Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર' નાં
પ્રવચનો
૪ પ્રવચન છે પૂ. પરમશાસનપ્રભાવક આ.ભ.શ્રી.વિ. રામચન્દ્ર સૂ.મહારાજાના
પાલંકાર પૂજ્યપાદ આ.ભ. શ્રી.વિ. મુક્તિચન્દ્ર સુ.મ.સી.ના શિષ્યરત્ન પૂજયપાદ આ.ભ.શ્રી.વિ. અમરગુપ્ત સુ.મ.સા.ના શિષ્ય
પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ.
<પ્રકાશન છે શ્રી અનેકાંત પ્રકાશન જૈન રીલીજીયસ ટ્રસ્ટ
» આર્થિક સહકાર છે સ્વ. શ્રીમતી લક્ષ્મીબેન મંગળદાસ ઘડિયાળી તથા
સ્વ. મંગળદાસ લલ્લુભાઇ ઘડિયાળી (વિજાપુર-ઉ.ગુ.) ના આત્મશ્રેયોડર્થે...
Page #2
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તક : ‘શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર' નાં પ્રવચનો
* પ્રથમ આવૃત્તિ
* નકલ : ૧૦૦૦
* વિ.સં. ૨૦૬૮
* પ્રાપ્તિસ્થાન :
* મુકુંદભાઇ આર. શાહ
૫, નવરત્ન ફ્લેટ્સ, નવા વિકાસગૃહ માર્ગ,
પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૭.
* પ્રમોદભાઇ છોટાલાલ શાહ
૧૦૨, વોરા આશિષ, પં. સોલીસીટર રોડ, મલાડ (ઇસ્ટ), મુંબઇ-૪૦૦ ૦૯૭.
♦ જતીનભાઇ હેમચંદ શાહ
‘કોમલ’ છાપરીયા શેરી,
મહીધરપુરા, સુરત-૩૯૫ ૦૦૩.
* તનીલ એ. વોરા
૪૭૪, કૃષ્ણકુંજ, જુના પુલગેટ પાસે,
૨૩૯૨૯૩, જનરલથીમૈયા રોડ, પૂના-૪૧૧ ૦૦૧.
આર્થિક સહકાર :
સ્વ. શ્રીમતી લક્ષ્મીબેન મંગળદાસ ઘડિયાળી તથા
સ્વ. મંગળદાસ લલ્લુભાઇ ઘડિયાળી (વિજાપુર-ઉ.ગુ.) ના આત્મશ્રેયોડર્થે...
* મુદ્રકઃ
Tejas Printers
F/5, Parijat Complex, Swaminarayan Mandir Road, Kalupur,
AHMEDABAD-380 001. * (M) 98253 47620 * PH. (O) (079) 22172271
પ્રકાશકીય
અનંતોપકારીશ્રી તીર્થંકરપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા અમારા અનન્યોપકારી વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્ય પૂજ્યપાદ પરમસમતાનિષ્ઠ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય અમરગુપ્ત સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય ચન્દ્રગુપ્ત સૂ.મ.સા. આદિ ગત વર્ષે ‘મુંબઇ - ચંદનબાલા’ ના ઉપાશ્રયે ચાતુર્માસ માટે બિરાજમાન હતા.
તેઓશ્રીએ ચાતુર્માસ દરમ્યાન ‘યોગશતક' ગ્રંથને અનુલક્ષી દરરોજ સવારે વાચના ફરમાવી હતી. તેના સારભૂત અવતરણોનું પ્રકાશન આ પૂર્વે કર્યું છે. હવે દરરોજ સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ સુધી નિયમિતપણે ‘શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર'ને અનુલક્ષી ફરમાવેલાં પ્રવચનોના સારભૂત અવતરણોનું પ્રકાશન કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.
‘શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર’ ના નામથી આપણે સૌ પરિચિત છીએ. એના આધારે પૂજ્યશ્રીએ ફરમાવેલાં પ્રવચનોના પુણ્ય શ્રવણનો જેમને અવસર પ્રાપ્ત થયો તેઓ સૌ ખરેખર જ લઘુકર્મી આત્માઓ છે. સ્વ.પૂ. પરમારાધ્યપાદશ્રીએ ફરમાવેલ કે આ સૂત્રના સ્વાધ્યાયથી વિષયકષાયની પરિણતિ દૂર થાય છે. ગમે તેટલા કષાયથી સંતપ્ત આત્માઓ આ સૂત્રની ૧૦-૧૫ ગાથાઓનો સ્વાધ્યાય કરે તો તેઓ પોતાના કષાયના તાપને દૂર કરી શાંતરસનો અનુભવ કરવા સમર્થ બને છે. સૂત્રના પ્રત્યેક અક્ષરમાં એ એક અદ્ભુત સામર્થ્ય છે. આવા સૂત્રના પરમાર્થને પામવાનો યોગ આત્માની લઘુકર્મિતા વિના શક્ય બનતો નથી. આ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનાં છત્રીસ અધ્યયનોમાંથી માત્ર પ્રથમ ત્રણ અધ્યયનોનાં પ્રવચનોના સારભૂત અવતરણોનું જ આ પુસ્તકથી પ્રકાશન થયું છે. સૂત્ર, તેનો વિષય અને પૂ.આ.ભ.શ્રીના તેના પ્રવચનો અંગેનો વાસ્તવિક ખ્યાલ તો પુસ્તકના વાંચન-મનનથી જ આવશે.
Page #3
--------------------------------------------------------------------------
________________
તેથી તે અંગે કશું જ જણાવ્યા વિના હવે પછીનાં અધ્યયનોના પ્રવચનોશોનાં અવતરણોના પ્રકાશનનો અવસર વહેલામાં વહેલી તકે પ્રાપ્ત થાય એવી એકમાત્ર અભિલાષા સાથે વિરમીએ છીએ.
વિ.સં. ૨૦૬૭ શ્રા.વ. ૫, શુક્રવાર તા. ૧૯-૦૮-૨૦૧૧
લિ.
વ્યવસ્થાપકો શ્રી અનેકાંત પ્રકાશન જૈન રીલીજીયસ ટ્રસ્ટ
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર
ચંદનબાળા,
વિ.સં. ૨૦૬૬ વાલકેશ્વર, મુંબઇ
(૧) વિનય-અધ્યયન અનંતોપકારી શ્રી અરિહંતપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા ગણધરભગવંત શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ આ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની રચના કરી છે. જે દિવસે ભગવાન પાસે દીક્ષા લીધી તે જ દિવસે ચૌદ પૂર્વની રચના સૂત્રરૂપે ગણધરભગવંતો કરે છે. ચૌદપૂર્વની રચના મુખ્યપણે તો સાધુસાધ્વીને ઉદ્દેશીને છે. શાસ્ત્રકાર પરમર્ષિ સાધુસાધ્વીની ચિંતા સૌથી પહેલાં કરે છે. કારણ કે જેઓ નિકટભવી હોય, જલદી મોક્ષે જવા તૈયાર થયા હોય તેમની જ ચિંતા પહેલાં કરવી પડે, જેને ઉતાવળ હોય તેનું કામ પહેલાં કરવું પડે ! જેને મોક્ષે જવું હોય તેને સાધુ થયા વિના ન ચાલે. માટે સાધુસાધ્વીને આશ્રયીને ગ્રંથની રચના કરાય છે. આ સૂત્રનું નામ ઉત્તરાધ્યયન કેમ પાડ્યું છે તે માટે અહીં જણાવ્યું છે કે પહેલાંના કાળમાં સાધુસાધ્વીને આચારાંગસૂત્રનું અધ્યયન કરાવ્યા બાદ આ સૂત્રનું અધ્યયન કરાવાતું હતું. તેથી ઉત્તર અવસ્થામાં અથ૬ પાછળથી જેનું અધ્યયન કરાય છે તે આ સૂત્રને ઉત્તરાધ્યયન કહેવાય છે. વર્તમાનમાં પણ શ્રી દશવૈકાલિક સૂત્રના અધ્યયન બાદ જ આનું અધ્યયન કરાવાતું હોવાથી તેનું ઉત્તરાધ્યયન નામ યથાર્થ છે. સામાન્યથી અઢારસો ગાથા પ્રમાણ આ ગ્રંથ છે. તેના પર અનેક ટીકાઓ પણ રચાઇ છે. આપણે તો માંડ એકાદ-બે અધ્યયનનું વાંચન કરીએ તો ઘણું.
આ સૂત્રમાં સૌથી પહેલું વિનય અધ્યયન છે. વિનય એ જૈન શાસનનું મૂળ છે. સામાન્યથી લોકમાં પણ જેઓ ગર્વ, માન, અક્કડતા રાખે તેઓ આગળ વધી શકતા નથી, વિનય રાખે તેઓ જ આગળ વધી શકે છે. આ સંસારમાં ભગવાનના શાસન કરતાં ચઢિયાતું એકે શાસન
શ્રી ઉત્તરાયનું સૂત્ર
Page #5
--------------------------------------------------------------------------
________________
નથી. તેમાં પણ વિનય સૌથી શ્રેષ્ઠ છે. આ વિનય સાધુભગવંતોનો પ્રાણ છે. જેઓ સાધુ નથી થયા તેમની આગળ આ સૂત્ર વાંચવાનું કામ શું છે - આવો વિકલ્પ ન કરતા. જેમને સાધુ થવાનું મન ન હોય તેમને પણ સાધુ થવાનું મન થાય તે માટે તેમની આગળ આ વાંચન કરાય
છે. અહીં વિનય અધ્યયનની પહેલી ગાથામાં જણાવે છે કે—
संजोगा विप्यमुक्तस्स अणगारस्स भिक्खूणो । विणयं पाउकरिस्सामि आणुपुव्विं सुणेह मे ॥१- १॥
આત્મા ઉપર લાગેલાં આઠ કર્મોને દૂર કરી આપે તેને વિનય કહેવાય છે. આ વિનયનો આચાર કેવા પ્રકારના સાધુભગવંત માટે બતાવ્યો છે. તે માટે કહ્યું છે કે જેઓ સંયોગથી મુકાયેલા હોય તેમના માટે છે. સંયોગ બે પ્રકારના છે : દ્રવ્ય અને ભાવ. માતાપિતા વગેરે સ્વજનપરિવાર તેમ જ નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ એ દ્રવ્યસંયોગ છે, જ્યારે વિષય અને કષાયની પરિણતિ એ ભાવસંયોગ છે. આત્મા અને આત્માના ગુણોને છોડીને બીજું બધું જ પર છે. એ પરનો સંયોગ જે છોડીને બેઠા હોય તેને સાધુ કહેવાય. જેઓ સાધુપણું લે છે તેઓ કર્મના સંયોગને તોડવા માટે સાધુ થયા છે. જેઓ પોતાના પરિવારને અને કષાયને પણ છોડી ન શકે તેઓ કર્મના સંયોગથી કઇ રીતે છૂટી શકે ? સાધુભગવંતને કોઇ પોતાનું સંસારીપણાનું નામ પૂછે તોપણ જણાવે નહિ. કારણ કે નામમાં પણ મમત્વ પડ્યું છે. ‘મારું નામ’ એમ બોલો તો મમત્વ જાગે ને ? આજે ઘણાને શંકા છે કે સાધુ કોને કહેવાય ? અહીં જણાવ્યું છે કે બાહ્યઅત્યંતર સંયોગોથી જે મુકાયેલા હોય તેને સાધુ કહેવાય. આજે તો સાધુસાધ્વી તમારી પાછળ પડ્યા છે ને ? જેઓ પોતાના ઘરના પરિવારને છોડીને આવ્યા હોય તેઓ અહીં બીજાના પરિવારની પાછળ શા માટે પડે ? સ૦ સાધુ તો ભગવાનની વાતના સંદેશવાહક હોય ને ?
દૂત-સંદેશવાહક પણ કેવા હોય ? કામથી કામ કરે તેવા ને ? પોતાનું જ કામ કરે, બીજું કામ ન કરે. દૂત સંદેશો પણ જેને આપવાનો કહ્યો
ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
હોય તેને જ આપે. અહીં પણ સાધુ વ્યાખ્યાન વાંચીને ઊભો થઇ જાય. ભક્ત પરિવારને ભેગો કરવા મહેનત ન કરે. જે સાધુ એમ બોલે કે ‘આ મારો ભગત છે, આ મારા સ્વજન છે’ - તેમના સાધુપણામાં ખામી આવે. આજે તો ગમે તેવો ખાખી-બંગાળી આત્માર્થી સાધુ પણ ભગતને જતો ન કરી શકે. ભગવાનની આજ્ઞા જાય એ પાલવે પણ ભગત જાય એ ન પાલવે ને ?! અમારે ત્યાં આવેલાની ખાવાપીવાની ચિંતા અમે કરીએ તો અમારું સાધુપણું જાય. તમે ધંધાના કારણે કે બિમારીની ચિકિત્સા કરાવવા માટે બહારગામ જાઓ તો તમારી વ્યવસ્થા જાતે જ
કરો છો ને ? તો અહીં શા માટે સાધુસાધ્વી વ્યવસ્થા કરે ? અમારે કામળીદાંડો લઇને તમારા જેવાને ઘરે સ્વજનો-પરિચિતને મૂકવા આવવું પડે તો અમે સંયોગથી મુકાયેલા નથી - એમ સમજી લેવું. મુમુક્ષુ પણ પોતાની વ્યવસ્થા કરીને જ સાધુસાધ્વી પાસે રહે. જે આપણી સાંસારિક ચિંતા કરે તે મહાત્મા નથી. એમ તમારે સમજી લેવું.
-
સ૦ સાધુ શ્રાવકની ચિંતા તો કરે ને ?
તમે દુર્ગતિમાં ન જાઓ અને તમને સાધુ થવાનું મન થાય - એવી ચિંતા અમારે કરવાની, બીજી એકે નહિ.
સ૦ આપનો આચાર તો બતાવ્યો, અમારું કર્ત્તવ્ય શું ?
તમારું કર્તવ્ય એ કે તમારે ત્રણે ટાઇમ જમતાં પહેલાં સાધર્મિકને શોધી લાવવો પછી જ જમવું. તમે જાતે હાજર રહો તો સાધુને વ્યવસ્થા કરવા જવું જ ન પડે. તમે જાતે હાજર ન રહો તો ય માણસને રાખી શકો ને ? ઉપાશ્રયમાં આવેલા મહેમાનને તમારે ઘેર લઇ જવાનું કામ એ કરી શકે ને ? તમારે ચારિત્રમોહનીયકર્મની નિર્જરા કરવી છે ને?
એના માટેનો આ અમોઘ ઉપાય છે. મારા ગુરુમહારાજ આમાંથી જ દીક્ષા પામ્યા. ગામમાં કોર્ટના કે દવાખાનાના કામ માટે આવેલા સાધર્મિકને પણ ઘરે જમવા તેડી જતા. એક માણસને રાખેલો. તે ત્યાં આવતા સાધર્મિકને કહેતો કે ‘કોર્ટનું કામ છે, દવાખાનાનું કામ છે, ક્યારે નંબર લાગે તે કહેવાય નહિ. માટે એક વાર જમી લો, શેઠે બોલાવ્યા છે...’ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #6
--------------------------------------------------------------------------
________________
આમ આગ્રહ કરીને સાધર્મિકને જમાડીને મોકલતા. સાધુ પ્રત્યે, ભગવાનની આજ્ઞા પ્રત્યે રાગ જાગે તો આ બધું શક્ય બનશે. સાધુભગવંતો પોતાના શરીર પ્રત્યે પણ નિઃસ્પૃહ હોય છે. જે પોતાના શરીરની કે પોતાના ખાવાપીવાની પણ ચિંતા નથી કરતા તે તમારા ખાવાપીવાની ચિંતા ક્યાંથી કરે ? પહેલી ગાથાના આ પહેલાં જ પદથી શાસકાર પરમર્ષિએ ખૂબ જ માર્મિક વાત કરી છે. સાધુભગવંતો આ રીતે બાહ્ય-અત્યંતર સંયોગોથી મુકાયેલા હોવાથી જ પોતાની સાધના દ્વારા કર્મના વિયોગને સાધે છે. બુદ્ધિમાનોનું કર્તવ્ય છે કે બીજાની ચિંતા છોડી આત્માની ચિંતામાં લાગી જવું, આત્માની ચિંતા કરતી વખતે બીજીની ચિંતા કરવા નું બેસવું.
જેઓ ધર્મસ્થાનમાં આવે છે તેઓ ધર્મના અર્થી છે – એમ સમજીને આચાર્યભગવંતો ધર્મદેશના આપતા હોય છે. આ જ આશયથી ધર્મદેશક આચાર્યભગવંત ધર્માર્થીજનોને સર્વવિરતિધર્મ સમજાવવાનું કામ કરતા હોય છે. આથી જ આપણે ગણધરભગવંત શ્રી સુધર્માસ્વામીજીએ શ્રી જંબૂસ્વામીજીને ઉદ્દેશીને ઉત્તરાધ્યયન-સૂત્રમાં જે વાત કરી છે તે સમજવાનું - વિચારવાનું શરૂ કર્યું છે. શાસ્ત્રમાં શ્રાવકની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે કાયમ માટે સાધુની પાસે સાધુની સામાચારી સાંભળે તેનું નામ શ્રાવક. આથી જ આપણે સાધુની સામાચારી વિચારવી છે. શ્રાવકને જે મળ્યું હોય તેમાં સંતોષ ન હોય, જે નથી મળ્યું તેના માટે તે તલપાપડ હોય છે. શ્રાવક વણિગુવૃત્તિથી ધર્મ કરનારો હોય. ઓછી મહેનતે લાભ વધારે થાય એ રીતે ધંધો વાણિયો કરે તેમ ઓછી મહેનતે ઘણી નિર્જરા થાય તે રીતે ધર્મ કરવો હોય તો તે ધર્મ સાધુપણાનો જ છે. તેથી આપણે સાધુધર્મ સમજવો છે. આ તો વરસોથી ધર્મ કરતો હોય અને અમને કહે કે પૂજાવિધિ સમજાવો. સ0 વિધિનું જ્ઞાન ન હોય તો આપવું પડે ને ?
વિધિનું જ્ઞાન તો આપીએ પણ તમારે જાણ્યા પછી વિધિ મુજબ કરવું છે ખરું ? અત્યારે તમે જે વિધિ કરો છો તે શાસ્ત્રમાં દેખાતી નથી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
અને શાસ્ત્રમાં જે જણાવી છે તે વિધિ અત્યારે દેખાતી નથી. તમારું જ નહિ, અમારું પણ પ્રતિક્રમણાદિ કે પડિલેહણાદિનું અનુષ્ઠાન વિધિ મુજબ નથી થતું. કોઇ સાધુસાધ્વી પ્રતિક્રમણ કે પડિલેહણ કર્યા વિના નહિ રહેતા હોય, પરંતુ લગભગ કોઇ સાધુસાધ્વી આ ક્રિયાઓ કાળ વગેરેની વિધિ સાચવીને કરતા નહિ હોય. ક્રિયાઓ બાકી નથી રહેતી પણ વિધિનું પાલન બાકી જ રહે છે. આ ક્રિયાઓ ફળદાયી ક્યાંથી બને ? સ0 કાળનું મહત્ત્વ વધારે ?
પાંચ આચારમાં જ્ઞાનાચાર સૌથી પહેલો બતાવ્યો છે અને તેમાં પણ પહેલો આચાર કાળ બતાવ્યો છે. કાળે અધ્યયન કરવું - એ પહેલો જ્ઞાનાચાર છે. સાધુપણામાં પણ કાળે કાળે સામાચારી બતાવી છે. તમે પૂજા વગેરેનો કાળ નથી સાચવતા, અમે પડિલેહણાદિનો કાળ નથી સાચવતા - આપણે બંને ઊંધા માર્ગે છીએ. સ0 અપવાદમાર્ગે ન કહેવાઇએ ?
અપવાદ પણ જે પહેલાં ઉત્સર્ગમાર્ગે ચાલતો હોય તેને અપાય. પહેલા જ દિવસથી અપવાદ ન અપાય. શાસ્ત્રમાં કહ્યું છે કે અકાળે કરેલી ખેતી જેમ નિષ્ફળ જાય છે તેમ અકાળે કરેલો ધર્મ પણ નિષ્ફળ જાય. સ) એટલે અનુષ્ઠાન કર્યા વગર રહેવું, પણ અકાળે ન કરવું - એમ ને?
આવું તમે કહો - ત્યાં સુધી બરાબર. અમે આવું કહીએ તો અમારે માથે પસ્તાળ પડે કે ‘અનુષ્ઠાન કરવાની ના પાડે છે.' આપણે તો એટલી જ વાત કરવી છે કે અકાળે ગમે તેટલાં બીજ વાવ્યાં હોય તોય તે ફળે નહિ. કાળે કણ વાવ્યો હોય તો મણ જેટલું ઊગી નીકળે. જો ફળ જોઇતું હોય તો અકાળે અનુષ્ઠાન ન કરવું - એટલું જ કહેવું છે. અનુષ્ઠાન કરવાની ના નથી, અકાળે કરવાની ના છે, કાળે કરવાનું કહ્યું છે. તમે કોઈ છોકરાને કહો કે – “ભણવું હોય તો સીધી રીતે ભણ નહિ તો ઉઠાડી મૂકીશ.’ આનો અર્થ શું ? ભણવાની ના પાડી કે સીધી રીતે ભણવાનું કહ્યું? વિધિનો પક્ષપાત એ જ શાસનનો અનુરાગ છે – એટલું યાદ રાખવું.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #7
--------------------------------------------------------------------------
________________
આપણી વાત તો એટલી છે કે શ્રાવક સાધુ પાસે સાધુની સામાચારી સાંભળવા માટે જાય. બીજી આડી-અવળી વાત ન કરે, સાધુભગવંત ક્યાંના છે, કઈ નાતના છે, આ બધી પંચાત ન કરવી. આ તો આવીને પૂછે કે ‘સાહેબ ! શું શાસનસમાચાર છે ?' આપણે કહેવું પડે કે શાસનસમાચાર એક જ છે કે – “શાસન મળ્યું છે માટે દીક્ષા લેવી છે.' ભગવાનનું શાસન જયવંતું છે તે આપણને સુખી બનાવે છે માટે નહિ, સંસાર છોડાવે છે માટે શાસન જયવંતું છે. શ્રાવકને જે મળ્યું હોય તેમાં સંતોષની લાગણી ન હોય. સાધુ થઇ શકાય તો સારી વાત છે, પણ સાધુ થઇ ન શકાય તોપણ સાધુપણું ન મળ્યાનું દુ:ખ ધરતા થઇએ તો ઘણી નિર્જરા થાય એવું છે. આજે વિકાસ રૂંધાઇ ગયો તેનું કારણ જ એ છે કે જે મળ્યું છે તેમાં સંતોષ છે. આ શ્રી ઉત્તરાધ્યયન-સૂત્ર શ્રી મહાવીરપરમાત્માએ પોતાના શ્રીમુખે ભાખેલું છે. તેનાં પદો ભગવાને સાક્ષાત્ કહેલાં હોવાથી પવિત્ર છે. આપણે દીક્ષા ન લઇ શકીએ – એ બને, પણ દીક્ષાનું અથાણું પણ ન આવે એ ન ચાલે.
અહીં જણાવે છે કે સાધુભગવંતો દ્રવ્ય અને ભાવ સંયોગોથી મુકાયેલા હોય છે. સ્વજનાદિના સંયોગનો અને સ્વજનાદિના મમત્વનો જે ત્યાગ કરે તે જ સાધુ બની શકે. જે માતાપિતાદિનો ત્યાગ કર્યો તે ગમે તેટલા તકલીફમાં, મુસીબતમાં મુકાય તોપણ સાધુને દુ:ખ ન થાય. સ્વજનોના દુ:ખે દુઃખી થાય તો સાધુનું સાધુપણું લજવાય. સાધુને ભાવકરુણા હોય. સ્વજનોની દ્રવ્યકરુણા મમત્વને સૂચવનારી હોવાથી તે સાધુને ન હોય. આ રીતે સાધુભગવંત સંયોગથી મુકાયેલા હોવાની સાથે અણગાર હોય છે. અગાર એટલે ઘર. સાધુને ઘર ન હોવાથી તેમને અણગાર કહ્યા છે. સાધુ બાહ્ય કે અત્યંતર સંયોગોથી મુકાયેલા હોય, છતાં તેમને રહેવા માટે વસતિ તો જોઇએ જ. આમ છતાં સાધુ પોતાનું ઘર બનાવતા નથી કે રાખતા નથી. આથી જ આપણા વડીલો કહેતા કે સાધુને ગામમાં ઘર ન હોય, બજારમાં પેઢી ન હોય કે સીમમાં ખેતર
ન હોય. આજે તો સાધુભગવંતો માટે વસતિ દુર્લભ બનતી ચાલી છે. તમારે સોસાયટીઓમાં રહેવું છે, પણ સાધુસાધ્વીને રહેવા માટે ઉપાશ્રય નથી રાખવો. જે છે તે ઉપાશ્રય પણ કાઢી નાંખવા છે. સાધુસાધ્વીના માટે ઉપાશ્રય કરવાની જરૂર નથી, પણ તમારા સંતાનોને, તમને આરાધના કરવા માટે ઉપાશ્રયની જરૂર છે. તમે એવી વ્યવસ્થા રાખી હોય તો સાધુસાધ્વી ઊતરી શકે અને તમે તેમ જ તમારો પરિવાર પણ સાધુનો સત્સંગ કરી શકે અને ધર્મના સંસ્કાર પામી શકે. તમારે ત્યાં ગાડીઓ મૂકવા માટે ગેરેજ છે અને સાધુ માટે જગ્યા નથી તો માનવું પડે ને કે ગાડી કરતાં સાધુની કિંમત તુચ્છ છે ! આ તો વાત એટલી જ છે કે વસતિ અત્યંત દુર્લભ હોવા છતાં પણ સાધુ પોતાનું ઘર બનાવે નહિ. આજે જે રીતે સાધુભગવંતો પોતાનાં સ્થાન બનાવવા માંડ્યા છે તે જોતાં આ ‘અણગાર' વિશેષણની કિંમત સમજાય એવી છે. પોતાનો ઉપાશ્રય બનાવવાના કારણે સાધુનું અણગારપણું રહેતું નથી.
‘અણગાર’ પછી ભિક્ષુ' વિશેષણ આપ્યું છે. વસતિમાં રહેનાર સાધુને પણ આહારની જરૂર તો પડવાની જ. એ વખતે નિર્દોષ આહાર હોય તો જ તે ગ્રહણ કરે અને તે પણ ભિક્ષા દ્વારા જ મેળવે. જાતે કોઇ વનસ્પતિ આદિને હણે નહિ, અનાજ રાંધે નહિ તેમ જ પોતે ખરીદે પણ નહિ. આ જ રીતે બીજા પાસે કરાવે પણ નહિ અને કરતાંને અનુમોદે પણ નહિ. આ રીતે હનન, પચન અને ક્રયણ આ ત્રણે દોષ કરણ, કરાવણ અને અનુમોદનથી ટાળીને નવકોટિથી શુદ્ધ આહાર જ ગ્રહણ કરે. તેવો આહાર ઘેર ઘેર ભિક્ષા લેવા દ્વારા જ મેળવી શકાય છે - તે જણાવવા માટે સાધુનું ભિક્ષુ (fક્ષાનો fમક્ષ: ) આ પ્રમાણે વિશેષણ આપ્યું છે. નિર્દોષ આહાર ન મળે તો પણ સાધુ જાતે રાંધવા, કાપવા કે ખરીદવા ન બેસે. આવું ઊંચું આ શાસનનું સાધુતત્ત્વ છે. હવે એવા સાધુનો ચાર કેવો હોય છે તે જણાવે છે. આજે તો સાધુભગવંતો જે રીતે ઉપાશ્રયો, ધામો વગેરે બનાવવાની પ્રવૃત્તિ કરે છે તે શાસ્ત્રાનુસારી નથી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #8
--------------------------------------------------------------------------
________________
સ0 આપના ઉપદેશથી કાર્ય થાય છે.
સાચું કહો છો ? અમારો ઉપદેશ હોય કે મૂળમાંથી આયોજન અમારું જ હોય ? તમારી પૈસા ભેગા કરવાની તેવડ નથી ને ? સાધુ પૈસા ભેગા કરી આપે એટલે પોતાના નામનો આગ્રહ રાખે અને તમને પણ પૈસાની ગરજ હોવાથી તેમના ઉપદેશથી નામ લખાવવા તૈયાર થઇ જાઓ. તમારું ય નામ ગાજતું થાય અને અમારું ય નામ ગાજતું થાય ! આ જ હાલત છે ને ? તમે પૂજા વગેરેના ચઢાવા લો ત્યારે અમારા સદુપદેશથી લીધો છે એવું નથી બોલતા ને ? તો અહીં શા માટે લખવું પડે ? સાધુ દાનધર્મનો ઉપદેશ આપે, કર્તવ્યનો ઉપદેશ આપે, એનાથી આગળ ન વધે. આજે તો તમે ચઢાવા પણ કેવા બોલો ? ભાગીદારીમાં ! સામી પાર્ટીમાં એક જ માણસ દસ લાખ બોલે અને તમે પાંચ ભેગા થઇને પંદર બોલો તો પેલાને અન્યાય થાય ને ? પેલો એકલો દસ લાખ ખરચવા તૈયાર હતો છતાં તમે ત્રણ લાખમાં ચઢાવો લઇ લીધો આ અન્યાય નહિ ? આ બધું શરૂ કરાવનાર પણ સાધુ છે, કારણ કે એમને રેકોર્ડ બ્રેક કરવા છે ! આ બધું ખોટું ચાલ્યું છે. તમે એટલું શીખી જાઓ કે ભાગીદારીમાં એકે કામ કરવું નથી. ધંધો પણ નહિ અને ધર્મ પણ નહિ, બધા ભાઇઓ ભેગા હોય તોપણ આપણી વ્યક્તિગત આવકમાંથી જ ધર્મ કરવો છે. આપણો ધર્મ જ કેટલો ? એમાં પણ કોઇ ભાગ પડાવે તો આપણી પાસે બચે શું ? આપણે આપણી ધનની મૂચ્છ ઉતારવી છે, બીજાની નહિ.
ભગવાનના શાસનનું સૌથી શ્રેષ્ઠ તત્ત્વ સાધુપણું છે. આ સાધુભગવંતનું સ્વરૂપ માત્ર બે કે ત્રણ વિશેષણોથી અહીં સુંદર રીતે જણાવ્યું છે. સાધુભગવંતો સંયોગોથી મુકાયેલા હોય છે, અણગાર હોય છે અને ભિક્ષુ હોય છે. આવા સાધુભગવંતો સમસ્ત ગુણોનું ભાજન બનવાને યોગ્ય છે. પોતાના પેટ માટે પણ પાપ ન કરે, પોતાની આરાધના નિરાબાધપણે ચાલે તે માટે પણ અપવાદ ન સેવે. ગૃહસ્થ આવા સુંદર પ્રકારના સાધુતત્ત્વને માટે પોતાને પુણ્યથી મળેલી સામગ્રી વાપરવા માટે તત્પર હોય છે તેના કારણે સાધુભગવંતો નિર્દોષ ચર્યાનું પાલન કરી શકે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
છે. સાધુ અપેક્ષા રાખે નહિ, ગૃહસ્થ લાભ લીધા વિના રહે નહિ. સાધુ માટે બનાવવું નથી પણ આપણી પાસે છે તો તેનો લાભ લીધા વિના નથી રહેવું. આપવા માટે બનાવવાનું નથી પણ હશે તો લાભ મળશે - આ ભાવ તો રાખે ને ? એક બહેનને ત્યાં અમે વહોરવા જતા. ત્યારે કોઇ વસ્તુની ના પાડીએ તો તે બહેન કહેતાં કે – ‘સાહેબ લઇ જાઓ ને ! આપ ગ્રહણ કરશો તો અમૃત થશે, મારે ત્યાં તો ગટરમાં જ જવાનું છે...” આવા ભાવથી શ્રાવક લાભ લે તો નિર્જરા થયા વિના ન રહે. સાધુભગવંતો પોતાના માટે પણ પાપ ન કરે તો બીજા માટે પાપ શા માટે કરે ? સાધુને વહોરાવવામાં લાભ છે પણ કયા સાધુને ? તમે ઇચ્છુકાર બોલો છો ને ? એમાં પાંચ પ્રશ્નો પૂછવામાં આવે છે. આ બધાના ઉત્તર અનુકૂળ આપે તેને ભાત પાણીનો લાભ આપવાની વિનંતિ કરવાની. સ0 પ્રતિક્રમણમાં ‘ભાત...’ બોલવાનું ?
બોલવાનું. પાઠ અખંડિત રાખવાનો છે માટે. ઇચ્છકાર પણ સવારના પ્રતિક્રમણમાં બોલવાનું છે, સાંજે તો પ્રતિક્રમણ લીધા પહેલાં વંદન કરવાનું છે. આજે પ્રતિક્રમણનો સમય મોડો થઈ ગયો. માટે વંદનક્રિયા યોગ્યકાળ થતી નથી. સામાયિક લઇને વંદન ન કરાય. માત્ર વ્યાખ્યાન કે વાચના માટે વંદન કરાય, તે સિવાય ન કરાય. આજે તમારે તકલીફ એ છે કે માથે સત્તર ગુરુ છે. અમે એક વસ્તુની ના પાડીએ તો બીજા અમારી સ્પર્ધા કરનારા, હા પાડવાવાળા બેઠા જ છે. એક ગુરુને માથે રાખો તો ઠેકાણું પડે. વારંવાર ડૉક્ટર કે વૈદ્ય બદલ્યા કરો તો સાજા થાઓ ખરા ? સ) લાગુ ન પડે તો વૈદ્ય બદલવો પડે ને ?
લાગુ ન પડે તો બદલવાની છૂટ, પણ દવા વિધિસર લેવી પડે અને થોડી ધીરજ રાખવી પડે, પછી દવા લાગુ પડે. કહેવાય છે કે રોગ આવે હાથીવેગે અને જાય કીડીવેગે. સનકુમાર ચક્રવર્તી નહાવા ગયા તે પહેલાં એકે રોગ ન હતો, નાહીને બહાર આવ્યા ત્યારે એક સાથે સોળ રોગ ઉત્પન્ન થઇ ગયા અને એ રોગ સાતસો વરસ પછી ગયા. એમના કરતાં તો આપણું
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #9
--------------------------------------------------------------------------
________________
પુણ્ય ચઢિયાતું છે ને ? આવું સમર્થ શરીર મળ્યા પછી આરાધનાથી વંચિત નથી રહેવું. તમારી પાસે પુણ્યથી ઊંચામાં ઊંચી વસ્તુ હોય તે સાધુના ચરણે ધરવી છે અને સાધુ એમાંથી જરૂરિયાત પૂરતું જ ગ્રહણ કરે. પ્રચંડ પુણ્યના સ્વામી હોવા છતાં તે પુણ્યને ભોગવે નહિ - તેનું નામ સાધુ. સ૦ પુણ્ય ભોગવવું અને ભોગવાઇ જવું - બેમાં ફરક ?
સાધુ ભોગવે નહિ, ભોગવાઇ જાય એવું બને. ભોગવવું અને ભોગવાઇ જવું – એમાં ફરક છે. મારા ગુરુમહારાજ એક કથા કહેતા હતા. બે મિત્રો હતા. રવિવારના દિવસે એક મિત્રે સિનેમાની ટિકિટ કઢાવી હતી. બીજો કહે - આજે તો જાહેર વ્યાખ્યાન છે હું તેમાં જઇશ. આ રીતે એક મિત્ર વ્યાખ્યાનમાં ગયો, એક સિનેમા જોવા ગયો. વ્યાખ્યાનમાં ગયેલો વિચારે છે કે “પેલો જલસા કરે છે.' જ્યારે સિનેમા જોવા ગયેલો વિચારે છે કે ‘પેલો ધન્ય છે કે જિનવાણીશ્રવણ કરે છે’ - હવે સાચું કહો કે સિનેમા જોવાનું કામ કોણે કર્યું ? જે કરે છે તે કરતો નથી અને જે નથી કરતો તે કરે છે. આપણી પણ આ જ દશા છે. જે કરીએ છીએ તે થઇ જાય છે અને જે કરવાનું નથી તે કરીએ છીએ. પૂજા થઇ જાય છે, ધંધો કરીએ છીએ. ધર્મ કરીએ છીએ છતાં તે થઇ જાય છે અને પાપ કરીએ છીએ. જેમાં ઉપયોગ હોય તે કર્યું કહેવાય. જેમાં ઉપયોગ ન હોય તે કરવા છતાં થઇ ગયું કહેવાય. જેમાં ‘ચાલશે’ એવો ભાવ હોય તે થઇ ગયું છે, કર્યું નથી - એમ સમજવું. જ્યારે ‘નહિ ચાલે’ આવો ભાવ હોય તે કર્યું છે - એમ સમજવું.
આપણી વાત તો એ ચાલુ હતી કે ઇચ્છકારમાં પાંચ પ્રશ્નો પૂછવામાં આવે છે. સુહરાઇ કે સુહદેવસિમાં રાત્રિ કે દિવસ સુખે પસાર થયો છે કે નહિ તે પ્રશ્ન પૂછવામાં આવે છે. સાધુની રાત્રિ કે દિવસ સુખે કરીને પસાર ત્યારે જ થાય કે જ્યારે બાર પ્રકારનો તપ કર્યો હોય. એક વાર આચાર્યભગવંતે કહેલું કે બાર પ્રકારનો તપ જો સાધુપણામાં ન હોય તો તે સાધુપણાનું મડદું છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૦
સર્વ બારે પ્રકારનો તપ એક જ દિવસમાં થઇ શકે ?
થાય. એકાસણું કરે એટલે એકથી વધારે વાર અશનનો ત્યાગ થયો હોવાથી અનશન તપ થયો. એકાસણામાં પણ બત્રીસ કે સ્ત્રીઓની અપેક્ષાએ અઠ્યાવીસ કોળિયામાંથી બે-પાંચ કોળિયા ઓછા વાપરે એટલે ઊણોદરી થાય, ઓછામાં ઓછાં દ્રવ્ય વાપરે એટલે વૃત્તિસંક્ષેપ થાય. દૂધ, દહીં વગેરે વિગઇઓ ન વાપરે તેથી રસત્યાગ થાય. ક્ષુધાવેદનીય સહન કરવાથી કાયક્લેશ થાય, એક આસને બેસવાથી સંલીનતા થાય. આ રીતે છ તપ તો થયા. એ જ રીતે મિચ્છામિ દુક્કડં તો ઇરિયાવહિયા કરતી વખતે આવે એટલે પ્રાયશ્ચિત્ત તપ થાય. ગુરુને વંદન કરીને પચ્ચખ્ખાણ લે એટલે વિનય તપ આવ્યો. તેમ જ આચાર્યભગવંતાદિની ભક્તિ કરીને વાપરવા બેસે એટલે વૈયાવચ્ચ તપ થાય. સવારે સૂત્ર-અર્થ પોરિસી કરવાનો સમય મળે એટલે સ્વાધ્યાય થાય. ભગવાનની એકાસણા કરવાની આજ્ઞાના પાલનનો ભાવ હોવાથી શુભ ધ્યાન પણ મળે અને કાયાની મમતા ઉતારી હોવાથી તેમ જ ઇરિયાવહિયાદિ ક્રિયામાં કાઉસ્સગ્ગ કરવાથી બારે ય પ્રકારનો તપ એક દિવસમાં થાય ને ? આ તપના કારણે શરીરને પીડા થવાનો સંભવ છે તેથી શરીરનિરાબાધ પૂછ્યું. જે શરીરને કષ્ટ આપે તેને જ શરીરનિરાબાધની શાતા પૂછવાની હોય. ત્યાર બાદ તપથી કૃશ એવા શરીર વડે પણ સંયમની સાધના સુખપૂર્વક થઇ રહી છે કે નહિ તે પ્રશ્ન પૂછવાનો છે અને અંતે માનસિક શાતા ‘સ્વામી શાતા છે જી’થી પુછાય છે. અનેક પ્રકારનું કષ્ટ ભોગવ્યા પછી મનમાં અતિ થવા સ્વરૂપ અશાતા આવી નથી ને ? – એ પૂછવા માટે પાંચમો પ્રશ્ન છે. આ પાંચે પ્રશ્નનો ઉત્તર માંગ્યા પછી ‘ભાતપાણીનો લાભ દેશો જી' આવી વિનંતિ કરવાની છે. આના ઉપરથી પણ સમજાય ને કે ભગવાનનો સાધુ પુણ્ય ભોગવનારો ન હોય. સુખ ભોગવે તે ધર્મ ન કરી શકે. આ તો પ્રતિક્રમણમાં વાર લાગે તો ય અકળાઇ જાય. કારણ કે પ્રતિક્રમણનાં સૂત્રનો ઉપયોગ જ ન હોય. અર્થનો ઉપયોગ હોય તો કંટાળો ન આવે, કાઉસ્સગ્ગમાં વાર લાગે તો ગુસ્સો આવે ને ? જોકે આજે તો કાઉસ્સગ્ગ કરનારા પણ ઉપયોગ રાખતા નથી માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૧
Page #10
--------------------------------------------------------------------------
________________
તેમને કાઉસ્સગ્ગ કરતાં વાર લાગે છે. બાકી પોતે એકલા ઇરિયાવહી કરે તો કાઉસ્સગ્ગ જલદી આવી જાય અને સમુદાયમાં ક્રિયા કરતી વખતે વાર લાગતી હોય તો માનવું પડે ને કે કંઇક પોલ છે ? સભામાં પોતે ક્રિયાની રુચિવાળા છે એવી છાપ ઊભી કરવી હોય તોપણ કાઉસ્સગ્ગમાં વાર લાગે –
એવું બને ને ? આ બધું સૂક્ષ્મતાથી વિચારવાની જરૂર છે.
-
‘આવા સાધુના વિનય સ્વરૂપ આચારને હું પ્રગટ કરું છું – તે તમે સાંભળો’ આ પ્રમાણે શ્રોતાને સન્મુખ કરીને પછી જ તેને વાચના આપવી એ જણાવવા માટે સુભેદ્દ પ્રયોગ કર્યો છે. જ્યાં સુધી શ્રોતા સન્મુખ ન થાય ત્યાં સુધી બોલવું નહિ. કારણ કે જિજ્ઞાસા અને શુશ્રુષા પેદા થયા પછી જિનવાણીનું શ્રવણ કરાવવામાં આવે તો તે ધાર્યું ફળ લાવી આપે. એક વાર ગુણનું અર્થીપણું જાગે અને ગુણ સાથે તાદાત્મ્ય કેળવાય તો સાધુપણા ઉપર નજર જશે. હવે વિનયના આચારને જણાવવા માટે સૌથી પહેલો વિનય જણાવે છે કે સાધુ, ગુરુની આજ્ઞાના નિર્દેશને કરનારો હોય છે. અહીં ‘આજ્ઞાને કરનારો’ ન કહેતાં ‘આજ્ઞાના નિર્દેશને કરનારો' કહ્યું છે તેમાં પણ રહસ્ય છે. આચાર્યભગવંતનાં દરેક પદો વિશિષ્ટ અર્થને જણાવનારાં હોય છે. આજ્ઞાને કરનારો એટલે ગુરુએ કહ્યું કે ‘જાઓ’ તો ચાલવા માંડે અને આજ્ઞાના નિર્દેશને કરનારો હોય તો તે ‘જાઓ’ આજ્ઞા મળ્યા પછી ‘હાજી ભગવન્ ! જઉં છું’ એ પ્રમાણે મસ્તક નમાવીને કહેવાપૂર્વક જવાની પ્રવૃત્તિને કરે. આજ્ઞા આપ્યા પછી તરત તે કરવામાં એક પ્રકારનો અનાદર, ઉદ્ધતાઇ જણાય છે. જ્યારે આજ્ઞા આપ્યા પછી તેનો સ્વીકાર કરીને પ્રવૃત્તિ કરવામાં ગુરુના અને ગુરુના વચનનો આદરભાવ સૂચિત થાય છે. વિનય આજ્ઞાના પાલનમાં નહિ, આજ્ઞાના આદરમાં સમાયેલો છે એ સૂચવવા માટે બાળનિર્દેસરે પદ છે.
શ્રાવક શ્રાવકપણામાં રહેલો હોવા છતાં તેની નજર તો સાધુપણા ઉપર જ હોય છે. જે મળ્યું છે તેની સામે ન જોતાં જે બાકી છે તેના ઉપર તેની નજર મંડાયેલી હોય છે. આથી જ આપણે સાધુઓના વિનયસ્વરૂપ આચારને વિચારવાનું શરૂ કર્યું છે. ગ્રંથકારશ્રી ‘વિનયને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૨
કહીશ’ આ પ્રમાણે પ્રતિજ્ઞા કર્યા પછી વિનયનો આચાર બતાવવાને બદલે વિનીત કેવો હોવો જોઇએ તે જણાવી રહ્યા છે. આથી શિષ્યને શંકા થાય
છે કે વિનયને બદલે વિનીતને કેમ જણાવે છે ? આવી શંકા આપણને થાય ખરી ? કોઇ એમ કહે કે ‘ગાડી બતાવીશ' અને એમ કહ્યા પછી ગાડીવાળો કેવો હોય છે - એવું સમજાવવા માંડે તો ચાલે ? રસોઇ કેવી છે તે વર્ણવવાની વાત કર્યા પછી રસોઇયાનું વર્ણન કરે તો બરાબર કર્યું ન કહેવાય ને ? તે રીતે અહીં વિનયનો આચાર જણાવવાની વાત કર્યા પછી ગ્રંથકારશ્રી આચારને બદલે આચારવાળાની વાત કરવા માંડે તો તેની પાછળ કાંઇ કારણ હોવું જોઇએ ને ? આચાર્યભગવંતે પોતાની શૈલીમાં જો ફેરફાર કર્યો હોય તો તેની પાછળ કોઇ કારણ હોવું જ જોઇએ. એ કારણ જાણવાની ઇચ્છાથી શંકા કરે છે. ગ્રંથકારશ્રીની રચનાની શૈલી આપણને વિશિષ્ટ કોટિનું જ્ઞાન આપનારી હોય છે. માત્ર શંકા કરતાં આવડવી જોઇએ. અહીં વિનય અને વિનીત આ બંન્ને એક જ છે, ગુણ અને ગુણી કથંચિદ્ એક છે - એ જણાવવાના આશયથી ગુણનું સ્વરૂપ જણાવતી વખતે ગુણીનું નિરૂપણ શરૂ કર્યું છે. બીજા દર્શનકારો ધર્મ અને ધર્મીને સર્વથા ભિન્ન-જુદા માને છે. જ્યારે ભગવાનનું શાસન અનેકાંતવાદની મુદ્રાએ ધર્મ અને ધર્મીને કથંચિદ્ ભિન્ન પણ માને અને કથંચિદ્ અભિન્ન પણ માને છે. અન્યદર્શનકારો સર્વથા ભિન્ન માની બેઠા છે તે અજ્ઞાનને દૂર કરવા માટે ગુણ-ગુણીનો, ધર્મ-ધર્મીનો અભેદ જણાવ્યો છે. ગુણ ગુણીમાં જ રહે છે અને ગુણી તેને જ કહેવાય કે જેમાં ગુણ હોય. તમે ‘નાણુંમિ’સૂત્રનો અર્થ કર્યો હોત તો આ વસ્તુ સમજતાં વાર ન લાગત. દર્શનાચારના આઠ આચારમાંથી ચાર આચાર આચારીરૂપે જણાવ્યા છે અને ચાર આચાર આચારરૂપે જણાવ્યા છે. નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સક અને અમૂઢદૃષ્ટિ : એ ચાર દર્શનાચારવાળા છે અને ઉપબૃહણા વગેરે ચાર દર્શનાચાર છે. આ રીતે નિરૂપણશૈલીનો
ભેદ પણ આચાર અને આચારવાળાને અભેદ છે - એ જણાવવા માટે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૩
Page #11
--------------------------------------------------------------------------
________________
કર્યો છે. તમે આ બધું ભણ્યા નથી એની તકલીફ છે. જૈનશાસનની શૈલીમાં એ સામર્થ્ય છે કે એ શાસન દરેક દર્શનનો પરાભવ કરે પણ બધાં દર્શન ભેગાં થઇને પણ જૈનદર્શનનો પરાભવ કરી ન શકે. તમને પણ આ ધર્મ અને ધર્મીનો અભેદ ખબર તો છે. ધન અને ધનવાન બંન્ને એક જ છે ને ? ધન જ પૂજાપાત્ર કે ધનવાન પણ પૂજાપાત્ર ? ધનવાનની પૂજા ધનના કારણે જ કરાય છે. ધન હોય તો ધનવાન પૂજાય અને ધન જતું રહ્યા પછી ધનવાન ને પૂજાય - બરાબર ને ? ત્યાં ધન અને ધનવાનનો અભેદ સમજાય છે, અહીં ગુણ-ગુણીનો અભેદ નથી સમજાતો ને ? તેનું કારણ એક જ છે કે પૈસાનું અર્થીપણું છે, જ્ઞાનનું અર્થીપણું નથી. આજે તો અમારા સાધુઓ બોલતા થઇ ગયા કે “આ બધા વાણિયા ડફોળ છે – એમ સમજીને જ વ્યાખ્યાન વાંચવાનું.’ પહેલાના કાળમાં એવા શ્રાવકો હતા કે જેમની આગળ વાંચતી વખતે સાધુઓ પણ ગભરાતા હતા. સ, અમારી પાસે જ્ઞાન નથી.
‘જ્ઞાન નથી' – એટલું જ નહિ, સાથે ‘જોઇતું પણ નથી’ - એમ કહો. પૈસા નથી, પણ જોઇએ છે ને ? ‘જ્ઞાન નથી’ અને ‘પૈસા નથી” આ બંન્નેમાં ફરક છે. પૈસા નથી, પણ જો ઇએ છે ખરા. જ્યારે જ્ઞાન છે તો નહિ, જો ઇતું પણ નથી. માટે જ તો આટલી ઉપેક્ષા કરો છો. અમારાં સાધુસાધ્વીજીની પણ આ દશા છે. એમને ભણવું નથી, પણ કહે છે કે – “ક્ષયોપશમ નથી’. પાછા કહે કે “આપણે તો ઘડા લાવીશું. બધા ભણશે તો ઘડા કોણ લાવશે ?” તમારે ત્યાં કોઇ એવું વિચારે ખરા કે ‘બધા ખાશે તો વાસણ કોણ ધોશે ?” ત્યાં તો ખાવાનું ય ખરું ને વાસણ પણ ધોવાનાં. વાસણ ધોનારા ખાધા વિના ન રહે. તેમ ઘડા લાવનારા પણ ભયા વિના ન રહે. પૈસો ન મળે તો ચિંતા થાય, જ્ઞાન ન મળે તો કાંઇ નહિ ને ? જ્ઞાન કીમતી છે કે પૈસો ? પૈસો તો ગમે તેટલો મળે મૂકીને જ જવાનો છે, જ્ઞાન તો લઇને જવાય છે, છતાં જ્ઞાનની આટલી ઉપેક્ષા કેમ કરો છો ? આ શાસનનું પરમોચ્ચ કોટિનું જ્ઞાન, વગર
પૈસે મળે એવું છે. આચાર્યભગવંતો નિઃસ્વાર્થપણે પરમતારક જ્ઞાન આપી રહ્યા છે તો આપણને શું તકલીફ છે કે જ્ઞાન માટે મહેનત નથી કરતા? ભગવાનનું શાસન સર્વોપરિ છે. આપણે સામે ચાલીને કોઇ શાસન સાથે વાદ કરવા નથી જતા, પણ કોઈ જો વાદ કરવા આવે તો આપણે ગભરાતા નથી. કારણ કે આ સર્વજ્ઞોનું શાસન છે. તમે ભણતા નથી માટે શંકા નથી થતી. બાકી વિચારો તો શંકા થાય એવું છે. સ0 ભગવનું ! શંકા તો થાય છે પણ પૂછતાં ડર લાગે છે.
એમાં ગભરાવાનું શું ? ડૉક્ટરને પૂછપૂછ કરો તો એ ચિડાય છતાં પૂછો ને ? તો અહીં ગુરુનો ગુસ્સો વેઠવામાં શું વાંધો છે ? અમે ગુસ્સે થઇશું પણ જવાબ આપ્યા વિના નહિ રહીએ. અમારા ગુસ્સાના ડરે તમે નહિ પૂછો તો તમે અજ્ઞાન રહેશો. ગુસ્સો વેઠવો સારો કે અજ્ઞાન રહેવું સારું ? જ્ઞાનનું અર્થીપણું નથી માટે ડર લાગે છે. સ0 જ્ઞાનનું અર્થીપણું કેળવવાનો નાનો ઉપાય શું ?
મોક્ષનું અર્થીપણું મેળવી લેવું તે અને મોક્ષનું અર્થીપણું ત્યારે કેળવાય કે જ્યારે સંસાર અસાર લાગે. આજે તમને સંસાર ખરાબ લાગ્યો નથી એવું નથી પણ આવો ય સંસાર નભાવવાની વૃત્તિ પડી છે તેથી સંસારમાંથી ખસવાનું મન નથી થતું. સાચું કહો, તમારા ઘરના લોકો સારા લાગે છે ? તમને અનુકૂળ છે? જે છે એનાથી સારું જોઇએ છે ને ? નથી તો ચલાવી લઇએ એ જુદી વાત. બાકી જે છે એ જ ચઢિયાતું છે - એવું નથી ને ? તમે વસ્તુના પારખુ તો છે જ, પણ જે છે એને ચલાવી લેવાની વૃત્તિ જ તમને સંસારમાં જકડી રાખે છે. ભંગારમાં ભંગાર વસ્તુને પણ શણગાર માનીને લો છો - આ તમારી રીત અદ્ભુત છે માટે જ સંસારમાં મજબૂત થઇને બેઠા છો, આ નભાવવાની વૃત્તિને કાઢી નાંખો તો ક્ષણવારમાં સંસાર છૂટી જાય, તમારા અનુભવને કામે લગાડો તો સંસારની અસારતા જણાયા વિના ન રહે. અને સંસારની અસારતાનું ભાન થાય તો મોક્ષનું અર્થીપણું જાગે અને મોક્ષના ઉપાયભૂત જ્ઞાનનું અર્થીપણું પણ જાગે. ફળની ઇચ્છા
૧૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #12
--------------------------------------------------------------------------
________________
आणानिद्देसकरे गुरूणमुववायकारए । इंगियागारसंपन्ने से विणीए त्ति वुच्चई ॥१-२॥
હોય તો ઉપાયની ઇચ્છા જાગે. ઉપાયની ઇચ્છા ન થતી હોય તો ફળની ઇચ્છા નથી એમ સમજી લેવું. સંસારનાં પાત્રોમાં વિચિત્ર સ્વભાવનો અનુભવ થયા પછી પણ આ તો “વાસણ હોય તો ખખડે' એમ કહીને બેસી રહેવાની તૈયારી છે ને ? નમિરાજર્ષિને માથાની વેદનામાં કંકણનો અવાજ ન ખમાયો તો એકત્વભાવનામાં આરૂઢ થયા. એ વખતે ‘વાસણ હોય તો ખખડે' એવો વિચાર કર્યો હોત તો દીક્ષા પામી ન શકત. તમારે પણ સંસારમાંથી નીકળવું હોય તો નભાવવાની વૃત્તિ કાઢવી પડશે. સુખની લાલચ જ આ નભાવવાનું શીખવે છે.
આ રીતે વિનય અને વિનીતના અભેદને જણાવ્યા બાદ સૌથી પહેલો વિનય જણાવ્યો છે કે ગુરુની આજ્ઞા મળ્યા પછી એ આજ્ઞાનો સ્વીકાર તરત જ કરવાનો પછી આજ્ઞા મુજબની પ્રવૃત્તિ કરવાની. શ્રી કલ્પસૂત્રમાં પણ આવો વિનય બતાવેલો છે. સિદ્ધાર્થરાજા જયારે કૌટુંબિક પુરુષોને આદેશ કરે છે ત્યારે તેઓ “આપનું વચન પ્રમાણ છે' - એમ કહેવા દ્વારા સિદ્ધાર્થરાજાની આજ્ઞાનું પાલન કરે છે. આજ્ઞાના નિર્દેશને કરનાર વિનીત કહેવાય છે – એમ કહ્યા બાદ જણાવે છે કે જે ગુરુનો ઉપપાદકારક હોય અથ૬ ગુરુની પાસે બેસનારો હોય તે વિનીત છે. ‘ગુરુ આજ્ઞા કરશે” – એમ સમજીને આજ્ઞાના આકાંક્ષી બની જે ગુરુ પાસે બેસે તે વિનીત છે. પાસે બેઠા હોઇશું તો કંઇક કામ ભળાવશે - એમ સમજીને ગુરુથી આઘા ફરનારા અવિનીત છે. ગુરુની પાસે બેઠા હોઇએ તો ગુરુની આજ્ઞા-સેવા કરવાનો લાભ મળે, સાથે આપણા પ્રમાદાદિ દોષો દૂર થાય. ગુરુ સામે બેઠા હોય તો શિષ્ય પ્રમાદ કરી ન શકે. શિષ્ય ગમે તેટલો પ્રભાવક હોય તોપણ ગુરુ તેની ભૂલ બતાવ્યા વિના ન રહે. સ્થૂલભદ્રમહારાજ તો દશપૂર્વધર હતા છતાં તેમની ભૂલ ભદ્રબાહુસ્વામીજીએ બતાવી ને ? અને શાસ્ત્રકારોએ પાછું તે પ્રસંગને દબાવવાના બદલે શારાના પાને ચઢાવ્યો : આનું કારણ એક જ હતું કે આપણા જેવા આવી કોઈ ભૂલ કરી ન બેસે. આ રીતે આજ્ઞાને તહત્તિ કહીને સ્વીકારનારો અને ગુરુની પાસેના સ્થાનમાં રહેનારો હોય તે શિષ્ય વિનીત કહેવાય છે. ૧૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સાધુના આચાર તરીકે સૌથી પહેલાં વિનયને જણાવ્યો છે. તે પણ વિનીતના સ્વરૂપને જણાવવા દ્વારા જણાવ્યો છે. જે ગુરુની આજ્ઞાનો સ્વીકાર કરનારો હોય, ગુરુની પાસે રહેનારો હોય અને ગુરુના ઇંગિતઆકારને જાણનારો હોય, ગુરુને શું જોઈએ છે, તેમને શું કરવું છે એ તેમના મુખની-શરીરની ચેષ્ટા ઉપરથી સમજાય એવો નિપુણ શિષ્ય જ વિનીત બની શકે. આ રીતે વિનીતને જણાવ્યા પછી અવિનીત કેવો હોય છે – એ પણ પ્રસંગથી જણાવે છે. જેને સાધુપણું પામવું છે, વિનીત બનવું છે તેને પહેલાં અવિનીતના સંગથી દૂર કરવો જોઇએ. આથી અવિનીતનું સ્વરૂપ વર્ણવ્યું છે. સારા બન્યા પછી આપણે ખરાબ ન બની જઇએ તેની ચિંતા મહાપુરુષોને કાયમ માટે હોય છે. આપણે ખરાબ બનવું નથી અને ખરાબનો પરિચય કરવો નથી, તેથી ખરાબ કેવું હોય છે તે પણ જણાવવું જરૂરી છે માટે અવિનીતનું સ્વરૂપ જણાવ્યું છે. ન્યાયની પરિભાષામાં ઇતરભિશત્વેન જ્ઞાન કરાવવામાં આવે તો વસ્તુનું જ્ઞાન સ્પષ્ટપણે થાય છે. સારા માણસમાં કયાં લક્ષણ હોય એ જણાવ્યા પછી સારા માણસમાં કયાં લક્ષણો નથી હોતાં – તે પણ જણાવવામાં આવે તો સારા માણસનું જ્ઞાન સ્પષ્ટપણે થઇ શકે છે. અવિનીતની નિંદા કે ટીકા કરવા માટે અવિનીતનું નિરૂપણ નથી. સારી વસ્તુ ખરાબના સંગે બગડે નહિ - તે માટે ખરાબથી દૂર રહેવું જરૂરી છે. જે કર્માધીન જીવો હોય તેની ટીકા શાસ્ત્રકારો શા માટે કરે ? અવિનીતની નિંદા નથી કરવી, તિરસ્કાર નથી કરવો, પરંતુ તેનો ચેપ, તેના સંસ્કાર અડી ન જાય તેની કાળજી તો રાખવી પડે ને ? આ જ આશયથી સાધુઓને ગૃહસ્થનો પરિચય કરવાની ના પાડી છે. કારણ કે વિરતિધર જો અવિરતિધરના પરિચયમાં રહે તો તેના અવિરતિના સંસ્કાર આપણામાં આવ્યા વિના ન રહે. તે જ રીતે આપણામાં અવિનયના સંસ્કાર ન પડે તે માટે અવિનીતથી દૂર રહેવું છે. આ અવિનીતનું સ્વરૂપ ત્રણ-ચાર ગાથાથી જણાવ્યું છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #13
--------------------------------------------------------------------------
________________
आणानिद्देसकरे गुरूणमणुववायकारए । पहणीए असंबद्धे अविणीए ति दुबई ॥१-३॥
–
જે ગુરુની આજ્ઞાને સ્વીકારે નહિ તે અવિનીત છે. માત્ર સ્વીકાર ન કર્યો એમાં શું થયું, કામ કરે તો છે ને ?... આ બચાવ ન ચાલે . ગુરુના વચનને સ્વીકારતો નથી તે અસલમાં ભગવાનના વચનનો અનાદર કરનારો છે. એવાને કેવી રીતે નભાવાય ? આપણા સત્સંગથી અવિનીત વિનીત થશે - એવી દલીલ પણ ન કરવી. કારણ કે સારા સંસ્કારની અસર જલદી નથી પડતી, ખરાબ સંસ્કારની અસર જલદી પડે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે કસ્તૂરી જો લસણની બાજુમાં મૂકવામાં આવે તો લસણની વાસ કસ્તૂરીમાં આવે, કસ્તૂરીની વાસ લસણમાં ન આવે. જો અવિનીતને સુધરવું હશે તો તે વિનીતની પાસે જશે, આપણે અવિનીતને પાસે ન બેસાડવો અને અવિનીતની પાછળ ન ફરવું. જે ભગવાનની વાતને તત્તિ ન કરે તેના પરિચયમાં આપણે નથી રહેવું. આજે જે મતમતાંતરો ઊભા થયા છે તે ભગવાનની વાત ન સ્વીકારવાના કારણે. ભગવાનની વાત સમજાવા છતાં પણ નાક આડું આવે છે, જ્ઞાન આડું નથી આવતું. જો જ્ઞાન આડું આવત તો કોઇ મતાંતર ફેલાત નહિ. જ્ઞાનીની જવાબદારી છે કે જેમતેમ વર્તન કરવું નહિ. જો જ્ઞાની બેજવાબદાર થઇને વર્તે તો તે અધિક પાપના ભાગી બને છે. સ૦ આપણે મોક્ષ માટે જ ધર્મ કરવાનો છે, છતાં કેટલાક મહાત્મા કહે છે કે મોક્ષ દૂર છે, અત્યારે તો ગરીબોની સેવા કરો... એવાઓને કહેવું કે - ‘જો મોક્ષ દૂર હોય તો સાધુ શા માટે થયા ? પાછા ઘરભેગા થઇ જાઓ ને ગરીબોની સેવા કરો.’ આ તો તમને ગરીબોની સેવા કરવાનું કહે છે ને પોતાને સાધુપણામાં જલસા કરવા છે ! ગરીબોની સેવા કરવી હોય તો ઘરમાં જવું જ પડશે. તમારી પાસે સમજણ ન હોય તો એવા મહાત્માઓ પાસે જાઓ છો શા માટે ? આજે તમને સાચાનો ખપ નથી તેથી જ તમને ઊંધું સમજાવનારા મળે છે. જો સાચાનો ખપ હોય તો તમારે સમજવા મહેનત કરવી જોઇએ ને ?
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૮
સ૦ મહાત્માઓ જ તર્ક કરીને અમારું માથું ફેરવે છે.
તમને એ તર્કથી સમજાવે ત્યારે તમારે કહેવું કે અમને નહિ, પેલા મહાત્માને સમજાવો. જે બે મહાત્માની વાતમાં ફરક પડે તે બે મહાત્માને ભેગા કરવાની જવાબદારી તમારી છે. તમે ત્યાં બહાર બેસો અને બંન્નેને એક નિર્ણય પર આવવાની ફરજ પાડો તો આજે વિવાદ શમી જાય. પણ જેને સાચું જોઇતું જ ન હોય તે આટલું કરવા તૈયાર થાય ? કાળ જ પડતો હોય તો આવું બનવાનું.
સર
કાળ પડતો છે એટલે આપણે પડી જવાનું કે સાવધાન થવાનું ? આ કાળમાં જ નિહ, ભગવાન જે વખતે સાક્ષાદ્ બિરાજમાન હતા તે વખતે પણ મતમતાંતરો હતા જ. સાચું પામવાનો પુરુષાર્થ તો ત્યારે પણ કરવો જ પડતો હતો. ભગવાનના કાળમાં સુલસાસતીને પણ ચલાયમાન કરનારા હતા ને ? આ કાળ પડતો હોય તોપણ આપણે જો ભગવાનનું શાસન પામી જઇએ તો આ કાળ પણ આપણા માટે આશીર્વાદરૂપ છે. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાએ પણ કહ્યું છે કે - ચોથા આરા કરતાં મારા માટે પાંચમો આરો સારો છે. કારણ કે ચોથા આરામાં ભગવાનની કૃપા
ન ફળી, પણ પાંચમા આરામાં
આ કૃપા ફળી. તમારે પણ એવું જ છે
ને ? તેજીમાં તમે ન કમાઓ અને મંદીમાં કમાઓ તો કયો કાળ સારો ? તમને ત્યાં ઝટ સમજાય છે, પણ અહીં સમજાતું નથી ને ? તો કાળ ખરાબ છે કે આપણે ખરાબ છીએ ? કાળને ક્યારે પણ બદનામ નહિ કરતા. આજના કાળમાં પણ સારા માણસો હોઇ શકે છે અને એ કાળમાં પણ
ખરાબ માણસો હતા. આ અનુસંધાનમાં કુલવાલકમુનિનું દૃષ્ટાંત આપ્યું છે. આપણે એના પહેલાં અવિનીતનાં બીજાં લક્ષણ જોઇ લેવાં છે. ગુરુના વચનને તત્તિ ન કરે, તેમ જ ગુરુની પાસે બેસે જ નહિ તે અવિનીત છે. ગુરુએ માત્ર ચોમાસા માટે મોકલ્યો હોય તોપણ માનસન્માનાદિમાં તણાઇને ગુરુને વરસો સુધી પાછો ભેગો જ ન થાય. ગુરુથી ભાગતો જ ફરે તે અવિનીત છે - એમ સમજી લેવું. આની સાથે જે કાયમ માટે ગુરુને પ્રતિકૂળ વર્તન કરે તે અવિનીત છે. કારણ કે તે અસંબુદ્ધ હોય શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૯
Page #14
--------------------------------------------------------------------------
________________
છે. અસંબુદ્ધ એટલે તત્ત્વને સમજી નહિ શકનારો. ગુરુને અનુકૂળ શું છે તે જાણે નહિ અને ગુરુને પ્રતિકુળ શું છે તે જાણવા છતાં પ્રતિકૂળ વર્તે તે અવિનીત છે.
કુલવાલ કમુનિના દૃષ્ટાંતમાં જણાવ્યું છે કે એક આચાર્યભગવંતને એક અવિનીત શિષ્ય હતો. તેને ગુરુના હિતશિક્ષાનાં વચનો ઝેરથી મિશ્રિત બાણના ઘા જેવા લાગતાં હતાં. તેથી તે હિતશિક્ષાનો ખૂબ અનાદર કરતો હતો. આમ છતાં પણ એ અવિનયના યોગે દુર્ગતિનું ભાજન ન બને તે માટે નિપુણતાપૂર્વક મધુર વચનો દ્વારા પણ ગુરુ તેને હિતશિક્ષા આપ્યા કરતા હતા. આવાં મધુર હિતવચનો પણ તેને બાણની જેમ હૈયે ભોંકાતાં હતાં. સારામાં સારી હિતકારી વાત કર્યા પછી પણ જેને ગુસ્સો આવે તે અવિનીતોમાં અગ્રેસર છે. આવી ક્રોધના કારણે એક વાર સિદ્ધગિરિની યાત્રાએથી પાછા ફરતા ગુરુને મારી નાંખવા માટે એક મોટી શિલા ઉપરથી નીચે ગબડાવી. તે પથ્થરના ગબડવાનો અવાજ સાંભળતાંની સાથે ગુરુએ પાછું વાળીને જોયું તો શિલાને પોતાની તરફ આવતી જોઇ તેથી તરત બે પગ છૂટા કરી નાંખ્યા. શિલા વચ્ચેથી નીકળી ગઇ. ગુરુ બચી ગયા. તેના આ વર્તનથી કુપિત થયેલા ગુરુએ તેને જણાવ્યું કે – ‘તારું પતન સ્ત્રીના કારણે થશે.' ગુરુનું વચન ખોટું પાડવા માટે તે સાધુ નદીકિનારે નિર્જન સ્થાને જઇને રહ્યા અને ત્યાં પાસક્ષમણ, માસક્ષમણ વગેરે તપ કરવા લાગ્યા. એક વાર ચોમાસામાં નદીમાં પૂર આવ્યું. એ વખતે નદીના પૂરમાં આ તપસ્વી મહાત્મા તણાઇ ન જાય તે માટે નદીદેવીએ નદીના પૂરનું વહેણ બદલી નાંખ્યું. આથી લોકો તેને કુલવાલક મુનિ કહેવા લાગ્યા. આવા પ્રખર તપસ્વી મહાત્મા પણ અવિનીત હોય છે – એટલું યાદ રાખવું.
મુમુક્ષુ આત્માને સાધુ થવાનું મન હોવાથી તે હંમેશાં સાધુ પાસે સાધુની સામાચારી સાંભળવા માટે, સમજવા માટે તત્પર હોય છે. સાધુ થવું હોય તો સાધુની સામાચારીનું જ્ઞાન હોવું જોઇએ ને ?
સ0 સાધુની સામાચારી જુદી જુદી હોય છે ને ?
સામાચારી જુદી જુદી હોય છે તેની ના નહિ, પણ સામાચારી કોને કહેવાય અને સિદ્ધાંત કોને કહેવાય તેની ખબર છે ખરી? સામાચારી એટલે સુંદર કોટિનો આચાર છે. આ સામાચારી જો શાસ્ત્રમાં જણાવેલી દશ પ્રકારના સામાચારી હોય તો તે સિદ્ધાંત જ છે, તેમાં ફેરફાર ન હોય. પરંતુ શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ ન હોય છતાં પણ પાછળના આચાર્યભગવંતોએ જીવોની તે તે ખામીના કારણે અમુક આચાર શરૂ કર્યા હોય તો તે સામાચારીરૂપે મનાય છે. એ સામાચારી જુદા જુદા ગચ્છની જુદી જુદી હોઇ શકે. જે ચતુર્વિધ સંઘને લાગુ પડે છે તેને સિદ્ધાંત કહેવાય છે અને કોઇ એક પક્ષને કે ગચ્છને લાગુ પડે તેને સામાચારી કહેવાય. પાત્રમાં રાખવાં એ સિદ્ધાંત છે. અમારું પાડ્યું ફૂટી ગયું હોય તોપણ ગૃહસ્થના પાત્રમાં અમારે ન વપરાય. તેથી પાત્રમાં રાખવાં એ સિદ્ધાંત છે, જ્યારે લાલ કે કાળાં પાત્રમાં રાખવાં એ સામાચારી છે. ઓઘો રાખવો એ સિદ્ધાંત છે, ઓઘાના બદલે ચરવળો ન રખાય. પરંતુ એ ઓવામાં લાલ બનાત રાખવી કે ધોળી રાખવી તે સામાચારી છે. તમને કોઈકે સામાચારી કહ્યું એટલે તમે પણ સામાચારી બોલતા થઇ ગયા અને સામાચારીમાં ફરક હોઇ શકે એમ કહીને સિદ્ધાંતમાં ઢીલ મૂકતા થઇ ગયા. શાસ્ત્રમાં જેનું વિધાન હોય અને જે આચરણા ચતુર્વિધ સંઘને સ્પર્શતી હોય તેને સામાચારી ક્યાંથી કહેવાય ? સિદ્ધાંતને સામાચારી મનાવે તે બધા અબહુશ્રુત છે, તેવાની પાસે ન જવું. સામાચારીનું પાલન કરવું એ પણ એક સિદ્ધાંત છે. સાધુભગવંતને ચોળપટ્ટા ઉપર કંદોરો બાંધવાનું પહેલાં વિધાન ન હતું. પાછળથી કંદોરો બાંધવાની આચરણા શરૂ થઇ હોવાથી તે સામાચારી કહેવાય. પરંતુ હવે જો કોઇ સાધુ કંદોરો ન બાંધે તો તેને સિદ્ધાંતભંગનું પાપ લાગે. પહેલાના કાળમાં પ્રતિક્રમણમાં શરૂઆતની ચાર થયો અને સ્તવન, સજઝાય, શાંતિ બોલાતા ન હતાં. ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ ! દેવસિઅ પડિઝમણે ઠાઉં ?” ત્યાંથી પ્રતિક્રમણની શરૂઆત થાય અને હું આવશ્યક પૂરાં થાય એટલે
૨૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ પૂરું થતું. સ્તવન વગેરે પાછળના મહાત્માઓએ લાભની દૃષ્ટિએ બોલવાનું શરૂ કર્યું હતું. પરંતુ વર્તમાનમાં કોઇ સ્તવન-સજઝાય ન બોલે તો તેનું પ્રતિક્રમણ અધૂરું ગણાય કે પૂરું થયેલું ગણાય ? અધૂરું જ ગણાય ને ? જેઓ સામાચારી ને સિદ્ધાંતના ભેદને સમજાવી અવળે માર્ગે દોરે એવા સાધુઓની પાસે ન જવું. સાધુ ન મળે તો સાધુ પાસે નહિ જાઓ તો ચાલશે, પણ આવા કુસાધુ પાસે તો ન જવું. કેરી ન મળે તો ચિત્રમાં દોરેલી કે શો-કેસમાં મૂકેલી લાકડાની કે માટીની કેરી ખવાય ? સ, હાફુસ ન મળે તો પાયરી વાપરે ને ?
એ બરાબર. હાફુસ ન મળે તો પાયરી વાપરે તેમ સુગુરુનો યોગ ન મળે તો માર્ગસ્થ શ્રાવકને માર્ગ પૂછવો પણ કુગુરુ પાસે સુગુરુ માની. ન જવું. શ્રાવક શક્તિના અભાવે આચરણ ન કરી શકે પરંતુ માર્ગનું જ્ઞાન તેની પાસે પૂરું હોય. ગુરુ પાસે પિસ્તાળીસ આગમનું શ્રવણ કરી શ્રાવક લબ્ધાર્થ અને ગૃહીતાર્થ (લદ્ધઢા, ગહીઅટ્ટી - અર્થનો જાણકાર) બનેલો હોય. કોઈ વાર નાના સાધુ ઘણા વખતથી ગુરુને ભેગા ન થઇ શકે ને કોઇ આગમના પદાર્થમાં શંકા પડે તો આવા શ્રાવકને પૂછીને પણ સાધુઓ શંકાનું નિરાકરણ કરતા. કારણ કે તેને ગુરુનું વચન યાદ હોઇ શકે, આપણે ભૂલી ગયા હોઇએ. તો ઉન્માર્ગદશક ગુરુ પાસે જવું કે માર્ગગામી શ્રાવક પાસે જવું સારું ? સામાચારીની વાત આપણને પાપથી બચાવવા માટે હતી, માર્ગમાં ટકવા માટે હતી, ઉન્માર્ગગામી બનવા નહિ. માર્ગે ચાલી શકાય કે ન ચાલી શકાય, પણ ઉન્માર્ગગામી તો નથી બનવું. તમે પણ શું કરો ? પૈસો જોઇએ છે - તે બરાબર, પણ પાપ કરવું નથી – બરાબર ને ? સ0 પૈસો કમાવો એ પણ પાપ જ છે ને ?
એ વાત બરાબર, પણ શ્રાવક ગૃહસ્થપણામાં રહ્યો હોય તો ભીખ માંગીને ગુજરાન ન ચલાવે, કમાઇને જ પૈસો મેળવે. કમાવું પડે તોપણ પાપ નથી કરવું. કમાવાનું પાપ ચાલુ હોય તોપણ જૂઠ, ચોરી વગેરેનાં પાપ નથી કરવાં ને ? જૂઠ-ચોરીનો પ્રસંગ આવે તો પૈસો જતો કરો કે નીતિ જતી કરો ?
સ0 પાપ કરતાં ખટક થાય, ‘કર્યું એ ખોટું કર્યું” એમ થાય.
- પાપ કરતી વખતે ઉદ્વેગ આવતો હોત તો ત્યાંથી ખસી જાત. કરતી વખતે નહિ, કર્યા પછી ઉદ્વેગ આવે છે - એ તકલીફ છે. ‘કર્યું - એ ખોટું થયું ?’ કે ‘કરીએ છીએ – એ ખોટું છે ?' પાપ કરતી વખતે ખટક નથી, પાપ કર્યા પછી ખટકે - તેનો શો અર્થ ? સ0 પાપ કર્યા વિના ચાલે એવું નથી.
પાપ કર્યા વિના ચાલે એવું નથી કે ચલાવવું નથી ? શ્રાવક થયા એટલે પાપ કરવાનો પરવાનો નથી મળી જતો. પાપનાં ફળ તો તમારે ને અમારે બધાએ ભોગવવાં પડવાનાં છે. મહાપુરુષોએ આપણા હિતની ચિંતા કરવામાં કશું બાકી નથી રાખ્યું. આપણે જન્મ્યા એ પહેલાં શાસ્ત્રકારોએ ભવિષ્યની ચિંતા કરીને કલ્યાણનો માર્ગ બતાવ્યો હતો. એની ઉપેક્ષા નથી કરવી.
આપણે અવિનીત શિષ્ય કેવો હોય એ જોઇ ગયા. જે ગુરુની આજ્ઞા ન માને તે અવિનીત શિષ્ય છે. ધર્મ ભગવાનની આજ્ઞામાં છે, એ આજ્ઞા જે ન માને તેને ધર્મી ક્યાંથી કહેવાય ? ગુરુની સેવા કરે એ મહત્ત્વનું નથી, ગુરુની આજ્ઞા માનવી એ મહત્ત્વનું છે. આ તો સેવા બંધી કરે અને આજ્ઞા માનવાનો વખત આવે તો પ્રતિકાર કરે, આઘાપાછા થાય - એ ચાલે ? કામ ન કરે તો વાંધો નહિ, પણ આજ્ઞા ન માને એ ન ચાલે. આથી જ ગુરુની સેવા પહેલાં ન બતાવતાં ગુરુની આજ્ઞાનો સ્વીકાર કરવાનું પહેલાં જણાવ્યું.
કુલવાલક મુનિની કથામાં આપણે જોઇ ગયા કે નદીનું વહેણ તેમના તપના પ્રભાવથી નદીદેવીએ બદલ્યું હતું તેથી તેમને કુલવાલક મુનિ કહેતા હતા. આ પ્રસંગ શ્રેણિકમહારાજાના વખતમાં બનેલો. શ્રેણિકમહારાજા મગધ દેશના રાજા હતા. તેમને નંદા અને ચલ્લણા બે મુખ્ય રાણીઓ હતી. નંદારાણીને અભયકુમાર અને ચેલુણારાણીને કોણિક, હલ્લ અને વિહલ્સ આ પુત્રો હતા. એક જ પિતાનાં સંતાન હોવા છતાં આ પુત્રોના સ્વભાવમાં ઘણો ફરક હતો. માતાપિતા ગમે તેટલા સારા સંસ્કાર આપે તોપણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #16
--------------------------------------------------------------------------
________________
ઝીલનારમાં યોગ્યતા જોઇએ ને ? માતાપિતા તો નિમિત્ત માત્ર જ છે; વસ્તુતઃ તો આપણી ભૂતકાળની સાધના જ આપણી સંસ્કાર અને સ્વભાવમાં કારણ છે. કથાગ્રંથમાં તો સારાં પાત્રો પણ હોય અને નરસાં પાત્રો પણ હોય. આ પાત્રો નિવૃત્તિ અને પ્રવૃત્તિમાં કારણ બને એવું કરવું છે. ખરાબ પાત્ર પણ ઘણી વાર ઠોકર ખાઇને સુધરી જતા હોય છે. કેટલાક લોકો બીજાને જોવા માત્રથી સુધરી જાય છે અને ઘણા જાતે ન સુધરે તો ઠોકર એમને સુધારે છે. સુધારનારા તો ઘણા છે, આપણામાં યોગ્યતા હોય તો કામ થાય. અભયકુમારે નંદામાતા સાથે દીક્ષા લીધી તે વખતે નંદારાણી પાસે દેવતાઇ રેશમી વસ્ત્ર, કુંડલ, હાર અને સેચનક હાથી ઓ ચાર સારભૂત વસ્તુ હતી તે; “કોણિકને રાજય મળશે’ - એમ સમજીને હલ્લવિહલ્લને આપી હતી. તે દેવતાઇ વસ્તુને લઇને હલ્લવિહલ્લ આખા નગરમાં ક્રીડા કરતા ફરતા હતા. કોણિક રાજા હોવા છતાં હલ્લવિહલ્લ નિશ્ચિતપણે સુખપૂર્વક ક્રીડા કરતા હતા તે વખતે લોકો બોલવા લાગ્યા કે કોણિક ભલે રાજા હોય, ખરા રાજા તો આ બે છે જે આવી દેવતાઈ વસ્તુથી કીડા કરે છે. આ સાંભળી કોણિકની પદ્માવતી રાણીને ઇર્ષ્યા આવી. સંસારમાં તો આવું બને ને ? આપણા ઘરના માણસો સુખ ભોગવતા હોય તોય ન ખમાય ને ? આથી રાણીએ કોણિકને આ ચાર વસ્તુ એ લોકો પાસેથી ઝૂંટવી લેવા જણાવી. ત્યારે કોણિકે ઘસીને ના પાડી દીધી. તેણે ચોખ્ખું કહ્યું કે – ‘હું એટલો નીચ નથી કે માતા-પિતાએ ભાઇઓને આપેલી વસ્તુ માંગું. ભાઇઓને એમના પુણ્યથી મળ્યું છે તો ભલે ભોગવતા'... જે એ જ ભવમાં મરીને છઠ્ઠી નરકે જવાના છે તેમના વિચાર પણ કેટલા ઉદાત્ત હતા ?! આપણે તો અહીંથી સ્વર્ગમાં જ જવાના છીએ ને ? આપણા વિચારો આપણને કઇ ગતિમાં લઇ જનારા છે – એનો વિચાર કર્યો છે ? કોણિક આટલો મક્કમ હોવા છતાં પત્નીની હઠ આગળ કશું ચાલ્યું નહિ. ખરેખર સ્ત્રીચરિત્ર વિચિત્ર હોય છે, આમ છતાં તેના રાગ ખાતર વિચિત્ર કાર્યો કરવા તૈયાર થઇએ છીએ એ મોટું આશ્ચર્ય છે. કોણિકે સ્ત્રીના આગ્રહથી હલ્લવિહલ્લને કહેવડાવ્યું કે આ દિવ્ય ૨૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
વસ્તુઓ મને આપી દે, જે રાજા હોય તેની પાસે જ આ વસ્તુઓ શોભે. હલ્લવિહલે જણાવ્યું કે રાજ્યનો ભાગ આપો તો વસ્તુ આપીએ. કોણિકે એ પણ ન સ્વીકાર્યું. છેવટે બળાત્કારે એ વસ્તુ લેવા તૈયાર થયો. કોણિકના સૈન્ય ઓગળ આપણું કશું ચાલશે નહિ – એમ સમજી હલ્લવિહલ્લ પોતાના માતામહ (માતાના પિતા) ચટક રાજાના શરણે ગયા. તેમણે તેમને નિશ્ચિત કર્યા. કોણિકને ખબર પડી તો ચેટકરાજાને કહેવડાવ્યું. ચેટકરાજાએ કહ્યું કે હું શરણે આવેલાનું રક્ષણ કર્યા વિના નહિ રહું. આથી ગુસ્સે થયેલા કોણિકે ચેટક સાથે યુદ્ધ આરંભ્ય. આ અવસર્પિણીમાં આ યુદ્ધ સૌથી ભયંકર હતું. તેમાં પારાવાર સંહાર થયેલો. મહાભારત કરતાં પણ આ યુદ્ધ ભયંકર હતું. વસ્તુની ઇચ્છા એટલી ખરાબ છે કે તે સગપણ, વિનય, વિવેક કશું જોવા દેતી નથી. એક નશ્વર વસ્તુ ખાતર કોણિક પોતાના માતામહ સામે યુદ્ધે ચડ્યો અને અનેકોનો સંહાર કર્યો. ઇચ્છા અત્યંત ભૂંડી છે. વિવેક નાશ પમાડે, મર્યાદાનો લોપ કરાવે એવી આ ઇચ્છા છે. સએ વખતે ભગવાન વિચરતા હતા ને ?
હતા જ. પણ ભગવાન શું કરે ? મહાપુરુષો ઉપદેશ આપે, માર્ગ બતાવે, આપણને અનર્થ કરતાં અટકાવી ન શકે. ત્યારે જ નહિ, શ્રી ઋષભદેવ ભગવાનની હાજરીમાં પણ ભરત-બાહુબલીજીનું યુદ્ધ બાર વરસ ચાલ્યું હતું ને ? છેવટે ઇન્દ્રાદિ દેવતાઓએ વચ્ચે પડીને કહ્યું કે ‘તમારા પિતાશ્રીએ વસાવેલી સૃષ્ટિનો અકાળે સંહાર શા માટે કરો છો ? યુદ્ધ કરવું હોય તો તમે બે જણ કરી લો'. તેમની વાત માની બંને જણાએ યુદ્ધ આરંભ્ય. ચારે ય પ્રકારનાં યુદ્ધમાં ભરતમહારાજા હારી ગયા છતાં ભાઇ પર ચક્ર મૂક્યું. ચક્ર પાછું આવ્યું - એ જુદી વાત. પણ અન્યાય તો કર્યો જ ને ? આ અવસર્પિણીમાં અન્યાય કરવાની શરૂઆત તો ભરતમહારાજાએ કરેલી. માત્ર આપણા ઉપર જ અન્યાય થાય છે – એવું દુ:ખ ધરવાની જરૂર નથી. આ સંસારના સુખની લાલચ કયું અકાર્ય ન કરાવે - એ કહી શકાય એવું નથી. આ મહાપુરુષોએ આપણને આ સંસારના સુખથી દૂર રાખ્યા તે તેઓની પરમકરુણા છે. આ સુખની ઇચ્છા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પ
Page #17
--------------------------------------------------------------------------
________________
જ ન થાય તો સારું ને ? ઇચ્છા પૂરી થાય એ શક્ય નથી તેથી ઇચ્છા ન થાય તે માટે પ્રયત્ન કરવો છે.
જે ગુણસંપન્ન વ્યક્તિ હોય તે અવગુણીની પાછળ પડે નહિ અને સાથે પોતે પણ અવગુણનાં ભાજન ન બને તે માટે વિનીતના સ્વરૂપની સાથે અવિનીતનું સ્વરૂપ પણ સમજાવ્યું છે. આ વાત સર્વજ્ઞભગવંતે સમજાવી છે. સર્વજ્ઞભગવંત રાગ, દ્વેષ, મોહથી રહિત હોવાથી તેઓ કોઇની પણ નિંદા કે ટીકા કરતા નથી – એ સમજી શકાય એવું છે. મળેલા ગુણોની આપણને કિંમત નથી તેથી આનું મહત્ત્વ આપણને સમજાતું નથી. મહાપુરુષોને એ ગુણની કિંમત ખબર છે આથી જ તેઓએ આ રીતે વિનીત સાથે અવિનીતનું સ્વરૂપ બતાવ્યું છે. જે ભગવાનનું ન માને, ગુરુનું ન માને તે અવિનીત છે. જે ભગવાનનું ન માને તેનું આપણે માનવાની જરૂર નથી. જે ભગવાનના કે ગુરુના કહ્યામાં ન હોય તેને આપણે ગુરુ માનવાની જરૂર નથી. આપણે તેમનો તિરસ્કાર કે નિંદા કરવાની જરૂર નથી, પણ સાથે એમનો આદર કરવાની જરૂર નથી. જે મોટાઓની આજ્ઞામાં રહે તેને જ મોટા કરવાના. આજે બધાને મોટા થવું છે - એની તકલીફ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “મોટાનો જે આશરો તેથી પામીએ લીલવિલાસ.' મોટાની આજ્ઞામાં રહીએ તો કોઇ તકલીફ નથી. અમે જુદા ચોમાસા માટે જતા ત્યારે સાહેબ કહેતા કે - ‘એકે વસ્તુ વહોરતો નહિ, જે જોઇએ તે અહીંથી મંગાવી લેજે'. અમે પણ બે ચોમાસા સુધી કશું વહોર્યું નહિ. ત્રીજા ચોમાસે મોટા સ્થાનમાં આવ્યા ત્યારે સાહેબને પુછાવ્યું. સાહેબે કહેવડાવ્યું કે વહોરી લો, જેટલું જોઇએ એટલું રાખીને બાકીનું અહીં મોકલાવી દો. જેથી પોટલાં ફેરવવાં ન પડે. આજે તો પોટલાં એટલાં ભેગાં કર્યા છે કે ઉપાડવા માટે મજૂર રાખવો પડે. દીક્ષા લેતી વખતે જે ઉપધિ હતી તે તો છોબમાં જાતે ઉપાડી શકતા હતા. સ0 મોટાને બધા પૂછે, નાનાનું શું ?
નાનાને તો સારામાં સારા જલસા છે, જો તે મોટાની આજ્ઞામાં રહે તો ! મોટાની આજ્ઞામાં ન રહે અને પછી ફરિયાદ કરે - એ કેમ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ચાલે ? કદાચ જુદું થવું પડે તો ગુરુની આજ્ઞાથી જુદા થવું પડે, તો ય ચોમાસા ઊતર્યો, ઉત્સવાદિ કાર્ય પૂરું થયે પાછું ગુરુને ભેગા થઇ જવાનું. આજે તો જે ચોમાસા માટે જાય તે પાછા ભેગા થવા રાજી જ નથી. તમારે ત્યાં પણ એ જ હાલત છે ને ? જે પરદેશ જાય તે છોકરો ત્યાં જ સેટ થાય છે કે પાછો આવે ? તમે છોકરાને બોલાવો, એની પાછળ રડો છતાં ય તે પાછા ન આવે ને ? જે છોકરાને આપણી પ્રત્યે લાગણી નથી તેના મમત્વ ખાતર તેની પાછળ આપણે આધ્યાન કરીએ – આ કાંઇ ધર્માત્માનાં લક્ષણ નથી. સ0 અમે તો હસતે મોઢે મોકલીએ..
કારણ કે તમે બંન્ને સરખેસરખા છો. તમને છોકરા પ્રત્યે પ્રેમ નથી અને છોકરાને તમારી પ્રત્યે પ્રેમ નથી. બંન્નેને પૈસા જોઇએ છે - આ જ તો તમારી દશા છે. જેને આપણી પ્રત્યે લાગણી નથી તેની પાછળ આર્તધ્યાન કરીને જિંદગી બરબાદ નથી કરવી. આપણે આપણી ફરજ અદા કરી લીધી. હવે છોકરાઓને આપણું માનવું જ ન હોય તો આપણે તેમને કશું કહેવાની જરૂર નથી. અવિનીત શિષ્યો ત્યારે પણ હતા. આથી જ તો આપણે કુલવાલક મુનિની કથા શરૂ કરી છે. તેમાં આપણે જોઇ ગયા કે કોણિક શ્રેણિકમહારાજાને જેલમાં નાંખીને પોતે રાજા થઇ ગયો. પોતાના કાલાદિ ભાઇઓને રાજ્યનો ભાગ આપ્યો પણ હલ્લવિહલ્લને ન આપ્યો. ઉપરથી તેમની પાસેથી ચાર દિવ્ય વસ્તુ માંગી. હલ્લવિહલ્સ ચેડારાજાને શરણે ગયા. કોણિકે ચેડારાજાને પણ હલ્લવિહલ્લ પાસેથી પેલી ચાર વસ્તુ આપવા માટે જણાવ્યું. ચેડારાજાએ શરણે આવેલાની રક્ષા કરવા માટે કોણિકનું કહ્યું ન માન્યું. આથી કોણિક યુદ્ધ કરવા તૈયાર થયો. તેની સેનામાં ત્રીસ હજાર હાથીઓ, રથ વગેરે હતા અને ત્રીસ કરોડ જેટલું સૈન્ય હતું. જયારે ચેટકરાજા પાસે સત્તાવન કરોડ જેટલું સૈન્ય હતું. યુદ્ધના આરંભમાં કોણિકનો ભાઈ કાલ રાજા ગયો પણ ચેડારાજાના બાણથી તે હણાયો. ચેડારાજાને રોજનું એક જ બાણ મૂકવાનો નિયમ હતો. પરંતુ એ બાણ એવું હતું કે એ બાણ જે દિશામાં જાય તે દિશામાં જેટલા માણસો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૬
Page #18
--------------------------------------------------------------------------
________________
હોય તે બધાને ક્રમસર તે બાણ હણે. આ રીતે કોણિકના બધા જ ભાઇઓ હણાયા. ત્યારે કોણિકને પશ્ચાત્તાપ થયો કે ચેડારાજા પાસે દૈવી સહાય હોવા છતાં મેં તેની સાથે યુદ્ધ આરંભ્યું એ ખોટું કર્યું. પોતાના ભાઇઓ એક પછી એક મર્યા ત્યાં સુધી વિચાર ન આવ્યો, પોતાનો વારો આવ્યો ત્યારે પશ્ચાત્તાપ થયો ! સ્વાર્થ કેવો છે ? આથી કોણિકે ચમરેન્દ્રની આરાધના કરી તેને પ્રસન્ન કર્યો અને એને કહ્યું કે ચેડારાજાને મારી નાંખો. ચમરેન્દ્ર કહે - ‘એ તો મારા સાધર્મિક છે, એને ન હતું. બહુ તો તમારી રક્ષા કરીશ કારણ કે તમે પણ સાધર્મિક છો'. આપણું પુણ્ય જાગતું હોય તો દેવો પણ આપણને હણી ન શકે. ચમરેન્દ્રે કોણિકની આજુબાજુમાં કવચ કર્યું તેથી ચેડારાજાનું બાણ નીચે પડ્યું. બીજે દિવસે પણ એમ જ થયું. ચેડારાજાને ખ્યાલ આવી ગયો કે - આ તો દૈવી સહાય છે, આપણું પુણ્ય પૂરું થઇ ગયું લાગે છે. આથી યુદ્ધ કરવાનું માંડી વાળી ચેડારાજા વૈશાલી નગરીમાં પાછા ફર્યા. નગરીના દરવાજા બંધ કર્યા. કોણિકે વૈશાલીને ઘેરો ઘાલ્યો. પણ નગરીને જીતી શકતો નથી. તેથી ફરી દેવીની
આરાધના કરી. દેવીએ કહ્યું કે કુલવાલક મુનિને અહીં લાવો તો તમારું કામ થશે. મુનિને કઇ રીતે લાવવા તે માટે પણ દેવીએ માગધિકા વેશ્યાનું નામ આપ્યું. વેશ્યાએ પણ બીડું ઝડપ્યું. મુનિને અતિસાર થાય એવા મોદક તપના પારણે અતિઆગ્રહથી વહોરાવ્યા. અતિસારના કારણે અંગ એવા ગળી ગયા કે વિષ્ટામાંથી જાતે હલી ન શકે. તેથી વેશ્યાએ તેમની પરિચર્યા કરવાના બહાને પોતાના શરીરનો વારંવાર સ્પર્શ કરાવ્યો. તેથી મુનિ પતન પામ્યા. તપ-જપ છોડી દીધા, સાધુપણું મૂકી દીધું. ગુરુનું વચન સાચું પડ્યું. અહીં જણાવ્યું છે કે જે કામ દુનિયામાં કોઇ ન કરી શકે તે સ્ત્રી કરે છે. તપ, જ્ઞાન, ચારિત્ર : આ બધાનો ભૂકો બોલાવવાનું કામ આ સ્ત્રીનો સંગ કરે છે. કોણિકે કુલવાલક મુનિને પૂછ્યું કે આ નગર કેમ ભંગાતું નથી ? તેથી કુલવાલક મુનિ જ્યોતિષીનો વેષ કરી નગરમાં પેઠા. જ્યોતિષીને તો દરેક ઘરમાં આવકાર મળે ને ? તેમણે જોયું કે નગરમાં વચ્ચે એક મુનિસુવ્રતસ્વામીનો સ્તૂપ હતો. તેની પ્રતિષ્ઠા શુભ મુહૂર્તો થઇ
૨૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
હતી તેના કારણે નગર સુરક્ષિત હતું. તેથી આ સ્તૂપ ઊખડે તો નગર જીતી શકાય. નગરલોક ઘેરાથી કંટાળી ગયું હતું તેથી જ્યોતિષીને પૂછવા લાગ્યું કે આ નગરનો ઘેરો ક્યારે જશે ? જ્યોતિષીએ કહ્યું કે સ્તૂપ ઊખેડો તો ઘેરો દૂર થશે. લોકોએ સ્તૂપ તોડવાની શરૂઆત કરી. આ બાજુ કુલવાલકે કોણિકને કહી રાખ્યું હતું કે સ્તૂપ તૂટવા માંડે તેમ તેમ સૈન્ય પાછું ખસેડવું. આ રીતે સ્તૂપ તૂટતાંની સાથે કોણિકના સૈન્યે વૈશાલી નગરી પર થાપો માર્યો અને નગરલોકને દૈવીસહાયથી હણવા માંડ્યા. હલ્લવિહલ્લ રાત્રિના સમયે કોણિકના સૈન્યની છાવણીમાં સેચનક હાથી ઉપર બેસીને આવતા અને ત્યાંના લોકોને હેરાન કરતા. આ વાત કોણિકે જાણી એટલે વચ્ચેની ખાઇમાં અંગારા ભર્યા તેની ઉપર પાંદડાં પાથર્યાં. રાત્રે સેચનક હાથી ખાઇ પાસે આવ્યો તો અવધિજ્ઞાનથી તેણે અંગારા જાણી લીધા. તેથી તે આગળ વધતો જ નથી. ત્યારે હલ્લવિહલ્લે કહ્યું કે - ‘છેવટે તું પણ ફરી ગયો ?’ આ સાંભળીને વફાદાર હાથીને ગુસ્સો આવ્યો. સૂંઢથી પરાણે તે બેને નીચે ઉતારીને ખાઇમાં પડ્યો, અંગારામાં બળી મરીને પહેલી નરકે ગયો. આ દૃશ્ય જોઇ હલ્લવિહલ્લ ખૂબ પશ્ચાત્તાપ પામ્યા. પોતાના પાપના પ્રાયશ્ચિત્તરૂપે દીક્ષા લેવાનું નક્કી કર્યું. તેટલામાં બાજુમાં રહેલા દેવે તેમને સમવસરણમાં લાવીને મૂકી દીધા. દીક્ષા લેવી હોય તેને દૈવી સહાય મળે. આ સંસારના સુખનો અંત કેટલો ખરાબ આવે છે તે જોઇ લીધું ને ? માટે આ સુખ જોઇતું નથી ને દીક્ષા લેવી છે – આવો વિચાર હલ્લવિહલ્લને આવ્યો. આપણને નથી આવતો ને ? આજે ઘણાની ફરિયાદ છે કે અધિષ્ઠાયકો સહાય કેમ નથી કરતા ! હવે સમજાયું ને કે આપણે બોદા છીએ માટે સહાય નથી કરતા ? સ∞ અમને સહાય ન કરે પણ દેરાસર વગેરે તોડતા હોય તો રક્ષા કરે ને ?
આપણે ગેરકાયદેસર કામ કરીએ તો એ લોકો એવું કરવાના. શ્રી ષોડશક પ્રકરણમાં દેરાસર બંધાવવાના વિધિમાં બધું જણાવ્યું છે કે - રાજા વગેરેને ભેટલું ધરવાનું; ભૃત્યવર્ગ, પોષ્યવર્ગ, આડોશીપાડોશી બધાને સંતોષવાના પછી કામ કરવાનું તો કોઇ અંતરાય ન કરે. દેરાસર કેટલું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૯
Page #19
--------------------------------------------------------------------------
________________
ભવ્ય બાંધો છો તે મહત્ત્વનું નથી, ન્યાયસંપન્ન રીતે બંધાવ્યું હોય તે મહત્ત્વનું છે. અન્યાયથી બાંધો ને ફરિયાદ કરો - એનો કોઇ અર્થ નથી. આપણે આજ્ઞાના ચોકઠામાંથી બહાર નથી નીકળવું. ઉદારતા હોય તો કામ થાય. આપણે જોયું ને કે અવિનીત સાધુ આજ્ઞાના ચોકઠામાંથી બહાર નીકળ્યા તો તપ, જ્ઞાન, પુણ્ય બધું જ એળે ગયું. આપણી પાસે તો કશું નથી. છતાં આજ્ઞામાંથી બહાર નીકળીએ તો શું દશા થાય ? એક વાર આજ્ઞાના ચોકઠામાંથી નીકળવું નથી - એટલું નક્કી કરો તો આપણું કલ્યાણ નિશ્ચિત છે. લોકો દેરાસર તોડવાની આશાતના કરે એના પહેલાં આપણે જ વિધિ મુજબ ઉત્થાપી લઇએ - તો કામ થાય ને ?
–
जहा सूणी पूइकण्णी निक्क सिज्जड़ सव्वसो । एवं दुस्सीलपडिणीए मुहरी निक्क सिज्जइ ॥१-४॥
અનંતોપકારી મહાપુરુષોએ આપણે અવિનયનું આચરણ કરીને આ સંસારમાં ભટકી ન જઇએ તે માટે અવિનીતનું સ્વરૂપ વર્ણવ્યું છે. આપણે અવિનીત તરીકે કુલવાલક મુનિનું દૃષ્ટાંત જોઇ ગયા. અંતે સાધુપણાને હારીને નરકમાં ગયા. અવિનીત શિષ્યો અવિનયનું આચરણ કરીને અનંત સંસારમાં ભટકવા નીકળી પડે છે. આગળ પણ અવિનયના આચરણ કરનારને બીજા દૃષ્ટાંત આપી સમજાવ્યા છે. રાગદ્વેષ અને મોહથી રહિત એવા પરમાત્મા કોઇની નિંદા કરે એ કોઇ કાળે સંભવિત નથી. આપણને
બદનામ કરવા માટે આ વર્ણન નથી. આપણે બદનામ ન થઇએ તે માટેનું આ વર્ણન છે - એટલું યાદ રાખવું. જેઓ અવિનયનું આચરણ કરે તેની દશા કેવી થાય છે તે માટે આગળની ગાથાથી જણાવે છે કે - જે રીતે કોહવાઇ ગયેલા કાનવાળી કૂતરી સર્વ ઠેકાણેથી હડધૂત કરાય છે તે રીતે દુષ્ટશીલવાળા, ગુરુના પ્રત્યેનીકપણાને કરનારા અર્થાર્ ગુરુની સાથે શત્રુની જેમ વર્તનારા સાધુ તેમ જ વાચાળ અર્થાર્ બોલવાની છટાવાળા એવા અવિનીત સાધુ સર્વ ઠેકાણેથી હડધૂત કરાય છે. આજે તો વાચાળ સાધુ આવકારને પામે ને ? બોલવાની છટા સારી હોય, લોકોને આકર્ષિત
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૦
કરે પણ જાતે અવિનીત હોય તો તે અંતે ધુત્કારને જ પામવાના છે. તમે તો અવિનીતને પણ સત્કારો ને ?
સ∞ અમને સાધુ ઓળખાતા નથી.
સાચું કહો છો ? વેપારી માણસ છો ને ? તો ખબર ન પડે ? આ જ ઉત્તરાધ્યયનસૂત્રમાં આગળ એક કથા આવે છે. એક રાજાએ જોયું કે એક આચાર્યભગવંતના બે શિષ્યો અવિનીત હતા. રાજા તો ઉપાશ્રયમાં ક્યારેક આવતો હતો છતાં ગુરુનું કહ્યું નથી માનતા - એ સમજાઇ ગયું હતું. તમે તો દિવસમાં બે વાર આવો તો ખબર ન પડે કે કયા સાધુ ગુરુની આજ્ઞામાં છે અને કયા નથી ?! રાજાએ બે સાધુને સુધારવા માટે એક ત્રાગડું રચ્યું. બે મડદા લઇને સૈનિકોને ઉપાશ્રય નીચેથી એવો કોલાહલ કરીને નીકળવા કહ્યું કે - આમાંથી એકે ચોરી કરી છે અને એકે પરદારાસેવન કર્યું છે માટે વધસ્તંભ પર લઇ જવાય છે.’ આ કોલાહલ થયો એટલે રાજાએ તેમને કહ્યું કે - ઉપાશ્રય નીચે અવાજ ન કરો જે હોય તે ઉપર આવી જણાવો. સૈનિકો પણ કોઇ દલીલ કર્યા વિના મડદાંને ઉપર લાવ્યા અને ગુનો જણાવ્યો. રાજાએ પણ પહેલાં તૈયાર કરેલા તેજાબ દ્રવ્યમાં બંન્નેને નાંખ્યા. પંદર મિનિટમાં જ બંન્નેના હાડકાં ઓગળી ગયાં. રાજાએ કહ્યું કે આપના પણ કોઇ અવિનીત સાધુ હોય તો તે મને સોંપી દેજો - હું સીધા કરી દઇશ. આચાર્યે કહ્યું કે - ‘ના રાજન્, મારા કોઇ સાધુ એવા નથી. હશે તો જણાવીશ.’ પેલા બે સાધુઓ રાજાના ગયા પછી આચાર્યભગવંતના પગમાં પડ્યા કે - હવે અવિનય નહિ કરીએ, પણ મહેરબાની કરીને રાજાને ત્યાં અમને ના સોંપશો. તો તમે પણ અવિનીત
=
સાધુને ઓળખી શકો ને ? ઓળખાયા પછી તમે પણ એવા સાધુને કહી શકો ને કે ગુરુભગવંતનું માનવું ન હોય તો ઘેર ચાલ્યા આવો. આ રીતે જૈનશાસનમાં રહીને અપભ્રાજના ન કરાય. આટલું કહી શકાય ને ? સ૦ અવિનીત સાધુને ગુરુ જ રાખતા હોય તો ?
ગુરુ તો સુધારવા માટે રાખતા હોય, તમારે તો તેને કહેવું જોઇએ ને ? અહીં પણ બે અવિનીત શિષ્યો આચાર્યભગવંતની પાસે જ હતા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૧
Page #20
--------------------------------------------------------------------------
________________
છતાં રાજાએ કહ્યું ને ? આચાર્યભગવંતે પણ ‘મારા કોઇ શિષ્ય આવા નથી.’ એમ કહ્યું ને ?
સ૦ આચાર્યભગવંત ખોટું બોલ્યા !
=
આ ખોટું ક્યાં છે ? રાજાને સોંપવા જેવા અવિનીત નથી - એમ જ કહ્યું હતું. પોતે પણ એમને હિતશિક્ષા આપતા જ હતા. આને ખોટું ન કહેવાય. અમે તમારે ત્યાં વહોરવા આવીએ અને ખપ નથી કહીએ - એનો અર્થ શું ? તમારે ઘરે ખપ નથી - એમ જ ને ? કારણ કે તમારે ઘરે ના પાડીને અમે પાછા બીજા ઘરે વહોરવા જઇએ જ છીએ. તેથી આ ખોટું નથી. આપણી વાત એટલી જ છે કે અવિનીત સાધુ હોય તે આવકારપાત્ર નથી. તમે તો ‘આપણા કરતાં તો ઊંચા છે ને ?’ એમ કહીને આવકાર આપો ને ? સ૦ અમારા કરતાં સારા તો ખરા ને ?
જે પ્રતિજ્ઞા લીધા પછી પ્રતિજ્ઞા પાળે નહિ તે સારા કહેવાય ? તમે ભગવાનની આજ્ઞાથી શ્રાવકપણું પાળો અને સાધુ ભગવાનની આજ્ઞા મુજબ સાધુપણું ન પાળે તો એવા સાધુ તમારાથી ઊંચા ક્યાંથી કહેવાય ? સોદો ન કરે એ સારો કે સોદો કરીને ફરી જાય તે સારો ? સ૦ અમે સાધુને સાધુ ન માનીએ તો પાપ ન લાગે ?
લાગે. સાધુને સાધુ ન માનો તો પાપ લાગવાનું જ. પણ અસાધુને અસાધુ તરીકે જાણવા છતાં સાધુ માનવામાં મહાપાપ છે. તમને સારા સાધુ કે ખરાબ સાધુ સમજાતા નથી એવું નથી, પણ જે મળે તે ચલાવવાની વૃત્તિ છે માટે સાચું મળતું નથી. આ ચલાવી લેવાની વૃત્તિના કારણે જ સંસાર ખરાબ લાગવા છતાં છૂટતો નથી અને સાધુપણું સારું લાગવા છતાં મળતું નથી. અહીં જણાવે છે કે અવિનીત શિષ્ય સર્વસ્થાનેથી દૂર કરાય છે. સર્વ ઠેકાણેથી એટલે કુળમાંથી, ગણમાંથી અને સંઘમાંથી પણ દૂર કરાય છે. એક આચાર્યની પરંપરામાં જે આવેલા હોય તેને કુળ કહેવાય. એક ગુરુની નિશ્રામાં રહેલા હોય તેને ગણ કહેવાય અને ચતુર્વિધ સંઘ તે સંઘ કહેવાય છે. આ દરેકમાંથી બહાર કરાય છે. સ્વચ્છંદી સાધુઓ પૂજાતા હોય તો તે અયોગ્ય આગળ પૂજાય. શિષ્ટ પુરુષો સ્વચ્છંદીનો
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૨
આદર ન કરે. ભગવાનની હાજરીમાં પણ ભગવાન કરતાં ગોશાળાના અનુયાયી વધારે હતા.
સ૦ ગોશાળા જેવા અમને મળે તો અમારાં માથાં પણ ફેરવે ને ? ગોશાળો ચૌદ હજારને ફેરવી શક્યો ન હતો, એક લાખ ને ઓગણસાઇઠ હજાર શ્રાવકોને પણ ફેરવી શક્યો ન હતો - એ કેમ યાદ નથી કરતા ? ગોશાળામાં અને ભગવાનમાં ભેદ સમજાય ને ? ગોશાળાએ ભગવાનને નામે કેટલા ઠેકાણે તેોલેશ્યા મૂકેલી ? ખુદ ભગવાન ઉપર પણ મૂકી ને ? તેણે દુઃખ આપવામાં બાકી ન રાખ્યું, જ્યારે ભગવાને સહન કરવામાં બાકી ન રાખ્યું. જે સહન કરે તે ભગવાનના અનુયાયી, જે સહન કરાવે તે ગોશાળાના અનુયાયી. દુઃખ આપવાનું કામ કરે તે ગોશાળા જેવા છે. દુઃખ આવે તો વેઠી લેવાનું કહે તે ભગવાનના અનુયાયી છે. આપણે તરવું હોય તો ગમે તેને સાધુ નહિ મનાય, ભગવાનના અનુયાયીને જ સાધુ માનવા પડશે.
હવે શિષ્ય શંકા કરે છે કે દુઃશીલતા આટલી ખરાબ છે તો શિષ્ય આવા અવિનયનું આચરણ કેમ કરે છે - એના નિરાકરણમાં જણાવે છે કે
कणकुंडगं चइत्ताणं विट्टं भुंजइ सूयरे । एवं सीलं चइत्ताणं दुस्सीले रमइ मिए ॥१-५॥
જે રીતે ભુંડ અનાજના કણના કૂંડાને છોડીને વિષ્ટામાં જ મોઢું ઘાલે છે તે રીતે મૃગ અર્થાત્ પશુ જેવા સાધુ શીલાચારને છોડીને દુઃશીલમાં રમે છે. એક વાર પાપનો રસ જાગે પછી સમજણ, જ્ઞાન કે શ્રદ્ધા... આ બધું જ નાશ પામે છે. આથી જ તો પાંચ મહાવ્રત લીધા પછી પણ અવિનીત પાંચ પ્રકારના વિષયમાં આસક્ત થઇને ફરે છે. આપણે કોઇને અવિનીત નથી કહેવા, આપણી જાતને અવિનયથી દૂર રાખવી છે. આજે અવિનયનું આચરણ વધવા છતાં ભૂતકાળનું પુણ્ય આડું આવે છે એટલે અવિનીત પણ ફૂલે પૂજાય છે. એક વાર મારા ગુરુમહારાજે કહેલું કે અત્યારે આપણાં બધાં પાપ છતાં થઇ જાય તો આપણે મહેલમાં નહિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૩
Page #21
--------------------------------------------------------------------------
________________
જેલમાં હોઇએ, લોકો જાણે કે ન જાણે પણ આપણે કયાં પાપ કર્યો છે તે આપણે તો જાણીએ ને ? લોકમાં કહેવાય છે કે “મા જાણે બાપ, ને મન જાણે પાપ.” આપણે જાતે એટલાં પાપ કર્યો છે કે તે સાફ કરતાં દમ નીકળે એવું છે. આપણે બીજાના મનને જાણતા નથી માટે બીજાનું સર્ટિફિકેટ નથી ફાડવું. જે જાણતા હોઇએ તે જ બોલવું, જે જાણતા નથી તેમાં મૌન રહેવું. આપણાં પાપો જાણીએ છીએ તેથી તે બોલવાની છૂટ, બીજાના મનને જાણતા ન હોવાથી બીજાને વિષે અભિપ્રાય આપવાની જરૂર નથી. આપણે મૌન રહેવું ને આપણું કામ કયાં કરવું. ભગવાન છબસ્થપણામાં પણ કોઇના માટે બોલતા નથી, કેવળજ્ઞાન પામ્યા પછી પણ બોલતા નથી તેથી તો ભગવાનનું “સાગરવરગંભીરા' વિશેષણ આપ્યું છે. ભગવાન જાણવા છતાં ન બોલે અને આપણે જાણતા ન હોવા છતાં બોલ્યા વિના ન રહીએ ! અવિનય ટાળવો હશે તો દુ:શીલમાં રમવાનું ટાળવું પડશે. પાપ સુખ આપે છે - એવું જ આપણે માનીએ છીએ. લોકોને સમજાવીએ કે પાપથી દુ:ખ આવે છે, પણ જાતે તો પાપથી સુખ મળે છે – એમ માની લીધું છે માટે જ તો પાપ કરીએ છીએ ને ? પાપથી દુ:ખ આવે છે – એવું માનનાર પાપ કરી ન શકે. અત્યાર સુધી પુણ્ય ઘણું ભોગવ્યું હવે પાપ ભોગવવાનો અવસર આવ્યો છે તેના માટે તૈયાર થવું છે. સુખ ભોગવવાનું કામ તો જે ભવના રોગી હોય તે કરે. જે સુખ છોડે તે નીરોગી છે.
હોય તેવી કૂતરીની અહીં વાત છે. આવી કુતરીની જેમ અવિનીત શિષ્ય પણ તિરસ્કારપાત્ર બને છે. એ જ રીતે અવિનીત શિષ્ય ભૂંડની જેમ કણના કૂંડાને છોડી વિષ્ટામાં મોટું નાખે છે. તેમ જ વાચાળ અને દુઃશીલ માણસને બધા ધુત્કારે છે. આ ત્રણેની આવી દશા જોઇને જે પોતાના આત્માના હિતને ઇચ્છતો હોય તેણે વિનયમાં જ પોતાના આત્માને સ્થાપિત કરવો. આ રીતે વિનય કરનારને શું ફળ મળે છે તે આગળની ગાથાથી જણાવે છે
तम्हा विणयमेसिज्जा सीलं पडिलभेज्जए । बुद्धपुत्ते नियागट्ठी न निक्क सिज्जड़ कण्हुइ ॥१-७।।
જે વિનયગુણ પામ્યા તે પાછો ન જાય અને જે અવિનય કાઢયો તે પાછો ન આવે તે માટેનો આ પ્રયાસ છે. તેથી જ અવિનયને દૂર કરી વિનયને પ્રાપ્ત કરવું છે. આ વિનયના પ્રભાવે શીલ-સદાચારની પ્રાપ્તિ થાય છે. કારણ કે વિનયથી વિદ્યા મળે અને એ જ્ઞાનથી વિરતિ મળે . માટે વિનયથી શીલ મળે છે - એમ જણાવ્યું : આવા વિનીત શિષ્યો ક્યાંયથી તિરસ્કારને પાત્ર બનતા નથી. વિનીત શિષ્ય જાણે બુદ્ધ એટલે આચાર્યનો પુત્ર હોય એ રીતે પૂજાય છે. શેઠિયાના દીકરા શેઠિયાની જેમ પૂજાય ને ? તેમ વિનીત શિષ્ય પણ આચાર્યની જેમ જ પૂજાય છે. આ આચાર્યપુત્ર બનવાની લાયકાત કોની છે – તે માટે ‘નિયાગટ્ટી’ પદ આપ્યું છે. નિયાગ એટલે મોક્ષ તેનો જે અર્થી હોય તે જ આચાર્યભગવંતના પુત્ર થવા માટે યોગ્ય છે. સાધુભગવંતનું આ એક વિશેષણ પૂરતું છે. જે મોક્ષનો અર્થી હોય અને સંસારનો અર્થી ન હોય તે જ આચાર્યનો પુત્ર કહેવાય. જેને આ સંસારમાં કશું જો ઇતું નથી તે નિર્ભય છે. જેને સંસારમાં રહેવું હોય તેને સંસારમાં જડ કે ચેતન વસ્તુની જરૂર પડે. જેને મોક્ષમાં જ જવું છે તેને એક ચીજની અપેક્ષા ન રહે. સંસારનું અર્થીપણું છે તેથી પાપની જરૂર પડે છે અને પુણ્યની ય જરૂર પડે છે. જેને મોક્ષનું અર્થીપણું હોય તેને પાપ કરવાની પણ જરૂર ન પડે ને પુણ્ય બાંધવાની ય જરૂર ન પડે. મોક્ષે જવા માટે કયા પુણ્યની જરૂર છે ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
सुणिया भावं साणस्स सूअरस्स नरस्स य । विणए ठवेज्ज अप्पाणमिच्छंतो हियमप्पणो ॥१-६॥
અવિનીતનું આચરણ કેટલું ખરાબ છે તે આપણે જોઇ ગયા. અવિનીતને કૂતરીની ઉપમા આપી. કૂતરું એ અત્યંત નીચ પશુ છે, એમાં ય કૂતરા કરતાં કૂતરી ભૂંડી છે. આ કૂતરી પણ કોહવાઇ ગયેલા શરીરવાળી હોય તો તે તિરસ્કારપાત્ર જ બને ને ? અહીં કોહવાઈ ગયેલા કાનવાળી - એમ કહ્યું છે, પરંતુ કાન તો ઉપલક્ષણ છે. બાકી શરીરમાંથી રસી ઝરતી
૩૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૫
Page #22
--------------------------------------------------------------------------
________________
સ0 પુણ્યાનુબંધી પુણ્યની !
જેને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય ન હોય તે મોક્ષે ન જાય ને ? કે જાય ? રંકને દીક્ષા મળી, કઠિયારાને પણ દીક્ષા મળી, અંધકાચાર્યના પાંચસો શિષ્ય ઘાણીમાં પિલાતા મોક્ષે ગયા, મેતારજમુનિ, અંધકમુનિ... આ બધા પુણ્યાનુબંધી પુણ્ય વિના મોક્ષમાં ગયા ને ? સ0 પુણ્યાનુબંધી પુણ્યની જરૂર છે એનો અર્થ એ કે – ‘એ હોય તો
વાંધો નહિ.'
જે હોય તો ય ચાલે અને ન હોય તો ય ચાલે તેને કારણ ન કહેવાય, અન્યથાસિદ્ધ કહેવાય. જરૂર તો કારણની હોય. ઘડો બનાવવા માટે માટીની જરૂર પડે, વસ્ત્ર બનાવવા દોરાની જરૂર પડે. પણ ઘડાની માટી લાવવા માટે ગધેડો જો ઇએ જ એવું નહિ, આપણે જાતે પણ લાવીને ઘડો કરી શકીએ. ગધેડાની અપેક્ષા રાખીને બેસે તેને ગધેડો ન હોય ત્યારે રોવાનો વખત આવે. પરપદાર્થની જરૂર પડે ત્યારે આપણે ગુલામીમાં જ હોઇશું. આપણે એવી ગુલામી નથી વહોરવી, ગધેડો હોય તો કામ કરાવી લઇએ પણ ગધેડો ન હોય તો માટી લઈ આવવાને બદલે ગધેડાની શોધમાં નીકળે તે કુંભાર ગધેડા જેવો કહેવાય ને ? સ0 અષ્ટક પ્રકરણમાં પુણ્યાનુબંધી પુણ્યનું કર્તવ્ય કહ્યું છે ને ?
તેનો અર્થ એ છે કે પુણ્યાનુબંધી પુણ્યના કારણભૂત સદનુષ્ઠાન કર્તવ્ય છે. એનો અર્થ એ નથી કે પુણ્ય બાંધવા માટે ધર્મ કરવો. પંચવસ્તુમાં હરિભદ્રસૂરિ મહારાજે કહેલું છે કે સાથો: પુષ્યવસ્થો ને સાધુભગવંત ગોચરી તમારા ઘરેથી જ લાવે છે. તમે પણ વહોરાવતી વખતે બીજાના ઘરની વહોરેલી વસ્તુ પાત્રમાં જુઓ છો છતાં વાપરતી વખતે તમારા દેખતા નહિ વાપરવાનું - એનું કારણ શું ? એવો પ્રશ્ન ક્યારેય થયો હતો ? એના નિરાકરણમાં શાસ્ત્રમાં જણાવ્યું છે કે ગૃહસ્થના દેખતાં ગોચરી વાપરે અને તે વખતે કોઇ દીન, કુપણ અમારી પાસે યાચના કરે ત્યારે તેને ન આપીએ તો અમારા પરિણામ નિર્વસ થાય અને તેને આહાર આપીએ તો અનુકંપાદાનથી અમને પુણ્યબંધ થાય. એ પુણ્યાનુબંધી પુણ્યનો પણ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
બંધ સાધુને ઇષ્ટ ન હોવાથી સાધુને એકાંતમાં આહાર કરવાનું જણાવ્યું છે. જેની ઇચ્છા ન કરાય તે કર્તવ્ય ન હોય ને ? સ0 શ્રાવકો માટે કર્તવ્ય છે, તમે તો હેય કહો છો.
શ્રાવક તો દીક્ષાનો અર્થી હોય. દીક્ષા લેવા માટે તેને પુણ્યાનુબંધી પુણ્યની જરૂર હોય તો ખુશીથી માંગે. પણ તમને જે સુખ ભોગવવા માટે પુણ્યાનુબંધી પુણ્ય જો ઇતું હોય તો ઘસીને ના જ પાડવી પડે ને ? હેય એટલે છોડવાયોગ્ય, પુણ્યાનુબંધી પુણ્ય છોડવાયોગ્ય છે, ભોગવવાયોગ્ય નથી માટે હેય છે. દીક્ષા માટે જે પુણ્યાનુબંધી પુણ્ય જોઇએ છે, તે તો મળી ગયું છે, હવે કયું પુણ્ય જોઇએ છે ?! તમે પુણ્યશાળી છો માટે જ તો તમને શ્રાવક ન કહેતાં સુશ્રાવક કહીએ છીએ. કારણ કે શ્રાવક તો બારમાં ય ફરતો હોય જયારે સુશ્રાવક તો લગભગ ઉપાશ્રયમાં જ હોય. જે જૈનેતર હોય, મનુષ્ય ન થયા હોય તેને માટે કર્તવ્ય છે. જેને મનુષ્યજન્મ, જૈન ધર્મ, દેરાસર, સાધુસાધ્વીનો યોગ : આ બધું જ મળી ગયું હોય તેણે પુણ્યાનુબંધી પુણ્યની અપેક્ષા રાખવાની જરૂર નથી. મળ્યા પછી અપેક્ષા રાખવાની કે ઉપયોગ કરવાનો ? જે મળેલાનો ઉપયોગ ન કરે અને બીજું માંગ્યા કરે તેની માંગણીમાં પોલ છે - એવું માનવું પડે ને ? સ0 પુણ્યાનુબંધી પુણ્ય તો કઠેડો છે ને ?
કઠેડો ચડતાને પકડવા કામ લાગે, પડતાંને ન બચાવે ને ? આવેલા ગુણો પણ જતા રહેતા હોય છે તો પુણ્યના અનુબંધ ટકી જ રહેશે એની ખાતરી ખરી ? પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી શાલિભદ્રજીને નવાણું પેટી મળી, પણ દીક્ષા એ પુણ્ય છોડ્યું ત્યારે મળી. જે પુણ્યાનુબંધી પુણ્ય દીક્ષા લેવામાં અંતરાય કરે તે શું કામનું ? સ0 પુણ્યાનુબંધી પુણ્ય એની મેળે જતું રહે ને ?
એની મેળે નથી જતું એને કાઢવાનો પુરુષાર્થ કરવો પડે છે. ભગવાને પણ માતાપિતાના ગયા બાદ ભાઇને, પત્નીને સમજાવ્યા. બે વરસ સુધી જે જે ત્યાગ કર્યા તે પુણ્ય પૂરું થયું હતું માટે કર્યા કે પુણ્ય ભોગવ્યા વગર ખપે એવું હતું માટે તેને છોડવાનો પુરુષાર્થ કર્યો ?
૩૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #23
--------------------------------------------------------------------------
________________
એક વાર મોક્ષનું અર્થીપણું પ્રગટે તો બીજા બધા ગુણો એમાં સમાઇ જવાના. મોક્ષાર્થી બન્યા વિના એકે ગુણ નહિ મળે. સાધુપણામાં પણ શિષ્ય મળે પુણ્યથી પણ શિષ્યની ઇચ્છા થાય એ પાપનો ઉદય છે. પુણ્ય પણ જો પાપના ઉદયમાં ભોગવાતું હોય, જે પુણ્ય બાંધ્યા પછી ભોગવવાનું ન હોય એવું પુણ્ય બાંધવાનું શું કામ છે ? જેને પુણ્ય બાંધવાની ઇચ્છા હશે તેને પુણ્યાનુબંધી પુણ્ય નહિ બંધાય. માટે પુણ્યની અપેક્ષા રાખ્યા વિના મોક્ષનું અર્થીપણું કેળવી નિર્જરા માટે પ્રયત્ન કરી લેવો છે.
निसन्ते सियाऽमहरी बुद्धाणं अन्तिए सया । अट्ठजुत्ताणि सिक्खिज्जा निरट्ठाणि उ वज्जए ॥१-८॥
શાલિભદ્રજીએ પણ એક એકના ત્યાગનો પુરુષાર્થ કર્યો ને? પુણ્ય ભોગવે તેને ક્ષયોપશમભાવ ન મળે. અનુકૂળતાનું અર્થીપણું હોય તેને સમ્યકત્વ ન મળે, અનુકૂળતા છોડવા પુરુષાર્થ ન કરે તેને ચારિત્ર ન મળે. તમે પુણ્યાનુબંધી પુણ્યની ઉપાદેયતાની વાત નકામી જ કરો છો. તમને તો પાપાનુબંધી પુણ્ય પણ ચાલે એવું જ છે ને ? તો પુણ્યાનુબંધી પુણ્યનું નામ નકામું શા માટે લો છો ? તમારે તો પુણ્યનું જ કામ છે ને ? શાસ્ત્રકારો કહે છે કે પાપ ભોગવીને પૂરું કરવું છે ને પુણ્ય ભોગવ્યા વગર પૂરું કરવું છે. સાધુ શાતા ન ભોગવે અને અશાતા ભોગવ્યા વિના ન રહે. આપણે કર્મ નથી બાંધવાં, નિર્જરા કરવી છે. સ0 પુણ્યની સહાય નિર્જરા માટે ખરી ને ?
નિર્જરા માટે તો પાપ પણ સહાયક છે. ખંધક મુનિ તો મનમાં આનંદ પામ્યા હતા કે કર્મ ખપાવવાનો આ અવસર આવ્યો છે. તેમને પાપ પણ નિર્જરામાં સહાયક બન્યું, તમને સહાય જોઇએ છે ને ? જે પુણ્ય નિકાચિત હોય ને ભોગવ્યા વગર ખપે એવું ન હોય તે રોગની જેમ ભોગવીને પૂરું કરવાનું. અમુક રોગ દવાથી ન જાય, ભોગવીને જ જાય, તેના જેવું નિકાચિત પુણ્ય છે. શ્રી પૃથ્વીચંદ્રજીની સજઝાયમાં જણાવ્યું છે કે ગીત તેમને વિલાપજેવા લાગતા હતા, અલંકાર શરીર ઉપરના ભાર જેવા લાગતા હતા, નાટક કાયક્લેશ જેવા લાગતા હતા અને વિષયભોગો રોગજેવા લાગતા હતા. પુણ્યથી મળનારી ચીજ મોક્ષમાં જવા માટે કામની નથી, તેને છોડયે જ છૂટકો થવાનો. જે દરિદ્ર હોય તે માંગે તો જરૂરિયાત ગણાય, જે શ્રીમંત હોય તે માંગે તો લોભ જ કહેવાય ને ? પુણ્યાનુબંધી પુણ્યના નામે પુણ્યની લાલચ પોષવી એ તો ધર્મના નામે અધર્મને પોષવાજેવું છે.
એક વાર મોક્ષનું અર્થીપણું પેદા થાય તો કોઇ પણ જાતના બાધક નડશે નહિ. સાધક પુણ્યને ઉપાદેય ન માને પોતાનો શત્રુ માને. કર્મમાત્રને શત્રુ માને તે જ કર્મરહિત થવાની સાધના કરી શકે. જે કર્મ વ્યાશી લાખ પૂર્વ સુધી આપણા ભગવાનને હેરાન કરે તે આપણને હેરાન નહિ કરે ?
આ પ્રથમ અધ્યયનમાં વિનયનું સ્વરૂપ સમજાવતાં વચ્ચે અવિનયનું સ્વરૂપ પણ બે-ત્રણ ગાથાથી સમજાવી ફરી વિનયનું-વિનીતનું સ્વરૂપ સમજાવવાનું શરૂ કર્યું છે. આપણે જોઇ ગયા કે વિનીત સાધુ બુદ્ધઆચાર્યના પુત્રની જેમ સત્કારપૂજાને પાત્ર બને છે. પરંતુ આ વિનીત તે જ બની શકે કે જે મોક્ષાર્થી હોય. જેને મોક્ષમાં જવું હોય તેને આ સંસારમાં કશાની જરૂર ન પડે. આપણા ગુણો આપણી પાસે છે તેને પ્રગટ કરવા માટે આવરણ ખસેડવાની જરૂર છે. આ આવરણ ખસેડવા માટે વિનયનું આચરણ છે. તે કેવા પ્રકારનું છે તે જણાવવા સાથે આચાર્યભગવંતની પાસે કઈ રીતે, શેના માટે રહેવું તે આ ગાથામાં જણાવે છે. આચાર્યભગવંત ગમે ત્યારે હિતશિક્ષા આપે ત્યારે કાયમ માટે નિશાંત થઇને રહેવું. અંદરથી પણ ક્રોધ ન હોય અને બહારથી પણ ગુસ્સો ન હોય તે નિશાંત અવસ્થા છે. ગુરુભગવંત જ્યારે હિતશિક્ષા આપે ત્યારે આપણો સ્વભાવ આડો આવે તો ગુરુ આપણને કઇ રીતે હિતશિક્ષા આપે ? આપણને ગમે કે ન ગમે, પણ ગુરુ કહે છે માટે વાત સારી છે – એમ સમજીને શાંતચિત્તે સાંભળવું છે. ગુરુ પાસે હિતશિક્ષા સાંભળવા માટે રહેવાનું છે, હિતશિક્ષા આપવા માટે નહિ, આજે સમર્થ ગુરુ પાસે રહેનારા પણ ગુરુની વાત સમજવા માટે નહિ, ગુરુને પોતાની વાત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૯
૨૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #24
--------------------------------------------------------------------------
________________
સમજાવવા માટે રહે છે. ગુરુની વાત સમજવા માટે ગુરુ પાસે રહેવાનું છે તેથી નિશાંત પદ આપ્યું છે. ગુરુની વાત તે જ સાંભળી શકે અને તે જ સમજી શકે કે જે સ્વભાવથી શાંત હોય. જે સ્વભાવથી ઉધ્ધત હોય તે ગુરુને સમજી ન શકે. તે જ રીતે ગુરુને સમજાવવા નહિ તે માટે
અમુહરી’ પદ આપ્યું છે. ગુરુ આગળ બોલબોલ ન કરવું. મુખરી એટલે વાચાળ. ગુરુ પાસે વાચાળ ન બનવું, મૌન રહેવું. આપણી વાત સમજાવવી નથી માટે મૌન રહેવું છે, ગુરુની વાત સમજવી છે માટે નિશાંત બનવું છે. ગુરુની પાસે સમજવા બેઠા પછી વચ્ચે બોલબોલ ન કરવું. આજે આચાર્યભગવંત પાસે વરસોથી રહેલા અભણ રહ્યા હોય તો તે સાહેબને સમજવાને બદલે સાહેબને સમજાવવા રહ્યા માટે અભણ રહ્યા. એવું પણ બોલનારા શ્રાવકો હતા કે “સાહેબે થોડું જતું કર્યું હોત તો સાહેબ સંઘાચાર્ય થઇ શકત’ - આવાને બેસાડાય ? આચાર્યભગવંત આપણને ત્યારે જ સમજાવી શકે કે જ્યારે આપણે ગુસ્સે ન થઈએ . ગુરુ પાસે શું ભણવું એ પણ જણાવ્યું છે કે – અર્થયુક્ત એવા શાસ્ત્રનો અભ્યાસ કરવાનો, નિરર્થક શાસ્ત્રોનું વર્જન કરવું. આમ તો બધા જ ગ્રંથો કોઈને કોઇ અર્થથી યુક્ત હોય છે છતાં અહીં અર્થયુક્ત કહ્યું છે તેનો અર્થ એટલો છે કે જે મોક્ષની સાધનામાં ઉપયોગી હોય તેવા શાસ્ત્રનો અભ્યાસ કરવો. આજે તમને તો ઇતિહાસમાં રસ પડે, જનરલ નોલેજમાં રસ પડે પણ મોક્ષની ને સાધુપણાની વાતમાં રસ ન પડે ને ? આથી જ કહ્યું કે અર્થયુક્ત શાસ્ત્રોનો અભ્યાસ આચાર્યભગવંત પાસે કરવો. જ્ઞાનની જરૂર ઘણી છે અને એ જ્ઞાન ગુરુ પાસે જ મળશે. શાસ્ત્રો જાતે વાંચવાથી કદાચ શ્રુતજ્ઞાન મળે પણ મતિજ્ઞાનનો ક્ષયોપશમ માત્ર ગુરુના મુખે સાંભળવાથી જ મળે, ગુરુના વિનયથી મળે, ગુરુની કૃપાથી મળે છે. ગુરુની કિંમત પુણ્યના કારણે નહિ, જ્ઞાનના કારણે છે. આજે સાધુભગવંતની કિંમત પુણ્યના કારણે અંકાય છે કે જ્ઞાનના કારણે ? અમારી પાસે કેટલા માણસો આવે છે એ તમે જુઓ કે અમારી પાસે જ્ઞાન કેટલું છે - એ જુઓ ? તમે અમારી પાસે આવો તો અમે પુણ્યશાળી ગણાઇએ - આ જ દશા છે ૪૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ને ? તમને ખેંચવા માટે અમારે શાસ્ત્રના બદલે તમને ગમે એવી વાત કરવાની - આ તે કાંઇ રીત છે ? તમે અમારી પાસે શેને માટે આવો છો ? રોજ સાંભળવા આવો છો તે વૈરાગ્ય પામવા માટે આવો છો કે ‘આપણું ટકી રહે એ માટે આવો છો ? સાંભળવાથી કાન પવિત્ર થાય એટલું જ જોવાનું કે આત્માને પવિત્ર કરવો છે ? આટલાં વરસોથી ધર્મ કરવા છતાં કોઇ સુધારો ન થાય તો ચિંતા થવી જોઇએ ને ? પથ્થર પણ પાણીમાં પલળે તો પોચો પડે ને ? આપણે પથ્થર કરતાં પણ કઠોર છીએ કે રોજ સાંભળવા છતાં વૈરાગ્ય ન થાય ! ગુરુભગવંત પાસે જ્ઞાન મેળવવા જ રહેવાનું છે. ગુરુનું પુણ્ય પણ નથી જોઇતું, ગુરુના ભક્તો પણ નથી જોઇતા. ગુરુનું જ્ઞાન જોઇએ છે. કારણ કે જ્ઞાનથી મુક્તિ મળે છે, પુણ્યથી કે ભક્તોથી નહિ. ગુરુ પાસે સમ્યજ્ઞાન મેળવવા રહેવાનું છે. આ ભણવાની પ્રવૃત્તિ પણ રોજ કરવાની છે, કોઇ એકાદ દિવસ નહિ – તે જણાવવા માટે “સા' પદ છે. છોડને રોજ બે લોટા પાણી સીંચો તો તે લીલોછમ રહે. રોજ ન સીંચો અને દસ-પંદર દિવસે એક ડોલ ભરીને પાણી રેડો તો ચાલે ? કે છોડ સુકાઇ જાય ને પાણી નકામું જાય ? તેથી રોજ ભણવાનું કામ કરવું છે જેથી જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ ખીલતો જાય. ગુરુ પાસે ભણવું હોય તો કુતર્ક ન કરવા. કુતર્ક કરનારા તત્ત્વથી દૂર રહે છે, તત્ત્વ પામી શકતા નથી. અન્ય દર્શનકારો તર્કના યોગે ચોથી દૃષ્ટિથી આગળ ન વધી શક્યા. ચોથી દૃષ્ટિમાં કુતર્કની નિવૃત્તિ થાય છે તેથી ચોથી દૃષ્ટિ સુધી તર્કનો અવકાશ છે. પાંચમીથી શ્રદ્ધાની જરૂર પડે. પાંચમીથી આગળ તર્કને અવકાશ નથી, ત્યાં શ્રદ્ધાથી જ કામ થાય. અન્યદર્શનકારો ચોથીથી આગળ વધી શકતા નથી તેનું કારણ આ જ છે કે તેઓ તર્ક છોડી શકતા નથી. અન્યદર્શનકારોએ તર્ક કરવાને બદલે કોઇ આચાર્યભગવંતની પાસે આગમનું અધ્યયન કર્યું હોત તો તેઓ શ્રદ્ધા પામી જાત. કુતર્કને પનારે પડેલા શ્રદ્ધા પામી શકે નહિ. ચોથી દૃષ્ટિમાં કુતર્કની નિવૃત્તિ થતી હોવાથી જ તેના અંતે સમ્યગ્દર્શનની
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૩
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિ થાય છે. આચાર્યભગવંતની પાસે અનુકૂળતા ભોગવવા માટે નથી રહેવાનું, અનુકૂળતા છોડવા અને જ્ઞાન મેળવવા માટે રહેવાનું.
अणुसासिओ न कुप्पिज्जा खन्तिं सेविज्ज पंडिए । खुडेहिं सह संसग्गिं हासं कीडं च वज्जए ॥१-९॥
આ વિનય-અધ્યયનમાં પ્રસંગથી અવિનીતનું નિરૂપણ કર્યા પછી પાછું વિનીતનું સ્વરૂપ જણાવવાનું શરૂ કર્યું છે. આ સંસારથી તરવાનું સૌથી ચઢિયાતું કોઇ સાધન હોય તો તે ગુરુભગવંતની પુણ્યકૃપા છે. આ પુણ્યકુપા વિનય વિના પ્રાપ્ત થતી નથી. ગુરુભગવંત પાસે શેના માટે રહેવાનું છે તે પણ પૂર્વની ગાથાથી જણાવ્યું છે. ગુરુ પાસે ગુરુનું પુણ્ય ભોગવવા નથી રહેવાનું, ગુરુનું જ્ઞાન મેળવવા માટે રહેવું છે. સમુદાયમાં અનુકૂળતા આપવા માટે રહેવાનું છે. અનુકૂળતા લેવા માટે નહિ. જેની પાસે આપણે રહીએ છીએ તેને અનુકૂળતા આપવા માટે રહીએ કે તેની પાસેથી અનુકૂળતા મેળવવા રહીએ છીએ ? જેઓ ગુરુ પાસે જ્ઞાન મેળવવા રહ્યા હોય તેઓ ગુરુને તેમ જ ગુરુના કુળવાસને અનુકૂળતા આપ્યા વગર ન રહે. બુદ્ધપુત્ર તરીકે વિનયી શિષ્યને નવાજયો છે. પુત્ર પિતા સાથે રહે તે પિતાનો પૈસો લેવા માટે રહે કે પિતાના સંસ્કાર લેવા માટે રહે ? તેમ અમારે ત્યાં પણ આચાર્યભગવંતનું જ્ઞાન લેવા માટે રહેવાનું છે, ગુરુનું પુણ્ય ભોગવવા કે ગુરુનો વારસો લેવા માટે નહિ, આજે તમને જેમ નિયમ નથી કે બાપનો પૈસો ન લેવો, તેમ અમારે ત્યાં પણ નિયમ નથી કે ગુરુનું પુણ્ય ન ભોગવવું. ગુરુ સાથે રહીએ તો વિહારાદિમાં પણ ખાવાપીવાની કે ઊતરવાની ચિંતા નહિ - આવા આશયથી નથી રહેવાનું. આજે ગુરુકુળવાસમાં રહેનારાની પણ મનોવૃત્તિ કેવી છે એ વિચારવું છે. એમાં ય આપણે આપણી પોતાની વાત કરવી છે, બીજાની નહિ. આપણી મનોવૃત્તિને આપણે તપાસીને આપણે જાતે જ સુધારવી પડશે. આપણને પોતાને જ્ઞાનનું અર્થીપણું નથી – આ જ તો મોટી ખામી છે. એક વાર જ્ઞાનનું અર્થીપણું જાગે તો જ્ઞાની પુરુષોની કિંમત સમજાયા વિના ન રહે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
આ જ્ઞાન ગુરુ વિના નહિ જ મળે. તમે પણ કહો છો ને ? ગુરુ વિણ ઘોર અંધાર, ગુરુ પાસેથી જ જ્ઞાન મળે છે અને તે પણ વિનયથી જ મળે છે. વિનય વિના વિદ્યા ન મળે. શ્રેણિક મહારાજાનું અને માતંગ(ચાંડાળ)નું કથાનક સાંભળ્યું છે ને? એક માતંગની સ્ત્રીને ગર્ભવતી હોવાથી અકાળે આંબાનો દોહદ જાગ્યો. તે માતંગ પાસે અવનામિની વિદ્યા હતી. તેનાથી શ્રેણિક મહારાજાના બગીચામાં રહેલાં છયે ઋતુનાં ફળોમાંથી કેરીના વૃક્ષને બગીચાની બહાર ઊભા ઊભા નમાવીને તેના ઉપરથી આંબાનું ફળ લઇ પત્નીનો દોહદ પૂરો કરતો. એક વાર અભયકુમારે આ ચોરને બુદ્ધિથી પકડી પાડ્યો. રાજાએ તેને કાયદા પ્રમાણે ફાંસીની સજા ફરમાવી. અભયકુમારે કહ્યું કે આપણે એની પાસેથી વિદ્યા શીખી લઇએ. શ્રેણિક મહારાજાએ એ પ્રમાણે વિદ્યા લેવાની શરૂઆત કરી. શ્રેણિકમહારાજા સિંહાસન ઉપર બેઠા હતા, માતંગ નીચે બેઠો હતો. ઘણી વાર વિદ્યા આપવા છતાં રાજાને વિદ્યા ચઢતી જ નથી. અભયકુમારે કહ્યું, રાજન ! આપ ઉપર બેઠા છો, આ નીચે બેઠો છે – એ અવિનય છે. તેનાથી વિદ્યા ન ચઢે. આપ નીચે બેસો અને માતંગને સિંહાસન ઉપર બેસાડો, તો વિદ્યા ચડશે. શ્રેણિકમહારાજાએ પણ એ પ્રમાણે કર્યું તો એક જ વારમાં વિદ્યા આવડી ગઇ. મગધના સમ્રાટ શ્રેણિક મહારાજાને પણ વિનય શિખવાડે એવા અભયકુમાર આ ભગવાનના શાસનમાં હતા. વિદ્યા લઇને શ્રેણિકમહારાજાએ માતંગને ફાંસીએ ચડાવવા કહ્યું. તરત અભયકુમારે કહ્યું કે, ‘રાજનું ! આ આપણો વિદ્યાગુરુ થયો, તેને ફાંસીએ ન ચડાવાય.' ગુરુને શિક્ષા તો ન જ કરાય, ગુરુના દોષ પણ ન બોલાય. શ્રેણિકમહારાજાએ માતંગને છોડી મૂક્યો. આ તો અમારે ત્યાં એક બાજુ ‘ગુરુ' કહે અને બીજી બાજુ ગુરુના દોષ ગાય, નિંદા કરે ! સ0 ગુરુમાં દોષ દેખાય તો બોલે !
શું વાત કરો છો ? ગુરુના દોષ દેખાય તોપણ બોલવાના ન હોય, છુપાવવાના હોય. શાસ્ત્રમાં કહ્યું છે કે ગુરુના દોષો છાવરે તેનું નામ છાત્ર. સંસ્કૃતમાં કહ્યું છે છાત ગુરુછિદ્રાન્ રૂત્તિ છત્ર: ગુરુનાં છિદ્રો જે ઢાંકે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૨
Page #26
--------------------------------------------------------------------------
________________
તેને છાત્ર કહેવાય. દોષો ગુરુના તો શું, કોઇના પણ ગાવાના નથી. સામાન્ય માણસની પણ નિંદા ન કરવાની હોય તો ઉપકારી એવા વડીલજનોની નિંદા તો કોઇ સંયોગોમાં ન કરાય. દોષ ગાવાના કારણે દોષ આપણામાં આવે, ગુણ ગાવાના કારણે ગુણ આપણામાં આવે છે. આપણે ગુણ-દોષ જોવાના બદલે ભગવાનનું વચન જોઇને ચાલવા માંડવું છે.
ગુરુ પાસે જ્ઞાન મેળવવા માટે જયારે પણ જઇએ ત્યારે ગુરુ અનુશાસન કરે તો ગુસ્સો ન કરવો : એમ આચાર્યભગવંત આપણને ફ૨માવે છે. કારણ કે ભણાવનાર માણસ ભણાવવા બેસે ત્યારે ભણનાર પ્રમાદ કરે તો ગુસ્સો કરવો પડે ને ? ગુરુભગવંત ભણાવશે ત્યારે અનુશાસન કરશે જ – એ પ્રમાણે સમજીને જ આવી હિતશિક્ષા આપી છે. ગુરુભગવંત કઠોર અનુશાસન કરે ત્યારે પણ ગુસ્સો ન કરવો. સ0 અનાદિનો સ્વભાવ પડી ગયો હોય તો ગુસ્સો આવી જાય.
આવી જાય તોપણ કરવો નથી. ધીમે ચાલવાનો સ્વભાવ હોય અને આગ લાગે તો સ્વભાવ જાય ને ? તો ગુસ્સાનો સ્વભાવ પણ જાય. ગુસ્સાના સ્વભાવવાળાને એક વાર હૃદયરોગનો હુમલો આવે તો ગુસ્સાનો સ્વભાવ કાબૂમાં આવે ને ? સંસાર દાવાનળજેવો લાગે તો દુષ્ટ સ્વભાવ પણ બદલાતાં વાર ન લાગે. એક કાકાએ વ્યાખ્યાનમાં ગુસ્સાની ભયંકરતા સાંભળીને ગુસ્સો ન કરવાનો નિયમ લીધો હતો. એ વાતની ભત્રીજાને ખબર પડી એટલે એણે કાકાની પરીક્ષા માટે જમણવારનો પ્રસંગ ગોઠવ્યો, કાકા સિવાય બધાને ઘેર જઇને આમંત્રણ આપ્યું. કાકીએ ના પાડવા છતાં કાકા તો ઘરનો જ પ્રસંગ છે માટે આમંત્રણ ન હોય એમ કહીને જમણવારમાં પહોંચી ગયા. ત્યાં ગયા પછી ભત્રીજો સામે ય જોતો નથી, આવકાર આપતો નથી, વગર આવકારે આવી ગયા તોપણ જમવા બેસાડતો નથી, જાતે જમવા બેસી ગયા તોય પીરસતો નથી. કાકી ઇશારાથી ના પાડ્યા કરે છે અને કાકા તો ઘરનો પ્રસંગ સમજીને ગુસ્સો કર્યા વિના જાતે થાળી પીરસવા ઊઠ્યા. કાકાને આ નિમિત્તો કેવાં મળ્યાં હતાં ? ભલભલાને ગુસ્સો આવે એવાં ને ? નિમિત્તો તો મળે , આપણે ટાળવાં પડે. છેવટે ભત્રીજાએ
કાકાના પગમાં પડીને માફી માંગી કે આપની પરીક્ષા માટે આ બધું નાટક હતું. કાકા પરીક્ષામાં પાસ થયા. આપણી પરીક્ષા કોઇ કરે તો ? ગુસ્સો ખરાબ લાગે, નુકસાનકારક લાગે તો કાઢતાં વાર ન લાગે. શિષ્યને જ્ઞાન આપવું હોય તો તે પ્રમાદ કરે નહિ તેની કાળજી તો રાખવી પડે. શિષ્યના પ્રમાદને દૂર કરવા ગુસ્સો-કડકાઇ કરવી પડે. તેવા વખતે સામે ગુસ્સો ન કરાય. અનુશાસન જેવી, ખરાબમાં ખરાબ લાગે એવી ચીજ બીજી એકે નહિ હોય પણ સાથે ઉપયોગીમાં ઉપયોગી પણ આ જ ચીજ છે. જો ગુરુ અનુશાસન ન કરે તો ગુરુ ભણાવવાના બદલે વેઠ ઉતારે છે – એમ માનવું પડે. વિનયી શિષ્યને ગુરુની હિતશિક્ષા ન મળે તો દુ:ખ થાય કે મને આટલો અયોગ્ય કેમ ધારી લીધો ?” સ0 એટલે ગુરુ પાસે વાત્સલ્યની અપેક્ષા ન રખાય ?
વાત્સલ્ય જ જોઇતું હોય તેણે સાધુ ન થવું. ઘરમાં પત્ની તથા માતા વગેરે વાત્સલ્ય આપનારા હતા જ. તેમનું વાત્સલ્ય છોડીને આવ્યા પછી અહીં તેની અપેક્ષા શા માટે રાખવી ? ઘરમાં તો લગભગ વાત્સલ્યનું પૂર એટલું વહે છે કે તમે એમાં તણાઇ જાઓ. ઘરમાં જે નથી મળતું તે લેવા માટે અહીં આવવાનું. પંપાળીને મોક્ષમાર્ગે ન ચડાવાય. શિષ્યની ભૂલ સુધરે – એવો માર્ગ કડકાઇથી પણ બતાવવો પડે. ગુરુ પાસે ભણતી વખતે ગુરુ ઠપકો આપે કે ધ્યાન નથી આપતા, ત્યારે એવું ન કહેવું કે
હું તો ધ્યાનથી સાંભળું છું” આવું બોલવું એ અવિનય છે. સ0 ખોટી ભૂલ બતાવે તોય સ્વીકારી લેવાની ?
એમાં પૂછવાનું? આની કબૂલાત તો અભુઢિઓ ખામતી વખતે કરેલી જ છે. ‘તુર્ભે જાણહ અહં ન જાણામિ' બોલો છો - એનો અર્થ શું ? આપણી દૃષ્ટિએ જે ભૂલ ન હોય અને ગુરુની દૃષ્ટિએ ભૂલ થઈ હોય તેનું પણ મિચ્છામિ દુક્કડ આપવાની વાત ત્યાં છે. તેથી ગુરુ ભૂલ ન હોવા છતાં બતાવે તો સ્વીકારી લેવી, ગુસ્સો ન કરવો. હવે જણાવે છે કે ગુસ્સો ન કરવો તો શું કરવું ? તો કહે છે કે ગુસ્સો તો ન કરવો સાથે ઉપેક્ષા પણે ન કરવી પરંતુ ક્ષમા ધારણ કરવી. મારા ગુરુમહારાજ કહેતા હતા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪પ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #27
--------------------------------------------------------------------------
________________
કે - તમારું પાકીટ પડી ગયું હોય ને કોઇ એમ કહે કે “એ અક્કલના ઓથમીર ! તારું પાકીટ પડી ગયું છે, જરા જો તો ખરો !' તો તેવા વખતે પ્રેમથી તેની વાત સ્વીકારીને હસતાં હસતાં પાકીટ ઉપાડી લો ને ? ત્યાં એવું કહેવા ન બેસો ને કે– ભૂલ બતાવવાની, પણ “હે વત્સ, હે ભાઈ’ એમ પ્રેમથી કહીને બતાવવાની... જ્યારે અહીં જો ગુરુ અનુશાસન કરે તો ‘પ્રેમથી કહેવું જોઇએ', એવી શિખામણ આપનારા મળે ને ? સ0 ત્યાં તો હિત સમાયેલું છે - એમ લાગે છે.
તો ગુરુના કઠોર વચનમાં પણ આપણા આત્માનું હિત જ સમાયેલું છે. માટે ક્ષમા ધારણ કરવી છે. અહીં જણાવે છે કે જે ગુરુના કઠોર વચન સહન કરે છે તે જ પંડિત છે. જે સહન ન કરે તે મૂરખ છે. જ્ઞાન કે પંડિતાઇની જરૂર સહન કરવા માટે જ છે. જે ગુરુનું સહન ન કરે તે મૂરખનો જામ છે.
व्याख्यानश्रवणं जिनालयगतिर्नित्यं गुरोर्वन्दनम्, प्रत्याख्यानविधानमागमगिरा चित्ते व्यवस्थापनम् । कल्पाऽऽकर्णनमात्मशक्तितपसा संवत्सराराधनम्, श्राद्धैः श्लाध्यतपोधनादिति फलं लभ्यं चतुर्मासके ।
અનંતોપકારી શ્રી અરિહંતપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિઓએ ધર્મનો મહિમા અનેક રીતે બતાવ્યો છે. ચોવીસ કલાક જેઓ ભગવાનની આજ્ઞા મુજબ અપ્રમત્તપણે આરાધના કરે છે તેના માટે ચાતુર્માસિક પર્વની કોઇ વિશેષતા નથી. જ્યારે જેઓ ત્રણસો સાઇઠ દિવસ ધર્મ કરી શકતા નથી તેના માટે આ ચાતુર્માસિક પર્વની આરાધના છે. આ આરાધનાના દિવસો છે પરંતુ વિરાધનાથી અટક્યા વિના આરાધના થતી નથી. આથી જ ચાતુમાસિક પર્વમાં શ્રાવકોને જે જે ફળોની પ્રાપ્તિ થાય છે તે ફળમાં વિરતિની ક્રિયા મુખ્યપણે બતાવી છે. વિરતિધર્મનું ચોવીસે ય કલાક આરાધન કરી શકીએ એવું સંઘયણબળ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
કે મનોબળ ન હોય, આગળ વધીને સત્ત્વ ન હોય, ભાવના ન હોય એમ માની લઇએ, પણ વિરતિધર્મનું મહત્ત્વ સમજાય તો ખરું ને ? ચોમાસામાં વરસાદના દિવસો છે. તો વરસાદ આવવા પહેલાં જ તમે છત્રી-રેઇનકોટ ખરીદી લો ને ? શા માટે? પલળી ન જવાય માટે ને? આપણે વરસાદમાં પલળી ન જવાય એની ચિંતા કરીએ, જ્યારે શાસ્ત્રકારોએ આપણે વરસાદના કારણે વિરાધના ન કરી બેસીએ - એની ચિંતા કરી છે. સાધુભગવંત વિરાધનાથી બચવા એક સ્થાને રહી જતા હોવાથી આપણને આરાધનાની તક મળે તે આપણે ઝડપી લેવી છે. આ ચાતુર્માસનું સૌથી પહેલું ફળ શ્રાવકો માટે જિનવાણીનું શ્રવણ છે. શાસ્ત્ર જે વાત સૌથી પહેલી જણાવે છે તે આપણે સૌથી છેલ્લે કરીએ ને ? વ્યાખ્યાન સાંભળવાનું સૌથી પહેલાં જણાવ્યું છે – આપણે બધું કામ પતાવીને પછી વ્યાખ્યાનમાં જઇએ કે બધું પડતું મૂકીને જઇએ ? પહેલાના કાળમાં શ્રાવકો આગળ જુદું વ્યાખ્યાન વંચાતું ન હતું, સાધુસાધ્વી માટે વાચના ચાલુ હોય તેમાં જ શ્રાવકો જઈ બેસતા. પરંતુ પાછળથી આ વાચનાઓ બંધ થવા માંડી તેથી શ્રાવકો આગળ વ્યાખ્યાન વાંચવાનું શરૂ થયું. હવે કુદરતી વાંચન શરૂ થયું જ છે તો આપણે તેના લાભથી વંચિત નથી રહેવું. જિનવાણીનું શ્રવણ આ ચોમાસામાં નિયમિતપણે કરવું છે – આટલો નિયમ લેવો છે ને ? ઘણા લોકો ચોવિહારનો, સામાયિકનો નિયમ લેવા આવ્યા, પણ આ | જિનવાણીનું શ્રવણ કરવાનો નિયમ લેવા કોઇ આવ્યું નથી, આજે આટલો નિયમ લેવો છે કે વ્યાખ્યાને સાંભળ્યા વિના નથી રહેવું. શ્રીકૃષ્ણમહારાજા તથા કુમારપાળમહારાજા જેવાને ચોમાસામાં બહાર ન જવાનો નિયમ હતો. છતાં પ્રતિક્રમણ કે વ્યાખ્યાન માટે પાંચ માઇલ જવાની છૂટ હતી. વ્યાખ્યાન સાંભળવાના કારણે આપણા જીવનની દિશા બદલાઇ જાય, ધર્મ માટેની યોગ્યતા પ્રગટે અને જે ધર્મ પામ્યા હોઇએ તેને સ્થિર કરવાનો, વિશુદ્ધ બનાવવાનો ઉપાય મળે. આજે આપણને ગમે તેટલો વરસાદ પડે તોપણ બજારમાં જવાનો નિયમ છે ને ? કેમ ? પૈસા ઓછા પડે છે માટે કે પૈસા ઓછા લાગે છે માટે ? પૈસા કમાવા બજારમાં જવાય તો ધર્મ પામવા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૭
૪૬
Page #28
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાનમાં ન જવું પડે? વ્યાખ્યાનના કારણે ભગવાનના વચનનો પરિચય થાય અને આપણું જીવન સુધરી જાય.
બીજા ફળ તરીકે પરમાત્માનું દર્શન-પૂજન જણાવ્યું છે. ભગવાનના દર્શનથી આપણા પાપનો નાશ થાય છે. માટે જ તો ભગવાનનું દર્શન કરવાનું જણાવ્યું છે. તેમ જ સાથે ગુરુનું વંદન કરવાનું ફળ પણ ત્રીજા ક્રમ પ્રાપ્ત થાય છે. આ બધો ધર્મ કરવાનો ઉલ્લાસ જાગે કે ન જાગે, કર્યા વિના નથી રહેવું. સ) ઉલ્લાસ વિના શું પરિણામ પામે ?
ઉલ્લાસ નથી માટે ખાવું નથી – એવું વિચારો તો ભૂખે મરવાનો વખત આવે ને ? ખાધા પછી પચે કે પચ્યા પછી ખાવાનું ? ખાઓ જ નહિ તો પચે ક્યાંથી ? તેમ ધર્મ કરો પછી પરિણામ પામશે ને ? ધર્મ કરવા માટે ઉલ્લાસની રાહ જોતા બેસીએ તો ક્યારેય ધર્મ કરી નહિ શકો. સ0 ધર્મ નહિ કરીએ તો લોકમાં નાસ્તિક લાગીશું, પૈસા નહિ ખરચીએ
તો લોકો લોભિયા કહેશે એમ લોકસંજ્ઞાથી ધર્મ કરતા હોઇએ તો ન કરવો ?
લોકસંજ્ઞાથી ધર્મ નથી કરવો. પરંતુ એનો અર્થ એ નથી કે ધર્મ કરવાનું બંધ કરવું. ધર્મની ક્રિયા ચાલુ રાખવી છે, પણ એમાંથી લોકસંજ્ઞાનો આશય કાઢી નાંખવો છે. લોકો આપણને સારા માને કે ન માને, આપણે સારા થવું છે માટે ધર્મ કરવો છે. અત્યાર સુધી આ કશું વિચાર્યું નથી, પણ હવે તો જવાના દિવસો આવ્યા, વિચારવું તો પડશે ને ? લોકોને બતાવવા માટે અત્યાર સુધી ધર્મ કર્યો હવે ધર્મ પામવા માટે ધર્મ કરવો છે. સંસારમાં રહ્યા છીએ માટે પાપ કરીએ છીએ – એવું બોલવાના બદલે સંસાર છોડ્યો નથી માટે પાપ કરવું પડે છે – એટલું વિચારવું જોઇએ. બહેનો રસોડામાં અને ભાઇઓ ઓફિસમાં એમ વિચારે કે આઠમા વરસે દીક્ષા ન લીધી માટે આ પાપ કરવું પડે છે - તો બંન્ને નિર્જરા સાધે. આપણે ભગવાનનું માનતા નથી એ મોટામાં મોટું પાપ છે. સાચું કહો કે દીક્ષા લીધી તેમણે ભૂલ કરી કે દીક્ષા લીધી નથી તેમણે ? ૪૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ભગવાન આપણા તારક છે, એ તારકના દર્શનમાત્રથી પણ આપણે તરી જઇએ છીએ. તેથી ભગવાનના દર્શન પાપના નાશ માટે કરવા છે. આરાધનાના દિવસો વારંવાર નથી આવતા, તેથી ઉલ્લાસની રાહ જોયા વિના એ આરાધના એકાંતે તારક છે એમ સમજીને તક ઝડપી લેવી છે.
આ દિવસોમાં આરંભનું પરિવર્જન કરવાનું જણાવ્યું છે. આપણને પાપ સાથેનો ધર્મ ફાવે છે. શાસ્ત્રકારો કહે છે કે ધર્મ આરંભના ત્યાગપૂર્વક કરવાનો છે. પાપના ત્યાગપૂર્વક કરેલો નાનો પણ ધર્મ તારક બન્યા વિના ન રહે. આ જ રીતે ગુરુમુખે પચ્ચખ્ખાણ કરવાનો લાભ આ ચોમાસામાં મળે છે. સ0 જાતે પચ્ચખ્ખાણ લઇએ કે ગુરુ પાસે લઇએ – પચ્ચખ્ખાણ તો
એક જ છે ને ?
ગુરુ પાસે પચ્ચખ્ખાણ લેવાથી ગુરુના વચનનું બળ મળે, તેમની પ્રેરણા તથા આલંબન મળે. આપણે શક્તિ ગોપવતા હોઇએ તો ગુરુ પ્રેરણા કરે તો પચ્ચખાણમાં આગળ વધી શકાય ને ? જાતે રસોઇ કરીએ ને રસોઇઓ રસોઇ કરે બેમાં ફરક પડે ને ? જાતે કામ કરીએ અને જાણકાર પાસે કરાવીએ તો ફરક પડે ને ? તો આવો વિચાર શા માટે કરો છો ? પાપનું વર્જન કરવા માટે પચ્ચખાણ લેવાનું છે.
પચ્ચખાણ બાદ જણાવે છે કે આગમના પદાર્થો, આગમની આજ્ઞા આ રીતે ચિત્તમાં સ્થાપિત કરાય છે. ત્યાર બાદ કલ્પસૂત્રનું વાંચન આ ચાતુર્માસિક પર્વમાં થાય છે. આ પણ મહત્ત્વનું ફળ છે. અંતે જણાવે છે કે શક્તિ મુજબ તપની આરાધના કરવા દ્વારા સંવત્સરીની આરાધના કરવી. આગમની વાતો હૈયામાં સ્થિર કરીએ તો ગુણોનો લાભ થયા વિના ન રહે. તપની આરાધના માટે જેટલી શક્તિ હોય તેટલી ખર્ચા નાંખવી છે. માસક્ષમણની શક્તિ હોય તો તેનાથી ઓછો તપ નથી કરવો. અત્યારે શરીરની જેટલી શક્તિ બચાવીશું તે શક્તિ સ્મશાનમાં બાળવા જ કામ લાગશે. શરીર કસીને આરાધના કરી લેવી છે. તમે શરીર તો ઘણું કસો છો ને ? આ દિવસોમાં ઘણા લોકો મોટી મોટી તપસ્યાઓ કરશે, પૈસો શ્રેષ્ઠ છે કે શરીર શ્રેષ્ઠ છે ? પૈસા કરતાં શરીર શ્રેષ્ઠ હોવા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #29
--------------------------------------------------------------------------
________________
છતાં શરીર જો ઘસી શકાતું હોય તો પૈસો ખર્ચતાં વાર લાગે ? જાહેરમાં આટલી ટીપ શા માટે કરવી પડે ? સમર્થ લોકો પોતે જ કહી દે કે જેટલી જરૂર છે – તે હું પૂરી કરી દઇશ. કાર્યકર્તાઓને લોકોને લાભ લેવા માટે વિનંતિ કરવી પડે એમાં આપણી શોભા છે? ઉપરથી આપણે જ લાભ આપવાની વિનંતિ કરવી જોઇએ. આજે શક્તિ છે ને અવસર છે તો લાભ લઈ લેવો છે. ભવિષ્યમાં આપત્તિ માટે સંઘરી રાખીશું તો નસીબજોગે સંઘરેલું પણ નાશ પામશે. માટે નસીબ રૂઠે ત્યારે કામ લાગશે એમ સમજીને સંચય પણ કરવો નથી. ભોજરાજા અને તેના મંત્રીશ્વરની આવી જ ચર્ચા થયેલી. રોજ નવો શ્લોક બનાવનાર કવિને રાજા લાખ સુવર્ણમુદ્રા આપતો હતો તેથી ભંડાર ખાલી થશે એવી ચિંતાથી મંત્રીએ આપત્તિ માટે ધનની રક્ષા કરવાનું જણાવ્યું. રાજા કહે પુણ્યશાળીને આપત્તિ કેવી ? મંત્રી કહે નસીબ રૂઠશે તો ? રાજા કહે – ભાગ્ય રૂઠી જશે તો ભેગું કરેલું પણ કામ લાગશે – એની ખાતરી ખરી ? એ ય નાશ પામશે. આમેય નાશ પામવાનું હોય, મૂકીને જવાનું હોય તો ખર્ચીને કેમ ન જવું ? આ ચાતુર્માસમાં જે સાત ફળ બતાવ્યાં છે તેની સાથે ધનની મૂર્છા ઉતારવાનો અવસર મળે છે – આ ય આઠમું ફળ ઉપલક્ષણથી યાદ રાખવું.
છે. આજે આપણને કર્મ નડે છે એના કરતાં વધારે તૃષ્ણા નડે છે. તૃષ્ણા નડે છે માટે જ કર્મ નડે છે. જેની તૃષ્ણા મરી જાય તેને કર્મ નડવાનું કોઇ કારણ નથી. તમે તમારા સંસારમાં જે મંડાણ કર્યું છે તે તૃષ્ણાનો જ પ્રભાવ છે ને ? પહેલાં કેટલું જો ઇતું હતું, હવે કેટલું જોઇએ છે ? સ0 અમને તો અમારો પ્રોગ્રેસ લાગે છે. - તમે જેને પ્રોગ્રેસ કહો છો એને શાસ્ત્રકારો તૃષ્ણા કહે છે. આ સંસાર જે લીલોછમ કર્યો છે એ તૃષ્ણાનો વિલાસ છે. અમારે ત્યાં પણ જ્ઞાની આરામ કરવાનું આયોજન કરે છે. શરૂઆતમાં ભણીગણીને તૈયાર થઇ જઇએ, બે-ચાર શિષ્ય-શિષ્યા થઇ જાય એટલે ભયો ભયો. પછી તો જાણે આરામ કરવાના દિવસો આવ્યા હોય તેમ વર્તે. શિષ્યો પણ ગુરુને અધ્યાપન માટે અપ્રમત્ત રાખવાના બદલે સુવાડવાનું કામ કરે. તે લોકો એવું ગોઠવીને બોલે કે “આપ તો પ્રમાદમાં પણ નિર્જરા સાધશો'... આપણને પણ લાગે કે પુયોદય વધ્યો. પાંચ મહાવ્રત પાળવાના બદલે પાંચ પ્રકારના પ્રમાદ કરવાનો પરવાનો લેવો તેનું નામ તૃષ્ણા. આપણો સંતોષ પણ તૃષ્ણાના ઘરનો છે ને ? તમારે નવું નથી જોઇતું પણ સાથે જે છે - એ છોડવું નથી : આ જ તમારો સંતોષ છે ને ? શાસ્ત્ર કહે છે કે નવું તો જોઇતું નથી, જે છે એ પણ જતું રહે તો ચિંતા નથી તેનું નામ સંતોષ. સ૦ જે છે એ જતું રહે તો જીવવું કઇ રીતે ?
આપણે સંસારમાં જીવવું જ નથી, સાધુ થઇ જવું છે. સાધુપણામાં જ જીવવાનું બને છે, ગૃહસ્થપણામાં તો મરવાનું જ છે - એમ સમજે . જીવન તો સાધુપણામાં જ છે, ગૃહસ્થપણાનું તે કાંઇ જીવન છે ? જયાં ધર્મ બિલકુલ થાય નહિ અને પાપ પૂરેપૂરું કરવાનું : આ જ ગૃહસ્થપણું છે ને ? જયારે સાધુપણામાં પાપ બિલકુલ નહિ કરવાનું અને ધર્મ પૂરેપૂરો કરવા મળે એવું સાધુપણું છે. આ સંસારમાં સારું કશું જ નથી, છતાં સારું લાગે છે એ તૃષ્ણાનો પ્રભાવ છે. મોસંબીનો રસ તાજામાં તાજો મળ્યો હોય, મોઢે માંડવાની તૈયારી હોય, એટલામાં કોઇ જો આવીને કહે કે, ‘ઊભા રહો - એ એંઠો છે' તો પીવાની તૃષ્ણા મરી જાય ને ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
अशेषदोषजननी निःशेषगुणघातिनी । आत्मीयग्रहमोक्षेण तृष्णाऽपि विनिवर्त्तते ॥
- શારવાર્તાસમુચ્ચય શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના વ્યાખ્યાન ચાલુ હોવા છતાં આપણે ત્રણ દિવસ માટે આ શ્લોક ઉપર વિચારણા કરવી છે. કારણ કે ચોમાસીની અઢી દિવસની અસજઝાય હોવાથી શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનું વ્યાખ્યાન વાંચવાનું નથી. આપણે આ સંસારમાં રહ્યા છીએ તે સંસાર સારો છે માટે નહિ, સંસાર પ્રત્યે તૃષ્ણા છે માટે સંસારમાં રહ્યા છીએ - બરાબર ને? આથી જ શ્રી શાસ્ત્રવાર્તાસમુચ્ચય નામના ગ્રંથમાં તૃષ્ણાનું સ્વરૂપ જણાવ્યું
પ૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #30
--------------------------------------------------------------------------
________________
સ0 એટલે સંસાર આખો એંઠો છે - એમ ?
એમાં કોઈ બે મત જ નથી. જે નાંખી દેવાની ચીજ છે એને લઇએ તો એંઠું જ લીધું ને ? જે પુગલો બીજાએ ભોગવેલાં છે તે આપણે ભોગવીએ તો એંઠું ભોગવીએ છીએ – એમ જ કહેવાય ને ? સ, અહીં હા, હા કરીએ, પણ બહાર તો ખુશખુશાલ જ હોઇએ !
એનું કારણ પણ આ તૃષ્ણા જ છે. ઘરના લોકો તમને પ્રેમથી રાખે છે ? રોજ અપમાન કરે છે છતાં તમે નભાવો છો. કારણ કે તૃષ્ણા પડી છે, જવાના ક્યાં ? ખરાબ ચલાવવાની જે ટેવ પડી છે, એ કળા તમારી પાસે છે, માટે તો સંસારમાં રહી શકો છો. છોકરો વિચિત્ર સ્વભાવવાળો છે એમ જાણવા છતાં તેને છોડી નથી શકતા. કારણ કે છોકરો “મારો’ છે. સંસ્કૃતમાં પણ કહેવત છે કે વિષવૃક્ષમfપ સંવર્ણ સ્વયે છતુમસામૃતમ્ પોતે જાતે ઉગાડેલું વૃક્ષ વિષવૃક્ષ હોવા છતાં પોતે ઉગાડેલું છે માટે જ તો તેને છેદી શકતા નથી. આ સંસારમાં પણ જન્મ-મરણની પીડા પડી છે છતાં મમત્વના કારણે, તૃષ્ણાના કારણે સંસારમાં રહ્યા છીએ ને ? શાસ્ત્રકારો કહે છે કે આ તૃષ્ણા સમસ્ત દોષોની જનની એટલે માતા છે. આ સંસારમાં જેટલું પણ ખરાબ છે તે બધું જ તૃષ્ણાના કારણે છે. અઢારે અઢાર દોષ, અઢારે ય પ્રકારનાં પાપ આ તૃણાના કારણે જ ફૂલ્યાફાલ્યાં છે. આ સંસારનો જેટલો પણ પુરુષાર્થ છે એ બધો જ તૃષ્ણાનો પ્રભાવ છે. આપણો સંસાર કર્મના યોગે નહિ, તૃષ્ણાના યોગે જ ચાલે છે. લોભ એ પણ તૃષ્ણાનું કાર્ય છે. ભગવાને દેશનામાં કહ્યું કે ‘નારી નરકની દીવડી, દુર્ગતિની દાતારો રે’ ત્યારે ધન્ના કાકંદીએ તે માની લીધું, તેમણે એમ વિચાર ન કર્યો કે – “આ તો ભગવાને સામાન્યથી કહ્યું છે, મારી પત્નીઓ એવી નથી'... તેમણે તો ઘરે આવીને માતા પાસે દીક્ષાની રજા માંગી, તૃષ્ણા છોડવાનું કામ ક્ષણવારનું છે, સમજતાં વાર લાગે છે.
તૃષ્ણા જેમ સમસ્ત દોષને જન્મ આપે છે તેમ આવેલા ગુણોનો ઘાત કરવાનું કામ પણ આ તૃષ્ણા જ કરે છે. આથી જ બીજા પદમાં લખ્યું છે - નિ:પશુપતિની સારામાં સારા ગુણો પ્રાપ્ત કર્યા પછી પણ પર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
જેઓ તૃષ્ણાને આધીન બને, તેઓના સમસ્ત ગુણોનો ઘાત થાય છે. ચૌદપૂર્વધરો પણ સ્વાધ્યાય ન કરે, નિદ્રાવિકથા વગેરેનો પ્રમાદ કરે તો ત્યાંથી મિથ્યાત્વગુણસ્થાનકે જઇને નિગોદમાં જાય છે. સ, આટલા પ્રમાદની આટલી મોટી સજા ?
એક ક્ષણવાર માટે ઝોકું આવે તો કરોડ રૂપિયા જતા રહે ને ? કરોડ શું ? દસ કરોડ પણ જાય ને ? દસ કરોડ જવા માટે દસ ઝોકા ખાવાની જરૂર નહિ ને ? નાની ભૂલ પણ ઘણું મોટું નુકસાન સર્જે છે. ગાડી ચલાવનારને એક ઝોકામાં મોત આવે ને ? સાધુપણામાં સ્વાધ્યાય ફરજિયાત છે. જો સ્વાધ્યાય કરવામાં ન આવે તો ચૌદ પૂર્વ જેટલું અધ્યયન કરેલું હોવા છતાં ભુલાઇ જાય. સ0 ચૌદપૂર્વધરને પણ સ્વાધ્યાય કરવો પડે ?
તમારે ત્યાં અબજો પતિને પણ એકાઉન્ટ રાખવો પડે ને ? નહિ તો બધી અંધાધુંધી થઇ જાય ને ? જેને જ્ઞાનનો પ્રેમ હોય તે ગપ્પાં ન મારી શકે. પાકે દિ વિનાશ: I એમ કહ્યું છે. જો પાઠ-સ્વાધ્યાય કરવામાં ન આવે તો આવેલી વિદ્યા પણ નાશ પામે છે. જે પરાવના ન કરે તેના વાચના-પૃચ્છના સ્વાધ્યાય નકામા જાય છે. આ પરાવર્તના કરતાં કોઇ રોકતું હોય તો તે સુખશીલતારૂપ તૃષ્ણા જ છે.
