Book Title: Uttaradhyayan Sutra Commentary
Author(s): Chandraguptasuri
Publisher: Lakshmiben Mangaldas Ghadiyal

View full book text
Previous | Next

Page 220
________________ આ જ રીતે એક વાર પૌષધમાં હતા ને આગ લાગી ત્યારે લોકોએ પૌષધ પારીને ભાગવા કહ્યું. છતાં ન ખસ્યા. તેથી તેમનું ઘર ન બળ્યું. આજુબાજુનું બધું બળી ગયું. ધર્મ રક્ષા કરે છે - એ વાત સાચી, પણ આપણે ધર્મની રક્ષા કરીએ તો ધર્મ આપણી રક્ષા કરે. આજે આપણી દશા તો એવી છે કે ‘તારું જે થવું હોય તે થાય, પણ તું મારું ધ્યાન રાખ” : આવું ધર્મને કહીએ ને ? આથી જ ધર્મનો પ્રભાવ આપણને જોવા મળતો નથી. આ સુવ્રત શ્રેષ્ઠીએ જ્ઞાની પાસે ચારિત્ર લીધું, તેમાં પણ તેમના સત્ત્વની પરીક્ષા માટે; કાઉસ્સગ્નધ્યાનમાં ઊભા હતા ત્યારે માંદા સાધુનું રૂપ કરીને તાત્કાલિક વૈદ્ય પાસે લઇ જવા કહ્યું અને એ ચલાયમાન ન થયા તો ઓઘાથી તેમને મારવા લાગ્યા. ત્યારે સમભાવમાં રહીને કોઇ પણ જાતનો પ્રતિકાર કર્યા વિના શુક્લધ્યાનમાં આરૂઢ થઇ કેવળજ્ઞાન ઉપાજર્યું. આજનો દિવસ આરાધના કરવા દ્વારા કેવળજ્ઞાન પામવા માટેનો છે અને સાધુ થઇને સાધુપણું પાળવા માટેનો છે - એ યાદ રાખવું. ચાર અંગની દુર્લભતામાં આપણે મનુષ્યજન્મ, ધર્મનું શ્રવણ અને ધર્મની શ્રદ્ધા : આ ત્રણની વાત પૂરી કરી. બીજા પરીષહ અધ્યયનમાં જે દુ:ખો વેઠવાની વાત કરી તે કયા આલંબનથી વેઠવાનું છે - એવી શંકાના નિરાકરણમાં ચાર અંગની દુર્લભતા વર્ણવી. જેનું પ્રયોજન આપણને ન સમજાય તેની કિંમત આપણને સમજાતી નથી કે તેનું મહત્ત્વ પણ આપણે સમજી શકતા નથી. જેનું મહત્ત્વ ન સમજાય તેનું મૂલ્ય આપણા હૈયામાં અંકાતું નથી. આજે આપણે મને ધનનું જેટલું મહત્ત્વ છે, તેટલું મહત્ત્વ દીક્ષાનું નથી ને ? જેઓ દીક્ષા લઇને બેઠા છે તેઓને પણ પોતાની દીક્ષા કરતાં ધન ઉપર બહુમાન ઘણું છે. પોતાના ભક્તો ઉપર, પરિચિતો ઉપર જેટલું બહુમાન છે, તેટલું દીક્ષા પ્રત્યે નથી. આવા સંયોગોમાં સંયમમાં વીર્ય ફોરવવાનું દુર્લભ કેટલું છે – એ સમજાવવાની જરૂર નથી ને ? આમ તમે પણ બોલો, અમે પણ તમારી પાસે બોલાવીએ કે – ‘સોના કરતાં મોંઘું શું ? સંયમ સંયમ.’ છતાં કોઇના હૈયામાં સંયમની કિંમત લગભગ સમજાઇ નથી ને ? શ્રદ્ધા સુધીની વાત તો બરાબર હતી. કારણ કે સમ્યગ્દર્શન પામવામાં પાપ છોડવું પડતું નથી અને સાથે સાત વ્યસન જેવાં પાપો પણ નડતાં નથી એટલે સમ્યગ્દર્શન પામવાનું તો મન થઇ જાય. જ્યારે ચારિત્ર લેવું હોય તો પુણ્ય પણ આડું આવે. ચારિત્ર પામવા માટે પુણ્ય પણ, પાપની સાથે છોડવું પડે તેથી તે પાલવે એવું નથી ! આપણી પાસે કેટલું છે તે જોવાને બદલે જેને જે નડે તેના પર ભાર આપે તો ચારિત્ર માટેનો પુરુષાર્થ કરવાનું શક્ય બનશે. સાધુપણું પણ આપણે અનંતીવાર લીધું છે પરંતુ ધર્મની રુચિના અભાવે તે પરાક્રમપૂર્વકનું ન હતું તેથી તે સંસારથી તારનારું બન્યું નહિ. આપણને ચારિત્રના વિષયમાં શ્રદ્ધા પાકી છે ને ? સાધુપણું લઇશું તો દુઃખી થઇશું કે સુખી થઇશું ? સાધુપણામાં દુ:ખ વધારે છે કે વધારે લાગે છે ? વધારે લાગે છે – એમ કહો તો એનો અર્થ એ થયો કે દુ:ખ વધારે છે નહિ. ‘લાગે છે” ત્યારે જ કહેવાય કે જયારે હોય નહિ. ચારિત્ર સુખનું કારણ છે, દુ:ખનું કારણ જ નથી. પ્રશમરતિમાં કહ્યું છે કે મોક્ષમાં જતાં પહેલાં મોક્ષના સુખનો સ્વાદ આવે તેનું નામ સાધુપણું. જેમ ભાવતી વસ્તુનું નામ સાંભળતાં મોઢામાંથી પાણી છૂટે, તેમ સાધુપણામાં મોક્ષનો સ્વાદ છે. શાસ્ત્રમાં સંસારને અનંતદુ:ખમય કહ્યો છે, દીક્ષાને દુઃખમય નથી કહી. સ0 સાધુપણું તલવારની ધાર જેવું કહ્યું છે ને ? પણ સંસારને તો દાવાનળ જેવો કહ્યો છે. તલવારની ધાર ઉપર ચાલીએ તો પગ કપાય અને તેય પગમાં જોડા પહેરીને જાય તો ન કપાય, જ્યારે દાવાનળમાં તો ભડથું થઇ જવાય ને ? તલવાર ઉપર તો કવચ રાખીને ચાલીએ તો વીંધાઇએ નહિ. તેથી શાસ્ત્રકારોએ આજ્ઞાનું કવચ બતાવ્યું છે. જે આજ્ઞાનું કવચ રાખીને ચાલે તેને તલવારની ધાર વાગે નહિ. અગ્નિ કરતાં તો તલવારની ધાર સારી ને ? અગ્નિ તો બધાને જ બાળે, જ્યારે તલવારની ધાર તો કવચવાળાને બચાવી લે. આથી જ શ્રદ્ધા પછી સંયમમાં વીર્ય ફોરવવું છે. અહીં જણાવે છે કે તેસ્વાર્થની રુચિ થયા પછી પણ તેને સ્વીકારવા માટે ઘણા ઓછા લોકો તૈયાર થાય છે. તેથી જેઓ મનુષ્યપણું પામીને, ધર્મને સાંભળી, તેની શ્રદ્ધા કરીને તપસ્વી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૪૩૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222