને મળ્યું હતું ને ? તો રાજ્યજેવી ચીજ પણ પુણ્યથી મળતી હોય તો હવે શેના માટે પુરુષાર્થ કરવો છે ? પુરુષાર્થ કરવો હોય તો હવે એકમાત્ર દીક્ષા માટે કરવો છે. જનમતાંની
૧૩૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સાથે વૈભવ વારસામાં મળે, પણ દીક્ષા વારસામાં ન મળે, પુરુષાર્થથી જ મેળવવી પડશે. પુરુષાર્થ આ એક દીક્ષા માટે જ કરવો છે. જે પુરુષાર્થથી મળે એવું છે તે મેળવવું નથી માટે મળતું નથી. દીક્ષા જોઇતી નથી માટે જ દીક્ષાનો પુરુષાર્થ કર્યો નહિ.બાકી દીક્ષાનો પુરુષાર્થ કર્યો હોય તો તે ફળ્યા વિના ન રહે.
શાસ્ત્રકારો જણાવે છે કે બુદ્ધ પુરુષોને પ્રતિકૂળ એવું વર્તન કરવું નહિ. વિનયનું આચરણ કરવા માટે શક્તિની જરૂર છે, પરંતુ અવિનયનું આચરણ ટાળવા માટે શક્તિની જરૂર નથી, વૃત્તિની જરૂર છે. ગુરુભગવંતે જે માર્ગ બતાવ્યો હોય તે માર્ગે ચાલવાની શક્તિ ન હોય તો ન કરીએ એટલામાત્રથી અવિનયનું પાપ નથી લાગતું. પણ આચાર્યભગવંત જે ના પાડે તે નથી કરવું. ભગવાનની આજ્ઞાનું પાલન ઓછુંવધતું થાય તેમાં વાંધો નથી. પણ ભગવાને જેની ના પાડી હોય તેવી પ્રવૃત્તિમાં હાથ ન નાંખવો. આજે પ્રભાવનાના નામે ભગવાનની આજ્ઞા ન હોય તેવી પ્રવૃત્તિ પણ મજેથી કરાય છે. આજે લોકોને ભેગા કરવા માટે પૂજનોમાં માઇક વપરાવા માંડ્યા. તેના કારણે અશુભસ્થાનમાં, અસ્થાને ભગવાનનું નામ સાંભળવાનો વખત આવે. શ્રી યોગબિંદુ ગ્રંથમાં યોગની પૂર્વસેવામાં જણાવ્યું છે કે માતાપિતા, કલાચાર્ય, ધર્માચાર્ય વગેરે ગુરુવર્ગનું નામ અસ્થાને, અશુચિસ્થાનોમાં ન લેવાય, ન સંભળાય.
સ૦ પૂજનમાં માઇક વાપરીએ તો લોકો આકર્ષાય.
લોકોને આકર્ષવા માટે આપણે અનર્થદંડ ન સેવાય. એક ક્રિકેટ મેચ રાખો તો ઘણી આવક ઊભી થાય ને સાધારણની વૃદ્ધિ કરી શકાય, પણ આવો રસ્તો ન અપનાવાય. જેના કારણે લોકો ત્રાસ પામે એ રીતે પ્રભાવનાનાં કાર્યો ન કરાય. સાધુભગવંતો માઇક વગર આટલી મેદનીમાં જો વ્યાખ્યાન આપી શકતા હોય તો સંગીતકારો એના કરતાં ઓછા માણસોમાં માઇક વગર પૂજા ન ભણાવી શકે ? માઇક ન વાપરવું - આવો જો કોઇ દેરાસરવાળા કાયદો કરે તો તે ભગવાનની આજ્ઞાથી વિપરીત છે કે આજ્ઞાને અનુરૂપ છે ? તેથી પ્રભાવનાનાં કાર્યો કરતી વખતે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૩૩