દરેક ધર્માત્માને ધર્મની સાધનામાં કઇ વસ્તુ નડતરરૂપ બને છે તે બતાવવા સાથે તેને દૂર કરવાનો ઉપાય પણ શાસ્ત્રકારોએ બતાવ્યો છે : આ જૈનદર્શનકારોની વિશેષતા છે. અહીં કોઇ પણ અધકચરી વાત રાખી નથી. આપણે માત્ર આ તૃષ્ણાની નડતરને સમજીને તેને દૂર કરવાનો વિચાર કરી લેવો છે. આ સંસારમાં જેટલા પણ દોષો છે એ બધા જ રાગ, દ્વેષ, મોહમાં સમાઇ જાય છે. જેમ શરીરના બધા રોગો વાત, પિત્ત અને કફમાં સમાય છે, તેમ આત્માના બધા જ દોષો રાગદ્વેષમોહમાં સમાય છે. કોઇનો સ્વભાવ બરાબર ન હોય, કોઇને સુખની લાલચ નડતી હોય, કોઇને દુઃખ ઉપર નફરત હોય... આ બધા દોષોના મૂળમાં રાગદ્વેષમોહ પડેલા છે. આ ત્રણે દોષોને જિવાડનાર તૃષ્ણા છે. ઘણા લોકો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #31
--------------------------------------------------------------------------
________________
એવા હોય કે તેમને બીજું દુ:ખ સહન થઇ જતું હોય, પણ એમને કોઇ બોલાવે નહિ – એનું દુઃખ બહુ લાગે. આ પણ માનસન્માનની અપેક્ષા જ છે ને ? જેને તૃષ્ણા ન હોય તેને રાગ પણ ન નડે, દ્વેષ પણ ન નડે અને અજ્ઞાન પણ ન નડે. આજે અજ્ઞાન પણ તૃષ્ણાના કારણે નડે છે. જેને આ સંસારનું કશું જો ઇતું નથી એ જ ખરો જ્ઞાની છે. એક ભાઇને બીજું બધું સારું હતું. છોકરા સાથે ન હતા, પણ બીજી બધી જ વ્યવસ્થા હતી. જયારે જ્યાં જવું હોય ત્યાં લઇ જવા ડ્રાઇવર તૈયાર હતો. છતાં એ ભાઇ અમારી આગળ એક જ ફરિયાદ કરે કે “સાહેબ ! પહેલાં હું જતો હતો ત્યારે લોકો શેઠ શેઠ કહીને બોલાવતા, ગાડી ઊભી રાખતા. આજે તો મને કોઇ બોલાવતું નથી.' આપણે એમને કહેવું પડે કે ‘ભાઇ ! આપણે શેઠ હતા, છીએ નહિ : એટલું હવે યાદ રાખજો . અંતે સમાધિ તો આ રીતે જ અપાય ને ? સુખ આપીને સમાધિ ન અપાય, સુખની ઇચ્છા છોડાવીને જ સમાધિ આપી શકાય. આ તો અસાધ્ય રોગ આવ્યા પછી અમને પૂછવા આવે કે હવે શું આરાધના કરું ? આપણે કહેવું પડે કે સાજા હતા ત્યારે પૂછવા ન આવ્યા, હવે શું કહેવું ? સ0 દુ:ખ આવ્યા પછી આરાધના ન થાય ?
થાય. પણ પછી દુઃખ સમતાથી વેઠી લેવું એ જ આરાધના. રોગમાં ભગવાનનાં દર્શન ન થાય, સામાયિકપ્રતિક્રમણ ન થાય તો ચિંતા કરવાની જરૂર નથી. જે દુઃખ આવે તે હાયવોય કર્યા વિના ભોગવી લેવું આ પણ એક આરાધના જ છે. નરકના જીવો સકામનિર્જરા કરે છે તે દુઃખ સમતાથી ભોગવી લેવાના કારણે જ કરે છે. કારણ કે ત્યાં ન તો તે ભગવાનનાં દર્શન કરે છે, ન તો સ્વાધ્યાય-વૈયાવચ્ચ કરે છે. જો નરકના જીવો પણ અસહ્ય દુ:ખો સમતાથી ભોગવીને સકામનિર્જરા કરી શકતા હોય તો આપણને શું તકલીફ પડવાની હતી ? દુઃખ આપણી સંઘયણશક્તિ જોઇને નથી આવતું, આપણું પાપ જોઇને આવે છે. તો દુ:ખ ભોગવવાનો અભ્યાસ પાડવો જ પડે ને? જગતમાં જેટલી વસ્તુ ગમે છે - તે તૃષ્ણાના
કારણે, જેટલી નથી ગમતી તે દ્વેષના કારણે અને જેટલો પ્રમાદ થાય છે તે અજ્ઞાનના કારણે થાય છે. સ, તૃણો વગર જિવાય કઇ રીતે ?
તૃષ્ણાના કારણે જિવાય એ જીવન જ નથી, એ તો સંસારમાં ભટકવાનો રસ્તો છે. તૃષ્ણા વિના જિવાય એ જ જીવન છે. સુખ ભોગવવાનું મન થાય છે તે ય તૃષ્ણા, દુઃખ ટાળવાનું મન થાય છે એ ય તૃષ્ણા છે. સહ દુ:ખને ટાળવા માટે નવકાર ન ગણાય ?
ન ગણાય. જો નવકાર ગણવાથી દુઃખ જતું હોત તો આ દુનિયામાં કોઈ દુ:ખી ન હોત. આ દવાખાના પણ બંધ થઇ જાત. નવકાર ગણનારાને દુઃખ ન આવતું હોય તો કોઇ સાધુને દુ:ખ જ ન આવે. એક વાર એક મહાત્માના સ્વાથ્ય માટે આયંબિલ તેમ જ નવકારના જાપ ઠેકઠેકાણે ચાલુ હતા. તે વખતે તમારા જેવા એક ભાઇએ વ્યાખ્યાનમાં જ સાહેબને પ્રશ્ન કર્યો કે “આ રીતે આયંબિલ કે જાપ કરવાથી સ્વાથ્ય સારું થાય ?' ત્યારે સાહેબે કહ્યું હતું કે – આ રીતે જો જાપ વગેરે કરવાથી સ્વાથ્ય સારું થતું હોય તો અમે અમારા ગુર્નાદિકને જવા દીધા ન હોત. સ0 દુઃખમાં સમાધિ રાખવા જાપ કરાય ?
સમાધિ જાપ જપવાથી નથી આવતી. દુ:ખ ભોગવવાના અધ્યવસાયમાંથી આવે છે. દુ:ખ ટાળવાનો અધ્યવસાય જ અસમાધિનું બીજ છે. દુઃખ ભોગવવાનો અધ્યવસાય કેળવ્યા સિવાય સમાધિનો બીજો કોઇ ઉપાય નથી. દુઃખ ટાળવું હોય તો પણ તેનો ઉપાય એક જ છે કે પાપ કરવું નહિ. પાપથી બચવા માટે જ નવકાર ગણવાના છે. ભગવાનનાં દર્શન પણ એટલા માટે કરવાનાં છે કે જેથી ધંધા માટે જતી વખતે અનીતિ, ચોરી વગેરે પાપ કરવાનું મન ન થાય. એના માટે જ તમે દર્શન કરો છો ને ? સ0 ના રે ના ! અમે તો ઘરાકી સારી થાય, વકરો સારો થાય માટે
નવકાર ગણીએ છીએ.
૫૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #32
--------------------------------------------------------------------------
________________
જો એના માટે ધર્મ કરશો તો ધર્મથી કદાચ બધું ગોઠવાઇ જશે તોપણ એ બધું છાતીએ વળગશે. મારા ગુરુમહારાજ કહેતા હતા કે ધર્મ પાસે છોકરો માંગો તો છોકરો મળશે, બૈરી માંગો તો બૈરી પણ મળશે, પરંતુ લોહી પિનારા મળશે. માંગીને મેળવેલું ચોંટી પડે, છોડી ન શકાય. તેથી ધર્મ કરતી વખતે સુખની માંગણી નથી કરવી. ધર્મ તો પાપથી બચવા માટે કરવાનો છે, પાપ કરવા માટે ધર્મ નથી કરવાનો. સુખ મેળવવા માટે ધર્મ નથી કરવાનો, સુખ છોડવા માટે ધર્મ કરવાનો છે. દુ:ખ ટાળવા માટે ધર્મ નથી કરવાનો, દુઃખ ભોગવવા માટે ધર્મ કરવાનો છે. સ, બકરીઇદનું આયંબિલ કરીએ તો એ દિવસે હણાતા જીવોને શાતા
ઊપજે એ આશયથી કરીએ ને ?
એ આશયથી આયંબિલ નથી કરવાનું. આપણા પરિણામ નિર્ધ્વસ ન બને માટે આયંબિલ કરવાનું છે. એ જીવો એમના પાપે હણાય છે તેથી આપણે પણ પાપ નથી કરવું, માટે વિગઇત્યાગ કરવાનો છે. સ0 એ દિવસે દૂધ વગેરે ધોળી વસ્તુ નથી વાપરતા ને ?
એ તો બકરી સફેદ હોવાથી સફેદ વસ્તુથી એ યાદ આવે તો પરિણામે નઠોર બને માટે નથી વાપરતા. કુમારપાળમહારાજાને ઘેબરમાં માંસનો સ્વાદ આવતો હોવાથી તેમના માટે ઘેબર પણ અભક્ષ્ય તરીકે શ્રી હેમચંદ્રસૂરિમહારાજે જણાવ્યું હતું. આપણે આ નિમિત્તે પાપ ટાળવા અને ધર્મ કરવાના ઇરાદે જ તપ કરીએ છીએ. સ, આ રીતે તપ કરવાથી પુણ્ય તો બંધાય ને ?
તમે પાછી પુણ્ય બાંધવાની વાત વચ્ચે ક્યાં લાવ્યા ? પુણ્ય બંધાતું હોય તો ભલે બંધાય, આપણે પુણ્ય બાંધવું નથી. ધર્મ પુણ્ય બાંધવા માટે નથી કરવાનો, પાપની નિર્જરા માટે કરવાનો છે. ધર્મ જન્મ સુધારવા માટે નહિ, જન્મ ટાળવા માટે કરવાનો છે. અષ્ટપ્રકારી પૂજા કરતી વખતે પણ દરેક પૂજામાં છેલ્લે શું બોલો છો ? “જન્મજરામૃત્યુનિવારણાય” બોલો ને ? જન્મ ટાળવા માટે ભગવાનની પૂજા કરવાની છે - એ તો ત્યાં પણ
સમજાવેલું છે. જન્મજરામૃત્યુને દૂર કરવાનો મનોરથ એ પરમમંગલરૂપ છે. એ મંગલને સૂચવવા માટે થાળીના ડંકા વગાડાય છે. સ0 સત્તાવીસ જ કેમ ?
સાધુના સત્યાવીસ ગુણ યાદ કરાવવા માટે વગાડાય છે. સાધુ થયા વિના જન્મજરામૃત્યુને નિવારી નહિ શકાય. સાધુપણું પણ જ્ઞાન, દર્શન, ચારિત્રની સાધનામાં સમાયેલું હોવાથી સત્યાવીસ ડંકા પણ ત્રણ કટકે વગાડાય છે. તમે પુણ્ય બાંધવાની વાત મગજમાંથી કાઢી નાંખો. ધર્મ કરવા માટે જે પુણ્ય જોઇએ તે તો તમને મળી ગયું છે. હવે એ પુણ્યને કામે લગાડવું છે. પુણ્ય ભોગવી લઇશું તો પુણ્ય નકામું જશે, પુણ્ય કામે લગાડીએ તો પુણ્ય માંગવાની જરૂર નહિ પડે. જે પુણ્ય માંગીને મેળવીએ એ પુણ્ય છૂટશે નહિ. શાલિભદ્રજી ક્ષણવારમાં પુણ્યને છોડી શક્યા કારણ કે માંગીને મેળવ્યું ન હતું. જયારે મમ્મણ શેઠે માંગીને મેળવેલું તો ભોગવવા ય ન મળ્યું ને મરતાં સુધી છૂટ્યું નહિ. માંગીને મેળવેલું પુણ્ય તો પાપાનુબંધી પુણ્ય કહેવાય. જે પુણ્ય છોડવાનું મન થાય, જે પુણ્ય છોડતાં દુ:ખ ન થાય તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. પુષ્ય ભોગવવાની ઇચ્છા પડી છે ત્યાં સુધી સંસારમાં રહેવું જ પડશે. શ્રાવક ગમે તેટલી આરાધના કરે તોય બોરમા દેવલોકથી આગળ ન જાય અને સાધુ આરાધના કરે તો મોક્ષમાં જાય : આ ફળમાં જે ભેદ પડે છે તે અવિરતિ અને વિરતિને આભારી છે. શ્રાવક સુખ છોડી શકતો નથી માટે જ અવિરતિને લઇને સાંસારિક ફળ પામે છે જ્યારે સાધુભગવંતો સુખનો ત્યાગ કરી વિરતિની આરાધનાથી મોક્ષ સુધી પહોંચે છે.
વરસોથી ધર્મ કરનારાની આજે ફરિયાદ એક જ છે કે કર્મ નડે છે માટે ધર્મ જેવો કરવો જોઇએ એવો થતો નથી. સુષ્મા નડે છે - આવી ફરિયાદ કોઇ કરતું નથી. કર્મ નડે છે – એમ કહેવા પાછળ આપણો જાણે કોઈ વાંક નથી – એવો ભાવ પડેલો છે. જ્યારે તૃષ્ણા નડે છે - એવું કહેવામાં આપણી વિષયકષાયની પરિણતિનો વાંક છે – એવું સમજાય છે. મહાપુરુષોએ આપણી ચિંતા અનેક રીતે અનેક વાર કરી છે છતાં
પ૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #33
--------------------------------------------------------------------------
________________
આપણે એક વાર એ વાત કાને ધરી નથી. જ્ઞાનીઓએ જે માર્ગ બતાવ્યો છે તેમાં તો કોઇ જાતની કચાશ નથી જ. જે ખામી છે તે આપણી આ સુખની લાલચની છે. સ0 અમે સુખ ભોગવીએ એમાં જ્ઞાનીઓને શું વાંધો છે ?
તમે સુખ ભોગવો એમાં જ્ઞાનીને કોઈ વાંધો નથી પણ એ સુખની સાથે જે દુ:ખ રહેલું છે તેની જ્ઞાનીઓને ચિંતા છે. તમને સુખ જોઇએ છે, પણ એની સાથે દુ:ખ પણ આવે છે – માટે જ્ઞાનીઓએ આ માર્ગ બતાવ્યો છે. આ સંસાર મોહના અંધકારથી વ્યાપ્ત છે. બે કલાક લાઇટ જાય તો લોકો રાડારાડ કરી મૂકે અને લાઇટ આવે તો ચીચીયારી મારે. થોડા સમય માટે અંધારું પાલવતું નથી તો સંસાર તો મોહના અંધકારથી વ્યાપ્ત છે. તેમાં કઈ રીતે પાલવે ? ભગવાને આપણા દુ:ખની ચિંતા કરી, તેમાંથી ભગવાન ભગવાન થયા. મોહથી ભરેલા આ સંસારમાં ધર્મરૂપી તેજ-પ્રકાશ વિદ્યમાન હોવા છતાં પણ લોકો કેમ અથડાયા કરે છે - એવી ચિંતા કરવાના કારણે ભગવાને તીર્થંકર નામકર્મની નિકાચના કરી હતી. ભગવાને માત્ર પોતાના જ દુઃખની ચિંતા કરી હોત તો ભગવાન સિદ્ધ થયા હોત. એના બદલે ભગવાને આપણા પણ દુઃખની ચિંતા કરી તેમાંથી તો ભગવાન અરિહંત થયા. આ સંસારમાં તમને સુખ દેખાય છે, જ્ઞાનીઓને દુઃખ જ દેખાય છે. તમને તો થોડું સુખ મળતું હોય તો થોડું દુ:ખ પણ ચાલે એવું છે ને ? થોડું સુખ મળતું હોય તો પૂરું સુખ નથી જો ઇતું ને ? સ0 આશા તો અમર છે ને ?
આશા તમે મૂકી નથી દેતા માટે મરતી નથી. એક વાર મૂકી દો તો કામ થઇ જાય. આશા અમર છે - એનો અર્થ એટલો જ છે કે આપણે મર્યા પછી પણ આશા મરતી નથી માટે આશા અમર છે. આ આશાને મૂક્યા વિના તૃષ્ણા નહિ જાય. આપણા કરતાં તો પેલું શિયાળ સારું. શિયાળ એક વાર દ્રાક્ષ લેવા માટે ઘણો પ્રયત્ન કર્યો, કૂદકા માર્યા પણ દ્રાક્ષ ન મળી તો છેવટે દ્રાક્ષ ખાટી છે, નથી જોઇતી – એમ કહીને શિયાળ ચાલવા માંડ્યું. આપણે તો ન મળવા છતાં પણ આશામાં ને આશામાં જ બેઠા
છીએ - તો શિયાળ કરતાં મૂરખ છીએ ને ? આ સંસારમાં જે કાંઇ દુ:ખ છે તે ઇચ્છાના યોગમાં છે અને ઇચ્છાના વિયોગમાં સુખ છે. આજે ઘણા ફરિયાદ કરે છે કે સમાધિ નથી રહેતી, પણ સાથે અસમાધિનું કારણ દૂર નથી કરવું. કોઇ રોગી એવો જોયો કે રોગની ફરિયાદ કરે અને દવા ન લે ? અસમાધિ સુખ ભોગવવાની ઇચ્છામાંથી પેદા થાય છે. રોગ આવે ને એ રોગ સહન કરી લઇએ તો અસમાધિ થવાનો પ્રસંગ જ ન આવે. સ0 સાધુસાધ્વી દવા કરે ને ?
- સાધુસાધ્વી દવા ન કરે. દવા કરે તો પણ સાધુપણામાં કરાય છે - માટે દવા ન કરે, પોતાનાથી સહન થતું નથી માટે દવા કરે છે. સાધુસાધ્વીને દવા કરવાની છૂટ છે - એવું નથી. સુખ ભોગવવું અને દુ:ખ ટાળવું - એ પાપ છે, એની રજા ભગવાનના શાસનમાં ન મળે. તમને એકાસણાનું પચ્ચખ્ખાણ આપીએ તેમાં એક વાર ખાવાનું પચ્ચખ્ખાણ નથી આપ્યું, એકથી વધારે વાર ન ખાવાનું, બે વાર ન ખાવાનું પચ્ચખ્ખાણ આપ્યું છે. બેસણામાં ત્રણ વાર ન ખાવાનું પચ્ચખાણ છે. નવકારશીમાં સૂર્યોદય પછી બે ઘડી સુધી ન ખાવાનું પચ્ચખાણ છે. વિરતિનું પચ્ચખ્ખાણ હોય, અવિરતિનું પચ્ચખાણ ન હોય. સુખ ભોગવનારા ભગવાનના શાસનમાં મળે પણ સુખ ભોગવવાની વાત કરનારા ભગવાનના શાસનમાં ન હોય. સુખ ભોગવવાના કારણે વિરતિનો નાશ થાય છે, માટે સુખ નથી ભોગવવું. મોક્ષની ઇચ્છા પેદા કરવાનું કામ કપરું છે. એક વાર સંસારની ઇચ્છા મરે તો મોક્ષની ઇચ્છા પ્રગટશે. આવેલા વિરતિ જેવા ગુણનો નાશ કરવાનું કામ તૃષ્ણા કરે છે. તેથી જ શાસ્ત્રકારોએ સાધુસાધ્વીને પણ તૃષ્ણાથી દૂર રાખ્યા છે. આ તૃષ્ણાને દૂર કરવાનો ઉપાય બીજી લીટીમાં જણાવ્યો છે કે આત્મીયગ્રહના કારણે તૃષ્ણા થાય છે. “આ મારું છે' એવો આગ્રહ જ તૃષ્ણાને જીવતી રાખે છે. જો આ આત્મીયગ્રહ છૂટે તો તૃષ્ણા મરી જાય, પુણ્યથી મળેલી ચીજ પણ પુણ્યની છે, મારી નથી.
૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પ૯
Page #34
--------------------------------------------------------------------------
________________
સ0 પુણ્ય તો અમારું ને ?
પુણ્ય જો તમારું હોય તો તમને મૂકીને ન જાય. જે તમને મૂકી જાય તે તમારું ન હોય. આપણું કોઇ નથી અને કોઇના આપણે નથી. નમિ રાજર્ષિએ દીક્ષા લીધી ત્યારે ઇન્દ્રમહારાજાએ તેમની મિથિલાનગરી બળતી દેખાડી. ત્યારે નમિરાજર્ષિ કહે છે કે મારું કાંઇ બળતું નથી. એક વૃક્ષ ભાંગી ગયું ત્યારે તે વૃક્ષ ઉપરના પક્ષીઓ રડવા લાગ્યા, કાગારોળ કરવા લાગ્યા. આ દુ:ખ વૃક્ષ ભાંગી ગયાનું હતું કે પોતાનો આશ્રય ગયાનું હતું ? આપણા જવાના કારણે કોઇ દુઃખી નથી થતું, પોતાનો સ્વાર્થ હણાવાના કારણે લોકો દુઃખી થાય છે. શાસ્ત્રમાં એક વાત આવે છે. એક મા-બાપને તેમના પુત્ર ઉપર બહુ જ રાગ હતો. એક વાર તે પુત્ર ભગવાનની દેશના સાંભળી ભગવાન પાસે દીક્ષા લીધી. દીક્ષા લેતાંની સાથે તે કાળધર્મ પામી દેવલોકમાં ગયા. એવામાં તેનાં માતા-પિતા ત્યાં આવી રોકકળ કરવા લાગ્યાં. તે વખતે તે દેવ થયેલ પુત્ર ત્યાં આવ્યો અને તેમને રોવાનું કારણ પૂછવા લાગ્યો. માતા-પિતાએ પુત્ર કાળધર્મ પામ્યાથી રુદન કર્યાનું જણાવ્યું. ત્યારે દેવે પૂછ્યું કે ‘તમારે તમારા પુત્રના શરીરનું કામ છે કે આત્માનું ? જો શરીરનું કામ હોય તો આ મડદું પડ્યું છે ઘરે લઇ જાઓ અને આત્માનું કામ હોય તો આ હું ઊભો છું.’ હવે મા-બાપ શું કરે ? એ માતા-પિતા તો ત્યાં પ્રતિબોધ પામ્યા અને તેમણે દીક્ષા લીધી. તૃષ્ણા છે મારવી હશે તો મારાપણાની બુદ્ધિ કાઢવી પડશે. ‘મારું, મારા કામનું અને મારા માણસોનું...' આ ત્રણે વૃત્તિ તૃષ્ણાને જીવતી રાખે છે. આ ત્રણ પરિણામનો મોક્ષ થાય, ત્રણ પરિણામ છૂટે તો તૃષ્ણા શાંત થઇ જાય.
કરે. કારણ કે સાધુપણા સિવાય મોક્ષ મળી શકે એવું નથી. સાધુપણામાં સૌથી મુખ્ય ગુણ વિનય છે. વિનય વિના કોઇ પણ ક્ષેત્રમાં સિદ્ધિ મળતી નથી. આ વિનય આત્મા ઉપર લાગેલાં આઠે કર્મોને દૂર લઈ જવાનું કામ કરે છે. આ વિનય-અધ્યયનની આપણે શરૂઆત કરી છે. થોડું દુઃખ વેઠીને પણ કાયમ માટે દુ:ખનો અંત આવે તેવી આ સાધુપણાની ચર્ચા છે. સાધુપણામાં સૌથી પહેલો વિનય બતાવ્યો છે કે ગુરુની પાસે રહીને ગુરુની આજ્ઞાનો સ્વીકાર કરવો. ગુરુની પાસે રહેવાનું છે તે ગુરુનું અનુશાસન ઝીલવા માટે રહેવાનું છે. દુનિયામાં બીજી વસ્તુ બીજાની પાસેથી મળી જાય પણ અનુશાસન તો માત્ર ગુરુ પાસે જ મળે છે. સ0 અનુશાસનનો અર્થ શું ?
વ્યક્તિગત હિતશિક્ષા તેનું નામ અનુશાસન. બધાને સમષ્ટિગત હિતશિક્ષા આપવી તે શાસન અને વ્યક્તિગત હિતશિક્ષા આપવી તે અનુશાસન, તમારી ભાષામાં કહીએ તો પેપરમાં રોગની દવા બતાવેલી હોય તે શાસન અને કોઈ ડૉક્ટર આપણું નિદાન કરીને દવા આપે તેનું નામ અનુશાસન. રોગ કેટલા પ્રકારના હોય તે પુસ્તકમાં બતાવેલું હોય તેનું નામ શાસન. આપણને કયો રોગ નડે છે તે ડૉક્ટર જણાવે તેનું નામ અનુશાસન. તમારી ભાષામાં બીજી રીતે કહેવું હોય તો દુ:ખતી નસ દબાવવી તેનું નામ અનુશાસન. પહેલાં શાસન હોય અને શાસન મળ્યા પછી અનુશાસન મળે. અને એટલે પશ્ચાતુ-પાછળથી. આપણને જૈન શાસન તો મળી ગયું છે, અનુશાસન મેળવવાનું બાકી છે. શાસન તો પુણ્યથી મળી જાય. અનુશાસન યોગ્યતા વિના ન મળે. સ, અનુશાસન યોગ્યતાથી મળે કે તેના માટેના પુરુષાર્થથી ?
જે પુરુષાર્થ કરે તેનામાં યોગ્યતા છે – એમ સમજી લેવું. પુણ્યથી મળેલું શાસન પણ ફળે ક્યારે ? જ્યારે અનુશાસન ઝીલીએ ત્યારે. આજે શાસનમાં જે કાંઇ અંધાધૂંધી ફેલાઈ છે તે અનુશાસનના અભાવના કારણે ફેલાઇ છે. ગુરુભગવંત જો અનુશાસન કરતા રહ્યા હોત તો આપણે આ સંસારમાં રહ્યા ન હોત. આપણે દીક્ષા લેવાની યોગ્યતા આપણી પાસે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
अणुसासिओ न कुप्पिज्जा०
આ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાધુસાધ્વીને ઉદ્દેશીને રચાયું છે. મહાપુરુષો જ્યારે પણ વાત કરે, ત્યારે મુખ્યપણે સાધુપણાની જ વાત
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
દ0
Page #35
--------------------------------------------------------------------------
________________
હોવા છતાં પુરુષાર્થ ન કરવાના કારણે તક ગુમાવી. રમવા જવા પહેલાં આઠમા વરસે દીક્ષા લેવાની તક હતી પરંતુ તે તક રમવામાં ગુમાવી. બીજી તક પરણવા પહેલાં હતી - તે પણ ગુમાવી . હવે ત્રીજી તક પહેલો છોકરો પરણે તે વખતે છે. બે તક ગુમાવી ત્યારે સમજણ ન હતી એમ માની લઇએ, હવે તો સમજણ મળી ગઇ છે ને ? તો પહેલો છોકરો પરણ્યા પછી નીકળી જવું છે કે છોકરાના છોકરાને રમાડવા, સંસ્કાર આપવા માટે ઘરમાં રહેવું છે ? અનુશાસન વિના સંસારમાંથી કાઢવાનું અને મોક્ષે પહોંચાડવાનું કામ થાય એવું નથી. અમે સ્કુલમાં ભણતા હતા ત્યારે છાપામાં એક કાર્ટુન આવ્યું હતું. એક છોકરો જાતે નહાતો હતો તેનું ચિત્રો છાપી નીચે લખ્યું હતું કે – “જાતે નહાવામાં આવે છે મજા અને મા નવરાવે ત્યારે લાગે છે સજા.’ વાત માર્મિક છે. સ્વતંત્રતા, સ્વચ્છંદતા અનાદિકાળથી ગમે છે. આજે તો વળી આ સ્વચ્છંદતાને વાણીસ્વાતંત્ર્ય, વ્યક્તિસ્વાતંત્ર્યના રૂડા નામે નવાજવામાં આવે છે. કોઈ કોઇની આજ્ઞામાં ન રહે, કોઇ કોઇનું સાંભળે નહિ, કોઇ કોઇને ગણકારે નહિ - તે કેમ ચાલે ? આચાર્યભગવંતના શબ્દમાં કહીએ તો જ્યાં સુધી આપણામાં ખામી પડી છે ત્યાં સુધી માથે સ્વામી રાખ્યા વિના નહિ ચાલે. અનુશાસન વિના વિનયવિવેકના સંસ્કાર ક્યાંથી પડે? મોટા સાદે બોલવું નહિ – આ પણ એક પ્રકારનો વિનય છે. આચાર્યભગવંત એક વાર એક શ્રાવકના ઘરમાં ઊતરેલા ત્યારે તેમના ઘરમાં આવો વિનય જળવાતો હતો. બહેન દાદરના ઉપરના છેલ્લા પગથિયે ઊભા હોય, ભાઇ નીચે ઊભા હોય, ભાઇને બહેનનું કામ હોય તો ભાઇ નીચેથી બૂમ ન પાડે. જાતે ઉપર બહેનની પાસે જઇને વાત કરે અને પછી બંન્ને પાછા નીચે આવે. મોટેથી બૂમ મારીને બોલાવે તે જૈન ન હોય, વાઘરીની જાત હોય. આ તો અમને વંદન કરવા આવે તોપણ મોટેથી શાતા પૂછે. અમે કામમાં વ્યસ્ત હોઇએ તોપણ ‘વંદન કરું ?' એમ પૂછપૂછ કરે. વંદન કરવું હોય તો કેટલું ધ્યાન રાખવું પડે ! કોઇની સાથે વાતમાં હોય તો ન કરાય, સ્વાધ્યાયમાં કે લખાણ કરતા હોય તો ન કરાય. ત્યાં ઊભા રહેવાનું,
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
તેમનું ધ્યાન જાય અને કામ અટકાવીને રજા આપે ત્યારે વંદન કરાય. પણ તમારી પાસે એટલી સ્થિરતા ન હોય ને ? એટલે ગમે ત્યારે ઊભા ઊભા પણ વંદન કરીને જતા રહો ને ? વંદનનું ફળ શું છે - એ ધ્યાનમાં નથી માટે આવો અવિનય થાય છે. આ જ સૂત્રના ઓગણત્રીસમાં અધ્યયનમાં વંદનનું ફળ નીચગોત્રકર્મનો ક્ષય બતાવ્યો છે. નીચગોત્ર ખપે એટલે આપણે અડધો સાગર તરી ગયા. કારણ કે ઉચ્ચગોત્રમાં જનમવાના કારણે અભક્ષ્યઅપેય વગેરે વાપરવાનું કે વ્યસનો સેવવાનું કુદરતી બનતું નથી, ટળી જાય છે. આખી દુનિયા પાપની પાછળ પાગલ બની છે છતાં આપણે પુણ્યપાપનો વિવેક કરીએ છીએ આ પ્રભાવ ઉચ્ચ ગોત્રનો જ છે ને ? આપણા પુણ્યની તો કોઇ અવધિ નથી. અત્યાર સુધીનાં વરસો તો નકામાં ગયાં છે - એ પ્રામાણિકપણે સ્વીકારી લેવું છે, પણ સાથે બાકી રહેલાં વરસો નકામાં ન જાય - એ માટે સાવધ થઇ જવું છે. જેનું મરણે સુધર્યું તેનું બધું સુધર્યું. ગોશાળો છેલ્લી ઘડીએ સમ્યક્ત્વ પામ્યો તો અર્ધપુદ્ગલપરાવર્તકાળમાં મોક્ષ નિયત કરી લીધો ને ? તેણે તો ભગવાનની આશાતના ભયંકર કોટિની કરી હતી, આપણે તેના જેટલાં પાપ નથી કર્યા ને ? છતાં પણ આપણે ભગવાનનું માનતા નથી – એ જ મોટી આશાતના છે. ગોશાળાને ભગવાનની ભક્તિ કરવાનો અવસર ન રહ્યો પણ તેણે છેલ્લે ભગવાનનું વચન માનવારૂપ ભક્તિ કરી તો નિસ્તાર થઇ ગયો. સ્વચ્છંદતા ગમે છે માટે અનુશાસન ઝીલ્યું નથી. ઇચ્છા મુજબનું જીવન અનુશાસનને સ્વીકારવા દેતું નથી.
ગુરુ અનુશાસન કરે ત્યારે ગુસ્સો ન કરવો, ઉપરથી ક્ષમા ધારણ કરવી. અહીં જણાવે છે કે ક્ષમા રાખે, સહન કરે તે જ પંડિત છે, જે સહન ન કરે તે પંડિત નથી. તે ભણેલો પણ અભણ છે કે જે સહન કરતો નથી અને તે અભણ પણ ભણેલો છે કે જે સમતાથી સહન કરે છે. આ રીતે ક્ષમા ધારણ કરીને સુદ્ર પુરુષોના સંગનો ત્યાગ કરી હાંસી અને કીડાનું વર્જન કરવું. જે ક્ષમાં રાખવાના બદલે પ્રતિકાર કરવાનું શીખવે તે ક્ષુદ્ર છે – તેમનાથી આઘા રહેવું. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #36
--------------------------------------------------------------------------
________________
माय चंडालीयं कासी बहुयं मा य आलवे । कालेण य अहिज्जित्ता तओ झाएज्ज एगगो ॥१- १०॥
જેને ગુરુકુળવાસમાં રહેવું હોય તેમણે ગુરુ પાસે રહીને ગુરુનું અનુશાસન ઝીલવા તૈયાર થવું જ જોઇએ. શાસન મળવાના કારણે આપણને ગુરુભગવંત સુધી પહોંચવાનું સદ્ભાગ્ય મળે છે. એ ગુરુની પાસે રહીને પણ અનુશાસન સ્વીકારવાનું છે. ગુરુ અનુશાસન કરે ત્યારે ગુસ્સો તો કરવાનો નહિ, ઉપરથી પંડિત થઇને ક્ષમા ધારણ કરવી તેમ જ ક્ષુદ્ર પુરુષોની સંગતિ ન કરવી. હાસ્ય અને ક્રીડાનો ત્યાગ કરવો. આ આપણે જોઇ ગયા. હવે જો હાંસી-મશ્કરી ન કરવાની હોય તો આખો દિવસ કરવું શું – તે આગળની ગાથાથી જણાવે છે. ગુરુ જ્યારે અનુશાસન કરે ત્યારે ગુસ્સો ન ક૨વો તેમ જ ગુસ્સાથી જૂઠું પણ ન બોલવું. ગુસ્સો આવે એટલે ગુસ્સામાં જૂઠું બોલવાનું શરૂ થાય છે તેથી તે બોલવાની ના પાડી છે. ગુરુ કહે કે ‘તમે આવું કેમ કર્યું ?’ તો તરત કહે કે - મેં આવું કર્યું જ નથી, હું ત્યાં ગયો જ નથી. હું આવું કરતો હોઇશ, મારાં મા-બાપે મને આવા સંસ્કાર નથી આપ્યા...' આ બધું અલીકજૂઠું કહેવાય. આપણે કહેવું પડે કે તારાં મા-બાપે તને સંસ્કાર નથી આપ્યા, પણ તારા મોહે તને સંસ્કાર આપ્યા છે, માટે તને કહેવું પડે છે. આપણાં મા-બાપે આપણને ખોટા સંસ્કાર નથી આપ્યા. આપણે કોઇના સંસ્કાર નથી ઝીલતા, આપણા મોહના સંસ્કાર જ ઝીલીએ છીએ. ગુરુ એમાંથી બહાર નીકળવા માટે આપણને હિતશિક્ષા આપે એમાં ખોટું શું છે ? ભગવાન જ્યારે દીક્ષા લેવા નીકળે છે ત્યારે કુલમહત્તરા પણ ભગવાનને હિતશિક્ષા આપે છે, તો આપણે કોણ મોટા થયા ? ગુરુભગવંત હિતશિક્ષા ન આપે તો કોણ આપે ? કલ્પસૂત્રમાં આ હિતશિક્ષા પણ જણાવેલી છે. છતાં કલ્પસૂત્ર સાંભળતી વખતે કોઇ ઉપયોગ જ નથી હોતો. માત્ર સાંભળવા ખાતર જ સાંભળીએ છીએ ને ? એકવીસ વાર સાંભળીએ તો સંસાર તરી જવાય. માટે સાંભળીએ ને ?
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૬૪
સ૦ એ વાત સાચી તો ખરી ને ?
સાચી તો છે જ. પણ સાંભળવાનો અર્થ શું ? તમે તમારા છોકરાને કહો છો ને કે ‘સાંભળતો કેમ નથી ?' તેનો અર્થ શું ? માત્ર સાંભળવાનું કે સાંભળીને માનવું ને કરવું ? સાંભળવાનું એટલે માનવાનું. સ૦ માનવાનું તો એક જ વારમાં ય થઇ જાય ને ?
એક વારમાં થાય તો એક વારમાં નિસ્તાર થઇ જશે. પણ એક વારમાં થોડું મનાય પછી થોડું મનાય... આ રીતે એકવીસ વારમાં બધું મનાય ને ? એક વારમાં માનવાનું સહેલું નથી. દીક્ષા લેવાજેવી છે - એવું કેટલી વાર સાંભળ્યું છતાં ન માન્યું ને ? સ॰ દીક્ષા લેવાની શક્તિ નથી.
શક્તિ નથી - આવું ખોટું નહિ બોલવાનું. આપણે શક્તિના અભાવે નહિ, આસક્તિના પ્રભાવે સંસારમાં રહ્યા છીએ. સાધુપણામાં એવું કોઇ કષ્ટ નથી કે જે તમે ગૃહસ્થપણામાં ભોગવતા ન હો અને ગૃહસ્થપણામાં એવું કોઇ સુખ નથી કે સાધુપણામાં ન ભોગવાય. જે તકલીફ છે તે આસક્તિની છે. ખાવાપીવાનું, પહેરવા-ઓઢવાનું કે હરવા-ફરવાનું સુખ માત્ર ગૃહસ્થપણામાં જ છે - એવું નથી. સાધુ કાંઇ ભૂખ્યાતરસ્યા નથી રહેતા. વિહારમાં ફર્યા વિના નથી રહેતા. સાધુપણામાં સુખ તો દરેક પ્રકારનું છે, પણ સાધુપણાનો પ્રભાવ એ છે કે સુખ ભોગવવાનું મન નથી થતું. ગુરુભગવંતની કૃપા અને શાસ્ત્રકારોની છાયા આપણી ઉપર પડી છે. તેથી ગમે તેટલાં સાધન મળ્યા પછી પણ ભોગવવાનું મન થતું નથી - તેનું નામ સાધુપણું, ન હોય એને ભેગું કરવાનું મન થાય તેનું નામ ગૃહસ્થપણું. આસક્તિના યોગે જ હિતશિક્ષા સાંભળવાનું ગમતું નથી. અનુશાસન જેને ન ગમે તે આચાર્યભગવંતનું મોઢું તોડી પાડવા માટે જૂઠું બોલવાના જ. તેથી અહીં જણાવે છે કે ગુસ્સામાં જૂઠું બોલવું નહિ. ગુસ્સો વેઠ્યા વિના ચાલવાનું નથી. આપણે ત્યાં મહાપુરુષો અને મહાસતીઓને ઘણાં અસહ્ય દુઃખો આવ્યાં, છતાં તેમણે પ્રતિકાર નથી કર્યો. કારણ કે તેઓ માનતા હતા કે આપણી ભૂલ વિના સજા મળે એવું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૫
Page #37
--------------------------------------------------------------------------
________________
જિનશાસનમાં ન બને. નિરપરાધીને દંડે એ લોકનું શાસન હોય, જૈનશાસન નહિ. જૈનશાસન તો માને છે કે આ ભવની ભૂલ નહિ હોય તો પરભવની ભૂલ ચોક્કસ હશે જ. આ સંસારમાં અનાદિકાળથી અનંતા જીવોનો પરિચય કરીને આપણે આવ્યા છીએ. ક્યારે કોની સાથે કેટલા અપરાધ કર્યા છે તેની ગણતરી નથી. એ ભવોભવનું દેવું ચૂકવવું જ પડશે. દુઃખ ભોગવી લેવા માટે પ્રયત્ન કરવો છે, દુ:ખે માફ થાય એ માટે નહિ. સ્વેચ્છાથી દુ:ખ ભોગવીને દુ:ખ પૂરું કરવા માટે જ ભગવાને તપ અને સંયમનાં કષ્ટો બતાવ્યાં છે. અહીં જો તપ અને સંયમ દ્વારા દુ:ખ ભોગવીને પાપકર્મ નહિ ખપાવીએ તો એ કર્મો નરક-તિર્યંચમાં જઇને પૂરાં કરવાં પડશે. નરકાદિગતિનું દુઃખ માફ થાય એવી ઇચ્છા નથી પરંતુ એ દુ:ખ પણ અહીં ભોગવીને પૂરું કરવું છે. આપણા આચાર્યભગવંત કહેતા હતા કે – દુ:ખ ભોગવતાં ભોગવતાં કોઠે પડી જાય છે અને સુખ ભોગવતાં ભોગવતાં દાઢે વળગે છે.
ગુરુના અનુશાસન બાદ ‘ગુસ્સામાં ખોટું ન બોલવું” એમ જણાવ્યા પછી ‘ઘણું ન બોલવું’ એમ જણાવે છે. બહુ બોલબોલ કરવું એ પણ એક પ્રકારનો અવિનય છે. સાધુનો સ્વભાવ જ એવો હોય કે – કામપૂરતી જ વાત કરે, કોઇ પણ વાતમાં લાંબું ન કરે. સાધુ અવિરતિધર સાથે વાત ન કરે. એ પૂછે એટલો જવાબ આપે. તમારે પણ સાધુને એમના સ્વભાવમાં રહેવાની અનુકૂળતા કરી આપવી. સાધુભગવંતને સ્વાધ્યાયમાંથી વિકથામાં જોડો તો તમને પણ જ્ઞાનાવરણીયકર્મ બંધાય. સ0 અમને કાંઇ શંકા હોય તો પૂછીએ – એમાં દોષ લાગે ?
તમે પૂછો એમાં દોષ નથી. તમારે તો સંસારનું કામ પણ ગુરુભગવંતને પૂછ્યા વિના નથી કરવાનું. તમને વિકથા કરવાની ના પાડી છે, માર્ગનું જ્ઞાન મેળવવાની ના નથી પાડી. સ0 અમે સંસારનું કામ તમે ના પાડો તોય કરવાના જ હોઇએ તો
પછી પૂછવાનો શો અર્થ ?
જે કામ તમે ચોક્કસ કરવાના જ છો એ કામ પણ જો ગુરુને જણાવીને કરો તો તે કામમાંથી તમારો રસ ઓછો થાય, આવેગ ઘટી જાય, ઉલ્લાસ મરી જાય : એવો ઉપાય ગુરુભગવંત બતાવે - તો અનુબંધ ઢીલા પડે ને ? જમણવારમાં જતી વખતે પણ ગુરુને કહીને જાઓ તો ગુરુભગવંત કહેશે કે – જમણવારમાં આસક્તિ ન થાય એ માટે પહેલી જે વસ્તુ પિરસાય તે છોડી દેવી. એક દુકાન ચાલુ હોવા છતાં બીજી દુકાન ખોલવાનું પૂછવા આવો તો ગુરુ કહેશે કે - લોભના કારણે જ ધંધો વધારવો છે તો એટલો નિયમ લો કે – પહેલાં પાંચ ગ્રાહકને મફતમાં આપી દેવું - આટલું તો બને ને ? આ તો સાધુભગવંતને પણ ગોચરી વહોરાવતાં પૂછે કે એક લઉં કે બે લઉં ? આવા વખતે ગીતાર્થ સાધુ તો ‘ખપ નથી' એમ કહે, તમારે તો જેટલી રોટલી હોય એટલી બધી ઉપાડવાની, સાધુને ખપ હશે એટલું વહોરશે. તમે જેટલી ઉપાડો એટલાનો લાભ મળે, વહોરે એટલાનો નહિ. શ્રીધન્યકુમારચરિત્રમાં આવે છે કે – લગ્નપ્રસંગે થાળ ભરીને મોદક સાધુભગવંતને આગ્રહ કરીને વહોરાવી દીધા હતા. સાધુ કહે – “રાખો, રાખો' પેલા કહે - “મારે સંસાર રાખવો નથી.’ સ0 જેટલા ઠાણા હોય, ખપ હોય એ જોઇને વહોરાવવું જોઇએ ને ?
જો સામાની સ્થિતિ જોઇને જ કામ કરવું હોય તો નિયમ લો કે - ઘરાકની સ્થિતિ જોઇને જ ભાવ કહેવો. પચાસ રૂપિયાની વસ્તુ લેતી વખતે ત્રીસ રૂપિયા આપે અને વીસ ઉધાર રાખે તો તેને કહી દેવું કે – આ ત્રીસ પણ લઇ જા અને વસ્તુ પણ લઇ જા, મારે કશું જોઇતું નથી. આવી ઉદારતા વગર ધર્મ પામી શકાશે નહિ. ધર્મ આકાશમાંથી નથી પડતો, હૈયામાં પેદા થાય છે. આકાશ ગમે તેટલું નિર્મળ હોય તોપણ હૈયું જ્યાં સુધી મલિન હશે ત્યાં સુધી ધર્મ નહિ આવે.
અનુશાસન કર્યા પછી આપણને આપણો બચાવ કરવાનું મન થાય તો સમજવું કે આપણે વીતરાગપરમાત્માના શાસનને પામ્યા નથી. ઘણાને એવું છે કે – “સાચું હોય તો એકવાર નહિ સો વાર સહન કરી લઇએ પણ ખોટું સહન કેવી રીતે કરીએ ?' ત્યારે અમારે કહેવું પડે કે - “ખોટું
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #38
--------------------------------------------------------------------------
________________
સહન કરવાનું આપણને આવતું જ નથી.' ગુરુભગવંત આપણને સંસારથી પાર ઉતારવા માટે તૈયાર હોય ત્યારે આપણે ઉપેક્ષા કર્યા વિના સહન કરી લેવું છે. ગુરુભગવંત ઠપકો આપે ત્યારે ‘ભૂલ છે જ’ એમ સ્વીકારી લેવું છે. શરીરના રોગો પણ ભૂતકાળનાં કર્મના કારણે જ આવે છે ને ? ત્યારે કોઇને ઠપકો આપવાનું કામ કર્યું ખરું ? સ0 ભૂતકાળનું આ ભવમાં ભોગવવું પડે, આ ભવનું પણ આ ભવમાં
ભોગવવું પડે ને ?
ભૂતકાળનું જ નહિ, આ ભવનું પણ આ ભવમાં ભોગવી લઇએ તો પૂરું થઇ જાય. શ્રીદઢપ્રહારીએ આયુષ્ય નહોતું બાંધ્યું તો આ ભવનું આ ભવમાં ભોગવ્યું ને ? ચારિત્ર લઇ લઇએ તો બધા ભવોનું અને આ ભવનું બધું ભોગવાઇ જશે, પણ પાપ ખપાવવા જેવું લાગે છે ખરું? પાપ ઉપાદેય લાગતું હોય તો પાપ છૂટે ખરું ? સ, દુ:ખ આપનારાં પાપ ખપાવવાજેવાં લાગે છે.
એ પણ સાચું છે ? દુ:ખ આપનારાં પાપ ખરાબ લાગતાં હોય એણે સૌથી પહેલાં સુખ ભોગવવાનું છોડવું પડે એવું છે. છઠ્ઠા ગુણઠાણે સાધુભગવંતો દુ:ખ ભોગવીને શાતાનો બંધ કરે અને પહેલે ગુણઠાણે રાચીમાચીને સુખ ભોગવીને અશાતાનો બંધ કરે. સુખને ઉપાદેય માને અને દુઃખને હેય માને : એ મિથ્યાત્વનો પરિણામ છે. સુખ હેય છે અને દુ:ખ ઉપાદેય છે : આ સમ્યકત્વનો પરિણામ છે. સુખ ગમે છે પણ એનું દુ:ખ છે – આવું જે કહે તેનું સમ્યકત્વ મંદ છે. સુખ ભોગવવું તે પાપ છે અને તે પાપનું ફળ દુ:ખ છે એમ લાગે છે ખરું ? સ0 સાંભળ્યા પછી લાગે છે.
ખરેખર સાંભળ્યું છે ખરું ? સાપ આવ્યો છે : એમ કહું તો તરત ઊભા થઇ જાઓ ને ? અને સુખ ભોગવવાથી પાપ આવે છે : એમ કહું તો પાપથી ખસી જાઓ ખરા ? જે કાંઇ થોડુંઘણું પાપ ન ગમતું હોય તે દુઃખ આપે છે માટે જ ને ? કે સંસાર વધે છે માટે નથી ગમતું ?
આચાર્યભગવંત કહેતા હતા કે – જેને દેવલોકમાં જવું હોય એણે નરકમાં જવા તૈયાર થઇ જવાનું. જેને દેવગતિ ન ગમે એની નરકગતિ તૂટે. સ0 પુણ્ય દેવલોક અપાવે.
પુણ્ય દીક્ષા પણ અપાવે છે, લેવી છે ? નાના છોકરાને સંસ્કાર આપો કે - પાપથી નરકમાં જવાય, રાત્રિભોજન એ નરકનું દ્વાર છે પણ રાત્રિભોજન એ સંસારનું દ્વાર છે – એમ કહ્યું ખરું? ભય તો સંસારનો જોઇએ, દુઃખનો નહિ, ભગવાને દુ:ખ હસતા મોઢે ભોગવ્યું, સુખ હસતે મોઢે નથી ભોગવ્યું, દુ:ખમાં પ્રસન્નતા હતી, સુખમાં નહિ, આપણે દુ:ખ નથી ભોગવ્યું એવું નથી. નાના હતા ત્યારે જમીન પર પણ સૂઇ જતા. મોટા થયા પછી ન ફાવે ને ? સ0 મળી ગયું એટલે શક્તિ ખૂટી ગઇ.
ખૂટેલી શક્તિને મેળવવી હોય તો મળેલું છોડી દો. પુણ્ય છૂટશે એટલે શક્તિ મળી જશે. જે કારણસર શક્તિ ગઇ છે એ કારણ જશે એટલે શક્તિ પાછી આવી જશે. પહેલાંના કાળમાં ઘરમાં પંખો આવે એને લોકો છાકટા કહેતા હતા. મળ્યું છે માટે ભોગવો છો કે ગમે છે માટે ? ભગવાને દુઃખ ભોગવ્યું, આપણા ગુરુઓ દુ:ખ ભોગવે માટે ચઢિયાતા છે અને એમના અનુયાયી થઇને આપણે સુખ ભોગવીએ : આપણને શરમ ન આવે ? સ0 સામે ભરતચક્રવર્તીનું દૃષ્ટાંત આવે છે.
તમને તો દૃષ્ટાંત લેતાં પણ નથી આવડતું. એમણે માંગીને ભોગવ્યું કે ભોગવવું પડયું ? જ્યારે ભરત-બાહુબલીજીનું યુદ્ધ થયું ત્યારે, જ્યારે શ્રી ભરતજી હારી ગયા ત્યારે ‘હું હારી ગયો છું માટે આ બધું તમે લઇ લો’ આ પ્રમાણે કહ્યું. હારી ગયા પછી પણ રાજ્ય બાહુબલીજીને સોંપવા તૈયાર થયા. સુખ છોડતાં આવડે એને સુખ ભોગવવાનો અધિકાર અપાય. તમે પણ ગાડી ચલાવતાં આવડે એને ગાડી સોંપો ને ? ચક્રવર્તીને કોઇ જાતનો ભય ન હોવા છતાં “સંસારનો ભય વધે છે, આત્માની કતલ ન કરો” એવું સંભળાવનારા માણસો રાખ્યા હતા. તમે કોઇને રાખ્યા છે ખરા ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૬૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #39
--------------------------------------------------------------------------
________________
સ0 માટે તો સાંભળવા આવીએ છીએ. સુખ તો ગમે જ છે. ત્યાં નથી
આવતા ત્યાં સુધી એવું આશ્વાસન આપો કે સુખનો રસ ઓછો થાય અને પછી ધીમે ધીમે છૂટી જાય.
સુખનો રસ ઘટાડવો છે ને ? તો કેરી ખાવાનું મન થાય ત્યારે કાચી કેરી ખાવાની, પાકી નહિ. કાચી કેરીમાં રસ ન હોય અને દાંત અંબાઇ જાય એવી ખટાશ હોય એટલે વધારે ખવાય નહિ. રસકસ વગરનું વાપરો એટલે એની મેળે રસ ઓછો થઇ જશે. પારણામાં બધી વસ્તુનો લાભ ન આપવો. ભક્તિ કરનાર બધું બનાવે આપણે ન લેવું. મેડિકલની દુકાનમાં હજારો દવા હોય ને ? આપણે બધી લઇએ ખરા ? સ) શક્તિ ઘટી હોય તો રિકવરી કરવી પડે ને ?
શેની રિકવરી કરવી છે ? આસક્તિ ઘટી છે એની કે શક્તિની ? ઉપાય હોવા છતાં સેવવા ન હોય એ સાજો ન થાય. સુખના અર્થી ધર્મ નહિ કરી શકે. ગમે તેટલું દુ:ખ ભોગવશે તોય સાધુપણામાં નહિ આવે. સ0 સુખ ભોગવવાનું જ ન હોય તો સુખનાં સાધન કેમ આપ્યાં ?
કેરીમાં છાલ, ગોટલો આવે છે ને ? જો ખાવાનો જ ન હોય તો રાખ્યો શા માટે ? ગુલાબમાં કાંટા રાખવાના જ ન હોય તો આવ્યા શા માટે ? સાધન તો જરૂરિયાત પૂરી કરવા માટે આપ્યાં છે. ગોટલાના પૈસા આપેલા હોવા છતાં જેમ એ નથી ખાતા તેમ પુણ્યથી સાધન મળવા છતાં સુખ ભોગવવા માટે એનો ઉપયોગ નથી કરવો, જરૂરિયાત પૂરી પાડવા ઉપયોગ કરી લેવો છે. સ0 અમે મન મનાવી લઇએ કે - આપ્યું છે તો ભોગવી લઇએ.
છાલ અને ગોટલામાં પણ મન મનાવીને ખાઓ ખરા ? મહાપુરુષોને આપણી આવી સ્થિતિનો ખ્યાલ હતો તો પહેલેથી જ આપણને ચેતવવાનો પ્રયત્ન કર્યો. સુખ છોડાવીને, દુ:ખ ભોગવવા માટે હિતશિક્ષા આપી. ગુરુભગવંતના વચનને સહન ન કરીએ તો અવિનય થવાનો.
વિકથા કરવાની ના પાડી, એનો અર્થ એ નથી કે કોઇની સાથે બોલવાનું ન હોય તો માથે ચાદર ઓઢીને સૂઇ જવાનું, માટે ત્રીજા પદથી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
IT દિનના આ પ્રમાણે કહ્યું. વિકથા ન કરે અને કાલે ભણ્યા વગર ન રહે - એ સાધુ વિનીત છે. સાધુની ચર્યા કહો કે વિનય કહો : બંન્ને એક જ છે. આઠે પ્રકારનાં કર્મોને કાઢવા માટે ગુરુભગવંતનો વિનય કરવો જ પડશે. ગુરુભગવંતનો વિનય કરવા માટે ગુરુભગવંત પાસે બેસવું છે, અનુકૂળતા ભોગવવા માટે ગુરુ પાસે નથી રહેવાનું. પ્રચંડ પુણ્યનો ત્યાગ કરીને આવેલાને અનુકૂળતા તરફ જો ભારે નફરત ન જાગે તો પાછા અવિનયના ખાડામાં જ જવાના. એક વાર અનુકૂળતાનું અર્થિપણું નીકળે તો સંસારમાં ય તકલીફ નથી અને સાધુપણામાં ય તકલીફ નથી. જે કાંઇ મોકાણ છે તે અનુકૂળતાના અર્થિપણાની છે. આપણું કોઈ નથી માનતું - એનું દુ:ખ હોય તો સમજવું કે - અનુકૂળતાનું અર્થિપણું પડ્યું છે. આપણે ભગવાનનું નથી માનતા તો આપણું કોઇ ન માને એમાં દુ:ખ કેમ થાય ? સુખના અર્થિપણાથી આપણે દુ:ખી છીએ. આ અર્થિપણું નીકળી જાય તો સંસારનો અંત કરવાનું સહેલું થઇ જાય, સમર્થ મહાપુરુષો પણ આપણા માટે અસમર્થ બન્યા હોય તો તે અનુકૂળતાના અર્થિપણાને લઇને જ. ગુરુભગવંતના પુણ્યમાં મહાલવાનું ગમે પણ અનુશાસન ન ગમે તો અવિનય આચરવાના જ. અવિનયથી બચવું હોય તો આપણો બચાવે નથી કરવો. ગુરુભગવંતે ઠપકો આપ્યા પછી આ ભવની ભૂલ ન દેખાય તોય ભૂતકાળની ભૂલ છે - એમ સમજીને વિનય કરતાં થઇ જવું છે. આપણે ગમે તેટલો બચાવ કરવા માટે પુરુષાર્થ કરીશું તોપણ આપણા પુરુષાર્થના કારણે આપણી સલામતી નથી, ભૂતકાળના પુણ્યથી જ સલામતી છે. આપણી તો હાલત એટલી વિચિત્ર છે કે – ગયા ભવના પુણ્યને યાદ કરીએ છીએ પણ પાપને યાદ નથી કરતા. આ ભવમાં પુણ્ય ન કરનારને ભૂતકાળની પુણ્યથી મળતું સુખ ગમે છે પણ આ ભવમાં ગુનો ન કરનારને ભૂતકાળના પાપથી આવતું દુ:ખ નથી ગમતું. ગયા ભવમાં શું આપણે એકલું પુણ્ય જ એકઠું કર્યું હતું કે પાપ પણ કરેલું ? વર્તમાનમાં ગુરુને અનુશાસન કરવું પડ્યું છે એટલે નક્કી જ છે કે – અવિનયાદિ પાપો આચરેલાં હશે. સંસારનો અંત આવે કે ન આવે,
૭૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #40
--------------------------------------------------------------------------
________________
આપણા સંસારનો અંત લાવવો જ છે. સુખ છોડીએ, સુખની ઇચ્છા છોડીએ એટલે અંત આવી જશે. ઇચ્છાનો ત્યાગ એ જ સાચો ત્યાગ છે. ‘નથી મળ્યું માટે બ્રહ્મચારી' આવું આવું તો તમે પણ બોલો છો ને? લોકો પણ ત્યાગના જે વખાણ કરે તે મનથી નથી ઇચ્છતા માટે. સુખ ભોગવવાની ઇચ્છા જાગે એટલે અવિરતિ આવીને ઊભી રહે. સ જે વસ્તુ અમને ન ભાવે એને છોડી દઇએ - એ ત્યાગ ન ગણાય ? વસ્તુ છોડો છો, વસ્તુની ઇચ્છા નથી છોડતા ને ? કોઇ તમને એમ કહે કે - “તમે જ્યારે આ વસ્તુ વાપરી ત્યારે એમાં અમુક ખામી હતી પણ આ વખતની એવી નથી, સારી છે' તો તમે પાછી ચાખવા તૈયાર થાઓ ને ? આજે નહિ તો કાલે ભાવશે - એવી આશામાં ને આશામાં રહો ને ? નિયમ ન લો ને ? નિયમ ન લો તો સ્વાદ લેવાનો રસ્તો ખુલ્લો રહે એવું જ છે ને ? ભવિષ્યમાં પણ ખાવાનું મન ન થાય અને અવિરતિનું પાપ ન લાગે માટે નિયમ લેવો છે ? સ૦ અમને તો અપ્પોસિ હોઇ બંધો’ યાદ રહે છે.
-
પ્રવૃત્તિ કરીએ તો અલ્પ બંધ થાય છે એ યાદ રાખતાં પહેલાં બંધ નથી કરવો - એ યાદ રાખવાની જરૂર છે. અલ્પ બંધની જે વાત કરી છે તે તમે સમજો છો એવી નથી. ત્યાં તો ૩૫ ગાથાથી આલોચના કર્યા પછી શિષ્યને શંકા થાય છે કે – “પ્રતિક્રમણ કર્યા પછી ફરી પાછું પાપ લાગવાનું હોય તો આવી હાથીના સ્નાન જેવી ક્રિયાથી શું કરવાનું ?’ ત્યારે આચાર્યભગવંતે તેને આશ્વાસન આપતાં કહ્યું કે - સમ્યગ્દષ્ટિ જીવ જે કાંઇ થોડું પાપ કરે છે તે નિસપણાથી રહિત કરતો હોવાથી અલ્પ બંધ કરે છે. પછી મુળગુણ અને ઉત્તરગુણના પાલન દ્વારા તેમ જ પશ્ચાત્તાપ દ્વારા ધીમે ધીમે તે અલ્પબંધથી પણ રહિત થાય છે, તેથી હાથીના સ્નાન જેવી ક્રિયા નથી. તમને આવી શંકા ન થાય ને ? પ્રતિક્રમણ કર્યા પછી હળવાફૂલ થયાનો આનંદ આવે ને ? સમકિતીની નજર સામે અવિરતિનું પાપ હોય. આજે તમે સમ્યક્ત્વને આગળ કરો કે અવિરતિને ? જ્યાં
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
કર
સુધી સમ્યક્ત્વ દેખાય ત્યાં સુધી અવિરતિનું પાપ ન જાય. તમારે અવિરતિનું પાપ ટાળવું છે ને ? તો આપી દઉં નિયમ કે - પ્રતિક્રમણ કર્યા પછી ટી.વી. આગળ ન બેસવું ?
સ૦ પાપ તો લાગે જ છે.
તમે માનો છો ખરા ? પગ બગડે તો સાફ કરો કે એવો જ રાખો ? દિવસે દિવસે પાપમાં છાતી મજબૂત બની છે ને ? અમારી પણ એવી જ છાતી મજબૂત બનતી ચાલી છે. ગુરુભગવંતે ભૂલ બતાવ્યા પછી પણ સ્વીકારવા તૈયાર નથી. જેને પાપ ન દેખાય એ ધર્મ શેના માટે કરે છે – એ વિચારવું પડે એવું છે. જેઓ પુણ્ય બાંધવા ધર્મ કરશે તેઓને પુછ્ય બંધાશે, પણ પાપ નહિ જાય તો પુણ્ય પણ પાપ ભેગું ભળી જશે. નારકીનું પુણ્ય પાપભેગું ભળે છે અને દેવતાનું પાપ પુણ્યભેગું ભળે છે. માટે તો નારકીને કાયમ માટે દુઃખ હોય છે અને દેવતાને સુખ હોય છે. સમકિતીને સમ્યક્ત્વ મળ્યાના આનંદ કરતાં અવિરતિનું દુ:ખ વધારે હોય છે. કરોડપતિને એકાદ એવું જ દર્દ થઇ જાય ત્યારે ચારે બાજુથી અનુકૂળતા મળતી હોય છતાં અનુકૂળતા મળે છે એનો આનંદ હોય કે દર્દ (રોગ) થયાનું દુ:ખ અધિક હોય ? અનુકૂળતા દુઃખનો પડછાયો લઇને જ આવતી હોય છે. અનુકૂળતામાં જેટલો આનંદ વધારે એટલું પાછળ દુઃખ આવવાનું જ. દુ:ખથી બચવું હોય તો પાપથી બચ્યા વગર નહિ ચાલે. સાધુભગવંતો અનર્થદંડનું પાપ કરી ન બેસે માટે બહુ બોલવાની ના પાડી અને કાલે સ્વાધ્યાય કરવાનો કહ્યો. ભણવું એ પાપથી બચવાનો ઉપાય નથી, કાલે ભણવું : એ પાપથી બચવાનો ઉપાય છે. પંચાચારની શરૂઆત કાળે ભણવાથી જ થાય છે ને ?
સહ કયા કયા ટાઇમે ભણાય ?
સવારે સૂર્યોદય પહેલાં બે ઘડી, સાંજે સૂર્યાસ્ત પછી બે ઘડી અને મધ્યાહ્ને પુરિમઠ્ઠના પચ્ચક્ખાણના ચોવીસ મિનિટ પહેલાં અને પછી : આ ત્રણ કાળવેળાને છોડીને ભણાય. બાકી મનમાં તો ગમે ત્યારે થાય. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૭૩
Page #41
--------------------------------------------------------------------------
________________
સ0 મનમાં ચોવીસે કલાક થાય ?
તમારો ધંધાનો ટાઇમ ૧૧ થી પ હોય પણ મનમાં ધંધો તો ચોવીસે કલાક ચાલુ હોય ને ? ધર્મ ગમે ત્યારે કરો, લાભ જ છે : આવું તમારું બ્રહ્મવાક્ય છે, એને ભૂંસવું જ પડશે. “સાવ નથી કરતા એના કરતાં ગમે તેવું કરે તો ચાલશે? આવું તમારે ત્યાં નથી કરતા ને ? તો ધર્મમાં પણ ગમે ત્યારે કરેલું નહિ ચાલે, કાળે જ કરવું પડશે.
સાધુભગવંતોનો આચાર બતાવતાં આમાં કહ્યું છે કે– વિનય એ જ એમનો આચાર છે. જેને આચાર પાળવો છે તેની પહેલી શરત એ છે કે અવિનીતનો સંસર્ગ ન કરવો, માટે અવિનીતનું સ્વરૂપ બતાવવાનું કામ કર્યું. જે અવિનીત હોય એ ગુરુભગવંતના અનુશાસનને ઝીલે નહિ. વિનીત બનવા માટે અનુશાસનને ઝીલતાં થઇ જવું છે. નારકીના જીવો એ ભવમાં એવું પાપ નથી કરતા કે જેથી તેમને ત્યાં દુ:ખ ભોગવવું પડે. જે કાંઇ દુઃખ ભોગવવું પડે છે એ ભૂતકાળના પાપનું ફળ છે. બધું દુ:ખ પાપની પાછળ છે. આવા વખતે દુ:ખને સમતાથી ભોગવી લઇને પાપથી મુક્ત બનીએ એ સારું ને ? સ0 સાચા-ખોટાનો કોઇ ખુલાસો જ ન કરવો ?
સાચું શું અને ખોટું શું ? સાચું-ખોટું કરવા બેસીએ તો કેવળજ્ઞાન ન મળે. ખૂન ન કરવા છતાં દોષિત ગણાય અને ખૂન કરવા છતાં નિર્દોષ ગણાય : આ પ્રભાવ ભૂતકાળના ગુનાનો જ છે ને ? કયા ભવનો ગુનો છે એ ખબર ન હોય પણ ગુનો છે એ તો ચોક્કસ જ ને ? આપણે જ્ઞાની નથી માટે “શું કર્યું છે એ જાણી ન શકીએ, પણ સાથે એવા અજ્ઞાની નથી કે – આવું બનતું હોય છે એ માની ન શકીએ. માંદગીના બિછાને બોલે કે – કયા ભવનું પાપ ઉદયમાં આવ્યું છે કે જેથી આવું થયું? મારે કહેવું છે કે - “કયા ભવનું' બોલવા કરતાં પાપ ઉદયમાં આવ્યું છે તો સહન કરી લેવું છે. ભવ કહીશું એટલે શું પાપ જતું રહેશે ? તમારીઅમારી માન્યતા તો ‘પાપથી દુ:ખ આવે છે” – એ નથી, પાપ કરતાં પકડાઇ જઇએ તો દુ:ખ આવે – એવી છે : સાચું ને ? ૭૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સ0 કશું કરવું જ નહિ ? સીધા જવું અને સીધા આવવું : એમ જ ને ?
હા, એમ જ. કોઇ પૂછે તો કહી દેવું કે - મારા ભગવાને ગોવાળિયાએ ખીલા ઠોકવા છતાં કશું કર્યું નથી તો હું એમનો અનુયાયી થઇને કઇ રીતે કરું ? પૈસા જાય તોય કશી કોર્ટકચેરી નથી કરવી. સ0 કપડાં કાઢે અને જીવવા ન દે - એવી હાલત કરે.
જીવવા માટે અમારે ત્યાં આવી જજો . સ0 તાકાત નથી.
તાકાતની વાત પાછી ક્યાં માંડી ? જન્મેલું બાળક પણ ગાડી નીચે આવે છે ત્યારે એની તાકાત હોય છે ખરી ? આઠ ધાવમાતાઓથી ઉછેરાતા નાના બાળક ઉપર ભૂંગળ પડેલું સાંભળ્યું છે ને ? નાના છોકરા તો અજ્ઞાન છે, તમે સમજુ થઇને શેના દુઃખમાં રડવા બેઠા ? આ દુઃખ કરતાં ભવિષ્યમાં આવનારાં નરક-તિર્યંચનાં દુઃખો તો બહુ મોટાં છે. ત્યાં ભોગવવું એના કરતાં તપ અને સંયમથી ત્યાંનાં દુ:ખો અહીં પૂરાં કરી લઇએ, તપસ્વી જલસા કરે એ ગમે ? સંયમી જલસા કરે એ ગમે ? સારો માણસ પણ તમે કોને ગણો ? જે દુ:ખ વેઠે એને ને ? શ્રદ્ધાંજલીમાં લખો છો ને કે – ટાઢ, તડકો, વરસાદ વેઠીને વડલાની જેમ અમને છાયા આપી. સ) લખવા પૂરતું લખીએ.
અને લોકોને ઉલ્લુ બનાવીએ – એમ જ ને ? જે હૈયામાં નથી એ હોઠે આવે કઇ રીતે ? જેને મોક્ષમાં જવું છે એને હૈયું અને હોઠ એક કરવા પડશે. હૈયું-હોઠ એક હોય એ ખોટું સહન કરવું પડે છે” એવું ન બોલે. જેટલું સહન કરવું પડે છે એ સાચું જ હોય છે. સુખ પણ શાશ્વત નથી અને દુ:ખ પણ શાશ્વત નથી. તમે પણ બોલો છો ને - દુ:ખનું ઔષધ દહાડા ? એક બાજુ આવું બોલો અને બીજી બાજુ દુઃખ પર તૂટી પડો ને ? સ0 રોગ વધે તો કંટ્રોલ કરવો પડે ને ?
અહીં પણ ભગવાનની આજ્ઞા મુજબ દુ:ખ વેઠવાની શરૂઆત કરો તો પાપ પર કાબૂ આવી જશે. ઘણી વાર તો એવુંય બને કે – જેને દુ:ખ વેઠવાની ભાવના છે એને દુઃખ વેઠવાનું આવતું નથી અને જેને દુઃખ વેઠવું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #42
--------------------------------------------------------------------------
________________
નથી એને દુઃખ વેઠવાનું આવે. ભગવાનની આજ્ઞાથી વેઠવું છે, ક્યાં કોઇની આજ્ઞાથી વેઠવું છે ? પાપથી દુ:ખ આવે છે - આવું જે ન માને એને સમ્યક્ત્વ ન હોય. દુઃખ તો આપણા પાપથી આવે છે – નિમિત્ત તો ગમે તે હોય, રોગપ્રતિકારક શક્તિ જેમ મેળવો છો તેમ અહીં સત્ત્વ ન હોય તો સત્ત્વ મેળવી લો. મજબૂતાઇ ન હોય તો મજબૂતાઇ મેળવી લો. શરીર સાથ નથી આપતું એના બદલે મન સાથ નથી આપતું એમ માનવું છે. સ0 તપ-સંયમ ન કરી શકીએ ત્યાં સુધી પાપ કાઢવા માટે શું કરવું ?
અનશનરૂપ તેપ ન થાય તો ઊણોદરી આદિ કરવાની. રોજ પાંચ દ્રવ્ય વાપરતા હો તો બે દ્રવ્ય વાપરવાનાં, સંયમમાં સ્વાધ્યાય કરવાનો. ચૌદસના દિવસે બે હજાર સ્વાધ્યાય કરીને પ્રતિક્રમણમાં આવો તો ચાલે ને ? આ તો ભૂતકાળનો સ્વાધ્યાય વાળી આપે. સ0 સ્વાધ્યાય કઇ રીતે કરવાનો ?
ચાળીસ વાર વંદિનુ ગોખી જાઓ તો બે હજાર સ્વાધ્યાય થઇ જાય. આમેય તમે પૈસો, પૈસો એનો સ્વાધ્યાય કરો છો ને ? સ0 સ્વાધ્યાય આકરો કેમ લાગે છે ?
એનું કારણ એ છે કે એમાં વિકથાનું સુખ છોડવું પડે છે. આટલું પણ સુખ જેને છોડવું નથી એને સંયમમાં મજા આવે કઈ રીતે ? ખાવાનું પણ એવી રીતે કે ઊંઘ ન આવે. માદક દ્રવ્ય નહિ વાપરવાં. આ તો તમને દીક્ષા નથી લેવાતી માટે આ ઉપાય બતાવ્યો. દીક્ષા લીધા પછી બીજો ઉપાય બતાવીશું. તમને જે નડે છે એના ઉકેલ મારી પાસે છે, પણ પહેલાં તમને તમારી નડતર નડતરરૂપ લાગવી જોઇએ. વિરતિ નથી લેવાતી – એનું દુ:ખ હોય તો એક સામાયિક કર્યા વગર ઘરની બહાર ન જવું : બોલો કરવું છે એવું? નહાવાનો, દાઢી કરવાનો, માથું ઓળવાનો નિયમ નથી છતાં રોજ કર્યા વગર નથી રહેતા ને ? દુકાને જવાનો નિયમ નથી ને ? છતાં રોજ જાઓ ને ? તેમ વિરતિના અભ્યાસ માટે સામાયિક કર્યા વગર નથી રહેવું. ચારિત્રમોહનીયના ક્ષયોપશમ માટેનો પુરુષાર્થ ચોથા ગુણઠાણે જ કરવો પડશે. છઠ્ઠા ગુણઠાણે ચારિત્રમોહનીયનો
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ક્ષયોપશમ હોય પણ એના માટેનો પુરુષાર્થ ન હોય. છટ્ટે ગુણઠાણે પુરુષાર્થ તો ચારિત્રમોહનીયના ક્ષયનો હોય. સામાયિકમાં શ્રાવક સાધુ જેવો હોય એ બોલે પણ પાછો સામાયિક કરવા તૈયાર ન થાય. સ0 સામાયિકમાં બે ઘડીનું જ પચ્ચકખાણ કેમ કહ્યું ?
દસ ઘડીનું કેમ ન કહ્યું – એવું પૂછવું છે કે એક ઘડીનું કેમ ન કહ્યું : એવું પૂછવું છે ? બે ઘડીના બદલે એક ઘડીનું હોય તો સારું : એવું જ છે ને ? સામાન્યથી આત્માના પરિણામ એવી ને એવી સ્થિતિમાં અંતર્મુહૂર્ત સુધી ટકે છે માટે બે ઘડીનું કીધું. બે ઘડી પછી એમાં ફેરફાર થઇ જાય. સ0 આપે તપના અભ્યાસ માટે બે દ્રવ્યની વાત કરી અમને તો પાંત્રીસ - જો ઇએ. કઇ રીતે ઠેકાણું પડે ?
સારું. તમારે પાંત્રીસ રાખવા છે ને ? વાંધો નહિ પણ આખા દિવસના ગણવાના અને જે દ્રવ્ય સવારે વાપર્યું હોય એ જ દ્રવ્ય સાંજે વાપરો તો એક દ્રવ્ય નહિ ગણવાનું, બે દ્રવ્ય જુદાં ગણવાનાં. સ0 એટલે પાંચ વાર ચા પીધી હોય તો પાંચ દ્રવ્ય ગણવાનાં : એમ જ ને ?
હા, એમ જ. આમાંય વિષયકષાયની પરિણતિ ઘટી જાય, અવિરતિના પાપથી બચીએ, આસક્તિ તૂટે : આ બધા ફાયદા છે જ. આ બધી પ્રાસંગિક વાતો થઇ. આપણે જોઇ ગયા કે આચાર્યભગવંત અનુશાસન કરે તો ગુસ્સો ન કરવો, તેમ જ કાળે ભણવું. ત્યાર બાદ કહે છે કે – બાર વરસ સુત્ર અને અર્થ ભણ્યા પછી જરૂર પડે તો ધ્યાનની પ્રક્રિયામાં આરૂઢ થવું. જેમ પૂ.શ્રી ભદ્રબાહુસ્વામીજીએ કર્યું તેમ. હવે અગિયારમી ગાથાથી જણાવે છે કે
आहच्च चण्डालीअं कट्ट न निण्हविज्ज कयाइ वि । कडं कडेत्ति भासिज्जा अकडं नो कडेत्ति य ॥१-११॥
ગુનો કર્યા પછી ગુરુભગવંત તે અંગે કાંઇ પણ પૂછે ત્યારે ગુરુભગવંત ગુસ્સે થશે – એમ માનીને ગુનાને કોઈ દિવસ ન છૂપાવે. જે ગુનો કર્યો હોય તેને ‘કર્યો છે એમ કહે અને જે ન કર્યો હોય તેને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #43
--------------------------------------------------------------------------
________________
નથી કર્યો’ એમ કહે. મોટે ભાગે અમારી હાલત એવી છે કે - પાપ કર્યું હોય છતાં ‘કર્યું નથી, થઇ ગયું છે' એમ કહીએ અને સ્વાધ્યાય કર્યો ન હોવા છતાં ‘સ્વાધ્યાય કર્યો છે' એમ કહીએ ! ગુનો કર્યો હોય તો ‘કર્યો છે' એમ કહીએ તો ગુરુભગવંત અનુશાસન કરીને દોષથી રહિત બનાવીને વિનીત બનાવશે. જે વિનીત હોય તે સાનમાં સમજી જાય, જેઓ અવિનીત છે તેમનું તો ગળિયા બળદની જેમ ગુરુભગવંત અનુશાસન કરતાં થાકી જાય : આ જ વસ્તુ બારમી ગાથાથી જણાવે છે.
मा गलियस्से व कसं वयणमिच्छे पुणो पुणो । कसं व दट्ठमाइण्णे पावगं परिवज्जए ॥१-१२।।
જે જાત્ય અશ્વ હોય છે એને પોતા પર સ્વામી ચઢે એના પરથી જ ખ્યાલ આવે કે – સ્વામીને કેટલી ઉતાવળ છે. તેમ વિનીત શિષ્યને ગુરુભગવંતની આંખ ફરે એની પરથી ખ્યાલ આવી જાય. સ્વાધ્યાય કરતાં કરતાં વચ્ચે વાતો કરવા બેસે ત્યારે ગુરુભગવંતની નજર શિષ્ય ઉપર જો પડી જાય તો વિનીત શિષ્યને ખ્યાલ આવી જાય કે – ગુરુભગવંત વિકથા કરવાની ના પાડી રહ્યા છે. તમે પણ આંખથી ભરસભામાં બેઠેલા બહેનને ઉઠાડો ? આપણી પ્રવૃત્તિ અને પરિણામને સુધારવાનું કામ આચાર્યભગવંત કરે. સુખ પરથી આપણી નજર ખસેડીને દુ:ખ પર સ્થિર કરે છે. આપણને સુખ છોડવાનું મન છે કે ભોગવવાનું ? પુણ્ય બાંધવાનું મન છે કે પુણ્ય છોડવાનું ? જેને સુખ જોઇતું નથી અને પુણ્ય બાંધવાની જરૂર નથી પડતી. પુણ્ય છોડવા માટે જે મહેનત કરશે એની મહેનત સફળ બનશે. પુણ્ય બાંધવા માટે જે મહેનત કરશે એની મહેનત માથે પડશે. સ0 અમારે તો જે મળ્યું છે એને સાચવવું છે અને નવું મેળવવું છે.
- તમારી ઇચ્છા પૂરી થવાની નથી, શું કરવું છે એ વિચારી લેજો . સ0 ચોવીસ કલાકમાંથી અઢાર કલાક તમારી પાસે રહીએ તો ઠેકાણું પડે.
અમારી પાસે રહેવાની જરૂર નથી, સાધુપણાને યાદ રાખવાની જરૂર છે. અહીં આવ્યા પછી ધંધો યાદ રાખો છો ને ? એક વખત પ્રણિધાન મજબૂત
હશે તો સંકલ્પ-વિકલ્પ ટળશે અને આગળના ચાર પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિયોગ સ્વરૂપ આશયની પ્રાપ્તિ થશે. “મોક્ષમાં જવું છે” એ પ્રણિધાન જ મજબૂત નથી. ગુરુભગવંતે અનુશાસન કર્યા પછી ‘મને શી ખબર, તમારે પહેલેથી કહેવું જોઇએ ને ?...' આવું બધું બોલે તો સમજવું કે ગળિયા બળદ જેવો શિષ્ય છે. ગળિયો બળદ ઘાંચપરોણો કરો તો ય માર્ગે ચાલવા તૈયાર ન થાય. વારંવાર નીચે બેસી જાય તેમ અવિનીત શિષ્ય ગુરુભગવંતના અનુશાસનને એક વારમાં તો ન ઝીલે, ઉપરથી એમના અનુશાસનને વાગ્માણ સમજીને તેનાથી દૂર રહેવા પ્રયત્ન કરે. જયારે વિનીત સાધુ તો ગુરુભગવંતને હિતશિક્ષાનો પ્રસંગ ન આવે તે રીતે વર્તે.
अणासवा थूलवया कुसीला मिउं पि चंडं पकरंति सीसा । चित्ताणुआ लहु दक्खोववेआ पसायएते हु दुरासयं पि॥१-१३॥
અવિનીત અને વિનીત શિષ્યોના અધિકારમાં આપણે જોઇ ગયા કે જીવો બે પ્રકારના હોય છે. કેટલાક જીવો સ્વામીની ઇચ્છાને અનુસરનારા હોય છે, તેમની ઇચ્છાને જોઇને એને અનુરૂપ પ્રવૃત્તિ કરનારા હોય છે.
જ્યારે કેટલાક જીવો પોતાની ઇચ્છા મુજબ જીવનારા હોય છે, સ્વામીની ઇચ્છાને જોતા નથી અને પોતાના વર્તનથી સ્વામીને થકવી નાંખતા હોય છે. હવે જેઓ સ્વામીની નજરમાત્રથી માર્ગસ્થ બને છે અને જેઓ કહેવા છતાં માનતા નથી તે બંન્ને જીવોની વિશેષતા અને તેનું ફળ આ ગાથાથી જણાવે છે. આ ગાથામાં જે “અપસવ' પદ છે તેનો અર્થ આપણે કરીએ અને મહાપુરુષો કરે છે તેમાં ઘણો ફરક છે. આથી જ આપણે ત્યાં કેવળ મૂળ સૂત્ર કે આગમ પ્રમાણે નથી મનાતા, પંચાંગ પ્રમાણ મનાય છે. એકલા મૂળ આગમને પ્રમાણ માનનારા માણસો અપ્રામાણિક છે. મૂળ, નિયુક્તિ, ભાગ, ચૂર્ણિ અને ટીકા : આ પાંચ અંગો પ્રમાણ છે. સ0 પાંચ પાંચ વસ્તુ રચવાનું શું કામ હતું ?
આપણે અલ્પ બુદ્ધિવાળા છીએ માટે પાંચની રચના થઇ, તેથી આપણા માટે પાંચે પાંચ પ્રમાણ છે. ભગવાને દેશનામાં માત્ર ત્રિપદી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૭૯
Page #44
--------------------------------------------------------------------------
________________
જણાવેલી. એ “M વા, વિલાને વા, યુવે વા ત્રણ પદોનો અર્થ કોણ સમજયું ? માત્ર ગણધરભગવંતો સમજેલા. તેમણે એ ત્રણ પદના આધારે દ્વાદશાંગીની રચના કરી. એ દ્વાદશાંગીનો અભ્યાસ કરીને ચૌદપૂર્વધરો તૈયાર થયા. પરંતુ એ દ્વાદશાંગીનો અર્થ બધા સમજી ન શકે. તેથી ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે સૂત્રો ઉપર નિર્યુક્તિની રચના કરી છે. એ નિયુક્તિમાં પણ જે અસ્પષ્ટ હોય તેને સ્પષ્ટ કરવા માટે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ભાષ્યની રચના કરી. એ ભાષ્યની વાચના અપાતી હોય ત્યારે ભણનારા સાધુ ભગવંતોએ તેના ઉપર જાતે લખીને તમારી ભાષામાં ફૂટનોટ તૈયાર કરી તેને ચૂર્ણિ કહેવાય અને એ સુત્ર, નિર્યુક્તિ કે ભાષ્યમાંનાં પ્રત્યેક પદોનો અર્થ કરવો, પૂર્વાપરનો સંદર્ભ બતાવવો. પૂર્વાચાર્યોના હવાલા આપવાના અને સ્પષ્ટતા માટે તે તે દૃષ્ટાંત આપીને જણાવવું તે ટીકા છે. અવચૂર્ણિમાં તો જે ભાષામાં શબ્દ યાદ આવે એ ભાષામાં ટપકાવ્યો હોય. જ્યારે ટીકામાં તો સંસ્કૃત ભાષામાં સમજાવ્યું હોય છે. એ ટીકા પણ જો ન સમજાય તો હવે ગુજરાતી અનુવાદ કરીને સ્પષ્ટ કરાય છે. સ0 એક ગ્રંથ ઉપર દસના અનુવાદ મળે - શું કરવું ?
ભલે સત્તર જાતના અનુવાદ હોય પણ બધાનો ઢાળ તો મોક્ષ તરફનો જ હોવો જોઇએ, સંસાર તરફનો ઢાળ ન હોવો જોઇએ. જે અનુવાદનો ઢાળ સંસાર તરફ હોય તે અનુવાદ પ્રમાણભૂત ન મનાય. આપણા મહાપુરુષો સંસારના ભીરુ હતાં, પાપના ભીરુ હતો, મોક્ષના રાગી હતા. તેમના ગ્રંથોનો અનુવાદ એમના આશયને અનુરૂપ જ હોવો જોઇએ. મોક્ષને બાધા પહોંચે એવું બોલે કે લખે તે જૈન તો નથી, આગળ વધીને આર્ય પણ નથી. જે આર્ય હોય તે સંસારને ઉપાદેય માનનારો ન હોય, ધર્મને અને ધર્મના ફળરૂપ મોક્ષને જ ઉપાદેય માનનારો હોય. આજે તો એવા ય મળે છે કે જેઓ પંચાંગીને પ્રમાણ નથી માનતા. માત્ર સૂત્ર ઉપરથી આપણે જાતે અર્થ કરીએ એના કરતાં ટીકાકારો તો આપણા કરતાં વિદ્વાન હતા, તેઓ અર્થ કરે તો સારું ને ? આપણે અજ્ઞાની હોવાથી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ઊંધોનો અર્થ ન કરી બેસીએ તે માટે તો મહાપુરુષોએ ટીકાની રચના કરી છે. આજે આ ભણવાની તૈયારી નથી. સાચું સમજવાની તૈયારી નથી. એક શબ્દના અનેક અર્થ થાય છે - એવું બોલીને ગમે તેવા અર્થ ન કરવા. કયા શબ્દનો કયો અર્થ થાય તે સમજાવવાની તૈયારી અમારી છે. પણ જેને સમજવું જ ન હોય તેને શું કરવું ? લોકો આપણું માને કે ન માને આપણે ભગવાનનું માની લેવું છે. સ) એટલે આપની નાવ નહિ ડૂબે, અમારી ડૂબશે.
અમારી નાવ ડૂબવાનું કોઇ કારણ નથી, કારણ કે અમને તો ભગવાનનું વચન મળી ગયું છે. પૂ. યશોવિજયજી મહારાજે પણ કહ્યું છે કે “તુજ વચનરાગ સુખસાગરે ઝીલતો કર્મભરભ્રમ થકી હું ન બીહું.” જેને વચનનો રાગ ન હોય તેને સંસારમાં ડૂબવાનો ભય લાગે. જેની પાસે ભગવાનના વચનના રાગનું બળ હોય તે તો સંસારના પારને સહજમાં પામી જાય. જેની પાસે વચનનો રાગ હોય તેને ત્રણ ભુવનનું સામ્રાજય પગમાં આળોટે તોપણ કોઇ અસર ન થાય. ભગવાનના વચનનો રાગ હોય તે સંસારમાં ડૂબે જ નહિ. હોસ્પિટલમાંથી મડદું નીકળે છતાં તેના શકન લઇને ચિકિત્સા કરાવવા જાઓ ને ? મારા ગુરુમહારાજ કહેતા હતા કે અમારે ત્યાં એક પણ કેસ ફેઇલ નથી. જેણે જેણે ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કર્યો તે બધા મોક્ષે પહોંચી જ ગયા, છતાં શ્રદ્ધા નથી.
જ્યારે અહીં તો ઘણા કેસ ફેઇલ જાય છે છતાં ય શ્રદ્ધા છે ને ? સ0 એનું કારણ શું ?
એનું કારણ એક જ છે કે સુખનો રાગ ઘણો છે. મરીશ, પણ સુખ ભોગવ્યા વિના નહિ રહું - આ અધ્યવસાય મજબૂત છે. અહીં જે પુણ્યોદય છે તેની પાછળ પડેલું પાપ દેખાતું નથી. આપણા બધા પુણ્ય પાછળ ભૂતકાળનું પાપ પડ્યું છે - એ માનો છો ? સ0 કઇ રીતે ? સમજાયું નહિ.
ભૂતકાળમાં આરાધના કરીને કર્મનિર્જરા સાધી હોત તો મોક્ષે પહોંચી ગયા હોત. ગયા ભવમાં આયુષ્ય બાંધ્યું ત્યારે આ ભવમાં જનમવું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૮૦
Page #45
--------------------------------------------------------------------------
________________
પડ્યું ને ? જન્મમાત્ર પાપના યોગે થાય છે. આ ભવમાં જન્મ્યા ત્યારે પુણ્ય ભોગવવાનો વખત આવ્યો ને ? અકસ્માત થયા પછી ડૉક્ટરની ગાડી પુણ્યથી મળે, પણ અકસ્માત તો પાપના ઉદયે થાય ને ? તેમ સંસારમાં સુખ પુણ્યના ઉદયે મળે પણ સંસાર તો પાપના ઉદયે જ મળે છે. તેથી આપણે પુણ્ય બાંધવા માટે ધર્મ નથી કરવો, કર્મનિર્જરા માટે ધર્મ કરવો છે. પુષ્યમાત્ર પાપના ઉદયમાં જ ભોગવાતું હોય તો આપણે પુણ્યનું શું કામ છે ? સ0 બે ગતિને સારી શા માટે કહી ?
તમે માની છે, શાસ્ત્રકારોએ તો ચારે ગતિને દુર્ગતિ કહી છે, પંચમ ગતિને જ સુગતિ કહી છે. તમે સાથિયો કરો છો તે ચાર ગતિ નિવારવા માટે કરો છો ને ? એક બાજુ ભવ કહેવાનો અને બીજી બાજુ સારો કહેવાનો : એ ન બને, “સારું ઝેર’, ‘સારો અગ્નિ’ એવું ક્યારેય બોલો ? નહિ ને ? તેમ સંસાર-ભવ દાવાનલ જેવો છે. તેમાં સારો ભવ ક્યાંથી કહેવાય. ભવમાત્ર સારો ન હોય, ખરાબ જ હોય. સ, ભવોભવ તુમ ચરણોની સેવા બોલીએ ને ?
ત્યાં ભવોભવનો અર્થ એ નથી કે અનેક ભવ કરવા છે. આ તો વીસાના કારણે બે વાર ભવ બોલાય છે. જેમ કોઇને આવકારતી વખતે ઉત્કટ ઇચ્છા બતાવવા ‘આવો, આવો’ બોલાય છે, તેમ કોઇ ભવમાં ભગવાનની સેવાથી વંચિત રહેવું નથી, આ ભવમાં પણ કાયમ માટે શરણે રહેવું છે એ ભાવને વ્યક્ત કરવા ભવે ભવે બોલાય છે. બાકી સાધકને તો આ ભવે મોક્ષે જવાતું હોય તો બીજો ભવ કરવો નથી. સ0 અમે દીનદુ:ખીની અનુકંપા કરીએ, પૂજા સામાયિક મોક્ષ માટે
કરીએ તોપણ વચ્ચે પુણ્ય તો સમાયેલું જ છે. એને ખરાબ શા માટે કહો છો ?
પુણ્ય ધર્મમાં ભલે સમાયેલું હોય પણ આપણે પુણ્ય જોઇતું નથી, કાઢી નાંખવું છે. મોંધું દાટ કપડું હોય તેમાંથી કપડાં સિવડાવો તો તેના ચીંથરાં પડવાનાં જ, પણ એ ચીંથરાં પહેરવા કામ ન લાગે, વસ્ત્ર જ
કામ લાગે. શાસ્ત્રમાં પુણ્યને ઘાસતુલ્ય કહ્યું છે. અનાજ ઉગાડતાં ઘાસ ઊગે તે કાપી નાંખો કે ખાવામાં લો ? જે ઘાસ વાપરે તે માણસ ન હોય, ઢોર હોય. વિશાલલોચન સૂત્રમાં પણ કહ્યું છે ને કે તૂTHfપ ન TUત્તિ ભગવાનના જન્માભિષેકનું કર્મ કરી હર્ષ-આનંદથી મત્ત બનેલા દેવો સ્વર્ગનાં સુખોને તૃણ-ઘાસ તુલ્ય પણ નથી ગણતા. તમે પ્રતિક્રમણ વરસોથી કરો છો પણ અર્થનો વિચાર જ કરતા નથી ને ? માત્ર પ્રતિક્રમણ કર્યાનો સંતોષ હોય ને ? શાસ્ત્ર કહે છે કે પ્રતિક્રમણ કરનારને તો સુખો અસાર લાગ્યાનો આનંદ હોય છે. ઇન્દ્ર વગેરે દેવોને દેવલોકનાં સુખો પણ ઘાસથી તુચ્છ લાગે તો આપણા આ સુખમાં શું બન્યું છે ? ભગવાનના શાસનની ક્રિયાઓ જડ નથી, ચેતનવંતી છે. એ ક્રિયાને જીવંત બનાવવાનું કામ, સૂત્રના અર્થનું જ્ઞાન કરે છે. જ્ઞાન વિનાની ક્રિયા બુટ્ટી છે. ક્રિયાની ધાર જ્ઞાન છે. આ ધારદાર ક્રિયાઓ જ કર્મને છેદવા માટે સમર્થ છે.
આપણી વાત તો ત્યાંથી નીકળી કે “અનાશ્રવ’નો અર્થ દેખીતી રીતે જેવો થાય તેવો અહીં નથી કરવાનો. સામાન્યથી આશ્રવ એટલે કર્મનું આવવું, તે દોષરૂપ છે અને અનાશ્રવ ગુણસ્વરૂપ છે. પરંતુ અહીં તો અનાશ્રવ અવિનીતનું વિશેષણ કર્યું છે. અનાશ્રવ, સ્થૂલવતી, કુશીલ એવા અવિનીત શિષ્યો હોય છે. આ “અનાશ્રવ’નો અર્થ ‘દોષરૂપ’ કરવો જોઇએ. તેના માટે સૌથી પહેલાં “આશ્રવ'નો અર્થ જુદો કરવો પડશે. આશ્રવ જો ગુણરૂપ હોય તો અનાશ્રવ દોષરૂપ બને. આથી અહીં આશ્રવ એટલે ‘જેમાં હિતશિક્ષાનું આવાગમન થાય તે' - એવો અર્થ કરવો. આશ્રવ’નો અર્થ સામાન્યથી આવવાનું સાધન. કર્મોને આવવાના સાધનભૂત હિંસાદિ આશ્રવો છે. તેમ અહીં ગુરુની હિતશિક્ષાનાં વચનોનું આગમન એ આશ્રવ છે અને જે શિષ્યમાં આવા પ્રકારનાં હિતવચનોનું આવાગમન ન હોય એવા અવિનીત શિષ્યને અનાશ્રવ કહેવાય છે. આથી જ “અનાશ્રવ'નો અર્થ કરતાં ટીકામાં જણાવ્યું છે કે ‘ગુરુના વચનમાં નહિ રહેલા’... અર્થાત્ ગુરુના વચનને કાને ધરતા નથી તે અનાશ્રવ છે. આશ્રવ માત્ર ખરાબ નથી, કર્મનો આશ્રવ ખરાબ છે, ગુણનો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #46
--------------------------------------------------------------------------
________________
આવિર્ભાવ કરનારા ગુરુવચનનો આશ્રવ તો સારો છે. તમારે ત્યાં પણ દૂધનો આશ્રવ, પાણીનો આશ્રવ સારો મનાય ને ? પાણી આવે તો સારું
કે ન આવે તો ? દૂધવાળો આવે તો સારું કે ન આવે તો ? તેમ અહીં પણ કહો કે – હિતશિક્ષા મળે તો સારું કે ન મળે તો સારું ?... ટીકાકારો જે અર્થ કરીને સમજાવે છે, તે માર્મિક હોય છે. ગ્રંથના ગૌરવને વધારે, ગ્રંથકાર પ્રત્યે બહુમાન પેદા કરાવે - એવા આ ટીકાકારપરમર્ષિ હોય
છે. તેથી આપણે ટીકાથી નિરપેક્ષપણે અર્થ નથી કરવો.
જેને દીક્ષા આરાધવી હોય તેમણે કેવા ગુણો આત્મસાત્ કરવા જોઇએ તે અહીં જણાવ્યું છે. આજે તમારી-અમારી દશા એ છે કે જે ગુણ આપણી પાસે નથી તે મેળવવા છે, પરંતુ જે દોષો આપણામાં પડ્યા છે - એ કાઢવા નથી. જે નથી એ મેળવવું છે, પણ જે ખરાબ છે તે કાઢવું નથી - ક્યાંથી નિસ્તાર થાય ? કોઇ આપણું માનસન્માન કરે એવા ગુણો મેળવવા છે પણ લોકો અપમાન કરે એવા દોષો કાઢવા નથી. જ્યાં સુધી દોષો કાઢીએ નહિ ત્યાં સુધી ગુણો ગમે તેટલા મેળવીએ એની કોઇ કિંમત નથી. એક વાર દોષો દૂર થઇ જાય તો ગુણો એની મેળે પ્રગટ થઇ જાય. ગુણ પામવાની ના નથી, પણ માનસન્માન કે બહુમાન લેવા માટે એકે ગુણ નથી મેળવવો.
સ૦ કોઇ ગુણવાન હોય તો બહુમાન નહિ કરવાનું ?
તમને બહુમાન કરવાની ના નથી, બહુમાન લેનારાને બહુમાન લેવાની ના પાડી છે. બહુમાન એ લેવાની વસ્તુ નથી, આપવાની વસ્તુ છે. તમને તો બહુમાન કરતાં ય નથી આવડતું. એ વ્યક્તિ જ્યાં હોય ત્યાં જઇને બહુમાન કરવાનું. બેસેલાને પણ ઊભો નહિ કરવાનો. જ્યારે બહુમાન લેનાર પણ કહી દે કે બહુમાન મારું નહિ, આચાર્યભગવંતનું કરો. એમની પાસે જે છે તેમાંથી મારી પાસે કશું નથી. તમારે ત્યાં જ નહિ, અમારે ત્યાં પણ આ જ દશા છે. મોટા વડીલ બેઠા હોય તો અમારે વાસક્ષેપ નાંખવાનો ન હોય. આ પણ એક અવિનય છે. આપણી વાત એ છે કે આપણે દોષો કાઢ્યા વિના ગુણો મેળવવા છે - તેથી ગુણો
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૮૪
મળતા નથી, ફળતા નથી. અનંતી વાર ઓધા લેવા છતાં પણ આપણે સંસારમાં રખડીએ છીએ - તેનું કારણ જ આ છે.
સ૦ એ વખતે શું કર્યું હશે ? દોષો નહિ કાઢ્યા હોય ?
એ વખતે આપણે ધર્મ જ કરવો હતો, અધર્મ કાઢવો ન હતો. પાપ સાથે ધર્મ કર્યો એટલે તો ઓઘા નકામા ગયા. જેમ અત્યારે પણ આપણે દાનધર્મ ઘણો કરવો છે પણ ધંધો બંધ નથી કરવો ને ? આચાર્યભગવંતે અમને વ્યક્તિગત હિતશિક્ષા આપતી વખતે જણાવ્યું હતું
કે ‘કોઇ તારી નિશ્રામાં દસ લાખ ખરચવા આવે તો તેને કહી દેવું કે - આટલા પૈસા લઇને ધંધો બંધ કરી દેશભેગો થઇ જા...' ઉત્સવ-મહોત્સવ કરવા માટે પૈસા ખર્ચવા એના બદલે ધંધો બંધ કરી દેવો સારો. જ્યાં
સુધી પૈસો ગમે છે ત્યાં સુધી કરેલું દાન બનાવટી કહેવાય. આ તો પૈસાનો લોભ પણ પોષાય અને નામનું માન પણ પોષાય. આ ધર્મ કરવાની રીત નથી. આ તો પોતે કરોડોનો ચડાવો લે અને નોકરોનો પગાર કાપી લે. આવો ધર્મ નિંદાપાત્ર જ બને ને ? સગો ભાઇ પૈસો માંગતો ફરતો હોય ને પોતે ધર્મમાં લાખો ખર્ચે તેનો શો અર્થ ? તમારા પૈસા બેંકમાં વ્યાજે ફરે અને ભાઇ ભૂખે મરે આ તે કંઇ લાયકાત છે ? તમને કોઇના દુઃખની ચિંતા થાય છે ખરી ? બીજાના ઉપકાર માટે તેનું દુઃખ ટાળવાની વાત નથી કરી, એના દુ:ખે આપણે દુ:ખી થઇએ છીએ. એ આપણું દુ:ખ ટાળવા માટે તેનું દુઃખ દૂર કરવાની વાત કરી છે. બીજાના દુઃખ ઉપર દયા આવે એ ચરમાવર્ત્તકાળનું લક્ષણ છે. અન્યદર્શનકારોએ પણ કહ્યું છે કે ‘વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે.’ આ સંસારમાં પારકાની પીડા જો એક વાર દેખાય તો સાધુ થવું જ પડશે. આ સંસારમાં કેટલાને દુ:ખ આપીને આપણે સુખ ભોગવીએ છીએ ? આપણને આપણું સુખ જ દેખાય છે, બીજાનું દુઃખ દેખાતું જ નથી. દુઃખ આખા ગામને ગમતું નથી. મને કયો અધિકાર છે કે મારા સુખ ખાતર બીજાને દુઃખ આપું ? આપણી પાસે દોષો ઘણા પડ્યા છે તે માટે જ હિતશિક્ષાની જરૂર છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
–
૫
Page #47
--------------------------------------------------------------------------
________________
સ૦ અમને તો અમારા દોષ લાગતા જ નથી, પરિપૂર્ણ છીએ એવું લાગે. તમને તમારા દોષો દેખાતા નથી - એ જ મોટામાં મોટો દોષ છે. આપણી પાસે જે જ્ઞાન છે તે જ્ઞાન આપણી જાતને સુધારવા માટે છે, પારકાને સુધારવા માટે નહિ. આજે આપણો ધર્મ તારક બનતો નથી તે આપણી આસક્તિના કારણે. બાકી ધર્મ તો તારક છે. કર્મ કાપવા માટે ધર્મ કેવો જોઇએ ? તીક્ષ્ણ જોઇએ ને ? આ તીક્ષ્ણતા આસક્તિના કારણે બૂઠી થઇ ગઇ છે. આજે દાન આપનારને પૈસો ગમે છે, તપ કરનારને પણ ખાવાનું ગમે છે. શિયળ પાળનારને પણ વિષયો ગમે છે. એ જ રીતે મોક્ષ પણ ગમે છે અને સંસાર પણ ગમે છે : આથી જ આપણા દાનશીલતપ અને ભાવ : આ ચારે ધર્મ નકામા જ જાય છે. કૂવાનું પાણી ગંધાતું હોય ત્યારે પાણી ઉલેચવામાત્રથી ગંધાવાનું બંધ ન થાય, એ પાણી જેના કારણે ગંધાતું હોય તે મડદું કૂવામાંથી બહાર કાઢવું પડે ને ? એ જ રીતે આપણી પાસે પણ દોષનું મડદું પડ્યું છે માટે આપણો ધર્મ ગંધાય છે. આ દોષોને દૂર કરવા માટે તો ગુરુનું અનુશાસન છે. ગુરુનું અનુશાસન ઝીલ્યા વિના દોષો દૂર નહિ થાય. મનમાં ગુસ્સો ગમે તેટલો આવ્યો હોય તોપણ વચનમાં કે કાયામાં આવવા દેવો નથી. આપણું મન દોડે છે તે વચન, કાયાનો સાથ મળવાના કારણે દોડે છે. એક વાર વચનકાયાનો સાથ આપવાનું બંધ કરીએ તો મનની દોડ ઘટી જવાની, થાકી ગયેલું મન દોડાદોડ નહિ કરે, શાંત થઇ જશે. પરંતુ સૌથી પહેલાં દોષ કાઢવાનો સંકલ્પ કરવાની જરૂર છે.
સાધુભગવંતોને હિતશિક્ષાનો આશ્રવ હોય જ. જો આ હિતશિક્ષાનો આશ્રવ ન હોય તો સાધુનું ભાગ્ય પરવારી ગયું છે - એમ માનવું પડે. જ્ઞાન ઓછું હોય તો ચાલે, શ્રદ્ધા ઓછી હોય તો ચાલે, ચારિત્રનું પાલન ઓછું હોય તોય ચાલે, પણ હિતશિક્ષા વિના ન ચાલે. કારણ કે જ્ઞાનદર્શનચારિત્રની ખામીને પૂરવાનું કામ આ હિતશિક્ષા કરે છે. હિતશિક્ષા વિના સાધુપણાનું પાલન કરવાનું કામ શક્ય નથી. સાધુપણામાં ગુરુની જરૂર હિતશિક્ષા માટે જ છે. જેને માથે ગુરુ ન હોય તેના
દર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સાધુપણામાં કોઇ માલ નથી. પહેલાના કાળમાં નામસ્થાપનને જ દીક્ષા માનતા હતા અને નામકરણવિધિમાં પણ સૌથી પહેલાં ગુરુનું નામ જણાવ્યા પછી સાધુનું પોતાનું નામ જણાવવામાં આવે છે. ભૂતકાળના પાપયુક્ત આત્માનો ત્યાગ કર્યા પછી એનું નામ પણ યાદ કરવાની જરૂર નથી. સાધુ મહાત્માને કોઇ ગૃહસ્થપણાનું નામ પૂછે તો તેઓ પ્રાયઃ જણાવે નહિ. કારણ કે સાધુભગવંતો પૂર્વસંયોગોનો ત્યાગ કરીને આવતા હોય છે. સંસાર છોડતી વખતે શરીરનો ત્યાગ કરી શકાય એવું ન હોવાથી શરીર સાથે લઇને આવીએ પણ તેનું પૂર્વનું નામ તો છોડી જ દેવાનું. જે નામ ભૂલી જવાનું છે - એ નામ યાદ કરવાનું કામ શું છે ? આ તો આચાર્યભગવંતના ગુણાનુવાદમાં પણ આ બધું બોલ્યા કરે કે અમુકની કુક્ષિએ જન્મ્યા, અમુક ગામના રતન... આપણે કહેવું પડે કે તેમના સાધુપણાના ગુણો ઓછા છે કે ગૃહસ્થપણાના યાદ કરવા પડે ? સર્વ ગૃહસ્થપણામાં પણ ઉત્તમ હતા - એમ કહેવાય ને ?
ગૃહસ્થપણામાં ઉત્તમતા ન હોય, સાધુપણામાં જ ઉત્તમતા હોય. ગૃહસ્થપણું છોડ્યું માટે જ તો ઉત્તમતા આવી. હવે ગૃહસ્થપણાને યાદ કરવાનું કામ શું છે ? આ તો સંસારીપણાનું ઘર જોવા પણ જાય અને બોલે કે - ‘આ સાહેબનું ઘર.’ આપણે કહેવું પડે કે ‘આ સાહેબનું ઘર નથી, સાહેબે જે છોડ્યું તે ઘર છે...' તમને તો ગુણાનુવાદ કરતા પણ નથી આવડતા. આપણી વાત તો એ છે કે - જે ગુરુની હિતશિક્ષાને સાંભળે નહિ તેઓ અનાશ્રવ છે અને આવા અનાશ્રવ જીવો સ્થૂલવ્રતવાળા હોય. જે ગુરુના વચનમાં રહે તે જ સૂક્ષ્મતાથી વ્રતનું પાલન કરી શકે. સાધુપણામાં આવ્યા પછી પણ જો સ્થૂલથી વ્રત પાળીએ તો અનંતગુણ હાનિ થઇ - એમ સમજવું. ઉપર ઉપરથી વ્રતનું પાલન કરવું તે સ્થૂલવ્રત. આ તો મુમુક્ષુ અમને પૂછવા આવે કે સાધુપણામાં ફરજિયાત કેટલું ? આવાને શું કહેવું ? તમારે ત્યાં પરણીને આવનાર પૂછે કે તમારા ઘરમાં ફરજિયાત કેટલું ? તો તમે શું જવાબ આપો ?
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૮૩
Page #48
--------------------------------------------------------------------------
________________
સ0 બધું જ ફરજિયાત છે.
સવારે પથારી ઉપાડવાથી માંડીને રાત્રે પથારી નાંખવા સુધીનું બધું જ કામ કરવું પડશે – એમ કહો ને ? તો સાધુપણામાં બધું જ ફરજિયાત હોય ને ? સાધુપણામાં તો પાપ જેટલાં કરેલાં છે તે બધાં જ ખપાવવાનું ફરજિયાત છે. જેટલું દુ:ખ ભોગવાય, પાપ પૂરું થાય તેટલો મોક્ષ નજીક આવશે. જેટલું વહેલાં કામ પતે તેટલું કેવળજ્ઞાન જલદી મળે ને ? આરામ ન કરવો અને કામ કરવું : એ સાધુપણામાં ફરજિયાત છે. જે ગુરુવચનમાં રહેલા સાધુ હોય તે તો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી સૂક્ષ્મ વ્રતને પાળનારા હોય છે. પાંચ મહાવ્રતોનું સૂક્ષ્મતાથી પાલન તે જ કરી શકે કે જે શીલસંપન્ન હોય. તેથી ‘સ્થૂલવ્રત’ પછી ‘કુશીલ’ પદ આપ્યું છે. પાંચ મહાવ્રતના પાલન માટે અઢાર હજાર શીલાંગરથને ધારણ કરનારા બનવું જોઈએ. પાપ અઢાર પ્રકારનાં છે અને આચાર અઢાર હજાર પ્રકારના છે. આ શીલ જેની પાસે ન હોય તેને કુશીલ કહેવાય અને જે પાંચ મહાવ્રત સૂક્ષ્મતાથી ન પાળે તે સ્થૂલવ્રતવાળા કહેવાય. સ0 પાંચ મહાવ્રતમાં બધું આવી જાય, પછી શીલાંગધારા કેમ કહ્યું ?
મહાવ્રતનું પાલન પણ શીલાંગના પાલન દ્વારા જ થઈ શકે છે. તમે હાથમાં થેલી પકડો, પણ પકડ તો પાંચ આંગળીની મજબૂત હોવી જોઇએ ને ? આંગળી ઢીલી પડે તો હાથમાંથી થેલી છૂટી જાય ને ? તેમ અઢાર હજાર પ્રકારનું શીલ મજબૂત હશે તો જ પાંચ મહાવ્રતોનું પાલન સરળતાથી થઇ શકશે. સ0 અઢાર હજાર ભાંગામાં ધ્યાન કેવી રીતે રહે ?
ઉપયોગ રાખીએ તો રહે - હાથપગની વીસ આંગળીઓ છે તેના વીસ નંખ છે. શરીરના કરોડો રૂંવાટા છે. દરેક ઉપર ધ્યાન એક સાથે રહે ને ? એકાદ રૂંવાટામાં પીડા થાય તો ખબર પડી જાય ને ? તો અઢાર હજાર શીલમાં ધ્યાન ન રહે ? ઉપયોગ રાખીએ તો રહે, જે તકલીફ છે તે ઉપયોગ રાખવાની છે. ઉપયોગ તો આપણો પ્રાણ છે, જીવનું લક્ષણ છે. ઉપયોગ રાખીએ તો બધું જ શક્ય છે. ગુરુના વચનમાં રહેવું હોય તો ઉપયોગ રાખવો
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
જ પડે ને ? ગુરુભગવંત ડગલે ને પગલે આપણને પાપથી દૂર રાખે છે. ધર્મસ્થાનમાં આવ્યા પછી આપણે પાપના ભાજન ન બનીએ તે માટે ગુરુ હિતશિક્ષા આપતા હોય છે. આ તો અમને પૂછવા આવે કે – ‘શત્રુંજયગિરિ ઉપર ખવાય કે નહિ ?' આપણે કહેવું પડે કે ‘ભાઇ ! પાલિતાણામાં જ ખવાય નહિ, જયારથી ડુંગર દેખાય ત્યારથી ખવાય નહિ.' અમારા આચાર્યભગવંત કહેતા હતા કે પાલિતાણા જાત્રા માટે જાય તો તે દિવસે ઉપવાસ જ કરે અને બીજે દિવસે પાલિતાણાની બહાર જઇ પારણું કરે. સ0 ચોમાસું કે નવ્વાણું કરવું હોય તો ?
ચોમાસું કરવું હોય તો ચાર મહિનાના ઉપવાસ થાય ને ? ભગવાનના શાસનમાં તો છ મહિનાનો તપ કહેલો છે. તેમાંથી બે માસ ઓછો તપ શક્તિ હોય તો કરી શકાય ને ? સ0 ચાર માસ તપ કર્યો એ નહિ જોવાનું, બે માસ બાકી છે એમ જોવાનું ?
તમે પણ શું કરો છો ? મૂડી આવી ગઇ એ જુઓ કે વ્યાજ બાકી છે – એ જુઓ ? કેટલું કર્યું એ નથી જોવું, કેટલું બાકી છે – એ જોવું છે. નવ્વાણું પણ દિવસમાં બે-બે ત્રણ-ત્રણ જાત્રા કરીને નથી કરવાની. ઉપવાસના દિવસે જાત્રા કરવાની, પારણાના દિવસે ન કરવી. લાગલગાટ જાત્રા કરવાનું વિધાન નથી. મોક્ષે જવાની ઉતાવળ છે માટે લાગલગાટ જાત્રા કરે છે એવું નથી, ઘરે જવાની ઉતાવળ છે માટે લાગલગાટ જાત્રા કરે છે. બાકી એક દિવસમાં એક જ જાત્રા કરે અને ઉપવાસ કરીને કરે તો નવાણું પણ કરી શકાય ને ? સ0 ટૂંકમાં, ફળ આપે એ રીતે કરવાનું – એમ જ ને ?
ફળ આપે એ રીતે નહિ, ફળ પ્રાપ્ત કરી શકાય - એ રીતે કરવાનું. ઝાડ ઉપરથી પણ ફળ લેવું પડે છે, એની મેળે નથી મળતું. ફળ પામવા માટે પુરુષાર્થ કરવો પડે છે. ઝાડનું સિંચન ન કરો તો એ ફળ ન આપે ને ? તેમ અહીં પણ આજ્ઞાપાલનનો પરિણામ હોય તો જ તે તે ક્રિયાઓ ફળદાયી બને. અહીં જણાવે છે કે જેઓ આ રીતે ગુરુનું સાંભળતા નથી, ભૂલથી - ઉપરઉપરથી વ્રત પાળે છે, કોઇ જુએ તો પાળે, ન જુએ તો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૮૯
૮૮
Page #49
--------------------------------------------------------------------------
________________
ન પાળે અને જેઓ કુશીલ છે તેઓ મૃદુ-શાંત એવા ગુરુને પણ ચંડકોપાયમાન કરે છે. આવા શિષ્યો અવિનીત કહેવાય છે. શિષ્ય હોય તો કેવો હોવો જોઇએ - એ હવે આગળના ઉત્તરાર્ધથી જણાવે છે. ગુરુને આવા શિષ્યની અપેક્ષા હોય એવું નથી. સાધુભગવંતો તો પોતાના શરીર પ્રત્યે પણ નિઃસ્પૃહ હોય છે તો તેમને શિષ્યનો લોભ તો ક્યાંથી હોય ? અવિનીત શિષ્ય ગુરુની સાથે એ રીતે વર્તે કે સમતાધારી ગુરુને પણ ગુસ્સો આવ્યા વિના ન રહે. જયારે વિનીત શિષ્યો તો કોપાયમાન થયેલા ગુરુને પણ વિનયપૂર્વકના વર્તનથી શાંત કરે છે. આ વિનીત શિષ્યો ગુરુના ચિત્તનું અનુસરણ કરે છે. લઘુ-સૂક્ષ્મ વ્રત પાળનારા હોય છે અને શીલના અઢાર હજાર ભાંગાનું પાલન કરવામાં દક્ષ હોય છે. અહીં ‘ચિત્તાનુગ'નો અર્થ ‘ગુરુવચનનું અનુસરણ કરનારો' આવો કર્યો છે એના ઉપરથી જ સમજાય છે કે “અનાશ્રવ’નો અર્થ ‘ગુરુવચનને નહિ અનુસરનારો” આવો થાય છે. અહીં અવિનીત શિષ્ય માટે કોઇ દૃષ્ટાંત નથી આપ્યું કારણ કે એમાં તો આપણે પોતે જ દષ્ટાંતભૂત છીએ. આથી વિનીતને જણાવવા એક દૃષ્ટાંત જણાવે છે.
જે શિષ્યો ગુરુના વચનમાં સ્થિત હોય તેઓ કોપાયમાન ગુરુને પણ શાંત કરે છે. જ્યારે ગુરુના વચનમાં રહેલા ન હોય તેઓ શાંત ગુરુને પણ કોપાયમાન કરે છે – આપણો નંબર શેમાં લાગે ? આજે ‘લોકો આપણી ઉપર ગુસ્સો કરે છે - એની ફરિયાદ આપણે ઘણી કરી પણ આપણે કેટલાને ગુસ્સે કરીએ છીએ – એનો તો આપણે વિચાર પણ કરતા નથી. જગત મને હેરાન કરે છે - આ આપણી ફરિયાદનો સૂર છે. પણ આપણે જગતને હેરાન કરીએ છીએ – એની તરફ નજર જ નથી કરી. બીજાનો સ્વભાવ ખરાબ છે – એવી ફરિયાદ રાતદિવસ કરી, પણ આપણો સ્વભાવ ખરાબ છે - એવું જોવાની ફુરસદ પણ નથી ને ? આપણો સ્વભાવ બેકાર હશે તો આપણે બીજાને સુધારી નહિ શકીએ, આપણો સ્વભાવ સારો હોય તો બીજાનો સ્વભાવ આપણને ખરાબ લાગવાનો જ નથી. આપણને આપણો જ સ્વભાવ નડે છે – આટલું સમજાઇ જાય તો વાત
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પૂરી થઇ જાય. પણ તકલીફ એ છે કે આપણો સ્વભાવ ખરાબ લાગતો નથી, બીજાનો જ ખરાબ લાગ્યા કરે છે તેથી સુધારાની શરૂઆત જ થતી નથી. આજે બીજાની તો વાત જવા દો, ગુરુના સ્વભાવની પણ ફરિયાદ કરવાની તૈયારી છે. શાસ્ત્રકારો કહે છે કે ગુરુની ફરિયાદ કરવી – એ સાધુપણાનું લક્ષણ નથી. ગુરુનું વચન આદેય ન બનતું હોય તો તેમાં એમનું અનાદેયનામકર્મ કામ કરે છે એવું નથી, એમાં આપણી અયોગ્યતા જ કામ કરે છે. જે સામાનું અનાદેયનામકર્મ જોયા કરે તે પોતે ક્યારેય આદેય કોટિના બની ન શકે. ગુરુની ભૂલ જુએ તે સાધુપણું પાળી ન શકે. આજે તમને નિયમ આપી દઉં કે તમારા સગામાં કોઇએ દીક્ષા લીધી હોય અને ગુરુની ફરિયાદ કરે તો સાંભળવી નહિ, આટલું તો બને ને ? અહીં તો જણાવે છે કે – જે ગુરુના વચનને અનુસરનારા હોય તેઓ દુષ્ટ આશયવાળા ગુરુને પણ શાંત કરે છે. દુષ્ટ આશયવાળા એટલે સારાસારનો વિવેક કર્યા વિના વાતવાતમાં તપવાનો સ્વભાવ જેમનો હોય તે. આવા ગુરુને પણ શાંત કરનારા એવા એક શિષ્યનું કથાનક અહીં આપ્યું છે. કથા તો બે મિનિટમાં જ પૂરી થઇ જાય એવી છે. પણ આ કથાના પાત્ર સાથે તાલ મેળવવા માટે આપણને ભવોભવ લાગશે. સૌથી વધારે ગુસ્સો જેમનો હતો તેવા આચાર્યનું નામ તો પ્રસિદ્ધ છે ને ? એ ચંડરૂદ્રાચાર્યનું નામ શાસ્ત્રના પાને આવ્યું છે, આપણું નથી આવ્યું. એમાં પણ ચમત્કાર છે. આપણા કરતાં તેમનો ગુસ્સો વધારે ભલે હોય પણ તે ક્ષણ વારમાં શાંત થઇ જાય, ક્ષય પામે એવો હતોઆપણો ગુસ્સો ઓછો હોવા છતાં લાંબા કાળ સુધી ચાલે છે. આથી જ આપણો ગુસ્સો વધારે ખરાબ છે. તેમના શિષ્યને દીક્ષા કેવા સંયોગોમાં મળી હતી, તે તો ખ્યાલ છે ને ? ઇચ્છાથી મળી હતી કે બળાત્કારે આપી હતી ? ભલે દીક્ષા આ રીતે મળી, પણ મળી ગઇ ને ? સારી વસ્તુ મળે એ જોવાનું કે કઇ રીતે મળે એ જોવાનું ? દીક્ષા કઇ રીતે મળી - એ મહત્ત્વનું નથી, દીક્ષા મળી જાય – એ મહત્ત્વનું છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #50
--------------------------------------------------------------------------
________________
અહીં જણાવે છે કે ઉજ્જયિની નગરીમાં નંદનવન જેવું એક ઉદ્યાન હતું. તેમાં પોતાના શિષ્યપરિવારથી પરિવરેલા ચંડરૂદ્રાચાર્ય નામના
આચાર્યભગવંત પધાર્યા હતા. તેમના અનેક શિષ્યો હતા. પણ તેઓ ઘણી સ્ખલના પામતા હતા. આના કારણે આખો દિવસ હિતશિક્ષાનો અવસર આવવાથી આચાર્યનો સ્વભાવ અત્યંત ગુસ્સાવાળો થઇ ગયો. ઘણા શિષ્યો હોય અને ઉદ્દંડ હોય તો તેમની સારણાવારણા કરતાં માથું ગરમ થાય ને ? આ રીતે પોતાનો સ્વભાવ ગુસ્સાવાળો થઇ ગયો છે – એનો ખ્યાલ આચાર્યભગવંતને પણ આવી ગયો હતો. એ વખતે મારો આ ગુસ્સો પ્રશસ્ત છે’ એમ કહી પોતાના ગુસ્સાને ઉપાદેય માનવાનું કામ નથી કરતા. ઉપરથી તેઓ વિચારે છે કે ‘આ અવિનીત શિષ્યોની સંખ્યા ઘણી છે, હું એકલો આ બધાને હિતશિક્ષા આપીને માર્ગસ્થ બનાવી શકું એમ નથી. મારા વચનથી એમને તો ફાયદો થતો નથી અને ઉ૫૨થી મારું હિત ઘવાય છે.’ આ પ્રમાણે વિચારીને પોતે શિષ્યોની વચ્ચે ન બેસતાં એકાંતમાં બેસીને સ્વાધ્યાય અને ધ્યાનમાં પરાયણ રહે છે. આપણે તો આપણા ગુસ્સાને પ્રશસ્ત મનાવીએ ને ? હિતબુદ્ધિથી કર્યો છે - એમ બચાવ કરીએ ને ? હવે સમજાય છે ને કે આપણા કરતાં ચંડરૂદ્રાચાર્યનો ગુસ્સો લાખ દરજ્જે સારો હતો !
આ બાજુ એક નવો પરણેલો યુવાન પોતાના મિત્રવર્ગ સાથે ત્યાં આવ્યો અને સાધુને મશ્કરીમાં કહેવા લાગ્યો અમને ધર્મ સમજાવો.’ સાધુભગવંતોએ જોયું કે આ તો મશ્કરી કરે છે, માટે કશું જવાબ આપતા નથી. યુવાનો કેવા હોય, ધર્મની પણ મશ્કરી કરે ને ? આજે તો લોકો ફરિયાદ કરે છે કે - ‘સાધુઓના ઝઘડામાં આ યુવાપેઢી ધર્મથી વિમુખ બનવા લાગી છે.’ આપણે કહેવું છે કે યુવાપેઢીને ધર્મ જોઇતો જ નથી તેથી તે ધર્મથી વિમુખ છે. યુવાપેઢીનું મોઢું પહેલેથી સંસાર તરફ જ છે, ધર્મ તરફ છે જ નહિ, વિમુખ થવાની વાત જ ક્યાં રહી ? આ યુવાન તો સાધુઓને મશ્કરીમાં વારંવાર ઉપદેશ આપવાની વાત કરે છે. અંતે તે યુવાને કહ્યું કે - હું હમણાં જ પરણ્યો છું પણ એક જ રાતમાં મારી
૯૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પત્નીએ મારો ત્યાગ કર્યો છે તેથી સંસારથી વિરક્ત થયેલા એવા મને દીક્ષા આપો. આવું વારંવાર કહેવાથી સાધુઓએ કહ્યું કે - ‘વ્રત ગ્રહણ કરવાની ઇચ્છા હોય તો વ્રત આપવાનો અધિકાર અમારો નથી, ગુરુભગવંતનો છે. માટે ત્યાં ખૂણામાં રહેલ ગુરુને વિનંતિ કરો.' આથી આ યુવાન મિત્રવર્ગ સાથે ચંડરૂદ્રાચાર્ય પાસે ગયો. ત્યાં જઇને તેમને પણ વિનંતિ કરી કે - ‘આ સંસારથી ભગ્ન થયેલો હું આપના ચરણકમળમાં લાગેલો છું. તેથી આ સંસારરૂપ ઘોર-રૂદ્ર સમુદ્રથી તારનારી પ્રવ્રજ્યા કે જે સુખકારી છે તે મને આપો.’ મશ્કરીમાં પણ જે સાધુપણાનું વર્ણન કર્યું છે તે આબેહૂબ છે ને ? પોતાની જાતને ગુરુના ચરણકમલમાં લાગેલ તરીકે જણાવે છે. આજે પણ ઘણા શિષ્યો આ રીતે પોતાની જાતને ચરણકમલચંચરિક (ભમરો) તરીકે જણાવે છે. પત્રમાં આ રીતે લખે અને સાક્ષાદ્ ગુરુ સાથે ઉદ્ધતાઇથી વર્તે. ગુરુની સલાહ લેવાના બદલે વાતવાતમાં ગુરુને સલાહ આપનાર શિષ્ય ભમરા જેવા જ છે, પરંતુ આ ભમરો તો કરડે એવો છે ! આમ અવિનયનો ભંડાર હોય, ગુરુને પૂછ્યા વિના, બતાવ્યા વિના લેખ લખે, કાવ્યો બનાવે અને કાવ્યમાં ગુરુના શિષ્યરત્ન તરીકે નવાજે. જે શિષ્ય કહેવડાવવા પણ અયોગ્ય હોય તે શિષ્યરત્ન તરીકે પોતાને ઓળખાવે તેને રત્ન કહેવાય કે ‘નંગ’ કહેવાય ? અમારે ત્યાં પહેલાના આચાર્યભગવંતો તો પોતાને પૂછ્યા - બતાવ્યા વિના કોઇ શિષ્યે ટપાલ નાંખી દીધી હોય તો શ્રાવક પાસેથી પોસ્ટના ડબ્બામાંથી તે ટપાલ પાછી મંગાવતા. ગુરુને પૂછ્યા વિના કે ગુરુને બતાવ્યા વિના ટપાલ ખોલાય પણ નહિ અને લખીને મોકલાવાય પણ નહિ.
અહીં તો પેલા યુવાને આવું કહ્યું એટલે એક-બે વાર તો સ્વાધ્યાયમાં મગ્ન એવા ચંડરૂદ્રાચાર્યે એની ઉપેક્ષા કરી. છતાં મશ્કરી ચાલુ રાખી તો ગુસ્સે થયેલા આચાર્યભગવંતે કહ્યું કે જો વ્રતની ઇચ્છા હોય તો ભસ્મ (રાખ) લાવ. આમ કહી બે પગ વચ્ચે બેસાડી, હસ્તલાઘવ કળાથી ઘડીભરમાં તેનો લોચ કરી નાંખ્યો. બધા મિત્રો તો ગભરાઇને ભાગી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૯૩
Page #51
--------------------------------------------------------------------------
________________
ગયા. એક મિત્ર ઊભો રહ્યો હતો તેણે કહ્યું કે હવે અહીંથી જલદી ભાગી જા. ત્યારે યુવાને કહ્યું કે – “મેં મારા વચનથી માંગીને આ વ્રત સ્વીકાર્યું છે તો હવે તેને છોડીને કઇ રીતે જવાય ?” સ0 પલવારમાં આટલું પરિવર્તન આવી ગયું ?
તમને પણ જો શેઠ પગાર વધારો કરી આપે તો પલવારમાં શેઠ પ્રત્યે બહુમાન જાગે ને ? પૈસા દેખાય તો પલવારમાં પરિવર્તન આવે છે. તેમ અહીં પણ જણાવ્યું છે કે આ યુવાન આસન્નસિદ્ધિક (મોક્ષ જેને નજીકમાં છે તેવો) અને લઘુકર્મી છે. તેને પણ મોક્ષ નજર સામે દેખાવા માંડ્યો તેથી વ્રતપાલન માટે ઉત્સુક બને છે.
જેઓ ગુરુના વચનમાં રહેતા નથી એવા આપણા જેવા અવિનીત શિષ્યો પ્રસિદ્ધ હોવાથી એમાં દૃષ્ટાંત નથી આપ્યું. જયારે કોપાયમાન થયેલા ગુરુને શાંત કરનારા શિષ્ય મળવા બહુ મુશ્કેલ છે તેથી તેમાં દષ્ટાંત આપ્યું છે. એ દૃષ્ટાંતમાં આપણે જોઇ ગયા કે નવપરિણીત યુવાન મિત્રવર્ગ સાથે સાધુભગવંતની મશ્કરી કરવા આવ્યો હતો. મશ્કરી કોની કરાય અને કોની ન કરાય, શેની કરાય શેની ન કરાય – એવો પણ વિવેક ન હોય એવા યુવાનો સાધુની મશ્કરી કરે એવો એ કાળ હતો. યુવાપેઢી ધર્મથી વિમુખ તો એ વખતે પણ હતી. જેને ધર્મ જો ઇતો જ ન હોય તેની ચિંતા કરવાની જરૂર નથી. આ તો કહે કે સાધુઓમાં મતભેદ પડ્યો છે એટલે યુવાનો ધર્મથી વિમુખ બન્યા છે. આપણે કહેવું છે કે યુવાનોને ધર્મ જોઇતો નથી માટે તેઓ સાધુથી ઊભગી ગયા છે. સાધુઓમાં જે મતભેદ છે તે તો તેમના મનભેદના કારણે છે. બાકી શાસ્ત્ર તો એકસરખાં છે. તમારે ત્યાં કે અમારે ત્યાં જે ઝઘડા થાય છે તે પોતાની ઇચ્છા મુજબ ન થવાના કારણે થાય છે. ઇચ્છા મુજબ ન થાય એટલે ગુસ્સો આવે, ગુસ્સો આવે એટલે ઝઘડો થાય. એના બદલે સહન કરી લઇએ તો કામ થાય ને ? સહન કરવામાં ધર્મ છે, પ્રતિકાર કરવામાં ધર્મ નથી. સવ મનભેદ તો વ્યક્તિગત અણગમાના કારણે થાય જયારે મતભેદ
શાસ્ત્રની વાતમાં હોય ને ?
શાસ્ત્રની વાત તો એકસરખી છે છતાં તે માનવામાં જે ભેદ પડે છે તે મનભેદના કારણે પડે છે. મરીચિના ભવમાં ઉત્સુત્રપ્રરૂપણા કરી એના પહેલાં મન બગડ્યું હતું ને ? શિષ્યની લાલચ લાગી તેથી તો ભગવાનના મતથી જુદો ચોકો જમાવ્યો. જેને ભગવાનની વાત માનવી હોય તેણે તો નવો મત સ્થાપવાની જરૂર જ નથી. ગુરુની ઇચ્છા એ જ મારી ઇચ્છા હોય તો કોઇ મતભેદ પડે જ નહિ. ઇચ્છાઓ પર કાબૂ મૂક્યા વિના ચાલે એમ નથી. એક વાર ઇચ્છાઓ બાજુ પર મૂકી દઇએ તો કોઇ મતભેદ પડે જ નહિ. દિગંબર મત પણ શરૂ થયો તે ગુરુ પ્રત્યે દેષના કારણે, આગળ વધીને રત્નકંબળ પ્રત્યેના રાગના કારણે જ શરૂ થયો છે. ગુરુએ, રાજાએ આપેલ રત્નકંબલ ફાડી નાંખી, ત્યારે ‘ગુરુએ જે કર્યું તે મારા હિત માટે” આવું જ વિચાર્યું હોત તો ગુસ્સો ન આવત. આપણા કરતાં ગુરુભગવંત દીર્ઘદર્શી છે – એટલું જણાય તો ગુરુ પ્રત્યે બહુમાન જાગ્યા વિના ન રહે. આપણે તો માત્ર આ ભવનો જ વિચાર કરીએ જ્યારે ગુરુ તો પરભવનો પણ વિચાર કરે છે. અત્યારે આપણા પાંચે આંગળા ભલે ઘીમાં હોય પણ એ આંગળા જો ઘીમાંથી બહાર નહિ કાઢીએ તો ભવાંતરમાં આંગળા જ નહિ, પંચેન્દ્રિયપણું પણ નહિ મળે. માટે આપણને ગુરુ સુખથી આઘા રાખે છે – આટલું સમજાય તો માન જાગે ને ? પાંચ ઇન્દ્રિયોનો છૂટથી ઉપયોગ કરીશું તો એકેન્દ્રિયમાં જવું પડશે અને પાંચ ઇન્દ્રિયોને કાબૂમાં રાખીશું તો પંચેન્દ્રિયપણું ટકી રહેશે, આગળ વધીને ઇન્દ્રિય-શરીરથી રહિત બનાશે. અત્યારે જેટલું ભોગવવું હોય એટલું ભોગવી લો પણ પછી બધું જ વ્યાજ સાથે પૂરું કરવું પડશે. આમ જીવવિચાર ભણેલા હોય, બીજાને ભણાવે ય ખરા અને પાછા મજેથી વનસ્પતિ પર છરી ચલાવે. વનસ્પતિમાં અનંતા જીવો માને, પ્રત્યેક જીવો માને તેને વનસ્પતિનો ત્યાગ કરવાનો આવે ત્યારે દુ:ખ થાય કે આનંદ થાય ? આ તો કા.સુ. ૧૩ના દિવસથી જ ભાજીપાલો ભેગો કરવા માંડે. શું વનસ્પતિમાં જવું છે ? આપણે પાંચ તિથિ કે બાર તિથિ નહિ, કાયમ
૯૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૯૫
Page #52
--------------------------------------------------------------------------
________________
માટે વનસ્પતિનો ત્યાગ કરવો છે. કોઇ પૂછે - કેમ ? તો કહેવું કે વનસ્પતિમાં સ્વાદ આવે છે, એની અનુમોદના કરીને વનસ્પતિમાં જવું નથી માટે ત્યાગ કર્યો છે. સ0 મગ વગેરે કઠોળમાં પણ જીવ છે જ ને ?
વનસ્પતિમાં હિંસા થાય છે માટે ત્યાગની વાત નથી કરી, રાગ થાય છે માટે ત્યાગની વાત કરી છે. કઠોળમાં પણ હિંસા છે અને વનસ્પતિમાં પણ હિંસા છે છતાં સ્વાદ ક્યાં આવે છે ? વનસ્પતિમાં જ ને ? તેથી તેના સ્વાદના કારણે જે રાગનું પાપ બંધાય છે તેનાથી બચવા માટે ત્યાગની વાત કરી છે. હિંસામાત્રથી પાપ નથી બંધાતું, તેમાં જે રાગદ્વેષ ભળે છે તેનાથી પાપ બંધાય છે. આથી જ તો શ્રી વંદિત્તાસૂત્રમાં વારંવાર રાજેન વા રોસે વા' પદથી આલોચના કરી છે. જો વિરાધનાથી પાપબંધ થતો હોત તો તંદુલિયો મત્સ્ય સાતમી નરકે ન જાત. કારણ કે તે તો એવા ઠેકાણે રહેલો છે કે ત્યાં અપ્લાયની વિરાધના પણ નથી થતી. છતાં તે સાતમી નરકે જાય છે તે રાગના પ્રભાવે જાય છે. જ્યારે આપણે આજ્ઞા મુજબના અનુષ્ઠાનમાં વાયુકાયાદિની વિરાધના થતી હોવા છતાં દેવલોકમાં કે આગળ વધીને મોક્ષમાં જઇ શકતા હોઇએ તો તે રાગના અભાવે જઇએ છીએ.
આપણે જોઇ ગયા કે ચંડરૂદ્રાચાર્યે પેલા યુવાનનો લોચ કર્યો ત્યારે બીજા બધા મિત્રો ભાગી ગયા, પણ એક મિત્ર ત્યાં ઊભો હતો તે કહે છે કે તું હવે અહીંથી ભાગી જા. ત્યારે પેલો નૂતન દીક્ષિત કહે છે કે ભલે મશ્કરીમાં પણ મેં વ્રત સ્વીકાર્યું છે, છતાં મારા વચનથી જ સ્વીકાર્યું છે તો તે અન્યથા કરવું યોગ્ય નથી. પ્રમાદના કારણે પણ કરેલી ઉત્તમ વાત પથ્થરમાં પડેલી રેખાની જેમ અન્યથા કરવા યોગ્ય નથી. આ નીતિ દરેક ઠેકાણે અપનાવવાયોગ્ય છે. બોલેલું વચન ફેરવી તોળવું – એ સારા માણસનું લક્ષણ નથી. આપણને જે કાંઇ નુકસાન થાય છે - તે આપણા પાપના ઉદયે થાય છે, કોઇ વ્યક્તિની ભૂલના કારણે નહિ : એટલું યાદ રાખવું. અહીં આ શિષ્ય વિચારે છે કે - અનાયાસે પણ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ચિંતામણિરત્ન મળી જાય તો કોણ તેનો ત્યાગ કરે ? ચિંતામણિરત્નજેવા આ વ્રતને હું પ્રાણાંતે પણ નહિ છોડું. સ0 આજની યુવાપેઢીમાં આટલું સત્ત્વ તો ન મળે.
શું વાત કરો છો ? સત્ત્વ તો પૂરેપૂરું છે, માત્ર અહીં ફોરવવું નથી. બાકી પોતે પસંદ કરેલ પાત્ર માટે પ્રાણત્યાગ કરવા પણ કરવા તૈયાર થઇ જાય ને ? ‘પરણીશ તો આને જ, નહિ તો પરણ્યા વિના રહીશ, આત્મહત્યા કરીશ...' આ સત્ત્વ ઓછું છે ? જેને જે જોઇએ છે તેને મેળવવાની અક્કલ તો ગમે ત્યાંથી તે શોધી લાવે છે. અક્કલ ભણવાથી મળતી નથી, ગરજમાંથી અક્કલ આવે છે. ગણિતમાં નાપાસ થનારા પણ કરોડોની કમાણી કરે છે – આ અક્કલ કોણે આપી ? પૈસાની ગરજે જ ને ? ગમે તેટલા કડક સ્વભાવવાળા પોતાની સ્ત્રી આગળ નરમ થઇ જાય ને ? ભોગસુખની ગરજ ભોગસુખના ગુલામ બનાવે જ. આ ગુલામીના યોગે જયાં કડક થવાની જરૂર છે ત્યાં નરમાશથી કામ લેવાય છે અને જ્યાં વિનયથી વર્તવાનું છે ત્યાં ઉદ્ધતાઇ આવે છે. આ શિષ્ય તો વ્રતમાં સ્થિર થયો તેથી પેલો મિત્ર પણ આંસુભર્યા નયને ત્યાંથી નીકળી ગયો. તેને પણ મિત્રે દીક્ષા લીધાનું દુઃખ ન હતું, મશ્કરીના યોગે પોતાનો મિત્ર ગુમાવ્યાનું દુઃખ હતું. આ બાજુ નૂતન સાધુ ગુરુને કહે છે કે મારા બંધુ વગેરે અહીં મને શોધતા આવશે તો પરાણે મારા વ્રતનો ભંગ કરાવશે. તેથી આપણે અહીંથી વિહાર કરી જઇએ, આપણે બધા વિહાર કરીશું તો બધા જાણી જશે, માટે માત્ર આપણે બે જ નીકળી જવું છે. ગુરુએ તેને રસ્તો જો ઇ આવવા કહ્યું અને રાત્રિના સમયે બંન્ને ચાલી નીકળ્યા. શિષ્ય પણ આજ્ઞાંકિત છે - એટલે ગુરુને પૂછતો નથી કે ‘રાત્રે વિહાર કરાય ?આપણે હોત તો ગુરુને સલાહ આપતે ને ? આ બાજુ રાત્રિનો ઘોર અંધકાર છવાયો હતો. ગુરુના કહેવાથી શિષ્ય ગુરુની આગળ ચાલતો હતો. બાકી તો શિષ્ય ગુરૂની પાછળ તીરછા ચાલવું જો ઇએ. રાત્રિના અંધકારમાં ખાડાટેકરા, કાંટાકાંકરા વગેરે લાગવાથી ગુરુનો ગુસ્સાનો સ્વભાવ પાછો જાગૃત થયો. ક્રોધે ભરાયેલા ગુરુએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #53
--------------------------------------------------------------------------
________________
પોતાના દંડથી તે સાધુના તાજા લોચ કરાયેલા માથા ઉપર માર્યું. શિષ્યના માથામાંથી લોહીની ધારા વહેવા માંડી. આવા વખતે શિષ્ય શું કરવું જોઇએ ? આવા ગુરુને મૂકીને ઘરભેગા થવું જોઇએ ને? આજે તો ગુરુનો સ્વભાવ થોડો માફક ન આવે તો ત્યાંથી છોડીને બીજાને પકડે. બીજા સાથે ન ફાવે તો ત્રીજા સાથે વિચરે. આ રીતે ગુરુ છોડવાની છૂટ થઇ ગઇ છે. એના બદલે એવો નિયમ કરવામાં આવે કે જે ગુરુની પાસે દીક્ષા લીધી હોય તેને ઓઘો પાછો સોંપી ઘરભેગા થઇને નવેસરથી બીજા ગુરુ પાસે દીક્ષા લેવી... તો વાતવાતમાં ગુરુને છોડવાનું ન બને. આ શિષ્ય તો આવા દંડપ્રહારથી ભાગી તો નથી જતો, ઉપરથી ગુરુની નજીક આવીને ગુરુની સાથે ચાલે છે કે જેથી તેમને સ્કુલના ન થાય. મોઢેથી એકે દુર્વચન બોલતો નથી અને મનથી પણ આ રીતે શુભચિંતન કરે છે કે - “તે શિષ્યોને ધન્ય છે કે જેઓ કાયમ માટે ગુરુને પ્રસન્ન કરે છે. પોતાના શિષ્યસમુદાય સાથે શાંતિથી સ્વાધ્યાય કરતા આ ગુરુને મેં નકામા સંતાપિત કર્યા. હું અધન્યમાં પણ અધન્ય છું કે – દીક્ષા લેતાંની સાથે ગુરુને આટલા સંતાપવાનું કામ કરું છું...’ આ વિચારધારા કેવી છે ? મહાપુરુષોએ તેમના પરિણામની ઝીણામાં ઝીણી નોંધ લઇને બતાવી છે. ગુરુ દંડનો માર મારે ત્યારે પોતે મારથી બચવા દૂર નથી ચાલતા, ગુરુને પીડાથી બચાવવા પાસે આવે છે. ગુરુના ગુસ્સાનો વિચાર નથી કરતા, પોતે ગુસ્સો કરાવ્યાનો પશ્ચાત્તાપ કરે છે. આ પશ્ચાત્તાપ એ કર્મનિર્જરાનું અદ્ભુત સાધન છે. આ શુભ ભાવમાં આરૂઢ થયેલા તે શિષ્યને ત્યાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેને કેવળજ્ઞાન જોઇએ તેને ગમે ત્યાં ગમે ત્યાંથી મળી જાય. જેને જોઇતું નથી તેને ક્યાંય ન મળે.
આપણો સ્વભાવ એવો ન હોવો જોઇએ કે શાંત સ્વભાવવાળા પણ ગુસ્સે થઇ જાય. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે શાંત રહેવા માંગીએ તોપણ સામો માણસ એવું વર્તન કરે કે આપણને ગુસ્સો આવી જાય અને ઘણી વાર એવું ય બને કે સામો શાંત હોય તોપણ આપણા દુર્વર્તનના કારણે આપણે તેને પરાણે ગુસ્સે કરીએ છીએ. આ બંન્ને ૯૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પ્રકારની વિચિત્રતામાંથી આપણે પસાર થતા હોઇએ છીએ. આ વિચિત્રતામાંથી બહાર નીકળવું હોય તો ઉભયથા આપણો સ્વભાવ જ સુધારવાની જરૂર છે. કોઇ ગમે તેટલાં નિમિત્ત આપે તોપણ તેમાં તેનો વાંક નથી, આપણા જ કર્મનો દોષ છે આટલું વિચારીએ તો આપણો શાંતસ્વભાવ ચલાયમાન થાય નહિ. જો રસ્તામાં પથ્થર આવે ને ઠેસ વાગે તો પથ્થર ઉપર ગુસ્સો ન આવે ને ? તેમ આપણને જેટલાં પણ નિમિત્તો મળે છે તે પથ્થર જેવાં છે, તેના ઉપર ગુસ્સો કરવાનું શું કામ છે ? એ જ રીતે આપણું વર્તન, આપણો સ્વભાવ એવો હોવો જોઇએ કે સામાના સંતપ્ત સ્વભાવને પણ તે ઠારે. આવા જ સ્વભાવવાળા શિષ્યનું દૃષ્ટાંત આપણે જોઇ રહ્યા છીએ. તેમાં ગુરુ તરફથી જે આક્રોશપરિષહ આવ્યો તેને પણ સમતાથી સહન કરી લીધો તો ત્યાં ને ત્યાં જ કેવળજ્ઞાન પામી ગયા. હજુ તો દીક્ષા લઇને આઠદસ કલાક જ થયા છે. છતાં જે રીતે પરિષહ વેઠ્યો તેના યોગે સહજમાં કેવળજ્ઞાન પામી ગયા. એવામાં રાત્રિ પૂરી થવા આવી. સવાર પડી, અજવાળું થયું. એટલે ગુરુએ લોહીથી રંગાયેલું શિષ્યનું માથું જોયું. એ જોતાંની સાથે જ કોપાયમાન થયેલા ગુરુ પણ શાંતરસમાં ઝીલવા માંડ્યા. સામાને શાંત કરવા માટે આપણે કશું બોલવાની જરૂર નથી, માત્ર પરિષહ સમતાથી વેઠી લઇએ તો સામો પણ યોગ્ય હોય તો શાંતરસમાં ઝીલવા માંડે. અહીં પણ શાંત થયેલા ગુરુ વિચારે છે કે - “આ નવીનશિષ્યની ક્ષમા અદ્ભુત છે. મારો ગુનો પણ પરાકાષ્ઠાએ છે અને આની ક્ષમા પણ પરાકાષ્ઠાએ છે. મારો ગુનો મોટામાં મોટો છે અને આની ક્ષમા ઉત્તમમાં ઉત્તમ છે. દંડથી હણાયા પછી આ શિષ્ય મોઢેથી એક હરફ પણ ઉચ્ચારતો નથી, એના શરીરમાં કોઇ વિકાર. પણ દેખાતો નથી અને મુખ ઉપરની પ્રસન્નતા પણ એવી ને એવી જ છે...” આ પણ એક વિશેષતા છે ને ? આજે આપણે કદાચ ખાનદાન હોવાથી સામું ન બોલીએ તોપણ પહેલાની જેમ કામ કરીએ – એવું તો ન બને ને ? વેઠવાના અભ્યાસ વિના સાધુપણું સુલભ નથી. જેને વેઠવું છે તેને કોઈ જાતની તકલીફ નથી. અને જેને સુખ ભોગવવું છે તેને ડગલે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #54
--------------------------------------------------------------------------
________________
ને પગલે તકલીફ છે. તમારે પણ સાધુ થવું છે ને ? તો ઘરના લોકોની ભૂલ ગળી ખાતાં શીખી લેવું છે. મોઢું બંધ રાખવાનું, પણ મોટું ચઢાવીને ફરવાની જરૂર નથી. એક વાર વેઠવાનો અધ્યવસાય જાગે તો બધી તકલીફોનો અંત આવી જાય. મન પ્રસન્ન હોય તો બધાં દુઃખોનો અંત આવે. એક વાર મન અસ્વસ્થ બને તો ગમે તેટલી અનુકુળતા મળે તોય ન ગમે. કોઇ ગમે તેટલું અયોગ્ય વર્તન કરે આપણે આપણી પ્રસન્નતા કે સ્વસ્થતા હણાય નહિ – એ રીતે જીવવું છે. બીજાને યોગ્ય બનાવવાના બદલે આપણે યોગ્ય બનવું છે. ઘરનાને સમજાવવા માટે બેસવા કરતાં આપણે ગુરુ પાસે સમજવામાં સાર છે. લોકોને સમજાવવા કરતાં આપણે સમજી લેવું સારું... આપણે હજુ સમજવાનું બાકી છે તો બીજાને સમજાવવાની પ્રવૃત્તિ નથી કરવી. ઘરમાં મૌન રાખવાનું અને ઘરના લોકો પૂછે કે કેમ બોલતા નથી, તો કહેવું કે તમારી કોઈ ભૂલ નથી. તમારો દીકરો, ધણી કે બાપ થયો છું તે મારી ભૂલના કારણે થયો છું. તેથી હવે બોલવાનો કોઈ અર્થ નથી. માતાપિતા વગેરે પાત્રો આપણે પસંદ કરીને નથી લીધાં, કમેં આપેલાં જ લીધાં છે ને ? જે પાત્ર પાછળથી પણ ભેગું કર્યું એ ય આપણી પસંદગીનું છે કે એના કરતાં ચઢિયાતું પાત્ર હતું ? આ અવસર્પિણીમાં ભરત મહારાજાને પણ પોતાની બહેન સુંદરીને સ્ત્રીરત્ન બનાવવાની ઇચ્છા હતી. પરંતુ ભારતમહારાજા જ્યારે સાઈઠ હજાર વર્ષ યુદ્ધ કરવા ગયા ત્યારે સુંદરીએ દીક્ષા લેવા માટે સાઇઠ હજાર વર્ષ સુધી આયંબિલ કર્યો. માત્ર શ્રીખંડ કે બાસુંદીનો ત્યાગ કરવાથી દીક્ષા ન મળે, છ વિગઇનો ત્યાગ કરે તો દીક્ષા મળે. બ્રાહ્મીએ દીક્ષા લીધી ત્યારે સુંદરીની ઇચ્છા હોવા છતાં ભરતમહારાજાએ તેને જવા ન દીધી, પણ સાઈઠ હજાર વરસ પછી પાછા ફર્યા બાદ જાણ્યું કે સુંદરીએ દીક્ષા માટે સાઇઠ હજાર વરસ આયંબિલ કર્યો તો ભરતમહારાજાએ તેને રજા આપી, દીક્ષા માટે કાયાને કુશ કરી નાંખે તો દીક્ષા મળ્યા વિના ન રહે. ભરતમહારાજાને પણ સુંદરીને બદલે બીજાને સ્ત્રીરત્ન બનાવવું પડ્યું. જો
ભરતમહારાજાને પણ પોતાની પસંદગીનું પાત્ર ન મળે તો તમને-અમને ક્યાંથી મળે ? તેથી ઘરમાં મૌન ધારીને રહેવું છે. સ0 ન બોલીએ તો લોકો અમને મૂઢ ગણે.
ભલે મૂઢ કહે ! તમને કોઇ પૂછે કે – તમારી પાસે કેટલા પૈસા છે ? ત્યારે તમે જવાબ ન આપો તેથી તે તમને મૂઢ કહે તો તમે શું કરો ? ઉપરથી એને મૂરખ કહો ને ? આ તો “મોંઘવારી વધી છે” એની ફરિયાદ કરે ને આપણે પૂછીએ કે મોંઘવારી સાથે આવક કેટલી વધી છે – એ વાત તો કર !' તો કહે કે - “આવકનું આપને શું કામ છે ? આપને કાંઇ કામ હોય તો કહો, બાકી આપણો દાળ-રોટલો નીકળી રહે છે.” આ દાળ-રોટલો કયો છે - એ જ સમજાતું નથી. સ0 આપણો અધિકાર હોય ત્યાં બે શબ્દ કહીએ તો વાંધો નહિ ને ?
આપણો અધિકાર કોઇના ઉપર નથી. માટે કોઇને કહેવું નથી. એક વાર આચાર્યભગવંતે પણ કહ્યું હતું કે – “આ દુનિયાની નાશવંત ચીજ ઉપર પોતાનો અધિકાર જમાવવો – એ તો મોટામાં મોટી બેવકૂફી છે. માટે આવી મૂર્ખાઇ નથી કરવી.’
આ બાજુ આચાર્યભગવંત વિચારે છે કે “હું તો લાંબા કાળથી પ્રવ્રજિત છું જ્યારે આ તો હમણાં જ પ્રવ્રજિત થયો છે.’ પહેલાના કાળમાં આચાર્યપદવી છત્રીસ વરસે અપાતી હતી. કોઇક અપવાદ હોય તો વહેલી આપે. બાકી બાર વરસ સૂત્ર, બાર વરસ અર્થ ભણીને ત્રીજા બાર વરસ દેશાટન કરી અનુભવજ્ઞાન મેળવે પછી આચાર્યપદ અપાતું. આથી આચાર્યભગવંત વિચારે છે કે મને દીક્ષા લીધે વરસો થયાં જ્યારે આને તો થોડા જ કલાકો થયા છે. સાથે વિચારે છે કે આટલાં વરસોના શાસ્ત્રીભ્યાસથી રોષના દોષના વિપાકને પણ હું જાણું છું. સાથે આચાર્યપદ પણ મેં પ્રાપ્ત કર્યું છે. આચાર્યપદ એ ક્ષયોપશમભાવની પરાકાષ્ઠામાં મળે છે. તીર્થકરપદ શ્રેષ્ઠ છે પરંતુ તે ક્ષાયિકભાવનું છે. આમ તો તીર્થંકરપદ કે આચાર્યપદ પુણ્યના ઉદયથી મળતું હોવાથી ઔદયિકભાવનું છે. છતાં તે ક્ષયોપશમભાવ કે ક્ષાવિકભાવથી સહચરિત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૦૧
૧00
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #55
--------------------------------------------------------------------------
________________
હોવાથી તે રૂપે પણ જણાવાય છે. આ રીતે ક્ષયોપશમભાવની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી પણ જો હું ગુસ્સાને નિષ્ફળ ન કરી શક્યો તો મારા આ ગુસ્સાને ધિક્કાર થાઓ. દુઃખે કરીને પાળી શકાય એવું તલવારની ધાર પર ચાલવા જેવું વ્રત પાળીને પણ હું તેના ફળને પામી ન શક્યો. જયારે આ તો સહજમાં વ્રતના ફળને પામી ગયો. ખરેખર ! તેને ધન્ય છે અને અત્યાર સુધીના મારા વ્રતને નિષ્ફળ બનાવનાર આ ગુસ્સાને ધિક્કાર છે. હવે મારે આ ગુસ્સા વડે સર્યું...' આ પ્રમાણે ગુરુ વિચારે છે. પોતાની ભૂલ સમજાઇ ગયા પછી મહાપુરુષો તેનો બચાવ ન કરતાં તેનો પશ્ચાત્તાપ કઇ રીતે કરે છે - એ જોવાની જરૂર છે. આ પશ્ચાત્તાપમાં ગુરુને પણ ત્યાં કેવળજ્ઞાન થાય છે. આપણે સહન કરીએ તો પરિણામ સારું આવે. એક વાર સહન કરવાની વૃત્તિ જાગે તો સાધુપણામાં કશું જ કઠિન નથી. સ, આટલું સમજવા છતાં મન નથી થતું, તો શું આસક્તિ નડે છે?
આસક્તિ પણ નહિ, સુખની લાલચ નડે છે. સુખ હોય તો તેમાં આસક્તિ થાય. તમારે ત્યાં સુખ તો ક્યાંય રહ્યું નથી ને ? જે સુખની લાલચથી સંસાર માંડ્યો તે સુખમાં આસક્તિ થાય એવું કશું રહ્યું નથી, છતાં લાલચ મરતી નથી. માટે દીક્ષા લેવાતી નથી.
આ રીતે વિનીત અને અવિનીતનું સ્વરૂપ બતાવીને હવે ફરી વિનીતનો આચાર જણાવે છે કે
ભાવથી ખોટું ન બોલવું. તેમ જ ગુરુનું વચન સાંભળીને ગુસ્સો આવે તોપણ તે ક્રોધને અસત્ કરવો અર્થાત્ ગુસ્સાને નિષ્ફળ કરવો. ગુસ્સો આવ્યા પછી મોટું ન ખોલવું, પગ ન પછાડવા, હાથ ન ઉપાડવો, વસ્તુ ન પછાડવી... આ ક્રોધને નિષ્ફળ બનાવવાનો ઉપાય છે. જે કાંઇ પ્રિય કે અપ્રિય વચન સાંભળવા મળે અથવા વર્તન થાય તે બધું ધારણ કરવું અર્થાત્ સમભાવે સ્વીકારી લેવું.
ભગવાન કે ભગવાનના સાધુઓ જયારે પણ ધર્મનો ઉપદેશ આપે તે સાધુપણાના ધર્મનો જ ઉપદેશ આપે છે. કારણ કે સાધુધર્મ જ આ સંસારથી તારનારો બને છે. આપણે અત્યારે જે કરીએ છીએ તે ધર્મ નથી, જે થઇ ગયો છે તે પણ ધર્મ નથી, ધર્મ તો તે છે કે જે બાકી છે. આપણે શ્રાવકપણાનો ધર્મ કર્યો છે કે કરીએ છીએ. પરંતુ એ ધર્મ નથી. જે સાધુપણાનો ધર્મ બાકી છે તે જ ધર્મ છે. તમારે ત્યાં પણ શું થાય છે ? જે કર્યું એ જુઓ છો કે જે બાકી છે એ જુઓ છો ? આ તો પૂજા થઇ ગઇ તો ચાલવા માંડે, સામાયિક પૂરું થઈ ગયું તો મારીને ઊભો થઇ જાય, આપણે પૂછીએ કે ભાઇ ક્યાં ચાલ્યો તો કહે કે ક્રિયા પૂરી થઇ ગઇ. આપણે પૂછવું પડે કે ભાઇ ફળ મળ્યા વિના ક્રિયા પૂરી ક્યાંથી થઇ ગઇ. ઓળી વગેરે તપ કરે અને ઉલ્લાસથી પારણું કરે. આપણે પૂછીએ તો કહે કે – તપ પૂરો થઇ ગયો. સ0 જેટલું નક્કી કરેલું એટલું પૂરું કર્યું - એમ કહેવાય ને ?
તમે નક્કી કઇ રીતે કર્યું? તમારા ધંધામાં તો કોઈ મર્યાદા બાંધતું નથી. જેટલા મળે એટલા લેવા છે. ધાર્યા એટલા મળ્યા પછી ધંધો બંધ કરો કે વધુ મેળવવા ધંધો વિસ્તારો ? સ્કૂલમાં ભણનારા છોકરાઓ પણ આપણા કરતાં સારા કે જે એક ડિગ્રી મળ્યા પછી તેના આગળ-આગળની ડિગ્રી માટે મહેનત કર્યા જ કરે. એ એક પછી એક પગલું ભરે. જયારે આપણે તો જે ધર્મ કરીએ છીએ તેય પૂરો નથી કરતા, તો આગળ ક્યાંથી વધાય ? તપ તો અણાહારીપદ મેળવવા માટે કરવાનો છે ને ? તો અણાહારીપદ મળ્યા વગર તપનું પારણું કેમ કરાય ? શક્તિ ન હોય ને પારણું કરવું પડે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૦૩
नापुट्ठो वागरे किंचि पुट्ठो वा नालियं वए। कोहं असच्चं कुव्वेज्जा धारेज्जा पियमप्पियं ॥१-१४॥
જ્યાં સુધી ગુરુ પૂછે નહિ ત્યાં સુધી બોલવું નહિ અને ગુરુ પૂછે ત્યારે પણ ખોટું તો ન જ બોલવું. ગુરુ હિતશિક્ષા આપે ત્યારે વચ્ચે જવાબ આપવા કે ખુલાસા કરવા ન બેસવું. ગુરુ વચ્ચે કંઇક પૂછે ત્યારે જ જવાબ આપવો, બાકી મૌનપણે પ્રસન્નતાથી ગુરુની હિતશિક્ષા સાંભળવી અને ગુરુ પૂછે ત્યારે પણ જેવું હોય તેવું કહેવું, ‘હું ખરાબ દેખાઇશ” એવા ૧૦૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #56
--------------------------------------------------------------------------
________________
=
એ જુદી વાત. બાકી તપ પૂરો થયો માટે પારણું કર્યું છે – એવું માનવાની જરૂર નથી. એ જ રીતે શ્રાવકપણાનો બધો જ આચાર સાધુપણું મેળવવા માટે કરવાનો છે. આથી જ તો આપણે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનું વાંચન શરૂ કર્યું છે. આ સૂત્રનું એક અધ્યયન પણ આપણને સાંભળવા - સમજવા મળે તો એ આપણું પરમ સદ્ભાગ્ય છે. જે સૂત્ર પરમાત્માએ સ્વમુખે ભાખ્યું છે તેનું અર્થશ્રવણ કરવાનો લહાવો મળે એ જેવું-તેવું સદ્ભાગ્ય છે ? ભલે આખા સૂત્રમાંથી એકાદ અધ્યયન કે એક ગાથા સાંભળવા મળે તો ય સ્વાદ આવે ને ? આખું દૂધપાકનું તપેલું મળે તો સ્વાદ આવે કે એક વાટકીમાં દૂધપાક મળે તોયે સ્વાદ આવે ? ભલે એકાદ અધ્યયન પણ સમજાય તો આપણું કામ થઇ જાય ને ? આ તો અમને પૂછવા આવે કે આમાં જેવો આચાર બતાવ્યો છે એવો આચાર તો તમે પાળતા નથી તો તેનો ઉપદેશ શા માટે આપો છો ? આપણે કહેવું પડે કે મારી પાસે એવું સત્ત્વ, શક્તિ કે ઉલ્લાસ નથી માટે પાળી નથી શકતો. એનો અર્થ એ નથી કે પ્રરૂપણા પણ શિથિલ કરવી. અમે જે કરીએ છીએ તે શાસ્ત્રમાં નથી લખ્યું, અમારે જે કરવાનું છે તે શાસ્ત્રમાં લખ્યું છે. આચરણા શક્તિ મુજબ ક૨વાની છે પણ પ્રરૂપણા તો શક્તિ મુજબની ન હોય, આજ્ઞા મુજબની હોય. તેથી તમારે સાધુના આચારમાં પડવાની જરૂર નથી.
સ૦ શ્રાવકને તો સાધુનાં મા-બાપ કહ્યાં છે ને ?
મા-બાપ બનવા પહેલાં દીકરા બનવાની જરૂર છે. આ તો વરસાદના દિવસોમાં સાધુની ગોચરી થઇ કે નહિ તેની ચિંતા કર્યા વિના બજારમાં જતો રહે. આને મા-બાપ કહેવાય ? મા પણ જમવાના સમયે દીકરાને શોધવા જાય. જ્યાં રમતો હોય ત્યાંથી કાન પકડીને લઇ આવે. એક હાથે કાન પકડે અને બીજે હાથે જમાડે તેને મા કહેવાય. આ તો બે હાથે અમારા કાન પકડે ! આને મા-બાપ ન કહેવાય. મા-બાપ તો તેને કહેવાય કે જેને દીકરા પ્રત્યે વાત્સલ્ય હોય. જેને સાધુ પ્રત્યે બહુમાન ન હોય તે મા-બાપ કઇ રીતે થઇ શકે ? સાધુસાધ્વીને માથે ગુરુ ન હોય તો તમારે તેમનાં મા-બાપ બનવા જવાનું. જેના માથે ગુરુ હોય, આચાર્ય
૧૦૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
હોય તેનાં મા-બાપ થવાની જરૂર નથી. વરસાદમાં છત્રી કોને માથે ધરો ? જે પલળતો હોય તેના માથે કે જેના માથે છત્રી હોય તેના માથે ? તમને કોઇ આચારની શિથિલતા જણાય તો ગુરુને જણાવી દેવાનું. ગુરુને જે પગલાં લેવાં હશે તે લેશે. પછી તમારે માથું નહિ મારવાનું. આજના શ્રાવકોને મા-બાપની જ નહિ, ‘દાદા’ની ઉપમા આપવા જેવી છે. કારણ કે તેઓ રજા આપે તો જ અમને એમના સ્થાનમાં ઊતરવા મળે ! એ ના પાડે તો અમારે નીકળી જવું પડે ! અમારા ભગવાને સ્થાન માટે લડવાની ના પાડી છે, માટે અમે કશું બોલતા નથી. બાકી સિદ્ધાંત માટે લડ્યા વિના નહિ ચાલે. સિદ્ધાંતના ભોગે મહેલજેવા સ્થાનમાં પણ રહેવું નથી. સિદ્ધાંત માટે જરૂર પડે તો ઝાડ નીચે બેસીને પણ પ્રરૂપણા કરીશું. સ૦ સિદ્ધાંતની પ્રરૂપણા કરવા માટે પણ સ્થાન જોઇએ ને ?
સિદ્ધાંતની પ્રરૂપણા કરવા માટે શાસનમાં સ્થાન પામવાની જરૂર છે, બીજા કોઇ સ્થાનની જરૂર નથી. સાધુભગવંતે કોઇ સ્થાન ઉપર મૂંડાવ્યું નથી – એટલું યાદ રાખવું. સાધુ અને સાધુપણું ગમે નહિ ત્યાં સુધી મા-બાપ નહિ થવાય. જ્યાં સુધી શ્રાવકપણું જ ગમ્યા કરે ત્યાં સુધી સાધુપણા સુધી નહિ પહોંચાય. સાધુપણું ન ગમે ત્યાં સુધી સમ્યગ્દર્શન પણ મળતું નથી. સ૦ સાધુપણું ગમે નહિ ત્યાં સુધી ધર્મ ન કરવો ? પારણું ગમે, ત્યાં સુધી તપ ન કરવો ?
તમને ધર્મ કરવાની ના નથી પાડી, ધર્મ કરતી વખતે જે અવિરતિનો રાગ પડ્યો છે તે કાઢવાની વાત કરી છે. ધર્મ ખરાબ નથી, અવિરતિ ખરાબ છે. તપ ખરાબ નથી, પારણું ખરાબ છે. જે ખરાબ હોય તે કાઢવાની વાત હોય. અનીતિથી ધંધો ન કરાય એવું કહીએ તો તમે શું અર્થ સમજો ? ધંધો કરવાની ના પાડી છે કે અનીતિ કરવાની ના પાડી છે ? ત્યાં તો તરત કહેશે કે નીતિથી ધર્મ કરવાની ના નથી પાડી. અને અહીં કહે કે મહારાજે ધર્મ કરવાની ના પાડી છે ! તમે જ્યારે અમારી પાસે ધર્મ સમજવા આવો તો અમારી જવાબદારી છે કે તમને સાચો ધર્મ બતાવવો. શાસ્ત્રમાં કહ્યું છે કે જે આચાર્ય પોતાની પાસે આવેલા જીવોને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૦૫
Page #57
--------------------------------------------------------------------------
________________
ભગવાનનો માર્ગ ન બતાવે અને લોકોને ગમે એવો ઉપદેશ આપે તેઓ પોતાના શરણે આવનારા જીવોની ભાવહત્યા કરનારા હોવાથી કસાઇજેવા છે. તેથી તમને ન ગમે તોપણ જે તમારા હિતનું કારણ હોય એવી ભગવાનની વાત જ તમને સમજાવવાની છે.
આપણે જોઇ ગયા કે જ્યાં સુધી કોઇ પૂછે નહિ ત્યાં સુધી કશું જ બોલવું નહિ અને પૂછ્યા પછી ખોટું ન બોલવું. પોતે કર્યું હોવા છતાં થઇ ગયું - એમ કહેવું તે જૂઠું છે. અહીં જણાવે છે પૂછ્યા પછી ખોટું ન જ બોલવું અને આવેલા ક્રોધને નિષ્ફળ કરવો. ગુસ્સો આવ્યા પછી ગુસ્સો કરીએ નહિ તો તે નકામો જાય ને ? આશ્રવને સંવર બનાવવાનું કામ સહેલું છે. આશ્રવમાં મોટું સંસાર તરફ હોય અને સંવરમાં મોટું મોક્ષ તરફ હોય. સંસાર ઉપરથી નજર ખસે એટલે આશ્રવ સંવરમાં પરિણમે. ક્રોધ સફળ ન બને ત્યાં સુધી બાજી હાથમાં છે. એક વાર ગુસ્સો કરી નાંખ્યો તો પછી પશ્ચાત્તાપ કરવા છતાં અનુબંધો ન તૂટે એવું ય બને, માટે સાવધાની રાખવી. અહીં ગુસ્સાને કઇ રીતે નિષ્ફળ કરવો એના માટે એક કુલપુત્રનું ઉદાહરણ આપ્યું છે.
એક કુલપુત્રના સગા ભાઇને કોઇએ મારી નાંખ્યો. ત્યારે તેની માતા રોજ તેને કહે કે તું શક્તિસંપન્ન છે, આવડતવાળો છે, બળવાન છે છતાં ભાઇના હત્યારાને પકડીને વેર કેમ નથી લેતો ? રોજ આવું સાંભળવાથી એક વાર તે કુલપુત્રને અત્યંત ગુસ્સો આવ્યો અને તે પેલા હત્યારાને પકડીને માતા પાસે લઈ આવ્યો. એક હાથમાં તલવાર અને બીજા હાથમાં પેલા હત્યારાને પકડી માતાને કહે છે કે – તું કહે તે રીતે આને મારું. એટલામાં પેલો હત્યારો કાકલૂદીભરી વિનંતિ માતાના પગમાં પડીને કરવા લાગ્યો કે મેં ગુનો કર્યો છે પણ મારા ગુનાને માફ કરો. તેની વિનંતિ સાંભળીને માતાએ પેલાની પ્રત્યેની દયાથી પુત્રને છોડી મૂકવા કહ્યું અને ગુસ્સાને શાંત કરવા માટે કહ્યું કે જે શરણે આવ્યા હોય, જેણે આપણા પર વિશ્વાસ મૂક્યો હોય, જે આપણા પગમાં પડે, જે દુ:ખથી પીડાતો હોય, રોગી હોય, પાંગળો હોય અર્થાત્ ઇન્દ્રિયથી વિકલ હોય ૧૦૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
તેને મહાપુરુષો હણે નહિ. માત્ર મારી નાંખવા એ જ હત્યા નથી. તેને પીડા પહોંચાડવી, રસ્તે રખડતા કરવા - એ પણ એક પ્રકારની હત્યા છે. માતાના આ વચનથી કુલપુત્રનો ગુસ્સો શાંત થઇ ગયો. અહીં જે રીતે માતાના વચનથી કુલપુત્રે પોતાના ગુસ્સાને નિષ્ફળ કર્યો તેમ ભગવાનના વચનથી સાધુભગવંતો પોતાના ક્રોધને નિષ્ફળ કરે. કોઇ આપણા પૈસા આપતું ન હોવાથી ગુસ્સો આવતો હોય તેવા વખતે ‘જો હતા નથી” આટલું નક્કી કરીએ તો ગુસ્સો શાંત થઇ જાય ને ? જો સાધુભગવંતને પણ ગુસ્સો કરવાનો અધિકાર ન હોય તો તમારે કોઇ સંયોગોમાં ન કરાય ને ? આ સાધુના આચાર છે – એમ સમજી એની ઉપેક્ષા ન કરતા. રોગીને દવા લેવી પડતી હોય તો મહારોગીને તો દવા વગર એક ક્ષણ ન ચાલે ને ? ગમે તેટલો ગુસ્સો આવે કે તરત ‘ભગવાન ના પાડે છે' - એટલું યાદ કરી લઇએ તો ગુસ્સો કરવાનું ન બને, ગુસ્સો આવે એ જુદું અને ગુસ્સો કરીએ એ જુદું. ગુસ્સો આવે તો તેને નિષ્ફળ કરી શકાય. પણ ગુસ્સો કરીએ તો નિષ્ફળ ક્યાંથી થાય ? સ0 નબળા ઉપર ગુસ્સો આવે, સબળા પર નથી આવતો.
પાપ કરવા માટે આપણે કાયમ માટે નબળા જ છીએ – એટલું યાદ રાખવું. આપણા બળનો પ્રયોગ ક્રોધને શાંત કરવા માટે કરવો છે. સ0 બધું સમજાય છે પણ પ્રેક્ટિકલ નથી લાગતું.
પ્રેક્ટિકલ ક્યારે બને ? આપણે પ્રેક્ટિસ કરીએ તો પ્રેક્ટિકલ બને ને ? કોઇ કરે તો પ્રયોગ થાય. પરંતુ આપણે તો માત્ર વાતો કરવા જ ભેગા થયા છીએ, કરવા માટે ક્યાં આવ્યા છીએ ? આ પ્રયોગશાળા નથી, વિજ્ઞાનનો પીરિયડ છે - ખરું ને ?
આ સંસારથી પાર ઊતરવા માટે ચારિત્ર સિવાય બીજો કોઇ જ ઉપાય નથી. આથી જ શાસ્ત્રકારો ચારિત્રને ઉદ્દેશીને જ ઉપદેશ આપતા હોય છે. આપણને એમ થાય કે વારંવાર એકની એક વાત શા માટે કહ્યા કરે છે પરંતુ વારંવાર આ કહેવાના કારણે જો આપણી કર્મલઘુતા થાય તો આપણા હૈયામાં આ વસ્તુ ઊતરે. ગમે તેટલો ઊંચામાં ઊંચી કોટિનો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૦૭
Page #58
--------------------------------------------------------------------------
________________
ધર્મ કર્યા પછી પણ આપણે મોક્ષમાં પહોંચ્યા નથી - એ નક્કર હકીકત છે. આથી જ આપણે જે ખૂટે છે, જે નડે છે તે ખામી દૂર કરવા માટે વારંવાર આ બધું વિચારવું છે. આપણે જે કરીએ છીએ તે ધર્મ નથી, જે કરવાનું બાકી છે - એ ધર્મ છે. આ ચારિત્રધર્મને સમજવા આપણે આ ઉત્તરાધ્યયનસૂત્રનું વાંચન શરૂ કર્યું છે. તેમાં આપણે જોઇ ગયા કે પૂછ્યા વિના બોલવું નહિ, પૂછ્યા પછી પણ ખોટું ન જ બોલવું. ગમે તેટલો ગુસ્સો આવે તોપણ તેને નિષ્ફળ કરવો. ગુસ્સો આવે છે - આ ફરિયાદ તો લગભગ બધાની છે ને ? આ ગુસ્સાને નિષ્ફળ બનાવીએ તો આવેલો ગુસ્સો પણ નડશે નહિ અને ગુસ્સાને નિષ્ફળ બનાવવાનો ઉપાય એક જ છે કે સહન કરી લેવું. જે સહન ન કરે તે સાધુપણું પાળી જ ન શકે. આથી જ સાધુનું પહેલું વિશેષણ ‘ક્ષમાશ્રમણ’ આપ્યું છે. ક્ષમાશ્રમણ એટલે ક્ષમાપૂર્વક સહન કરનારા. જે ખમાસમણું આપણે ભગવાનને આપીએ છીએ એ જ ખમાસમણું સાધુભગવંતને અપાય છે. બંન્ને ઠેકાણે પાઠ એક જ છે. કારણ કે જે ભગવાનની આજ્ઞા મુજબ જીવનારા હોય તે ભગવાનજેવા જ ગણાય છે. ભગવાનની જ આજ્ઞા છે કે ગુરુની આજ્ઞામાં રહેવું. જેના માથે ગુરુ નથી તેના માથે ભગવાન પણ નથી - એમ સમજી લેવું. સાધુને જે વંદન થાય છે તે ભગવાનની આજ્ઞાના કારણે થાય છે. તમારું વંદન લઇને અમે તમને ભગવાનની વાત ન કરીએ તો અમારા જેવા વિશ્વાસઘાતકી બીજા કોઇ નથી. સાધુનું કામ જ આ છે કે તમને ભગવાનની વાણી સંભળાવવી. દસ પ્રકારના યતિધર્મમાં ક્ષમાધર્મ સૌથી પહેલો છે. આવા ક્ષમાશ્રમણ સાધુને વંદન કરીને તેમની પાસેથી ભગવાનની વાત સાંભળવાની. આજે તો અમારી નિશ્રામાં ઉત્સવ-મહોત્સવ રાખે અને પત્રિકામાં લખે કે અનુકૂળતા મુજબ પ્રવચન રહેશે. અમારી જરૂર તમારા એકે અનુષ્ઠાન માટે નથી. માત્ર વ્યાખ્યાન સંભળાવવા માટે અમારી નિશ્રા છે. તમારી પૂજામાં અમારે હાજરી આપવી એ ફરજિયાત નથી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૦૮
સ૦ સાધુભગવંત દેરાસરમાં કેટલી વાર જાય ?
