Book Title: Uttaradhyayan Sutra Commentary
Author(s): Chandraguptasuri
Publisher: Lakshmiben Mangaldas Ghadiyal

View full book text
Previous | Next

Page 203
________________ જ સુખ છોડીને પરિષહ વેઠવા તૈયાર થવું છે. જેઓ મળેલી સામગ્રીનો સદુપયોગ ન કરે તેઓ શેના આધારે કહી શકે કે ભવિષ્યમાં આ સામગ્રી પાછી મળશે. અત્યારે શરીર સારું છે ને ? સાધુપણા માટે અનુકૂળ છે ને ? સનત્કુમાર ચક્રવર્તી કરતાં તો આપણું શરીર લાખ દરજ્જે સારું છે ને ? તો સાધુ થવું છે ? આજે શરીર અશક્ત હોય તોય સનત્કુમાર ચક્રવર્તી કરતાં સારું હોય તો તેનાથી દીક્ષા પળાય ને ? અધ્યયનની ભૂમિકા કરીને હવે જણાવે છે કે ચાર પરમાંગ દુર્લભ છે. પરમ એટલે મોક્ષ. મોક્ષના કારણભૂત ચાર અંગ દુર્લભ છે. તેમાં સૌથી પહેલું મનુષ્યપણું બતાવ્યું છે. આ મનુષ્યપણું દુર્લભ છે તે મોક્ષમાં લઇ જનારું મનુષ્યપણું દુર્લભ છે. બાકી સંસારમાં રખડાવનાર મનુષ્યપણું તો અનંતી વાર મળ્યું છે. અકર્મભૂમિમાં, અનાર્ય દેશ કે કુળમાં જે મનુષ્યપણું મળે તેની અહીં વાત જ નથી. જે કર્મભૂમિમાં આર્યદેશકુળમાં મળે તેવું મનુષ્યપણું દુર્લભ છે. બાકી તો દુર્ગતિમાં જવા માટે પણ મનુષ્યપણું કામ લાગે છે, તેની દુર્લભતાની વાત નથી. આ મનુષ્યગતિમાંથી ચારે ગતિમાં જવાય છે તેમ તિર્યંચગતિમાંથી પણ ચારે ગતિમાં જવાય છે, પરંતુ પાંચમી ગતિમાં મનુષ્યપણામાંથી જ જવાય છે. ચારે ગતિમાંથી સૌથી ઓછી સંખ્યા મનુષ્યોની છે. મનુષ્યો સંખ્યાતા છે. નરક કે દેવના જીવો તેના કરતાં અસંખ્યાતા છે અને તિર્યંચો અનંતા છે. જો મનુષ્યો સંખ્યાતા જ હોય તો તેની પ્રાપ્તિ દુર્લભ જ કહેવાય ને ? આ મનુષ્યપણું મળી ગયું હોય તો મનુષ્યપણાનું ફળ મેળવવા માટે મહેનત કરવી છે ને ? મનુષ્યપણાનું ફળ શું ? સાધુપણું ને ? તો તૈયાર થવું છે ને ? સુખ ભોગવવા માટે મનુષ્યપણું નથી, સાધુ થવા માટે મનુષ્યપણું છે. સાધુ થવા માટેનું મનુષ્યપણું દુર્લભ છે - એ મળી ગયું છે. તેની કિંમત સમજાઇ ગઇ છે ને ? સ૦ સામગ્રીની કિંમત તો સમજાઇ છે પણ તાકાત તો જોવી પડે ને ? ડૉક્ટરને ત્યાં જાઓ તો તાકાત જોઇને જાઓ કે રોગ જોઇને જાઓ ? તો અહીં તાકાત જોવાની કે ભવરોગ જોવાનો ? ભવરોગ જેને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૯૮ દેખાય તેને તાકાત આવી જાય. તમે હોસ્પિટલમાં જાઓ અને સામેથી મડદું નીકળે તો તમે હોસ્પિટલમાં જવાનું માંડી વાળો કે ‘બધાને એવું ન થાય’ એમ માનીને હિંમત રાખીને જાઓ ? તમે તાકાત જોવા બેઠા માટે સંસારમાંથી નીકળી ન શક્યા. સાધુપણામાં આવવામાં શું તકલીફ છે એ તો કહો ? આ તો ગુરુ કહે કે ‘હું તને સાચવીશ’ તોય કહે કે ‘ના, આ રીતે ન અવાય.’ અને પરણવા જાય ત્યારે છોકરી કહે કે ‘સાચવી લઇશ’ તો તેને આખી જિંદગી સોંપી દે. ગુરુને ઓળખવા છતાં ગુરુને જીવન સોંપવું નથી ને ? અહીં જણાવે છે કે આ ચોર્યાશી લાખ યોનિમાં મનુષ્યની યોનિ ઓછી છે અને સંખ્યા તો સૌથી અલ્પ છે. ચોર્યાશીમાંથી પૃથ્વીકાયાદિની સાત સાત લાખ, વનસ્પતિકાયની ચોવીસ લાખ, વિકલેન્દ્રિયની છ લાખ અને તિર્થંયપંચેન્દ્રિયની ચાર લાખ : એમ કુલ મળીને બાસઠ લાખ યોનિ તો માત્ર તિર્યંચની જ છે. દેવો અને નારકોની ચાર ચાર લાખ યોનિ છે પણ તેમની સંખ્યા અસંખ્યાતી છે. યોનિ એટલે ઉત્પત્તિનાં સ્થાન. જીવો અનંતા છે અને તેમની ઉત્પત્તિનાં સ્થાન અસંખ્યાતાં છે છતાં પણ એકસરખા વર્ણગંધરસસ્પર્શવાળી યોનિઓનું સ્થાન એક જ ગણવામાં આવે તો તે રીતે ઉત્પત્તિનાં સ્થાન ચોર્યાશી લાખ છે. અનંતા તિર્યંચોનાં ઉત્પત્તિસ્થાન બાસઠ લાખ છે. અસંખ્યાત દેવોનાં ઉત્પત્તિસ્થાન ચાર લાખ છે અને અસંખ્યાત નારકોનાં ઉત્પત્તિસ્થાન પણ ચાર લાખ છે. જ્યારે સંખ્યાતા મનુષ્યોનાં ઉત્પત્તિસ્થાન ચૌદ લાખ છે. દેવો બધા મનુષ્ય થવા ઇચ્છે તોપણ તેમને થવા મળે એવું નથી. કારણ કે મનુષ્યો સંખ્યાતા જ છે. દેવોને ઇચ્છવા છતાં ન મળે - એવું મનુષ્યપણું આપણને મળી ગયું છે તો તેને સાધી લેવું છે ને ? આજે આપણને ધર્મ ક૨વાજેવો છે - એટલી સમજણ હોવા છતાં પણ ધર્મ માટેની મનુષ્યપણું વગેરે સામગ્રી દુર્લભ છે એટલું સમજાયું નથી માટે ધર્મ કરતા નથી ને ? આપણને ધર્મનું અજ્ઞાન નથી નડતું, ધર્મની દુર્લભતાનું અજ્ઞાન નડે છે. આથી જ આ અજ્ઞાન દૂર કરવા માટે આ ત્રીજા અધ્યયનથી ચાર અંગની દુર્લભતા સમજાવી છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૯૯

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222