________________
માફ કરતાં તો આવડે છે, પરંતુ તે ક્ષમાગુણ નથી. સ્વાર્થ વિના કોઇનો પણ અપરાધ સહન કરવો એ ક્ષમા છે. આવી ક્ષમાને પ્રગટ કરનાર ગુરુનું વચન છે તેનો દેષ કોઇ સંયોગોમાં નથી કરવો.
आसणे उवचिट्ठज्जा अणुच्चे अकुए थिरे । अप्पुट्ठाइ निरुट्ठाइ निसीएज्जप्पकुक्कुए ॥१-३०॥
શિષ્ય અનુશાસનનો અર્થી હોવાથી કાયમ માટે આચાર્યભગવંત પાસે બેસવાને ઇચ્છતો હોય છે. આપણે આપણું કલ્યાણ સાધવું હોય તો આચાર્યભગવંતની પાસે બેસ્યા વિના નહિ ચાલે. એવા વખતે આપણું આસન એવું ન હોવું જોઇએ કે જેથી ગુરુભગવંત આપણને પોતાની પાસે બેસાડે નહિ. આથી જ અહીં ગુરુ પાસે કેવા આસને બેસવું તે હવે જણાવે છે. અહીં જણાવે છે કે આપણું આસન ગુરુ કરતાં ઊંચું ન હોવું જોઇએ. ગુરુના આસન કરતાં આપણું આસન નીચું હોવું જોઇએ - આ વસ્તુ સમજાય? શરીરની ગમે તેટલી તકલીફ પડે પણ આ વિનય ચૂકવો નથી. શરીરની તકલીફ વેઠવામાં વાંધો નથી ને ? સુખ ભોગવતાં ભોગવતાં અવિનય કરવો એના કરતાં વિનયના આચાર માટે દુઃખ ભોગવી લેવું સારું ને ? આખો દિવસ ભલે ખુરશી ઉપર બેસતા હો તો તમારું તમે જાણો પણ ગુરુ આગળ તો ઉચ્ચાસને નથી બેસવું. આટલું તો બને ને ? ખુરશી ઉપર પ્રતિક્રમણ કરે તો તેના માટે ભગવાન ઊંચા પધરાવવા પડે અને ઊંચા પધરાવવાના કારણે નીચે બેસેલાને ભગવાન નાસિકા ઉપર જાય તે ય ન ચાલે. આવા સંયોગોમાં ખુરશી પર પ્રતિક્રમણ ન કરવું સારું ને ? સ) તો પ્રતિક્રમણ ન કરવું.
આ લોકોને શું કહેવું ? કોઇ તમને કહે કે મેલાં કે ફાટેલાં વસ્ત્રો પહેરીને બહાર ન જવાય. ત્યારે વસ્ત્ર વિના બહાર જવાનું કહ્યું – એમ સમજો ? બહાર જવાની ના પાડી - એમ સમજો ? કે ધોયેલાં વસ્ત્રો પહેરીને બહાર જવાની વાત કરી – એમ સમજો ? કાચું ખાવાની ના પાડી હોય તો ભૂખ્યા રહેવાની વાત કરી છે - એવું કોઇ નથી સમજતું ૧૭૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
અને અહીં તો તરત જ નક્કી કરી લે કે ખુરશી પર પ્રતિક્રમણ કરવું એના કરતાં ન કરવું સારું. આપણે એને થોડું વેઠીને પણ નીચે બેસીને પ્રતિક્રમણ કરવાની વાત કરી - એને તો અડે જ નહિ. આપણા પ્રતિક્રમણમાં બેસવાનું ઓછું આવે છે, ઊભાં ઊભાં કરવાની ક્રિયા વધારે છે તો આમાં વાંધો શું ? આપણે ક્રિયા સાથે મેળ બેસાડવા મહેનત ઘણી કરીએ છીએ પણ ભગવાને બતાવેલ વિધિ સાથે તાલ મેળવવાનો કોઈ પ્રયત્ન જ નથી. દુઃખ વેઠવાનો અધ્યવસાય બિલકુલ કેળવ્યો જ નથી. શાસ્ત્રકારો કહે છે કે દુ:ખ વેઠવાના અધ્યવસાય વિના ભગવાનના શાસનની એકે ક્રિયા વિધિ મુજબ થઇ શકે નહિ. તમારા હાથમાંથી હીરા પડી ગયા હોય તો ઊભા ઊભા જુઓ, ખુરશી ઉપર બેસીને જુઓ કે નીચે બેસીને વાંકા વળીને જુઓ ? કમ્મરનો દુઃખાવો થતો હોય તો હીરા જતા કરો ? હીરા કીમતી કે ધર્મ કીમતી ? પ્રતિક્રમણમાં ન વળાય ને ? સવ ત્યાં મન ચાલાકી કરે કે ભાવ સારો છે, પણ...
તમારી ચાલાકી લોકો આગળ ચાલશે, કર્મસત્તા આગળ નહિ ચાલે. મારા ગુરુમહારાજ કહેતા હતા કે કર્મસત્તા અને ધર્મસત્તાને પરસ્પર સમજૂતી થયેલી છે. જે ધર્મસત્તાને આધીન ન થાય તેને પોતાની પાસે મોકલી આપવાનો કરાર કર્મસત્તાએ કરેલો છે. ધર્મસત્તાને કર્મસત્તાએ કહ્યું છે કે તારું જે ન માને તેને મારે તાબે સોંપી દેજે, તેને હું સીધોદોર કરી દઇશ. જે ધર્મસત્તાનું કહ્યું માને તે જ કર્મસત્તા આગળ જય પામે. ધર્મ કરવો હોય તો દુ:ખ વેઠવાનો અધ્યવસાય કેળવી જ લો. આજે આ અધ્યવસાય ન હોવાથી જ આપણે ધર્મ કરવા છતાં ધર્મના ફળથી વંચિત રહીએ છીએ. ધર્મ માટે પ્રાણ છોડે પણ ધર્મ ન છોડે. આટલી દુ:ખ વેઠવાની તૈયારી તો પહેલા ગુણઠાણે ચોથી દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. આપણે તો શ્રાવક છીએ ને સાધુ છીએ ને ? ધર્મ કરવા છતાં ધર્મનું ફળ પામી ન શકીએ - એની ચિંતા થાય ને ? શાસ્ત્રમાં ત્રણ પ્રકારના યોગ બતાવ્યા છે. સારામાં સારા સદ્દગુરુનો યોગ થવો તે યોગાવંચક યોગ, ત્યાર બાદ ગુરુનિશ્રાએ સારામાં સારી વંદનાદિ ક્રિયા કરવી તે ક્રિયાવંચક યોગ અને એ ક્રિયાઓના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૭૩