એક જ વાર. વિહારાદિમાં ન હોય તો સ્થાપનાચાર્યજી આગળ ચૈત્યવંદન કરી લે. પણ તમારે તો ત્રણ કાળ દેરાસર જવાનું. જ્યાં દેરાસર ન હોય ત્યાં તમારે જવાય જ નહિ. સ૦ રસ્તામાં ફોટો રાખીને ન જવાય ?
ન જવાય. ઘરના લોકોનો ફોટો લઇને મુસાફરીએ જાઓ કે ઘરના લોકો સાથે જોઇએ ? દેરાસરમાં હાજરી તમારી જરૂરી છે, અમારી નહિ. આ તો માત્ર જમણવારમાં હાજરી આપે, ન તો વ્યાખ્યાનમાં દેખાય, ન તો પૂજામાં દેખાય. દિવસે ધંધો કરે અને રાત્રે ભાવનામાં હાજરી આપે ! અમને પ્રતિક્રમણ પછી ઊંચે સાદે બોલવાની ના પાડી છે. તમે બાર વાગ્યા સુધી ભાવનાઓ ભણાવો તો, આજુબાજુના લોકોની ઊંઘ બગડે ને ? ઉત્સવમાં પ્રતિક્રમણ ફરજિયાત છે કે ભાવના ? રાત્રિમાં સાધુ કે શ્રાવક ઊંચા સાદે બોલે નહિ, તો વગાડવાનું કામ ક્યાંથી કરાય ? સ૦ રાત્રિજગો કરવાનો ને ?
રાત્રિજગો કરવાનો, પણ તે સંગીત સાથે નથી કરવાનો. ત્રિશલામાતાએ ચૌદ સ્વપ્ર બાદ શેષ રાત્રિ જિનેશ્વરભગવંતનાં ચરિત્રોની કથા વાંચવામાં પસાર કરી હતી. તે રીતે તમારે પણ વાંચન કરતા બેસવાનું. દેરાસરમાં જે કાંઇ ભાવના ભાવવી હોય તે દિવસે જ ભાવવાની, રાત્રે નહિ. દેરાસરમાં ભક્તિ કરવા, પૂજા ભણાવવા માટે તમારે જવાનું છે, એમાં અમારી હાજરીની જરૂર જ નથી. સ૦ આપ એકાદ પૂજા બોલો તો અમને આનંદ થાય.
અમારે દેરાસરમાં પૂજા ન બોલાય. તમે સાહેબને કોઇ દિવસ પૂજા બોલતા સાંભળ્યા છે ? દેરાસરમાં સાધુસાધ્વી ઊંચા સાદે બોલે નહિ. રાગનું નિમિત્ત બનતું હોવાથી જાહેરમાં સાધુસાધ્વી ન બોલે. મારા ગુરુમહારાજ પણ કહેતા હતા કે રાજાની રાણીઓ ચોસઠકળાની જાણકાર હોય છતાં નૃત્ય કરે તો પરમાત્મા આગળ કરે અથવા તો પોતાના ધણી આગળ કરે. શ્રી રાવણ-મંદોદરી જ્યારે અષ્ટાપદજી ઉપર નાટક કરતા હતા ત્યારે દેરાસરમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૦૯
Page #59
--------------------------------------------------------------------------
________________
બીજું કોઇ ન હતું. ધરણેન્દ્ર આવ્યા તોપણ ભક્તિમાં ભંગ ન પડે માટે દેરાસરની બહાર જ ઊભા રહેલા. અંતે તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ઇન્દ્ર ઇચ્છિત વર માંગવા કહ્યું. શ્રી રાવણે કહ્યું કે આપવું હોય તો ભક્તિનું ફળ આપો. ભક્તિનું ફળ શું છે ? આ સંસારથી મુક્તિ અને તેના કારણભૂત વિરતિ : ખરું ને ? એ આપવાની તાકાત ધરણેન્દ્ર પાસે ક્યાંથી હોય ? ધરણેન્દ્ર જે આપે છે તે શ્રી રાવણને જોઇતું નથી અને તેમને જે જોઇએ તે આપવા ધરણેન્દ્ર સમર્થ નથી. તમે પણ આટલું નક્કી કરો કે ભગવાનની ભક્તિ કરીને આ સંસાર મૂકવો છે. આ તો પૂજામાંથી આવે તો લોકો પૂછે કે – શું લઇ આવ્યા ? આપણે કહેવું પડે કે – શું મૂકી આવ્યા એ પૂછો !
આપણી વાત એ ચાલુ છે કે ગુસ્સો ગમે તેટલો આવે તો પણ તે નિષ્ફળ કરવો છે, સફળ નથી કરવો. ગુસ્સો આવ્યા પછી મોટું ન ખોલે તેનો ગુસ્સો નિષ્ફળ જાય, જે મોટું ખોલે તેનો ગુસ્સો તો સફળ થવાનો જ. આપણે સહન કરી લઇએ તો બોલવાની જરૂર જ ન પડે. આપણે ત્યાં નિર્દોષને સજા નથી હોતી. લોકની અદાલતમાં નિર્દોષ દંડાય. ભગવાનના શાસનમાં તો જે દંડાય તે દોષિત છે જ – એમ સમજી લેવું. આપણા ભગવાન પણ દુ:ખ વેઠી લે અને કયો ગુનો છે - એમ ન પૂછે, તો આપણે શા માટે પૂછવું કે ‘કયા ગુનાની સજા છે ?' આ ગુસ્સો કોણ સહન કરી શકે તે માટે આગળ જણાવે છે કે – જે પ્રિય અને અપ્રિયને ધારણ કરી શકે તે જ ગુસ્સાને સહન કરી શકે. જે કાંઇ સારું મળે તેમાં રાગ નથી કરવો અને જે કાંઇ ખરાબ મળે એમાં ષ નથી કરવો. આ જ ક્રોધને જીતવાનો ઉપાય છે. જેને સારાનરસામાં રાગદ્વેષ થાય તેને ગુસ્સો આવવાનો જ. આથી જ અહીં પ્રિય કે અપ્રિયને સમભાવે ધારણ કરવાનું જણાવ્યું છે.
अप्पा चेव दमेयव्वो अप्पा हु खलु दुद्दमो । अप्पा दंतो सुही होइ अस्सिं लोए परत्थ य ॥१-१५॥
આચાર્યભગવંતે છેલ્લે હિતશિક્ષા આપી કે ગુસ્સો આવ્યા પછી તેને સફળ ન કરવો, સહન કરી લેવાનું, કશું બોલવાનું નહિ, જે કાંઇ પ્રિય
કે અપ્રિય થાય તેને સ્વીકારીને ચાલવા માંડવાનું. ત્યારે શિષ્યને શંકા થાય છે કે - ‘આ રીતે આપણે ગુનો કર્યો હોય કે ન કર્યો હોય પણ સામો માણસ ગમે તેવું વર્તન કરે તે આપણે ચલાવી જ લેવાનું, તેને કાંઇ જ નહિ કહેવાનું, બધું આપણે જ વેઠવાનું ? સામાનું દમન થોડું પણ નહિ કરવાનું અને આપણા જ આત્માનું દમન કર્યા કરવાનું ? થોડું સામો સમજે, થોડું આપણે સમજીએ તો કામ થઇ જાય. પણ આપણે જ દરેક વાતમાં દબાઇને રહેવાનું – આવું શા માટે ?' આ શિષ્ય આપણા મનનો પડઘો પાડ્યો છે ને ? આપણા મનમાં જે શંકા કાયમ ઘોળાય છે એના જવાબમાં આ ગાથા છે. ગ્રંથકારશ્રી જણાવે છે કે આ આત્માનું જ દમન કરવાયોગ્ય છે. બીજાનું દમન કરવાયોગ્ય નથી. જો આ લોકમાં સુખી થવું હોય કે પરલોકમાં સુખી થવું હોય તો આત્માનું દમન કરવા સિવાય બીજો કોઇ ઉપાય નથી. સ0 આપણે મૌન રહીએ, પ્રતિકાર ન કરીએ તો લોકો આપણને દોષી
ઠરાવે, આપણો અપયશ ફેલાય, એ આ ભવનું નુકસાન ને ?
તમે આવો વિચાર કેમ કરો છો ? સુદર્શનશેઠે ખુલાસો ન કર્યો તો તેમનો અપયશ ફેલાયો ? ઝાંઝરિયામુનિને નુકસાન થયું ? ખંધકમુનિને નુકસાન થયું ? જીંદકાચાર્યના પાંચસો શિષ્યને નુકસાન થયું ? મૈતારજમુનિને નુકસાન થયું ? તેમણે તો સોનીને જડતી લેવા પણ નથી કહ્યું કે – મારા પાત્રો, કપડાં, ઓઘો જોઇ લો ! એટલું કહ્યું હોત તો ચાલત ને ? પણ એટલું ય નથી કહ્યું. સ૦ તેમણે જડતી લેવાનું કહ્યું હોત તો શું વાંધો આવત ?
તેમને કેવળજ્ઞાન ન મળત અને સોનીને દીક્ષા ન મળત. આત્માનું દમન કર્યા વિના ઠેકાણું નહિ પડે. સ0 એમના જેટલું સત્ત્વ અમારી પાસે નથી.
સત્ત્વશાળી માણસો પણ જ્યાં બોલે નહિ, ત્યાં નબળા માણસોએ બોલાય જ નહિ ને ? પાપ કરવાનું સત્ત્વ તમારી પાસે છે અને પાપ ન કરવાનું સત્ત્વ નથી – આ કેમ ચાલે ? નીરોગી માણસ જો દવા લેતા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૧૧
૧૧0
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #60
--------------------------------------------------------------------------
________________
હોય તો રોગીએ તો દવા વગર ન જિવાય. રાત-દિવસ મૌન પાળવું છે, તો જ ગુસ્સો નિષ્ફળ જશે. સુદર્શનશેઠને તો રાજા સામેથી પૂછે છે. પુરાવા બધા રાણીના પક્ષમાં છે છતાં રાજાને તેના પર વિશ્વાસ નથી, તેમને સુદર્શનશેઠના વચન ઉપર વિશ્વાસ છે, છતાં તેઓ મૌન રહે છે. કારણ કે વાસ્તવિકતા જણાવે તો રાણીને શૂળીએ ચઢવું પડે ને ? આથી સુદર્શનશેઠે તો વિચારી લીધું કે કોઇને શૂળી પર ચઢાવ્યા હશે તે પાપ ઉદયમાં આવ્યું છે, ભોગવી લેવું છે. સ0 ગુસ્સો કરવાની છૂટ ક્યાં ?
પોતાની જાત પર. આપણે ભગવાનનું ન માનીએ, સ્વાધ્યાયપ્રતિક્રમણ, પૂજા-સામાયિક ન કરીએ ત્યારે ગુસ્સો કરવો. ‘તમે કેમ નથી કરતા' એમ નહિ બોલવાનું. હું કેમ નથી કરતો – એ જોવાનું. કોઇ આપણું ન માને તો ગુસ્સો નથી કરવો. આપણે ભગવાનનું માનતા નથી તેનો ગુસ્સો કરવો છે. સામો તો આપણું જ માનતો નથી, આપણે તો અનંતજ્ઞાની ભગવાનનું માનતા નથી. પૂજા અનંતજ્ઞાનીની કરીએ અને માનીએ મોહ-અજ્ઞાનનાં પાત્રોનું : આ વિચિત્રતા નથી ? પાપ ચાલુ રાખી ભગવાનની પૂજા કરવી આ તો જાણે લાંચ આપવા જેવું છે. ભગવાનનું માનવું નથી છતાં ભગવાન બોલે નહિ એટલા માટે જ જાણે પૂજા કરીએ છીએ – એવું નથી લાગતું ? જે પાપ કરીએ છીએ તે માફ કરવા માટે જ આ પૂજા છે ને ? તમારો દીકરો તમારા પગ દબાવે અને તમારું કહ્યું ન માને તો તમે કહો કે “મારા પગ દબાવીને મને દબાવવાની જરૂર નથી.” ભગવાન આવું કશું બોલતા નથી માટે ફાવટ આવી છે ને ? જવાબદારીના સ્થાને રહ્યા હોઇએ ને ગુસ્સો કરવો પડે ત્યારે કરી લઇએ તો ય તરત દીકરાને મિચ્છામિ દુક્કડ આપીને કહી દેવાનું કે તારો બાપ પણ હું પાપના યોગે થયો છું માટે આટલું કહેવું પડે છે – બાકી ભગવાને ગુસ્સો કરવાની ના પાડી છે.
અહીં જણાવે છે કે આત્માનું જ દમન કરવું જોઇએ, આવું પણ એટલા માટે કહેવું પડે છે કે આત્મા દુર્ગાન્ત છે. દુઃખે કરીને તેનું દમન ૧૧૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
કરી શકાય એવું છે. ગુસ્સો કરવો સહેલો કે ન કરવો સહેલો ? ગુસ્સો કરવાનું કામ સહેલું છે. ગુસ્સાને અટકાવવા માટે આત્માનું દમન કરવાનું કામ કપરું છે. ગુસ્સો કરવા માટે માત્ર હિંમત થોડી જોઇએ, બાકી તો નાના છોકરાને પણ ગુસ્સો કરતાં આવડે ને ? ગુસ્સો કરવાનું કોઇને શિખવાડવું પડે નહિ ને ? નાના છોકરાઓ પણ તમારી ગુસ્સાની પરિભાષા જાણે છે. તમે આંખો કાઢીને જુઓ તો રોવા માંડે, તમારી પાસેથી દૂર ભાગી જાય, બોલાવો તોય પાસે ન આવે. ગુસ્સાને રોકવાનું કામ કપરું છે - માટે તેની મહેનત શરૂ કરવી છે. તપ કરવાનું સહેલું કે ખાવાનું સહેલું છે ? તપમાં ગુસ્સો આવે છે તે તપના કારણે નહિ, દુ:ખ ભોગવતા નથી માટે આવે છે. દુ:ખ ભોગવવાની તૈયારી હોય તેને ગુસ્સો ન આવે. દુઃખ ભોગવવા માટે સુખની ઇચ્છાનું દમન કરવું જ પડે ને ? આ તો તપ કરે અને વાતચીત કરતો બેસે, ટી.વી. આગળ બેસે એટલે સમય પસાર થઇ જાય. આવો તપ કરવાની મજા પડે ને ? તપ કરીને દુઃખ ન ભોગવે અને અનુકૂળતા જ શોધ્યા કરે તેને કર્મનિર્જરા ન થાય. સ0 સ્વાધ્યાય અને તપમાં મહત્ત્વનું શું ?
બંન્ને મહત્ત્વના. ડાબો પગ અને જમણો પગ બેમાં મહત્ત્વનો પગ કયો ? એકે વિના ન ચાલે ને ? તેમ સ્વાધ્યાય અને તપ બંન્ને મહત્ત્વના છે. તેમાંથી પણ આપણને જે નડે તે આપણા માટે મહત્ત્વનું. જે ફાવે તે તો આપણે કરવાના જ છીએ. જે નથી ફાવતું તે આપણા માટે મહત્ત્વનું. જેને ગુસ્સો બહુ આવતો હોય તેના માટે ક્ષમા મહત્ત્વની છે. આ બધો આચાર સાધુનો છે. સાધુભગવંતથી ગુસ્સો ન જ કરાય. સાધુભગવંત જો આ રીતે આત્માનું દમન ન કરે તો કરશે કોણ ? શાસ્ત્રકારો આપણા હિતની ચિંતા જેટલી કરે છે - એટલી બીજી કોઇએ કરી નથી. અત્યાર સુધીમાં જેટલા દોષો બતાવ્યા તેમાંથી એકે દોષ એવો નહિ હોય કે જે આપણામાં ન હોય, એની સાથે એ પણ હકીકત છે કે દોષોને ટાળવાની જે વાત કરી છે તેમાંથી એક પણ વાત આપણે કાને ધરી નથી. સાધુપણામાં ગુસ્સો ન કરાય એનો અર્થ એ નથી કે ગૃહસ્થપણામાં કરી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૧૩
Page #61
--------------------------------------------------------------------------
________________
શકાય. તમારે પણ દીક્ષા લેવી છે ને ? તો નક્કી કરી કે ગુસ્સો કરવો નથી અને એની શરૂઆત ઘરથી કરવી છે. પહેલાં ઘરમાં ગુસ્સો નથી કરવો, પછી બજારમાં ગુસ્સો નથી કરવો અને અંતે ધર્મસ્થાનમાં ગુસ્સો નથી કરવો. જ્યાં રાતદિવસ રહેવાનું છે ત્યાંનો ગુસ્સો સૌથી પહેલાં કાઢવો છે. ઘરમાં પણ ચાર વિભાગ પાડું ? તો પહેલાં માબાપ ઉપર ન કરવો, પછી પત્ની ઉપર ન કરવો, પછી સંતાનો ઉપર ન કરવો અને છેલ્લે ઘરમાં આવનાર સ્વજનો કે ઘાટી ઉપર ન કરવો. સ0 અંદર ઠેષ પડ્યો રહે તો ?
અંદર ભલે પડ્યો રહે, બહાર પ્રગટ નથી કરવો. ઊલટી અંદર રહેલી સારી કે બહાર નીકળે તો સારું ? દબાવવાથી ઊછળતું નથી, જોર ઓછું પડવાથી ઊછળે છે. તેથી મજબૂતાઇથી દબાવતાં શીખી જવું કે જેથી દબાયેલું ઊછળે નહિ.
આપણને ગમે કે ન ગમે, પણ અનંતજ્ઞાનીઓના કહ્યા પ્રમાણે ગુસ્સાને નિષ્ફળ કરવાનો પરિણામ મેળવી લઇએ તો ચારિત્રધર્મનું પાલન સારામાં સારું કરી શકાય. એક વાર સહનશક્તિ કેળવી લઈએ તો ગુસ્સો આવવાનું કોઇ કારણ નથી. શક્તિ કેટલી છે - એ નથી જોવું. શક્તિ કરતાં પણ સહનશક્તિ શ્રેષ્ઠ છે. શક્તિ શરીરની હોય છે જ્યારે સહનશક્તિ મનની હોય છે. જેને દુ:ખ ભોગવવું નથી તેણે શક્તિ કેટલી છે - એ વિચારવાની જરૂર નથી અને જેને દુ:ખ ભોગવવું છે - તેણે પણ શક્તિ કેટલી છે – એ જોવાના બદલે સહનશક્તિ કેટલી છે એનો વિચાર કરવાની જરૂર છે. શક્તિ હોવા છતાં સહનશક્તિ ન હોય એવા તો ઘણા દાખલા છે ને? ઘણા તપસ્વીઓ એવા જોયા છે કે તપની શક્તિ તેમનામાં હોવા છતાં સહનશક્તિ તેમનામાં હોતી નથી. કૂરગડુમુનિના પાત્રોમાં ઘૂંકનારા ચાર મહાત્માઓ પાસે ચાર મહિના સુધી ભૂખ્યા રહેવાની શક્તિ હતી પણ સહનશક્તિ ન હતી તેથી જ કૂરગડુમુનિ ઉપર ગુસ્સે થયા હતા. જયારે કુરગડુમુનિ પાસે તપની શક્તિ ન હતી પરંતુ સહનશક્તિ સારામાં સારી હતી. તેથી જ તો તે કેવળજ્ઞાન પામ્યા. સામો ગુસ્સો ન કરે એટલામાત્રથી
આપણને કેવલજ્ઞાન ન મળે. કૂરગડુમુનિએ પોતે સહનશક્તિ રાખી ગુસ્સો ન કર્યો તો કેવળજ્ઞાન પામ્યા. કષાયને શમાવવા માટે સહનશક્તિની જરૂર છે, જયારે શક્તિ તો દુઃખ ભોગવવા માટે કામ લાગે. શક્તિસંપન્ન આત્મા દુ:ખ ભોગવી શકે, પણ સહનશક્તિના અભાવે કષાયને ઉપશમાવી ન શકે. તમારી ભાષામાં કહીએ તો પૈસા મેળવવા શક્તિ જોઇએ, પણ પૈસા ગયા પછી સહનશક્તિની જરૂર પડે. પૈસા કમાવવા માટે કાંડાની શક્તિ જોઇએ પણ પૈસા ગુમાવ્યા પછી મનને સ્વસ્થ રાખવા માટે સહનશક્તિ જો ઇએ. શક્તિ અને સહનશક્તિ આ બે પદોમાં સામાન્ય ફરક જણાય છે પરંતુ એમાં ભગવાનના શાસનનું રહસ્ય ભર્યું છે.
આપણા આત્માનું જ દમન કરવું છે, બીજાનું નહિ. આત્માનું દમન કરવાનું કામ સહેલું નથી. આથી જ આત્માને દુદત્ત કહ્યો છે. દુઃખે કરીને જેનું દમન કરી શકાય તેને દુર્દાન્ત કહ્યો છે. આ રીતે આત્માનું દમન કરવાનું કામ કષ્ટકારી છે - એમ સમજીને શિષ્ય આત્મદમનની પ્રવૃત્તિથી પાછો ન ફરે તે માટે આગળ જણાવે છે કે આત્માનું દમન કરનાર જ આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે. સાચું કહો : સુખ ખાવામાં છે કે ખાવાનું છોડવામાં ? શાસ્ત્રકારો કહે છે કે સુખ જોઇતું નથી – આ જ તો મોટું સુખ છે. આજે આટલું નક્કી કરવું છે કે ભોગવવામાં સુખ નથી. તેથી ઓછું પડે તોય માંગવું નહિ. ખાવા બેઠા પછી જેટલું પીરસ્યું હોય એટલું વાપરીને ઊભા થઇ જવું. આપણે આત્માનું દમન કરીશું તો જ સુખી થઇશું. બીજાનું દમન કરવું - એ સુખી થવાનો ઉપાય નથી. સામો માણસ વિનય કરતો નથી, એવું બોલવા કરતાં આપણી પાસે વિનયની અપેક્ષા છે - એ ખરાબ છે : એટલું માનતા થઇ જવું છે. વસ્તુમાં સુખ નથી, વિષયના ભોગવટામાં સુખ નથી, સુખ તો આત્માના દમનમાં છે. જે પોતાના આત્માનું દમન નથી કરતો તેના જેવું દુ:ખી આ દુનિયામાં બીજું કોઇ નથી. આજે આપણે આત્માનું દમન કરવાના બદલે ભોગવટામાં, ઇચ્છાની પૂર્તિમાં સુખ માની બેઠા છીએ - આ આપણી મોટામાં મોટી ભૂલ છે. આજે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૧૫
૧૧૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #62
--------------------------------------------------------------------------
________________
આપણા મોઢા ઉપર જે સુખની લાલી દેખાય છે તે આત્મદમનની નથી, ઔદિયકભાવની છે. ક્ષયોપશમભાવની લાલી તો આત્મદમનના ઘરની છે અને આત્મદમન એટલે જે આવે તે વેઠી લેવું.
સ૦ આત્મદમનના કારણે સુખ પરભવમાં મળે કે તરત મળે ?
તરત જ મળે. ઉઘરાણી ન આપે ત્યારે ‘પૈસા જોઇતા નથી’ એટલું નક્કી કરો તો તરત જ સુખ મળે ને ? આત્મદમનમાં જે સુખ છે તે જ ક્ષયોપશમભાવનું છે.
સ૦ ક્ષયોપશમભાવ એટલે શું ?
ક્ષયોપશમભાવ એટલે કર્મનું પતલું આવરણ. કર્મોનાં ગાઢ આવરણ તે ઔદિયકભાવ અને કર્મોનું આવરણ ખસી જાય તે ક્ષાયિકભાવ. અશુદ્ધ આવરણ તે ઔદિયકભાવ, શુદ્ધ આવરણ તે ક્ષયોપશમભાવ અને આવરણરહિત અવસ્થા તે ક્ષાયિકભાવ. જેમ પૂઠ્ઠાનું આવરણ હોય તો બિલકુલ ન દેખાય, પારદર્શક પેપર હોય તો દેખાય અને આવરણ જ ન હોય તો ચોખ્ખુંચટ દેખાય. કેવળજ્ઞાનાદિ ગુણો તો આપણા આત્મામાં પડેલા જ છે, માત્ર આવરણ ખસેડવાની જરૂર છે. ગુણ આપણા છતાં કર્મની મહેરબાનીથી અનુભવવા મળે તેનું નામ ક્ષયોપશમભાવ. જેમ તમારે ત્યાં પણ પૈસા તમારા પોતાના હોવા છતાં એફ.ડી. પાકે ત્યારે જ મળે ને ? તેમ જ્ઞાનાદિગુણો આપણા પોતાના હોવા છતાં કર્મની મહેરબાની થાય ત્યારે મળે. સુખ મેળવવામાં ઔદિયકભાવનું સુખ છે અને ‘સુખ જોઇતું નથી’ તેમાં ક્ષયોપશમભાવનું સુખ છે. પેલા સંન્યાસીની વાત સાંભળી છે ને ? રાજા પાસે તેને બોલાવવામાં આવ્યો. રાજાએ એક પછી એક ચીજ તેને ભોગવટા માટે આપવા માંડી. વૃક્ષની છાલનાં વસ્ત્રોના બદલે રેશમી વસ્ર લેવા કહ્યું, માટીના ઠીકરાના બદલે સોનાનાં વાસણ લેવા કહ્યું, પથ્થરના બદલે રૂની તળાઇમાં સૂવાનું કહ્યું. ત્યારે સંન્યાસી કહે છે કે માટીના ઠીકરામાં વાપરો કે સોનાની થાળીમાં : પેટ તો સરખું જ ભરાય ને ? વસ્ત્ર રેશમી હોય કે છાલનું હોય : આબરુ તો એકસરખી ઢંકાય ને ? ઊંઘવા માટે પથ્થર હોય કે રૂની તળાઇ હોય : શું ફરક પડે ?
૧૧૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સંન્યાસીને ના પાડતો જોઇ રાજા કહે છે - ‘આપું છું તે લઇ લે, મારા જેવો આપનારો કોઇ નહિ મળે.' ત્યારે સંન્યાસીએ કહ્યું કે ‘આપનારા ઘણા મળશે, ના પાડનારો લગભગ કોઇ નહિ મળે’...તો કહો સુખ શેમાં છે ? માંગવામાં ? લેવામાં ? આપવામાં ? કે ના પાડવામાં ? ‘નથી જોઇતું’ આ બે જ શબ્દમાં ત્રણે લોકનું સુખ સમાય છે.
સ૦ આપ આટલું કહો છો પણ અમને તો સુખની લગન જ લાગી છે તો શું કરવું ?
તમને લગન લાગી છે માટે જ તો અમે તમને સાવધાન કરીએ છીએ. તમારે ત્યાં લગ્નપ્રસંગે ઢોલ વગાડાય છે તે શેના માટે વગાડાય છે તે જાણો છો ? તમને બહેરા બનાવવા માટે નહિ, તમારા કાન ખોલવા માટે વગાડાય છે. લગ્નની દરેક ક્રિયામાં ‘સાવધાન’ ‘સાવધાન’ના નારા લગાડાય છે તે તમને સાવધાન કરવા માટે જ લગાડાય છે. અમને દીક્ષા વખતે ત્રણ પ્રદક્ષિણા ફરવાનું વિધાન છે. કારણ કે ત્યાં જ્ઞાનદર્શનચારિત્રની સાધના કરવાની છે. જ્યારે પરણતી વખતે ચાર ફેરા ફરવાના હોય છે કારણ કે પરણવાના કારણે ચારે ગતિમાં ભટકવાનું થાય છે. વરઘોડો ઊતર્યા પછી વરને પોંખવાની ક્રિયા પણ એટલા માટે છે કે હજુ પણ સમજીને પાછા વળી જાઓ તો સારું. વરનું નાક મરોડવામાં આવે છે તે વખતે પણ તેને સૂચન કરાય છે કે તેની સ્વતંત્રતા હવે હણાઇ જવાની. પરણે એનું સ્વમાન રહે કે નાશ પામે ? છેડાછેડી બાંધતી વખતે પણ સૂચવ્યું કે એકલા નહિ, બંન્ને સાથે એકબીજાને દુર્ગતિમાં લઇ જવાના. આપણા વડીલજનોએ, મહાપુરુષોએ આપણે દુર્ગતિમાં ન જઇએ તેની ચિંતા ડગલે ને પગલે કરી છે. છતાં આપણે ગાંડાની જેમ વર્તીએ છીએ ને ? થોડું સત્ત્વ કેળવી લો. આપણે કોઇને રખડતા નથી કરવા, પણ કોઇના કારણે આપણે રખડવું પડે - એવું પણ નથી કરવું. તેમની પલોજણમાં આખી જિંદગી પસાર કરીએ તો આપણે રખડતા જ થઇએ ને ? આપણે આપણા એકલાની પણ ઇચ્છા પૂરી કરી શકતા નથી તો આખા કુટુંબની ઇચ્છા કઇ રીતે પૂરી કરી શકવાના ? તેથી ઇચ્છાઓને પૂરી કરવાના બદલે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૧૭
Page #63
--------------------------------------------------------------------------
________________
वरं मे अप्पा दन्तो संजमेण तवेण य । माहं परेहिं दम्मन्तो बंधणेहि वहेहि य ॥१-१६॥
આત્માનું દમન કરવા માટે પ્રયત્ન કરી લેવો. આત્માનું દમન કરનારા આ લોકમાં પણ સુખી થાય છે તે જણાવવા અહીં એક દૃષ્ટાંત આપ્યું છે. બે ચોરો હતા. એક વાર કેટલાક સાધુભગવંતો વિહાર કરતાં ત્યાં આવ્યા. ચોમાસાના દિવસો હોવાથી ત્યાં ચાતુર્માસસ્થિરતા માટેની રજા તે ચોરો પાસે માંગી. ચોરોએ સહર્ષ રજા આપી અને કહ્યું કે તમે આહારપાણી પણ અહીંથી જ ગ્રહણ કરજો , બીજે ક્યાંય ન જશો, ત્યારે સાધુભગવંતોએ કહ્યું કે અમે માધુકરીવૃત્તિથી (ભમરાની જેમ થોડો થોડો આહાર લેવો) આહાર લઇએ છીએ. તમે અમને રહેવા વસતિ આપી એ જ મોટો લાભ છે. તેનાથી તમે સકલ ક્લેશનો નાશ કરનાર પુણ્ય ઉપાર્જન કર્યું છે. સકલ ક્લેશનો એટલે સંસારનો જ નાશ કરનારું પુણ્ય સાધુને વસતિ આપવાથી બંધાય છે. તમને આવું પુણ્ય ગમે ? આ રીતે ચાતુર્માસના અંતે જતાં બે ચોરોએ એક નિયમ આપવા વિનંતિ કરી ત્યારે તેમણે રાત્રિભોજનત્યાગનો નિયમ આપ્યો. આ ત્યાગમાં શું લાભ છે તે જાણતા ન હોવા છતાં માત્ર સાધુમહાત્માના વચન પ્રત્યેના બહુમાનના કારણે ચોરોએ નિયમ ઉલ્લાસપૂર્વક લીધો. એક વાર બીજા ચોરોએ રાત્રે ગાયનું માંસ ખાવાનું નક્કી કરેલું. થોડા ચોરો મદિરા લેવા માટે ગામમાં ગયા. થોડા ત્યાં રહ્યા. ત્યાં રહેલાએ વિચાર્યું કે આપણે આ માંસમાં ઝેર નાંખીએ જેથી મદિરા બધી આપણને એકલાને પીવા મળે. એ જ રીતે ગામમાં ગયેલા ચોરોએ વિચાર્યું કે આપણે આ મદિરામાં ઝેર નાંખી દઇએ કે જેથી માંસ આપણને એકલાને ખાવા મળે. આ રીતે પરસ્પર વિષમિશ્રિત આહાર લેવાથી તે બધા ચોરો મરણ પામ્યા. આ બે ચોરો રાત્રિભોજનત્યાગના નિયમના પાલનથી બચી ગયા. આ રીતે આત્માનું દમન કરનાર આ લોકમાં પણ સુખી થાય છે. ચોરોનો ધંધો તો રાતે જ મોટા ભાગે હોય છતાં આત્મદમન કરીને વ્રત પાળ્યું તો તેઓ એ જ ભવમાં સુખી થયા. એક વાર આ દુનિયાની અપેક્ષા ટળવા માંડે તો ત્રણે જગતનું સુખ અહીં જ ખડું કરી શકાય.
આ અધ્યયનની પંદરમી ગાથામાં આપણે જોઇ ગયા કે જેને સુખી થવું હોય તેણે આત્માનું દમન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. સુખના અર્થી બધા જ જીવો છે, પરંતુ એ સુખની પ્રાપ્તિનો જે ઉપાય છે તે સેવવાની તૈયારી લગભગ કોઇની નથી. તેથી જ સુખનો અર્થી આત્માઓ પણ સુખ પામી શક્યા નથી અને સંસારમાં ભટક્યા કરે છે. આવા સંયોગોમાં કાં તો સુખનું અર્થીપણું છોડી દેવું જોઇએ, કાં તો સુખનો વાસ્તવિક ઉપાય સેવી લેવો જોઇએ. એ સિવાય આ વિષમતામાંથી બહાર નીકળી શકાય એમ નથી. શાસકારો આત્માનું દમન કરવાનું કહે છે, એમાં જ સુખ છે - એમ જણાવે છે. આનો અનુભવ આપણે જાતે કર્યો નથી - એવું નથી. એનો અનુભવ અંશે અંશે પણ થયો તો છે જ, પરંતુ તેને ટકાવવા માટે કોઇ પ્રયત્ન જ કર્યો નથી. સ્વાધ્યાયમાં આનંદ આવ્યો નથી - એવું નથી પરંતુ વિકથાના રસે આ આનંદ લૂંટી લીધો. દાનમાં પણ આનંદ આવ્યો હતો પણ લોભે એ આનંદ સૂકવી દીધો. તપમાં પણ આનંદ તો આવતો હતો પણ પારણાના રસે તપનો સ્વાદ ઉડાવી દીધો. આપણે ગઇ કાલ સુધીમાં જોઇ ગયા કે આત્મદમન વિના સુખ નથી ત્યારે તમારામાંથી કોઇએ પૂછ્યું નહિ કે - ‘આત્મદમન કઇ રીતે કરવું.’ આ શિષ્ય તો અહીં પૂછે છે, તેથી આગળની ગાથામાં આત્મદમનનો ઉપાય બતાવ્યો છે. તમને આત્મદમન કરવાનું મન ન થયું માટે જ ઉપાય ન પૂછ્યો ને ? સ0 ઉપાય તો આપે બતાવેલો કે ‘નથી જો ઇતું' આ પરિણામ કેળવો.
પરંતુ ‘નથી જો ઇતું આ પરિણામ કઇ રીતે લાવવો, એટલું તો પૂછવું જોઇએ ને ? ‘જોઇએ છેઆ પરિણામ કાઢચા વિના “જોઇતું નથી' - આ પરિણામ નહિ જ આવે. જે ઇએ છે - એ પરિણામ કાઢવા માટેનો ઉપાય અહીં જણાવ્યો છે. સંયમ અને તપ : આ જ આત્મદમનનો ઉપાય છે. એના વિના સુખ ન જ મળે. સંયમ અને તપથી સુખ મળે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૧૯
૧૧૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #64
--------------------------------------------------------------------------
________________
છે – એટલું માનવાની તૈયારી છે ? આપણે સાધુ ન થઇએ તો સુખી થઇએ ને ? આ પ્રશ્ન માર્મિક છે, ખૂબ શાંતિથી વિચારીને જવાબ આપજો . સાધુ થઇએ તો સુખી થઇએ કે ન થઇએ તો સુખી થઇએ ? સ0 સાધુ ન થયાનું દુઃખ છે.
સાચું છે કે બનાવટી ? સાધુ ન થયાનું દુઃખ હોય તો તમે અમારી પાછળ ફરો કે ઘરના લોકોની પાછળ ? તમારા કરતાં તો પેલો બ્રાહ્મણ સારો કે જે અડધું દેવદૂષ્ય લેવા માટે ભગવાનની પાછળ પાછળ જ ફર્યો. તમે તો સંયમ ન મળ્યું તોય ઘરભેગા થઇ ગયા ને ? સંયમ લઇએ તો દુઃખી થઇએ કે સુખી થઇએ ? એક વાર ભોયણીમાં સાહેબની નિશ્રામાં ઓળી, હતી. બપોરે બધા શ્રાવકો આયંબિલ કરવા જાય ત્યારે સાહેબને વાચના આપવાનું જણાવ્યું. સાહેબે વાચના શરૂ કરી. શરૂઆતમાં જ સાહેબે પ્રશ્ન પૂછ્યો “આ ઓઘો લીધાનો આનંદ છે ?” બે મિનિટ તો કોઇ કશું બોલ્યું નહિ. છેવટે એક પદસ્થ સાધુએ હિંમત કરીને કહ્યું કે – “હોય જ ને ?” તરત સાહેબે પૂછ્યું કે ‘પાપ કરવું પડતું નથી તેનો આનંદ છે કે પૈસા કમાવા જવું પડતું નથી – એનો ?' પ્રશ્ન માર્મિક છે ને ? સંયમમાં જે આનંદ છે તે પાપ નથી કરવું પડતું તેનો જ છે. સંયમમાં દુ:ખ છે કે સુખ ? સ0 સંયમ બહુ ભારે લાગે છે.
તમને લોઢાનો ભાર લાગે કે સોનાનો ? પાંચ કિલો સોનાનો પણ ભાર ન લાગે ને ? તો સંયમ ભારે ક્યાંથી લાગે ? સંયમ તો તમે કહો છો ને કે - સોના કરતાં ય મોંધું છે. જો સોનાનો ભાર ન લાગે તો સંયમનો ભાર ક્યાંથી લાગે ? સ0 સંયમમાં સાધુપણું જ આવે ?
એમાં શું પૂછવાનું ? પાંચ આશ્રવથી વિરામ પામવું તેનું નામ સંયમ. શ્રાવકપણામાં સર્વથા આ આશ્રવથી વિરામ પામવાનું શક્ય જ નથી. તમે બહુ બહુ તો દ્રવ્યક્ષેત્રકાળભાવને આશ્રયીને અભિગ્રહ લઇ શકો. દ્રવ્યને આશ્રયીને ભોગપભોગનાં દ્રવ્ય ઓછાં કરો, ક્ષેત્રને આશ્રયીને નગર કે દેશની બહાર ન જવાનો નિયમ લો. કાળથી રાત્રે ૧ ૨૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
બહાર ન જવાનો નિયમ લો અને ભાવથી સંસારનો ભાવ ન રાખો તો એટલા પાપથી બચી શકો. બાકી એક પણ આશ્રવ ચાલુ હોય તો સંવરભાવ ક્યાંથી આવે ? શૂલથી વ્રત લીધાં હોય તો સૂક્ષ્મ પાપોનો આશ્રવ ચાલુ જ છે ને ? ઘરમાં એક સાપ નીકળે તો સાપ નથી એવું તો ન કહેવાય ને ? એમ એકાદ પણ પાપ જો હોય તો સંયમ ક્યાંથી કહેવાય ? આશ્રવ તો સાપથી પણ ભૂંડા છે. પાપનો ભય સાપ કરતાં વધુ ભયંકર છે. સાપ તો એક ભવ બગાડે. જયારે પાપ તો ભવોભવ બગાડે. તેથી પાપનો ત્યાગ સર્વથા કરવો જ પડે. સ0 અમે તો શક્તિ પ્રમાણે થોડો થોડો ત્યાગ કરીએ.
ઘરમાં એક ઉંદર, એક બિલાડી હોય તો ચાલે ને ? એક માંકણ હોય તો ય પાલવતો નથી, મચ્છર હોય તોય ધૂપ કરીને કાઢી મૂકો, નહિ તો છેવટે મચ્છરદાની બાંધીને રહે અને અહીં થોડો થોડો સંયમ હોય તો ચાલે ને ? સંયમ લઈએ તો દુ:ખી થઇ જઇએ - આ શ્રદ્ધા મજબૂત છે ને ? સ, સંયમ લઇએ તો સુખ ભોગવવા ન મળે.
સુખ ભોગવવા ભલે ન મળે પણ દુ:ખ તો કાયમનું ટળે ને ? આવવું છે ? તમે જમવા બેસો છો તે સુખ મેળવવા કે ભૂખનું દુ:ખ ટાળવા ? જે સુખ તમારે ભોગવવાનું નથી તેના માટે દોડધામ ચાલુ છે ને ? જે ભોગવવાનું નથી તે ભેગું કર્યા કરવું એ તો ગધ્ધામજૂરી છે. ધર્મ કરીશું તો દુઃખી થઈશું - આ ભય મગજમાંથી કાઢી નાંખો. મહાપુરુષોનાં વચનો પરમતારક છે. આપણે સુખ ભોગવીએ એનું જ્ઞાનીઓને દુ:ખ નથી, આપણે સુખ ભોગવીને દુ:ખી ન થઇએ - તેની એમને ચિંતા છે. સંયમમાં તમારી દૃષ્ટિએ જે સુખ છે તે નહિ મળે તોપણ દુ:ખ દુ:ખરૂપ તો નહિ જ લાગે.
જગતના જીવો સુખના અર્થી છે અને એ સુખની પ્રાપ્તિનો માર્ગ આત્મદમન છે અને આ આત્મદમન કરવા માટે સંયમ અને તપ કરવા સિવાય બીજો કોઇ જ ઉપાય નથી. આપણને ગમે કે ન ગમે – આ ઉપાય માન્યા વિના ચાલે એવું નથી. શાસ્ત્રકારોએ આપણને ગમે છે કે નથી ગમતું તેનો વિચાર કર્યા વિના માત્ર આપણા હિતને અનુલક્ષીને સુખનો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૨૧
Page #65
--------------------------------------------------------------------------
________________
ઉપાય આત્મદમન છે - એમ જણાવ્યું છે. આજે આપણે સંયમ અને તપ માટે કેટલો પ્રયત્ન કર્યો ? જે કાંઇ ત્યાગ કરીએ છીએ તે પણ જો ઇતું નથી માટે કરીએ છીએ એવું નથી, છોડ્યા વગર ચાલે એવું નથી માટે છોડીએ છીએ – ખરું ને ? જમવા બેઠા પછી ઊભા થઇ જઇએ છીએ તે શા માટે ? હવે ખવાય એવું નથી માટે ને ? જે છોડ્યું હોય તે પાછું લેવાનું હોય તો તે છોડ્યું ન કહેવાય. જે છોડ્યું તેની સામે ડોકિયું પણ નથી કરવું, નજર પણ નથી માંડવી. સાચું કહો, તમને આવેલું જ્ઞાન જાય તો દુ:ખ થાય કે આવેલું ધન જાય તો દુઃખ થાય ? જ્ઞાન જાય તો હસતાં હસતાં કહે કે કર્યું ત્યારે કર્યું, પણ હવે તો બધું જ ભુલાઇ ગયું અને જો ઉઘરાણી ન આપે તો રોવા બેસે. જ્ઞાન કીમતી કે ધન કીમતી ? સ0 ઉઘરાણી ન આપે તે ફળ તો પ્રત્યક્ષ દેખાય છે !
અને જે પ્રત્યક્ષને જ માને તે તો નાસ્તિક કહેવાય, ધર્માત્મા નું કહેવાય. જે નજરે દેખાય તેને જ માને તેવો ધર્માત્મા ન હોય, જે નજરે દેખાતું નથી તેને પણ જ્ઞાનીના વચનથી માનવા તૈયાર થાય તેનું નામ ધર્માત્મા. શાસ્ત્ર એ તો આરીસો છે. આરીસાની જરૂર શેના માટે છે ? જે તમે નજરે જોઇ શકો છો તેના માટે આરીસાની જરૂર છે ખરી ? જે મોઢા ઉપરના ડાઘ દેખાતા નથી તે જોવા માટે આરીસો છે. શાસ્ત્રની રચના, જે નજરે નથી દેખાતી તે વસ્તુને જણાવવા માટે કરી છે. જ્યાં સુધી આ સંસાર અસાર નહિ લાગે ત્યાં સુધી આત્મદમન કરી નહિ શકાય. આ સંસારની અસારતા ભણેલો સમજાવે અને અભણ સમજાવે : એ બેમાં ફરક છે ને ? અભણ તો દુ:ખમય સંસારને અસાર તરીકે જણાવે. જયારે ભણેલો કહે કે પુણ્યના ઉદયથી મળનારો સુખમય સંસાર અસાર છે. ઇન્દ્રાદિ દેવતાઓ સમવસરણમાં બેઠા હોય અને ભગવાન કહે કે સંસાર અસાર છે, દુ:ખમય છે, ત્યારે કોઇ દેવતા દલીલ નથી કરતા કે અમને તો કાંઇ દુ:ખ નથી, તો અસાર કેમ ? કારણ કે તેઓ જાણે છે કે આ સુખ ટકવાનું નથી, જન્મમરણનાં દુઃખ નજર સામે તેમને દેખાય છે, ત્યાંથી માતાની કુક્ષિમાં જવાનું છે – એ નજરે દેખાય તો સુખમાં સ્વાદ ૧૨૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
આવે ? ભગવાન આટલું કહે છે છતાં માનવાની તૈયારી નથી. છાપામાં આવેલી વાતોનો રદિયો પણ પાછળથી અપાતો હોય છે છતાં તે વાત ઉપર જેટલો વિશ્વાસ છે એટલો શાસ્ત્ર ઉપર નથી. ઘરનાનું જેટલું માનીએ તેટલું ભગવાનનું નથી માનતા. ભગવાન જ્ઞાની, ગુરુ જ્ઞાની કે ઘરનાં ? જો દેવગુરુ જ્ઞાની હોય તો બૈરા છોકરાને કહી દો કે તમે લોકો મારા માથે નથી, ભગવાન-ગુરુ મારા માથે છે. તમે લોકો તો મારા પનારે પડેલા છો. હવે તમારા કીધે નહિ ચાલે. આ સંસારમાં આશ્રવનો ત્યાગ કર્યા વગર સુખી નહિ જ થવાય. આશ્રવ વિના જીવવું હોય તો સાધુ થયા વિના નહિ ચાલે. સુખ ભોગવવાની ટેવ સર્વવિરતિને લાવી નહિ આપે. ધર્મ કરીએ છીએ વરસોથી છતાં પણ હજુ સુધી ધર્મ ગમતો નથી. સ0 ધર્મ ગમે તો છે પણ સંસાર વધારે ગમે છે.
સંસાર વધારે ગમે છે – એટલે નક્કી જ છે કે સંસારજેટલો ધર્મ ગમતો નથી. સંસારની વિચિત્રતા જાણ્યા પછી પણ સંસાર છોડવાનું મન ન થતું હોય તો તેનું કારણ એક જ છે કે સુખની આસક્તિ અત્યંત છે. આવા સંયોગોમાં એટલું કરવું છે કે સંસાર છૂટે નહિ, તોપણ વળગે નહિ – એ રીતે જીવવું છે. ભૂત સ્મશાનમાં તો હોય જ છે, ત્યાંથી જવાનું નથી, પરંતુ એ ભૂત વળગે નહિ તેની તો કાળજી રાખવી પડે ને ? તે માટે આ પુરુષો જે સમજાવે છે તે ધ્યાનથી સાંભળવું છે અને તેનો વિચાર કરવો છે. શાસ્ત્ર કહે છે કે સંયમના કારણે આત્મદમન કરે તે સુખી થાય, સંયમ અને અસંયમ : આ બે ભેગા કરવાથી આત્મદમન ન થાય. શ્રાવકપણામાં સંયમ-અસંયમ એ બે ભેગા હોવાથી તેને અહીં આત્મદમનના ઉપાય તરીકે જણાવ્યા નથી. પાંચ પ્રકારના આશ્રવનો ત્યાગ કરવો તે સંયમ છે. સંયમ પામ્યા પછી તપ કરવાનો છે. શ્રી દશવૈકાલિકસૂત્રમાં પહેલા અહિંસા જણાવી, પછી સંયમ જણાવ્યો, પછી તપ જણાવ્યો છે. આપણી તકલીફ એ છે કે તપ આપણે પહેલાં કરીએ. સંયમ, અહિંસા ન આવે તોય ચિંતા નહિ. શાસ્ત્ર કહે છે કે – આ ક્રમ નથી. પહેલાં આવતાં કર્મોને રોકવાનાં પછી જૂનાં કર્મોને કાઢવા માટે તપ કરવાનો. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૨૩
Page #66
--------------------------------------------------------------------------
________________
મહાપુરુષો આપણા હિતની જ ચિંતા કરતા હોય છે, આપણા સુખની નહિ. આ મહાપુરુષોને પામ્યા પછી આપણે પણ આપણી પાસે આવનારના હિતની જ ચિંતા કરવી જોઇએ. આજે મોટે ભાગે સાધુસાધ્વી પોતાની પાસે આવેલાના હિતની ચિંતા કરતા નથી. અમારી પાસે આવેલા મોક્ષમાં પહોંચે એવી ચિંતા કરવાના બદલે અમારી પાસે આવતા રહે એટલી જ ચિંતા કરીએ તો તે તેમની હિતચિંતા નથી. તમારે પણ તમારા સંતાનોના સુખની ચિંતા કરવાના બદલે હિતની ચિંતા કરવી જોઇએ. કૃષ્ણમહારાજા પોતે દીક્ષા લઇ શક્યા ન હતા. છતાં પોતાના સંતાનને ચારિત્ર અપાવ્યું હતું. પોતાની દરેક દીકરીઓને પૂછ્યું હતું કે “તારે રાણી થવું છે કે દાસી’ ત્યારે બધી દીકરી રાણી થવાનું જણાવે એટલે સાધ્વી પાસે મોકલી દે, એક દીકરી ચાલાક હતી, તેણે દાસી થવાની વાત કરી તો તેને એવાની સાથે પરણાવી કે જે બરાબર દાસીપણાનો અનુભવ કરાવે. તેથી ફરી પેલી રોતી રોતી કુષ્ણમહારાજા પાસે આવી અને રાણી થવાની વાત કરી તો સાધ્વી પાસે મોકલી. આપણું કે આપણા સંતાનોનું હિત આત્મદમનમાં જ સમાયેલું છે. પ્રતિકૂળતા ભોગવવામાં આપણું હિત સમાયેલું છે, અનુકૂળતા ભોગવવામાં નહિ. આત્માનું દમન કરવું છે, પાલન નથી કરવું. અનુકૂળતા આપવી તેનું નામ પાલન અને અનુકૂળતા છોડવી તેનું નામ દમન. સ0 અનુકૂળતા ભોગવવી જ નહિ ?
ના ! અનુકૂળતા ભોગવવી જ નહિ, ઉપરથી પ્રતિકૂળતા ભોગવી લેવી. અનુકૂળતા મળે તોપણ ભોગવવી નથી. સ0 ગાડીમાં ઊભા હોઇએ ને કોઇ જગ્યા કરી આપે તો ?
તોપણ ન બેસવું. એને કહેવું કે મને તો સો લોગસ્સનો કાઉસ્સગ્ગ ઊભા ઊભા કરવાની ટેવ છે. તેથી કાંઇ ચિંતા નથી. આપણા આચાર્યભગવંતે પણ કહ્યું હતું કે શ્રાવક મુસાફરીમાં પોતાનું ભાથું લઇને જાય અને આજુબાજુવાળાને આપે, પોતે ન વાપરે. પેલા જો કહે કે તમે પણ વાપરો, તો એ કહે કે મને તો ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ કરવાની ટેવ ૧૨૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
છે. તેથી તમે વાપરો... આપણને મળતી હોય તો ય અનુકૂળતા ભોગવવી નથી. કારણ આજે મળી માટે અનુકૂળતા ભોગવી, કાલે નહિ મળે તો માંગવાનું મન થશે, માંગીને નહિ મળે તો ગમે તે રીતે પડાવી લઇને મેળવવાનું મન થશે. માટે મળે તોય નથી લેવું. સ0 નીરસભાવે ભોગવીએ તો ?
અગ્નિને નીરસભાને અડો ? શસ્ત્રથી નીરસભાવે છેદાઓ ? વિષ નીરસભાવે ખાઓ ? આ નીરસનો અર્થ જ એમ માનવો પડે કે નીતરતો રસ આમાં છે. જો રસ નથી તો ભોગવવું શા માટે ? એટલું તો પૂછવું પડે ને ? અનુકૂળતા ભોગવ્યા વિના ચાલે એવું જ ન હોય ત્યારે નીરસંભાવે ભોગવવાની વાત કરવી. આજે તમારું લગભગ એવું પુણ્ય જ ક્યાં છે ? તમે અનુકૂળતાની પાછળ પડ્યા છો કે અનુકૂળતા તમારી પાછળ પડી છે ?
આત્માનું દમન સંયમ દ્વારા કરવાની વાત લગભગ પૂરી કરી, હવે તપની વાત સામાન્યથી સમજી લેવી છે. આત્મદમનના ઉપાય તરીકે તમને જણાવ્યો છે. એના દ્વારા આડકતરી રીતે તપનો ઉદ્દેશ સૂચિત કર્યો છે. તપ પ્રભાવના મેળવવા કે તપસ્વી કહેવડાવવા માટે નથી કરવાનો, આત્મદમને માટે કરવાનો છે. આજે તપ નિર્જરા માટે કે મોક્ષ માટે કરવાનો છે – એવું બોલીએ ખરા, પણ આત્મદમન માટે તપ છે – આ વસ્તુ જ મગજમાંથી વીસરાઇ ગઇ છે. જો આત્મદમન માટે તપ કર્યો હોત તો નિર્જરા સારામાં સારી થાત ને મોક્ષ હથેળીમાં હોત. આપણો તપ આત્મદમન માટે છે કે આત્માની પૂજા કરવા માટે છે ? આજે તો તપસ્વીને પણ કેટલી પ્રભાવના મળી – એવું પૂછનારા મળે, પણ આસક્તિ કેટલી ઘટી - એવું પૂછનાર કોઈ મળતું નથી. આ તો ખાવાનું ખરાબ લાગે માટે તપ કરે અને ખાવાનું સારું લાગે તો પારણું કરે. આવાનું આત્મદમન ક્યાંથી થાય ? અમારા આચાર્યભગવંતે એક વાર કહેલું કે પહેલાં ખાતાં શીખો, પારણાં કરતાં શીખો પછી તપ કરો . જો પારણોમાં વિશિષ્ટ વસ્તુની અપેક્ષા જાગે તો તેવો તપ ન કરવો. આ તો ઉપવાસના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૨૫
Page #67
--------------------------------------------------------------------------
________________
દિવસે અશક્તિના કારણે બેઠા બેઠા પ્રતિક્રમણ કરે અને પારણાના દિવસે એવી અકળામણ થતી હોય કે ઊભો ન થઇ શકે માટે બેઠાં પ્રતિક્રમણ કરે : આવાને શું કહેવું ? શાસ્ત્રમાં કહ્યું છે કે ગાડાના પૈડામાં જેટલી મળી નાંખે, ઘા ઉપર જેટલી ઔષધિ ચોપડે, મૃદંગ (તબલા) ઉપર જેટલો આંટો લગાડે તેટલો જ આહાર લેવાનો. બત્રીસ કે અઠ્યાવીસ કોળિયા આહાર ઉત્કૃષ્ટથી જણાવ્યો છે. એનાથી ઓછા ચાલે તો ઓછાથી નભાવવું છે. આ તપ તો તીર્થંકર ભગવંત, ગણધર ભગવંત આદિ મહાપુરુષોએ જાતે આસેવીને આપણને બતાવ્યો છે. એની ઉપેક્ષા નથી કરવી. હવે પર્યુષણના દિવસો આવે છે ને ? એટલે બધા તપ કરવાના. એ કે તપ કર્યો એટલે બીજા કરે. દેખાદેખીથી ઘણો તપ થશે, પણ આત્મદમન તરફ નજર નથી ને ? કોઈ પૂછે તો કહેવું કે – આ વખતે આત્મદમન માટે તપ કરવો છે. પર્યુષણના આઠ દિવસ બીજો તપ ન થાય તો માત્ર બે દ્રવ્યથી એકાસણું કરવું છે અને તેમાં પણ ખાખરો અને દૂધ કે ખાખરો અને ચા : એટલું જ વાપરવું છે. એટલે આરંભસમારંભ આપણા માટે કરવો ન પડે. ખાખરાનો કાળ તો પંદર દિવસનો છે એટલે પર્યુષણ પહેલાના ચાલે. સ0 બેમાં પણ રાગ થાય તો ?
બે દ્રવ્યમાં રાગ થતો હશે તો તેનો ઉપાય બતાવીશું. બે દ્રવ્ય પણ છૂટાં છૂટાં વાપરવાં, ભેગાં ન કરવાં. એકલી ચા પી જવી અને એકલા ખાખરા ખાવા. પછી તો રાગ નહિ થાય ને ? આ ભવ એ તો જેલ જેવો છે. જેલમાં કેટલાં દ્રવ્ય ખાવા મળે ? માત્ર બે જ ને ? તેમ આપણે પણ સંસારરૂપ જેલમાં જીવીએ છીએ એમ સમજી બેથી વધારે દ્રવ્યો નથી વાપરવાં અને બે દ્રવ્યો પણ છૂટાં છૂટાં વાપરવાં છે. દાળભાત વાપરીએ તોપણ દાળ એકલી વાપરવી છે અને ભાત એકલા વાપરવા છે. જ્યાં સંયોજના હોય ત્યાં રાગ થવાનો જ. દ્વિત્વમાં રાગ હોય, એકત્વમાં સુખ છે. રાગ મારવો હોય તો દ્વિત્વમાંથી એકત્વમાં આવવું જ પડશે.
સંયમ અને તપ સિવાય આત્મદમનનો બીજો કોઇ ઉપાય નથી અને આ આત્મદમન સિવાય સુખનો પણ બીજો એક ઉપાય નથી. સંયમ કે તપ ૧૨૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
આત્મદમન માટે જ કરવાના છે. સંયમનું પાલન પણ આત્મદમન માટે જ કરવાનું છે અને તપનું આચરણ પણ આત્મદમન માટે જ કરવાનું છે. સ0 તપ ન કરીએ ને છૂટા મોઢે ખાઇએ તો પાપ લાગે, તે પાપ ન
લાગે માટે તપ કરીએ તો ?,
પાપ કદાચ લાગે તોય તમને ફરક શું પડવાનો હતો ? પાપ પણ ભવાંતરમાં દુ:ખી ન થઇએ માટે જ ટાળવું છે ને ? એટલે અહીં પણ દુઃખનો ભય પડ્યો છે માટે જ પાપ ટાળવાની વાત કરીએ છીએ – ખરું ને? પાપથી દુઃખ આવે છે માટે પાપ ટાળવાની વાત નથી. પાપથી સંસાર વધે છે માટે પાપ ટાળવાનું છે. પાપથી દુઃખ જણાવ્યું છે તે સંસારસ્વરૂપ જ દુઃખ છે - એમ સમજવું. તેથી તપ દુઃખના ભયથી નહિ, પાપના ભયથી, આગળ વધીને સંસારના ભયથી કરવાનો છે. સ0 દુખખઓ કમ્મખઓ બોલીએ છીએ ને ?
આ ભાઇને દુઃખના ક્ષય માટે ધર્મ કરવાનો પાઠ મળી ગયો ! જો દુ:ખના ક્ષય માટે જ ધર્મ કરવાનો હોત તો દુ:ખક્ષય પછી પાપક્ષય લખ્યું હોત, કર્મક્ષય ન લખ્યું હોત. દુ:ખ ટાળતી વખતે પાપ ટાળવાનું ન કહેતાં કર્મ ટાળવાનું કહ્યું છે તેના ઉપરથી જ નક્કી છે કે આપણે જેને દુઃખ માનીએ છીએ તેની અહીં વાત નથી. આપણે તો માત્ર અશાતા ટાળવી છે, શાતા નથી ટાળવી ને ? અહીં તો જણાવ્યું છે કે સંસારનું સુખ એ મોટામાં મોટું દુ:ખ છે. કારણ કે આ સંસારમાં દુ:ખને નોતરવાનું કામ આ સુખ કરે છે - આથી જ આ સુખનો પણ નાશ કરવો છે માટે કર્મક્ષયની વાત કરી છે. દુ:ખનો ક્ષય એટલે આ સંસારનો ક્ષય કરવો છે અને આ સંસાર કર્મના યોગે વળગેલો છે. તે કર્મ શુભ હોય કે અશુભ હોય છેવટે સંસારમાં જ ભોગવાય છે માટે તે કર્મના કારણે મળનારી શુભ કે અશુભ બંન્ને અવસ્થા દુ:ખરૂપ છે. તે દુ:ખના ક્ષય માટે કર્મનો ક્ષય કરવાનો છે. શ્રી ઋષભદેવસ્વામીના સ્તવનમાં પણ જણાવ્યું છે કે “કર્યજનિત સુખ તે દુ:ખરૂપ..' આપણે જેને દુ:ખ માનીએ છીએ તે દુ:ખ નથી, જ્ઞાનીઓ જેને દુ:ખ કહે છે તે દુ:ખ છે. આપણે જેને દુ:ખ માનીએ છીએ તે ભોગવવાલાયક શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૨૭
Page #68
--------------------------------------------------------------------------
________________
છે. જ્ઞાનીઓ જેને દુ:ખ કહે છે તે ભોગવવાલાયક નથી. જ્ઞાનીઓ કર્મથી જનિત સુખને દુ:ખરૂપ કહે છે, આ દુ:ખ ભોગવવાલાયક નથી. સ0 જો સુખ ભોગવવાલાયક નથી તો કર્મે શા માટે આપ્યું ?
કમેં આપ્યું નથી, આપણે આપણી ભૂલના કારણે આ સુખ ઊભું કર્યું છે. આપણે જો ભગવાનની આજ્ઞા પાળી લીધી હોત તો પુણ્યકર્મ ભોગવવા પણ સંસારમાં રહેવું ન પડત, કર્મથી રહિત બની મોશે પહોંચી ગયા હોત અને આમ છતાં કર્મે આપેલું હોવાથી જ જો સુખ ભોગવવું હોય તો દુ:ખ પણ કર્ભે આપેલું છે તો ભોગવી જ લેવું છે અને જો દુ:ખ ન ભોગવવું હોય તો સુખ પણ નથી ભોગવવું.
આ રીતે સંયમ અને તપ જ સુખનું કારણ છે - એવું જણાવ્યું ત્યારે શિષ્ય શંકા કરે છે કે આ રીતે આત્મદમન કરવામાં તો દુ:ખ જ છે, અર્થકામ એ સુખનાં સાધન છે, સંયમ અને તપ સુખનાં સાધન ક્યાંથી કહેવાય ? આ શંકાના નિરાકરણમાં અહીં સેચનક હાથીનું દૃષ્ટાંત આપ્યું છે.
એક હાથી અનેક હાથિણીનો અધિપતિ હતો. તેને પોતાની સત્તાનો મોહ એટલો હતો કે પોતાની હાથિણી ગર્ભવતી થાય તોય તેને ફાળ પડે કે આ જે હાથી જનમશે તે મને મારીને અધિપતિ થશે. તેથી તે તેને મારી નાંખવા તત્પર રહેતો. એક હાથિણી ગર્ભવતી થઇ એટલે તે ગર્ભની રક્ષા માટે એક તાપસ-આશ્રમમાં ગઇ. બે-ચાર દિવસે પાછી તે હાથિણીના યૂથમાં ભેગી થઇ જતી કે જેથી હાથીને શંકા ન પડે. આમ કરતાં તેણે એક હાથીને જન્મ આપ્યો. ક્રમે કરી તે હાથી ત્યાં તાપસે આશ્રમમાં મોટો થયો. તાપસકુમારો ત્યાં ઝાડનું સિંચન કરતા, તેની સાથે આ હાથી પણ સિંચન કરવા લાગતો. આથી તેનું “સેચનક’ આ પ્રમાણે નામ પડ્યું. એક વાર તેણે પોતાના પિતા એવા હાથીને મારી નાંખ્યો અને પોતે જૂથનો અધિપતિ થઇ ગયો. મદોન્મત્ત બની તેણે તાપસ આશ્રમને એક વાર ભાંગી નાંખ્યો. તેનાથી ત્રાસ પામેલા તાપસોએ વિચાર્યું કે આપણે આને પાળી-પોષીને મોટો કર્યો છતાં તેણે આવું વર્તન કર્યું છે માટે હવે તેને શિક્ષા કરવી છે. આમ વિચારી શ્રેણિક રાજીને
જણાવ્યું કે - આ હાથી તમારા રાજદરબારમાં શોભે એવો છે. આથી શ્રેણિકરાજાએ સૈન્ય મોકલી એ હાથીને પકડીને આલાનસ્તંભ ઉપર બાંધી દીધો. ત્યારે તાપસકુમારે તે હાથીની પાસે આવીને તેને કહ્યું કે પોતાના આશ્રયદાતાને હેરાન કર્યા તેનું ફળ ચાખ્યું ને ? હવે આખી જિંદગી આ બંધનમાં રહેવાનો વખત આવ્યો ને ? આ સાંભળીને સેચનક હાથીને ગુસ્સો આવ્યો તેથી રાત્રે આલાનખંભ તોડીને પેલા તાપસ આશ્રમમાં પહોંચ્યો અને બાકી રહેલો આશ્રમ પણ ખેદાન-મેદાન કરી નાંખ્યો. તેવામાં એક દેવતાએ વિચાર્યું - આ હાથી આ રીતે બધાને હેરાન કરશે તેથી તે હાથીને તેણે જણાવ્યું કે – તું આ રીતે બંધન વિના રહીશ તો
જ્યાં-ત્યાં રખડવાનું થશે, હેરાનગતિ થશે, એના બદલે જો રાજાને ત્યાં બંધાઇને રહીશ તો તું પૂજાને પામીશ. આથી હાથી શાંત થઇને જાતે જ આલાનસ્તંભ પાસે આવીને બેસી ગયો. આ જોઇને ખુશ થયેલા રાજાએ બીજા દિવસે સવારે તેની કંકુ વગેરેથી પૂજા કરી પોતાનો પટ્ટહસ્તી બનાવ્યો. આ રીતે જેઓ પોતાની જાતે જ પોતાના આત્માનું દમન કરે તેઓ આ હાથીની જેમ પૂજાસત્કારને પામવા દ્વારા આ લોકમાં પણ સુખી થાય છે. ઇચ્છાનું દમન કર્યા વિના સુખી નહિ જ થવાય.
આ અધ્યયન વિનયનું છે. સાધુપણામાં આવવું હશે તો માતાપિતાદિનો વિનય કરતાં સૌથી પહેલાં શીખવું પડશે. જે મા-બાપની સાથે ન રહે તે મા-બાપનો વિનય કઇ રીતે કરવાના ? આજે નિયમ લેવો છે કે મા-બાપથી જુદા થયા હોઇએ તો ભેગા થઇ જવું છે ? ભેગા ન થવાય તોપણ આખા દિવસમાં એક વાર બાપુજી સાથે જમવું છે – આટલું તો બને ને ? સ0 બાપા ક્યાં રહેતા હોય ને દીકરો ક્યાંય રહેતો હોય !
તો એટલું કરવું છે કે જમવા પહેલાં બાપાને એક રીંગ કરી પછી જમવું. આમે ય મોબાઇલ તો તમે સાથે લઇને જ ફરો છો ને ? આટલું તો બને ને ?
૧૨૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૨૯
Page #69
--------------------------------------------------------------------------
________________
સ0 બોલવું સહેલું છે પણ કરવાનું કપરું છે.
એટલે તમે સાવ સત્ત્વ વગરના કાયર છો - ખરું ને ? તમને કોઇ ઊંચકીને મોક્ષ મૂકી આવે તો જ તમે જશો, બાકી જાતે જાઓ એ વાતમાં માલ નથી ને? આટલા બધા કાયર શા માટે થાઓ છો ? કાયરતા કાઢી થોડું સત્ત્વ કેળવો. સાધુપણા સુધી એમને એમ નહિ પહોંચાય. સાધુપણામાં કાંઇ નરકનાં દુઃખો નથી ભોગવવાનાં, મનુષ્યપણાનાં જ દુ:ખો ભોગવવાનાં છે અને એ પણ આપણે પાપ કર્યું હશે તો જ ઉદયમાં આવશે. તો એમાં આટલું શું ગભરાવાનું ?
સુખ આત્માના દમનમાં છે. આ વસ્તુ અહીં જણાવી છે. પ્રાપ્તિમાં સુખ નથી, જતું કરવામાં સુખ છે. સુખ મળે એમાં સુખ નથી, સુખને જતું કરવામાં સુખ છે. શાસ્ત્રકારોએ આ સુખની વાત કરી છે - તે સ્વીકારવાની કે અનુભવવાની તૈયારી નથી ને ? આપણે માત્ર સાંભળવા માટે જ આવીએ છીએ ને ? શાસ્ત્રના પદાર્થો એકાંતે જોય છે - એમ માનીને જ આપણે વર્તીએ છીએ, એમાં હેય કે ઉપાદેય તરીકેનો વિવેક કરતા જ નથી - ખરું ને ? જો હેય કે ઉપાદેયનો વિવેક કરીને પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવા તૈયાર થઇએ તો આપણું સાંભળેલું લેખે લાગે. આપણે જે કાંઇ સાંભળીએ કે સમજીએ છીએ તે જાતે સુધારવા માટે કરીએ છીએ કે બીજાને સમજાવવા માટે ? શાસ્ત્રોની રચના આપણા પોતાના હિત માટે થયેલી છે. આપણે જોઇ ગયા કે જો તપ અને સંયમ વડે મારા આત્માનું દમન હું સ્વેચ્છાથી કરી લઉં તે સારું છે. જો અત્યારે સ્વેચ્છાથી દુ:ખ નહિ વેઠું તો પરભવમાં પરાધીનપણે વધ અને બંધન વગેરેના દુ:ખ ભોગવવાનો વખત આવશે. આ રીતે હિતશિક્ષા આપીને હવે આગળ અવિનયના આચરણનો ત્યાગ કરવા પૂર્વક વિનયનું આચરણ કઇ રીતે કરવાનું છે તે જણાવે છે :
આચાર્યભગવંતને જે પ્રતિકુળ હોય તે વચનથી કે કાયાથી ન કરવું. સાધુભગવંત રાતદિવસ આચાર્યભગવંતની નિશ્રામાં રહેનાર હોય. આચાર્યભગવંતે જેટલું કરવાનું કહ્યું હોય તે કદાચ ન કરી શકીએ, પરંતુ તેમણે જેની ના પાડી હોય તેવું વર્તન બિલકુલ કરવું નહિ. ગુરુને જે અનુકૂળ હોય તે ન કરી શકાય તો પણ તેમને પ્રતિકૂળ વર્તન કોઇ સંયોગોમાં ન કરવું. વિનય થાય તો કરો એ સારી વાત છે, પણ અવિનય તો કોઇ કાળે ન કરવો. ગુરુભગવંતને એમ કહીએ કે – ‘તમને કશી ખબર નથી, તમે રહેવા દો, તમે શું જાણો ?’ આ બધું પ્રતિકૂળ વર્તન છે. વર્તમાનમાં કોઇ સાધુસાધ્વીને એવો નિયમ છે ખરો કે – આપણા ગુરુને જે ન ગમે તે કરવું નથી ! આજે અમારું સાધુપણું પાવર વગરની દવા જેવું અને ધાર વગરના શસ્ત્ર જેવું છે. તેનાથી ભવરોગ દૂર થાય - એ પણ શક્ય નથી અને કર્મ પણ છેદાશે નહિ. દવામાં પાવરના સ્થાને અને શરાની ધારના સ્થાને ભગવાનની આજ્ઞા છે. આ ભગવાનની આજ્ઞા સાધુપણામાં જો ન હોય તો તે સાધુપણુ કોઇ પણ રીતે કામ ન લાગે. સાધુપણામાં વિનય ન કરી શકાય - એવું તો ન બને, પણ વિનય કદાચ ન કરી શકાય તોપણ અવિનય તો કરવો જ નથી. સએજ્ઞાનથી અવિનય કરે તો ?
તમને કેટલી વાર કીધું, તોપણ તમે યાદ નથી રાખતા. અજ્ઞાનથી અગ્નિને અડીએ તો દાઝે કે ન દાઝે ? અજ્ઞાનથી વિષ ખાઇએ તો મરીએ કે ન મરીએ ? અજ્ઞાન એ કાંઇ આપણા બચાવનું સાધન નથી. સ0 એમાં પાપ ઓછું લાગે ?
જ્યાં સુધી પાપ કરવાનું મન પડ્યું હશે ત્યાં સુધી પાપ તો લાગવાનું જ છે.સમકિતીને અલ્પ બંધ થાય છે તેનું કારણ તો એક જ છે કે એને પાપ કરવાનું મન નથી. જેને પાપ ઓછું કરવાનું મન હોય તેને અલ્પ પાપ લાગે એવું નથી, જે પાપ ઓછું કરે તેને અલ્પ પાપબંધ થાય એવું ય નથી. સમકિતી પાપ કરતો નથી એવું ય નથી, પાપ ઓછું કરે છે એવું ય નથી છતાં જે કાંઇ પાપ કરે છે તેમાં પાપ કરવાની બિલકુલ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૩૧
पडिणीयं च बुद्धाणं वाया अदुव कम्मणा ।
आवी वा जइ वा रहस्से नेव कुज्जा कयाइ वि ॥१-१७॥ ૧૩૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #70
--------------------------------------------------------------------------
________________
ઇચ્છા જ નથી માટે અલ્પ બંધ થાય છે. સમકિતી તો ચક્રવર્તીપણામાં હોય તો મહારંભ અને મહાપરિગ્રહમાં જીવતા હોય, એક લાખ અને બાણું હજાર સ્ત્રીઓ ભોગવે છતાં પણ સંસારમાં ભગવાનની આજ્ઞા મુજબ જીવતા હોવાથી તેમને અલ્પ બંધ થાય છે.
સ૦ આટલી સ્ત્રીઓ ભોગવે છતાં આજ્ઞા પાળે – એ કઇ રીતે ? એનું કારણ એ છે કે આટલી સ્ત્રીઓ પણ કર્મ ખપાવવા માટે ભોગવે છે, ભોગવવા માટે નહિ. કર્મ ખપાવવા એ ભગવાનની આજ્ઞા છે ને ? શાસ્ત્રમાં કહ્યું છે કે ‘ભોગને રોગ ગણેશ મેરે લાલ.' રોગ જે રીતે ભોગવો છો તે રીતે ભોગો ભોગવવાનું કામ કરતા હોય છે. એમને ભોગો મજારૂપ નથી લાગતા, સજારૂપ લાગે છે... લાગે છે ને કે આપણું કામ નથી ! સ૦ આટલા ભોગ વચ્ચે પરિણામ કેવી રીતે ટકાવે ?
આપણે માંગીને મેળવ્યું છે માટે પરિણામ ટકતા નથી ને બગડે છે. તેમણે માંગીને નથી મેળવ્યું માટે તેમના પરિણામ ટકી રહે છે. મારા ગુરુમહારાજની ભાષામાં કહું તો સડેલો ધર્મ કર્યો તેથી સડેલું પુણ્ય ભેગું કર્યું છે માટે છૂટતું નથી, છોડવાનું મન થતું નથી. જે પુણ્યથી મળેલી વસ્તુ છે તેની રક્ષા માટે પુરુષાર્થ શેને માટે કરો છો ? પુણ્યથી જે મળ્યું છે એની રક્ષા તો પુણ્ય જ કરવાનું છે. સાચું કહો : પુણ્યથી મળેલાની રક્ષા પુણ્ય કરે કે ભૈયો કરે ?
સ૦ પુરુષાર્થ નહિ કરવાનો ?
પુણ્યથી મળનારી ચીજ નાશવંત છે ને ? નાશવંત ચીજને ટકાવવા માટે પુરુષાર્થ કરે એ મૂરખ છે. પુણ્યથી મળેલી ચીજ પુણ્ય હશે ત્યાં સુધી જ ટકવાની છે તો તેને ટકાવવા માટે પુરુષાર્થ શા માટે કરવો ? માંગીને મેળવ્યું છે, તેથી છોડવાનું મન નહિ જ થાય. પરંતુ હવે અનિચ્છાએ પણ છોડતાં થવું છે તો પાપના અનુબંધ તૂટશે. જનમતાંની સાથે રાજ્ય મળે ને ? સંપ્રતિ મહારાજાને મળ્યું હતું ને ? તો રાજ્યજેવી ચીજ પણ પુણ્યથી મળતી હોય તો હવે શેના માટે પુરુષાર્થ કરવો છે ? પુરુષાર્થ કરવો હોય તો હવે એકમાત્ર દીક્ષા માટે કરવો છે. જનમતાંની
૧૩૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સાથે વૈભવ વારસામાં મળે, પણ દીક્ષા વારસામાં ન મળે, પુરુષાર્થથી જ મેળવવી પડશે. પુરુષાર્થ આ એક દીક્ષા માટે જ કરવો છે. જે પુરુષાર્થથી મળે એવું છે તે મેળવવું નથી માટે મળતું નથી. દીક્ષા જોઇતી નથી માટે જ દીક્ષાનો પુરુષાર્થ કર્યો નહિ.બાકી દીક્ષાનો પુરુષાર્થ કર્યો હોય તો તે ફળ્યા વિના ન રહે.
શાસ્ત્રકારો જણાવે છે કે બુદ્ધ પુરુષોને પ્રતિકૂળ એવું વર્તન કરવું નહિ. વિનયનું આચરણ કરવા માટે શક્તિની જરૂર છે, પરંતુ અવિનયનું આચરણ ટાળવા માટે શક્તિની જરૂર નથી, વૃત્તિની જરૂર છે. ગુરુભગવંતે જે માર્ગ બતાવ્યો હોય તે માર્ગે ચાલવાની શક્તિ ન હોય તો ન કરીએ એટલામાત્રથી અવિનયનું પાપ નથી લાગતું. પણ આચાર્યભગવંત જે ના પાડે તે નથી કરવું. ભગવાનની આજ્ઞાનું પાલન ઓછુંવધતું થાય તેમાં વાંધો નથી. પણ ભગવાને જેની ના પાડી હોય તેવી પ્રવૃત્તિમાં હાથ ન નાંખવો. આજે પ્રભાવનાના નામે ભગવાનની આજ્ઞા ન હોય તેવી પ્રવૃત્તિ પણ મજેથી કરાય છે. આજે લોકોને ભેગા કરવા માટે પૂજનોમાં માઇક વપરાવા માંડ્યા. તેના કારણે અશુભસ્થાનમાં, અસ્થાને ભગવાનનું નામ સાંભળવાનો વખત આવે. શ્રી યોગબિંદુ ગ્રંથમાં યોગની પૂર્વસેવામાં જણાવ્યું છે કે માતાપિતા, કલાચાર્ય, ધર્માચાર્ય વગેરે ગુરુવર્ગનું નામ અસ્થાને, અશુચિસ્થાનોમાં ન લેવાય, ન સંભળાય.
સ૦ પૂજનમાં માઇક વાપરીએ તો લોકો આકર્ષાય.
લોકોને આકર્ષવા માટે આપણે અનર્થદંડ ન સેવાય. એક ક્રિકેટ મેચ રાખો તો ઘણી આવક ઊભી થાય ને સાધારણની વૃદ્ધિ કરી શકાય, પણ આવો રસ્તો ન અપનાવાય. જેના કારણે લોકો ત્રાસ પામે એ રીતે પ્રભાવનાનાં કાર્યો ન કરાય. સાધુભગવંતો માઇક વગર આટલી મેદનીમાં જો વ્યાખ્યાન આપી શકતા હોય તો સંગીતકારો એના કરતાં ઓછા માણસોમાં માઇક વગર પૂજા ન ભણાવી શકે ? માઇક ન વાપરવું - આવો જો કોઇ દેરાસરવાળા કાયદો કરે તો તે ભગવાનની આજ્ઞાથી વિપરીત છે કે આજ્ઞાને અનુરૂપ છે ? તેથી પ્રભાવનાનાં કાર્યો કરતી વખતે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૩૩
Page #71
--------------------------------------------------------------------------
________________
ખૂબ જ સાવધાની રાખવી. જેથી પૂજ્ય વ્યક્તિની આશાતના ન થાય. પહેલાના કાળમાં તો પતિ પત્નીનું કે પત્ની પતિનું નામ પણ લેતા ન હતા. પત્ની આર્યપુત્ર તરીકે સંબોધન કરે, પતિ દેવી તરીકે સંબોધન કરે. આ બધી ભાષામાં પણ હૈયાના ભાવ ભરેલા છે. આ રીતે સંબોધન કરે તો ગુસ્સો કરવાનું ન બને, કદાચ ગુસ્સો આવે તોપણ શબ્દમાં-ભાષામાં ફરક પડે. નામ દઇએ તો તુંકારે બોલવાનું થાય અને જેમતેમ બોલવાનું થાય. જ્યારે ‘દેવી’ કહે તો કદાચ કહેવું પડે ત્યારે ‘દેવી ! આ શું કરો છો ?’ એમ કહે તો પારો ઓછો થાય ને ? આપણા કુળના સંસ્કાર પણ એવા હતા કે વિનયના આચાર એમાં વણાયેલા હતા. જ્યારે આજે તો વિદ્યા ભણતી વખતે પણ વિનયના આચાર લુપ્ત થતા ચાલ્યા છે. આપણે વિનય ન કરી શકીએ તેવું આ જગતનું વાતાવરણ છે. વિનય એ વિદ્યાનું મૂળ છે, તેને જ આપણે વિદાય આપી છે ને ? ભણાવનાર ઊભા ઊભા ભણાવે અને ભણનાર બેંચ ઉપર બેસીને ભણે, ક્યાંથી વિદ્યા ચડે ? કદાચ ચડે તોય પરિણામ તો ન જ પામે.
અહીં ગુરુનો વિનય કરતી વખતે પ્રતિકૂળ વર્તન કરવાની ના પાડી છે. અનુકૂળ વર્તન ન કરી શકીએ - એ બને પણ પ્રતિકૂળ વર્તન તો નથી જ કરવું. અનુકૂળ વર્ઝન પ્રયત્નસાધ્ય છે. પ્રતિકૂળવર્તન ટાળવા માટે પ્રયત્નની જરૂર જ નથી. ન્યાયની ભાષામાં કહીએ તો પ્રવૃત્તિ પ્રયત્નથી સાધ્ય છે, નિવૃત્તિ પ્રયત્નના અભાવથી સાધ્ય છે. પ્રતિકૂળ વર્તન ન કરવા માટે શક્તિની નહિ, ભક્તિની જરૂર છે. આચાર્યભગવંતને પ્રતિકૂળ વર્ઝન વચનથી તો નથી જ કરવું, તેમ કાયાથી પણ નથી કરવું. આચાર્ય
ભગવંતાદિના આસન વગેરે ઉપધિને પગ ન લગાડવો. આચાર્યભગવંતનાં વસ સૂકવેલાં હોય તો તેને માથું વગેરે શરીરનાં અંગો ઘસાય એ રીતે ન ચાલવું. ત્યાંથી જવું હોય તો હળવે હાથે એ કામળી વગેરે ખસેડીને જવું અને પાછું વસ્ત્ર જેવું સૂકવેલું હોય તેવું જ સૂકવવું. આચાર્યભગવંતને ન ગમે એવું બોલવું પણ નથી અને એવું વર્તન કાયાથી પણ કરવું નથી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૩૪
સાધુભગવંતોનો આચાર સમજવાનું આપણે એટલા માટે શરૂ કર્યું છે કે શ્રાવકનું લક્ષ્ય સાધુ થવાનું જ હોય. સ્કૂલમાં ભણનારનું લક્ષ્ય ડૉક્ટર થવાનું કે ઇંજિનિયર થવાનું હોય તેમ શ્રાવકનું લક્ષ્ય સાધુ થવાનું જ હોય. આ દુનિયાની બીજી એકે પદવી શ્રાવકને મન ચઢિયાતી ન હોય. તમારે ત્યાં ગ્રેજ્યુએટ થયેલા હોય, ડબલ કે ટિબલ ડિગ્રી મેળવી હોય તેઓ પણ જો આ સાધુપદવીને ન પામે તો સંસારમાં રખડવા જ નીકળી પડવાના છે. ષડ્દર્શનના જ્ઞાતા પણ જ્યાં સુધી આ પદવીને ન પામે ત્યાં સુધી તેઓ આ સંસારના પારને પામી નહિ શકે. જેમ વેપા૨ી માણસ પાસે ધંધાની જ વાતો કરવાની હોય છે તેમ શ્રાવક પાસે સાધુપણાની જ વાતો કરવાની હોય. જે વેપારી આગળ ધંધાની વાત ન કરે અને બીજીત્રીજી વાતો કરે તે માણસ વાયડો ગણાય છે. જે વાતો આપણા કામની ન હોય તે તો વાહિયાત વાતો કહેવાય અને વાહિયાત વાતો કરનારા વાયડા ગણાય છે તેમ શ્રાવક પાસે પણ સાધુપણાની વાત કરવાને બદલે બીજી જ વાત કરવામાં આવે તો તે સાધુને પણ વાયડા કહેવા પડે ને ? તમારે ત્યાં ભણનારનું લક્ષ્ય શું હોય ? ભણીને પણ છેવટે પૈસો જ કમાવવો છે ને ? તેમ શ્રાવકપણું પાળીને પણ છેવટે સાધુ જ થવું છે ને ? માટે આ વિનયનો આચાર શરૂ કર્યો છે. સાધુપણાની ઇચ્છા વિના સમ્યગ્દર્શન પણ મળતું ન હોય તો શ્રાવકપણું કઇ રીતે ટકે ? સમ્યગ્દર્શન પામ્યા પછી સાધુ થવા માટે જો પુરુષાર્થ કરવામાં ન આવે તો આવેલું સમ્યક્ત્વ ચાલી જતાં વાર ન લાગે.
આપણે જોઇ ગયા કે આચાર્યભગવંતનું પ્રત્યેનીકપણું વચનથી ન કરવું. ‘તમે આમાં શું સમજો ?' આવું બોલવું તે પ્રતિકૂળ વર્ઝન વચનથી
કહેવાય છે. તેમ જ આચાર્યભગવંતના આસન વગેરેને પગ લગાડવો તે કાયાથી વિપરીત વર્ઝન છે. આવા પ્રકારનું પ્રતિકૂળ વર્તન ક્યારે ન કરવું તે માટે જણાવે છે કે પ્રગટપણે કે ગુપ્તપણે પ્રતિકૂળ વર્તન ન કરવું. જે આચાર્યભગવંતને ન ગમે તેવું વર્ઝન આચાર્યભગવંતની સામે જ ન કરવું - એવું નહિ, એકાંતમાં પણ પ્રતિકૂળ વર્ઝન નથી કરવું. જેમ કે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૩૫
Page #72
--------------------------------------------------------------------------
________________
આચાર્યભગવંત હાજર હોય તો પાટ ઉપર ન બેસે અને ન હોય તો પાટ ઉપર બેસી જાય.
સ૦ હાજરીમાં ન બેઠા એ વિનય જાળવ્યો, પણ ગેરહાજરીમાં પાટ પર બેસે એમાં શું દોષ ? જેમ આપ આવો તો અમે ઊભા થઇએ, જાઓ તો બેસી જઇએ - એમાં દોષ નથી ને ?
તમે આસને બેસો એ ગુરુને પ્રતિકૂળ વર્તન નથી. પણ તમે પાટ ઉપર બેસો એ ગુરુને ગમતી વાત નથી. આથી જ ગુરુનું પ્રતિકૂળ વર્તન ગેરહાજરીમાં પણ નથી કરવું. આપણા ભગવાન કેવળજ્ઞાન ન પામ્યા ત્યાં સુધી ભૂમિ ઉપર પણ બેઠા નથી. આપણી પાસે ઊભા રહેવાનું સત્ત્વ ન હોય તો ભૂમિ પર આસન માંડીને બેસીએ, પણ પાટ ઉપર તો ન જ બેસાય ને ? અહીં જણાવે છે કે ગુરુનું પ્રતિકૂળ વર્તન કે તેમને ન ગમે એવું વચન ન જ બોલવું - અહીં જે નૈવ કહેવા દ્વારા વ કારનો પ્રયોગ કર્યો છે તેની પાછળ કારણ શું છે ? આવી શંકા શિષ્ય કરે છે ત્યારે તેના નિરાકરણમાં આચાર્યભગવંત જણાવે છે કે – કેટલાક લોકોમાં એવો કુમત પ્રચલિત છે કે – શત્રોરપિ મુળા વાચ્યા રોષા વાવ્યા ગુોષિ। ‘શત્રુના પણ ગુણ ગાવા જોઇએ અને દોષ તો ગુરુના પણ કહેવા જોઇએ’ આવી માન્યતાવાળાનું ખંડન કરવા માટે ખ્વ કાર જણાવ્યો છે. અપવાદે પણ હિતબુદ્ધિથી પણ ગુરુના દોષ કહેવા જોઇએ આવા સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કુમત છે, તેનું અનુસરણ ન કરાય. આ તો પાછા કહે આપણે તો ગુણના પૂજારી છીએ, વ્યક્તિના નહિ; ગુણ પૂજાપાત્ર છે વ્યક્તિ નહિ... આવું બધું બોલબોલ કરનારા કુમતવાળા છે. તેમનું અનુસરણ કોઇ સંયોગોમાં કરવું નહિ - એ જણાવવા માટે વ કાર છે. ગુરુના દોષો ગાવા માટે એક પણ આલંબન લેવું નથી. આટલું યાદ રાખવું. આથી નક્કી છે કે ગુરુના દોષો જોવા જ નથી. સ૦ ગુરુ શિષ્યના દોષ જુએ ?
શિષ્યને રાખ્યો છે જ એના માટે. શિષ્યે ગુરુ બનાવ્યા છે તે પોતાના દોષો બતાવીને સુધારવા માટે જ તો બનાવ્યા છે. તમે પણ શું કરો ?
૧૩૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
રોગી ડૉક્ટરનું શરીર તપાસે કે ડૉક્ટર રોગીનું શરીર તપાસે ? ડૉક્ટર રોગીનું આખું શરીર તપાસે, રોગી ડૉક્ટરને ન તપાસે. ગમે તેવો આયસ્પેશ્યાલિસ્ટ પણ ચશ્માવાળો હોય ને ? કોઇ એવું બોલે ખરું કે પોતાને જ ચશ્મા છે તો મારી આંખ શું તપાસશે ? ઓર્થોપેડિક સર્જન પણ લંગડો હોય ને ? શિષ્ય ગુરુના દોષ ન જુએ અને ગુરુ તો શિષ્યના દોષ જોયા વિના ન રહે. ભગવાને પણ ગૌતમસ્વામી મહારાજાને એમ નથી કહ્યું કે ‘તારામાં વિનય અપ્રતિમ છે, તારું જ્ઞાન પણ અસાધારણ કોટિનું છે, અપ્રમત્તતા સારી છે, છતાં તને કેવળજ્ઞાન ન મળે તો નવાઇ લાગે એવું છે...” તેમણે તો ઉપરથી કહ્યું કે ‘તને મારી ઉપર સ્નેહ છે માટે કેવળજ્ઞાન અટક્યું છે.' શિષ્યની વ્યાખ્યા કરતાં શાસ્ત્રમાં કહ્યું છે કે શાસિતું યોગ્ય: સ શિષ્યઃ । જે કહેવાયોગ્ય હોય, જેને કહી શકાય તેને શિષ્ય કહેવાય. શિષ્યના ગુણ ગુરુ ન જુએ અને ગુરુના દોષ શિષ્ય ન જુએ. દોષ તો કોઇના પણ કહેવાના નથી તો ગુરુના કઇ રીતે કહેવાય ? દોષષ્ટિ એ દૃષ્ટિનો દોષ છે.
સ૦ શત્રુના ગુણો નહિ લેવાના ?
પહેલાં ગુરુના ગુણો લો, મિત્રના ગુણો લો પછી શત્રુના ગુણો લેવાની વાત કરજો. ગુરુના અવગુણ જોવા છે, ઘરના લોકોના અવગુણ બીજા આગળ ગાવા છે અને શત્રુના ગુણો લેવા છે - આ બનાવટ નથી ? આજે એટલો નિયમ લેવો છે કે ઘરના લોકોના અવગુણ કોઇની પણ આગળ કહેવા નહિ. નાનો નિયમ છે. સંસાર ન છૂટે તોપણ સંસારમાં સંક્લેશ વગર જિવાશે. તમે કદાચ સુધારવાની બુદ્ધિથી કહેતા હો તોપણ તમારે કહેવાની જરૂર નથી. કારણ કે એના કારણે તેઓ સુધરતા તો નથી, ઉપરથી ધિા બને છે. આવા વખતે ઘરના લોકોને સુધારવા બેસવું એના કરતાં આપણે એવા ઘરમાંથી નીકળી જવું. રીક્ષા રસ્તામાં બગડી જાય તો રિપેર કરવા બેસો કે છોડીને જતા રહો ? આપણે ઘરના લોકોને સુધારવા નથી બેસવું. પહેલાં છોકરા ઉપર રાગ કરીને મરવું અને પછી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૩૩
Page #73
--------------------------------------------------------------------------
________________
દ્વેષ કરીને મરવું - આ તે કાંઇ જીવન છે ? આપણે જાતે સમજીને સુધરી જવું છે. હવે ગુરુનો બીજો વિનય જણાવતાં કહે છે કે
न पक्खओ न पुरओ नेव किच्चाण पिट्ठओ । न जुंजे उरुणा उर्फ सयणे नो पडिस्सुणे ॥१-१८।।
ગુરુની બાજુમાં ન બેસાય, ગુરુની આગળ સામે ન બેસાય, ગુરુની પાછળ પણ ન બેસાય તેમ જ પગ પર પગ ચઢાવીને પણ ગુરુ આગળ ન બેસાય. આવો વિનય બીજા આપણો કરે તો ગમે ને ? મારા ગુરુમહારાજ પણ કહેતા કે - તમને નોકર પ્રામાણિક જોઇએ, મહેતાજી પ્રામાણિક જોઇએ, ડ્રાઇવર પ્રામાણિક જો ઇએ, રસોઇઓ પ્રામાણિક જોઇએ, દુકાનના માણસો પ્રામાણિક જોઇએ અને શેઠ પોતે અપ્રામાણિક હોય તો ચાલે : ખરું ને ? પ્રામાણિક લોકો શોધવાને બદલે આપણે પ્રામાણિક બની જવું. આપણે પ્રામાણિક હોઇએ તો આ દુનિયામાં કોઇ અપ્રામાણિક નથી.
આપણે આ સંસારમાં અવિનયનું આચરણ કરવાના કારણે કર્મ બાંધીને ભટકીએ છીએ. આથી જ આપણા સંસારના પરિભ્રમણને અટકાવવા માટે કર્મનિર્જરાના સાધન તરીકે આ વિનયનું આચરણ બતાવ્યું છે. ‘આટલી નાની નાની વાતોનું વર્ણન શા માટે કરવું ? ગુરુને આગળથી વંદન કરો કે પાછળથી કરો... શું ફરક પડવાનો હતો, ગુરુને વંદન કરે ને તેમની પાસે બેસે એટલે ઘણું...' આવું આવું ન બોલવું. કારણ કે આ બધા વિનાના નાના નાના આચારમાં ગુરુનું બહુમાન સમાયેલું છે. ગુરુના અવિનયની શરૂઆત ત્યારે થાય છે કે જ્યારે ગુરુ પ્રત્યેનું બહુમાન હૈયામાંથી નાશ પામવા માંડે. ગુરુનું બહુમાન એ જે કર્મનિર્જરાનું સાધન છે. માટે જ એ બહુમાનને વ્યક્ત કરનારા આચારોનું ઝીણવટથી વર્ણન કર્યું છે. એક પણ પાપ કરવાના સંયોગો જયાં રાખેલા નથી તેનું જ નામ સાધુપણું છે. ચોવીસે ય કલાક ગુરુનિશ્રામાં રહેવાનું અને અવિનય બિલકુલ આચરાઇ ન જાય તેની કાળજી રાખવાની : આ જ મોટું વિઘ્ન છે. આટલું જો વિપ્ન જીતી લઇએ તો કામ થઇ જાય. ૧૩૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
અહીં જણાવે છે કે ગુરુની પાછળ ન બેસવું અને સીધા સામે પણ ન બેસવું. પાછળ બેસવામાં શું વાંધો - આવો વિકલ્પ ન કરવો. કોઇ પાછળથી પીરસે તો ચાલે ? ટી.વી. પાછળથી જુઓ તો ફાવે ? સંભળાય તો છે ને ? તેમ વાચના વગેરેમાં પણ પાછળ બેસીને ન સંભળાય. ગુરુની નજરમાં આવીએ એ રીતે સામેની બાજુએ બેસીએ તો ગુરુભગવંત આપણને બે શબ્દ હિતશિક્ષાના કહી શકે. તેથી ગુરૂની પાછળ ન બેસવું. ગૃહસ્થપણામાં તો મમત્વ સ્વજન-પરિવાર-બંધુવર્ગ, ઘરબાર વગેરેમાં વહેંચાયેલું હોય છે જ્યારે સાધુપણામાં આવ્યા પછી તો બધું જ મમત્વ માત્ર ગુરુભગવંતમાં ભરાય તો બહુમાનભાવને લઇને નિર્જરા ઘણી થાય છે. તભવમુક્તિગામી એવા શ્રી જંબૂસ્વામીજીને પણ જો આચાર શીખવ્યો હોય તો આપણે આ આચારની ઉપેક્ષા કઇ રીતે કરી શકાય ? જેને કર્મની નિર્જરા કરવી હોય તેણે આ વિનયની ઉપેક્ષા નહિ કરાય. તે જ રીતે ગુરુની સાથળ પર આપણી સાથળ ન આવે એની કાળજી રાખવી. આ પ્રેમનું પ્રતીક નથી, અવિનયનું સૂચક છે. ગુરુના વંદન માટે જે સાડાત્રણ હાથનો અવગ્રહ બતાવ્યો છે તે જાળવી જ લેવાનો. તેનાથી અંદર ન જવું. તેમ જ બહુ દૂરથી પણ ન કરવું. તેમ જ આપણે સૂતેલા હોઇએ અને ગુરુભગવંત કદાચ બોલાવે તો સૂતાં સૂતાં હોંકારો ને ભણવો. સંથારામાંથી તરત ઊભા થઈને તેમની પાસે હાજર થઇ જવું. સ0 ગુરુ સૂતેલા હોય તો વંદન કેવી રીતે કરવું ?
ગુરુ સૂતેલા હોય તો વંદન ન કરવું. તેમની પાસે જાગે ત્યાં સુધી બેસી રહેવું. જાગે પછી વંદન કરીને જવું. શ્રી મૃગાવતીજીને આમાંથી જ કેવળજ્ઞાન મળ્યું. પોતાના અપરાધને ખમાવવા માટે ત્યાં જ બેઠાં રહ્યાં. પોતાનાં ગુણીશ્રીજીને નિદ્રા આવી ગઈ તો જગાડ્યાં નહિ. ત્યાં જ પશ્ચાત્તાપ કરતાં બેસી રહ્યાં તો કેવળજ્ઞાન પામ્યાં અને ક્ષણવારમાં તો ગુણીશ્રીજીને પણ કેવળજ્ઞાન અપાવ્યું. પોતાને મિચ્છામિ દુક્કડું આપવું હતું ત્યારે ગુરુણીને ન જગાડ્યાં અને સર્પ આવ્યો ત્યારે હાથ ખસેડ્યો. આ વિનયના આચરણથી પોતે પણ તર્યા અને ગુણીજીને પણ તાર્યા.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૩૯
Page #74
--------------------------------------------------------------------------
________________
તમને આ બધા વિનયના આચાર ગમે છે ? ગુરુ પ્રત્યે બહુમાનભાવે નથી તેની આ તકલીફ છે. તમે ધર્મસ્થાનમાં આવો છો તે સાચું શોધવા માટે આવો છો કે સારું ? સ0 સાચા અને સારામાં શું ફરક ?
આપણને જે ગમે એવું હોય તે સારું અને આપણને જે ગમે એવું ન હોય તે સાચું. સારું છે માટે ગમે છે – એવું નથી, ગમે છે માટે સારું લાગે છે. સાચું તો તે છે કે જે ભગવાને કહેલું છે અને તે આપણને ગમતું નથી. આપણને ગમે તે સાચું નહિ, ભગવાને કીધું હોય તે સાચું. તમારી ભાષામાં કહીએ તો અવિરતિ સારી છે અને વિરતિ સાચી છે. વિરતિ ભગવાને કહી છે છતાં ગમતી નથી ને ? અવિરતિ જ ગમે છે ને ? અત્યાર સુધી સારું લેવા માટે જે મહેનત કરી તેમાં સાચું જતું રહ્યું. સાચું લેવા જતાં સારું છોડવું પડે છે – એ પાલવતું નથી. સ0 આ જ અમારા મનની વાત છે.
એ મનની વાત છે માટે જ માનવી નથી. અત્યાર સુધી આ મનનું માન્યું માટે જ સંસારમાં રખડીએ છીએ – આપણું મન ન તારે, ભગવાનનું વચન તારે, અહીં આવો ત્યારે મનને બાજુએ મૂકીને આવવું. જે લોકો નદીમાં તરવા માટે પડે તેઓ પણ પાસેની બધી વસ્તુ, વધારાનાં વસ્ત્રો બધું જ કાઢીને પછી પડે છે – તેમ ધર્મસ્થાનમાં આવો તો નકામા વિચારો કાઢીને પછી આવવું. આ તો દેરાસરમાં આવે તો ય ધ્યાન જોડામાં હોય, પછી ભાવ ક્યાંથી આવે ? આજે નિયમ લઇ લો કે ધ્યાન રાખવું પડે એવી એક પણ ચીજ લઇને ધર્મસ્થાનમાં જવું નહિ. મનનું માનવાના કારણે સારાની શોધમાં ભટક્યા કર્યું એના બદલે ભગવાનનું વચન માની લીધું હોત તો સાચું પામી જાત. સ0 સાચાને પણ શોધવા જવું પડે ને ?
તમને સાચું શોધતાં આવડે છે? હીરાને કોણ શોધી કાઢે ? ઝવેરી કે હજામ ? સાચાને શોધવા માટે પણ શાસ્ત્રનો અભ્યાસ કરવો પડશે, પછી સાચાની પરખ થશે. હવે આગળની ગાથાથી બીજો વિનય જણાવે છે કે
नेव पल्हत्थियं कुज्जा पक्खपिंडं च संजए । पाए पसारिए वावि न चिट्टे गुरूणंतिए ॥१-१९॥
ગુરુભગવંત સામે પર્યાસ્તિકા આસને ન બેસવું એટલે કે પલાંઠી વાળીને ન બેસવું. તેમ જ પક્ષપિંડ કરીને અર્થાત્ હાથેથી અદબ વાળીને પણ ન બેસવું. તેમ જ પગ પ્રસારીને ગુરુ પાસે ન બેસવું. આ બધાં અવિનયનાં લક્ષણ છે. અદબ વાળીને બેસવું એ તો ઉદ્ધતાઇનું અને અહંકારનું પ્રતીક છે, પલાંઠી વાળવી એ સુખશીલતાનું પ્રતીક છે અને પગ પ્રસારીને બેસવું એ આળસનું પ્રતીક છે. ગુરુ સામે સુખ ભોગવવું, આરામ કરવો કે અક્કડ બેસવું – એ એક પ્રકારનો અવિનય છે, માટે તેવી પ્રવૃત્તિ ગુરુ પાસે ન કરવી.
શ્રાવકને સાધુ થવાની ઇચ્છા હરપળ હોવાથી સાધુપણાના આચાર કઇ જાતના હોય છે, એમાં કઈ રીતે અવરોધો આવે છે એ જોવા માટે આ ગ્રંથનું વાંચન શરૂ કર્યું છે. કર્મે આપણને અનુકૂળતા આપી અને આપણા પરાક્રમના કારણે આપણે અવરોધો જાતે ઊભા કર્યા. મળેલી તકને છોડી દેવાનો પુરુષાર્થ કર્યો. ઝડપી લેવાનો પ્રયત્ન ન કર્યો. આજે ઘણાને શંકા છે કે – ચારિત્ર કેમ મળતું નથી ? જોઇતું નથી માટે મળતું નથી. જો ઇતું હોત તો બધા અવરોધોને ઠેલી નાખત. કર્મે આપણને એકલા જ મોકલ્યા કે જેથી કોઇની ચિંતા ન કરવી પડે. આપણી અક્કલ વધી એટલે ધીમે ધીમે પરિવાર વધારવાનું કામ શરૂ કર્યું. આપણી ચિંતાને છોડી દઇને પરિવારની ચિતાને કરવાનું કામ આપણે હાથે કરીને ઊભું કર્યું. મળેલી તકને ઝડપી લેવા માટે દોડવા માંડવું છે. દોડી ન શકીએ તો ધીમે ધીમે ચાલવું છે પણ બેસી નથી રહેવું. કેટલી સરસ અનુકૂળતા લઇને આવેલા અને કેટલી સહેલાઇથી અનુકૂળતાને છોડવાનું કામ જાતે કર્યું ! અવિનયનું આચરણ અહીંથી જ શરૂ થયું. આપણો વિષય ગુરુભગવંત પાસે અવિનયપૂર્વક નહીં બેસવું એ છે. આજે અમને ગુરુભગવંત પાસે બેસવું જ નથી. એમના સિવાય બીજા બધા પાસે બેસવું છે : ક્યાંથી ઠેકાણું પડે ?
૧૪o
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૪૧
Page #75
--------------------------------------------------------------------------
________________
બધાની ચિંતા કરવા માટે ઘરમાં રહેવું એના કરતાં આપણી ચિંતા કરવા માટે સાધુ થઇ જવું સારું ને ? આ ભવમાં એવો ધર્મ આરાધી લેવો છે કે - આવતા ભવમાં ધર્મ ક૨વાનો વખત ન આવે, મોક્ષે પહોંચી જઇએ. જ્યાં સુધી તમે દીક્ષા અંગીકાર નથી કરી શકતા ત્યાં સુધી માતા-પિતા, મોટા ભાઇ વગેરેનો અવિનય નથી કરવો, વિનય કરવો છે - આટલું બને ને ? અવિનયના કારણે દીક્ષા દુર્લભ બને છે અને દીક્ષા લીધા પછી એનું પાલન દુર્લભ બને છે. સંસારથી પાર પામવા માટે આવેલા અવિનયના કારણે સંસારને વધારવાનું કામ કરી બેસે તો તમને લાગે ને કે - સારું નથી કરતા ? જૈનશાસનમાં મોટો આચાર વિનય જ બતાવ્યો છે. આપણે ત્યાં નાનામાં નાના સાધુનો વિનય શ્રેષ્ઠ કોટીનો છે - એની કથા આવે છે ને ? ગંગાનદી કઇ દિશામાં વહે છે - એની આખા ગામને
ખબર હોવા છતાં આ પ્રશ્ન પૂછ્યા પછી પણ નાના સાધુ કહેતા નથી કે - આમાં શું પૂછવાનું હતું ? આ તો આખા ગામને ખબર છે. ‘હું હમણાં જ જઇને તપાસ કરી આવીને કહું છું' આવું કહ્યું. આમાં વિનય નીતરતો દેખાય છે ને ? તોછડા જવાબ અવિનયનું પ્રતીક છે. નાના સાધુના મનમાં એમ જ હતું કે - ‘જગતપ્રસિદ્ધ વાતમાં આચાર્યભગવંત પૂછતા હોય તો એમાં કોઇક ગંભીર આશય રહેલો છે માટે પૂછે છે.' સ૦ વિનયમાં સહનશક્તિ ખૂબ જોઇએ.
તમને શું લાગ્યું ? બહુ સહેલું છે - એમ ? આચાર્યભગવંત ઉપર સંપૂર્ણ વિશ્વાસ જાગે ત્યારે વિનય આવે. આચાર્યભગવંત પાસે બેઠા હોઇએ ત્યારે એમને કાંઇને કાંઇ કામ પડે ત્યારે આચાર્યભગવંત બોલાવે ત્યારે શું કરવું એ વીસમી ગાથામાં કહે છે–
आयरिएहिं वाहितो तुसिणीओ न कयाइ वि । पसायपेही नियागट्ठी उवचिट्ठे गुरुं सया ॥१-२०॥
આચાર્યભગવંતે બોલાવ્યા પછી સાંભળતાવેંત ‘જી’ આ પ્રમાણે બોલવું, પણ મૌન ન રહેવું કે સાંભળ્યું – ન સાંભળ્યું ન કરવું. ગુરુભગવંતે
૧૪૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
બોલાવ્યા પછી ‘હું એકલો જ છું ? બીજા પણ છે ને ? એ લોકો એમને એમ બેસી રહે છે ને મને જ આખો દિવસ કહ્યા કરે છે.' આવા પ્રકારનો વિચાર ન કરતાં ‘મારી ઉપર ગુરુભગવંતે કૃપા કરી છે’ એમ વિચારે. આવું વિચારે તે જ ખરો મોક્ષનો અર્થી છે. દેવતાઓ ઘણા હોવા છતાં હરિણગમેષી દેવને ઇન્દ્રે બોલાવ્યો તો ખુશ થયો ને ? હોસ્પિટલમાં ઘણા દર્દી હોવા છતાં ડૉક્ટર તમને જ બોલાવે તો આનંદ થાય ને ? તમારી જ દવા થાય તો આનંદ થાય ને ? તેમ અહીં પણ ગુરુભગવંત આપણને જ બોલાવે એ આપણી ઉપરની કૃપાના કારણે. આટલા બધા શિષ્ય હોવા છતાં મને જ બોલાવ્યો – એ મોટામાં મોટો ઉપકાર કર્યો : એમ માને. હું એકલો જ શેનો ભાળ્યો, આટલા ઘાટા શેના પાડો છો, જરા ધીમે બોલો... આવું બધું ન બોલે. બોલાવ્યા પછી બીજું શું કરે અને કઇ રીતે કરે તે એકવીસમી ગાથાથી જણાવે છે.
आलवन्ते लवन्ते वा न निसीएज्ज कयाइ वि । चइऊणमासणं धीरो जओ जत्तं पडिस्सुणे ॥१-२१॥
ગુરુભગવંતે એક વાર કે વારંવાર બોલાવ્યા પછી આસને બેસી ન રહેવું. ગુરુભગવંત પાસે આવતી વખતે પણ સ્થિરતાપૂર્વક આવવું, ગમે તે વસ્તુ પર પગ આવી જાય, ગમે તે વ્યક્તિ સાથે ભટકાઇ જઇએ - એવી રીતે ન આવવું. ગુરુભગવંતનું કામ છે માટે ગમે તેની સાથે ભટકાવાની છૂટ ન મળે. આ વસ્તુને ‘શ્રીર’ પદથી જણાવી છે.
શ્રાવક જ્યારે જ્યારે આચાર્યભગવંત પાસે જાય ત્યારે એની એક સાધુભગવંતોનો આચાર જ સાંભળવાની ઇચ્છા હોય. તમારી-અમારી હાલત ઊંધી છે ને ? આના સિવાય બીજું સાંભળવાનું ગમે. આ સંસારમાં સાધુભગવંતોને છોડીને બીજું એકે પાત્ર ઊંચામાં ઊંચું નથી. ઘરના લોકોની સેવા કરવાનો વખત આવે તો ફરજ માને, જ્યારે સાધુ ભગવંતની સેવા કરવાનો વખત આવે તો આપણી ફરજ નથી - એવું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૪૩
Page #76
--------------------------------------------------------------------------
________________
લાગે. ઘરના લોકો સ્વભાવના ગમે તેટલા સારા હશે તોપણ વિનયને પાત્ર નથી - એવું લાગે ખરું ? મહાન નથી - એવું લાગે ખરું ? મહાન તો આપ જ છો - એવું લાગે છે.
સહ
સાચું બોલો, એમની સાથે રહેવા માટે અમને છોડ્યા કે અમારી સાથે રહેવા માટે ઘરનાને છોડ્યા ? જૈનશાસનનું મૂળ વિનય છે અને જૈનશાસનના અભાવનું મૂળ અવિનય છે. જે જેનું મૂળ હોય એના અભાવનું મૂળ એનો અભાવ જ હોય ને ? આ જગતમાં સાધુભગવંતની તોલે કોઇ ન આવે, માટે એ જ મહાન છે - એવું લાગે ત્યારે વિનય કરવાનું કહેવું ન પડે. જેની સાથે રહીએ છીએ એ કશા કામના નથી - એવું લાગે ખરું ? કશા કામના નથી એવું ન લાગે, થોડા કામના લાગે.
સહ
–
અગ્નિ થોડા કામનો લાગે કે કશા કામનો નથી - લાગે ? અગ્નિ દઝાડે છે ત્યારે નકામો લાગે ને ? તમે જેનો વિનય કરો છો એ મહાન નથી અને જે મહાન છે એમનો વિનય થતો નથી. ઘરનાને છોડશો તો મહાનનો વિનય કરવાનું બનશે. ઘર છોડ્યા વગર વિનયરૂપ ધર્મ નહિ આવે. સ૦ ઘર તો છોડીએ પણ ઘાટ સુધી ન પહોંચીએ એટલે ન ઘરના ને ન ઘાટના : એવી હાલત થાય.
એક વખત તમે ઘર છોડો તો ઘાટ સુધી પહોંચાડવાની જવાબદારી અમારી. તમારી ઇચ્છા ઘરમાં રહીને ઘાટ પર પહોંચવાની છે - આવું તો કોઇ કાળે ન બને. તમને તો એવા ઘાટ પર ચઢાવું કે જે ઘરના લોકો તમારી સામે જોતા નહોતા એવા લોકો તમારા પગમાં આળોટે. તમને કહેશે કે - અમને તારો.
સ૦ ઘર ઘર કરી ગયું છે.
રોગ ઘર કરી ગયો છે ને ? રાખવો છે ? કે વહેલામાં વહેલી તર્ક કાઢવો છે ? ઘર છોડ્યા પછી સારા માણસો પાસે જ જવાનું છે, ખરાબ માણસો પાસે નથી જવાનું. તમે સાધુભગવંતો પાસે નથી આવતા એટલે લાગે ને કે - એમને સારા માન્યા નથી. આવા લોકોની સામે વિનય અધ્યયન વાંચવાનું કઇ રીતે ફાવે ? એક વખત હૈયામાં કોતરી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૪૪
રાખો કે ઘરના મહાન નથી, એમની પાસે રહેવાજેવું નથી. ઘરનાને શોધીને લાવ્યા માટે એ મહાન છે અને સાધુમહાત્મા રસ્તે ચાલતાં ચાલતાં મળી ગયા માટે મહાન નથી એવું કદી ન માનતા. સાધુ પાસે ગયા પછી કોઇ પૂછે કે - ક્યાં જઇ આવ્યા ? તો કહેવું કે - સર્વોચ્ચ સ્થાને જઇ આવ્યો. ઘરવાળા કહે કે - તો પાછા કેમ આવ્યા ? તો કહેવું કે – લાયકાત ઓછી પડી. બાકી ત્યાંથી પાછું આવવા જેવું હતું જ નહિ. સાધુમહાત્માનો વિનય કરે પણ સાધુમહાત્માને મહાન ન માને. બહુમાન વગરનો વિનય એ દિલ વગરની દોસ્તી જેવું છે. એવી દોસ્તી કેટલા દિવસ ટકે ? તમારીઅમારી દશા વિચિત્ર છે. એ દશાને સુધારવા માટે મહાપુરુષોએ જે પ્રયત્ન કર્યો છે એને દાદ આપવી પડે એવી છે. ઘરના લોકો ખાવા-પીવાનું આપશે પણ રત્નત્રયી નહિ આપે. જે ખીવા-પીવાનું આપે એને મહાન માનો અને જે રત્નત્રયી આપે એને મહાન ન માનો ઃ આના જેવી મૂર્ખાઇ બીજી કોઇ નથી. મહાન બનવા માટે મહાનને મહાન માનવા પડશે. આ તો સાધુપણાનું વર્ણન સારી રીતે કરે પણ સાધુને મહાન ન માને. ભાવયાત્રા કરાવે પણ પોતાને ભાવનો છાંટો ન હોય.
સર્વ
ભાવયાત્રા કરવામાં વાંધો શું ?
હું પૂછું છું કે - સાંધો શું છે એ તો બતાવો. શક્તિ હોવા છતાં ભાવયાત્રા કરે એ એક જાતની બનાવટ છે. જમણ ભાવથી કરો કે ભાવજમણ કરો ? યાત્રા ભાવથી કરવાની, ભાવયાત્રા નહિ કરવાની. ભાવયાત્રા શાસ્ત્રવિરુદ્ધ છે ?
સર્વ
માંદગીના બિછાને હોય એને ભાવયાત્રા કરવાની છૂટ - આ તો ગામેગામ ફરે અને ભાવયાત્રાની વાત કરે - એ સારું નથી. જે વિધાન અપવાદે હતું એને ઉત્સર્ગ માને અને પાછું પ્રભાવનાનું અંગ માને એ કઇ રીતે નભાવાય ? આપણું કોઇ માનવાનું નથી પણ આપણે ભગવાનનું માની લેવું છે. આ લોકોને શાસ્ત્ર પ્રત્યે પ્રેમ બહુ ! આપણે જરાક શાસ્ત્રની વાત કરીએ એટલે શાસ્ત્રવિરુદ્ધ કે શાસ્રસમ્મત પૂછ્યા કરે. મારે તો કહેવું છે કે – આખો સંસાર શાસ્ત્રવિરુદ્ધ છે, એ તો તમને ચાલે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૪૫
Page #77
--------------------------------------------------------------------------
________________
એવો છે ને ? તમારે શાસ્ત્રબહારનું બધું ચાલે એવું છે ને ? આપણને ફાવે એવો ધર્મ કરવો છે ને ? શાસ્ત્ર મુજબ ક્યાં કરવો છે ? સ૦ સિદ્ધગિરિનો પથ્થર લાવીને પૂજે એ બરાબર છે ?
એક બાજુ ચૌદે ક્ષેત્રમાં તીરથ ન એહવો બોલે અને બીજી બાજુ અહીં પથ્થર લાવીને પૂજે. પથ્થર ઉપર બહુ પ્રેમ હોય તો સિદ્ધગિરિમાં જ ન રહી જાય. સિદ્ધગિરિના પથ્થરનું મહત્ત્વ ત્યાંના ક્ષેત્રના કારણે છે - એટલું યાદ રાખવું. જો પથ્થરનું જ મહત્ત્વ હોત તો અન્ય ક્ષેત્રમાં પણ લોકો દેવો પાસે સિદ્ધગિરિના પથ્થરો મંગાવીને તેની પૂજા કરત. આપણી તો એ વાત ચાલે છે કે - ગુરુભગવંતે બોલાવ્યા પછી શિષ્ય મોક્ષનો અર્થી હોવાથી મારી પર ગુરુભગવંતે કૃપા કરી એવું એને લાગે. ‘આપણે એમની પાસે બેસીએ એટલે ગુનો થયો કે જેથી મને જ વારંવાર બોલાવે છે’ – એવું વિચારે એ મોક્ષાર્થી નથી. તમને પણ આચાર્યભગવંત બોલાવે ત્યારે આનંદ થાય કે ઘરના લોકો બોલાવે તો આનંદ થાય ? ઉપાશ્રયમાં ઘરના લોકોનો મોબાઇલ આવે તો ગમે કે ઘરે આચાર્યભગવંતે બોલાવ્યાના સમાચાર આવ્યા હોય તો ગમે ? આચાર્યભગવંતે એક વાર બોલાવ્યા હોય કે વારંવાર બોલાવ્યા હોય ત્યારે બેઠા હોય તો ઊભા થઇ જવું. ઊભા હોય તો એક-બે ડગલાં આગળ ખસવું. મોક્ષમાં જવાની તક મને આપી - એમ વિચારવું. ‘હજુ હમણાં તો ઊભો હતો ત્યારે કેમ મને ન કીધું. જરાક બેઠો કે તરત ઊભો કર્યો' - એવું વિચારે પણ નહિ અને બોલે પણ નહિ. આવા ગ્રંથોનું અધ્યયન કરીએ તો એવું લાગ્યા વગર ન રહે કે - આ મહાપુરુષોમાં એટલું બધું સામર્થ્ય છે કે - આપણી પાસે શ્રદ્ધાનો છાંટો ન હોય તો શ્રદ્ધાનું ઝરણું વહેતું કરી આપે.
आसणगओ न पुच्छिज्जा नेव सेज्जागओ सया । आगमुक्कुडुओ संतो, पुच्छिज्जा पंजलिउडो ॥१-२२ ॥
જેને સાધુપણાની સાચી ઇચ્છા હોય એને સાધુપણાનો આચાર કપરો લાગે જ નહિ. જેની જરૂરિયાત લાગે એ વસ્તુ અઘરી હોવા છતાં અઘરી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૪૬
ન લાગે. દીક્ષા તમને મળી જાય : એવો જ પ્રયત્ન મહાપુરુષોએ કર્યો. આપણે એની ઉપેક્ષા કરી. દીક્ષા મળી જાય તો સારું પણ મેળવી લેવી છે – એવું નહિ ને ? આચાર્યભગવંતને કામ પડે ત્યારે શિષ્ય શું કરવું – એનો વિધિ બતાવ્યો. હવે શિષ્યને આચાર્યભગવંતનું કામ પડે ત્યારે શું કરવું એ બતાવે છે. શિષ્યને આચાર્યભગવંતનું કામ માત્ર સૂત્ર-અર્થ કે તદુભયનું જ્ઞાન મેળવવા માટે જ પડે. આજે અમારે ત્યાં આના સિવાય, પોતે કરેલા કામ પર મહોર-છાપ મરાવવા માટે આવે. ડૉટરને ત્યાં રોગી જાય તો શેના માટે જાય ? રોગનું જ્ઞાન મેળવવા, દવાનું જ્ઞાન મેળવવા માટે જ જાય ને ?
સ૦ દેરાસર વગેરેની સૂચના મેળવવા માટે શ્રાવકો આવે તો ?
તાજમહાલજેવાં દર્શનીયસ્થાનો અમારી સલાહ વગર જ થયાં છે ને ? તમારા કામમાં અમને જોડો નહિ. સૂત્ર અને અર્થ આચાર્યભગવંતને જ આધીન છે. તમે બોલો છો ને કે - ગુરુ વગર જ્ઞાન નહિ. બીજા પાસે જે મળે એ ગુરુ પાસે ન મળે અને ગુરુ પાસે જે મળે એ બીજા પાસે ન મળે. ગુરુ પાસે જ્ઞાન સિવાય બીજું કશું મેળવવું નથી. પૈસાટકા, માન-સન્માન ગુરુ પાસે ન મળે. એક કવિએ ગાયું છે કે અપ્રાપ્તપ્રાપાર્થ મહતાં પરીયાન્ પ્રયાસ: । ‘જે વસ્તુ પ્રાપ્ત થઇ નથી તે પ્રાપ્ત કરાવવા માટે મહાપુરુષોનો મોટો પ્રયત્ન હોય છે.’ ગુરુભગવંત પાસે જ્ઞાન મેળવવું હોય ત્યારે એના માટે મિટીંગ કે સિટીંગની જરૂર જ નથી. મિટીંગનો અર્થ જ છે કે - ભગવાનની વાતને આઘી-પાછી કરવી. સાચું બોલો - વકીલોને કેસ માટે તમે રાખો તો શેના માટે ? તમે નિર્દોષ છો - એવું પુરવાર કરવા માટે જ ને ? જે નિર્દોષ હોય એને પુરવાર કરવાની જરૂર ન પડે. નિર્દોષ ન હોય એને નિર્દોષ પુરવાર કરવાની જરૂર પડે. શિષ્ય આચાર્યભગવંત પાસે જ્યારે જ્ઞાન લેવા માટે જાય ત્યારે આસને બેસીને ન પૂછે. જ્યાં આચાર્યભગવંત બેઠા હોય ત્યાં જાય. આચાર્યભગવંત ઊભા હોય ત્યારે કશું પૂછવું નહિ. સાધુભગવંતો ઊંચા સાદે બોલે નહિ. જેનું કામ પડે, એની પાસે જઇને વાત કરવી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૪૭
Page #78
--------------------------------------------------------------------------
________________
ત્રિશલામાતાને પણ શ્રીમહાવીર ભગવાનનું કામ પડ્યું તો એમની પાસે ગયાં. ત્યારે ભગવાને કહ્યું કે “આપને કામ હતું તો મને કેમ ન બોલાવ્યો, આપ શા માટે અહીં આવ્યાં ?' વિનય નીતરતો દેખાય છે ને ? આચાર્યભગવંતને પૂછતી વખતે ઉત્કટક આસને બેસવાનું. કારણે - અપવાદે આસન ઉપર બેસવું પડે એ જુદી વાત, પૂછતી વખતે પણ મસ્તકે અંજલિ કરીને પૂછવું. હાથ ખિસ્સામાં રાખીને ન પૂછવું.
एवं विणयजुत्तस्स सुत्तं अत्थं च तदुभयं । पुच्छमाणस्स सीसस्स, वागरिज्ज जहासुअं ॥१-२३॥
જે વિનીત હોય તેમને જ આચાર્યભગવંત જ્ઞાન આપે, જે અવિનીત હોય તેમને જ્ઞાન ન આપે. આચાર્યભગવંતની જવાબદારી છે કે – શિષ્ય પાસે વિનયનું આચરણ કરાવવાનું જ. રસ્તે ચાલતાં ચાલતાં પૂછે તો ગુરુભગવંત ના જ પાડી દે. એવા વખતે બોલવું નહિ કે - આટલું બધું શેનું અભિમાન છે કે – જવાબ નથી આપતા. આપણે ક્યાં ભૂલ કરીએ છીએ, એને સુધારવા માટે શું કરવું, કઇ રીતે કરવું અને ભૂલ વગરના આપણે કઇ રીતે થઇએ - એના માટેનો ગ્રંથકારનો પ્રયાસ છે. ગુરુભગવંત પાસે જવું હોય તો વિનય શીખીને જ જવાનું. એના માટે શ્રીઆર્યરક્ષિતસૂરિમહારાજાનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. જયાં સુધી એમને વંદન નહોતું આવડતું ત્યાં સુધી બહાર ઊભા રહ્યા. શ્રાવકે કરેલ વંદનને શીખી લીધું પછી અંદર ગયા. આજે તો અમારે ત્યાં આવે અને કહે કે – સાહેબ પ્લીઝ હં ! મને વંદન કરતાં આવડતું નથી. સ0 અમને તો એમ લાગે એણે ‘પ્લીઝ' કહીને મિચ્છામિ દુક્કડે માંગ્યો.
મિચ્છામિ દુક્કડ નથી માંગ્યો, અવિધિની રજા પહેલેથી માંગી લીધી. સાચું બોલો “સોરી’ તમે ક્યારે બોલો ? પગ લગાડ્યા પછી કે પહેલાં ? પહેલાં “સોરી બોલે અને પછી પગ લગાડે - આવાને તમે શું કહો ? અવિધિઆશાતના પણ ક્યારે બોલાય ? વિધિપૂર્વક કરતી વખતે
અવિધિ થઇ જાય તો. આ તો જાણી-જોઇને અવિધિ કરે એને અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડું બોલવાનો અધિકાર નથી.
શિષ્ય પૂક્યા પછી શાસ્ત્રમાં જે રીતે કહ્યું હોય, પોતાના ગુરુ પાસે જે રીતે સાંભળ્યું હોય એ જ કહેવાનું. પોતાની મતિકલ્પનાથી ન કહેવું. શિષ્ય પૂછતો હોય તો કહેવું, ન પૂછતો હોય તો ન કહેવું. આ વસ્તુ તમે - અમે આત્મસાત્ કરી લઇએ તો બધે શાંતિ સ્થપાઈ જાય. ગૃહસ્થપણાનું કામ પણ ગુરુભગવંતને પૂછ્યા વગર ન કરવું. શ્રી અભયકુમારે રાજય માટે ભગવાનને પૂછ્યું હતું ને ? રોગ માટે પૂછવું હોય તો ડોક્ટરને જ પૂછવાનું ને? સંસાર રોગ છે ને ? આચાર્યભગવંત વૈદ્ય છે ને ? ગુરુભગવંતને પૂછતાં આવડવું જોઇએ. શ્રી અભયકુમારે શું પૂછ્યું ? આપના શાસનમાં છેલ્લા રાજર્ષિ કોણ ? તમે હો તો શું પૂછો ? “મારા બાપા રાજય આપે છે તો લેવું કે ન લેવું ?” ગુરુભગવંત પાસે પૂછવા જઇએ તો પાપથી છૂટી જઇએ અને સગાંવહાલાંને પૂછવા જઇએ તો પાપથી ખરડાઇ જઇએ.
मुसं परिहरे भिक्खू न य ओहारिणि वए। भासादोसं परिहरे मायं च वज्जए सया ॥१-२४॥
કાયાથી પ્રવૃત્તિ સામાન્યથી ઓછી હોય છે, તેની અપેક્ષાએ વચનથી પ્રવૃત્તિ વધારે થતી હોય છે. તેવા વખતે કેવી રીતે બોલવું - એ સમજાવવાનું કામ અહીં કર્યું છે. સાધુભગવંતો આચાર્યભગવંત સાથે જયારે પણ વાત કરે ત્યારે કઇ રીતે કરે તે જણાવવાનું હવે શરૂ કર્યું છે. મોટા ભાગે સાધુભગવંત બોલબોલ કરવાના સ્વભાવવાળા ન હોય, મૌન રહેવાના સ્વભાવવાળા હોય છે. જરૂર પડે ત્યારે જ બોલવાનું છે, એનો અર્થ એ નથી કે જરૂર પડે ત્યારે પણ ન બોલવું. વચનયોગનો પ્રયોગ ન કરવો તે મૌન નથી, શાસ્ત્રમાં કહ્યું છે કે મુનિનો ભાવ તે મૌન છે, મુનિપણું એ મૌન છે. ભગત સાથે ન બોલવું, વ્યર્થ વાતો ન કરવી તે મૌન છે. ગુરુ પૂછે તોપણ જવાબ ન આપવો, કોઇ પૂછે ત્યારે નિરવદ્ય
૧૪૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૪૯
Page #79
--------------------------------------------------------------------------
________________
ભાષામાં પણ જવાબ ન આપવો - તે મૌન નથી. એક વાર આચાર્યભગવંતે કહેલું કે શુભયોગમાં પણ વચનને પ્રવર્તાવવું નહિ : આવા પ્રકારનું મૌન તો એકેન્દ્રિયમાં સારામાં સારું પાળી શકાય છે. આવા મૌનની કોઇ કિંમત નથી. મૌનપૂર્વક તપ કરવો એનો અર્થ એ નથી કે ગુર્વાદિક વડીલની સાથે પણ ઇશારાથી કે લખીને વાત કરવી. અશુભ યોગમાં વચનને ન પ્રવર્તાવવું અને શુભ યોગમાં વચનને પરોવવું - એ જ મૌન છે. અહીં જણાવે છે કે - જ્યારે પણ બોલવાનો પ્રસંગ આવે ત્યારે મૃષાભાષાનો ત્યાગ કરવો. બોલવું હોય તો સત્ય ભાષાનો પ્રયોગ ક૨વો, પણ અસત્ય ભાષાનો પ્રયોગ ન કરવો. તેમ જ અવધારણી ભાષા પણ ન બોલવી. અર્થાર્ ‘આ આમ જ છે, આમાં કોઇ ફેરફાર નથી, મેં સગી આંખે જોયું છે, સગા કાને સાંભળી છે...' આવું આવું ન બોલવું. કારણ કે સગી નજરે જોયેલું કે સગા કાને સાંભળેલું પણ ખોટું હોઇ શકે છે. માટે જે પરિણામે ખોટું હોય, નુકસાનકારી હોય - એવું સાધુ ન બોલે. ત્યાર બાદ જણાવે છે કે ભાષાના દોષો ન સેવવા. વ્યાકરણના દોષ ટાળવા, અસ્પષ્ટ ન બોલવું, વ્યંગમાં ન બોલવું... એનું નામ ભાષાના દોષો ટાળવા. તે જ રીતે જણાવે છે કે માયાનો ત્યાગ કરવો. ભાષાના દોષો મોટાભાગે માયાવી સેવતા હોય છે. તેથી માયાનો ત્યાગ કરવો. વિદ્વત્તા જણાવવા માટે કે પાંડિત્ય બતાવવા માટે ભારેખમ શબ્દનો પ્રયોગ કરવો - એ પણ એક પ્રકારનો ભાષાદોષ છે. ઘણા કહે છે કે સાધુસાધ્વીએ સંસ્કૃતમાં બોલવું જોઇએ. આપણે કહેવું પડે કે સંસ્કૃતમાં બોલીને પાંડિત્ય બતાવવાની જરૂર નથી. ભગવાને દેશના પ્રાકૃતભાષામાં આપી છે. કારણ કે પ્રકૃતિની (પ્રજાની) જે ભાષા તેનું નામ પ્રાકૃતભાષા. તેથી જે ભાષા પ્રકૃતિની ન હોય તેને વ્યવહારનો વિષય બનાવીને વિદ્વત્તા જણાવવાનું યોગ્ય નથી. શબ્દનો પ્રયોગ સામા માણસને સમજાવવા માટે કરવાનો છે, સામો સમજે નહિ એવી ભાષામાં બોલવાનો કોઇ અર્થ જ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે જે ભાષાનું વ્યાકરણ ન આવડે તે ભાષામાં વ્યાખ્યાન ન આપવું. કારણ કે તે વખતે જો વ્યાકરણમાં ખોટો પ્રયોગ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫૦
કરીએ તો તેવા વખતે તે ભાષાના જાણકારો માટે આપણે હાંસીપાત્ર બનીએ. આચાર્યભગવંતની ઠેકડી ન ઉડાડે, તેઓ ઉપહાસપાત્ર ન બને તેની કાળજી શાસ્ત્રકારોએ રાખી છે. જેવું હોય તેવું જણાવવાની તૈયારી હોય તો ખોટું બોલવાનો વખત ન આવે. જેવું હોય તેવું જણાઇ ન જાય અને જેવું નથી તેવું જણાવવું હોય ત્યારે તો ખોટું બોલવાનું બને છે. આપણે સારા ન હોવા છતાં સારા દેખાવાની વૃત્તિ એ માયા છે અને સાથે આપણે ખરાબ હોવા છતાં ખરાબ ન દેખાવાની વૃત્તિ એ પણ એક પ્રકારની માયા છે. માત્ર માયા જ નહિ, લોભ, માન અને ક્રોધ પણ જૂઠું બોલવાનું કારણ છે.શિષ્યનો લોભ હોય છતાં કહે કે મેં ઘણું સમજાવ્યું, પણ મારું માનતો નથી, મારા માટે જ એનો આગ્રહ છે.... આ પણ મૃષાભાષા છે. જો લોભ ન હોય તો ચોખ્ખું કહી દેવું કે ‘મારા ગુરુ એ તારા ગુરુ...' આ બધું તમે ધારો છો - એટલું સહેલું નથી. મરીચિજેવા પણ ચેલાના લોભે જૂઠું બોલવા તૈયાર થઇ ગયા ને ? માટે લોભ ઘણી બૂરી ચીજ છે. લોભના કારણે ને માનના કારણે જ માયા થાય છે. માન માંગવા માટે કહેવું કે “મને માન નથી જોઇતું'... આ
ય એક માયાપૂર્વકનું જૂઠ છે. આથી જ મૃષાનો ત્યાગ કરવા માટે માયાનો ત્યાગ કરવાનું જણાવ્યું છે. આજે નિયમ લેવો છે કે એક કલાક માટે તો જૂઠું નથી બોલવું. ચોવીસ કલાક જૂઠું ન બોલવું પડે તે માટે કલાકનો અભ્યાસ પાડવો છે... આટલું પણ કપરું છે. કયો સમય રાખવો છે ? રાત્રે ઊંઘના દસથી પાંચના સમયમાંથી એક કલાક રાખવો છે ? સ૦ તેમાં ય કોઇએ જગાડ્યા પછી ‘નથી સાંભળ્યા'નો ડોળ કરી પડ્યા રહીએ !
એટલે ઊંઘમાં પણ જૂઠનો ત્યાગ કરવાનું કામ કપરું છે. પ્રતિક્રમણમાં પણ આ નિયમ પળાય એવો નથી. કારણ કે એમાં પણ સૂત્રો ખોટાં બોલે. અતિચારમાં પણ બોલીએ ને કે સૂત્ર કૂડું કહ્યું, અર્થ ફૂડો કહ્યો, તદુભય કૂંડા કહ્યા... એટલે એમાં પણ મૃષાભાષાનો દોષ લાગે છે - એટલું યાદ રાખવું.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫૧
Page #80
--------------------------------------------------------------------------
________________
સ૦ પ્રતિક્રમણ ભાવ વિના કરીએ તો મૃષાવાદ લાગે ?
ભાવ વિના કરીએ એટલામાત્રથી મૃષાવાદ ન લાગે, ભાવ લાવવાનો ભાવ પણ ન હોય તો મૃષાદોષ લાગવાનો જ. ભાવ નથી માટે ક્રિયાને કાઢી નાંખવાની જરૂર નથી, ભાવ કેળવી લેવાની, ભાવ લાવવાનો ભાવ પેદા કરવાની જરૂર છે. પરંતુ સૂત્ર પ્રત્યે કે ક્રિયા પ્રત્યે ભાવ જ નથી. ગણધરભગવંતોએ બનાવેલાં સૂત્રો બહુમાનપૂર્વક બોલવાના બદલે ઉપેક્ષાપૂર્વક બોલાય છે તેથી ભાષાદોષ લાગે છે. અજ્ઞાનના કારણે જ જૂઠું બોલાય છે એવું નથી, ઉપેક્ષાના કારણે પણ ખોટું બોલાય છે. તમે જેનો ભાવ ન જાણતા હો તે ભાવ જાણી-જોઇને ખોટો કહો ? કે ભાવનો જાણકાર આવે તેની રાહ જોવાનું કહો ? એમ અહીં પણ આપણાં સૂત્રો ચોખ્ખાં નથી એવું જાણવા છતાં બોલીએ તો જાણી-જોઇને ખોટું બોલ્યા કહેવાય ને ? એવા વખતે તો કહી દેવું કે ‘જેનું સૂત્ર શુદ્ધ હશે તે બોલશે, મારું અશુદ્ધ છે, માટે નહિ બોલું, શુદ્ધ કરીને પછી બોલીશ.' આ તો મોટો થઇને બેઠો હોય અને ખોટું બોલ્યા જ કરે, અમે પણ અટકાવી ન શકીએ ! મૃષાવાદના પાપથી બચવું હોય તો પાંચ પ્રતિક્રમણનાં સૂત્રોની શુદ્ધિ કરવા માંડો. કાઉસ્સગ્ગ પણ ક્યાં કયો કેટલો આવે છે - તેનો અભ્યાસ પાડીને પ્રતિક્રમણ કરવા આવવાનું. પ્રતિક્રમણમાં કાઉસ્સગ્ગ કહેવો શા માટે પડે ? ઉપયોગ રાખવો ન પડે - એવી અનુકૂળતા આપવાની ન હોય. જે ક્રિયા ઉપયોગપૂર્વક કરવાની હોય, એ ક્રિયામાં ઉપયોગ ન રાખવો પડે - એવી સુવિધા કરી આપવી, તેને વિધિ ન કહેવાય. બધું જ શીખી લેવું છે. મૃષાવાદ સૂત્રમાં પણ લાગે છે. માટે આપણે શુદ્ધિ કરી લેવી છે. પર્યુષણના આઠ દિવસ આવ્યા છે તે સંવત્સરીના પ્રતિક્રમણની તૈયારી માટે આવ્યા છે. સાધુને લગભગ બીજું જૂઠું બોલવાનો વખત ન આવે. તેથી આ રીતે ભાષાદોષસંબંધથી, સૂત્રસંબંધી જૂઠું બોલવાનો નિષેધ કર્યો છે. આ કૃષાના દોષથી બચવા માટે માયાનો ત્યાગ કરવો છે અને ઉપયોગપૂર્વક જીવવા માંડવું છે. તમારે પણ એક કલાકનો અભ્યાસ પાડવો છે ને ? એ કલાકમાં સાચું બોલવાનો નિયમ નથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫૨
આપવો, જૂઠું ન બોલવાનો નિયમ આપવો છે. કોઇ સંયોગોમાં સાચું બોલવાનું પોસાય એવું ન હોય, પાલવે એવું ન હોય તો ન બોલીએ, પણ જૂઠું તો ન જ બોલવું. આટલું બને ને ? સાચું બોલવામાં તો જોખમ હોય પણ જૂઠું ન બોલવામાં જોખમ નથી ને ? તો આટલો નિયમ લેવા તૈયાર થવું છે. આ નિયમ પાળવો હશે તો મૌન પાળતાં શીખી લેવું પડશે. આ નિયમ પાળતી વખતે એટલું તો ચોક્કસ થશે કે આ વ્યવહારનો ત્યાગ કરી જંગલમાં જઇને જ જીવવું પડશે, સાધુ થઇ જવું પડશે.
न लवेज्ज पुट्ठो सावज्जं न निरटुं न मम्मयं । अप्पणट्ठा परट्ठा वा उभयस्सन्तरेण वा ॥१-२५ ॥
સાધુભગવંતને ભાષાનો વિવેક રાખીને બોલવાનું જણાવ્યું છે. આપણે જોઇ ગયા કે સાધુ ભાષાદોષનો પરિહાર કરે. તેની સાથે જણાવે છે કે સાધુભગવંતો સાવદ્યભાષા ન બોલે. ગૃહસ્થપણાની ભાષા સાધુ ન બોલે. સામાન્યથી સગાસ્વજનોને જે રીતે માતા, પિતા, કાકા, મામા વગેરેના સંબંધથી બોલાવવાનું કામ ગૃહસ્થપણામાં કરાતું હતું એવો જ વ્યવહાર સાધુપણામાં ન કરાય. માત્ર તેમના નામ સાથે ભાઇ અને બહેન જોડીને સંબોધન કરવું. મોટાભાગે તો આ રીતે સંબોધન કરવાનો વખત ન આવે
એ રીતે વર્તવું. સગાસંબંધી સાથે વાર્તાલાપ કરવો જ નથી. જરૂર પડતી વાત કરી લેવી. આ મારા માતુશ્રી છે, પિતાશ્રી છે વગેરે સાધુ ન બોલે. કારણ કે એના કારણે ભૂતકાળનું મૂકી દીધેલું સગપણ પાછું ઊભું થાય છે. આથી રાગાદિને ઉત્તેજિત કરનારી આ ભાષા સાવદ્ય કહેવાય છે. સ૦ શ્રાવકો તો આ મારા ભાઇ મહારાજ છે એમ કહે ને ?
ના કહે. મહારાજ છે એમ કહે, પણ ભાઇ મહારાજ કે કાકા મહારાજ વગેરે ન કહે.
સ૦ લાગણી તો તેમના પ્રત્યે હોય જ ને ?
જ્યાં લાગણી હોય ત્યાં ધર્મ ન હોય. જ્યાં આજ્ઞા હોય ત્યાં જ ધર્મ હોય. આપણે ધર્મનું કામ છે, સંબંધનું નહિ. કદાચ પરિચય આપવાનો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫૩
Page #81
--------------------------------------------------------------------------
________________
વખત આવે ત્યારે પણ “આ મારા સંસારીપણાના પિતાશ્રી હતા' એમ કહેવું. જે સંસારીપણાની અવસ્થા જ ત્યાજય હોય તેના સંબંધ ઉપાદેય ક્યાંથી ગણાય ? વીતરાગપરમાત્માનું શાસન આપણને રાગ કરવા જ ન દે. પ્રેમના સૂચક શબ્દો સાહિત્યમાં શોભે, શૃંગારરસમાં શોભે, ધર્મશાસ્ત્રમાં તો શાંતરસની જ વાત હોય. તેમાં રાગને મારનારી ભાષા હોય, રાગને પુષ્ટ કરનારી ભાષા વીતરાગપરમાત્માના શાસનમાં હોય જ નહિ. સ, ગૌતમસ્વામી મહારાજને ભગવાન પ્રત્યે રાગ હતો ને ?
એટલે જ તો તેમનું કેવળજ્ઞાન અટકેલું હતું. આપણને કેવળજ્ઞાન જોઇતું નથી એટલે આપણને એમાં દુ:ખ નથી થતું. તેમને તો જોઇતું હતું માટે દુ:ખ થતું હતું. આ તો નાના છોકરાને જેમ પૂછીએ કે દીક્ષા લેવી છે ? તો તે હા પાડે, તેની જેમ જ તમે હા પાડો છો ને ? એને પતાસું આપો તો ય હાથમાં લે અને ઓઘો આપો તો ય હાથમાં લે ! એવી જ દશા તમારી છે ને ? દીક્ષા લેવા જેવી છે - એવું બોલો છો, પણ હૈયાના ખૂણામાં એ પરિણામ નથી - ખરું ને ? જે રાગને પુષ્ટ કરે એ ભાષા સાવઘ છે. અમારી ભાષાની મધુરતાના કારણે તમને અમારી પ્રત્યે આકર્ષણ થાય તો અમારી ભાષા સાવદ્ય બનવા માંડી છે – એમ સમજવું. અમારે તમારો તિરસ્કાર નથી કરવાનો, તમને ખરાબ લાગે એવું નથી બોલવાનું, પણે સાથે તમને સારું લાગે એવું બોલવાની જરૂર નથી, તમને આવકારવાની જરૂર નથી. દ્વેષનો પરિણામ ન આવે માટે કઠોરભાષા નથી બોલવાની, પરંતુ એની સાથે જ રાગનો પરિણામ ન જાગે એ માટે મધુર-પ્રેમબોધક વચનો પણ નથી બોલવાનાં. જે ભાષા આપણને સંસાર તરફ લઇ જાય તે સાવદ્યભાષા અને જે ભાષા આપણને સંસારમાંથી ખસેડી મોક્ષ તરફ લઇ જાય તેને નિરવભાષા કહેવાય, સાધુભગવંતની ભાષા એવી હોય કે જેના કારણે આપણું મોક્ષનું અંતર કપાય, આપણે મોક્ષની નજીક જઇએ. આથી જ આચાર્યભગવંતને છત્રીસ વર્ષ પછી દેશનાનો અધિકાર આપ્યો છે કે જેના કારણે પાપનો એક અંશ ભાષામાં ભળે નહિ. સર્વવિરતિધર્મની દેશના નિરવદ્ય છે માટે જ
આચાર્યભગવંતો સર્વવિરતિપ્રધાન દેશના આપતા હોય છે. ગૃહસ્થપણાના ધર્મની દેશના આપતી વખતે સાવદ્યનો અંશ પુષ્ટ ન બને તેની સતત તકેદારી રાખવી જ પડે. ભાષા તો એવી હોવી જોઇએ કે જેના કારણે આપણે પાપથી રહિત બનીએ. આથી જ અહીં ‘સાવધ'નો અર્થ કરતાં ‘સપાપ ભાષા' કહ્યું છે. પાપન સદ વર્તતે રૂત્તિ સપાપ: . જે પાપવાળી ભાષા હોય તેને સાવદ્યભાષા કહેવાય છે. અઢાર પ્રકારનાં પાપસ્થાનક છે. આ બધાં પાપોનો સમાવેશ રાગ અને દ્વેષ બેમાં થઇ જાય છે. આથી જ તો વંદિત્તાસૂત્રમાં વારંવાર વાળા વા રોપા વા એમ જણાવ્યું છે. જેના કારણે રાગ કે દ્વેષ પુષ્ટ થાય તે ભાષા સાવદ્ય કહેવાય. આવી ભાષા બોલવી નહિ. અહીં પકો શબ્દ આપ્યો છે. એનો અર્થ એ છે કે કોઇએ પૂછ્યું હોય ત્યારે જ જવાબ આપવો. કોઇ પૂછે નહિ ત્યાં સુધી બોલવું નથી અને પૂછ્યા પછી પણ સાવદ્ય ન બોલવું. આપણા મનમાં ગમે તેટલો રાગ કે દ્વેષ હોય તોપણ તે આપણા વચનમાં પ્રગટ ન થાય તેની આપણે ખાસ કાળજી રાખવી. આપણા ગુણદોષના કારણે કે આપણા રાગદ્વેષના કારણે બીજાનું ખરાબ ન થાય તે રીતે ભાષાનો પ્રયોગ કરવો. સ0 ભગવાને મેઘકુમારને “વત્સ’ કહીને બોલાવ્યા ને ?
- વત્સ કહીને બોલાવ્યા, પણ પછી શું કહ્યું ? સુચ્યતે ત્વયા ! તેં રાત્રે દુર્થાન કર્યું - એમ કહ્યું ને ? હિત જેમાં થતું હોય તેવાં કઠોર પણ વચનો બોલવાની તૈયારી હોય તેણે “વત્સ’ શબ્દનો પ્રયોગ કરવો. લોકોને માત્ર આપણી તરફ ખેંચવા માટે મધુર ભાષા બોલવી તે તો સાવદ્ય ભાષા છે. લોકો આપણા પુણ્યથી ખેંચાય એના કરતાં ભગવાનના વચનના કારણે ખેંચાય તે સારું. લોકો ધર્મ કરતાં થાય તે પ્રભાવના નથી. લોકો ધર્મ પામે તે પ્રભાવના છે. સ૦ મા દીકરા માટે સાવદ્યભાષા વાપરે ને ?
મા પણ સાવદ્યમાં બેઠી હોય અને દીકરો પણ સાવદ્યમાં બેઠો હોય તો પછી તેમની ભાષા સાવદ્ય છે કે નહિ તેનો વિચાર કરવાની જરૂર નથી. છતાં મા-દીકરાનો સંબંધ કેવો હોય અને દીકરા માટે માની ભાષા
૧૫૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫૫
Page #82
--------------------------------------------------------------------------
________________
કેવી હોય તે સમજવું હોય તો અરણિકમુનિની માતાને યાદ કરી લેવાની. દીક્ષા લીધી, પણ ગોચરીએ જતા ન હતા. સહવર્તી મુનિએ બે દિવસ ગોચરી લાવી આપી. પણ ત્રીજે દિવસે મોકલ્યા. ગરમી સહન ન થઇ તો કરમાઇ ગયેલા ચહેરે વેશ્યાના ઘર નીચે ઊભા, વેશ્યાએ જોઈને બોલાવ્યા, પતન પામ્યા. માતાને ખબર પડી તો તે ગાંડી થઇ ગઇ અને
અરણિક અરણિક’ કહીને રસ્તે દોડવા લાગી, પાછળ હજાર લોક ફરતું હતું. એક વાર ઝરૂખામાંથી અરણિકમુનિએ જોયું તો તરત લજજા પામ્યા. નીચે ઊતરી માતાના પગે પડ્યા. માતાનું ગાંડપણ શાંત થયું. ત્યારે માતાએ શું કહ્યું. “વત્સ ! તુજ ન ઘટે ચારિત્રથી ચૂકવું, જેથી શિવસુખ સારો જી.’ વત્સ તરીકે સંબોધીને પણ એક જ વાત કરી કે ‘જેનાથી શિવસુખ મળે એવું છે તે ચારિત્રને તે આ સંસારના સુખ માટે છોડી દીધું ?!' ત્યારે અરણિકમુનિએ ‘ચારિત્રમાં ઉષ્ણપરિષહ સહન નહિ થાય, કહો તો અનશન કરું.’ એવું કહ્યું તો તરત માતાએ અનશનની રજા આપી. આવો માતા-પુત્રનો વ્યવહાર હોય. પુત્રને અનશન કરવાની રજા આપે, પણ સંસારનું સુખ ભોગવવા ન દે એનું નામ માતાની નિરવઘભાષા. આજે આપણે જે કાંઇ પણ નુકસાન પામ્યા છીએ તે સ્વજનોના રાગદ્વેષના કારણે જ પામ્યા છીએ. સ્વજનોનો રાગ, પછી ભલે તે બનાવટી હોય છતાં તે રાગ આપણને દીક્ષા લેતાં આડે આવે ને ? શ્રી અનાથી મુનિને જ્યારે રોગ થયો ને માથાની સખત પીડા થઇ ત્યારે તેમની પત્ની ત્યાંને ત્યાં જ બેસેલી હતી. પોતાના આંસુથી પતિના વક્ષ:સ્થળને સીંચવાનું કામ જે પત્નીએ કર્યું, એક ક્ષણ માટે પણ જેણે પડખું નથી મૂક્યું તેવી પણ પત્નીને છોડીને બીજા દિવસે સવારે દીક્ષા લીધી. તેમણે પત્નીની લાગણી કે પત્નીની સેવા સામે ન જોયું, પોતાની આત્મરક્ષા સામે નજર કરીને ચાલી નીકળ્યા. સલામતી શેમાં છે ? બીજા આપણી સેવા કરે એમાં ? કે આપણે આપણા આત્માની રક્ષા કરીએ એમાં ?
આગળ જણાવે છે કે સાવદ્ય ન બોલવું તેની સાથે નિરર્થક પણ ન બોલવું. જેનો કોઇ અર્થ ન હોય તેવું પણ ન બોલવું અને જેનું કોઈ ૧૫૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પ્રયોજન ન હોય તેવું પણ ન બોલવું. સાધુભગવંતો નકામી વાત ન કરે. અહીં દૃષ્ટાંત તરીકે જણાવ્યું છે કે “પ વચ્યાયુતો યાતિ પુષ્પાશેજીર: 1 TITUTwfક ત્રાતઃ શશશુધનુર્ધર: ' આ વંધ્યાનો પુત્ર જાય છે કે જેણે આકાશપુષ્પનો મુગટ બનાવ્યો છે, જેણે મૃગજળમાં સ્નાન કર્યું છે અને સસલાના શિંગડાનું ધનુષ્ય જેણે ધારણ કર્યું છે. અહીં જેમ વંધ્યાને પુત્ર નથી હોતો, આકાશમાં પુષ્પ ઊગતું નથી, મૃગતૃષ્ણાનું જળ હોતું નથી અને સસલાને શિંગડાં હોતાં નથી, તેમ અર્થ વગરના શબ્દોનો પ્રયોગ હાંસીમશ્કરીમાં પણ કરવો નહિ. એ જ રીતે સાધુ મર્મઘાતી વચન પણ ન બોલે, સામા માણસને હાડોહાડ લાગી જાય – એવાં વચન સાધુનાં ન હોય. સાધુનું વચન હૃદયને વીંધી નાંખે એવું હોય, પણ મર્મને ભેદી નાંખે એવું ન હોય. કોઇને મરવાજેવું થાય એવાં વચન ન બોલે પણ સામાનું જીવન સુધરે, હૈયું પલટાય એવાં વચન સાધુનાં હોય.
समरेस अगारेस संधिस य महापहे । एगो एगित्थिए सद्धिं नेव चिट्ठे न संलवे ॥१-२६॥
અત્યાર સુધીમાં સાધુભગવંતો ગુરુ સાથે કેવો વિનય જાળવે તે જોઇ ગયા. હવે ગોચરી વગેરે માટે બહાર જાય ત્યારે ક્યાં કોની સાથે ઊભા રહેવાય કે ન ઊભા રહેવાય તે આગળની ગાથાથી જણાવે છે. જેઓ ગૃહસ્થપણામાં કુટુંબની સાથે રહીને આવ્યા છે, અનેકની સાથે પરિચયમાં રહીને આવ્યા હોય તેમ જ ત્યાં રહીને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પેદા કર્યો હોય તેવા સાધુનું પણ અનુશાસન કરવાનું કામ આચાર્યભગવંતો કરતા હોય તો તેની પાછળ કોઇ વિશેષ કારણ છે - એવું માન્યા વગર ચાલે એમ નથી. આચાર્યભગવંત જયારે આ બધા આચાર બતાવે ત્યારે ‘આમાં શું ?’ આ બડબડાટ મનમાં પણ થવો ન જોઇએ. ગૃહસ્થપણામાં પાપથી છૂટવાના અધ્યવસાયથી રહેલા ન હતા, જયારે સાધુપણામાં તો પાપથી છૂટવા, બચવા માટે આવ્યા છીએ તેથી આપણી નાની નાની ચેષ્ટામાં પણ પાપ પેસી ન જાય તેની ચિંતા કરી છે. સાધુ ગોચરીએ જાય ત્યારે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫૭
Page #83
--------------------------------------------------------------------------
________________
પણ પાપ કરી ન બેસે તે માટે બે સાધુ કે સાધ્વીને સાથે ગોચરીએ જવાનું ફરમાવ્યું છે. આ આપણા ઉપર શંકા કરી છે એવું નથી, પાપથી છૂટ્યા પછી આપણે પાછો આ પાપના ભાગી બની ન જઇએ તેના માટેનું આ ચોકઠું ભગવાને બતાવ્યું છે. આ બંધન નથી, સુરક્ષાનું કવચ છે. સુખ મળે કે ન મળે પાપ ન આવવું જોઇએ : આ સ્થાયીભાવને સાચવવા માટેની આ મર્યાદા છે. આપણા પાપનું મૂળ એકાંત અવસ્થા છે. એક વાર બધા પંડિતો સંભામાં ભેગા થયેલા ત્યારે રાજાએ પૂછ્યું કે ‘પાપનું કારણ શું ?' ત્યારે બધા પંડિતે પોતપોતાની રીતે જવાબ આપ્યો. તે વખતે મહાકવિ કાલીદાસ કે જે શૃંગારરસના નિપુણ ગણાય છે તેમણે જવાબ આપ્યો હતો કે “બધા પાપનો બાપ એકાંત અવસ્થા છે.’ લોભ ગમે તેટલો હોય તોપણ ચાર માણસ જોતા હોય તો આપણે પાપ ન કરી શકીએ ને ? શાસ્ત્રમાં આથી જ સાધુભગવંતો ઓછામાં ઓછા પાંચ હોય અને સાધ્વીજી ઓછામાં ઓછાં સાત હોય તો તેને સમાપ્તકલ્પ કહેવાય છે. જેઓને પાંચ સાથે રહેવા ફાવતું નથી તેમનાં પાંચ મહાવ્રત સચવાય એ વાતમાં માલ નથી. આજે બે-બે ત્રણ-ત્રણ ઠાણાં છૂટા વિચરવા માંડ્યાં તેથી ક્ષેત્ર તો સચવાઇ જય છે પણ સંયમ સચવાતું નથી. સાધુસાધ્વી પાપરહિત હોવા છતાં પાંચ કે સાત સાથે રહેવું જો ફરજિયાત હોય તો ગૃહસ્થપણામાં તો જેટલા સાથે વધુ રહેવાય એટલું સારું – આટલું તો સમજાવવું નહિ પડે ને ? સાધુભગવંત ભાષાથી કે બોલવામાં પાપ ન બાંધી બેસે તે માટે વચનનો વિનય જણાવ્યા બાદ હવે સ્થાનમાં કે સ્થાનની બહાર રહેતી વખતે પણ પાપ લાગી ન જાય તે માટેનો આચાર હવે સમજાવે છે. જેને સમુદાયમાં રહેવાનું ફાવતું ન હોય તેના મહાવ્રતમાં શંકા પડ્યા વિના ન રહે, આપણે જ્ઞાની નથી માટે કહી ન શકીએ, પણ તેમનાં મહાવ્રતો વિશ્વસનીય ન બની શકે – એવું માનવું પડે ને ? આપણાં મહાવ્રતોની રક્ષા માટે ભગવાને આ સમાપ્તકલ્પ બતાવ્યો છે. આ તો ચાતુર્માસ માટે વિનંતિ કરવા આવે તોય કહે કે બે કે ત્રણથી વધારે ન મોકલશો. આપણે કહેવું પડે કે ભાઇ ! પાંચથી ઓછા રહેવાની ભગવાને ના પાડી છે. ૧૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સ0 ચોમાસાના સ્થાનમાં પંદરવીસ સાધુસાધ્વી હોય અને બીજાં ક્ષેત્રો
ખાલી હોય !
હોસ્પિટલમાં પંદરવીસ ડૉકટરોની ટીમ હોય અને નાના ગામડાઓમાં કોઇ ડૉક્ટર ન હોય તો શું કરવું ? ગામડાના લોકોએ હોસ્પિટલમાં આવવું – ખરું ને ? તો નાના ક્ષેત્રવાળા લોકો ચોમાસામાં સાધુસાધ્વી જ્યાં રહેલા હોય ત્યાં આરાધના કરવા, ભણવા આવી જાય તો ચાલે ને ? મારા ગુરુમહારાજ આમાંથી દીક્ષા પામ્યા. મુરબાડથી મુંબઇમાં આચાર્યભગવંત જ્યાં રહેલા હતા ત્યાં ગાથા લેવા આવતા. અઠવાડિયે આ રીતે ગાથા લેવા-આપવા જતા. એંશી કિલોમીટર દૂર પણ ભણવા આવતા. આ તો પોતાના ફ્લેટના ઉપાશ્રયમાં રહેલાં સાધુસાધ્વી પાસે પણ વંદન કરવા કે ભણવા જવા રાજી ન હોય, ક્યાંથી દીક્ષા મળે ? તેમણે મુંબઇ-મુરબાડના ફેરા કર્યા તો જન્મમરણના ફેરા ટાળવાનું સાધન મળી ગયું. આ તો ફ્લેટમાંથી લિસ્ટમાં નીચે ઊતરે અને લિફટમાંથી સીધો ગાડીમાં બેસે, વચ્ચે ઉપાશ્રય આવે જ નહિ. ક્યાંથી ધર્મ પામે ? આ તો બિલ્ડરોએ પોતાના ફ્લેટ ખપાવવા દેરાસર બંધાવી આપ્યું છે. બાકી તો એમાં ય શંકા પડે કે દેરાસરની ધજા પડે તો ધનોતપનોત નીકળી જશે. સ0 એવું તો ખરું ને ?
આ તો દેરાસર અત્યંત નજીકમાં હોય અને ઘરના છોકરાઓ વગેરે આશાતના કરી ન બેસે તે માટે ધજાની છાયાના વર્જનની વાત હતી. બાકી ભગવાન કે દેરાસરની ધજા આપણને દુઃખી કરે - આવી વિચિત્ર માન્યતા કઇ રીતે મગજમાં ઘાલી છે ? સ) ભગવાનના દર્શનથી અને ધજાના દર્શનથી સરખું પુણ્ય બંધાય ને ?
તમે પાછું પુણ્ય બાંધવાની વાત ક્યાંથી લાવ્યા ? તમને પુણ્ય ઉપર આટલો બધો પ્રેમ કેમ છે ? આપણે તો કહેવું છે કે ભગવાનના નામસ્મરણમાત્રથી પણ કમની નિર્જરા થાય છે. આપણે પુણ્ય ભેગું નથી કરવું, નિર્જરા સાધવી છે. ચારિત્રમોહનીયની નિર્જરા કરે ત્યારે શ્રાવકને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧પ૯
Page #84
--------------------------------------------------------------------------
________________
છે. એક લાખ અને બાણું હજાર સ્ત્રીઓમાં પણ જેઓ લેપાયા ન હતા તેમને પણ બ્રહ્મચર્યની નવ વાડનું પાલન કરવાનું કહ્યું છે : આ ભગવાનનું શાસન છે ! અહીં જણાવે છે કે લુહારની શાળા વગેરેમાં, ગૃહસ્થના ઘરમાં, બે ઘરની વચ્ચેની ગલીમાં કે મહાપથ અર્થાત્ રાજમાર્ગ ઉપર સાધુ એકલો ન ઊભો રહે કે એક સ્ત્રીની સાથે ઊભો ન રહે, તેમ જ સ્ત્રી સાથે ઊભા રહીને કે ચાલતા વાત પણ ન કરે – આ મર્યાદા સાધુની છે. આ બધું શ્રી સુધર્માસ્વામી શ્રી જંબૂસ્વામીજીને જણાવે છે કે જેઓ આઠ સ્ત્રીને પ્રતિબોધીને પાંચ સો સત્યાવીસ સાથે દીક્ષા લઇને આવ્યા છે. ભગવાનના શાસનમાં આચારમાંથી મુક્તિ કોઇને ન મળે, આચારના પાલનથી જ મુક્તિ મળે.
जं मे बुद्धाणुसासंति सीएण फरुसेण वा । मम लाभोत्ति पेहाए पयओ तं पडिस्सुणे ॥१-२७।।
સાધુપણું મળે. તો શ્રાવકની નજર ચારિત્રમોહનીયની નિર્જરા ઉપર જ હોય, પુણ્ય ઉપર નહિ. સવ શાસ્ત્રમાં જ ફળ બતાવ્યું છે કે આટલું પુણ્ય બંધાય...
એ તો અનુષ્ઠાનનું સામર્થ્ય બતાવવા માટે જણાવ્યું છે, પુણ્ય ખંખેરવાની ત્યાં વાત જ નથી, લોઢું જો પગ પર પડે તો લોહી કાઢે - એવું કહેતી વખતે લોહી કાઢવા માટે લોઢું પગ ઉપર પાડવાની વાત નથી કરી, માત્ર લોઢાનું સામર્થ્ય જણાવ્યું છે - એવું જેમ સમજાય તેમ ધર્માનુષ્ઠાન આટલા પુણ્યબંધનું સામર્થ્ય ધરાવે છે – એમ જણાવ્યું તે વખતે પણ તે પુણ્યની લાલચ આપવાનો ઇરાદો નથી, સુલભ સામગ્રીમાં નિર્જરાની અનુકૂળતા સારી મળે છે - એ જણાવવાનો ઇરાદો છે. તો કહો પુણ્ય ભેગું કરવું છે કે નિર્જરા સાધવી છે ? સ0 હજુ એવો વૈરાગ્ય પ્રગટ્યો નથી.
એનું કારણ એ છે કે વૈરાગ્ય વગર આપણું કાંઇ અટક્યું નથી. લાઇટ જાય તો તરત અંધારું દૂર કરવા કામે લાગીએ. બટન ચાર-પાંચ વાર દબાવીએ, લાઇટનું બોર્ડ ખોલીને વાયર તપાસીએ. કશું ન થાય તો છેવટે દીવો પ્રગટાવીએ. ખરું ને ? વૈરાગ્ય પ્રગટાવવા માટે કશું કરવું જ નથી. કારણ કે વૈરાગ્ય વિના આપણું કશું બગડ્યું નથી, બરાબર ને ? સ0 વૈરાગ્ય પ્રગટાવવા શું કરવું ?
પહેલા રાગ ખટકે છે ખરો ? વૈરાગ્ય જોઇએ છે ખરો ? વૈરાગ્યની જરૂર પડે પછી આ પ્રશ્ન પૂછજો . શાસ્ત્રમાં વૈરાગ્ય પ્રગટાવવાનો ઉપાય બતાવ્યો છે કે વૈરાગ્ય પામવા માટે રાગ મારવો પડે અને રાગ મારવા માટે રાગનાં સાધનોથી દૂર રહેવું, પાત્રથી દૂર થવું. પત્ની પર રાગ થાય તો મહિના માટે પત્નીને પિયર મોકલી આપવી. ગુલાબજાંબુ પર રાગ થાય તો વરસ માટે બંધ કરી દેવાના. શાક ઉપર રાગ થાય તો ચાર મહિના માટે એ શાકનો ત્યાગ કરી લેવો. ચક્રવર્તીના આત્માઓને પણ અંતમાંત ભિક્ષા વાપરવાની આજ્ઞા કરી છે. જેઓ પર્સ ભોજન જમીને વૈરાગ્ય પ્રગટાવીને આવ્યા છે તેમને પણ અંતકાંત ભિક્ષા વાપરવાનું કહ્યું
સાધુભગવંતોએ એકલા ક્યાંય જવું નહિ – એવું જણાવ્યું તેનું કારણ એ હતું કે એકાંત અવસ્થાના કારણે ક્યાંય પણ પાપ કરવાનો પ્રસંગ ન આવે. ભગવાનના શાસનમાં આપણે અત્યાર સુધી શું કર્યું તે મહત્ત્વનું નથી, આપણે શું કરવાનું છે – એ મહત્ત્વનું છે. એક વસ્તુ તો નક્કી છે કે અત્યાર સુધી જે રીતે વર્યા તેના કારણે જ આપણે સંસારમાં ભટકીએ છીએ. હવે એ વનનો ત્યાગ કરીને જ્ઞાનીઓએ બતાવેલી મર્યાદાને સ્વીકારવા માટે તૈયાર થઇ જવું છે. જ્ઞાનીઓને આપણી ઉપર આટલો બધો અવિશ્વાસ કેમ ? – આવી ચિંતા કરવાની જરૂર નથી. આ અવિશ્વાસ વ્યક્તિ ઉપરનો નથી, વ્યક્તિની વૃત્તિ ઉપરનો છે. આપણે બહારથી ગમે તેટલા સારા દેખાતા હોઇએ તોપણ આપણી વૃત્તિઓ તો પાપ કરવાની લગભગ પડેલી જ છે. તેથી જ શાસ્ત્રકારોએ આપણી પાપવૃત્તિઓ કાર્યરત ન બને એવું ચોકઠું ગોઠવી આપ્યું છે. માટે જ્ઞાનીઓના વચનમાં કોઇ જ વિકલ્પ કર્યા વિના તેમની વાત સ્વીકારી લેવી છે.
૧૬o
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૬૧
Page #85
--------------------------------------------------------------------------
________________
આપણે જોઇ ગયા કે સાધુ કે સાધ્વી એકલાં ક્યાંય જાય નહિ. હવે કોઇ વાર જો સહસાકાર અથવા અનુપયોગાદિ કોઇ પણ કારણસર એકલા જવાનું બને તો તેવા વખતે આચાર્યભગવંતો હિતશિક્ષા આપવાના જ. એ હિતશિક્ષા જો આપણને ન ગમે તો પછી સમજવું કે આપણું ભાગ્ય પરવારી ગયું. સાચું કહો : ગુરુભગવંત હિતશિક્ષા આપે તો શું થાય ? સ0 અંધારામાં દીવો મળ્યો.
આ સાચું છે કે માત્ર બોલવા માટે ? ગુરુ હિતશિક્ષા જો આપે. તો બીજા દિવસથી ગુરુ પાસે જવાનું બંધ કરી દે ને ? આ તો પાછા કહે કે “મારું કામ એમને ગમતું નથી. નકામો એમને સંક્લેશ, અમને સંક્લેશ : એના કરતાં આપણે આઘા રહેવું સારું !' આ બધા સંક્લેશના એટલા ભીરુ હોય કે પોતાનું અકલ્યાણ થતું હોય તો ભલે થતું પણ સંક્લેશ’ ન થવો જોઇએ. આવાઓને હિતશિક્ષા ન અપાય ને ? સાધુપણામાં પ્રજ્ઞાપનીયતા એ સૌથી મોટો ગુણ કહ્યો છે. કોઇ આપણને બે શબ્દ કહી ન શકે - એ કાંઇ આપણી લાયકાત છે ? હિતશિક્ષા આપણને શિક્ષારૂપ લાગે છે – આ હકીકત સ્વીકાર્યા વિના ચાલે એવું નથી. આથી જ જ્યારે ગુવાદિક હિતશિક્ષા આપે ત્યારે શું કરવું તે હવે જણાવે છે. તેમાં સૌથી પહેલાં એમ જણાવે છે કે ન જે વૃદ્ધાળુ સાસંતિ અહીં ગુરુને બુદ્ધ તરીકે સંબોધ્યા છે. આપણને જે અનુશાસન કરે છે તે બુદ્ધપુરુષ છે. બુદ્ધ એટલે બોધ પામેલા. જેઓ ભગવાનના વચનથી બોધને પામ્યા છે, જ્ઞાની બનેલા છે તેઓ આપણને હિતશિક્ષા આપે છે, કોઇ મૂરખ, અજ્ઞાન કે રસ્તે રખડતા માણસ હિતશિક્ષા નથી આપતા. આટલું સમજાય તો હિતશિક્ષાનો અનાદર કરવાનું બને જ નહિ, આપણને હિતશિક્ષા આપનાર વ્યક્તિ પ્રત્યે બહુમાનભાવ જગાડવા માટે જ અહીં ‘બુદ્ધ’ પદ આપ્યું છે. જે વ્યક્તિ પ્રત્યે બહુમાન જાગે તેમનું અનુશાસન ગમ્યા વિના ન રહે, ગુરુ પ્રત્યે બહુમાનભાવ નથી અને હિતનું અર્થીપણું નથી તેથી હિતશિક્ષા ગમતી નથી. આ જણાવવા માટે અહીં ગુરુને બુદ્ધ કહીને બહુમાન પેદા કરાવ્યું છે અને હિતમાં જે લાભ છે એમ જણાવી ૧૬૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
હિતનું અર્થીપણું પેદા કરાવ્યું છે. આજે ગુરુનું કામ કરવું ગમે છે, બીજું બધું જ ગમે છે માત્ર હિતશિક્ષા ગમતી નથી. ખરું ને ? સ, એનું કારણ શું ?
મોક્ષમાં જવું નથી, સંસારમાં જલસા કરવા છે. જેને સંસારમાં રખડવું નથી, મોક્ષમાં જવું છે તેને હિતશિક્ષા ગમ્યા વિના ન રહે. આપણે સંસારમાં ફરવાના નામે રખડવાનું કામ શરૂ કર્યું છે એટલે હિતશિક્ષા ગમતી નથી. આજે તમારે ત્યાં કે અમારે ત્યાં સૌથી મોટી તકલીફ જ આ છે કે બે શબ્દ હિતશિક્ષાના કહીએ એ ગમતું નથી. આજના ધર્માત્માનું આ મોટામાં મોટું અપલક્ષણ છે કે એને કોઇ બે શબ્દ કહી ન શકે. સ0 કાળનો પ્રભાવ હશે !
કાળનો પ્રભાવ કઇ રીતે કહેવાય ? આ કાળમાં પણ માથે જ વાળ આવે છે, પગમાં વાળ નથી ઊગતા. લીમડાના ઝાડ ઉપર કેરી નથી આવતી, આંબાના ઝાડ ઉપર જ કેરી આવે છે. તેથી કાળનો પ્રભાવ નથી, આપણી ભૂલોનો પ્રભાવ છે.કાળ બદલાયો માટે આપણે નથી બદલાયા, આપણે બદલાયા છીએ માટે કાળ બદલાયો છે. સ0 સંઘયણબળ નથી.
સંઘયણબળ તો બધાનું છેવટું છે. છતાં આવા સંઘયણમાં પણ સાધુ થઇને ભણનારા, વિનયવેયાવચ્ચ કરનારા આજના કાળમાં છે જ ને ? તમને જ સંઘયણબળ નડે છે ? સ0 જડતા અને વક્રતા પડી છે.
જો એવું લાગતું હોય તો જડતા અને વક્રતા બંને કાઢવાનો ઉપાય છે. જડતા ટાળવી હોય તો ભણવા માંડો અને વક્રતા ટાળવી હોય તો ગુરુપરતંત્ર્ય કેળવી લો. ભણવાના કારણે જડતા દૂર થાય અને ગુરુપરતંત્ર્ય કેળવી લો તો સરળતા આવે. વક્ર માણસો ગુરુનું પાતંત્ર્ય કેળવી ન શકે. એક વાર ગુરુ કહે છે તે પ્રમાણે કરવાનું જો નક્કી કરી લઇએ તો કોઇ જાતની માયા કરવી ન પડે. ગુરુનું પારતંત્ર કેળવવા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૬૩
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિમાં જ લાભ છે : એટલું યાદ રાખવું. ગુરુ જયારે હિતશિક્ષા આપે ત્યારે તેમની સન્મુખ જ નમ્ર ચહેરે જોવું. આંખ આડા કાન ન કરવા. કદાચ બહુ શરમ આવે તો નીચું જોવું, પણ આવું ન જોવું. અને ગુરુ જે જણાવે તે ભૂલને સ્વીકારીને ‘હવે બીજી વાર નહિ કરું’ આ પ્રમાણે કહેવું... તેનું નામ પ્રયત્નપૂર્વકનું પ્રતિશ્રવણ.
अणुसासणमोवायं दुक्क डस्स य चोयणं । हियं तं मण्णइ पण्णो बेसं होइ असाहूणो ॥१-२८॥
માટે ગુરુની હિતશિક્ષા સાંભળવાની યોગ્યતા પ્રાપ્ત કરી લેવી છે. આપણે માયા કરીશું તો આપણો નિસ્તાર નહિ થાય. સ0 અમે અંત સમયે ભગવાનને યાદ કરીએ તો નિખાર થાય ?
અંત સમયે પણ ભગવાનને શા માટે યાદ કરો છો ? દુ:ખ ટાળવા માટે કે મરણ સુધારવા ? આપણે ત્યાં “જન્મજરામૃત્યુનિવારણાય’ આવે, ‘દુઃખનિવારણાય'ની વાત ન આવે. આ તો દુઃખ ટાળવાનો ભાવ હોય અને કહે કે સમાધિ જોઇએ છે, આ પણ એક માયા છે ને ? જેણે જીવતાં સમાધિ મેળવી ન હોય તેને મરતાં સમાધિ મળે તો તો અચ્છેરું થયું - એમ સમજવું અથવા તો એ સમાધિ બનાવટી છે – એમ માની લેવું. દુ:ખમાં ભગવાન યાદ કરવાના, પણ દુઃખ નિવારવા માટે નહિ, દુ:ખમાં થતી અરતિને ટાળી દુઃખ ભોગવી લેવા માટે યાદ કરવાના. સુખમાં પણ ભગવાનને યાદ કરવાના, પરંતુ તે સુખ ટકાવવા માટે નહિ, સુખથી છૂટવા માટે યાદ કરવાના.
અહીં જણાવે છે કે જ્યારે પણ જ્ઞાની એવા ગુરુભગવંતો આપણને શીત અથવા પરુષ વચનું વડે હિતશિક્ષા આપે એટલે કે મધુર વચનથી આપે કે કઠોર વચનથી આપે એમાં મારો એકાંતે લાભ છે : એમ સમજીને શિષ્ય પ્રયત્નપૂર્વક તે હિતશિક્ષાને સાંભળે. અહીં ‘શીત’ શબ્દ પહેલાં લખ્યો છે, તેનું કારણ એ છે કે આચાર્યભગવંતો શરૂઆતમાં મધુર શબ્દોથી હિતશિક્ષા આપે. આમ છતાં આપણે તેમની વાત કાને ન ધરીએ ત્યારે કઠોર વચનથી હિતશિક્ષા આપવી પડે. શાસ્ત્રમાં કહ્યું છે કે નવા સાધુને ઘર યાદ ન આવે એ રીતે તેને કેળવણી આપવાની. કેળવણી તો આપવાની જ છે, પરંતુ શરૂઆતમાં શીત વચનોથી સમજાવવાનું. આપણે મધુર વચનથી જ સમજી જઇએ તો કઠોર વચનની જરૂર જ ન પડે. આમ છતાં કોઈ કારણસર કઠોર વચનથી પણ હિતશિક્ષા આપે તો એમાં એકાંતે લાભ છે. લાભ તેને કહેવાય કે જે અપ્રાપ્ત હોય તેને પ્રાપ્ત કરાવી આપવું. આપણી પાસે જે જ્ઞાન, દર્શન, ચારિત્ર નથી આવ્યા તે લાવી આપવાનું કામ આ ગુરુની હિતશિક્ષા કરે છે માટે તેમાં શિષ્યને લાભ દેખાય છે. અર્થકામની પ્રાપ્તિમાં લાભ નથી, જ્ઞાનદર્શનચારિત્રની
આચાર્યભગવંતની પાસે માત્ર અનુશાસન ઝીલવા માટે જ બેસવાનું છે. એવા વખતે આપણને માઠું લાગતું હોય છે અને એના કારણે આપણે ગુરુને છોડીને જવાનું કામ કરતા હોઇએ છીએ. આના કારણે જ આપણે સારામાં સારી લઘુકર્મિતાને હારી જતા હોઇએ છીએ. ગુણ પામવાની તકને આપણે ગુમાવતા હોઇએ તો તે આ અનુશાસનના અણગમાના કારણે. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો ગ્રંથિદેશે આવીએ ત્યારે આયુષ્યકર્મ સિવાયનાં સાતે કર્મોની સ્થિતિ પ્રત્યેકની ઘટાડીને એક કોટાકોટિ સાગરોપમથી પણ ઓછી કરીને આવીએ છીએ. આટલી લઘુ કર્મિતા પછી પણ ગ્રંથિને ઓળખી ન શકીએ તો તેના કારણે આપણે પાછા ગ્રંથિથી દૂર જતા રહીએ છીએ. અચરમાવર્ત કાળમાં આવું આપણા માટે અનેકવાર બન્યું છે. અસંખ્યાત સમય સુધી ગ્રંથિદેશે રહેવાય, પણ એના પછી ગ્રંથિને ઓળખીને જો ભેદીએ નહિ તો ગ્રંથિથી દૂર જવું જ પડશે. અનંતી વાર ગ્રંથિદેશે આવ્યા પછી પણ ગુરુભગવંતના ઉપદેશને ઝીલવાનું કામ ન કરવાના કારણે જ આપણે ગ્રંથિથી દૂર થઇ જઇએ છીએ. કર્મની લઘુતાના કારણે અનુશાસન ઝીલવાની યોગ્યતા પામ્યા પછી પણ માત્ર આપણને ન ગમે એટલામાત્રથી ગુરુને છોડીને જતા રહેવાના કારણે આપણે ધર્મથી દૂર રહ્યા. આપણા આત્માનું હિત હિતોપદેશને ઝીલ્યા વિના થવાનું જ નથી – આટલું સ્વીકારી લેવું છે. આપણને ન સમજાય તો ઊભા થઇને જતા રહેવું – એ વ્યાજબી નથી. સ્કૂલમાં કે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૬૫
૧૬૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #87
--------------------------------------------------------------------------
________________
કોલેજમાં પહેલા દિવસે ન સમજાય તો છોડીને જતા રહો કે બીજા દિવસે બરાબર એકાગ્રતાપૂર્વક સાંભળવા તૈયાર થાઓ ? ન સમજાય તો પૂછો પણ ખરા ને ? અહીં તો વ્યાખ્યાન ન સમજાય તો ‘મહારાજનું વ્યાખ્યાન બરાબર નહિ' એમ કહીને જતા રહે. અહીં બીજા દિવસે આવવાની કે ન સમજાય તો પૂછવાની કોઇ તૈયારી જ નથી. આથી અનુશાસનને ગમાડવા માટે આપણા એકાંતે લાભનું કારણ આ શીત કે પરુષ વચનથી કરાયેલું અનુશાસન છે – એમ જણાવ્યું. લાભ તેને કહેવાય કે જે છોડીને આવ્યા તે ન આપે ને જે નથી તે આપે. શિષ્ય શું શું છોડીને આવ્યો છે ? માતા-પિતાનું વાત્સલ્ય, બૈરાછોકરાનો પ્રેમ, સગાસંબંધીનું સૌજન્ય, સુખની લાલચ આ બધું મૂકીને આવ્યો છે ને ? ટૂંકમાં બધી જ અનુકૂળતા મૂકીને આવ્યો છે, તો હવે એને આ બધી અનુકૂળતા આપવાની જરૂર જ નથી. જે જ્ઞાનાદિ તેની પાસે નથી તે જ્ઞાનાદિ આપવા તેનું નામ લાભ, અનુકૂળતા આપવી તે લાભ નહિ. ગુરુનું અનુશાસન એવું હોય કે જેના કારણે અનુકૂળતાનું અર્થીપણું જાગે નહિ અને જ્ઞાનદર્શનચારિત્રની પ્રાપ્તિ થયા વિના ન રહે. આથી જ અહીં જણાવ્યું છે કે આપણા દુષ્કતની ચોદના કરવાનો ઉપાય જો કોઈ હોય તો તે આ ગુરુનું અનુશાસન છે. આવું કઠોર પણ અનુશાસન જેને હિતકારી લાગે તે જ ખરેખર પ્રાજ્ઞ છે, બાકી જેને આવા અનુશાસન પ્રત્યે દ્વેષ જાગે તે તો અસાધુ છે. આજે ઘણાની ફરિયાદ છે કે સુસાધુ અને કુસાધુનો ભેદ સમજાતો નથી. અહીં ચોખ્ખું જણાવ્યું છે કે જેને ગુરુનું અનુશાસન ગમતું નથી તેઓ અસાધુ છે – જે કુસાધુ હોય તેને ગુરુનું અનુશાસન ગમે એ વાતમાં માલ નથી, સાધુના જ્ઞાનમાં ખામી હોય તો ચાલે, ચારિત્ર શિથિલ હોય એવું ય બને, શ્રદ્ધા બોદી હોય એવું ય બને તોપણ ગુરુનું અનુશાસન ગમતું હોય તો તેની એ બધી ખામીઓ દૂર કરવાનું સાધન એની પાસે હોવાથી તેને સુસાધુ કહેવાય અને જેની પાસે જ્ઞાન સારામાં સારું હોય, ચારિત્રની ચર્ચા પણ નિર્દોષ હોય અને શ્રદ્ધા ઝળહળતી દેખાતી હોય છતાં જો ગુરુનું અનુશાસન ગમતું ન હોય તો તે કુસાધુ છે – એમ સમજી લેવું. ૧૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સ0 ગુરુ ગીતાર્થ જ હોય ?
જે ગીતાર્થ હોય એ જ ગુરુ બની શકે એવો નિયમ. બાકી ગુરુ હોય તે ગીતાર્થ જ હોય એવો નિયમ નહિ. તમારે ત્યાં પણ જેટલા દીકરા હોય તે સુપુત્ર જ હોય કે સુપુત્ર હોય તેને જ દીકરો કહેવાય ? માટે ગીતાર્થ ગુરુની નિશ્રામાં જાતને સમર્પિત કરી દેવી છે. શાસ્ત્રનું જ્ઞાન ગુરુ પાસેથી મળવાનું છે. શબ્દનું જ્ઞાન શાસ્ત્રમાંથી મળે, પણ મતિજ્ઞાનનો ક્ષયોપશમ ગુરુની કૃપાથી જ મળે. મોક્ષના જેટલા પણ ઉપાય છે, તે ઉપાયસંબંધી અનુશાસન શીત કે પરુષ (મધુર કે કઠોર) વચનવાળું હોય તોપણ તે આપણા દુષ્કતને દૂર કરનારું હોવાથી હિતકારી છે – આવું માનવાનું કામ પ્રાજ્ઞ પુરુષ કરે છે. ભણેલો જ્ઞાની નથી, ગુરુનું અનુશાસન જેને હિતકર લાગે તે જ્ઞાની છે. આપણે ગુરુનું અનુશાસન ઝીલી નથી શકતા, હિતકર માની નથી શકતા : એ આપણી મૂર્ખતા છે. જેને અનુશાસન કઠોર લાગે તે મૂર્ખ છે, જેને અનુશાસન હિતકર લાગે તે જ પ્રાજ્ઞ છે. જેને ગુરુનાં હિતવચનો સાંભળીને દ્વેષ જાગે છે તેનામાં સાધુતા નથી : એવું સુધર્માસ્વામીજી કહે છે. ગુરુભગવંત આપણા અવિરતિના દોષને ટાળવા અને વિરતિને ટકાવવા માટે અનુશાસન કરે છે. શિષ્ય બારીએ ઊભો રહે તોપણ ગુરુ એને ટકોર કરે કે ‘ભાઇ ! આ રીતે બારી પાસે ઊભા ન રહેવાય.' બારી હવા-ઉજાસ મકાનમાં આવે એ માટે રાખી છે, આખા ગામની પંચાત કરવા માટે નથી રાખી. આજે તો જો કે તમે ઉજાસ માટે લાઇટ રાખી છે અને હવા માટે પંખો રાખ્યો છે, એટલે બારીની જરૂર નથી – ખરું ને ? સ0 ઇલેક્ટ્રિસિટીમાં પાપ વધારે લાગે.
અને દીવામાં પાપ ઓછું લાગે - એમ ? તમને આવું કોણે શિખવાડ્યું ? તમને ગૃહસ્થપણામાં રહેલું અવિરતિનું પાપ નથી દેખાતું અને ઇલેક્ટ્રિસિટીનું પાપ દેખાય છે ? તમને જયાં સુધી હિંસા ગમે છે ત્યાં સુધી અલ્પ કે અધિક હિંસાની વાત કરવાનો કોઈ અર્થ નથી. ગૃહસ્થપણાના બધા કાર્યમાં શ્રાવકને અવિરતિનું પાપ પડેલું છે અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૬૭
Page #88
--------------------------------------------------------------------------
________________
ધર્મકાર્યમાં થનારી હિંસા એ સ્વરૂપહિંસા છે. બાકી અલ્પહિંસા કે અધિકહિંસાના ભેદ કોઇ શાસ્ત્રમાં જણાવ્યા નથી. અવિરતિનું પાપ જીવતું રાખીને અલ્પહિંસાથી નિર્વાહ કરવાની વૃત્તિ સારી નથી. અવિરતિનું પાપ જેને દેખાય તે તો સાધુ થવાની પેરવીમાં હોય. સુખ ભોગવવાની ઇચ્છા અને દુઃખ ટાળવાની ઇચ્છા : એ અવિરતિ છે. દશમે રાગ અને અગિયારમે દ્વેષ - આનું નામ અવિરતિ. ચક્રવર્તીને મહારંભ અને મહાપરિગ્રહમાં પણ અલ્પબંધ થાય છે. શાસ્ત્રમાં અલ્પ હિંસાની વાત નથી, અલ્પ બંધની વાત છે. આ અલ્પ બંધ પરિણામની વિશુદ્ધિના કારણે થાય છે. તેથી પર્યાવરણની ખોટી વાતોમાં અંજાશો નહિ. ભગવાનનો માર્ગ સમજીને માગનુસારી બનવા પ્રયત્ન કરી લો.
ભગવાનના શાસનમાં ઋજુ અને પ્રાશને ધર્મનો અધિકાર છે. પ્રાજ્ઞતા વિના ગુરુનું અનુશાસન ઝીલી નહિ શકાય અને અનુશાસન વિના ધર્મની સમજણ આવતી નથી. તેથી જ ગુરુનું શાસન ગમાડવા પ્રયત્ન કરી લેવો છે. અનુશાસન ઉપર પ્રેમ જાગે એવો પ્રયત્ન કરી લેવો છે, અનુશાસન ઉપર દ્વેષ જાગે નહિ તેની ખાસ કાળજી રાખવી છે. તો જ આપણે પ્રાજ્ઞતાને પામી શકીશું અને આપણે અસાધુતાથી દૂર રહી શકીશું.
જ વાતનું છે કે તેમને માથે ગુરુ છે, જ્યારે શાસકારો કહે છે કે આપણા માથે ગુરુ છે – એ જ મોટામાં મોટું સુખ છે. આથી જ આગળની ગાથાથી અનુશાસનની જે હિતકારિતા વર્ણવી છે તે સમજી લેવી છે. મોટા ભાગે આપણે ખરાબ દેખાઇશું આ ભય જ અનુશાસનને સ્વીકારવા દેતો નથી. આપણે કેવા દેખાઇશું એની ચિંતા કરવાના બદલે આપણે કેવા થઇશું - એની ચિંતા કરવી છે. અહીં જણાવે છે કે જેને સાત પ્રકારના ભય ન સતાવે તે જ અનુશાસનને હિતકારી માની શકે છે. આજે આપણને સંસારમાં ભય લાગે છે, પણ સંસારનો ભય નથી લાગતો ને ? જ્ઞાનીભગવંતો સંસારનો ભય રાખવાનું જણાવે છે. જયારે આપણને સંસારમાં ભય લાગે છે – એ સાત પ્રકારના ભય છે. અપયશ, આજીવિકા વગેરે સાતે ભય સંસારમાં રહેલા છે. આ સાતે ભય જેના ચાલ્યા ગયા હોય તે જ ખરો બુદ્ધ છે. આ બુદ્ધતા જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી નહિ, ભયમોહનીયના ક્ષયોપશમથી પ્રગટે છે. આજે આપણે ધર્મથી વંચિત રહ્યા હોઇએ, ભગવાનની આજ્ઞાથી વંચિત રહ્યા હોઇએ તો તે આ ભયમોહનીયના કારણે જ રહ્યા. ધર્મ કરીશું તો દુ:ખી થઇશું - આ ભય જ ધર્મ કરવા દેતો નથી. અશાતાવેદનીય આપણને હેરાન નથી કરતી આ ભયમોહનીય જ હેરાન કરે છે. અશાતા નથી નડતી, અશોતાનો ભય નડે છે. જેને દુ:ખનો ભય જ નથી તેને અશાતા નડવાની જ નથી. તમારે ત્યાં પણ પૂજામાં બોલાય છે કે “ચાલો ને સુખી વીર કને જઇ વસીએ, ભયમોહનીય ચિહું દિશીએ' આ સંસારમાં દુ:ખનો ભય સતાવે છે – એ જ મોટી તકલીફ છે. તેથી મુહપત્તીના બોલમાં પણ ભયમોહનીય પરિહરું કહ્યું છે, “અશાતા પરિહરું નથી કહ્યું. સ૦ ભયમોહનીય કઈ રીતે જાય ?
સંસારના સુખની લાલચ મરે અને મોક્ષનું અર્થીપણું જાગે તો ભયમોહનીયને જતાં વાર ન લાગે. તડકો ક્યારે લાગે ? પૈસા કમાવાની ઇચ્છા ન હોય ત્યારે ને ? તેમ ભય પણ તેને લાગે કે જેને સંસારમાંથી મોક્ષે જવાની ઇચ્છા ન હોય. એક વાર એ ઇચ્છા જાગે તો ભયમોહનીયને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૬૯
हियं विगयभया बुद्धा फरुसं पि अणुसासणं । बेसं तं होइ मूढाणं खंतिसोहिकरं पयं ॥१-२९॥
આપણે જોઇ ગયા કે શિષ્યને શંકા હતી કે કલ્યાણકારી એવું પણ અનુષ્ઠાન શા માટે ગમતું નથી. તે શંકાના નિરાકરણમાં જણાવ્યું કે અનુશાસન મોક્ષના ઉપાયભૂત જ્ઞાનદર્શનચારિત્ર સંબંધી હોય છે. તે અનુશાસન પ્રાજ્ઞ પુરુષોને જ હિતકારી લાગે છે. જેની પાસે આવી પ્રાજ્ઞતા નથી તેઓ સાધુ હોવા છતાં તેમનામાં સાધુતા નથી. જેને જ્ઞાનદર્શનચારિત્રની સાધના કરવી હોય તેના માટે ગુરુનું અનુશાસન એ સૌથી મહત્ત્વનો ઉપાય છે. આમ છતાં આની ઉપેક્ષા વર્તાય છે ને ? આજે વરસોનો દીક્ષાપર્યાય જેમનો થયો છે એવાઓને પણ દુઃખ એક ૧૬૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #89
--------------------------------------------------------------------------
________________
ટાળવાનું કામ સાવ સહેલું છે. મહાપુરુષોએ આપણા હિતની કેટલી ચિંતા કરી છે? પૂર્વની ગાથામાં અનુશાસનને હિતકારી માનવાનું કામ પ્રાજ્ઞતાના કારણે થાય છે - એમ જણાવ્યું. આ ગાળામાં આ પ્રાજ્ઞતાની પાછળ ભયમોહનીયનો અભાવ રહેલો છે તે જણાવ્યું છે. ભયમોહનીયના કારણે આપણી બુદ્ધિ બહેર મારી જાય છે. આ સંસારમાં આપણી અશાતાનું મૂળ આ ભયમોહનીય છે. આપણી બુદ્ધિ-પ્રજ્ઞાને પણ ખીલવા ન દે એવું આ ભયમોહનીય કર્મ છે. ગુરુનું અનુશાસન ઝીલીશું તો આપણે દુઃખી થઇશું આ ભય જ અનુશાસનને હિતકારી માનવા દેતો નથી. ગુરુનું અનુશાસન માનીશું તો મરી જઇશું ? અને કદાચ મરણ આવે તો ય એની તૈયારી રાખીએ તો કંઇ વાંધો આવે ? આપણે અનુશાસન ઝીલતા નથી તે કાલ્પનિક ભયના કારણે જ ઝીલતા નથી. ગુરુ જે કાંઇ કરે એ આપણા હિત માટે છે – આવી શ્રદ્ધા કેળવવી છે. ચંદ્રગુપ્ત અને ચાણક્યનું દૃષ્ટાંત સાંભળ્યું છે ને ? નંદરાજાના સૈનિકો પાછળ પડેલા ત્યારે એક તળાવકિનારે જઇને ચંદ્રગુપ્તને તળાવમાં જઇને છુપાવાનું કહ્યું અને ત્યાં રહેલા ધોબીને ભગાડીને પોતે એની જગ્યાએ કપડાં ધોવા બેસી ગયો અને એક પથરો તળાવમાં નાંખ્યો. એટલામાં બે સૈનિકો ત્યાં આવી પહોંચ્યા. ચાણક્યને પૂછ્યું કે – ‘ચંદ્રગુપ્ત-ચાણક્યને અહીંથી જતા જોયા ? ચાણક્ય કહ્યું કે ‘હમણા જ ચંદ્રગુપ્ત આ તળાવમાં પડ્યો, હમણાં તળાવમાં પડ્યાનો જે અવાજ આવ્યો તે ચંદ્રગુપ્ત પડ્યાનો જ હતો.” આ સાંભળી સૈનિકોએ ઘોડા ઝાડ પાસે બાંધી કપડાં ઉતારીને તળાવમાં પડવાની તૈયારી કરી. એટલામાં ચાણક્ય સૈનિકોની તલવાર લઇને એ બંન્ને સૈનિકોના માથાં કાપી નાંખ્યાં ને ચંદ્રગુપ્તને બહાર આવવા કહ્યું અને તે સૈનિકોનાં કપડાં પહેરીને તેમના ઘોડા ઉપર આગળ ચાલવા માંડ્યા. રસ્તામાં ચાણક્ય ચંદ્રગુપ્તને પૂછયું કે “જે વખતે મેં સૈનિકોને ‘ચંદ્રગુપ્ત આ તળાવમાં છે' એમ કહ્યું ત્યારે તારા મનમાં શું થયું હતું ?' ચંદ્રગુણે કહ્યું કે “આર્ય જે કરે છે તે મારા હિતમાં છે...' આ જ આપણા દેષ્ટાંતનો સાર છે. ગુરુ જે કરે તે મારા હિતમાં છે - આટલું આપણા હૈયામાં આવે તો ૧૩૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
જ તેમનું અનુશાસન ઝીલી શકીશું. અશાતા અઘાતીની પ્રકૃતિ છે અને ભયમોહનીય એ ઘાતીની પ્રકૃતિ છે. અઘાતીની પ્રકૃતિ પણ ત્યારે જ હેરાન કરે કે જયારે ઘાતીનો ઉદય હોય. અઘાતીની ગમે તેટલી પણ અશુભ પ્રકૃતિ છે તે ઘાતીના ઉદયમાં જ હેરાન કરે છે તો અપયશ, અશાતા, અકસ્માતથી ગભરાવાનું કોઇ કામ જ નથી, સ0 સંસારમાં સુખનાં સાધનો હોવા છતાં પણ દુ:ખ સહન નથી થતું
તો સાધુપણામાં દુઃખ કઇ રીતે સહન કરશું ? આ ભય છે !
દુઃખ સહન થતું નથી – આ તમે ખોટું બોલ્યા. દુ:ખ સહન કરવું જ નથી, માટે દુઃખ સહન થતું નથી. બાકી દુ:ખ તમે ઓછું નથી ભોગવતા. તમારા ઘરમાં તમારું જે અપમાન થાય છે તેને તમે પચાવી જાણ્યું છે ને ? ઘરના લોકો પીરસે નહિ છતાં તમને જાતે લઇને ખાવાનું ફાવે છે ને ? તમને એમ વિચાર નથી આવતો કે – “જો મારું મારે જાતે જ કરવાનું હોય તો સાધુપણું શું ખોટું છે ?!! આ સંસારમાં નભાવવાની તૈયારી છે એ જ તમને સંસારમાંથી ખસવા નથી દેતી. આજે નિયમ આપું કે ઘરનાં પીરસનાર ન હોય તો જમવું નહિ. ઘરનાં બહારગામ ગયાં હોય તો છૂટ, જો કે ઘરનાં જો તમારાં હોય તો તે તમને મૂકીને જાય જ નહિ ! આ બધી વાત એટલા માટે છે કે સંસારમાં દુ:ખ ભોગવવાની તૈયારી હોવા છતાં ધર્મમાં દુઃખી થઇશું આ ભય ધર્મથી દૂર રાખે છે. જ્યાં સુધી ભય પડ્યો હોય ત્યાં સુધી જ્ઞાન કામ ન લાગે. અહીં જણાવે છે કે સાત પ્રકારના ભય જેના ચાલ્યા ગયા હોય તેને ગુરુનું કઠોર પણ અનુશાસન હિતકારી લાગે છે. જયારે ભયના કારણે જેની બુદ્ધિ બહેર મારી ગઇ છે તેવા મૂઢ માણસોને આત્માની શુદ્ધિ અને ક્ષમાને કરનારું એવું પણ ગુરુનું વચન દ્વેષનું કારણ બને છે. ગુરુનું અનુશાસન આપણા આત્માના દોષોને દૂર કરી ક્ષમાગુણને પેદા કરાવનારું હોવા છતાં તેની પ્રત્યે જ દ્વેષ જાગે તો આપણું ભાગ્ય પરવારી ગયું છે - એમ માનવું પડે ને ? માત્ર બીજાને માફ કરવું એ ક્ષમા નથી, બીજાનો ગમે તેવો પણ અપરાધ સહન કરી લેવો – એ ક્ષમા છે. પોતાના માણસોની ભૂલ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૭૧
Page #90
--------------------------------------------------------------------------
________________
માફ કરતાં તો આવડે છે, પરંતુ તે ક્ષમાગુણ નથી. સ્વાર્થ વિના કોઇનો પણ અપરાધ સહન કરવો એ ક્ષમા છે. આવી ક્ષમાને પ્રગટ કરનાર ગુરુનું વચન છે તેનો દેષ કોઇ સંયોગોમાં નથી કરવો.
आसणे उवचिट्ठज्जा अणुच्चे अकुए थिरे । अप्पुट्ठाइ निरुट्ठाइ निसीएज्जप्पकुक्कुए ॥१-३०॥
શિષ્ય અનુશાસનનો અર્થી હોવાથી કાયમ માટે આચાર્યભગવંત પાસે બેસવાને ઇચ્છતો હોય છે. આપણે આપણું કલ્યાણ સાધવું હોય તો આચાર્યભગવંતની પાસે બેસ્યા વિના નહિ ચાલે. એવા વખતે આપણું આસન એવું ન હોવું જોઇએ કે જેથી ગુરુભગવંત આપણને પોતાની પાસે બેસાડે નહિ. આથી જ અહીં ગુરુ પાસે કેવા આસને બેસવું તે હવે જણાવે છે. અહીં જણાવે છે કે આપણું આસન ગુરુ કરતાં ઊંચું ન હોવું જોઇએ. ગુરુના આસન કરતાં આપણું આસન નીચું હોવું જોઇએ - આ વસ્તુ સમજાય? શરીરની ગમે તેટલી તકલીફ પડે પણ આ વિનય ચૂકવો નથી. શરીરની તકલીફ વેઠવામાં વાંધો નથી ને ? સુખ ભોગવતાં ભોગવતાં અવિનય કરવો એના કરતાં વિનયના આચાર માટે દુઃખ ભોગવી લેવું સારું ને ? આખો દિવસ ભલે ખુરશી ઉપર બેસતા હો તો તમારું તમે જાણો પણ ગુરુ આગળ તો ઉચ્ચાસને નથી બેસવું. આટલું તો બને ને ? ખુરશી ઉપર પ્રતિક્રમણ કરે તો તેના માટે ભગવાન ઊંચા પધરાવવા પડે અને ઊંચા પધરાવવાના કારણે નીચે બેસેલાને ભગવાન નાસિકા ઉપર જાય તે ય ન ચાલે. આવા સંયોગોમાં ખુરશી પર પ્રતિક્રમણ ન કરવું સારું ને ? સ) તો પ્રતિક્રમણ ન કરવું.
આ લોકોને શું કહેવું ? કોઇ તમને કહે કે મેલાં કે ફાટેલાં વસ્ત્રો પહેરીને બહાર ન જવાય. ત્યારે વસ્ત્ર વિના બહાર જવાનું કહ્યું – એમ સમજો ? બહાર જવાની ના પાડી - એમ સમજો ? કે ધોયેલાં વસ્ત્રો પહેરીને બહાર જવાની વાત કરી – એમ સમજો ? કાચું ખાવાની ના પાડી હોય તો ભૂખ્યા રહેવાની વાત કરી છે - એવું કોઇ નથી સમજતું ૧૭૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
અને અહીં તો તરત જ નક્કી કરી લે કે ખુરશી પર પ્રતિક્રમણ કરવું એના કરતાં ન કરવું સારું. આપણે એને થોડું વેઠીને પણ નીચે બેસીને પ્રતિક્રમણ કરવાની વાત કરી - એને તો અડે જ નહિ. આપણા પ્રતિક્રમણમાં બેસવાનું ઓછું આવે છે, ઊભાં ઊભાં કરવાની ક્રિયા વધારે છે તો આમાં વાંધો શું ? આપણે ક્રિયા સાથે મેળ બેસાડવા મહેનત ઘણી કરીએ છીએ પણ ભગવાને બતાવેલ વિધિ સાથે તાલ મેળવવાનો કોઈ પ્રયત્ન જ નથી. દુઃખ વેઠવાનો અધ્યવસાય બિલકુલ કેળવ્યો જ નથી. શાસ્ત્રકારો કહે છે કે દુ:ખ વેઠવાના અધ્યવસાય વિના ભગવાનના શાસનની એકે ક્રિયા વિધિ મુજબ થઇ શકે નહિ. તમારા હાથમાંથી હીરા પડી ગયા હોય તો ઊભા ઊભા જુઓ, ખુરશી ઉપર બેસીને જુઓ કે નીચે બેસીને વાંકા વળીને જુઓ ? કમ્મરનો દુઃખાવો થતો હોય તો હીરા જતા કરો ? હીરા કીમતી કે ધર્મ કીમતી ? પ્રતિક્રમણમાં ન વળાય ને ? સવ ત્યાં મન ચાલાકી કરે કે ભાવ સારો છે, પણ...
તમારી ચાલાકી લોકો આગળ ચાલશે, કર્મસત્તા આગળ નહિ ચાલે. મારા ગુરુમહારાજ કહેતા હતા કે કર્મસત્તા અને ધર્મસત્તાને પરસ્પર સમજૂતી થયેલી છે. જે ધર્મસત્તાને આધીન ન થાય તેને પોતાની પાસે મોકલી આપવાનો કરાર કર્મસત્તાએ કરેલો છે. ધર્મસત્તાને કર્મસત્તાએ કહ્યું છે કે તારું જે ન માને તેને મારે તાબે સોંપી દેજે, તેને હું સીધોદોર કરી દઇશ. જે ધર્મસત્તાનું કહ્યું માને તે જ કર્મસત્તા આગળ જય પામે. ધર્મ કરવો હોય તો દુ:ખ વેઠવાનો અધ્યવસાય કેળવી જ લો. આજે આ અધ્યવસાય ન હોવાથી જ આપણે ધર્મ કરવા છતાં ધર્મના ફળથી વંચિત રહીએ છીએ. ધર્મ માટે પ્રાણ છોડે પણ ધર્મ ન છોડે. આટલી દુ:ખ વેઠવાની તૈયારી તો પહેલા ગુણઠાણે ચોથી દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. આપણે તો શ્રાવક છીએ ને સાધુ છીએ ને ? ધર્મ કરવા છતાં ધર્મનું ફળ પામી ન શકીએ - એની ચિંતા થાય ને ? શાસ્ત્રમાં ત્રણ પ્રકારના યોગ બતાવ્યા છે. સારામાં સારા સદ્દગુરુનો યોગ થવો તે યોગાવંચક યોગ, ત્યાર બાદ ગુરુનિશ્રાએ સારામાં સારી વંદનાદિ ક્રિયા કરવી તે ક્રિયાવંચક યોગ અને એ ક્રિયાઓના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૭૩
Page #91
--------------------------------------------------------------------------
________________
ફળરૂપે સાધુપણું કે મોક્ષ પ્રાપ્ત કરવો તે ફલાવંચક યોગ છે. આજે ક્રિયાઓ સારામાં સારી કરવા છતાં આપણે ફળમાં ઠગાયા હોઇએ તો આ ક્રિયાઓ કરતી વખતે દુ:ખ વેઠી લેવાનો અભ્યાસ ન હોવાના કારણે ઠગાયા છીએ. ગુરુનો વિનય કરવો હશે તો દુઃખ વેઠી લેવું છે. ગુરુ કરતાં આસન કદમાં પણ ઊંચું ન હોવું જોઇએ અને મૂલ્યમાં પણ ઊંચું ન હોવું જોઇએ. માત્ર આસન જ નહિ કામળી, પેન, ચશ્મા વગેરે કોઇ પણ વસ્તુ મૂલ્યમાં ગુરુની વસ્તુ કરતાં ચઢિયાતી ન હોવી જોઇએ. ધર્મ કરતી વખતે દુ:ખ ભોગવવું જ જોઇએ અને દુઃખ ભોગવવાના અધ્યવસાય વિના ધર્મ થાય નહિ : આ વસ્તુ મગજમાંથી નીકળી ગઇ છે માટે આપણે ગુર્વાદિકનો વિનય સાચવી શકતા નથી. કોઇ પણ ક્રિયા કરતી વખતે સ્થાન-મુદ્રાની શુદ્ધિ જોઇએ. ગુરુ પાસે જે મુદ્રામાં બેસીએ તે મુદ્રા કામવર્ધક ન હોવી જોઇએ તેમ જ અસ્થિર પણ ન હોવી જોઇએ, તે માટે ‘અકુએ’ અને ‘થિરે’ જણાવ્યું છે. હીંચકા જેવા આસન પર ન બેસવું, તેમ જ શરીરના પણ અમુક અંગો હલાવવાં આ કામવર્ધક આસન છે, એવા આસને સાધુ ન બેસે. આપણી મુદ્રા એવી હોવી જોઇએ કે પોતે પણ શાંતરસમાં ઝીલે અને સામો પણ શાંતરસમાં ઝીલે. એના બદલે આપણું આસન જ એવું હોય કે આપણી અથવા તો બીજાની પણ અંદર પડેલી વાસનાઓ ઊભી થાય તો તેવું આસન કર્મબંધનું જ કારણ હોવાથી અવિનયનું આચરણ છે. આગળ જણાવે છે કે સાધુ સ્થિર આસને બેઠા પછી વારંવાર ઊઠવાનું કામ ન કરે તેથી ‘અપ્પુઢ્ઢાઇ' જણાવ્યું અને નિરર્થક- પ્રયોજન વિના-ઊઠે નહિ, તે જણાવવા માટે ‘નિરુદ્વાઇ’ જણાવ્યું. ગુરુની નિશ્રા મળ્યા પછી ત્યાં સ્થિરતાથી ચોંટી રહેવું છે, ત્યાંથી ખસવું નથી. તેમ જ સાધુની બેઠક સુખશીલતાની સૂચક ન હોય તે જણાવવા ‘અપ્પકુક્કુએ' જણાવ્યું. જાણે આરામ કરવા બેઠો હોય - એવું આસન ન જોઇએ. બેઠા પછી પગ ઊંચોનીચો કર્યા કરે, આજુબાજુ જોયા કરે, હાથ ઊંચોનીચો કરે, શરીરના કડાકા મોડે... આ બધા જ અવિનયને સૂચવનાર બેઠક સાધુની ન હોય. આ તો બેસે જ એ રીતે કે ઊંઘ ન આવતી હોય તો ય આવી જાય. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ન
૧૭૪
શાસ્ત્રકારો કહે છે કે સાધુની બેઠક એવી અપ્રમત્તતાને સૂચવનારી હોય કે ઊંઘ આવતી હોય તોય ઊડી જાય. અહીં તમે તમારી ઇચ્છાથી આવ્યા છો ને ? સાંભળવા માટે જ આવ્યા છો ને ? તો ઊંઘ શેની આવે છે ? નાહીધોઇને ચા-નાસ્તો કરીને આવ્યા છો તો ઊંઘ ઉડાડીને જ આવ્યા છો ને ? તો શા માટે ઝોકાં ખાવાનાં ? આ તો ઊંઘે અને કોઇ જગાડે તો કહે કે ઊંઘતો નથી, ધ્યાનથી સાંભળું છું - આવાનું ઠેકાણું ક્યાંથી પડે ? આચાર્યભગવંત આપણું અનુશાસન કરવા તત્પર હોય તો આપણે અવિનય કરીને ઉપેક્ષા નથી કરવી. આમ પણ મરવાનું જ છે અને તેમ પણ મરવાનું જ છે તો ભગવાનનો ધર્મ કરીને મરવું શું ખોટું ? અધર્મ કરવા છતાં તકલીફ જતી ન હોય તો ધર્મ માટે તકલીફ વેઠી લેવામાં વાંધો શું ? અંતે તો જેટલું શરીરને કસીશું એટલું ફળ સારું મળશે. શાસ્ત્રમાં કહ્યું છે કે વેઠવુ:નું મહાતમ્ । શરીરને કષ્ટ આપીશું તો ઘણું ફળ મળશે . શરીરને જેટલું સાચવીશું એટલું ફળ દૂર જશે. ભગવાનના પરમતારક વચન સાથે તાદાત્મ્ય કેળવવા માટે શરીરને-મનને જેટલું કસવું પડે કે ઘસવું પડે તેમાં એકાંતે કલ્યાણ છે.
काण निक्खमे भिक्खू कालेण य पडिक्क मे । अकालं च विवज्जित्ता काले कालं समायरे ॥१-३१॥
સાધુભગવંતો ગુરુ પાસે કેવી રીતે બેસે તે વાત આપણે જોઇ ગયા. ગુરુ કરતાં બહુમૂલ્યવાળી વસ્તુ શિષ્ય ન વાપરે. ગુરુ પાસે અસ્થિર આસન ઉપર ન બેસે અને સ્થિર આસન ઉપર પણ પોતે અસ્થિર ન થાય તે આપણે જોયું. જે વસ્તુ ગુરુને કામ લાગે એવી ન હોય તેવી વસ્તુ આપણે વાપરીએ – એ જુદું પણ ગુરુને કામ લાગે એવી વસ્તુ એમના કરતાં આપણી ચઢિયાતી ન હોવી જોઇએ. તે જ રીતે ચલાયમાન આસન કે ચલિત એવી બેઠક કામવર્ધક છે. આસન પણ ચલાયમાન ન હોવું જોઇએ અને આપણે પણ ચલાયમાન ન થવું. સાધુને આઠ-દસ કલાક એક આસને બેસવું હોય તો મજેથી બેસી શકે એવું તેમનું શરીર કેળવાયેલું હોય. બે-ચાર કલાક શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૭૫
Page #92
--------------------------------------------------------------------------
________________
થાય એટલે ઊઠીને ફરી આવે, પગ છૂટો કરી આવે - એવો સાધુ ન હોય. ગોચરીપાણી માટે કે વૈયાવચ્ચ માટે ઊઠવું પડે - એ જુદી વાત. બાકી વચ્ચે થોડો આરામ લેવા માટે આસન છોડીને ન જાય. અત્યંત અગત્યનું કામ આવે પછી જ આસનેથી ઊઠે. તમારી ભાષામાં કહીએ તો દસ કામ ભેગાં થાય ત્યારે એક વાર ઊભા થવું. આ આળસુની વાત નથી. આસનસ્થિરતાની અને એકાગ્રતાની વાત છે. આ તો આળસના કારણે ઊઠે નહિ અને “અપ્પઢાઇ'ને આગળ કરે - આવી માયા નહિ કરવાની. એ જ રીતે ફરવાના બહાને બહાર જાય અને ચૈત્યપરિપાટીને આગળ કરે એ પણ ન ચાલે. ચૈત્યપરિપાટી કરવી હોય તો મધ્યાન્હેં જવાનું. સવારના પહોરમાં સુત્રપોરિસિ કે અર્થપોરિસિનો વ્યાઘાત કરીને કામળીના કાળમાં જવાનું વિધાન નથી. આજે તો અમારા સાધુ મહાત્મા પાટ ઉપર બેસીને કહેવા લાગ્યા કે “આપણો જૈન ધર્મ એકદમ પ્રેક્ટિકલ છે. પંદર દિવસે ઉપવાસ કરીએ તો પેટનો મળ સાફ થઇ જાય. છ મહિને નવ આયંબિલ કરીએ તો ઋતુચક્ર ફરતું હોવાથી શરીરનું આરોગ્ય જળવાઈ રહે.' ભગવાને તપ, આહારની – શરીરની મમતા ઉતારવા માટે અને કર્મનિર્જરા માટે કરવાનો કહ્યો છે. જ્યારે આ પેટ સાફ કરવો અને શરીરનું આરોગ્ય સુધારવા માટે ધર્મ કરવાની વાત કરે ! ક્યાંથી મેળ ખાય ? તમે ધર્મ અનુષ્ઠાનમાં સમજી બેઠા છો, ઇચ્છામાં ધર્મ સમજી બેઠા છો. શાસ્ત્રકારો કહે છે કે ધર્મ અનુષ્ઠાનમાં નથી, ઇચ્છામાં નથી, શરીરના આરોગ્યમાં નથી, ભગવાનની આજ્ઞામાં છે : આ વસ્તુ ક્યારે સમજાશે ? તપ તપની રીતે કરવાનો અને દર્શન પણ દર્શનની રીતે કરવાનાં દર્શનમાં ભગવાનનું દર્શન નથી કરવાનું, ભગવાનની આજ્ઞાનું દર્શન કરવાનું છે. દર્શનમાં સમ્યગ્દર્શન સમાયેલું છે. દર્શન કે તપ ચારિત્રમોહનીયની નિર્જરા માટે છે. એક વાર ચારિત્રમોહનીય જાય તો અંતર્મુહૂર્તમાં જ્ઞાનાવરણીયાદિ ત્રણે પ્રકૃતિ જતી રહે છે. સાધુપણામાં પંદર કલાક સ્વાધ્યાય કરવાનો છે તે પણ જ્ઞાનાવરણીયના ક્ષય માટે નથી, અવિરતિને તોડવા માટે છે. અવિરતિનો અંશ પણ ઉપાદેય લાગી ન જાય અને અવિરતિનો સર્વથા ૧૭૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
નાશ થાય, ચારિત્રમોહનીયનો સર્વથા નાશ થાય તે માટે આ સ્વાધ્યાય બતાવ્યો છે. એકસો અઠ્ઠાવન પ્રકૃતિમાં આ લોભમોહનીય સૌથી ભયંકર છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ને અંતરાયની મળીને ચૌદ પ્રકૃતિ બારમે ગુણઠાણે એકી સાથે જાય છે અને આ લોભમોહનીયના તો ટુકડે ટુકડા કરી નાંખ્યા પછી પણ તેને ખપાવવા માટે એક સ્વતંત્ર ગુણઠાણું રાખ્યું છે. આના ઉપરથી પણ ચારિત્રમોહનીયની બલવત્તા જણાઇ આવે છે ને ? ચારિત્રમોહનીયના ક્ષય માટે આ સ્વાધ્યાય અને આસનની સ્થિરતા જણાવી છે. સાધુ નિમ્પ્રયોજન ઊઠે નહિ. નિષ્કલારંભ એ તો ભવાભિનંદીનું લક્ષણ છે, એ લક્ષણ સાધુમાં ન દેખાય. આજે તો બિનજરૂરી પ્રવૃત્તિ વધતી ચાલી છે. શાસ્ત્રકારો કહે છે કે સ્વાધ્યાય કરીને, જ્ઞાન મેળવીને રાગ મારવાનો છે. એના બદલે આજે અમે તો અમારા ભણતરનો ઉપયોગ ભગતના રાગને પુષ્ટ કરવા માટે કરવા માંડ્યા. ભણાવવાના કારણે જાણે ક્ષેત્ર પર, ભગત પર, મુમુક્ષુ ઉપર પોતાનો અધિકાર સ્થાપિત કરવાનો પરવાનો મળી ગયો. આ બધું બરાબર નથી – એટલું યાદ રાખો. જ્ઞાનથી રાગ ન મરે, તોપણ પુષ્ટ તો ન જ કરવો જોઇએ.
પૂર્વની ગાથામાં જોયું કે સાધુ નિષ્કારણ ન ઊઠે, એની સાથે એટલું યાદ રાખવું કે પ્રયોજન ઉપસ્થિત થાય તો તે તે કાળે ઊભો થયા વિના ન રહે. આથી જ ભિક્ષા વગેરે માટે કાળે જ જવાનું જણાવ્યું. જે કાળે જે અનુષ્ઠાન કરવાનું જણાવ્યું છે તે કાળે તે કાર્ય કરવા માટે ગુરુ પાસેથી ઊભા થવું - આ પણ એક વિનય છે. શાસ્ત્રકારોએ કાળ ઉપર જેટલો ભાર આપ્યો છે એટલી જ આપણે એની ઉપેક્ષા કરીએ છીએ ને ? ઇચ્છા મુજબ અનુષ્ઠાન કરવા તૈયાર થવું તે ધર્મ કરવાનું લક્ષણ નથી. આજ્ઞા પાળવા માટે તૈયાર થયું છે. ઇચ્છા મુજબનો ધર્મ ગમે છે માટે જ કાળ સચવાતો નથી. આ તો સવારના પહોરમાં પૂજાનાં કપડાં પહેરીને આવે. પૂજા કરી લે, વંદન-પચ્ચખાણ કરી લે, જિનવાણી શ્રવણ કરીને ઘરભેગો થાય. આમાં અનુષ્ઠાન તો થઇ જાય પણ આજ્ઞા પાળવાની બાકી રહી જાય છે : આની તરફ નજર જ નથી જતી ને ? ભગવાનનો સાધુ ગુરુનું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૭૭
Page #93
--------------------------------------------------------------------------
________________
માનનારો હોય, મોહનું નહિ. એ જ રીતે જેને સાધુ થવું છે તે પણ મોહનું ન માને, ભગવાનનું માને.
ભગવાનનો સાધુ આહાર માટે ભિક્ષાચના કાળે એટલે ત્રીજા પ્રહરે જ જાય. અહીં માત્ર આહારની વાત કરી છે. કારણ કે વડી કે લઘુનીતિ શરીરને આધીન હોવાથી તેનું નિયમન અહીં જણાવ્યું નથી. બાકી નીહારનો કાળ પણ ત્રીજા પ્રહરનો છે. સાધુભગવંતો અકાળે કોઇ કાર્ય ન કરે, પણ કાળે કર્યા વિના તો ન જ રહે સ0 સાધુસાધ્વીથી નવકારશી ન કરાય ?
સાધુસાધ્વીને નવકારશીની રજા નથી, અસહિષ્ણુને નવકારશીની રજા છે. સાધુસાધ્વી, સાધુસાધ્વી છે માટે નવકારશી નથી કરતો, અસહિષ્ણુ છે માટે નવકારશી કરે છે. દવા સાજો લે કે માંદો લે ? સાધુસાધ્વીને અકાળે ભૂખ લાગે જ નહિ. લાગે તો સહન કરે. સહન ન થાય ત્યારે નવકારશી કરે. સાધુસાધ્વી સહિષ્ણુ બનવા માટે જ પ્રયત્નશીલ હોય. એથી જ ત્રીજા પ્રહરે ભિક્ષા માટે નીકળે. નિર્દોષ આહાર લેવા માટે પણ અકાળે ન જવાય. દોષિત આહારમાં પાપ ઘણું છે, પરંતુ ભગવાનની આજ્ઞા ન માનવામાં મહાપાપ છે. નિર્દોષ આહાર પણ ભગવાનની આજ્ઞા મુજબ જ કરવાનો. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં કાળ ત્રીજી હોવા છતાં પણ અહીં કાળની વાત કરી છે તેનું કારણ એ છે કે આ ચારમાંથી અનાદરની શરૂઆત કાળના અનાદરથી થાય છે. અકાળે કરવાથી પણ થોડોઘણો લાભ તો થાય છે ને ? આવી બધી દલીલ ના કરશો... આપણી ઇચ્છા મુજબ ક્રિયા કરવાથી કદાચ અકામનિર્જરા થશે, થોડોઘણો આશ્રવ રોકાશે તો દેવલોકાદિનાં સુખો મળશે, પણ તેનાથી નિસ્તાર ન થાય. જેનાથી સમ્યગ્દર્શન ન મળે, અવિરતિ ન ટળે, ચારિત્ર ન મળે, મોક્ષ ન મળે - એ ક્રિયામાં લાભ છે – એવું ક્યાંથી કહેવાય ? તેથી થોડું શાંતિથી વિચારો. સાધુભગવંતને અત્યંત જરૂરી એવી આહારની પ્રવૃત્તિ પણ અકાળે ન થતી હોય તો, તમારે થોડીઘણી પણ જે ધર્મક્રિયા કરવાનો અવસર આવે તો અકાળે નથી જ કરવી. પર્વના દિવસો આરાધના માટે છે. આરાધના ૧૩૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ભગવાનની આજ્ઞામાં છે, આપણી ઇચ્છા મુજબની ક્રિયામાં નહિ. સાધુ ભિક્ષાના કાળે જાય અને ગમે ત્યારે આવે તો ન ચાલે. નિર્દોષ લેવા માટે ફરફર કરે અને ત્રીજો પ્રહર વીતી જાય એ ન ચાલે. વહોરીને આવ્યા પછી વાપરવાનો, વાપરીને ચંડિલભૂમિએ જવાનો સમય રહે અને એ ક્રિયા ત્રીજા પ્રહરમાં જ પૂરી થાય એ રીતે પાછા ફરવાનું. સ0 નિદૉષ આહાર ન મળે તો ?
તો પાછા ફરવાનું ને ઉપવાસ કરવાનો. તમે પણ શું કરો ? ધંધો ન થાય તો રાત્રે નવ વાગે દુકાન બંધ કરીને પાછા આવો ને ? સ0 અમે તો ઉધાર પણ લઇ આવીએ.
અહીં પણ ગુરુકુળવાસમાં રહ્યા હોય તેને ભૂખ્યા રહેવાનો વખત ન આવે, બીજા સાધુ ગોચરી લાવી આપે. એકલા રહે એને ભૂખ્યા રહેવાનો વખત આવે. ગુરુકુળવાસમાં બધી જ અનુકૂળતા છે, પણ અનુકુળતા ભોગવવા માટે ગુરુકુળવાસમાં નથી રહેવાનું. આજ્ઞા માનવા માટે રહેવાનું છે – એટલું યાદ રાખવું.
परिवाडिए न चिट्ठिज्जा भिक्खू दत्तेसणं चरे । पडिरूवेण एसित्ता मियं कालेण भक्खए ॥१-३२॥
શ્રાવકો આગળ આ સાધુના આચારનું વર્ણન સાધુસાધ્વીની ટીકા માટે નથી કરવામાં આવતું. શ્રાવકને સાધુ થવાનું મન હોવાથી સાધુ થઇને કેવી રીતે જીવવાનું છે – એ વિચારમાં જ રમ્યા કરે તે માટે આ બધું વર્ણન છે. ‘આપણું કામ નહિ' એવો વિચાર કરનારા અવિરતિના વિચારમાં જ રમવાના. એના બદલે ‘હું કેમ કરી ન શકું' એવા પરિણામને કેળવી લઇએ તો સાધુપણાના વિચારમાં રહી શકીએ. સાધુભગવંતોને સતત સ્વાધ્યાય આદિમાં રહેવાનું વિધાન કર્યું છે – એ પણ એટલા માટે જ કર્યું છે કે જેથી તેમનું ચિત્ત વિરતિના પરિણામમાં રહે અને અવિરતિમાં પાછું જતું ન રહે. એ જ રીતે તમને પણ વિરતિના પરિણામ જાગે, વિરતિ પ્રત્યે પ્રેમ જાગે તેના માટે અહીં આપણે વિરતિની કથા કરવાનું શરૂ કર્યું છે. આ કથાથી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૭૯
Page #94
--------------------------------------------------------------------------
________________
વિરતિનું પાલન ઓછુંવધતું કરનારની નિંદા કરવાનું બનશે - આવો ભ્રમ મગજમાંથી કાઢી નાંખજો. સારામાં સારી ગાડીનું વર્ણન કોઇ કરે તો એ ગાડી લેવાનું તમને મન થાય કે જેની પાસે એવી ગાડી ન હોય તેની નિંદા કરવાનું મન થાય ? સાધુપણું આટલું સુંદર છે એ જેને સમજાય તેને સાધુપણું લેવાનું મન થાય ને ? કે જે સાધુપણું આ રીતે પાળતા ન હોય તેની નિંદા કરવાનું મન થાય ? તમારા વિચાર ચોવીસે ય કલાક સાધુપણાના આચારોથી પરિકર્મિત બને તે માટે આ વર્ણન છે. ભગવાનના શાસનનો સાર એકમાત્ર આ ચારિત્ર જ છે. આ ચારિત્રની વાત ગમે ને ? સ0 સાંભળવાની તો ગમે છે, પણ આચરવાની શક્તિ નથી.
એ પણ સાચું છે ? જો સાંભળવાનું ગમતું હોય તો અહીંથી પાછા જવું જ નથી. દુનિયામાં જે વસ્તુ સારી છે એવું સાંભળ્યું તેની પાછળ દોટ મૂકી ને ? તમારી શક્તિ અને તમારા સત્ત્વની તો કોઇ વાત થાય એવી નથી. પરણ્યા પછી કેટલી ઉપાધિ વધવાની છે એ ખબર હોવા છતાં તે નભાવવાની તૈયારી સાથે પરણ્યા ને ? ક્ષણિક સુખ ખાતર આખા ગામની ઉપાધિ માથે લીધી ને ? જો સંસારના નહિ-જેવા સુખ ખાતર પણ આટલું દુ:ખ વેઠવાની તૈયારી હોય તો મોક્ષ માટે સાધુપણાનાં દુઃખ તો આની સામે કોઇ વિસાતમાં નથી. સુધર્માસ્વામીજીએ પણ જંબુસ્વામીજીને કહ્યું હતું કે - આ સંસારનું સુખ તો ક્ષણિક છે, છતાં તેના માટે કેટલું બધું દુઃખ વેઠવું પડે છે, જયારે મોક્ષનું સુખ તો આના કરતાં અનંતગણું છે અને એની અપેક્ષાએ સાધુપણાનાં દુઃખો તો અનંતમાં ભાગે છે, આટલા દુ:ખમાં આઘાપાછા શા માટે થવું ? દુ:ખે તો પાપના ઉદયથી આવે છે, સાધુપણું લેવાના કારણે નહિ, શક્તિ નથી - આ તો અપ્રમાણિકતા છે. શક્તિ છે, પણ ફોરવતા નથી – આ જ વાસ્તવિકતા છે. શક્તિ સામે જોયા કરશો તો જિંદગીમાં ભક્તિ નહિ આવે અને ભક્તિ સામે નજર કરશો તો શક્તિ આપોઆપ આવશે. સ0 દીક્ષા ગમે, દીક્ષા લેનારા ગમે, દીક્ષા લેનારને માન આપવાનું
ગમે... આ કાંઇ ઓછું છે ? ૧૮૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
આ બધું તમને વધારે લાગે છે – એ જ ખોટું છે. દીક્ષા લેવાનું ગમે એ જ પ્રામાણિકતા છે. તમારે ત્યાં આવું બોલો છો ખરા ? ધન ગમે છે, ધનવાન ગમે છે, ધનવાનને માન આપવાનું ગમે છે - એમ કહો કે કમાવા બેસી જાઓ ? જે કાંઇ તકલીફ છે તે શ્રદ્ધાની છે. અગ્નિ બાળે છે, પાણી ડુબાડે છે, વિષ મારે છે, આ શ્રદ્ધા જેવી છે – એવી સંસાર દાવાનલ છે' - એમાં નથી ને ? આ સંસારમાં બીજાને દુઃખ ન આપવું હોય તો પ્રામાણિકતા કેળવવી જ પડશે. આ તો બજારમાં ભાવ ગગડે તો ય નુકસાની વેઠવા તૈયાર ન થાય. સ0 વાણિયાનો દીકરો નુકસાનીનો ધંધો ન કરે !
વાણિયાનો દીકરો જ નુકસાની વહોરી લે પણ લુચ્ચાઇ ન કરે. આપણે પડીએ તો આપણને જ વાગે ને ? એ નુકસાની આપણે જ વેઠવી પડે ને ? આપણી નુકસાની આપણે જ વહોરી લેવાની. એમાં બીજાને ભાગીદાર બનાવવાની જરૂર નથી. આ તો લુચ્ચાઇ છે અને વાણિયાનો દીકરો લુચ્ચાઇ ન કરે.
આપણે જોઇ ગયા કે સાધુભગવંતો દરેક સામાચારી તે તે કાળે જ કરે. હવે કાળ ઉપર આટલો આગ્રહ શા માટે રાખવાનો ? તે માટે જણાવે છે કે જેમ ખેતી જે કાળે કરવાની હોય તે કાળે કરવામાં ન આવે તો તે ખેતી ફળદાયી બનતી નથી. તેમ અકાળે કરેલું અનુષ્ઠાન પણ ફળદાયી બનતું નથી. સવારે પ્રતિક્રમણ પણ સૂર્યોદયના સમયથી કલાક કે પોણો કલાક પહેલાં કરવાનું પ્રતિક્રમણ પડિલેહણ કર્યા બાદ છેલ્લે દાંડાની પડિલેહણ સૂર્યોદય વખતે આવે એ રીતે પ્રતિક્રમણ શરૂ કરવું. ચાર વાગે ઊઠ્યા પછી પણ સ્વાધ્યાય કરવાનો, પ્રતિક્રમણ કરવા નહિ બેસવાનું પ્રતિક્રમણ તો એના સમયે જ કરવાનું . સ0 ચાર વાગે પ્રતિક્રમણ કરીએ તો તે પ્રતિક્રમણ ન કહેવાય ?
તમને એક વાગે જમવાનું આમંત્રણ આપ્યું હોય ને તમે અગિયાર વાગે જાઓ તો જમણવારમાં હાજરી આપી કહેવાય ? ડૉક્ટરે જે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૮૧
Page #95
--------------------------------------------------------------------------
________________
એપોઇન્ટમેન્ટ આપી હોય તેના કરતાં વહેલા પહોંચી જાઓ તો તમારી ચિકિત્સા થઈ જાય ? ત્યાં સમજાય ને અહીં શંકા પડે તેનું કારણ ? સ0 સૂર્યોદય પછી પ્રતિક્રમણ કરાય ?
તમે સ્ટેશને મોડા પહોંચો તો ગાડી મળે ? આ તો તમને કાળનું મહત્ત્વ બતાવવા માટે છે. જે કાંઇ કરો તે કાળે જ કરવાનું છે. અકાળે અનુષ્ઠાન કરવાની ના છે, અનુષ્ઠાન કરવાની ના નથી – એટલું ખાસ યાદ રાખવું. તમને લોકોને વિધિમાર્ગ આગ્રહપૂર્વક સમજાવવામાં આવે છે તે તમારા અનુષ્ઠાનમાંથી અવિધિ દૂર કરવાના આશયથી કરવામાં આવે છે, તમારા અનુષ્ઠાનને બંધ કરાવવાના આશયથી નહિ. આજે અવિધિપૂર્વકના અનુષ્ઠાનમાં પણ ક્રિયા થયાનો આનંદ-સંતોષ છે પણ અવિધિનો રંજ નથી : આમાં સુધારો કરવા માટે આ વિધિની દેશના છે. વિધિ મુજબ કોઇ સંયોગોમાં ન કરીએ તોપણ વિધિનો આગ્રહ બંધાય અને અવિધિની ઉપેક્ષાના બદલે અવિધિની સાચી ખટક પેદા થાય તે માટે આ દેશના છે.
શાસ્ત્રકારોએ દ્રવ્ય, ક્ષેત્ર, ભાવની વાત ન કરતાં ‘કાલે કાલું સમાચરેતુ” કહ્યું છે તેના ઉપરથી પણ એ સમજાય છે કે કાલનું ઉલ્લંઘન કે કાળનો અનાદર કરવામાં આવે તો દ્રવ્યાદિની પણ ઉપેક્ષા કર્યાનો દોષ લાગવાનો જ છે. દ્રવ્ય સારામાં સારું હોય, ક્ષેત્ર સારું હોય, ભાવ સારો હોય પણ કાળ ન સાચવે તો સારા દ્રવ્યાદિ પણ સારા નથી રહેતા. ચારે ચાર મહત્ત્વના હોવા છતાં કાળની વાત અહીં કરી છે તેનું કારણ એ જ છે કે દ્રવ્યાદિની ઉપેક્ષા ન કરનારા પણ કાળની ઉપેક્ષા મજેથી કરતા હોય છે. બાકી આપણે ભગવાનની આજ્ઞાની એક પણ રીતે ઉપેક્ષા કરવી નથી. કાળ જો સાચવવામાં ન આવે તો એક અનુષ્ઠાન બીજા અનુષ્ઠાન સાથે ટકરાયા વગર નહિ રહેવાનું. માટે કાળ પહેલાં સાચવી લેવો છે.
- હવે ભિક્ષાએ જવાનો વિધિ જણાવતાં કહે છે કે સાધુ પરિપાટીમાંક્રમમાં એટલે કે લાઇનમાં ઊભા ન રહે, આજે ઘણી તકલીફ છે. શહેરોમાં બહુ વાંધો ન આવે પણ પાલિતાણા વગેરેમાં ગોચરી માટે લાઇનમાં ઊભા રહેવાનો વખત આવે. ત્યારે એ રીતે ઊભા રહીને ગોચરીએ ન જાય.
ગોચરીની વાત તો ઠીક છે બાકી પાણી વહોરવા જતી વખતે કે આયંબિલનું વહોરવા જતી વખતે તો શહેરોમાં પણ લાઇનમાં ઊભા રહેવાનો વખત આવે. તમારી આગળ આ બધું કહેવાનો આશય એક જ છે કે તમને સાધુસાધ્વીની ભક્તિ કેવી રીતે કરવી - તેનો ખ્યાલ આવે. સાધુસાધ્વીને લાઇનમાં ઊભા રહેવાનો વખત ન આવે એ રીતે ભક્તિ કરવી જોઇએ. આજે તમારે ત્યાં ધન વધતું જાય પણ ઉદારતા ઘટતી જાય છે. દુ:ખ ભોગવીને ધર્મ કરવો તેનું નામ ઉદારતા અને સુખ ભોગવીને ધર્મ કરવો તેનું નામ કૃપણતા. સાધુસાધ્વીને આયંબિલખાતામાં લાઇનમાં ઊભા રહેવું પડતું હોય તો તેવાં આયંબિલ ન કરવાં અથવા ભિક્ષાચરોનો કાળ વીતી ગયા પછી જવું. અમારે ત્યાં તો જૂના મહાત્મા કહેતા કે આયંબિલખાતે સાધુસાધ્વીથી વહોરવા ન જવાય. કારણ કે આયંબિલખાતામાં જે રસોઇ થાય છે તે આયંબિલવાળા માટે થાય છે, તેમાં સાધુસાધ્વીની ગણતરી હોય છે માટે સાધુસાધ્વીથી ત્યાં ન જવાય. આજે તો તમને પણ નિયમ આપવો છે કે કોઇના ઘરે જમવા ન જવું. આયંબિલ પણ ઘરે કરવાનું અને કોઇ જમણવારમાં કે કોઇના ઘરે જવું નથી. આપણે આપણા ઘરે જ વ્યવસ્થા કરવી. સાધર્મિકભક્તિ કરવાની ના નથી, પણ ભક્તિ લેવાની ના છે. તમારી કુંપણતા ટાળવા માટે અને ખાવાનો લોભ ટાળવા માટે વાત છે. બીજાના ઘરે મિષ્ટાન્ન જમવા જવામાં વ્યવહાર સચવાઇ જશે, પણ સાથે તમારો લોભ પુષ્ટ થાય છે - એ તમને દેખાતું નથી ! એ જ રીતે બીજાને જમાડવાનું પણ એટલા માટે છે કે જેથી કુપણતાદોષ ટળે, આપણે કુપણતાના કારણે બીજાની ભક્તિ કરતા નથી અને લોભના કારણે બીજાની ભક્તિ હોંશે હોંશે સ્વીકારીએ છીએ - આ બે દોષ કાઢવા આ નિયમ આપવો છે. સાધુ લાઇનમાં ઊભા ન રહે તેમ જ એષણા સમિતિમાં ચિત્ત આપીને વહોરવાનું કામ કરે. ગોચરી વહોરતી વખતે ગ્રામૈષણા, ગ્રહëષણા કે ગવેષણાના બેંતાલીસ દોષો ટાળીને જ પ્રવૃત્તિ કરવાની, સાધુ વહોરવા આવે ત્યારે લાઇટ કે પંખો ચાલુ હોય તો બંધ ન કરવા અને બંધ હોય તો ચાલુ ન કરવા. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૮૩
૧૮૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #96
--------------------------------------------------------------------------
________________
સ0 ચાલુ હોય ને બંધ કરીએ તો વિરાધના ઓછી થાય ને ?
પરંતુ એ વખતે સાધુના નિમિત્તે જે જીવોને તમે વહેલા મારી નાંખો તેનું પાપ અમને લાગે. ચાલુ રાખવામાં વિરાધના છે, પરંતુ તે વિરાધના તો તમારા નિમિત્તે ચાલુ હતી, તેમાં સાધુને દોષ નથી. તમે વિરાધનામાં બેઠા છો, છતાં અમારા નિમિત્તે વિરાધના કરો તો અમને દોષ લાગે. જીવ મરવાના કારણે દોષ લાગે છે એવું નથી, એના મરણમાં નિમિત્ત બનવાના કારણે પાપ લાગે છે. અષ્ટકપ્રકરણમાં શિષ્ય શંકા કરી છે કે આયુષ્યકર્મ પૂરું થવાથી જીવ મરે તેમાં મારનારને હિંસા કેમ લાગે ? ત્યારે આચાર્યભગવંતે જવાબ આપ્યો કે આયુષ્યકર્મ પૂરું થવાના કારણે જીવ મરતો હોવા છતાં તેના મરણમાં નિમિત્ત બનવાના કારણે દોષ લાગે છે. જો મારવાનો ભાવ ન હોય તો શસ્ત્ર વગેરે હાથમાં શા માટે છે ? તેથી મારનારને જે મારવાનો ભાવ છે તેના કારણે દોષ લાગે છે. આ રીતે વિરાધનાનું સ્વરૂપ સમજો તો તમે પણ નિર્દોષ ભિક્ષા વહોરાવી શકશો. હવે આગળ જણાવે છે કે મહાપુરુષોના પ્રતિરૂપ વડે ભિક્ષા ગ્રહણ કરવી. અર્થાત્ મહાપુરુષોએ જે રીતે ભિક્ષા ગ્રહણ કરી હતી તે રીતે ભિક્ષા લેવી. મહાપુરુષો એષણાના દોષો ટાળવામાં જરા પણ પ્રમાદ કે ઉપેક્ષા સેવતા ન હતા. તેમ સાધુ પણ પૂર્વપુરુષોને અનુસરી નિર્દોષ ભિક્ષાચર્યાને સેવે. આ જ આશયથી સાધુભગવંતોને સવારે સજઝાય કર્યા પછી આદેશ લેવાનો વિધિ છે. આખા દિવસમાં જે કાંઇ આહારવસ્ત્રપાત્રવસતિ વગેરેનું ગ્રહણ કરવાનું છે તે પૂર્વપુરુષો - પૂર્વસૂરિઓએ જે રીતે ગ્રહણ કર્યું છે તે રીતે જ ગ્રહણ કરવાનું છે. આ રીતે જે આહારાદિ લેવામાં આવે તે જ લાભમાં ગણાય છે. પોતાની ઇચ્છા મુજબ ગ્રહણ કરેલા આહારાદિ લાભનું કારણ બનતા ન હોવાથી લાભમાં ગણાતા નથી. આ આદેશમાં છેલ્લે શય્યાતરનું ઘર પણ ગુરુ પાસેથી જાણવાનું હોય છે. જેણે શય્યા-વસતિ રહેવા માટે આપી હોય તે વ્યક્તિ શાતર કહેવાય છે. સાધુને શા-વસતિ આપવાના કારણે આ સંસારથી તરે છે માટે તેને શય્યાતર કહેવાય છે.) આ શય્યાતરના ઘરનો ૧૮૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
આહાર સાધુને ન કહ્યું. જેના ઘરે રહે તેનું બધું જ વાપરે તો કોઇના ભાવ ન ટકે અને અતિભાવુક શય્યાતર હોય તો દોષિત આહાર વહોરાવે - આ રીતે ઉભયથા દોષ હોવાથી ભગવાને શય્યાતરના આહારનો નિષેધ કર્યો છે. આ રીતે આહાર લાવ્યા બાદ પ્રમાણોપેત આહાર વાપરવાના સમયે જ વાપરે. આ પ્રમાણે ભિક્ષાચર્યાને આશ્રયીને વિનય બતાવ્યો.
नाइदूरमणासपणे नन्नेसिं चक्खूफासओ । एगो चिट्ठज्ज भत्तट्ठा लंघिया तं नइक्कमे ॥१-३३॥
વીતરાગ પરમાત્માના શાસનમાં સાધુપણાને પામેલાઓ માર્ગથી અજ્ઞાત ન રહે – એની કાળજી શાસ્ત્રકારોએ પૂરેપૂરી રાખી છે. જે આજ્ઞા શાસ્ત્રકારોએ બતાવી છે તે આજ્ઞાના પાલનનો ઉપાય બતાવવામાં ન આવે તો એ શાસ્ત્ર છેદશુદ્ધ ગણાતું નથી. આથી જ શાસ્ત્રકારોએ આચારપાલનનું જ્ઞાન પૂરેપૂરું આપ્યું છે. મોટાભાગનાં સાધુસાધ્વીઓને આ સૂત્ર કંઠસ્થ હોય છે. તેઓ તો ભિક્ષાચર્યાએ જાય ત્યારે આ બધી આજ્ઞાનું પાલન મજેથી કરી શકે. આમ છતાં જો તેની ઉપેક્ષા જ કરવામાં આવે તો તેમનું કલ્યાણ ક્યાંથી થાય ? હિતશિક્ષા ન મળે એના કારણે જે અહિત થાય અને હિતશિક્ષા ન માનવાના કારણે જે અહિત થાય તે બે વચ્ચે ઘણું અંતર છે. હિતશિક્ષા ન મળે એમાં તો સંયોગોની ખામી હોઇ શકે જ્યારે હિતશિક્ષા મળ્યા પછી પણ ન માનવામાં આપણી પોતાની અયોગ્યતા પુરવાર થાય છે. શાસ્ત્રકારોએ હિતશિક્ષા આપવામાં કચાશ રાખી જ નથી. આપણે માનવા માટે તૈયાર થયું છે.
આપણે જોઇ ગયા કે સાધુભગવંત ભિક્ષાચર્યાએ જાય ત્યારે લાઇનમાં ઊભા ન રહે. હવે જો કોઇ વાર ગામમાં બે-ચાર જ ઘર હોય અને ત્યાંથી જ ગોચરી વહોરવાનો વખત આવે તો તેવા વખતે શું કરવું તે માટે જણાવે છે કે – તેવા વખતે દાતા અન્ય ભિક્ષુકાદિને વહોરાવતો હોય તેનાથી અત્યંત દૂર પણ ન ઊભા રહેવું અને અત્યંત નજીક પણ ન ઊભા રહેવું. અત્યંત દૂર ઊભા રહેવાથી દાતા જો કોઇ દોષ સેવે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૮૫
Page #97
--------------------------------------------------------------------------
________________
તો ખ્યાલ ન આવે અને નજીક ઊભા રહીએ તો ભિક્ષુકને અપ્રીતિ થાય. તેથી નજીક ન ઊભા રહેવું. પોતાની આજીવિકા માટે પણ કોઇને પીડા આપવી ન પડે, અપ્રીતિ થાય નહિ : એવો આ ભગવાનનો માર્ગ છે. દુ:ખ વેઠી લેવાની વાત ભગવાનના શાસનમાં હોય, દુ:ખ આપવાની વાત ભગવાનના શાસનમાં ન હોય. કોઇ પણ જીવને દુઃખ આપવું નહિ : એવી આજ્ઞા કર્યા પછી કોઇને પણ દુ:ખ આપ્યા વગર કઇ રીતે જીવવું એ ઉપાય પણ શાસકારોએ બતાવ્યો છે. હવે ત્યાં ઊભા રહેતી વખતે પણ એકલો ઊભો રહે - એમ જણાવ્યું. અહીં ‘એકલા'નો અર્થ કષાયરહિત કર્યો છે. જે કષાયસહિત હોય તે બેકલો છે. કષાયનો સાથ ન કરે તે એકલો. વહોરનાર વાર કરે ત્યારે કેટલી વાર કરે છે, વહોરવાની કોઇ પદ્ધતિ જ નથી, વહોરાવનારની મંડળી પણ સુસ્ત છે,
ર્તિવાળી નથી...' આવું બધું ગુસ્સામાં બોલવું નહિ. શાંતિથી ભિક્ષાર્થે જાય, દોષરહિત ભિક્ષા વહોરવાના વિચારમાં જ ત્યાં ઊભો રહે. સાધુ ભિક્ષાએ જાય તોય નિર્જરા કરે, ભિક્ષા લઇને આવે તોય નિર્જરા કરે, ભિક્ષા વાપરે તોય નિર્જરા કરે. કારણ દરેક પ્રવૃત્તિમાં કોઇને પણ અપ્રીતિ થાય નહિ – એ રીતે આજ્ઞાનું પાલન કરે છે. આવું સાધુપણું લેવાનું મન થાય ને ? આપણા પરિણામ એક વાર મજબૂત હોય તો સહાય આપનારા જોઇએ એટલા મળી આવશે. વજબાહુની મશ્કરી ઉદયસુંદર નામના સાળાએ કરી તોપણ પરિણામ સારું આવ્યું ને ? તાજા પરણેલા પોતાના ઘર તરફ જતા હતા. રસ્તામાં ટેકરી ઉપર મુનિભગવંતને જોયા તો રથ ઊભો રાખીને રથમાંથી તે રીતે ઊતર્યા કે જાણે પોતાનું ઘર ન આવી ગયું હોય? તે વખતે સાળાએ મશ્કરી કરી કે તમે દીક્ષા લો તો હું સહાય કરીશ. પેલા તો ખરેખર વૈરાગ્ય પામીને દીક્ષા લેવા તૈયાર થઇ ગયા. સ0 તરતના પરણેલાને વૈરાગ્ય કેવી રીતે આવી ગયો ?
વિચારમાં તો વૈરાગ્ય હતો પણ અવિરતિનું થોડું જોર વધ્યું તો પરણવા માટે તૈયાર થયેલા. પરંતુ જેવું નિમિત્ત મળ્યું તો અવિરતિનું જોર ઘટી ગયું અને વૈરાગ્યનું જોર વધી ગયું. તમે પણ ધંધો મૂકીને ફરવા
નીકળ્યા હો ને રસ્તામાં વેપારી મળે તો સાથે નીકળેલા લોકોને મૂકીને જતા રહો ને ? તેમ આ પણ પરણવા છતાં જાણતા હતા કે પરણવું એ પાપ છે. તમારો પણ અનુભવ શું છે ? સુખમાંથી દુ:ખમાં જવું તેનું નામ પરણવું. આ છાપાવાળા પણ ઘણી વાર માર્મિક વાત કરે છે. એક ઠેકાણે લખ્યું હતું - વરરાજા સારો હોવા છતાં તેને ઘોડા ઉપર એટલા માટે બેસાડવામાં આવે છે કે છેલ્લી ઘડીએ પણ જો ભાગી જવાની ઇચ્છા જાગે તો બચી શકાય, ઘોડા પર બેસીને ભાગવું હોય તો ભાગી જઇ શકાય ! તમને શું અનુભવ છે ? પરણ્યા પછી સુખમાંથી દુઃખમાં ગયા ને ? કોઇ ઘરમાં આપણું માને નહિ. આ જ મોટામાં મોટું દુ:ખ છે ને ? સ0 નભાવવાનો સ્વભાવ કેળવી લીધો હોય એટલે કાંઈ ન લાગે !
તો એ સ્વભાવ અહીં પણ કેળવી લો ને ? અહીં પણ થોડું નભાવતાં શીખી લો ને ? પરણ્યા પછી પણ ઇચ્છા વગર, મન વગર જીવન જીવો છો ને ? તો સાધુપણામાં મન વગર આવીને પણ ગુરુનો કહ્યામાં રહેવા મળે તો શું વાંધો ? આમે ય તમે ઇચ્છા મુજબ તો ત્યાં પણ જીવી શકતા નથી. ત્યાં રાગીની આજ્ઞામાં રહેવું એના કરતાં વિરાગીની આજ્ઞામાં જીવવામાં શું વાંધો ? સ, ત્યાં આવી તો જઇએ પણ પછી મને પડી જાય તો ?
અહીં આવ્યા પછી મન ક્યારે પડે ? આગળ જનારા પાછા નથી પડતા, આગળ જઇને પાછું વાળીને જોનારા પાછા પડે છે. સનકુમારચક્રવર્તીની પાછળ તો છ મહિના સુધી અંતઃપુર ફરતું હતું. ચક્રવર્તી ઊભા રહે તો પરિવાર ઊભો રહે, ચક્રવર્તી ચાલવા માંડે તો પરિવાર પણ ચાલવા માંડે. આ રીતે છ મહિના સુધી કર્યું, છતાં ચક્રવર્તી પાછું વાળીને જોતા નથી. જે આગળ જોયા કરે તે પાછો ન પડે. મનમાં ગમે તેટલા ખરાબ વિચાર આવે તો પણ તેને અમલમાં મૂકવા નથી : આવો મક્કમ નિર્ણય કરી લઇએ તો સાધુપણાના પાલનમાં કોઇ પણ ખામી આવવાની નથી. મનના ખરાબ વિચારોને પણ ફેરવવાનું સામર્થ્ય સ્વાધ્યાયમાં અને ગુરુભગવંતની હિતશિક્ષામાં રહેલું છે, માટે ચિંતા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૮૭
૧૮૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #98
--------------------------------------------------------------------------
________________
કરવાની જરૂર નથી. અહીં આવ્યા પછી કષાયને આધીન થાય તેને જ બીજાની સહાય લેવાનું બને. જો લોભ કે ક્રોધ કષાયને આધીન ન થઇએ તો એકાકીપણે વિચરવામાં કોઇ બાધ ન આવે. સાધુભગવંત આ રીતે એકલા હોવાથી કોઇનું પણ ઉલ્લંઘન કરીને પણ આગળ ન જાય. કારણ કે તેમને આહારનો લોભ નથી હોતો તેમ જ સમય બચાવવાનો પણ લોભ નથી હોતો. માત્ર ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે કોઇ પણ જાતના રાગદ્વેષથી રહિતપણે કોઇની પણ નજર ન પડે એ રીતે યોગ્ય સ્થાને ઊભા રહે. સાધુસાધ્વી જો આહાર માટે પણ આ રીતે ઉલ્લંઘન ન કરતા હોય તો શ્રાવકોએ પૂજાની લાઇનમાં કેવી રીતે શાંતિથી ઊભા રહેવું જોઇએ - એ જણાવવાની જરૂર ન પડે ને ?
नाइउच्चे न नीए वा नासण्णे नाइदूरओ । फासुयं परकडं पिंडं पडिगाहेज्ज संजए ॥१-३४॥
મહાપુરુષોએ આપણા સુખની ચિંતા નથી કરી, આપણા હિતની ચિંતા કરી છે. આપણે સુખ ભોગવીએ અને એ ચલાવી લે એવા મહાપુરુષો ભગવાનના શાસનમાં ન હોય. આપણી બધી અનુકૂળતા સાચવે અને પ્રતિકૂળતા દૂર કરી આપે એવા મહાપુરુષો ન હોય. પ્રતિકૂળતા વેઠવા તૈયાર કરે એવા મહાપુરુષો હોય. સ0 ભગવાનનું શાસન પ્રતિકૂળતામાં જ છે ?
હેતુ:વું મહાતમ્ ! આવું દશવૈકાલિકસૂત્રમાં જણાવ્યું છે. આપણા ભગવાને દુ:ખ ભોગવ્યું ને ? ચક્રવર્તીના આત્માઓને પણ પુણ્ય છોડાવીને દુ:ખ વેઠતા કર્યા ને ? સવ પણ ધર્મ કરે એને પુણ્ય તો બંધાય ને ?
શ્રી તીર્થંકરપરમાત્માને, દેશોનપૂર્વકોટી વરસ સુધી આરાધના કરનારાને પુણ્ય ન બંધાયું અને મોક્ષે ગયા તો આપણને શા માટે બંધાય? જે મોક્ષે જવા માટે ધર્મ કરે છે એને ભવાંતરમાં ભોગવવું પડે એવું પુણ્ય ન બંધાય. જેને પુણ્ય જોઇતું હોય એને મોક્ષ ન મળે. પુણ્ય બંધાઇ જાય ૧૮૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
એની ચિંતા નથી હોતી, એ તો કોરા કપડા પર લાગેલી ધૂળની જેમ સહેલાઇથી ખંખેરાઇ જાય. બાંધવું અને બંધાઇ જવું : બંન્નેમાં ફરક છે. ધૂળ અડી જાય અને ધૂળમાં આળોટે : બેમાં ફરક છે ને ? તેમ અહીં સમજવું. સ0 કપડાં મેલા થાય એવું પુણ્ય શ્રી શાલિભદ્રજીએ બાંધ્યું ?
એટલે તો એ ભવમાં મોક્ષે ન ગયા. તીર્થંકરભગવંતો પણ તીર્થંકરનામકર્મના કારણે એ ભવમાં મોક્ષે ન ગયા. સંસારમાં રહેવાની સહેજ પણ ઇચ્છા ન હોવા છતાં ત્રણ ભવ તો કરવા જ પડ્યા. જે સહેજ ઇચ્છા હતી એ સંસારના સુખ ભોગવવાની ઇચ્છા નહોતી, સવિ જીવને શાસનના રસિયા બનાવવાની ઇચ્છા હતી. સાંસારિક ઇચ્છાઓની અપેક્ષાએ આ ઇચ્છા પ્રશસ્ત હોવા છતાં તેનાથી એમના ત્રણ ભવ થયો. તીર્થંકરના આત્માઓનું તથાભવ્યત્વ જ તેવા પ્રકારનું હોય છે અને તે રીતે જ તેઓ જગતના ઉપકારી બને છે – એ જુદી વાત. બાકી આપણા માટે તો ઇચ્છમાત્ર અપ્રશસ્ત છે : એમ સમજવું. પુણ્ય બાંધવાજેવું લાગે છે – એનો વાંધો છે, બંધાઇ જાય એની ચિંતા નથી. તમારે શું કરવું છે ? સંસારમાં પડ્યા રહેવું છે કે બહાર નીકળવું છે ? સંસારમાં રહેવું હોય એને પુણ્યની જરૂર પડે, બહાર નીકળવું હોય એને જરૂર ન પડે. આ ગ્રંથમાં મોટા ભાગે પાપ કઇ રીતે ભોગવવું એ આવે છે, પુણ્યનો તો ક્યાંય ઉલ્લેખ નથી. પુણ્ય એ તો ફળ છે જ નહિ, ફળ તેને જ કહેવાય કે જેની પછી કશું મેળવવાનું બાકી ન રહે. પુણ્ય મળ્યા પછી પણ મોક્ષ મેળવવાનો બાકી રહે છે ને ? મોક્ષ મેળવ્યા પછી કશું મેળવવાનું બાકી રહેતું નથી માટે ધર્મનું ફળ મોક્ષ જ છે, પુણ્ય નહિ. સાધુભગવંતો મોક્ષે જવા માટે સાધુપણું લે છે તેથી જ આ ગ્રંથમાં મોક્ષના ઉપાય તરીકે સાધુના આચારોનું વર્ણન કર્યું છે. સાધુભગવંતો ગુણસ્થાનકપ્રયિક જ પુણ્યબંધ કરે, ભવાંતરમાં ભોગવવું પડે એવો પુણ્યબંધ ન કરે, અધ્યવસાય મલિન બને ત્યારે એવું પુણ્ય બંધાય. આ દુનિયામાં સૌથી વધારેમાં વધારે સુખ અનુત્તરવિમાનમાં છે. મોક્ષમાં જવા માટે તેમને એક છઠ જેટલો તપ અને સાત લવ જેટલું આયુષ્ય ઓછું પડ્યું માટે મોક્ષમાં ન ગયા. સાધના અધૂરી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૮૯
Page #99
--------------------------------------------------------------------------
________________
રહી માટે આવું બન્યું ને ? પાપ ભોગવી લઇએ તો સાધના પૂરી થયા વિના ન રહે. ‘દુ:ણું મહીપહમ્' અહીં જે શરીરનું દુ:ખ એ મહાફળવાળું કહ્યું છે તેમાં એટલું સમજવું કે – શરીરને દુઃખ વધારે આવે એટલે ફળ મળે એવું નહિ, શરીરને દુઃખ વધારે આપીએ એટલે ફળ મળે. શરીરને કષ્ટ આપવાથી નિર્જરા થાય. શરીરને કષ્ટ આપવા સ્વરૂપ જ આચાર અહીં બતાવ્યા છે.
ભિક્ષાચર્યાએ ગયા પછી સાધુભગવંતો લાઇનમાં ઊભા ન રહે, સાધુભગવંતોનું અતિક્રમણ કરીને પહેલાં પોતે ન જાય... વગેરે આચાર બતાવ્યા પછી કઇ રીતે દાતા પાસેથી ભિક્ષા લેવી તે બતાવ્યું છે. ભિક્ષા લેતી વખતે એટલા દૂર પણ ઊભા ન રહેવું અને એટલા નજીક પણ ઊભા ન રહેવું કે જેથી દાતાને આપવું ફાવે નહિ. વસ્તુ પાત્રમાં પડે અને ઢોળાય નહિ : એ રીતે ઊભા રહેવું. ગૃહસ્થ પોતા માટે બનાવેલું હોય અને પ્રાસુ કે - અચિત્ત હોય : એવાં અન્નપાણી ગ્રહણ કરવાં. આવાં અશન-પાન પણ કઇ રીતે વાપરવાં : તેના માટે પાંત્રીસમી ગાથા છે
अप्पपाणेऽप्पबीयंमि पडिच्छन्नंमि संवुडे । समयं संजए भुंजे जयं अपरिसाडियं ॥१-३५॥
અહીં ‘' શબ્દનો અર્થ ‘અભાવ’ કરવો અર્થાતુ જ્યાં જીવજંતુ ન હોય, વનસ્પતિ વગેરે ન હોય એટલે કે ગેસ અને સ્થાવરથી રહિત ભૂમિ હોય, ઉપર છત હોય, સચિત્ત પૃથ્વી ન હોય તેવી ભૂમિમાં વાપરે. ઉપર છત ન હોય તો સંપતિમ જીવોની વિરાધના થાય અથવા પક્ષીઓ સર્પ વગેરેને મોઢામાં પકડીને લઇ જતા હોય ત્યારે તેમના મોઢામાંથી ઝેરનાં ટીપાં નીચે પડે માટે છત વગરની જગ્યાએ ન બેસવું. ગૃહસ્થ માટે પણ સાત ચંદરવાનો વિધિ છે.
ભિક્ષાએ ગયા પછી લાભાંતરાયના ઉદયથી ભિક્ષા ન મળે, અથવા સારી ભિક્ષા ન મળે તેમ જ લાભાંતરાયના ક્ષયોપશમથી ભિક્ષા મળી જાય તો – ‘હું નીચો - પાપી છું” અથવા “હું કેવો લબ્ધિસંપન્ન છું' આવો ૧૯૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
કોઇ જાતનો વિચાર ન આવે. ભગવાનની આજ્ઞા મુજબ ગોચરીએ જાય એને નિર્જરા થાય જ. આવા વખતે ભિક્ષા મળ્યાનો આનંદ ન હોય અને ન મળ્યાનું દુઃખ ન હોય. શ્રી ઢંઢણઋષિને છ મહિના સુધી ગોચરી ન મળી ને ? છ મહિનાના અંતે ગોચરી મળ્યા પછી પણ ભગવાનને પૂછવા ગયા કે – મારો અભિગ્રહ પૂરો થયો ને ? અમે તો અભિગ્રહ પૂરો થયો છે - એમ સમજીને વાપરવા બેસી જઇએ ! સ0 એમને આટલું સત્ત્વ પ્રગટ થયું એમાં પુણ્ય જ કામ કરી ગયું ને ?
ના, ભગવાનની આજ્ઞા માનવાનું મન થયું - એમાંથી સર્વ પ્રગટ થયું. પુણ્ય છોડે એને સત્ત્વ મળે. સામગ્રી પુણ્યથી મળે પણ એનો ઉપયોગ પુરુષાર્થથી થાય. કપડા પુણ્યથી મળે ને ? પણ પહેરવાનું કામ પુરુષાર્થથી થાય ને ? પુણ્યથી મળેલી સામગ્રી છોડી દેવા માટે પુરુષાર્થ જો ઇએ. શ્રી ઢંઢણઋષિએ પણ પુણ્યથી મળેલા લાડવા ભગવાનના કહેવાના કારણે પરઠવી દીધા તો કર્મ પરઠવાઇ ગયાં ને ? જેટલા જેટલા મહાપુરુષો મોક્ષમાં ગયા એ બધા પુણ્યને પરવીને જ ગયા છે. ભગવાનના જન્મ સમયે દેવતાઓએ ઘરમાં ભરેલી લક્ષ્મી પણ ભગવાને છોડી દીધી ને ? એક વાર આચાર્યભગવંતે કહ્યું હતું કે – આવી લક્ષ્મી જેમના હાથમાં ગઇ એમને એ લક્ષ્મી ઉછાળવા જેવી લાગી. સાચું બોલો, જે વસ્તુ છૂટા હાથે ફેંકે એને લેવાનું મન થાય ખરું ? સત્ત્વ પ્રગટ કરવા માટે ભગવાનની આજ્ઞા મુજબ જીવવું પડશે. નિર્જરાના લક્ષ્ય વિના ભગવાનની આજ્ઞા મુજબ આચાર નહિ પળાય. આચારનું પાલન સુખ છોડીને થશે. સુખ ભોગવવાનો અધ્યવસાય તો પડેલો જ છે, દુ:ખ ભોગવવાનો અધ્યવસાય નવેસરથી પાડવાનો છે. સુખ ઓછું ભોગવ્યું છે છતાં એનો અધ્યવસાય વધારે છે અને દુ:ખ વધારે ભોગવ્યું છે છતાં એનો અધ્યવસાય જરાય નથી. આવી અવસ્થામાંથી આપણે બહાર નીકળવું છે.
ભગવાનની આજ્ઞા મુજબ ગોચરી લઇને આવ્યા પછી જો વાપરતાં ન આવડે તો લાવેલી નિર્દોષ ગોચરી પર પાણી ફરી જતાં વાર નહિ લાગે. આપણી ભાષામાં કહીએ તો બધાં પગથિયાં સારી રીતે ચઢી ગયા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૯૧
Page #100
--------------------------------------------------------------------------
________________
પછી છેલ્લે પગથિયે ધ્યાન ન રાખીએ તો પડી જતાં વાર ન લાગે, સાથે સાથે હાડકાં ભાંગી જશે. વાપરતી વખતે રાગદ્વેષ ન થાય એ રીતે વાપરવાનું છે. રાગ મારવાનો પરિણામ હશે તો કશું શિખવાડવું નહિ પડે. આપણું મન એટલું બધું સુખનું અર્થી બન્યું છે કે ભગવાનનું વચન પાળવા માટે તૈયાર થતું નથી. લોકો પર સારી છાપ પાડવા માટે નિર્દોષ લાવી શકાય છે પણ ભગવાનની આજ્ઞા પાળવા માટે નિર્દોષ નથી લાવી શકતા ! અમારે ત્યાં દાળ અને કઢી જુદું આવે એટલે આચાર્યભગવંત પૂછે કે જુદું કોના માટે લાવ્યો ? વર્તમાનમાં તો આવું કહીએ તો કહેનારાં પ્રત્યે ગુસ્સો આવ્યા વિના ન રહે. કઢી સબડકો લઇને પીએ તો કહે કે - આ રીતે ન પિવાય. આ વાત આચાર્ચભગવંતે અમને કહેલી. એ કાંઇ શાસ્ત્રમાં લખેલું નહોતું અને કહેતા હતા એવું નહોતું. શાસ્ત્રમાં લખેલું જ કહેતા હતા. અમને દુઃખ એનું જ છે કે - આચાર્યભગવાન હયાત હતા ત્યારે ન માન્યું અને ગયા પછી પણ નથી માનતા. ખરેખર તો આચાર્યભગવંત નહોતા કહેતા, સુધર્માસ્વામી જ કહેતા હતા. ‘ગુરુમહારાજ કહે છે' એ વાત મગજમાંથી કાઢી જ નાંખો. ‘ભગવાન જ કહે છે’ એ વાત મગજમાં ભરી દો. ગુરુમહારાજનું નથી ગમતું એનો અર્થ ભગવાનનું નથી ગમતું - એમ સમજી લેવું. ભગવાનનું ન ગમે એને સાધુપણામાં સ્વાદ નહિ આવે. જેમાં રાગ થાય એનો ત્યાગ કરવાનો. ખાખરા પર ઘી લગાડ્યા પછી એમાં રાગ થતો હોય તો રાગને મારવા માટે ખાખરો લૂખો વાપરવો અને ઘીની જ જરૂર છે એવું લાગે તો ઘી આંગળી પર લઇને ચાટી જવું : એટલે એકેમાં રાગ ન થાય. વાપરતી વખતે યતનાપૂર્વક વાપરવાનું કહ્યું છે. ચાલતી વખતે કોઇ જીવ મરી ન જાય એની કાળજી રાખીએ - એ જેમ યતના છે તેમ વાપરતી વખતે રાગદ્વેષ ન થાય - એની કાળજી રાખીએ એ યતના છે. નવ્વાણું કરોડ સોનૈયા છોડીને આવેલાને આવી રીતે વાપરવાની વાત કરે - એ ખરેખર એમના માટે નથી, આપણા માટે કહ્યું છે. નબળાને સબળા બનાવવા માટે વાત કરી છે. સાધુભગવંતોનો પ્રાણ કહો કે યતના કહો : બંન્ને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૯૨
એક જ છે. સુરસુર, ચબચબ કે કસકસ અવાજ આવે, ચાના ઘૂંટડાનો પણ અવાજ આવે એ રીતે ન વાપરવું. સાધુપણું લીધું એટલે લાયકાત હતી ત્યારે લીધું; હવે એ લાયકાતને ટકાવી રાખવી છે, વધારવી છે એના માટે ભગવાને આપેલી હિતશિક્ષા સાંભળી લેવી છે. આપણે નિર્જરા માટે આવેલા છીએ. દુ:ખ ભોગવીને નિર્જરા થતી હોય તો સુખ ભોગવવાની જરૂર નથી. તમારી ભાષામાં કહીએ તો પૈસા કમાવા માટે આવ્યા હો ત્યારે બેઠા બેઠા પૈસા મળતા હોય તો હજામત કરવાની જરૂર નથી. વસ્તુનો ત્યાગ કરીને નિર્જરા થતી હોય તો વસ્તુનો પરિભોગ કરીને નિર્જરા કરવાની જરૂર નથી. સાધુસાધ્વીને તો ખાસ કહેવું છે કે - અત્યાર સુધી ન કર્યું હોય તો આજથી જ કરવા માંડો.
ગૃહસ્થ જોતા હોય તે રીતે ન વાપરે. અર્થાત્ ગુપ્તપણે વાપરે. એનું કારણ એ છે કે - સાધુભગવંતો વાપરવા બેઠા હોય ત્યારે એમની પાસે કોઇ દીનદુ:ખી ભિક્ષા માંગવા આવે ત્યારે ન આપે તો પોતાના પરિણામ નિષ્ઠુર થાય અને એમને ગુસ્સો આવે. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે દ્વેષ જાગે એથી ભવાંતરમાં બોધિદુર્લભ બને. એમને ગુસ્સો ન આવે કે બોધિદુર્લભ ન બને માટે આપીએ તો સાધુભગવંતોને અનુકંપાદાન કરવાનો વખત આવે. અનુકંપાદાનથી પુણ્યબંધ થાય છે, જે સાધુભગવંતોને ઇષ્ટ નથી. સાધુભગવંતો નિર્જરાના અર્થી હોય, પુણ્યબંધના નહિ. માટે એકાંતમાં વાપરે, ખુલ્લામાં ન વાપરે. સુપાત્રદાનથી નિર્જરા થાય છે અને અનુકંપાદાનથી પુણ્યબંધ થાય છે.
અપરિસાડિયું એટલે કે કોઇ પણ વસ્તુ મોઢામાંથી નીચે પડી ન જાય - એ રીતે વાપરવું.
सुकडित्ति सुपक्कि त्ति सुच्छिन्ने सुहडे मडे ।
सुणिट्ठिए सुलट्ठति सावज्जं वज्जए मुणी ॥१-३६॥
સાધુભગવંતો નિર્દોષપણે આહાર લઇને આવ્યા પછી તે વાપરતી વખતે તેમાં સ્વાદ ન કરે. રાગ કે દ્વેષ વાપરતી વખતે તો ન જ કરે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૯૩
Page #101
--------------------------------------------------------------------------
________________
એ જણાવ્યા બાદ વાણીનો સંયમ પણ જાળવી રાખે તે જણાવવા માટે હવે પછીની ગાથા છે. વાપરતી વખતે સ્વાદ લેવો જ નહિ અને કદાચ સ્વાદ આવી જાય તો પણ તેની અનુમોદના કરવાનું કામ સાધુસાધ્વી ન કરે. ખાતી વખતે તો આહારનાં વખાણ કરવાં જ નથી, ખાધા પછી પણ ન કરવાં. શાસ્ત્રકારોએ આપણી કેટલી ચિંતા કરી છે ? કોઇ પણ ઠેકાણે પાપ બાંધી ન બેસીએ – એ માટે શાસ્ત્રકારોએ ઘણી તકેદારી રાખી છે. આ તો સાધર્મિકવાત્સલ્યમાં જઇ આવે એટલે રસોઇનાં અને રસોઇયાનાં વખાણ શરૂ કરે, વ્યવસ્થાનાં વખાણ કરે : આ બધી આહારના સ્વાદની અનુમોદના છે. સાધર્મિકવાત્સલ્યનાં વખાણ કરવા હોય તો તે કરાવનારના ઉદાત્ત આશયનાં કરવાં જોઇએ. એના બદલે આહારના જ વખાણ કરે તો તે આપણા હૈયાનો ઢાળ કઇ તરફ છે - એને સૂચવનાર છે : એમ માનવું પડે ને ? સારું સારું જયાં મળે ત્યાં દોડીને જાય તે સાધુપણું ન પાળી શકે. જ્યાં સારું મળે ત્યાં દોડીને ન જાય તે સાધુ થાય. આથી જ સાધુસાધ્વીને સાધર્મિક વાત્સલ્ય વગેરેમાં જવાની ના પાડી છે. જ્યાં ઘણા લોકો માટે રાંધ્યું હોય તેવા સ્થાને જવાથી સંખડી દોષ લાગે; માટે સાધુસાધ્વી ન જાય. જો સાધુસાધ્વીને સારું લેવાની ના પાડી હોય તો તમારે સારું રંધાય ત્યાં કઇ રીતે જવાય ? સ0 સાધર્મિક વાત્સલ્યમાં ન જવાય ?
જવું પડે તોય માત્ર દાળભાત વાપરીને આવવું. આટલું તો બને ને ? વાત તો સાધુસાધ્વીની છે, પરંતુ તમારે પણ સાધુસાધ્વી થવું છે ને ? તો અત્યારે આ સ્વભાવ કેળવવા માટે મહેનત કરવી છે. અમારા આચાર્યભગવંત પણ જો કોઇ આહારાદિનાં વખાણ કરે તો તેના માટે કહેતા કે આ તો ‘પુદ્ગલતત્ત્વનો નિષ્ણાત’ છે. સાધુ માટે આ વિશેષણ કેવું કહેવાય ? સાધુભગવંતો તો આત્મતત્ત્વના નિષ્ણાત હોય. આજે આ અનુમોદનાનું પાપ ઘણું વધ્યું છે. પ્રવૃત્તિ કરતી વખતે કર્મબંધથી બચી જનારા પણ અનુમોદનાના કારણે અનુબંધનું પાપ બાંધી બેસે – આ કેટલું ભયંકર છે ? આ જ આશયથી વિકથા કરવાની ના પાડી છે. રાજકથા, ૧૯૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ભક્તકથા વગેરેમાં આપણને લાગતું-વળગતું કશું ન હોવા છતાં માત્ર અનુમોદનાના કારણે અનુબંધનું પાપ બાંધી ન બેસીએ તે માટે શાસકારોએ વિકથા કરવાની ના પાડી છે. પ્રવૃત્તિ કરતાં અનુમોદનાનું પાપ અત્યંત ભયંકર છે. પ્રવૃત્તિ તો આપણા ઘરની બધી અનૂકૂળતા ભોગવવાની પણ થતી નથી, જયારે અનુમોદના તો આખા ગામની, આખી દુનિયાની કરી શકાય છે - માટે તે પાપ ભયંકર છે. આ ભયંકર પાપથી બચવા માટે વિકથાથી બચવાનું જણાવ્યું છે. સ0 કોઇ પૂછે કે કેવું બનાવ્યું છે તો ?
તો કહેવું કે રાગ કરીએ તો તું અને હું બંન્ને દુર્ગતિમાં જઇએ. જો એટલું ન કહેવું હોય ને મોઘમ જ કહેવું હોય તો કહેવું કે મને ખબર ઓછી પડે છે - આટલું કહીએ તો ચાલે ને ? આમે ય તમારે સુખ ભોગવીને પણ દુર્ગતિમાં જવું ન પડે – એવી ઇચ્છા છે ને ? તો એનો ઉપાય બતાવું કે સુખ ભોગવ્યા પછી પણ મોટું બંધ રાખવું - આટલું તો તમારાથી બને ને ? મારા ગુરુમહારાજ પણ કહેતા હતા કે પતિ ને પત્ની એકબીજાને કહે કે – ‘તું ને હું કર્મયોગે ભેગાં તો થઇ ગયા છીએ, પરંતુ તારા રાગમાં હું અને મારા રાગમાં તું ફસાઇને દુર્ગતિમાં ન જઇએ એ રીતે આપણે જીવવું છે.'
આપણે કોઇ પણ સ્થાને રાગ કરી ન બેસીએ તે માટે જ અહીં જણાવ્યું છે કે આહારપાણી લાવ્યા બાદ કે વાપર્યા બાદ ‘આ સારું બનાવ્યું છે, સારું રાંધ્યું છે – પકાવ્યું છે, સારી રીતે છેડ્યું છે અર્થાત્ શાક વગેરે સારી રીતે સમાયું છે, સુહૃત અર્થો આમાંથી પૈસા વગેરે સારી રીતે દૂર કરાયેલા છે, સુમૃત અર્થાત્ કડક નથી, મૃદુ-પોચું બનાવ્યું છે, સુનિષ્ઠિત - સારી રીતે પૂર્ણતાએ પહોંચાડ્યું છે, અધકચરું નથી રાખ્યું, સુલષ્ટ - અત્યંત સ્વાદિષ્ટ છે... ઇત્યાદિ સાવદ્ય ભાષા સાધુ ન બોલે, આ વાત આહારને આશ્રયીને કરી. એ સિવાય પણ સચેતન વગેરેને આશ્રયીને આવું સાવદ્ય ન બોલવું. જેમ કે કોઇ પણ હોય ને ધર્મમાં પૈસા ન ખરચતો હોય ત્યારે તેના ઘરે ચોરી થાય તો સારું થયું, ચોરે પરિગ્રહ ઓછો કરાવ્યો...' શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫
Page #102
--------------------------------------------------------------------------
________________
વગેરે ન બોલવું. કોઇ શાસનનો પ્રત્યેનીક વગેરે મરે તો “એક મિથ્યાત્વનું પાપ ગયું” એમ ‘સુમૃત’ ન કહેવું અર્થાત્ આ રીતે મરણની અનુમોદના ન કરવી. સુનિષ્ઠિત - એટલે કે કોઇ મહેલ-બંગલો વગેરે વ્યવસ્થિત સરસ બંધાવ્યો છે – એવું ન કહેવું. ટૂંકમાં આવા પ્રકારની કોઇ પણ સાવદ્યભાષા સાધુ ન બોલે. બોલવું હોય તો નિરવદ્ય બોલે કે સુકૃત એટલે આણે સારું ધર્મધ્યાન કર્યું, સુપફવ એટલે આનું જ્ઞાન સારું પરિપક્વ છે અથવા સુછિન્ન - આણે સ્નેહનું બંધન સારી રીતે છેડ્યું... ઇત્યાદિ નિરવઘ ભાષા બોલવામાં વાંધો નથી. સ્નેહનું પાત્ર મૂચ્છ ખાઇને પડે તોપણ સાધુની આંખ ઊંચી ન થાય. સ્નેહનાં બંધન તોડવાનું કામ સહેલું નથી તે માટે પ્રયત્ન કર્યા વિના નહિ ચાલે. ભગવાન માટે પણ કૃત્તિ નો પ્રાવાની ! (લોક રડતે છતે ભગવાને દીક્ષા લીધી.) આવું પૂ. હેમચંદ્રસૂ.મહારાજે લખ્યું છે. રાગનાં નિમિત્તોથી દૂર રહેવા અને રાગને દૂર કરવા પ્રયત્ન કરવામાં ન આવે તો આવેલો વૈરાગ્ય ધોવાતાં વાર નહિ લાગે.
रमए पंडिए सासं हयं भई व वाहए । बालं सम्मइ सासंतो गलियस्सं व वाहए ॥१-३७॥
હંકારનાર અસવાર પોતે થાકી જાય છે, તેમ અવિનયી-અજ્ઞાની જીવનું અનુશાસન કરનાર આચાર્ય શ્રમિત થઇ જાય છે. આપણામાં વિનય આવ્યો છે કે નહિ – એ જોવા માટે આ લક્ષણ છે. આચાર્યભગવંતને આપણને અનુશાસન કરતાં અભિરતિ થાય તો સમજવું કે આપણામાં વિનય આવ્યો, અનુશાસન ઝીલનાર યોગ્ય હોય તો અનુશાસન કરનારને આનંદ આવ્યા વિના ન રહે. જે જ્ઞાની સમર્થ હોય તે યોગ્ય અર્થાજનની શોધમાં જ હોય. પોતાને જે જ્ઞાન મળ્યું છે, તેનો વિનિયોગ કરીને જવાની ભાવના સારી છે. આપણે જો વિનીત હોઇએ તો ગુરુને આપણને ભણાવતાં ખેદ થાય જ નહિ. જો ગુરુને આપણને હિતશિક્ષા આપતાં ખેદ થતો હોય તો સમજી લેવું કે આપણે અવિનીત પાક્યા છીએ. ગુરુને ખેદ થતો હોય તો તેમણે હિતશિક્ષા આપવાનું બંધ કરવું જોઇએ – એવું વિચારવાના બદલે આપણે આપણી યોગ્યતા પુરવાર કરવા તૈયાર થવું છે. હવે શિષ્ય પાછી શંકા કરે છે કે જે પંડિત છે, વિનીત છે તેને અનુશાસન કરવાની જરૂર જ ક્યાંથી પડે ? આપણને આવી શંકા ન થાય ને ? જે વિનીત હોય પંડિત હોય તે ભૂલ કરે જ નહિ : આટલી શ્રદ્ધા શિષ્યને છે. આપણને આટલી શ્રદ્ધા નથી ને ? આચાર્યભગવંત તેના નિરાકરણમાં જણાવે છે કે વિનીત શિષ્યની પણ પ્રમાદના કારણે સ્કૂલના થવાનો સંભવ છે. આથી તેને પણ અનુશાસન કરવાનો વખત આવે. ધર્મબિંદુમાં પણ કહ્યું છે કે અમારે ન વિશ્વસિતવ્યા પ્રમાદ ઉપર વિશ્વાસ કરવા જેવો નથી. ભલભલા જ્ઞાનીને પણ આ પ્રમાદ નડે છે. નિદ્રા અને વિકથા : આ બે પ્રમાદ ભયંકર છે. વ્યાખ્યાન-વાચનામાં સાંભળવા માટે આવનારા પણ થોડી વારમાં ઝોકાં ખાધાં કરે તો તે પ્રમાદનો જ પ્રભાવ છે ને ? જમતી વખતે કોઇને ઝોકું આવે ખરું ? જમતી વખતે જે અપ્રમત્તતા હોય તેવી વ્યાખ્યાન-વાચનામાં ન હોય તો ઊંઘ આવવાની જ. અસલમાં આ રુચિનો સવાલ છે. જમવા જેવી રુચિ જો આચારમાં થાય તો સ્વાધ્યાયાદિમાં પ્રમાદ ક્યારે પણ નડે નહિ. તે જ રીતે વિકથાનો પ્રમાદ પણ બહુ ખરાબ છે. જે વખતે જે કરવાનું કહ્યું હોય તેનાથી જુદું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૯૭
આપણે જોઇ ગયા કે પ્રવૃત્તિ કરતાં પણ અનુમોદનાનું પાપ ઘણું વધારે છે. અવિરતિ ભોગવનારા કરતાં પણ અવિરતિ જેને ગમે છે તેઓ પાપ વધારે બાંધે છે. અવિરતિ ભોગવનારા એ જ ભવમાં મોશે પહોચી શકે છે. જ્યારે અવિરતિ જેને ગમે છે તેઓ મિથ્યાત્વને ટાળવા માટે પણ સમર્થ બનતા નથી. આપણે ખાધા પછી પણ અનુમોદનાથી પાપ બાંધી ન બેસીએ તે માટે વાણીની મર્યાદા સમજાવી. હવે શિષ્ય શંકા કરે છે કે ‘આપ આટલું અનુશાસનું કરો છો તો એ કરતાં આપને ખેદ નથી થતો ?' ત્યારે તેના નિરાકરણમાં આ ગાથાથી જણાવે છે કે જે જીત્ય અશ્વ કે બળદ વગેરે હોય તેને હંકારતા સારથીને આનંદ આવે, તેમ જે શિષ્ય પંડિત હોય, વિનયી હોય તેનું અનુશાસન કરતાં
ચાર્યભગવંતને અભિરતિ થાય છે. જયારે ગળિયાબળદ કે અશ્વને ૧૯૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #103
--------------------------------------------------------------------------
________________
કરો તો તે વિકથા છે. સૂત્ર ભણવાના સમયે અર્થ સમજવા કે સમજાવવા માટે બેસે તે વિકથા છે. સ0 પૂજન વગેરેમાં અર્થ એટલે જ ન સમજવાય ને ?
- હવે બરાબર સમજાયું ને ? જયાં સૂરાનો સ્વાધ્યાય કરવાનો હોય ત્યાં અર્થ વિચારવા બેસીએ તો એ વિકથા જ બનવાની. તેથી સૂત્રસમયે અર્થ ન ભણવો. આજે તો સૂત્ર ભણ્યા વિના અર્થ ભણવાનું ગમે છે ને? સૂત્ર ભણવાનું ફાવતું નથી, અર્થમાં મજા પડે છે. આ પણ વિકથાનો જ રસ છે – એમ સમજી લેવું. આચાર્યભગવંતે એક વાર કહેલું કે મુમુક્ષુને દસ હજાર ગાથા કંઠસ્થ કરાવીને પછી જ દીક્ષા આપવી. આજે મુમુક્ષુ અર્થજ્ઞાન મેળવીને દીક્ષા લેવાની વાત કરે છે તે યોગ્ય નથી. સૂત્રજ્ઞાન જેણે પહેલાં આ રીતે મેળવ્યું હોય તેના જ્ઞાનાવરણીયકર્મનો, મિથ્યાત્વ તથા ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ પ્રગટ થાય એટલે સાધુપણામાં અર્થજ્ઞાન મેળવવાની યોગ્યતા સુંદર રીતે કેળવાય છે. શ્રી યોગશતક ગ્રંથમાં પણ કહ્યું છે કે સુત્ર કંઠસ્થ કર્યા વિના અર્થનું જ્ઞાન મેળવવું તે પાચન થયા વિનાના મળનું વિસર્જન કરવાની ચેષ્ટાતુલ્ય છે. તેથી સૂત્રજ્ઞાન મેળવીને અર્થજ્ઞાન મેળવવું.
પંડિતનું અનુશાસન કરવામાં ગુરુને અભિરતિ થાય છે અને અજ્ઞનું અનુશાસન કરતાં ગુરુ થાકી જાય છે. એક વાર કહ્યા પછી પણ જે ન માને તેને અજ્ઞ કહેવાય. એક વાર કહ્યા પછી ન માને તેને વારંવાર કહેવું પડે અને વારંવાર કહેવાથી ગુરુ શ્રમિત થઇ જાય - એ સમજી શકાય છે. તેથી હવે શિષ્ય વિનીત – પંડિત બનવા માટે પુરુષાર્થ કરવો – એ જ યોગ્ય છે.
खड़या मे चवेडा मे अक्कोसा य वहा य मे । कल्लाणमणसासंतो पावदिट्टी त्ति मन्नड ॥१-३८॥ पुत्तो मे भायनाइत्ति साहूकल्लाण मन्नइ । पावदिट्ठी उ अप्पाणं सासं दासुत्ति मन्नइ ॥१-३९॥
આચાર્યભગવંતનું અનુશાસન એકસરખું હોવા છતાં ગુરુને એકનું અનુશાસન કરતાં અભિરતિ થાય છે અને બીજાનું અનુશાસન કરતાં શ્રમ પડે છે તેનું કારણ શું એ શિષ્યને જાણવું છે. આચાર્યભગવંતે તો જણાવી દીધું કે પંડિતનું અનુશાસન કરતાં ગુરુને આનંદ થાય અને બાલનું અનુશાસન કરતાં ગુરુ થાકી જાય છે. આથી હવે શિષ્યને પોતે પંડિતમાં છે કે બાળમાં છે તેનો નિર્ણય કરવો છે. ગુરુને સીધું તો પુછાય નહિ કે “હું પંડિત છું કે બાળ છું?” તેથી તે ગુરુને પૂછે છે કે ગુરુનું અનુશાસન સાંભળીને બાલને શું થાય અને પંડિતને શું થાય ? આથી એના નિરાકરણમાં બે ગાથાઓ આપી છે. આમાં સૌથી પહેલાં જણાવે છે કે જે બાલ હોય તેનું અનુશાસન કરે ત્યારે બાલને એમ થાય કે – ગુરુ મને ખખડાવે છે. એ જણાવવા “gયા ' આ શબ્દો છે. આજે સાધુસાધ્વીને પ્રામાણિકપણે પૂછવામાં આવે કે ગુરુ હિતશિક્ષા આપે ત્યારે ગુરુએ મને ખખડાવ્યો – એવો વિચાર આવે ને ? તો શું જવાબ આપે ? આચાર્યભગવંત આપણને હિતશિક્ષા આપતા હોય ત્યારે આપણને જો દુઃખ થાય અથવા એમ લાગે કે ગુરુભગવંતને કોઇ ભરમાવી ગયું લાગે છે, તેથી જ મને ખખડાવ્યો લાગે છે... તો સમજી જવું કે આપણે બાળ છીએ. આ બધું જ અનુભવસિદ્ધ છે ને ? શાસ્ત્રકારો આપણા હિત માટે કેટલી ચિંતા કરે છે ? આ સૂત્રનાં પદે-પદો આપણા હૈયાના ઢાળને જણાવનારાં છે. શ્રી મહાવીરપરમાત્માએ છેલ્લે આ સૂત્રનાં પદો પોતાના શ્રીમુખે ભાખ્યાં છે. ભગવાન અર્થથી દેશના આપે છે. છતાં આ સૂત્રનાં પદો ભગવાન એવા ને એવાં સાક્ષાત્ બોલ્યાં છે. આથી જ આ સૂત્રનું મહત્ત્વ ઘણું છે. આવું સૂત્ર ભણવાનું સદ્ભાગ્ય મળ્યા પછી પણ જો તે ગોખવાની તૈયારી ન હોય તો તેવા સાધુપણામાં શું ઉકાળવાના? આજે તો મારે ફરજિયાત કહેવું છે કે ઉત્તરાધ્યયનસૂત્ર કંઠસ્થ ન થાય ત્યાં સુધી છે વિગઇનો ત્યાગ કરવો. આટલું તો બને ને ? આચાર્યભગવંતો હિતશિક્ષા આપે છે તે આપણા ઉપકાર માટે આપે છે પરંતુ તેમનો આશય આપણી પર ઉપકાર કરવાનો નથી હોતો, નિર્જરાનો આશય હોય છે.
૧૯૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૯૯
Page #104
--------------------------------------------------------------------------
________________
છતાં તેમની હિતશિક્ષાને ‘ખખડાવે છે' - એવું કેમ કહેવાય ? તમે ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર તમને કડક શબ્દોમાં જણાવે ત્યારે તમે એમ કહો ખરા કે – ડૉક્ટર ખખડાવે છે ? તો અહીં શા માટે એવું લાગે ? પત્ની ગમે તેટલું બોલે તો ખખડાવે છે – એવું લાગે ? ત્યાં તો કહી દે કે –
સ્વભાવ આકરો છે, કામ ઘણું કરે એટલે અકળાઇ જાય, બાકી મનમાં પાપ નથી.” અને અહીં જાણે ગુરુના મનમાં પાપ જ હોય - એવું ને ? આવો વિચાર કઇ રીતે આવે ? અહીં આગળ જણાવે છે કે આચાર્યભગવંત હિતશિક્ષા આપે ત્યારે આ મને થપ્પડ મારે છે, મારી ઉપર આક્રોશગુસ્સો કરે છે, મારો વધ કરે છે... આવું લાગે તો સમજવું કે આપણે બાળ છીએ. આ બાળને અહીં પાપદૃષ્ટિ તરીકે જણાવે છે. જે કલ્યાણકારી અનુશાસન છે તેને પણ પોતાના અકલ્યાણ તરીકે જુએ તેની દૃષ્ટિ પાપકારી છે – એવું કહેવાય ને ?
હવે જે વિનીત શિષ્ય હોય તે ગુરુ હિતશિક્ષા આપે ત્યારે શું વિચારે છે - તે માટે જણાવે છે કે તેને એવું થાય કે ‘ગુરુભગવંત મને પોતાનો પુત્ર માને છે, ભાઇ માને છે, જ્ઞાતિજન એટલે કે સ્વજન માને છે” તમને પુત્ર પર જેવો પ્રેમ હોય, ભાઇ પ્રત્યે જેવો પ્રેમ હોય, સ્વજન પર જેવો પ્રેમ હોય અને તેના કારણે તેની હિતચિંતા જે રીતે કરો તે રીતે ગુરુભગવંત પોતાની હિતચિંતા કરે છે - એવું વિનીત શિષ્યને કડક અનુશાસન વખતે પણ થાય. જેને આપણી પ્રત્યે લાગણી હોય તે જ આપણી ભૂલ બતાવી આપણને ઉન્માર્ગે જતાં અટકાવે ને ? આપણું પાકીટ પડી ગયું હોય ને કોઇ ગાળ આપીને બતાવે તો પણ તમને માઠું ન લાગે ને ? તેમ અહીં પણ વિનીત શિષ્યને અનુશાસનથી માઠું ન લાગે. આપણે માર્ગે ચાલતા હોઇએ અને કોઇ આપણી ભૂલ બતાવે તો ખખડાવ્યા કહેવાય, પણ આપણે ઉન્માર્ગે જતા હોઇએ ત્યારે રાડ પાડીને અટકાવે તો તે ખખડાવ્યા કહેવાય કે બચાવ્યા કહેવાય ? વિનીત શિષ્યને જેમ ગુરુની હિતશિક્ષામાં પણ ગુરુની લાગણીના દર્શન થાય છે, તેમ પાપદૃષ્ટિ એવા બાલજીવને તો ગુરુ હિતશિક્ષા આપે ત્યારે ‘આપણે એમના નોકર ૨૦૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ન હોઇએ – એવી રીતે વાત કરે છે !' એવો દાસપણાનો ભાવ આવે. આપણને શું થાય છે – એ આપણે જાતે વિચારી લેવું છે અને બાળ હોઇએ તો પંડિત થવા મહેનત કરવી છે. આ સૂત્રનું અધ્યયન માત્ર પોપટપાઠરૂપે નથી કરવું. આપણા અધ્યવસાયને નિર્મળ બનાવે એ રીતે આનો સ્વાધ્યાય, અધ્યયન, મનન કરવું છે.
न कोवए आयरियं अप्पाणं पि न कोवए । बुद्धोवघाइ न सिया न सिया तोत्तगवेसए ॥१-४०।।
આ ઉત્તરાધ્યયનસૂત્રનું વાંચનશ્રવણ આપણે એટલા માટે શરૂ કર્યું છે કે ભવિષ્યમાં તમારે સાધુ થવું છે. જેઓ સાધુ થઇને બેઠા છે અને જેમને સાધુ થવું છે : એ લોકોએ કેવી રીતે વર્તવું જોઇએ - તે જણાવવા માટે આ વર્ણન છે. જેઓ સાધુ થઇને બેઠા છે તેઓ પોતાના સાધુપણાને હારી ન જાય તેની ચિંતા શાસ્ત્રકારોએ સૌથી પહેલાં કરી છે. આ સંસારની રઝળપાટથી બચવું હોય તો આપણે આ હિતશિક્ષા ઝીલવી પડશે. અવિનયનું આચરણ આપણા સંસારનું મૂળ છે. એને ટાળીને વિનય આચરવો જ પડશે. આથી અહીં ૪૦મી ગાથામાં વિનયનું સર્વસ્વ જણાવતાં કહે છે કે – આચાર્યભગવંતને ગુસ્સે ન કરવા. આચાર્યભગવંતને ગુસ્સો આવે એવું એક પણે વર્તન કરવું નથી. તમારે પણ આટલું શીખી લેવું પડશે. મા-બાપ કે ભાઇ-બહેન વગેરે ગુસ્સે થાય એવું વર્તન ન કરવું. મા-બાપ કહે તે માની જ લેવાનું, તેમાં દલીલ નહિ કરવાની. સ0 આજની પેઢી તો કારણ પૂછે કે આવું કેમ કરવાનું ?
આપણે કારણ પૂછવાનું કામ જ નથી. મા-બાપ મોટાં છે, મોટા કહે તે માની લેવાનું. આપણા છોકરાઓને ભણવા મોકલીએ ત્યારે પણ તે આપણને પૂછે કે શા માટે જવાનું ?” તો આપણે શું કહીએ ? “ કહું છું – એટલે જવાનું.” – એમ જ કહો ને ? તો આપણા મા-બાપની વાત આપણે પણ દલીલ કર્યા વિના માની લેવાની. આ તો પોતે માબાપનું માને નહિ અને છોકરાઓ માનતા નથી - એવી ફરિયાદ કરે – શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૦૧
Page #105
--------------------------------------------------------------------------
________________
એ ચાલે ? આજે નિયમ આપી દઉં કે છોકરાઓની હાજરીમાં મા-બાપ કે ભાઇ-બહેન વગેરેને કશું કહેવું નહિ. આટલું તો બને ને ? આપણા વડીલ બેઠા હોય ત્યાં સુધી આપણે વડીલ થવાની જરૂર નથી. અમારે ત્યાં પણ આ જ તકલીફ છે. ગુરુ વિદ્યમાન હોવા છતાં પોતે ગુરુ થવાને ઇચ્છે તે સાધુપણું ન પાળી શકે.
સ૦ પદવી લેવા માટે શિષ્ય જોઇએ ને ?
પદવી એ લેવાની ચીજ જ નથી. ગુરુભગવંત આપે તો જ લેવાની છે. શિષ્ય પણ ગુરુને કરવો હશે તો કરશે અને પદવી પણ ગુરુને આપવી હશે તો આપશે. જે આપણી પાસે દીક્ષા લેવાનો આગ્રહ રાખે તે મરીચિને મળેલા કપિલજેવો છે – એમ સમજવું. એવાને દીક્ષા આપવાથી આપણી દશા મરીચિજેવી થશે. ગુરુને આપણું મોઢું જોઇને શિષ્ય કરી આપવો પડે – એવું નથી કરવું, આપણી યોગ્યતા જોઇને તેમને શિષ્ય કરી આપવો પડે – એવું જીવન જીવવું છે. આપણે યોગ્યતા કેળવી લેવી છે. પદવી તો પુણ્યથી મળે છે. આપણે સાધુ થયા તે આચાર્ય થવા માટે થયા છીએ કે સિદ્ધ થવા માટે થયા છીએ ? આચાર્યભગવંતો તો પદવી આપતી વખતે યોગ્યતા, પર્યાય, પુણ્ય, જ્ઞાન બધું જ જોઇને આપે. પદવી આપવી એ આચાર્યભગવંતનો વિષય છે, આપણો નથી. આપણે તો કર્મની નિર્જરા કરવા આવ્યા છીએ, કરીને જતા રહેવું છે. પુણ્યના યોગે મળે તેની ચિંતા નથી કરવી, કર્મક્ષયથી જે મળે એવું છે તેના માટે પુરુષાર્થ કરવો છે. પદવી પુણ્ય વિના ન મળે, જ્યારે સિદ્ધપદ પુરુષાર્થ વિના ન મળે. પદવી મળવી એ આપણા હાથની વાત નથી, સિદ્ધ થવું - એ આપણા હાથની વાત છે. મારા ગુરુમહારાજ કહેતા હતા કે - આ દુનિયામાં બે જ વસ્તુ માંગી મળે એવી છે : સાધુપણું અને મોક્ષ.
તેથી નક્કી છે કે ગુરુને ગુસ્સે ન કરવા અને કદાચ આપણા સંસ્કારના કારણે આપણી ભૂલ થાય અને ગુરુ ગુસ્સે થાય તો તેવા વખતે આપણે જાતે ગુસ્સે ન થવું અને ગુરુને જેમતેમ ન બોલવું. ગુરુ ગુસ્સે થાય તો આપણને ગુસ્સો આવે ને ? એવું કોઇ સંયોગોમાં બનવું ન
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૦૨
જોઇએ. તેથી પોતાની જાતને પણ ગુસ્સે ન ક૨વી - એમ જણાવ્યું. આગળ જણાવે છે કે બુદ્ધ એટલે આચાર્યભગવંતનો ઉપઘાત ન કરે. અહીં શિષ્ય શંકા કરે છે કે – આટલી હદ સુધી શિષ્ય પહોંચે ? તેથી તેના નિરાકરણમાં એક દૃષ્ટાંત જણાવે છે.
એક નગરમાં ઘણા શિષ્યના ગુરુ કે જેમનાં પાપ ક્ષીણપ્રાયઃ થયાં છે, તેવા આચાર્ય રહેલા હતા. અહીં આચાર્યને પુણ્યના નિધાન તરીકે ન વખાણતાં, પાપરહિત તરીકે વર્ણવ્યા છે : આના ઉપરથી પણ સમજાય એવું છે કે - શાસ્ત્રકારો આચાર્યભગવંતની કેવી વિશેષતા ગણાવે છે ? આ આચાર્યભગવંત ગુણરૂપ ગણને ધરનારા ગણી હતા. જેની પાસે શિષ્યસંપત્તિ હોય તેને ગણી નથી કહ્યા. જે ગુણના ગણને ધરનારા છે તેને ગણી કહેવાય : આવી વ્યાખ્યા ધર્મબિંદુ, પંચવસ્તુ વગેરે ગ્રંથમાં જણાવી છે. આ આચાર્યનું જંઘાબળ ક્ષીણ થવાથી તેઓ એક જ નગરમાં
સ્થિરવાસ રહ્યા હતા. તેમની સેવા કરવાથી અને એક જ સ્થાને રહેવાથી કંટાળી ગયેલા શિષ્યોએ આચાર્યભગવંતને અણસણ કરવાની ફરજ પડે એવું ત્રાગડું રચ્યું. તે નગરના શ્રાવકો આચાર્યભગવંતના કારણે પોતે સનાથ છે એવું માનતા હતા. આથી જ આચાર્યભગવંતને ભક્તિબહુમાનપૂર્વક પૌષ્ટિક આહાર આદિ વહોરાવતા હતા. આ શિષ્યોએ અંતપ્રાંત ભિક્ષા લાવવાનું શરૂ કર્યું અને આચાર્યભગવંતને એમ કહ્યું કે આપણા સ્થિરવાસના કારણે ઊભગી ગયેલા શ્રાવકો હવે આવો જ
આહાર વહોરાવે છે’ અને આ બાજુ શ્રાવકોને કહ્યું કે ‘અમારા ગુરુ હવે અપવાદવાળું જીવન જીવવા રાજી નથી તેથી તેમણે અણસણ કરવાનું નક્કી કર્યું છે.’ આ રીતે બંન્ને બાજુ સુરક્ષિત કરી દીધી. પરંતુ શ્રાવકોને તો આવું સાંભળી ઘણો આઘાત લાગ્યો. તેઓ આચાર્યભગવંત પાસે આવ્યા અને તેમને વિનંતિ કરતા કહ્યું કે તીર્થંકરરૂપી સૂર્ય આ જગતમાં અસ્ત
થયે છતે ઘ૨માં દીપકની જેમ પ્રકાશને કરનારા આપ છો. આપના કારણે જ અમે સનાથ છીએ. આપના શરીરની આપને જરૂર નથી પણ અમારે જરૂર છે. માટે અનશન ન કરશો.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૦૩
Page #106
--------------------------------------------------------------------------
________________
સાધુભગવંતોનો આચાર સૌથી શ્રેષ્ઠ છે એવું જ્યાં સુધી નહિ લાગે ત્યાં સુધી આ સંસારથી છૂટવાનું કામ શક્ય નહિ બને. તમે ગમે તેટલા જીવોની જીવદયા પાળો, છ કાયની રક્ષા કરો છતાં સાધુપણાના આચાર સામે તેની ફૂટી કોડીની કિંમત નથી. મનુષ્યને સુખી બનાવવાનો ઉપદેશ આપવાની જરૂર નથી, મનુષ્યને સાધુ બનાવીને મનુષ્ય મટાવી મુક્ત બનાવવાનો ઉપદેશ આપવાની જરૂર છે - બરાબર ને ? સ0 જયાં સુધી સાધુ ન બનાય ત્યાં સુધી તો સુખી બનાવવાની વાત
કરીએ ને ?
અનાજ ખાવા ન મળે ત્યાં સુધી ધૂળ ખાવી ? સાધુપણું તો અનાજ જેવું છે અને આ ગૃહસ્થપણું ધૂળ જેવું છે. ગૃહસ્થપણામાં પાપ વિના જીવી શકાતું નથી. સાધુપણામાં એક પણ પાપ કરવું પડતું નથી. સ0 બીજાને સુખી કરવા એ ધર્મ નહિ ? ધના સાર્થવાહે આપેલું ને ?
- બીજાને સુખી કરવા એ ધર્મ નથી, કોઇને દુઃખ ન આપવું - એ ધર્મ છે. ધના સાર્થવાહ તો સમ્યકત્વ પામવા પહેલાં સાથે લઇને નીકળેલા હતા. તમે તો સમ્યગ્દર્શન પામેલા અને શ્રાવકપણાને પાળનારા છો ને ? તમારા માટે સુખ આપવું - એ આચાર જ નથી. તમારે તો શ્રાવકપણામાંથી સાધુપણા સુધી પહોંચવું છે ને ? બીજાને સુખ આપવું એ સાધુનો આચાર નથી, ચૌદ રાજલોકમાંથી એક પણ જીવને દુ:ખ ન આપવું - એ સાધુપણાનો આચાર છે. પેલા ચોરની વાત સાંભળી છે ને ? એક રાજાએ એક ચોરને દેહાંતદંડની સજા ફરમાવી. ત્યારે રાજાની આઠ રાણીઓએ એક એક દિવસ ચોરની ભક્તિ કરવાની રજા માંગી. રાજાએ રજા આપી. સાત રાણીઓએ સારામાં સારા ભોજનાદિ દ્વારા ભક્તિ કરી. આઠમીએ કશું ન કર્યું માત્ર રાજાને એમ કહ્યું કે જો મારી પ્રત્યે પ્રેમ હોય તો આ ચોરને છોડી દો. રાજા કહે – રાજય કઇ રીતે ચલાવું ? રાણી કહે - હવે આ બીજી વાર ચોરી નહિ કરે, તેની ખાતરી આપું છું. રાજાએ ચોરને છોડી મૂક્યો. હવે ચોરને પૂછે કે તારી સૌથી સારી ભક્તિ કોણે કરી -
તો એ શું કહે ? આઠમી રાણીએ જ કરી - એમ કહે ને ? તો સુખ આપવામાં સુખ છે કે દુઃખ ન આપવામાં સુખ છે ? સ0 દુઃખ ન આપવું એ સુખ હોય તો સુખ આપવું તે શું ?
તેને તો લાંચ કહેવાય. તમે સુખ ક્યારે આપો, બદલાની અપેક્ષા હોય ત્યારે જ ને ? તેથી દુ:ખ ન આપવું એ જ ધર્મ છે. સાધુભગવંત દુ:ખ બધાનું સહન કરી લે અને દુ:ખ કોઇને પણ ન આપે. આથી જ સાધુપણાનો આચાર સર્વશ્રેષ્ઠ છે - એવું માન્યા વિના ધર્મ કરવાની યોગ્યતા ન આવે.
આચાર્યભગવંતનો ઉપઘાત કરનાર સાધુઓની કથા શરૂ કરેલી તેમાં આપણે જોઇ ગયા કે સંઘે આચાર્યને અનશન ન કરવાની વિનંતી કરતાં કહ્યું - આપનું અસ્તિત્વ પણ ઉપકારનું કારણ છે, અકાળે અનશન ન કરો, અનવસરે કામ સારા માણસો ન કરે. આ બધું સાંભળીને આચાર્યભગવંત સમજી ગયા કે આ શિષ્યોનાં પરાક્રમ છે. તેથી તેમણે ખરેખર અનશન કરવાનું નક્કી કર્યું. અવિનીત શિષ્યો ઉપર ગુસ્સો ન કર્યો. ઉપરથી તેઓ વિચારે છે કે – મારે પરને પીડા ઉપજાવવી યોગ્ય નથી. સામો માણસ અયોગ્ય હોય એટલે તેને પીડા પહોંચાડવાનો અધિકાર આપણને નથી. સઅનુશાસન કઇ રીતે કરવાનું ?
અવિનીતની ઉપેક્ષા કરવી – આ પણ એક પ્રકારનું અનુશાસન છે. એટલું યાદ રાખો. આચાર્ય ભગવંત તો અનશન કરીને દેવલોકમાં ગયા અને તેમના શિષ્યો લોકમાં અપવાદને પામ્યા. આ રીતે આચાર્યભગવંતને ઉપઘાત કરનારો શિષ્ય ન બને તેમ જ ગુરુના તોત્રની-દોષની શોધમાં ન ફરે. તોત્ર એટલે પરોણો. બળદને પરોણો ખોંસીને જેમ પીડા પહોંચાડીએ તેમ આચાર્યભગવંતના મર્મનો ઘાત કરનારાં વચનો ન બોલવાં. આચાર્યને હૈયામાં વાગે, કાનમાં કીડા પડે તેવા વચનો ન બોલવાં - એમ જણાવે છે.
૨૦૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૦૫
Page #107
--------------------------------------------------------------------------
________________
હવે પોતે તો ગુસ્સો ન કરવો પણ આચાર્યભગવંત ગુસ્સે થાય તો તેમનું તે ભોગવશે – એમ કહી બેસી ન રહેવું, તે જણાવે છે :
आयरियं कुवियं नच्चा पत्तिएण पसायए । विज्झवेज्ज पंजलीउडो वएज्ज न पुणुत्ति य ॥१-४१॥
આચાર્યભગવંતને ગુસ્સે થયેલા જાણીને હાથ જોડી, અંજલિ જોડીને પ્રતીતિજનક વચનો વડે ‘ફરીથી આવું નહિ કરું” આ પ્રમાણે તેમને જણાવીને તેમને પ્રસન્ન કરવા. આ તો ચારપાંચ દિવસ સુધી મોટું જ ન જુએ. બધા બેઠા હોય ત્યારે વંદન કરીને જતો રહે. આ વિનય કરવાની રીત નથી. આચાર્યભગવંતનો ગુસ્સો શાંત થાય તે માટે તેમની પ્રત્યે વધુને વધુ વિનય કરતા રહેવાનું. તમારે પણ આટલું શીખી લેવાનું કે જેની સાથે ઝઘડો થાય તેની સાથે ચા પીવા બેસી જવાનું. તેના ઘરે જઇને જમી આવવાનું. ઘરેથી આપણું ટિફિન લઇને જવાનું. આપણા ટિફિનનું એને જમાડવાનું. આવું કરો તો ગુસ્સો ઊતરી જાય ને ? સ0 વારંવાર ગુસ્સો આવે તો વારંવાર જમવા જવાનું ?
ગુસ્સો ટાળવો હોય તો જવાનું. આપણે અનુબંધ તોડવા છે માટે જવું છે. વારંવાર કરવાનો વખત જ નહિ આવે, આવું કરવાથી ગુસ્સો શાંત થઇ જશે. ચંડકૌશિકનો ગુસ્સો કેવો હતો ? ભગવાનને દંશ દીધો ને ? છતાં ક્ષમાપના કરી તો કાયમનો ગુસ્સો ગયો ને ? સર્પજેવો સર્પ પણ સુધરી જાય તો માણસ ન સુધરે ? આ તો કહે ‘તમે પહેલાં બોલ્યા એટલે હું બોલ્યો.' આ ક્ષમાપનાની રીત નથી. ‘તમારી નહિ, મારી ભૂલ છે, હવે બીજી વાર આવું નહિ કરું.’ આવું કહીને ક્ષમાપના આપીએ તો શુદ્ધિ થાય. સ0 સામાને પૂર્વગ્રહના કારણે ગુસ્સો આવતો હોય તો ?
તોપણ આપણે પૂર્વગ્રહ નથી રાખવો. આપણને પૂર્વગ્રહના કારણે નહિ, પૂર્વના અનુબંધના કારણે વેઠવાનું આવે છે. રોગ પૂર્વકર્મના ઉદયથી આવે છતાં તેને ટાળો છો ને ? તેમ પૂર્વના વૈરના અનુબંધ હોય તોપણ ૨૦૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
તે હવે તોડવા છે અને તે સામાનો ગુસ્સો સહન કરી લેવાથી અને સામે ગુસ્સો નહિ કરવાથી તૂટશે. હવે આ ક્ષમાનો આચાર મહાપુરુષોએ આચરેલો હોવાથી અવશ્ય આચરણીય છે – તે જણાવે છે.
धम्मज्जियं च ववहारं बुद्धेहायरियं सया । तमायरंतो ववहारं गरहं नाभिगच्छई ॥१-४२॥
આ રીતે ક્ષમાધર્મની આચરણ સ્વરૂપ વ્યવહાર બુદ્ધપુરુષોએ સદા માટે આચરેલો હોવાથી તેનું આચરણ સર્વ સાધુજનોએ કરવું જોઇએ. મહાપુરુષોએ જે વ્યવહાર આચર્યો હોય તેનું આચરણ કરનારા ક્યારે પણ ગર્ભાપાત્ર બનતા નથી. આજે આટલું નક્કી કરવું છે કે આપણા ગુરુભગવંતે જે પ્રવૃત્તિ ન કરી હોય તે પ્રવૃત્તિ આપણે નવેસરથી શરૂ ન કરવી. વર્તમાનમાં જે નવાં આચરણો શરૂ કર્યા છે તેનું પરિણામ આપણે ભોગવી જ રહ્યા છીએ. મહાપુરુષોના માર્ગે ચાલ્યા હોત તો આપણે તેમની પંક્તિમાં બેઠા હોત. આપણે મહાપુરુષોની પંક્તિમાંથી બહાર નીકળ્યા હોઈએ તો તે નવી આચરણાઓ શરૂ કરવાના કારણે. આપણા આચાર્યભગવંત પાસે જે પ્રજ્ઞા, જે દીર્ધદર્શિતા, જે પુણ્ય, જે પ્રતિભા હતી તેનો છાંટો પણ આપણી પાસે નથી. તેઓશ્રી આટલા સમર્થ હોવા છતાં જે કામ તેમણે ન કર્યું હોય તે કામમાં આપણે હાથ ન નાંખવો. એમની પ્રતિભા વગેરે ઉપર વિશ્વાસ રાખીને પ્રવૃત્તિ કરવી છે. આપણી પાસે એમાંનું એકે ન હોવા છતાં આપણે એમનાથી આગળ વધવા પ્રયત્ન કરીશું તો નિંદા અને ગોંપાત્ર બન્યા વિના નહિ રહીએ. કલ્પસૂત્રના નવમા સામાચારી વ્યાખ્યાનમાં શરૂઆતમાં જ શિષ્ય શંકા કરે છે કે “ચોમાસથી પચાસમાં દિવસે જ સંવત્સરી આવે છે – એવું શા માટે ?' ત્યારે તેના નિરાકરણમાં જણાવે છે કે – આપણા ગણધરભગવંતોએ આ રીતે આચરણા કરી છે, તેમના શિષ્ય, પ્રશિષ્યોએ પણ આ જ આચરણા કરી છે, અમારા ગુરુભગવંતોએ પણ આવી જ આચરણા કરી છે, વર્તમાનના સાધુઓ પણ આ રીતે જ કરે છે માટે અમે આવી આચરણા કરીએ છીએ. મહાપુરુષોના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૦૭
Page #108
--------------------------------------------------------------------------
________________
આચરણનું અનુકરણ કરવા દ્વારા તેઓશ્રીની પંક્તિમાં બેસવાનું સદ્ભાગ્ય આપણને પ્રાપ્ત થતું હોય તો તે આપણે ગુમાવવું નથી.
मणोगयं वक्तगयं जाणित्तायरियस्स उ । तं परिगिज्झ वायाए कम्मुणा उववायए ॥१-४३।।
આપણે જોઇ ગયા કે મહાપુરુષોની પંક્તિમાં જે બેસે તેઓ ગર્ભાપાત્ર બનતા નથી ઉપરથી મહાપુરુષોની જેમ જ પૂજાપાત્ર બને છે. આજે તમને કે અમને કાંઇક નવું કરી બતાવવાની ઇચ્છા છે ને ? આના કારણે જ આપણે માર્ગથી પાછા પડીએ છીએ, ખસી જઇએ છીએ. શાસ્ત્રકારોએ અહીં વ્યવહારની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે જે વિશેષ કરીને પાપને દૂર કરે છે (વિશેષેT પાપમવતિ રૂત્તિ વ્યવહાર: ) તેને વ્યવહાર કહેવાય છે. આપણી દૃષ્ટિએ તો જેમાં પાપ કરવાની છૂટ મળે તેને વ્યવહાર કહીએ ને ? પાપને દૂર કરવાની વાત નિશ્ચયમાં જાય અને પાપ કરવાની છૂટ આપવાની વાત વ્યવહારમાં આવે-એવી જ આપણી માન્યતા છે ને ? શાસ્ત્ર કારો કહે છે કે જે પાપને દૂર કરી આપે તે જ વ્યવહાર છે. ધર્મકરણીમાં છૂટછાટ આપવાનું કામ વ્યવહાર કરે છે - આ ખોટી માન્યતા છે. ક્ષમાધર્મ વગેરેનું આચરણ એ પાપને દૂર કરનારું હોવાથી તે વ્યવહાર આચરવાયોગ્ય છે. આવા વ્યવહારને આચરનારો પૂજાપાત્ર બને એમાં નવાઇ નથી ને ?
હવે શિષ્ય ગુરુ ઉપર ગુસ્સો તો ન કરે, ક્ષમાને ધારણ કરે - એ જણાવ્યા બાદ આચાર્યની ઇચ્છાને અનુસાર પ્રવૃત્તિ કરવી તે જણાવે છે. આચાર્યભગવંતના મનમાં શું રહેલું છે તે જાણીને તેને અનુકૂળ થઇને વર્તન કરવાનું છે. જે પોતાના મનની વાતને અનુસાર પ્રવૃત્તિ કરે તે અવિનીત છે. આચાર્યભગવંતના મનની વાતને જાણીને તેને અનુસાર પ્રવૃત્તિ કરવી એ વિનયનું આચરણ છે. આચાર્યભગવંતના મનમાં શું છે તે કળી લેવું છે. એ શું કહેવા માંગે તે સમજી લેવું કે પછી જ પ્રવૃત્તિ કરવી છે. આ તો વિચારે કે “આપણું પણ મન છે, બધું એમના કીધે ૨૦૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
જ કરવાનું - એવું ક્યાંથી બને ? આચાર્યભગવંત તો કીધા કરે - આપણે સાંભળી લેવાનું - કરતા હોઇએ તે કરવાનું ! સ0 ગુલામી લાગે ને ?
ગુલામી છે તો ખરી, પણ એક વાર મોક્ષે જવાનું મન થઇ જાય તો એ ગુલામી ગુલામી નહિ લાગે. આચાર્યભગવંતના મનના અને વચનના અભિપ્રાયને જાણીને પ્રવૃત્તિ કરવી છે. ‘મારી ગેરસમજ થઇ” એવું બોલવાનો વખત ન આવે તે રીતે પ્રવૃત્તિ કરવી છે. આપણને સમજ પડતી નથી એવું નથી, આપણે સમજવું નથી : એ હકીકત છે. આપણે અણસમજુ નથી, દાંડ છીએ. જેને સમજ ન પડે તેને અણસમજુ કહેવાય અને સમજ્યા પછી પણ જેને કરવું નથી તેને દાંડ કહેવાય. દંડ જેમ વળે નહિ તેમ જે પોતાની ઇચ્છાથી એવો અક્કડ થઇ ગયો હોય કે વળે નહિ તેને દાંડ કહેવાય. વિનીત શિષ્ય તો તપાવેલા સોનાની જેમ વાળીએ તેમ વળે એવો હોય. ગુરુ શું કહેવા માંગે છે એ સમજવા માટે પ્રયત્ન કરવો છે અને તે રીતે સમજાયા પછી વચનથી તેમની આજ્ઞાને સ્વીકારીને કર્મ-ક્રિયા વડે તે આજ્ઞાને પાળીને બતાવે. આ તો હાજી કહે; પણ તરત ન કરે, બેસી રહે, પછી મોડું થાય ભૂલી જાય - એવું ય બને. આ વિનય નથી. ગુરુભગવંત આજ્ઞા કરે તો ‘હમણાં જ કરું કે પછી કરીશ તો ચાલશે ?’ એવું પૂછવું એ અવિનીતનું લક્ષણ છે. વચનથી તહત્તિ કરવી અને કાયાથી કામ કરી આપવું.
वित्ते अचोइए निच्चं खिप्पं हवइ सुचोइए । जहोवइ8 सुकयं किच्चाणं कुव्वइ सया ॥१-४४॥
વિત્ત એટલે વિદ્વાન. જે જ્ઞાની છે, વિદ્વાન છે તે કાયમ માટે ચોદનાપ્રેરણા કર્યા વિના પણ ગુરુનું કામ કરે. જે પોતે જાતે કામ કરતો હોય તેને જો ચોદના કરવામાં આવે ત્યારે તો તે વિદ્વાન જલદીથી કામ કરવા તૈયાર થાય. ‘અમે કરીએ જ છીએ તમારે કહેવાનું શું કામ છે'... આવું બધું બોલબોલ ન કરવું. તેમ જ ગુરુએ જે રીતે કરવાનું કહ્યું હોય તે રીતે કાર્યો કરવાં, તો જ ગુરુનો ઉપદેશ સારી રીતે ઝીલ્યો કહેવાય. એ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૦૯
Page #109
--------------------------------------------------------------------------
________________
છે. જે પોતાના ગુરુને ગુરુ માને તેના શરણે જવું. જે પોતાના ગુરુને ગુરુ માની તેમનો વિનય ન કરે તેવાને ગુરુ માનવાની ભૂલ ન કરવી. જે ગુરુના કહ્યામાં હોય તેના શરણે જવામાં કોઇ જ જોખમ નથી. જેમ જગતી-પૃથ્વી સર્વ જીવોના આધારભૂત છે તેમ આ સાધુ સર્વ સદનુષ્ઠાનોના આશ્રયભૂત બને છે.
पुज्जा जस्स पसीयन्ति संबुद्धा पुव्वसंथुया । पसन्ना लाभइस्संति विउलं अट्टियं सुयं ॥१-४६॥
વખતે દલીલ કરવા ન બેસવું કે “આવું કરવાના બદલે આમ કરીએ તો ચાલે ને ? આપણે તો કામથી કામ છે ને ?’ કારણ કે ગુરુને કામનું કામ નથી આજ્ઞાપાલન કરાવવાનું કામ છે. ગુરુ જે કાર્ય જે રીતે જયારે કરવાનું કહે તે રીતે કરી લેવાનું. સ0 દોઢ ડાહ્યા નહિ થવાનું.
દોઢ ડાહ્યા નહિ થવાનું, ડાહ્યા પણ નહિ થવાનું, કહ્યાગરા થવાનું. આપણે દોઢડહાપણ ન કરવું, ડહાપણ પણ ન ચલાવવું, કહ્યાગરા બનીને આજ્ઞા પાળવા તૈયાર થવાનું. સ0 સમજુ માણસ તર્ક શા માટે કરે ?
તેને મોક્ષમાં જવું નથી, સંસારમાં જ રહેવું છે માટે તર્કકતર્ક કરે છે. જેને સંસારમાં રહેવું ન હોય તેને આજ્ઞા શીરાની જેમ ગળે ઊતરે. તેને તર્ક કરવાનું સૂઝે જ નહિ. સ0 ઉપસર્ગો વેઠીને મોક્ષે જનારા ખંધક મુનિ આદિ અનેક મહાત્મા
છે, આજ્ઞા પાળીને મોક્ષે જનારા કોણ છે ?
જેટલા ઉપસર્ગો વેઠીને ગયા છે તે આજ્ઞા પાળીને જ ગયા છે. ભગવાનની આજ્ઞા મુજબ દુ:ખ વેઠે તેને દુ:ખ દુઃખ ન લાગે તેથી જ તેણે ઉપસર્ગો વેક્યા કહેવાય, આજ્ઞા વિના દુ:ખ ભોગવે તે તો અકામનિર્જરા કહેવાય. નારકીના જીવો દુઃખ ઘણું ભોગવે છે, પણ તેનાથી અકામનિર્જરા થાય છે, કારણ કે ન છૂટકે દુ:ખ ભોગવે. જ્યારે સાધુભગવંતો આજ્ઞા પાલન કરવા માટે ઉપસર્ગો સહન કરે છે માટે તેમને સકામનિર્જરા થાય છે. દુઃખ (પરાધીનપણે) ભોગવવામાં અકામનિર્જરા છે, ઉપસર્ગો (સમજીને સ્વેચ્છાથી) ભોગવવામાં સકામનિર્જરા છે – એટલું યાદ રાખવું.
नच्चा नमइ मेहावी लोए कित्ती से जायइ । हवइ किच्चाणं सरणं भूयाणं जगई जहा ॥१-४६॥
આચાર્યભગવંતોના વિનયનું ફળ શું છે એ આ અધ્યયનની છેલ્લી ગાથાઓથી જણાવે છે. દરેક પ્રકારના આચારમાં મુખ્યતા આ એક જ વસ્તુની છે કે આચાર્યભગવંતને સમર્પિત થઇને રહેવું અને આચાર્યભગવંત ગુસ્સે થાય તેવું વર્તન જ ન કરવું તેમ જ તેમને શાંત કરવા તથા તેમને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કર્યા જ કરવો. આપણને શાંત રહેવું કદાચ ફાવે તોપણ બીજાને શાંત કરવાનું લગભગ ફાવે એવું નથી ને ? અહીં જણાવે છે કે આચાર્ય જો કોપાયમાન થાય તો દરેક પ્રકારના ઉપાયો સેવીને તેમને પ્રસન્ન કર્યા વિના નથી રહેવું. આજે તમને કે અમને દુઃખ વેઠવાનું ફાવે છે પણ આજ્ઞા પાળવાનું શક્ય નથી બનતું. આપણી ઇચ્છાથી માસક્ષમણ થાય પણ ભગવાનની આજ્ઞાથી નવકારશી કરવી ન ફાવે ને ? તમને ઇચ્છા થાય તો માસક્ષમણ કરી લો, પણ ભગવાનની આજ્ઞા છે. માટે નવકારશી-ચોવિહાર કરવાની તૈયારી નથી ને ? અમારે ત્યાં પણ પોતાને જે ગમે તે ભણવા તૈયાર થઇ જાય પણ ગુરુ કહે તે ન ભણે . ગૃહસ્થને કામ લાગે તેવા ગ્રંથો ભણે, પોતાના આત્માને લાભ કરનાર ગ્રંથ ન ભણે. સ્વાધ્યાય એટલે સ્વને ઉપયોગી એવો અધ્યાય. જે પોતાના કામમાં ન લાગે તેને સ્વાધ્યાય ન કહેવાય. અમારે ત્યાં પોતાની ઇચ્છાથી પરિષહ-ઉપસર્ગ વેઠવાનું કામ સહેલું છે પણ ગુરુની આજ્ઞા પાળવાનું કામ સહેલું નથી. દુઃખ વેઠવું સહેલું છે, તપ કરવો સહેલો છે, ભણવાનું પણ સહેલું છે અને વૈયાવચ્ચ કરવી પણ સહેલી છે, પરંતુ ગુરુને પ્રસન્ન કરવાનું કામ કપરું છે. આથી જ ગુરુને પ્રસન્ન કરવાનું કામ પ્રયત્નપૂર્વક કરવાનું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૧૧
જે સાધુ ગુરુનો આ રીતે વિનય કરે છે તેના કાર્યને ગુરુ પણ વખાણે છે તેમ જ લોકમાં પણ તેની કીર્તિ પ્રસરે છે અને તે સર્વ કૃત્યોનો આશ્રય બને
૨૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #110
--------------------------------------------------------------------------
________________
જણાવ્યું. ગુરુ ગુસ્સે થાય તો તેમને છોડીને જતા નહિ રહેવાનું. તેમનાં ચરણોમાં બેસી તેમને પ્રસન્ન કરવા માટે મહેનત કર્યા વિના ન રહેવું. અગ્નિને છોડીને જઇએ તો આપણે ભૂખે મરવાનો વખત આવે. ભૂખ્યા મરવું ન હોય તો અગ્નિનો તાપ વેઠવો પડે. તેમ આચાર્યભગવંતનો ગુસ્સો વેડ્યા વિના અને તેમને શાંત કર્યા વિના નથી રહેવું.
અહીં શિષ્ય શંકા કરે છે કે આચાર્યભગવંતને પ્રસન્ન શા માટે કરવાના ? તેના નિરાકરણમાં આ ગાથામાં જણાવે છે કે પૂજય પુરુષો જો આપણી ઉપર પ્રસન્ન થાય તો વિપુલ પ્રમાણમાં મોક્ષને અપાવે એવું શ્રુતજ્ઞાન આપણને પ્રાપ્ત કરાવી આપે છે. પ્રસન્ન થયેલા ગુરુ આપણને ઘણું શ્રુતજ્ઞાન આપે છે માટે જ તેમને પ્રસન્ન કરવા છે અને તેમને શાંત કરવા છે. એ સિવાય પોતાને સાચવે, ગોચરીપાણી કે દવા વગેરેનું ધ્યાન રાખે - એવા આશયથી તેમને પ્રસન્ન કરવાની વાત નથી. અહીં શ્રુતજ્ઞાનનું વિશેષણ ‘અર્થિત’ આપ્યું છે - તેમાં ‘અર્થ’ નો અર્થ “મોક્ષ કર્યો છે. આપણે ‘અર્થ’ એટલે ધન સમજીએ છીએ. શાસ્ત્રકારો અર્થ તરીકે મોક્ષને જણાવે છે અને એના સાધન તરીકે શ્રુતજ્ઞાનને જણાવ્યું છે. ધન તો અનર્થભૂત છે. મોક્ષ જ અર્થભૂત છે. જે મોક્ષને અપાવે તેને અર્થિતશ્રુત કહેવાય. આ સૂત્ર ભણીને આપણો એટલો ભ્રમ ભાંગી ગયો કે ધન અર્થભૂત નથી, જ્ઞાન જ અર્થભૂત છે, મોક્ષ જ અર્થભૂત છે. જેઓ ગુરુને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન નથી કરતા તેઓ મોક્ષના અને શ્રુતજ્ઞાનના અર્થી નથી એમ સમજી લેવું. જેમની કૃપાથી મોક્ષ અપાવે એવું શ્રુતજ્ઞાન પ્રાપ્ત થઇ શકે એવું છે તેમને પ્રશાંત કર્યા વિના નથી રહેવું.
હવે ગુરુની પ્રસન્નતા-કૃપાનું ફળ જણાવે છે : स पुज्जसत्थे सुविणीयसंसए मणोरुई चिट्ठइ कम्मसंपया । तवोसमायारिसमाहिसंवुडे महज्जुई पंचव्वयाई पालया ॥१-४७॥ स देवगंधव्वमणुस्सपूइए चइत्तु देहं मलपंकपुव्वयं । सिद्धे वा हवइ सासए देवे वा अप्परए महिड्डिए ॥१-४८॥
ત્તિ વેમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
જે સાધુ ગુરુની સ્તવના કરે છે, તેનું જ્ઞાન પણ પૂજાપાત્ર બને છે. પૂજાપાત્ર છે. શાસ્ત્ર (જ્ઞાન) જેનું એવો તે સાધુ બને છે. ગુરુની કૃપાથી આપણું જ્ઞાન પ્રશંસાપાત્ર બને છે. જે ગુરુનો વિનય કરે તેના જ્ઞાનની લોકો પ્રશંસા કરે છે, કે જેવા ભણેલા છે તેવા ગણેલા પણ છે. આજે જ્ઞાન જો નિંદાપાત્ર બનતું હોય તો તે અવિનયના કારણે બને છે. તેમ જ ગુરુનો વિનય કરવા દ્વારા ગુરુને પ્રસન્ન કરવાથી ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે, તેનાથી શિષ્યના સંશયો સારી રીતે દૂર થઇ જાય છે. તેમ જ ગુરુના મનની રુચિને અનુકૂળ થઇને રહેવાનું શક્ય બને છે. જે કાંઇ પ્રવૃત્તિ કરે તે ગુરુની ઇચ્છાને અનુકૂળ કરે. તેથી તપ, સામાચારી અને સમાધિથી સંવૃત્ત બને છે. ગુરુની રુચિને અનુસરવું અને પોતાની ઇચ્છાને બાજુએ મૂકવી – એ જ તપ છે, ગુરુની આજ્ઞાનું પાલન કરવું એ જ સામાચારી છે અને ગુરુની ઇચ્છા મુજબ જીવવું એ જ સમાધિ છે. પોતાની ઇચ્છા મુજબ જીવવું તે અસમાધિ છે. તેમ જ આવો સાધુ પાંચ મહાવ્રતના પાલન દ્વારા મહાન વ્રુતિ-તેજવાળો બને છે. જે મહાવ્રત પાળવા તૈયાર થાય તેણે તપ, સામાચારી અને સમાધિથી સંપન્ન બનવું જોઇએ, સમાધિ માટે ગુરુની મનોરુચિને અનુસરવું જોઇએ. આ સામર્થ્ય ગુરુના વિનયથી પ્રાપ્ત થાય છે.
- ત્યાર બાદ જણાવે છે કે તે સાધુ દેવ, ગંધર્વ, મનુષ્યોને પૂજનિક બને છે. જેના હૈયામાં ધર્મ પરિણામ પામ્યો હોય તેને દેવો પણ નમસ્કાર કરે છે. કારણ કે ઇન્દ્રાદિ દેવતાઓ રાતદિવસ વિરતિને ઝંખતા હોય છે. આજે આપણને ઇન્દ્ર થવું છે જ્યારે ઇન્દ્રોને સર્વવિરતિ જોઇએ છે, આ ય એક વિચિત્રતા છે ને ? જો ઇન્દ્રાદિ દેવતા પણ વિરતિને જ ઇચ્છતા હોય તો આપણે દેવલોકમાં જવાનું કામ શું છે ? આ રીતે ગુરુના વિનયથી ક્રમે કરી આઠે ય કર્મોથી મુક્ત બનેલો સાધુ મળ અને પંક છે પૂર્વમાં જેના તેવા દેહનો ત્યાગ કરે છે. બાહ્યથી ઔદારિક શરીરનો ત્યાગ કરે છે અને અત્યંતરથી કાર્મણશરીરનો ત્યાગ કરીને શાશ્વત એવા સિદ્ધ થાય છે અથવા તો જે મોક્ષમાં ન જાય તો અલ્પ છે કર્મરૂપી રજ જેની એવો તે લધુકર્મી સાધુ મહાન ઋદ્ધિવાળો દેવ થાય છે. આ રીતે વિનયનું ફળ મોક્ષ પ્રાપ્ત થાય છે અથવા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૧૩
૨૧૨
Page #111
--------------------------------------------------------------------------
________________
વિનયના યોગે આસન્નસિદ્ધિક બનાય છે. આવા વિનયની આપણે ઉપેક્ષા નથી કરવી. આપણી ઇચ્છાને અનુસરવાની વૃત્તિ આપણને વિનયથી દૂર રાખે છે અને અવિનયી બનાવે છે. તેથી એ વૃત્તિનો ત્યાગ કરી સર્વ વિનયના સારભૂત ગુરુની આજ્ઞાને અનુસરવાની વૃત્તિ કેળવી લેવી છે.
(૨) પરીષહ-અધ્યયન પહેલા અધ્યયનમાં સાધુના આચાર સ્વરૂપ વિનય જણાવ્યો છે. આ આચારનું પાલન ક્યારે કરવાનું ? તો જણાવે છે કે સ્વસ્થ અવસ્થામાં હોય ત્યારે જ વિનય પાળવાનો છે એવું નથી, પરિષહની પીડા વચ્ચે પણ વિનય આચરવાનો છે. તે જણાવવા માટે અહીં પરિષહ અધ્યયન જણાવ્યું છે. ગમે તેટલો પુણ્યનો ઉદય થાય તોપણ આચાર નેવે ન મૂકવા. અનુકૂળતાના ઢગલા થાય તોપણ આચારમાં બાંધછોડ નથી કરવી. ગમે તેટલું દુઃખ આવે તોપણ આચાર છોડવો નહિ તે જણાવવા માટે વિનય અધ્યયન પછી પરીષહ અધ્યયન જણાવે છે. અનુકૂળતા મળે તો ભોગવી લેવી તે સાધ્વાચાર નથી, દુ:ખ આવે તો ટાળવું આ પણ સાધ્વાચાર નથી. સાચું કહો ; સુખ છોડવું સહેલું કે દુ:ખ વેઠવું સહેલું. સ0 બંન્ને અઘરું છે.
તમારા માટે બંન્ને અઘરું છે – એવું બની શકે. પરંતુ સાધુભગવંતોને દુઃખ સહન કરવાનું કપરું લાગે તેથી અહીં શિષ્ય પૂછે છે કે તે પરીષહો કયા ? આ અનુસંધાનમાં બીજું અધ્યયન શરૂ કરે છે. આ ગ્રંથની શરૂઆતમાં શ્રી સુધર્માસ્વામીજી શ્રી જંબુસ્વામીજીને એમ કહે છે કે ભગવાનની પાસે વસતા-રહેતા એવા મેં આ પ્રમાણે સાંભળ્યું છે... શું સાંભળ્યું છે - એ જોવા પહેલાં આપણે આટલું વિચારવું છે કે અહીં જે શબ્દો વાપર્યા છે તે અર્થગંભીર છે. “શ્રત' નો અર્થ ‘સાંભળેલું” થાય છે. અહીં જે પરીષહોની વાત જણાવી છે તે માત્ર વાંચીને કે ભણીને નથી જાણી, સાક્ષાત્ ભગવાન પાસેથી જ સાંભળેલી છે - આવું કહેવાથી આ વાતનું મહત્ત્વ વધે ને ? ‘ગાવસંતૈ' નો અર્થ ‘ભગવાનની પાસે - સાથે ૨૧૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
રહેલા’ થાય છે. આના ઉપરથી એ સૂચિત થાય છે કે ગણધરભગવંતો પણ ભગવાનની સાથે વિચરતા હોય તો બીજાએ તો ગુરુથી જુદા ન રહેવું જોઇએ. ગુરુની આજ્ઞાથી જવું પડે એ જુદી વાત, બાકી શિષ્યોએ ગુરુથી જુદા ન વિચરવું – એટલું આના ઉપરથી જણાવ્યું છે.
આ દુનિયામાં જૈન શાસન સિવાય મોક્ષે પહોંચાડવા માટે સમર્થ એવું બીજું એકે શાસન નથી : આવી શ્રદ્ધા જેને હોય તેને મોક્ષ અપાવનાર સાધુપણું લેવાનું મન થયા વિના ન રહે. સાધુ થઇને આપણે કેવી રીતે જીવવાનું છે તે સમજવા માટે આપણે આ સૂટાનું વાંચન શરૂ કર્યું છે. આજે આપણને સાધુ થવાનું મન છે ને ? આપણને સાધુ થવાનું મન કેમ નથી થતું તેનું કારણ શાસ્ત્રકાર પરમર્ષિ સારી રીતે જાણે છે માટે જ તેમણે વિનય-અધ્યયન પછી પરીષહ અધ્યયન જણાવ્યું છે. આપણું સુખ જતું રહેવું ન જોઇએ અને આપણે દુ:ખ ભોગવવું ન પડે આ કેન્દ્રબિંદુના આધારે જ આપણે ગૃહસ્થપણામાં રહ્યા છીએ ને ? તમારી ભાષામાં કહીએ તો સુખ ઓછું મળશે તો ચાલશે, નહિ મળે તોય ચાલશે, પરંતુ દુ:ખ તો બિલકુલ આવવું ન જોઇએ : આ જ આપણા હૈયાનો ભાવ છે ને ? આથી જ અહીં પરીષહ અધ્યયનની વાત શરૂ કરી છે. સાધુપણામાં દુ:ખ ભોગવવું પડે છે – આ વાત તો બધાને માન્ય છે ને ? પૂર્વના મહાપુરુષો જયારે દીક્ષા લેવા તૈયાર થતા ત્યારે તેમની માતા તેમને કહેતી કે તારું શરીર સુકુમાલ છે. સાધુપણામાં તો બાવીસ પરીષહ જીતવાના છે, તારું એ કામ નથી. ત્યારે એ મહાપુરુષો કહેતા કે “આ દુઃખો તો મેં ચારે ગતિમાં અનંતીવાર ભોગવ્યાં છે, એનો મને ડર નથી. હું તો આ સુખથી ઊભગી ગયો છું.’ એટલે નક્કી છે કે દુ:ખ ભોગવવાની તૈયારી વિના સાધુપણું પાળી શકાય એવું નથી. આપણે ધર્મ કરીને સુખી થવું નથી ને દુ:ખ ટાળવું નથી, આટલું નક્કી કરવું છે. ધર્મ કરો સુખી થશો, દુ:ખ નહિ આવે - આવી લાલચ આપીને ધર્મ કરાવવાની જરૂર નથી. ધર્મ કરવાથી તો સુખની જરૂર પડતી જ નથી. જેઓ ધર્મ કરીને સુખી થવાની, દુઃખ ટાળવાની વાત કરે છે તેઓ આ ઉત્તરાધ્યયન સૂત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૧૫
Page #112
--------------------------------------------------------------------------
________________
વાંચી નહિ શકે અને સમજી નહિ શકે. ભગવાનનું માનવું છે, પરંતુ ભગવાનનું માનવા પહેલાં ભગવાને શું કહ્યું છે – એ તો સમજવું જ પડશે. ભગવાને સુખ ભોગવવાની ના પાડી છે, દુ:ખ ટાળવાની ના પાડી છે. એક વાર દુ:ખ ભોગવવાનો અધ્યવસાય પ્રગટી જાય તો ધર્મ કરતાં કોઇ અટકાવી નહિ શકે. સુખ જોઇતું નથી અને દુઃખ ચાલશે માટે જ આપણે ધર્મ કરીએ છીએ ને ? સ) ધર્મથી સુખ મળી જ જાય છે.
ધર્મથી સુખ મળી નથી જતું, આપણે મેળવીએ છીએ. અમને સવારના પહોરમાં ચા-દૂધ-નાસ્તો આ ઓઘાના પ્રભાવે મળી રહે, પરંતુ એ લઇએ ક્યારે ? ભગવાનની આજ્ઞા ન માનીએ ત્યારે ને ? ભગવાનની આજ્ઞા એકાસણાની છે છતાં નવકારશીની અનુકુળતા ભોગવી તે ભગવાનની આજ્ઞા ન માની ત્યારે ને ? ભગવાનની સૌથી પહેલી આજ્ઞા જ આ છે કે દુઃખ ટાળવા જેવું નથી, ભોગવવા જેવું છે. તેથી આ પરીષહ અધ્યયન શરૂ કર્યું છે. આ દુનિયામાં જેટલાં દુ:ખો છે એ બધાં જ આ બાવીસમાં સમાઇ જાય એવાં છે.
આ અધ્યયનની શરૂઆતમાં જ જંબૂસ્વામીજીને આયુષ્યમાન તરીકે સંબોધીને શ્રી સુધર્માસ્વામીજીએ જણાવ્યું છે કે ભગવાનની પાસે રહેતા એવા મેં આ પરીષહની વાત સાંભળી છે. આના ઉપરથી સમજાય છે કે દ્વાદશાંગીના પ્રણેતા પણ જો ભગવાનની સાથે જ વિચરતા હતા તો આપણે ગુરુનિરપેક્ષપણે વિચરી ન શકીએ. તેમ જ ગુરુભગવંત પાસે પણ અનુકૂળતા ભોગવવા માટે નથી રહેવું. સુધર્માસ્વામીજી ભગવાન પાસે રહેલા તે ભગવાન પાસે દેશના સાંભળવા રહેલા. સમવસરણમાં સુગંધી વાતાવરણ હોય, મારી-મરકી વગેરે રોગ ન આવે, ટાઢ-તડકો ન લાગે, મધુર સંગીત રેલાતું હોય, તે માટે નથી રહેવાનું. જલસા કરવા ભગવાનના શરણે નથી રહેવાનું, દુઃખ ભોગવવાની વાત સાંભળવા માટે રહેવાનું છે. આ વાત ‘તે ભગવાને' કહી છે – એમ જણાવે છે. અહીં ભગવાનને માત્ર ભગવાન ન કહેતાં ‘તે ભગવાન’ કહ્યું છે તેમાં શિષ્ય
શંકા કરે છે કે “તે એટલે કોણ ?” તો તેના જવાબમાં જણાવે છે કે સામાન્યથી ‘તે’ નો પ્રયોગ ‘જે’ ની સાથે થાય છે. ‘જે આવા હોય તે આવા હોય...' એમ કહેવાય. જ્યારે અહીં તો ‘જે' કહ્યા વિના ‘તે’ થી વાત કરી છે તેનું કારણ એ છે કે “તે’ નો અર્થ ‘સમસ્તલોકમાં પ્રસિદ્ધ) એવો થાય છે - જે પ્રસિદ્ધ હોય તેના માટે “જે થી વાત ન કરવી પડે. અહીં ભગવાન માટે ‘તે’ આવું વિશેષણ ન આપ્યું હોત તો ચાલત. પરંતુ ભગવાનની આદરણીયતા બતાવવા માટે તે પ્રસિદ્ધ એવા ભગવાને કહ્યું છે – એમ જણાવ્યું. આ બધું તમે સંસ્કૃત ભણ્યા નથી – એટલે પહોળું કરીને સમજાવી શકાય એવું નથી. બાવીસ પ્રકારનાં દુ:ખ ભોગવવાં છે. દુ:ખ એક ટાળવું નથી અને દુ:ખની ફરિયાદ પણ નથી કરવી. સ0 દુ:ખ કહેવાથી થોડી રાહત મળે ને ?
રાહતની જરૂર કોને પડે ? જે નિરાશ્રિત હોય તેને આપણે નિરાશ્રિત છીએ ? આપણા માથે તો ત્રણ લોકના નાથ છે, તો આપણને રાહતની જરૂર જ ક્યાં છે ? તમારા પૈસામાં કોઇ ભાગ પડાવે તો ન ગમે ને ? તેમ આપણા દુઃખમાં કોઇને ભાગ પડાવવા નથી દેવો. જો આપણા દુ:ખમાં ભાગ પડશે તો આપણી નિર્જરામાં પણ ભાગ પડશે. ભગવાને જે દુ:ખ વેઠવાની વાત કરી છે તે પોતે જાતે દુ:ખ વેઠીને પછી કરી છે. ભગવાને બાવીસ પરિષહો પોતે વેઠ્યા અને પછી જણાવ્યા છે. તે માટે “પ્રવેદિતા' શબ્દ વાપર્યો છે. પ્રવેદિતા એટલે ભગવાને પોતે જ્ઞાનથી જાણીને પછી જણાવ્યા છે. જાણ્યા વગર બોલવું નહિ એ મહાપુરુષોની નીતિ છે તેમ જ જાતે કર્યા વગર બીજાને કહેવું નહિ એ મહાપુરુષોની વિશેષતા છે જયારે આપણે જાણ્યા વગર બોલવા તૈયાર છીએ અને કરવું નહિ ને આખા ગામને કહેવું એ આપણી વિશેષતા છે.
વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ દુ:ખ વેઠવાની તૈયારી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ધર્મની શરૂઆત થતી નથી. આ દુ:ખો સાધુપણામાં કેટલા પ્રકારનાં છે તે જણાવવા માટે આ પરીષહ અધ્યયન છે. આ પરીષહો ક્યારે આવે છે તે માટે જણાવે છે કે ભિક્ષાચર્યાએ નીકળેલા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૧૭
૨૧૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #113
--------------------------------------------------------------------------
________________
સાધુને પરીષહ સ્પર્શે તો તેનાથી હારી ન જાય. અહીં ‘ભિક્ષાચર્યા પદ ઉપરથી એ સૂચિત થાય છે કે ભિક્ષાચર્યા સિવાયના બીજા કોઇ કાર્ય માટે સાધુ મકાનની બહાર ન જાય. સ0 શ્રાવકની વિનંતિ હોય તો પગલાં કરવા ન જવાય ?
સાધુભગવંત સાધુ થયા છે તે ભગવાનની આજ્ઞાથી થયા છે અને સાધુપણું પાળવાનું કામ પણ ભગવાનની આજ્ઞા મુજબ કરે. ભગવાને જ્યારે આજ્ઞા કરી હોય ત્યારે જ બહાર જવાનું. તમે ગોચરીની વિનંતિ કરો અને અમારે ખપ હશે તો આવીશું. તમે અમને વંદન કરો ત્યારે પણ શું વિનંતિ કરો ? ‘ભાત પાણીનો લાભ દેશોજી.’ એમ કહો ને ? તો નક્કી છે ને કે - ભિક્ષાચર્યા સિવાય બહાર જવાનો પ્રસંગ પ્રાયઃ આવે જ નહિ, આ તો કામળી અને દાંડો લઈને બહાર ફર્યા કરે ! આ સાધુપણાના આચાર નથી. અહીં જણાવે છે કે શ્રમણ ભગવાન મહાવીરપરમાત્માએ જણાવ્યું છે કે ભિક્ષાચર્યાએ નીકળેલો સાધુ પરીષહોને સાંભળીને, જાણીને, તેનો અભિભવ-પરાભવ કરીને જ રહે, તેમાં પાછો ન પડે. દુ:ખ ભોગવ્યા વગર ચાલે એવું જ નથી. સાધુભગવંત મકાનની બહાર જાય તો જ્ઞાન, દર્શન, ચારિત્ર માટે જ જાય. વાચના લેવા માટે જવું પડે, દર્શન કરવા જવું પડે અથવા ચારિત્રની ક્રિયા માટે જવું પડે : એ સિવાય ચોથું કામ નથી. આ પરીષહો કોની પાસે સાંભળવાના તે માટે જણાવે છે કે ગુરુ પાસે આ વર્ણન સાંભળવું, જાતે વાંચીને કે પંડિતો પાસેથી ન જાણવું. અમારા આચાર્ય ભગવંત અનુયોગદ્વારની વાચના જ્યારે આપતા હતા ત્યારે તેમાં પલ્યોપમ કે સાગરોપમનું વર્ણન આવે ત્યારે અમે એ બધું ઉપેક્ષાપૂર્વક સાંભળતાં. સાહેબને એ વાતનો ખ્યાલ આવી ગયો. તેથી તેમણે કહ્યું કે આ બધો સંખ્યાતો કે અસંખ્યાતો કાળ માત્ર ગણતરી કરવા માટે નથી, નરકાદિ ગતિમાં આ બધો જ કાળ દુ:ખમાં પસાર કરવો પડે છે... આ પ્રમાણે સાંભળતાંની સાથે અમે સાવધ થઈ ગયા. આ રીતે ગુરુ પાસે ભણવાથી આપણે સંખ્યાતાદિ કાળનું જ્ઞાન શા માટે કરવાનું છે – એ પણ સમજાય. આ બધું પુસ્તકમાં લખેલું નથી હોતું, ૨૧૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ગુરુભગવંત પાસે જ સમજવા મળે. પરીષહની વાત ગુરુ પાસે સાંભળી હોય તો ઠંડી વગેરે પરિસહો પોતે, પોતાના વડીલોએ. પૂર્વના મહાપુરુષોએ કઈ રીતે સહન કર્યા તે પ્રસંગો જાણવા મળે તો આપણને પણ તેના માટે ઉલ્લાસ પ્રગટ થાય, સત્ત્વ-બળ પ્રાપ્ત થાય. આચાર્યભગવંતે એક વાર કહેલું કે જૈન સાધુને તડકામાં ત્રણ કલાક ઊભો રાખે તોપણ તે અકળાય નહિ. ઠંડીમાં ત્રણ કલાક ઊભો રાખે તોપણ અકળાય નહિ. કારણ કે તેણે દુ:ખ વેઠવાનો અભ્યાસ પાડ્યો હોય. તેથી નક્કી છે કે જેમણે પરીષહ વેઠ્યા હોય તેની પાસે પરીષહનું વર્ણન સાંભળવાનું. જે પરીષહ વેઠતા નથી તેની પાસે પરીષહોનું વર્ણન ન સાંભળવું. સ0 એવા લોકો પરીષહની વાત કરે ખરા ?
એ લોકો તો સારામાં સારી વાત કરે, તત્ત્વજ્ઞાનના પાઠ એ લોકો જ ચલાવે છે. આજના પંડિતો આમ પંખા નીચે, એ.સી.માં બેસે, ખુરશી ઉપર બેસે, તત્ત્વજ્ઞાનના પાઠ ચલાવે. તમારી ભાષામાં કહીએ તો ભૂખમરોનિવારણ માટેની મિટિંગ તાજમહાલ હોટલમાં રાખવી : એના જેવી આ ચેષ્ટા છે. તેથી આ વર્ણન ગુરુ પાસે સાંભળવાનું – સમજવાનું જણાવ્યું છે. તે પરીષહોને સારી રીતે જાણીને પછી જ વેઠવાના. તેમ જ તે પરીષહોનો વારંવાર અભ્યાસ કરીને પછી જીતવાના. ગમે તેવા પરીષહો આવે તોપણ સંયમમાં બાધા ન પહોંચે તે રીતે વર્તવું. એક બાજુ નિર્જરા સતત ચાલ્યા કરે, ગુણોનો આવિર્ભાવ થાય અને દોષો દૂર થાય તે રીતે પરીષહોને વેઠવાની પ્રવૃત્તિ કરવી છે.
આ પરીષહો કયા છે એવું શિષ્ય પૂછે છે ત્યારે આચાર્યભગવંતના બધા જ શબ્દોનો અનુવાદ કરીને પછી પૂછે છે. આ વિનયનો આચાર છે. ક્યાંય પણ તોછડા પ્રશ્નો પૂછવા નહિ – એવું જણાવવા માટે આ રીતે વર્ણન છે. તે જ રીતે આચાર્યભગવંત પણ બધો જ જવાબ એના એ શબ્દોનો અનુવાદ કરીને આપે છે. તેના પરથી એ સૂચિત કર્યું છે કે પ્રશ્નો પૂછ્યા પછી તેના જવાબ પણ તોછડા ન આપવા. ભગવાનનું શાસન વિનયના આચરણમાં સમાયેલું છે તે જણાવવા સૂત્ર આ રીતે લાંબુ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૧૯
Page #114
--------------------------------------------------------------------------
________________
કર્યું છે. હવે આચાર્યભગવંત બાવીસ પરીષહોનાં નામ જણાવતાં ફરમાવે છે - (૧) ક્ષુધાપરીષહ : આના માટે અહીં ‘દિગિછા’ શબ્દ વાપર્યો છે તે પ્રાકૃતદેશ્યભાષાનો છે, તેનો અર્થ ‘બુભુક્ષા - ખાવાની ઇચ્છા' થાય છે. આ ક્ષુધાને સહન કરવી તે ક્ષુધાપરીષહજય. (૨) પિપાસાપરીષહ : ભૂખની જેમ તરસને સહન કરવી તે પિપાસાપરીષહજય. (૩) શીતપરીષહ : ઠંડી સહન કરવી. (૪) ઉષ્ણપરીષહ : ગરમી સહન કરવી. (૫) દંશમશકપરીષહ : ડાંસમચ્છર વગેરે કરડે તો તેને સહન કરવું. (૬) અચેલ : જીર્ણ વસ્ત્રો પહેરવામાં હીનતા ધારણ ન કરવી. (૭) અતિપરીષહ : દુઃખમાં અર્પિત થાય તો તેને દૂર કરવી. (૮) સ્ત્રીપરીષહ : સ્ત્રીનાં અંગોપાંગ વગેરે નીરખવાં નહિ, વાર્તાલાપ ન કરવો. (૯) ચર્યા : ભગવાનની આજ્ઞા મુજબ વિહારચર્યા કરે. (૧૦) નૈષેધિકા : સ્વાધ્યાયભૂમિ વિવિક્તસ્થાનમાં જ રાખે. (૧૧) શય્યાપરીષહ : ગમે તેવી વસતિમાં રાગદ્વેષ કર્યા વિના રહે. (૧૨) આક્રોશપરીષહ : કોઇ પણ કઠોર શબ્દો વડે આક્રોશ કરે તો તે શાંતિથી સહન કરવો, સામે જવાબ ન આપે. (૧૩) વધપરીષહ : કોઇ હણી નાંખે તોય પ્રતીકાર ન કરવો. (૧૪) યાચનાપરીષહ : કોઇ પણ વસ્તુની જરૂર પડે તો તેની વિધિ મુજબ યાચના કરતાં, ભિક્ષાચર્યાએ જતાં સંકોચને ધારણ ન કરે. (૧૫) અલાભ : નિર્દોષ આહાર ન મળે તો મનમાં દીનતા ન ધરે. (૧૬) રોગ ઃ ગમે તે પ્રકારના રોગને સહન કરે, દવા ન કરે. (૧૭) તૃણસ્પર્શ : દર્ભસંથારો કરતાં તેનો કર્કશ સ્પર્શ થાય ત્યારે મન સ્વસ્થ રાખે. (૧૮) જલ્લપરીષહ : શરીરનો મેલ ધારી રાખે, પરસેવો લૂસવાના બહાને મેલ ઘસીને ન કાઢે. જેમ તમારે ત્યાં મોઢા પર ‘મેક અપ’ કર્યા પછી પરસેવો લૂસતી વખતે તે મેક-અપ લૂસાઇ ન જાય તેની કાળજી રાખો ને ? તેમ સાધુ પરસેવો લૂસે. (૧૯) સત્કારપુરસ્કારપરીષહ : કોઇ સત્કાર કે પુરસ્કાર કરે ત્યારે ગર્વ ન કરવો, ઉદાસીન ભાવે રહેવું. આજે તો અમે સત્કારપુરસ્કાર જાતે ઊભા કરીએ ! અમારા ગુણગાન અમે જાતે મેગેઝિનમાં છપાવીએ. અમારી નિશ્રામાં જે આરાધના થઇ હોય એનો
:
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૨૦
અહેવાલ અમે જ આપીએ ને ? તમારી મહોત્સવની પત્રિકા પણ અમારે જ લખી આપવી પડે ને ? એમાં અમારાં વિશેષણો અમારે જ લખવાનાં ને ? (૨૦) પ્રજ્ઞાપરીષહ : પ્રજ્ઞાનો પ્રકર્ષ હોય તો ગર્વ ન કરવો. કોઇ આપણી પ્રજ્ઞાનાં વખાણ કરે તો કહેવું કે - તમારા કરતાં પ્રજ્ઞા કદાચ વધારે હશે પણ અમારા વડીલ આગળ અમે મૂરખ છીએ. (૨૧) અજ્ઞાનપરીષહ : પોતાના અજ્ઞાનનો ખેદ ન કરવો અને જ્ઞાનનું અભિમાન ન કરવું. માતૃષમુનિ કેવળજ્ઞાન પામ્યા ને ? આજે શાની ગર્વ કરીને પોતાનું ગુમાવે છે અને અજ્ઞાની ખેદ કરીને પોતાનું ગુમાવે છે. (૨૨) દર્શનપરીષહ : અન્યદર્શનમાં મોહ ન પામે.
જગતના જીવો દુઃખથી દૂર રહે તેના કરતાં તેઓ દુઃખને ભોગવતા થઇ જાય તેની ચિંતા શાસ્ત્રકાર૫૨મર્ષિઓએ કરી છે. આ બાવીસ પ્રકારના પરીષહ ભગવાને જાતે ભોગવીને પછી જ, તેનો જાતે જય કરીને પછી જ તે પરીષહોને વેઠવાનો અને તેને જીતવાનો ઉપદેશ આપ્યો છે. વિઘ્ન તો સાધનામાર્ગમાં આવવાનાં જ છે, તે વખતે આઘાત પામવાના બદલે તેને સારી રીતે સહન કરી લેવા તૈયાર થવું જ પડશે. આપણે પાપ નહિ કર્યું હોય તો પરીષહ કદાચ ન પણ આવે, પરંતુ પરીષહ ભોગવવાની તૈયારી વિના ક્યારે પણ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આપણે માત્ર પરીષહની વાત સાંભળવાનું કામ કરવાનું છે, પ્રયત્ન તો કશો કરવો જ નથી ને ? આ સાંભળીને થોડું થોડું દુઃખ સહન કરતાં થવું છે. દુઃખ વેઠતાં વેઠતાં દુ:ખ કોઠે પડી જશે અને તેને વેઠવાનો અભ્યાસ પડી જશે. જે કાંઇ તકલીફ છે તે દુઃખ ભોગવવાના અધ્યવસાયની છે. આપણે દુઃખ ભોગવવાને બદલે દુઃખ ભોગવવાનો અધ્યવસાય પેદા કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. બાવીસ પરીષહનાં નામ જણાવ્યા બાદ અધ્યયનની શરૂઆત કરતાં જણાવે છે કે ‘આ પરીષહોનો વિભાગ (પ્રવિભક્તિ - પ્રકાર) કાશ્યપગોત્રવાળા મહાવીરપરમાત્માએ જાતે સહન કરી બતાવ્યો છે. તેને હું ક્રમસર જણાવીશ તમે ધ્યાનપૂર્વક સાંભળજો.’ આ પ્રમાણે શિષ્યને સન્મુખ કરવા માટે ‘સાંભળો’ આ શબ્દ વાપર્યો છે. એના પરથી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૨૧
Page #115
--------------------------------------------------------------------------
________________
એવું બતાવવું છે કે શિષ્ય સન્મુખ થાય પછી તેને જણાવવામાં આવ્યું હોય તો તે વચન-ઉપદેશ સારી રીતે પરિણામ પામે.
(૧) ક્ષુધાપરીષહ : આ દુનિયામાં ભૂખજેવું બીજું એકે દુઃખ નથી માટે સૌથી પહેલાં આ ક્ષુધાપરીષહ જણાવ્યો છે. તેમ જ દીક્ષા લીધા પછી સૌથી પહેલાં ભૂખ લાગવાની તેથી તેને ક્ષુધાપરીષહ વેઠવાનું પહેલાં જણાવ્યું છે. અહીં ક્ષુધાપરીષહ કેવા પ્રકારનો છે તે જણાવતાં કહે છે કે સુધાથી આખો દેહ વ્યાપ્ત થયો હોય, ત્યારે તપસ્વી એવો સાધુ વીર્યઉલ્લાસને ધારણ કરીને છેદવાની, રાંધવાની કે ખરીદવાની પ્રવૃત્તિ ન કરે. એક એક શબ્દમાં ઘણો અર્થ સમાયેલો છે. ક્ષુધાથી વ્યાપ્ત શરીર એટલે શરીરના એક પણ ભાગમાં ક્ષુધા વર્તાતી ન હોય એવું નથી. આજે આપણી હાલત એ છે કે પેટમાં ભૂખ નથી હોતી પણ જીભમાં ભૂખ હોય છે. અહીં એવી વાત નથી. અહીં તો ભૂખના કારણે શરીરના દરેક અવયવ શિથિલ થઇ ગયા હોય, ત્યારે પણ સાધુ ખાવા માટે પાપ ન કરે.
‘તપસ્વી’નો અર્થ ‘આયંબિલ-ઉપવાસવાળો' ન કરતાં ‘છઠ્ઠ-અક્રમવાળો’ આવો અર્થ કર્યો છે. ઉપવાસ તો એકાંતરે સાધુ કરતા જ હોય. તેથી તપની શરૂઆત છઠ્ઠથી કરી છે. છ-અઠ્ઠમ વગેરે તપ દ્વારા શરીરને જેણે કૃશ કરી નાંખ્યું છે એવા સાધુ પણ નવકોટિથી શુદ્ધ જ આહાર ગ્રહણ કરે એક પણ કોટિને સેવે નહિ. જો નિર્દોષ આહાર ન મળે તો ક્ષુધાને સહન કરે - એ જણાવવાનું તાત્પર્ય છે. શરીરનું પુણ્ય હોય તો તપ કરવા છતાં શરીર કૃશ બનેલું જણાય નહિ, એટલામાત્રથી તપસ્વી મટી નથી જતા. આ તો કેવા કપરા સંયોગોમાં પણ સાધુ અપવાદ સેવે નહિ તે જણાવવું છે. આપણે મોટે ભાગે આવી ક્ષુધાનો અનુભવ જ કર્યો નથી. આટલી ક્ષુધા લાગે ત્યાં સુધીનો તપ જ આપણે કર્યો નથી. આટલી ભૂખ લાગ્યા પછી પણ સાધુ દોષિત આહાર લે નહિ. પોતાના માટે ફળ વગેરે છેદે નહિ, છેદાવે નહિ, છેદનારની અનુમોદના ન કરે. અનાજ વગેરે રાંધે નહિ, ગંધાવે નહિ, રાંધનારને અનુમોદે નહિ. તે જ રીતે પોતાના માટે ખરીદે નહિ, બીજા પાસે ખરીદાવે નહિ અને ખરીદનારને સારા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૨૨
માને પણ નહિ. અમે તો શ્રાવકે એની મેળે દોષિત આહાર બનાવ્યો હોય તોય શ્રાવકનાં વિવેકી તરીકે વખાણ કરીએ - આનું નામ અનુમોદના. આવી અનુમોદના પણ સાધુ કરે નહિ.
ભૂખ લાગવાના કારણે સાધુ કોઇ પણ પાપ કરે નહિ. તે વખતે તેનું શરીર કાગડાની જાંઘ વચ્ચેના પર્વસ્થાન જેવું પતલું પડી ગયું હોય, હાડકાં ગણી શકાય એટલું કૃશ થઇ ગયું હોય અને જેની નસો હાલતીચાલતી દેખાય એવા શરીરવાળો સાધુ, પોતાની માત્રાનો જાણકાર એવો સાધુ એષણાસમિતિના પાલનમાં રત હોય. જેના કારણે પેટ ભરાય એટલું જ વાપરવું છે, જરૂરિયાત જેટલી હોય એટલું જ વાપરવું. નિર્વાહ થાય તેટલું જ વાપરવાનું. જરૂરિયાતથી અધિક વાપરે તે બધું લોલુપતામાં જાય છે. પેટની જરૂરિયાત ઓછી છે, જીભની જરૂરિયાત વધારે છે. સાધુ અશનપાનની માત્રાનો જાણકાર હોય. અહીં ખાદિમસ્વાદિમની વાત નથી કરી. કારણ કે તેના કારણે પેટ ભરાતું નથી. સવારે ખાખરોદૂધ મળે તો બસ, પછી કોરો નાસ્તો કે લીલો નાસ્તો લેવો નથી. બનાવવાનું બધું પણ વાપરવાનું નહિ. તે જ રીતે રોટલી-દાળ-ભાત-શાક શરીરના નિર્વાહ માટે જરૂરી છે, બાકી બધું ખાદિમ-સ્વાદિમમાં જાય. ફરસાણ વગેરે વાપરવાં નહિ. આયંબિલમાં ચણા વાપરે તે ય સ્વાદિમમાં જાય. માટે આ બધું નથી વાપરવું. લોલુપતાના કારણે સાધુ અધિકમાત્રામાં ન વાપરે, તેમ જ નિર્દોષ આહારની ગવેષણા કરતાં અકળાય નહિ. નિર્દોષ આહાર મળે તોય લોલુપતાના કારણે અધિકમાત્રામાં ન વાપરે અને નિર્દોષ આહાર ન મળે તો દીનતા ધારણ ન કરે : તો જ સાધુએ આ ક્ષુધાપરીષહ જીત્યો કહેવાય.
આ પરીષહ ઉપર કથા જણાવે છે. ઉજ્જૈની નગરીમાં હસ્તિમિત્ર નામનો શ્રીમંત શેઠ હતો. તેની પ્રાણથી પ્રિય પત્ની અચાનક મરણ પામી. આથી તે સંસારની અસારતાનું પરિભાવન કરવા લાગ્યો. તમે હોત તો શું કરત ? બીજી પરણવા તૈયાર થાત ને ? આ તો કહે કે - પરિવાર વળગ્યો છે, દીક્ષા લઇ શકાય એવું નથી. આજે આટલો નિયમ આપી દઉં કે પત્ની મરી ગયા પછી દીક્ષા લઇ લેવી. આટલું બને ને ? આ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૨૩
Page #116
--------------------------------------------------------------------------
________________
હસ્તિમિત્ર શેઠે પોતાના હસ્તિભૂતિ નામના પુત્ર સાથે દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ એક અરણ્યમાંથી પસાર થતા હતા. તેવામાં પિતામુનિના પગમાં કાંટો વાગ્યો. તેઓ આગળ ચાલવા અસમર્થ બન્યા તેથી તેમણે અનશન સ્વીકારવાનું નક્કી કર્યું. સાથેના સાધુઓએ કહ્યું કે “અમે તમને ઉપાડીને લઇ જઇશું.’ કારણ કે આવો વૈયાવચ્ચનો અવસર પુણ્ય વિના પ્રાપ્ત થતો નથી. આજના સાધુ શું વિચારત ? વૈયાવચ્ચ કરવા મળે તે પુણ્યોદય કે વૈયાવચ્ચ કરનારા મળે તે પુણ્યોદય ? આપણે શું વિચારીએ? વૈયાવચ્ચ કરવાથી પુણ્ય બંધાશે – એમ ને ? વૈયાવચ્ચનો અવસર મળે એ જ પુણ્યોદય છે – આવું લાગે ખરું ? સુખ ભોગવવા મળે તે પુણ્યોદય કે જાતે દુઃખ વેઠીને સેવા કરવા મળે તે પુણ્યોદય ? આ પિતામુનિ કહે છે કે આમે ય મારું આયુષ્ય અલ્પ હોય - એવું મને લાગે છે, તો હવે વૈયાવચ્ચ લઇને જવું એના કરતાં દુ:ખ ભોગવીને જવું સારું ને ? એમ કહી તેઓ જંગલમાં જ રહી ગયા. પોતાના પુત્ર સાધુને પણ સાધુઓ સાથે મોકલી આપ્યો. પરંતુ તે તો થોડે સુધી જઇને બીજા જ દિવસે પાછો આવ્યો. પરંતુ સંયોગવશાત્ પિતામુનિ એક જ દિવસમાં કાળધર્મ પામ્યા. આ બાલસાધુ એકલા પડ્યા. જંગલમાં તેને આહારપાણી કોણ વહોરાવે ? પરંતુ આ પિતામુનિ દેવલોકમાં ગયા પછી પુત્રના મમત્વના યોગે ઉપયોગ મૂકીને જુએ છે અને પોતાના જ કલેવરમાં આવીને રહે છે. તેમ જ પુનમુનિને ભિક્ષા માટે વૃક્ષની બખોલમાંથી આહાર લેવાનું જણાવે છે : આ રીતે તે બાલમુનિએ અજાણપણે દેવપિંડ લીધો પરંતુ હનન, પંચન કે ક્રયણ : આ ત્રણમાંથી એકે દોષ ન લગાડ્યો. થોડા વખતમાં પેલા સાધુઓ ત્યાં દુકાળ પડવાથી પાછા ફર્યા. પેલા બાલમુનિને ત્યાં જોયા, પૂછ્યું કે ‘ભિક્ષા ક્યાંથી લાવે છે?’ તે મુનિએ વિગત જણાવી. સાધુઓ સમજી ગયા કે આ દેવાયા છે. એટલામાં તે દેવ ત્યાંથી નીકળી ગયા અને પિતામુનિનો મૃતદેહ ત્યાં પડ્યો. આ દૃષ્ટાંતમાં જે રીતે પિતામુનિએ સુધાપરીષહ વેઠ્યો એ કે દોષ ન સેવ્યો પણ અણસણ સ્વીકાર્યું
અને બાલમુનિએ પણ ફળાદિનું હનન વગેરે કર્યું નહિ. તે રીતે સાધુએ સુધાપરીષહ સહન કરવો જોઇએ.
- સાધુપણાનો આચાર જેને પાળવો હોય તેણે પરીષહ વેઠ્યા વિના નહિ ચાલે. દુઃખ આવ્યા પછી દુઃખને સહન ન કરીએ અને દુઃખ દૂર કરવા પ્રયત્ન કરીએ તો દુ:ખ તો કદાચ દૂર થાય કે ન થાય, સંયમ તો દૂર થઇ જ જશે. વર્તમાનમાં આપણે સંયમની સાધનાના નામે દુઃખ ટાળવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ તેના યોગે સંયમ ટળી રહ્યું છે : એની તરફ આપણી નજર જ નથી. વર્તમાનમાં ધર્મની સાધના ઘણી વધતી જોવા મળે છે પરંતુ ભગવાનની આજ્ઞાના દર્શન લગભગ લુપ્ત થવા માંડ્યા છે. જે દિવસે ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરવાનું મન થાય તે દિવસે આપણો પુણ્યોદય જાગ્યો એમ સમજવું. અનુકૂળતા સારી હોય તો ધર્મ સારો થાય એમ સમજીને આપણે પ્રતિકૂળતા ટાળવાનું શરૂ કર્યું છે. આપણે એમ વિચારવું છે કે જો પ્રતિકૂળતાની હાજરીમાં ધર્મની આરાધના થતી હોય તો પ્રતિકૂળતા ટાળીને અનુકૂળતા માંગવાનું કામ શું છે ? સ0 અનુકૂળતા કે પ્રતિકૂળતા તો પુણ્ય પાપના આધારે છે ને ?
એ વાત બરાબર, પણ પાપનો ઉદય ભોગવી લેવો અને પુણ્યનો ઉદય ન ભોગવવો એ આપણા પુરુષાર્થનું ફળ છે. છોડવાનો પ્રયત્ન કરીએ ત્યારે પુણ્ય આડું આવે છે - એવું માનવાની જરૂર જ નથી. પુણ્યયોગે સામગ્રી મળે, પણ તેનો ભોગવટો કરાવવાનું કામ પુણ્ય નથી કરતું, એ કામ તો સુખની લાલચનું છે. આ સંસારમાં આપણે જે કાંઇ પુણ્યનો ભોગવટો કરીએ છીએ તેમાં આપણો સુખનો રાગ કામ કરે છે. મળ્યું છે માટે ભોગવીએ છીએ એવું નથી, ભોગવવું છે માટે મેળવીએ છીએ – આ હકીકત છે. આજે મળ્યું માટે ભોગવ્યું, કાલે શોધવા માટે નીકળશે, પરમ દિવસે પાપ કરીને પણ લેવા તૈયાર થશે. તેથી ભગવાન ના પાડે છે માટે સુખ ભોગવવું નથી, પુણ્ય ભોગવવું નથી. પ્રતિકૂળતા ભોગવવાનો અધ્યવસાય કેળવ્યા વિના સંયમની સાધના કરી જ નહિ શકાય.
૨૨૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૨૫
Page #117
--------------------------------------------------------------------------
________________
(૨) પિપાસાપરીષહ : આહાર લીધા પછી પાણીની તરસ લાગે ને ? તેથી ક્ષુધા પછી પિપાસાપરીષહ જણાવ્યો છે. પાણી છે માટે વાપરવું - એવું નહિ, તરસ લાગે ત્યારે વાપરવું - એવું ય નહિ, તરસ સહન ન થાય ત્યારે જ પાણી વાપરવું. એ પણ સચિત્ત પાણી ન વાપરવું. ઇચ્છા મુજબ નહિ, ભગવાન કહે એ જ પાણી લેવું.
સ૦ શરીર પર આવો અત્યાચાર કરવાનો ? ડૉક્ટર પાણી વાપરવાનું કહે ! ડૉક્ટર ભલે કહે, ભગવાન ના પાડે છે. આપણે તો ડૉક્ટરને જ ભગવાન માનીએ છીએ ને ? કે ભગવાનને ડૉક્ટર માનીએ ? આપણા આરોગ્યની ચિંતા ભગવાને કરી જ છે. આપણે માનવી નથી ને ? સ૦ કીડની ફેલ થઇ જાય !
આપણે પાણીના કારણે નથી જીવતા, ડૉક્ટરના કારણે પણ નથી જીવતા, આપણા આયુષ્યકર્મના કારણે જીવીએ છીએ. દુઃખ આવે છે તે કર્મના કારણે આવે છે, નિમિત્તના કારણે નહિ. અમારે ત્યાં ઠામ ચોવિહાર આયંબિલ કરનાર મહાત્માની કીડની ફેલ થઇ ન હતી. તેથી ખોટો ભય
કાઢી નાંખો. અહીં જણાવે છે કે ઉપવાસના પારણે વહોરવા નીકળ્યો હોય, તડકાના કારણે શ્રમિત થયો હોય ત્યારે અત્યંત તૃષા-તરસથી વ્યાપ્ત થયો હોય તેવો પણ સાધુ અનાચારની જુગુપ્સા કરનારો હોવાથી અને લજ્જા એટલે કે સંયમમાં યતનાવાળો હોવાથી શીતોદક એટલે સચિત્તપાણી ન વાપરે, ઉપલક્ષણથી છાંટે પણ નહિ. અહીં ‘લજ્જા’નો અર્થ ‘સંયમ’ છે. કારણ કે પાપની લજ્જાના કારણે જ સંયમ પળાય છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને લજ્જાને જ સંયમ કહેવાય છે. તેમ જ સાધુ અતિક્રમ વગેરેનો જુગુપ્સક હોય અને સંયમની યતના કરનારો હોય. તેથી ઠંડું એટલે કે કાચું પાણી ન વાપરે. ત્રણ ઉકાળાવાળું પાણી એષણાપૂર્વક વાપરે. આ સાધુ એકાંતસ્થાનમાં હોય કે જાહેરમાર્ગમાં હોય, અત્યંત આતુર થયો હોય અર્થાત્ તરસથી અત્યંત આકુળ થયો હોય, મોઢું સુકાઇ ગયું હોય, મોઢામાં થૂંક પણ સુકાઇ ગયું હોય તેવા વખતે ‘તરસ ક્યારે છિપાશે, પાણી ક્યારે મળશે’, આવી દીનતા ધારણ કર્યા વિના તૃષાપરીષહ જીતી લેવો. આપણે
૨૨૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
તો ફ્રીજનું પાણી વાપરીએ ને ? તો તૃષાપરીષહ કઇ રીતે જીતી શકાશે ? આજે નિયમ આપી દઉં ? ફ્રીજનું પાણી વાપરવું નહિ, તૃષાપરીષહ જીતવાનો અભ્યાસ પાડવો છે ને ?
આ પરીષહ જીતવા માટે પણ કથા છે. ઉજ્જયિની નગરીમાં ધનમિત્ર નામનો વાણિયો હતો. તેણે પોતાના ધનશર્મા નામના પુત્ર સાથે દીક્ષા લીધી. પહેલાના કાળમાં દીકરાઓ આજ્ઞાંકિત હતા તેથી પિતા સાથે દીક્ષા લઇ લેતા. એક વાર અરણ્યમાંથી વિહાર કરીને જતા હતા. ગ્રીષ્મઋતુનો કાળ હતો, મધ્યાહ્નનો સમય હતો. વિહાર કરતા બંન્ને પિતાપુત્ર જતા હતા. તેવામાં પુત્રમુનિને ખૂબ તરસ લાગી અને તેના કારણે તેના પગ લથડિયા ખાવા માંડ્યા. તેની ચાલ ધીમી પડી. પિતામુનિ તેમની પાછળ ચાલવા માંડ્યા. તેમણે જોયું કે આ તૃષા અસહ્ય થવા લાગી છે, આથી રસ્તામાં નદી આવતી હતી તેમાં પાણી વાપરવાનું પુત્રમુનિને જણાવ્યું. પિતામુનિએ પુત્રના મમત્વના કારણે આ રીતે સચિત્ત પાણી વાપરવાની સલાહ આપી હતી. પોતાની શરમના કારણે પુત્રમુનિ પાણી નહિ વાપરે એમ સમજીને થોડા આગળ ચાલવા માંડ્યા. પુત્રમુનિએ પાણી વાપર્યું નહિ અને પ્રાણાંત તૃષાપરીષહ સહન કર્યો - એમ કેટલાક કહે છે. જ્યારે કેટલાક એમ કહે છે કે બાલમુનિ નદી પાસે ગયા. નદીમાંથી ખોબો ભરીને પાણી લીધું, મોઢે સુધી લાવ્યા પરંતુ તરત વિચાર આવ્યો કે આટલા બધા જીવોને મોઢામાં કઇ રીતે પધરાવું ? એમ વિચારીને જે રીતે ખોબો ઉપર લાવ્યા હતા તે જ ક્રમે ધીરે ધીરે નીચે ઉતારી પાણીના
જીવોને વધુ કિલામણા ન થાય તે રીતે પાણી મૂક્યું અને આ બાજુ પ્રાણો પણ મૂક્યા. ત્યાંથી કાળધર્મ પામી દેવલોકમાં ગયા. ઉપયોગ મૂક્યો. તૃષાતુર મુનિઓની ભક્તિ માટે રસ્તામાં ગોકુળ વિકુર્તીને પાણી-છાશ વગેરે વહોરાવ્યાં. તેમ જ આ દેવપિંડ છે તેનું જ્ઞાન કરાવવા એક સાધુ પોતાનો વીંટિયો ભૂલી જાય એવું કર્યું. તે સાધુ પાછા ફર્યા ત્યારે ત્યાં ગોકુળ કે માણસો વગેરે કાંઇ ન જોયું. માત્ર વીંટિયો પડ્યો હતો તે લઇ આવ્યા ને ગુરુને વાત કરી. ગુરુએ દેવપિંડ લીધાનું જણાવ્યું. એટલામાં
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૨૭
Page #118
--------------------------------------------------------------------------
________________
તે દેવ પ્રગટપણે ત્યાં આવ્યો અને પિતામુનિ સિવાય સૌને વંદન કર્યું. ગુરુએ કારણ પૂછતાં તેણે જણાવ્યું કે આમની સલાહ માની મેં પાણી પીધું હોત તો આજે આ સ્થાને ન હોત. સ0 પિતામુનિએ પુત્રના સારા માટે, બચાવવા માટે અપવાદે સલાહ
આપી હતી ને ?
પિતામુનિએ મમત્વના કારણે આ સલાહ આપી હતી, જે ઘાતક નીવડે એવી હતી. અપવાદ અસહિષ્ણુ માટે છે, મરણાંત કષ્ટ ભોગવનાર માટે નહિ. તેવા વખતે પિતામુનિએ સાથે રહીને નિર્ધામણા કરાવવાની જરૂર હતી. તેના બદલે તેને ખોટી સલાહ આપી તેથી પિતામુનિને નમસ્કાર ન કર્યો. આપણે આ કથાનક ઉપરથી એટલું યાદ રાખવું કે હવે આપણે ફ્રીજનું કે બોટલનું પાણી વાપરવું નહિ. કાચું પાણી ન વાપરવું. શક્ય હોય ત્યાં સુધી બેસણાં જ કરવાં કે જેથી અભક્ષ્ય, અપેય, રાત્રિભોજન, હોટલ વગેરેનાં અનેક પાપથી બચી જવાય..
(૩) શીતપરીષહ : સુખ કઇ રીતે ભોગવવું એ કોઇને સમજાવવાની જરૂર નથી અને દુઃખ કઇ રીતે ભોગવવું - એ સમજાવ્યા વગર ચાલે એવું નથી. અનાદિકાળથી સુખ મળ્યું નહિ છતાં સુખ ભોગવવાનો અધ્યવસાય ટળ્યો નહિ અને દુ:ખ કાયમ માટે મળવા છતાં દુ:ખ ભોગવવાનો અધ્યવસાય જાગ્યો નહિ માટે આપણે આ સંસારમાં રખડીએ છીએ. પુણ્યથી મળેલું સુખ ભોગવવાનો અધ્યવસાય ટળી જાય અને પાપથી આવેલાં દુ:ખો ભોગવવાનો અધ્યવસાય જાગી જાય તો આપણે ધર્મ પામ્યો એમ સમજવું. દુ:ખ ભોગવવાનો અને સુખ ટાળવાનો અધ્યવસાય પેદા કરાવવા માટે જ શાસ્ત્રોની રચના કરવામાં આવી છે. આપણે દુ:ખ વેઠવાનો અધ્યવસાય પેદા કરવો છે, બાકી દુ:ખ વેઠવાનો અભ્યાસ તો આપણી પાસે ઘણો છે. માત્ર તકલીફ એ છે કે અર્થકામ માટે દુ:ખ હસતાં હસતાં ભોગવીએ છીએ અને ધર્મમોક્ષ માટે દુ:ખ રોતાં રોતાં ભોગવીએ છીએ. પ્રતિક્રમણમાં ઊભા થતાં જોર આવે અને કલાકો સુધી ઊભા ઊભા વાતો કરવામાં આનંદ આવે. જો ધર્મ અને મોક્ષ માટે દુ:ખ ભોગવવાનો ૨૨૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યવસાય પ્રગટે તો કામ થઇ જાય. ધર્માત્મા તેને જ કહેવાય કે જે દુ:ખ ભોગવવાનો અધ્યવસાય કેળવવા માટે મહેનત કરે. સહ દુઃખ ન આવે તો ઊભું કરવાનું ?
એમાં પૂછવાનું શું ? દુ:ખ ઊભું કરવા માટે તો સાધુપણું છે. ધર્મ કરવા માટે સાધુપણું છે એવું બોલવા પહેલાં દુ:ખ ભોગવીને પૂરું કરવા માટે સાધુપણું છે. પાપનો હિસાબ ચૂકતે કરવા માટે આ સાધુપણું છે. તમે પણ ઉઘરાણી ન આપે તો માંગી-માંગીને પણ વસૂલ કરો ને ? તેમ સાધુ દુ:ખ ન આવે તો ઊભું કરીને વેઠે. સ૦ પેટ ચોળીને પીડા ઊભી કરવી ?
કરવી જ પડશે. તમે પણ ઓપરેશન કરાવો છો તે વખતે પેટ ચોળીને જ પીડા ઊભી કરો છો ને ? તે વખતે દુ:ખાવો ન હોવા છતાં ઓપરેશન કરીને દુ:ખાવો ઊભો કરો ને ? તે શા માટે ? કાયમ માટે દુઃખાવો જાય માટે ને ? તેમ અહીં પણ કર્મ ખપાવવા માટે તેની ઉદીરણા કરવામાં શું વાંધો ? સાધુપણું પુણ્યની ઉદીરણા કરવા માટે નથી પાપની ઉદીરણા કરવા માટે છે. શાતાની ઉદીરણા કરવા માટે ધર્મ નથી, અશાતાની ઉદીરણા કરવા માટે ધર્મ છે. પંદર કલાકે સ્વાધ્યાય કરે, ગાથા ગોખે તો કષ્ટ પડવાનું, શ્રમ પડવાનો જ. તે અશાતાની ઉદીરણા કરવા સ્વરૂપ છે.
અહીં જણાવે છે કે, “જેઓ સર્વસાવદ્યયોગથી વિરામ પામેલા હોય અને ગામાનુગામ વિહાર કરતા હોય એવા સાધુને'... આ બે વિશેષણ સાંભળતાંની સાથે શિષ્ય શંકા કરે કે ‘જો જંઘાબળ ક્ષીણ થયું હોય ત્યારે તો વિહાર નહિ કરે તેમ જ ચાતુર્માસ માટે સ્થિરવાસ માટે રહેલા હોય એવા સાધુનું ગ્રહણ નહિ થાય... તેથી ‘વિચરતા'નો અર્થ ‘ગ્રામાનુગામ જતા’ એવો ન કરતાં “મોક્ષમાર્ગમાં જતા’ એવો કરવો – એમ ટીકાકારશ્રી જણાવે છે. આ રીતે મોક્ષમાર્ગમાં વિહાર કરતા એવા તથા શરીર ઉપર તેલ વગેરે સ્નિગ્ધ પદાર્થો ન ચોપડવાના કારણે રૂક્ષ(કૂખ) શરીરવાળા સાધુને ઠંડી સ્પર્શે તોપણ તે ઠંડીને સહન કરી લે પણ સ્વાધ્યાયનો વ્યાઘાત ન થાય તે માટે એક કામગીથી વધારે કામળી ન લે, એક મકાનને છોડીને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૨૯
Page #119
--------------------------------------------------------------------------
________________
બીજા મકાનમાં ન જાય. વધારે કામળી વાપરીએ તો પડિલેહણ કરવાના કારણે સ્વાધ્યાયમાં વ્યાઘાત થાય. માટે સાધુ ઠંડી સહન કરે, પ્રતિકાર ન કરે. શિયાળાના દિવસોમાં મકાનમાં રહેલા કામળી ઓઢીને બેઠા હોય જ્યારે સવારે બહાર વહોરવા ગયેલા મકાનમાં આવે તો કામળી કાઢીને વાપરવા બેસે, શ્રી મહાવીરપરમાત્માએ દીક્ષા લીધા પછી ઠંડી કેવી રીતે વેઠી હતી તે આચારાંગસૂત્રમાં જણાવ્યું છે. જયારે ઠંડી લાગે ત્યારે ભગવાન મકાનની બહાર જઇને થોડી વાર કાઉસ્સગ્રુધ્યાનમાં રહી પાછા મકાનમાં આવીને કાઉસ્સગ્રુધ્યાનમાં રહેતા. તેના કારણે મકાનની ઠંડી માફકસરની થઇ જાય. વધુ દુ:ખ વેઠીને પૂર્વનું દુ:ખ હળવું લાગે એવું કરવું. સ0 ભગવાનનું તો પહેલું સંઘયણે હતું.
તમારું છેવટું સંઘયણ છે – એ બરાબર, પરંતુ છેવટ્ટા સંઘયણમાં પણ તમે સુખ ભોગવવાનું કામ ચાલુ રાખ્યું છે ને ? છેવટ્ટામાં અર્થકામની સાધના થાય માત્ર ધર્મની સાધના જ ન થાય ! – ખરું ને ? તમે તમારી શક્તિ અને સંઘયણબળને અનુરૂપ દુ:ખ વેઠો એની ના નથી, પરંતુ દુ:ખ આવવા પહેલાં જ તેના પ્રતિકાર માટે સજજ થઈને બેસો એ ચાલે ? શરીર દુ:ખ વેઠવા સમર્થ હોય ત્યાં સુધી તો દુ:ખ વેઠશો ને ? સ0 લાભાલાભ જોઇને કામ કરીએ.
ભગવાનની આજ્ઞા મુજબ દુ:ખ વેઠવામાં લાભ છે અને આજ્ઞાથી ઉપરવટ થઇ દુઃખ ટાળવામાં અલાભ છે. સ0 રાત્રે ઠંડીના કારણે ઊંઘ ન આવતી હોય તો ?
તો તો વધારે સારું. સ્વાધ્યાય વધારે થશે. હકીકતમાં તો ઠંડીના કારણે ઊંઘ નથી આવતી એવું નથી, શ્રમ કર્યો નથી માટે ઊંઘ નથી આવતી. શ્રમ જો કર્યો હોય, થાક લાગ્યો હોય તો ગમે તેવી ઠંડીમાં અને ગમે તેવી જગ્યામાં પણ ઊંઘ આવી જાય.
- સાધુપણામાં દુ:ખ વેઠવા માટે જ આવ્યા છીએ તો હવે દુ:ખનો પ્રતિકાર કરવાની જરૂર જ નથી. સુખ ભોગવવાના કારણે જ દુ:ખ ઊભું કર્યું છે. એ દુ:ખ હવે દુ:ખ ભોગવ્યા વિના નહિ જાય. જેઓ દુઃખ આવ્યા ૨૩૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પછી દુ:ખનો પ્રતિકાર કરે છે તેઓ નવું દુ:ખ ઊભું કરવાનું કામ કરે છે – એ પ્રમાણે આચારાંગસૂત્રમાં જણાવ્યું છે. દુઃખ ભોગવવાના બદલે સુખ ભોગવવાનો અધ્યવસાય જાગે અને સુખ ટાળવાના બદલે દુ:ખ ટાળવાનો અધ્યવસાય જાગે તો તમે ધર્મ કરવા છતાં અને અમે સાધુપણું પાળવા છતાં કશું પામી નહિ શકીએ. આપણે શાતાનો ઉદય થાય એ માટે મહેનત કરીએ છીએ, શાસ્ત્રકારો ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પેદા કરવા માટે મહેનત કરવાનું જણાવે છે. સ0 સુખ ભોગવવાનું ન હોય તો શાસ્ત્રમાં પાને પાને જણાવ્યું શા માટે ?
શાસ્ત્રમાં પાને પાને સુખની વાત આવે છે, પણ તે મેળવવા માટે નહિ, ટાળવા માટે જણાવ્યું છે. ગુલાબના ફૂલ સાથે કાંટા પણ હોય જ. પરંતુ એ કાંટા રાખવાના કે વાગી ન જાય તે રીતે કાઢી નાંખવાના ? કેરી સાથે ગોટલા આવે જ, ગોટલા વગરની કેરી ન હોય, પણ કેરીનો રસ વાપરો, ગોટલો તો નાંખી દો ને ? તેમ સંસારમાં સુખ છે, તે ભોગવવાની જરૂર નથી, કાઢવાની જરૂર છે. સુખ ભોગવવાનો અધિકાર તો તેને છે કે જેને સુખ ભોગવતાં આવડે. સુખ અડી ન જાય તે રીતે ભોગવતાં આવડે એ સુખ ભોગવે તો વાંધો નહિ. રેશમી વસ્ત્રો પહેર્યા હોય તો પણ તેને પરસેવો, ધૂળ અડી ન જાય તેની જેમ કાળજી રાખે તેમ આત્માને સુખ અડી ન જાય તેની કાળજી રાખે તેને સુખ ભોગવવાનો અધિકાર છે. આપણે એ અખતરો નથી કરવો. સુખ નિર્લેપપણે ભોગવવું એના કરતાં સુખ છોડી દેવું સારું. બાકી સુખ ભોગવવા જતાં અડી જવાનું છે માટે એવું જોખમ નથી ખેડવું.
દુઃખ ભોગવવા માટે તૈયાર થયેલા સાધુને ઠંડી લાગે તો તે સહન કરી લે. સ્વાધ્યાયનો વ્યાઘાત ન થાય તે રીતે ઠંડી વેઠી જ લેવાની. આ બધું જિનેશ્વરભગવંતે કહ્યું છે. તેમના શાસન-વચનને સાંભળીને આ રીતે ઠંડી સહન કરવાનું કામ કરે. અમારા આચાર્ય ભગવંત ધાબળો વાપરવા દેતા નહિ, કારણ કે પોતે શીતપરીષહ વેઠી નિશ્રાવર્તાને પણ એ વેઠવાનો જ ઉપાય બતાવે. આપણને ગમે કે ન ગમે આચાર્યભગવંતો શાસ્ત્રના જાણકાર હોવાથી પરીષહ વેઠવાની જ હિતશિક્ષા આપે. અનુશાસન ગમે કે ન ગમે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૩૧
Page #120
--------------------------------------------------------------------------
________________
પરંતુ એ કર્યા વિના ચાલે એવું નથી. નહિ તો નિશ્રાવર્તી સુખ ભોગવીને દુર્ગતિમાં જાય તેનો દોષ લાગે. આ બધું જ ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવ્યું છે. અહીં એટલું યાદ રાખવું કે આચાર્યભગવંત કે શાસ્ત્રકારો આપણને દુ:ખી નહિ બનાવે, પણ સાથે દુ:ખ ભોગવવામાંથી બાકાત નહિ રાખે. બીજી ગાથાથી જણાવે છે કે સાધુ ઠંડી વેઠી લે તેનો પ્રતિકાર તો ન જ કરે, સાથે મનમાં પણ એવું ન લાવે કે – મારી પાસે ઠંડી દૂર કરવા માટે કોઇ સાધન નથી, શરીરની રક્ષા માટે કોઇ કાંબળી વગેરે નથી. તેથી હું અગ્નિનું સેવન કરું... ઠંડીને દૂર કરે તો નહિ, દૂર કરવાનું ચિંતવે પણ નહિ.
આ શીતપરીષહ ઉપર એક કથા જણાવી છે. રાજગૃહી નગરમાં પુરુષોમાં ઉત્તમ એવા ચાર શ્રેષ્ઠી પરસ્પર મિત્રતાને ધારણ કરતા હતા. એક વાર ભદ્રબાહુસ્વામી ત્યાં પધાર્યા. તેમની દેશના સાંભળી એ ચારે ય જણાએ સાથે દીક્ષા લીધી. મિત્ર કોને કહેવાય ? આપણે દીક્ષા લઇએ અને આપણો દીક્ષા-મહોત્સવે કરે તે મિત્ર નહિ, આપણી સાથે દીક્ષા લે તે આપણો મિત્ર. આ ચારેય સાથે નીકળી પડ્યા. સ, બધાના ઘરના સંયોગો સરખા થોડા હોય ?
ઘરના સંયોગો તો ક્યારે ય સુધરવાના નથી, આપણે જ સુધરીને નીકળી જવું પડશે. આપણો વૈરાગ્ય જો મજબૂત હોય તો કોઇ જ સંયોગો આડે નહિ આવે. તમે ઘરના લોકોની ચિંતા છોડો. તમારા આત્માની ચિંતા કરવા માંડો. આ ચારેયે સાથે દીક્ષા લીધી પણ દીક્ષા લીધા પછી એ પ્રેમ અને સંપ પ્રમાણે વર્તતા ન હતા, ગુરુની આજ્ઞા પ્રમાણે જીવવાનું કામ કરતા હતા. અમારે ત્યાં તો એક ગુરુના બે શિષ્ય અંદર-અંદર સંપી જાય તો ગુરુને પણ બાજુએ મૂકી દે. આમણે એવું ન કર્યું. આ ચાર મુનિઓ ગુરુ પાસેથી શ્રતના પારગામી બની એકાકી વિહાર કરવા માટે ગુરુની અનુજ્ઞા લઇને નીકળ્યા. સ0 એકાકી વિહાર કરવાની યોગ્યતા કઇ રીતે આવી ?
શ્રુતના અધ્યયનના કારણે. આ શિષ્ય કોના હતા ? ભદ્રબાહુસ્વામીજીના હતા. સમર્થ ગુરુના શિષ્ય સમર્થજ્ઞાની બને જ ને ? આજે ૨૩૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
તો સમર્થજ્ઞાનીના શિષ્ય પણ અજ્ઞાની હોય ને ? આપણા ગુરુ સમર્થજ્ઞાની હતા છતાં આપણે અજ્ઞાની જ રહ્યા ને ? સમર્થજ્ઞાનીના શિષ્યો તેમના જેવા કેમ ન બની શકે ? આચાર્યભગવંતે એક વાર કહેલું કે મારી જેમ જો પચાસ સાધુઓ બોલતા થઇ જાય તો આજે જિનશાસનની રોનક ફરી જાય. આ ત્યારની વાત છે કે જ્યારે અમારા સમુદાયમાં સાડા ચારસો સાધુઓ હતા. તે વખતે પોતાની જેમ વ્યાખ્યાન કરનાર પચાસ પણ સાધુઓ નથી એમ સાહેબ માનતા હતા અને એનું એમને મન દુ:ખ પણ હતું. આ સાધુભગવંતો શ્રુતના પારગામી હોવાથી જ ગુરુએ તેમને એકાકી વિહારની અનુજ્ઞા આપી હતી. તેઓએ અભિગ્રહ ધારણ કરેલો કે માત્ર ત્રીજા પ્રહરે આહાર-નિહાર-વિહારાદિ ક્રિયા કરવી, બાકી ત્રીજો પ્રહર વીતવા આવે એટલે જે સ્થાને ઊભા હોય ત્યાં જ સાત પ્રહર માટે કાઉસ્સગ્નધ્યાનમાં ઊભા રહી જવું : આ નિયમનું તેઓ સારી રીતે પાલન કરતા હતા. એક વાર રાજગૃહી નગરીમાં વૈભારગિરિ ઉપર જવા નીકળેલા. એ ચારમાંથી એક મહાત્મા વૈભારગિરિની ટોચ ઉપર પહોંચ્યા એટલામાં ચોથો પ્રહર શરૂ થયો એટલે ત્યાં જ કાઉસ્સગ્રુધ્યાનમાં ઊભા રહી ગયા. બીજા મહાત્મા વૈભારગિરિના પગથિયે પહોંચ્યા હતા, ત્રીજા નગરના દ્વારે પહોંચ્યા હતા અને ચોથા નગરીના મધ્યભાગમાં પહોંચેલા ત્યારે ચોથો પ્રહર શરૂ થવાથી ત્યાં ઊભા રહી ગયેલા. તે વખતે ઠંડી સખત પડતી હતી. લોકો દિવસે પણ અગ્નિનું તાપણું કરતા હતા ને રાત્રે દાંતથી જાણે વીણા વાગે અર્થાત્ દાંત કકડે એવી ઠંડી પડતી હતી. તે ઠંડીને સહન કરતા ટોચ ઉપર રહેલા મહાત્મા રાત્રિના પહેલા પ્રહરે કાળધર્મ પામ્યા, બીજા પ્રહરે પગથિયે રહેલા, ત્રીજા પ્રહરે નગરના દ્વારે રહેલા અને ચોથા પ્રહરે નગરની મધ્યમાં રહેલા મહાત્મા કાળધર્મ પામ્યા. આ રીતે પ્રાણાંત કષ્ટ આવે તોપણ વિચલિત થયા વિના મોક્ષ સિવાયની ઇચ્છાના ત્યાગી અને મોક્ષની ઇચ્છાવાળા એવા સર્વમહાત્માઓએ શીતપરીષહ સહન કરવો જોઇએ. જેને મોક્ષ સિવાય બીજી કોઈ પણ ઇચ્છા હોય તેઓ પરીષહ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૩૩
Page #121
--------------------------------------------------------------------------
________________
સારી રીતે સહન ન કરી શકે. જેઓ મોક્ષ સિવાયની તમામ સુખની ઇચ્છાઓનો ત્યાગ કરે તેઓ જ પરીષહોને સારી રીતે સહન કરી શકે.
(૪) ઉષ્ણપરીષહ : અનંત દુ:ખમય એવા આ સંસારમાં દુ:ખની ફરિયાદ કરવી એ તો એક મૂર્ખાઇ છે. આ સંસારમાં દુ:ખ છે છતાં એ દુઃખ આવે એ આપણને ગમતું નથી અને એ દુઃખ ભોગવવાનો અધ્યવસાય. પણ હજુ પેદા નથી થયો - એ વાત પણ સાચી. પરંતુ દુ:ખથી છૂટવાનો ઉપાય જ આ છે કે દુઃખ ભોગવી લેવું. આપણે દુઃખ ટાળીને દુ:ખથી છૂટવા માટે મહેનત કરીએ છીએ. જ્યારે શાસ્ત્રકારો દુ:ખ વેઠીને દુઃખથી છૂટવાની વાત કરે છે. આપણા આ મોહને દૂર કરવા માટેનો આ જ્ઞાનમાર્ગ છે. દુ:ખ વેઠ્યા વિના દુ:ખ ટળે એવું નથી – એ પ્રમાણે અનંતજ્ઞાનીઓ ફરમાવી રહ્યા છે. આ સંસારના સુખ માટે જે દુ:ખ વેઠીએ છીએ તેના કરતાં અનંતમા ભાગે દુ:ખ, મોક્ષનું સુખ મેળવવા માટે ભોગવવાનું છે. તેથી તેનાથી ગભરાવાની જરૂર નથી. આ દુઃખો ઊભા કરીને વેઠવાની વાત નથી. પરીષહ આવ્યા પછી આઘાપાછા નથી થવું - એટલી વાત છે. ઠંડીના કારણે કે ગરમીના કારણે આપણા પહેરવેશમાં ફેરફાર કરવાની જરૂર નથી. દુઃખ તો ગૃહસ્થપણામાં પણ ઓછું નથી. છતાં સુખની લાલચે તે નભાવી લેવાય છે. મન ચિકાર હોવા છતાં મનને મારીને રહેવું પડે – તેનું નામ સંસાર. આવું દુ:ખ તો વેઠાય જ નહિ – આ ભ્રમ મગજમાંથી કાઢી નાંખો. દુઃખ બધું જ વેઠી શકાય એવું છે. નરકગતિનાં દુઃખો આપણે વેઠીને જ આવ્યા છીએ, જન્મનાં ને ગર્ભાવાસનાં દુ:ખો આ જ ભવમાં ભોગવીને આવ્યા છીએ. અહીં પણ કાંઇ ઓછાં દુઃખ ભોગવ્યાં છે ? આપણો ભૂતકાળ પણ જો યાદ રાખ્યો હોત તો આજે આ જલસા કરવાનું ન બનત. ગઈ કાલ સુધી જેના વિના ચાલ્યું છે તેના વિના આજે પણ ચાલશે ને ? ગઇ કાલે રોટલી-દાળ-ભાત-શાકથી ચાલ્યું તો આજે મિષ્ટાન્ન અને ફરસાણ વિના ચાલે ને ? તો આજે આટલો નિયમ લેવો છે કે આ ચારથી અધિક વસ્તુ નથી વાપરવી.
સ0 એટલું સત્ત્વ ન હોય તો.
એનો વાંધો નથી, પણ તમે જે એમ માની બેઠા છો કે સાધુપણાનાં દુ:ખો અસહ્ય છે - એ વસ્તુ તમારા મગજમાંથી કાઢવી છે. અહીં કાંઇ પર્વત ઉપરથી ઝંપાપાત કરવાની, આગમાં બળી મરવાની કે તલવારથી માથું કાપવાની વાત જ નથી. જે દુઃખ આવે તેને જાકારો નથી આપવો, વેઠી લેવું છે. તમે મિષ્ટાન્ન-ફરસાણનો નિયમ કરવાની વાત કરો છો, આપણે કાયમ માટે ત્યાગ કરવાની વાત કરવી છે. આ તો વરસનો નિયમ લે અને પૂરો થયા પછી કહે કે હવે છૂટા. સ0 એટલો નિયમ લીધો - એટલું સારું ને ?
ના. આવો નિયમ શું કામનો ? જેમાં ત્યાગની ભાવના ન હોય તેવો નિયમ લે તે તો દેખાવ માટેનો નિયમ છે - એને સારો ક્યાંથી કહેવાય ? જેને પૈસો છોડવો નથી તે દાન શા માટે આપે ? નામ માટે જ ને ? તેથી આપણે ત્યાગની ભાવના કેળવી લેવી છે. સુખની લાલચ ઓછી થાય તો દુઃખ વેઠવાનું શક્ય છે. ઉષ્ણપરીષહ માટે જણાવ્યું છે કે જ્યારે ગરમી ખૂબ પડતી હોય; જમીન, ભીંત વગેરે ધમધમતી હોય તેના પરિતાપથી અકળાઇ જાય તોપણ શાતાની ઇચ્છા ન કરે. ‘શિયાળો ક્યારે આવે, રાત ક્યારે પડશે, ચંદ્ર ક્યારે ઊગશે...' આવો વિચાર ન કરે. સ0 ઉદ્વેગ તો આવી જાય ને ?
ઉદ્ધગ દુ:ખે આવવાના કારણે નથી થતો, ઉદ્વેગનું કારણ સુખની ઇચ્છા છે. વસ્તુનો અભાવ દુઃખ-ઉદ્વેગનું કારણ નથી, વસ્તુની અપેક્ષા ઉદ્વેગનું કારણ છે. તમારા લાખ ગયા અને ભાઇના બે લાખ ગયા હોય તો તે સાંભળીને તમારો ઉદ્વેગ શાંત થઇ જાય ને ? આપણું ધાર્યું થતું નથી માટે ઉદ્વેગ આવે છે, તેથી આપણે કશું ધારવું જ નથી. ધાર્યું આપણું નહિ, જ્ઞાનીનું જ થવાનું. જ્ઞાનીએ જે દીઠું હશે તે જ થવાનું છે, માટે આપણે આપણી ઇચ્છાને બાજુએ મૂકી વચન સાથે એકમેક થવું છે. ભગવાનના વચન સાથે ઝીલવા માંડીએ તો આપણને કોઇની જરૂર નહિ
૨૩૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૩૫
Page #122
--------------------------------------------------------------------------
________________
પડે. વચનને છોડીને બીજાની અપેક્ષા રાખી તો તે અપેક્ષા પૂરી થવાની જ નથી. માટે અપેક્ષાઓ છોડી દો તો શાંતિ સ્થપાઇ જશે. | ગમે તેટલી ગરમી પડે તેનાથી સંતપ્ત થઇ ગયા હોય તોપણ બુદ્ધિમાન એવો સાધુ સ્નાનને પણ ઇચ્છે નહિ, ગાત્રનું પ્રાસુક પાણીથી સિચન ન કરવું તેમ જ પોતાની જાતને વસ્ત્રથી, મુહપત્તીથી કે પુસ્તક વગેરેથી પવન ન નાંખવો. આ બધું અસહ્ય નથી, વેઠવાની તૈયારી કરી લેવી છે. જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ રાખો, આપણી અક્કલ ઉપર વિશ્વાસ રાખવાની જરૂર નથી. કયું કર્મ ક્યારે ઉદયમાં આવશે તે આપણને ખબર નથી, જ્ઞાનીને ખબર છે માટે જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ રાખીને જીવી લેવું છે. દુ:ખ પ્રતિકાર કરવા યોગ્ય નથી. સહન કરવા યોગ્ય છે. આપણે દુઃખ તો વેઠીએ છીએ, પરીષહ વેઠતા નથી. દુ:ખ તો અનિચ્છાએ વેઠવાના કારણે અકામનિર્જરા થાય. જ્યારે પરીષહ વેઠ્યા ત્યારે કહેવાય કે જયારે સુખની આશા પણ દુ:ખ વેઠતી વખતે ન હોય. ન છૂટકે પરાધીનપણે દુઃખ તો વેઠાઇ જાય, જ્યારે પરીષહ તો નિર્જરાના હેતુથી સમતાપૂર્વક દુ:ખ ભોગવવાથી વેઠાય છે. નાના છોકરાઓને કશી સમજ પડતી ન હોવાથી જ્યાં સુવાડો ત્યાં સૂઇ જાય, લકવો પડ્યો હોય તોપણ દુ:ખ વેઠી જ લઇએ છીએ ને ? એ અવસ્થાને યાદ કરીને દુઃખ ભોગવો તોપણ દુ:ખ સહ્ય બની જાય. એના બદલે સુખ ભોગવનારને નજર સામે રાખે તો દુ:ખ અસહ્ય જ લાગે ને ? આયંબિલ કરનારા એકાસણાવાળાની અનુમોદના કરે, વિરતિધર અવિરતિધરની અનુમોદના કરે કે ‘તમારે તો ઠીક, નાહી લો એટલે સૃત્તિ આવી જાય, અમારે તો કશું થાય નહિ...' આવું આવું બોલવું એ વિરતિની નિંદા અને અવિરતિની અનુમોદના કરવા સ્વરૂપ છે. આ ઉષ્ણપરીષહ ઉપર અરણિકમુનિનું દષ્ટાંત આપ્યું છે, જે પ્રસિદ્ધ છે. અરણિકમુનિએ પિતા સાથે દીક્ષા લીધી હતી. પરંતુ પુત્રના સ્નેહના કારણે પિતામુનિ તેમને ગોચરીએ મોકલતા ન હતા, છતા સાથેના સાધુઓ તેમને કહી શકતા નથી. થોડા વખતમાં પિતામુનિ કાળધર્મ પામ્યા. તેનો આઘાત તાજો ૨૩૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
હોવાથી બે દિવસ સુધી સાથેના સાધુઓએ તેમને ગોચરી લાવી આપી. ત્રીજા દિવસે એમને મોકલ્યા. ટેવ ન હોવાથી તડકાના કારણે અત્યંત શ્રમિત થઇ કુદરતી રીતે એક વેશ્યાના ઘર નીચે આવીને ઊભા રહ્યા. વેશ્યાએ દાસી દ્વારા ઉપર બોલાવી સંયમ લેવાનું કારણ પૂછ્યું. અરણિકમુનિએ મોઘમ રીતે ‘સુખ માટે સંયમ લીધું' એમ કહ્યું પણ તે સુખ આત્માનું કે વિષયોનું એવી સ્પષ્ટતા ન કરી. તેથી વેશ્યાએ કહ્યું કે તમારા સંયમના ફળરૂપે આ યોગ થયો છે તેથી મારી સાથે ભોગવિલાસના સુખ અનુભવો. ઉષ્ણપરીષહથી હારી ગયેલા મુનિ વેશ્યાના કહેવાથી ત્યાં સાધુપણું છોડીને રહી ગયા. સાથેના સાધુઓ તપાસ કરવા નીકળ્યા, પણ ન મળવાથી તેમની માતાને હકીકત જણાવી. માતા પુત્રના સ્નેહથી ગાંડી થઇ અને બજારમાં અરણિક અરણિક એમ રટણ કરતી ફરવા લાગી. જે મળે તેને એક જ વાત પૂછતી કે મારો અરણિક કોઇએ જોયો ? લોકો પણ તેની મશ્કરી કરતા. એવામાં ઝરૂખામાં બેસેલા અરણિકે માતાને જોઇ એટલે તરત નીચે ઊતર્યા. માતાને પગે પડતાં તેમણે કહ્યું કે ‘મહાપાપી અને અવિવેકી એવો આ તમારો પુત્ર અરણિક તમને પ્રણામ કરે છે.' અરણિકને જોતાંની સાથે માતાનું ગાંડપણ શાંત થઈ ગયું. માતાએ પુત્રને હિતશિક્ષા આપતાં કહ્યું કે “વત્સ ! અગ્નિમાં બળી મરવું સારું પણ વ્રતનું ખંડન કરીને જીવવું સારું નહિ.” અરણિકે કહ્યું કે “માતા લાંબા કાળ સુધી દુર્ધર એવા આ વ્રતને પાળવાનું સર્વે મારામાં નથી, જો આપ કહેતા હો તો અણસણું કરું.' માતા હવે શું કહે ? ‘સાધુપણું ન પળાય તો શ્રાવકનાં વ્રતો સ્વીકાર, સમ્યક્ત્વ જાળવી રાખ, છેવટે માર્ગાનુસારીપણું પણ સ્વીકારીશ તો ચાલશે...” આવું કહે કે અણસણ કરવાનું કહે ? આ માતા તો અણસણ કરવાની રજા આપે છે. અરણિકમુનિ પણ જે ઉષ્ણપરીષહથી પોતે હાર્યા હતા તે ઉષ્ણ પરીષહને જીતવા માટે ધગધગતી શિલા પર સંથારો કરીને સૂતા. અંતમુહૂર્તમાં તો માખણનો પિંડ ઓગળી જાય તે રીતે તેમનું શરીર ઓગળી ગયું. આ રીતે સર્વ સાધુભગવંતોએ ઉષ્ણપરીષહ સારી રીતે સહન કરવો જોઇએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૩૭
Page #123
--------------------------------------------------------------------------
________________
(૫) દંશમશકપરીષહ : વીતરાગપરમાત્માના શાસનમાં કે કોઇ પણ શાસનમાં સુખ ભોગવીને ધર્મ થતો નથી અને દુ:ખ ભોગવ્યા વિના પણ ધર્મ થતો નથી. અન્ય ધર્મીઓ પણ રાજપાટને છોડીને સંન્યાસને સ્વીકારવાની વાત કરે છે, રસ્તે રખડતા થઇને શરીરની કે કપડાની કોઇ ચિંતા ન કરવાની વાત કરે છે. જ્યારે જૈન શાસન તો લોકોત્તર શાસન છે. એ શાસન તો સુખ અને અનુકૂળતાને છોડીને પ્રતિકૂળતા વેઠવાની વાત સ્પષ્ટપણે કરે - એ સમજી શકાય એવું છે. અન્યદર્શનમાં પરલોકના સુખની ઇચ્છાથી ધર્મ કરાય છે. વીતરાગના શાસનમાં તો દુ:ખ ભોગવતી વખતે કે સુખ ટાળતી વખતે માત્ર મોક્ષ મેળવવાનો જ ઇરાદો હોય છે. ધર્મ માટે જે જે દુ:ખ ભોગવવાનો છે તેમાંથી કેટલાંક શરીરસંબંધી છે, કેટલાંક વચનસંબંધી છે, કેટલાક મનસંબંધી છે. આ બધાંનો સમાવેશ બાવીશ પરીષદોમાં કર્યો છે. પાપ આપણે મજેથી કરીએ છીએ ને ? તો હવે પાપના ઉદયે આવેલું દુઃખે પણ મજેથી વેઠી લેવું છે. સ0 દુ:ખે કાઢવા માટે તો પાપ કરીએ છીએ.
સાચું કહો છો ? દુઃખ કાઢવા માટે પાપ કરતા હો તો હજુ માફ કરીએ. પણ તમે અસલમાં દુ:ખ ટાળવા માટે નહિ, સુખ મેળવવા માટે પાપ કરો છો. તેની તકલીફ છે. અત્યારે આપણે દુ:ખી નથી છતાં પાપ કરીએ છીએ તો તે આપણી ધારણા મુજબનું સુખ મેળવવા માટે જ પાપ કરીએ છીએ ને ? આજે આટલું વિચારવું છે કે ઇચ્છા મુજબનું જો ન મળવાનું હોય તો ભગવાનની આજ્ઞા મુજબ ત્યાગ કેમ ન કરીએ ? ‘મળ્યું છે માટે ભોગવી લેવું છે” – એના બદલે ‘ભગવાન ના પાડે છે માટે છોડી દેવું છે” – આટલું નક્કી કરવું છે. ‘મળ્યું છે માટે ભોગવવું છે? આ અધ્યવસાય આપણને સંસારમાં રાખે છે. જયારે ‘ભગવાન ના પાડે છે માટે છોડી દેવું છે' આ અધ્યવસાય આપણને સર્વવિરતિ તરફ લઇ જાય છે. દુ:ખ વેઠવાનો અધ્યવસાય કેળવી જ લેવો છે. આટલી તૈયારી એક વાર થઇ ગઇ હોય તો ઘણી વાર એવું ય બને કે આપણું પુણ્ય આડું આવશે અને આપણને દુઃખ ભોગવવા નહિ દે. આપણને ખબર ૨૩૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
નથી કે પુણ્ય કેટલું છે ને પાપ કેટલું છે. તેથી આપણે દુ:ખ ભોગવવાની તૈયારી કરી લેવી છે. સાધુસાધ્વીને આહારાદિ મળી જાય તો સંયમની સાધના કરે અને ન મળે તો તપોવૃદ્ધિ કરે. તેથી મળે કે ન મળે – એ બેમાં તેઓને સમભાવ હોય છે. આપણી તો હાલત એ છે કે મળે તો નહિ, પાપ કરીને મેળવવું છે. ‘મળે તો’ નહિ, ‘મેળવીને ભોગવવું છે? - આ અધ્યવસાય જ હેરાન કરે છે. એના બદલે “મળે તોય છોડી દેવું છે’ - અહીં સુધી પહોંચવું છે.
શિયાળા અને ઉનાળાની ઋતુ પૂરી થયા પછી ત્રીજી ચોમાસાની ઋતુ આવે. ચોમાસાના દિવસોમાં કુદરતી રીતે જીવજંતુનો ઉપદ્રવ વધતો હોય છે. તેથી ડાંસ અને મચ્છરનો તથા ઉપલક્ષણથી માંકણ, જૂ વગેરે જીવજંતુનો પણ ઉપદ્રવ થાય. અહીં જણાવે છે કે સાધુને જ્યારે મચ્છર કરડે ત્યારે યુદ્ધભૂમિમાં જેમ બાણોની વર્ષા થવા છતાં સંગ્રામના અગ્રભાગ પર રહેલો શૂરવીર હાથી પાછો પડતો નથી, તે રીતે દેશમશકપરીષહની સેનાની સામે મુનિભગવંત અડીખમ ઊભા રહે, ત્યાંથી પાછા ન ફરે. મચ્છર કરડે છે એવું નથી. આપણું કર્મ જ કરડે છે – એટલું યાદ રાખવું. મચ્છર કરડવાથી રોગ થાય છે એવું નથી, કર્મના ઉદયથી રોગ થાય છે – એટલું યાદ રાખવું અને રોગ થયા પછી પણ તે રોગને સહન કરીશું. સ, મચ્છરદાની ન વપરાય ? ધૂપ ન કરાય ?
તમે ધંધો મચ્છરદાનીમાં કરો, રસોઇ કરો ? તો રાત્રે સૂતાં શા માટે બાંધવી પડે. આપણે આપણા દુઃખને ટાળવા પુરુષાર્થ નથી કરવો. ધૂપ કરો તો મચ્છરને આપણું લોહી પીવામાં અંતરાય થાય ને ? કોઇને સુખ આપીએ નહિ, પરંતુ કોઇના સુખમાં અંતરાય તો નથી જ કરવો. મચ્છરદાની વગેરે પરીષહને ટાળવાનું સાધન છે. જેની સહનશીલતા ન હોય તે મચ્છરદાની વાપરે – એ જુદી વાત. જે સહનશીલ નથી તેને ઘરભેગા નથી કરવા, તેમને અપવાદે બધું જ કરાવીશું. બાકી સહનશીલ હોય તે પરીષહ વેઠે જ, ટાળે નહિ.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૩૯
Page #124
--------------------------------------------------------------------------
________________
સ0 રાત્રે ઊંઘમાં મચ્છર મરી જાય તો ?
રાત્રે આવી વિરાધના કરવાનો પ્રસંગ ન આવે તે માટે તો ચોમાસાના દિવસોમાં રાત્રે જાગવાનું વિધાન કર્યું છે. મચ્છર મરે નહિ તે માટે મચ્છરદાની બાંધવાની છૂટ ન અપાય. આપણે મચ્છરદાની બાંધીએ છીએ તે વિરાધનાથી બચવા માટે કરીએ છીએ – એવું જૂઠું ન બોલવું. વિરાધના તો જાગીને પણ ટાળી શકાય છે. સર્પનો ઉપદ્રવ જે મકાનમાં હોય ત્યાં કારણસર રહેવું પડે તો જાગતા રહો ને ? આપણે જાગવાની તૈયારી નથી અને મચ્છર કરડે એ પાલવે એવું નથી માટે મચ્છરદાની બાંધીએ છીએ – આટલું સાચું બોલતા થઇ જાઓ.
અહીં જણાવે છે કે મચ્છરથી ત્રાસ પણ ન પામવો અને તેનું વારણ પણ ન કરવું, મચ્છર ઉડાડવા નહિ. આ શરીર જેમ આપણું ભોગ્ય છે. તેમ એ જીવોનું પણ ભોગ્ય છે – એમ સમજીને એનું વારણ નથી કરવું. ‘ઘણી મચ્છર છે, શ્રાવકો ધ્યાન નથી રાખતા, ધૂપ કરતા નથી...' વગેરે બોલવું તે ત્રાસ પામ્યાનું સૂચક છે. આપણે તેને ઉડાડવા તો નથી તેમ જ મનમાં પણ તેમની પ્રત્યે દ્વેષ નથી રાખવો. તેઓ જ્યારે લોહી-માંસનું ભક્ષણ કરે ત્યારે તેમની ઉપેક્ષા કરવી. સ0 રાત્રે મચ્છર કરડે તો તેમને રાત્રિભોજન કરાવ્યાનું પાપ લાગે ?
કરાવવાનું પાપ ત્યારે લાગે કે જ્યારે આપણે એને પ્રેરણા કરીએ. આપણે મચ્છરને બોલાવતા નથી, એ એની મેળે જ આવે છે. આપણે માત્ર એને રોકતા નથી, એમાં આપણી અનુમતિ પણ નથી. આથી જ અહીં ઉપેક્ષા કરવાની વાત કરી છે. તમે મચ્છરના પાપની ચિંતા છોડીને તમારા પાપની ચિંતા કરો. મચ્છરને પાપથી બચાવવા માટે ઉડાડતા નથી, આપણને કરડે છે માટે ઉડાડીએ છીએ – આટલું સરળતાથી કબૂલ કરતાં થાઓ.
કરેલાં કમ સ્વસ્થતાથી ભોગવી લઇએ તો એ કર્મોનો અંત આવ્યા વિના ન રહે. પરંતુ આપણે કમોંને ભોગવવાને બદલે એને એ રીતે ધક્કો મારીએ છીએ કે જેથી કમની પરંપરા ઊભી થાય. સુખના કારણે બાંધેલા કર્મો દુ:ખ દ્વારા જ નિકાલને પામી શકે - એ વાત તો સ્પષ્ટ છે. આ ૨૪૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
કર્મની પરંપરાને અટકાવવી હોય તો દુ:ખની વણઝારને સ્વીકારી લેવા સિવાય છૂટકો નથી. આ સંસારમાં બાવીસ પ્રકારના પરીષહોને ભોગવવા માટે તૈયાર થઇ જઇએ તો સંસારનો અંત આવ્યા વિના ન રહે. આપણે દુ:ખ ભલે શક્તિ પ્રમાણે ભોગવીએ પરંતુ દુઃખ ભોગવવાનો અધ્યવસાય પૂરેપૂરો જોઇએ. મહાપુરુષો કર્મના યોગે સુખ ભોગવવાની પ્રવૃત્તિ કરતા હોય તો પણ તેમનો દુ:ખ ભોગવવાનો અધ્યવસાય નાશ નથી પામતો, આપણી જેમ ! આપણે દુ:ખ ભોગવીએ છતાં સુખ ભોગવવાનો અધ્યવસાય નાશ નથી પામતો ને ? જેને દુઃખ ભોગવવાનો અધ્યવસાય હોય તેને તો દુ:ખ ભોગવવાનો અવસર આવે ત્યારે આનંદનો અનુભવ થાય. કારણ કે આ કર્મનિર્જરાનો અવસર આવ્યો છે એવું એમને લાગે. ગૃહસ્થપણામાં કર્મનિર્જરાનો અવસર છે કે કર્મબંધનો ? સુખ આવે તે કર્મબંધનો અવસર લાગે અને દુઃખ આવે તે કર્મનિર્જરાનો અવસર લાગે - એનું અહીં કામ છે.
દેશમશકપરીષહ ઉપર અહીં કથાનક જણાવ્યું છે. ચંપાનગરીમાં જિતશત્રુ નામના રાજાને શ્રમણભદ્ર નામનો પુત્ર હતો. આ રાજપુત્રનું જેવું નામ હતું તેવો જ તે હતો. એટલે કે તે શ્રમણપણામાં - સાધુપણામાં જ ભદ્રતા-કલ્યાણકારિતાને માનનારો હતો. આ રાજપુત્ર સાત્ત્વિકશિરોમણિ હતો. અહીં બીજા કોઇ ગુણ ન જણાવતાં સત્ત્વગુણની પ્રશંસા કરી છે. તેનું કારણ એ છે કે દીક્ષા લેવાની આ પરમ યોગ્યતા છે. વૈરાગ્ય કરતાં પણ સત્ત્વ એ ચઢિયાતો ગુણ છે. કારણ કે જો સત્ત્વ નહિ હોય તો વૈરાગ્ય પણ પાછો રાગના સ્થાને ગોઠવાઇ જતાં વાર નહિ લાગે. જેની પાસે દુ:ખ વેઠવાનું સામર્થ્ય ન હોય તે સાધુપણામાં ટકી નહિ શકે, એનો વૈરાગ્ય ધોવાયા વિના નહિ રહે. આ શ્રમણભદ્ર રાજપુત્રે એક વાર ધર્મઘોષસૂરિની દેશના સાંભળી અને એક જ દેશનામાં પ્રતિબોધ પામીને કામભોગથી વિરક્ત થઈને તેમણે પ્રવ્રજ્યા અંગીકાર કરી. ત્યાર બાદ શ્રુતનો અભ્યાસ કરીને શ્રુતના પારગામી બની ગયા. તમને એમ લાગે કે એક જ દેશનામાં કઇ રીતે પ્રતિબોધ પામ્યા ? પરંતુ એવું આશ્ચર્ય ધરવાની જરૂર નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૪૧
Page #125
--------------------------------------------------------------------------
________________
તમે પણ જો એક જ પરિચયમાં ખબર પડે કે પાર્ટી સારી છે તો રાહ જુઓ કે તરત જ ભાગીદારી નોંધાવો ? તેમ અહીં પણ ભાગીદારી નોંધાવવી જોઇએ ને ? અહીં કહ્યું છે કે માખ્યો વિરો: સ.. આપણે હોત તો “સંસારને લાત મારીને નીકળ્યા” એમ કહેત. જ્યારે ગ્રંથકારશ્રી કહે છે કે કામભોગથી વિરાગી બનીને દીક્ષા લીધી. એનું કારણ એ છે કે સંસાર છોડવાનું કામ સહેલું છે, વિષયભોગથી વિરામ પામવાનું, વૈરાગ્ય કેળવવાનું કામ કપરું છે. કામભોગથી વિરામ પામ્યા વગર ધર્મ થાય નહિ – આ વસ્તુ હૈયામાં કોતરી રાખો. મુમુક્ષુની ભક્તિ તો લોકો ઘણી કરે પરંતુ મુમુક્ષુ એ બધાને લાભ આપ્યા કરે તો તેનો વૈરાગ્ય ક્યાંથી ટકે ? આજે દુ:ખ ભોગવવાનો અભ્યાસ જેટલો પડાય છે એટલો સુખ છોડવાનો અભ્યાસ પાડવામાં આવતો નથી. જેને ખાવા-પીવા, પહેરવાઓઢવાનો રાગ હોય એવાઓ અહીં ન આવે એ સારું જ છે. સ0 ઉત્સાહ ન હોય તોપણ દીક્ષા લેવાની વાત કરાય છે ને ?
એની ના નથી, પરંતુ ઉત્સાહ વિના દીક્ષા લીધી હોય તોપણ તે ગુરુની આજ્ઞા મુજબ પાળવાની છે. આજ્ઞા પાળે તેને ઉલ્લાસ પ્રગટ્યા વિના ન રહે. આ શ્રમણભદ્રમુનિ એક વાર અરણ્યમાં પ્રતિમા ધારીને ઊભા રહેલા. ત્યાં હજારો મચ્છર તેમના શરીર ઉપર એ રીતે આવીને લાગ્યા કે તેમના શરીરનો વર્ણ મચ્છરના યોગે કાળો દેખાતો હતો. આમ છતાં તે મહાત્મા શુભ ધ્યાનમાંથી ચલાયમાન થતા નથી. તેમનું મન સત્ત્વધારી હતું. એક વાર મન તૈયાર થાય તો શરીર સાથ આપ્યા વિના ન રહે. તે મહાત્મા વિચારે છે કે નરકાદિગતિમાં તો આના કરતાં વધુ વેદના લાંબાકાળ સુધી ભોગવી છે એની અપેક્ષાએ આ વેદના તો અલ્પકાળ માટે અને અલ્પપ્રમાણમાં છે. વળી આ આત્મા અને શરીર તદ્દન ભિન્ન છે. શરીરની વેદનાથી આત્માએ વ્યથિત થવાની જરૂર નથી. શરીર અને આત્માને ભિન્ન તરીકે જાણ્યા પછી કયો એવો બુદ્ધિશાળી છે કે જે શરીર ખાતર આત્માના નુકસાનને ઊભું કરે. આમે ય આ શરીર નશ્વર છે તો તેનાથી આ ડાંસમચ્છરની તૃપ્તિ થતી હોય તો ભલે થતી...
ઇત્યાદિ શુભભાવમાં આખી રાત્રિ વ્યતીત થઇ. તે ડાંસમચ્છરોએ એ મહાત્માના લોહીમાંસને એ રીતે ચૂસી લીધા કે રાત્રિના અંતે તે મહાત્મા કાળધર્મ પામી દેવલોકમાં ગયા. આ રીતે મરણાંત કષ્ટ આવે ત્યાં સુધી સાધુ મહાત્માએ આ પરીષહ વેઠવો જોઇએ. આપણી પાસે સત્ત્વ ન હોય ને મચ્છરદાની વગેરે રાખતા હોઇએ તો શરમાવાની જરૂર છે, માથું ઊંચું રાખીને ફરવાની જરૂર નથી. આપણા પ્રમાદાચરણથી – શિથિલાચારથી આપણે લજજા પામીએ તોય યોગ્યતા ટકી છે – એમ માની શકાય.
(૬) અચલપરીષહ : ડાંસ મચ્છર કરડવા લાગે એટલે સાધુને વસ્ત્રની અપેક્ષા જાગે તેથી હવે આ અચલપરીષહ જણાવે છે. સાધુનાં વસ્ત્ર અત્યંત જીર્ણ થઇ ગયાં હોય તોપણ ‘હું વસ્ત્ર વગરનો થઇ જઇશ” એમ ચિંતા ન કરે. તેમ જ ‘હું નવું વસ્ત્ર લઇ આવું” – એવી પણ વિચારણા ન કરે. સચેલપણું કે અચેલપણું કર્મયોગે આવે છે - એમ સમજી સાધુ ખેદ-સંતાપને ધારણ ન કરે. પોતાની પાસેની વસ્તુ નકામી થઇ છે તે માયાપૂર્વક ગૃહસ્થને જણાવી તેમની પાસેથી વસ્તુ મેળવી લેવાની વૃત્તિ સારી નથી. માયાવીને ધર્મ ન હોય. સરળતાપૂર્વક યાચના કરવી સારી, પણ માયાપૂર્વક વસ્તુ મેળવવી સારી નહિ.
સાધુપણાના આચાર બતાવ્યા પછી તેનું પાલન કઇ રીતે કરવું - એ જણાવવા માટે આ અધ્યયન જણાવ્યું છે. દુ:ખ વેઠ્યા વિના આચાર પાળી શકાય એવું નથી. વસ્તુ ગમે તેટલી ઉત્તમ હોય તોપણ તેના અસ્તિત્વમાત્રથી નિખાર ન થાય, તેનો ઉપયોગ કરીએ તો જ વસ્તુની ઉત્તમતા કામની છે. સારી વસ્તુ અસ્તિત્વમાત્રથી ઉપકાર નથી કરતી, તેના ઉપયોગથી ઉપકાર થાય છે. સાધુપણું ઊંચું છે એ વાત સાચી પણ આરાધીએ તો ઊંચું છે અને આરાધના દુ:ખ વેઠ્યા વિના થતી નથી, આથી વિનય અધ્યયન પછી પરીષહ અધ્યયન જણાવ્યું છે. જે દુ:ખ વેઠી શકે તે જ સાધુપણું પાળી શકે. જે દુ:ખ વેઠવા તૈયાર ન હોય તે સાધુપણું પાળી શકે તે વાતમાં કોઈ તથ્ય નથી.
૨૪૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૪૩
Page #126
--------------------------------------------------------------------------
________________
સ0 સાધુપણું લેવાનું મન નથી થતું.
ન થતું હોય તો કેમ ચાલે ? ખાવાની રુચિ ન થતી હોય તો પેટ સાફ કરવા માટે દવા લઇને પણ કામ કરો ને ? તો અહીં દીક્ષાની રુચિ પેદા કરવા કોઇ પ્રયત્ન કર્યો ? સંસારનાં પાત્રો પ્રત્યે રાગ પડ્યો છે, સુખનાં સાધનો પ્રત્યે રાગ પડ્યો છે માટે દીક્ષા લેવાનું મન થતું નથી. એક વાર સુખ ઉપર, સુખનાં સાધનો ઉપર નફરત કેળવી લો તો જ કામ થશે. શાસ્ત્રમાં આવે છે ને કે સુખને લાત મારીને નીકળી ગયા. જેને સુખનું કારણ માનીએ છીએ તે પણ બનાવટી છે તો તેમાં સારજેવું છે શું ? માટે સંસાર પ્રત્યે નફરત કરીને નીકળી જવું છે. સુખ નથી જોઇતું એટલું નક્કી થાય તો દુ:ખ વેઠવાનું સત્ત્વ પ્રગટ્યા વિના ન રહે. આપણને ખબર નથી કે દુઃખ કેટલું આવવાનું છે ને મરણ ક્યારે આવવાનું છે, તેથી દુ:ખ વેઠવાની તૈયારી કરી લેવી છે. ત્રણ ખંડના ધણી કૃષ્ણવાસુદેવને છેલ્લી ઘડીએ અરણ્યમાં તરસ્યા મરવાનો વખત આવ્યો હતો તે વખતે માત્ર એક પીતાંબર પરિધાન કર્યું હતું. પાથરવા માટે કોઈ વસ્ત્ર ન હતું. છતાં તેમને દીનતા ન હતી. ઉપરથી મરણાંત વેદના વખતે પણ યાદવકુળમાં જેમણે દીક્ષા લીધેલી હતી તેમને યાદ કરે છે. આવા અસહ્ય દુ:ખને પણ તેઓ સમભાવે વેઠી શક્યા તે સાધુધર્મની પરિભાવનાનો પ્રભાવ હતો. આ તો આયુષ્ય બંધાઇ ગયું હતું માટે વેશ્યા બદલાઇ, બાકી અંતસમયે તેમણે જે રીતે નિર્ધામણા કરી હતી તે ખરેખર અત્યંત અનુમોદનીય છે. કોઇ આચાર્યની નિશ્રા વિના શ્રાવક પણ જો આટલી સમાધિ રાખી શકે તો સાધુ-સાધ્વી સમાધિની ચિંતા શા માટે કરે ?
આ અચેલપરીષહ ઉપર શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજની કથા આપી છે. એ કથા તો પ્રસિદ્ધ છે ને ? આ મહાત્માનું નામ તો આપણા શ્રુતજ્ઞાનની સાથે કાયમ માટે જોડાયેલું રહેવાનું. આપણે ત્યાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, કથાનુયોગ, ચરણકરણાનુયોગ : આ ચારે ય ભેગા હોવાથી અધ્યયનનું કામ અઘરું હતું. આ શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજે આ ચારે અનુયોગને જુદા પાડીને આપ્યા તેના કારણે અધ્યયનનું કામ સહેલું થઈ ૨૪૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ગયું. શ્રી આર્યરક્ષિત મહારાજે માતા પ્રત્યે સભાવના કારણે દીક્ષા અંગીકાર કરી હતી. માતાને રાજી રાખવા ચારિત્ર સુધી પહોંચી જાય - આવો વિનયી પુત્ર લાવવો ક્યાંથી ? આજે આટલું નક્કી કરવું છે કે માતાપિતાને ન ગમે તે ન કરવું અને માતા-પિતાની જે ઇચ્છા હોય તે પ્રમાણે કરી લેવું. આ કથામાં જણાવે છે કે દશપુર નામના નગરમાં સોમદેવ નામનો બ્રાહ્મણ હતો. તેને રૂદ્રસોમા નામની પત્ની હતી. તે પરમાઈત હતી એટલે કે જિનેશ્વરભગવંતના ધર્મને પાળનારી હતી. પહેલાના કાળમાં જૈન જાતિ ન હતી. ચારે વર્ણના લોકો જૈન ધર્મને પાળવાનું કામ કરતા હતા. આપણે ત્યાં ગણધરાદિભગવંતો બ્રાહ્મણકુળમાંથી આવ્યા હતા, જંબૂસ્વામી વૈશ્યકુળમાંથી આવ્યા હતા, રાજા-મહારાજાઓ ક્ષત્રિયકુળમાંથી આવ્યા હતા અને મેતારજમુનિ વગેરે શૂદ્ર કુળમાંથી આવેલા હતા. તેમને આર્યરક્ષિત અને ફલ્યુરક્ષિત એમ બે પુત્રો હતા. તેમાંથી મોટા પુત્ર આર્યરક્ષિતે પિતા પાસે જેટલું જ્ઞાન હતું તેટલું સંપાદન કરી લીધું, પછી પિતાએ તેને અધિક વિદ્યા મેળવવા માટે પટણામાં મોકલ્યો. આજે સાધુસાધ્વી પણ આટલું નક્કી કરે કે પોતાના ગુરુને જેટલું આવડે છે એટલું પહેલાં એમની પાસેથી ભણી લઇને પછી બીજે ભણવા જવું. આ તો ગુરુ ભણાવવા માટે સમર્થ હોવા છતાં પંડિતો પાસે કે બીજા પાસે ભણવા જતા રહે ! કારણ કે ગુરુ ભણાવે તો ખખડાવે એ પાલવે એવું ન હોય ! આપણે ત્યાં ઉપસંપતું સામાચારી આપી છે. પરંતુ એમાં તો ગુરુ પોતે જ શિષ્યને ભણવા માટે બીજા જ્ઞાની સાધુ પાસે મૂકે અને એ વખતે ગુરુ શિષ્યને હિતશિક્ષા પણ આપે કે હવે તારે એને પૂછીને જ બધું કરવાનું. આ તો શિષ્ય જાતે જ નક્કી કરી લે - એ ઉપસંપ, સામાચારી નથી. આર્યરક્ષિત તો પટણામાં ચૌદ વિદ્યાના પારગામી થઇને પાછા ફર્યા. ત્યારે રાજાએ પટ્ટહસ્તી ઉપર બેસાડી અને દિવ્ય વસ્ત્રાલંકારની પહેરામણી કરવા દ્વારા તેના નગરપ્રવેશનું સામૈયું કર્યું. એ ભવ્ય સામૈયામાં આર્યરક્ષિત પોતાની માતાને શોધ્યા કરે છે, પરંતુ ક્યાંય માતા દેખાતી નથી. સામૈયું ઊતર્યા બાદ તે માતાના ઓરડામાં આવ્યો. માતાએ કહ્યું કે “હે પુત્ર ! તું ભલે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૪૫
Page #127
--------------------------------------------------------------------------
________________
પધાર્યો.' એમ કહીને માતા તો પાછી પોતાના કામમાં લાગી ગઈ. આ રીતે માતાની નારાજી જોઇને દુઃખી થયેલા પુત્રે પૂછ્યું કે ‘લાંબા કાળથી આવેલા અને માતા પ્રત્યે ભક્તિવાળા પુત્ર પ્રત્યે તું ઉદાસીન કેમ છે ?” માતાના હૈયામાં સ્નેહ હોવા છતાં માતા બહારથી ઉદાસીનતા બતાવે છે. કારણ કે માતાને ચૌદ વિદ્યાના અધ્યયનમાં રસ ન હતો, પોતાનો પુત્ર ચૌદપૂર્વ ભણે તેમાં તે રાજી હતી. આથી માતાએ કહ્યું કે ‘તું જે વિદ્યા ભણીને આવ્યો છે તે તો હિંસાદિ પાપોને કરાવનારી હોવાથી નરકગતિમાં લઇ જનારી છે, તેનાથી હું રાજી ક્યાંથી થઉં ?'
આ અચેલપરીષહમાં જે દુ:ખ વેઠવાની વાત આવે છે તે શરીરમાં કોઇ દુ:ખ ઉત્પન્ન થયેલું હોય છે – એવું નથી, આ તો માત્ર માનસિક વિકલ્પના કારણે ઉત્પન્ન થયેલું દુઃખ છે. તે દુ:ખ વેઠવામાં તો અપવાદ કઇ રીતે હોય ? આપણા શરીરમાં કોઇ દુ:ખ ઉત્પન્ન થયું હોય તો તેમાં તેને હળવું કરવાનો ઉપાય બતાવાય. પણ જેમાં શરીરને કોઈ કષ્ટ નથી, પરંતુ માત્ર આપણે કેવા દેખાઇશું – એવી કલ્પનાના કારણે દુ:ખ થતું હોય તો તે દુઃખને ટાળવા માટે વસ્ત્ર લેવાની છૂટ ન અપાય. ઘણાને પૂજા કે પ્રતિક્રમણ માટે ધોતિયું પહેરવું પડે તો તેમાં શરમ આવે એ આવો પરીષહ જ છે. એ વખતે મનમાંથી શરમ કાઢી નાંખવી – એ જ પરીષહને જીતવાનો ઉપાય છે. સ0 અમે શિયાળામાં સ્વેટર વગેરે પહેરીને પૂજા કરવા જઇએ તો ?
ન ચાલે, પરીષહ તો તમારે પણ વેઠવાના છે. તમારા અને અમારા માર્ગમાં કોઈ ભેદ નથી. જે ભેદ છે તે ચાલવાની રીતને લઇને છે. સાધુભગવંત આગળ ચાલે, શ્રાવકો પાછળ ચાલે, પરંતુ બંને મોક્ષના માર્ગે જ ચાલે. ભગવાને સર્વવિરતિધર્મ પણ બતાવ્યો અને દેશવિરતિધર્મ પણ બતાવ્યો પરંતુ બંન્ને ધર્મ મોક્ષની પ્રાપ્તિ માટે બતાવ્યા છે. માત્ર સર્વવિરતિધર્મ અવિલંબે મોક્ષે પહોંચાડે, દેશવિરતિધર્મ વિલંબે મોક્ષે પહોંચાડે, સર્વવિરતિનું કારણ બનવા દ્વારા મોક્ષે પહોંચાડે. શ્રાવકધર્મ સંસારના માર્ગે લઇ જનારો હોય અને સાધુધર્મ મોશે પહોંચાડનારો હોય -
એવું નથી. જેને મોક્ષે જવા માટે સાધુ થવું છે પણ આજે સાધુ થવાનું સત્ત્વ નથી તેના માટે શ્રાવકધર્મ છે. સંસારમાં રાખવા માટે દેશવિરતિ નથી, સંસારથી છૂટવાની ભાવના પ્રગટાવવા માટે દેશવિરતિ છે. અપવાદ પણ માર્ગ છે, પરંતુ તે અપવાદના સ્થાને હોવો જોઇએ. દેશવિરતિ એ કાંઇ સર્વવિરતિનો અપવાદ નથી. સર્વવિરતિના અપવાદ તો સર્વવિરતિમાં જ હોય, આ અપવાદ તો વ્યક્તિ પરત્વે છે. ઉત્સર્ગમાર્ગ સર્વસામાન્ય છે જ્યારે અપવાદમાર્ગ તે તે અસહિષ્ણુ વ્યક્તિવિશેષને લઇને ગીતાર્થ ભગવંતો જ આપતા હોય છે. જે ગીતાર્થ અપવાદના સ્થાને અપવાદ ન બતાવે તે પોતે દોષના ભાગીદાર બને છે. કોઇ ગીતાર્થભગવંત પડતાને બચાવવા માટે કે શિથિલાચારીને સુંદર આચારવાળા બનાવવા અપવાદ સેવડાવે તો તે ગીતાર્થ શિથિલાચારનું પોષણ કરે છે – એવું માનવાની ભૂલ ક્યારે ય ન કરવી, આપણી વાત તો એટલી છે કે આપણે લોકલજજાના કારણે આપણા આચાર મૂકવા નથી. લોકોનું વચન જોઇને આપણે પ્રવૃત્તિ નથી કરવી, આપણે તો ભગવાનની આજ્ઞાને નજર સામે રાખીને પ્રવૃત્તિ કરવી છે. આ જ અનુસંધાનમાં આપણે અચેલપરીષહને જીતવાની વાત શરૂ કરી છે.
આપણે જોઇ ગયા કે આર્યરક્ષિત ચૌદવિદ્યા ભણીને આવ્યા પછી પણ માતાએ તે ભણતરને મિથ્યા કહ્યું. ત્યારે આર્યરક્ષિત માતાને પૂછે છે કે કેવી વિદ્યા ભણું તો તું રાજી થાય.” ત્યારે માતા કહે છે કે “તું દૃષ્ટિવાદ ભણે તો મને આનંદ થાય.” આ સાંભળતાંની સાથે આર્યરક્ષિત માતાને રાજી કરવા માટે દૃષ્ટિવાદ ભણવા તૈયાર થઇ જાય છે. એ વખતે તે એવા કોઇ વિકલ્પ કરતો નથી કે – ‘તમે પહેલાં કીધું હોત તો પહેલાં જ એ ભણવા જાત. અત્યારે આટલું ભણવામાં મેં આટલો સમય વિતાવ્યો હવે આ અભ્યાસ ક્યારે કરીશ ? અને મારા જીવનનું શું ?...” એ તો માતાની ઇચ્છા ખાતર સહર્ષ ભણવા તૈયાર થઇ ગયા. આમે ય ઇચ્છા મુજબ ભોગવવા નથી મળવાનું, પુણ્ય મુજબ જ ભોગવવા મળવાનું છે તો આજ્ઞા મુજબ કેમ ન જીવી લઇએ ?
૨૪૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૪૩
Page #128
--------------------------------------------------------------------------
________________
=
સ૦ એટલે ગૃહસ્થપણામાં પણ વડીલની આગળ માથું નહિ ચલાવવાનું ! આટલું હૈયાના કોઇ ખૂણામાં છે ખરું ? આ તો ભણવા માટે તૈયાર થઇ ગયા. માતાને પૂછે છે કે દૃષ્ટિવાદ ક્યાં ભણવા મળશે ? માતાએ કહ્યું કે - ‘સાધુઓ ભણાવશે.’ આ સાધુભગવંતો ક્યાં છે તે જણાવતાં માતાએ કહ્યું કે - ઇસુવાટિકામાં અર્થાર્ શેલડીના ખેતરમાં તોસલિપુત્ર નામના આચાર્ય બિરાજમાન છે, તે તને દષ્ટિવાદ ભણાવશે. બીજા દિવસે દૃષ્ટિવાદ ભણવાની તૈયારી કરી લીધી. તે દૃષ્ટિવાદ નામ સાંભળતાંની સાથે જ આર્યરક્ષિતને આનંદ થયો. તે વિદ્યાનો જાણકાર હોવાથી વિચારે છે કે દૃષ્ટિ એટલે દર્શન અને છ દર્શનનો વિચાર જેમાં છે એવો આ ગ્રંથ હશે - એટલું સમજાઇ ગયું. આથી વિચારે છે કે ‘જેનું નામ આટલું સુંદર છે તે ગ્રંથ કેટલો સુંદર હશે.’ આ રીતે પુત્ર દષ્ટિવાદ ભણવા તૈયાર થયો એ જાણીને માતા અત્યંત આનંદિત થઇ અને કહેવા લાગી કે ‘સુંદર પુત્રને જન્મ આપનારી માતાઓમાં હું આજે અગ્રેસર બની.’ મિથ્યાશ્રુત ભણેલો હોવા છતાં ગ્રંથના નામના આધારે પણ તે ગ્રંથનું મહત્ત્વ સમજી ગયો. એ વખતના કાળમાં મિથ્યાજ્ઞાનને ભણનારા પણ વસ્તુતઃ જ્ઞાનના અર્થી હતા. આજે તો તમે ધનના અર્થી છો ને ? ‘ભણશો નહિ તો ખાશો શું ?' એમ કહીને તમે ભણવા મોકલો ને ?
સ૦ ભણે નહિ તો છોકરી પણ ન આપે.
એટલે તમારું જ્ઞાન અર્થકામ માટે જ છે ને ? માટે જ તો એ મિથ્યા જ્ઞાન છે. તમને જ્ઞાનનો ખપ જ નથી, અર્થકામનો ખપ છે. જ્યારે પહેલાના કાળમાં જૈનેતર પણ જ્ઞાનના અર્થી હતા. સ૦ એ લોકો ચૌદ વિદ્યા ભણીને પરણે જ છે ને ?
ચૌદ વિદ્યા ભણેલો તો સંન્યાસાશ્રમ સ્વીકારવા તૈયાર થઇ જાય. સંન્યાસાશ્રમ સ્વીકારી ન શકે ત્યારે પરણવા જતા. તેમના વેદમાં પણ લખ્યું છે કે સધીચૈવ સ્રાયાર્ અહીં ધ્રુવ કાર સધીત્વ પછી આપ્યો છે. ‘ભણીને જ પરણવું’ એમ વેદવાક્ય છે. ‘ભણીને પરણવું જ’ એવી વાત નથી કરી, પણ પરણવું હોય તોય ભણ્યા વિના ન જ પરણવું - એટલું
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૪૮
નક્કી. આજે તમને પણ નિયમ આપી દઉં કે જીવવિચાર અને નવતત્ત્વ ભણ્યા વિના પરણવું નહિ. મિથ્યાજ્ઞાન જેની પાસે હોય તેના જ્ઞાનમાંથી માત્ર મિથ્યાત્વ ટાળવાનું બાકી રહે, જ્ઞાન તો પાસે છે જ. તમારી પાસે તો જ્ઞાન પણ નથી રહ્યું ને ?
ન
આર્યરક્ષિતને દષ્ટિવાદના શબ્દાર્થના વિચારમાં ને વિચારમાં રાત્રે ઊંઘ પણ આવતી નથી. તમને પણ પૈસા મળશે એ વિચારમાં ઊંઘ આવતી નથી ને ? એવી જ રીતે જ્ઞાનના રસવાળાને પણ ઊંઘ ન આવે. બીજા દિવસે સવારે પરોઢિયે જ આર્યરક્ષિત ઇક્ષુવાટિકામાં જવા નીકળી પડ્યા. રસ્તામાં તેમના પિતાનો મિત્ર કે જે તેમના સામૈયા વખતે હાજર રહી શક્યો ન હતો તેથી તેના સન્માન માટે શેલડીના થોડા સાંઠા લઇને સામે આવતો હતો. તેના શકનને લઇને આર્યરક્ષિત હર્ષપૂર્વક ત્યાંથી નીકળ્યા. તે સાંઠા ગણ્યા તો નવ આખા અને દસમો અડધા ઉપર એટલા સાંઠા હતા. આથી તેમણે નક્કી કર્યું કે જે ગ્રંથ હું ભણવા જઉં છું તેના ।। ભાગથી થોડું વધારે જ્ઞાન મને મળશે.’ એને ખબર નથી કે દૃષ્ટિવાદમાં ચૌદ પૂર્વ છે છતાં સાડા નવ પૂર્વ ઉપરનું પોણા દસ પૂર્વ સુધીનું જ્ઞાન મળશે એવો અંદાજ આવી ગયો. ત્યાં ગયા એટલે ઉપાશ્રયમાં પેસવાનો વિધિ જાણતા ન હતા તેથી ઉપાશ્રયના દ્વારે કોઇ આવે એની રાહ જોતા ઊભા રહ્યા. એક ઢડ્ડર શ્રાવક ત્યાં આવ્યા અને મોટેથી નિસીહિ બોલીને અંદર પેઠા તેમ જ અંદર જઇને ઇરિયાવહી કરીને પછી ત્યાં રહેલા
આચાર્યભગવંતને વિધિપૂર્વક ઉચ્ચ સ્વરે વંદન કર્યું. આ બધું જ એક વારમાં સાંભળીને આર્યરક્ષિતે કંઠસ્થ કરી લીધું અને એ જ રીતે તે પણ ઉપાશ્રયમાં આચાર્યભગવંત પાસે આવીને વિધિપૂર્વક વંદન કરીને ઊભા રહ્યા. પરંતુ ઢંઢેર શ્રાવક એકલો હોવાથી તેણે શ્રાવક શ્રાવકને પ્રણામ કરે એ વિધિ કર્યો ન હતો. તેથી આર્યરક્ષિતે પણ ન કર્યો. પરંતુ આના ઉપરથી આચાર્યભગવંત સમજી ગયા કે આ નવો લાગે છે. બાકી તેની બીજી વિધિ તો એક જ વારમાં એવી આત્મસાત્ કરી લીધી હતી કે જાણે કોઇ વરસોથી ક્રિયાનો અભ્યાસુ બોલતો ન હોય - એ રીતે વંદન કર્યું. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૪૯
Page #129
--------------------------------------------------------------------------
________________
આચાર્યભગવંતે પૂછ્યું કે ‘તમે કેમ આવ્યા છો, કોનાથી ધર્મ પામ્યા ?' ત્યારે તેણે કહ્યું ‘આ ઢહર શ્રાવક પાસેથી ધર્મ પામ્યો.’ એટલામાં તો સાથેના સાધુએ કહ્યું કે – “ભગવનું ! આ તે વ્યક્તિ છે કે ગઇ કાલે રાજાએ જેનું ચૌદ વિદ્યા ભણીને આવ્યો હોવાથી સામૈયું કર્યું હતું.' આચાર્યભગવંતે પૂછયું કે ‘તમે અહીં શા માટે આવ્યા છો ?’ તેણે કહ્યું કે “આપની પાસે દૃષ્ટિવાદ ભણવા માટે આવ્યો છું.'
- ધર્મ કરતી વખતે આપણે કેવા થઇશું એ વિચારવાને બદલે કેવા દેખાઇશું - એ વિચારવાના કારણે આપણે ભગવાને બતાવેલા આચારોનું પાલન કરી શકતા નથી. આપણો આત્મા ખરાબ થાય છે એ જોવાના બદલે લોકો આપણને ખરાબ ધારશે, લોકોમાં ખરાબ દેખાઇશું આ ભયના કારણે આપણે ભગવાનનો ધર્મ આરાધી શકતા નથી. સાચું સમજાઇ ગયા પછી પણ સાચું આચરવા ન દે એવી લોકની કે સમાજની શરમ છે. આથી જ જ્ઞાનસારપ્રકરણમાં જણાવ્યું છે કે – છડું ગુણઠાણું જેણે પ્રાપ્ત કર્યું હોય તે લોકસંજ્ઞાને આધીન ન થાય. તમારે કે અમારે ધર્મ પામવો હશે તો લોકસંજ્ઞાની આધીનતા ટાળવી જ પડશે.
આપણે જો ઇ ગયા કે આચાર્યભગવંતે આરક્ષિતને પૂછયું કે “તમે કેમ આવ્યા છો ?” તો આર્યરક્ષિતે કહ્યું કે ‘દષ્ટિવાદ ભણવા આવ્યો છું.'
ચાર્યભગવંતે કહ્યું કે “દષ્ટિવાદ ભણવા સાધુ થવું પડશે.” શરૂઆતમાં નવા આવેલાને દીક્ષાની વાત કરાય ? એ દીક્ષામાં શું સમજે ? સ0 સાધુપણામાં પરીષહો વેઠવાના છે – એ એને ખબર નહિ હોય.
કેમ ખબર ન હોય ? દુ:ખ વેઠવાનું તો આર્યને સમજાવવું જ ન પડે. અનાર્ય સુખની પાછળ પડ્યા હોય, આર્ય તો દુ:ખ ભોગવવા તૈયાર હોય. આચાર્યભગવંતે એક સ્થાને જણાવ્યું હતું કે આર્યદેશનો પરમાણુ પરમાણુ રાગને દૂર કરવા માટે તત્પર છે. આર્યભૂમિની ધૂળમાં પણ વૈરાગ્ય રહેલો છે. કારણ કે એટલા વૈરાગી આત્મા અહીં જન્મ્યા છે, થઇ ગયા છે કે જેથી તેની ધૂળમાં ય વૈરાગ્યનો વાસ છે. જે સુખની પાછળ જ ભટકે તે આર્ય ન હોય. ભણવા માટે દીક્ષા લેવા નીકળેલા દુ:ખ ભોગવવા તૈયાર ૨૫૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
જ હોય. કારણ કે તે જાણતા હતા કે સુષાર્થિન: 7 વિ વિઘrfથન:
તઃ સુરમ્ ા જે સુખનો અર્થી હોય તેને વિદ્યા ન મળે અને વિદ્યાના અર્થીને સુખ ન મળે. સાધુપણામાં કોઇ અસહ્ય દુઃખ નથી. એક વાર આચાર્યભગવંતે કહેલું કે અર્થકામ માટે તમે જે દુ:ખો ભોગવો છો એના સોમા ભાગનું દુ:ખ જો સાધુપણામાં વેઠી લઇએ તો આજે મોક્ષ મળી જાય. શ્રી જંબૂસ્વામી, જ્યારે મોક્ષ ન મળ્યો તેના કારણે અકળાઇ ગયા અને એમ કહેવા લાગ્યા કે “આપ કહો તો પર્વત પરથી ઝંપાપાત કરું, અગ્નિમાં બળી મરું, પણ મોક્ષ કેમ ન મળે ?” ત્યારે શ્રી સુધર્માસ્વામીજીએ કહ્યું કે ‘બાહ્ય યુદ્ધ વડે સર્યું, અંતરયુદ્ધ શરૂ કર, ઇન્દ્રિય અને કષાયની સાથે યુદ્ધ કરવાની જરૂર છે. આપણને કોણ હેરાન કરે છે? આપણા પરિવારના લોકો કે આપણી ઇન્દ્રિયો ને કષાય ? આપણો શત્રુ કોણ છે? પૈસા દબાવનારા આપણા શત્રુ નથી, પૈસાનો લોભ આપણો શત્રુ છે – આટલું માનો ને ? ભણવા આવેલાને સાધુપણું બતાવે તો મોક્ષ માટે આવેલા તમને અમારે સાધુપણું જ બતાવવું જોઇએ ને ? આપણે જૈન કુળમાં આવ્યા એટલામાત્રથી પણ આટલા સંસ્કાર પામ્યા તો સાધુપણામાં આવીને આનાથી ચઢિયાતા સંસ્કાર ન મળે ? આ બધું સાંભળવાનું ગમે છે – એ પણ તમારી અપુનબંધક દશાને સૂચવે છે. પંચસૂત્રગ્રંથમાં કહ્યું છે કે શુદ્ધ દેશના એ તો ભારે કર્મી જીવોને સિંહની ત્રાડજેવી લાગે. તમને આ ત્રાડ સાંભળવી ગમે છે, એ તમારું જમાપાસું છે. હવે આગળ વધવું છે, સાચું પામવું છે, સાધુપણા સુધી પહોંચવું છે.
આર્યરક્ષિત તો શ્રી તોસલીપુત્રોચાર્ય પાસે સાધુ થઇ ગયા અને તેમની પાસે અગિયાર અંગનું અધ્યયન કર્યું. દૃષ્ટિવાદ એ બારમું અંગ છે. એના પહેલાં અગિયાર અંગ ભણવા જરૂરી છે. તેથી એટલું જ્ઞાન આપી દૃષ્ટિવાદ ભણવા માટે શ્રી વજસ્વામીમહારાજ પાસે મોકલ્યા. રસ્તામાં શ્રી ભદ્રગુપ્ત નામના એક આચાર્યભગવંત મળ્યા. તેમણે આર્યરક્ષિતની કીર્તિ સાંભળી હતી કે તે દૃષ્ટિવાદે ભણવા બ્રાહ્મણધર્મ છોડીને જૈન સાધુ થયા છે. આથી આવતાંની સાથે શ્રી ભદ્રગુપ્તસૂરિએ શ્રી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૫૧
Page #130
--------------------------------------------------------------------------
________________
આર્યરક્ષિતને આલિંગન કર્યું અને તેની પ્રશંસા કરતાં કહ્યું કે “તું ધન્ય છે, કૃતપુણ્ય છે કે જે તે શૈવધર્મનો ત્યાગ કરીને જૈનધર્મનો સ્વીકાર કરીને આ રીતે સાધુપણામાં અગિયાર અંગ ભણ્યો અને દૃષ્ટિવાદ ભણવા નીકળ્યો છે.” ગુણાનુવાદ આ રીતે કરાય. ખોટું છોડીને સાચાનો સ્વીકાર કરે તેનો ગુણ પ્રશંસાપાત્ર છે. આમે ય આર્યરક્ષિતની માતાએ પણ તેમને કહ્યું હતું કે ‘હિંસાના ઉપદેશક એવાં શાસ્ત્રો તું ભણ્યો છે – એ તો નરકપ્રદ છે.” સ) આપણા સાધુઓ બ્રાહ્મણ પંડિતો પાસે ભણવા કેમ જાય ?
- એ તો બ્રાહ્મણો પાસે જે ભાષાકીય જ્ઞાન છે કે અન્યદર્શનનું જ્ઞાન છે તે ભણવા માટે જાય છે. જ્ઞાન એકે મિથ્યા નથી. મિથ્યાત્વ તો આત્મામાં પડેલું છે અને જ્ઞાન તો આત્માનો ગુણ છે. આથી જ કહ્યું છે કે સમકિતીના હાથમાં આવેલું મિથ્યાશ્રુત પણ સમ્યકરૂપે પરિણામ પામે છે. ભગવાને જે વેદનાં પદોનો અર્થ કર્યો તે મિથ્યાશ્રુત હતું કે સમ્યકુશ્રુત હતું ? વેદમાં જે યજ્ઞ વગેરેનો ઉપદેશ આપ્યો છે - એનો અર્થ વેદાંતીઓ જે રીતે કરે છે તે ખોટો છે તેથી જ તેને મિથ્યાશ્રુત કહ્યું છે. આ બાજુ શ્રી ભદ્રગુપ્તસૂરિએ શ્રી આર્યરક્ષિતને કહ્યું કે “મારે અનશન લેવાની ભાવના છે તો તું મને સહાય કરીશ ?” શ્રી આર્યરક્ષિતસૂરિએ હા પાડી. ‘હું તો દૃષ્ટિવાદ ભણવા જઉં છું, શ્રી વજસ્વામી સિવાય કોઇ ભણાવવા સમર્થ નથી. તમે બીજા કોઇને સહાય માટે બોલાવો તો સારું, મારે નકામો વિલંબ થશે...' આવો કોઇ વિકલ્પ મનમાં પણ આવ્યો નથી. આપણે હોત તો આવું આવું કહેત ને ? મહાપુરુષો મહાપુરુષની વિનંતિનો અનાદર ક્યારે ય કરતા નથી. શ્રી આર્યરક્ષિતસૂરિએ તેમને અનશન કરાવ્યું. તે શ્રી ભદ્રગુપ્તસૂરિ કાળધર્મ પામી દેવલોકમાં ગયા. સ0 અનશનમાં શું સહાય જોઇએ ?
અનશન કર્યા પછી મનના પરિણામ પાછા બગડે તો કોઇ સેવા કરનાર જોઇએ ને ? આધ્યાન કરીને દુર્ગતિમાં જવાનું ન થાય તે માટે કોઇ નિર્ધામણા કરાવનાર જો ઇએ ને ? એટલાપૂરતી જ સહાય જોઇએ. કારણ કે છેલ્લી ઘડીએ પરિણામ બદલાય તો ત્યારે સ્વસ્થ બનાવનાર ૨૫૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
કોઇ જોઇએ ને ? શ્રી આર્યરક્ષિતસૂરિ ત્યાંથી શ્રી વજસ્વામી મહારાજ પાસે ગયા. શ્રી ભદ્રગુપ્તસૂરિજીએ તેમને જણાવ્યું હતું કે ‘શ્રી વજસ્વામીજી સાથે એક ઉપાશ્રયમાં રાતવાસો ન કરતા. અન્ય ઉપાશ્રયમાં રહીને ભણવા ત્યાં જો. કારણ કે સોપક્રમ આયુષ્યવાળો જો શ્રી વજસ્વામીજી સાથે રહે તો તેમના આયુષ્યની સાથે તેનું પણ આયુષ્ય પૂરું થઇ જાય એવું છે.” આથી તેમના સૂચનના અનુસાર તે શ્રી વજસ્વામીજી પાસે ગયા ત્યારે જુદા ઉપાશ્રયમાં રહ્યા. શ્રી વજસ્વામીજીને આગલી રાતે જ રૂમ આવેલું કે એમના ભાજનમાંથી કોઇ આવીને માત્ર થોડી બાકી રાખીને બીજી બધી ખીર વાપરી ગયું. ત્યારે તેમણે જાતે સ્વમના ફલાદેશરૂપે વિચાર્યું કે – “આજે કોઇક સાધુ મારી પાસે ભણવા આવશે અને મારી પાસેથી પોણા દસ પૂર્વ સુધીનું જ્ઞાન પ્રાપ્ત કરશે.’ તેમના શિષ્યોને પણ આ રીતે જણાવ્યું. શ્રી આર્યરક્ષિતસૂરિ પધાર્યા ત્યારે શ્રી વજસ્વામીજીએ તેને આલિંગન સહિત આવકાર આપ્યો. તેમણે જયારે જુદા ઉપાશ્રયમાં રહેવાની વાત કરી ત્યારે શ્રી વજસ્વામીજીએ કહ્યું કે જુદા મકાનમાં રહીને ભણાય કઇ રીતે ? વાત તો સાચી છે ને ? એક મકાનમાં રહીએ તો અભ્યાસ સારો થાય. તમારે તો ગૃહસ્થપણામાં રહીને અને તે પણ ઘરે રહીને ભણવું છે ને ? અહીં જણાવે છે કે સાધુપણામાં અને તે પણ એક જ ઉપાશ્રયમાં રહીને ભણીએ તો સારો અભ્યાસ થાય. શ્રી આર્યરક્ષિતસૂરિએ જે હકીકત હતી તે જણાવી દીધી. ત્યારે શ્રી વજસ્વામીજીએ પણ કહ્યું કે શ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજ તો જ્ઞાનના સાગર હતા. તેઓ જે કહે તે યથાર્થ જ હોય. એક મહાપુરુષને બીજા મહાપુરુષ પ્રત્યે ઇષ્ય-અસૂયા ન હોય. શ્રી વજસ્વામીજી પાસે અભ્યાસ કરતાં શ્રી આર્યરક્ષિતસૂરિએ સાડા નવ પૂર્વ ઉપર જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેવામાં તેમનાં સંસારી માતા-પિતા વગેરે તેમને પ્રતિબોધવા માટે શ્રી આર્યરક્ષિતસૂરિને પોતાના ગામમાં આવવાનું જણાવે છે. માતા-પિતાને પ્રતિબોધવા એનાથી મોટો બીજો કયો પ્રત્યુપકાર માતા-પિતા પ્રત્યે હોઇ શકે ? છતાં શ્રી વજસ્વામીજી જણાવે છે કે – અત્યારે ભણવાનું સારું ચાલે છે. તારી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૫૩
Page #131
--------------------------------------------------------------------------
________________
શક્તિ પણ સારી છે તો તું જવાનો વિચાર માંડી વાળ.' એટલે શ્રી આર્યરક્ષિતસૂરિ પાછા ભણવામાં લાગી ગયા. આ બાજુ માતા-પિતા અકળાયા એટલે પોતાના બીજા દીકરા ફલ્યુરક્ષિતને મોકલ્યો. તેણે આવીને જણાવ્યું કે - “અમે સૌ પ્રવ્રજ્યાના અર્થી છીએ તો અમને પ્રતિબોધવા પધારો.” શ્રી આર્યરક્ષિતસૂરિએ કહ્યું કે – “જો દીક્ષાનો અર્થી તું હોય તો અહીં જ દીક્ષા લઇ લે.ફલ્યુરક્ષિતે તો ત્યાં દીક્ષા લઇ લીધી. આ સમાચાર સાંભળીને માતા-પિતા વિચારે છે કે “આ તો લેવા ગયેલો ય ત્યાં રહી ગયો.”
બાવીસ પ્રકારના પરીષહો વેઠવાની વાત આપણે એટલા માટે શરૂ કરી છે કે આજે નહિ તો કાલે આપણે અહીં સુધી પહોંચવું છે. આજે ઘણાના મનમાં એવી શંકા છે કે – “આ પરીષહો આ કાળમાં આપણે પાળી શકવાના નથી તેમ જ બીજા કોઇ પાળી શકે – એવું ય લાગતું નથી, તો આવી વાતો કરવાનો અર્થ શું ? વાતો ઊંચી કરવી અને કરવું કશું નહિ, આનો કોઈ અર્થ નથી. ઉપરથી આના કારણે લોકો સાધુ પ્રત્યે દુર્ભાવ ધારણ કરતા થઇ જાય કે આજના સાધુઓ તો શિથિલ છે...' આવી શંકાના નિરાકરણમાં આટલી સ્પષ્ટતા યાદ રાખવી કે – આ વર્ણન તો એટલા માટે છે કે અમને ‘અમે બહુ સારું ચારિત્રા પાળીએ છીએ” - એવો અહં જે ટકરાયા કરે છે તે ન નડે. બાકી આવું ચારિત્ર પાળવાનું આજે આપણા માટે શક્ય ન બની શકે એ સુસંભવિત છે છતાં અમારા આ જેવાતેવા સાધુપણાનું પણ જે અભિમાન છે તે ઓગળી જાય, અમે અભિમાનનાં પૂતળાં ન બનીએ અને આજ્ઞાના અર્થી બની રહીએ એ માટેનું આ વર્ણન છે. આપણને માનકષાય નડે નહિ અને આપણે આશાના ખપી બનીએ એના માટેનો આ પ્રયત્ન છે. આમાં કોઇને ખરાબ ચીતરવાનો કે કોઇની નિંદા કરવાનો ઇરાદો નથી. આમે ય જીવનો અનાદિનો સ્વભાવ છે કે જે કઠિન હોય તેને દૂર કરવા માટે પ્રયત્ન કરવો. આપણી પાસે દુ:ખ વેઠવાનો અધ્યવસાય નથી, આગળ વધીને દુ:ખ વેઠવાના પણ નથી એમાં ય બે મત નથી. છતાં આટલી વાત એટલા ૨૫૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
માટે છે કે એક વાર આપણો અહં ઓગળે તો ભગવાનનો માર્ગ આપણા માટે મોકળો બની જાય. જે સાધુપણું ભગવાને બતાવ્યું છે તે તો હજુ આપણે શરૂ પણ કર્યું નથી. આપણે ક્યાં સુધી પહોંચવાનું છે – તે નજર સામે લાવવા માટે આ વાત છે. એક વાર અહીં સુધી પહોંચવાનો સંકલ્પ મજબૂત કરી લઇએ તો કામ થઇ જાય. આ બધી ગાથાઓ કંઠસ્થ હોય, એનો સ્વાધ્યાય કરીએ, એના અર્થમાં રમીએ તો પાપનો અધ્યવસાય જાગે નહિ, અનુકૂળતા મેળવવાનું મન ન થાય અને પ્રતિકૂળતા વેઠવા માટે મન તૈયાર થઇ જાય. સ0 અનુકૂળતા મળે તો ભોગવવી કે નહિ ?
મળે ને જરૂર હોય તો ભોગવી લઇએ એ બને, પરંતુ એ અનુકૂળતા ગમે નહિ તેની કાળજી રાખવી. પરીષહો વેઠવાનું અશક્ય નથી, આપણે ત્યાં સુધી પહોંચવા તૈયારી કરવી છે. કોઇ આપણા ચારિત્રનાં વખાણ કરે તો કહી દેવું કે ‘ભાઇ ! અંદર ઘણો કચરો ભર્યો છે એ કાઢવા માટે પ્રયત્ન કરું છું પરંતુ મરણાંત કષ્ટ આવે છતાં સ્વસ્થતા હણાય નહિ તે અવસ્થા સુધી મારે પહોંચવાનું છે.’ પરીષહ વેઠવા જેવા છે – આટલું લાગે તો આપણું કામ થઇ જાય. આપણે દુ:ખ વેઠી ન શકીએ અને દુ:ખનો પ્રતિકાર કરીએ એ બને પણ દુ:ખ વેઠવાયોગ્ય નથી ને પ્રતિકાર કરવા યોગ્ય છે - એવો તો અમે ય વિચાર કરવો નથી. આચારમાં શિથિલ બનીએ તોય માન્યતા કે પ્રરૂપણામાં શિથિલ બનવું નથી.
આપણે કથામાં જોઇ ગયા કે ફલ્યુરક્ષિત જયારે બોલાવવા આવ્યા ત્યારે શ્રી આર્યરક્ષિતસૂરિની હિંમત ચાલતી નથી તેથી શ્રી વજસ્વામીજીને પૂછતા નથી. કારણ કે શ્રી વજસ્વામીજીએ તો તેને કહ્યું કે – ‘તું તો પ્રતિભાસંપન્ન છે થોડી વારમાં આટલું ભણી જઇશ.” છતાં શ્રી આર્યરક્ષિતસૂરિજીએ પૂછયું કે “મારે હજુ કેટલું ભણવાનું બાકી છે ?” આચાર્યભગવંતે કહ્યું કે – વિન્માત્ર ત્વથડથીતમ્, મિત્રત શિષ્ય દસમાં પૂર્વનું બિંદુ જેટલું તું ભણ્યો છે જ્યારે સમુદ્ર જેટલું તો બાકી છે. ત્યારે શ્રી આર્યરક્ષિતસૂરિજીએ કહ્યું કે “ભગવનું ! હું અધ્યયનથી કંટાળી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૫૫
Page #132
--------------------------------------------------------------------------
________________
ગયો છું.” શ્રી આર્યરક્ષિતસૂરિજીએ સરળતાથી કબૂલાત કરી. આપણને તો કંટાળો હોવા છતાં, સમય નથી મળતો, ચઢતું નથી... આવાં બહાનાં કાઢીએ ને ? સરળ બનીએ તો માર્ગ નીકળે. શ્રી વજસ્વામીજીએ ઉપયોગ મૂકીને જોયું તો ખ્યાલ આવ્યો કે દશમું પૂર્વ આપીને જવાનું નથી, લઇને જ જવાનું છે. તેથી શ્રી આર્યરક્ષિતસૂરિજીને રજા આપી. શ્રી આર્યરક્ષિતસૂરિજીએ પોતાના કુટુંબને પ્રતિબોધ્યું. બધા પ્રતિબોધ પામ્યા. પરંતુ તેમના પિતા બ્રાહ્મણપણાના સંસ્કારને લઇને દીક્ષા માટે તૈયાર થતા ન હતા તેથી પિતાશ્રીને પૂછ્યું કે “તમે દીક્ષા માટે કેમ તૈયાર થતા નથી ?' ત્યારે તેમણે હકીકત જણાવી કે “અત્યાર સુધી માથે છત્ર રાખ્યું છે, કાનમાં યજ્ઞોપવીત પહેરેલી છે, પગમાં પાદુકા પહેરેલી છે. (ઈંડિલભૂમિએ પાણી વધુ જોઇએ, તરપણી નું ફાવે, કમંડલું જોઇએ) એના વગર મને નહિ ફાવે અને આ ચોળપટ્ટો કેટલો ઊંચો પહેરવાનો છે – સગાસંબંધી આગળ આમ ફરતા મને શરમ આવે છે. ત્યારે શ્રી આર્યરક્ષિતસૂરિજીએ તેમને એ બધું રાખવાની રજા આપી અને દીક્ષા આપી દીધી. છતાં આ બધું કઈ રીતે છોડાવવું તેની પેરવીમાં જ હતા. તેમણે નાના છોકરાઓને બોલાવીને કહ્યું કે તમારે બધાને વંદન કરવું, પણ આ સાધુને ન કરવું. મોટાને ન કહ્યું. કારણ કે મોટાઓ દલીલ કરે. જ્યારે નાનાઓ ચીંધ્યું કામ કરે. છોકરાઓએ કીધા પ્રમાણે કર્યું એટલે પિતામુનિએ સહેજ રોષથી પૂછ્યું કે “મને વંદન કેમ નથી કરતા ?” છોકરાઓએ શીખવ્યા પ્રમાણે કહ્યું કે ‘તમે માથે છત્ર રાખો છો, જનોઇ રાખો છો, પાદુકા કમંડલુ રાખો છો. એવાને વંદન ન થાય.” આથી તેમણે કમંડલુ, પાદુકા, છત્ર, જનોઇ વગેરે કાઢી નાંખ્યું. છતાં છોકરાઓ કહે છે કે “હજુ ચોળપટ્ટો નથી પહેર્યો, ધોતિયાવાળાને વંદન ન કરાય.' ત્યારે પિતામુનિએ કહ્યું કે “આ ધોતિયું તો નહિ નીકળે, વંદન કરવું હોય તો કરો, નહિ તો કંઇ નહિ.” શ્રી આર્યરક્ષિતસૂરિએ વિચાર્યું કે આટલું તો નીકળી ગયું, હવે ચોળપટ્ટો પહેરતા કરવાનું બાકી છે - એ માટે તક જતા હતા. એવામાં એક સાધુમહાત્મા કાળધર્મ પામ્યા. એ વખતે સાધુના દેહનો અગ્નિસંસ્કાર
કરાતો ન હતો. એક સાધુ તેમના દેહને લઇને જંગલમાં પરઠવી આવે. આથી શ્રી આર્યરક્ષિતસૂરિએ કહ્યું કે “આ સાધુને જે પરઠવા જશે તેને ઘણી નિર્જરા થશે.' આથી એક-બે સાધુ કહેવા લાગ્યા કે “મને લાભ આપો.' ત્યારે સૂરિજીએ કહ્યું કે “અમારા સંસારી સંબંધી છે, તેમને પણ નિર્જરાનો લાભ આપવો જોઇએ.’ આથી તેમના પિતામુનિએ તરત કહ્યું કે “મને લાભ આપો.' સૂરિજીએ કહ્યું કે “પરંતુ તેમને ઉપાડ્યા પછી ગમે તેવી આપત્તિ આવે તોય નીચે નહિ મુકાય.’ તેમણે કબૂલ કર્યું. માર્ગેથી ભરબજારમાંથી જતા હતા ત્યારે પૂર્વે શીખવ્યા પ્રમાણે છોકરાઓએ ધોતિયું ખેંચી નાંખ્યું. બે છોકરાઓ ચોળપટ્ટો લઇને પાછળ જ ચાલતા હતા તેમણે કહ્યું કે “તમે કહેતા હો તો આ પહેરાવીએ.” પેલા શું કરે ? છોકરાઓએ ચોળપટ્ટો પહેરાવ્યો અને ઉપર કંદોરો બાંધ્યો. ત્યારથી ચોળપટ્ટા ઉપર કંદોરો બાંધવાનું શરૂ થયું. પાછા વળ્યા બાદ સૂરિજીએ પૂછ્યું કે “ધોતિયું પહેરવું છે ?' ત્યારે તેમણે કહ્યું કે “જે થવાનું હતું તે થઇ ગયું. હવે આ ચોળપટ્ટો ભલે રહ્યો.’ રીતે પોતે જે છૂટ આપી હતી તે પાછી લઇને તેમને મૂળમાર્ગે લાવ્યા. આ મહાત્માએ જે રીતે અચેલપરીષહ પહેલાં ન જીત્યો, પણ પાછળથી જીત્યો તે રીતે સર્વ સાધુઓએ આ પરીષહ જીતવો જોઇએ. શ્રી આર્યરક્ષિતસૂરિજીના પિતામુનિ ગોચરી જતાં પણ લજજા પામતા હતા ત્યારે પણ એ રીતે કુનેહપૂર્વક તેમને ગોચરી લાવતા કર્યા હતા. મહાપુરુષોને મમત્વનો સંબંધ માર્ગગામી બનાવવામાં આડો ન આવે. તેમણે સંબંધને આગળ ન કરતાં સાધુપણાને આગળ કર્યું. તે તે જીવોને માર્ગમાં સ્થાપિત કરવા માટે મહાપુરુષો જે પ્રયત્ન કરે છે તેના ઉપરથી તેમની માર્ગ પ્રત્યેની પ્રીતિ તેમ જ આચરણા પ્રત્યેનો આદરભાવ જણાયા વિના ન રહે. સાધુપણામાં કામ કરવું પડે – એવો વિકલ્પ રાખવાની જરૂર નથી. કારણ કે સાધુપણાનાં દરેક કાર્યમાં નિર્જરા જ થાય. સ0 મોભો જોવો પડે ને ? આચાર્ય ગોચરીએ ન જાય ને ?
અમારે બીજો મોભો નથી જોવાનો, અમે આજ્ઞા મુજબ આરાધના કરીને નિર્જરા કરીએ એ જ અમારો મોભો, દુર્ભિક્ષનો કાળ હોય કે તેવા પ્રકારના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૫૭
૨૫૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #133
--------------------------------------------------------------------------
________________
કોઇ કારણે આચાર્ય પણ ગોચરીએ જાય. ગૌતમસ્વામી મહારાજ ભગવાનની ગોચરી માટે જતા હતા ને? સાધુભગવંતો કે આચાર્યભગવંતો ગૃહસ્થનાં કામ કરે તો તેમનો મોભો જાય, પોતાનું કામ કરવામાં મોભો ન જાય.
| (૭) અરતિપરીષહ : દુઃખ ભોગવવાની તૈયારી ન હોય તો મહાવ્રતોનું પાલન કરવાનું કામ અશક્ય બની જાય છે - આ પ્રમાણે મહાપુરુષો જાણતા હોવાથી જ અનેક પ્રકારનાં દુ:ખોને વેઠવા તૈયાર કરવા માટે આ પરીષહ અધ્યયન છે. જીવનો અનાદિનો સ્વભાવ છે કે દુઃખ આવ્યા પછી તેનો પ્રતિકાર કરવાની તૈયારી કરવી. આ સ્વભાવ સાધુપણામાં આડો ન આવે તે માટે આ પ્રયત્ન છે. આપણે છ પરીષહની વાત પૂરી કરી હવે સાતમા અરતિપરીષહની વાત શરૂ કરવી છે. કયા સાધુને અરતિનો સંભવ છે તે જણાવ્યા બાદ અરતિને જીતવાનો ઉપાય બતાવે છે. જે ભગવાનની આજ્ઞા મુજબ સાધુપણું પાળે તેને દુઃખ પડે જ અને એ દુ:ખ અસહ્ય કોટિનું બને ત્યારે અરતિ થવાની સંભાવના છે. દુ:ખ આવે ત્યારે અરતિ થાય આ વસ્તુ નવી નથી. સાધુભગવંતોને પણ સંજવલનના કષાય હોવાથી નોકષાય પડ્યા જ હોવાથી તે નડે તેની પૂરી સંભાવના છે. આજે અમારી દશા એ છે કે અરતિ થાય તેવું દુઃખ અમે ભોગવતા જ નથી. પહેલેથી જ દુ:ખનો પ્રતિકાર કરીને બેસી ગયા હોઇએ તો અરતિનું કોઇ નિમિત્ત જ નથી ને ? આને અરતિપરીષહ જીત્યો ન કહેવાય. ગરમી વેઠે નહિ, ઠંડી વેઠે નહિ, પહેલેથી જ પાળ બાંધીને મૂકી દે તેથી ગરમી લાગે નહિ, ઠંડી લાગે નહિ, મચ્છર કરડે નહિ – આ કાંઇ પરીષહ જીત્યો ન કહેવાય. દુઃખનો પહેલેથી પ્રતિકાર કરવો નથી. દુ:ખ આવ્યા પછી અરતિ ન કરવી – એ અરતિને જીતવાનો ઉપાય છે. આજે જે સાધુસાધ્વી અરતિની ફરિયાદ કરવા આવે તેઓ મોટાભાગે બનાવટી ફરિયાદ કરે છે. કારણ કે અસલમાં એ અરતિની નહિ અરતિનાં કારણોની ફરિયાદ છે. એ અરતિ કાઢવાની વાત ન કરે અને સહવર્તીની ફરિયાદ કરે તો એ અરતિ કઈ રીતે દૂર કરાય ? અમુક વ્યક્તિ મને દુ:ખી કરે છે - આવી માન્યતા જેની હોય તેની અરતિ દૂર
કરી ન શકાય. જેને અરતિ દૂર કરવી હોય તેણે એટલું વિચારવું જોઇએ કે – આ દુનિયામાં આપણને કોઇ હેરાન કરે એવું નથી, આ દુનિયામાં એક પણ ચીજ એવી નથી કે જે આપણા આત્મગુણોનો ઘાત કરે. શ્રી કલ્પસૂત્રોમાં પણ જણાવ્યું છે કે ભગવાનને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી એક પ્રકારનો પ્રતિબંધ નડતો ન હતો. આપણી સાધનાને અટકાવવાનું સામર્થ્ય કોઇ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં નથી. તેથી આપણે ગભરાવાની જરૂર નથી.
અહીં અરતિપરીષહની અવતરણિકા કરતાં જણાવે છે કે અચેલ પરીષહને જીતનાર સાધુને અર્થાત્ જેની પાસે વસ્ત્રો પણ પૂરતાં નથી, માત્ર શરીરની લજજા ઢંકાય એવાં જ વસ્ત્ર હોય તેવા સાધુને એક ગામથી બીજે ગામ જતાં અરતિ થવાનો સંભવ છે. તેથી આ પરીષહ જીતવાની વાત કરી છે. સાધુભગવંતને કામળી પણ વાપરવાની છે તે કામળીના કાળમાં પડતા સંપાતિમ જીવોની રક્ષા માટે વાપરવાની છે, ઠંડી રોકવા માટે નહિ. જેમ સુધાપરીષહ સુધી વેઠીને જીતવાનો છે, પિપાસાપરીષહ પિપાસા(તુષા) વેઠવાથી જિતાય છે, શીત-ઉષ્ણ પરીષહ પણ વેઠીને જીતવાનો છે, તે જ રીતે અરતિપરીષહ પણ અરતિને વેઠીને જીતવાનો છે. અરતિ આવે જ નહિ તો પરીષહ જીતવાનો રહે નહિ. હૈયાના ખૂણામાં પણ સુખ ઉપાદેય લાગી ન જાય તે માટે અને દુ:ખ અકારું લાગી ન જાય તે માટે રોજ આવું શ્રવણ કરવાનું છે. રોજ એકની એક દુ:ખ વેઠવાની વાત શાસ્ત્રકારો શા માટે કરે છે - આવો વિકલ્પ ન કરતા. આપણે ક્યાંય પાપ કરી ન બેસીએ, પાપના અનુબંધ ન પાડી બેસીએ માટે આટલી કાળજી કરી છે. જે દિવસે સંસારનું સુખ ભોગવવા જેવું લાગે અને દુ:ખ કાઢવાજેવું લાગે તે દિવસે આપણું ભાગ્ય પરવારી ગયું - એમ સમજવું. પ્રવૃત્તિ તો આપણે ટાળી ન શકીએ – એવું બને, પણ પરિણામ નઠોર ન બને તેની તો કાળજી રાખવી પડે ને ? સમકિતીને અલ્પબંધ થાય છે તેનો અર્થ એ નથી કે તેને ગમે તેવું પાપ કરવાની છૂટ છે ! આ તો કહે કે – સમકિતી સાત વ્યસન સેવે તોપણ પાપ ન લાગે. જાણે સાત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૫૯
૨૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #134
--------------------------------------------------------------------------
________________
વ્યસન સેવવાની તેને રજા છે !! શાસ્ત્રકારો કહે છે કે સમકિતીને અલ્પ બંધ થાય છે તે તેના પરિણામ નિર્ધ્વસ ન હોવાના કારણે થાય છે. પરિણામે બંધ છે, એ પરિણામ જો નિર્ધ્વસ હોય તો તીવ્ર બંધ થાય. પરિણામ નિર્ધ્વસ ન હોય તો જ અલ્પબંધ થાય છે. પ્રવૃત્તિ ગમે તે કરવાની રજા નથી. એ પ્રવૃત્તિ ટળે નહિ તોપણ પરિણામ કુણા રાખવા છે - તે માટે આ બધું સમજવું છે. - સાધુને અરતિનો સંભવ પૂરેપૂરો છે. એ વખતે અરતિની ફરિયાદ ન કરવી – એ અરતિને જીતવાનો ઉપાય છે. આ ગામમાં વાતાવરણ સારું છે, બીજા ગામમાં અત્યારે ભેજવાળું વાતાવરણ છે, ગરમી પણ ઘણી છે... એમ સમજીને વિહાર માંડી ન વાળે - તે જણાવવા ‘ગામાનુગામ વિહાર કરતા” એ વિશેષણ આપ્યું. ત્યાર બાદ વિહારનાં ગામોમાં પણ પોતાનાં સ્થાન બનાવી રાખ્યાં હોય તેને કોઇ અરતિની સંભાવના ન હોય, તેથી સાધુભગવંતનું બીજું વિશેષણ ‘અણગાર' આપ્યું છે કે સાધુ કોઇ ઘર રાખે નહિ તેમ જ જેમણે કોઇ પૈસા વગેરે દ્રવ્ય પાસે રાખ્યું ન હોય એવા સાધુને ચારિત્રમોહનીયના ઉદયથી દુ:ખ અસહ્ય લાગે ને અરતિ થાય તો તે અરતિપરીષહને દીન બન્યા વિના સહેવો જોઇએ. જેની પાસે પૈસા હોય, ઘર હોય તેવાને મોટા ભાગે અરતિ થવાનું કોઇ કારણ નથી, માટે આટલાં વિશેષણ આપ્યાં છે. દુ:ખની અરતિ હોય તો દુ:ખ વેઠવાનો અધ્યવસાય પેદા કરાવીને દૂર કરાવી શકાય. પણ જેને સંયમની જ અરતિ હોય તેના માટે કોઇ ઉપાય નથી. તમને પણ આજે ધર્મ કરવો પડે છે - એની અરતિ છે કે ધર્મ કરતી વખતે દુ:ખ ભોગવવું પડે છે એની અરતિ છે ? ધર્મમાં અરતિ હોય તો તેને દૂર કરી શકાય, ધર્મની અરતિ કઇ રીતે દૂર કરી શકાય ? સાધુભગવંતને સંયમની અરતિ નથી – એ જણાવવા માટે સાધુનાં આટલાં વિશેષણો આપીને જણાવ્યું કે સંયમનું પાલન તો તે સારામાં સારું કરે છે. પરંતુ એવો ય સાધુ જો કોઇ ચારિત્રમોહનીયના ઉદયથી દુઃખ અકારું લાગવાથી આ અરતિમાં પેસે તો તેણે તે પરીષહ જીતવો જોઇએ. અહીં ‘સાધુના હૈયામાં અરતિ ૨૬૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પેસે છે” એમ કહેવાના બદલે ‘અરતિમાં સાધુ પેસે છે” – એ પ્રમાણે જણાવ્યું છે – એ વ્યવહારભાષા ઉપચારથી છે. જેમ જોડામાં પગ નાંખીએ છીએ છતાં ‘પગમાં જોડા પહેર્યા’ - એવું બોલાય છે, ટોપીમાં માથું નાંખવા છતાં “માથા ઉપર ટોપી પહેરી છે' એમ કહેવાય છે તે જ રીતે સાધુના હૈયામાં અરતિ ઉત્પન્ન થતી હોવા છતાં ‘સાધુ અરતિમાં પ્રવેશે તો...' આ પ્રમાણે જણાવ્યું. અહીં ‘પરીષહને સહે’ એમ ન કહેતાં તિતિવષે કહ્યું છે. તેનું કારણ એ છે કે સહન કરવું અને તિતિક્ષાપૂર્વક સહન કરવું : એ બેમાં ફરક છે. કોઇ પણ જાતની દીનતા ધારણ કર્યા વિના સહેવું તેને તિતિક્ષા કહેવાય છે. આ અરતિને જીતવાનો ઉપાય જણાવતાં કહે છે કે અરતિને પીઠ પાછળ કરવી. શાસ્ત્રકારોએ દુઃખને પાછળ કરવાની વાત નથી કરી. દુઃખના કારણે સાધુપણામાં ખામી નથી આવતી, દુ:ખમાં અરતિ થાય - તેના કારણે સાધુપણામાં ખામી આવે છે. જે આગળ આવતું હોય તેને પાછળ કરી નાંખીએ એટલે તેની નડતર દૂર થઈ જાય. આ અરતિને કોણ પીઠ પાછળ કરી શકે તે માટે જણાવે છે કે જે પાપથી વિરામ પામે, આત્માની રક્ષા કરે, ધર્મમાં જ આરામ કરનારા હોય એથદ્ રમનારા હોય, આરંભનો પરિત્યાગ કરનારા હોય અને કષાયથી ઉપશાંત હોય તે જ અરતિને પાછળ કરીને સાધુપણામાં વિચરી શકે છે. અરતિને આગળ કરનારા સાવદ્યયોગનો આરંભ કરનારા બને છે, આત્માની રક્ષા કરી શકતા નથી, સંસારમાં રમનારા બને છે, કષાયને આધીન થઇને આર્તધ્યાન કરવા દ્વારા દુર્ગતિનાં ભાજન બને છે.
- આચારનું વર્ણન કર્યા પછી પરીષહ અધ્યયન શરૂ કર્યું છે. તેનું કારણ એ છે કે આ જગતમાં જે કાંઇ દુ:ખ આવે છે તે ભોગવવાની તૈયારી ન હોય તો મહાવ્રતોનું પાલન કોઇ પણ રીતે શક્ય નથી. નિરવદ્ય એવા પણ સાધુપણાનું નિરતિચારપણે પાલન કરવું હોય તો તેના માટે આ સિવાય બીજો એક ઉપાય નથી. સાધુભગવંતો વર્તમાનમાં પાપ કરતા નથી પરંતુ ભૂતકાળના પાપના ઉદયે સાધુપણામાં દુ:ખ આવે તો તે સહન કર્યા વિના ચાલે એવું નથી. ધર્મ કરવાના કારણે દુ:ખ નથી આવતું,
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૬૧
Page #135
--------------------------------------------------------------------------
________________
દુ:ખ તો પાપના ઉદયથી આવે છે. આપણે કયાં અને કેટલાં પાપ કર્યો છે તેની આપણને ખબર નથી, ક્યારે ઉદયમાં આવશે તેની ય ખબર નથી. ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેવા પાપનો ઉદય થઇ શકે છે, તેથી આપણે દુઃખ ભોગવવાની તૈયારી કેળવ્યા વિના ચાલે એવું નથી, સાધુપણામાં દુ:ખ આવે છે તે પાપના ઉદયથી આવે છે, સાધુપણાથી નહિ. સ0 સાધુપણું નિષ્પાપ જીવન જીવવા માટે છે ને ?
નિષ્પાપ જીવન કોણ જીવી શકે ? જે સુખ ભોગવે તે ? કે જે દુઃખ ભોગવે તે ? જે ઓ દુ:ખ ભોગવે નહિ અને સુખ ભોગવે તે પાપ કર્યા વિના ન રહે. તેથી જ નિષ્પાપ જીવન જીવવાનો ઉપાય એક જ છે કે દુ:ખ વેઠવાની તૈયારી કેળવી લેવી. સ0 ભૂખ લાગે તો ખાવાનું નહિ ? એક જ વાર ખાવાનું ?
સાધુભગવંતને ભૂખ લાગે ત્યારે નહિ, ભૂખ સહન ન થાય ત્યારે તેઓ આહાર લેવા જાય, તમે ત્રણે ટાઇમ ખાઓ છો તે ભૂખ લાગે છે માટે ખાઓ છો ? ભૂખ લાગ્યા વિના ખાય તેનું નામ અધર્મ-પાપ, ભૂખ લાગે ને ખાય તે ધર્માત્મા અને ભૂખ સહન ન થાય ત્યારે વાપરે તે સાધુમહાત્મા. સાધુભગવંતોને દુ:ખ વેઠવા માટે પરીષહો બતાવ્યા છે. તેમાંથી આપણે અરતિપરીષહની વાત શરૂ કરી છે. સાધુપણામાં દુ:ખ અસહ્ય લાગે તેના કારણે અરતિ થાય ત્યારે અરતિને પીઠની પાછળ કરવી. બે માણસ ઝઘડતા હોય અને કોઇ મધ્યસ્થ વચ્ચે પડે તો તેને જે રીતે બાજુએ કરો તેમ આપણે સાધુપણાની સાધના કરતા હોઇએ ત્યારે આ અરતિ વચ્ચે આવે તો તેને પકડીને પાછળ કરવી. શાસ્ત્રકારો અરતિને ટાળવાની વાત કરે છે, અરતિનાં કારણોને દૂર કરવાની વાત કરતા નથી : એટલું યાદ રાખવું. આપણે અરતિના બદલે અરતિનાં કારણોને ટાળવા માટે મહેનત કરીએ છીએ ને ? અરતિ એ પાપ છે કે અરતિનાં કારણો પાપરૂપ છે ? પંદરમે રતિઅરતિ એ પ્રમાણે કહ્યું છે ને ? એટલે નક્કી છે કે અરતિ પોતે જ પાપ છે તેને જ કાઢવી પડશે. અરતિને કાઢવાનો ઉપાય ભગવાન બતાવે, દુઃખ કાઢવાનો ઉપાય નથી બતાવ્યો. મેઘકુમારે ૨૬૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
અસહ્ય દુ:ખ બતાવી ઘરે જવાની વાત કરી તો ભગવાને દુ:ખ ટાળી આપવાની વાત કરી કે તેને દુઃખ ભોગવતો કર્યો ? દુ:ખ ભોગવવાનો અધ્યવસાય કેળવો તો અરતિ ટળી જાય. સ0 સમાધિ જળવાય ત્યાં સુધી દુઃખ ભોગવાય.
સમાધિ જળવાય ત્યાં સુધી નહિ, સમાધિ જાળવીને દુ:ખ ભોગવવું છે. સમાધિ જાળવવા માટે મનને દુ:ખ ભોગવવા માટે તૈયાર કરવું પડશે. મનને સમજાવી દેવાનું કે ભાઇ ! દુ:ખ તો ભગવાનને પણ ભોગવવું પડેલું તો આપણે કોણ મોટા આવ્યા ? અત્યાર સુધી ઘણાને હેરાન કર્યા છે, ઘણાનાં અપમાન કર્યા છે તો આપણે ભોગવી લેવું છે. દુ:ખ આપ્યું ન હોય તેને દુ:ખ ભોગવવું જ ન પડે. દુઃખ આપ્યું હોય તેને દુઃખ આવે જ. જેણે દુઃખ આપ્યું હોય તેણે દુ:ખ ભોગવવું જ પડે. સ0 અત્યારે દુઃખ ન આપ્યું હોય છતાં દુ:ખ આવે - એવું બને ને ?
તમે “અત્યારે’ શબ્દ કેમ ઉમેર્યો ? તમે નાસ્તિક છો ? “અત્યારે” શબ્દ ઉમેરવાથી આપણા સિદ્ધાંતમાં વ્યભિચાર આવે છે માટે જ તે શબ્દ બોલ્યો નહિ. દુઃખ આપ્યું હોય તેને દુઃખ આવે જ : તે સર્વસામાન્ય નિયમ છે. આટલો નિયમ સમજી લઇએ તો અરતિ દૂર થઇ જાય. દુ:ખ આવ્યા પછી વધારે દુ:ખ યાદ કરીએ તો દુ:ખની અરતિ ટળી જાય. દુ:ખ આવ્યા પછી દુઃખને બદલે અરતિ કાઢવી છે. પાણીમાં કચરો પડ્યો હોય તો પાણી કાઢી નાંખવાનું છે કે કચરો કાઢી નાંખવાનો ? કચરો નીચે બેસી જાય તો ઉપરનું પાણી વાપરવા કામ લાગે ને ? અરતિ કાઢવા માટે દુઃખ કાઢવું નથી, વેઠી લેવું છે. દુઃખના ષના કારણે તો જીવો અનેક જાતનાં પાપ કરે છે ; એમ આચારાંગસૂત્રમાં કહ્યું છે. ‘અરતિને પીઠ પાછળ કરવી” એનો અર્થ ટીકામાં કરતાં જણાવ્યું છે કે “ મારા ધર્મમાં વિદગ્ન કરનાર છે' એમ સમજીને અરતિનો તિરસ્કાર કરવો. ઉપવાસમાં પિત્ત થાય એટલે અરતિ સમજાવવા આવે કે ના પાડી હતી, તોય કર્યો ને ? હવે પિત્ત થયું ને ?ત્યારે તેને ચૂપ કરવી કે “ગઇ કાલે ખાવા છતાં પિત્ત થયું હતું, આજે થયું તો તેમાં શું વાંધો આવ્યો ?' આ રીતે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #136
--------------------------------------------------------------------------
________________
અરતિની બોલતી બંધ કરીને આપણે આપણા નિર્ણયને વળગી રહેવું. આપણે ધર્મ કરવો છે અને અરતિ આપણને ધર્મમાં વિન્ન કરે છે – એવું લાગે તો અરતિને ક્ષણવારમાં દૂર કરી શકાય. આપણે અરતિને જો દૂર કરી ન શકતા હોઇએ તો તે અરતિના પ્રેમને લઇને અરતિનું સાંભળીએ છીએ તેના કારણે. અરતિને કાઢવાના ઉપાય તરીકે અહીં જણાવે છે કે વિરત બનવું અર્થાત્ હિંસાદિ સર્વ સાવઘયોગથી વિરામ પામવું અને અપથ્યાદિનું સેવન ટાળવા દ્વારા દુર્ગતિમાં જતા આત્માને બચાવવો. આ રીતે આત્મરક્ષા કરવા માટે ધર્મ-સ્વાધ્યાયદિમાં રત રહેવું - આરામ કરવો. ધર્મમાં અરતિ થાય તો સ્વાધ્યાય કરવા બેસવું, વાતચીત કરવા ન બેસવું. તે જ રીતે નિરારંભી બનવું. જે દુ:ખ વેઠવા તૈયાર હોય તેને આરંભસમારંભ કરવાનો વખત જ ન આવે. આજે તમે દુ:ખ વેઠવાની તૈયારી નથી માટે જ સંસારમાં આરંભ-સમારંભ કરવા બેઠા છો ને ? સ0 શક્તિ નથી.
શક્તિ શરીરમાં નથી, મનમાં નથી, રાગમાં પડી છે. સંસારમાં રાગ પડ્યો છે તેથી ત્યાં દરેક કાર્યમાં શક્તિ ફોરવાય છે. સાધુપણામાં રાગ જ નથી એટલે અશક્તિ લાગે છે ! મહાપુરુષોએ આપણા હિતની ઘણી ચિંતા કરી છે. ‘નિરારંભે’ પછી ‘ઉપશાંત’ પદ આપ્યું છે. એક બાજુ અસહ્ય દુ:ખ લાગતું હોય, અરતિ થતી હોય તેને કાઢવા માટે મહેનત કરતા હોઇએ અને એમાં કોઇ હેરાન કરે તો માથું શાંત રાખવું. દુ:ખ વેઠવાના કારણે માથું ગરમ થાય - એવું ન કરવું. દુ:ખ કોઇની ઉપર ઉપકાર કરવા માટે નથી ભોગવતા, આપણાં કર્મોની નિર્જરા કરવા માટે દુ:ખ ભોગવવાનું છે. દુ:ખ વેઠ્યા પછી પણ કષાય કરવાનો નહિ, ઉપશાંત રહેવાનું. ગુસ્સો પણ ન કરવો અને માનની અપેક્ષા પણ ન રાખવી : આ અરતિને જીતવાનો ઉપાય છે.
ધર્મ એ અધર્મનો પ્રતિપક્ષ છે. આ અધર્મ સુખ ભોગવવાની લાલચમાંથી થતો હોય છે. તેથી એ અધર્મના પ્રતિપક્ષભૂત ધર્મની સાધના માટે દુ:ખ ભોગવ્યા વિના ચાલે એવું નથી. આપણે સાધના ધર્મની કરીએ
છીએ પરંતુ આપણો અધર્મ - આપણું પાપ - આપણા ધર્મને ખાઇ જાય છે. આપણે સાધના ગમે તેટલી કરીએ તોપણ જો વિરાધના દૂર કરવામાં ન આવે તો એ સાધના બધી નકામી જ જવાની. આજે અમારા સાધુભગવંતો પણ પાટ ઉપર બેસીને સમજાવે કે ધર્મ કરો તો એકાંતે તમારું કલ્યાણ થશે. શાસ્ત્રકારો કહે છે કે અધર્મ દૂર કર્યા વગર ગમે તેટલો ધર્મ કરશો તો ય કલ્યાણ નહિ થાય. સ) આપણે ધર્મ કેટલો કરીએ છીએ તેની નોંધ છે, પણ અધર્મ કેટલો
કરીએ છીએ એની નોંધ જ નથી.
એના માટે તો બે ટંકનું પ્રતિક્રમણ કરવાનું જણાવ્યું છે, પણ તે કરવું જ નથી. બે ટંકનું પ્રતિક્રમણ આપણા અધર્મની નોંધ લેવા માટે છે. છતાં તે પ્રતિક્રમણ કરવા રાજી નથી ને ? સામાયિક કેટલાં કર્યા તેની નોંધ કરે, પણ પ્રતિક્રમણના અર્થ કરીને તેનો ઉપયોગ કરવાની તૈયારી નથી. ધર્મ આજે ઘણો વધ્યો છે, પરંતુ એની સાથે પાપ પણ ઘણું વધ્યું છે. આજે તમને પાપ સાથેનો ધર્મ કરવો ગમે છે ને ? એથી જ ધર્મમાં ભલીવાર આવતો નથી. પાપ ચાલુ રાખવું છે અને એ પાપના ફળરૂપે દુઃખ ભોગવવું ન પડે તે માટે જ આપણે ધર્મ કરીએ છીએ ને? મિચ્છામિ દુક્કડું આપે પણ તે પાપનું ન આપે, પાપના ફળનું આપે. ‘પાપ મિથ્યા થાઓ’ એમ બોલે પણ અસલમાં ‘દુ:ખ નકામું થાય' – એ જ ભાવના પડી છે. રાગ એ પાપ છે, એના કારણે સંસાર છે. હવે જો ધર્મ કરવો હોય તો તે રાગ ટાળીને જ કરી શકાય ને ? રાગ સાથે ધર્મ કરે તો એ ધર્મને ખાવાનું કામ આ રાગ જ કરે છે.
આપણે અરતિપરીષહ જોઇ ગયા. આ અરતિપરીષહ જેણે ન વેઠ્યો તેની કેવી અવદશા થઇ અને અરતિપરીષહ વેઠનાર એક-બે ભવમાં મોક્ષ જવા તૈયાર કઇ રીતે થઇ ગયા તે કથાથી જણાવ્યું છે. કેવળજ્ઞાનીના કાળમાં પણ ધર્મમાં અરતિ કરનારા હતા. કારણ કે દુ:ખ તો કોઇને ગમતું નથી. અરતિમોહનીયનો ઉદય જયાં સુધી છે ત્યાં સુધી આ પરીષહ તો આવવાનો જ છે. એવા વખતે અરતિને દૂર કરવા પ્રયત્ન કરવો છે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૬૫
૨૬૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #137
--------------------------------------------------------------------------
________________
અતિના કારણને દૂર નથી કરવું. અહીં જણાવે છે કે અચલપુર નામના નગરમાં જિતશત્રુ રાજાનો પુત્ર યુવરાજ હતો એટલે કે રાજ્યનો વારસદાર હતો. તેણે એક વાર રથાચાર્યની પાસે દેશના સાંભળીને પ્રતિબોધ પામી દીક્ષા લીધી. ભવિષ્યમાં સુખ મળવાનું છે એવી ખાતરી હોવા છતાં પણ સુખ જોઇતું નથી માટે દીક્ષા લઇ લીધી - આ વસ્તુ મહત્ત્વની છે. આ રીતે દીક્ષા લઇને યુવરાજ રાજર્ષિ રથાચાર્યની સાથે વિહાર કરીને તગરા નગરીમાં ગયા. તે વખતે ઉજ્જયિની નગરીમાં આર્યરાધ નામના આચાર્ય વિચરતા હતા. જેમના શિષ્યો સ્વાધ્યાયપરાયણ હતા. આચાર્યભગવંતો કેવા હોય અને પોતાના શિષ્યોને કેવા ઘડે છે - એ આના ઉપરથી સમજાય છે. એક વાર ઉજ્જયિની નગરીમાંથી આવેલા શ્રાવકોને યુવરાજ રાજર્ષિએ પૂછ્યું કે - આર્યરાધ આચાર્ય તથા તેમના સાધુઓ શાતામાં છે ? તેમની કાયા ઉપસર્ગરહિત છે ? ત્યારે શ્રાવકોએ કહ્યું કે આમ તો બધા શાતામાં છે, પણ રાજપુત્ર અને પુરોહિતપુત્ર સાધુઓને ખૂબ હેરાન કરે છે. આ સાંભળીને પેલા યુવરાજ રાજર્ષિએ વિચાર્યું કે આ સાધુભગવંતો તો પરીષહ-ઉપસર્ગ વેઠીને નિર્જરા કરશે. પરંતુ આ મારા પિતરાઇ ભાઇઓ આ રીતે સાધુને હેરાન કરી ક્લિષ્ટ કર્મનું અર્જન કરીને દુર્ગતિમાં જાય – એ સારું નહિ. આથી પોતાના ગુરુને પૂછીને સાધુને ઉપસર્ગરહિત બનાવવા અને પોતાના પિતરાઇ ભાઇઓને દુર્ગતિથી બચાવવા માટે ઉજ્જયિની નગરીમાં ગયા. ત્યાં ગયા પછી આર્યરાધ નામના આચાર્યની રજા લઇને ગોચરીએ ગયા. સાધુભગવંતો પોતે પરીષહ વેઠે પણ સહવર્તીને કે ગુરુભગવંતને ઉપસર્ગ આવતો હોય તો તેને રોકવા માટે યોગ્ય પ્રયત્ન કર્યા વિના ન રહે. સાધુને હેરાન કરે તેને રોકવાની જવાબદારી ગૃહસ્થોની હોવા છતાં તેઓ જો એને અદા ન કરે તો સાધુભગવંતો મૂંગે મોઢે બેસી ન રહે - આટલું યાદ રાખજો. આર્યરાધ આચાર્યે આગંતુક હોવાથી ગોચરીએ જતાં રોક્યા પણ તેમણે જ્યારે કહ્યું કે ‘મારે કામ છે’ તો જવા દીધા. સાથે એક નાના સાધુને મોકલ્યો. તેને પૂછીને રાજપુત્ર અને પુરોહિતપુત્ર જ્યાં હતા ત્યાં પહોંચી ગયા. પેલા
૨૬૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
બે તો ઘણા દિવસે રંજાડવા માટે સાધુ મળ્યો એમ જાણી, ખુશ થઇને સામે આવ્યા. આવીને સાધુને પૂછ્યું કે ‘તમને નાચતાં આવડે છે ?’ સાધુએ કહ્યું કે ‘તમને વગાડતાં આવડે છે ? જો તમે વગાડો તો મને નાચવાનું ફાવે.’ પેલા તો રમવામાં શૂરા હતા, કળા તો એકે શીખ્યા ન હતાં, ક્યાંથી આવડે ? તેથી જેમતેમ વગાડવા લાગ્યા, તેથી ગુસ્સે થઇને આ સાધુએ બંન્નેના સાંધા ઉતારીને મૂકી દીધા અને તે પાછા મકાનમાં આવી ગયા. આ બે તો નિશ્ચેષ્ટ થઇને પડ્યા. આ સમાચાર સાંભળી રાજા, પુરોહિત વગેરે ઘણા માણસ ત્યાં ભેગા થયા. રાજાએ આજુબાજુના લોકોને કારણ પૂછ્યું. લોકોએ સાધુ આવ્યાનું જણાવ્યું. રાજા સાધુ પાસે આવ્યો. એને જોતાંની સાથે ઓળખી ગયો. યુવરાજર્ષિએ પણ તેને કઠોર શબ્દથી હિતશિક્ષા આપતાં કહ્યું કે કોઇ સામાન્ય પ્રજાજન પણ હેરાન થતું હોય તો તેની રક્ષા કરવાની જવાબદારી રાજાની છે, તો પછી આ તો લોકોત્તર એવા સાધુભગવંતોને હેરાન કરે છે છતાં તેની ઉપેક્ષા કરો એ કેમ ચાલે ? રાજાએ પુત્રો વતી માફી માંગી, ફરી પાછું આવું નહિ થાય તેની ખાતરી આપી અને પુત્રોને સાજા કરી આપવા કહ્યું. રાજર્ષિએ કહ્યું કે ‘દીક્ષા લેતા હોય તો સાજા કરું.' રાજા પૂછવા ગયો. તમે આવી જ અવસ્થામાં હો તો શું કરો ? પરાણે દીક્ષા અપાય ? અયોગ્યને દીક્ષા અપાય... આવી આવી દલીલો કરો ને ? અયોગ્યને પણ યોગ્ય બનાવવા માટે દીક્ષા
અપાય. અહીં તો આ પુત્રોને સાધુને હેરાન કરતાં અટકાવવા છે માટે
પરાણે પણ દીક્ષા આપવાની વાત કરી અને એક વાર શિક્ષા કર્યા પછી તો ઘણા ચોરો પણ સુધરી જાય છે ને ? તેમ અહીં પણ સાંધા ઊતરી જવાથી જે વેદના વેઠવી પડી તેના કારણે પરિણામ તો મંદ પડી જ ગયા હતા. પેલા પુત્રોએ ના છૂટકે હા પાડી. રાજર્ષિએ આવીને પહેલાં બંન્નેનો લોચ કર્યો, દીક્ષા આપી, પછી જ તેમના સાંધા સીધા કરી દીધા. આ રીતે આ બેની દીક્ષા થઇ ગઇ. તેમાંથી જે રાજપુત્ર હતો તેણે સારા ભાવથી દીક્ષા પાળી. જ્યારે જે પુરોહિતપુત્ર હતો તેને બ્રાહ્મણ થઇને જૈનદીક્ષા પાળવી પડી તેનું દુ:ખ હોવાથી તેણે અરતિપૂર્વક દીક્ષા પાળી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૬૩
Page #138
--------------------------------------------------------------------------
________________
સાધુપણાનો આચાર પાળવો હશે એને દુઃખ વેઠ્યા વિના નહિ ચાલે. દુઃખ વેઠે એને અરિત ન નડે. ધર્મ અતિના કારણે નથી થતો - એવી લગભગ આપણી ફરિયાદ છે. જ્યારે શાસ્ત્રકારો કહે છે કે ધર્મમાં અરતિ વિઘ્ન કરે છે. આવા વખતે અતિને દૂર કરીને ધર્મ કરવો છે. આપણે લગભગ ધર્મને દૂર કરીએ ને ? કેટલી બધી ઊંધી માન્યતા આપણી છે. ગાઢ મિથ્યાત્વના ઉદય વિના આવું ન બને. બીજા દેવ-દેવીને માનતા ન હોવાથી લૌકિક મિથ્યાત્વ નથી પણ ભગવાનનું વચન ન માનીએ તો લોકોત્તર મિથ્યાત્વ છે – એમ કહીએ તો ખોટું નથી. ગુણસંપન્ન એવા પહેલા ગુણઠાણાને પામેલા પણ એમ માનતા હોય છે કે ધર્મના કારણે અરિત નથી થતી. જ્યારે જ્યારે ધર્મમાં અરતિ થાય ત્યારે અરતિને દૂર કરવાની હોય, ધર્મને નહિ. આપણે તો ઘણી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા છીએ ને? છતાં માનીએ શું ? ધર્મના કારણે અતિ થાય છે - એમ જ ને ? ગઇ કાલ સુધી આપણે આટલા સુધી આવ્યા હતા કે - રાજપુત્રે દીક્ષા સારામાં સારી રીતે પાળી અને પુરોહિતપુત્ર દીક્ષામાં અરિત કરી. જો દીક્ષા છોડું તો પાછા સાંધા ઊતરશે માટે દીક્ષા તો ન છોડી પણ અતિથી દીક્ષા પાળી. બંન્ને કાળ કરીને દેવલોકમાં ગયા. અહીં સુધી આ વાર્તા મૂકી રાખવાની. એની વચ્ચે બીજી કથા આવે છે તે જોઇ લઇએ. કૌશામ્બી નામના નગરમાં તાપસ નામે શ્રેષ્ઠી હતો. શ્રેષ્ઠી કૃપણ અને લોભી હતો. એ શ્રેષ્ઠીને પોતાના ધનાદિ પ્રત્યે આસક્તિ એટલી બધી હતી કે તેથી એ મરીને ત્યાં જ ભૂંડ તરીકે ઉત્પન્ન થયો. કોઇ મારી ન નાંખે માટે તે ભૂંડ ત્યાંને ત્યાં રહેવા લાગ્યો. પોતાના છોકરાઓએ એને મારી નાંખ્યો. પાછો મરીને ત્યાં જ સર્પરૂપે ઉત્પન્ન થયો. આ સર્પ કરડશે - એમ માનીને પાછો છોકરાઓએ મારી નાંખ્યો. મરીને એ પોતાનો જે પુત્ર હતો એના પુત્ર તરીકે જન્મ્યો. ત્યાર પછી એને જાતિસ્મરણજ્ઞાન થયું. પહેલાં પોતે ઘરનો વડીલ હતો અને હવે પોતાના પુત્રને બાપા કહેવાનો વખત આવ્યો એટલે શરમ આવવા માંડી માટે બનાવટી મૂંગો થયો. એક વખત ત્યાં ચારજ્ઞાનના ધણી સાધુમહાત્મા પધાર્યા. એ મૂકને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૬૮
પ્રતિબોધ પમાડવા માટે એમણે પોતાના બે શિષ્યોને મોકલ્યા. મૂકને પ્રતિબોધ પમાડતી એવી એક ગાથા કહી સંભળાવવાનું કહ્યું. તે ગાથામાં ‘તાપસ, ભૂંડ, સર્પ થયો અને હવે બનાવટી મૂકપણું ધારણ કરીને શું કરીશ ?’ આ પ્રમાણે જણાવેલું હતું. તે સાંભળીને મૂકને એમ થયું કે - આ મહાત્મા આ બધું કઇ રીતે જાણે છે ? એટલે તેનાથી પુછાઇ ગયું. ત્યારે સાધુમહાત્માએ કહ્યું કે - આ બધું અમારા ગુરુમહારાજ જાણે છે, અમે નથી જાણતા. ત્યાર પછી તે મૂક ગુરુભગવંત પાસે ગયો. ગુરુભગવંતના વચન સાંભળીને તેણે શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. સાધુમહાત્મા પાસે જઇએ તો ઠેકાણું પડે ને ? સંસારના તાપથી તમ થયેલાને શાંત કરવાનું કામ સાધુમહાત્મા કરે. આ બાજુ જે પુરોહિતપુત્ર
દેવ થયો હતો તે દેવ શ્રી સીમંધરસ્વામી પાસે ગયો. ત્યાં એણે ભગવાનને પૂછ્યું કે - હું સુલભબોધિ કે દુર્લભબોધિ છું ? ત્યારે ભગવાને કહ્યું કે - તું દુર્લભબોધિ છે. પછી પૂછ્યું કે - હું કોનાથી પ્રતિબોધ પામીશ ? ભગવાને કહ્યું કે – કૌશામ્બીમાં મૂક નામના શ્રાવકથી પ્રતિબોધ પામીશ. ત્યાર પછી એણે બોધિપ્રાપ્તિનો પ્રયત્ન શરૂ કર્યો. આપણે હોઇએ તો શું કરીએ ? ભગવાને ના પાડી છે માટે કશું થવાનું નથી - એમ વિચારીને પ્રયત્ન માંડી વાળીએ ને ? ત્યાર પછી એણે ઉપયોગ મૂકીને જોયું કે – મૂકના નાના ભાઇ તરીકે પોતાને જનમવાનું છે. પછી એ દેવ મૂકના ઘરે આવ્યો અને મૂકને કહ્યું કે - દેવલોકથી ચ્યવીને હું તારા નાના ભાઇ રૂપે થવાનો છું. હું જ્યારે ગર્ભમાં હોઇશ ત્યારે તારી માતાને અકાળે આંબાનો દોહદ થશે. તે વખતે આ આંબાના ઝાડે અકાલે આંબા આવશે તેનાથી તું તારી માતાનો દોહદ પૂરો કરજે અને તારી માતાને કહેજે કે - જેવો છોકરો જન્મે તેવો જ મને સોંપી દેવાનો, તેમ જ મને પ્રતિબોધ પમાડજે અને ન પામું તો છેવટે વૈતાઢચ પર્વતના અમુક ભાગમાં મારા નામનાં કંકણ અને વીંટી મૂક્યાં છે તે બતાવીને પ્રતિબોધ પમાડજે. આ બધું કહીને દેવ ચાલ્યો ગયો. પોતાના સમય પ્રમાણે ત્યાંથી ચ્યવીને તે મૂકના નાના ભાઇ તરીકે જન્મ્યો. શરત મુજબ મૂકે બધું કર્યું. હવે મૂક શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૬૯
Page #139
--------------------------------------------------------------------------
________________
તેને રોજ દેરાસર-ઉપાશ્રયમાં લઇ જવા લાગ્યો. પરંતુ તે દુર્લભબોધિ હોવાથી ત્યાં રડવાનું જ કામ કર્યા કરે. મૂક તો કંટાળી ગયો તેથી તેને મૂકીને દીક્ષા લઇને કાળ કરીને દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. આ બાજુ મૂકનો નાનો ભાઈ કે જેનું નામ અહંદના છે તે ચાર સ્ત્રી પરણ્યો. હવે એને પ્રતિબોધ પમાડવા માટે મૂક-દેવે તેને જલોદરનો રોગ ઉત્પન્ન કર્યો. તેને દૂર કરવા માટે દેવે વૈદ્યનું રૂપ ધારણ કર્યું અને ત્યાં આવ્યો. એને કહ્યું કે – હું તારા રોગને દૂર કરી આપું પણ મારો આ ઔષધનો કોથળો ઉપાડવા માટે કોઇ નથી તો તું જો ઉપાડી લે તો દૂર કરી આપું. તે તૈયાર થયો. દેવ તો ધીમે ધીમે કોથળાનું વજન વધારવા લાગ્યો. તેથી એની ડોક વાંકી વળી ગઈ. દેવે એને જ્યાં સાધુમહાત્મા હતા ત્યાં લાવીને મૂક્યો અને પછી કહ્યું કે જો તું દીક્ષા લે તો આ ગુલામીમાંથી છૂટો કરું. તેણે ના છૂટકે ગુલામીમાંથી છૂટવા દીક્ષા લીધી પરંતુ જેવો દેવ ગયો કે તરત દીક્ષા છોડી દીધી. આ રીતે ત્રણ વાર દીક્ષા લીધી અને છોડી. ચોથી વાર લીધી ત્યારે દેવ તો એની પાસે ને પાસે રહ્યો. એક વાર ગામમાં આગ લાગી ત્યારે તે દેવે માથા પર ઘાસનો પૂળો લઇને આગમાં જવા માંડ્યું ત્યારે તે સાધુએ દેવને કહ્યું કે – ‘તું આ શું કરે છે ? ઘાસનો પૂળો લઇને આગમાં જવાય ? દેવે કહ્યું કે – ‘તમે પણ શું કરો છો ? સંસાર દાવાનળ છે અને એમાં અવિરતિરૂપ ઘાસનો પૂળો લઇને જાઓ છો.' એક વાર અટવીમાંથી પસાર થતાં રાજમાર્ગને છોડી દઇને ખેતરની કેડીમાં દેવ જવા માંડ્યો. ત્યારે પાછું સાધુમહાત્માએ કહ્યું કે – ‘રાજમાર્ગને છોડીને કેડીના રસ્તે કેમ જાઓ છો ?” દેવે કહ્યું કે – ‘તમે પણ મોક્ષમાર્ગ રૂપ રાજમાર્ગને છોડીને સંસારરૂપ કેડીના રસ્તે કેમ જાઓ છો ?' ત્યાર પછી એ સાધુમહાત્માનાં કર્મો લઘુ થવાથી એ દેવને પૂછે છે કે – ‘તમે કોણ છો ? અને મારી સાથે ને સાથે કેમ રહો છો ?' ત્યારે દેવે પોતાની સાથે થયેલી પ્રતિબોધ પમાડવો વગેરે વાત કરી. સાધુમહાત્માએ કહ્યું કે - ‘હું દેવ હતો એની ખાતરી શું ?’ દેવે વૈતાઢય પર્વતમાં રહેલાં કંકણ અને વટી બતાવ્યાં. પછી તે સાધુમહાત્મા અરતિને દૂર કરીને સારી રીતે
દીક્ષા પાળવા માંડ્યા. અહીં આ કથા પૂરી થાય છે. અરતિને ન કાઢે તો દુર્લભબોધિ થવાય છે એવું આપણે માનવા માટે તૈયાર થઇએ ખરા? આ વાર્તાના સંસ્કૃત શબ્દો એવા સરસ છે કે હૈયાને અસર કરી જાય. ઉત્તરાધ્યયનસૂત્રના અધિકારી સાધુસાધ્વી છે. જેઓને આ કથા મોઢે છે એ ગુરુભગવંતનો અવિનય કઇ રીતે કરી શકે ? આપણો અવિનય કેટલો અને એની સામે ગુરુભગવંતની હિતશિક્ષા કેટલી : એ બેનો જો વિચાર કરીએ તો આપણો અવિનય ચઢી જાય એવો છે. ગુરુભગવંતની સાથે કે પાછળ રહેવાની જરૂર છે એના બદલે સામે કઇ રીતે થઇએ ? આપણને ન ગમે એવું ગુરુભગવંતનું વર્તન કેટલું અને ગુરુભગવંતને ન ગમે એવું આપણું વર્તન કેટલું ? કહેવું જ પડે કે હજાર વાર આપણો અવિનય અને એક વાર હિતશિક્ષા ! દીક્ષા આપીને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ સર્વસ્વ આપ્યું. હવે આપવાનું કશું બાકી નથી, મન બદલવાની જરૂર છે. સાત પરીષહનું વર્ણન સાંભળ્યા પછી દુ:ખ અસહ્ય લાગે છે કે સહ્ય ? દુ:ખ મજેથી વેઠાય કે રોતાં રોતાં ? હવે જે કાંઇ નડવાનું છે એ સુખ નડવાનું છે. સાત પરીષહ વેઠે એટલે દુઃખની પરાકાષ્ઠા આવે, આવા વખતે પરિવાર યાદ આવે માટે આઠમો પરીષહ સ્ત્રીપરીષહ બતાવે છે.
(૮) સ્ત્રીપરીષહ : દુ:ખ આવી જાય ત્યારે સુખની અભિલાષા ન કરવી, દુ:ખ ટાળવાનો પુરુષાર્થ ન કરવો એ આઠમાં પરીષહનો પરમાર્થ છે. આ તો સ્ત્રીનું નામ છે, ઉપલક્ષણથી દુ:ખ દૂર કરવામાં સહાય કરે તેવાનું ગ્રહણ કરવું. દુ:ખને દૂર કરવાની કોશિશ કરશે એ સુખનાં સાધનને શોધવા નીકળશે.
પાંચ મહાવ્રતોના પાલન માટે બાવીસ પ્રકારનાં દુ:ખ ભોગવવા તૈયાર થવું જરૂરી છે. પુણ્યના યોગે સુખ મળી જાય અને દુ:ખ ન આવે એવું બની શકે પરંતુ આપણે પુણ્ય-પાપ કેટલાં કર્યાં છે – એ ખબર નથી. આવા સંયોગોમાં જો પાપનો ઉદય થઇ જાય તો તેવા વખતે સુખની ઇચ્છા જાગે અને દુ:ખ ટાળવાનું મન થાય તો મળેલું સાધુપણું હારી જવાનો જ વખત આવવાનો. માટે આ પરીષહ અધ્યયન બીજા ક્રમે જણાવ્યું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૭૧
૨૭૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #140
--------------------------------------------------------------------------
________________
સાત પ્રકારનાં દુ:ખોને વેઠનારા સાધુભગવંતને કોઇ વાર અવિરતિની ઇચ્છા થઇ જાય અને સ્ત્રીના પરિભોગની ઇચ્છા જાગે તો તેવા વખતે અનુકૂળ પરીષહ કઇ રીતે વેઠવો તે હવે સ્ત્રીપરીષહમાં જણાવે છે. શાસ્ત્રકારો સૌથી પહેલાં જણાવે છે કે “સંતો પણ મસા ' આ સ્ત્રીનો પરિભોગ એ આ લોકમાં સંગનું - કર્મના સંબંધનું અર્થાતુ કર્મબંધનું કારણ છે. આ વસ્તુ આપણને માન્ય છે ? સ્ત્રીનો સંગ એ સાક્ષાત્ કર્મના સંગનું કારણ છે - એ લગભગ આપણે માનતા નથી ને ? ઉત્તરાધ્યયનસૂત્રની આ ગાથામાં સ્ત્રીનો પરિચય ખૂબ માર્મિક રીતે આપ્યો છે. ગમે તેટલાં સુખનાં સાધનોની વચ્ચે પણ સાપ પડ્યો હોય તો આપણે ત્યાં જઇએ ખરા ? આપણને દુ:ખનો જેટલો ભય છે તેના કરતાં કંઇકગણો ભય ધર્માત્માને કર્મનો છે. સાધુભગવંત સતત, કર્મ ક્યાંય પણ લાગી ન જાય તેની ચિંતામાં વ્યસ્ત હોય. કર્મબંધના કારણભૂત બીજી યે ઇન્દ્રિયની આસક્તિ વગેરે હોવા છતાં અહીં સ્ત્રીની વાત કરી છે તેનું કારણ એક જ છે કે સ્ત્રીનો સંગ અત્યંત આસક્તિના કારણે કર્મબંધને કરાવે છે. જેને આટલું સમજાઇ જાય : તેનું સાધુપણું સુકૃત છે અર્થાત્ સારી રીતે કરાયેલું છે. ચારે ગતિના જીવોને મૈથુનસંજ્ઞા હોય છે છતાં પણ અહીં નીવા ના બદલે મસાઇ લખ્યું છે તેનું કારણ એ છે કે મનુષ્યોને આ સ્ત્રીનો સંગ નડે છે. બાકીની ગતિમાં મોક્ષની સાધના જ શક્ય નથી, મનુષ્યપણામાં જ મોક્ષની સાધના થઇ શકે છે. જેઓ મોક્ષની સાધના કરવા માટે નીકળ્યા હોય તેના માટે સૌથી મોટું વિદનું આ સ્ત્રી છે. આજે સાધુપણામાં આવી ન શકતા હોય કે સાધુપણામાં આવેલા સાધુપણું પાળી શકતા ન હોય તો તે આ સ્ત્રીને ઓળખી ન શકવાના કારણે જ. આ સંસારમાં મોટામાં મોટું વિદન જ આ છે કે સ્ત્રીને ઓળખી શક્યા નથી. “સંસારને ઓળખવો’ એનો અર્થ જ આ છે કે “સ્ત્રીને ઓળખી લેવી.' સ્ત્રીનો સંગ કર્મબંધનું કારણ છે – આવું જે દિવસે સમજાય તે દિવસે સંસારનો ત્યાગ કરવાનું સહેલું છે. સાધુપણામાં જે સ્ત્રીનો સંગ નડે છે તેને તમે ચોવીસે ય કલાકે સાથે રાખીને ફરો તો તમારી શી દશા થાય ? જેની સામે નજર કરવાની પણ ના પાડી
છે, તેને ચોવીસ કલાક હૈયામાં રાખીને ફરો છો ને ? આવાને સાધુપણું દુર્લભ છે. આથી જ આગળની ગાથામાં જણાવે છે કે જેને સ્ત્રી કર્મબંધના કારણભૂત છે – એવું સમજાય તેને માર્ગમાં ગમન કરતી વખતે કાદવસમાન
સ્ત્રી લાગે. ઇષ્ટસ્થાને જવા માટે નીકળેલાને જો રસ્તામાં કાદવ આવી જાય તો તે માર્ગેથી ચાલીને ઈષ્ટ સ્થાને પહોંચી ન શકે ઉપરથી લપસી જાય, તે રીતે મોક્ષમાર્ગમાં ચાલનારા માટે સ્ત્રીઓ કાદવ-સમાન છે. કારણ કે તેના કારણે મોક્ષમાર્ગમાં ગોથું ખાઈ જવાય છે. કાદવ ગમે તેટલો મુલાયમ લાગે, ઠંડક આપનારો લાગે છતાં તેના કારણે પડી જવાય છે, કપડાં બગડે છે, આપણને લાગે છે, તેથી આપણે કાદવમાર્ગે ચાલવાનું પસંદ નથી કરતા. તે જ રીતે અહીં પણ સ્ત્રીનો પરિચય સામેથી તો કરવો જ નથી. કદાચ સ્ત્રી સામેથી આવે તો પણ તેના કારણે આપણો નાશ થાય એવું નથી કરવું. સ્ત્રીના કારણે આપણો આત્મા હણાય નહિ – એ રીતે સ્ત્રીથી અળગા રહેવું છે, તેને હૈયામાં રાખવી નથી. આ રીતે સ્ત્રીને હૈયામાં ન રાખે, કાઢી નાંખે તે જ પોતાના આત્માની ગવેષણા કરી શકે. તેથી સ્ત્રીના સ્વરૂપને જાણીને સાધુભગવંતે પોતાના આત્માની રક્ષા માટે પ્રયત્નશીલ બની રહેવું. આ સ્ત્રીપરીષહ ઉપર સ્થૂલભદ્રમહારાજાનું દૃષ્ટાંત આપ્યું છે – જે અત્યંત પ્રસિદ્ધ છે.
નંદરાજાનો શકડાલમંત્રી સમ્યક્ત્વને ધારણ કરનારો હતો. નંદરાજાની સભામાં ધનના અર્થી એવા વરરુચિ નામના બ્રાહ્મણે પોતાનું કાવ્ય બનાવી એક વાર રજૂ કર્યું, પરંતુ મંત્રી સમકિતી હોવાથી મિથ્યાત્વી એવા બ્રાહ્મણની પ્રશંસા કરતો નથી અને મંત્રીશ્વર પ્રશંસા કરતા નથી તેથી રાજા પણ દાન આપતો નથી. આથી બ્રાહ્મણે શકપાલમંત્રીના પત્ની લક્ષ્મીદેવીને જઈને કહ્યું કે મંત્રીશ્વર પ્રશંસા કરે તો રાજા દાન આપે તેથી તમારા પતિને મારી પ્રશંસા કરવાનું જણાવો. લક્ષ્મીદેવીએ મંત્રીશ્વરને કહ્યું
ત્યારે મંત્રીએ ‘મિથ્યાત્વીની પ્રશંસા ન કરાય’ એમ જણાવ્યું. આમ છતાં લક્ષ્મીદેવીએ કહ્યું કે આ ધનનો અર્થી છે એટલા પૂરતા એના કાવ્યને સારું જણાવવામાં કોઇ બાધ નહિ આવે. આ રીતે તેના આગ્રહથી મંત્રીશ્વરે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૭૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #141
--------------------------------------------------------------------------
________________
હૈયામાં સમ્યક્ત્વને નિશ્ચલ રાખી માત્ર વચનથી રાજસભામાં તેના કાવ્યની રચનાને સારી કહી. આથી રાજાએ તેને લાખ સુવર્ણમુદ્રાનું દાન આપ્યું. પરંતુ હવે તો આ રોજનો કાર્યક્રમ થયો. રોજ વરરુચિ નવા કાવ્ય બનાવી રાજા પાસેથી દાન લેવા માંડ્યો. આથી શકડાલમંત્રીએ વિચાર્યું કે રાજા આ રીતે ભંડાર ખાલી કરી દેશે. તેથી વરરુચિનાં બનાવેલાં કાવ્યો જૂનાં છે એમ જણાવવા માટે રાજસભામાં પડદા પાછળ પોતાની સાત પુત્રીઓને હાજર કરી કે જે એક વાર સાંભળીને યાદ રહે, બે વાર સાંભળીને યાદ રહે એમ કરતાં ક્રમસર સાતમી પુત્રીને સાત વાર સાંભળીને કંઠસ્થ થઇ જાય - એવી મતિને ધરનારી હતી. વરરુચિ જે કાવ્ય બોલ્યો તે એક વાર સાંભળતાં જ પહેલી યક્ષા નામની પુત્રીને યાદ રહ્યું એટલે તે પણ બોલી ગઇ, તેથી તેની બીજી પુત્રીને પણ યાદ રહ્યું આ રીતે કરતા સાતે પુત્રીઓ કાવ્ય બોલી તેથી રાજાએ વરરુચિને દાન આપવાનું બંધ કર્યું. સારા માણસોને પણ ખોટાં કામ કરવાં પડે તેને રાજકારભાર કહેવાય. ત્યાર બાદ વરરુચિ લોકોમાં ખ્યાતિ પામવા ગંગાનદીમાં એક યંત્રની રચના કરવા દ્વારા તેમાંથી રોજ સો સોનામહોરની કોથળી જાણે ગંગાદેવી આપતી હોય એવું બતાવવા લાગ્યો. આ વાત રાજાને કાને પહોંચી. રાજાએ મંત્રીશ્વરને પૂછ્યું. મંત્રીશ્વરે કહ્યું “આજે તપાસ કરી જોઇએ પછી કાલે જોવા જઇએ.' મંત્રીશ્વરે તે યંત્ર પકડી પાડ્યું અને કાઢી નાંખ્યું. બીજા દિવસે રાજા પધાર્યા. વરરુચિએ નદીદેવીને પ્રાર્થના કરી, પગેથી યંત્ર દબાવે છે પણ યંત્ર ન હોવાથી કશું નીકળતું નથી. આ રીતે લોકો વચ્ચે તેનું અપમાન થવાથી વરરુચિ શકડાલમંત્રી પ્રત્યે દ્વેષ ધારણ કરી તેનાં છિદ્રો જોવા લાગ્યો. એવામાં મંત્રીને ત્યાં લગ્નપ્રસંગ હોવાથી રાજાને ભેટલું ધરવા માટે છૂપી રીતે શસ્ત્રો બનાવાય છે તે તેણે જાણ્યું. આ તક ઝડપીને વરરુચિએ રાજાની કાનભંભેરણી કરવા નાના છોકરાઓને
મિઠાઇ વગેરે આપીને સંસ્કૃત શ્લોક બોલવા માટે શીખવ્યો કે - ‘આ મંત્રી રાજાને મારીને પોતાના પુત્ર શ્રીયકને રાજ્ય ઉપર બેસાડવાનો છે.’ રાજાના કાને આ વાત ગઇ તેથી ગુપ્તચરો પાસે તપાસ કરાવી તો શસ્ત્રો
૨૭૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
-
બનાવવાનું કાર્ય ચાલુ છે તે જાણીને એ વાતની ખાતરી થઇ. બીજા દિવસે રાજસભામાં મંત્રી ગયા ને રાજાને પ્રણામ કર્યો તો રાજાએ મોઢું ફેરવી દીધું. શકડાલમંત્રી સમજી ગયા કે રાજા નારાજ થયા છે. હવે પોતાના આખા કુટુંબનો નાશ ન કરે તે માટે પોતે બીજા દિવસે રાજસભામાં જઇ રાજાને પ્રણામ કરી તાલપુટ વિષ મુખમાં નાંખ્યું અને શ્રીયકને પહેલેથી કહી રાખ્યું હતું કે – ‘કાલે રાજસભામાં હું આવું ત્યારે રાજા મોઢું ફેરવી દેશે તે વખતે તારે મારું માથું તારી તલવારથી કાપી નાંખવું અને રાજા પૂછે તો કહેવું કે - આપે મોઢું ફેરવ્યું, તેથી નક્કી છે કે પિતાએ રાજદ્રોહ કર્યો છે અને જે રાજદ્રોહ કરે તે મૃત્યુને યોગ્ય છે માટે મેં આમ કર્યું... આ રીતે કરવાથી આપણા આખા કુટુંબની રક્ષા થશે, નહિ તો વીફરેલો રાજા અકાળે બધાનો સત્યાનાશ લાવશે. હું જાતે વિષ ખાવાનો જ છું એટલે તને પિતૃહત્યાનું પાપ નહિ લાગે.’ શ્રીયકે ન છૂટકે દુઃખતા હૃદયે પિતાની આજ્ઞાથી તે પ્રમાણે કર્યું ત્યારે રાજસભામાં હાહાકાર મચી ગયો. રાજાએ શ્રીયકની વફાદારી જોઇને તેને પૂછ્યું ત્યારે તેણે સર્વ હકીકત કહી. રાજાના પશ્ચાત્તાપનો પાર નથી, પરંતુ મંત્રીશ્વર તો ગુમાવ્યા જ. હવે રાજા શ્રીયકને મંત્રીમુદ્રા લેવાનું જણાવે છે.
આ સંસારમાં રહેલા જીવને સ્ત્રી એ વિશ્વાસનું પાત્ર લાગતું હોય છે. સંસારનાં દરેક કાર્યમાં આશ્વાસનું ધામ લાગે એવી સ્ત્રીને કર્મબંધનું કારણ માનવાનું કામ કપરું છે. આ અનુકૂળ પરીષહ છે, આવે તો જ વેઠવાનો છે, ઊભો કરીને વેઠવાનો નથી. રોગ માટેની દવા હોય તો તેનો અર્થ એ જ છે કે રોગ આવે ત્યારે એ દવાનો ઉપયોગ કરવાનો. રોગ ઊભો કરીને દવા કરવાની વાત નથી. એ જ રીતે અહીં સ્ત્રીપરીષહ માટે વિચારવું. સ્ત્રી ગમે તેટલી અનુકૂળ લાગે તોપણ તે પરીષહરૂપ છે, કર્મબંધનું મુખ્ય કારણ છે. આ સ્ત્રીના સંગને કાદવના લેપની ઉપમા આપી છે. લેપ અને વિલેપનમાં ફરક છે. ચંદનનું વિલેપન હોય અને વિષ્ટા કે કાદવનો લેપ કહેવાય. જે આપણે ચાહીને લગાડીએ તેને વિલેપન કહેવાય. જે અનિચ્છાએ લાગી જાય તેનું નામ લેપ. શાસ્ત્રકારો સ્ત્રીઓને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૭૫
Page #142
--------------------------------------------------------------------------
________________
લેપસમાન ગણાવે છે, આપણને વિલેપનજેવી લાગે છે – આ જ મોટી મુસીબત છે. સાધુભગવંતને આ પરીષહ જીતવાનો જણાવ્યો છે, પરંતુ તમારે ત્યાં તો ચોવીસે ય કલાક આ પરીષહ વિદ્યમાન છે. તો તમારે ત્યાંથી ખસી જવું જોઇએ ને? ઘર સુધારવા બેસવું એના કરતાં ઘર છોડીને ચાલ્યા નીકળવું સહેલું છે ને ? અહીં સાધુઓને જણાવ્યું છે કે અસંયમમાર્ગનો સ્વીકાર કરીને સંયમમાર્ગથી આત્માને ભ્રષ્ટ કરવો યોગ્ય નથી.
આપણે જોઇ ગયા કે રાજાએ શ્રીયકને મંત્રી મુદ્રા લેવાનું કહ્યું ત્યારે શ્રીયકે કહ્યું કે મારા મોટા ભાઇ વિદ્યમાન છે ત્યાં સુધી મારે મંત્રીમુદ્રા ન લેવાય. આ વાત બરાબર ને ? મોટા ભાઇ હાજર હોય ત્યાં સુધી નાનો ભાઇ એકે પદ સ્વીકારે નહિ. સ0 લાયકાત જોઇને અપાય ને ?
મોટા ભાઇ મોટા છે એ જ તેમની લાયકાત. તમારો સંસાર પુણ્યના યોગે ચાલે છે કે લાયકાતના યોગે ? તમારે મોટાને મોટા તરીકે સ્વીકારવા - એ જ તમારી લાયકાત છે. સાધુપણામાં પણ જ્ઞાન કરતાં ય ચારિત્રની કિંમત વધારે છે. ગુરુભગવંત પાસે જ્ઞાન કદાચ ઓછું હોય, પણ ચારિત્રની પરિણતિ તેમની અદ્દભુત કોટિની હોય ને ? જે પર્યાયની વૃદ્ધતા સ્વરૂપ ગુણ દેખાય છે તેને માનવો નથી અને જે ગુણ દેખાતો નથી, તેને કલ્પીને આગળ કરવો છે – આ યોગ્યતા જોવાની રીત નથી,
આ બાજુ શ્રીયક પોતાના મોટા ભાઇ સ્થૂલભદ્રને કોશાને ત્યાં લેવા ગયા. માતા-પિતાએ કળા શીખવા ત્યાં મોકલેલા. પરંતુ ત્યાં એવા આસક્ત બન્યા કે બાર વરસ સુધી ન તો ઘરની ચિંતા કરી કે ન તો પોતાના આત્માની ચિંતા કરી. માતા-પિતા પૈસા મોકલાવ્યા કરે અને આ ભોગસુખમાં મગ્ન હતા. આથી શ્રીયક જાતે લેવા ગયો. રસ્તામાં પિતાના અકાળે થયેલા મૃત્યુની હકીકત જણાવી. રાજસભામાં ગયા, નંદરાજાએ મંત્રીમુદ્રા લેવાનું જણાવ્યું. સ્થૂલભદ્રજીએ કહ્યું કે વિચારીને જવાબ આપીશ. તેમણે વિચાર્યું કે – આ મંત્રીમુદ્રા સ્વીકારવી એટલે આ સંસારનાં સુખોનો ભોગ આપવો,
પ્રાણની પણ આમાં સલામતી નથી. આટલું સુખ જો છોડવાનું જ હોય તો મંત્રી મુદ્રા સ્વીકારવાને બદલે આત્માનું હિત શા માટે ન સાધવું ? સ0 બાર વરસ સુધી ભોગ ભોગવ્યા છતાં આવો વિચાર કઇ રીતે આવ્યો ?
તેમને કઇ રીતે આવ્યો એના બદલે એમ વિચારો કે – “મને કેમ આવો વિચાર નથી આવતો ?’ મહાપુરુષો તો કર્મના યોગે સંસારમાં રહેલા હોય છે. તેમનો ભોગ કર્મયોગે હતો – એ આના ઉપરથી સમજાય છે. આપણે તો આસક્તિના યોગે સંસારમાં રહ્યા છીએ માટે છૂટતું નથી. સ્થૂલભદ્રમહારાજાએ તો વિચાર્યું કે આ રાજકારણમાં શાંતિથી ખાવા-પીવા કે સુખ ભોગવવા મળે એવું નથી અને જાનની બિલકુલ સલામતી નહિ. આટલો ત્યાગ કરવાનો જ હોય તો રાજયનું પાપ માથે વહોરવું તેના કરતાં આત્મહિત માટે દીક્ષા સાધી લેવી છે. આ રીતે વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થયા. કસ્તુરી-તેલથી ભરેલા કેશનો લોચ કર્યો, પોતાના ખેસનો ઓઘો (રજોહરણ) બનાવ્યો અને રાજસભામાં આવીને રાજાને ધર્મલાભ આપ્યો. રાજા આશ્ચર્ય પામ્યો. તે વિચારવા લાગ્યો કે વેશ્યાને ત્યાં જવું છે માટે આ સાધુવેષનું નાટક કર્યું લાગે છે. તેથી રાજમહેલમાંથી સ્થૂલભદ્રમહારાજ કોશાના ઘરે જાય છે કે નહિ તે જોવા ઊભા રહ્યા. રાજાએ જોયું કે - સ્થૂલભદ્રમહારાજા કોશાના ઘર પાસેથી તે રીતે પસાર થયા કે જાણે કોહવાઇ ગયેલા મડદા પાસેથી પસાર થતા હોય. આ જોઇને રાજાને અહોભાવ જાગ્યો અને મનમાં પશ્ચાત્તાપ સાથે વિચાર્યું કે – “આવા જ્ઞાની, વૈરાગી અને નિસ્પૃહ એવા મહાત્મા માટે મેં કેવું અનુચિત વિચાર્યું - ખરેખર આ મારા મહામોહનો વિલાસ છે.' આ બાજુ સ્થૂલભદ્રમહારાજાએ સંભૂતિવિજય ગુરુ પાસે દીક્ષા લીધી. ચાતુમાં આવ્યું ત્યારે દરેક સાધુભગવંત જુદા જુદા અભિગ્રહ લેવા માંડ્યા. એક સાધુએ સિંહની ગુફા પાસે, બીજાએ દષ્ટિવિષ સર્પના બિલ પાસે અને એક મહાત્માએ કૂવાના કાંઠે ચાતુર્માસ કરવાનું નક્કી કર્યું. ચાર મહિના સુધી ત્યાં ઉપવાસ કરી કાયોત્સર્ગધ્યાનમાં ઊભા રહેવું.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #143
--------------------------------------------------------------------------
________________
સ્થૂલભદ્રમહારાજાએ કોશાને ત્યાં ચાતુર્માસ કરવા જવાની રજા માંગી. ગુરુભગવંતે પણ રજા આપી. સ0 ગુરુ જ્ઞાની હતા ને ? પૂર્વધરનો કાળ હતો.
પૂર્વધરનો કાળ હોય ત્યારે જ ગુરુ જ્ઞાની હોય એવું નથી. ગુરુ તો કાયમ માટે આપણા કરતાં જ્ઞાની જ રહેવાના. પૂર્વનું જ્ઞાન ભલે ન હોય, પણ ગુરુનું શ્રુતજ્ઞાન, અનુભવજ્ઞાન એ આપણાથી ચઢિયાતું જ હોય ને ? આટલું જો માનતા હો તો આજે નિયમ આપવો છે કે અવિરતિધરનું વ્યાખ્યાન સાંભળવા જવું નહિ. સ0 અમે તો પુસ્તક પણ વાંચીએ.
તમે અવિરતિધરનાં જ નહિ, મિથ્યાત્વીનાં પણ પુસ્તકો વાંચો ને ? કારણ કે તેમને સમ્યગ્દર્શન કે વિરતિ જોઇતી નથી, ખરું ને ? આ બાજુ ગુરુભગવંતની અનુજ્ઞાથી ચારે સાધુભગવંતો ગયા. સ્થૂલભદ્રમહારાજ કોશાને ત્યાં ગયા અને ચાતુર્માસ માટે વસતિની યાચના કરી. કોશા તો એમને જોતાંની સાથે અત્યંત આનંદિત થઇ. પોતાની ચિત્રશાળામાં તેમને ઉતારો આપતાં કહ્યું કે – આ મંદિર જ નહિ, આ શરીર પણ આપનું છે. સ્થૂલભદ્રજીએ તેને સાડાત્રણ હાથ દૂર રહીને જે કાંઇ કરવું હોય તે કરવાનું જણાવ્યું. કોશાએ રાતદિવસ અનેક પ્રકારે નાચગાન, શણગાર વગેરે દ્વારા સ્થૂલભદ્રજીને રીઝવવાનો, ચલાયમાન કરવાનો પ્રયત્ન કર્યો. રોજ એકાસણામાં માદક દ્રવ્યો વહોરાવીને તેમને મદોન્મત્ત બનાવવા પણ પ્રયત્ન કર્યો. પરંતુ તે બધા જ પ્રયાસો નિષ્ફળ ગયા. અંતે કોશાને એમ થયું કે અત્યાર સુધી મેં જે કાંઇ કર્યું તે માણસ આગળ નહિ, પથ્થર આગળ કર્યું. નહિ તો આ માણસ હોત તો ચોક્કસ દ્રવિત થયા વિના ન રહેત. છેવટે કોશાએ પૂછ્યું કે “આપને એવું તે શું પ્રાપ્ત થયું છે કે જેથી આ કશામાં લેવાતા નથી.” ત્યારે સ્થૂલભદ્રમહારાજાએ કોશાને સમ્યક્ત્વાદિ ધર્મ સમજાવીને પ્રતિબોધી અને સમ્યક્ત્વમૂલ બાર વ્રત ઉચ્ચરાવ્યાં. આ રીતે કોશાને પ્રતિબોધીને પોતાના ગુરુ પાસે આવ્યા. પેલા ત્રણ મુનિઓ પણ ચાતુર્માસ પૂર્ણ થયે આવ્યા ત્યારે ગુરુએ તેમને
કહ્યું કે તમે દુષ્કર કાર્ય કર્યું છે. જયારે સ્થૂલભદ્રજીને કહ્યું કે તમે દુષ્કર દુષ્કર કાર્ય કર્યું. ગુરુની આ પ્રશંસા સાંભળી પેલા ત્રણ મહાત્માને ઈર્ષા જાગી. તેમને થયું કે વેશ્યાને ત્યાં રોજ પ્રણીત આહાર લેવાનો ને ચિત્રશાળામાં આખો દિવસ નાચગાન જોતાં બેસવાનું - એમાં વળી શું દુષ્કર દુષ્કરતા જણાવવાની ? ઇર્ષ્યાથી બીજા ચાતુર્માસમાં સિંહગુફાવાસી મુનિ ગુરુએ ના પાડવા છતાં કોશાને ત્યાં ગયા. પહેલા જ દિવસે ભોગની માંગણી કરી. કોશા સમજી ગઇ કે આ સ્થૂલભદ્રજીની બરાબરી કરવા માટે આવ્યા છે. તેણે કહ્યું ‘અમે તો વેશ્યા છીએ, ઇન્દ્ર આવે તો ય મૂલ્ય વિના ભોગ ન આપીએ.” પેલાએ કાલાવાલા કરી મૂલ્ય લાવવાનો ઉપાય પૂછ્યો. કોશાએ નેપાળદેશના રાજા રત્નકંબલનું દાન કરે છે – તે જણાવ્યું. તેથી તે સાધુ ચોમાસામાં વિહાર કરી નેપાળમાં ગયા. ત્યાંથી રત્નકંબલ લઇને પાછા ફરતા ચોરોએ પકડ્યા. પરંતુ તેની વાસના જોઇને ચોરોને પણ દયા આવી તેથી તેને છોડી દીધો. જેવા પેલા સાધુ રત્નકંબલ લઇ આવ્યા કે તરત કોશાએ તેનાથી પોતાના બે પગ લૂસી બે ટુકડા કરી તેને ખાળમાં નાંખી દીધી. પેલા સાધુ કહે છે કે “આ શું કર્યું ?' ત્યારે કોશાએ કહ્યું કે – ‘તમે તો ત્રણ રત્નો આ રીતે ખાળમાં નાંખ્યાં ને ?' પેલા સાધુ પ્રતિબોધ પામ્યા. ત્યાંથી ગુરુ પાસે જઇ પોતાના પાપની આલોચના કરી અને સ્થૂલભદ્રમહારાજાની પ્રશંસા કરીને શુદ્ધ થયા. આ કથાનકમાં જે રીતે સ્થૂલભદ્રમહારાજે પરીષહ જીત્યો તે રીતે સર્વ સાધુઓએ જીતવો પરંતુ સિંહગુફાવાસી મુનિની જેમ તેને આધીન ન થવું. સ0 સ્થૂલભદ્રમહારાજા તો વાસનાના વાતાવરણમાં પણ ઉપાસના કરી
ગયા, અમે ઉપાસનાના વાતાવરણમાં બેસીએ છતાં વાસના કેમ જતી નથી ?
તેનું કારણ એક જ છે કે આપણે જે ધર્મ કરીએ છીએ તે અધર્મ કાઢવા માટે નથી કરતા, અધર્મ નડે નહિ માટે કરીએ છીએ. પાપ દૂર કરવા માટે ધર્મ કરીએ તો પાપ જાય. પણ પાપ માફ કરવા માટે ધર્મ કરે તેનું પાપ ક્યાંથી જાય ? પાપનું પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થવાય છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૭૯
૨૭૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #144
--------------------------------------------------------------------------
________________
માટે આપણે પાપ મજેથી કરવાનું ચાલુ રાખ્યું છે ને ? પરંતુ શાસ્ત્રમાં જે પ્રાયશ્ચિત્ત આપ્યાં છે તે પાપ થઇ ગયાં હોય તેનાં આપ્યાં છે, જે પાપ કર્યાં હોય તેનાં નહિ. તેથી જ પાપના પ્રાયશ્ચિત્તની પહેલી શરત પાપાકરણ નિયમ છે. પાપ ન કરવાનો નિયમ લે તેના હાથે કોઇ વાર પાપ થઇ જાય તો તેના માટે પ્રાયશ્ચિત્તનું વિધાન છે. આપણો આશય મલિન છે માટે સારું વાતાવરણ પણ અસર કરતું નથી. એક વાર આશય શુદ્ધ બને તો ઊભા છીએ - ત્યાંથી ધર્મની શરૂઆત થાય.
(૯) ચર્ચાપરીષહ : સાત પ્રકારના પરીષહો ભોગવ્યા પછી આઠમો સ્ત્રીપરીષહ જીતવાનું જણાવ્યું. એ સ્ત્રીપરીષહ એક સ્થાને રહેવાના કારણે મોટેભાગે આવતો હોય છે. આથી સ્ત્રીપરીષહ પછી ચર્ચાપરીષહ બતાવ્યો છે. સ્ત્રીપરીષહ જીતવા માટે ચર્ચાપરીષહ જીતવો પડે - એ જણાવવા નવમો ચર્ચાપરીષહ જણાવ્યો છે. મહાપુરુષોની રચના અદ્ભુત કોટિની હોય છે. એક પછી બીજી વાત કરે તો તે સંકલનાબદ્ધ જ હોય. માત્ર વસ્તુનો સંગ્રહ નથી કરતા, જેટલા વિષયોનો સંગ્રહ કરે તે એકબીજાથી સંબંધિત જ હોય. શાસ્ત્રકારો આચારોનું જ્ઞાન કરાવતી વખતે તે આચારના પાલનનો ઉપાય પણ એમાં જ જણાવી દે છે. સ્ત્રીપરીષહ જણાવ્યા પછી તે જીતવાના ઉપાય તરીકે ચર્ચાપરીષહ જીતવાનું જણાવ્યું. એક સ્થાને રહે તો ભિક્ષાચર્ચાના બહાને સ્ત્રીનો પરિચય વધવાનો સંભવ છે. આથી સાધુસાધ્વીને નવકલ્પી વિહારની ચર્યા બતાવી છે. આમ તો સાધુસાધ્વીને ગૃહસ્થનો પરિચય કરવાનો વખત ન આવે. માત્ર ભિક્ષા વખતે સંબંધ થવાનો. તેવા વખતે સાવધ રહે તો બચી જવાય. બાકી પોતાની પાસે વંદન માટે આવેલાનો પણ પરિચય સાધુ ન કરે. શ્રાવકે સાધુનો પરિચય કરવાનો છે. શ્રાવક તો સાધુના પરિચયથી તેમની પાસે આગમના શ્રવણથી લબ્ધાર્થ અને ગૃહીતાર્થ બનેલા હોય : એમ શાસ્ત્રમાં કહ્યું છે. શ્રાવકો અમને ઓળખે એમાં અમારી મહત્તા છે. અમે શ્રાવકને ઓળખીએ એ અમારા માટે લાંછનરૂપ છે. આજે તો શ્રાવકો સાધુનો પરિચય કર્યા પછી પણ શાસ્ત્રના જાણકાર બનવાના બદલે મૂર્ખ જ રહે છે. વર્તમાનના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૮૦
સાધુનો સૌથી પહેલી હરોળનો ભગત એટલે મોટા ભાગે અજ્ઞાન હોય. પાંચ પ્રતિક્રમણનાં સૂત્રો પણ તેને પૂરાં આવડતાં ન હોય. વરસોથી વ્યાખ્યાન સાંભળનારને પૂછીએ કે ‘ક્ષયોપશમભાવ એટલે શું ?' તો તે જવાબ આપી શકે ? મૂળમાં સાધુનો પરિચય, સાધુ પાસેથી કાંઇક મેળવવા માટે કર્યો જ નથી. આપણને જે ઇન્દ્રિયો મળી છે તેનો ઉપયોગ સુખ માટે કરીએ કે જ્ઞાન માટે ? સુખ અને સુખનાં સાધન માટે પ્રયત્ન કરવો – તેનું નામ ઔયિકભાવ. જ્ઞાન અને જ્ઞાનનાં સાધન મેળવવા માટે પ્રયત્ન કરવો – તેનું નામ ક્ષયોપશમભાવ.
સ્ત્રીનો પરિચય ન થાય તે માટે નવકલ્પી વિહાર કરવાનું જણાવ્યું છે. શેષકાળમાં મહિનાથી વધારે ન રહેવું. ચાતુર્માસમાં ચાર મહિનાથી વધુ ન રહેવું. આ રીતે વિહાર કરતા રહે તો અનુકૂળ પરીષહ વેઠવાનો આવે નહિ અને સાધુપણું સારી રીતે પાળી શકાય. સ૦ પરિચય કરે તો ગૃહસ્થને પમાડી શકાય ને ?
પમાડવા માટે પરિચયની જરૂર નથી. ગુરુના પરિચયથી તરાતું નથી, ગુરુના બહુમાનથી તરાય છે. શ્રી ગૌતમસ્વામીને પરિચય ભગવાનનો ન હતો, ભગવાનનો પરિચય કેળવ્યા વિના માત્ર બહુમાનભાવથી શ્રી ગૌતમસ્વામી તરી ગયા. મહાપુરુષને ઓળખવામાં તકલીફ નથી, મહાપુરુષને મહાપુરુષ માનવામાં તકલીફ છે. શ્રાવક સાધુનો પરિચય કરે પણ સાધુના સ્વભાવનો પરિચય ન કરે. જ્ઞાન-દર્શનચારિત્રનો પરિચય કરે. સાધુનું જ્ઞાન કેવું છે, માર્ગની શ્રદ્ધા કેવી છે અને ચારિત્રનો ખપ કેવો છે - એ જોવાનું.
આ ચર્ચાપરીષહમાં જણાવે છે કે સાધુ એકલો જ વિહાર કરે. અહીં ‘એકલા’નો અર્થ ‘રાગ અને દ્વેષથી રહિતપણે વિહાર કરવો' એ છે. ‘આ ક્ષેત્ર સારું છે માટે ત્યાં જવું છે’ આવા રાગથી ન જાય અને ‘આ ક્ષેત્ર સારું નથી માટે અહીં રહેવું નથી’ આવા દ્વેષથી પણ ન જાય. અહીં સાધુને એકાકી વિહારની રજા નથી આપી. જેમાં કર્મબંધ ન થાય તે રીતે રાગદ્વેષને આધીન થયા વિના વિહાર કરવો તેનું નામ એકલો સાધુ. આવો સાધુ સમુદાયમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૮૧
Page #145
--------------------------------------------------------------------------
________________
હોય તોપણ એકલો હોય. માત્ર વિહાર કરવો એ વિહારચર્યાપરીષહ નથી. વિહારમાં સાધુપણાની રીતે જીવવું અને જે કાંઇ તકલીફ પડે તે શાંતિથી સહી લેવી તેનું નામ ચર્યાપરીષહ. આ તો ગૃહસ્થની જેમ અનેક જાતની વસ્તુઓ એક દિવસ માટે પણ ભેગી કરે ! આપણે સાધુ છીએ – એ વાત ક્યારે ય ભૂલવી નહિ. સાધુ પણ ગૃહસ્થની જેમ જીવે અને એક પછી એક અનુકૂળતાનાં સાધનો ભેગાં કર્યા કરે તો તે ચાલે? સુખશીલતા ભોગવવા માટે વિહાર નથી. દુઃખ ભોગવવાની તૈયારી કરવા વિહાર છે. વિહારમાં જેવું મકાન મળે તેમાં શીત કે ઉષ્ણ વગેરે પરીષહ વેઠવા તૈયાર થવું. સ0 ઘણી ઠંડી હોય અને અસમાધિ થાય તો ધાબળો વગેરે ઓઢે ને ?
ઘણી ઠંડી હોય તોપણ ધાબળો ન રાખે. દુ:ખ આવવાના કારણે કે ભોગવવાના કારણે અસમાધિ નથી થતી. દુ:ખ ભોગવવાની તૈયારી ન હોવાથી અસમાધિ થાય છે. સુખ મેળવવાની અને દુઃખ ટાળવાની ઇચ્છાના કારણે અસમાધિ થાય છે. ઇચ્છાના અભાવના કારણે સમાધિ મળે છે. દુ:ખ ભોગવવા માટે પરીષહ વેઠવાના છે. આથી જ જણાવે છે કે સાધુ એકલા - રાગાદિથી રહિતપણે – ગામમાં, નગરમાં કે રાજધાની વગેરેમાં વિહાર કરે અને શીતાદિ દરેક પરીષહોનો પરાભવ કરીને વિહાર કરે. અહીં જણાવે છે કે સાધુ અપ્રતિબદ્ધપણે વિહાર કરે. આજે અમે તો વિહારનું લિસ્ટ છપાવીએ કે અમુક દિવસે અમુક ઠેકાણે હોઇશું. પાછા નીચે તાજા કલમમાં છપાવીએ કે અનિવાર્ય સંયોગોમાં ફેરફાર થઇ શકે છે માટે તપાસ કરીને આવવું. આટલું છપાવવું એના કરતાં પહેલેથી જ તપાસ કરીને આવવું હશે તો આવશે - એમ સમજીને ન છપાવીએ તો ન ચાલે ? અમે વર્તમાનમાં જે કરીએ છીએ તે શાસ્ત્રમાં નથી અને શાસ્ત્રમાં જે જણાવ્યું છે તે અમે કરતા નથી. આમ છતાં માર્ગ કેવો હોય તે જણાવવાનું કામ અમે કરીએ છીએ કે જેથી તમને કયા માર્ગે જવાનું છે તે ખ્યાલ આવે અને અમને પણ અમારી ખામીઓ સુધારવાનો પરિણામ જાગે. કમસે કમ જ્યાં ઊભા છીએ ત્યાંથી નીચા ન ઊતરીએ તે માટે પણ આ બધું જ્ઞાન-સ્વાધ્યાય જરૂરી છે.
શ્રાવકના કોઇ કામ માટે સાધુ દોડાદોડ કરે નહિ. સાધુ જયાં હોય ત્યાં જઇને અંજનશલાકા, ઉપધાન, દીક્ષા વગેરેનાં કાર્યો કરવા અને પ્રતિષ્ઠા કે અતિકા વગેરે તો સાધુની નિશ્રા વિના થઇ શકે. તેથી સાધુ અપ્રતિબદ્ધપણે વિચરે. હવે જણાવે છે કે સાધુ અસમાનપણે વિચરે. ગૃહસ્થની સમાનતા થાય તે રીતે વિહાર ન કરે. ગૃહસ્થ જેમ આયોજન કરીને, વસતિ-ભોજનની વ્યવસ્થા કરીને જાય તેમ સાધુ ન જાય. તેમ જ અન્ય સંન્યાસી વગેરે સાથે ન વિચરે. સાથે કોઇ પરિગ્રહ ન રાખે. વિહારમાં પણ ગૃહસ્થનો સંબંધ - પરિચય ન કરે, કોઇ ઠેકાણે નિકેત એટલે કે પોતાનું ઘર-ધામ ન બંધાવે. સર્વત્ર મમત્વરહિતપણે વિહાર કરે.
પરીષહોની વિચારણા આપણે એટલા માટે શરૂ કરી છે કે – સુખ દરેકને પોતપોતાના પુણ્ય પ્રમાણે જ ભોગવવા મળે છે. છતાં પણ સુખ મેળવવા માટે જીવો પાપ કરવાનું કામ કરતા હોય છે. આ પાપના ઉદયમાં આવનારું દુઃખ જો પુણ્ય છોડીને સાધના કરવા નીકળેલાને અકળાવી મૂકે તો તેઓ સાધનામાર્ગથી પાછા ફરવાના. આવું ન બને તે માટે પરીષહ જીતવાની વાત કરી છે. આપણે જે કાંઇ પાપ ભેગું કર્યું છે તે સુખની લાલચે કર્યું છે. સુખની લાલચે જે કાંઇ પુણ્ય ભોગવવાનું કામ કરીએ છીએ તે પણ પાપના ઉદયમાં જ કરીએ છીએ. આ સંસારમાં જે કાંઇ સુખ ભોગવવાનું બને છે તે અવિરતિસ્વરૂપ પાપના ઉદયમાં ભોગવાય છે. જેને આપણે સુખનું સાધન માનીએ છીએ તે અસલમાં પાપ છે. પાંચમે પરિગ્રહ એ પાપ છે, દશમે રાગ એ પાપ છે અને અગિયારમે દ્વેષ એ પાપ છે. છતાં આ પરિગ્રહમાં, રાગમાં અને દ્વેષમાં જ આપણી દુનિયા સમાઇ છે ને ? તમને તમારા પુણ્યોદયની સાથે રહેલો પાપોદય દેખાતો નથી ને ? સ, તમે પણ અમને પુણ્યશાળી કહો છો ને ?
અમે તમને પુણ્યશાળી કે ભાગ્યશાળી કહીએ છીએ તે તમે સુખ ભોગવો છો માટે નથી કહેતા, સુખ છોડીને ધર્મ કરવા માટે તૈયાર થયા છો માટે ભાગ્યશાળી કહીએ છીએ અને તમને સુખની સામગ્રી મળી છે માટે નહિ, ધર્મની સામગ્રી મળી છે માટે પુણ્યશાળી કહીએ છીએ. જો
૨૮૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૮૩
Page #146
--------------------------------------------------------------------------
________________
સુખનાં વખાણ કરવાં હોત તો તમારા બદલે ટાટા-બિરલાનાં વખાણ કરત. એમના બદલે તમને પુણ્યશાળી કહીએ છીએ તેનો અર્થ જ એ છે કે ધર્મસામગ્રી આપે એ જ પુણ્ય વખાણાય. સ0 અમને સંસારમાં સુખની અનુભૂતિ થાય છે - એનું શું ?
મદિરા પીધેલો માણસ માતાને પત્ની કહે અને પત્નીને માતા કહે એનું શું? એને અનુભૂતિ કહેવાય ? ગટરમાં પડ્યો હોય તોય તેને આનંદ છે. તેની જેમ અહીં પણ મિથ્યાત્વમોહના કારણે સંસારમાં દુ:ખ હોવા છતાં સુખત્વની બુદ્ધિ થાય છે. આ મોહ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી આવી અનુભૂતિ થયા જ કરવાની. એક વાર આ મોહ દૂર કરીએ તો પછી ભગવાનની આજ્ઞા મુજબ જીવવાનું સુકર બને. પછી તો એ વચનનું પાલન એ રીતે થાય કે ફળની પણ અપેક્ષા ન રહે. આજે આપણી દશા એ છે કે ફળ બધું જોઇએ છે પણ પ્રવૃત્તિ એકે કરવી નથી. શાસ્ત્રકારો કહે છે કે પ્રવૃત્તિ છે પરિપૂર્ણ કરીએ તો ફળ એની મેળે મળી જાય, તેની અપેક્ષા રાખવી ન પડે. સ) અમે પાંચ ઇન્દ્રિયોથી મળતી અનુકૂળતાને સુખનું લેબલ આપીએ,
આપ શું કહો ?
અમે એને દુઃખ કહીએ. કારણ કે આ કમેં આપેલી અનુકૂળતા છે, આત્માની નથી અને ‘કર્મજનિત સુખ તે દુ:ખરૂપ, સુખ તે આતમઝાંખ.’ કર્મથી મળનારું સુખ આપણું છે જ નહિ તો તેના પાછળ દોડાદોડ શી કરવાની ? સુખ કર્મથી મળે છે માટે જ જોઇતું નથી. ઘરમાં કુતરું આવે તો હડ કરીને કાઢો ને ? તેમ આપણને મળેલું સુખ પણ કર્મયોગે મળ્યું હોવાથી કાઢી નાંખવું છે. કૂતરું કદાચ કરડે કે ન કરડે પણ કર્મ તો કરડ્યા વિના નહિ રહે. તેથી આઘા રહેવું. સ0 સુખના દ્વેષી બનવાનું ?
હવે બરાબર સમજયા. આપણે દુ:ખના દ્વેષી તો અનાદિકાળથી છીએ, હવે સુખના ઢષી બનીએ તો ધર્મ કરવાની લાયકાત આવશે. કોઈ ખાવાપીવા વગેરેની અનુકૂળતા આપે તોપણ આપણે ભોગવવી નથી. ૨૮૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સ0 સુખ મળે તો સમાધિ થાય, પણ દુઃખમાં આર્તધ્યાન કેમ થાય છે ?
દુઃખ ભોગવવાનો અધ્યવસાય નથી માટે આર્તધ્યાન થાય છે, દુઃખ આવવાના કારણે નહિ. તમને દુઃખમાં આર્તધ્યાન તો ખબર છે, પણ સુખમાં સમાધિ રહેવી – એ પણ એક આર્તધ્યાન છે : એની ખબર નથી લાગતી. આર્તધ્યાન ચાર પ્રકારનાં છે. અનિષ્ટનો યોગ એ જ આર્તધ્યાન છે એવું નથી, ઇષ્ટમાં રતિ થાય તે પણ આર્તધ્યાન છે અને સુખનું નિયાણું કરવું એ પણ આર્તધ્યાન છે. તમે સુખ મળવું અને દુ:ખ ટળવું એને સમાધિ કહો છો, શાસ્ત્રકારો કહે છે – સુખ માંગવું નહિ અને દુઃખ જાય - એવી પ્રાર્થના ન કરવી તેનું નામ સમાધિ.
આપણે વિહારચય પરીષહની વાત શરૂ કરી હતી. તેમાં સંગમાચાર્યની કથા આવી છે. અહીં કથામાં આચાર્યભગવંતનાં વિશેષણ તરીકે કરુણાભંડાર, વાત્સલ્યનિધિ, મહાપ્રભાવક વગેરે નથી જણાવ્યાં. અહીં જણાવે છે કે સમસ્ત જગતના પદાર્થોને જણાવવા માટે સૂર્યસમાન તેજસ્વી જ્ઞાન જેમનું હતું તેવા તે આચાર્ય હતા અને સાથે જ્ઞાપાલનમાં તત્પર હતા. કર્મયોગે તેમનું જંઘાબળ ક્ષીણ થયું હોવાથી તેઓ એક સ્થાને રહી ગયા અને પોતાના સિંહ નામના શિષ્યને સમસ્ત ગણને લઇ નવકલ્પી વિહાર માટે અન્યત્ર મોકલી આપ્યા. પોતે મકાનના નવ ભાગ કલ્પીને એક મકાનમાં પણ યથાશક્તિ નવકલ્પી વિહારની આજ્ઞાનું પાલન કરતા હતા અને અંતમાં ભિક્ષાથી નિર્વાહ કરતા હતા. તેમના આજ્ઞા પ્રત્યેના બહુમાનથી અને આજ્ઞાપાલનના અનુરાગથી શાસનની અધિષ્ઠાયક દેવી પ્રસન્ન થઇ તેમના સાન્નિધ્યમાં રહેતી હતી. ભક્તવર્ગ અનુકૂળ હોવા છતાં આહારાદિની અનુકૂળતા ભોગવવાનું કામ તેઓ કરતા ન હતા. એક વાર સિંહ આચાર્યે પોતાના દત્ત નામના શિષ્યને આચાર્યભગવંતની શાતા પૂછવા મોકલ્યા. પેલા દત્તસાધુ આવ્યા પણ આચાર્યને એ જ મકાનમાં જો અને તેમને શિથિલાચારી માની તેમની સાથે ન ઊતર્યા અને બાજુના ઝૂંપડામાં ઊતર્યા. ગોચરી વખતે આચાર્ય ભગવંત અંતકાંત આહારવાળાં ઘરોમાં લઇ ગયા, પણ પેલો તો કશું વહોરતો નથી. આથી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૮૫
Page #147
--------------------------------------------------------------------------
________________
આચાર્યભગવંત એક ઘરે લઇ ગયા જયાં વ્યંતરીના ઉપદ્રવના કારણે છે મહિનાથી એક બાળક રોતું હતું તેને એક ચપટી વગાડી વ્યંતરીને ભગાડી શાંત કર્યું. તેથી ઘરના લોકોએ અત્યંતભાવથી મોદકની વિનંતિ કરી. તે પેલા સાધુને વહોરવા કહ્યું અને પોતે પોતાની ભિક્ષા બીજા ઘરેથી લેવા ગયા અને સાધુને મુકામમાં મોકલ્યો. આચાર્ય અંતકાંત ભિક્ષા લઇને પાછા ફર્યા છતાં પેલો વિચારે છે કે – આ બીજેથી સારી સારી ગોચરી લઇ આવશે. સાંજે આચાર્યે પ્રતિક્રમણ વખતે ધાત્રીપિંડની આલોચના કરવા કહ્યું તો પેલો કહે છે કે “મેં નથી લીધો તમે અપાવ્યો હતો.’ આ સાધુની આવા આચાર્યભગવંત પ્રત્યે અનાદરવાળી ઉદ્ધતાઇ જોઇને શાસનદેવીને ગુસ્સો આવ્યો. તેથી તેણે મુશળધાર વરસાદ વરસાવ્યો, ઘોર અંધકાર કર્યો. પેલો સાધુ ભય પામીને આચાર્યના નામે બૂમ પાડે છે કે આપ ક્યાં છો ?” ત્યારે આચાર્યે આંગળી ઊંચી કરી. દેવીના પ્રભાવે તેમાં પ્રકાશ થયો. પેલો દત્ત સાધુ એ દિશામાં આવ્યો. પણ મનમાં વિચારે છે કે આ તો દીવો પણ રાખતા થઇ ગયા છે. આથી છેવટે શાસનદેવીએ તેને ઠપકો આપ્યો અને આચાર્યની પ્રશંસા કરી. અહીં સંગમાચાર્યું જે રીતે ચર્ચાપરીષહ જીત્યો, મકાનના નવ ભાગ કલ્પીને પણ નવકલ્પી વિહાર સાચવ્યો, એક સ્થાને રહેવા છતાં સ્થાન પ્રત્યે કે વ્યક્તિ પ્રત્યે મમત્વ ન કર્યું તેમ જ ભક્તના આહારમાં આસક્ત ન થયા તે રીતે દરેક સાધુએ ચર્ચાપરીષહ જીતવો.
(૧૦) નૈધિકાપરીષહ : ચર્ચાપરીષહ પછી નૈધિકાપરીષહ જણાવ્યો છે. જેમ વિહારમાં જે કાંઇ વસતિ વગેરે સંબંધી કષ્ટ આવે તે વેઠી લેવાના છે તે જ રીતે સ્વાધ્યાયભૂમિમાં પણ સાધુ રાગ કે દ્વેષને આધીન ન થાય. સ્મશાનમાં હોય, શૂન્યગૃહમાં, વૃક્ષ નીચે કે કોઇ પણ સ્થાને સાધુ એકલો રહેલો હોય ત્યારે કૌમુચ્ય અર્થાત્ હાસ્યાદિ દુષ્ટ ચેષ્ટાઓ ન કરે અને બીજાને ત્રાસ પણ ન પમાડે. ત્યાં રહેલા સાધુને ઉપસર્ગ વગેરે આવે તો સારી રીતે સહન કરે, ભયની શંકાથી ભયભીત
ન થાય તેમ જ તેવી શંકાથી એક આસનથી ઊઠી બીજે આસને ન જાય. પરંતુ દરેક પ્રકારનાં દુઃખ વેઠવાની તૈયારીથી નિશંકપણે રહે.
સુધા, પિપાસા વગેરે શરીરસંબંધી દુ:ખો બતાવ્યા પછી માનસિક દુઃખનો અનુભવ થાય ત્યારે તેને કેવી રીતે સહેવાં – એ પણ જણાવવાનું શરૂ કર્યું છે. દુ:ખ વેઠવા માટે સાધુપણું છે, દુ:ખ ટાળવા માટે નહિએટલું યાદ રાખવું. આ વાત સાધુપણાની જ નથી. દુ:ખ તો ગમે ત્યાં ભોગવવું પડવાનું જ છે. દુ:ખ ભોગવવાનો અભ્યાસ ગૃહસ્થપણામાંથી પાડીને આવે તો તેને સાધુપણાનું પાલન સુકર બની જાય. બેસવું કઇ રીતે, ઊઠવું કઈ રીતે, ચાલવું કઇ રીતે તે દરેક ક્રિયા બતાવી છે. કોઇ પણ ઠેકાણે આરામ કરવાની વૃત્તિ જાગી ન જાય, સુખશીલતાની છાયા પડી ન જાય એની ચિંતા શાસ્ત્રકારોએ કરી છે. તેથી ચર્યા, નૈધિકા, શપ્યા વગેરે પરીષહ જણાવ્યા છે. દુ:ખ ભોગવવાની તૈયારી વિના ભગવાનનો એ કે આચાર પળાય એવો નથી. સ0 પરિષદો સહન કરતી વખતે વેદના અસહ્ય હોય તો તેમાં પ્રેરણાબળ
કયું છે ?
કર્મનિર્જરાનું. સ0 વેદના પ્રત્યક્ષ છે અને નિર્જરા તો પરોક્ષ છે.
નિર્જરા તમને દેખાતી નથી કારણ કે તમારાં નેત્રો બિડાયેલાં છે. જ્યારે સાધુભગવંતોનાં નેત્રો ખુલ્લાં છે. તેથી જ તેઓ અસહ્ય વેદનામાં પણ કર્મનિર્જરાને જોઇને જ મજેથી વેઠવાનું કામ કરે છે. સાધુભગવંતનાં નેત્રો ખુલ્યાં હોવાથી તેઓ બીજાનાં પણ નેત્રો ખોલવાનું કામ કરે છે. આથી જ તો રોજ ગુરુની સ્તવનામાં બોલીએ છીએ કે નેત્રમુન્મીલિતં યેન’. અત્યાર સુધી તો કાન અને આંખ બિડાયેલાં હતાં તેથી જ આપણે રખડી રહ્યા છીએ. ભગવાને દેશના ઘણી આપી છતાં આપણા કાન જ ખુલ્લા ન હતા અને ભગવાને સમસ્ત સંસારનું સ્વરૂપ બતાવ્યું છતાં આપણાં નેત્રો જ ખુલ્લાં ન હતાં. અત્યાર સુધી આંખ-કાન બંધ રાખી મોઢું ચાલુ રાખવાનું કામ કર્યું છે. હવે આંખ અને કાન ખુલ્લાં રાખીને મોટું બંધ કરતા શીખી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૮૭
૨૮૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #148
--------------------------------------------------------------------------
________________
જવું છે. નેત્ર ઊઘડે તો કર્મનિર્જરા દેખાય જ. જેને કર્મનિર્જરા ન દેખાય તેનું સાધુપણું આજે નહિ તો કાલે છૂટી જ જવાનું. ગમે તેટલું કષ્ટ પડે તોપણ આસનની સ્થિરતા છોડવી નથી. અન્ય રામાયણમાં વાલ્મિકી ઋષિનો પ્રસંગ આવે છે. રામચંદ્રજી વનવાસમાં ગયા ત્યારે વાલિયો ચોર સાથે આવવા તૈયાર થયો. રામચંદ્રજીએ તેને ત્યાં જ ‘રામ, રામ' બોલવાનું,
જ્યાં સુધી પાછા ન ફરે ત્યાં સુધી બોલવાનું કહ્યું. ચૌદ વરસે પાછા ફર્યા ત્યારે જોયું તો આજુબાજુમાં માટીના રાફડા તૈયાર થયા હતા. તેમાં ‘રામ, રામ'નો અવાજ આવ્યો. જોયું તો જટાધારી એવો વાલિયો ચોર હતો. આ જાપના પ્રભાવે રામચંદ્રજીની કૃપાથી તે ઋષિ થયો. ચૌદ વરસની આવી આસનની સ્થિરતાના કારણે ચોર ઋષિ થઇ ગયો. જેનામાં આસનની સ્થિરતા ન હોય તે ઋષિમાંથી ચોર બની જાય. સાધુને ત્રણ કલાક તડકામાં ઊભા રાખે તોપણ તે મજેથી ઊભા રહે. સ્વાધ્યાય માટે બેઠા હોય તોપણ સ્વસ્થતાથી ત્રણ-ચાર કલાક બેસે ત્યાંથી ઊઠે પણ નહિ. આ આસનસ્થિરતાનુણ ત્રીજી દૃષ્ટિમાં આવે છે અને યોગીઓની લઘુનીતિવડીનીતિ અલ્પ હોય એટલે એના કારણે પણ આસનમાં વિક્ષેપ ન પડે. સાધુભગવંત કર્મનિર્જરા માટે સાધુ થયા છે અને ફરફર કરવાથી નિર્જરા ન થાય તેથી આસનની સ્થિરતા કેળવીને બેસે છે. સવ અમારે કર્મનિર્જરા અહીં બેસીને કરવી હોય તો ?
તો એ શક્ય નહિ બને. તમારે કર્મનિર્જરા કરવી હોય તો સાધુ થવું જ પડશે. તેથી આવો વિકલ્પ મગજમાંથી કાઢી નાખો. કર્મનિર્જરા માટે આસનની સ્થિરતા જરૂરી છે – આથી નૈષધિકાપરીષહ જણાવ્યો છે. આ પરીષહ ઉપર એક નાનકડી કથા છે. ગજપુર નગરમાં કુરુદત્ત નામના શ્રેષ્ઠિપુત્રો હતા. તેઓ સંવિગ્ન બન્યા તેથી દીક્ષા લેવા તૈયાર થયા. સંવિગ્ન એટલે મોક્ષની અભિલાષાવાળા. તેમને મોક્ષની અભિલાષા જાગી તો દીક્ષા લેવા તૈયાર થયા, તમારે ઘરમાં બેસીને કર્મનિર્જરા કરવી છે ને ? જો કર્મનિર્જરા કરવી હોય અને મોક્ષમાં જવું હોય તો દીક્ષા લેવી જ પડશે. આ સાધુએ ગુરુ પાસે દીક્ષા લીધી અને દીક્ષા લીધા પછી શ્રુતની ૨૮૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ઉપાસના કરી અને શ્રુતજ્ઞાનથી એકાકી વિહાર કરવાની યોગ્યતા પ્રાપ્ત કરીને એકાકી વિહાર કરવા માટે નીકળી પડ્યા. સમુદાયમાં રહીને કોઇનું કરવું ન પડે તે માટે એકાકી વિચરવાનું નક્કી કર્યું ન હતું, સમુદાયમાં રહીને કોઇની સેવા લેવી ન પડે માટે એકાકી વિચરવાનું નક્કી કરેલું. તેમની પાસે જ્ઞાન પરિપૂર્ણ હતું, સત્ત્વ પણ અપ્રતિમ હતું અને તે બેના યોગે ધીરતા પણ અસાધારણ કોટિની હતી. આ રીતે એક વાર સાકેતનગરમાં પ્રતિમા ધારીને તેઓ કાઉસ્સગ્રુધ્યાનમાં સ્થિર ઊભા હતા. એવામાં ત્યાંથી કેટલાક ચોરો ગાયોને ચોરીને તે માર્ગેથી આગળ ગયા. પાછળ ગાયને શોધવા નીકળેલા માણસોએ તે કાઉસ્સગ્રુધ્યાનમાં રહેલા સાધુભગવંતને પૂછ્યું કે “ચોરો કયા માર્ગે ગયા છે ?' ત્યારે પ્રતિમાધારી સાધુ કશું બોલ્યા નહિ. આથી ગુસ્સે થયેલા માણસોએ ત્યાં પડેલી ભીની માટીથી સાધુને માથે પાળ કરી અને એમાં અંગારા ભર્યા અને ત્યાંથી ભાગી ગયા. આ બાજુ સાધુભગવંત પોતાના આસનમાંથી ચલાયમાન થયા નહિ અને પોતાના શરીરને ઉદ્દેશીને કહે છે કે – “હે કલેવર ! તું આ પરીષહને સારી રીતે સહન કરી લે. અત્યારે તું સ્વાધીનપણે આ કર્મના વિપાકને સહન કરી લઇશ તો એ કર્મો પૂરાં થઇ જશે અને જો તું અહીં સ્વાધીનપણે સ્વેચ્છાથી દુ:ખોને સહન નહિ કરે તો તારે નરકાદિમાં પરાધીનપણે આ દુ:ખો સહન કરવાનો વખત આવશે અને એમાં પાછો કોઇ ગુણ પણ પ્રાપ્ત નહિ થાય...’ આ રીતે શુભધ્યાનમાં કાળ કરી તે મહાત્મા પરલોકે સિધાવ્યા. આમ જે રીતે આ મુનિએ નિષેધિકાપરીષહ સહન કર્યો તે રીતે સર્વ મુનિઓએ તે સારી રીતે સહન કરવો જોઇએ, મકાનમાં તડકો આવે કે પવન લાગે એટલામાત્રથી આસનબેઠક બદલી નાંખનારા આ પરીષહને પાળી નહિ શકે.
(૧૧) શધ્યાપરીષહ : જ્યારે જીવ જે સ્થિતિમાં હોય ત્યારે તે સ્થિતિને નભાવવાનું કામ કઇ રીતે કરવું - તે આ બાવીસ પરીષહમાં શીખવ્યું છે. સાધુભગવંતો કર્મના યોગે જે સંયોગોમાં મુકાય તે સંયોગોને નભાવીને જીવતા હોય છે. મમત્વ મારવા માટે વિહારપરીષહ છે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૮૯
Page #149
--------------------------------------------------------------------------
________________
વિહારમાં મુકામ કરવો પડે તો નૈષધિકાપરીષહ છે અને વિહારમાં રાત્રિ પસાર કરવા માટે ઉપાશ્રયની જરૂર પડવાની માટે શય્યાપરીષહ જણાવ્યો. શય્યા એટલે સૂવાનું સાધન - એવો અર્થ નથી કરવાનો. શય્યા એટલે વસતિ, રહેવા માટેની, ઊતરવા માટેની વ્યવસ્થા. વિહારમાં એક સ્થાને મુકામ કરવા માટે જે વસતિની જરૂર પડે તેને શય્યા કહેવાય. એ શય્યા ગમે તેવી મળે તોપણ તેને નભાવી લેવાની. કારણ કે વિહાર મમત્વ મારવા માટે છે. મમત્વ મરે તો જ્ઞાન મળી શકે. મમત્વના કારણે ભણવાનો સમય જ નથી મળતો. આજે તો અમારા વિહાર મમત્વને મારવાના બદલે મમત્વને વધારનારા છે. વિહારમાં અમારું જ્ઞાન નથી વધતું, એડ્રેસ વધે છે : આને વિહારપરીષહ ન કહેવાય. આજે તો ઉપાશ્રય પણ અમારા નામે ઊભા થવા માંડ્યા. સાધુમહારાજનો કે સાધ્વીજીમહારાજનો ઉપાશ્રય કહેવાય. આ ઉપાશ્રયોમાં અમારે કઇ રીતે રહેવાય ? તમારે આરાધના કરવી જ નથી, માત્ર અમને આરાધનાની અનુકૂળતા આપવા માટે તમે ઉપાશ્રય બંધાવો છો ને ? સ૦ સાધુસાધ્વીને અનુકૂળતા નહિ કરી આપવાની ?
સાધુસાધ્વીને અનુકૂળતા કરીને નહિ આપવાની, સાધુસાધ્વીને અનુકૂળ બને એવું કરવું. સાધુસાધ્વીને અનુકૂળતા આપવા માટે કાંઇ પણ કરો એટલે એમને દોષ લાગવાનો. એના બદલે તમે જાતે જ એવું કરો કે સાધુસાધ્વીને અનુકૂળ થાય. તમને આરાધના કરવા માટે પણ પૌષધશાળાની જરૂર તો પડવાની જ ને ? તો તમે શ્રાવક-શ્રાવિકા પૌષધશાળા તરીકે ઓળખાવી શકો ને ? છતાં સાધુસાધ્વીના નામે ચઢાવો છો ને ? સ૦ વિહારધામ તો આપના માટે જ બનાવાય છે ને ?
એ તો તમે બનાવતા નથી, માટે અમારે બનાવવો પડે. તમે જાતે નક્કી કરો કે મારાં સાધુસાધ્વીને વિહારમાં તકલીફ પડવી ન જોઇએ. તમે લોનાવલામાં બંગલો બનાવ્યો ને ? તો વિહારમાં તમે તમારો બંગલો ન બનાવી શકો ? સાતસો ઘર છે. દરેક જણ એક એક સ્થાને બંગલો બનાવે. રજાના દિવસોમાં ત્યાં આરાધના કરવા જવાનું. આટલું બને ને? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૯૦
નહિ તો ત્યાં ગામવાળાને બે સ્થાન ઊભાં કરી આપવાનાં. એ લોકો વાપરે અને સાધુસાધ્વી આવે ત્યારે ઊતરવા વ્યવસ્થા કરી આપે. બાકી સાધુસાધ્વી જો આ ધામો બંધાવવાનું કામ કરે તો તેઓ દોષના ભાગીદાર બનવાનાં. આ બધું તમે સમજો તો સાધુસાધ્વીને આરાધના સરળ બને. તમે ઘરમાં રાંધો છો તો સાધુસાધ્વી માટે રાંધો છો ? કે તમારા માટે રાંધો છો ? લાભ લેવા માટે બનાવવાનું નથી, હશે તો લાભ મળશે એ ભાવ રાખવો છે.
અહીં જણાવે છે કે – શય્યા ઊંચી-નીચી ભૂમિવાળી હોય તેવા વખતે તપસ્વી, ભિક્ષુ, સમર્થ એવો સાધુ એક સ્થાનેથી બીજે સ્થાને જવા દ્વારા સ્વાધ્યાયની વેળાની અતિક્રમણ ન કરે. જે પાપષ્ટિ સાધુ હોય તે જ આવી શય્યામાં પ્રદ્વેષ આદિ કરવા દ્વારા પોતે હણાય છે. અહીં તપસ્વી એટલા માટે જણાવ્યું કે તપના કારણે સાધુનું શરીર કૃશ બની ગયું હોય, ભિક્ષુ હોવાથી તેઓ અકિંચન હોય અર્થાતોૢ તેમની પાસે કશું અનુકૂળ સાધન ન મળે. તેમ જ આ રીતે શરીર કે સંયોગો પ્રતિકૂળ હોવા છતાં મનવચનકાયાનું વીર્ય જેનું પ્રશસ્ત કોટિનું છે એવો સાધુ ત્યાં ક્લેશને ન પામે. પોતાના વીર્યના યોગે ગમે તેવી શય્યાનો પરીષહ સહન કરી લે. આથી જ આગળ જણાવે છે કે સાધુપણાને અનુકૂળ વિવિક્ત એવી વસતિ મળ્યા પછી પણ સાધુ તેનાં વખાણ ન કરે. ગમે તેવી કલ્યાણકારી વસતિ હોય કે પ્રતિકૂળ વસતિ હોય તોપણ ‘એક રાત્રિ પસાર કરવામાં શું ફરક પડવાનો છે ?' એમ વિચાર કરીને તેમાં હર્ષ પણ ન પામે અને ખેદને પણ ધારણ કરે નહીં.
=
આપણે આપણી સહનશક્તિ ક્યાં સુધી વિકસાવવાની છે - એનો અંદાજ આવે એ માટે આપણે પરીષહોને જીતનારા મહાત્માઓનાં ચરિત્ર સાંભળીએ છીએ, માત્ર મહાપુરુષોની અનુમોદના કરવા માટે નહિ. શક્તિ ન હોય તો મેળવવી છે, કેળવવી છે અને કેળવીને દુ:ખ ભોગવ્યા વગર નથી રહેવું. શય્યાપરીષહમાં આપણે જોઇ ગયા કે - ‘એક રાતનો જ સવાલ છે, ક્યાં આખી જિંદગી કાઢવાની છે' - એમ વિચારીને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૯૧
Page #150
--------------------------------------------------------------------------
________________
સાધુભગવંતો ગમે તેટલો અનુકૂળ ઉપાશ્રય મળે કે પ્રતિકૂળ ઉપાશ્રય મળે તોપણ તેમાં રતિ કે અરતિ ન કરે. અહીં ગાથામાં વિવુિં કરિશ્નડું આટલું જે પદ છે તેમાં એકરાત્રિની વાત જિનકલ્પિકને આશ્રયીને જણાવી છે. બાકી વિરકલ્પી મહાત્માઓને માસંકલ્પનું પણ વિધાન છે. છતાં પણ તેઓ પણ આ જ રીતે વિચાર કરે કે “અહીં ક્યાં કાયમ રહેવાનું છે ?' અને ઉપાશ્રયાદિ પ્રત્યે મમત્વ ધારણ ન કરે. જિનકલ્પી મહાત્માઓ તો એક જ રાત્રિ રોકાય. સ0 સંઘ વિનંતિ કરે તોપણ ન રોકાય ? - વિનંતિ કરે તો તો ન જ રોકાય. કારણ કે પરિચય થયા પછી દોષો લાગવાની સંભાવના પૂરેપૂરી છે. આથી જ તેઓ પરિચય થવા પહેલાં જ નીકળી જાય. વંદિત્તાસૂત્રમાં પણ કહ્યું છે કે આ મારા પરિચિત છે, સગા-સંબંધી છે, તેમની નિશ્રામાં ઉપધાન-સંઘ વગેરે અનુષ્ઠાન કરાવ્યાં છે માટે તેમને વહોરાવવું તે બારમા વ્રતમાં અતિચાર છે. માત્ર આ ભગવાનના સાધુ છે, આગળ વધીને સુસાધુ છે – એમ સમજીને જ વહોરાવવાનું તો દોષ ન લાગે. તેથી સાધુભગવંતો ગૃહસ્થનો પરિચય ન કરે, મમત્વ ન થાય માટે આચારનું પાલન કરે, સાધુપણું પાળવાનું કામ સહેલું છે પણ ગુરુની આજ્ઞામાં રહીએ તો.
અહીં શય્યાપરીષહમાં કથા આપી છે. આ કથાનો સાર એટલો જ હશે કે આ પરીષહ સારી રીતે વેઠીને કાળધર્મ પામી દેવલોકમાં ગયા હશે. એક વસ્તુ નક્કી છે કે દુઃખ ભોગવ્યા વિના ધર્મ થઇ શકે – એમ નથી. એક વાર આચાર્યભગવંતે કહેલું કે આજ્ઞા મુજબ ખમાસમણું આપીએ તો કમર, ઢીંચણમાં દુ:ખાવો થયા વિના ન રહે. જો દુ:ખનો અનુભવ ન થાય તો સમજવું કે આજ્ઞા મુજબ ધર્મ કર્યો નથી. દુ:ખ ભોગવવા માટે તો દીક્ષા છે, માટે જ સૃષ્ટીય રીક્ષા / કહ્યું છે. આ દુ:ખથી ગભરાવવાની વાત નથી. દુ:ખ જોવાથી લોકો ઊભગી જશે – એવું નથી. ચાલનાર માણસને પડવાનો ભય છે, ધંધો કરનારને નુકસાનીનો ભય છે, રસોઇ કરનારને અગ્નિનો ભય છે, વાહન ચલાવનારને અકસ્માતનો ૨૯૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ભય છે, પરિગ્રહ રાખનારને ચોરીનો ભય છે. છતાં કોઇએ એકે કામ કરવાનું બંધ કર્યું ? તો અહીં શા માટે દુ:ખનો ભય સતાવે ? દીક્ષાને
ટ્ટાર કે ઝુલાયિની નથી કહી, #ષ્ટ્રીય કહી છે. દીક્ષા દુ:ખ આપતી નથી, પરંતુ દુઃખ ભોગવવા માટે છે. દુઃખ તો પાપના ઉદયે આવે છે, દીક્ષા લેવાથી નહિ. તેથી દીક્ષા લેવા તૈયાર થયું છે, દુ:ખનો ભય નથી રાખવો. તમે દુ:ખનો ભય રાખો તો ધંધો કરી શકો ? સત્યાં તો સામે ધનની કમાણી દેખાય છે.
તો અહીં પણ મોક્ષ મળવાનો છે – એ દેખાય છે. જ્ઞાનનો, શ્રદ્ધાનો, ચારિત્રનો આનંદ વર્તાય છે. તમને ધન મળ્યા પછી જે પ્રસન્નતા મળે તેના કરતાં અમારી પ્રસન્નતા ચઢિયાતી છે. સાધુની પ્રસન્નતા તો બાર મહિને અનુત્તરની પ્રસન્નતાને વટાવી જાય. સ0 દુ:ખ દુ:ખ ન લાગે.
એટલું જ નહિ, ઉપરથી દુ:ખમાં સુખ જ દેખાય. એ દુઃખની વચ્ચે પણ કર્મનિર્જરાનું દર્શન સુખ આપે છે. તમે ધંધામાં પ્રમાદનો ત્યાગ કરો છતાં પ્રસન્નતા હણાય નહિ ને ? તો સાધુ અપ્રમત્તપણે દુ:ખ વેઠે છતાં તેમની પ્રસન્નતા ન હણાય - એમાં નવાઇ નથી ને ? જે કાંઇ તકલીફ છે. તે કર્મનિર્જરાના આશયની છે, અપ્રમત્તપણાની નહિ,
કૌશાંબી નગરીમાં યજ્ઞદત્ત નામના બ્રાહ્મણને સોમદત્ત અને સોમદેવ નામના બે પુત્ર હતા. જેમણે મહાશયવાળા થઇ અને ભાવથી ઉદ્દવિગ્ન થઇને સોમભૂતિ નામના મુનિ પાસે દીક્ષા લીધી. તેમનો આશય મહાન હતો. મહાન આશય એટલે મોક્ષે જવાનો આશય અને આવો આશય ક્યારે પ્રગટે તે માટે ભવોદ્વિગ્ન વિશેષણ આપ્યું છે. હવે સમજાય છે ને કે ભવનો - સંસારનો ઉદ્વેગ થાય તો મોક્ષનો આશય પ્રગટે. સંસારમાં દુ:ખ દેખાય તો ચારિત્રમાં સુખ દેખાય. જયાં સુધી સંસારમાં આનંદ આવે છે ત્યાં સુધી ચારિત્રમાં દુઃખ દેખાવાનું જ. દીક્ષા લીધા બાદ બંન્ને શ્રતના પારગામી બન્યા અને પોતાના સ્વજનોને પ્રતિબોધવા કૌશાંબી નગરીમાં આવ્યા. પરંતુ સ્વજનો અવંતીનગરીમાં ગયા હોવાથી ત્યાં જવા નીકળ્યા. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૯૩
Page #151
--------------------------------------------------------------------------
________________
રસ્તામાં એક ગામમાં મુકામ કર્યો. તે ગામમાં બ્રાહ્મણો પણ દારૂ પીતા હતા. તેમણે પ્રવાહીમાં ભેગી કરી દારૂ વહોરાવી દીધી. તેના આહાર બાદ બંને મહાત્માઓને ખ્યાલ આવ્યો કે પોતે ભૂલમાં મદિરા વાપરી લીધી છે. અજ્ઞાન કે પ્રમાદવશ પણ આ રીતે અભક્ષ્યભક્ષણ થયું તેથી તેમણે નક્કી કર્યું કે હવે આહારનો ત્યાગ કરી અનશન સ્વીકારવું. આપણે હોત તો વિચાર કે – ‘બીજી વાર ધ્યાન રાખીશું.’ તેમણે એવું ન વિચાર્યું અને નદીના કાંઠે એક પાટિયા ઉપર ઊભા રહી પાદોપગમન અનશન સ્વીકાર્યું. નદીમાં ઓચિંતું ધોધમાર વરસાદને લઇને પૂર આવ્યું. તેમાં પાટિયું તણાયું. છતાં આ મહાત્મા વૃક્ષની જેમ ઊભા રહ્યા. પાણીમાં જળચર પ્રાણીઓ કરડ્યા છતાં સ્થાન છોડ્યું નહિ અને પ્રાણાંત કષ્ટ વેઠી દેવલોકમાં ગયા. આ રીતે બધા સાધુઓએ શયાપરીષહ વેઠવો જોઇએ.
(૧૨) આક્રોશપરીષહ : વસતિમાં ઊતર્યા પછી કોઇ અપમાન કરે કે “અહીં કોને પૂછીને ઊતર્યા છો ? કોણે રજા આપી, ચાલ્યા આવો છો'... આવો આવો આક્રોશ કોઇ કરે તો સાધુભગવંત સામે ગુસ્સો ન કરે. કારણ કે આ રીતે ગુસ્સો કરનારની સામે ગુસ્સો કરવાનું કામ બાળજીવો કરે છે, અજ્ઞાનજીવો કરે છે. અજ્ઞાન માણસો ગુસ્સો કરે ને સાધુ પણ ગુસ્સો કરે, મૂર્ખ માણસો પ્રતિકાર કરે ને સાધુ પણ પ્રતિકાર કરે, બાળજીવો ફરિયાદ કરે ને સાધુ પણ ફરિયાદ કરે, અજ્ઞાની બચાવ કરે ને સાધુ પણ બચાવ કરે તો સાધુ અને અજ્ઞાનીમાં ફરક શું ? અહીં બીજી ગાથી જણાવતાં પહેલાં એક નાની કથા જણાવી છે. એક મહાત્મા માસક્ષમણના પારણે માસક્ષમણ કરતા હતા. તેમની આરાધનાથી પ્રસન્ન થઇ એક દેવી તેમની ભક્તા બની હતી તેથી રોજ તેમને વંદન કરવા આવતી. આજે તો રોજ વંદન ન કરનારા પણ અમારા પરમ ભક્તમાં ગણાય. એક વાર એક બ્રાહ્મણે ત્યાં આવીને સાધુ પ્રત્યેના દ્વેષથી આક્રોશ કર્યો. સામે સાધુએ પણ કર્યો. બંન્નેએ બાથંબાથ કરી. અંતે બ્રાહ્મણ બળવાન હતો ને સાધુ કુશશરીરવાળા હોવાથી બ્રાહ્મણે તેમને પાટુ મારીને પાડીને અધમુઆ કરી નાંખ્યા. સાંજે દેવી વંદન કરવા આવી તો સાધુએ
ધર્મલાભ ન આપ્યો. દેવીએ પૂછ્યું તો સાધુએ કહ્યું કે – “શું ધર્મલાભ આપે ? તું તો નામની ભક્ત છે. સવારે પેલો બ્રાહ્મણ મને આટલું મારીને ગયો ત્યારે તું ક્યાં ગઇ હતી ?” દેવીએ હસીને કહ્યું કે – “હું ત્યાં જ હતી. પણ હું વિચાર કરતી હતી કે આ બેમાંથી સાધુ કોણ છે અને બ્રાહ્મણ કોણ છે !' આ સાંભળતાંની સાથે સાધુભગવંતને પોતાની ભૂલ સમજાઇ ગઈ. તેમણે તરત પોતાની ભૂલનું મિચ્છામિ દુક્કડે માંગ્યું. બ્રાહ્મણ પણ આક્રોશ કરે અને જૈન સાધુ પણ આક્રોશ કરે તો એમાં ફરક શું ? સ0 ભૂલનો સાચો પશ્ચાત્તાપ કોને કહેવાય ?
આપણી ભૂલ દેખાય તો ભૂલનો સાચો પશ્ચાત્તાપ થયો એમ સમજવું. સામા માણસની ભૂલ જયાં સુધી દેખાય છે ત્યાં સુધી પશ્ચાત્તાપ સાચો નથી - એમ સમજી લેવું. સ0 આપણી ભૂલ ન હોય તો ?
આપણી ભૂલ અત્યારની ન હોય તોય પહેલાંની તો છે જ, તેથી જ તો દુ:ખ વેઠવાનો વખત આવ્યો. માત્ર આપણી જ ભૂલ દેખાય અને એના કારણે જ પશ્ચાત્તાપના આંસુ આવે તો તે સાચાં સમજવાં. ભગવાને છેલ્લા ભવમાં શું ભૂલ કરેલી ? છતાં પણ ગોવાળે કાનમાં ખીલા ઠોક્યા, ભગવાનના પગ ઉપર ખીર રાંધી... આ બધું જ દુ:ખે ભગવાને પોતાની ભૂલ સમજીને જ ભોગવી લીધું. તેથી બીજો વિચાર નથી કરવો. કોઇ ગમે તેટલો આક્રોશ કરે - આપણે એની સામે આક્રોશ નથી કરવો. નહિ તો જ્ઞાની અને અજ્ઞાનીમાં કોઇ ભેદ જ નહિ રહે.
આક્રોશપરીષહ ક્યાં સુધી સહન કરવાનો છે એ જણાવવા માટે બીજી ગાથા આક્રોશપરીષહમાં જણાવી છે. તકલીફ એક જ છે કે આપણી પાસે શરીરશક્તિ સારામાં સારી હોવા છતાં સહનશક્તિ નથી. માર ખમવા માટે શરીરશક્તિ જો ઇએ અને વચન સહન કરવા માટે સહનશક્તિ જોઇએ છે. આ સહનશક્તિ સહન કરવાની વૃત્તિમાંથી પ્રગટે છે. અશક્તિ એ અધર્મનું કારણ નથી, તિતિક્ષાનો અભાવ અધર્મનું કારણ છે. તિતિક્ષા એટલે દીનતા વિના સહન કરવાની ભાવના. આપણી પાસે શક્તિ નથી
૨૯૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૯૫
Page #152
--------------------------------------------------------------------------
________________
માટે આપણે ધર્મ નથી કરતા - એવું છે જ નહિ. આપણી પાસે શક્તિ હોવા છતાં સહન કરવાની વૃત્તિ નથી માટે આપણે ધર્મ કરતા નથી. એક વાર સહનશક્તિ કેળવવાનો ઇરાદો પ્રગટે તો સહન થાય એવું છે. આ આક્રોશપરીષહ ઉપર બે ગાથામાં બે કથા આપી છે – આના ઉપરથી પણ સમજાય એવું છે કે આ પરીષહ જીતવાનું કામ સહેલું નથી. ગમે તેટલું થાય તો પણ મોટું ખોલવું નથી – આટલું નક્કી કરી લેવું છે – પછી કોઇ તકલીફ જ નથી. સ0 અણધાર્યા દુઃખ આવે તો સહન કેવી રીતે કરવું ?
અણધાર્યા દુ:ખ પણ તમે સહન કરો જ છો ને ? બીજા કોઇ જો ગુસ્સો કરે તો તરત કહે કે “તારા બાપનું નથી ખાતા.” આવાઓ પણ પાછા બાપના સામે થાય. એવાને કહેવું પડે કે – “જે બાપનું ખાવું છે તેની સામે તો ન બોલવાનો નિયમ રાખો !' મા-બાપ ગુસ્સે થાય તો જવાબ આપે અને પત્ની ગુસ્સો કરે તો ચૂપચાપ સાંભળી લો ને ? બંન્ને અણધાર્યું જ બોલે છે છતાં એકનું ખમાય છે અને બીજાનું ખમાતું નથી : એનું કારણ અસહનશીલતા નથી – એ તો સમજાય ને ? સહન કરવાનો અભ્યાસ તો છે જ, દીનતા વિના દરેકનું વેઠી લેવું છે.. સ0 સહન તો કરી લઈએ પણ મનમાં ઘમસાણ ચાલુ હોય.
એ ભલે રહી. એક વાર વચનને કાબૂમાં રાખો તો પછી મનને પહોંચી વળાશે. ઊછળતું હોય તો થોડું જોર આપીને દબાવવું પડે ને ? તેમ અહીં પણ મનમાં ઊછળતું હોય તો મનને દબાવવા માટે થોડું જોર વધારે આપવાનું, સાઇકલ ચલાવતી વખતે ચઢાણ આવે, બમ્પ આવે તો સાઇકલ ઉપરથી ઊભા થઇને પણ પેડલ જોરથી મારે ને ? તેમ મન અકળાતું હોય તો જોરથી દબાવવાનું ? સ0 વારંવાર બમ્પ આવતા હોય તો કેટલું જોર અપાય ?
તો એવા વખતે એવો રસ્તો છોડી દેવો. સીધા રસ્તે ચાલવા માંડવું. ભગવાને આ મોક્ષમાર્ગને ઋજુમાર્ગ કહ્યો છે. કારણ કે આ રસ્તો સરળ છે, જ્યારે સંસારનો માર્ગ તો વક્ર છે. માટે એ માર્ગ છોડી દેવો છે.
સહન કરવા માટે આક્રોશ દબાવવો જ પડશે. અગ્નિ અંદર ગમે તેટલો બળતો હોય, ધખધખતો હોય પણ એ અંગારા ઉપર રાખ ઢાંકી દેવાની. રાખ ઊડી જાય તો વધુ રાખ નાંખવાની.
અહીં જણાવે છે કે પરુષ એટલે કઠોર ભાષા સાધુસાધ્વીને સાંભળવા મળે તો; પાછાં આ વચન કેવાં છે તે માટે જણાવે છે કે ઇન્દ્રિયોને કાંટાની જેમ ખૂંચે, જાણે કાનના કીડા પણ ખરી પડે એવાં દારુણ-નઠોરતાપૂર્વક બોલાયેલાં વચન હોય તોપણ તેવાં વચનો સાંભળીને તૂણીક-મૌનપણે તે વચનોની ઉપેક્ષા કરે, તેને મનમાં પણ ન લાવે. આક્રોશપરીષહ જીતવાનો ઉપાય આ જ છે કે મૌન રહેવું, ઉપેક્ષા કરવી અને મનમાં ધારી ન રાખવું. મારા ગુરુમહારાજ કહેતા હતા કે આપણે ટોપી ન પહેરી હોય અને કોઇ બૂમ પાડે કે – ‘ઓ કાળી ટોપીવાળા ભાઇ ! તમારું પાકીટ પડી ગયું છે.’ તો આપણે ઊભા રહીએ ખરા ? તે રીતે કોઇ ગમે તેટલા ગુસ્સાથી આપણા દોષો બતાવે તોપણ એ દોષ જો આપણામાં ન હોય તો આપણે તેની ઉપેક્ષા કરવી અને દોષ હોય તો કાઢવા માટે પ્રયત્ન કરવો. સ0 ખુલાસો ન કરવો ?
તમારું પાકીટ પડી ગયું હોય તો તમે ખુલાસો કરવા બેસો કે “હું વિચારમાં હતો એટલે ખ્યાલ ન આવ્યો, બાકી તો મને ધ્યાનમાં હતું જ ?” આવો કંઇ ખુલાસો કરો કે તમારો આભાર” કહીને ઉપાડીને ચાલવા માંડો ? તો અહીં શા માટે ખુલાસો કરવો ? કોઇ ગમે તેવો આક્રોશ કરે તોપણ તેનો દોષ છે - એવું મનમાં પણ લાવવું નહિ. ‘તેણે આવું કેમ કર્યું ?, તેને દ્વેષ હશે એટલે જ તે આવી રીતે મારી સાથે વર્તે છે, તેને કોઇકે ભરમાવ્યો હશે...” આવા બધા વિચાર કરવા જ નહિ. સ્વાધ્યાય કરવા બેસી જવું. મોટેથી બોલીને ગોખવું કે જેથી મનમાં આડાઅવળા વિચાર જ આવે નહિ. સ0 આપણા દોષને શોધવા વિચારવું ને ?
આપણા દોષોને તો જોવા જ છે, પણ પહેલાં બીજાના દોષો જોવાનું બંધ કરવું છે - બીજાના દોષો જોતાં અટકે તે પોતાના દોષોનો વિચાર
૨૯૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #153
--------------------------------------------------------------------------
________________
કરી શકે. બાકી તો આપણા નામે બીજાના દોષોની અનુપ્રેક્ષા કરવાની ટેવ સારી નથી. બીજાના દોષોની ઉપેક્ષા કરવી છે, તે માટે મૌન સેવવું છે અને મનમાંથી સ્મરણ કાઢવા માટે સ્વાધ્યાય મોટેથી બોલીને કરવો - આટલો ઉપાય ફાવે ને ?
અહીં આક્રોશપરીષહ જીતવા માટે અર્જુનમાળીનું દૃષ્ટાંત જણાવ્યું છે. સર્વ સંપત્તિઓના સ્થાનભૂત રાજગૃહ નામનું નગર હતું. રાજગૃહ એટલે ‘રાજાનું ઘર’ આવો અર્થ ન કરતાં નિઃશેષ સંપદાઓનું ગૃહ હતું. આ દુનિયાની અજાયબીઓનું સ્થાન હતું. આ નગરીમાં અર્જુન નામનો માળી હતો. તેને સ્કંધશ્રી નામની સ્ત્રી હતી. નગરની બહાર એક યક્ષનું મંદિર હતું. તે યક્ષની નિયમિતપણે આ અર્જુનમાળી પુષ્પપૂજા કરતો હતો. એક વાર તેની પત્ની તેને જમવાનું પીરસી યક્ષની પૂજા કરવા નીકળી, અર્જુનમાળી પણ આ રીતે જમીને પૂજા કરવા આવવાનો જ હતો.
આપણે કોઇને ખરાબ ન કહીએ એટલામાત્રથી બીજા આપણને ખરાબ નહિ કહે - એવો નિયમ નથી. આપણે બીજાને હેરાન ન કરીએ એટલે બીજા આપણને હેરાન ન કરે એવો ય નિયમ નથી. આપણે પાપ કરવું નથી અને બીજા આપણી પ્રત્યે પાપાચરણ આચરે તો તે વેઠી લેવું છે. આપણે જોઇ ગયા કે અર્જુનમાળીની પત્ની યક્ષના મંદિરમાં ગઇ. ત્યાં છ પુરુષો હાંસીમશ્કરી કરતા બેસેલા. એકલી સ્ત્રીને જોઇને છયે પુરુષો તેના પર તૂટી પડ્યા. પેલી સ્ત્રીએ ઘણા કાલાવાલા કર્યા. ‘મારા પતિ હમણાં આવી જ રહ્યા છે, મને છોડી દો.' છતાં પેલા પુરુષોએ ઉપરથી અર્જુનમાળીને બાંધી નાંખીને તેની સામે જ વિષયસેવનની પ્રવૃત્તિ શરૂ કરી. આ રીતે પોતાની નજર સામે આવી વિટંબણા થતી જોઇને અર્જુનમાળી વિચારે છે કે રોજ યક્ષની પૂજા કરું છું છતાં આવી આપત્તિમાં પણ મને સહાય નથી કરતો તેથી નક્કી આ યક્ષ છે જ નહિ... આપણી પણ આ જ દશા છે ને ? ધર્મ કર્યા પછી જો દુઃખ આવે તો ‘ધર્મમાં માલ નથી’ એવું લાગે ને ? આપત્તિ ધર્મ કરવાના કારણે આવે છે કે ભૂતકાળના પાપના ઉદયે આવે છે ? તો આવું જૂઠું શા માટે બોલવું કે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૯૮
માનવું ? ધર્મ કર્યા પછી પુણ્ય બાંધવાની ઇચ્છા છે, પાપ ભોગવવાની ઇચ્છા નથી - આના ઉપરથી માનવું પડે કે આપણામાં જ માલ નથી. ધર્મ પુણ્ય બાંધવા માટે નહિ, પાપ ખપાવવા માટે કરવાનો છે. જ્યાં સુધી પાપ બાકી હશે ત્યાં સુધી દુઃખ તો આવવાનું જ. ભગવાનજેવા ભગવાનને પણ છ મહિના સુધી સંગમે ઉપસર્ગ કર્યા ત્યારે ઇન્દ્રાદિ દેવતાઓ છ મહિના સુધી દીનમનસ્ક થઇને નાચગાનાદિ બંધ કરીને બેઠા હતા. ઇન્દ્રાદિ દેવતાઓ જોતા હોવા છતાં પણ ભગવાનને આવાં દુ:ખો ભોગવવાં પડ્યાં તો આપણને દુ:ખ આવે એમાં શી નવાઇ ? તેથી દુ:ખ આવ્યા પછી ધર્મને બદનામ કરવાનું પાપ નથી કરવું. દુ:ખ આવે તો એવું માનવાનું કે ધર્મ કરવાથી મારું પાપ ધોવાઇ જાય - એવું ન બને. ધર્મ કરવા છતાં ઘણાં પાપો ભોગવ્યા વગર પૂરાં થતાં જ નથી. કપડું મેલું થયું હોય ને તેના પર અત્તર છાંટીએ તો વસ્ર શુદ્ધ થઇ જાય કે એના માટે ધોકા મારીને સાબુ લગાડીને વસ્ર મસળવું પડે ? તેથી ધર્મીને
ઘેર ધાડ આવે છે’ - આવી માન્યતા કાઢી નાંખો. સારું કામ કરીએ તો વિઘ્નો આવવાનાં જ. એમાં આપણે ગભરાવાની જરૂર જ નથી. સારું કામ કરવાના કારણે વિઘ્ન-આપત્તિ નથી આવતી, સારું કામ કરતી વખતે ભૂતકાળના પાપના ઉદયે વિઘ્ન આવે છે. તેથી ધર્મ કરતી વખતે ગમે તેટલું દુ:ખ આવે તોપણ ધર્મની કે ભગવાનની ખામી માનવી નથી. સ૦ કોઇ ધર્મ કરતું હોય અને તેનો વ્યવહાર અપ્રમાણિક હોય તો તેવા વખતે આપણે શું કરવું ?
આપણે બીજાનો વ્યવહાર જોવા બેઠા એ જ આપણી અપ્રામાણિકતા છે. લોકો શું કરે છે - તેની સામે નજર માંડવી જ નથી. આથી જ શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે ધર્મ કરનારે ત્રણ અજીર્ણો જીતવાં. જ્ઞાનનું અજીર્ણ અહંકાર છે, તપનું અજીર્ણ ક્રોધ છે અને ક્રિયાનું અજીર્ણ પરતષ્ઠિ એટલે કે પારકી પંચાત છે. પારકી પંચાત શરૂ કરીએ એટલે સમજી લેવું કે આપણી ધર્મક્રિયા આપણને પચી નથી. આપણે આપણી આરાધના એકાગ્રતાપૂર્વક કરવી છે, કોઇની ઉપર નજર કરવી નથી. આપણી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૯૯
Page #154
--------------------------------------------------------------------------
________________
એકાગ્રતા ખંડિત થાય એવી રીતે કોઇની આરાધનાની ચિંતા કરવી નથી. આપણે પ્રભાવના કરવાની ઉતાવળ નથી કરવી. પ્રભાવના થાય તો સારી વાત છે, ન થાય તો પણ આરાધના કર્યા વિના નથી રહેવું.
અર્જુનમાળીએ આ રીતે વિચાર કર્યો કે જો યક્ષ હોત તો ભક્ત એવા મને સહાય કરત... આ સાંભળીને યક્ષે અર્જુનમાળીના શરીરમાં પ્રવેશ કર્યો. એટલે તરત અર્જુનમાળીએ બંધન તોડી નાંખ્યાં. તે છ પુરુષો અને સાતમી સ્ત્રીને મારી નાંખી. હવે તો આ રોજનો ક્રમ થયો કે છ પુરુષ અને સાતમી સ્ત્રીને મારીને પછી જ જંપીને બેસવું. આથી નગરના લોકો સાતના મૃત્યુ થયા વિના ઘરની બહાર નીકળતા જ નથી. એવામાં ત્યાં શ્રી મહાવીરપરમાત્મા સમવસર્યા. છતાં અર્જુનમાળીના ભયથી કોઇ ભગવાનને વંદન કરવા જતું નથી. આપણે હોઇએ તો જઇએ ? સુદર્શનશ્રેષ્ઠી વિચારે છે કે ત્રણે લોકને તારવા માટે સમર્થ એવા જિનેશ્વરભગવંતો હોતે છતે લોકો યક્ષથી કેમ ડરે છે?... આ વાત સાચી ને ? આવી કોઇ હિંમત આપે તો જઇએ ? સ0 નહિ જનારામાં સમકિતી પણ હશે ને ?
હતા. તેમની શ્રદ્ધામાં ખામી ન હોય, પણ સત્ત્વમાં ખામી હોય ને ? તમારી પાસે પણ ‘દીક્ષા લેવા જેવી છે” આ શ્રદ્ધા પાકી છે, પરંતુ સત્ત્વ કેવું છે ? શ્રદ્ધાની સાથે જે સત્ત્વની ખામી છે તેને પૂરી કરવી જ પડશે. સુદર્શનશેઠ તો વિચારે છે કે ભલે જે થવું હોય તે થાય હું ભગવાનને વંદન કર્યા વિના નહિ રહું. આથી તેઓ ભગવાનને વંદન કરવા માટે નીકળ્યા. રસ્તામાં પેલો અર્જુનમાળી યક્ષ તેમને મારવા માટે મુગરને દડાની જેમ ઉછાળીને તેમની તરફ ધસ્યો. આ બાજુ સુદર્શનશેઠ ચાર શરણાં સ્વીકારીને અને ઉપસર્ગ ન ટળે ત્યાં સુધી ચાર આહારનો ત્યાગ કરી કાઉસ્સગ્રુધ્યાનમાં ઊભા રહી ગયા. ‘શરીર સારું હોત તો ધર્મ સારો થાત, અકાળે અનશન કરવાનું શું કામ હતું, ભાવથી જ વંદન કરી લીધું હોત તો ચાલત, દ્રવ્યવંદન કરતાં પણ ભાવવંદન શ્રેષ્ઠ છે, થોડું સમજીને કામ કરવું જોઇએ...' આવું આવું આપણે વિચારીએ ને ? ધર્મ, શરીર ૩00
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સારું હોય તો થાય કે શરીરની મમતા ઉતારીએ તો થાય ? સુદર્શનશ્રેષ્ઠી ભગવાનના અતિશયને યાદ કરીને રક્ષા ઇચ્છતા નથી, સ્વયં ઉપસર્ગ સહન કરવા દુ:ખ ભોગવવા તૈયાર થઇ ગયા. તેમના આ તપના તેજના પ્રભાવે યક્ષ તેમની આજુબાજુ ફર્યા કરે છે પણ મુદ્રગર ઉપાડી શકતો નથી. સિંહની આજુબાજુ જેમ સસલું ફરે તેમ આ યક્ષ ફર્યા કરે છે. અંતે તેમની સમતાના તેજને સહન કરી ન શકવાથી કંટાળેલો યક્ષ મુગર લઇને અર્જુનમાળીના શરીરમાંથી નીકળીને જતો રહ્યો. આથી નક્કી છે ને કે દેવબળ કરતાં પણ ધર્મબળ અધિક છે. અર્જુનમાળી મૂચ્છ ખાઇને નિચેષ્ટપણે ત્યાં પડ્યો. થોડી વારમાં ચૈતન્ય આવ્યું. સામે સુદર્શનશ્રેષ્ઠીને જોયા. સુદર્શનશ્રેષ્ઠીએ પણ જોયું કે ઉપસર્ગ ટળી ગયો છે એટલે કાઉસ્સગ્ન પાર્યો. અર્જુનમાળીએ પૂછ્યું કે – તમે કોણ છો ? સુદર્શનશ્રેષ્ઠીએ પોતાનો પરિચય આપી બધો વૃત્તાંત જણાવ્યો. નિદ્રામાંથી જાગેલો જેમ સ્વપ્રને યાદ કરે તેમ તેણે બધું યાદ કર્યું અને પોતે યક્ષના કારણે કરેલી હત્યાને જાણી લજજાને પામ્યો. સુદર્શનશ્રેષ્ઠીને પૂછ્યું કે તમે આવા ઉપદ્રવમાં ક્યાં જવા નીકળ્યા છો ? તેમણે કહ્યું કે ભગવાનને વંદન કરવા જઉં છું. આથી અર્જુનમાળી પણ તેમની સાથે ભગવાનના સમવસરણમાં આવ્યો, ત્યાં ક્લેશના નાશના કારણભૂત એવી ભગવાનની દેશના સાંભળી. દેશના સાંભળીને તેણે ભગવાનને પૂછ્યું કે “મારી શુદ્ધિ કેવી રીતે થશે ?? આપણે શું વિચારીએ ? મારી દુર્ગતિ કઇ રીતે ટળશે ? – એવું જ પૂછીએ ને ? ભગવાને તેને જણાવ્યું કે આ ઘોર પાપોની શુદ્ધિનો ઉપાય એક જ છે કે સંયમ આરાધીને દુષ્કર તપ કરવો. આવી આલોચના આપે તો આપણે સ્વીકારીએ કે વિકલ્પ માંગીએ ? અર્જુનમાળી સંયમ લઇને ઉપસર્ગ વેઠવા માટે રાજગૃહનગરમાં જ રહ્યા. આ બાજુ તેઓને કાઉસ્સગ્રુધ્યાનમાં ઊભા રહેલા જોઇને લોકો તેમની ઉપર અનેક જાતના આક્રોશ કરવા લાગ્યા.
આણે મારા ભાઇને માર્યો, આણે મારી બહેનને મારી નાંખી...' એમ કહીને કોઇ ઢેફાં મારે છે, કોઇ વાળ ખેંચે છે, કોઇ મુઠ્ઠીથી પ્રહાર કરે છે. આ રીતે અનેક જાતની નિંદા અને આક્રોશને સમભાવથી સહન કરતા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૦૧
Page #155
--------------------------------------------------------------------------
________________
તે સાધુ વિચારે છે કે – આ લોકો નિંદા કરીને આનંદ પામે છે તો ભલે આ રીતે પણ મારી ઉપર અનુગ્રહ કરે છે. ઘણા લોકો બીજાને ખુશ કરવા માટે પરસેવો પાડીને મેળવેલું ધન પણ છોડે છે. જ્યારે હું આ રીતે પણ લોકોના આનંદમાં નિમિત્ત બન્યો, આમ મારાથી સંતુષ્ટ થયેલા લોકો મારા પર અનુગ્રહ કરે છે... આની સાથે એ પણ વિચારે છે કે આક્રોશ કે નિંદા વગેરે કરનારાઓ ઉપર જેઓ આક્રોશ કરે છે તે ધર્મથી ભ્રષ્ટ થયેલા બાળજીવો છે, જેઓ આવા વખતે પણ ધર્મમાં સ્થિર રહે છે તેઓ જ પંડિતજન છે... ઇત્યાદિ વિચારણાથી છ મહિના સુધી છઠના પારણે છઠ કરી આ ઉપસર્ગ-પરિષદને સહન કરીને તે મુનિ કેવળજ્ઞાન પામ્યા અને ઘણા જીવોને પ્રતિબોધીને મોક્ષમાં ગયા. આ પ્રમાણે સર્વ સાધુભગવંતોએ આક્રોશપરીષહ વેઠવો જોઇએ.
આજે સમ્યજ્ઞાનનો – જ્ઞાનપંચમીનો દિવસ છે. આપણે ત્યાં સમ્યજ્ઞાનની કિંમત સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્રને લઇને છે. આ જ આશયથી આપણે સમ્યફચારિત્રનું જેમાં વર્ણન છે એવા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં વ્યાખ્યાન શરૂ કર્યા છે. આપણને સમ્યકુચારિત્રની જરૂર નથી માટે જ્ઞાન ભણીએ છીએ કે સાધુ થવા માટે જ જ્ઞાન ભણીએ છીએ ? તમને ચારિત્ર જો ઇતું નથી તેથી જ ભણવા માટે અમેરિકા ને ઓસ્ટ્રેલિયા જાઓ છો ને ? જ્ઞાનની કિંમત તો તમને સમજાઈ જ છે, એ સમજાવવાની જરૂર નથી. એ જ્ઞાનનું જે ફળ છે તેની કિંમત સમજાવવાની જરૂર છે. જેને ચારિત્રની જરૂર ન હોય એવાને જ્ઞાનની કિંમત સમજાઇ નથી. આજે ભણનારાનું લક્ષ્ય પણ પરીક્ષામાં પાસ થવાનું જ છે ને ? વ્યવહારિક શિક્ષણમાં પરીક્ષા પદ્ધતિ છે, કારણ કે ત્યાં થોડા જ્ઞાનથી ચાલે છે. પાંત્રીસ ટકાએ પાસ કરવાની ત્યાં વાત છે, આપણે ત્યાં તો સો ટકા રિઝલ્ટ જોઇએ. આગળ વધીને એક પણ વસ્તુ ન આવડે તો ન ચાલે. ભણ્યા પછી એક પણ પદ જો ભૂલી જાય તો અતિચાર લાગતો હોય તો પરીક્ષા પદ્ધતિ કઇ રીતે ચલાવાય ? આપણે પરીક્ષા પદ્ધતિનો વિરોધ કરીએ
છીએ - તે આ કારણસર જ કરીએ છીએ. જેટલું ભણીએ એટલું બધું જ આવડવું જ જોઇએ - આટલો આગ્રહ હોવો જ જોઇએ. એક પણ પદ ભૂલી જઇએ તો જ્ઞાનની વિરાધના થાય છે - એવું માનીએ ? પુસ્તકને પગ લાગી જાય તો આશાતના થઇ એમ લાગે, પણ જ્ઞાન ભુલાઇ જાય તો વિરાધના કરી - એવું ન લાગે ને ? ભણવાની શક્તિ હોય છતાં ન ભણે તોપણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે – આટલું માનીએ ? ‘ભણશે નહિ તો ખાશે શું ?' આ ભાવથી નથી ભણવાનું, ‘ભણશે નહિ તો સંસાર છુટશે કઇ રીતે ?' આ ભાવથી ભણવાનું છે. નવું ભણવા માટે પુરુષાર્થ કરવો છે અને ભણેલું યાદ રાખવા માટે પુરુષાર્થ કરવો છે. આપણે બીજી કોઇ આશાતના કરતા હોઇએ કે ન કરતા હોઇએ પણ શક્તિ હોવા છતાં ભણતા નથી અને ભણેલું ભૂલી જઇએ છીએ : આ બે આશાતના ચાલુ જ છે. જેઓ શક્તિ હોવા છતાં એનો ઉપયોગ ન કરે તેને ભવાંતરમાં બિલકુલ શક્તિ ન મળે એવા સ્થાનમાં – સૂક્ષ્મ અપર્યાપ્ત નિગોદમાં જવાનો વખત આવે અને એક વાર નિગોદમાં ગયા પછી અનંતી ઉત્સર્પિણી - અવસર્પિણી જેટલો કાળ ત્યાં નીકળી જાય તો કાંઇ કહેવાય નહિ, આજના દિવસે આટલો સંકલ્પ કરી લેવો છે કે આપણે શક્તિ હોવા છતાં ભણતા નથી – એ જ્ઞાનની વિરાધના છે અને ભણેલું ભૂલી જઈએ છીએ – એ તો બેવડી વિરાધના છે. સ) વાંચવાનું ગમે છે પણ સૂર ગોખવાનો કંટાળો કેમ આવે છે ?
મોક્ષમાં જવું નથી માટે. જેને ઇષ્ટ સ્થાને પહોંચવું હોય તેને ડ્રાઇવિંગનો કંટાળો આવે એ ચાલે ? પહેલાં સૂત્ર છે પછી અર્થ છે અને આ સૂત્ર અને અર્થ ભણ્યા પછી ચારિત્ર સુધી પહોંચવાનું છે. જ્ઞાનની આરાધના કરવા પહેલાં જ્ઞાનની આશાતના ટાળવી છે. જેની ઉપર અક્ષર હોય તેવી વસ્તુ પાસે રાખીને ખવાય નહિ, પિવાય નહિ, અશુચિસ્થાનમાં જવાય નહિ. અક્ષરવાળાં વસ્ત્રો પહેરાય નહિ, પહેરાવાય નહિ. નાના છોકરાઓને આવાં વસ્ત્રો પહેરાવીને જનમથી જ જ્ઞાનની આશાતનાના સંસ્કાર શા માટે પાડો છો ? એ લોકો અજ્ઞાન છે, તમે તો જ્ઞાની છો ને ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૦૩
૩૦૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #156
--------------------------------------------------------------------------
________________
સ, આ બધું પ્રેક્ટિકલ નથી, રસ્તામાં પૈસા વિના જવાય નહિ ને
અશુચિસ્થાનમાં લઇને જવું પડે તો શું કરવું ?
પૈસા લઇને ન જવું. લઇ ગયા હોઇએ તો પાકીટ-કાગળિયા બાજુ પર મૂકીને જવું. કોઇ ઉપાડી જશે – એવો ભય રાખવાની જરૂર નથી. આપણું નસીબ લઇ જાય છે અને નસીબ આપે છે. અક્ષરવાળી વસ્તુનો ઉપયોગ ન કરાય આવું જાણ્યા પછી જો એ પ્રેક્ટિકલ ન લાગતું હોય તો સાધુપણામાં આવી જવું. આ સંસારમાં પાપ કર્યા વિના જીવી શકાય એમ નથી – એવું જે દિવસે લાગશે તે દિવસે સાધુપણું લેવાનું મન થયા વિના નહિ રહે. સંસારમાં રહીને જ્ઞાનની આશાતનાથી બચવાનું કામ સહેલું નથી. સુત્રો ભણવું, ભણીને યાદ રાખવું - એ જ્ઞાનની આરાધના છે; જ્ઞાન ભણવું નહિ, ભણીને ભૂલવું - એ જ્ઞાનની વિરાધના છે અને એઠાં મોઢે બોલવું, અક્ષરવાળી વસ્તુ પર પગ મૂકવો તે પાસે રાખીને આહાર-નીહાર કરવો : આ જ્ઞાનની આશાતના છે. આ ત્રણે વસ્તુ સમજીને ચાલવું છે. પુસ્તકને પરસેવાની હાથ ન લાગે તે માટે હાથમાં રાખીને ન વાંચવું, ટેબલ-સાપડા પર રાખીને વાંચવું, તે પણ નાભિથી ઉપર રાખવું. પુસ્તક બગલમાં ન ઘલાય, થેલીમાં લટકતું ન ઉપાડાય. આ જ્ઞાનની આશાતનાથી બચવા માટે એક વરસ સુધી પ્રયત્ન કરે તો બીજા વરસે સાધુ થયા વિના ન રહે. જ્ઞાનની આરાધના કરતા નથી માટે ચારિત્ર મળતું નથી. કારણ સેવે તો કાર્ય સિદ્ધ થયા વિના ન રહે. તકલીફ એ છે કે કાર્યનીફળની ઇચ્છા જ નથી અને કારણ સેવે છે, તો ફળ ક્યાંથી મળે ? સ) ગીતામાં ફળની ઇચ્છા રાખવાની ના પાડી છે ને ?
ગીતા આપણી નથી અને આવી વાત તો સામર્થ્યયોગની છે. અસમર્થ લોકો સામર્થ્યયોગની વાત કરે એ ન ચાલે. જે ફળની ના પાડી છે તે તો આ લોક કે પરલોકસંબંધી સાંસારિક ફળની ના પાડી છે. બાકી મોક્ષની પણ ઇચ્છા ન હોય એ તો સંમૂચ્છિક અનુષ્ઠાન કહેવાય. જ્યાં સુધી સંસારની ઇચ્છા પડી છે ત્યાં સુધી મોક્ષની ઇચ્છા કરવી જ પડશે. સંસારની ઇચ્છાને કાપવા માટે મોક્ષની ઇચ્છાને ઉત્કટ કોટિની બનાવ્યા ૩૦૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
વિના નહિ ચાલે. જ્યારે સંસારની ઇચ્છા નાશ પામે ત્યારે સર્વત્ર
ઔદાસીન્ય કેળવીશું. અત્યારે તો ચારિત્ર પામવા માટે જ્ઞાનની આરાધના કરવા તૈયાર થઇ જવું છે. મોક્ષમાં જવા માટે સાધુ થવું છે. સાધુ થવા માટે જ્ઞાન ભણવા તૈયાર થયું છે. ભણેલું ભૂલવું નથી, નવું ભણવા પુરુષાર્થ કરવો છે.
(૧૩) વધપરીષહ : દુ:ખ ભોગવવું એ મહત્ત્વનું નથી, દુઃખ કઇ રીતે ભોગવીએ છીએ એ મહત્ત્વનું છે. દુઃખ ભોગવવાનું કામ તો આપણે અનાદિકાળથી કરીએ જ છીએ, પરંતુ તે ભગવાનની આજ્ઞા મુજબ ભોગવ્યું ન હોવાથી આપણી દુ:ખની પરંપરાનો અંત નથી આવતો. તેથી શાસ્ત્રકારો દુ:ખ ભોગવવાનો ઉપદેશ નથી આપતા, આજ્ઞા મુજબ દુ:ખ ભોગવવાનો ઉપદેશ આપે છે, એ માટે જ આ પરીષહ અધ્યયનની વાત છે. આક્રોશપરીષહ પછી વધપરીષહ એટલા માટે જણાવ્યો છે કે ઘણા લોકો એવા હોય છે કે તેઓ આક્રોશ કરીને સંતોષ ન પામે તો વધ કરવા સુધી પણ પહોંચે. આ રીતે કોઇ જો સાધુનો વધ કરે તો તેવા વખતે સાધુભગવંત કોઇ પણ જાતનો ગુસ્સો ન કરે. અહીં આ વસ્તુ ન સંગને પદથી સમજાવી છે, તેનું કારણ એ છે કે સાધુ પાસે સંજવલનના જ કષાય હોય છે. તે સંજવલનનો ક્રોધ પણ કરવો નહિ – તે સમજાવવા
ઓ ન સંગને મવડૂ આ પદ આપ્યાં છે. સાધુ હણાય તોપણ સંજવલનનો ગુસ્સો પણ ન કરે. અનંતાનુબંધીના અપ્રત્યાખ્યાનીના કે પ્રત્યાખ્યાનીના કષાય તો સાધુ પાસે હોય જ નહિ. દુઃખ છેલ્લામાં છેલ્લી કક્ષાનું આવે છતાં કષાય અલ્પ પણ ન કરવો – એ જણાવવાનું અહીં તાત્પર્ય છે. આ રીતે ગુસ્સો તો કરવો નહિ અને મનથી પણ પ્રબ કરવો નહિ. ‘મારા જેવાને હણીને તું ક્યાં જઇશ ?' આવો ષ ધારણ ન કરવો. સાધુની હત્યા કરવા માટે કોઇ આવે તો ત્યારે સાધુ એની દુર્ગતિનો વિચાર કરવા ન બેસે, એ વખતે એની હિતચિંતાથી પણ ગુસ્સો કે દ્વેષ ન કરે. મહાશતકશ્રાવક પ્રતિમાપારી હતા ને તેમની પત્ની મદિરા પીને ઉપસર્ગ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૦૫
Page #157
--------------------------------------------------------------------------
________________
કરવા આવી ત્યારે મહાશતક શ્રાવકે અવધિજ્ઞાનથી તેની દુર્ગતિને જોઇને ‘હજુ કેટલાં પાપ કરવાં છે, અહીંથી સાત દિવસમાં મરીને નરકે જવાની છે? આવું કર્કશ સ્વરે કહ્યું તો તે વખતે ભગવાને ગૌતમસ્વામી દ્વારા કઠોર ભાષાની આલોચના કરવાનું મહાશતક શ્રાવકને જણાવ્યું. ગુસ્સામાં સાચી વાત પણ ન કહેવાય. સાચી વાત કર્કશ સ્વરે ન જ કહેવાય. સાધુ હણાય તોય સંજવલનના પણ કષાયને આધીન ન થાય, મનમાં ય દ્વેષ ન ધરે. ઉપરથી તિતિક્ષા અર્થાત્ દીનતાને ધારણ કર્યા વિના સહન કરવું એ જ ભિક્ષુ - સાધુનો પરમધર્મ છે એમ સમજીને ક્ષમાધર્મને ધારણ કરે છે. ક્ષમાપૂર્વક દીન બન્યા વિના સહન કરવું - એ સાધુનો ધર્મ છે. આથી જ સાધુને ક્ષમાશ્રમણ કહ્યા છે. સાધુ પૂજાને પાત્ર બનતા હોય તો તે આ સહનશીલતાધર્મના કારણે જ બને છે. દુ:ખની ફરિયાદ કરે – એ સાધુ ન હોય. આથી જ સાધુનાં અનેક વિશેષણો હોવા છતાં તેમના માટે ‘ક્ષમાશ્રમણ’ આ વિશેષણ બતાવ્યું છે અને એ સંબોધનપૂર્વક તેમને વંદન કરવાનું કહ્યું છે. ક્ષમાપૂર્વક સહન કરવું - એ જ સાધુપણું છે. કોઇને મારે નહિ અને કોઇ મારે તોપણ ક્ષમાપૂર્વક સહન કરી લેવું - એ સાધુનો ધર્મ છે. ઘણા પૂછવા આવે છે કે સાધુપણાનો અભ્યાસ ક્યાંથી પાડવો ? શાસ્ત્રકારો જણાવે છે કે ‘દીનતા વિના ક્ષમાપૂર્વક સહન કરવા માંડો’ આ જ શરૂઆત છે. જે આખા ગામનું ક્ષમાપૂર્વક સહન કરવા સાધુ થયા હોય તે ગુરુની કે સહવર્તીની ફરિયાદ કરે – એ શોભે એવું છે ? જે ફરિયાદ કરવા આવે તેને પૂછવું પડે કે “તું કયા મોઢે આ ફરિયાદ કરે છે ?' દુ:ખ સહન કરવા આવેલા ક્યાં સુધી પહોંચી ગયા ? ગુરુની ફરિયાદ કરવા માંડ્યા : આ કઇ રીતે નભાવાય ? આજે નિયમ આપી દઉં કે કોઇની ફરિયાદ કરવી નહિ અને ઊંચે સાદે કોઇની સાથે બોલવું નહિ. આપણે બીજાનું અનુશાસન કરવા નથી બેસવું. આપણે ભગવાનનું નથી માન્યું તો બીજા આપણું માને એવો આગ્રહ કઈ રીતે રખાય ? આપણે માનવું નથી ને મનાવવું છે - એ તો કઇ રીતે બને ? આવા વખતે ઘરના લોકોનું અનુશાસન કરવા માટે સંસારમાં બેસવું એના કરતાં ૩૦૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
આત્માનું અનુશાસન કરવા સાધુ થવું શું ખોટું ? કોઇ પાપ કરવું ન પડે : એવું આ જીવન છે. જે પાપ ન કરે, ભગવાનની આજ્ઞા માને તેનું નામ સાધુ. આપણે એક વાર ભગવાનનું કહ્યું માની લઇએ તો બીજા આપણું માને છે કે નથી માનતા તેનો વિચાર કરવાનો જ નહિ રહે. ઘરમાં રહ્યા હોઇએ તોપણ એક શબ્દ બોલવો નથી. કોઈ પૂછે કે “કેમ બોલતા નથી ?” તો કહેવું કે ‘આ ઘરમાં બોલવાજેવું કશું રહ્યું નથી, હવે આ ઘર તો છોડવાજેવું છે. છોડી નથી શકતો માટે રહ્યો છું પણ હવે બોલવાજેવું કાંઈ છે જ નહિ'... આટલું તો બને ને ? ચરમસીમાના દુ:ખમાં પણ અલ્પ કષાયની ય માત્રી ન હોય ત્યાં સુધી આપણે પહોંચવું છે.
અહીં ટીકામાં જણાવે છે કોઇ તાડન કરે તો આંખો કાઢવી નહિ, ભ્રકુટિ ચઢાવવી નહિ, મુઠ્ઠી વાળીને ઊભા થવું નહિ, કંપતા શરીરે સામા ધસવું નહિ'... આ કાયાથી ગુસ્સો ટાળ્યો કહેવાય. ‘એ શું એના મનમાં સમજે છે...' ઇત્યાદિ બોલવા દ્વારા વચનથી પણ ગુસ્સો ન કરવો. મનના ક્રોધને ટાળવાનું તો ગાથામાં જણાવ્યું જ છે. આવા વખતે આ ક્ષમાધર્મ એ ઉત્કૃષ્ટકોટિના સાધુધર્મના પાલન માટેનું ઉત્કૃષ્ટ કોટિનું સાધન છે – એમ સમજીને યતિધર્મનું ચિંતન કરવું. ધર્મની સાધનામાં ક્ષમા એ ઊંચામાં ઊંચું સાધન છે : એ રીતે વિચારીને યતિધર્મનું અથવા તો સામા માણસના સ્વભાવનું ચિંતન કરવું. અગ્નિનો બાળવાનો સ્વભાવ છે – એમ જાણ્યા પછી અગ્નિ બાળે ત્યારે ગુસ્સો આવે ખરો ? વસ્તુના સ્વભાવને જાણી લઇએ તો ગુસ્સો ન આવે ને ? તેમ સામાનો આક્રોશ કે વધ કરવાનો સ્વભાવ જ છે - એટલું વિચારીએ તો ક્ષમાધર્મ ટકી રહે ને ? સવ સારા સ્વભાવવાળા ગમે, ખરાબ સ્વભાવવાળા ન ગમે !
સારા સ્વભાવવાળા પ્રત્યે રાગ કરીને માર ખાઇએ છીએ અને ખરાબ સ્વભાવવાળા પ્રત્યે દ્વેષ કરીને માર ખાઇએ - એના બદલે આપણે બંન્ને સાથે સમભાવે રહેવું છે. રાગના કારણે પણ બંધાવું નથી અને દ્વેષના કારણે પણ બંધાવું નથી. મારા ગુરુમહારાજ કહેતા કે ધણીધણિયાણી પરસ્પરને કહે કે “કર્મના યોગે સંબંધથી બંધાયા છીએ હવે રાગથી નથી બંધાવું.” શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૦૭
Page #158
--------------------------------------------------------------------------
________________
સ૦ આવું કહીએ તો લોકો વાયડા કહે, જેમ ચાલે છે તેમ ચાલવા દો. જેમ ચાલે છે તેમ ચાલવા દઇએ તો આ ગાડી ખીણમાં જઇને પડવાની, એવા વખતે ગાડીને કાબૂમાં ન રાખવી પડે ? આજે આપણે તો સારા સંસ્કાર પાડવાના નામે પણ રાગને જ પુષ્ટ કરવાનું કામ કર્યું છે. એના બદલે હવે આપણે મનથી અળગા થવા માંડવું છે.
અહીં જણાવે છે કે સાધુ પોતે પોતાના ક્ષમાધર્મનું ચિંતન તો કરે જ, સાથે એમ પણ વિચારે કે - જે મારા ઉપર આક્રોશ કરીને મને મારે છે, તે મારા નિમિત્તે ગુસ્સો કરીને કર્મ બાંધે છે તે પણ મારો વાંક છે. મેં ભૂતકાળમાં એવું કર્મ બાંધ્યું તેથી જ હું પણ આમાં નિમિત્ત બન્યો છું. આવું વિચારીને પોતાના ક્ષમાધર્મને પુષ્ટ કરે.
ન
સુખની લાલચથી બાંધેલાં પાપો દુ:ખ ભોગવ્યા વિના દૂર કરી શકાય એવાં નથી. આપણે સહનશીલતાને ધર્મ કહીએ છીએ. શાસ્ત્રકારો સહનશીલતા-તિતિક્ષાને ધર્મનું પરમકોટિનું સાધન છે - એમ સમજાવે છે. સામર્થ્ય હોવા છતાં પ્રતિકાર ન કરવો તેનું નામ તિતિક્ષા. શક્તિ કે સામર્થ્ય હોવા છતાં પણ દુઃખનો પ્રતિકાર કરવો જ નથી અને પ્રસન્નતાપૂર્વક તે સહન કરી લેવું તે જ ક્ષમાધર્મ છે. કોઇ આપણને હણી નાખવા જેટલું દુ:ખ આપે છતાં આપણે તેની ઉપર સંજવલનનો પણ કષાય નથી કરવાનો : આ ભગવાનનું શાસન છે. આપણને સુખ ગમે છે પણ ભગવાન સુખ ભોગવવાની ના પાડે છે. આપણને દુઃખ નથી ગમતું, છતાં ભગવાન દુઃખ મજેથી ભોગવવાનું કહે છે. ભગવાને બાવીસ પરીષહ વેઠવાની હા પાડી છે, પણ ત્રેવીસ વિષયો ભોગવવાની ના પાડી છે. સાધુભગવંત પણ તમને ગમે એવો ઉપદેશ ન આપે, તમને ન ગમે એવી પણ ભગવાનની વાત જ કરે.
સ૦ શરૂઆતમાં તો પ્રેમથી બોલાવે ને ?
શરૂઆત તો તમને ઘરે મા-બાપે જ કરાવી દીધી છે ત્યારે તો તમે ધર્મસ્થાનમાં આવતા થયા. હવે તમને પ્રેમ આપવાની જરૂર છે કે અનુશાસન કરવાની જરૂર છે ? દુઃખ વેઠવાના સંસ્કાર તો મા-બાપ જન્મથી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૦૮
આપે ને ? અમારે ત્યાં ધોયેલાં કપડાં સુકાયાં ન હોય તોપણ નવાં કપડાં પહેરવાની રજા મળતી ન હતી, એ વખતે કહેતા કે ‘હવાયાં વસ્ત્રો પહેરી લો થોડી વારમાં સુકાઇ જશે. સંયુક્ત કુટુંબમાં રહેવાથી કુદરતી દુઃખ ભોગવવાના સંસ્કાર પડે જ. જે બનાવ્યું હોય તે ખાઇ લેવું પડે. આ તો બે જણ કે ચાર જણ રહેતા હોય, ઇચ્છા મુજબ જીવ્યા કરે ને જલસા કર્યા કરે તો દુઃખ ભોગવવાના સંસ્કાર ક્યાંથી પડે ? આપણને સુખ ગમે તેટલું ગમતું હોય તોપણ ભગવાન ભોગવવાની ના પાડે છે અને દુઃખ ગમે તેટલું અણગમતું હોય તોપણ ભગવાન કહે છે માટે પ્રેમથી ભોગવી લેવું છે. સ૦ દુઃખ ભોગવવામાં સમતા નથી રહેતી.
ભલે ન રહે, પણ સુખ ભોગવવાની મજા નથી માણવી. સ૦ દુઃખ ભોગવવાથી કયો દોષ જાય ને કયો ગુણ મળે ?
દુઃખ ભોગવવાથી સુખનો રાગ મરી જાય છે, દુઃખનો દ્વેષ ઘટી જાય છે અને વૈરાગ્ય તથા સમતાગુણ પ્રગટે છે. આટલું જાણવા છતાં દુઃખ ભોગવવું નથી ને ? જો ભગવાનનું માનવું ન હોય તો અહીં શા માટે આવો છો ? સ૦ અમને પણ ખબર નથી પડતી કે કેમ આવીએ છીએ.
પાપ કર્યા પછી એ પાપ નડે નહિ - એટલા માટે થોડોઘણો ધર્મ કરી લેવા માટે જ લગભગ તમે આવો છો - એમ માનવું પડે. તમારો ધર્મ પાપને કાઢવા માટેનો નથી, પાપને ઢાંકવા - દુઃખને કાઢવા માટેનો છે. આથી જ તમને પાપ સાથેનો ધર્મ કરવો ફાવે છે. આમ છઠ્ઠ કરે અને પાછો છાપાં વાંચતા બેસે. આમ માસક્ષમણ કરે, પારણા પછી રાત્રે ખાવા બેસી જાય. કોઇને પગ લાગ્યા પછી પણ મિચ્છામિ દુક્કડં આપે તો પેલો ગુસ્સે ન થાય માટે આપે, પોતે ભૂલ કરી છે - માટે નહિ. એકે પ્રવૃત્તિમાં સારો આશય દેખાતો જ નથી ને ?
વધપરીષહની બીજી ગાથામાં જણાવે છે કે જે શ્રમણ છે, સંયત છે, દાન્ત છે તેને કોઇ હણી નાંખે તોપણ તેઓ એ પ્રમાણે વિચારે કે મારા શરીરનો કે પ્રાણનો નાશ થવા છતાં જીવનો - આત્માનો નાશ ક્યારે ય થતો નથી. અહીં સાધુનું પહેલું વિશેષણ શ્રમણ આપ્યું છે. જે રાતદિવસ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૦૯
Page #159
--------------------------------------------------------------------------
________________
બાર પ્રકારના તપ કરીને શ્રમિત થાય છે, થાકી જાય છે તેને શ્રમણ કહેવાય, જેને સાધુપણું લઇને કર્મની નિર્જરા કરવી હોય તેણે તપ કર્યા વિના ન ચાલે. જે તપ કરે તે જ શ્રાન્ત થાય, જે જલસા કરે તેને શ્રમ ક્યાંથી પહોંચે ? તેથી નક્કી છે કે જે બાર પ્રકારનાં તપ કરીને શ્રમ પામે તે શ્રમણ છે. તેમ જ જે સંયત છે અર્થાત્ જે દરેક પ્રકારના પાપથી વિરામ પામેલા હોય છે તેઓ જ પરીષહ વેઠવા સમર્થ બને છે. ત્યાર બાદ જણાવે છે કે સાધુભગવંત દાન્ત હોય છે. ઘણા લોકો જીવદયાની પ્રવૃત્તિ શાખ જમાવવા માટે પણ કરતા હોય છે, માનપાન મેળવવા કરતા હોય છે, આવાઓનું ગ્રહણ ન થાય તે માટે અહીં દાન્ત વિશેષણ આપ્યું છે. જે મન અને ઇન્દ્રિયનું દમન કરવા દ્વારા હિંસાથી વિરામ પામેલા છે તેઓ જ ખરા સંયત છે. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનનું માનીએ તો હિંસા કર્યા વિના ન રહીએ. તેથી જ સાધુને દાન્ત કહ્યા છે. સાધુભગવંતો ઇન્દ્રિયો અને મનનું માનતા નથી. કારણ કે એક વસ્તુ નક્કી છે કે સુખ ગમે તેટલું ભોગવીએ તોપણ સંસાર નહિ જાય. પુષ્ય યારી આપે ત્યાં સુધી સુખ મળશે, પુણ્ય પૂરું થયા પછી સુખ જતું રહેશે પણ સંસાર નહિ જાય. જયારે દુ:ખ સમભાવથી વેઠી લઇએ તો સંસારનો અંત આવ્યા વિના નહિ રહે. આવા શ્રમણ, સંયત અને દાત્ત એવા સાધુને કોઇ હણી નાંખે તોપણ તેઓ એક જ વસ્તુ વિચારે છે કે જીવનો-આત્માનો નાશ થતો નથી. સાધુપણાની શરૂઆત અહીંથી કરવાની છે : આત્મા અને શરીર બંન્ને જુદા છે, ગમે તેટલું દુ:ખ સાધુપણામાં આવે તો પણ એ શરીરને હણશે, આત્માને હણી નહિ શકે. સ0 આવો અનુભવ થતો નથી.
અનુભવ જ્ઞાન પહેલાં ક્યાંથી મળે ? જે રોગી હોય તેને આરોગ્યનો અનુભવ થયા પછી દવા લે ? કે દવા લીધા પછી તેને આરોગ્યનો અનુભવ થાય ? જેને સુખનો અનુભવ થાય તે ધંધો કરે કે ધંધો કર્યા પછી, પૈસા મળ્યા પછી સુખનો અનુભવ થાય ? તેમ અહીં પણ ઉપાય સેવો તો અનુભવ થાય. ૩૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સ) એટલે અહીં પણ ચારિત્ર લઇએ તો અનુભવ થાય એમ ને ?
ચારિત્ર લઇએ તો નહિ, ચારિત્ર પાળીએ તો અનુભવજ્ઞાન મળે. સાધન સેવ્યા વિના સાધ્યની પ્રાપ્તિ ક્યાંથી થાય ? સાધન પર વિશ્વાસ કેળવીએ તો સાધ્યની અનુભૂતિ થઇ શકે, અનુભવજ્ઞાન સુધી પહોંચવાનું સાધન ભગવાનના વચનનું પાલન છે. આપણને વિશ્વાસ કોના ઉપર છે ? આપણી અક્કલ ઉપર કે ભગવાનના વચન ઉપર ?
વધપરીષહમાં આપણે જોઇ ગયા કે શરીર અને આત્મા : બંન્ને જુદા છે. કોઇ હણે તોય શરીરને જ હણી શકે છે, આત્માનો નાશ થતો નથી. આટલું જેને સમજાય તેઓ શરીરની ચિંતા કરવાને બદલે આત્માની ચિંતા કરી પરલોકની સાધનામાં લાગી જાય છે. ‘બોલવાનું સહેલું છે, પણ કરવાનું અઘરું છે.” એમ કહીને આપણે ઊભા ન થઇ જઇએ તે માટે અહીં કથા જણાવી છે. જેઓ માત્ર વાતો કરે તેઓ કરી શકવાના નથી. જેઓ કરનારા હોય તેઓ બોલવા બેસતા નથી. કરવાનું સહેલું નથી – એવું બોલવાની જરૂર નથી. કરવાનું અઘરું જ હોત, અશક્ય જ હોત તો મહાપુરુષો આવું બોલ્યા જ ન હોત. અશક્ય વસ્તુનો ઉપદેશ સર્વજ્ઞ ભગવંત કે તેમના અનુયાયી આપે નહિ. કરવાનું શક્ય છે, સહેલું છે, આવશ્યક છે માટે જ મહાપુરુષોએ આ ઉપદેશ આપ્યો છે. પાંચ સો સાધુઓ ઘાણીમાં પિલાયા એ કથા તો પ્રસિદ્ધ છે. છતાં આપણે એ કથા વાંચી લેવી છે. કારણ કે મહાપુરુષોના શબ્દોમાં ચમત્કાર હોય છે. દુ:ખ આવે ત્યારે કઇ રીતે આત્મા કેળવવો એ આ કથાનો સારભૂત ભાગ છે.
શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજાની ધારિણી નામની રાણીથી અંધક નામનો પુત્ર અને પુરંદરયશા નામે પુત્રી જન્મેલી. રૂપયૌવનવતી તે પુત્રીને દંડક નામના રાજાને પરણાવી, કે જે રાજાને પાલક નામનો અભવ્ય એવો રાજપુરોહિત હતો. એક વાર જિતશત્રુની રાજસભામાં તે પાલક પુરોહિત આવ્યો હતો અને જૈનધર્મ માટે એલફેલ બોલવાનું શરૂ કર્યું. ત્યારે સ્કંધક નામના રાજપુત્રે તેનો પરાભવ કરીને રાજસભામાં જિનશાસનનો જયજયકાર ફેલાવ્યો. આ રીતે પારકી રાજસભામાં લોકો તરફથી પોતાનો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૧૧
Page #160
--------------------------------------------------------------------------
________________
પરાભવ થયો - એના કારણે આ પાલક રાજપુરોહિત સ્કંધક પ્રત્યે વૈર ધારણ કરવા લાગ્યો. સ્કંધકે આ સારું કર્યું કે ખોટું કર્યું ? પોતાના બનેવી રાજાના રાજપુરોહિતને સન્માનપૂર્વક રાખવો જોઇએ ને ?! આ રીતે અપમાન કરાય ?! આચાર્યભગવંતની દેશના સાંભળીને જિનશાસનનાં તત્ત્વોનો જાણકાર બનીને આવું જાહેરમાં અપમાન કરે એ વ્યવહારનો જાણકા૨ નથી - એમ જ તમે કહો ને ? ધર્મના નામે આ રીતે વૈર બાંધવું એ યોગ્ય ગણાય ? આના કારણે તો આપણા પ્રાણ જોખમમાં મુકાય ને ?! સ૦ ધર્મ માટે પ્રાણ જાય તો વાંધો નહિ.
પ્રાણ જાય તો વાંધો નહિ, એમ બોલવું એટલું જ. બાકી પ્રાણ આપવાનો વખત આવે તો ખસી જવું છે ને ? આ ધર્મની રક્ષા કરવાનાં લક્ષણ નથી. તમારું અપમાન કરે તો જુદી વાત. પણ દેવગુરુધર્મ માટે જો એલફેલ બોલનારો હોય તો તેનો પ્રતિકાર કરો કે મૌન રહો ? સ૦ એ વખતે પેલાની ભાવદયા ચિંતવીએ.
અને તમારી પોતાની દ્રવ્યદયા ચિંતવીને બેસી રહો - એમ ને ? તમારે મરવું નથી માટે પેલાની ભાવદયા ચિંતવવી છે ? જે પોતાની ભાવદયા ન ચિંતવે તે બીજાની ભાવદયા કઇ રીતે ચિંતવી શકે ? જે આપણા દેવગુરુધર્મના વિરોધી હોય તેનો પ્રતિકાર કરવો જ જોઇએ. સ૦ એવાને જમાડીને પછી ન સમજાવાય ?
તમે તો જમાડીને મુખવાસ આપીને રવાના કરવાના.તમારી ક્યાં તેવડ છે એને સમજાવવાની ? એક વાર આચાર્યભગવંતે કહેલું કે દેવગુરુધર્મનો પ્રત્યેનીક જો નવકારશી - સાધર્મિકવાત્સલ્યમાં જમવા તમારે ત્યાં આવ્યો હોય તો તેને જમાડતાં કહેવાનું કે - ‘ઓહો ! તમે આવ્યા છો ? આ જૈન ધર્મમાં જન્મ્યા છો માટે અહીં સ્થાન પામ્યા. બાકી મારા દેવગુરુધર્મના પ્રત્યેનીકને હું જમાડું નહિ.’ તમે આટલું કહી શકો ખરા ? તમને પોતાને જ ધર્મનો ખપ ન હોય તો આવું જ બનવાનું. જે પોતે દેવગુરુધર્મ પ્રત્યે શ્રદ્ધા-બહુમાન ધરનારા હોય તેનામાં જ આવું સત્ત્વ પ્રગટે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૧૨
સ૦ રક્ષાનું કામ સાધુનું કે શ્રાવકનું ?
બંન્નેનું. શાસન તો બંન્નેનું છે ને ? શ્રાવક પાસે પણ શ્રદ્ધા અને સત્ત્વ હોય ને ? તકલીફ એક જ છે કે બધાને માન જોઇએ છે, નેતા થવું છે, પણ વડીલના કહ્યામાં નથી રહેવું. ક્યાંથી રક્ષા થાય ? લોકોમાં અળખા બનવાના ભયે ધર્મની કે સાધુની નિંદા સાંભળી લેવાનું કામ નથી કરવું. આથી જ સ્કંધકે આ રીતે પ્રતિકાર કર્યો.
ત્યાર બાદ સ્કંધકે પાંચ સો પુરુષો સાથે દીક્ષા લીધી અને ક્રમસર શ્રુતના પારગામી બન્યા અને એક વાર શ્રી મુનિસુવ્રતસ્વામીજીની પાસે પોતાની બહેનના ગામમાં જવાની અનુજ્ઞા લેવા ગયા. ભગવાને કહ્યું કે ત્યાં તમને મરણાંત ઉપસર્ગ આવવાની સંભાવના છે. તેવા વખતે આ મહાત્મા એમ નથી પૂછતા કે આ ઉપસર્ગ ટળે કઇ રીતે ? અથવા તો એમ પણ નથી વિચારતા કે - ‘તો હવે જવું નથી.’ એ તો ઉપરથી એમ પૂછે છે કે ‘એ ઉપસર્ગ વેઠતી વખતે અમે આરાધક બનીશું કે વિરાધક બનીશું ?’ આને માર્ગાનુસારી પ્રજ્ઞા કહેવાય. ભગવાનનો સાધુ દુઃખથી ન ગભરાય, વિરાધનાથી ગભરાય. સ૦ આવો મરણાંત ઉપસર્ગ કઇ રીતે વેઠી શકાય ?
તેઓ એવું માનતા હતા કે આ ઉપસર્ગ વેઠીએ તો સંસારનો ઉપસર્ગ કાયમ માટે ટળી જાય એવું છે. મહાપુરુષો સંસારને જ ઉપસર્ગ માનતા હોય છે, તેથી સંસારમાં આવનાર એક પણ ઉપસર્ગથી તેઓ ગભરાતા હોતા નથી. આથી જ અહીં જણાવ્યું છે કે - આરાધનામાં સાધક એવો ઉપસર્ગ, તપસ્વી એવા સાધુ મહાત્મા માટે દુ:ખનું કારણ નથી બનતો, પરંતુ મહાનંદસ્વરૂપ મોક્ષને આપનારો હોવાથી મહાનંદનું કારણ બને છે. તેઓને તકલીફ પડશે - એવો વિચાર નથી આવતો, નિર્જરા થશે - એવો જ વિચાર આવે છે. આજે તો અમારા મુમુક્ષુ અમને પૂછવા આવે કે સાધુપણામાં ઓછામાં ઓછું કેટલું દુઃખ ભોગવવું આવશ્યક છે ?! કારણ કે દુ:ખ ભોગવવામાં નિર્જરા છે - એ વસ્તુ હજુ તેમને સમજાઇ જ નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૧૩
Page #161
--------------------------------------------------------------------------
________________
સ૦ એ તો પોતાની શક્તિ તપાસવા માટે પૂછે !
જે પોતાની શક્તિ તપાસ્યા કરે તે સાધુ ન થઇ શકે, જે આજ્ઞા તપાસે તે સાધુ થઇ શકે. સ્કંધકાચાર્યે જ્યારે પૂછ્યું કે ‘અમે આરાધક થઇશું કે વિરાધક ?’ ત્યારે ભગવાને તેમને કહ્યું કે ‘તમારા સિવાય બધા જ આરાધક થશે.’ આટલું સાંભળીને સ્કંધકાચાર્યે વિચાર્યું કે જેમાં આ બધા જીવોને લાભ થાય એવું છે, ઘણાને લાભ થવાનો છે તે વિદ્યાર તો એકાંતે શુભ કહેવાય. જે મુહૂર્તો અનેકને લાભ થાય અને આપણને નુકસાન થાય, તે મુહૂર્ત ખરાબ કહેવાય કે આપણી ભવિતવ્યતા ખરાબ કહેવાય ? અહીં પણ સ્કંધકાચાર્ય વિહારને માંડી વાળવાનું વિચારતા નથી. સ૦ આપણો સ્વાર્થ સિદાતો હોય તેવો પરાર્થ કરવાની ના પાડી છે ને ?
જેને પોતાના કલ્યાણની ભાવના ન હોય અથવા તો જેને પોતાના કલ્યાણની ભાવના હોવા છતાં જે પોતાના કલ્યાણને ગૌણ કરે તેને બીજાનું કલ્યાણ કરવાનો અધિકાર નથી. પરંતુ પોતાના કલ્યાણની ભાવના હોવા છતાં ભવિતવ્યતા યોગે પોતાનું કલ્યાણ થવાનું ન હોય તો તેવા વખતે બીજાનું કલ્યાણ અટકાવવું એ ઉચિત નથી.
સ્કંધકાચાર્યે પોતાના કલ્યાણને ગૌણ નથી બનાવ્યું. જ્યારે આજનાં સાધુસાધ્વી પોતાની આરાધનાને ગૌણ બનાવી, પ્રભાવનાનાં કાર્યો કરે છે - તે વ્યાજબી નથી.
સ૦ પોતે આરાધક બનવાના નથી એ જાણ્યા પછી આરાધક બનવાનો ઉપાય કેમ ન પૂછ્યો ?
જે વસ્તુ બનવાની ન હોય તેનો ઉપાય કઇ રીતે પુછાય ? જો ભગવાન આરાધક ન બનવાના ભાવિભાવને જણાવે, ને બીજી બાજુ આરાધક બનવાનો ઉપાય બતાવે તો ભગવાને પોતાનું વચન પોતે જ કાપ્યું કહેવાય. અવશ્યભાવિભાવને ભગવાન પણ રોકી ન શકે. સ૦
ભગવાને શ્રેણિક મહારાજને નરક તોડવાનો ઉપાય બતાવેલો ને ? એ નરકને તોડવાના ઉપાય હતા કે બોધ આપવાના પ્રકાર હતા ? ભગવાને નરક તોડવાના જે ઉપાય બતાવ્યા તે ઉપાયો અશક્ય હતા અને
તેથી જ ભગવાનને એ જણાવવું હતું કે આ ઉપાયો જેમ અશક્ય છે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૧૪
તેમ નરકને તોડવાનું કામ પણ હવે અશક્ય છે. આ રીતે શ્રેણિક મહારાજાની શ્રદ્ધાને મજબૂત કરવાનો જ આ પ્રયાસ હતો. એ ઉપાયો અજમાવ્યા પછી શ્રેણિક મહારાજાને ખાતરી થઇ કે આ નરક ટળે એવી નથી તો દુઃખ ભોગવવા તૈયાર થઇ ગયા. જે નરક ટાળવા તૈયાર થયેલા તે નરકનાં દુઃખો શાંતિથી ભોગવવા તૈયાર થઇ ગયા ઃ આ પ્રભાવ ભગવાનના વચનનો હતો.
વધપરીષહની કથા આપણે એ માટે શરૂ કરેલી કે કોઇને એવું ન લાગે કે ‘બોલવાનું સહેલું છે અને આચરવાનું અઘરું છે.’ શાસ્ત્રના પાને જે માર્ગ બતાવ્યો છે તેના કરતાં કંઇકગણો વિશુદ્ઘમાર્ગ પરમાત્માએ જાતે સેવ્યો છે, પછી આપણને બતાવ્યો છે. જે દુઃખોનું વર્ણન કર્યું છે તેના કરતાં કંઇકગણું દુ:ખ જાતે વેઠીને પછી આ દુ:ખ વેઠવાનો માર્ગ બતાવ્યો છે. આમ છતાં આપણે જો એમ કહીએ કે ‘બોલવાનું સહેલું છે’... તો માનવું પડે કે આપણને કશું કરવાનું મન જ નથી. પરીષહો વેઠી શકાય એવા નથી - એવું ભૂલેચૂકે માનવું કે બોલવું નહિ. આ અવસર્પિણી કાળમાં સુખનાં સાધનો નાશ પામવાનાં છે. દુઃખ તો આવવાનું જ છે. મરણાંત કષ્ટ આ કાળમાં ન આવે - એવું નથી ને ? ગાડી નીચે કચડાવાનું આ કાળમાં પણ બને ને ? સુખ ભોગવવા ઉંમર જોઇએ, દુઃખ ભોગવવા માટે તો કોઇ ઉંમર બાધક નથી. જનમતાંની સાથે અનેક પ્રકારના રોગોને લઇને આવનારા હોય છે ને ? દુઃખ ભોગવવા માટે કોઇ મુહૂર્ત જોવું નથી પડતું. સારામાં સારા મુહૂર્તે આદરેલા શુભ કાર્યમાં પણ મરણાંત દુઃખ આવે ને ? જેના તરફથી પ્રસંગ હોય તેને એટેક આવે અને હોસ્પિટલ ભેગા કરવા પડે - એવું ય બને ને ? તો દુઃખથી ભાગીને ક્યાં જઇ શકવાના હતા ? એના બદલે દુ:ખ સમભાવે શા માટે વેઠી ન લેવું ? અનંતાનંત આત્માઓ જે માર્ગે ચાલીને પોતાનું કલ્યાણ સાધીને ગયા એ માર્ગે જતાં આપણે શા માટે અચકાઇએ છીએ ? ધર્મ કરવાના કારણે દુઃખ નથી આવતું, પાપ કરેલું હોય તો જ દુઃખ આવે છે : આવી શ્રદ્ધા જેની મજબૂત હોય તે દુ:ખ મજેથી વેઠી શકે, કોઇ પણ પરીષહને જાકારો ન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૧૫
Page #162
--------------------------------------------------------------------------
________________
આપે. ગમે તેટલું દુઃખ આવે તોપણ શરીરનો જ અંત આવે છે, આત્માનો અંત નથી આવતો અને ગમે તેટલું સુખ ભોગવીએ તોપણ શરીરનો અંત આવવાનો જ છે. સુખ ભોગવતાં ભોગવતાં જવું છે કે આજ્ઞા પાળતાં પાળતાં જવું છે ? સંસારમાં બેસીને સુખ ઉપર વૈરાગ્ય આવે - એ શક્ય નથી, વૈરાગ્ય લાવવા માટે પણ સાધુપણામાં આવવું પડશે. મારા ગુરુમહારાજ કહેતા હતા કે ઉકરડા ઉપર બેસે તેને અત્તરની સુગંધ ન આવે. જે રાગનો અખાડો છે ત્યાં વૈરાગ્યની રાહ જોતાં બેસી રહેવું - એ બુદ્ધિમત્તાનાં લક્ષણ નથી. વૈરાગ્યની રાહ જોતાં બેસી રહેવું નથી, રાગ મારવા માટે સાધુપણામાં આવવું છે. આ તો નવ્વાણું યાત્રા કરે, છઠ કરીને સાત જાત્રા કરે, ઓળીઓ કરે છતાં દીક્ષા લેવાનું મન ન થાય ! સ દીક્ષા લેવી એ જ સર્વસ્વ, એના સિવાય બધું નકામું ?
દીક્ષા લેવી - એ સર્વસ્વ નથી, દીક્ષા પાળવી અને એના ફળ સુધી પહોંચવું - એ સર્વસ્વ. તમે અધકચરું ન બોલો. સજે દીક્ષા લેશે એ પાળશે ને ?
જે લે એ પાળે જ - એવું નહિ, જેને પાળવી હોય તે દીક્ષા લે. રાગ મારવાનો સંકલ્પ મજબૂત કરીને નીકળી જવું છે. વૈરાગ્ય ભલે નથી આવ્યો પણ વૈરાગ્ય લાવવા માટે રાગ મારવો છે. તે માટે દીક્ષા લઇને પાળવી છે. દુ:ખ ભોગવવાની તૈયારી વિના કાયા પણ કસાતી નથી તો રાગ ક્યાંથી મરે ?
સ્કંધકાચાર્યે ભગવાનની અનુજ્ઞા લઇ શુભ ભાવથી પોતાની બહેનના નગર તરફ વિહાર કર્યો. ત્યાં ઉદ્યાનમાં પધાર્યા પછી વનપાલકે રાજાને વધામણી આપી કે શિષ્યપરિવાર સાથે આચાર્યભગવંત પધાર્યા છે. બાજુમાં બેસેલા પાલકે આ સાંભળ્યું. પોતાનું વેર લેવાનો અવસર આવ્યો છે - એમ જાણી પાલક ખુશ થયો. રાજાના કાન ભંભેરવાનું કામ સાવ સહેલું છે. ‘તમારું રાજ્ય પડાવી લેવા આવ્યો છે' આટલું કહીએ એટલે પતી ગયું ને ? પાલકે સાધુભગવંત જ્યાં ઉદ્યાનમાં ઊતરેલા ત્યાં નીચે ભાલા વગેરે શસ્ત્રો દાટી દીધાં અને રાજાને કહ્યું કે ‘આ તમારા રાજ્યને પડાવી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૧૬
લેવા આવ્યો છે, સાધુઓ બળવાન હોય છે'... રાજાએ ગુપ્તચરો પાસે ખાતરી કરીને શસ્ત્રો જોયાં તેથી પાંચસો શિષ્ય સહિત તે સ્કંધકાચાર્યને બાંધીને પાલકને સોંપી દીધા. પાલકને જે સજા કરવી હોય તે સજા કરવાની છૂટ આપી. અહીં લખ્યું છે કે ઉંદરને પામીને બિલાડી જેમ આનંદ પામે તેમ પાલક આનંદ પામ્યો અને એ પાંચસોને પીલવા માટે ઘાણીની બાજુમાં બાંધીને મૂક્યા. મરતી વખતે આઘાપાછા ન થાય તે માટે ઘાણીમાં નાંખવાનું નક્કી કર્યું. આમ છતાં એ સાધુઓએ કોઇ જાતની ધીરજ ન ગુમાવી. તેના પગમાં પડીને દીનતાભરી આજીજી પણ ન કરી. કારણ
કે તેમને મરણનો ડર ન હતો અને જીવવાનો લોભ ન હતો. ઉપરથી તેમણે મનથી સર્વ દોષોની આલોચના કરી લીધી, સર્વ જીવોને ખમાવી દીધા, મૈત્રીભાવનામાં આરૂઢ થયા. ન તો પાલક પ્રત્યે દ્વેષ ધારણ કર્યો, ન રાજા પ્રત્યે દ્વેષ ધર્યો કે ગુરુના વૈરના કારણે પોતાને સજા મળી - એવો ગુરુ પ્રત્યે પણ દ્વેષ ધારણ ન કર્યો. ઉપરથી તેઓ વિચારે છે કે કાયરતા ધારણ કરીએ કે ન કરીએ તોપણ મરવાનું જો નક્કી જ હોય તો તેના બદલે ધીરજ રાખવી - એ જ ઉચિત છે. પાલકે તો કહી દીધું કે તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરી લો, તમને એક એકને વારાફરતી આ ઘાણીમાં પીલીશ. બધાને એકી સાથે નથી પીલવા, વારાફરતી પીલે તો એકને જોઇને બીજાના પગ ઢીલા પડે, ભય પેદા થાય, તો પીડા વધારે થાય - એટલા માટે સાથે નથી પીલતો. આ બાજુ સ્કંધકાચાર્યે પણ પોતાની મેળે ઉપસર્ગ વેઠવા તૈયાર થયેલા સાધુઓને નિર્યામણા કરાવવા તૈયારી કરી. સાધુભગવંતો ગતસ્પૃહ હતા. તેમને કોઇ જાતની સ્પૃહા રહી નથી. જેને
મરણનો ડર હોય અને જીવિતનો લોભ હોય તે પરિષહ વેઠી ન શકે.
આ બાજુ જેનો આશય ક્રૂર છે, કર્મો ક્રૂર છે, વાણી ક્રૂર છે તેવા પાલકે એક એક સાધુને ઘાણીમાં નાંખવા માંડ્યા. તે વખતે સ્કંધકાચાર્યનાં કપડાં ઉપર લોહીના છાંટા ઊડે છે, છતાં તે સાધુને નિર્યામણા કરાવવામાં દત્તચિત્ત છે. પાલકને તીક્ષ્ણ વચનો વડે ગાળાગાળી કરવા નથી બેસતા. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૧૭
Page #163
--------------------------------------------------------------------------
________________
સ૦ કોઇ દેવો કેમ ન આવ્યા ?
આ મહાત્માઓનું આયુષ્ય આમ જ પૂરું થવાનું નિયત હતું, તેથી
દેવોને ઉપયોગ ન રહ્યો.
ઘાણીમાં નાંખવાની તૈયારી કરી તેના પહેલા સ્કંધકાચાર્ય નિર્યામણા કરતાં જણાવે છે કે - ‘શરીર અને આત્મા જુદા છે, તો પછી શરીરના નાશમાં શા માટે ખેદ ધારણ કરવો ? અને આ જે ઉપસર્ગ આવ્યો છે તેમાં નિમિત્તભૂત જો કોઇ હોય તો પૂર્વે કરેલાં આપણાં પોતાનાં કર્મો જ છે. જો આપણું કર્મ નહિ હોય તો કોઇ આપણને કાંઇ કરી નહિ શકે અને આપણાં કર્મનો ઉદય હશે તો આપણા ઘરના લોકો પણ આપણી હત્યા કરનારા બનશે.’ આનો તો અનુભવ આપણને છે ને ? આપણા ઘરના આપણું કહ્યું માનતા ન હોય અને ઉપરથી આપણી સામે થતા હોય તો તે આપણાં કર્મોનો જ પ્રભાવ છે ને ? પૈસા ખાતર સગા બાપની હત્યા કરવાના બનાવો પણ સાંભળવા મળે ને ? ‘આવા ઉપસર્ગ વખતે મહાપુરુષોને કર્મ જાય છે ઃ એનો આનંદ હોય છે’ - એમ સ્કંધકાચાર્ય
:
સમજાવે છે. ઓપરેશનમાં લોહી જાય તો ચિંતા ન હોય ને ? ઉપરથી રોગ ગયાનો આનંદ હોય ને ? અને તપ કરતાં વજન ઘટે તો ચિંતા થાય - ખરું ને ? આજે નહિ તો કાલે દુઃખ આવવાનું જ છે - એમ સમજીને દુઃખ ભોગવવા તૈયાર થઇ જવું છે. ક્યારે, કયા સંજોગોમાં કેટલું દુ:ખ આવવાનું છે - તેની આપણને ખબર નથી. તેથી દુ:ખનો ડર કાઢી નાંખવો છે. આગળ જણાવે છે કે ‘કર્મહત્યા માટે તૈયાર થયેલ સજ્જનોને ઉપસર્ગ દુ:ખ માટે નથી થતા, આનંદ માટે થાય છે. અવશ્ય નાશ્ય એવા શરીર માટે બીજા ઉપર કોપ કરીને પોતાના આત્માનો કે આત્મગુણોનો નાશ શા માટે કરવો ?’ આ વસ્તુ તમારે કે અમારે બરાબર યાદ રાખવાની જરૂર છે. ગુસ્સો કરવાથી આપણા જ્ઞાનાદિ અત્યંતર ધનનો નાશ થાય છે. તમે પણ શું કરો ? બે ભાગીદાર ઝઘડતા હોય પણ કોઇ મોટો ઘરાક આવી જાય તો બંન્ને ઝઘડતા બંધ થઇ જાય ને ? ગુસ્સો કરવાથી આપણા જ્ઞાનાદિ નાશ પામે છે - એવું માને તે ગુસ્સો કરી શકે ? મરણાંત કષ્ટ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૧૮
આવ્યા પછી પણ મહામુનિઓ ગુસ્સો કરતા નથી. આપણને મરણ જેવું કષ્ટ તો નથી આવ્યું ને ? તો શાના આટલો ગુસ્સો કરીએ છીએ ? કોઇ જાતનો ખુલાસો પણ કરવો નથી. બીજા આપણને દોષિત માને તો ભલે માને, આપણે બચાવ કરવો નથી. ભગવાન ના પાડે છે માટે બોલવું નથી. બોલવાથી આપણા ગુણો નાશ પામે છે, માટે પ્રતિકાર કરવો નથી. આ બાજુ સ્કંધકાચાર્ય એક એકને નિર્યામણા કરાવે છે, પાલક એક એકને પીલતો જાય છે. લોહીના ફુવારા ઊડે છે, ચરબીનો કાદવ થાય છે, હાડકાંનો ઢગલો થાય છે. પણ કોઇ સાધુ ધીરજ ગુમાવતા નથી. દરેક સાધુ કેવળજ્ઞાન પામીને મોક્ષે જાય છે.
સ૦ કોઇને સહેલાઇથી કેવળજ્ઞાન મળે ને કોઇને આ રીતે મળે !
તમારે ત્યાં પણ એવું જ છે ને ? કોઇને સહેલાઇથી પૈસો પુષ્કળ મળે છે ને કોઇને મજૂરી કરીને માંડ પેટ ભરાય છે, તો શું કરવું ? પૈસા વગરના રહેવું કે મહેનત કરવી ? ભરતમહારાજા પૂર્વભવમાં પાંચસો સાધુની વૈયાવચ્ચ કરીને આવેલા તો સહેલાઇથી કેવળજ્ઞાન પામ્યા. આજે તો બે સાધુની વૈયાવચ્ચ માટે પણ વારા બાંધવા પડે ને ? આપણે ગયા ભવમાં આરાધના નથી કરી તો આ ભવમાં કરી લેવી છે. આરાધના કર્યા વિના તો કોઇનો નિસ્તાર થયો નથી ને થવાનો નથી.
આ રીતે ચારસો અઠ્ઠાણું સાધુઓને પીલ્યા પછી છેલ્લે એક નાના સાધુનો વારો આવ્યો ત્યારે સ્કંધકાચાર્યે કહ્યું કે આ નાના સાધુને પિલાતો હું નહિ જોઇ શકું તેથી પહેલાં મને પીલી નાંખ. આ રીતે પોતાની માનસિક પીડાનો વિચાર આવ્યો ત્યારથી વિરાધકભાવની શરૂઆત થવા માંડી. સર્વ આ તો નાના સાધુ પ્રત્યેની દયાનો ભાવ કહેવાય ને ?
આ તો દ્રવ્યદયા છે, તેમણે નાના સાધુની ભાવદયાનો વિચાર ન કર્યો. નહિ તો એમ વિચાર આવત કે - ‘મારા ગયા પછી, આને નિર્યામણા કોણ કરાવશે ?’ નાના સાધુને તો ઉપરથી નિર્યામણાની જરૂર વધારે હોય ને ? છતાં પોતાને એ દુઃખ જોતાં અસહ્ય પીડા થશે - એ કલ્પનાથી જ પહેલાં પોતાને પીલવાનું કહ્યું હતું. આવા વખતે સામાનું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૧૯
Page #164
--------------------------------------------------------------------------
________________
હિત જોવાનું કે પોતાનું દુઃખ ?! પાલકને તો સ્કંધકાચાર્યને જેટલી વધારે પીડા અપાય એટલી આપવી જ હતી. તેથી પહેલા નાના સાધુને જ પીલવા માટે નાંખ્યા. તે વખતે પણ અંધકાચાર્ય પાછા સ્વસ્થ થઇ ગયા અને નાના સાધુને પણ સારામાં સારી નિર્ધામણા કરાવી. નાના સાધુ પોતે સ્વસ્થ હોવાથી સમતાપૂર્વક ઉપસર્ગ વેઠીને કેવળજ્ઞાન પામીને મોક્ષે જતા રહ્યા. અંતે અંધકાચાર્યનો વારો આવ્યો. ત્યારે તેમની ધીરજ ખૂટી ગઇ. પાલકે પોતાનું કહેલું છેલ્લે ન માન્યું એટલે ગુસ્સો આવ્યો. એ ગુસ્સામાં નિયાણું કર્યું કે “જો અહીંથી મરીને દેવ થઉં તો આ આખા નગરને ઉજજડ કરું.’ તેમને પીલતી વખતે તેમનો ઓઘો લોહીથી ખરડાયેલો બહાર પડ્યો હતો. તે એક પક્ષીએ માંસનો લોચો સમજીને ઉપાડ્યો અને જયાં તેમની બહેન પુરંદરયશા હતી ત્યાં નાંખ્યો. તે જોતાંની સાથે રાણી સમજી ગઈ કે રાજાના કારણે આ ભાઇ મહારાજ વગેરે સાધુઓ હણાયા છે. તેથી પોતાના પતિ પ્રત્યે ફિટકાર વરસાવતાં કહ્યું કે – “હે પાપિઠ ! તારું તો શું થશે – ખબર નથી, જે થવાનું હશે તે થશે, પણ હું તો આ સંસારથી વૈરાગ્ય પામીને દીક્ષા લેવા જઉં છું.’ આ રીતે ચારિત્રના પરિણામ જોઇને ત્યાં નજીકમાં રહેલા દેવે તેને ઉપાડીને શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન પાસે લાવીને મૂકી. ત્યાં તેણે ચારિત્ર લીધું. અંધકાચાર્ય ત્યાંથી મરીને વ્યંતર થયા. ત્યાં જતાંની સાથે પૂર્વભવનું વૈર યાદ કર્યું અને એ આખા નગરને ઉજજડ બનાવ્યું. આજે પણ તે દંડકારણ્ય તરીકે ઓળખાય છે. અહીં જે રીતે આ સાધુઓએ વધપરીષહ સહન કરીને કેવળજ્ઞાન મેળવ્યું એ રીતે બધા સાધુઓએ પણ વધપરીષહ સહન કરવો જોઇએ.
(૧૪) યાચનાપરીષહ : આક્રોશપરીષહ કે વધપરીષહ આવે જ એવો નિયમ નથી. આવી જાય તો એને વેઠી લેવા પૂરતી આ વાત છે. વધારીષહ વેઠીને જનારા આત્માઓ કરતાં અનશનાદિ સાધના દ્વારા મોક્ષે જનારા મહાત્માઓની સંખ્યા વધારે છે. તેથી વધ કે આક્રોશ પરીષહના કાલ્પનિક ભયથી સાધુપણાથી ઊભગી જવાની જરૂર નથી. દુઃખ આવે તો વેઠી લઇશું એ વાત નક્કી, પણ આવું દુ:ખ આવ્યા પછી તે વેઠી નહિ શકાય – એવો ૩૨૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ભય અત્યારથી રાખીને ચિંતા માથે લઇને ફરવાની જરૂર નથી. જે દુઃખ આવવાનું જ છે તેને ટાળવા માટે ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તોય તે ટળવાનું જ નથી તો શા માટે આટલો ભાર સાથે રાખીને ફરવું ? આ તો પૈસો ગયા પછી માનસિક તાણનો એવો અનુભવ કરે કે લગભગ સૂનમૂન થઇને ફરે. આટલી બધી અરતિ શા માટે કરવી ? જે બુદ્ધિશાળી માણસ હોય તેને આવેલી વસ્તુ ગયાનું દુઃખ ન થાય. આમ તમે બુદ્ધિશાળી ખરા પણ મૂર્ખ છો. ડાહ્યા તો તેને કહેવાય કે જે બુદ્ધિનો ઉપયોગ કરે. જે વખતે જે અવસ્થા હોય તેને વધાવી લેવાની, ભવિષ્યની ચિંતા કરીને વર્તમાનની સાધના શા માટે ગુમાવવી ? સાધુભગવંત ભવિષ્યની ચિંતા ન કરે. શાસ્ત્રમાં આ જ કારણથી “કુફખીસંબલ ભાખ્યા મુનિવર.” આવું વિશેષણ સાધુ માટે વાપર્યું છે. આવતી કાલના આહારની ચિંતા સાધુ ન કરે. તેમના પેટમાં જે પડ્યું હોય તે જ તેમનું ભાથું હોય છે. અહીં ગ્રંથકારશ્રી જણાવે છે કે વધાદિ પરીષહ આવે ત્યારે વેઠવાના છે. સ0 પરીષહ ઊભા કરી ભોગવવાનું શા માટે કહ્યું ?
એ તો એટલા માટે કહ્યું છે કે આપણે પાપ કેટલાં કર્યાં છે તેની ખબર નથી. તેથી અત્યારે જ એ પાપકર્મોનો ઉદય થઇ જાય તો સારું. કારણ કે અત્યારે સમજણ છે, શક્તિ છે, સહન કરવાની વૃત્તિ પણ છે. તો અત્યારે શા માટે વેઠી ન લે ? ભવિષ્યમાં આ બધી અનુકૂળતા નહિ હોય તો આવેલું દુ:ખ ભોગવતાં બીજું નવું દુ:ખ ઊભું થઇ જાય. આથી જ સાધુને સંયમ અને તપનાં કષ્ટો જાતે ઊભાં કરી વેઠવાનું જણાવ્યું.
આપણી વાત તો એ છે કે વધાદિપરીષહ આવે તો વેઠવાના. જ્યારે યાચનાપરીષહ તો રોજ આવવાનો છે. સાધુભગવંતને વસ્ત્ર, પાત્ર, પિંડ, વસતિ... આ બધું જ યાચના કરીને જ મેળવવાનું છે. યાચના કર્યા વિના એક પણ વસ્તુ મેળવવાની નથી. ગોચરીએ જતી વખતે દાતા ગમે તેટલો આગ્રહ કરે તોપણ જે વસ્તુનો ખપ હોય તે જ વહોરવાની. ઉત્તમ વસ્તુનો આગ્રહ કરે ને વસ્તુ નિર્દોષ હોય તો પણ જો ખપ હોય તો જ સાધુ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૨૧
Page #165
--------------------------------------------------------------------------
________________
વહોરે. કોઇ ગ્લાન હોય, તપસ્વી હોય તો વહોરે. બાકી તો પોતાના માટે અંતપ્રાંત આહાર લાવે.
સ૦ સામાનો ભાવ તૂટે નહિ તે માટે ઉત્તમ વસ્તુ ન વહોરે ? ગોચરી જનાર સાધુ ગીતાર્થ હોય. સામાની વિનંતિ હોય ને ભાવ તૂટે નહિ તેનું ધ્યાન પણ રાખે. એક વસ્તુ વધારે આવી જાય તો માત્ર એનાથી જ નિર્વાહ કરે. બીજી વસ્તુ પર કાપ મૂકી દે. પણ એક વસ્તુ યાદ રાખો કે ભાવ કરતાં પણ આજ્ઞાની કિંમત વધારે છે. સામાનો ભાવ ગમે તેટલો હોય પણ આયંબિલવાળો વિગઇ ન વહોરે ને ? તેમ રસકસવાળી વસ્તુ ભગવાન ના પાડે છે તો આપણે ન વહોરવી. સાધુભગવંતનું અણગાર વ્રત દુષ્કર છે કે બધું દાતા આપે તો જ લેવાનું. દાતાને ઘેર પડ્યું હોય છતાં જો વિનંતિ ન કરે તો તેની યાચના ન કરવી. યાચના પણ દરેક વસ્તુની ન કરાય. જે વસ્તુ સામે પડેલી હોવા છતાં દાતા વિનંતિ ન કરે, તે વિનંતિ કરવાનું ભૂલી ગયો હોય ને આપણને ખપ હોય તોપણ તે વસ્તુ તેને ત્યાં ન યાચવી. બીજા ઘરેથી યાચવી. કારણ કે કોઇ વાર દાતાએ માંદા માટે વસ્તુ બનાવેલી હોવાથી વિનંતિ ન કરી હોય ને આપણે સામેથી યાચના કરીએ તો દાતા મુસીબતમાં મુકાય. હા ય પાડી ન શકે ને ના પણ પાડી ન શકે, માટે આવું ન કરવું. અહીં fi પદથી એ સમજાવ્યું છે કે આ પરીષહ વેઠવાનું કામ રોજ કરવાનું છે.
યાચનાપરીષહમાં શારીરિક પીડા નથી, માનસિક પીડા છે. જેઓને ગૃહસ્થપણામાં માંગવામાં શરમ આવતી ન હોય તેને આ પરીષહ નથી લાગવાનો. જરૂર પડે તો માંગી લઇએ અને જરૂર હોય તો આપી દઇએ ઃ આ તો એક વ્યવહાર છે - આવું માનનારાઓને આ પરીષહની કિંમત સમજાશે નહિ. પરંતુ જેઓ ઉચ્ચ કુળમાં જન્મ્યા હોય, માંગવું અને મરવું જેને સરખું લાગતું હોય એવાઓને આ ભિક્ષાવૃત્તિ એ એક પરીષહરૂપ લાગવાની, માટે તેને જીતવાની વાત જણાવી. રાજામહારાજાઓ હોય, મંત્રીપુત્ર હોય, એવાઓ સત્તા જમાવીને આવ્યા હોય, અનેકને આપીને આવ્યા હોય એવાઓને ઘર ઘર ભિક્ષા માંગવાનું આકરું લાગે, પોતાનો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૨૨
અહમ્ ઘવાતો હોય એવું લાગે તેથી યાગ્યાપરીષહ જીતવાનું જણાવ્યું છે. શ્રી ઋષભદેવ ભગવાનને તેર મહિના સુધી ભિક્ષા ન મળી તે તેમના પૂર્વના કર્મના ઉદયે જ મળી ન હતી. છતાં શ્રી કલ્પસૂત્રમાં કવિએ કલ્પના કરી છે કે ભગવાને જમણા હાથને ભિક્ષા લેવા માટે કહ્યું તો તેણે ના પાડી કે ‘અત્યાર સુધી હું આપી આપીને ટેવાયો છું, હવે માંગું કઇ રીતે ?’ આ કલ્પના પણ એ સૂચવે છે કે યાચના એ પરીષહ છે. કવિએ કલ્પના કરી કે ભગવાનને બંન્ને હાથને સમજાવતાં સમજાવતાં તેર મહિના ગયા. તેર મહિનાના અંતે ભગવાને બંન્ને હાથને સમજાવ્યું કે અત્યાર સુધી યાચકોના મનોરથોને પૂરીને કૃતકૃત્ય થયા, હવે આ દાતાના મનોરથોને પૂરીને કૃતાર્થ થાઓ.’ ત્યારે બંન્ને હાથ તૈયાર થયા ને શ્રેયાંસકુમારના હાથે ભિક્ષા ગ્રહણ કરી. જેઓ અનેકને દાન આપીને આવ્યા હોય તેવાઓ પણ ભગવાનની આજ્ઞા સમજે તો ભિક્ષાવૃત્તિમાં શરમનો કે માનસિક પીડાનો અનુભવ ન કરે.
સ૦ કોઇ તિરસ્કાર કરે, આવકાર ન આપે તો જવાય ?
તેની ઇચ્છા ન હોય તો તેના ઘરે ન જવું. બાકી મહાપુરુષો તો તિરસ્કાર કરનારને પણ પ્રતિબોધ કરનારા હોય છે. આ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં જ આગળ એક કથા આવે છે. એક બ્રાહ્મણે પ્રતિબોધ પામી દીક્ષા લીધી. શ્રુતના પારગામી બની એકાકી વિહાર કરતા પોતાના ભાઇને ત્યાં યજ્ઞ ચાલુ હતો ત્યાં ભિક્ષા લેવા ગયા. ત્યાં પેલા યજ્ઞના નાયકે તેમને ભિક્ષા આપવાની ના પાડી કે ‘આ ભિક્ષા તો જે બ્રાહ્મણ હોય, વેદના જાણકાર હોય, યજ્ઞ કરતા હોય તેમના માટે જ છે, તમારા માટે નથી.’ ત્યારે તે સાધુએ એ યજ્ઞનાયકને કહ્યું કે બ્રાહ્મણ કોને કહેવાય, વેદના જાણકાર કોને કહેવાય, યશ કોને કહેવાય, આહુતિ કોને કહેવાય - એ તમે જાણતા જ નથી. પેલો યજ્ઞનાયક ઠંડો પડ્યો, પૂછ્યું કે ‘જો તમે જાણતા હો તો કહો.' ત્યારે સાધુભગવંતે બધાનું સ્વરૂપ જણાવ્યું કે જે બ્રહ્મચર્યનું પાલન કરે તે બ્રાહ્મણ છે, જ્ઞાનયજ્ઞમાં કર્મોની આહુતિ નાંખવી એ ખરો યજ્ઞ છે... આ સાંભળીને પેલો પ્રતિબોધ પામ્યો, ભિક્ષા આપવા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૨૩
Page #166
--------------------------------------------------------------------------
________________
તૈયાર થયો. સાધુએ ભિક્ષા લીધી નહિ અને પાછા ફર્યા, પેલા બ્રાહ્મણે દીક્ષા લીધી. દીક્ષા સહેલી છે ને ? જે યજ્ઞ કરતા હતા તેમણે યજ્ઞ છોડીને દીક્ષા લીધી. આજે દીક્ષા લીધેલા સ્વાધ્યાય કરવાને બદલે યજ્ઞયાગ કરાવવા લાગ્યા છે. કોઇ ઘંટાકર્ણનો હોમ કરાવે, કોઇ માણિભદ્રનો હોમ કરાવે ! આ બધું વિચિત્ર છે. એક જૈનેતર વિદ્વાને ટીકા કરી કે - જૈનો હોમહવન કરાવે એ તો ભૂતકાળના બ્રાહ્મણ કુળના સંસ્કાર છે. સ, જ્ઞાનયજ્ઞ કેવી રીતે કરવો ?
પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવાનો. એમાં બધા દોષો અને બધાં કમની આહુતિ આપવાની છે. તમને સ્વાધ્યાય કરવાનું જ ગમતું નથી ને ? સ0 સાંસારિક જીવને સંસારની ઇચ્છા પૂરી કરવી હોય તો બીજે જાય
તેના બદલે આ હોમ કરે તો શું વાંધો ?
સાંસારિક જીવને સંસારની ઇચ્છા મારવા માટે જયાં જવું હોય ત્યાં જવાની છૂટ પણ ઇચ્છા પૂરી કરવા ભગવાન પાસે પણ આવવાની રજા ને મળે. કોઈને શત્રુને મારવો હોય તો તે કસાઇ પાસે જાય તેના કરતાં ભગવાનને કહે તો તે સારું કે શત્રુને મારવાની ઇચ્છા જ ખરાબ છે ? તેમ અહીં પણ દુ:ખ કાઢવાની અને સુખ ભોગવવાની ઇચ્છા જ ખરાબ છે. તેને પૂરી કરવા માટે કોઇની પાસે ન જવાય. આ દુ:ખ કાઢવાની ભાવના હોવાથી જ સાધુ થવાતું નથી. આપણે દુ:ખ કાઢવા કશું કરવું નથી. કર્મ કાઢવા માટે જે કરવું હોય તે કરી લેવું છે. તે માટે દીક્ષા સિવાય બીજો ઉપાય નથી. દીક્ષામાં આ યાચનાપરીષહ જીતવો જ પડશે. સાધુભગવંત કોઇ પણ વસ્તુ યાચ્યા વિના ન લે. ગૃહસ્થ માંગે નહિ, સાધુ માગ્યા વિના ન રહે. સગૃહસ્થ પોતાના ઘરમાં તો માંગે ને ?
ઘર આપણું છે જ નહિ. ઘરને મારું માન્યું એ જ આપણી મોટામાં મોટી ભૂલ છે. ઘર મારું નથી, ધર્મ મારો છે અને માંગવું નહિ – એ જ ગૃહસ્થનો ધર્મ છે. જ્યારે સાધુભગવંત માટે માંગ્યા વગર લેવું નહિ – એ જ એમનો ધર્મ છે. માંગવાની પણ રીત છે, ‘મને આપો’ એમ સાધુ ૩૨૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ન કહે. માત્ર ધર્મલાભ આપે. જે વસ્તુનો ખપ હોય તેના માટે પણ ‘આનો જોગ છે ?’ એમ પૂછે અને પેલા હા પાડે તોપણ તો લો’ એમ કહે, આપો’ એમ ન કહે. આ પણ એક ભાષા છે. જેમ તમે જતી વખતે આવું છું” એમ બોલીને જાઓ ને ? “આવું છું” એનો અર્થ ‘જઉં છું' થાય ને ? તે જ રીતે “લો’ નો અર્થ ‘આપો’ થાય. પણ ‘આપ’ બોલવાનું નહિ. ભગવાને જે આચાર બતાવ્યો છે તે અદ્ભુત છે. આથી જ ભિક્ષા લાવ્યા પછી સાધુભગવંત આ પ્રમાણે ગાથા બોલીને ગોચરી આલોવે કે – આ ભગવાને અસાવદ્ય (પાપરહિત) એવી ભિક્ષાવૃત્તિ જણાવી છે તે અદ્ભુત છે, કોઇ પણ જીવને પીડા પહોંચાડ્યા વિના જીવનનો નિર્વાહ થઇ શકે – એવો અદ્ભુત આ આચાર છે. તેથી ભિક્ષા માટે હાથ પસારવાનો વખત આવે ત્યારે સાધુભગવંત એમ ન વિચારે કે “આના કરતાં ગૃહસ્થપણું સારું'. પરંતુ યાચનાપરીષહ જીતીને સુંદર ભિક્ષાચર્યાનું પાલન કરે.
આ પરીષહ ઉપર બળદેવમુનિની કથા છે. તેમાં બળદેવમુનિની દીક્ષા કઇ રીતે થઇ – એ વાત અહીં વિસ્તારથી બતાવી છે. કૃષ્ણવાસુદેવ માટે ઇન્દ્રમહારાજાએ સોનાની દ્વારિકાનગરી બનાવી હતી. એક વાર શ્રી નમનાથ ભગવાન ત્યાં સમવસર્યા ત્યારે કૃષ્ણમહારાજા પરિવારસહિત ભગવાનને વંદન કરવા ગયા. ભગવાનની દેશના સાંભળી કૃષ્ણમહારાજાએ ભગવાનને પૂછ્યું કે – ‘દ્વારિકાનગરીનો નાશ કુદરતી જ થવાનો કે કોઇના કારણે ? મારું મૃત્યુ પણ કુદરતી થશે કે કોઇના હાથે થશે ?? દુનિયાના પદાર્થો નાશવંત છે એવું જાણતા હોવાથી તેમણે આવો પ્રશ્ન પૂછેલો અને તેમાં પણ જે અતિપ્રિય હોય તેના નાશની ચિંતા વધારે હોય તેથી પોતાના પ્રાણ માટે અને પ્રાણપ્રિય દ્વારિકાનગરી માટે પ્રશ્ન પૂછ્યો. આપણને જેના પર મમત્વ હોય તે જાય નહિ : એની ચિંતા વધારે હોય ને ? ભગવાને કહ્યું કે – એક ઋષિએ નીચ કુળની રૂપવાન કન્યા સાથે વિષયસેવન કર્યું તેનાથી તેને દ્વૈપાયન નામનો પુત્ર થયો. એ દ્વૈપાયન ઋષિ થયો તેના કારણે આ દ્વારિકાનગરીનો નાશ થશે. કૃષ્ણવાસુદેવના પુત્ર શાંબ અને પ્રદ્યુમ્ન મદિરા પીને મદોન્મત્ત થઇને ઋષિને ત્રાસ પમાડશે, એનાથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૨૫
Page #167
--------------------------------------------------------------------------
________________
ત્રાસેલા ઋષિ નિયાણું કરીને દેવ થઇ આ આખી દ્વારિકાનગરી બાળી નાંખશે અને સાથે ભગવાને એ પણ જણાવ્યું કે કૃષણમહારાજાનું મૃત્યુ તેમના મોટા ભાઈ જરાકુમારના હાથે થશે. આ સાંભળીને પર્ષદા જરાકુમાર સામે જોવા લાગી. તેથી લજજા પામેલો જરાકુમાર ત્યાંથી ધનુષ્ય અને બાણ લઇને પહેર્યે કપડે જંગલમાં જતો રહ્યો. દ્વૈપાયન ઋષિ પણ આ સાંભળી પોતાના હાથે દ્વારિકાનો નાશ ન થાય તે માટે દ્વારિકામાંથી નીકળી જંગલમાં જઇને રહ્યો. કૃષ્ણમહારાજાએ નગરના લોકોને કહી બધી મદિરા કાદંબરી અટવીમાં નંખાવી દીધી. આટલું કરવા છતાં જે ભાવિભાવ હોય તે મિથ્યા ક્યાંથી થાય ? એ કાદંબરી અટવીમાંથી એક માણસ પસાર થતો હતો તેણે ત્યાં રહેલી મદિરા પીધી. પોતાના ભાજનમાં લઇને આવ્યો અને શાંબ-પ્રદ્યુમ્નને આપી. એના પૂછવાથી જણાવ્યું કે આ અટવીમાંથી મળી. આથી ત્યાં જઇને એ બંન્નેએ ઘણી મદિરા પીધી. મદોન્મત્ત થયેલા તેઓ દ્વૈપાયનઋષિ દ્વારિકાનો નાશ કરનારા છે માટે તેમને હેરાન કરવા માટે ગયા. ત્યાં તેમણે કરેલા ત્રાસથી કોપાયમાન થયેલા દ્વૈપાયનઋષિએ પણ દ્વારિકા બાળવાનું નિયાણું કર્યું. કૃષ્ણમહારાજાને આ વાતની જાણ થતાં પુત્રોને ઠપકો આપ્યો અને દ્વૈપાયનઋષિને ખમાવ્યા અને નિયાણું ન કરવાનું જણાવ્યું. છતાં ઢંપાયનઋષિનો કોપ શાંત ન થયો. તોપણ તેમણે એટલું કહ્યું કે ‘તમે માફી માંગવા આવ્યા છો, માટે તમને નહિ મારું.' ત્યાર બાદ કૃષ્ણમહારાજએ ભગવાનને પૂછ્યું કે આ દ્વૈપાયન દ્વારિકાને ક્યારે બાળશે ? ભગવાને કહ્યું કે બાર વરસ પછી બાળશે. ભગવાનનું વચન સાંભળી કૃષ્ણમહારાજાએ નગરીના લોકોને ધર્મધ્યાનમાં રત રહેવાનું જણાવ્યું. આયંબિલ કરવાનું પણ કૃષ્ણમહારાજાએ જણાવ્યું હતું, ભગવાને નહિ, આ ઉપાય પણ દ્વારિકાના દાહને અટકાવવાનો ન હતો, પરંતુ એ નિમિત્તે ધર્મમાં સ્થિર રહેવાનો હતો. આ રીતે અગિયારેક વરસ થઇ ગયા એટલે ભાવિભાવના વશથી લોકો તપ-જપ વગેરે છોડીને જલસા કરવા લાગ્યા. એવામાં તૈપાયન મરીને દેવ થયો અને પૂર્વનું વૈર સંભારીને દ્વારિકા બાળવા તૈયાર થયો. ૩૨૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સ0 લોકો પહેલેથી બીજી નગરીમાં ન ગયા ?
આ મુંબઇ આખું પાણીમાં જવાની આગાહી બે-ત્રણ વરસથી છે છતાં કોઇએ મુંબઈ છોડ્યું ? જેવા ભાવિભાવ હોય એવી જ મતિ સૂઝે. સુખનો રાગ જ એવો છે કે આ કશું વિચારવા દેતો જ નથી. દ્વૈપાયને કહ્યું કે જેને દીક્ષા લેવી હોય તેને ભગવાન પાસે મૂકી દઉં. કૃષ્ણમહારાજાની આઠે ય પટ્ટરાણી વગેરેએ તો ભગવાન પાસે દીક્ષા લઇ લીધી. શાંબ-પ્રદ્યુમ્ન પણ દીક્ષા લઇ લીધી. દ્વૈપાયને નગરી બાળી ત્યારે કૃષ્ણવાસુદેવ અને બળદેવ અસહાયપણે દીનમને દ્વારિકાનો દાહ જોઇ રહ્યા છે. પોતાનાં માતા-પિતાને બચાવવા માટે રથમાં બેસાડી બળદના સ્થાને બે ભાઇઓ જે ડાયા, રથ ખેંચીને નગરની બહાર લઇ જતા હતા તેવામાં કૃષ્ણ વાસુદેવ અને બળદેવ દરવાજાની બહાર નીકળી ગયા, પણ નગરનો દરવાજો માતા-પિતા ઉપર પડ્યો અને માતા-પિતા ત્યાં જ મૃત્યુ પામ્યાં. બળદેવ વાસુદેવ બે એકલા ત્યાંથી પાંડવોની પાસે જવા નીકળ્યા. રસ્તામાં ગ્રીષ્મકાળનો તાપ અસહ્ય હોવાથી કૃષ્ણમહારાજાને અત્યંત તૃષા લાગી.
સાધુભગવંતો કોઇ પણ વસ્તુ જાતે બનાવતા નથી, ખરીદીને લેતા નથી કે છેદી-કાપીને પણ લેતા નથી. આથી જ કોઇ પણ વસ્તુ તેમને યાચના કરીને જ લેવાની છે. શાસ્ત્રમાં કહ્યું છે કે એક દાંતની સળી પણ કોઇએ આપ્યા વિના કે કોઈની પાસે યાચ્યા વિના ન લેવાય. આવા વખતે માન આડું આવે કે યાચના કરતાં શરમ આવે તો સાધુપણું પાળી નહિ શકાય. ‘હું કોણ હતો’ એ યાદ રાખે તે સાધુપણું પાળી ન શકે. આપણે ભૂતકાળમાં ગમે તેવા રાજા મહારાજા હોઇએ કે સત્તાધારી હોઇએ, તોપણ આજે સાધુ છીએ – એટલું યાદ રાખવું. એક વરસ સુધીનું વરસીદાન આપનાર જગતગુરુ પણ દીક્ષા લીધા પછી દાતા પાસે હાથ પસારીને જ ભિક્ષા લે છે. આપણે ભગવાન કરતા તો મોટા નથી ને ? તો શા માટે સાધુપણાના આચાર પાળતાં શરમ રાખીએ ? જેને ભિક્ષાએ જતાં શરમ આવે તે મકાનમાં ટિફિન મંગાવતા થઇ જશે અને પછી લોકો તેની ટીકા કરવા લાગશે. સાધુપણાના આચાર જે પાળે તેને જ સાધુ કહેવાય, બીજાને સાધુ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૨૭
Page #168
--------------------------------------------------------------------------
________________
ન કહેવાય. જે સાધુતાના આચાર પાળતા જ નથી તે સાધુ જ નથી, તેમની ટીકા કરવાનો કોઈ અર્થ જ નથી. આજે તમે લોકો સાધુની ટીકા કરો છો તે વ્યાજબી નથી. જે સાધુ છે તેની ટીકા કરવાની નથી, જેઓ માત્ર વેષધારી છે, સાધુ છે જ નહિ તેની પણ ટીકા કરવાની જરૂર નથી. યાચના પરીષહ જીતવા માટે ગોચરીએ જવું જ પડશે. મકાનમાં આહાર મંગાવે - એ ન ચાલે. જેઓ બિનજરૂરી દોષિત આહાર વહોરાવે તેને અશુભ દીર્ઘ આયુષ્યનો બંધ થાય છે. પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવને આશ્રયીને આધાકર્માદિ દોષથી દૂષિત આહાર વહોરાવે તો પણ તેમાં નિર્જરા થાય છે. દ્રવ્યથી કોઇ સાધુને વૈધે દહીં જ વાપરવાનું કહ્યું હોય ને તે નિર્દોષ ન મળે તો દોષિત લે તેમાં સાધુને પણ દોષ ન લાગે અને વહોરાવનારને પણ દોષ ન લાગે. ક્ષેત્રથી વિહારનાં ક્ષેત્રમાં શ્રાવકનાં ઘરો ન હોય ત્યારે સામેથી આહાર લઇને વહોરાવે તોય દોષ ન લાગે. કાળથી દુર્મિક્ષ કાળ હોય, પૂર આવ્યું હોય, વરસાદ પુષ્કળ પડતો હોય અને સાધુસાધ્વી ગોચરી માટે જઈ શકે એવું ન હોય તેમ જ તેઓ ઉપવાસ કરવા સમર્થ ન હોય ત્યારે તમે દોષિત આહાર વહોરાવો તો પણ તમને દોષ ન લાગે અને ભાવથી રોગાદિના કારણે વિશિષ્ટ વસ્તુની જરૂર પડે તો દોષિત વહોરાવો છતાં તમને નિર્જરા થાય, દોષ ન લાગે. પરંતુ જ્યાં દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી કોઇ કારણ ઉપસ્થિત થયું ન હોય છતાં તમે દોષિત આહાર વહોરાવો તો તમને અશુભ દીર્ધ આયુષ્યનો બંધ પડે.
યાચનાપરીષહમાં બળદેવની કથામાં આપણે જોયું કે કૃષ્ણમહારાજે જ્યારે દ્વૈપાયનને નિયાણું વારવાનું કહ્યું ત્યારે તેણે માત્ર બળદેવ-વાસુદેવને છોડવાની વાત કરી. ત્યારે બળદેવે કૃષ્ણવાસુદેવને કહ્યું કે હવે આને કાલાવાલા કરવાનો કોઈ અર્થ નથી. એમ કહીને તેઓ ત્યાંથી નીકળી ગયા. કૃષ્ણ વિનંતિ કરતાં કહ્યું હતું કે તપસ્વીઓને નિયાણું કરવું શોભે નહિ, છતાં કૈપાયન માન્યો નહિ, તેથી ત્યાંથી પાછા ફર્યા. ભગવાન પાસે આવીને પૂછ્યું કે આ દ્વારિકાને ક્યારે બાળશે ? ભગવાને કહ્યું કે બાર વરસે બાળશે. તેથી કૃષ્ણમહારાજાએ નગરમાં પડહ વગાડીને કહેવડાવ્યું ૩૨૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
કે બધાએ ધર્મધ્યાનમાં રહેવું, આયંબિલ વગેરે તપમાં પરાયણ રહેવું. કૃષ્ણમહારાજાએ મરણથી બચવા માટે ધર્મધ્યાનમાં રહેવાની વાત નથી કરી, સમાધિપૂર્વક મરણ થાય માટે ધર્મધ્યાનમાં રહેવાની વાત કરેલી. આજે અમારા મહાત્માઓ જણાવે છે કે – ‘ભગવાને દ્વારિકાને બળતી અટકાવવા માટે આયંબિલ કરવાનું કહ્યું હતું.’ આ વાત વ્યાજબી નથી. કથાગ્રંથો વાંચતાં પણ શીખવાની જરૂર છે. આપણને ફાવતો અર્થ કાઢવા માટે કથાગ્રંથો નથી. દુઃખ દૂર કરવાનો ઉપાય ભગવાન ન બતાવે. લોકો પણ કેવા હોય ? દુ:ખ આવે ત્યારે તપ-જપ કરે, થોડું દુ:ખ હળવું થાય એટલે ધર્મ છોડી દે ને ? લોકોએ પણ ધર્મધ્યાન કરવાનું માંડી વાળ્યું. બાર વરસ પૂરાં થયાં. દ્વૈપાયને પણ દેવમાયાથી પશુઓને ખંભિત કરીને બાળવા માંડ્યા. જે માણસો દોડાદોડ કરે છે તેમને પણ પકડી-પકડીને અગ્નિમાં નાંખવા માંડ્યો. કૃષ્ણ અને બળદેવ ચોધાર આંસુએ અસહાયપણે આ બધું જોઈ રહ્યા છે. લોકો દીનતાથી ‘હા ! કેશવ (કૃષ્ણ) ! હા ! રામ (બળદેવ) !' કહીને પોતાને બચાવવાનું કહે છે, પરંતુ દ્વૈપાયન આગળ એમનું કશું ચાલતું નથી. આ બાજુ વાસુદેવ, દેવકી (કૃષ્ણની માતા), રોહિણી (બળદેવની માતા) આ ત્રણને રથમાં બેસાડીને નગરની બહાર લઈ જવા માટે કૃષ્ણબળદેવ ઘોડા-બળદને લેવા ગયા પણ દેવમાયાથી બધા પશુઓ ખંભિત થઇ ગયેલા. આથી છેવટે બે ભાઇઓ પોતે રથ ખેંચીને નગર બહાર નીકળવા માંડ્યા. નગરનો દરવાજો પગેથી આઘો કરીને બહાર નીકળવા મહેનત કરતા હતા એટલામાં તેમનાં માતાપિતાએ કહ્યું કે આ દ્વૈપાયન અમને છોડશે નહિ માટે તમે બે જતા રહો. છેવટે માતા-પિતાને પણ આમ નજર સામે મરતા કૃષ્ણ-બળદેવ જોઇ રહ્યા છે ! કર્મની ગતિ કેવી વિચિત્ર છે. ગમે તેટલી કઠિન છાતી હોય તોપણ તે સહી ન શકે – એવો કરુણ એ પ્રસંગ હતો. આ રીતે છ દિવસ સુધી લોકોના હાહારવ સાંભળતાં દ્વારિકાનગરીને બળતી જોઇ સાતમે દિવસે બધું શાંત થયું. દ્વારિકા બળી ગઇ એટલે કૃષ્ણ-બળદેવ ત્યાંથી નીકળ્યા. કૃષ્ણ બળદેવને પૂછે છે કે હવે આપણે ક્યાં જઇએ ?” ત્યારે બળદેવે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૨૯
Page #169
--------------------------------------------------------------------------
________________
કહ્યું કે ‘આપણે પાંડવોની પાસે જઇએ.' કૃષ્ણ કહે છે કે ‘પાંડવોને તો મેં અન્યાય કરીને નગરની બહાર કાઢી દૂર મથુરામાં રહેવાનું સ્થાન આપ્યું હતું તો હવે તે આપણને આશરો ક્યાંથી આપે ?' ત્યારે બળદેવે કહ્યું કે - ‘ભાઇ ! તમે ચિંતા ન કરો. મહાપુરુષો આપત્તિકાળમાં સહાય કર્યા વિના ન રહે. તેઓ ભૂતકાળના અપકારને યાદ રાખતા નથી અને કોઇએ પણ કરેલા નાના પણ ઉપકારને ક્યારેય ભૂલતા નથી. તમે પાંડવોને છોડાવ્યા એ ઉપકારને તેઓ જીવનભર નહિ ભૂલે... આ રીતે વિચારીને પાંડવોની પાસે જવા માટે નીકળ્યા. સાત-સાત દિવસથી કશું ખાધું-પીધું ન હોવાથી કૃષ્ણે બળદેવને કહ્યું કે ‘ભાઇ ! ભૂખ બહુ લાગી છે, હવે આગળ નહિ ચલાય.' તેથી બળદેવ એક નગરમાં કંદોઇને ત્યાં ગયા. કૃષ્ણને એક ઝાડ નીચે બેસાડ્યા અને જાગતા રહેવા કહ્યું. સાથે એ પણ કહ્યું કે ‘નગરમાં જઇ હું આપત્તિમાં આવું તો સિંહનાદ કરીશ, ત્યારે મારી સહાયમાં આવજો.’ આમ કહીને ત્યાંથી કૃષ્ણને એકલા મૂકી નગરમાં ગયા. આ બાજુ કૃષ્ણવાસુદેવ કે જે બત્રીસ હજાર સ્ત્રીઓના અને છપ્પન ક્રોડ યાદવોના સ્વામી હતા તે ભૂખ્યા-તરસ્યા પહેર્યે કપડે જંગલમાં એકલા બેઠા છે, પાસે ખાવાનું પણ નથી અને ખાવાનું લેવા માટે ધન પણ નથી.' કર્મ ક્યારે કઇ સ્થિતિમાં મૂકશે એ કહી શકાય એવું નથી તેથી આ બધી લાલી ધોઇ નાંખો ને ખુમારી કાઢી નાંખો. ભગવાનના પરમ ભક્ત અને ક્ષાયિક સમકિતીને પણ કર્મ આવી દશામાં લાવી મૂકે છે. બળદેવે કંદોઇ પાસે મીઠાઇ માંગી અને બદલામાં મુદ્રિકા આપી. પેલો કંદોઇ વિચારે છે કે આ કોઇ સામાન્ય માણસ નથી લાગતો. દ્વારિકાનગરી બળી ગઇ છે એટલે બળદેવ ને વાસુદેવ જ રખડતા અહીં આવ્યા લાગે છે - એમ વિચારી પોતાના રાજાને સમાચાર આપ્યા કે જેથી અસહાય એવા વાસુદેવને જીતી રાજા પ્રસન્ન થઇને પોતાને પણ ન્યાલ કરી દેશે. કંદોઇની વાત સાંભળી રાજા સૈન્ય લઇને બળદેવની સામે આવ્યો. બળદેવે તરત સિંહનાદ કર્યો એટલે કૃષ્ણ ત્યાં હાજર થયા અને પેલા રાજાને કહ્યું કે ‘દ્વારિકા ગઇ એટલે શું બળ પણ જતું રહ્યું ?' એમ કહી એકલા હાથે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૩૦
-
કૃષ્ણે પેલા રાજાને ખોખરો કરી નાંખ્યો. એને જીતીને કહ્યું કે ‘મારે તારું રાજ્ય જોઇતું નથી, તું તારું રાજ્ય સુખેથી ભોગવ.’ મહાપુરુષો આવા હોય, પરાક્રમની સાથે ઉદારતા પણ તેમને વરેલી હોય. સ૦ પેલા રાજાએ જમાડવાનો વિવેક ન કર્યો ?
રાજા વિવેક કરે તોપણ આ જાય એવા છે ? જ્યારે આપણે દરિદ્ર કે અસહાય અવસ્થામાં હોઇએ ત્યારે કોઇને ત્યાં જમવા ન જવું. કારણ કે એમાં ઓશિયાળાપણું લાગે. આ તો ખુમારીવાળા હતા તેથી ભૂખ વેઠી લે પણ કોઇને ત્યાં જમવા ન જાય. આ બાજુ બળદેવે લાવેલી મીઠાઇ
બંન્નેએ ખાધી અને ઉપર મદિરા પીધી. આથી હવે તરસ ચિકાર લાગે છે. તેથી બળદેવ તેમને જંગલમાં એક પીતાંબર ઓઢાડીને સુવાડે છે અને પોતે પાણી લેવા જાય છે.
સ૦ સમકિતી હોવા છતાં મદિરા પીએ ?
સમકિતી તો સાત વ્યસન સેવે તોપણ કર્મયોગે સેવે, લાલસાથી નહિ. તેમની મદિરા પણ સારી અને આપણી ચા પણ ખરાબ. કારણ કે યાદવકુળમાં તો મદિરા પહેલેથી જ પિવાતી હતી અને અત્યારે તો તેઓ આપત્તિમાં છે માટે મદિરા પીધી. બાકી તો મદિરા અટવીમાં નંખાવી દીધી હતી ને ? જ્યારે આપણે તો ગામડામાં હતા ત્યારે ચા પીતા ન હતા હવે શહેરમાં આવીને ચા શરૂ કરી અને પાછી તેની લાલસા પણ ભયંકર છે ને ? આ બધાં વર્ણન ધ્યાનપૂર્વક વાંચો તો આપણા હૈયાના પરિણામને કૂણાં પાડે એવાં છે. આ બાજુ જરાકુમાર ફરતો ફરતો ત્યાં આવ્યો. પીતાંબર પહેરીને પગ પર પગ ચઢાવીને સૂતેલા કૃષ્ણના પગને મૃગ-હરણ ધારીને બાણ માર્યું. પણ વીંધાતાંની સાથે કૃષ્ણ સફાળા જાગ્યા અને બોલ્યા કે ‘શત્રુને ચેતવ્યા વિના મારે એવું યુદ્ધ આજ સુધી જોયું નથી. તું કોણ છે, મારી સામે આવ.’ ત્યારે જરાકુમારે પોતાનો પરિચય આપ્યો કે ‘હું વસુદેવ રાજા અને જરા રાણીનો પુત્ર, રામકૃષ્ણનો મોટો ભાઇ જરાકુમાર છું અને મારા હાથે કૃષ્ણનું મૃત્યુ ન થાય તે માટે બાર વરસથી ભૂખ્યો-તરસ્યો જંગલમાં ફરું છું.' ત્યારે કૃષ્ણે કહ્યું કે ‘તું જેની શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૩૧
Page #170
--------------------------------------------------------------------------
________________
રક્ષા માટે અહીં રહ્યો છે તે જ કૃષ્ણ હું છું.” આ સાંભળતાંની સાથે આઘાતથી તે મૂછ પામ્યો અને થોડી વારમાં સહેજ ચેતના આવી એટલે કૃષ્ણ પાસે આવ્યો. તેના પગમાંથી બાણ કાઢયું અને પૂછ્યું કે ‘તું અહીં ક્યાંથી ?' ત્યારે કૃષ્ણ દ્વારિકાના દાહથી માંડીને બધો વૃત્તાંત જણાવ્યો. આ સાંભળીને જરાકુમાર હૈયાફાટ રુદન કરે છે, તેને એટલું દુ:ખ થાય છે કે મેં નિરપરાધી ભાઇને માર્યો તેથી આ જ શરીરે મને નરકના દુ:ખ ભોગવવાનો લાગ છે. પૃથ્વી જો માર્ગ આપે તો તેમાં પેસી જઉં, ભાઇનો હત્યારો એવો હું મારું મોટું કઇ રીતે બતાવું. કુણે ‘ભગવાનનું વચન મિથ્યા થતું જ નથી’ વગેરે કહીને જરાકુમારને શાંત પાડ્યા. તેને પોતાનું કૌસ્તુભરત્નનું ચિહ્ન આપીને પાંડવો પાસે જઇને પાંડવોને પોતાનો અપરાધ ખમાવવા કહ્યું અને જલદીથી ઊંધે પગલે ત્યાંથી નાસી જવા કહ્યું. નહિ તો બળદેવ તને જીવતો નહિ રાખે... ઇત્યાદિ કહીને તેને મોકલ્યો અને પોતાનો અંતકાળ જાણીને પોતે તુણનો સંથારો કરી નિર્ધામણા કરવા બેઠા. યાદવકુળમાં જેમણે જેમણે દીક્ષા લીધી તે બધાને યાદ કરીને તેમને ધન્યવાદ આપવા દ્વારા તેમની અનુમોદના કરે છે, અરિહંતાદિ ચારને શરણે જાય છે, સર્વ જીવોને ખમાવે છે. પરંતુ નરકગતિમાં જવાનું નિશ્ચિત હોવાથી અંતે લેશ્યા બદલાઈ, તીવ્ર વેદનામાં દ્વૈપાયન યાદ આવ્યો. તેણે અત્યંત દુઃખ આપ્યું એ યાદ આવ્યું. તે જો હવે મળે તો તેનું પેટ ચીરીને તેમાંથી તેને જે હર્ષોલ્લાસ થયો તે બધો કાઢી નાંખું, આવી રૌદ્રધ્યાનમાં કાળ કરી ત્રીજી નરકે ગયા. આ બાજુ બળદેવ પાણી લઈને પાછા આવ્યા. આવીને જુએ છે તો કૃષ્ણ સૂતા છે – એમ સમજીને ઉઠાડે છે. ઉઠાડવા છતાં ઊઠતાં નથી, તો તે મોહના કારણે કૃષ્ણને મરેલા માનતા જ નથી. ઉપરથી તે રિસાયા છે માટે બોલતા નથી એમ સમજીને મનાવ્યા કરે છે. રાગની ગતિ કેટલી વિચિત્ર છે? રાગના કારણે જ્ઞાન ઉપર આવરણ આવી જાય છે તેથી જ આપણે પણ ભગવાનની વાત માનતા નથી ને ? આ રીતે પોતાના ભાઇનું મડદું છ મહિના સુધી ખભે ઉપાડીને ફરે છે. મહાપુરુષોનું પુણ્ય ગજબ કોટિનું હોય છે, તેથી ૩૩૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
તેમનું મડદું પણ ગંધાયું નહિ. જે કોઈ કહે છે કે તારો ભાઇ મરી ગયો છે, તેનો પ્રતિકાર કરે છે, તેના સામા થાય છે.
આ બાજુ બળદેવનો સિદ્ધાર્થ નામનો સારથિ પ્રતિબોધ પામીને દીક્ષા લેવા તૈયાર થયો અને બળદેવની અનુજ્ઞા લેવા આવેલો ત્યારે બળદેવે કહેલું કે તું દીક્ષા પાળીને દેવલોકમાં જાય તો મને પ્રતિબોધ કરવા આવજે. આ સારથિ છ મહિનાનું સાધુપણું પાળી દેવલોકમાં ગયો અને બળદેવની આ દશા જોઇ અને તેને પ્રતિબોધવા આવ્યો. એક રથ ખાડાટેકરાવાળા રસ્તે બરાબર ચાલતો હતો અને સપાટ ભૂમિમાં આવીને ભાંગી ગયો તેથી તે સારથિ તે રથ સમારવા ત્યાં બેઠો. આ જોઇને બળદેવ કહે છે કે ‘તારો આ રથ સરળ ભૂમિમાં ભાંગી ગયો છે તેનું સમારકામ નહિ થાય.” પેલો કહે છે કે ‘તમારો ભાઇ જીવતો થાય તો મારો રથ પણ સારો થઇ જશે.” આટલું સાંભળવા છતાં પણ તેને ગણકાર્યા વિના તે મડદું લઇને આગળ ચાલ્યા. ફરી પેલો આવીને પથ્થરમાં બીજ વાવવા માટે મહેનત કરે છે તેને જોઇને બળદેવ કહે છે કે “ભાઈ ! આ પથ્થરમાં તે કાંઇ બીજ વવાતું હશે ?” પેલાએ કહ્યું કે ‘તમારો ભાઇ મરેલો છે તે જીવતો થાય તો આ પથ્થરમાં પણ બીજ ઊગશે.” આટલું કહેવા છતાં બળદેવ ગણકારતા નથી. આપણી જેમ ! ભગવાન આપણને કહે છે, મહાપુરુષો આપણને કહે છે કે સંસારમાં સુખ નથી, છતાં આપણે ગણકારતા નથી. ભગવાન કહે છે કે રાગ ન કરો, તોપણ આપણે કાને ધરતા નથી ને ? અંતે પથ્થર ઉપર કમળ ઉગાડવા મહેનત કરી તેથી બળદેવે ફરી કહ્યું કે ‘પથ્થર ઉપર કમળ ન ઊગે.' પેલો કહે છે કે ‘તમારો ભાઇ જે મરેલો હોવા છતાં જીવતો થઇ શકતો હોય તો પથ્થરમાં કમળ કેમ ન ઊગે ?' આવું ત્રણ વાર સાંભળીને બળદેવે પૂછુયું કે ‘તું કોણ છે ?” પેલાએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું અને પોતાનો વૃત્તાંત જણાવ્યો. તેમ જ જરાકુમારના હાથે કૃષ્ણનું મરણ થયું છે તે પણ જણાવ્યું. આ સાંભળીને તેમનો રાગ ઓસરી ગયો. ત્યાં બાજુમાં બંન્નેએ ભેગા થઇને કૃષ્ણના મડદાનો અગ્નિસંસ્કાર કર્યો. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૩૩
Page #171
--------------------------------------------------------------------------
________________
હવે બળદેવ શું કરે ? પાંડવો પાસે જાય કે દીક્ષા લે ? જે સ્થિતિમાં મુકાઇએ એ સ્વીકારી લેવી જોઇએ ને ? બળદેવે એવો વિચાર ન કર્યો. તેઓ વિરક્ત બની દીક્ષા લેવા તૈયાર થયા. તેથી કેવળી એવા શ્રી નેમનાથ ભગવાને તેમની પાસે ચારણમુનિને આકાશમાર્ગે મોકલ્યા અને તેઓ તેમને દીક્ષા આપીને જતા રહ્યા. આ રીતે બળદેવમુનિ દીક્ષિત બન્યા. હવે આપણી કથા શરૂ થાય છે. બળદેવ સાધુ થયા છે – એ જાણી શત્રુરાજા તેમને હણવા માટે આવ્યો. રાજ્ય લેવા માટે સાધુ થઇને તપ કરે છે - એવી કલ્પના કરીને તેમની સામે આવ્યો પણ જંગલમાં આવીને જોયું તો બળદેવમુનિની આજુબાજુમાં સિંહ ફરી રહ્યા હતા. આ જોઇને પેલો શત્રુરાજા તો ગભરાઇને ભાગી ગયો. ત્યારથી લોકો તેમને નૃસિંહ કહેવા લાગ્યા, જે નરની આસપાસ સિંહ ફરે તેનું નામ નૃસિંહ. એ કાળમાં પણ સાધુ માટે દુર્ભાવ રાખનારા માણસો હતા. આજે પણ જે કાંઇ અવદશા બેઠી છે તે સાધુ પ્રત્યે બહુમાન ન હોવાથી બેઠી છે, જો બહુમાન એક વાર પ્રગટી જાય તો આપણી દશા સુધરી જાય. એક વાર બળદેવમુનિ નગરમાં ભિક્ષા માટે આવ્યા. ત્યારે તેમના રૂપમાં આસક્ત થઇને એક સ્ત્રીએ ઘડાના બદલે પોતાના છોકરાના ગળામાં દોરડું નાંખીને તેને કૂવામાં નાંખવાની તૈયારી કરી, છોકરું રડવા લાગ્યું એટલે પેલીનું ધ્યાન ગયું. આ દશ્ય જોઇને બળદેવમુનિને થયું કે આ રૂપને ધિક્કાર થાઓ અને ત્યારથી નિયમ લીધો કે નગરમાં ગોચરીએ ન જવું. આપણા નિમિત્તે કોઇને પણ દુઃખ થાય એવું હોય તો ત્યાંથી સાધુ ખસી જાય. સ૦ નગરમાં જાય તો લોકોને ધર્મ પમાડી શકે ને ?
લોકોને ધર્મ પમાડવાની પ્રતિજ્ઞા લઇને અમે સાધુ નથી થયા, કોઇને પણ દુ:ખ ન આપવાની પ્રતિજ્ઞા લઇને અમે સાધુ થયા છીએ. લોકોને પ્રતિબોધવા નગરમાં જઇએ, પણ ત્યાં જો એકને પણ અપ્રીતિ થાય તો પ્રતિજ્ઞાભંગ થાય. કોઇને પ્રતિબોધ ન કરીએ તો પ્રતિજ્ઞાભંગ ન થાય. ભગવાને પણ નિયમ લીધેલો કે જેને અપ્રીતિ થાય તેને ત્યાં ન રહેવું. અમે વહોરવા ગયા હોઇએ અને ચારમાંથી ત્રણ જણ રાજી હોય પરંતુ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૩૪
એક પણ નારાજ હોય કે અસંમત હોય ત્યારે સાધુ વહોર્યા વિના પાછા ફરે. આજે અમે લોકો તમને પ્રતિબોધવા તમારી પાછળ ફરીએ છીએ - એ અમારા સત્ત્વની ખામી છે, બાકી અમારે કોઇને દુઃખ ન થાય તે રીતે પ્રતિજ્ઞા પાળવાની છે. અહીં જણાવે છે કે ત્યાં જંગલમાં રહેલા સિંહ, હરણિયાં વગેરે પણ તેમની દેશના સાંભળવા આવતા હતા. નગરમાંથી લોકો પણ દેશના સાંભળવા આવતા. કેટલાક સિંહો પ્રતિબોધ પામી દેશવિરતિધર બન્યા, કેટલાક પશુઓ સમકિતી, માર્ગાનુસારી બની ગયા. જેને પામવું હોય તે ગમે ત્યાં પામ્યા વિના રહેતા નથી. તેથી બળદેવમુનિએ કર્યું તે બરાબર કર્યું ને ? એક હરણિયું આ રીતે પ્રતિબોધ પામી ત્યાં
ને ત્યાં જ રહેતું. કોઇ કઠિયારા વગેરે ત્યાં જંગલમાં આવે તો તેને પકડીને મુનિ પાસે લઇ આવે. તે વખતે મુનિ કઠિયારા પાસેથી પોતે આહાર યાચીને પોતાનો નિર્વાહ કરતા. આમ તો માસક્ષમણના પારણે માસક્ષમણ જ કરતા હતા. છતાં જ્યારે આ રીતે કઠિયારા પાસે વહોરવાનો પ્રસંગ આવે ત્યારે એવો વિચાર નથી કરતા કે - ‘હું ત્રણ ખંડના અધિપતિનો ભાઇ અનેકોને દાન આપીને આવેલો અને આજે મારે એક કઠિયારા પાસેથી ભિક્ષા લેવાનો
વખત આવ્યો.’ આ પ્રમાણે જેમ બળદેવમુનિએ યાચનાપરીષહ સારી રીતે સહન કર્યો એમ બધા સાધુઓએ આ પરીષહ વેઠવો જોઇએ. એક વાર આ જ રીતે હરણિયું કઠિયારાને લઇને આવ્યું. કઠિયારો ભાવથી વહોરાવતો હતો, બળદેવમુનિ એષણાના ઉપયોગપૂર્વક આહાર વહોરતા હતા અને પેલું હરણિયું ત્યાં ઊભું ઊભું બંન્નેની અનુમોદના કરતું હતું. એવામાં અચાનક ત્યાં વીજળી પડી અને ત્રણે જણા કરણ કરાવણ અને અનુમોદનના સમાન પરિણામથી કાળ કરી દેવલોકમાં ગયા.
(૧૫) અલાભપરીષહ : જ્યાં સુધી શરીરસંબંધી કે મનસંબંધી દુઃખ વેઠતાં નહિ આવડે ત્યાં સુધી કર્મની નિર્જરા કરવાનું શક્ય નહિ બને. આથી આપણે પરીષહ અધ્યયનની વાત શરૂ કરી છે. યાચનાપરીષહ વેઠ્યા પછી ગોચરીએ જવા નીકળેલા સાધુને આહાર મળી જ જાય એવો એકાંતે નિયમ નથી. કોઇ વાર તેવા પ્રકારનો લાભાંતરાય કર્મનો ઉદય હોય તો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૩૫
Page #172
--------------------------------------------------------------------------
________________
ભિક્ષા ન પણ મળે તેવા વખતે સાધુ દીનતા ધારણ ન કરે કે હું નિપુણ્યક છું... આથી જ અહીં અલાભપરીષહને જીતવાનું જણાવ્યું છે. અહીં પરંતુ થાસમેસેન્ગા પદથી એ જણાવ્યું છે કે સાધુ આહાર માટે ગૃહસ્થના ઘરે
ગવેષણા કરવા માટે જાય. સામે લાવેલો આહાર ન વહોરે. ભમરો જેમ પુષ્પ પાસે જઇને તેમાંથી રસ ગ્રહણ કરે છે અને પુષ્પને કિલામણા નથી કરતો તે જ રીતે સાધુ પણ એષણાસમિતિના પાલન માટે દાતાને ત્યાં જાય અને જે કાંઇ ભોજન વગેરે તૈયાર હોય તે વહોરીને આવે. કોઇ વાર ભાત તૈયાર હોય પણ રોટલી તૈયાર થઇ ન હોય તોપણ સાધુ તપે નહિ, ગુસ્સો ન કરે. આહાર મળે કે ન મળે બંન્નેમાં સમભાવ રાખીને ત્યાંથી પાછો ચાલ્યો આવે. આહાર મળે તો રાજી થઇ જાય અને ન મળે તો પોતાની જાતને કોર્સ, નિંદે કે ‘હું તો જ્યારે જઉં ત્યારે ખાલી હાથે જ આવું.... આવું આવું સાધુ ન કરે. પરંતુ પોતે પોતાના આત્માને
સમજાવીને સમભાવમાં રહે. અલાભપરીષહ તો શ્રી ઋષભદેવ ભગવાને પણ તેર મહિના સુધી વેઠ્યો અને શ્રી મહાવીરસ્વામી ભગવાને પાંચ મહિના ને પચીસ દિવસ સુધી વેઠ્યો, તો આપણને અલાભપરીષહ વેઠવાનો આવે તેમાં શું નવાઇ ? આવા પુણ્યશાળીને પણ જો અંતરાયનો ઉદય આવતો હોય તો આપણને આવે એમાં નવાઇ નથી... ઇત્યાદિ
વિચારીને આ પરીષહ સાધુએ વેઠવો જોઇએ.
યાચના કર્યા પછી વિશિષ્ટ પુણ્યોદય હોય તો ભિક્ષા પ્રાપ્ત થઇ પણ જાય અને અંતરાયનો ઉદય હોય તો ભિક્ષા ન પણ મળે. એવા વખતે સાધુભગવંત કોઇ જાતની અતિ કે આર્ત્તધ્યાન ન કરે. એક વસ્તુ નક્કી છે કે સાધુપણું પુણ્ય ભોગવવા માટે નથી, કર્મો પૂરાં કરવા માટે છે. છતાં પણ સાધુપણામાં આરાધનાની અનુકૂળતા મળી રહે તો સારી વાત છે, પરંતુ એ પણ ન મળે તો તેવા વખતે કોઇ જાતની દીનતા ધારણ ન કરે. જ્યારે ભિક્ષા ન મળે ત્યારે સાધુ શું વિચારે તે આ અલાભ પરીષહની બીજી ગાથાથી જણાવ્યું છે. અલાભપરીષહ માત્ર ભિક્ષાને આશ્રયીને નથી. આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિમાંથી કોઇ પણ વસ્તુ ન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૩.
મળે તોપણ સાધુ વિચારે કે ‘આજે નથી મળ્યું તો કાલે મળશે, કાલે નહિ મળે તો પરમદિવસે મળશે’... એવા વિચાર કરીને સ્વસ્થતા ધારણ કરે, દીન ન બને. કર્મનો ઉદય હશે ત્યાં સુધી નહિ મળે, કર્મનો ઉદય પૂરો થશે તો આહારાદિ મળશે - એમ વિચારી શાંતિથી વિચરે. સ૦ વસતિ વિના કઇ રીતે ચાલે ?
–
વસતિ વિના પણ ચાલે. ગઇ કાલે કથાનકમાં જોયું ને કે બળદેવમુનિ જંગલમાં રહ્યા હતા. ઝાડ નીચે વસતિ કરીને રહેવાય. આચાર્યભગવંતે એક વાર કહેલું કે કોઇ સ્થાન નહિ આપે તો ઝાડ નીચે બેસીને પ્રતિક્રમણાદિ કરીશ, કોઇ સાધુ સાથે નહિ હોય તો તર૫ણી ને દાંડો મારી પાસે છે. જે સમર્થ હતા, પ્રચંડ પુણ્યના સ્વામી હતા તેમણે પણ આ વાત કરી હતી. ભગવાનની આજ્ઞા જેની પાસે હોય તેને કોઇ સાધુની કે શ્રાવકની જરૂર ન પડે. જેને દુઃખ વેઠવાની તૈયારી હોય અને સુખ ભોગવવું નથી તેને દીનતા આવવાનું કોઇ કારણ નથી. કર્મ કાલે કઇ સ્થિતિમાં મૂકશે તે ખબર નથી. તેથી પુણ્ય ઉપર વિશ્વાસ રાખવાના બદલે આજ્ઞા ઉપર શ્રદ્ધા રાખીને જીવવું છે. મહાપ્રભાવક ગણધરાદ ભગવંતો ઘોડાના તબેલામાં કે ગાયના ગોઠામાં પણ ઊતરતા હતા તો અમારે એવી વસતિમાં રહેવું પડે - એમાં શું નવાઇ ? આપણા ભગવાને પણ ચોમાસાં ક્યાં કર્યાં હતાં ? પરસાળમાં પણ કર્યાં હતાં ને ?
સ૦
અમે ધનની લાલચે કષ્ટ વેઠીએ, તમે આ કષ્ટો શેના આધારે વેઠી શકો ? અમને મોક્ષની લાલચ છે માટે અમે પણ મજેથી કષ્ટ ભોગવી શકીએ. તમને તો પૈસા મળે કે ન ય મળે, માથે દેવું ય થાય. જ્યારે અમારે ત્યાં રોજ આજ્ઞા મુજબ જીવીએ તો નિર્જરા ચાલુ જ છે. તમે ધનની લાલચે ગામ છોડીને શહેરમાં આવ્યા, તેમ હવે મોક્ષની લાલચે સંસાર છોડીને સાધુપણામાં આવવું છે - બનશે ને ? અલાભપરીષહની વાત એટલા માટે મહત્ત્વની છે કે જે અવશ્ય જીવનનિર્વાહની - જરૂરિયાતની વસ્તુ છે તેનો પણ લાભ ન થાય તોય સાધુભગવંતો કોઇ જાતની ચિંતા ન કરે. સામગ્રીથી આરાધના નથી થતી, ધર્મ તો મનના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૩૩
Page #173
--------------------------------------------------------------------------
________________
પરિણામથી થાય છે. સામગ્રી મળી જાય તો સારી વાત છે, પણ કોઇ વાર કર્મના ઉદયથી આરાધનાની પણ સામગ્રી ન મળે તો રોવું નથી. આજે નહિ તો કાલે મળશે : એવી આશાથી સાધુપણું પાળ્યા કરે, સાધુપણું છોડીને ન જાય. અલાભપરીષહ તો તમારે પણ ભોગવવાનો આવે જ છે ને ? તેવા વખતે સામદામદંડભેદથી કામ લેવાનું કે ધર્મનો આશરો લેવાનો ? સામદામ તો નીતિશાસ્ત્રમાં આવે. આપણે નીતિનું કામ નથી, ધર્મનું કામ છે. નીતિ કરતાં આજ્ઞા ચઢિયાતી છે. તમને કોઇ ઉઘરાણી ન આપે એ પણ તમારા માટે અલાભપરીષહ છે ને ? તેવા વખતે જતું કરવું કે દંડથી પણ પૈસો ભેગો કરવાનો ? સ0 એણે પૈસા આપણા લીધા હોય ને મેળવવા પ્રયત્ન કરીએ એ
ન્યાયની જ વાત છે ને ? નીતિ તો ધર્મનો પાયો છે.
એણે તમારા પૈસા ક્યાં લીધા છે ? પૈસા તમારા છે કે પુણ્યના ? કર્મો જ પૈસા આપ્યા છે, તમારા થોડા છે ? તમારા નસીબના પૈસા કોઇ લઇ જતું નથી, જે તમારા નસીબના નથી એ જ જાય છે, આવતા નથી. સ0 શક્તિ છતાં ન આપે તો જતું કરવું ?
આપણે પણ આવાં જ પરાક્રમ કર્યો હશે. આપણે શક્તિ હોવા છતાં આપ્યા નહિ હોય - એ હિસાબ જ પૂરો થાય છે. એમાં આપણે કાંઇ ઉપકાર નથી કરતા. આપણા લીધા છે માટે એણે આપવા જોઇએ કે આપણે લેવા જોઇએ - એવું નીતિશાસ્ત્ર કહે છે. જ્યારે ધર્મશાસ્ત્ર તો કહે છે કે સામાને દુ:ખ થતું હોય તો આપણું પોતાનું પણ જતું કરવું છે. નીતિ એ ધર્મનો પાયો નથી, ધર્મની પૂરક પણ નથી. નીતિશાસ્ત્રનું અને ધર્મશાસનું લક્ષ્ય જ જુદું છે. માટે નીતિશાસ્ત્રના આધારે નથી ચાલવું, ધર્મશાસ્ત્રના આધારે ચાલવું છે. તમે આ બધું શાંતિથી વિચારો, થોડું ભણવા માંડો. અમે તો અહીંથી જવાના જ છીએ, તમે જ્યાં છો ત્યાં ને ત્યાં જ રહેવાના ને ? આ ચોમાસું પૂરું થાય એટલે આવતા વરસે ‘નવી ગિલ્લી અને નવો દાવ', વરસોથી તમે વ્યાખ્યાન સાંભળો છો પણ જયાં છો ત્યાં જ છો ને ? અમે પણ મૂરખ છીએ કે તમારી પાછળ,
ભટકીએ છીએ. ઘડીની નવરાશ નહિ અને પાઇની પેદાશ નહિ : એવી અમારી દશા છે ! માત્ર વાતો કરીને ઊભા નથી થવું, કાંઇ પામીને જવું છે. આટલું નક્કી કરી લો કે જતું કરવામાં સમાધિ છે, ભોગવવામાં સમાધિ નથી. પેલો ઉઘરાણી આપે તો સારી વાત છે, ન આપે તો ય તેને કહેવું કે કાંઇ વાંધો નહિ, ઇચ્છા થાય ત્યારે આપજે. આ રીતે જતું કરો તો તમે સમાધિથી જીવી શકશો.
અહીં સાધુને આહાર-પિંડનો અર્થાત્ અંશન, પાન, ખાદિમ કે સ્વાદિમનો લાભ મળે કે ન મળે છતાં તે અનુતાપ ન કરે અર્થાત કોઇ જાતના કષાયને કરે નહિ. તે સમજાવવા માટે એક લૌકિક દૃષ્ટાંત જણાવ્યું છે કે જે રૂપક કથાસ્વરૂપ છે. રૂપક એટલે કાલ્પનિક કથા. જે બનાવ બન્યો ન હોય પણ માત્ર તે ઉપજાવી કાઢવામાં આવ્યો હોય તેને રૂપક કથા કહેવાય. જેમ કે અત્યારના સિનેમાની કથા. અહીં જણાવ્યું છે કે બળદેવ, વાસુદેવ, દારુક અને સત્યકી : આ ચારે ઘોડા ઉપર ફરવા નીકળ્યા હતા. ઘોડા ઉન્માર્ગે જતા રહ્યા. એક જંગલમાં જઇ પહોંચ્યા. ઘોડા થાકીને લોથપોથ થઇ ગયા. આ ચારે પણ ભૂખ્યા-તરસ્યા થાકી ગયા હતા. રાત પડી અને રાત્રિના ચારપ્રહર સુધી વારાફરતી એક એક જણે જાગતા રહેવાનું નક્કી કર્યું, જેથી વન્ય પશુ કે પિશાચોથી ચારેનું રક્ષણ થઇ શકે. પહેલાં દારુકનો વારો જાગવાનો હતો. આ ત્રણ સૂતા હતા, એક પિશાચ એમને ખાવા આવ્યો ત્યારે દારુકે કહ્યું કે “મારી સાથે યુદ્ધ કર પછી વાત.’ આ રીતે એક પ્રહર સુધી દારુકે યુદ્ધ કર્યું. બીજા પ્રહરે સત્યકીએ પિશાચ સાથે યુદ્ધ કર્યું. ત્રીજા પ્રહરે બળદેવે કર્યું. ચોથા પ્રહરે કૃષ્ણનો વારો આવ્યો. કૃણે કહ્યું “તું યુદ્ધ કર પછી ખાવાની વાત.' પેલો પિશાચ તો ત્રણ પ્રહર સુધી એકલો યુદ્ધ કરીને એવો થાકી ગયો હતો કે હવે તો તેના હોશકોશ જ રહ્યા ન હતા. કૃષ્ણે કહ્યું કે “તારે યુદ્ધ ન કરવું હોય તો હું પણ આ બેઠો. પણ તારે યુદ્ધ કર્યા વિના આ લોકોને હાથ નહિ લગાડાય.' પિશાચ તો થાકીને સાવ દીન બની ગયો હતો. તેણે પોતાનું સ્વરૂપ ધીમે ધીમે સંકેલી લીધું. અંતે એકદમ નાનો
૩૩૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૩૯
Page #174
--------------------------------------------------------------------------
________________
થઇ ગયો ત્યારે કૃષ્ણે તેને પકડીને પોતાની નાભિમાં મૂકી દીધો. ચોથા પ્રહરના અંતે પેલા ત્રણે જાગ્યા. એ ત્રણે તો યુદ્ધ કરીને ઘવાઇ ગયા હતા. કૃષ્ણને આ રીતે સ્વસ્થપણે બેસેલા જોઇને પૂછ્યું કે પિશાચ ક્યાં ગયો. કૃષ્ણે પોતાની નાભિમાંથી કાઢીને બતાવ્યો અને કહ્યું કે જ્યારે જો ઓછું થઇ જાય ત્યારે શત્રુને જીતવાનું કામ સરળ છે. શત્રુને નબળો પાડીને પછી જ તેને જીતવો જોઇએ. સબળા શત્રુની સામે થઇએ તો આપણે જ ઘાયલ થઇ જઇએ. આ જ રીતે સાધુસાધ્વીએ પણ કષાયને નબળા પાડીને પછી જ તેના ક્ષય માટે પ્રયત્ન કરવો જોઇએ. કષાયને જીતવા માટે પતલા બનાવવા પડે, આથી જ કષાયને સંજ્વલનના બનાવીને પછી જ ક્ષપકશ્રેણીમાં તેનો ક્ષય કરવામાં આવે છે. વિષયાસક્તિ પણ જો ઉપેક્ષા કરવામાં આવે તો પડી પડી એની મેળે જ ઓલવાઇને
શાંત થઇ જશે. આ જ આશયથી સાધુને કષાય કરવાની ના પાડી છે.
કષાયનો ઉપયોગ ન કરીએ તો કષાય એની મેળે જતા રહેશે.
શ્રી વીતરાગપરમાત્માના શાસનને પામ્યા પછી સુખ કેવી રીતે છોડવું અને દુઃખ કઇ રીતે ભોગવી લેવું તેનો ઉપાય શાસ્ત્રકારો બતાવતા હોય છે. પાપના ઉદયથી આવેલું દુ:ખ સમતાપૂર્વક કઇ રીતે ભોગવવું તે શાસ્ત્રકારો બતાવે છે, જ્યારે આપણે પાપના ઉદયથી આવનાર દુ:ખને દૂર કરવાના ઉપાયો વિચારીએ છીએ. આથી આપણો શાસ્ત્રકારોની સાથે મેળ જામતો નથી. દુઃખનો પ્રતિકાર કેવી રીતે કરવો એ તો આપણને આવડે છે. શાસ્ત્રકારો દુઃખને સ્વીકારવાનો ઉપાય બતાવે છે. દુઃખ પ્રતિકાર કરવાથી જતું નથી. દુઃખને સ્વીકારીને જો સમભાવે ભોગવી લઇએ તો દુઃખ એની મેળે પૂરું થઇ જશે.
આજના દિવસે ચોમાસીને અનુલક્ષીને પણ થોડી વાત કરી લેવી છે. અષાઢ ચોમાસીએ જે ચોમાસું બેઠું એ ચોમાસું આ કાર્નિક ચોમાસીએ પૂરું થાય છે. સાચું કહો : ચોમાસું બેસે એમાં આનંદ વધારે કે ચોમાસું ઊતરે એમાં આનંદ વધારે ? મોટા ભાગે ચોમાસું બેસે ત્યારે ડિપ્રેસ થઇ જાય અને ચોમાસું ઊતરે એટલે ફ્રેશ થઇ જાય - ખરું ને ? જે નિયમો
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૪૦
ચાર મહિના માટે લીધેલા તે કાલે છૂટા થવાના ને ? ચાર મહિના માટે નિયમનું બંધન હતું તેનું દુઃખ હતું અને હવે બંધનમાંથી છૂટકારો મળવાનો આનંદ છે ને ? વિરતિમાંથી અવિરતિમાં જવાનો આનંદ થાય કે દુઃખ થાય ? જેને ચાર મહિના વિરતિમાં સ્વાદ આવ્યો હોય તેને અવિરતિમાં આનંદ ન આવે. અત્યાર સુધી પડેલો અભ્યાસ નાશ ન પામે એની કાળજી રાખવી એનું નામ સાધના. જે અભ્યાસ પડ્યો એ છૂટી જાય તો ય સાધના જતી રહે તો અભ્યાસ મૂકી દઇએ તો સાધના ક્યાંથી રહે? સ૦ ચાર મહિના કમાણી કરી - એટલી તો કામની ને ?
ચાર મહિના કમાણી કરે અને આઠ મહિના ઉઠમણું કરે તો એ ધંધો કર્યો કહેવાય ? તમે તો વ્યાપારી માણસ છો ને ? એક દિવસ માટે પણ વ્યાજ ન મળે તો ય તેનો જીવ કપાય અને અહીં વિરતિમાંથી અવિરતિમાં જતાં કાંઇ આંચકો ન લાગે અને ઉપરથી આનંદ થાય – એ ચાલે ? અવિરતિના કારણે દુર્ગતિમાં જવું પડે છે અને વિરતિના કારણે સદ્ગતિ મળે છે, પંચમતિ મળે છે- એવું જાણનારાને અવિરતિમાં જવાનો આનંદ હોય ? વિરતિમાં તો ક્ષયોપશમભાવનો આનંદ છે, અવિરતિમાં ઔદિયકભાવનો આનંદ છે. અર્થકામનો પ્રેમ સુકાવા દીધો કે સિંચન કરીને ટકાવી રાખ્યો છે ? તો વિરતિનો પ્રેમ શા માટે સુકાવા દેવો ? જો વિરતિનો પ્રેમ વાસ્તવિક હોય તો સુકાવાનું કોઇ કારણ નથી. અવિરતિના કારણે સુખ ઉપાદેય અને દુઃખ હેય લાગતું હતું, હવે વિરતિના કારણે દુઃખ ઉપાદેય છે અને સુખ હેય છે - એટલું સમજાય તો જીવનમાં પરિવર્તન આવે ને ? આ કાર્નિક ચોમાસી મેવો ભાજીપાલો ખુલ્લા કરવા માટે નથી, વિરતિનો અનુબંધ ચાલ્યા કરે તે માટે આ ચોમાસી છે. ચાર મહિના વિરતિનો અભ્યાસ પડ્યો હોય તો પૂનમના દિવસે સર્વવિરતિ લેવા તૈયાર થાય ને ?
સ૦ મેવો ભાજીપાલો ભક્ષ્ય હોય તો વાપરવામાં શું વાંધો ?
કાર્તિક ચોમાસી પછી મેવો ભક્ષ્ય થાય છે - એવું નથી કહ્યું, અભક્ષ્ય નથી ગણાતો - એટલું જ કહ્યું છે. શાસ્ત્રકારો અવિરતિનો ઉપદેશ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૪૧
Page #175
--------------------------------------------------------------------------
________________
ન આપે, વિરતિનો જ ઉપદેશ આપે. અભક્ષ્ય ન વાપરવાનો નિયમ આપે, ભક્ષ્ય વાપરવાનો નિયમ ન આપે. સ0 અભક્ષ્ય ન વાપરવાથી અવિરતિ તોડવાનો અભ્યાસ પડે.
અને ભક્ષ્ય વાપરવાના કારણે વિરતિને તોડવાનો અભ્યાસ પડે. ભક્ષ્ય જેટલું હોય એટલું વાપરે તો વિરતિનો અભ્યાસ ક્યાંથી પડે ? બળાત્કારે વિરતિ નથી આપવી, પરંતુ અવિરતિ ભોગવવાની છૂટ નહિ મળે. ભક્ષ્યનો પણ રાગ જેટલો હશે એટલી હેરાનગતિ થવાની જ છે. સાધુસાધ્વીએ તો ખાસ સાવધાની રાખવાની. કાર્તિક ચોમાસી આવે અને હોંશે હોંશે મેવો-ભાજીપાલો ખાવાનું મન થાય, શોધવાનું મન થાય, મંગાવવાનું મન થાય એમાં આપણા સાધુપણાની શોભા નથી.. સ0 આ ન ખાવું, તે ન ખાવું તો ખાવું શું ?
જે વસ્તુ બાર મહિના ખપે એવી હોય તે જ વાપરવી, રોટલી, દાળ, ભાત, શાક વાપરવાનાં. આ ચાર આહાર વાપરીએ તો ચારે ય ગતિનો અંત આવે. આપણે વિરતિનો સ્વાદ લેવા દુ:ખ ભોગવતાં થવું છે માટે જ આપણે પરીષહની વાત શરૂ કરી છે.
અલાભપરીષહમાં અહીં ઢંઢણઋષિની કથા જણાવી છે. મગધદેશના એક ગામમાં રાજાના કહેવાથી એક માણસ ખેતી કરતો હતો તેનું નામ પારાશર હતું. રોજ ખેતીમાં છસો હળ ચલાવે. એક એક હળ પાછળ બે બે, એમ બારસો બળદ હતા. આ હળ ચલાવવા માટે માણસો પણ રાખેલા. પરંતુ તે માણસો કે બળદોને સમયસર પૂરતું ખાવા આપતો ન હતો. કામ પૂરતું અને સમયસર કરાવતો હતો. આવા નિષ્ફર પરિણામના કારણે તેણે અંતરાયકર્મ ઘણું બાંધ્યું પરંતુ સાથે થોડુંક પુણ્યોપાર્જન થવાથી કૃષ્ણમહારાજાની ઢંઢણારાણીની કુક્ષિથી ઢંઢણકુમાર તરીકે જન્મ્યો. ત્યાં શ્રી નેમનાથ ભગવાન પાસે પ્રતિબોધ પામી તેણે દીક્ષા લીધી, પરંતુ ભૂતકાળમાં બાંધેલા અંતરાયકર્મનો ઉદય થવાથી કોઇ ઠેકાણે ભિક્ષા પામી શકતા નથી. આથી તેમણે ભગવાનને પૂછ્યું તો ભગવાને જણાવ્યું કે ભૂતકાળનું અંતરાયકર્મ ઉદયમાં આવ્યું છે માટે ભિક્ષા નથી મળતી. એ વખતે તેમણે ૩૪૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
અભિગ્રહ ધારણ કર્યો કે ‘પોતાની લબ્ધિથી, પુણ્યથી મળે તો જ આહાર લેવો, બીજાના પુણ્યથી મળનારો આહાર ન લેવો.’ આ અભિગ્રહનું પાલન કરતાં છ મહિના થયા પરંતુ ભિક્ષા મળી નહિ, આ બાજુ એક વાર શ્રી કૃષ્ણમહારાજા ભગવાનને વંદન કરવા ગયા. દેશના સાંભળીને ભગવાનને પૂછ્યું કે – ‘ભગવાન આપના સાધુઓમાં દુષ્કરકારક કોણ છે ?” ત્યારે ભગવાને કહ્યું કે “આમ તો બધા જ સાધુઓ દુષ્કરકારક છે.’ વાત પણ સાચી છે ને ? ભગવાનના સાધુ દુષ્કરકારક જ હોય ને ? છતાં ભગવાન કહે છે કે “પરંતુ તારી ઢંઢણારાણીનો પુત્ર જે ઢંઢણત્રઋષિ છે તે અત્યંત દુષ્કરકારક છે.” આ સાંભળીને સમુદ્રમાં જેમ ભરતી આવે તેમ તેમના દર્શનના ભાવથી ઉત્સુક બનેલા કૃષ્ણમહારાજા તેમના દર્શન માટે દ્વારિકાનગરીમાં ગયા. ત્યાં નગરના દ્વારે જ ઢંઢણઋષિ મળ્યા તેમને હાથી ઉપરથી ઊતરીને વંદન કર્યું, શાતા પૂછી. આ જોઇને બાજુમાં રહેલા એક ગૃહસ્થને એમ થયું કે કૃષ્ણમહારાજા જેમને વંદન કરે એ તો એમનાથી પણ ચઢિયાતા હોય - એમ સમજીને તેમને આગ્રહપૂર્વક વહોરાવવા માટે લઇ ગયા અને ભાવપૂર્વક લાડવા વહોરાવ્યા. તે વહોરીને ઢંઢણત્રઋષિ ભગવાન પાસે આવ્યા અને ભગવાનને પૂછ્યું કે - “મારું અંતરાયકર્મ પૂરું થયું ?' ત્યારે ભગવાને ના પાડી અને કહ્યું કે “આ આહાર તારી લબ્ધિથી નથી મળ્યો, કૃષ્ણમહારાજના પ્રભાવે મળ્યો છે.” આ સાંભળીને ઢંઢણઋષિએ કોઇ પણ જાતના ખેદને ધારણ કર્યા વિના ભગવાનને કહ્યું કે ‘તો તો આ આહાર મારે લેવો ન કહ્યું, કારણ કે મારો અભિગ્રહ પૂર્ણ નથી થયો.’ આમ કહી ભગવાનની અનુજ્ઞા લઇને એ લાડવા પરઠવવા માટે કુંભશાળાએ ગયા. ત્યાં લાડવા ચૂરતાં ચૂરતાં શુભ ભાવમાંથી ક્ષપકશ્રેણીએ આરૂઢ થયા અને કર્મો (ધાતિકર્મો) ચૂરી નાંખ્યાં. આ રીતે કેવળજ્ઞાન પામી ઘણો કાળ પૃથ્વી પર વિચરી ઘણા જીવોને પ્રતિબોધીને મોક્ષે ગયા. આ પ્રમાણે શ્રી ઢંઢણઋષિએ જેમ અલાભપરીષહ જીત્યો તે રીતે સર્વ જીવોએ અલાભપરીષહ જીતવો જોઇએ.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૪૩
Page #176
--------------------------------------------------------------------------
________________
(૧૬) રોગપરીષહ : અલાભપરીષહ જેને જીતવો હોય તેણે રોગપરીષહ પણ જીત્યા વિના ન ચાલે. કારણ કે સાધુને આહારનો લાભ ન થાય અથવા તો અંતકાંત આહાર લેવાના કારણે એ નિમિત્તે અથવા તેવા પ્રકારના અશાતાના ઉદયે રોગ થવાનો સંભવ છે. તેવા વખતે સાધુ એ રોગને સમભાવે સહન કરે, પરંતુ એ રોગના પ્રતિકારનો ઉપાય ન ચિંતવે. જેની પ્રજ્ઞા રોગના પ્રતિકારમાં દોડે તે રોગપરીષહને જીતી નહિ શકે. આથી જ અહીં જણાવ્યું છે કે – અશાતા વેદનીયના કારણે શરીરમાં વેદના ઉત્પન્ન થાય અને એના કારણે દુ:ખમાં રહેલો સાધુ દીનતા ધારણ ન કરે, પોતાની પ્રજ્ઞાને પણ દુ:ખ વેઠવાના વિચારમાં સ્થાપિત કરે, ચિકિત્સા દ્વારા રોગને દૂર કરવાના વિચારમાં પ્રજ્ઞાને જોડે નહિ, એક વાર ચિકિત્સા કરાવી લઇએ તો સ્વાધ્યાય સારો થાય, વૈયાવચ્ચ કરી શકાય, નહિ તો આપણું પણ બીજાને કરવું પડે... ઇત્યાદિ કોઇ આલંબને રોગની ચિકિત્સામાં જતી પ્રજ્ઞાને રોકીને પરીષહ જીતવામાં સ્થાપિત કરવી..
સારામાં સારા પુણ્યોદયના સ્વામીને પણ તીવ્ર અશાતાનો જો ઉદય થાય તો રોગો આવતા હોય છે. સાધુપણામાં જ રોગ આવે છે એવું નથી, શ્રાવકપણામાં પણ રોગ આવે ને ? એ રોગ આવ્યા પછી રોગના પ્રતિકારની મતિ કેળવવાને બદલે રોગને વેઠી લેવાની મતિ કેળવી લેવી છે. આ રોગ આવ્યા પછી રોગપરીષહ જીતવાનું કામ કરવું જ પડશે. સાધુ ભગવંતો તો ચિકિત્સાને ઇચ્છે જ નહિ. જયારે ગૃહસ્થને હજુ દીક્ષા લેવાની બાકી છે તેથી તે રોગની ચિકિત્સાને ઇચ્છે એમાં વાંધો નથી : આ પ્રમાણે શ્રી ધર્મબિંદુમાં જણાવ્યું છે. શ્રાવક પણ ‘દુ:ખ સહન કરવું નથી, દુઃખ ટાળવું છે અને સુખ ભોગવવું છે માટે ચિકિત્સા ન કરાવે. માત્ર રોગિષ્ઠ કાયાના કારણે સંયમ દુર્લભ ન બની જાય એટલાપૂરતી ચિકિત્સાને કરાવે. સાધુભગવંતોને તો સંયમ મળી ગયું હોવાથી તેઓ રોગની ચિકિત્સા ઇચ્છે નહિ, કરાવે નહિ. સાધુભગવંતને પણ રોગ સહન ન થતો હોય એટલાપૂરતી ચિકિત્સા કરાવે - એ જુદી વાત. બાકી સંયમની આરાધના સારી થાય - માટે રોગની ચિકિત્સા કરાવવાની વાત જ નથી. उ४४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
કારણ કે દુ:ખ શાંતિથી સહન કરી લેવું - એ પણ એક પ્રકારની આરાધના છે. અપવાદે ચિકિત્સા કરવાની છે, પરંતુ અપવાદ અસહિષ્ણુ માટે છે. જે અશક્ત હોય તેને પણ સશક્ત બનાવવા પ્રયત્ન કરવો છે. બાકી તો જે અસહિષ્ણુ હોય, સહન કરવાની ઇચ્છા હોવા છતાં સહન થતું જ ન હોય તો તેને અપવાદે ચિકિત્સા કરાવીશું. બાકી આરાધના સારી થાય માટે ચિકિત્સા કરાવવાની વાત નહિ કરવી. રોગ એ પ્રતિકાર કરવાની ચીજ નથી, વેઠવાની ચીજ છે. રોગ દૂર થશે તો જિવાશે અને જિવાશે તો આરાધના સારી થશે : આવી વાત નથી કરવી. મરવું નથી – એ બરાબર. પરંતુ આરાધના કરવા માટે જીવન બચાવવાની વાત બરાબર નથી. જીવશું ત્યાં સુધી આરાધના કરીશું, પણ આરાધના માટે વધુ જીવવાની ભાવના વ્યાજબી નથી. જેને જીવીને આરાધના જ કરવાની છે તે પણ જીવિતને ઇચ્છતા નથી, તો જેઓ આરાધના કરતા નથી કે જેને આરાધના કરવી જ નથી તેઓ શા માટે જીવનને ઇચ્છે ? તમારે સાધુ થવું હોય તો જ દવા કરાવવાની છે. જો તમારે સાધુ થવું જ નથી તો જીવવાનું શું કામ છે ? સ, જેને સાધુ થવું હોય તેને જ જીવવાની રજા છે - એમ ?
એ તો સીધી વાત છે ને ? જેને પાપ કરવું હોય તેને કાયદો પણ મુક્ત નથી કરતો. જેને પાપ કરવું હોય તેને જીવવાની રજા ન અપાય, જેને ધર્મ કરવો હોય તેને જ જીવવાનો અધિકાર અપાય અને ધર્મ દીક્ષામાં જ છે, ગૃહસ્થપણામાં નથી. કારણ કે ત્યાં તો ધમધર્મ છે. સ૦ આવી ઠોસ વાત કોઇ કરતું નથી.
અમે કહીએ છીએ તો કોઈ સાંભળતું નથી. ચારિત્ર વિના મુક્તિ નથી, આવું તો બધા જ જાણે છે ને ? ધર્મ પણ તેને કહેવાય કે જે મોક્ષે પહોંચાડે. તો નક્કી છે ને કે ચારિત્રમાં જ ધર્મ છે. સવ વચ્ચે ડાયવર્ઝન ન હોય ? એક જ માર્ગ ?
ડાયવર્ઝન પણ હાઇવે પર આવવા માટે હોય, ગલીમાં રખડવા માટે નહિ. તમારે મૂળ માર્ગે આવવું નથી અને કેડીઓ પર જ ફર્યા કરવું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૪૫
Page #177
--------------------------------------------------------------------------
________________
છે - એ ચાલે ? જે મોક્ષસાધક હોય તે જ ધર્મ હોય. જે મોક્ષમાં બાધા પહોંચાડે તેને અધર્મ કહેવાય. તમારી દરેક પૂજામાં પણ તમને સાધુપણું યાદ કરાવ્યું છે. શ્રાવકનો ધર્મ સાધુપણા માટે છે. આ વાત તો ફળપૂજામાં જણાવી છે : તમે બોલો છો ને કે “પુરુષોત્તમ પૂજી કરી માંગે શિવફળ ત્યાગ.’ શિવફળ ત્યાગ એટલે મોક્ષરૂપી ફળનો ત્યાગ – એવો અર્થ નથી. જેના કારણે મોક્ષરૂપ ફળ મળે તેવો ત્યાગ માંગવાની ત્યાં વાત કરી છે અને મોક્ષ અપાવે તેવો ત્યાગ તો સાધુપણામાં જ હોય ને ? તેથી સાધુ થવા માટે ચિકિત્સા કરાવવાની છૂટ. જીવશું તો આરાધના કરીશું - આ ભાવ જોઇએ છે. આરાધના માટે જીવવાનો લોભ પણ સારો નથી. તમે આરાધનાના નામે ચરી ખાઓ છો - તે બરાબર નથી. તમે ચોખ્ખું કહી દો ને કે ‘દુ:ખ સહન થતું નથી માટે દવા લઉં છું' - તો વાંધો નહિ, બાકી આરાધના સારી કરવા માટે દવા લેવાની વાત વ્યાજબી નથી. તમે કહેશો કે દુઃખ સહન થતું નથી તો તમને દુ:ખ સહન કરવાનો ઉપાય બતાવીશું. પરંતુ જે સાચું બોલે તેને બચાવી શકાય, જે ખોટું કારણ બતાવે તેને કોણ બચાવે ? આપણે જીવવાનો લોભ નથી રાખવો, સાથે મરવાનો ડર પણ નથી રાખવો. સ0 પહેલું સુખ તે જાતે નર્યા - એમ કહેવાય છે ને ?
એ તો નીતિવાક્ય છે, ધર્મવાક્ય નથી. ધર્મવાક્ય તો એક જ છે કે દુઃખ આવે તે ભોગવી લેવું, સુખ છોડી દેવું. તમને નીતિવાક્ય ફાવે એવું છે. કારણ કે એમાં કશું છોડવું નથી પડતું. નીતિ કરતાં તો ધર્મ કંઇકગણો ચઢિયાતો છે. ગૃહસ્થપણામાં રોગ આવે તે તો ઉપરથી દીક્ષા લેવા તૈયાર થઇ જાય. મારા ગુરુમહારાજને દીક્ષાની ભાવના હતી તેવામાં તેમને કમળો થઇ ગયેલો. ત્યારે તેમણે નક્કી કર્યું કે જે આ રોગમાંથી સાજો થાઉં તો દીક્ષા લીધા વિના ન રહું. આસો મહિને કમળો થયો, ફાગણ મહિને દીક્ષા લીધી. એક વાર નક્કી કરો કે – પાપ કરવા માટે જીવવું સારું કે ધર્મ કરતાં મરવું સારું ? પાપ કરીને જ જીવવું પડતું હોય તો તેવા વખતે પાપથી બચવા માટે મરવું સારું, આથી જ શાસ્ત્રમાં ૩૪૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
અનશન કરવાનું વિધાન કર્યું છે. અનશન કરવામાં આત્મહત્યાનું પાપ ન લાગે. કારણ કે તેમાં મરવાની ઇચ્છા નથી, પાપ ન કરવાની ઇચ્છા છે. દુઃખ દૂર કરવા માટે મરવું તેને આત્મહત્યા કહેવાય, તે આત્મહત્યા એ પાપ છે. જયારે કર્મ દૂર કરવા માટે મરવું તે અનશન છે અને અનશન એ મોક્ષની ઉત્કૃષ્ટ આરાધના છે. ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે સંયમ દુરારાધ્ય બનવાથી ઘણાં સાધુસાધ્વીએ અનશન સ્વીકાર્યા હતાં. સાધુ રોગ આવ્યા પછી ચિકિત્સાને ઇચ્છે નહિ, પરંતુ સમાધિમાં રહીને આરાધનાનો માર્ગ શોધે. આ જ રીતે તેનું શ્રમણ્ય એટલે કે શ્રમણપણું ટકે છે કે જેમાં ચિકિત્સા કરવા, કરાવવા કે અનુમોદવાનું નથી. દુ:ખ ભોગવવું છે ટાળવું નથી અને સુખ ભોગવવું નથી, ટાળવું છે : આ સમાધિનો પરિણામ છે. પાપથી બચવું તે સમાધિ છે, દુઃખથી બચવું તે સમાધિ નથી. અહીં જણાવ્યું છે કે આ રીતે રોગપરીષહ જીતવાની અને ચિકિત્સા નહિ જ કરાવવાની જે વાત કરી છે તે મુખ્યત્વે જિનકલ્પી મહાત્માઓને આશ્રયીને છે. બાકી વિકલ્પી માટે તે ઉત્સર્ગમાર્ગ છે. સ્થવિરકલ્પીની શક્તિ હોય ત્યાં સુધી ઉત્સર્ગમાર્ગે ચાલે, જયારે તેમની સહિષ્ણુતા ન હોય તો અપવાદપદે ચિકિત્સા નિરવદ્યપણે કરાવે પણ ખરા. પરંતુ આ અપવાદ પણ અપવાદના સ્થાને હોવો જોઇએ. જેને સાધુપણું પળાતું ન હોય, ઉત્સર્ગમાર્ગે ચલાતું ન હોય તેના માટે અપવાદ છે, જેને સાધુપણું પાળવું નથી – તેના માટે અપવાદ નથી..
આશ્રવનો નિરોધ કર્યા વિના અને સંવરની પ્રાપ્તિ થયા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. નિર્જરાતત્ત્વનું જેટલું મહત્ત્વ છે, એટલું જ મહત્ત્વ આ સંવરતત્ત્વનું છે અને અપેક્ષાએ જુઓ તો નિર્જરા કરતાં સંવરભાવનું મહત્ત્વ વધારે છે. કારણ કે સમયે સમયે કમોંની નિર્જરા તો ચાલુ જ છે, છતાં પણ એ નિર્જરા નકામી જતી હોય તો તે આ સંવરભાવના અભાવે. જ્યાં સુધી આશ્રવ અટકે નહિ, સંવર આવે નહિ, ત્યાં સુધી થયેલી નિર્જરાની કોઇ જ કિંમત નથી. સંવરના સત્તાવન ભેદમાંથી બાવીસ ભેદ તો આ પરીષહોના જ છે. તેથી સંવરભાવ પામવા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૪૭
Page #178
--------------------------------------------------------------------------
________________
માટે બાવીસ પરીષહોને જીતવાનું અત્યંત જરૂરી છે. દુઃખ વેઠવાની તૈયારી વિના પરીષહોને જીતવાનું શક્ય નથી. સંવરભાવ સાધુપણામાં આવે છે અને બાવીસ પરીષહો જીત્યા વિના સાધુપણું પાળી નહિ શકાય.
આપણે રોગપરીષહની વાત કરી ગયા. રોગપરીષહ જીતવાનું માત્ર જિનકલ્પી માટે જ છે અને સ્થવિરકલ્પી માટે નથી : આવી જો કોઇ વાત કરતું હોય તો તે વ્યાજબી નથી. કારણ કે અહીં કથાનક પણ જિનકલ્પીને આશ્રયીને નહિ, સ્થવિરકલ્પીને આશ્રયીને જણાવ્યું છે. જિનકલ્પી મહાત્મા માટે અપવાદ નથી, જ્યારે સ્થવિરકલ્પી મહાત્મા માટે ઉત્સર્ગમાર્ગ આ જ છે, માત્ર તેમના માટે આની સાથે અપવાદપદે ચિકિત્સા કરાવી શકે - એટલી જ વાત છે.
સ૦ ચિકિત્સાથી રોગ જાય કે કર્મ જવાથી રોગ જાય ?
તમને જો આટલું સમજાતું હોય તો તમને કોઈ જાતનો ઉપદેશ આપવાની જરૂર જ નથી, પરંતુ તકલીફ એ છે કે કર્મથી રોગ જાય છે – આ શ્રદ્ધા જ નથી. જો આટલી શ્રદ્ધા હોત તો હોસ્પિટલો બંધ થઇ જાત ને ? હોસ્પિટલોમાં પણ મડદાં સાચવવા માટેનો ઓરડો રખાય છે. તેઓ પણ સમજે છે કે કર્મ જશે તો રોગ જશે, દવા કરવાથી રોગ જાય જ એવું નહિ. સ્થવિરકલ્પીને દવા કરાવવાની છૂટ છે - એનો અર્થ એ નથી કે તે રોગપરીષહ વેઠે જ નહિ, શક્તિ હોય ત્યાં સુધી તેઓ પણ પરીષહ જીતે જ. વાત-વાતમાં દવા લેવાની કે ડૉક્ટરને બતાવવાની વૃત્તિ સારી નથી. મારા નખમાં પણ રોગ ન હતો - એવું કહીને રોવા બેસે તે પરીષહ જીતી ન શકે. ચિકિત્સાથી કદાચ રોગ જાય, પણ કર્મ નહિ જાય. સનત્કુમાર ચક્રવર્તી કે પુંડરીકરાજર્ષિની જેમ આ પરીષહ જીતવો છે.
અહીં રોગપરીષહની કથામાં જણાવે છે કે મથુરાનગરીમાં જિતશત્રુ રાજાએ એક કાલા નામની રૂપવતી વેશ્યાને પોતાના અંતઃપુરમાં રાખેલી. તેનાથી તેને એક પુત્ર થયો જે કાલવૈશ્વિક તરીકે (કાલા નામની વેશ્યાથી જન્મેલો) ઓળખાતો હતો. એક વાર એણે ઊંઘમાં શિયાળનો અવાજ સાંભળ્યો. ત્યાં માણસોને પૂછ્યું કે ‘કોનો અવાજ છે', માણસોએ કહ્યું – શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૪૮
શિયાળનો અવાજ છે. રાજપુત્રે શિયાળને પકડી લાવવા જણાવ્યું. રાજસેવકો શિયાળને પકડી લાવ્યા. તેને બાંધીને રાજપુત્ર મારવા લાગ્યો. જેમ જેમ મારે તેમ તેમ શિયાળ અવાજ કરે અને તેના અવાજથી આ
રાજી થાય. શિયાળને મારી નાંખવા માટે મારતો ન હતો છતાં પણ તેના મારથી તે શિયાળ મરી ગયું. અકામ દુઃખ વેઠીને અંતરમાં તે ઉત્પન્ન થયું. દેવલોકમાં જવા માટે ધર્મ કરવાની જરૂર નથી, અકામનિર્જરાથી પણ જવાય છે, જવું છે ? એક વાર રાજપુત્રે સાધુભગવંતની દેશનાથી પ્રતિબોધ પામી દીક્ષા લીધી. નિર્દયતાથી પાપ કરનારાને પણ દીક્ષા મળી શકે છે. આપણે આવાં પાપ તો નથી કરતા ને ? છતાં દીક્ષા કેમ નથી મળતી – એવો વિચાર નથી આવતો ને ? આ કાલવૈશ્વિક સાધુ શ્રુતના પારગામી બનીને ગુરુની આજ્ઞાથી એકાકી વિહાર કરવા માંડ્યા. વિહાર કરતાં પોતાની સંસારી બહેનના ગામમાં આવ્યા. એવામાં એમને ત્યાં મસાનો રોગ થયો. અહીં જણાવ્યું છે કે દુ:ખે કરીને સહન કરી શકાય એવા દુઃખના સમુદ્રને ઉલ્લસિત કરવા મેઘસમાન એવો આ મસાનો રોગ હતો. આ રોગની અસહ્ય પીડા અનુભવવા છતાં તે મહાત્માની બુદ્ધિ સ્થિર હોવાથી તેઓ રોગની દવાનો વિચાર કરતા નથી, ‘ક્યારે આ રોગ
-
જશે' એવો પણ વિચાર કરતા નથી. કારણ કે રોગ ક્યારે જશે એવી
ચિંતા કરવી તે પણ એક પ્રકારનું આર્ત્તધ્યાન છે. આ બાજુ મહાત્માના
સંસારી બહેનને ભાઇ મહારાજના રોગની જાણ થવાથી તેમને આહારમાં ભેગી મસાની દવા વહોરાવી દીધી. શ્રાવકો સાધુની ચિંતા કઇ રીતે કરે - એ સમજાય છે ને ? મહાત્માને આહારના સ્વાદમાં ફરક પડવાથી ખ્યાલ આવી ગયો કે આમાં ઔષધિ ભેગી આવી ગઇ છે. તરત જ તેમણે અત્યંત દુ:ખ સાથે વિચાર્યું કે - મારા પ્રમાદના કારણે મસાના જંતુના નાશની પીડાને કરનાર એવું ઔષધ મેં લીધું... આ રીતે વિચારીને વિરાધનાથી બચવા માટે આહારમાત્રનો ત્યાગ કરીને અનશન સ્વીકાર્યું. ‘આપણે ક્યાં આપણી ઇચ્છાથી ગયા છીએ, આ રીતે પણ રોગ દૂર થશે તો આરાધના
સારી થશે.’ - એવો ય વિચાર ન કર્યો. તેમના બનેવી રાજાએ તેમની શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૪૯
Page #179
--------------------------------------------------------------------------
________________
રક્ષા માટે આજુબાજુમાં માણસો ગોઠવ્યા. મહાત્મા અનશન કરી કાઉસ્સગ્ગધ્યાનમાં ઊભા રહ્યા. આ બાજુ પેલા વ્યંતરે પૂર્વભવનું વૈર યાદ કરી શિયાળનું અને તેના બચ્ચાઓનું રૂપ વિકુર્તી, રક્ષકો આઘાપાછા થાય ત્યારે ચીચીયારી કરતાં તેમના શરીરનું માંસ ખાવા માંડ્યું. આ રીતે પંદર દિવસ સુધી રોગની પીડા સાથે આ ઉપદ્રવને પણ આ મહાત્માએ કોઇ પણ જાતના ધર્મધ્યાનના વિદ્યાત વિના કે આર્ત્તરૌદ્રધ્યાનને કર્યા વિના સહ્યો અને અંતે શુક્લધ્યાનમાં આરૂઢ થઇ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. કેવળજ્ઞાન પામવાનું અઘરું છે - એવું નથી માનવું. દુઃખ ભોગવીને કેવળજ્ઞાન મેળવવું સારું કે સુખની આશાએ સંસારમાં રહેવું સારું ? સંસારમાં સુખ મળવાનું નથી તેથી દુ:ખ ભોગવીને મોક્ષે જતા રહેવું છે.
(૧૭) તૃણસ્પર્શપરીષહ : પંદર પ્રકારના પરીષહ વેઠવા માટે જે સમર્થ બન્યા હોય તેવા સાધુઓ આગળના પરીષહ સહેલાઇથી વેઠવા સમર્થ બને છે. દુઃખ વેઠવાનું કપરું છે - એવું લાગે પરંતુ એટલું યાદ રાખવું કે સુખ ભોગવીને સંસારમાં ભટકવું એના કરતાં દુ:ખ ભોગવીને મોક્ષે જતા રહેવું સારું. કેવા સાધુને આ તૃણસ્પર્શપરીષહ વેઠવાનો અવસર આવે છે તે માટે જણાવે છે કે જેમની પાસે વસ્ત્ર નથી, જીર્ણપ્રાય છે, કારણ કે સાધુ અચેલ પરીષહને જીતનારા હોય, પાછું જેમની કાયા લૂખી પડી ગઇ હોય, રૂક્ષ થઇ હોય, પોતે સંયત હોય, તપથી શરીર કૃશ થયું હોય તેવા સાધુ તૃણ ઉપર સૂઇ જાય તો તેમનાં ગાત્રોને પીડા થયા વિના ન રહે. એમાં ય પાછું તડકો પડવાના કારણે શરીર ઉપર અળઇઓ થઇ ગઇ હોય તેવા વખતે તૃણસ્પર્શથી વેદના વધુ થશે - એમ સમજીને સાધુ મુલાયમ તંતુથી બનેલા વસ્ત્રની ઇચ્છા ન કરે, તેને સેવે પણ નહિ. આવી અવસ્થામાં ઊંઘ કઇ રીતે આવે ? આવી વિચારણા ન કરવી. જેને રોગની પીડા થાય તે રોગની પીડામાંથી થોડી રાહત મળે તે માટે શાંતિથી ઊંઘવાનું મન થઇ જાય છતાં તે વખતે એવો વિચાર કરે કે નરકગતિમાં તો દુઃખની રાહત મળતી જ નથી, ઊંઘવા પણ મળતું નથી. ત્યાં અસંખ્યાત વર્ષો સુધી આ વેદના અકામપણે વેઠી તો અહીં સકામપણે આટલી વેદના
૩૫૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
વેઠવામાં શું વાંધો છે ? સુખ ભોગવવા માટે પાપ કરવું તેના કરતાં દુઃખ ભોગવીને પાપથી દૂર થવું અને સર્વથા પાપરહિત બનવું સારું ને ?
દુઃખ વેઠવાનો અભ્યાસ જેને પડી ગયો હોય તેને મહાવ્રતોનું નિરતિચાર પાલન કરવાનું સહેલું પડે છે. મોક્ષે પહોંચાડવા માટે જે ધર્મ સમર્થ છે તેના પાલન માટેની શક્તિ કે સત્ત્વ કેળવવા માટે આ બાવીસ પરીષહનું વર્ણન આપણે શરૂ કર્યું છે. અત્યાર સુધી દુઃખનો પ્રતિકાર કરવા માટે જ આપણે આપણું જીવન પૂરું કર્યું છે. તેથી આપણે ધર્મ માટેનું સત્ત્વ કે શક્તિ કેળવી ન શક્યા. હવે આ ભૂલ સુધારી લેવી છે. આપણે તૃણસ્પર્શપરીષહની વાત કરી. તેમાં એક કથાનક આપ્યું છે. શ્રાવસ્તી નામની નગરીમાં જિતશત્રુ નામના રાજાને ભદ્ર નામનો રાજપુત્ર હતો કે જે સાત્ત્વિકોમાં શિરોમણિ હતો. અહીં ભદ્રનું સત્ત્વશાળી વિશેષણ આપ્યું છે. એનું કારણ એ છે કે આ ભદ્રમાં દીક્ષાની યોગ્યતા છે - એ બતાવવું છે. દીક્ષા માત્ર વૈરાગ્યથી નથી મળતી, સત્ત્વથી મળે છે. આજે આપણો રાગ સંસારમાંથી ઓસરી ગયો હોવા છતાં સત્ત્વનો અભાવ હોવાથી જ સંસારમાં બેઠા છીએ ને ? સત્ત્વ વગરના સંસાર છોડી ન શકે અને કદાચ છોડી દે તોપણ અહીં આવીને નવો સંસાર ઊભો કરે. સુખ ઉપરનો રાગ ઓછો થયા પછી કે દુઃખ ઉપરનો દ્વેષ ઓછો થયા પછી પણ સુખ છોડવા અને દુઃખ ભોગવવા માટે સત્ત્વ જોઇએ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે દીક્ષા લેવી એ વીર પુરુષોનું કામ છે, કાયર પુરુષોનું એ કામ નથી. દીક્ષા સત્ત્વથી મળે છે. જેની પાસે સત્ત્વ હોય તે જ પ્રણિધાનપૂર્વક પ્રવૃત્તિ કરી શકે છે, સત્ત્વના કારણે ગમે તેટલી આપત્તિ આવ્યા પછી પણ પગ સ્થિર રહે છે અને વિચલિત થવાનું બનતું નથી. સત્ત્વ માટે શરીરની શક્તિ નથી જોઇતી, મનોબળ જોઇએ છે, સંકલ્પબળ જોઇએ છે. આ ભદ્ર રાજપુત્રે એકવાર સાધુભગવંતની દેશના સાંભળીને સંસારથી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. તેમની પાસે સત્ત્વ તો હતું, વૈરાગ્ય બાકી હતો તે દેશનાથી મળી ગયો તો નીકળી પડ્યા. આપણી પાસે વૈરાગ્ય તો છે
ને ? આ સંસારમાં જે કાંઇ સુખ મળ્યું છે એ ભંગાર કોટિનું છે ને ?
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૫૧
Page #180
--------------------------------------------------------------------------
________________
જેવું જોઇએ એવું તો મળ્યું નથી છતાં જે મળ્યું છે તે નભાવીએ છીએ તે સત્ત્વના અભાવે જ ને ? શાલિભદ્રજી પાસે સત્ત્વ હતું તો જેવું જોઇએ તેવું ન મળ્યું તો છોડીને જતા રહ્યા. આપણી પાસે સત્ત્વ નથી માટે જ રહ્યા છીએ ને ? રાગ થાય એવું એક પાત્ર નથી ને ? તો સત્ત્વ કેળવવું છે ને ? આ બાજુ આ ભદ્રમુનિ શ્રુતના પારગામી બની ગુરુની અનુજ્ઞા લઇને એકાકી વિહાર કરવા લાગ્યા. આ રીતે વિહાર કરતાં કરતાં એક નગરમાં આવ્યા. સમુદાયમાં રહેવાથી અનુકૂળતા ઘણી મળે છે. જયારે એકાકીવિહારમાં અનુકૂળતા મળે નહિ અને ઉપરથી ઉપસર્ગોની સંભાવના ઘણી છે. આ નગરમાં તેઓ સમુદાય સાથે આવ્યા હોત તો વાંધો ન આવત, પરંતુ એકલા આવ્યા હોવાથી ત્યાંના રાજાના ગુપ્તચર માણસોએ જાસૂસની શંકાથી તેમને પકડ્યા અને પૂછ્યું કે તું કોની જાસૂસી કરે છે ?' પેલા તો પ્રતિસાધારી હોવાથી મૌન ધારીને બેઠા છે. આથી આ લોકોએ મહાત્માના શરીર ઉપર ક્ષારદ્રવ્યો લગાવ્યાં. સ0 ખુલાસો ન કરાય ?
ન કરાય અને ખુલાસો કર્યા પછી પેલા માનવાના હતા ખરા ? પ્રતિમધારી મૌન જ રહે, કોઈ જાતનો ખુલાસો ન કરે. ભગવાને પણ દીક્ષા લીધા પછી ગમે તેટલા ઉપદ્રવો આવ્યા પણ ક્યાંય ખુલાસો કર્યો નથી. આ લોકોએ તો જલદ દ્રવ્યો શરીર પર લગાડ્યાં તેના કારણે શરીર ઉપર કાણાં પડ્યાં અને તેમાં પાછા ઘાસના પૂળા શરીર ઉપર બાંધ્યા કે જેથી પેલા કાણામાં સળીઓ પેસે અને પીડા થાય. આમ છતાં આ મહાત્માએ કોઇ પણ જાતના ક્ષોભને પામ્યા વિના તૃણસ્પર્શપરીષહને સારી રીતે વેઠીને પોતાનું આત્મકલ્યાણ સાધ્યું. આ મહાત્માએ જે રીતે પરીષહ વેઠ્યો તે રીતે સર્વ સાધુભગવંતો કે જેમણે મોહરૂપી વરીને હણી નાંખ્યા છે તેમણે આ પરીષહ જીતવો જોઇએ. અહીં નાનકડી કથામાં પણ છેલ્લે માર્મિક વાત કરી છે. સાધુપણું કોણ પાળી શકે ? જેણે મોહને હણી નાંખ્યો હોય તે જ ને ? ભગવાનનું વચન માનવા ન દે – તેનું નામ મોહ, આજે આપણને ધર્મ ગમે, ધર્માચાર્ય ગમે પણ ધર્માચાર્યનું વચન ન ગમે ને ? ઉપર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
આનું જ નામ મોહ. દીક્ષા લેવા માટે જેમ સત્ત્વની જરૂર છે તેમ દીક્ષા પાળવા માટે મોહને મારવાની જરૂર છે. આપણે ભગવાન સિવાય આખી દુનિયાનું માનીએ ને ? ઘરના લોકોનું કહ્યું માનીએ અથવા ભગવાનનું કહ્યું ન માનીએ – એ જ મોહ છે. સ0 તમે રોજ પરીષહ વેઠવાની વાત કરો છો, આનંદની કોઇ વાત
કેમ નથી કરતા ?
પરીષહ વેઠવા એ જ તો પરમ આનંદની વાત છે, કારણ કે આના કારણે જ પરમાનંદ સ્વરૂપ મોક્ષ મળવાનો છે. પાપના ઉદયથી આવતાં દુ:ખો સમભાવે ભોગવી લેવાં – એ જ સાધુનું મોટામાં મોટું સુખ છે. કારણ કે તેનાથી કમની નિર્જરા થાય છે. તમે કહો છો ને કે ‘સાધુ સદા સુખિયા, દુઃખિયા નહિ લવલેશ’ એ સુખ કયું છે ? તમે ભોગવો છો તે નહિ ને ? સ0 સાધુને સુખી માનવા માટે કઇ દૃષ્ટિ જોઇએ ?
સાધુભગવંતને કોઇ જાતની ઇચ્છા નથી - એ જ તેમનું સુખ છે. આથી જ કહ્યું છે કે નિ:સ્પૃહત્વે મહાસુરમ્ ! તમારે ત્યાં પણ જે દુ:ખ છે તે ઇચ્છાનું જ છે ને ? ‘નથ’ એના કારણે દુ:ખ છે કે “જો ઇએ છે? એના કારણે દુઃખ છે ? “જોઇએ છે” એ જ મોટું દુઃખ છે અને “જોઇતું નથી” – એ જ મોટું સુખ છે. સાધુભગવંતો શરીર અને આત્મા બંને જુદા માનતા હોવાથી જ શરીરનાં દુ:ખો આનંદથી વેઠી શકે છે. શરીર અને આત્માને એક માનવા : એ એક પ્રકારનો મોહ છે. શરીરને ગમે તેટલું કષ્ટ પડે તોપણ તેમાં આત્માના એક ગુણનો ઘાત થતો નથી – એવું માને તે જ આવા પરીષહો વેઠી શકે.
(૧૮) જલ્સ(મલ) પરીષહ : તૃણસ્પર્શપરીષહને વેઠનારા સાધુઓને તૃણના સંપર્કથી અથવા તો અન્ય રીતે પણ ધૂળ વગેરેના સંપર્કના કારણે શરીર ઉપર મળ જામી જાય તો સાધુ તે મલને દૂર ન કરે. ઉનાળામાં પરસેવાના કારણે રજ વગેરે શરીરને ચોંટી જાય અને પછી સુકાઇ જવાથી મલ જામ થાય તોપણ સાધુ એ મલને દૂર ન કરે. કારણ કે સાધુભગવંતોએ અત્યંતરમલને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૫૩
Page #181
--------------------------------------------------------------------------
________________
દૂર કરવા માટે દીક્ષા લીધી છે, બાહ્યમલને દૂર કરવા નહિ. આત્માને નિર્મળ બનાવવા માટે દીક્ષા લીધી છે, શરીરને મલરહિત બનાવવા માટે નહિ. શરીરના મલથી આત્મા મલિન નથી થતો, શરીરનો મલ દૂર કરવાથી આત્મા શરીર પ્રત્યેના મમત્વથી લેપાતો હોવાથી ઉપરથી મલિન થાય છે.
વીતરાગપરમાત્માનું શાસન પામ્યા પછી જેને મોક્ષની સાધના કરવી હોય તેઓ બીજા કશાના અર્થ નથી હોતા અને એકમાત્ર નિર્જરાના જ
અર્થી હોય છે : આ સાધુપણાનું સ્વરૂપ છે. એક નિર્જરાના અર્થીપણાને છોડીને બીજા કશાનું અર્થીપણું જાગે તો પાંચ મહાવ્રતને પાળવાનું અને મોક્ષમાં જવાનું કોઇ રીતે શક્ય નથી : આ વાત સમજ્યા વિના આપણું કલ્યાણ થવાનું નથી. વેજ્ઞ નિમ્નવેદી'. આ પદો ઉપરથી ગ્રંથકારશ્રીએ ખૂબ જ માર્મિક વાત કરી છે. જે નિર્જરાનો પ્રેક્ષી સાધુ હોય તે જ મોક્ષમાં પહોંચી શકે અને આની સાથે નિર્જરાનો ઉપાય પણ ભગવાને બતાવ્યો છે કે વેઠી લેવું, સહન કરી લેવું.
સ૦ નિર્જરા એટલે ?
નિર્જરા એટલે આત્મા ઉપરથી કર્મોને દૂર કરવાં. આટલાં વરસે તમે આ પ્રશ્ન પૂછો છો ? તેનું કારણ એક જ છે કે અત્યાર સુધી સુખ મેળવવા પાપ કર્યું અને ધર્મ દુ:ખ ટાળવા માટે કર્યો એટલે જ્ઞાન મેળવવાનો વિચાર જ ન આવ્યો : ખરું ને ? ધર્મ દુ:ખ દૂર કરવા માટે નહિ, કર્મ ટાળવા માટે જ કરવાનો છે. કર્મ દૂર કરવા માટે ધર્મ કરવો તે નિર્જરાપ્રેક્ષી ધર્મ છે. સ૦ અમે દુઃખ વેઠીએ તો અમને સુખ મળે છે, આપને નિર્જરાનો શું અનુભવ થાય ?
સંયમમાં અરિત નથી થતી એ જ તો નિર્જરાનો અનુભવ છે. જેમ જેમ ધર્મ કરીએ તેમ તેમ વિષયકષાયની પરિણતિ ઓછી થાય આ જ તો નિર્જરાનો અનુભવ છે. આજે તમે એવું કહી શકો ખરા કે વિષયકષાયની પરિણતિ ઘટી છે ? ઉપરથી જેમ જેમ પુણ્ય વધ્યું તેમ તેમ અપેક્ષાઓ વધી ને ? પહેલાં જેટલું દુઃખ વેઠતા હતા એટલું પણ આજે વેઠવાની તૈયારી નથી ને ?
૩૫૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સ૦ આપને પરીષહ વેઠતાં આનંદ ને સમાધિ થાય છે, અમને દ્વેષ
અને અસમાધિ થાય છે તો આ સંસ્કાર કઇ રીતે કાઢવા ?
તમે ‘મને શું થાય છે’ એનો વિચાર કરો છો એના બદલે હવે ‘મારે કેવા થવાનું છે’ તેનો વિચાર કરવા માંડો તો અસમાધિ નહિ થાય. માત્ર વર્તમાનકાળને જોયા કરે તે દુઃખના દ્વેષને ન ટાળી શકે. જેને દુઃખના ભોગવટાની પાછળ રહેલી કર્મની નિર્જરા દેખાય તેને અસમાધિ કે દ્વેષ થવાનું કોઇ કારણ જ નથી.
સ૦ દુઃખ સહન કરવાની શક્તિ પુણ્યથી મળે ને ?
દુઃખ સહન કરવાની શક્તિ પુણ્યથી ન મળે, ક્ષયોપશમભાવથી મળે. સહનશીલતા એ આત્માનો ગુણ છે. આત્માનો કોઇ પણ ગુણ ક્ષયોપશમભાવના કારણે કે ક્ષાયિકભાવના કારણે મળે છે, ઔદિયકભાવથી એકે ગુણ ન મળે. ક્ષાયિકભાવથી પૂર્ણ ગુણ મળે, ક્ષયોપશમભાવથી આંશિક ગુણ મળે, ઔદિયકભાવથી એકે ન મળે. આ ક્ષયોપશમભાવ પામવા માટે દેવગુરુનો પરિચય કરવાનો, ધર્મનો અભ્યાસ કરવાનો. સાધુ નિર્જરાના પ્રેક્ષી હોય અને શ્રાવક પુણ્યબંધનો અર્થી હોય - એવી વાત જ નથી કરી. ભગવાનના સંઘમાં ચાર ભેદ પાડ્યા છે તે આચારભેદે પાડ્યા છે, વિચારભેદે નહિ. સાધુ અને શ્રાવકની આચરણામાં ભેદ હોય, બાકી વિચાર તો બંન્નેના મોક્ષલક્ષી જ હોય. વેજ્ઞ નિષ્નાપેઠી આ બે પદો દિશા ફેરવી કાઢે એવાં છે. અત્યાર સુધી દુ:ખ કાઢવાની દિશામાં જ પ્રયત્ન કર્યો છે. હવે દુઃખ વેઠવા માટે પ્રયત્ન કરવો છે. આ રીતે પરીષહોનાં દુ:ખોને સહન કરવા એ જ આર્યોને અનુત્તર ધર્મ છે. અનુત્તર એટલે જેના કરતાં ચઢિયાતો બીજો એકે ધર્મ નથી તેવો સૌથી ચઢિયાતો
ધર્મ. આ ધર્મ સાધુપણાનો છે, ગૃહસ્થપણાનો નહિ. આ રીતે સહનશીલતાનો ધર્મ ક્યાં સુધી પાળવાનો છે તેના માટે જણાવે છે કે ‘ખાવ સીરમેએ ત્તિ' જ્યાં સુધી શરીરનો નાશ ન થાય ત્યાં સુધી સહન કરવાનું કામ કરવું છે. આથી જ શરીરનો ભેદ ન થાય ત્યાં સુધી મલપરીષહ સહન કરવો અર્થાર્ કાયા ઉપર મલ ધારણ કરવો.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૫૫
Page #182
--------------------------------------------------------------------------
________________
અહીં કથામાં જણાવ્યું છે કે ચંપાનગરીમાં સુનંદ નામનો વાણિયો હતો, જે દરેક જાતનો વેપારી હતો. તેને ત્યાં દરેક જાતની વસ્તુ મળતી, દવા પણ મળતી. એને ત્યાં દવા લેવા માટે સાધુ આવતા ત્યારે સાધુના શરીરના મલના કારણે દુર્ગધી બનેલું શરીર હોવાથી પેલાની દુકાનની બધી ચીજ-વસ્તુમાં દુર્ગધ પેસી જતી હતી. આથી તેને સાધુભગવંત પ્રત્યે જુગુપ્સા થઇ. ભગવાને આ સાધુઓને સ્નાનની રજા કેમ ન આપી ?' આ પ્રમાણે દુગંછા કરી. આ વાણિયો એક વાર સાધુભગવંતની દેશના સાંભળીને પ્રતિબોધ પામ્યો. તેણે શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યા. આ શ્રાવકપણાનું પાલન કરીને તે દેવલોકમાં ગયો અને ત્યાંથી એક શ્રેષ્ઠીને ત્યાં જન્મ્યો અને ત્યાં પ્રતિબોધ પામી તેણે દીક્ષા લીધી. પૂર્વભવમાં સાધુના મલિન ગાત્રની દુવંછાના કારણે જે કર્મ બાંધ્યું હતું તે કર્મના ઉદયથી તેમનું શરીર અત્યંત દુર્ગધી બની ગયું હતું. તે ગોચરી માટે જાય તો પણ તેની દુર્ગધ લોકો સહી શકતા ન હતા. આથી શાસનની લઘુતા ન થાય તે માટે ત્યાંના લોકોએ તેમને એક સ્થાને જ રહેવાની અને વિહાર ન કરવાની વિનંતિ કરી, તેમ જ તેમને આહારપાણી પણ લાવી આપતા હતા. આ સાધુએ આ મલપરીષહ સહન ન થવાથી અઠ્ઠમ કરીને શાસનદેવીને પ્રસન્ન કરી અને પોતાનું શરીર સુગંધી બનાવી આપવા કહ્યું. શાસનદેવીએ તે પ્રમાણે કર્યું. પરંતુ હવે તેમની સુગંધી કાયાથી લોકો તેમની ટીકા કરવા લાગ્યા કે આ સાધુ તો અત્તર વગેરે સુગંધી દ્રવ્યો વાપરે છે માટે આનામાં સાધુતા જ નથી. આથી તે સાધુએ ફરી શાસનદેવીને પ્રસન્ન કરીને પ્રાર્થના કરી કે પહેલા જેવું જ શરીર કરી આપો. શાસનદેવીએ તે પ્રમાણે કર્યું. પછી તે સાધુભગવંત સમભાવે મલપરીષહ સહન કરવા લાગ્યા. આ રીતે આ સાધુએ જેમ પહેલાં આ પરીષહ સહન ન કર્યો પણ પાછળથી સારી રીતે સહ્યો તેમ સર્વ સાધુઓએ આ પરીષહ જીતવો જોઇએ.
(૧૯) સંસ્કારપુરસ્કારપરીષહ : મલને ધારણ કરનારા સાધુનો કોઇ સત્કાર કે પુરસ્કાર ન કરે તો પણ સાધુ સત્કારને માંગે નહિ કે ઇચ્છે નહિ. તેમ જ કોઇ સારા સાધુ તરીકે સત્કાર કરે તો ગર્વને પણ ધારણ ન કરે. ૩૫૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
નિર્જરાનો અર્થી સાધુ સત્કારનો અર્થી બને તો સાધુપણું પાળી ન શકે. તેથી સાધુ નિર્જરા સિવાય બીજા કશાનો અર્થી ન બને.
માનસન્માન માટે જો સાધના થતી હોય તો તે નકામી જવાની. સિદ્ધિ કરતાં પણ પોતાની સાધનાને શ્રેષ્ઠ માને, સાધનાની કદરને જે ઇચ્છે તે સિદ્ધિ સુધી પહોંચી ન શકે. ધર્મ કરતી વખતે પ્રભાવના કરવાનું મન ન હોવું જોઇએ, ધર્મના નામે પોતાની પ્રભાવના કરનાર સાધુ આ સત્કાર પરીષહને જીતી નહિ શકે. ગોચરી જાય ત્યારે ‘પધારો' પણ ન કહ્યું - આવું જેના મનમાં આવે તેને ગોચરીએ જવાનો અધિકાર નથી. આપણે આજ્ઞા મુજબ સાધુપણું પાળીએ તો કોઇ આવકાર ન આપે તેમાં માઠું લગાડવાની જરૂર નથી. આજે લગભગ દરેક સાધુસાધ્વીના મનમાં એવું પડેલું છે કે આપણો સત્કાર થવો જ જોઇએ ! કોઇ આપણું ગૌરવ ન જાળવે તેમાં માઠું શું લગાડવાનું ? કોઇ આવકાર ન આપે, તેને નથી ગમ્યું – એવું લાગે તો ત્યાંથી પાછા ફરી જવાનું. સાધુ ગીતાર્થ હોય કે ગીતાર્થનિશ્રિત હોય તો તેવાને સત્કાર ન મળે તો ય કોઇ અસર ન થાય. આપણે સારામાં સારું સંયમ પાળીએ છતાં આપણને માન ન મળે એવું ય બને. માન પુણ્યથી મળે છે, સાધનાથી નહિ. વ્યગ્રતા વગેરેના કારણે ગૃહસ્થ આવકાર ન આપે અથવા ન વહોરાવે તો તેવા વખતે મન ઉપર લેવાની જરૂર નથી. કાળ પડતો છે, તેમાં કોઇ આપણો ભાવ ન ય પૂછે તોપણ આપણો ભાવ પડવો ન જોઇએ. આજે ધર્મ કરનારને ધર્મ પાસેથી પણ માનું ખંખેરવું છે. પતંજલીઋષિએ યોગના ગ્રંથમાં કહ્યું છે કે યોગની સાધના કોઇ વાર એટલી ઉત્કટ બને કે તેના કારણે દેવો તેમને વાવડીઓ વગેરેના ભોગવટાનું આમંત્રણ આપે તોપણ યોગી તેને સ્વીકારે તો નહિ જ, તેમ જ કોઇની આગળ એવું બોલે પણ નહિ કે - “મેં તો દેવનું આમંત્રણ પણ ઠુકરાવી દીધું.’ પતંજલી જેવા અન્ય ધર્મી આવું કહે અને આજનાં સાધુસાધ્વી સત્કારને ઇચ્છે – એ કેમ ચાલે ? જેના હૈયામાં ભગવાન ન હોય તેને ભગતની જરૂર પડે. આપણી સાધનાને વેરવિખેર કરવાનું કામ આપણી જ ઇચ્છાઓ કરતી હોય છે. એક યોગીને અઠ્ઠાઇમાં રાજા રોજ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૫૭
Page #183
--------------------------------------------------------------------------
________________
શાતા પૂછવા આવતો હતો તેથી તેની અઠ્ઠાઇ સારી થતી હતી. એક વાર મંત્રીના કહેવાથી રાજા શાતા પૂછવા ગયો જ નહિ. એ અઠ્ઠાઇ પૂરી કરતા યોગીને નાકે દમ આવી ગયો : આ શું સૂચવે છે ? આપણી સંયમની સાધના આપણા પોતાના હિત માટે જ છે તેમાં વળી માનની શી અપેક્ષા ? આ તો ચોમાસાનો વિહાર કરે ને કોઇ મૂકવા ન આવે તો પોતાનું ચોમાસું નકામું ગયું લાગે ! શાસનની પ્રભાવના કોને કહેવાય - એ જ ખબર નથી ! લોકોના હૈયામાં શાસન વસે એ શાસનપ્રભાવના કે આપણે વસીએ તે ? લોકો વધારે આવે તે માટે ચોમાસાનો પ્રવેશ પણ રવિવારે રાખે તે સત્કાર પરીષહ ક્યાંથી જીતી શકે ? સામાના કલ્યાણની ભાવના હોય અને પોતાના માનની અપેક્ષા ન હોય તે જ ધાર્યું કામ કરી શકે અને પ્રભાવના કરી શકે. સાધુભગવંત જો માન ન ઇચ્છે તો એવા સાધુભગવંત પાસેથી ગૃહસ્થ માનને કેમ ઇચ્છે? આ પરીષહને જીતનારા સાધુ મળે તો સમજવું કે ભગવાનનો સાધુ મળ્યો. સાધુનો જે ઉપાસક હશે તે સાચા સાધુ પાસેથી ક્યારેય નહિ ખસે, પણ વ્યક્તિને જોઇને ખેંચાયેલો હશે તેના પર ભરોસો ન રખાય. વાત્સલ્ય જોઇને ખેંચાવું નથી, માર્ગ જોઇને ખેંચાવું છે. પ્રિય બોલવાથી પ્રિય બનાય છે માટે પ્રિય જ બોલવાનું હોય તો ધર્મ ક્યારે સમજાવવાનો? કોઇના માટે ઘસાતું નથી બોલવું, પણ એનો અર્થ એ નથી કે બધાને ગમે એવું જ બોલવાનું. કોઇનો સ્વભાવ ગમે તેવો હોય તોપણ આપણે આપણો સ્વભાવ બગાડવો નથી. સુલસ પોતાના કસાઈ બાપનું પણ ઘસાતું નથી બોલ્યા. સ્વભાવની વિષમતા જોયા પછી પણ બાપની સેવા ન છોડે તેનું નામ દીકરો. ભરતમહારાજાએ અન્યાય કરવા છતાં બાહુબલીજીએ શું વિચાર્યું ? “મોટા થઈને અન્યાય કરે તો આ જ લાગના થાય ને ?’ એવું ન વિચાર્યું, ઉપરથી વિચાર્યું કે ‘ભલે અન્યાય કર્યો પણ મોટા ભાઇ છે તો તેમને મરાય નહિ જ.’ અને એમ વિચારીને ઉગામેલી મુઠ્ઠીથી લોચ કર્યો.
સાધુસાધ્વી ચોમાસા માટે ગુરુની આજ્ઞાથી આવે, ટ્રસ્ટીની આજ્ઞાથી નહિ. ગુરુની આજ્ઞાથી ચોમાસું કરવા આવવાનું અને ગુરુની આજ્ઞાથી ૩૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
વિહાર કરવાનો, તેમાં કોઇના આવકારની કે વળાવવાની જરૂર જ ક્યાં રહે ? અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન અપાવે એવી સાધનાને સત્કારસન્માન ખાતર વેરવિખેર કરવાની જરૂર નથી. માનની અપેક્ષાના કારણે કેવળજ્ઞાન નથી મળતું. બાહુબલીજીએ માનની અપેક્ષા મૂકી તો કેવળજ્ઞાન તરત મળ્યું ને ? એક વરસ સુધી ટાઢતડકા વગેરે અનેક પરીષહો જીત્યા પણ આ માનપરીષહ ન જીત્યો ત્યાં સુધી કેવળજ્ઞાન ન જ મળ્યું. આપણે ગમે તેટલા મોટા હોઇએ, પણ ભગવાન કરતાં મોટા નથી - એ યાદ રાખવું. વિહાર ભગવાનની આજ્ઞા મુજબ કરવાનો કે લોકોને અનુકૂળ પડે તેવા સમયે રાખવાનો ? ભગવાન એકાકી વિહાર કરે અને અમને વળાવવા માટે લોકો જોઇએ ?! જેની દીક્ષામાં અસંખ્યાત દેવો, અનેક મનુષ્યો હતા તે ભગવાન વિહાર કરતી વખતે એકલા નીકળી પડેલા ને ? તેમને તો તરત પરીષહ-ઉપસર્ગ આવવા માંડ્યા. લોકો ભગવાનને ભગવાન તરીકે પણ ઓળખતા ન હતા. તેથી ભગવાનનો સત્કાર કરવાના બદલે ભગવાનનો તિરસ્કાર કરતા હતા. છતાં ભગવાન કોઇ જાતના સંસ્કારને ઇચ્છતા પણ નથી. સત્કારના કારણે પ્રભાવકતા આવે છે એવું નથી. આજે તમારી પ્રભાવકની વ્યાખ્યા જ જુદી છે ને ? પ્રભાવકને બોલવા કે સમજાવવાનો સમય ન મળે છતાં તે પ્રભાવક અને જે ભણાવવાનો સમય આપે તેનો પ્રભાવ નહિ ને ? માનને નહિ જીતીએ તો બધી જ સાધના એળે જવાની. તમે બધા માન વગર જ પૈસા કમાઓ છો ને ? માન માટે કમાઓ છો કે ખર્ચા કાઢવા? માનમાં મળતું કશું નથી, માત્ર એક સંતોષ મળે કે ચાર માણસ આપણને પૂછતા આવે છે. સ0 ભગવાને નંદીવર્ધનરાજાનું માન રાખ્યું ને ?
આવું અધકચરું ક્યાંથી ભણી આવ્યા ? ભગવાને તો અવધિજ્ઞાનથી જોયું કે કર્મ બાકી છે માટે ઘરમાં રહ્યા હતા. બાકી આદીશ્વર ભગવાને કે નેમનાથ ભગવાને કોઇનું માન ન રાખ્યું ને ? માતા-પિતા આડા પડ્યા તોપણ નેમનાથ ભગવાન ન રહ્યા ને ? તો માન જાય તે સારું કે માન મળે તે સારું ?
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩પ૯
Page #184
--------------------------------------------------------------------------
________________
સાધુમહાત્મા પરીષહ કે ઉપસર્ગ ન વેઠે તો મોક્ષની પ્રાપ્તિ ન થાય. અઢાર પરીષહ પછી ઓગણીસમો પરીષહ સત્કાર-પુરસ્કારને ન ઇચ્છવું તે કહ્યો, આજે આપણે ધર્મ કર્યા પછી આપણી કદર થવી જોઇએ એવી ઇચ્છા તો કાયમ માટે પડી જ હોય ને ? આ પરીષહ માટે આપણે શ્રી શાલિભદ્રજીની કથા શરૂ કરી છે. શ્રી શાલિભદ્રજી પોતાની માતાના હાથે પારણું થશે – એવું ભગવાને કીધા પછી ભદ્રામાતાને ત્યાં ગોચરીએ ગયા પણ જ્યારે એમનો સત્કાર કે પુરસ્કાર ન થયો તો એમને એમ પાછા આવ્યા પણ મનમાં અરતિ ન કરી. આમ જોઈએ તો આ પરીષહમાં કાંઇ માલ નથી. આમ જોઇએ તો ઘણો માલ છે. વહોરવા ગયા પછી કોઇ ‘પધારો' ન કહે તો અમને લાગે કે સાધુમહાત્મા પ્રત્યે ભાવ નથી, પધારો પણ નથી કહેતા. જે બીજાના ભાવને જુએ એ ભવને તરી ન શકે. આપણે તરવા માટે નીકળ્યા છીએ. ભગવાનની આજ્ઞાનો ભાવ રાખીને જીવવું છે. કોઇ આમંત્રણ-નિમંત્રણ આપે કે ન આપે એ નથી જોવું. વસ્તુની કે માન-સન્માનની અપેક્ષા જાગે તો સાધના નહિ થાય. જેનાથી મોક્ષ મેળવવાનો છે એનાથી માન-સન્માનની અપેક્ષા રાખીએ તો સાધના રફેદફે થઇ જશે. કોઇ માન આપે કે ન આપે, ભગવાન પ્રત્યે આપણને માન થઇ જશે તો મોક્ષ નિશ્ચિત છે. કેવળજ્ઞાનનું અર્થિપણું જેને જાગે એને માનનું અર્થિપણું ન જાગે. લોકો ગમે તેટલું માન આપશે પણ કેવળજ્ઞાન નહિ આપી શકે. કેવળજ્ઞાન જોઇએ એને માનની જરૂર ન પડે.
કોઇ આવે એટલે “આવો, આવો’ કહેવું એ અભિવાદન : આવે એટલે તરત ઊભા થવું : એ અભુત્થાન. બેસવા માટે આસનાદિ આપવા એ નિમંત્રણ : આ ત્રણની ઇચ્છા ન રાખવી – એ આ પરીષહ જીત્યો કહેવાય. માનપાનના અર્થિપણાથી શાસનની ઘોર ખોદવાનું કામ થાય. લોકોની ઇચ્છાને જોઇને વ્યાખ્યાન કરે એ માનનો જ પ્રભાવ છે ને ? ભગવાનની આજ્ઞાને છે અને વ્યાખ્યાન આપે તો સમજવું કે માન-પાનનું અર્થિપણું નથી. બીજાને માન-પાન સારાં મળતાં હોય ત્યારે એ જોઇને
પોતાને એવું માન-પાન મળે તો સારું – એમ સાધુમહાત્મા મનમાં પણ ન ઇચ્છે. માન-પાનની ઇચ્છાથી પોતાના હૈયાને દૂષિત ન કરે. સ0 ચેલાની ઇચ્છા પણ નહિ રાખવાની ?
- દીક્ષા લેતી વખતે “અત્તહિયક્રયાએ વિહરામિ’ આવી પ્રતિજ્ઞા લીધી હતી. પોતાના હિત માટે દીક્ષા લીધી છે તો પોતાનું હિત જ કરવાનું. અહિત નહિ જ કરવાનું. ચેલાની ઇચ્છા જાગે એટલે અહિતની શરૂઆત થઇ જ જશે. શરીરસંબંધી દુઃખો વેઠયા પછી મનસંબંધી આસક્તિ જો ટાળવામાં નહિ આવે તો પહેલાના વેઠેલા અઢાર પરીષહ નકામા જશે. માન-સન્માન માટે કષ્ટ વેઠવું હોય તો વેઠાય પણ ભગવાનની આજ્ઞા ખાતર ન વેઠાય. તપ સારામાં સારો કરે પણ માન ન મળે તો માથું ફરી જાય. કોઇની અટ્ટાઇ સારી રીતે ઊજવાય અને પોતાની સો ઓળીની ઉજવણી ન થાય તો મનમાં અરતિ થાય. એમ લાગે કે – તેની કિંમત નથી. આટલું કષ્ટ વેઠ્યા પછી પણ માન-પાનના અર્થિપણાએ એને નકામું બનાવી દીધું. દીક્ષા લીધેલા માટે પણ આવી હિતશિક્ષા હોય તો તમારે કેટલું સાવધ રહેવું પડે ? અભિવાદન, અભ્યત્થાન, નિમંત્રણ અને મનમાં માનની ઇચ્છા : આ ચારને સાધુમહાત્મા ન ઇચ્છે તો આપણે કઈ રીતે ઇચ્છાય - એવું તમને થાય ખરું ? કામ નહિ કરું એ ચાલશે પણ માન માટે કામ કરું : એ નહિ ચાલે. કરીને જે હારવાનું જ હોય તો કરવાની જરૂર નથી. શ્રી દશાર્ણભદ્રજીને માન આવ્યું કે “ભગવાનનું સામૈયું કોઇએ નથી કર્યું એવું કરવું છે' તો ઇન્દ્રમહારાજાએ એમનું માન ઉતાર્યું ને ? દૈવી હાથીની સૂંઢ પર કમળ ગોઠવ્યું અને એની ઉપર નાચ કરતી દેવાંગના બતાવી તો તેમને પોતાનું સામૈયું ફિદું લાગ્યું. બીજા માન ઉતારે એ સારું કે આપણે જાતે જ કાઢી નાખીએ તો સારું ?
જે લોકો સત્કારપરીષહને જીતે તે કેવા હોય અર્થાત્ તેઓનું સ્વરૂપ કેવું હોય તે આગળની ‘અણુક્કસાઇ...' ગાથાથી બતાવે છે. જેને માનની ઇચ્છા ન હોય તે કષાય વગરના હોય. માનની ઇચ્છા હોય અને ન મળે એટલે ગુસ્સો આવે. માન ન જોઇતું હોય એને ગુસ્સો ન આવે. તમારી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૬૧
૩૬૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #185
--------------------------------------------------------------------------
________________
ધનની ભૂખ જેમ પૂરી નથી થતી તેમ અમારી માનની ભૂખ પૂરી નથી થતી. સાધુમહાત્મા કષાય વગરના હોય સાથે સાથે ઇચ્છા વગરના હોય એ ‘અપ્રિચ્છે’ પદથી જણાવે છે. મોક્ષની ઇચ્છા સિવાયની એક પણ ઇચ્છા તેમને નથી હોતી. વર્તમાનમાં આપણી હાલત ઊંધી છે ને ? મોક્ષની ઇચ્છા સિવાય બીજી બધી ઇચ્છા પડી છે. આજે નહિ તો કાલે એ બધી ઇચ્છાને છોડીને મોક્ષની ઇચ્છા પ્રગટાવવી પડશે.
સાધુમહાત્માને પરીષહ વહ્યા પછી જે સિદ્ધિ મળવાની છે તેનાથી આત્માનું એકાંતે કલ્યાણ થવાનું છે – એવું જાણવાના કારણે તેમને માનની ઇચ્છા રહેતી નથી. પુણ્યના ઉદયથી ગમે તેટલાં માનપાનાદિ મળે પરંતુ સાધુમહાત્મા કર્મના ઉદયને ઇચ્છતા ન હોવાથી મળ્યા પછી પણ તેમાં લેવાતા નથી. લોકો નિંદા કરે અને સાધુમહાત્મા મોક્ષમાં પહોંચી ગયા હોય. લોકો માનસન્માન આપે અને સાધુમહાત્મા દુર્ગતિમાં હોય : આ બેમાં કઈ અવસ્થા સારી છે એ આપણે ન સમજી શકીએ એવું નથી. માન-પાને મળ્યા પછી આપણે એમાં લેપાઈ જ જતા હોઇએ તો ધર્મ એવી રીતે કરવો છે કે – લોકો આપણી પ્રશંસા કરે નહિ. દાન પણ ગુપ્તપણે આપવું છે કે જેથી લોકોને ખબર જ ન પડે. જો સાધુભગવંતો આવી સાધના કર્યા પછી પણ માનને આધીન થતા નથી તો ગૃહસ્થ માનને આધીન થઇને ધર્મ કરે એ કઇ રીતે ચાલે ? આજે તો ‘માન નથી જોઇતું’ એવો અધ્યવસાય જ આવ્યો નથી. આપણને તો માન જો ઇતું જ નથી અને બીજાને પણ માન આપતી વખતે જેઓ માનના અર્થી હોય તેમને આપવું નથી, જેઓ માનના અર્થી ન હોય તેઓને માન આપવું છે. જેઓ માનના અર્થી છે તેઓ પરીષહને વેઠી નહિ શકે, જેઓ માનના અર્થી નથી તેઓ જ પરીષહ વેઠી શકશે. માનકષાયને બાજુ પર મૂકીશું તો કષાય વગરના થઇશું. મનુષ્યોને મોટેભાગે માન જ વધારે નડતું હોય છે. દાન પણ પૈસાની મૂર્છા ઉતારવા માટે આપવાનું છે - એમાં માન શા માટે આવે ? તમારા રસોડાનો ખર્ચો તમે કરો છો ને ? ક્યાંય રસોડામાં પાટિયું માર્યું છે ખરું? જ્યારે અહીંયાં પાટિયા પર નામ આવે માટે દાન ૩૬૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
આપે ! આપણો ધર્મ એળે જતો હોય તો આ એક જ કારણસર. થોડું સારું કામ કર્યું એટલે છાપામાં આપે, મેગેઝિનમાં આપે, ગામેગામ જણાવે... આ બધું સારું નથી. સાધુ ભગવંતો અલ્પકષાયી હોવાથી કોઇ એમને પ્રણામ કરે કે ન કરે : એની ઉપર ગુસ્સો કરતા નથી. આજે તો એકાદ શ્રાવક કે સાધુ વંદન ન કરે તો તેની ફરિયાદ કરવા બેસી જાય. સાધુ તો કોઇ વંદન કરે તો યે મનમાં હર્ષિત ન થાય. અમારે ત્યાં જો કોઇ નેતા વંદન કરવા આવે તો છાપામાં છપાવે ! અલ્પકષાયના કારણે એટલો ફાયદો થાય કે કોઇ વંદન ન કરે તો ગુસ્સો ન કરે અને કોઇ વંદન કરે તો અહંકાર ન કરે. વંદન પણ “આ અમારા છે માટે કરવાનું, અમારા નથી માટે નહિ કરવાનું આવું ન હોવું જોઇએ. જેમાં ગુણ હોય એમને વંદન કર્યા વગર નથી રહેવું અને ગુણ ન હોય તો વંદન કરવું નથી. લોકો માન આપે માટે આતાપના વગેરે લે : એવું સાધુમહાત્મા ન કરે. શ્રાવકો આવે એટલે ભણવા બેસી જાય અને જાય એટલે ચોપડી બાજુ પર મૂકી દે: આવું પણ ન કરે. માન-સન્માન મેળવવા માટે તપ પણ ન કરે. કોઇ વંદન કરે કે ન કરે તો તેમાં અહંકાર કે ગુસ્સો ન કરે. માન માટે કષ્ટ ન વેઠે અને માન માટે તપ વગેરે ન કરે : આનું નામ અલ્પકષાયી સાધુ.
શરૂઆતના અઢાર પરીષહ કરતાં આ ઓગણીસમો પરીષહ જીતવાનું કામ ઘણું જ અઘરું છે. સાધના કરવી સહેલી છે, પરંતુ એ સાધના પચાવવાનું કામ કપરું છે. અત્યંત કષ્ટથી સાધ્ય એવી સાધના કર્યા પછી પણ સિદ્ધિને પચાવવાનું કામ સહેલું નથી. માનસન્માન મેળવવાની ઇચ્છા જાગી જાય તો મળેલી સિદ્ધિ રફેદફે થયા વિના ન રહે. રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પણ ઉદારતા ઘણી બતાવે, સામાન્ય પણ માણસને મોટી મદદ કરે, પરંતુ એની પાછળ એમનું નેતૃત્વનું માન કામ કરે છે. રસ્તે રખડતા માણસને હારો આપી દે એવી ઉદારતા તો આજે ધર્માત્મામાં પણ જોવા ન મળે ને ?
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૬૩
Page #186
--------------------------------------------------------------------------
________________
સ0 એમને એમનો પૈસો ક્યાં આપવાનો છે ?
તો તમારી પાસે ક્યાં તમારો પૈસો છે ? પૈસો તમારો છે કે નસીબનો ? પૈસો નસીબથી જ મળે છે ને ? સ0 નસીબ તો અમારું ને ?
નસીબ તમારું - એ વાત સાચી. તો એટલું નક્કી કરવું છે કે નસીબના આધારે જીવવું છે, પૈસાના આધારે નહિ. દીક્ષા લઇએ તો પૈસો છૂટી જાય, પણ નસીબ તો સાથે આવે જ છે; તો આવવું છે? પૈસાના આધારે જીવવું છે અને નસીબનું નામ દેવું છે – આ તો માયા છે. ‘નસીબ મારું છે' - એમ માનીને જીવ્યા હોત તો કોઇ જાતની અરતિ ન થાત. પૈસો મારો છે એમ માનીને જીવો છો - એની તો બધી તકલીફ છે. કામ કરીને માન મળતું હોય તો કામ કરનારા જોઇએ એટલા મળી આવે. તમારા દાનને કોઇ જાણી જાય એવું દાન તમારે નહિ કરવાનું અને અમારા જ્ઞાનને, અમારા તમને કોઇ જાણી ન જાય એ રીતે અમારે તપ કરવાનો, જ્ઞાન ભણવાનું. આપણી સાધના કોઇ જાણી ન જાય - એ રીતે કરવાની. મંત્ર-તંત્ર-શાસ્ત્રનો આ મુખ્ય સિદ્ધાંત છે કે જે સિદ્ધિ મળે તે કોઈ જાણી ન જાય તેની ખાસ તકેદારી રાખવાની . જે સિદ્ધિ જણાઇ જાય તે ફળદાયી બનતી નથી. આપણી સાધના કોઇ જાણી જાય – એમાં આપણી શોભા નથી. તમે તમારો પૈસો કેવો છાનો રાખો છો ? તેમ અમારે અમારી સાધના છાની રાખવાની ! આજે તમારો પૈસો કેટલો છે – એ અમે ન જાણીએ, પણ અમારો સંપ, અમારો સ્વાધ્યાય, અમારું જ્ઞાન તમે જાણો ને ? વાજો -ગાજો કરીને આગળ આવવું એ પ્રભાવકતા નથી. ગૌરવથી યુક્ત થઇ ધર્મ કરીએ તો તે ધર્મ કોઇ પણ રીતે ફળદાયી ન બને. અહીં
અણુક્કસાઇ’ પદથી માનરહિત અવસ્થા જણાવી છે. કારણ કે પ્રકરણ માનનું ચાલે છે. ક્રોધ કરીએ તો પાપ લાગે - એવું થાય, માયા કરીએ તો સ્ત્રીવેદ બંધાય એવું લાગે, લોભ કરીએ તો નરકમાં જવું પડે - એમ થાય પરંતુ માન મળે તો પુણ્યોદય જાગ્યો - એમ લાગે ને આનંદ થાય ને ? આથી જ આવું માન ટાળવા માટે ‘અણુક્કસાઇ’ પદ આપ્યું છે. उ६४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સ0 સ્વમાન તો સારું ને ? નીતિશાસ્ત્ર કહે છે !
સ્વમાન પણ સારું નહિ. નીતિશાસ્ત્ર માનરહિત બનાવતું નથી, તેથી જ સ્વમાન કરવાનું જણાવે છે. ધર્મશાસ્ત્ર તો શિખવાડે કે માન તોડવા માટે મનુષ્યજન્મ છે, માન લેવા માટે નહિ. શ્રી વીરપ્રભુના જીવનમાં પણ કહ્યું છે ને કે ‘વીંધાણો સૂઇને અગ્ર ભાગે, માન તિહાં કિહાં રહીયો...” નિગોદમાં સોયના અગ્રભાગ ઉપર આપણે જાતે વીંધાયા હોઇએ તો ક્યાં માન જાળવવાની ઇચ્છા રાખવી ? કોઇ અપમાન કરે તો તરત વિચારવાનું કે માન તોડવા માટે જ ધર્મ કરવાનો છે, માન મેળવવા માટે ધર્મ જ નથી, મનુષ્યપણું નથી. ધર્મ ગૌરવ મેળવવા માટે નથી, ગૌરવ ટાળવા માટે છે. જૈન ટ્રસ્ટનો વહીવટ કરે; પણ તે માનસન્માન મેળવવા માટે નહિ, ટ્રસ્ટી તરીકેનો મોભો મેળવવા માટે નહિ, માત્ર સંઘની વૈયાવચ્ચનો લાભ મેળવવા માટે કરે. ટ્રસ્ટીઓ વહીવટનો હિસાબ આપ્યા વિના ન રહે અને કાર્યકર્તા કે આરાધકો ટ્રસ્ટીના વિશ્વાસ કામ કરે, હિસાબ માંગે નહિ. જ્યાં હિસાબ માંગે ત્યાં ટ્રસ્ટી થવું નહિ અને ટ્રસ્ટી હોઈએ તો તેનું રાજીનામું આપવું. જરૂર પડ્યે સંઘનું કામ કરવું પણ ત્યાં સત્તાધારી હોદ્દા પર ન રહેવું. ટ્રસ્ટીઓ પૈસાદાર જ બનતા હતા તેનું કારણ એ હતું કે સંઘના કાર્ય માટે પૈસા માંગવા જવું ન પડે.
જ્યારે જરૂર પડે ત્યારે પોતાની ગાંઠના પૈસા કાઢીને આપે. માત્ર શ્રીમંતનું માન છે – એવું નથી, જે ઉદાર હોય, સમયનો-શરીરનો-પૈસાનો ભોગ આપવા તૈયાર હોય તે દ્રસ્ટી બની શકે. આપણે ત્યાં ટ્રસ્ટીઓનો પગાર ચોપડે પડતો નથી તે જાણી જૈનેતરો માથું ઝુકાવે છે. ટ્રસ્ટીઓ પગાર ન લે અને સેવા બધી જ કરે - આ જૈનશાસન છે. તમારે સ્વમાન રાખવું હોય તો એવું સ્વમાન રાખવું કે “જૈન છું પાપ નહિ કરું, જૈન છું કૃપણતા નહિ રાખું, જૈન છું કોઇની પાસે માંગીશ નહિ, જૈન છું શરીર ઘસ્યા વિના નહિ રહું.’ પાપ ન કરવા માટેનું અભિમાન તો જોઇએ, પણ લોકોનું ખંખેરી લેવા માટે માન નથી કરવું. આપણી પાસે શક્તિ-સામર્થ્ય છે તો ઉપયોગ કરી લેવો છે. ‘હું બેઠો છું ત્યાં સુધી કોઇની પાસે હાથ લંબાવવો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૬૫
Page #187
--------------------------------------------------------------------------
________________
નથી’ - આવી ભાવનાવાળો ટ્રસ્ટીપદ સંભાળી શકે. અમારે ત્યાં પણ ‘હું જ બધું કરીશ’ આવી ભાવનાવાળો સાધુપણું પાળી શકે. સાધુપણું વીઆંતરાયનો ક્ષયોપશમ પેદા કરવા માટે છે. મારી શક્તિ છે ત્યાં સુધી ત્રણે સમયની ગોચરી હું લાવીશ, બે કાળનું પાણી પણ હું લાવીશ - આટલી તૈયારી હોય તો માંડલીની વ્યવસ્થા ગોઠવવી જ ન પડે. ગોચરી કે પાણીનો સમય જુદો છે તો બધી જ ભક્તિ આપણે કરી શકીએ ને ?
અણુક્કસાઇ’ પછી ‘અપ્પિચ્છ' પદ છે. સાધુભગવંતો અલ્પ ઇચ્છાવાળા હોય. ધર્મોપકરણ સિવાય બીજા કશાની ઇચ્છા ન રાખે અને ધર્મોપકરણ પણ દીક્ષા વખતે છાબમાં જેટલાં આપ્યાં હતાં તે જ સમજવા એનાથી અધિક નહિ. દીક્ષા વખતે જેની ઉછામણી બોલીને ચઢાવા લઇને વહોરાવવામાં આવ્યા હોય તે પૂંજણી વગેરે વાપરે નહિ અને બીજાં વસાવેલાં ઉપકરણો વાપર્યા કરે તે અલ્પચ્છ ન કહેવાય. જેને ધપકરણથી અધિકની ઇચ્છા જાગે તેનું પતન થયા વિના ન રહે. જે નિઃસ્પૃહ છે તેની આગળ બાદશાહ પણ પાણી ભરે. જેને ઇચ્છા જાગે તેને ભાઇબાપા કરવાનો કે કાલાવાલા કરવાનો વખત આવે. આ રીતે અલ્પ ઇચ્છાવાળા સાધુને પણ સુધાવેદનીય સહન ન થાય, ત્યારે ગોચરી લેવા તો જવું પડે. પરંતુ તે વખતે સાધુ એ રીતે વહોરે કે જેથી દાતાને ત્યાં સાધુ વહોરીને ગયા છે – એવી જાણ ન થાય. આને અજ્ઞાતોંછ કહેવાય. સાધુ વહોરી ગયા પછી કોઇને કહેવું પડે કે સાધુમહાત્મા આવીને વહોરી ગયા લાગે છે – એ રીતે સાધુ ન વહોરે. અર્થાત્ એટલું અલ્પ વહોરે કે જેથી વહોર્યું છે કે નથી વહોર્યું તેનો ખ્યાલ જ આવે નહિ. પૂરતા પ્રમાણમાં વહોરી આવે તો દાતાને ફરી બનાવવું પડે, વગેરે દોષનો સંભવ છે – માટે ઉપયોગપૂર્વક વહોરે.
ધર્માત્મા થયા પછી લોકો આપણને ધર્મી મારે એવી ઇચ્છા સામાન્યથી થતી હોય છે. સાધના પરિપૂર્ણ થવા આવી હોય, સિદ્ધિના આરે પહોંચવા આવી હોય તેવા વખતે આ માન-પાનની ઇચ્છા આપણને સિદ્ધિથી દૂર રાખે છે. અત્યાર સુધી ધર્મ કર્યો નથી માટે આ સંસારમાં
રખડીએ છીએ એવું નથી, ધર્મ કર્યા પછી પણ ધર્મથી પુણ્ય વધારવા માટે મહેનત કરી નિર્જરા વધારવા માટે મહેનત ન કરી માટે જ સંસારમાં રખડીએ છીએ. સાધુપણામાં આવ્યા પછી પણ ભક્તવર્ગ વધે, શિષ્યવર્ગ વધે, એવી ઇચ્છા પડી હોય તો પુણ્યની અપેક્ષા જાગી – એમ માનવું પડે ને ? પુણ્ય જેટલું વધારે તેટલું જોખમ વધારે ને ? દસ જણ મને પૂછતી આવે તો હું દસનું માનું કે ભગવાનનું માનું ? જો ભગવાનનું માનીએ તો લોકો અમને કહી દે કે “આ મહારાજ પ્રેક્ટિકલ નથી.’ એવા વખતે શું કરવું ? લોકોને રાજી કરવા જેવું બોલવું પડે તેવું બોલવાનું કે ભગવાન જે કહેતા હોય તે જ બોલવાનું ? અમને પુણ્યની અપેક્ષા જાગે એટલે અમારા સાધુપણાનું લિલામ થયા વિના ન રહે. ધર્મ પુણ્ય ભેગું કરવા માટે નથી કરવાનો. સ0 તમે અમને પુણ્યશાળી-ભાગ્યશાળી કહો છો ને ? પુણ્યોપાર્જનનો
અવસર છે – એમ કહો છો ને ?
તમને પુણ્યશાળી કહીએ છીએ તે પુણ્ય ભોગવો છો માટે નહિ, પુણ્ય છોડવા તૈયાર થયા છો માટે પુણ્યશાળી કહીએ છીએ અને મોક્ષની સાધના કરવા તૈયાર થયા છો માટે ભાગ્યશાળી કહીએ છીએ. તમે સમજો નહિ, તો અમે શું કરીએ ? જે મળ્યું છે તેની અપેક્ષાએ પુણ્યશાળી હોવા છતાં જે મેળવવાનું બાકી છે તેની યોગ્યતાને લઇને ભાગ્યશાળી કહીએ છીએ. સાધુભગવંતને જે પુણ્ય મળ્યું હોય તેનો ઉપયોગ ચોક્કસ કરી લે, પરંતુ પુણ્યની ભીખ માંગવા ન બેસે. શ્રાવકો પુણ્ય બાંધવા ધર્મ કરે અને સાધુભગવંત નિર્જરા માટે ધર્મ કરે - એવું નથી. ચતુર્વિધ સંઘમાંથી સાધુસાધ્વીની આચરણા શ્રાવકશ્રાવિકા કરતા જુદી હોય, બાકી વિચારણા બધાની સરખી જ હોય. શ્રાવકશ્રાવિકા પણ મોક્ષના જ અર્થી હોય, પુણ્યના નહિ. શ્રાવકશ્રાવિકાને ચારિત્ર લેવાનું બાકી હોવાથી એટલાપૂરતું ધર્મસામગ્રીની પ્રાપ્તિ થાય એવા પુણ્યની ઇચ્છા હોય, બાકી માન-સન્માન માટે તેને પુણ્યની અપેક્ષા ન હોય, જે માન-સન્માનના અર્થી બને તે પુણ્યના અર્થી બનવાના જ. જેને મળેલી ધર્મસામગ્રીનો ઉપયોગ કરવો નથી અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૬૭
उ६६
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #188
--------------------------------------------------------------------------
________________
બીજી ધર્મસામગ્રી મેળવવા માટે પુણ્યને ઇછ્યા કરે એ તો બનાવટી માણસો છે. જે પૈસો મળ્યો છે તે સુપાત્રદાનમાં આપવો નથી ને ? મળેલું પુણ્ય । છોડવા માટે તો સુપાત્રદાન ને સાધર્મિકભક્તિ છે. તમે જો આ આચાર ચાલુ રાખ્યા હોત તો સાધુસાધ્વીને નિર્દોષ ભિક્ષા મળી રહેત. પૂરતા પ્રમાણમાં વસ્તુ બની હોય તો તેમાંથી સાધુ થોડું વહોરી જાય તો ય ખબર ન પડે. પણ તમે બેની રસોઇ બનાવી હોય તો સાધુ કઇ રીતે વહોરે ? અને વહોરે તો તે અજ્ઞાતોંછ નહિ કહેવાય. શ્રાવકના ઘરમાં બે-ચારની રસોઇ વધારે થાય જ. કારણ કે તેને સાધર્મિક વિના ચેન ન પડે. સાધુસાધ્વી માટે બનાવવું ન પડે. લાભ લેવા માટે નથી બનાવવું, હશે તો લાભ મળશે - એ ભાવથી બનાવવું છે. તમારા ઘરમાં એક છોકરો કે છોકરી વધારે હોત તો ટીપ કરવા ન જાત ને ? તો એવું સમજીને થોડું વધુ રાંધતા થવું છે. કશું બગડવાનું નથી. કોઇ વહોરવા ન આવે કે જમવા ન આવે તો ય નોકર વગેરેને આપી દઇશું પણ સાધર્મિકભક્તિ વિના નથી રહેવું.
સાધુ અજ્ઞાતોછી હોવા સાથે અલોલુપ હોય. જેની પાસે લોલુપતા હોય તે નિર્દોષ આહાર લાવી ન શકે. જે લોલુપ હોય તે સારામાં સારા આહા૨પાણીને ઇચ્છનારા હોય. સાધુ અલોલુપ હોવાથી સારા આહારની ઇચ્છા ન રાખે. તેમ જ છયે પ્રકારના રસમાં (વિગઇમાં) ગૃદ્ધ હોય તે પણ સાધુપણું પાળી ન શકે. સાધુ રસમાં વૃદ્ધ ન હોવાથી જ ખાવા માટે પાપ નથી કરતા. જે પેટ માટે પાપ ન કરે તે માન-સન્માન માટે પાપ કરે ખરા ? સાધુભગવંતને માન-સન્માન ન મળે, સારામાં સારા આહાર વજ્રપાત્રાદિ દ્વારા સત્કાર કોઇ ન કરે, એની કોઇ જ અસર તેમને થાય નહિ તે જણાવવા નાબુતવ્યેન્દ્ર પાવં કહ્યું. આવા સંયોગોમાં જે પ્રજ્ઞાવાન હોય તે કોઇ પણ જાતના અનુતાપને કરે નહિ, પશ્ચાત્તાપને ન કરે, ખેદને ન કરે. લોકો ગમે તેટલા સારામાં સારા આહારાદિથી સત્કાર કરે તોપણ સાધુભગવંત હર્ષને ન પામે અને કોઇ જેવોતેવો આહાર તિરસ્કારથી વહોરાવે અથવા ન વહોરાવે તોપણ વિષાદને ન પામે. સાધુભગવંત પ્રજ્ઞાવાન હોવાથી જ આ પરીષહને જીતી શકે છે. તેઓ જાણે છે કે ‘મારું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૬૮
મારી પાસે જ છે, બીજાની સહાયથી મોક્ષ મળવાનો નથી. જો બીજાની સહાયથી મોક્ષ મળતો હોત તો આપણા ભગવાન કે આપણા મહાપુરુષો આપણને મૂકીને મોક્ષમાં ન જાત.' આવી પ્રજ્ઞાથી સંપન્ન હોવાથી તેમને સાધુપણામાં આવશ્યક એવા આહારાદિ ન મળે તોપણ વિષાદને ધારણ કરતા નથી અને મળી ગયા પછી હર્ષને ધારણ ન કરે.
મથુરાનગરીમાં ઇંદ્રજિત નામનો એક પુરોહિત રહેતો હતો. પોતાના મહેલના ઝરુખામાંથી જોયું તો નીચેથી સાધુમહાત્મા પસાર થતા હતા. પેલા પુરોહિતને સાધુ પ્રત્યે દ્વેષ હોવાથી સાધુના માથે પગ મૂકવાનું મન થયું. તે વખતે સીધો તો પગ મુકાય એવું હતું નહિ. તેથી ઝરુખાના પોલાણમાંથી પોતાનો પગ નીચે લટકતો રાખ્યો. એ પગ સાધુમહાત્મા ત્યાંથી પસાર થતા હતા તેમના માથે જાણે મૂકતો હોય એવી કલ્પના કરી. આ દૃશ્ય એક શ્રાવકે જોયું અને તેનું લોહી ઊકળી ગયું. આપણે કદાચ આવું દૃશ્ય જોઇએ તો આપણું લોહી ઊકળે ખરું ? કે જાતે સમાધાન કરી લઇએ કે - ‘એ તો પગ મૂકવાની કલ્પના જ માત્ર કરી હતી, બાકી માથે પગ મૂક્યો નથી !?’ આ શ્રાવકને એમ થયું કે આ રીતે સાધુનું અપમાન કરનાર આ શાસનના પ્રત્યેનીકને શિક્ષા કરવી જોઇએ. એમ વિચારીને તેણે એ પુરોહિતનો પગ કાપી નાંખવાની પ્રતિજ્ઞા લીધી. પરંતુ આ રીતે રાજમાન્ય પુરોહિતનો પગ કાપવાનું કામ સહેલું ન હોવાથી પ્રતિજ્ઞા કઇ રીતે પૂરી કરવી તેનો વિચાર તે કરતો હતો. એવામાં એક આચાર્યભગવંત મથુરાનગરીમાં પધાર્યા. પેલા શ્રાવકે આચાર્યભગવંતને એ વાત જણાવી અને શાસનના પ્રત્યેનીકને શિક્ષા કરવા માટે જે પ્રતિજ્ઞા લીધી હતી તે પૂરી કરવાનો ઉપાય પૂછ્યો.
ધર્માત્માને વિશિષ્ટ કોટિનાં સુખ જોઇતાં નથી હોતાં પરંતુ માનની અપેક્ષા મોટે ભાગે પડેલી હોય છે. તેથી આ પરીષહને જીતવાનું કામ કપરું છે. શરીરનાં દુઃખો હસતે મોઢે વેઠનારાને પણ માન-સન્માનનું અર્થીપણું જતું નથી. આપણે ધર્મ કરીએ અને આપણી કોઇ કદર ન કરે તો જાણે આપણા ધર્મમાં કોઇ માલ નથી - એવું લાગ્યા કરે. ગમે તેટલી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
–
૩૬૯
Page #189
--------------------------------------------------------------------------
________________
નિર્દોષ સાધુચર્યાને પાળનારા પણ આ માન-સન્માનની લાલચમાં અટવાયા કરે છે. માટે આ પરીષહ જીતવાનું જણાવ્યું છે. આપણે કથામાં જોઇ ગયા કે જૈનશાસનની લઘુતા કરનાર રાજપુરોહિતનો પગ કાપવાની પ્રતિજ્ઞા પેલા શ્રાવકે લીધી હતી. પરંતુ તેને એ પ્રતિજ્ઞા પૂરી કરવા માટે તક જ મળતી નથી તેથી તેને હૈયે એનું દુ:ખ ઘણું છે. જયારે એક વાર આચાર્યભગવંત પધાર્યા ત્યારે તેણે ઉપાય પૂછ્યો. તે વખતે આચાર્યભગવંત કહે છે કે – “સાધુનો કોઇ સત્કાર કરે કે તિરસ્કાર કરે તેમાં સાધુભગવંતને હર્ષ કે વિષાદ હોતો જ નથી. સાધુને સત્કારપરીષહ આવે કે ચક્કાર પરીષહ આવે એ તો સમભાવે વેઠી જ લે. તો તેં આવી પ્રતિજ્ઞા શા માટે લીધી ?' આવું સાંભળીને તમે તો ઘરભેગા થઇ જાઓ ને કે – જેના માટે આપણે મહેનત કરીએ છીએ – એ જ ના પાડે છે તો આપણે શું ? શાસન સાધુભગવંત સંભાળશે તમે તમારું ઘર જ સંભાળીને બેસો ને ? પેલા શ્રાવકે તો તરત કહ્યું કે “આપ જે કહો છો તે તદ્દન વ્યાજબી છે. સાધુભગવંતો આવા જ હોય, એ સાધુભગવંતે પણ પરીષહ સારી રીતે વેઠી જ લીધો હતો, કોઇને ફરિયાદ કરી નથી. આ તો મેં એ દૃશ્ય જોયું તેથી મેં જાતે વિચાર્યું કે આ રીતે તો તે જૈનશાસનની અવહેલના કરે એ કઈ રીતે ચલાવાય ? માટે મેં પ્રતિજ્ઞા લીધી છે. આપણે આવું કહી શકીએ ખરા? સાધુ પરીષહ વેઠે પણ શ્રાવક સાધુને પરીષહ વેઠવા ન દે. સ0 તિરસ્કારમાં દુ:ખ વેઠવું પડે – એ પરીષહ છે : એ બરાબર, પરંતુ
સંસ્કારમાં કાંઇ દુ:ખ નથી આવતું તો તેને પરીષહ કેમ કહ્યો ?
સત્કારમાં જે સુખ મળે છે તે છોડવાની વાત હોવાથી તેને પરીષહ કહ્યો છે. દુઃખ વેઠવું એ જેમ પરીષહ છે તેમ સુખ છોડવું એ પણ એક પરીષહ છે. અરતિ ન કરવી એ જેમ પરીષહ છે તેમ રતિ ન કરવી એ પણ એક પરીષહ છે. સ0 સત્કાર આપે ત્યારે વિભાવનો અનુભવ કઇ રીતે થાય ?
સત્કાર પુણ્યના ઉદયથી મળે ને ? પુણ્યોદય એ તો વિભાવ છે ને ? સત્કાર ગમે તે રાગનો ઉદય ને ? કર્મનો ઉદય માત્ર વિભાવદશા ૩૭૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
છે. તિરસ્કાર કરે ત્યારે વિભાવદશા હોય અને સત્કાર કરે ત્યારે સ્વભાવદશા હોય – આવું ક્યાંથી લઇ આવ્યા ? કર્મનો ઉદય માત્ર વિભાવ છે પછી તે શુભ હોય કે અશુભ હોય. તીર્થંકર નામકર્મ પણ પ્રકૃષ્ટ પુણ્યપ્રકૃતિ છે, પરંતુ તે પણ વિભાવદશા છે. આત્માનો સ્વભાવ જ્ઞાનાદિ છે, એ પ્રગટે ત્યારે જ સ્વભાવદશા આવે. આ બાજુ શ્રાવકે કહ્યું કે -
આ પુરોહિતને જો સાધુની અવજ્ઞાનું ફળ બતાવવામાં ન આવે તો નિઃશૂક-નિર્ધ્વસ પરિણામવાળા થઇને લોકો સાધુની-શાસનની અવજ્ઞા કરતા થઇ જશે ... માટે આના માટે કોઇ ઉપાય બતાવો.” ત્યારે આચાર્યભગવંતે કહ્યું કે પુરોહિતે નવું મકાન બંધાવ્યું છે તેમાં રાજાને સપરિવાર જમવા બોલાવ્યો છે. તે વખતે તારે આડા પડીને રાજાને રોકવા અને કહેવું કે આ મકાન હમણાં જ પડી જવાનું છે. હું મારી વિદ્યાથી મકાન પાડી દઇશ.' શ્રાવકે એ પ્રમાણે કર્યું. તેથી રાજાને પુરોહિત ઉપર ગુસ્સો આવ્યો કે - મને મારી નંખાવવાનું આ કાવતરું રચ્યું લાગે છે. આથી પુરોહિતને બાંધીને શ્રાવક પાસે સોંપ્યો અને જે શિક્ષા કરવી હોય તે કરવા કહ્યું. આ શ્રાવક શું કરે ? તેણે તો એરણ પર પગ મુકાવીને કાપવાની તૈયારી કરી અને કહ્યું કે સાધુની અવજ્ઞા કરી છે માટે પગ કાપવો છે. પેલાએ રોતાં રોતાં કરગરીને કહ્યું કે હવે બીજી વાર આવી અવજ્ઞા નહિ કરું. આ સાંભળીને શ્રાવકનું હૈયું કરુણાથી ભીનું થયું અને પુરોહિતને છોડી મૂક્યો. અહીં જણાવે છે કે જૈનો ગુસ્સે થાય તોપણ ક્ષણવારમાં તેમનું હૃદય કરુણાથી વ્યાપ્ત થયા વિના ન રહે. પેલા શ્રાવકે પુરોહિતનું લોટનું પૂતળું બનાવી તેનો પગ કાપીને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી. સાધુ હોય કે શ્રાવક હોય સત્કારપરીષહ બધાએ જીતવાનો છે. પોતાની ઉપર આક્રમણ આવે તો કોઇને શિક્ષા નથી કરવી પણ શાસન ઉપર આક્રમણ આવે તો શિક્ષા કર્યા વિના ન ચાલે.
(૨૦) પ્રજ્ઞાપરીષહ : સત્કારપરીષહ પછી પ્રજ્ઞાપરીષહ બતાવ્યો છે. પ્રજ્ઞાપરીષહ તેને નડે કે જેને જ્ઞાનની જરૂર પડે. જેને જ્ઞાનનું અર્થીપણું જ ન હોય તેને પ્રજ્ઞાપરીષહ જીતવાનો વખત આવવાનો જ નથી. પ્રજ્ઞાનો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૭૧
Page #190
--------------------------------------------------------------------------
________________
અભાવ એ પરીષહ છે ? કે પ્રજ્ઞા નથી એમાં જ સુખ છે ?! સાધુભગવંતને પંદર કલાક સ્વાધ્યાય કરવાનો કહ્યો છે. તેમને ભણતી વખતે જ્ઞાનાવરણીયકર્મનો ઉદય થાય અને ભણવા છતાં આવડે નહિ તો તે વખતે ખેદને ધારણ કરી ભણવાથી - અધ્યયનથી વિમુખ ન થાય. તેવા વખતે તે એવું વિચારે કે ‘મેં ચોક્કસ પૂર્વે અજ્ઞાનરૂપ ફળને આપનારું જ્ઞાનાવરણીયકર્મ બાંધ્યું છે કે જેના ઉદયથી હું કોઇ પૂછે તો તેને જવાબ આપી શકતો નથી. તેના પ્રશ્નને સમજી શકતો નથી અને જવાબ આપી શકતો નથી - એ મારા જ્ઞાનાવરણીયકર્મના ઉદયનો પ્રભાવ છે.’ આ પ્રમાણે વિચારીને જ્ઞાનાવરણીયના ઉદયનું દુ:ખ ધરવાને બદલે જ્ઞાનાવરણીયકર્મને દૂર કરવા માટે વધુ પ્રયત્ન કરે. તમને લાભાંતરાયના ઉદયે પૈસો ન મળે તો રોવા બેસો કે એક નહિ તો બીજો પુરુષાર્થ કર્યા વિના ન રહો ? ‘આપણને આવડે નહિ તો આપણે ઘડા લાવીશું, વૈયાવચ્ચ કરીશું’ આવો વિકલ્પ નથી વિચારવો. આપણે વિકલ્પ શોધીએ છીએ તેના કારણે સંકલ્પબળ મજબૂત નથી થતું. એના બદલે વિકલ્પ મૂકી દઇએ તો જ્ઞાનાવરણીયને દૂર કરવાનો સંકલ્પ દૃઢ થયા વિના ન રહે.
પ્રજ્ઞાપરીષહ વેઠવાનો પ્રસંગ તેને આવે કે જેઓ જ્ઞાનના અર્થી હોય. આજે આપણને જ્ઞાન કીમતી કે આવશ્યક લાગતું નથી ને ? જ્ઞાન વિના આપણું કશું અટકતું નથી ને ? જ્ઞાન કે સમજણ વિના પણ આપણો ધર્મ સારામાં સારો થાય છે ને ? સમજણ વિના ધર્મ કરનારાને પણ લોકો ધર્માત્મા કહે છે. રસોઇ કરનારને ‘આમ ન કરાય, આમ કરાય' એવું કહેનારા અને સાંભળનારા મળી આવે. જ્યારે ધર્મ કરનારને આજે આવું કહી ન શકાય અને કદાચ કોઇ કહે તો સાંભળે ખરા ? સમજણ વગરનો ધર્મ પણ અકામનિર્જરા દ્વારા પુણ્યબંધ કરાવી દેવલોકમાં લઇ જાય છે અને આપણને દેવલોકથી વધુ ફળ તો જોઇતું નથી ને ? શાસ્ત્રકારો કહે છે કે અકામનિર્જરા માટે ધર્મ કરવાની જરૂર જ નથી, એ તો તિર્યંચગતિમાં પણ દુઃખ ભોગવીને થઇ શકે છે. ધર્મ તો સકામનિર્જરા માટે કરવાનો છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૭૨
-
આપણે જોઇ ગયા કે સાધુભગવંતને ભણતી વખતે તેવા પ્રકારનો જ્ઞાનાવરણીયકર્મનો ઉદય થાય અને કશું સમજાય નહિ ત્યારે ખેદને ધારણ ન કરે, ઉપરથી એમ વિચારે કે આ પૂર્વે બાંધેલા જ્ઞાનાવરણીય કર્મનો પ્રભાવ છે. અહીં શિષ્યને એવી શંકા થાય કે ‘પૂર્વે બાંધેલું કર્મ પૂર્વ ભવમાં જ ભોગવાઇને પૂરું કેમ ન થયું ?' – આવી શંકા થવા પાછળ પણ કારણ એ છે કે શિષ્યને અત્યારે આરાધના કરવી છે અને ભૂતકાળનાં કર્મો અંતરાય કરે તો આરાધના થઇ ન શકે. તેથી જો આ અંતરાયકર્મ
પૂર્વભવમાં જ પૂરું થઇ ગયું હોત તો આ ભવમાં ધર્મ કરવાની અનુકૂળતા સારી મળી જાત... શિષ્યની આ શંકાનું નિરાકરણ આગળની ગાથાથી કરે છે. શિષ્યને મોક્ષે જવું છે માટે કર્મો કાઢવાં છે. તેને જ્ઞાન જોઇએ છે માટે તેને અલ્પપ્રજ્ઞા નડે છે. આજે આપણને કર્મો નડતાં જ નથી. કારણ કે મોક્ષે જવું જ નથી. એ જ રીતે અજ્ઞાન પણ નભે છે, કારણ કે જ્ઞાનની જરૂર જ નથી. એક વાર મોક્ષે જવાનો વિચાર આવે તો કર્મોને દૂર કર્યા વિના નહિ ચાલે. અહીં ગ્રંથકારશ્રી જવાબ આપતાં જણાવે છે કે કર્મોનો અબાધાકાળ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી તે તે કર્મ ઉદયમાં આવતું નથી. પૂર્વભવમાં અબાધાકાળ પૂરો ન થયો અને અત્યારે પૂરો થયો માટે કર્મ ઉદયમાં આવ્યું. તેથી હવે કર્મના ઉદયની ફરિયાદ કરવાના બદલે કર્મના ક્ષય માટે પ્રયત્ન કરવાની જરૂર છે. રોગ થયા પછી રોગની ફરિયાદ કરો કે રોગની દવા કરો ? તેમ અહીં પણ કર્મની ફરિયાદ કરવાના બદલે કર્મને દૂર કરવાનો પુરુષાર્થ કરી લેવો છે. રોગ થયા પછી દબાવવા માટે પ્રયત્ન કરો કે કાઢવા ? કર્મ કાઢીએ તો સારું કે નીકળે તો સારું ? સામાન્યતઃ કર્મનો અબાધાકાળ જઘન્યથી અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટથી સાત હજાર વરસનો છે. કર્મો દબાવવાના બદલે કાઢવાં છે. જ્ઞાનાવરણીય કર્મ કાઢવાનો ઉપાય એક જ છે કે ભણવા બેસી જવું. ભણ્યા વિના જ્ઞાનાવરણીય કર્મ દૂર નહિ થાય. જેમ રોગમાં અશાતાનો ઉદય હોવા છતાં પણ ચિકિત્સા દ્વારા અશાતાની ઉદીરણા કરવા તૈયાર થાઓ છો તેમ અહીં પણ ભણવા દ્વારા અજ્ઞાનની-જ્ઞાનાવરણીયની ઉદીરણા કરવી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૭૩
Page #191
--------------------------------------------------------------------------
________________
છે. જેમ જેમ ભણીએ તેમ તેમ જ્ઞાનાવરણીયની ઉદીરણા થાય અને કર્મ તૂટવા માંડે. જે ભણે નહિ અને અજ્ઞાન નડે છે - એની ફરિયાદ કરે તે તો બનાવટ કરે છે. આરાધના કરે નહિ ને વિરાધના થાય છે - એની ફરિયાદ કર્યા કરે તે વિરાધનાથી બચી નહિ શકે. ભણવાના કારણે જ્ઞાન મળે કે ન મળે , જ્ઞાનાવરણીયકર્મ તો ચોક્કસ તૂટે છે, અજ્ઞાન દૂર થાય જ છે. એ રીતે તમે પણ બોલો કે “દીક્ષા મળે કે ન મળે, ચારિત્રમોહનીય ખપાવીને જવું છે.” ચારિત્રમોહનીયકર્મ ખપાવવા માટે અવિરતિ ભોગવવાનું માંડી વાળવું પડશે. રોગ નાબૂદ કરવો હોય તો અપશ્યનો ત્યાગ કરવો જ પડે ને ? આજે અમારા મુમુક્ષુઓ કે ધર્માત્મા પણ વિરતિ મેળવવા માટે પુરુષાર્થ કરે છે પણ અવિરતિ ટાળવાનો પુરુષાર્થ નથી કરતા. પૌષધ કરે છતાં મોટું તો અનુકૂળતા ભોગવવા તરફ જ હોય. સ0 અનુકૂળતા એ અવિરતિ ?
અનુકૂળતાને અનુસરવું એ સંસારનો માર્ગ છે અને પ્રતિકૂળતાને અનુસરવું એ મોક્ષનો માર્ગ છે. શ્રી દશવૈકાલિકસૂત્રમાં પણ કહ્યું છે કે અનુસ્રોત એ સંસાર છે અને પ્રતિસ્રોત એ મોક્ષ છે. અનુકૂળતાનું અર્થીપણું એ સંસારનો માર્ગ છે અને એ જ અવિરતિ છે. જ્યારે પ્રતિકૂળતા ભોગવવાની તૈયારી એ તો મોક્ષનો માર્ગ છે, એ જ વિરતિ છે. આ તો ઉપાશ્રયમાં હવા-ઉજાસ ન હોય તો ય ફરિયાદ કરવા બેસી જાય કે આ તે કેવો ઉપાશ્રય બંધાવ્યો છે ? આરાધનાની અનુકૂળતા શેમાં છે ? પવન આવે એમાં કે પવન ન આવે એમાં ? સ0 બાળજીવોને એવો વિચાર આવે તો તેમના માટે સારો ઉપાશ્રય
બંધાવવો જોઇએ ને ?
તમે અનુકૂળતાના અર્થીને બાળ કહો છો – એ વ્યાખ્યા જ ખોટી છે. શાસ્ત્રમાં ક્યાંય બાળજીવને સંસારના સુખના અર્થી કહ્યા જ નથી. બાળજીવો પણ ધર્મના જ અર્થી હોય છે. માત્ર બાળ-અજ્ઞાન હોવાથી તેઓ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજી શકતા નથી. માત્ર બાહ્ય આચારને જોઈને ધર્માત્મા માનવાનું કામ બાળજીવો કરે છે. શ્રી ષોડશકગ્રંથમાં બાળ, ૩૩૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
મધ્યમ, પંડિતની વ્યાખ્યા આપી છે. તેમાં ક્યાંય સુખના અર્થીની વાત કરી જ નથી, વાત તો મોક્ષના અર્થીની જ છે. માત્ર અજ્ઞાનને લઈને તેને બાળ કહ્યા છે. આપણે ત્યાં બાળજીવો પણ સાચા બાળ નથી, બનાવટી બાળ છે. જે બનાવટી રુદન કરે તે બાળકને છાનું રાખી શકાય ? તેમ બનાવટી બાળને મધ્યમ કે પંડિત બનાવી ન શકાય. દેશના સુખના અર્થીને અનુકૂળતા આપવા માટે નથી આપવાની, સુખ છોડાવવા માટે, સુખનું અર્થીપણું છોડાવવા માટે દેશના આપવાની છે. કડવી દવા પાવા માટે સાકર આપવી પડે, પરંતુ પહેલાં દવા પીવાની, પછી સાકર આપવાની. આ બાળજીવો તો એવા છે કે સાકર ખાઇને જતા રહે. સાચા બાળને તો દેશના દ્વારા મધ્યમ બનાવી શકાય. કારણ કે તે છે તો ધર્મનો જ અર્થી, માત્ર બાહ્ય લિંગને આશ્રયીને ધર્મ માને છે. તેવાને લિંગના બદલે આચારવિચાર જોવાનું જણાવીને મધ્યમ બનાવી શકાય અને મધ્યમને તત્ત્વની વિચારણા કરતો બનાવીને પંડિત બનાવી શકાય. આજની દેશનાપદ્ધતિ તો સુખના અર્થીને સુખના લાલચુ બનાવે એવી છે. સુખ માટે ધર્મ કરવાનો ઉપદેશ આપનારા તો બાળજીવોને પણ સંસારના અર્થી | બનાવનારા છે. સુખ માટે ધર્મનો ઉપદેશ આપવાની જરૂર નથી. સુખ છોડવા માટે ધર્મનો ઉપદેશ આપવાની જરૂર છે. આજના પંડિતો લોકોને ઊંધું તત્ત્વ સમજાવે છે. આમ લોકોને ઊંચું તત્ત્વ સમજાવે, પણ જ્યાં હોય ત્યાંથી ખસે નહિ. ‘નાતથ દ મૃત્યુઃ ' (જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે) એમ સંસ્કૃતમાં સમજાવે. પણ પોતે જાતે ન સમજે. હવે જાતને સમજાવવાનો વખત આવી ગયો છે, લોકોને સમજાવવાનું માંડી વાળો. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ આરોગ્ય નથી વધવાનું, રોગ જ વધવાનો છે. મરવાનું તો ગૃહસ્થપણામાં પણ છે જ, તો સાધુપણામાં મરવાનો શું વાંધો છે ? મરવાની અનુકૂળતા સાધુપણામાં સારી છે કે ગૃહસ્થપણામાં ?
બાળજીવો ધર્મના વિષયમાં અજ્ઞાન હોવા છતાં અર્થીપણામાં ખામી નથી હોતી. શાસ્ત્રમાં તો કહ્યું છે કે મોક્ષની ઇચ્છાથી જો અશુદ્ધ ક્રિયા કરવામાં આવે તોપણ તે આત્મશુદ્ધિનું કારણ બને છે. કોઇના કહેવાથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૭૫
Page #192
--------------------------------------------------------------------------
________________
મોક્ષની ઇચ્છાવાળો કાશીમાં કરવત મુકાવે, અગ્નિમાં બળી મરે કે પર્વત પરથી ઝંપલાવે તો તે ક્રિયા અશુદ્ધ હોવાથી મોક્ષનું કારણ ન હોવા છતાં તેનાથી મોક્ષ મળે છે – એમ સમજીને એ ક્રિયા કરેલી હોવાથી તેના કારણે મોક્ષબાધકનો બાધ થાય છે, જૈન કુળમાં જન્મ મળે છે. મોક્ષની સાધનાને અનુકૂળ સામગ્રી મળે છે. મોક્ષ જોઇએ છે ને ? તો તે માટે અવિરતિ છોડવી જ પડશે. અવિરતિ તોડવા ઇન્દ્રિયની અનુકૂળતા છોડવી પડશે.
જેની પાસે જ્ઞાનનું અર્થીપણું હોય તેને પ્રજ્ઞા ન હોય ને આવડે નહિ તો ખેદ થાય અને જેની પાસે પ્રજ્ઞા હોય તેને ગર્વ થાય તેથી બે રીતે આ પરીષહ વેઠવાનો વખત આવે છે. જ્ઞાનનું અર્થીપણું રાખવાનું અને ભણવા છતાં આવડે નહિ તો પ્રજ્ઞા ન હોવાનો ખેદ ન કરવો અને પ્રશાં મળી જાય. તો ગર્વ નથી કરવો. આજે આપણે બંને રીતે માર ખાઇએ છીએ. મોટાભાગે તો પ્રજ્ઞા મળતી જ નથી અને કદાચ પ્રજ્ઞા હોય તો અભિમાન આવ્યા વિના ન રહે : ખરું ને ? તમારે ત્યાં તો જ્ઞાનની કિંમત નથી ને ? સ0 ભૌતિક ક્ષેત્રનું જ્ઞાન તો છે જ ને ?
એ પણ જ્ઞાન કેવું છે ? વ્યાવહારિક શિક્ષણ પણ પાપ કરવા માટે નથી, પાપથી બચવા માટે છે. આપણે એનો દુરુપયોગ કરીએ - એ જુદી વાત. જ્ઞાનનું ફળ જેમાં મળે તેને જ્ઞાન કહેવાય. આજનો ભણેલો પણ સુખ પાછળ દોડ્યા કરે, પૈસા પાછળ દોડ્યા કરે અને અભણ પણ સુખ પાછળ દોડ્યા કરે તો ભણેલામાં અને અભણમાં ફરક શું ? જ્ઞાનનું ફળ વિરતિ છે. જે જ્ઞાન વિરતિનું કારણ બને તેને જ જ્ઞાન કહેવાય. આજનું વિજ્ઞાન જો તમને વિરતિ સુધી પહોંચાડતું ન હોય તો તેને જ્ઞાન ક્યાંથી કહેવાય ? વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન – એવો અર્થ થાય છે, એના બદલે આજનું વિજ્ઞાન તો વિપરીત જ્ઞાન સ્વરૂપ છે ને ?
બાવીસ પરીષહોની વાત આપણે એટલા માટે શરૂ કરી છે કે જેથી દુઃખના ભયથી આપણે ચારિત્રથી વંચિત રહી ન જઇએ. આ બાવીસે પરીષહ અનેક મહાત્માઓએ વેઠ્યા છે. દુ:ખ એ આત્માનો ગુણ નથી, પુદ્ગલનો ગુણ છે. જ્યાં સુધી પુદ્ગલનો યોગ છે ત્યાં સુધી દુ:ખ છે. ૩૭૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
બાકી સુખ એ આત્માનો ગુણ છે. પરંતુ અનંતદુઃખું ભોગવ્યા વિના, ભોગવવાની તૈયારી વિના અનંતસુખ મળવાનું નથી. જેઓને પોતાની પ્રજ્ઞાનો અહંકાર હોય તેઓ પ્રજ્ઞાપરીષહ જીતી ન શકે. માટે અહીં એક કથાનક જણાવ્યું છે. ઉજ્જયિની નામની નગરી હતી, જે સ્વર્ગપુરી જેવી હતી. આ નગરીની વિશેષતા બતાવતાં જણાવે છે કે આ નગરીમાં બહુશ્રુત એવા કાલિક નામના આચાર્યભગવંત બિરાજમાન હતા. નગરીની શોભા શેઠિયાઓના કારણે ગણાય કે સાધુઓના કારણે ? આ આચાર્યભગવંત શ્રુતના પારગામી હતા અને નિગ્રંથ એવા સાધુઓ રૂપી કમળને વિકસાવવા માટે તેઓ સૂર્યસમાન હતા. કમળ ક્યારે ખીલે ? સૂર્યનો તાપ ઝીલે ત્યારે ને ? જે આચાર્યના તાપને ખમે તેમનું સાધુપણું ખીલી ઊઠ્યા વિના ન રહે. આ આચાર્યભગવંત પોતે બહુશ્રુત હોવા છતાં તેમની પાસે રહેલા તે શિષ્યો પાસત્યા હતા. ગુરુ ગયા પછી જે શિષ્યો સવાયા હોય તો ગુરુને યાદ કરીને રોવાનો વખત ન આવે, પણ શિષ્યો અયોગ્ય હોય તો રોજ ગુરુને યાદ કરવાનો વખત આવે ને ? જો શિષ્યો ગુરુના સંસ્કાર ઝીલીને સમર્થ બન્યા હોય અને ગુરુની ગરજ સારે એવા હોય તો ગુરુને યાદ કરીને રોવાનો વખત ન આવે. પહેલાના કાળમાં ઇતિહાસમાં પણ કહેવાતું કે સારો રાજા તેને કહેવાય કે જે તેના પિતા-રાજાને યાદ ન કરાવે. અત્યારે જ કાળ ખરાબ છે – એવું નથી, તે વખતે પણ સમર્થ ગુરુના શિષ્ય અસમર્થ હતા. આ પાસત્થા સાધુઓ કેવા હતા તે માટે જણાવે છે કે પોતે સાધ્વાચારનું પાલન કરે નહિ અને કોઇ પાલન માટે પ્રેરણા કરે તો તે કાને ધરે નહિ. પોતે પોતાના શિથિલાચારમાંથી ખસે નહિ, ‘તમે તમારું કામ કરો’ એમ કહે. સૂત્ર અને અર્થના ગ્રહણ માટે, પ્રયત્ન કરે નહિ – તેનું નામ પાસત્થો, જાતે ગાથા પણ ન કરે અને વ્યાખ્યાન-વાચનામાં પણ ન આવે તેને પાસત્યો કહેવાય.
આચાર્યભગવંત આ શિષ્યોને હિતશિક્ષા આપતા હતા છતાં પણ કૂતરાની પૂંછડી જેમ સીધી થાય નહિ, વાંકી જ રહે તેમ તે શિષ્યો પણ કોઇ રીતે પાસસ્થાપણાને છોડતા નથી. આથી આચાર્યભગવંત વિચારે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #193
--------------------------------------------------------------------------
________________
છે કે આ શિષ્યોને હિતશિક્ષા આપવા છતાં તેઓ મારા નિમિત્તે ક્રોધાદિને આધીન થાય છે તેથી તેમની દુર્ગતિમાં નિમિત્ત બનું છું અને હું વ્યર્થ ખેદ પામું છું. તેથી હું આ અયોગ્ય શિષ્યોને છોડીને જતો રહું. આ
પ્રમાણે વિચારીને તેઓ શય્યાતરને કહીને નીકળ્યા. પોતાના શિષ્યના શિષ્ય સાગર નામના આચાર્ય અવંતીનગરીમાં રહેતા હતા ત્યાં ગયા. જતી વખતે શય્યાતરને જણાવ્યું કે આ અવિનીત શિષ્યોના કારણે હું ઉદ્વેગ પામ્યો છું તેથી જઉં છું. જો આ શિષ્યો પૂછવા આવે અને તેમને તેમના અવિનયનો પશ્ચાત્તાપ થાય તો જ હું ક્યાં ગયો છું તે જણાવજો. આ પ્રમાણે જણાવીને
શિષ્યો ઊંઘતા હતા ત્યારે નીકળી ગયા. અવંતીનગરીમાં સાગરાચાર્ય પાસે ગયા. પરંતુ સાગરાચાર્યે કાલિકાચાર્યને જોયેલા ન હતા તેથી ઓળખી શક્યા નહિ અને કાલિકાચાર્ય પોતે તો પોતાની જાતની ઓળખાણ આપે નહિ. સાગરાચાર્યની અનુજ્ઞા લઇ મકાનમાં આવ્યા. સાગરાચાર્યે તે વૃદ્ધપુરુષને એક ખૂણો ખાલી છે - એમ કહીને ખૂણામાં ઉતાર્યા. પેલા વૃદ્ધ ગોચરી જાતે લાવે છે. આ તો શિષ્યપરિવારને વાચના વગેરે આપે છે. આ બાજુ પેલા શિષ્યોએ સવારે ઊઠીને ગુરુને ન જોયા તો આઘાત પામી ગુરુને શોધવા નીકળ્યા. ક્યાંય મળ્યા નહિ એટલે શય્યાતરને આવીને પૂછ્યું કે - ‘અમારા ગુરુને જોયા ? ક્યાં ગયા છે તે તમને કહીને ગયા છે ?’ ત્યારે શય્યાતરે બનાવટી ગુસ્સો કરીને કહ્યું કે - ‘તમારા અવિનયના કારણે જ તે ક્યાંય જતા રહ્યા લાગે છે. જે ગુરુએ તમને દીક્ષા આપી, હિતશિક્ષા આપી, આહારાદિ દ્વારા તમારું પોષણ કર્યું તેવા પણ ગુરુનો તમે અવિનય કર્યો, તેમનું કહ્યું માન્યું નહિ, તેમને સંતાપ્યા. આથી તમને છોડીને જતા રહ્યા લાગે છે. તમારા ગુરુ ક્યાં ગયા એની ખબર તમને હોય, મને ક્યાંથી હોય ?' આ સાંભળીને શિષ્યોને પોતાની ભૂલ સમજાઇ. તેઓ લજ્જા પામ્યા અને પશ્ચાત્તાપપૂર્વક કહ્યું કે ‘અમે હવે ફરી આવી ભૂલ નહિ કરીએ, પણ અમારા ગુરુ ક્યાં ગયા છે તે કહો. અમારા ગુરુ ચોક્કસ તમને કીધા વગર ક્યાંય જાય જ નહિ.’ આ રીતે તેમને પશ્ચાત્તાપ થયેલો જાણીને શય્યાતરે જણાવ્યું કે અવંતીનગરીમાં સાગરઆચાર્યને ત્યાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૭૮
ગયા છે. તેથી બધા શિષ્યો ત્યાં જવા નીકળ્યા. રસ્તામાં લોકો પૂછે કે ‘કોણ જાય છે’ તો તેઓ કહેતા કે કલિકાચાર્ય પરિવાર સાથે જઇ રહ્યા છે. ગુરુના નામે જ શિષ્યની કિંમત હોય ને ? આથી જ આજે આપણે ગુરુના નામે ચરી ખાવાનું શરૂ કર્યું છે ને ? લોકો આગળ ગુરુ પ્રત્યેનું બહુમાન વ્યક્ત કરવા વારંવાર ગુરુનું નામ દેવું - એ તો એક માયા છે. ગુરુનું નામ દેવાની જરૂર ન પડે અને હૈયામાંથી ગુરુ ભૂંસાય નહિ – તેનું નામ બહુમાન. માથા ઉપરથી ખરી પડેલા વાળ જેમ શોભા ન પામે તેમ ગુરુ વગરના શિષ્યો શોભા ન પામે. આ રીતે વિહાર કરતા તેઓ અવંતીનગરીમાં આવી રહ્યા છે - આ સાંભળીને સાગરાચાર્ય પણ પોતાના દાદાગુરુ મળશે - એવી આશાથી પ્રસન્ન થયા. દાદાગુરુ પોતાના મકાનમાં જ હોવા છતાં ઓળખતા નથી. પ્રજ્ઞાના ગર્વને લઇને તેમનું નામ પણ પૂછ્યું નહિ. નહિ તો નામ સાંભળતાંની સાથે પણ ઓળખી જાત. આ શિષ્યો આવી પહોંચ્યા અને સાગરાચાર્યને પૂછે છે કે ‘અમારા ગુરુ અહીં આવ્યા છે ?’ ત્યારે પેલા ના પાડે છે અને કહે છે કે થોડા દિવસ પહેલા એક વૃદ્ધ સાધુ આવ્યા છે, બીજું કોઇ આવ્યું નથી. ત્યારે શિષ્યોએ ખૂણામાં જઇને જોયું તો પોતાના ગુરુ જ હતા. તેથી સાગરાચાર્યને કહ્યું કે ‘આ જ અમારા ગુરુ છે.’ આ સાંભળીને સાગરાચાર્ય પણ લજ્જા પામ્યા અને દાદાગુરુનાં ચરણોમાં પડીને કહ્યું કે ‘અજ્ઞાનરૂપ પ્રમાદના કારણે મેં આપ પૂજ્યની આશાતના કરી તે મારું પાપ મિથ્યા થાઓ.’ આ રીતે ગુરુને ખમાવ્યા. પેલા શિષ્યોએ પણ ગુરુના પગમાં પડીને ક્ષમાપના કરી. પરસ્પર વંદનાદિ કરીને બેઠા ત્યારે સાગરાચાર્યે પોતાના દાદાગુરુને પૂછ્યું કે ‘ભગવન્ ! હું વાચના કેવી આપું છું ?' આવો પ્રશ્ન જ્ઞાનના ગર્વના કારણે જ પુછાય ને ?
સ૦ આપણી કંઇ ભૂલ થતી હોય તો જાણવા માટે પણ પુછાય ને ?
ભૂલ થતી હશે તો ગુરુ પોતે જ કહેશે, બાકી આપણે પૂછીએ ત્યારે તો આપણા માટે બે શબ્દ સારા સાંભળવાની ઇચ્છાથી જ પૂછતા હોઇએ છીએ. આપણે આપણી જાતને છેતરવાની જરૂર નથી. ગુરુએ કહ્યું કે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૭૯
Page #194
--------------------------------------------------------------------------
________________
‘તું વાચન સારી આપે છે, તારું શ્રુતજ્ઞાન અપ્રતિમ છે, સમજાવવાની પદ્ધતિ પણ સારી છે, અઘરા પદાર્થોને પણ સહેલા કરીને સમજાવે છે. પરંતુ તું જે જ્ઞાનનો ગર્વ કરે છે તે સારું નથી.’ આ પ્રમાણે કહીને નદીની રેતી એક પ્યાલામાં શિખા સુધી ભરીને મંગાવી. પછી તે રેતી એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, એમ કરતાં દસ પ્યાલામાં નાંખી. એમ નાંખતા વચ્ચે વચ્ચે થોડી રેતી ઊડી જવાથી, ઢોળાવાથી દસમા પ્યાલામાં પહેલા પ્યાલા કરતાં ઘણી ઓછી રેતી આવી. આ પ્રમાણે બતાવીને જણાવ્યું કે નદીના કિનારે જે રેતી છે એના જેવું જ્ઞાન ભગવાન પાસે હતું. તેમાંથી ગણધરભગવંત પાસે પ્યાલા જેટલું આવ્યું. કારણ કે ભગવાન એક સમયમાં જેટલું જાણે છે તેટલું આખી જિંદગીમાં બોલી શકતા નથી. શ્રી ઋષભદેવ ભગવાનનો લાખ પૂર્વનો કેવળીપર્યાય હોવા છતાં તેમાં બધું બોલી શકતા નથી. કારણ કે વાણી ક્રમવર્તી છે, “અ” પછી ‘આ’ બોલાય, ‘આ’ પછી ‘ઇ' બોલાય. ‘કુ’ પછી ‘ખુ' બોલાય બે વ્યંજન કે બે સ્વર સાથે બોલી ન શકાય. ક્રમસર બોલવા પડે અને આયુષ્ય મર્યાદિત છે. જ્યારે શેય પદાર્થો અનંતાનંત છે. તેથી ભગવાન જેટલું જાણતા હતા તેનાથી અનંતમા ભાગે બોલ્યા, તેના અનંતમા ભાગે ગણધરભગવંતોએ શ્રુતમાં નિબદ્ધ કર્યું અને ગણધરભગવંતો પાસેથી તેમના શિષ્યપ્રશિષ્યના ક્રમે આપણા સુધી આવ્યું. તેમાં તો ઘણું ચળાઇ ગયું છે. તેથી આપણને જે જ્ઞાન મળ્યું છે તેના કરતાં ઘણું બધું બાકી છે. “મારા જેવો પંડિત બીજો કોઇ નથી’ - આવો ગર્વ કરવો જ્ઞાનીને ન શોભે. કારણ કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ તો તરતમભાવે જ હોય છે, તેની પરાકાષ્ઠા નથી. આ પ્રમાણે સાંભળીને સાગરાચાર્યે પોતાના ગર્વની પણ આલોચના કરી. અહીં કાલિકસૂરિજીએ જે રીતે પ્રજ્ઞાપરીષહ જીત્યો અને સાગરાચાર્યે જે રીતે પહેલાં પ્રજ્ઞાપરીષહ જીત્યો નહિ પણ પાછળથી જીત્યો તેમ દરે કે પ્રજ્ઞાપરીષહ જીતવો જોઇએ.
(૨૧) અજ્ઞાનપરીષહ : પ્રજ્ઞાપરીષહ પછી અજ્ઞાનપરીષહ જણાવ્યો છે. પ્રજ્ઞાપરીષહ અને અજ્ઞાનપરીષહ બે જુદા છે. પ્રજ્ઞાપરીષહમાં બે વાત ૩૮૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
હતી કે પ્રજ્ઞા-બુદ્ધિ ન મળ્યાનો ખેદ ન કરવો અને પ્રજ્ઞા-બુદ્ધિ મળ્યાનો ગર્વ ધારણ ન કરવો. જેઓ પ્રજ્ઞા ન મળ્યાની અરતિ કરે છે અને પ્રજ્ઞા મળ્યા પછી ગર્વને ધારણ કરે છે તેઓએ પ્રજ્ઞાપરીષહ જીત્યો નથી - એમ માનવું પડે. જયારે અજ્ઞાનપરીષહમાં જ્ઞાન ન મળ્યાની અરતિ થાય છે, અને તેને ટાળવાની વાત છે. પ્રજ્ઞાપરીષહમાં આપણી પાસે પ્રજ્ઞા ન હોવાથી આપણે લોકોને જીવાદિ તત્ત્વોના વિષયમાં પુછાયેલા પ્રશ્નનો જવાબ આપી શકતા નથી તેનું દુ:ખ હોય છે. જયારે અજ્ઞાનપરીષહમાં જ્ઞાનનું-સંયમનું ફળ જે કેવળજ્ઞાન છે તે ન મળ્યાનું દુ:ખ હોય છે. આપણને પ્રજ્ઞાની પણ જરૂર નથી અને જ્ઞાનના ફળની પણ જરૂર નથી ને ? એટલે આપણને પ્રજ્ઞાપરીષહ પણ નડવાનો નથી અને અજ્ઞાનપરીષહ. પણ નડવાનો નથી – ખરું ને? જયાં સુધી અજ્ઞાન ટળે નહિ અને સંયમના ફળરૂપ કેવળજ્ઞાન ન મળે ત્યાં સુધી અજ્ઞાનના યોગે સંયમ નકામું જાય છે એવો જો ખેદ થાય તો સંયમના પાલનથી ભ્રષ્ટ થવાનો વખત આવે. તેથી જ આ અજ્ઞાનપરીષહ જીતવાનો ઉપદેશ આપ્યો છે. પ્રજ્ઞા એ કારણ છે અને જ્ઞાન એનું કાર્ય છે. કારણ ન મળ્યાની અરતિના કારણે સંયમને હારી ન જઇએ તે માટે પ્રજ્ઞાપરીષહ જણાવ્યો અને કાર્ય ન મળ્યાની અરતિના કારણે સંયમને હારી ન જઇએ તે માટે અજ્ઞાનપરીષહ જીતવાનો જણાવ્યો. આજે આપણને પ્રજ્ઞા ન મળે તો કાંઇ અટકતું નથી ને ? કોઇ પૂછે તો જવાબ આપતાં આવડવો જ જોઇએ ને ? આ તો સમજયા વગર બોલ્યા કરે અને બોલ્યા પછી ફરી જાય ! આવાને પ્રજ્ઞાની કિંમત સમજાઈ નથી – એમ માનવું પડે ને ? આજે નિયમ આપું કે શાસ્ત્ર સમજ્યા વગર બોલવું નહિ અને શાસ્ત્રના ઉપયોગપૂર્વક બોલ્યા પછી ફરવું નહિ. સ) છદ્મસ્થ છે, ભૂલ થાય તો મિચ્છામિ દુક્કડ આપવું જોઇએ ને ?
ગૌતમસ્વામી મહારાજે આનંદ શ્રાવકને આપ્યું હતું ને ? ' છદ્મસ્થની ભૂલ થાય છે તે ઉપયોગ ન રાખવાના કારણે થાય છે. જે ઉપયોગ રાખે તેની ભૂલ ન થાય અને ભૂલ ન થાય તો મિચ્છામિ દુક્કડ આપવાનો વખત જ ન આવે. શ્રી ગૌતમસ્વામીજી મહારાજે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૮૧
Page #195
--------------------------------------------------------------------------
________________
ઉપયોગ મૂક્યો ન હતો તેથી ભૂલ થઇ માટે મિચ્છામિ દુક્કડં આપવું પડ્યું. તેમણે ઉપયોગ મૂક્યો ન હતો તેનું કારણ એ હતું કે ભગવાન સાક્ષાદ્ હાજર હતા. કેવળજ્ઞાની હાજર હોય તો શ્રુતજ્ઞાનનો ઉપયોગ શા માટે મૂકવો પડે ? આપણે તો એટલી જ વાત કરી છે કે શાસ્ત્રના ઉપયોગ વિના બોલવું નહિ અને શાસ્ત્રના ઉપયોગપૂર્વક બોલ્યા પછી કોઇની શેહશરમમાં આવીને ફરી જવું નહિ. તમારે પ્રજ્ઞા મેળવવી છે કે અજ્ઞાની રહેવું છે?
સ૦ અજ્ઞાની જ્ઞાનીનું અનુકરણ કરે તો ચાલે ને ?
દરિદ્રી શ્રીમંતનું અનુકરણ કરે તો ચાલે કે જાતે પૈસા કમાવવા માટે જવું પડે ? અને તમે જે અનુકરણની વાત કરો છો એ ખોટું છે. મહાપુરુષોનું અનુકરણ નથી કરવાનું, અનુસરણ કરવાનું છે. અનુકરણ એટલે તેમની નકલ કરવી. તેમણે જે કર્યું હોય તે કરવું તેનું નામ અનુકરણ. જ્યારે મહાપુરુષોએ જે કરવાનું કહ્યું હોય તે કરવું, તેમની પાછળ મોક્ષમાર્ગે જવું તેનું નામ અનુસરણ. કુમારપાળમહારાજાનું અનુસરણ કરાય પણ તેમનું અનુકરણ ન કરાય. કુમારપાળમહારાજે જેવું ગુરુપારતંત્ર્ય કેળવ્યું તેવું કેળવવાનો પ્રયત્ન કરવાનો, પણ કુમારપાળમહારાજા થઇને આરતી ઉતારવા ન જવું. કોઇ ઉતારતું હોય તો તેવા પ્રસંગમાં હાજરી ન આપવી. જે શાસ્ત્રીય વિધિ ન હોય તેમાં ભાગ ન લેવો. પછી ભલે ને વેવાઇનો પ્રસંગ હોય ! સંસારના સંબંધો સંસારપૂરતા મર્યાદિત રાખવા, ધર્મસ્થાનમાં ન લાવવા. સ૦ અંજનશલાકામાં મા-બાપની સ્થાપના કરાય છે ને ?
જેટલું વિહિત હોય તેટલું કરવાની છૂટ. જોકે એ વિષય પણ વિવાદાસ્પદ છે. એક સારા વિધિકાર હતા. તેમણે કહ્યું હતું કે અંજનિવિધમાં મા-બાપની સ્થાપનાનું વિધાન નથી. પાંચ કલ્યાણકની ઉજવણી સામાન્યથી મંત્રોચ્ચારપૂર્વક કરવાની છે, સ્ટેજ પ્રોગ્રામ તો પાછળથી શરૂ થયા છે. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ પાસે પેલો શ્રાવક છેલ્લી ઘડીએ પ્રતિમાજી લઇ આવ્યો તો એની અંજનવિધિ કરાવી આપી ને ?
અત્યારે આ અટકાવવાનું અમારું સામર્થ્ય નથી, માટે ચલાવી લઇએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૮૨
છીએ. શાસ્ત્રમાં કહ્યું છે કે મૂળવિધિનું સ્થાપન ન કરી શકાય ત્યાં સુધી અવિધિવાળા કે વિધિ વગરના અનુષ્ઠાનનું ઉત્થાપન ન કરવું.
આ અજ્ઞાનપરીષહમાં સાધુ વિચારે છે કે જો હું શાસ્ત્રના ભાવોને, ધર્મની કલ્યાણકારિતા આદિને સાક્ષા૬ જોઇ-જાણી શકતો નથી તો મેં જે વિરતિ લીધી તે નકામી ગઇ અને મૈથુનથી વિરામ પામ્યો તે પણ કામ ન લાગ્યું... આવા પ્રકારની અતિ સાધુ ન કરે. અહીં એટલું યાદ રાખવું કે અવિરતિમાં જવાની ઇચ્છાથી આવી વિચારણા નથી કરતા, કેવળજ્ઞાનને પામવાની ઇચ્છાથી જ આવા પ્રકારની અતિ થાય છે, છતાં શાસ્ત્રકાર એવી ઇચ્છા રાખવાની ના પાડે છે. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે ફળની પ્રત્યે અકાળે ઔત્સુક્ય (ઉત્સુકતા) રાખવું તે પણ તત્ત્વતઃ-પરમાર્થથી આર્દ્રધ્યાનરૂપ છે. મોતિયાનું ઓપરેશન થયા પછી ડૉક્ટર કહે ત્યારે જ વાંચન શરૂ કરવાનું, જો વાંચવાની ઉત્સુકતા રાખે અને પાટો ખોલી-ખોલીને વાંચ્યા કરે તો આંખ બગડે ને ? તે જ રીતે અહીં પણ સમજવું. સ૦ સાધુપણામાં એકે ઇચ્છા નહિ રાખવાની ? ચેલાની ઇચ્છા રખાય
ને ? આચાર્યપદની ઇચ્છા રાખી શકાય ને ?
સાધુ; પદની પણ ઇચ્છા ન રાખે, ચેલો કરવાની પણ ઇચ્છા ન રાખે, ચેલા બની રહેવાની ઇચ્છા રાખે. જે શ્રુતજ્ઞાન ભણવાનું છે તે પણ પદ મેળવવા માટે નહિ કેવળજ્ઞાન પામવા માટે મેળવવાનું છે. ઔદિયકભાવને પ્રાપ્ત કરવા માટે કોઇ પણ પ્રકારના ક્ષયોપશમભાવને ઇચ્છાય નહિ. જ્ઞાન આજીવિકા માટે નથી મેળવવાનું, માન-સન્માન માટે નથી મેળવવાનું, આચાર્યાદિ પદ પામવા માટે પણ નથી મેળવવાનું. જ્ઞાન તો એક માત્ર ક્ષાયિકભાવની વિરતિ અને ક્ષાયિક ભાવના જ્ઞાન-કેવળજ્ઞાનને પામવાની ઇચ્છાથી ભણવાનું છે. કેવળજ્ઞાનની ઇચ્છા પણ ઔત્સુક્યના ઘરની ન જોઇએ તો બીજી ઇચ્છાનો તો અવકાશ જ ક્યાં છે ? અહીં વિશે પદમાં પ્રાણાતિપાતાદિ પાંચે આશ્રવથી વિરામ પામવાની વાત આવી ગઇ હોવા છતાં મૈથુનથી વિરામ પામવાની વાત પાછી જુદી જણાવી છે, તેનું કારણ એ છે કે ચોથા મહાવ્રતનું પાલન દુષ્કર છે. આટલું દુષ્કર વ્રત પણ સારી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૮૩
Page #196
--------------------------------------------------------------------------
________________
રીતે પાળવા છતાં જો શાસ્ત્રમાં બતાવેલ ધર્મની કલ્યાણકારિતાને સાક્ષાત્ ન જાણું તો મારો આ પ્રયાસ નિરર્થક નીવડ્યો - આવો ખેદ સાધુ ધારણ ન કરે. સાધુને આવો ખેદ થાય છે, તેનું કારણ એ છે કે જો અહીંની ૬-૭માની સાધનાથી શ્રેણી માંડીને આઠમે જવા દ્વારા તેરમાં ગુણઠાણા સુધી ન પહોંચાય તો કાલે અહીંથી ગયા બાદ ચોથા ગુણઠાણે જવાનો વખત આવે - એ પાલવે એવું નથી. આવી શુભ ભાવના હોવા છતાં પણ ફળની ઉત્સુકતા આર્તધ્યાન સ્વરૂપ હોવાથી જ આવી અરતિ કરવાની ના પાડી છે.
આ પરીષહની બીજી ગાથાથી જણાવ્યું છે કે આ સાધુએ સાધુપણું પાળ્યું નથી માટે ફળ મળ્યું નથી. આથી જ જણાવે છે કે “મેં અધ્યયન માટે તપ પણ કર્યો, યોગોદ્વહન કર્યું, ભિક્ષુની બાર પ્રતિમા પણ ધારણ કરી, આ રીતે સાધુપણામાં વિચરવા છતાં મારું છદ્મસ્થપણું કેમ ટળતું નથી.” આવી અધીરાઇ સાધુ ધારણ ન કરે કેવળજ્ઞાન પામવાનો પુરુષાર્થ પૂરેપૂરો કરવા છતાં જ્યાં સુધી કેવળજ્ઞાનની અવૃતિ હશે ત્યાં સુધી કેવળજ્ઞાન નહિ મળે. આથી જ શ્રી ગૌતમસ્વામીજીને પણ ભગવાને અવૃતિ કરવાની ના કહી હતી. આજે આપણને પણ કેવળજ્ઞાનની અવૃતિ નથી, પરંતુ એનો અર્થ એ નથી કે આપણે અજ્ઞાનપરીષહ જીતી લીધો છે. અસલમાં આપણને કેવળજ્ઞાનની એવી ઇચ્છા કે તાલાવેલી જ નથી માટે આવી અમૃતિ નથી થતી. આ પરીષહનો સંભવ સાધનાની પરાકાષ્ઠામાં છે. આપણે સાધનાની શરૂઆત જ ન કરી હોય તો આ પરીષહ ક્યાંથી સંભવે ? આજે આટલું નક્કી કરવું છે કે છબસ્થપણું દૂર કરવા માટે સાધુ થવા સિવાય બીજો ઉપાય નથી. અહીંથી મોક્ષમાં જવાતું નથી તે વાત સાચી છે. પરંતુ મોક્ષની આરાધના અહીંથી જ શરૂ કરવી છે. સકલકર્મની નિર્જરા વિના મોક્ષ નથી મળવાનો. તેમાંથી આ ભવમાં જેટલી કર્મનિર્જરા સધાય એટલી સાધી લઇએ તો એક-બે ભવમાં આ સાધના પૂરી કરી શકીએ. કુમારપાળમહારાજાએ, અનુપમાદેવીએ આ જ ભવમાં એક ભવના આંતરે મોક્ષ નિશ્ચિત કર્યો ને ?
સાધુપણાના ફળ તરીકે કેવળજ્ઞાન મળવું જ જોઇએ એવું જેને લાગે તેને આ પરીષહનો સંભવ છે. જેને ફળની ઇચ્છા જ ન હોય તેને માટે આ પરીષહ વિચારવાનો રહેતો નથી. આપણે ધર્મ ફળની ઇચ્છાથી જ કરીએ છીએ ને ? કે આપણે ફળથી નિરપેક્ષ છીએ. શ્રાવકપણાનો ધર્મ કરવા છતાં સાધુપણું ન મળે તો ચિંતા થાય ? કે આ ભવમાં દીક્ષા નહિ મળે તો આવતા ભવમાં દીક્ષા મળશે - એમ સમાધાન કરી લઇએ ? ધંધો કરીએ તો તેથી આ ભવમાં પૈસા મળવા જોઇએ, અત્યારે જ મળવા જો ઇએ કે આવતા ભવે મળે તો ચાલે ? દુનિયાના દરેક વ્યવહારમાં ક્રિયાનું ફળ તરત જ મળવું જોઈએ અને ધર્મનું ફળ આ ભવમાં નથી જો ઇતું – ખરું ને ? સાધુપણું પણ કેવળજ્ઞાન માટે જ લીધું છે ને ? જ્યાં સુધી અજ્ઞાનની ભયંકરતા સમજાય નહિ, ત્યાં સુધી જ્ઞાનનું અર્થિપણું જાગવાનું નથી. જેની પાસે જ્ઞાન હોય તે ગમે ત્યાંથી રસ્તો કાઢી નાંખવાના. જેની પાસે જ્ઞાન ન હોય તે રસ્તો હોવા છતાં ચાલી નહિ શકે. જે જ્ઞાનનો અર્થી હોય તે ભણવા બેસે, જે જ્ઞાનનો અર્થી જ ન હોય તે તો ભણવા બેસે જ નહિ. જે જ્ઞાનનો અર્થી છે, નિર્જરાનો અર્થી છે તે જો ફળની ઉત્કંઠાને ધારણ કરે તો તેને આ પરીષહ આવે. આપણે તો આ પરીષહ જીતવાને બદલે આ પરીષહ આવે એવું કરવાની જરૂર છે. પહેલાં પરીષહ આવશે પછી જીતવાનો વખત આવશે.
આપણે આ અજ્ઞાનપરીષહ ઉપરની કથા શરૂ કરવી છે. આમાં વાત તો સાધુભગવંતની જ આવવાની. કારણ કે સાધુ જ્ઞાનના અર્થી હોય અને ગૃહસ્થ ધનનો અર્થી હોય : બરાબર ને ? સાધુ જ્ઞાનના અર્થી હોય, ધનના અર્થી નહિ, સ0 શાસનનાં કામ માટે પૈસાની જરૂર પડે ને ?
શાસનનાં કામ તમારે કરવાનાં કે અમારે ? અમારે તો માત્ર શાસ્ત્રનો ઉપદેશ આપવાનો. આનાથી આગળ વધવાનું નહિ. સાધુને એકે પૈસાનું કામ પડે જ નહિ. પાંચમે પરિગ્રહ એ પાપ ને ?
૩૮૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૮૫
Page #197
--------------------------------------------------------------------------
________________
સ0 અમને એ કેમ સમજાતું નથી ?
તમારે સમજવું નથી માટે. પાંચમે પરિગ્રહ પાપ એ બીજાનો ને? આપણે ત્યાં લક્ષ્મી તો પુણ્યના ઉદયથી આવે ને ? પરિગ્રહ પુણ્યથી મળે કે પાપથી ? પરિગ્રહ પાપ છે – એ સમજવાનું બાકી છે. અહીં જણાવે છે કે ગંગા નદીના કિનારા પર બે સગા ભાઇઓ રહેતા હતા. તેમણે એક ગુરુભગવંતની પાસે ધર્મ સાંભળ્યો તેથી સંવેગની પ્રાપ્તિ થઇ અને તેમણે દીક્ષા લીધી. ધર્મ સાંભળવાનું ફળ શું ? માત્ર જ્ઞાન મેળવવું તે કે સંવેગ-મોક્ષાભિલાષ પ્રગટે અને દીક્ષા મળે – એ ? આ બંન્નેએ દીક્ષા લીધી તેમાંથી નાનો ભાઇ બહુશ્રુત થયો. ક્ષયોપશમ સારો હોવાથી તે અલ્પકાળમાં ભણીને જ્ઞાની થયો અને આચાર્યપદને ધરનારો પણ થયો. એ વખતનો કાળ સારો હતો કે કોઇએ વાંધો ન ઉઠાવ્યો કે મોટા ભાઇને મૂકીને નાના ભાઇને પદવી કેમ આપી ? લોકો માનતા હતા કે યોગ્યને પદવી અપાય એ જ બરાબર છે. આ આચાર્ય થયા એટલે લોકો તેને શાસ્ત્રાર્થ પૂછવા આવવા લાગ્યા. રાત્રે પણ શાંતિથી સૂવા નથી મળતું.
જ્યારે મોટો ભાઇ મજેથી ખાઈ-પીને સૂવાનું કામ કરે છે. એને જોઇને નાના ભાઇને વિચાર આવે છે કે મોટા ભાઇ કેવા સુખી છે, કોઇ ચિંતા નથી. હું ભયો તેથી મારે આ તકલીફ છે કે શાંતિથી સૂવા પણ પામતો નથી. સુખનું અર્થીપણું ખૂબ જ ભયંકર છે, ભલભલા જ્ઞાનીને પણ પછાડે – એવું છે. જ્ઞાનીને આરામ કરવાનું મન થાય તો જ્ઞાનનું અર્થીપણું નાશ પામવા માંડે. આ બાજુ આ આચાર્ય વિચારે છે કે અજ્ઞાનીપણામાં આઠ ગુણો છે : (૧) નિશ્ચિતતા – ચિંતા વિનાનું જીવન. (૨) ઘણું ભોજન કરવા મળે. (૩) નિર્લજજતા - લજજા વિનાનું મન. (૪) રાત-દિવસ ઊંઘવા મળે. (૫) કાર્યાકાર્યની વિચારણામાં મંદતા ને બધિરતા. શું કરવા જેવું છે કે કરવાજેવું નથી તે માટે બુદ્ધિ ન હોય એટલે કોઇ કશું કહે જ નહિ – એ એક મોટું સુખ. (૬) માન-અપમાનમાં સમભાવ, (૭) રોગરહિત શરીર મળે. કારણ કે કોઇ જાતની ચિંતા નહિ. અને મોટા ભાગના રોગો ચિંતામાંથી જન્મે છે. (૮) પુષ્ટ શરીર. આ રીતે અજ્ઞાનમાં ૩૮૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સુખ છે - આવી ખરાબ વિચારણાના કારણે ગાઢ જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામી દેવલોકમાં ગયા અને ત્યાંથી ચ્યવીને એક ગોવાળને ત્યાં જન્મ્યા કે જયાં કુદરતી જ મંદ બુદ્ધિ મળે. ગોવાળ એટલે ભરવાડ, જેનું શરીર પુષ્ટ હોય અને અક્કલ બિલકુલ ન હોય. આ ગોવાળ એક ગોવાળણી સાથે પરણ્યો. તેને એક રૂપવતી દીકરી જન્મી. આ દીકરી મોટી થઇ એટલે ગાડું હાંકવાનું કામ કરતી. તેના પિતા ગાડામાં દૂધ-દહીં લઇને જતા. તે વખતે બીજા ગોવાળો ગાડું લઇને પાછળ ચાલતા હોવા છતાં પેલી કન્યાનું રૂપ જોવા માટે ગાડું ઓળંગીને આગળ લઇ જવા માટે મહેનત કરવા લાગ્યા તેથી તેમનાં ગાડાં ઉન્માર્ગે જવાથી ભાંગી ગયાં. આથી લોકોએ એ કન્યાનું નામ અશકટા પાડ્યું. શકટ એટલે ગાડું. જેણીના કારણે ગોવાળો શકટ વગરના થયા તેને અશકટા કહેવા લાગ્યા અને તેણીના પિતાની ‘અશકટપિતા' કહીને મશ્કરી કરવા લાગ્યા. આ મશ્કરીથી વૈરાગ્ય પામીને તે ગોવાળે દીકરીને યોગ્ય સાથે પરણાવીને દીક્ષા અંગીકાર કરી, ભૂતકાળમાં સાધુપણું પાળ્યું હતું તો ભવાંતરમાં પાછું મળ્યું ને ? દીક્ષા લઇને ભણવા લાગ્યા અને આ ઉત્તરાધ્યયનસૂત્રના ત્રણ અધ્યયન સુધી ભણ્યા. ગોવાળનો દીકરો પણ સાધુ થઇને ભણે ને ? બીજી વાર બોલું ? સ0 ના. એટલે આપને એમ કહેવું છે કે વાણિયાના દીકરા ભણતા નથી.
ભણતા તો નથી અને ભણવાનું મન પણ નથી ને ? ભણ્યા વિના સાધુપણું પાળી શકાવાનું નથી. આ સાધુએ ચોથા અધ્યયનની શરૂઆત કરી. પહેલું આયંબિલ કરીને ઉદ્દેશની ક્રિયા કરી. બીજા આયંબિલથી સમુદ્રદેશની ક્રિયા કરી પણ તેમાં અધ્યયનની ગાથા કંઠસ્થ કરીને પછી આગળની ક્રિયા કરવાની હતી. પરંતુ તેમને એ ગાથા કંઠસ્થ થઇ જ નહિ. ગુરુએ કહ્યું કે આપણે આગળની ક્રિયા કરીએ ત્યારે તે સાધુએ મૂળ વિધિ પૂયો. તો ગુરુએ કહ્યું કે જ્યાં સુધી આ ગાથાઓ કંઠસ્થ ન થાય ત્યાં સુધી આયંબિલ ચાલુ રાખવાં પડે. આથી તે સાધુભગવંતે બાર વરસ સુધી આયંબિલ ચાલુ રાખ્યાં અને ન આવડવા છતાં ગોખતા રહ્યા. બાર વર્ષના અંતે શ્રુતજ્ઞાનાવરણીયની સાથે કેવળજ્ઞાનાવરણીય કર્મ પણ તૂટી ગયું અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૮૭
Page #198
--------------------------------------------------------------------------
________________
કેવળજ્ઞાન પામ્યા. અહીં આ સાધુએ જે રીતે અજ્ઞાનપરીષહ જીત્યો તે રીતે દરેક સાધુએ અજ્ઞાનપરીષહ જીતવો જોઇએ.
અજ્ઞાનનો ખેદ નથી કરવાનો તેમ જ્ઞાન મળ્યા પછી ગંભીરતા રાખવાની. જેટલું જાણતા હોઇએ એટલું બોલવું નહિ કે બતાવવું નહિ. તો આ પરીષહ જીત્યો કહેવાય. અજ્ઞાનમાં ફલની ઉત્સુકતા ન રાખવી અને જ્ઞાનને પચાવી જાણવું - એ અજ્ઞાનપરીષહ જીતવાનો ઉપાય છે. આમાં શ્રી સ્થૂલભદ્રમહારાજનું દૃષ્ટાંત આપ્યું છે. ચૌદપૂર્વધર એવા શ્રી સ્થૂલભદ્રમહારાજા એક વાર શ્રાવસ્તીનગરીમાં પોતાના મિત્ર ધનદેવને ત્યાં પધાર્યા હતા. ધનદેવની પત્ની ધનેશ્વરી ઘરમાં હતી. આ ધનદેવ અને ધનેશ્વરી નામથી જ ધનવાન હતા, બાકી તો દરિદ્ર હતા. શ્રી
સ્થૂલભદ્રમહારાજે મિત્રની પત્નીને પૂછ્યું કે “ધનદેવ ક્યાં ગયા ?” ત્યારે તેણે કહ્યું કે “ધન કમાવા માટે પરદેશ ગયા છે. તે વખતે શ્રી સ્થૂલભદ્રમહારાજ તેના ઘરમાં રહેલા થાંભલા સામે વારંવાર જોતાં એમ બોલ્યા કે “ઘરમાં લક્ષ્મી હોવા છતાં લોકો પરદેશમાં જાય છે. આજે તમારી પણ આ જ દશા છે ને ? લક્ષ્મી પરદેશમાં જ વસે છે ને ? શ્રી સ્થૂલભદ્રમહારાજના કથનનો તો સામાન્યથી એવો જ અર્થ થાય ને કે – ‘સુખ પોતાની પાસે હોવા છતાં લોકો બહાર જ શોધ્યા કરે છે.” પરંતુ આ કથન પાછળ ગૂઢાર્થ રહેલો હતો. જ્યારે ધનદેવ પરદેશથી પાછો આવ્યો ત્યારે ભાગ્યયોગે ધન મળ્યું ન હતું. તેની પત્નીએ મિત્રમહારાજ પધાર્યાની વાત કરી. ત્યારે મિત્રે પૂછ્યું કે તેઓ શું કહીને ગયા ?” ત્યારે પત્નીએ પેલું કથન કહ્યું કે “ઘરમાં લક્ષ્મી હોવા છતાં લોકો પરદેશ જાય છે.” આ પ્રમાણે કહીને ગયા. તેથી મિત્ર સમજી ગયો કે મારા ઘરમાં જ લક્ષ્મી હોવી જોઇએ. તેણે પૂછ્યું કે – “આ સિવાય બીજું કશું કહ્યું?” ત્યારે પત્નીએ કહ્યું કે - ‘તેઓ વારંવાર આ થાંભલા સામે જોતા હતા.” તેથી મિત્રને ખાતરી થઇ ગઇ કે - આ થાંભલા નીચે ધન હોવું જોઇએ. તેથી તેણે થાંભલો ખોદાવ્યો અને તેની નીચેથી ધન નીકળ્યું. અહીં જણાવે છે કે અહીં શ્રી સ્થૂલભદ્રમહારાજે જેમ જ્ઞાનપરીષહ ન જીત્યો તેવું ન કરવું. જાણવા છતાં સાધુ સીધી કે આડકતરી રીતે આ પ્રમાણે બતાવે નહિ. ૩૮૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
(૨૨) દર્શનપરીષહ : સમ્યગ્દર્શનગુણના આધારે જ ધર્મની શરૂઆત થતી હોય છે અને ધર્મમાંથી પતન થતું હોય તો આ ગુણના અભાવે જ થાય છે. બાવીસ પરીષહમાં સૌથી છેલ્લો પરીષહ શ્રદ્ધાપરીષહ જણાવ્યો છે. આવેલા સમ્યકત્વને જવા ન દેવું તેનું નામ દર્શનપરીષહ જીતવો તે. જે શ્રદ્ધાથી સંસારનો ત્યાગ કરીને નીકળ્યા હોઇએ એ શ્રદ્ધાને જ ટકાવી રાખવાનો ઉપદેશ શ્રી દશવૈકાલિકસૂત્ર તથા શ્રી આચારાંગસૂત્રમાં પણ આપ્યો છે. કારણ કે ચારિત્રની પ્રાપ્તિ, ચારિત્રનું પાલન, ચારિત્રની વૃદ્ધિ કે ચારિત્રની પૂર્ણતા : આ શ્રદ્ધાને જ આભારી છે. આજે આપણે ખોટી ફરિયાદ કરીએ છીએ કે – શક્તિ નથી માટે ચારિત્ર પળાતું નથી, અસલમાં શ્રદ્ધા ડગી ગઇ છે. માટે જ ચારિત્રનું પાલન થતું નથી. સવ શરીર કામ ન આપતું હોય એવું ય બને ને ?
શરીર કામ ન આપે તોપણ ચારિત્રના પરિણામમાં ખામી આવવાનું કોઇ કારણ જ નથી. ચારિત્રનું પાલન શ્રદ્ધા અને સત્ત્વના બળે જ થાય છે. આગના કારણે બળી મરાય છે આવી શ્રદ્ધા પાકી હોવાથી આગ લાગ્યા પછી સાતમે માળેથી નીચે ઝંપલાવવાનું સામર્થ્ય આવે છે ને ? શ્રદ્ધા હોય તો શક્તિ તો એની મેળે પ્રગટ થશે. આથી જ સાધુસાધ્વીને હિતશિક્ષા આપતી વખતે જણાવેલું છે કે “નાઇ સતાપ નિવવની તવા મનુપાને જ્ઞા' (જે શ્રદ્ધાથી નીકળ્યો છે તેનું જ સારી રીતે પાલન કરજે.) આમ જોવા જઇએ તો શ્રદ્ધાને ડગવા ન દેવાની વાત તો સૌથી પહેલાં કરવી જોઇએ, જ્યારે અહીં સૌથી છેલ્લે આ પરીષહ જણાવ્યો છે, તેનું કારણ એક જ છે કે જયારે દીક્ષા લીધી ત્યારે તો શ્રદ્ધાના યોગે જ આગળ વધ્યા હતા તેથી ત્યારે તો આ પરીષહનો સંભવ જ ન હોય. આથી આ પરીષહ છેલ્લે બતાવ્યો. કારણ કે એકવીસ પ્રકારનાં દુ:ખ વેઠી લીધા પછી મનમાં પાછી જો સુખની ઇચ્છા જાગી જાય તો અવિરતિ તરફ ઢળવાનું થાય, એના કારણે શ્રદ્ધા ડગવા માંડે. એક વાર સુખની ઇચ્છા જાગે એટલે સુખને ઉપાદેય માની તેનાં સાધન ભેગાં કરવાની પ્રવૃત્તિ થવાની. આથી આવા વખતે શ્રદ્ધાપરીષહ જીતવાનું જણાવ્યું. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૮૯
Page #199
--------------------------------------------------------------------------
________________
સ0 જયાં સુધી મોક્ષસુખનો અનુભવ ન થાય ત્યાં સુધી શ્રદ્ધા ક્યાંથી જાગે ?
તમે ઊંધું વિચારો છો. જ્યાં અનુભવ નથી ત્યાં જ શ્રદ્ધાની જરૂર છે. જે વસ્તુ પ્રત્યક્ષથી સિદ્ધ છે તેનો અનુભવ હોવાથી તેને તો આપણે જાતે માની જ લઇએ છીએ, જેનો અનુભવ થયો નથી તે માનવા માટે જ શ્રદ્ધાની જરૂર છે. પૈસાથી સુખ મળે છે – આવું માનવા માટે શ્રદ્ધાની જરૂર નથી, ધર્મ કરવાથી સુખી થઇએ છીએ – એ માનવા માટે જ શ્રદ્ધાની જરૂર છે. ધર્મ કરવાથી દુઃખી થઇશું” – આ શ્રદ્ધા એટલી મજબૂત છે કે “ધર્મમાં જ સુખ છે' - આ વાસ્તવિકતાને એ સ્વીકારવા દેતી નથી. તત્ત્વની રુચિ એ સમ્યગ્દર્શન છે અને તત્ત્વની પરિણતિ એ સમ્યજ્ઞાન છે. અજ્ઞાન ટાળ્યા વિના અને કષ્ટ વેઠ્યા વિના કોઇ ક્ષેત્રમાં આગળ વધાતું નથી. સમ્યગ્દર્શન પામવા પહેલાં પણ એવું સત્ત્વ પ્રગટે છે કે ધર્મ માટે પ્રાણ છોડવાની તૈયારી હોય, પણ પ્રાણ સાટે ધર્મને છોડવા તૈયાર ન થાય. સુલસા સતી શ્રાવકપણામાં પણ જો સમ્યગ્દર્શનને આ રીતે જાળવી શકતા હોય, નિર્મળ રાખી શકતા હોય તો સાધુસાધ્વીની શ્રદ્ધા ક્યાંથી ડગે ? સ0 અંધશ્રદ્ધા એ તો શ્રદ્ધાની ખામી છે ને ?
આ અંધશ્રદ્ધા શબ્દ તો શ્રદ્ધાના શત્રુઓએ શોધી કાઢયો છે. ભગવાનના વચન પરની શ્રદ્ધાને અંધશ્રદ્ધા કહે તેને શ્રદ્ધાનો શત્રુ જ કહેવાય ને ? ભગવાનનું શાસન તમે ભણ્યા નથી એટલે. બાકી જો તમે ભણો તો એટલું ચોક્કસ સમજાય કે – ભગવાનની વાત સામે કોઇ પણ દલીલ ટકી શકે એમ નથી. ભગવાનનું વચન યુતિવાદથી પણ સુસંગત છે; કષ, છેદ, તાપથી પરિશુદ્ધ છે. છતાં ભગવાનનું વચન ન સમજાય તોપણ ભગવાનના વચનની શ્રદ્ધાથી ચાલવું છે ને ? સ0 ભગવાનની વાત ચારે ફિરકા જુદી જુદી બતાવે તો શું કરવું ?
તો જ્ઞાન મેળવવા બેસવું. બધા ભગવાનના નામે વાત કરે એટલે બધા સાચા ન થઇ જાય. તે સમજવા માટે ભણવું પડે. જેને ભણવું નથી ને પોતાને ફાવતું માનવું છે તેઓ પોતે અંધશ્રદ્ધાના ભોગ બન્યા છે.
સ0 એક ગુરુના શિષ્ય જુદી જુદી વાત કરતા હોય તો ?
એક બાપના બે દીકરા પણ સરખા નથી હોતા તો અહીં પણ એવું બને. એમાં ટીકા કરવાની જરૂર છે કે ભણવા બેસવાની જરૂર છે? બે ય સાચા ન હોય. સાચું શોધવા માટે ભણવું પડશે. આત્મારામજી મહારાજે પણ વ્યાકરણ ભણવાનું કામ કર્યું તો સ્થાનકવાસી સંપ્રદાયનો ત્યાગ કરીને શ્વેતાંબર મૂર્તિપૂજકસંઘમાં આવ્યા ને ? તમારે ભણવું નથી અને જેઓ ભણીને શાસ્ત્રના આધારે મોક્ષની વાતો કરે તેને અંધશ્રદ્ધાળુ કહેવા છે – એ બરાબર નથી.
આપણી વાત એ છે કે આજે આપણને ભગવાનના વચન પર શ્રદ્ધા નથી અને આપણે અશક્તિને આગળ કરીએ છીએ - આ એક માયા છે. આ પણ આપણને મોહ શીખવાડે છે. આપણે જો આપણી શ્રદ્ધાની ખામીને આગળ કરી હોત તો એ ખામીને દૂર કરી શક્યા હોત. ધર્મ યથાશક્તિ કરવાનો છે એનો અર્થ જ એ છે કે જેટલી શક્તિ છે એટલી તો પૂરેપૂરી ખર્ચી નાંખવાની છે. શક્તિથી ઉપરવટ નથી થવાનું, પણ શક્તિ ફોરવવાની કે શક્તિને ચકાસવાની ના પાડી નથી. આપણે તો યથાશક્તિને નામે શક્તિ છુપાવવાની છૂટ લઇ લીધી છે ને ? આ પણ એક પ્રકારનો મોહ છે. એના બદલે ભગવાનના વચનની શ્રદ્ધા કેળવી લો. ભગવાનનું વચન માનવાના કારણે આપણે દુ:ખી નહિ થઇએ - આટલી શ્રદ્ધા કેળવી લો. દુઃખ આવે છે એ ભગવાનનું વચન માનવાના કારણે નથી આવતું. પહેલાં ભગવાનનું વચન માન્યું નહિ તેના કારણે જે પાપ બાંધ્યું તેના કારણે જ દુ:ખ આવે છે : આટલી શ્રદ્ધા કેળવી લો.
સમ્યગ્દર્શન નામનો પરીષહ વેઠતાં ન આવડે તો એકવીસ પરીષહોને જીતવાનું પણ નકામું જાય છે. આ સંસારમાંથી નિતાર પામવા માટે પરમાત્માના વચન સિવાય બીજો કોઇ તારક માર્ગ જ નથી. આ વચનની શ્રદ્ધા સિવાય આ સંસારથી તારવા માટે કોઇ સમર્થ નથી. તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે સમ્યગ્દર્શન વિનાના ગુણો એ ગુણરૂપ નથી ગુણાભાસસ્વરૂપ છે. જ્યાં સુધી દુઃખ આવતું નથી, ત્યાં સુધી તો ધર્મ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૯૧
૩૯૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #200
--------------------------------------------------------------------------
________________
કરવામાં વાંધો નથી આવતો. પણ ધર્મ કર્યા પછી પણ દુઃખ આવે ને સુખ મળે નહિ તો શ્રદ્ધા ડગવા માંડે. આપણી શ્રદ્ધાની કસોટી દુ:ખમાં જ થાય, સુખમાં ન થાય. લોકમાં પણ કહેવાય છે કે કષ્ટમાં જ કસોટી થાય છે. ધર્મ કરતી વખતે દુઃખ આવે એટલે તરત એમ થાય કે ધર્મ કરનારને પણ દુ:ખ આવતું હોય તો ધર્મ નકામો જ ગયો. ધર્મ કરનારને ભૂતકાળના પાપના ઉદયે કદાચ દુ:ખ આવે તોપણ તે ધર્મનું ફળ નથી. આ તો વિચારે કે “ધર્મ કરનારાને પણ દુઃખ આવતું જ હોય તો તો ધર્મ નકામો ગયો. તેથી ચોક્કસ છે કે પરલોક છે જ નહિ, તપ કરનારને ઋદ્ધિ મળે છે એ વાત પણ ખોટી છે, તેથી પરલોકની સાધના માટે લીધેલું સાધુપણું પણ નકામું જ છે. તેથી સાધુ થઇને હું ઠગાઇ ગયો. કારણ કે ગૃહસ્થપણામાં સુખ હોવા છતાં તે છોડી દીધું અને સાધુ થયો, જયારે આ સાધુપણાનું તો કોઇ ફળ જ નથી.’ આવો વિચાર સાધુ ન કરે – એ પ્રમાણે અહીં જણાવ્યું છે. ધર્મ કરતી વખતે એટલું વિચારવાનું કે ધર્મ કરનારને વર્તમાનમાં દુઃખ આવશે, પણ ભવિષ્ય સુધરશે; હવે પછી તેને દુ:ખ ભોગવવાનો વખત નહિ આવે. અત્યારે જે દુ:ખ આવ્યું તે તો ભૂતકાળના અધર્મનું જ ફળ છે. શાસ્ત્રકારોએ એવું કહ્યું જ નથી કે ધર્મ કરનારાને દુઃખ આવતું નથી. તેથી આપણે એવી અશ્રદ્ધા કરવાની જરૂર જ નથી. ધર્મ કરનારને ભવિષ્યમાં દુઃખ નહિ આવે – એટલી વાત નક્કી. પરલોક જેવી ચીજ છે કે નહિ ? ભગવાનનું દર્શન કરનારને પરલોક છે એ સમજાવવાની જરૂર છે ? દર્શનથી પાપનો નાશ થાય છે, પુણ્ય બંધાય છે – આવું બોલનારને પુણ્ય-પાપના ફળ ભોગવવા માટે પરલોકમાં જવાનું છે, આટલી શ્રદ્ધા હોય ને ? પાપના ફળરૂપે નરક છે, પુણ્યના ફળરૂપે દેવલોક છે, મનુષ્ય-તિર્યંચગતિ તો પ્રત્યક્ષસિદ્ધ છે. આ ચાર ગતિને છોડીને કર્મરહિત અવસ્થારૂપ પંચમગતિ છે. આવું માનનારને ધર્મ કરવાનું, સાધુ થવાનું મન થયા વિના ન રહે ને ? પરલોક નથી – આવી અશ્રદ્ધા ક્યારે ય કરવી નહિ. પરલોક છે એવું માને અને સાધુપણામાં કરેલા તપ વગેરેનું ફળ ચોક્કસ મળવાનું છે – એવું માને ૩૯૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
તેનું સમ્યગ્દર્શન મજબૂત છે. ધર્મનું ફળ માત્ર દુ:ખનો વિયોગ અને સુખની પ્રાપ્તિ છે - એવું માનીએ તો ધર્મની શ્રદ્ધા ડગવાનો વખત આવે. પણ ધર્મનું ફળ કર્મની નિર્જરા છે અને વિષયકષાયની પરિણતિ શાંત થવી તે છે - એવું માને તેને અશ્રદ્ધા થવાનું કોઇ કારણ જ નથી. જેનું સમ્યગ્દર્શન મજબૂત હોય તેને તો સાધુપણા સિવાય ઉદ્ધાર નથી - એમ લાગે, સાધુપણામાં ઠગાયા – એવું ન લાગે. અત્યાર સુધી આપણે જે પાપ કર્યા છે તેનાથી છૂટવા માટે સાધુપણા જેવો એક ઉપાય નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે એક દિવસમાં આ સંસારમાં એટલું પાપ થાય છે કે આ આખા જંબુદ્વીપમાં જેટલા પર્વતો છે તે સોનાના થઇ જાય, જેટલી રેતી છે તેના હીરા થાય તે બધાની માલિકી આપણી થાય અને ત્યાર બાદ એનો ભોગવટો કરવાના બદલે એ બધું જ સાતક્ષેત્રમાં દાન આપી દઇએ તોપણ એક દિવસના પાપથી છૂટાય નહિ. અત્યાર સુધીમાં આપણું આયુષ્ય કેટલું ગયું અને એમાં પાપ કેટલું કર્યું તે નજર સામે આવે તો એમ થાય ને કે આ પાપથી બચવા માટે સાધુપણા સિવાય બીજો કોઇ ઉપાય નથી !
આગળ જણાવે છે કે - ભૂતકાળમાં અનંતા તીર્થંકરભગવંતો થઇ ગયા છે, વર્તમાનમાં સંખ્યાતા છે, ભવિષ્યમાં પણ અનંતા થવાના છેઆવું શાસ્ત્રમાં કહ્યું છે તે ખોટું છે : આવું ક્યારેય સાધુ ન વિચારે. અહીં સાધુને ઉદ્દેશીને વાત કરી છે માટે ‘સાધુ ન વિચારે' એમ કહ્યું. બાકી શ્રાવક પણ આવું ન જ વિચારે – એટલું યાદ રાખવું. શ્રાવક સમ્યકત્વ ન પામ્યો હોય અને માર્ગાનુસારીપણું પાળનારો હોય - એવું ય બને. જયારે સાધુભગવંતો નિયમા સમકિતી જ હોય. જે સમકિતી ન હોય તે સાધુ ન હોય, વેષધારી હોય. જે અવિરતિને સેવે, જે મિથ્યાત્વને ધારે તે છઠ્ઠા ગુણઠાણે ન હોવાથી તેને સાધુ ને કહેવાય. જે સંસારના સુખની વાત કરે તેની પાસે સમ્યકત્વ હોય એવું લાગતું નથી – એમ સમજીને ઊઠી જવું. આપણે સુખનો ભોગવટો છોડીને દુ:ખ ભોગવવાનું શીખવા માટે સાધુ પાસે જઇએ ને ? એના બદલે જો દુઃખ ટાળવાની ને સુખ મેળવવાની વાત કરે તો તેની પાસે સમ્યક્ત્વ નથી – એમ માનવું પડે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૯૩
Page #201
--------------------------------------------------------------------------
________________
ને ? ભગવાન છે, હતા, હશે - આ વાત પરમસત્ય છે - એવું માને તે જ સાધુપણું મજેથી પાળી શકે.
આ દર્શનપરીષહમાં અષાઢાભૂતિ આચાર્યનું કથાનક પ્રસિદ્ધ છે. તેમણે પોતાના શિષ્યોને કહ્યું હતું કે કાળ કરીને દેવલોકમાં જાઓ તો દર્શન આપજો. બે-ત્રણ શિષ્ય કાળ કરીને ગયા છતાં એકે આવ્યો નહિ. તેથી તેમને શંકા પડી કે દેવલોક નહિ હોય. સાધુભગવંતો મોક્ષમાં ન જાય તો કાળ કરીને નિયમા દેવલોકમાં જાય : આવું ગણધરભગવંતોનું વચન હોવા છતાં તેમાં શંકા પડી. પરંતુ પોતાના સાધુ દેવલોકમાં નહિ ગયા હોય – એવી શંકા ન પડી : આ પણ એક પ્રકારની અજ્ઞાન મોહદશા છે ને ? આ રીતે વિચારીને શ્રદ્ધાથી ભ્રષ્ટ થઇને સાધુપણું છોડવા તૈયાર થયા. સાધુના વેશમાં જ નીકળ્યા. ત્યાં પેલા છેલ્લા કાળ પામીને દેવ થયેલા શિષ્ય ઉપયોગ મૂકીને જોયું તો ગુરુને શ્રદ્ધાભ્રષ્ટ થયેલા જોયા. આથી તેમને પ્રતિબોધવા દેવમાયાથી નાટક રચ્યું. આ નાટક છ મહિના ચાલ્યું. સાધુએ ઊભાં ઊભાં જોયું. ત્યાંથી આગળ ગયો. ભૂખ લાગી હતી. ખાવા માટે પૈસા જોઇએ ને? એટલામાં ત્યાં એક નાનો છોકરો અલંકારથી સજજ આવ્યો. આચાર્યું તેનું નામ પૂછ્યું. પેલાએ કહ્યું “મારું નામ પૃથ્વીકાય', આવું સાંભળવા છતાં પણ આષાઢાચાર્યે તે છોકરાને હણીને તેના અલંકાર પોતાના પાત્રોમાં નાંખ્યા. આ રીતે દેવે છયે કાયના નામના છોકરા વિકુવ્ય છતાં શ્રદ્ધાભ્રષ્ટ થવાથી નિર્ધ્વસ પરિણામવાળા આચાર્યું તેમને હણીને અલંકાર લઇ લીધો. આ લઇને અલંકાર વેચવાની ઇચ્છાથી આગળ જતા હતા ત્યાં પેલા દેવ સામેથી રાજાનું રૂપ કરી આવ્યો. એ જો ઈ આ આચાર્ય ગભરાઈને આડે માર્ગે ગયા તો રાજા પણ આડે રસ્તે થઇને સામે આવ્યો અને ઘણા દિવસે સાધુનાં દર્શન થયાં એમ કહીને ગોચરી વહોરવાનો આગ્રહ કર્યો. પાત્રામાં દાગીના હતા તો વહોરે કઇ રીતે ? આથી આચાર્યું ના પાડી. આ રકઝકમાં પાસું પડી ગયું. આથી રાજાએ કહ્યું કે “આ તો મારા દીકરીના દાગીના છે, તમે એમને મારી નાંખ્યાં ?” આ સાંભળીને લજજાથી આચાર્યભગવંત નીચું મોઢું રાખી ૩૯૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
મૌનપણે ઊભા રહ્યા. દેવે જોયું કે હજુ લાયકાત પડી છે. તેથી પોતાનું સ્વરૂપે પ્રગટ કરીને જણાવ્યું કે “હું આપનો શિષ્ય દેવ થયો છું, પણ આપે આ શું કર્યું ? અમે તો દેવો મહાપ્રમાદી છીએ. મારા પ્રમાદના યોગે આપની આ હાલત થઇ. આપે હમણાં જે નાટક જોયું તે છ મહિના સુધી ચાલ્યું, છતાં એટલો કાળ ક્યાં પસાર થયો તે ખ્યાલ ન આવ્યો ને ? તેમ અમારે દેવલોકમાં પણ ચાર-ચાર હજાર વરસ સુધી નાટકો ચાલતાં હોય છે તેથી અમે આવવાનું ધારીએ તોય આવી શકતા નથી. તેથી મારા આ પ્રમાદની ક્ષમા કરો...' ઇત્યાદિ કહેવા દ્વારા આચાર્યભગવંતને પ્રતિબોધ્યા. આચાર્યભગવંત પણ પોતાના દુષ્કતની આલોચના કરીને અપૂર્વ શ્રદ્ધાસહિત સંયમમાં સ્થિર થયા. અહીં જેમ આષાઢાચાર્યે પહેલાં દર્શનપરીષહ ન જીત્યો પણ પાછળથી જીત્યો તેમ દરેક સાધુઓએ આ પરીષહ જીતવો જોઇએ. આપણે આ પરીષહ પહેલાં જીતવો છે કે પાછળથી ? સાધુભગવંતોને સાધુપણામાં પંદર કલાક સ્વાધ્યાય કરવાનો કહ્યો છે તેનું કારણ જ આ છે કે સમ્યજ્ઞાનથી શ્રદ્ધા મજબૂત થાય છે અને ચારિત્ર અખંડિત રહે છે. અનંતા તીર્થંકરો થઇ ગયા છે અને તેઓ જે કહી ગયા છે તે પરમસત્ય છે. આમાં કોઇ પણ જાતનો અવિશ્વાસ રાખવા જેવું નથી. પરલોક છે, આત્મા છે, સ્વર્ગનરક છે, મોક્ષ છે, આ બધા જ પદાર્થો સતુ છે, મિથ્યા નથી. માનવું કે ન માનવું એ આપણી મરજીની વાત છે, જો કે માનવું મરજિયાત નથી, ફરજિયાત છે. કારણ કે ન માનવામાં એકાંતે આપણને નુકસાન છે. માનીએ તો પાપ કરતાં આંચકો લાગશે, પાપથી અટકાશે, પાપથી પાછા ફરાશે. સંસારનો - પાપનો અંત લાવવા માટે સમ્યગ્દર્શન મજબૂત કરવું જ પડશે. એ માટે કાયમ માગનુસારી વિચારણા કરતા રહેવું. ઉન્માર્ગનું પોષણ કરનારી ભાવના અને વિચારણાઓથી આઘા રહેવું. આ રીતે બાવીસ પરીષહની વાત પૂર્ણ કરી અંતે ભગવાને બતાવેલા આ બાવીસ પરીષદોને સહન કરવાની હિતશિક્ષા આપી છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૯૫
Page #202
--------------------------------------------------------------------------
________________
| (૩) ચતુરંગીય-અધ્યયન चत्तारि परमंगाणि दुल्लहाणीह जंतूणो । माणुसत्तं सुइ सद्धा संजमंमि य वीरियं ॥३-१॥
બીજા અધ્યયનમાં બાવીસ પરીષહને જીતવાની વાત કર્યા પછી ચતુરંગીય નામનું ત્રીજું અધ્યયન જણાવ્યું છે. તેમાં મોક્ષનાં ચાર દુર્લભ અંગો જણાવ્યાં છે. બીજા અધ્યયનમાં બાવીસ પ્રકારનાં દુઃખો વેઠવાની વાત સાંભળીને શિષ્ય શંકા કરે છે કે “આ પરીષહ કયા આલંબનથી ભોગવવાના ?” શિષ્યની ભાવના એવી છે કે – પુણ્ય પૂરું થઇ ગયું હોય તો દુ:ખ ભોગવવા તૈયાર થઇએ એ વાત બરાબર પણ પુણ્ય જો પાંસરું હોય તો સુખ ભોગવી લેવામાં શું વાંધો ? જ્યારે શાસ્ત્ર કાર એ સમજાવવા માંગે છે કે પુણ્ય પૂરું થાય તે પહેલાં તેનો ત્યાગ કરીને નીકળી જવું છે. કારણ કે ધર્મ કરવા માટેની તક મળવી દુર્લભ છે. દુ:ખ વેઠવું જોઇએ એની સાથે સુખ છોડવું જોઇએ એ પણ મહત્ત્વનું છે. આજે આપણે પણ આ શિષ્યના જેવી જ વિચારણા કરીએ ને ? સુખ માંગવા ન જઇએ, પરંતુ સુખ મળી ગયા પછી ભોગવી લેવામાં શું વાંધો ? ‘આપણે ક્યાં માંગવા ગયા હતા, મળ્યું તો લઇ લીધું.’ આવું બોલીને સુખ ભોગવવા તૈયાર થઇ જઇએ ને ? શાસ્ત્રકારો કહે છે કે માંગવું નહિ – તે ધર્મ નથી, છોડવું તે ધર્મ છે. આપણે માંગતા નથી – એ બરાબર, પણ છોડતા નથી માટે ભૂંડા છીએ – એટલું યાદ રાખવું. ‘પુણ્ય મળ્યું તો ભોગવવા માટે જ મળ્યું છે ને ?' આવી દલીલ કરીએ નહિ તે માટે આ ચાર દુર્લભ વસ્તુને જણાવી છે. પરીષહ ભોગવતી વખતે કયા આલંબનથી ભોગવવાના છે તે જણાવવા માટે આ અધ્યયન છે. પુણ્ય ભોગવવામાં સમય બરબાદ કર્યો તો આપણને મળેલી દુર્લભ વસ્તુઓ આપણે હારી જવાના. સુખ ભોગવવાનું કામ દેવલોકમાં કરવું જ પડવાનું છે, તેથી સુખ ભોગવવા માટે મનુષ્યપણાને બગાડવાની જરૂર નથી. જે ધર્મની સાધના દેવ-નરક કે તિર્યંચગતિમાં શક્ય નથી અને મનુષ્યપણામાં જ શક્ય
છે તેના માટે પ્રયત્ન કરવો છે. પુણ્ય ભોગવવાની વાત ભગવાનના શાસનમાં આવે જ નહિ. પુણ્યથી મળેલી સામગ્રી દુર્લભ છે, પાછી મળશે કે નહિ ખબર નથી, માટે એ સામગ્રી ધર્મમાં વાપરી લેવી છે. પૈસા કમાતી વખતે તમે ખાવાપીવાનું પણ છોડી દો ને ? તેમ ધર્મ કરવાનો આ અવસર છે તેથી પુણ્ય ભોગવવાનું છોડી દેવું છે. સાચું કહીએ તો પુણ્યની કિંમત જેટલી સમજાઇ છે – એટલી કિંમતે ધર્મની સમજાઇ નથી. સ0 અઢળક સંપત્તિ પુણ્યથી મળ્યા પછી પૌષધ કરે તો કિંમત સમજાઇ ને ?
તમે પૌષધ કયા ઇરાદે કરો છો ? વિરતિ ગમે છે માટે કે અવિરતિ ખટકે છે માટે ? પુણ્ય ભૂંડું ન લાગે, પુણ્યથી મળેલી સંપત્તિ મૂંડી ન લાગે અને પૌષધ કરે તેનો કોઈ અર્થ નથી. આજે આપણે ધર્મને સમજ્યા વિના ધર્મ કરવાની શરૂઆત કરી છે. શાસ્ત્ર કહે છે કે - ધર્મ કરવાની ઉતાવળ કરવાના બદલે ધર્મ સમજવાની ઉતાવળ કરવી છે. કારણ કે ભવની નિર્ગુણતાનું ભાન થાય નહિ ત્યાં સુધી મોક્ષમાં એકે ગુણ દેખાશે નહિ. ભવમાં એક ગુણ નથી એવું લાગે તેને આ ભવથી તારનારા ધર્મની કિંમત સમજાય. ધર્મની કિંમત સમજાઇ નથી, તેથી જ ધર્મ કરતી વખતે પણ અનુકૂળતા ભોગવવાની, પુણ્ય ભોગવવાની તૈયારી છે. અમારાં સાધુસાધ્વી પણ વિહારમાં જો કોઇ ગાડી મળી જાય અને ગાડીવાળા સામાન માંગે તો હાથમાં ઉપાડેલી વસ્તુ આપી દે ! જેને ધર્મની દુર્લભતા સમજાઇ હોય તે તો એકે વસ્તુ ગાડીમાં આપે નહિ. પાકટ ન આપે, ઝોળી ન આપે, ઘડો કે દંડાસન પણ ન આપે. જેટલું રાખ્યું હોય તેટલું ઉપાડી જ લેવાનું. સાધુપણામાં પરિગ્રહ રાખવાનો નથી, છતાં રાખ્યો હોય તો ઉપાડી જ લેવાનો. જેટલું રાખ્યું હોય તેટલું ઉપાડવાનું જ હોય તો બિનજરૂરી પરિગ્રહ એની મેળે જ ઓછો થઇ જાય ને ? અત્યારે આપણને જે ધર્મની અનુકૂળતા મળી છે, તે સુખ ભોગવવાની લાલચે વેડફી નથી નાંખવી.
શિષ્યને બાવીસ પરીષહ વેઠવા છે આથી જ એ પરીષહ વેઠવા માટેનું આલંબન કર્યું છે – એવું પૂછે છે. તેના નિરાકરણમાં અહીં જણાવે છે કે “આ મનુષ્યપણું વગેરે ચાર અંગો દુર્લભ છે.' - આ આલંબનથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૯૭
૩૯૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #203
--------------------------------------------------------------------------
________________
જ સુખ છોડીને પરિષહ વેઠવા તૈયાર થવું છે. જેઓ મળેલી સામગ્રીનો સદુપયોગ ન કરે તેઓ શેના આધારે કહી શકે કે ભવિષ્યમાં આ સામગ્રી પાછી મળશે. અત્યારે શરીર સારું છે ને ? સાધુપણા માટે અનુકૂળ છે ને ? સનત્કુમાર ચક્રવર્તી કરતાં તો આપણું શરીર લાખ દરજ્જે સારું છે ને ? તો સાધુ થવું છે ? આજે શરીર અશક્ત હોય તોય સનત્કુમાર ચક્રવર્તી કરતાં સારું હોય તો તેનાથી દીક્ષા પળાય ને ?
અધ્યયનની ભૂમિકા કરીને હવે જણાવે છે કે ચાર પરમાંગ દુર્લભ છે. પરમ એટલે મોક્ષ. મોક્ષના કારણભૂત ચાર અંગ દુર્લભ છે. તેમાં સૌથી પહેલું મનુષ્યપણું બતાવ્યું છે. આ મનુષ્યપણું દુર્લભ છે તે મોક્ષમાં લઇ જનારું મનુષ્યપણું દુર્લભ છે. બાકી સંસારમાં રખડાવનાર મનુષ્યપણું તો અનંતી વાર મળ્યું છે. અકર્મભૂમિમાં, અનાર્ય દેશ કે કુળમાં જે મનુષ્યપણું મળે તેની અહીં વાત જ નથી. જે કર્મભૂમિમાં આર્યદેશકુળમાં મળે તેવું મનુષ્યપણું દુર્લભ છે. બાકી તો દુર્ગતિમાં જવા માટે પણ મનુષ્યપણું કામ લાગે છે, તેની દુર્લભતાની વાત નથી. આ મનુષ્યગતિમાંથી ચારે ગતિમાં જવાય છે તેમ તિર્યંચગતિમાંથી પણ ચારે ગતિમાં જવાય છે, પરંતુ પાંચમી ગતિમાં મનુષ્યપણામાંથી જ જવાય છે. ચારે ગતિમાંથી સૌથી ઓછી સંખ્યા મનુષ્યોની છે. મનુષ્યો સંખ્યાતા છે. નરક કે દેવના જીવો તેના કરતાં અસંખ્યાતા છે અને તિર્યંચો અનંતા છે. જો મનુષ્યો સંખ્યાતા જ હોય તો તેની પ્રાપ્તિ દુર્લભ જ કહેવાય ને ? આ મનુષ્યપણું મળી ગયું હોય તો મનુષ્યપણાનું ફળ મેળવવા માટે મહેનત કરવી છે ને ? મનુષ્યપણાનું ફળ શું ? સાધુપણું ને ? તો તૈયાર થવું છે ને ? સુખ ભોગવવા માટે મનુષ્યપણું નથી, સાધુ થવા માટે મનુષ્યપણું છે. સાધુ થવા માટેનું મનુષ્યપણું દુર્લભ છે - એ મળી ગયું છે. તેની
કિંમત સમજાઇ ગઇ છે ને ?
સ૦ સામગ્રીની કિંમત તો સમજાઇ છે પણ તાકાત તો જોવી પડે ને ? ડૉક્ટરને ત્યાં જાઓ તો તાકાત જોઇને જાઓ કે રોગ જોઇને જાઓ ? તો અહીં તાકાત જોવાની કે ભવરોગ જોવાનો ? ભવરોગ જેને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૯૮
દેખાય તેને તાકાત આવી જાય. તમે હોસ્પિટલમાં જાઓ અને સામેથી મડદું નીકળે તો તમે હોસ્પિટલમાં જવાનું માંડી વાળો કે ‘બધાને એવું ન થાય’ એમ માનીને હિંમત રાખીને જાઓ ? તમે તાકાત જોવા બેઠા માટે સંસારમાંથી નીકળી ન શક્યા. સાધુપણામાં આવવામાં શું તકલીફ છે એ તો કહો ? આ તો ગુરુ કહે કે ‘હું તને સાચવીશ’ તોય કહે કે ‘ના, આ રીતે ન અવાય.’ અને પરણવા જાય ત્યારે છોકરી કહે કે ‘સાચવી લઇશ’ તો તેને આખી જિંદગી સોંપી દે. ગુરુને ઓળખવા છતાં ગુરુને જીવન સોંપવું નથી ને ?
અહીં જણાવે છે કે આ ચોર્યાશી લાખ યોનિમાં મનુષ્યની યોનિ ઓછી છે અને સંખ્યા તો સૌથી અલ્પ છે. ચોર્યાશીમાંથી પૃથ્વીકાયાદિની સાત સાત લાખ, વનસ્પતિકાયની ચોવીસ લાખ, વિકલેન્દ્રિયની છ લાખ અને તિર્થંયપંચેન્દ્રિયની ચાર લાખ : એમ કુલ મળીને બાસઠ લાખ યોનિ તો માત્ર તિર્યંચની જ છે. દેવો અને નારકોની ચાર ચાર લાખ યોનિ છે પણ તેમની સંખ્યા અસંખ્યાતી છે. યોનિ એટલે ઉત્પત્તિનાં સ્થાન. જીવો અનંતા છે અને તેમની ઉત્પત્તિનાં સ્થાન અસંખ્યાતાં છે છતાં પણ એકસરખા વર્ણગંધરસસ્પર્શવાળી યોનિઓનું સ્થાન એક જ ગણવામાં આવે તો તે રીતે ઉત્પત્તિનાં સ્થાન ચોર્યાશી લાખ છે. અનંતા તિર્યંચોનાં ઉત્પત્તિસ્થાન બાસઠ લાખ છે. અસંખ્યાત દેવોનાં ઉત્પત્તિસ્થાન ચાર લાખ છે અને અસંખ્યાત નારકોનાં ઉત્પત્તિસ્થાન પણ ચાર લાખ છે. જ્યારે સંખ્યાતા મનુષ્યોનાં ઉત્પત્તિસ્થાન ચૌદ લાખ છે. દેવો બધા મનુષ્ય થવા ઇચ્છે તોપણ તેમને થવા મળે એવું નથી. કારણ કે મનુષ્યો સંખ્યાતા જ છે. દેવોને ઇચ્છવા છતાં ન મળે - એવું મનુષ્યપણું આપણને મળી ગયું છે તો તેને સાધી લેવું છે ને ? આજે આપણને ધર્મ ક૨વાજેવો છે - એટલી સમજણ હોવા છતાં પણ ધર્મ માટેની મનુષ્યપણું વગેરે સામગ્રી દુર્લભ છે એટલું સમજાયું નથી માટે ધર્મ કરતા નથી ને ? આપણને ધર્મનું અજ્ઞાન નથી નડતું, ધર્મની દુર્લભતાનું અજ્ઞાન નડે છે. આથી જ આ અજ્ઞાન દૂર કરવા માટે આ ત્રીજા અધ્યયનથી ચાર અંગની દુર્લભતા સમજાવી છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૯૯
Page #204
--------------------------------------------------------------------------
________________
જેને સુખ મળ્યું નથી કે મળવાની શક્યતા નથી તેવાઓ ધર્મ કરે તો બરાબર, પરંતુ જેને પ્રબળ પુણ્યના ઉદયે સુખ મળી ગયું હોય તેઓ સુખ છોડીને ધર્મ શા માટે કરે ?’ આવી શિષ્યની શંકાના નિરાકરણમાં પરીષહનાં દુ:ખો ભોગવવા માટેનું આલંબન આ અધ્યયનમાં જણાવ્યું છે. આ સંસારમાં અમુક વસ્તુઓ એવી દુર્લભ છે કે જે વારંવાર મળતી નથી, તેથી તેને સાધવા માટે સ્વાધીન સુખો છોડીને પરીષહનાં દુઃખો વેઠવાનો ઉપદેશ આપ્યો છે. આમે ય પુણ્યથી મળેલાં સુખનો ત્યાગ કરીને તમે અર્થકામને ભેગા કરવા મહેનત કરો જ છો ને ? સુખ મળી ગયા પછી પણ લોકો ભવિષ્યના સુખનાં સાધનો ભેગાં કરવા માટે સુખ છોડવાનું અને દુ:ખ ભોગવવાનું કામ કરતા જ હોય છે. તેથી સુખ મળ્યા પછી બધા ભોગવે જ છે – એવું નથી, ઉપરથી એનો ભોગવટો છોડીને સુખનાં સાધનો ભેગા કરવામાં જ જિંદગી વિતાવે છે. સુખનાં સાધનો ભેગાં કરવા માટે જેમ પ્રમાદનો ત્યાગ કરાય છે તેમ મોક્ષનાં સાધન ભેગાં કરવા માટે સુખનો – પ્રમાદનો ત્યાગ કરી શકાય ને ? આથી અહીં મોક્ષનાં અંગોની દુર્લભતા વર્ણવી છે. તેમાં આપણે મનુષ્યપણાની દુર્લભતા જોઇ ગયા. સૂક્ષ્મનિગોદમાંથી બાદરમાં આવ્યા. ત્યાંથી પણ પૃથ્વીકાયાદિ પાંચે સ્થાવરમાં ફરી બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિયમાં ગયા. ત્યાંથી અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ગયા અને પછી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં આવ્યા, ત્યાંથી નરકાદિમાં જઇને માંડ માંડ મનુષ્યજન્મમાં આવ્યા. હવે ફરી પાછું આ મનુષ્યપણું મળે એવી ખાતરી નથી. તેથી આપણી યોગ્યતાને કામે લગાડવી છે. આજે
સાધુસાધ્વીને પણ પોતાના મનુષ્યપણાની કિંમત નથી. આ સાધુપણું પણ જે મળ્યું છે તે આ મનુષ્યપણાના પ્રભાવે મળ્યું છે. આમ છતાં ગાંડાની જેમ વર્ત્યા કરીએ તે ચાલે ? જીવો અનન્તા, તેમાં દેવો તથા નારકો અસંખ્યાતા અને મનુષ્યો તો માત્ર સંખ્યાતા જ છે. તેમાં ય મનુષ્યના એકસો એક ભેદમાંથી માત્ર પંદર જ કર્મભૂમિમાં ધર્મ મળે. તેમાં પણ અનાર્યકુળમાં જૈનધર્મ ન મળે. આર્યકુળમાં પણ બધાને જૈન ધર્મ નથી મળતો. આજે એટલું નક્કી કરી લો કે મનુષ્યપણું દુર્લભ છે માટે કાલે જ દીક્ષા લેવી
૪૦૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
છે. મનુષ્યપણું ન હોય તો મોક્ષ ન મળે. મનુષ્યપણું મળ્યા પછી જિનવાણીનું શ્રવણ ન મળે તોય મોક્ષ ન મળે. જિનવાણીનું શ્રવણ કર્યા પછી ધર્મ પ્રત્યે, ચારિત્ર ધર્મ પ્રત્યે શ્રદ્ધા ન જાગે તો ય મોક્ષ ન મળે અને આ શ્રદ્ધા જાગ્યા પછી પણ જો સંયમમાં વીર્ય ન ફોરવે તોપણ મોક્ષ ન જ મળે. માટે આ ચાર મોક્ષનાં અંગ છે : એમ જણાવ્યું. જો મનુષ્યપણું સંયમ માટે જ મળ્યું છે તો હવે આ સુખ પાછળ દોડાદોડ કરવી નથી, સાધુ થઇ જવું છે. જે દુર્લભ સામગ્રી મળી છે, તેનો વેડફાટ કરીને નથી જવું.
સ૦ મોક્ષના, આત્માના અનુભવ વિના લક્ષ્ય નથી બંધાતું.
મોક્ષનો અનુભવ છે તો ખરો, પણ તમારે જોઇતો નથી. સાચું કહો, તમે ઇચ્છાના કારણે સુખી છો કે ઇચ્છા ન હોય ત્યારે સુખી હો છો ? જ્યાં સુધી ઇચ્છા પડી હશે ત્યાં સુધી દુ:ખ છે. ઇચ્છા મૂકી દઇએ તો જે સુખ અનુભવાય છે તે મોક્ષનો અનુભવ છે. ઉઘરાણી ન આપે તો આર્ત્તધ્યાન થાય છે – એવું નથી, ઉઘરાણી જોઇએ છે માટે આર્ત્તધ્યાન થાય છે. ઉઘરાણી જોઇતી નથી - એટલું નક્કી કરો તો આર્તધ્યાન ટળે ને ?
સ૦ બોલવાનું સહેલું છે, આસક્તિ મારવાનો ઉપાય કયો ?
આસક્તિ મારવી છે ખરી ? તમારે આસક્તિ મારવી નથી ને તમે
ઉપાય પૂછો છો - આ એક બનાવટ છે. તમારે આસક્તિ મારવાનો પરિણામ પેદા કરવાની જરૂર છે. એક વાર આસક્તિ મારવી છે - આટલું નક્કી કરીએ તો તે મારવાનો ઉપાય છે. શાસ્ત્રકારોએ આથી જ સંસારનું સ્વરૂપ સમજાવવાનું કામ કર્યું છે. સંસારને ઓળખાવવાનું કામ જ્ઞાનીઓ કરે, ઓળખવાનું કામ આપણે કરવાનું છે. આપણને એમ લાગે છે કે ઘરના લોકોને આપણી પ્રત્યે લાગણી છે. અસલમાં એમને આપણી પ્રત્યે નહિ, આપણા તરફથી જે અનુકૂળતા મળે છે તેની પ્રત્યે રાગ છે. આટલું સમજાય તો ઘરના લોકો પ્રત્યે આસક્તિ રહે ખરી ? તમે જાણતા નથી
કે જાણવા છતાં પણ આંખ આડા કાન કરો છો ? આ મનુષ્યપણું દુર્લભ છે. આપણે જ્યારે જન્મ્યા ત્યારે આપણી સાથે બીજા બે લાખથી નવ લાખ જેટલા જીવો પણ ઉત્પન્ન થયા હતા, તેમાંથી આપણે એકલા માતાની શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૦૧
Page #205
--------------------------------------------------------------------------
________________
કુક્ષિમાંથી નીકળ્યા તો એ આપણું નાનું-સૂનું સદ્ભાગ્ય છે ? આટલા ભાગ્યથી મળેલું મનુષ્યપણું નકામું જવા દેવું છે કે કામે લગાડવું છે ?
અહીં જણાવે છે કે મનુષ્યપણું દશ દેખાતે દુર્લભ છે, છતાં આવું મનુષ્યપણું ભાગ્યયોગે મળી ગયા પછી તેર પ્રકારના કાઠિયાના કારણે જિનવાણીનું શ્રવણ કરવાનું શક્ય બનતું નથી. આ તેર કાઠિયાનું સ્વરૂપ પણ અહીં સામાન્યથી જણાવ્યું છે. તેમાં સૌથી પહેલાં ‘આળસ' જણાવી છે. (૧) આળસના કારણે વ્યાખ્યાનમાં જવાનું બને નહિ. આળસ કદાચ ન હોય તો (૨) મોહ નડે, તેના કારણે વ્યાખ્યાનમાં જવાનું ન થાય ત્યાર બાદ (૩) અવજ્ઞા જણાવી છે. જિનવાણી પ્રત્યે એવો આદરભાવ ન હોય તેથી ન જાય. તે સિવાય (૪) માન નડે. મોટા આચાર્યના વ્યાખ્યાનમાં જય, નાના સાધુના વ્યાખ્યાનમાં જતાં માન આડું આવે. કોઇ વાર આચાર્યભગવંત કડક શબ્દમાં કાંઇ કહે તો (૫) ગુસ્સો આવે માટે વ્યાખ્યાનમાં ન આવે. ઘરમાં અથવા તો ધર્મસ્થાનમાં (૬) કલહ-ઝઘડો થયો હોય તો વ્યાખ્યાનમાં જતો બંધ થઇ જાય, પાંચ પ્રકારના (૭) પ્રમાદ તો પ્રસિદ્ધ છે. (૮) કૃપણતાના કારણે વ્યાખ્યાનમાં ન આવે. કારણ કે વ્યાખ્યાનમાં ટીપ થાય તો પૈસા લખાવવા પડે. (૯) ભયના કારણે પણ ન આવે એવું બને, કારણ કે ઘરમાં કોઇ ન હોય તો ચોરીના ભયથી ઘર સાચવવા રહી જાય. (૧૦) શોકના કારણે વ્યાખ્યાનમાં ન આવે. (૧૧) અજ્ઞાન એટલે વ્યાખ્યાનમાં કાંઇ સમજાય નહિ માટે ન આવે. (૧૨) ચિત્તવ્યાક્ષેપ એટલે વ્યાખ્યાનમાં આવ્યા પછી પણ ચિત્ત સ્થિર ન હોવાથી કશું ગ્રહણ કરે જ નહિ અને (૧૩) કુતૂહલવૃત્તિના કારણે અર્થાત્ અનર્થદંડમાં રસ હોવાથી વ્યાખ્યાન ચૂકી જાય. આ તેર કાઠિયાને દૂર કરે તો જ મનુષ્યપણામાં પણ જિનવાણીનું શ્રવણ શક્ય બને.
પુણ્યના ઉદયથી મળેલી સામગ્રી ભોગવવા બેસીએ તો પુણ્યથી મળેલી ધર્મસામગ્રી હારી જવાનો વખત આવે છે તેથી જ પરીષહ વેઠવાની વાત કરેલી. પુણ્યથી મળેલી સામગ્રીનો ઉપયોગ પુણ્ય છોડીને ધર્મ કરવા માટે કરી લેવો છે. જેને મળેલી સામગ્રીની દુર્લભતા ન સમજાય તેને ૪૦૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
બાકીના પાંત્રીસ અધ્યયનનું અધ્યયન કામ લાગતું નથી, તેથી જ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનાં છત્રીસ અધ્યયનમાંથી આ ત્રીજું અધ્યયન અત્યંત મહત્ત્વનું છે. ધર્મ માટે મળેલા મનુષ્યજન્મનો ઉપયોગ ધર્મ માટે જ કરવો છે, સુખ ભોગવવા માટે નહિ. ચારે ગતિમાં રહેલા જીવો ધર્મના અર્થી બને તો તેઓ મનુષ્યપણાને જ ઇચ્છતા હોય છે. કારણ કે મનુષ્યપણામાંથી જ મોક્ષની સાધના કરી, સાધુ થઇ મોક્ષે જવાય છે. આ મનુષ્યપણામાં પણ ધર્મનું શ્રવણ અત્યંત દુર્લભ છે. તેનું કારણ અજ્ઞાનથી માંડીને કુતૂહલવૃત્તિ સુધીના તેર કાઠિયા છે : એ વાત આપણે જોઇ ગયા. હવે જેઓ આ કાઠિયાને દૂર કરીને ધર્મશ્રવણ કરવા માટે તૈયાર થાય તેઓ પણ અજ્ઞાનના કારણે, મિથ્યાદૃષ્ટિ - કુદૃષ્ટિઓનાં શાસ્ત્રોના શ્રવણના કારણે કે પાખંડી વગેરેના પરિચયના કારણે તારક એવા જિનધર્મ પ્રત્યે શ્રદ્ધાને કરી શકતા નથી. અન્યદર્શનકારો કે કુદર્શનકારો લોકોને આકર્ષવા માટે ભગવાનની વાત કરે, પણ પછી પોતાની વાત શરૂ કરે અને એમાં મુગ્ધ લોકો ફસાઇ જાય. ધર્મનું શ્રવણ ધર્મની શ્રદ્ધા પેદા કરવા માટે છે, આ વસ્તુ જ વીસરાઇ ગઇ છે ને ? જેઓ શ્રદ્ધા પેદા કરવા માટે શ્રવણ ન કરે, તેઓ શાસ્ત્રના નામે પણ પોતાનો જ ટટ્ટ ચલાવ્યા કરવાના. આજે અમારે ત્યાં સાધુભગવંતો પણ બોલવા માંડ્યા કે “સાધુપણામાં જ ધર્મ થાય – એવું નથી, ગૃહસ્થપણામાં પણ ધર્મ કરી શકાય છે...' આવું સાંભળે તેને સાધુધર્મ પ્રત્યે શ્રદ્ધા થવાનું કોઇ કારણ જ નથી. તેથી સાધુધર્મ પ્રત્યે શ્રદ્ધા કરાવે એવું શ્રવણ દુર્લભ છે - એ સમજાય છે ને ? ચારિત્ર વિના મુક્તિ નથી – એવું બોલનાર ગૃહસ્થપણામાં પણ ધર્મ કરી શકાય - એવું કઇ રીતે માની કે બોલી શકે ? ધર્મ કરતી વખતે, અધર્મ તરફ નજર નથી જતી. તેથી અશુદ્ધ ધર્મ પ્રત્યે શ્રદ્ધા થાય છે. ભગવાને જે ધર્મ બતાવ્યો છે તે શુદ્ધ ધર્મ બતાવ્યો છે, આપણે આપણી ઇચ્છા વગેરેના કારણે ધર્મને અશુદ્ધ બનાવવાનું કામ કર્યું છે. ભગવાને માત્ર ધર્મ કરવાનો ઉપદેશ નથી આપ્યો, આજ્ઞા મુજબ ધર્મ કરવાનો ઉપદેશ આપ્યો છે. આપણે ધર્મ કરવાની વાત તો માનીએ છીએ પણ આજ્ઞા પાળવાની વાત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૦૩
Page #206
--------------------------------------------------------------------------
________________
નથી માનતા. તેથી જ ધર્મ કરવા છતાં ધર્મની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન પામી શકતા નથી. ધર્મશ્રવણ પછી શ્રદ્ધા કેમ નથી જાગતી તેમાં સૌથી પહેલો હેતુ એ બતાવ્યો છે કે કુબોધના કારણે સમ્યકત્વ નથી મળતું. કુબોધ એટલે અસ્પષ્ટ જ્ઞાન અને મિથ્યાત્વ એટલે ઊંધું જ્ઞાન. કુબોધ અને મિથ્યાત્વના કારણે જ સમ્યગ્દર્શન પામી શકાતું નથી અને પામ્યા પછી પણ ટકાવી શકાતું નથી. ધર્મદેશના સાંભળવી હોય તો જ્યાં વીતરાગપરમાત્માનું વચન સાંભળવા મળે ત્યાં જવું. કુબોધ, મિથ્યાત્વની સાથે ત્રીજો હેતુ અભિનિવેશ બતાવ્યો છે. આ હેતુ નિદ્ભવ આદિને નડે છે. ભગવાનની વાત સમજાયા પછી પણ પોતે માનેલા અર્થને પકડી રાખવો એ એક પ્રકારનો અભિનિવેશ છે. રોહગુપ્તને સાચું સમજાવા છતાં પણ એ સાચું સ્વીકારવા માટે કે લોકો આગળ સાચું બોલવા માટે તૈયાર ન થયો તો તે અભિનિવેશના કારણે. એ જ રીતે સાચું સમજાયા પછી પણ કુશાસ્ત્રના પરિચયના કારણે કે પાખંડીઓના પરિચયના કારણે ભગવાનના શાસન પ્રત્યે શ્રદ્ધા જાગતી નથી. ગમે તેટલું સાચું સમજાયા પછી પણ પોતે જેને ગુરુ માની લીધા હોય તેવા પાખંડીઓને છોડવા તૈયાર ન થાય તેથી શ્રદ્ધા દુર્લભ છે. આના ઉપરથી સમજાય છે કે કેટલા કોઠા પસાર કરીએ ત્યારે શ્રદ્ધા સુધી પહોચાય છે !
આ શ્રદ્ધા મળ્યા પછી સંયમમાં પરાક્રમ કરવાનું કામ દુર્લભ છે. અહીં પણ ગ્રંથકારશ્રીએ કમાલ કરી છે. શ્રવણ ધર્મનું કરવાનું, શ્રદ્ધા ધર્મની કરવાની અને પરાક્રમ ધર્મમાં નહિ, સંયમમાં કરવાનું જણાવ્યું છે. કારણ કે ધર્મમાં શ્રદ્ધા થયા પછી પણ અવિરતિના કારણે, વિષયોની લાલચના કારણે સંયમમાં પરાક્રમ થઇ શકતું નથી. નિકાચિત કોટિની અવિરતિ (ચારિત્રમોહનીય) હોવા છતાં તે ઉપાદેય ન લાગવાથી સમ્યક્ત્વ ટકી રહે છે. પરંતુ આ ચારિત્રમોહનીયનો ઉદય સંયમમાં પરાક્રમ કરવા દેતો નથી. જેને સમ્યગ્દર્શન મળ્યું હોય તેની ઇચ્છા આ એક જ હોય કે સંયમમાં પરાક્રમ ફોરવવું છે. કારણ કે આ છેલ્લા અંગને સ્વીકાર્યા વિના ચોર્યાશી લાખ યોનિના ચક્કરમાંથી બહાર નીકળી નહિ શકાય. ૪૦૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
મનુષ્યપણું અત્યંત દુર્લભ છે તે જણાવવા ચોલ્લક, પાશક વગેરે દસ દૃષ્ટાંતો આપ્યાં છે. આપણે સમય ઓછો હોવાથી એકાદ-બે દાંત જો ઇ લેવાં છે. કારણ કે એક રીતે જો દુર્લભતા સમજાઇ ગઇ હોય તો બીજી રીતે સમજવાની જરૂર છે કે એકથી પણ કામ થઇ જાય ? પહેલું દૃષ્ટાંત ભોજનનું છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી જયારે ચક્રવર્તી થયા ન હતા,
ત્યારે તેના પિતાના મિત્ર દીર્ઘ રાજા તેને મારી નાંખવા તેની પાછળ પડ્યા હતા. તે વખતે તે છુપાતો-ભાગતો ફરતો હતો. તેવામાં એક સ્થાને તે ભૂખ્યો થયો હતો. ત્યાં બ્રાહ્મણના ઘરે ગયો. તે બ્રાહ્મણે તેને જમાડ્યો. બ્રાહ્મણની જાત હોવા છતાં ઘરે આવેલા મુસાફરને જમાડ્યા વગર મોકલતો નથી - એ સમજાય છે ને ? આપણે તો જૈન શ્રાવક છીએ ને ? ત્યારે બ્રહ્મદત્ત કહે છે કે “જ્યારે તને એમ સાંભળવા મળે કે બ્રહ્મદત્ત ચક્રવર્તી થયો છે, ત્યારે તું મારી પાસે આવજે.' એક વાર ભોજન કરાવનારના ઉપકારને ભૂલે નહિ તેવા મહાપુરુષો હોય છે. ક્રમે કરીને બ્રહ્મદત્ત ચક્રવર્તી થયા ત્યારે તેની વિજયયાત્રીમાં આ બ્રાહ્મણ આવ્યો અને પોતાની તરફ ચક્રવર્તીનું ધ્યાન જાય તે માટે વાવટા તરીકે પોતાના ફાટેલા વસ્ત્રને લગાડ્યું. ચક્રવર્તીનું ધ્યાન ગયું. તેને બોલાવ્યો અને ઓળખી ગયો. એક વાર જમાડનારને પણ ભૂલે નહિ તેવા ચક્રવર્તી હોય ! ચક્રવર્તીએ તેને જે જોઇએ તે માંગવા કહ્યું. આ કહે છે કે “પત્નીને પૂછી આવું.' પત્નીને પૂછવા ગયો તો તે વિચારે છે કે આ જે ગામોનો મુખી થશે તો મને ભૂલી જશે, આથી તે પતિના સુખના બદલે પોતાનો સ્વાર્થ વિચારીને કહે છે કે છ ખંડના દરેક ઘરમાં વારાફરતી ભોજન અને એક સોનામહોર મળે – એવું માંગો. આમાં પત્નીએ બે લાભ વિચાર્યા. પોતાને રાંધવાનું ભર્યું ને ધણીને કમાવાનું મયું. સ્વાર્થી માણસો અત્યારે જ નહિ, એ વખતે પણ હતા જ. બ્રાહ્મણે આવી માંગણી કરી ત્યારે ચક્રવર્તીએ બીજું માંગવા કહ્યું, પરંતુ બ્રાહ્મણની જાતને અધિક ભોગવટાનું પુણ્ય ક્યાંથી મળે ? આ રીતે આ દૃષ્ટાંત પૂરું થાય છે. અહીં આ બ્રાહ્મણને ચક્રવર્તીના ઘરે ભોજન કર્યા પછી ફરી બીજીવાર તે ઘરે ભોજન કરવાનો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૦૫
Page #207
--------------------------------------------------------------------------
________________
વખત આવે એ જેમ દુર્લભ છે તેમ એક વાર મનુષ્યપણું મળ્યા પછી તે બીજી વાર મળવું દુર્લભ છે.
જેને પોતાના જન્મની કિંમત સમજાઇ નથી તેને ધર્મની કિંમત સમજાય એ વાતમાં માલ નથી. આ સંસારમાં એકેન્દ્રિયાદિ ગતિમાં જીવ અનેક વાર રખડતો જ આવ્યો છે. વિકલેન્દ્રિયમાં પણ પરિભ્રમણ કરીને પંચેન્દ્રિયમાં આપણે ગયા. ત્યાં અનેક વાર અસુરકુમારાદિ દેવલોકમાં પણ ગયા. ત્યાંથી પાછા તિર્યંચમાં આવ્યા. નાના નાના કીડા થયા, તિર્યચપંચેન્દ્રિય થઇને પાછા નરકમાં ગયા. આ રીતે પરિભ્રમણ કરતાં મનુષ્યપણું તો માંડ માંડ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રકારો કહે છે કે આપણે મનુષ્યપણો કરતાં પણ દેવગતિમાં વધારે જઇ આવ્યા છીએ. આમ છતાં આપણને મનુષ્યજન્મ કરતાં દેવલોકનો જન્મ કીમતી-દુર્લભ લાગે છે ને ? આપણને આપણી જાતનું જ ભાન નથી – એમ કહેવું પડે ને ? કોઇ માણસને જોઇને આનંદ થાય કે કોઇ દેવને જોઇને આનંદ થાય ? એક વાર અમે પાલિતાણા મહારાષ્ટ્ર ભુવનમાં ચાતુર્માસ માટે રહેલા. એક બહેને તપ કરેલો ને તેમને ત્યાં વાસક્ષેપ કર્યો હતો. તેથી આખું પાલિતાણા ત્યાં ઉમટ્યું હતું. એક ભાઇએ આવીને મારા ગુરુમહારાજને કહ્યું કે ચાલો વાસક્ષેપ ઝર્યો છે તે જોવા જઇએ. ત્યારે મારા ગુરુમહારાજે કહ્યું કે એ તો દેવનો ચોથા ગુણઠાણાનો વાસક્ષેપ છે, જ્યારે મારી પાસે તો ગણધરભગવંતોનો સાતમાં ગુણઠાણાનો વાસક્ષેપ છે - તને જોઇએ તો આપું. છતાં કોઇ ગણધરભગવંતનો વાસક્ષેપ લેવા ન આવ્યું, દેવતાનો વાસક્ષેપ લેવા દોડાદોડ કરી. આવાને મનુષ્યજન્મની દુર્લભતા સમજાઈ નથી ને ? આપણને જે વસ્તુની કિંમત સમજાય તેને આપણે કેવી રીતે સાચવીએ ? ભારેમાંની પેન મળી હોય, કીમતી જોડા હોય તો કોઇ લઇ ન જાય, તૂટી-ફૂટી ન જાય તેની કાળજી રાખીએ ને ? એટલી પણ કિંમત આપણને આપણા મનુષ્યજન્મની નથી ને ? દેવલોકના જન્મ કરતાં પણ આ મનુષ્યપણું જ દુર્લભ છે. કારણ કે દેવલોકમાં સુખ મળશે પણ મોક્ષ તો નહિ જ મળે. મનુષ્યપણામાં કદાચ સુખ નહિ મળે, ઓછું મળશે ४०६
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પણ મોક્ષ મળે એમ છે. આપણે ભોજનના દૃષ્ટાંતથી મનુષ્યજન્મની દુર્લભતા જોઇ. તેમાં બ્રહ્મદત્તચક્રવર્તીની વાત વિચારી હતી. દીર્ઘ રાજા તેને મારી નાંખવા તૈયાર થયા હતા. કારણ કે તેને રાજય ન મળે અને પોતાને મળે – એવી ઇચ્છા હતી. પોતાના સગાને પણ સુખ ભોગવવા ન દે એવા આપણા સગા હોય ને ? બ્રહ્મદત્તચક્રવર્તી એટલે ભાગતા ફરતા હતા. પોતાના પ્રાણની રક્ષા માટે છુપાઇને ફરતા હતા. તેમાં એકવાર તે ભૂખ્યા-તરસ્યા થયેલા ત્યારે એક બ્રાહ્મણે તેમને જમાડયા. તે વખતે ચક્રવર્તીએ કહેલું કે - જ્યારે ‘બ્રહ્મદત્ત ચક્રવર્તી થયા' એવું સાંભળવા મળે ત્યારે મારી પાસે આવજે. સ0 ચક્રવર્તીને રસ્તે રખડવું પડે ?
સંસારનું સુખ પણ દુઃખ ભોગવ્યા વિના મળતું નથી, તો મોક્ષનું ક્યાંથી મળે ? આ સંસારનું એકે સુખ પાપ કર્યા વિના, બીજાને દુઃખ આપ્યા વિના ભોગવાતું નથી. આપણું પુણ્ય પાપના પડછાયાથી ઘેરાયેલું છે ને ? અઢાર પ્રકારનાં પાપ ભેગાં થાય ત્યારે માંડ માંડ એક પુણ્યપ્રકૃતિ ભોગવવા મળે છે. આવા પુણ્યમાં રાચવા જેવું કાંઇ છે ? આપણે તો એ વિચારવું છે કે બ્રહ્મદત્ત રસ્તે રખડતા હતા ત્યારે તેમને કોઇ જમાડનાર મળી ગયો. આપણે આ રીતે જમાડીએ ખરા ? સ0 દુ:ખીને જોઇને દયા તો આવે છે.
આ દયા પણ પાપના ભયથી નથી, સુખની લાલચથી છે. આપણે દયા પાળીએ તો નીરોગી શરીર મળે, સુખી થઈએ, માટે દયા પાળવી છે ને ? ત્યારે શાસ્ત્રકારો કહે છે કે કોઈને દુઃખ આપીએ તો પાપ બંધાય અને તેથી સંસારમાં રખડવું પડે છે – માટે દયા પાળવી છે. તમારી દયા બીજાને બચાવવા પૂરતી છે. જ્યારે શાસ્ત્રકારોએ કોઇને દુ:ખે ન આપવું, મારવું નહિ તેને દયા કહી છે. જીવદયા અને અભયદાનમાં ફરક છે ને ? કોઇનું દુઃખ દૂર કરવું તે જીવદયા છે અને કોઈને દુ:ખ ન આપવું એ અભયદાન છે. બ્રહ્મદત્તે તો પોતાના ઉપકારનો બદલો ચક્રવર્તી થઇને વાળ્યો પણ ખરો. આપણે આપણા મા-બાપના ભાઇના ઉપકારને માનીએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૦૭
Page #208
--------------------------------------------------------------------------
________________
છીએ ખરા ? મા-બાપના ઉપકારને યાદ કરીને તેમને દુ:ખ નથી આપવું, ભાઇના ઉપકારને યાદ કરીને ભાઇ પાસે ભાગ નથી માંગવો – એટલું નક્કી કરવું છે ? પેલા બ્રાહ્મણે નિષ્ફશ્યક હોવાથી પત્નીની સલાહથી ભોજનનો વારો બાંધી આપવાનું અને એક એક સોનામહોર દાનમાં આપવાનું કહ્યું – અહીં જેમ ચક્રવર્તીના ઘરે જમ્યા પછી ફરી પાછા તે ઘરે જમવાનું દુર્લભ છે, તેમ મનુષ્યપણું દુર્લભ છે.
એ જ રીતે ચૂર્ણનું દૃષ્ટાંત જણાવ્યું છે. કોઇ દેવ પોતાની શક્તિનો ક્યાસ કાઢવા માટે માણક્યના સ્તંભના ચૂરેચૂરા કરીને મેરુપર્વત ઉપર જઇને એક નળીમાં તેનું ચૂર્ણ ભરી જોરથી ફૂંક મારે ને તેના કણ કણ ચારે દિશામાં ફેલાઇ જાય. હવે એ ચૂર્ણમાંથી ફરી સ્તંભ બનાવવાનું જે રીતે દુર્લભ છે તે રીતે મનુષ્યજન્મ ફરી મળવો દુર્લભ છે. જે મનુષ્યજન્મથી મોક્ષ મેળવવાનો હતો એ મનુષ્યજન્મથી આપણે દેવલોક પામીએ એ સારું કર્યું કહેવાય કે ખોટું કર્યું કહેવાય ?
અહીં જણાવે છે કે દેવ-નરક-તિર્યંચ ગતિમાં ઘણું પરિભ્રમણ કર્યા પછી જીવ થોડી શુદ્ધિને પ્રાપ્ત કરે ત્યારે તે માંડ માંડ મનુષ્યપણામાં આવે છે. આ મનુષ્યપણામાં આવ્યા પછી ક્ષમાપૂર્વકના અહિંસાધર્મની શ્રુતિશ્રવણ અત્યંત દુર્લભ છે. અહિંસાધર્મનું વિશેષણ આપ્યું છે કે ક્ષમાપૂર્વકનો અહિંસા ધર્મ એ જ ખરો ધર્મ છે. આપણી પાસે પ્રતિકારની શક્તિ ન હોય તો આપણે હિંસા ન કરીએ અને અહિંસા પાળીએ જ છીએ, એ ધર્મની કોટિમાં ન આવે. આપણી પાસે શક્તિ હોવા છતાં પ્રતિકાર ન કરીએ, દુ:ખ સહન કરી લઇએ પરંતુ બીજાને દુ:ખ ન જ આપીએ એ જ ક્ષમાપૂર્વકનો અહિંસાધર્મ છે. આવા ધર્મનું શ્રવણ દુર્લભ છે, કારણ કે લોકો સુખશીલ છે અને દુઃખભીરુ છે અને તેથી જે ધર્મમાં દુઃખ દૂર કરવાની વાત આવે અને સુખે સુખે ધર્મ કરવાની વાત આવે – એવા બૌદ્ધાદિ ધર્મને સાંભળીને એમાં જ રુચિ થાય. કુતીર્થિકોના ધર્મને સાંભળવાનું વારંવાર બને પણ તારક એવા અહિંસાધર્મનું શ્રવણ અતિદુર્લભ છે. આજે આપણે ત્યાં પણ લોકોને ગમે એવો ધર્મ સંભળાવનારો વર્ગ
વધ્યો છે. સાધુપણામાં ધર્મ છે, એ જણાવવાના બદલે ગૃહસ્થપણામાં રહીને પણ ધર્મ કરી શકાય છે – એવું સમજાવનારા મહાત્માઓ મળી આવે છે. તેઓ માત્ર ધર્મ કરનારાની સંખ્યા વધે – એવા આશયવાળા છે, ધર્મનું ફળ પામે છે કે નહિ – તેની તરફ નજર જ કરતા નથી. આ રીતે માત્ર સંખ્યા વધારવાના આશયથી ધર્મની દેશના આપનારાનો ભેટો થાય તો સાધુધર્મનું શ્રવણ દુર્લભ જ માનવું પડે ને ? ધર્મના શ્રવણ પછી “મારે આ ધર્મ કરવો જોઇએ' - એવી જે રુચિ પ્રગટે તેને શ્રદ્ધા કહેવાય છે. આ શ્રદ્ધાની દુર્લભતા આગળની ગાથાથી વર્ણવી છે.
ધર્મની આરાધના કયા આલંબનથી કરવાની છે તે જણાવવા માટે આ ત્રીજું અધ્યયન છે. આપણને મળેલી સામગ્રીનો ઉપયોગ એકમાત્ર ધર્મ આરાધવા માટે જ કરવાનો છે – એવું સમજાયું નથી માટે આપણે એ સામગ્રી વેડફી રહ્યા છીએ. મનુષ્યપણાની દુર્લભતા દશ દૃષ્ટાંતે જણાવી છે. આપણે એક દૃષ્ટાંતથી પણ દુર્લભતા સમજી લઇએ તો બીજું દૃષ્ટાંત વિચારવાનો વખત ન આવે. મનુષ્યજન્મ દુર્લભ હોવા છતાં તે મળ્યા પછી ધર્મનું શ્રવણ દુર્લભ છે અને કદાચ ધર્મ સાંભળવા મળી જાય તો શ્રદ્ધા થવાનું અતિ દુર્લભ છે. કારણ કે આપણું મિથ્યાત્વ જોર કરે ત્યાં સુધી ભગવાનની વાતને સાચી માનવાનું શક્ય જ નથી. બધા ભગવાનના નામે વાત કરે એટલે એ વાત સાચી ન બની જાય. આવા વખતે સાચું સમજવા માટે ભણવું પડે. ભણ્યા વિના આપણને જે બરાબર લાગે તે સાચું અને આપણી વાતમાં હા પાડે તે આપણા ગુરુ : ખરું ને ? કે જે ભગવાનની વાત સમજાવે તે આપણા ગુરુ ? ધર્મનું શ્રવણ કર્યા પછી પણ જિજ્ઞાસાભાવે સમજવાનો પ્રયત્ન કરીએ જ નહિ તો મિથ્યાત્વ ખસે ક્યાંથી ? આ તો એકાદ વાર પ્રશ્ન પૂછુયા પછી કદાચ જ્ઞાની ગુરુ અકળાઇને જવાબ આપે તો બીજી વાર પૂછવાનું માંડી વાળે ! તમે ઘરમાં તમારી અનુકૂળતા સાચવનારનો ગુસ્સો ખમો છો ને ? બજારમાં પૈસા આપનારનો પણ ગુસ્સો ખમો છો ને ? તો જ્ઞાન આપનારનો ગુસ્સો ન ખમાય ? પૈસાની કે અનુકૂળતાની જેટલી જરૂર છે એટલી જ્ઞાનની નથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૦૯
૪૦૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #209
--------------------------------------------------------------------------
________________
ને ? શ્રી તત્ત્વાર્થસૂત્રમાં પણ કહ્યું છે કે તત્ત્વાર્થની શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે અને તે નિસર્ગથી અથવા અધિગમથી પ્રાપ્ત થાય છે. તેમાં નિસર્ગ કરતાં પણ અધિગમથી પામનારા વધારે છે. આ અધિગમ એટલે જ્ઞાન ગુરુભગવંતની કૃપાથી મળે છે અને ગુરુ જ્યારે સમજાવે ત્યારે જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી જિજ્ઞાસાભાવે પૂછ્યા વિના નહિ ચાલે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે જ્ઞાન અનિવાર્ય છે. જ્ઞાન વિના સમ્યક્ત્વ પણ ન મળે અને જ્ઞાન વિના ચારિત્ર પણ ન મળે. નિસર્ગથી જે સમ્યગ્દર્શન મળે છે તેમાં પણ ગુરુના ઉપદેશથી જ્ઞાન નથી મળતું એટલું જ, બાકી તેમાં ય જ્ઞાન પણ કારણ છે જ. તત્ત્વના અર્થની શ્રદ્ધા કરવા માટે તત્ત્વના અર્થનું જ્ઞાન તો મેળવવું જ પડે ને ?
અહીં જણાવે છે કે નૈયાયિક અર્થાત્ ન્યાયસંપશ એવા માર્ગને સાંભળીને પણ એની પ્રત્યે શ્રદ્ધા નથી થતી તેમાં કુગ્રહ, કુતર્ક કરવાની વૃત્તિ જોર કરે છે. ન્યાય એટલે મોક્ષમાર્ગ. આ મોક્ષમાર્ગને સાંભળ્યા પછી પણ દૃષ્ટિરાગ, આપણને શ્રદ્ધા સુધી પહોંચવા દેતો નથી. જયારે એક વિષયમાં બે પ્રકારના અર્થ જાણવા મળે ત્યારે સાચા અર્થને સમજવા પ્રયત્ન કરવો અને જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી કાં તો બંન્નેને સાચા માનીને ચાલવું અને કાં તો બંન્નેને ખોટા માનીને ચાલવું. આના બદલે એકને સાચા અને બીજાને ખોટા માનવાનું કામ કરવું : આ તો દૃષ્ટિરાગ છે. ચોથી દૃષ્ટિમાં પણ બધાને સાચા માનવાનું બને છે. કારણ કે તેની પાસે સાચાનું જ્ઞાન નથી, પણ સાથે કદાગ્રહ નિવૃત્ત થઈ ગયો હોય છે. દેવ અને ગુરુનું તથા ધર્મનું સ્વરૂપ સમજતો હોવા છતાં તેને કયા દેવ ગુરુ ધર્મ એવા સ્વરૂપવાળા છે - એ તે જાણતો ન હોવાથી બધાને દેવગુરુધર્મ તરીકે માને છે. આથી જ તેને પાંચમી દષ્ટિમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. ન સમજાય ત્યાં સુધી એકને સાચા અને એકને ખોટા કહેવાનું કામ ન કરવું.
આજે આપણી પાસે શ્રદ્ધા તો છે જ, માત્ર તે જ્ઞાન વગરની છે, તેને જ્ઞાનવાળી બનાવવી છે. આપણે જન્મ્યા ત્યારથી “દીક્ષા લેવાજેવી છે’ ૪૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
એવું સમજ્યા છીએ ને ? દીક્ષા લેવા જેવી ન માને તે પહેલું ગુણઠાણું, દીક્ષા લેવા જેવી લાગે તે ચોથું ગુણઠાણું અને દીક્ષા મોક્ષ માટે પાળે તે છઠ્ઠ ગુણઠાણું. તેથી આ શ્રદ્ધા તો આપણને મળી ગઇ છે, હવે તત્ત્વાર્થના જ્ઞાનપૂર્વકની શ્રદ્ધા પામવી છે. અહીં નવ નિહ્નવોની વાત શ્રદ્ધાની દુર્લભતામાં બતાવી છે. તેમાં આપણે જમાલિની વાત વિચારવી છે. જમાલિએ સોની સાથે ભગવાનની પાસે દીક્ષા લીધી. આજે દીક્ષા લીધા પછી પણ સો શિષ્ય થવા દુર્લભ છે. તેમણે તો સો શિષ્યની સાથે દીક્ષા લીધેલી. તેમની પત્ની એટલે ભગવાનની પુત્રીએ પણ હજાર સ્ત્રીઓ સાથે દીક્ષા લીધેલી. આજે અમારો સાધ્વીસમુદાય માંડ હજારનો થાય. આ જમાલિએ દીક્ષા લીધા બાદ એક વાર ભગવાનને જુદા વિહાર કરી જવાની રજા માંગી. ત્યારે ભગવાન મૌન રહ્યા. કારણ કે જુદા વિહાર કરવામાં લાભની સંભાવના ન હોવાથી ભગવાને હા ન પાડી અને ભગવાન ના પાડે તો તે માનવાના ન હતા તેથી ભગવાને ના ન પાડી. ભગવાનનું આ મૌન સંમતિનું સૂચક હતું કે નિષેધનું ? જયારે આપણે વડીલની રજા લેવા જઇએ અને વડીલ મૌન સેવે તો સમજી લેવું કે વડીલની અનુમતિ નથી. એવા વખતે મૌનમાં સંમતિ માનવી - એ આપણી અયોગ્યતા છે. અહીં જમાલિએ પણ ભગવાન મૌન રહ્યો તેમાં સંમતિ માનીને પોતાના શિષ્યો સાથે વિહાર કર્યો. આ જ તેમની અયોગ્યતાની શરૂઆત હતી. વડીલના મૌનમાં નિષેધને સમજે તેઓ યોગ્ય છે અને વડીલના મૌનમાં સંમતિ સમજી પોતાની પાર્ટી પ્રવૃત્તિ કરવા તૈયાર થાય તેઓ અયોગ્ય છે. સ0 વડીલને પૂછીએ ત્યારે ‘તમને ઠીક પડે તેમ કરો' એવું કહે તો ?
તો તેવા વખતે વડીલના પગમાં પડીને મિચ્છામિ દુક્કડું આપીને કહેવું કે ‘ભગવન્! મને આટલો અયોગ્ય કેમ ધાર્યો ? મને ઠીક પડે એવું કરવું નથી તેથી જ આપને પૂછવા આવ્યો છું. આપ પણ ઉપેક્ષા કરશો તો હું ક્યાં જઇશ ? આપની ઇચ્છા ન હોય તેવી પ્રવૃત્તિ માટે કરવી નથી.’
| વિહાર કરતાં એક ઠેકાણે પહોંચ્યા, ત્યાં જમાલિને એક માંદગી લાગુ પડી. તેના કારણે અત્યંત અસ્વસ્થતાનો અનુભવ કરતાં તેમણે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૧૧
Page #210
--------------------------------------------------------------------------
________________
શિષ્યોને પોતાનો સંથારો જલદીથી કરવા કહ્યું. શિષ્યોએ તરત સંથારો કરવા લીધો. માત્ર ઉત્તરપટ્ટો પાથરવાનો બાકી હતો, પાથરવા લીધો જ હતો એટલામાં માંદગીથી અકળાયેલા જમાલિએ પૂછ્યું કે ‘સંથારો થઇ ગયો ?” શિષ્યોએ સંથારો પથરાવા જ આવ્યો હતો તેથી કહ્યું કે પથરાઇ ગયો છે. એટલે જમાલિ તરત સૂવા માટે આવ્યા, પરંતુ ઉત્તરપટ્ટો પથરાતો હોવાથી તેમને બે-પાંચ ક્ષણ માટે ઊભા રહેવું પડ્યું. ત્યારે તેમણે વિચાર્યું કે - ભગવાન મહાવીરનો વિમા તમ્ (ા માને - જે કરાઇ રહ્યું છે તે કરેલું કહેવાય છે) આ ન્યાય ખોટો છે. તખેવ તમ્ (જે કરેલું છે તે જ કર્યું કહેવાય) આ ન્યાય સાચો છે. આ પ્રમાણે વિચારીને જયારે માંદગીમાંથી સાજા થયા ત્યારે તેમણે પોતાનો મત લોકોને સમજાવવાનું શરૂ કર્યું. લોકોને પણ નવી વાત સાંભળવા મળે તો રસ પડે ને ? તેથી તેનો અનુયાયીવર્ગ પણ વધવા માંડ્યો. તેની પત્ની - સાધ્વી પ્રિયદર્શના પણ તેમના મતમાં પોતાની હજાર સાધ્વી સાથે ભળી. પિતા સર્વજ્ઞ હોવા છતાં તેમના મતને છોડીને પતિના મતમાં ગઇ.. સ0 જે કરેલું હોય તે જ કર્યું કહેવાય ને ?
તમે વળી જમાલિના વંશજ ક્યાંથી બની ગયા ? કોઇ માણસને ઉપરથી પડતો જુઓ તો ‘પડી રહ્યો છે' એમ બોલો કે “પડ્યો’ કહો ? કોઇ અહીંથી ભાવનગર થઇ પાલિતાણા જવા નીકળ્યું હોય, હજુ એરપોર્ટ સુધી પહોંચ્યું પણ ન હોય અને કોઇ પૂછે કે ભાઇ ક્યાં ગયા ? તો શું કહો ? ‘પાલિતાણા ગયા” એમ કહો કે “પાલિતાણા જઇ રહ્યા છે” એમ કહો ? જમાલિના મતે તો પાલિતાણા પહોંચ્યા પછી જ ‘પાલિતાણા ગયા'નો પ્રયોગ થાય. તેથી વ્યવહારમાં જે બોલાય છે તેનો અમલાપ ન કરવો. ભગવાનનો સિદ્ધાંત તો સર્વ દોષથી રહિત છે – એમાં શંકાને અવકાશ જ નથી. આપણને ન સમજાય તો સમજવા પ્રયત્ન કરવો પરંતુ ભગવાનની વાત ખોટી છે - એવું તો ભૂલેચૂકે ન માનવું, ન બોલવું.
ધર્મ કરતી વખતે કોઇ પણ જાતનું કષ્ટ આવી જાય તો તે વખતે આપણાં કમોંના એ ઉદયને શાંતિથી વેઠી લઇને કર્મ દૂર કરવાને બદલે ૪૧૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
આપણે ધર્મને દૂર કરવા મહેનત કરતા હોઈએ તો તેમાં આપણી શ્રદ્ધાનો અભાવ જ કામ કરે છે. જેની શ્રદ્ધા હોય તેનું આચરણ કરતાં જો કોઇ અટકાવતું હોય તો તે દુ:ખનો કાલ્પનિક ભય જ છે. ખુદ ભગવાનના હાથે જેમણે દીક્ષા લીધી છે તેમને પણ એક દુ:ખ અસહ્ય લાગવાથી ભગવાનનો સિદ્ધાંત ખોટો લાગી જતો હોય તો શ્રદ્ધાને ટકાવવાનું કામ કેટલું કપરું છે - એ સમજી શકાય છે. દુઃખ ભોગવીને ધર્મ કરવાની તૈયારી હોય તે જ સાધુપણા સુધી પહોંચી શકે છે. આજે આપણે જેટલું સમજ્યા છીએ એટલું માનીએ છીએ ખરા ? મોક્ષને આપણે જોયો નથી તેથી તેની પ્રત્યે શ્રદ્ધા ન જાગતી હોય તો તે માની લઇએ પણ સંસાર તો નજરે દેખાય છે ને ? જાતે અનુભવાય છે ને ? તો એ સંસારનો અંત લાવવાનો વિચાર તો આવવો જ જોઇએ ને ? આપણી દશા અત્યારે એવી છે કે આપણે જેટલું જાણીએ છીએ એટલું માનતા નથી અને જેટલું માનીએ છીએ એટલું કરતા નથી. આપણે મોક્ષમાર્ગે ચાલવાની શરૂઆત કરીએ તો મિથ્યાત્વાદિ દોષો અવરોધ કરવાના જ. તેવા વખતે શ્રદ્ધાને ટકાવી લેવી જરૂરી છે. દુ:ખ ન ભોગવવાની અને સુખ ભોગવવાની વૃત્તિ આપણી શ્રદ્ધાનું દેવાળું કાઢવાનું કામ કરે છે. આથી શ્રદ્ધાને ટકાવવા માટે પણ સુખ ઉપરથી નજર ખસેડ્યા વિના અને દુઃખની સહનશીલતા કેળવ્યા વિના નહિ ચાલે. આથી જ નિશ્ચયનયની શ્રદ્ધા સાતમા ગુણઠાણે બતાવેલી છે. કારણ કે જેટલું જાણીએ તેટલું માનીએ અને માનીએ એટલું આચરીએ એ જ સમ્યગ્દર્શન છે. શ્રદ્ધા પામવાનું સાધન પણ જ્ઞાન છે. અને શ્રદ્ધાને ટકાવનારું પણ જ્ઞાન છે. ભગવાને આપણે આ અનંતદુ:ખમય સંસારમાં રખડી ન પડીએ તે માટે સંસારનું વાસ્તવિક સ્વરૂપ સમજાવવાનું કામ કર્યું છે. ભગવાને જે સંસારની ભયંકરતા સમજાવી તેને જણાવવા ગણધરભગવંતોએ શાસ્ત્રોની રચના કરેલી. આ શાસ્ત્રોનો અભ્યાસ કરીએ તો શ્રદ્ધા પ્રગટે. પ્રગટેલી એ શ્રદ્ધા જ સાધુપણા સુધી પહોંચાડે છે અને સાધુપણામાં પંદર કલાક સ્વાધ્યાય કરવાનું જણાવ્યું છે. તેનું કારણ એ છે કે શાસ્ત્રના અભ્યાસથી સંસારની ભયંકરતાનું જ્ઞાન ટકી રહે અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૧૩
Page #211
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા માંદી પડે નહિ. આ અભ્યાસ પણ ગુરુની આજ્ઞાથી કરવાનો, આપણને ફાવે એ રીતે નહિ. જમાલિએ અગિયાર અંગનો અભ્યાસ કર્યો, પણ ભગવાનથી જુદા વિચરવા લાગ્યા અને એક વાર તાવમાં સંથારો કરવા કહ્યો અને શિષ્યોએ કહ્યું કે “થઇ ગયો છે, પધારો’ ત્યારે તે તરત સૂવા આવ્યા ત્યારે ઉત્તરપટ્ટો પથરાતો હતો. તેમણે શિષ્યોને પૂછ્યું કે થઇ ગયો છે કેમ કહ્યું ? શિષ્યોએ કહ્યું કે – ‘ક્રિયા તમ્' આ ભગવાન મહાવીરનો સિદ્ધાંત છે માટે કહ્યું. તે વખતે જમાલિએ નક્કી કર્યું કે ભગવાનનો સિદ્ધાંત ખોટો છે. ‘તમેવ તમ્' આ જ સિદ્ધાંત સાચો છે – અને પોતાની દેશનાની શૈલી તથા પુણ્યના યોગે અનેક લોકોને પોતાની વાત સમજાવીને ભગવાનથી જુદા પાડીને પોતાના અનુયાયી બનાવ્યા. ભગવાનની હાજરીમાં પણ આ દશા હતી તો આજે સાચાના અનુયાયી ઓછા હોય એમાં નવાઈ નથી. લોકો તો પુણ્યથી અંજાઇને ખેંચાઇ આવે, જયારે ભગવાનની વાત સમજવા માટે શ્રદ્ધાની જરૂર પડે. સ0 જમાલિએ ભગવાનને પૂછીને ખુલાસો કરી લીધો હોત તો ?
પણ તેમને મિથ્યાત્વનો કારમો ઉદય હતો તેથી ભગવાનને પૂછવા જાય ક્યાંથી ? આજે તમે પણ શું કરો ? વ્યાખ્યાનમાં ન સમજાય તો પૂછવા જાઓ ? આ તો શ્રાવકને પૂછે કે ‘સાહેબની વાત બરાબર છે?” પણ સાહેબને પૂછવા ન જાય. જો પૂછવા જાય તો નિરાકરણ થઇ જાય. આજે નિયમ આપી દઉં કે “જેની વાત સમજાઇ ન હોય તેનો ખુલાસો તેની પાસે જ માંગવો, બીજાની આગળ તેની ચર્ચા ન કરવી.’ આ તો સામાન્ય નિયમ છે ને ? છતાં તેમાં લાભ ઘણો છે. આપણું અજ્ઞાન દૂર થાય, આપણો સંશય દૂર થાય તો આપણી શ્રદ્ધા નિર્મળ બને. ગુરુ પાસે જ્ઞાન મેળવવા જ રહેવાનું છે. આમ છતાં ગુરુની વાત સમજવા પ્રયત્ન કરીએ નહિ તો કેમ ચાલે ? ગુરુને પૂછવા જતી વખતે પણ જિજ્ઞાસાભાવે પૂછવાનું, આપણને ફાવતો જવાબ મેળવવા માટે નહિ પૂછવાનું. એક વાર આચાર્યભગવંત સાથે અમે મુંબઇ લાલબાગ ચોમાસું હતા. પયુંષણમાં એક ભાઇ જે રોજના શ્રોતા હતા તે દેખાયા નહિ, પર્યુષણ પછી પેલા ૪૧૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ભાઇ આવ્યા, ત્યારે મેં પૂછ્યું કે “કેમ દેખાતા ન હતા ?” તે ભાઇએ કહ્યું કે ‘હું ડોમ્બીવલી આરાધના કરાવવા ગયેલો.’ મેં કીધું કે - ‘આચાર્યભગવંતનો યોગ ઘરઆંગણે મળવા છતાં તું ત્યાં ગયો ?' ત્યારે પેલો કહે કે “હું તો સાહેબને પૂછીને ગયેલો.’ હવે આવાને કશું કહેવાય ? છતાં મેં કહ્યું કે “તેં સાહેબને શું પૂછેલું ?” પેલાએ કહ્યું કે “મેં એમ પૂછ્યું કે બે હજાર ઘરનો સંઘ છે, ત્યાં કોઇ આરાધના કરાવનાર નથી. એ બધા પ્રતિક્રમણ વ્યાખ્યા વગરના રહી જાય એમ છે તો એમને આરાધના કરવા જવું કે નહિ ? તો સાહેબે હા પાડી.” ત્યારે મેં કહ્યું – “હવે તું સાહેબને જઇને એમ પૂછ કે “મને અહીં ગુરુભગવંતનો યોગ છે, ગુરુનિશ્રાએ પ્રતિક્રમણ થાય એવું છે તેમ જ ગુરુના શ્રીમુખે કલ્પસૂત્રનું શ્રવણ પણ કરી શકાય એવું છે તો એ આરાધના મૂકીને લોકોને આરાધના કરાવવા માટે જવું કે નહિ ?' અને પછી સાહેબ શું જવાબ આપે છે તે મને કહેજો .” ત્યારે પેલા ભાઇએ કહ્યું – “એવું પુછાતું હશે ?, આવું પૂછીએ તો સાહેબ ના જ પાડે ને ?'... આનો અર્થ સમજયો ને ? સાહેબ પાસે પોતાનો ફાવતો જવાબ મળે એ રીતે પૂછવું અને પછી બહાર લોકોને કહેવું કે મેં તો સાહેબને પૂછીને કર્યું છે - એ તો એક માયા છે. આપણે રોગી હોઇએ તો બીજાની ચિકિત્સા કરવા બેસવું કે આપણે જાતે દવાખાનામાં દાખલ થવું ? તેમ આપણે ભવરોગી છીએ તેથી પહેલાં આપણી આરાધનાની ચિંતા કરવી. આપણી આરાધના ચૂકીને બીજાને આરાધના કરાવવા ન બેસવું. ઘર બાળીને બીજાને પ્રકાશ ન અપાય ને? સ0 બીજે સાધુનો યોગ ન હોય તો એ લોકો સાવ આરાધના વગરના
રહી જાય તો તેમાં આપણું કાંઇ કર્તવ્ય નહિ ?
તમારે એવા વખતે આમંત્રણ આપીને એ લોકોને તમારે ત્યાં બોલાવવાના કે “અમારા ગામમાં બધી જ વ્યવસ્થા છે, તમને ગુરુભગવંતનો યોગ પણ મળશે અને અમને સાધર્મિકનો યોગ મળશે તેથી પર્યુષણની આરાધના કરવા અમારે ત્યાં પધારો.’ તો કામ થઇ જાય. એક ગામમાં પર્યુષણના દિવસોમાં જૈનોના છોકરાઓ વ્યાખ્યાન મૂકીને બેંડ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #212
--------------------------------------------------------------------------
________________
વગાડવા જતા હતા. ત્યારે આપણે એમને કહેવું પડ્યું કે આવું કલ્પસૂત્રનું શ્રવણ મૂકીને બેડ વગાડવા ન જવાય. પૂંજણું કરવા માટે પણ વ્યાખ્યાન ચૂકીને જવાનું નથી. તેમ જ જૈનો બૅડ વગાડવાનું કામ ન કરે. પહેલાં પોતાની આરાધનાનો વિચાર કરવાનો પછી બીજાની આરાધનાનો વિચાર કરવાનો, આથી જ સાધુભગવંતની પ્રતિજ્ઞામાં અત્તવિકુવા વિક આવે છે. એનો અર્થ એ છે કે આત્માના હિત માટે હું સાધુપણામાં વિચરીશ, આના ઉપરથી એટલું તો સમજી શકાય કે આત્માનું હિત ઘવાય એ રીતે બીજાનું હિત ન સાધવું. ખંધકસૂરિ પાંચસો શિષ્યને લઇને વિહાર માટે ભગવાનની અનુજ્ઞા લેવા ગયા ત્યારે ભગવાને કહ્યું હતું કે તમારા સિવાય બીજા બધાને લાભ થશે. તેવા વખતે ભાવિભાવના કારણે તેઓ ગયા, પરંતુ ભગવાને એમ નહોતું કહ્યું કે “જાઓ જાઓ, પાંચસોને લાભ થવાનો છે. તેથી જ ભગવાને આપણા આત્માને તારવાની વાત કરી છે. શ્રી સ્કંધકસૂરિ પોતાને લાભ થવાનો ન હોવા છતાં ગયા તો તેમના બે-ત્રણ ભવ વધ્યા ને ? ભાવિભાવ થવામાં આપણી ભૂલો પણ કામ કરતી હોય છે. આપણા ભગવાનનો આચાર જ એવો છે કે સ્વકલ્યાણમાં પરકલ્યાણ સમાયેલું હોય. જે સ્વનું કલ્યાણ કરે તે પરનું અકલ્યાણ કોઇ કાળે ન કરે. ભગવાનનું સાધુપણું ચૌદ રાજલોકના જીવને અભય આપનારું છે. અજ્ઞાનથી પણ કોઇનું અકલ્યાણ ન થાય તેવું આ રજોહરણ છે. ભગવાને બતાવેલી પ્રત્યેક પ્રવૃત્તિ યતનામય છે. અકબરબાદશાહને ત્યાં ગયેલા શ્રી હીરસૂરિમહારાજે ગાલીચા ઉપર પગ મૂકીને જવાની ના પાડી ત્યારે રાજાએ કહ્યું કે આ જગ્યા રોજ કચરો કાઢીને ચોખ્ખી કરાય છે. છતાં સૂરિજીએ કહ્યું કે અમને ભગવાને આના ઉપરથી ચાલવાની ના પાડી છે. નીચે જીવ હોવાની સંભાવના છે. ત્યારે બાદશાહે ગાલીચો ઊંચો કરાવ્યો ને જોયું તો ત્યાં કીડીઓ ફરતી હતી. એ જો અને બાદશાહને ભગવાન પ્રત્યે અને ભગવાનના આચાર પ્રત્યે બહુમાન જાગ્યું.
આપણી વાત એ ચાલુ હતી કે જેના વ્યાખ્યાનમાં શંકા પડે તેનું નિરાકરણ પહેલાં તેની પાસે જ માંગવું. તે ન આપે તો બીજાને પૂછવું. ૪૧૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
મારે નિયમ આપવો નથી, કારણ કે નિયમ એ આપવાની વસ્તુ નથી, લેવાની વસ્તુ છે. જેને નિયમ પાળવો ન હોય તેને નિયમ આપવાનો અર્થ નથી, જેને નિયમ પાળવો છે તેને આપવાની જરૂર નથી, તે તો વગર લીધે પણ પાળશે. વ્યાખ્યાનકર્તા જે બોલ્યા હોય તેની પૂરેપૂરી જવાબદારી તેમની છે. કોઇ વાર અનુપયોગના કારણે ઊંધું બોલાઇ ગયું હોય તો તેનું મિચ્છામિ દુક્કડ આપવાની તૈયારી ન હોય તેવાને વ્યાખ્યાન આપવાનો અધિકાર નથી. માન-સન્માનનું અર્થીપણું હોય, પોતાનું બોલેલું ખોટું હોય જ નહિ આવો ગર્વ જેને હોય તેનો સંસાર વધવાનો.
જમાલિ અને પ્રિયદર્શના પોતાના શિષ્ય પરિવાર સાથે ગામોગામ વિચરે છે અને ભગવાનનો મત ખોટો છે - એવો પ્રચાર કરે છે. એક વાર ઢંક નામના શ્રાવકને ત્યાં પૂર્વનો પરિચય હોવાથી પ્રિયદર્શના સાધ્વી પોતાના પરિવાર સાથે આવ્યાં ને તેને ત્યાં રહીને શ્રાવિકાઓને પોતાનો મત સમજાવવા લાગ્યાં. તેથી ઢંકશ્રાવકે વિચાર્યું કે આને કંઇક પ્રયત્નપૂર્વક શિખામણ આપવી પડશે. તેથી તેણે એક અંગારો લઇને સાધ્વીના સાડા ઉપર નાંખ્યો. તે પડતાંની સાથે સાધ્વી બોલ્યાં કે મમ શાદી થી મારો સાંડો બળી ગયો.) ત્યારે શ્રાવકે કહ્યું કે આ તો ભગવાન મહાવીરનો મત છે. તમારે તો એમ બોલવું જોઇએ કે મારો સાડો બળી રહ્યો છે – આ સાંભળતાંની સાથે પ્રિયદર્શનાસાધ્વીને પોતાની ભૂલ સમજાઈ અને ભગવાન પાસે જઇને મિચ્છામિ દુક્કડ આપી પોતાના પાપની આલોચના કરી. જ્યારે જમાલિ પોતાના દુષ્કતની આલોચના કર્યા વિના કાળ કરીને કિલ્બિષિયા દેવ થયા. ત્યાંથી પંદરમા ભવે સિદ્ધ થશે.
પરમપદની સાધના કરવા માટે જે મનુષ્યજન્મ મળ્યો છે તેને પુણ્ય ભોગવવામાં વેડફી નાંખીએ અને કર્મનિર્જરા માટે તેનો ઉપયોગ ન કરીએ તો આ જન્મ બીજી વાર ક્યારે મળે એ કહી શકાય એવું નથી. એક વાર એટલું નક્કી કરી લેવું છે કે હવે આ સંસારમાં રહેવું નથી અને મોક્ષે જતા રહેવું છે. જ્યાં સુધી આ ધ્યેય નક્કી ન થાય ત્યાં સુધી પુણ્ય છોડવાનું મન થાય એ શક્ય નથી. પુણ્ય ભોગવવાનું કામ તો દેવલોકમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૧૭
Page #213
--------------------------------------------------------------------------
________________
અનંતીવાર કર્યું છે. એના માટે આ મનુષ્યજન્મ બગાડવાની જરૂર નથી. આપણે મનુષ્યજન્મ પામીને પુણ્ય ભોગવવાની અને પુણ્ય ભેગું કરવાની પ્રવૃત્તિ કરીએ છીએ, શાસ્ત્રકારો કહે છે કે પુણ્ય છોડવા માટે આ મનુષ્યપણું છે. મનુષ્યજન્મ મળ્યા પછી પણ સુખ ભોગવવાની વૃત્તિ જોર કરે છે માટે ધર્મનું શ્રવણ કરવાનું મન નથી થતું અને ધર્મનું શ્રવણ કર્યા પછી એકાગ્રતાપૂર્વક સાંભળવાની તૈયારી નથી. સંશય ટાળવાની પણ તૈયારી નથી તેથી શ્રદ્ધા જાગતી નથી. વરસોથી વ્યાખ્યાન સાંભળવા છતાં પણ આજે આપણે અજ્ઞાની રહ્યા હોઇએ તો તે શ્રદ્ધાના અભાવે. શ્રદ્ધાપૂર્વક સાંભળે તો જ્ઞાન મળે અને જેમ જેમ જ્ઞાન વધતું જાય તેમ તેમ શ્રદ્ધા વધતી જાય. પરંતુ તે માટે સૌથી પહેલાં એટલું નક્કી કરવું છે કે શ્રદ્ધા પ્રગટ કરવા માટે જ ધર્મનું શ્રવણ કરવાનું છે. ધર્મનું શ્રવણ કરે તેને સંસારની અસારતાનું ભાન થયા વિના ન રહે. સંસારને છોડવાનું કામ એકદમ સહેલું છે પણ સંસારને ઓળખવાનું કામ કપરું છે. સ૦ ધર્મના ક્ષેત્રમાં જ્ઞાન તો મેળવીએ છીએ પણ શ્રદ્ધા નથી થતી. તેનું કારણ એક જ છે કે તમારે ભણીને વિદ્વાન થવું છે પણ ભણીને સર્વજ્ઞ નથી થવું. સર્વજ્ઞ થવા માટે ભણ્યા હોત તો શ્રદ્ધા પ્રગટ્યા વિના ન રહેત. આ તો વિદ્વાન થઇને બીજાને ભણાવવા બેસી જાય. સારો સંગીતકાર મળે તો તમે ગાવા બેસો કે સાંભળવા બેસો ? તો સમર્થ વિદ્વાન ગુરુભગવંત આવ્યા હોય તો તેમની પાસે ભણવાનું મન થાય કે બીજાને ભણાવવાનું મન થાય ? આપણને શ્રુતજ્ઞાન જાતે ભણવાથી મળી રહે પણ મતિજ્ઞાનનો ક્ષયોપશમ ગુરુની કૃપા વિના ન મળે. આપણી પાસે જ્ઞાન ગમે તેટલું હોય, અનુભવજ્ઞાન તો ગુરુ પાસે જ હોય. તે મેળવવું હોય તો ગુરુ પાસે ભણવું છે અને તે પણ વિદ્વાન થવા માટે નહિ, સાધુ થવા માટે ભણવું છે. બીજાને કામ લાગે માટે ભણે તેને સમ્યગ્દર્શન ન મળે. અભવ્યો નવ પૂર્વ સુધી ભણે, પણ તે બીજાને સમજાવવા માટે ભણે, જાતને સમજાવવા નહિ ને ? એક ડૉક્ટર અમારા વ્યાખ્યાનમાં રોજ આવતા, મેં પૂછ્યું કે ‘તમારે આ ટાઇમે પેશન્ટ નથી આવતા ?’ ત્યારે તેણે કહ્યું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૧૮
કે - ‘આવે તો છે, પણ હું પૂજન ભણાવવા જઉં છું, તેથી મારે ત્યાં લેક્ચર કરવું હોય તો થોડું જ્ઞાન જોઇએ માટે આવું છું.’ આવાને સાંભળવા છતાં શ્રદ્ધા ક્યાંથી પ્રગટે ? એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારા વ્યાખ્યાનમાં નિયમિત આવતો. ધ્યાનથી સાંભળતો હતો, આપણને એમ લાગે કે જિજ્ઞાસુ છે, ધર્મનો અર્થ છે. પણ પછી ખબર પડી કે એને પરદેશમાં લોકોને ભણાવવા જવાનું હતું તેથી તેનું ભાથું ભરવા આવેલો. હવે આવાને ભણાવીએ તો એને લાભ થાય કે બીજાને ? આપણે એમ સમજીએ કે આપણે એક દીવો પ્રગટાવ્યો કે જે બીજાને પ્રકાશ આપશે, પણ દીવા નીચે તો અંધારું જ રહેવાનું. ભણ્યા પછી પણ સંસારનું સુખ જ ગમ્યા કરે અને પાપથી આવનારું દુ:ખ અકારું જ લાગ્યા કરે તો સમ્યગ્દર્શન ન આવે. આજે સુખની લાલચ ઘણી છે તેથી શ્રદ્ધા પ્રગટતી નથી. લાલચના કારણે માંગણવૃત્તિ એવી આવી છે કે ગુરુને અને ભગવાનને પણ છોડતા નથી. પેલો રસ્તાનો ભિખારી સારો કે તમારી પાસે જ માંગે છે. સ૦ એ બહાર ઊભો માંગે, અમે અંદર જઇને માંગીએ !
તમે તો અંદર જઇને પણ માંગો અને જાહેરમાં પણ માંગો. તમને માંગતાં સંકોચ પણ ન થાય ને ? આજે નિયમ આપી દઉં કે ચાર માણસ વચ્ચે ઉઘરાણી ન માંગવી. આ તો ધર્મસ્થાનમાં પકડે, નાતના પ્રસંગે ભેગા થયા હોય ત્યાં ચાર માણસ સામે ઉઘરાણી માંગીને પેલાને શરમમાં પાડે. તમારા પૈસા છે - એમ માનીને તે લેવા હોય તો તમે જાણો ને તમારું કામ જાણે, પરંતુ જાહેરમાં આ રીતે આબરુ ન લેવાય. આ તો પાછા કહે કે જાહેરમાં માંગીએ તો જ આપે.’ સ૦ ઉઘરાણી ઉપર અમારી માલિકી તો ખરી ને ?
તમારી પાસે જે છે તેના પર પણ તમારી માલિકી નથી તો જે આપી દીધું છે એના ઉપર તમારી માલિકી કઇ રીતે માની શકો ? સુખની લાલચ માર્યા વિના મિથ્યાત્વ નહિ ટળે. મિથ્યાત્વ નડતું ન હોય તો ચારિત્રમોહનીયના ઉદયમાં પણ ચારિત્રમોહનીયની નિર્જરા થાય, જ્યારે મિથ્યાત્વ એટલું ભયંકર છે કે ચારિત્રની હાજરીમાં પણ નિર્જરા કરવા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૧૯
Page #214
--------------------------------------------------------------------------
________________
ન દે. મિથ્યાત્વના ક્ષયોપશમ વિનાનું ચારિત્ર એ તો ઔયિકભાવનું ચારિત્ર છે. ચારિત્ર લીધા પછી જેઓ માન-સન્માન મેળવવાની પ્રવૃત્તિ કરે અને આહા૨પાણી-મકાન વગેરેની અનુકૂળતા ભોગવીને જલસા કરે તેમનું સાધુપણું દુર્ગતિમાં જવા માટેનો મસાલો ભેગો કરવા માટેનું છે - આ પ્રમાણે એક વાર આચાર્યભગવંતે કહેલું. આ તો આખો દિવસ પૈસા ભેગા કરવામાં અને ધામો ઊભા કરવાનાં આયોજનોમાં પૂરો કરે ! સ૦ પોતાના માટે ક્યાં કરે છે, શાસન માટે કરે છે ને ? સ્થાન વગર લોકો આરાધના ક્યાં કરે ?
સાધુપણું લોકો માટે નથી લીધું, આત્માની આરાધના માટે લીધું છે, પોતાની આરાધના સિદાય એ રીતે બીજાની આરાધનાની ચિંતા કરવાની વાત ભગવાનના શાસનમાં ન હોય.
સ૦ લોકોને તો અનુકૂળતા મળે એવાં સ્થાન જ ગમે ને ?
તમે લોકોની ચિંતા છોડો, તમારી ચિંતા કરો. તમને અનુકૂળતા જ ગમે છે, પરંતુ ભગવાને આરાધનાના નામે પણ અનુકૂળતા ભોગવવાની ના પાડી છે. આપણે ધર્મસ્થાનમાં આવીને બીજાની વાત નહિ કરવાની, આપણી જ વાત કરવાની. ડૉક્ટરની પાસે જાઓ તો બીજાની વાત કરો કે પોતાની ? અને પોતાની વાત પણ પોતાના નામે જ કરો ને કે “મને આમ આમ થાય છે ?’ ‘કોઇને આવું આવું થતું હોય તો તેણે શું દવા લેવી ?’ એવું પૂછો કે ‘મને આવું આવું થાય છે’ આગળ જે રીતે સભ્યતાપૂર્વક વર્તીએ, કોઇ પણ જાતની માયા કર્યા વગર જેવું હોય તેવું કહીએ - તે જ રીતે જો અહીં ગુરુ સાથે વર્તો તો તમારું અજ્ઞાન અને મિથ્યાત્વ દૂર થયા વિના ન રહે.
- એમ કહો ? ડૉક્ટર
=
જ
અહીં શ્રદ્ધાની દુર્લભતા જણાવવા માટે નવ નિહ્નવોની કથા આપી છે. આપણી પાસે સમય ઓછો હોવાથી આપણે બધી કથા વિચારવી નથી. જમાલિની જેમ તિષ્યગુપ્ત નામના સાધુની વાત આવે છે. શાસ્ત્રમાં એ પ્રમાણે આવે છે કે - જીવ અસંખ્યાતપ્રદેશી છે. આ લોકાકાશમાં જેટલા આકાશપ્રદેશ છે. એટલા આત્મપ્રદેશ એક જીવમાં હોય છે અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૨૦
લોકાકાશમાં આવા અસંખ્યાતપ્રદેશી અનંતા જીવો રહેલા છે. આ પ્રમાણેનો સિદ્ધાંત ભગવાનનો હોવા છતાં તેણે એ બરાબર નથી - એમ જણાવીને એવો સિદ્ધાંત રજૂ કર્યો કે અસંખ્યાતપ્રદેશમાં જીવત્વ નથી, માત્ર અંતિમ પ્રદેશમાં જીવત્વ છે. પોતાની આ માન્યતાના સમર્થનમાં તેણે વસ્ત્રનું દૃષ્ટાંત આપ્યું હતું કે હજાર તંતુનો પટ (વ) હોય તો નવસો નવ્વાણું તંતુ (દોરા) ભેગા થવા છતાં તેને વસ્ત્ર નથી કહેતા, હજારમો તંતુ આવે ત્યારે જ તે સહસ્રતંતુક પટ કહેવાય છે. તેથી હજારમા તંતુમાં જ વસ્તત્વ છે, આખા વજ્રમાં વસત્વ નથી... તમને પણ આ વાત યુક્તિસંગત લાગે ને ? લોકોને પણ નવી વાત આવે એટલે રસ પડે ને ? તેથી તેમનો પણ અનુયાયી વર્ગ તૈયાર થઇ ગયો. આજે આવા લોકોનો તોટો નથી. શંકા પડ્યા પછી પૂછીને નિરાકરણ કરવાને બદલે બહાર વાત કર્યા કરે અને કદાચ પૂછવા આવે તો પૂછે કે - ‘કયા શાસ્ત્રમાં આવું લખ્યું છે ?’ આપણે કહીએ કે ‘આચાર્યભગવંતે કહેલું'. તો કહે કે ‘એની ખાતરી શી ? એ વખતે શાસ્ત્રપાઠ માંગી લેવો જોઇતો હતો.' આપણે કહેવું પડે કે આચાર્યભગવંત કહેતા હોય તો તેમાં શાસ્ત્રપાઠ ન મંગાય. શાસ્ત્રમાં હશે જ એમ માની લેવાનું.
-
સર્વ શ્રદ્ધા મજબૂત કરવા શાસ્ત્રપાઠ માંગી શકાય ને ?
માંગી શકાય, પરંતુ એ પણ પૂછવાની રીત હોય. આ તો કેડે હાથ મૂકીને પૂછે કે ‘કયા શાસ્ત્રમાં લખ્યું છે ?' આ રીતે ન પુછાય. એવા વખતે પૂછવાનું કે - ‘આપ કહો છો તે વાત બરાબર છે, પરંતુ આ વિષયમાં શાસ્ત્રીય વિધાન મળે ખરું ? અને મળે તો ક્યાં મળે ? કદાચ કોઇ પૂછે તો તેને આધાર આપીને કહી શકાય.’ તો સાહેબ પણ શાસ્ત્રપાઠ આપે. બાકી ઉદ્ધતાઇથી પૂછનારને તો આચાર્યભગવંત ચૂપ પણ કરી દે, એનો અર્થ એ નથી કે તેમની પાસે શાસ્ત્રપાઠ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે - ગુરુ કહે કે ‘કાગડા ધોળા, તો કહેવું કે હોઇ શકે. બે-ચાર દિવસ થાય પછી પૂછવાનું કે - ‘આપ જે કહો છો તે ધોળા કાગડા કયા દેશમાં હોય છે ?’ એના બદલે એમ ન પૂછવું કે ‘આટલા કાગડા જોયા, કોઇ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૨૧
Page #215
--------------------------------------------------------------------------
________________
કાગડો ધોળો દેખાયો નથી.' ગુરુ કહે કે તરત જ “કાગડા ધોળા હોય જ નહિ' આવું કહેવું આ તો મોટો અવિનય છે. તમે વિનયપૂર્વક પૂછો તો ગુરુ પણ કહે કે એકે દેશમાં ધોળા કાગડા હોતા નથી, આ તો માત્ર તારી પરીક્ષા માટે કહેલું. શંકા પડે તો પૂછવાની ના નથી, પણ વિનયપૂર્વક પૂછવાનું તો શીખવવું પડે ને ?
આ તિષ્યગુપ્ત સાધુની વાતે એક શ્રાવકે સાંભળી ત્યારે તેને થયું. કે આ તો ભગવાન કરતાં ઊંધી વાત કરે છે, તેથી તેમને માટે કંઈક પ્રયત્ન કરવો જોઇએ. આમ વિચારી નિયમિતપણે તેમના વ્યાખ્યાનમાં જવા માંડ્યા અને તેમના ભક્ત થવાનો દેખાવ કરી એક વાર તેમને પોતાને ત્યાં ગોચરી વહોરવા બોલાવ્યા. સાધુ પધાર્યા એટલે તેણે ભોજનની દરેક વસ્તુનો માત્ર એક એક કણ જ વહોરાવ્યો. આથી તિષ્યગુમે પૂછ્યું કે ‘તું આ રીતે મારી અવજ્ઞા કેમ કરે છે ?” ત્યારે તેણે કહ્યું કે ‘આમાં અવજ્ઞા નથી.’ તમારા મતે તો વસ્તુના એક અંતિમ દેશમાં જ વસ્તુત્વ રહેલું છે તેથી તમારા મતે તો આખું ભોજન જ વહોરાવ્યું છે.' આ સાંભળીને તેમને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો અને મિચ્છામિ દુક્કડે માંગી, ભગવાન પાસે જઇ પોતાના પાપની આલોચના કરી. ભગવાન જેને સુધારી ન શક્યા તેમનું ઠેકાણું ભગતે પાડ્યું. વસ્ત્રના પ્રત્યેક તંતુમાં વસત્વ રહેલું છે. એકમાં વસ્ત્રતા હોય, નવસો નવ્વાણુમાં જો વસ્તૃત્વ ન હોય તો હજારમાં તંતુમાં પણ વચ્ચત્વ ન આવે. એ જ રીતે આત્માના પણ અસંખ્યાત પ્રદેશમાં, પ્રત્યેક પ્રદેશમાં જીવત્વ રહેલું છે - આ ભગવાનનો સિદ્ધાંત સર્વથા નિર્દષ્ટ છે.
દુ:ખ વેઠવું એ પરીષહ નથી, ભગવાનની આજ્ઞા મુજબ દુ:ખ વેઠવું તેને પરીષહ કહેવાય છે. કારણ કે દુ:ખ વેઠવાનું કામ તો આપણે અત્યાર સુધી અનંતીવાર કર્યું છે. માત્ર એ આજ્ઞા મુજબનું ન હોવાથી તેનાથી અકામનિર્જરા કરવાનું જ કામ કરેલું. તેથી જ સકામનિર્જરા માટે ભગવાનની આજ્ઞા મુજબ દુ:ખ વેઠવાની વાત પરીષહ અધ્યયનમાં કરેલી. પરંતુ તેમાં શિષ્યને શંકા પડી કે – પુણ્યના ઉદયથી મળેલાં સુખો છોડીને
સાધુપણાનાં દુઃખો શેના આલંબનથી ભોગવવાં ? તેના નિરાકરણમાં આપણને મળેલી સામગ્રીની દુર્લભતા આ ત્રીજા અધ્યયનમાં જણાવી છે. પુણ્યના યોગે સુખ ભોગવવાની સામગ્રી તો આપણને અનંતીવાર મળી છે, ક્ષયોપશમભાવના યોગે નિર્જરા કરવાની તક તો કવચિત જ મળે છે, માટે સુખ પાછળ નિર્જરાની તક ચૂકવી એ તો મૂર્ખાઇભર્યો ધંધો છે. સ0 મરુદેવામાતાએ કેળના ભવમાં જે નિર્જરા કરી તે કેવી હતી ?
એ અકામનિર્જરા હતી, પણ તમે તેમની ચિંતા છોડો. એ ભવમાં તો એ કેન્દ્રિય અવસ્થા હોવાથી સકામનિર્જરાનો સંભવ ન હતો. છતાં એક વિશેષતા એ છે કે તેમના પાપનો ઉદય પણ પુણ્યબંધનું કારણ હોવાથી સારો હતો. આપણો તો પુણ્યનો ઉદય પણ પાપબંધનું કારણ હોવાથી સારો નથી. તેઓ દુ:ખ વેઠીને પણ મરુદેવામાતા થયાં, આપણે સુખ ભોગવીને દુર્ગતિમાં જવા તૈયાર થયા છીએ ને ? પાપના ઉદયમાં પુણ્ય બંધાય એ સારું કે પુણ્યના ઉદયમાં પાપ બંધાય એ સારું ? ગૃહસ્થપણાનું સુખ સારું કે સાધુપણાનું દુ:ખ સારું ? સાધુપણામાં જે દુ:ખ આવે છે, તે પુણ્યાનુબંધી પાપના ઉદયથી આવે છે. દુઃખ પાપના ઉદય વિના આવતું નથી, પરંતુ તે વખતે બંધ પુણ્યનો પડે તો તે પુણ્યાનુબંધી પાપનો ઉદય કહેવાય. ભગવાનના માર્ગની શ્રદ્ધા થયા પછી તે ટકાવવાનું કામ સહેલું નથી. આપણે ભગવાનની વાત સમજી ન શકીએ – એ બને, પણ ભગવાનની વાત માની ન શકીએ એવું તો કોઇ કાળે બનવું ન જોઈએ.
ત્રીજા નિહ્નવ અવ્યક્તવાદી હતા. તેમના ગુરુ યોગોદ્વહનની ક્રિયા કરાવતાં કાળ કરી દેવલોકમાં ગયા, ત્યાંથી ઉપયોગ મૂકીને જોયું તો સાધુઓના યોગ અધૂરા રહેલા તેથી પોતાના દેહમાં આવીને બાકી રહેલા જોગ પૂરા કરાવ્યા. ત્યાર બાદ દેવે પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને કહ્યું કે – ‘અવિરતિધર એવા મેં વિરતિધર એવા આપનું વંદન લીધું તેનું મિચ્છામિ દુક્કડ, આ તો માત્ર જોગની ક્રિયા પૂરી કરાવવા માટે કરેલું.' ત્યારે સાધુઓએ “કોણ સાધુ હશે ને કોણ દેવ હશે ?’ એવી વિચારણાથી પરસ્પર વંદનવ્યવહાર બંધ કરી નાંખ્યો. જેમ સાધુતા અવ્યક્ત લાગી તેમ ગોચરી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૨૩
૪૨૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #216
--------------------------------------------------------------------------
________________
માટે જતા પણ દોષ લાગ્યા છે કે નહિ તે અવ્યક્ત છે - અર્થાતું સમજી શકાય એવું નથી તેથી દોષોની ગવેષણા છોડી દઇને દોષિત આહાર લેવાની શરૂઆત કરી. આ રીતે શંકાન્વિત થવાના બદલે ભગવાનનું વચન માની લીધું હોત તો મિથ્યાત્વના ભોગ ન બનત.
ચોથા નિહ્નવ તરીકે અમિત્ર નામના આચાર્યની વાત કરી છે. ભગવાનના નિર્વાણ પછી બસો વર્ષની આસપાસ આ નિદ્ભવ થયા હતા. શાસ્ત્રનો અભ્યાસ કરતાં પૂર્વના જાણકાર થયા હતા. પૂર્વોતર્ગત શ્રતનું અધ્યયન કરતાં તેમને નારકથી માંડીને દેવલોક સુધીના કોઇ જીવો નિત્ય નથી, બધા જ ક્ષણિક છે. આ રીતે સાંભળીને તેઓ ક્ષણિકવાદના ઉપાસક બન્યા અને દ્રવ્યથી પણ વસ્તુને અનિત્ય માની પોતાના મતનો પ્રચાર કરવા માંડ્યા. એક વાર શાસ્ત્રના વિષયમાં પણ પોતાનો વ્યક્તિગત આગ્રહ બંધાયા પછી એ છોડાવવાનું કામ કપરું છે. એક વાર આ મતના સાધુઓ એક સ્થાને રહેલા હતા, ત્યારે ભગવાનના શ્રાવકોએ વિચાર્યું કે વર્તમાનમાં કર્કશ પરંતુ ભવિષ્યમાં હિતકર એવો ઉપાય સેવીને પણ ભગવાનના માર્ગમાં સ્થિરીકરણ કરાવવું જરૂરી છે. તેથી તેમણે ચાબૂકથી સાધુઓને મારવાનું શરૂ કર્યું. આવો જંગલી ઉપાય સેવાય ? શ્રાવકે કીડીને પણ ન મારે, નિગોદ વગેરેની પણ જયણા કરે તો સાધુને કઇ રીતે મારી શકે ?... આવો વિકલ્પ ન કરવો. તે વખતે ભયથી કંપતા એવા સાધુઓએ તે શ્રાવકોને કહ્યું કે – “અમે સાંભળ્યું છે કે તમે શ્રાવકો છો તો જીવમાત્રની જયણા કરવાવાળા તમે વ્રતી (સાધુ) એવા અમને શા માટે મારો છો ?' ત્યારે તે શ્રાવકોએ કહ્યું કે તમે દીક્ષા લીધી તે જ ક્ષણે સાધુ હતા. બીજી ક્ષણે તો એ સાધુ નાશ પામેલા. તેથી અમે સાધુને મારતા નથી, એ સાધુ તો પહેલાં જ મરી ગયેલા. જે પ્રત્યેક સમયે નાશ પામતા હોય તેને મારવાનો પ્રયત્ન કયો બુદ્ધિમાન કરે ? વળી તમે જે શ્રાવકોને સાંભળ્યા હતા એ શ્રાવકો પણ ક્યારના નાશ પામ્યા. અમે તો બીજા છીએ. કારણ કે તમારા મત પ્રમાણે વસ્તુ ક્ષણિક છે'... આમ કહીને પાછા મારવા લાગ્યા. ભગવાનના નિર્વાણ પછી પૂર્વધરનો કાળ હતો ત્યારે ૪૨૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પણ ભગવાનના સિદ્ધાંતથી વિપરીત સિદ્ધાંતનો પ્રચાર કરનારા તે વખતે હતા અને એવાઓને માર્ગસ્થ બનાવવા માટે આવો ઉપાય સેવનારા શ્રાવકો પણ હતા. આજે આવા સાધુઓ મળે, પણ આવા શ્રાવકો ન મળે ને? ‘આપણે જાતે સમજી જઇએ તો ઘણું, બાકી બધાને ક્યાં સુધારવા જવું.' એમ કહીને તમે ઘરમાં જ બેસી રહો ને? ભગવાનનો માર્ગ આરાધી ન શકાય તોપણ તેનો લોપ થાય એવું નથી કરવું, માર્ગ જીવતો હશે તો કોઇને કોઇ ચાહનારો મળી આવશે. તેથી માર્ગને ભેંસનારાને રોકવાનું કામ વહેલી તકે કરવાની જરૂર છે. આજે ઘણા પૂછે છે કે ભણનારા ભૂલ કેમ કરે છે ? આપણે કહેવું પડે કે ભણેલા પોતાની બુદ્ધિ ચલાવે છે માટે ભૂલે છે, જો ભગવાનની વાત સ્વીકારી લે તો ભૂલવાનું કોઇ કારણ નથી. ભણેલા ભૂલ કરે છે એમાં એમના મિથ્યાત્વનો કે ચારિત્રમોહનીયનો ઉદય કારણ છે, એટલું યાદ રાખવું.
શ્રાવકોએ અંતે એ સાધુને એટલું પણ કહ્યું કે જો તમે ફરી ભગવાનનો માર્ગ સ્વીકારો તો પાછા પૂર્વની જેમ તમારો આદર કરીશું. હવે આવા વખતે સાધુઓ શું કરે ? પોતાના મત ખાતર માર ખાઇ લે કે મારથી બચવા ભગવાનનો સિદ્ધાંત સ્વીકારે ? પેલા શ્રાવકોએ તો જણાવ્યું કે – ક્ષણિકવાદ માત્ર પર્યાયની અપેક્ષાએ ઘટે છે, દ્રવ્યની અપેક્ષાએ નથી ઘટતો. ક્ષણે ક્ષણે જે નાશ થાય છે તે કાળનો નાશ થાય છે, વ્યક્તિનો નહિ. અવસ્થા બદલાયા કરે પણ અવસ્થા જેની છે તે ન બદલાય. નારકાદિની ક્ષણિકતા જે બતાવી છે, તે તો તેમના તે તે પર્યાયરૂપે બતાવી છે, બાકી આત્મદ્રવ્ય તો નિત્ય છે. ઇત્યાદિ સમજાવ્યા બાદ તે સાધુઓએ ભગવાનનો સિદ્ધાંત સ્વીકાર્યો અને પોતાના દુષ્કૃતની આલોચના કરી. દસપૂર્વ સુધીનું અધ્યયન કરી શકાય એવા કાળમાં પણ આવી ભૂલ સંભવે છે, તો અમારે તો ખૂબ જ સાવધાની રાખવી પડે ને? એમની પાસે શ્રુતનો સમુદ્ર હતો એની અપેક્ષાએ અમારી પાસે તો પાણીનું ટીપું પણ નથી. આવા સંયોગોમાં અમારે ખૂબ જ કાળજી રાખવાની છે. જોયા વિના, જાણ્યા વિના કે સમજ્યા વિના કશું જ બોલવું નહિ. બધું બોલવું એવો નિયમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૨૫
Page #217
--------------------------------------------------------------------------
________________
નથી. જેની ચોક્કસ ખબર હોય તે જ બોલવું. જેમાં શંકા હોય તે વિષયમાં બોલવું જ નહિ, કદાચ બોલતાં બોલતાં શંકા પડે તોપણ એ વિષય અટકાવી દેવો. કોઇ પૂછે કે આ વિષય કેમ અધૂરો મૂક્યો તો કહેવું કે મને એમાં શંકા છે, શાસ્ત્રમાં જોઇને અથવા ગુરુને પૂછીને કહીશ.
સમ્યગ્દર્શન પામ્યા પછી પણ નહિ જેવાં નિમિત્તોમાં હારી જવાનું બને છે, તેથી જ શ્રદ્ધાને દુર્લભ કહી છે. દુનિયામાં શું ચાલે છે તે જણાવવા માટે શાસ્ત્રો નથી. દુનિયાએ શું કરવું જોઇએ તે જણાવવા માટે શાસ્ત્રોની રચના છે. લોકોની સાથે તાલ મેળવવા જઇશું તો આપણે આપણો તાલ ચૂકી જઇશું. આપણે શાસ્ત્ર સાથે તાલ મળે એવું કરવું છે. તબલાના તાલ પ્રમાણે સંગીત ચાલે ? કે સંગીત પ્રમાણે તબલાનો તાલ બદલવો પડે ? આજે અમારી વિચિત્ર દશા છે. અમારે તબલાના તાલ પ્રમાણે ગાવાનો વખત આવ્યો છે. એના બદલે એ તાલ છોડીને એકલા સંગીતથી ચલાવવું સારું ને ? લોકનો તાલ તબલાજેવો છે. શાસ્ત્રકારો સંગીતકાર જેવા છે. આપણે શાસ્ત્ર સાથે કામ છે. એની સાથે લોકનો તાલ બેસે તો સારી વાત છે, નહિ તો કોઇ ચિંતા નથી કરવી. સ0 અર્થ કરવાની રીતમાં ફરક પડે ને ?
એક શબ્દના સામાન્યથી અનેક અર્થ થાય પણે શાસ્ત્રમાં જે વિધાનો આપ્યાં છે તેના શબ્દનો અર્થ એક જ હોય અને તે વક્તાના આશયને અનુરૂપ જ હોય. વક્તા જયારે શબ્દનો પ્રયોગ કરે ત્યારે કોઇ એક વિશેષ અર્થને સમજાવવા માટે જ કરે, અનેક અર્થોને સમજાવવા નહિ. આથી જ અમારે ત્યાં જાય છે કે સંકુરિત: શત્ર: સવ અર્થ નથતિા. એક વાર ઉચ્ચારેલો શબ્દ એક જ અર્થને જણાવવા સમર્થ હોય છે. ભગવાન
ને સાથ બોલે ત્યારે સંગ્રહનયની અપેક્ષાએ આત્મા એક છે - એવો અર્થ થાય અને તેને માથા બોલે ત્યારે નૈગમ અને વ્યવહારનયથી આત્મા અનેક છે એવો અર્થ થાય. એકી સાથે બે અર્થ ન થાય, અને માથા માં આત્માનો અર્થ અનેક ન થાય. ‘હરિ’નો અર્થ ‘વાંદરો” પણ થાય, ‘સિહ” પણ થાય, ‘કૃષ્ણ” પણ થાય. પણ જ્યારે વાસુદેવ માટે “હરિ' ૪૨૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શબ્દ વાપર્યો હોય ત્યારે તેનો અર્થ ‘વાંદરો’ ન થાય. શાસ્ત્ર જોયા પછી લોકોને જોવા ન બેસવું. ‘અત્યારે આવું કેમ ચાલે છે ?' એમ ન પૂછવું. શું ચાલવું જોઇએ ?' એ વિચારીને, સમજીને ચાલવા માંડવું.
માત્ર દુઃખો વેઠવાં એ પરીષહ નથી, ભગવાનની આજ્ઞા મુજબ સુખનો ત્યાગ કરીને દુ:ખ ભોગવવા માટે તૈયાર થવું તે પરીષહ છે. બાકી નરકના જીવો તો અનંતું દુઃખ ભોગવે છે છતાં પણ તેમણે પરીષહ વેચા - એવું શાસ્ત્રકારોએ કહ્યું નથી. પરીષહો તો પાપના ઉદયથી નહિ, વસ્તુતઃ પુણ્યના ઉદયથી આવે છે. કારણ કે આ પરીષહ ભોગવવાનું કામ સાધુપણામાં જ થઇ શકે. શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુપણામાં જે કાંઇ પરીષહ આવે છે તે પુણ્યાનુબંધી પાપના ઉદયથી આવે છે અને પુણ્યાનુબંધી પાપ એ નિશ્ચયથી પુણ્યસ્વરૂપ છે. પરીષહ ભોગવવાનો વખત આવે તે મહાપુણ્યોદય છે ને ? પરીષહો આવે તો સારું કે ન આવે તો સારું ? માત્ર દુઃખ વેઠવાથી પરીષહ ન જિતાય. મળેલાં સુખોનો ત્યાગ કરીને દુ:ખ સહર્ષ ભોગવવા તૈયાર થઇએ તો પરીષહ જીતી શકાય અને આવા પરીષહ વેઠવાનું કામ એક માત્ર મનુષ્યપણામાં જ શક્ય છે. તેથી જ આ મનુષ્યજન્મની કિંમત આંકી છે. આ મનુષ્યપણું દુર્લભ છે. તે પરીષહો વેઠવાના અવસરને લઇને જ છે. આ મનુષ્યપણાની સાથે ધર્મનું શ્રવણ દુર્લભ છે. આપણને આ બે દુર્લભ અંગ તો મળી ગયા, હવે જે તકલીફ છે તે શ્રદ્ધાની છે. વરસોથી જિનવાણીનું શ્રવણ કરવા છતાં ભગવાનના વચન ઉપર શ્રદ્ધા નથી ને? ભગવાને સુખને છોડવાનું કહ્યું ને ? દુ:ખ ભોગવવાનું કહ્યું ને ? સુખ ભોગવવા જેવું નથી અને દુ:ખ ભોગવવાજેવું છે : એવું માનવું એ જ સમ્યગ્દર્શન છે. ગૃહસ્થપણામાં સુખ ભોગવવાની અનુકૂળતા ઘણી છે જ્યારે સાધુપણામાં દુ:ખ ભોગવવાની અનુકૂળતા ઘણી છે. માટે સાધુ થવાનું મન હોય તેનું નામ સમ્યગ્દર્શન. સાધુપણામાં આવ્યા પછી પણ પરીષહ ભોગવવાની જરૂર છે, તો જ સમ્યકત્વ ટકી શકે, બાકી સાધુપણામાં પણ જેટલી અનુકૂળતા ભોગવાય એટલી ભોગવી લેવી : એ સમ્યગ્દર્શન નથી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #218
--------------------------------------------------------------------------
________________
આપણે શ્રદ્ધાના વિષયમાં નિહ્નવોની વાત કરી રહ્યા છીએ. ભગવાનના વચન પર શ્રદ્ધા કર્યા પછી પણ પોતાની વ્યક્તિગત માન્યતાને એમાં ભેળવવાના કારણે એ શ્રદ્ધા નાશ પામી જાય છે. આપણને તો નિહ્નવોની વાતમાં રસ નથી ને ? કારણ કે આપણો મુદ્રાલેખ છે કે – ખોટી વાતમાં પડવું નહિ અને સાચી વાત માનવી નહિ. મધ્યસ્થ રહીને આપણને ઠીક પડે તેમ કરવું : બરાબર ને ? આ શ્રદ્ધા પામવાની રીત નથી. આપણને ગમે કે ન ગમે, ભગવાનની વાત માની લેવી છે, કારણ કે તે એકાંતે ઉપકારક છે. પુણ્યથી મળનારી અનુકૂળતા ગમે તેટલી ગમતી હોય, તોપણ તેનો ત્યાગ કર્યા વિના નિતાર નહિ થાય. ઉલ્લાસ ન થાય. તો ય, અપથ્યની રુચિ હોય તોપણ અપથ્યનો ત્યાગ કરવો જ પડે ને? સ0 અનુકૂળતા ભોગવતાં ભોગવતાં નિર્જરા થાય એવો ઉપાય ખરો ?
કાદવમાં કપડાં ધોવાય ? અનુકૂળતામાં પગ નાંખવો એ તો કાદવમાં પગ નાંખવા જેવું છે. આત્માની શુદ્ધિ માટે ભગવાનની આજ્ઞા એ પાણીના સ્થાને છે. અને ભગવાનની આજ્ઞા એક જ છે કે દુ:ખ સમતાથી ભોગવી લેવું. સુખનો પડછાયો પણ લેવો નથી અને દુઃખના ડુંગરો વચ્ચે પણ મજેથી રહેવું છે. દુ:ખ ભોગવવું પડે એ પાપનો ઉદય, પણ દુ:ખ ભોગવવાનો અવસર આવે તે પુણ્યનો ઉદય. કારણ કે ભૂતકાળમાં પાપ કર્યું છે તે ભોગવતી વખતે દીનતા આવે તે પાપનો ઉદય છે અને પાપનો ઉદય વર્તમાનમાં આવે ત્યારે ભગવાનની આજ્ઞા પાળવાનો અવસર આવ્યો સમજીને આનંદ થાય તે પુણ્યનો ઉદય. આપણે દુ:ખ કઇ રીતે ભોગવીએ છીએ ?
આપણે બે-ત્રણ નિહ્નવોની વાત કરવી છે. એક આચાર્યભગવંત માથે તાજો લોચ કરીને નદી ઊતરીને જતા હતા. તે વખતે સૂર્યના તાપથી માથામાં ઉષ્ણસ્પર્શનો અનુભવ અને પગમાં શીતસ્પર્શનો અનુભવ : આમ બે અનુભવ એકી સાથે થયા. તેથી તેમણે ભગવાન મહાવીરના સિદ્ધાંતને માન્ય ન રાખ્યો. ભગવાનનો સિદ્ધાંત એ છે કે એક સમયે એક જ ઉપયોગ હોય. જયારે આ મહાત્માને એમ થયું કે એક સાથે બે ઉપયોગ મને અનુભવાય છે માટે બે ઉપયોગ હોઇ શકે. વસ્તુતઃ છદ્મસ્થને સમયનો ૪૨૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ઉપયોગ હોતો નથી. ભગવાને એક સાથે બે ઉપયોગનો અભાવ સમયને આશ્રયીને જણાવેલ, અંતર્મુહૂર્તાને આશ્રયીને નહિ, એક અંતર્મુહૂર્તમાં અનેક ઉપયોગ હોઇ શકે, તેથી જ પેલા આચાર્યને એક સાથે બે ઉપયોગનો અનુભવ થયેલો, બાકી એક સમયમાં બે ઉપયોગ હોતા નથી. આમ છતાં તેમણે “એક સમયમાં બે ઉપયોગ હોય છે” એવી પ્રરૂપણા કરવાપૂર્વક એ સિદ્ધાંતનો પ્રચાર કરવા માંડ્યો. આથી તેમના ગુરુએ તેમને સંઘબહાર કર્યા. છતાં આવા પણ પુણ્યશાળીઓને સભા મળી રહે ને ? એક વાર એક દેવના ચૈત્યમાં તેઓ ઊતરેલા ત્યાં આ સિદ્ધાંતનો પ્રચાર કરવા માંડ્યા. તે સાંભળીને દેવે પોતાની મૂર્તિમાં પ્રવેશ કર્યો. એ મૂર્તિ ઊભી થઇ ગઇ અને આચાર્યને કહ્યું કે ‘ભગવાન જ્યારે અહીં પધારેલા ત્યારે મેં કાનોકાન સાંભળ્યું છે કે એક સમયમાં બે ઉપયોગ હોતા નથી. તેથી એ જ સિદ્ધાંત સાચી છે.' એમ કહીને દેવે કહ્યું કે ‘હવે જો તમે આનાથી વિપરીત પ્રરૂપણા કરશો તો તમારી ખેર નથી.' આ સાંભળીને દેવના ભયથી તેમણે મિચ્છામિ દુક્કડે માંગ્યું. પોતાના દુષ્કતની આલોચના કરી. તેથી ગુરુએ પણ તેમને સંઘમાં લીધા. દેવાધિદેવથી કે ગુરુથી જે ન માન્યા તે છેવટે દેવથી માન્યા. જે શાસનથી ન સુધરે તેનું અનુશાસન કરવું પડે. જે અનુશાસનથી ન સુધરે તેની ઉપેક્ષા કરવી પડે.
ત્યાર બાદ રોહગુપ્ત અને ગોઠામાહિલની કથા જણાવી છે. તેમાંથી રોહગુપ્તનો પ્રસંગ કલ્પસૂત્રમાં આવી ગયો હોવાથી પ્રસિદ્ધ છે. માટે આપણે તેનો વિસ્તારથી વિચાર કરવો નથી. રોહગુપ્તના ગુરુભગવંત શ્રીગુપ્ત આચાર્ય નગરમાં બિરાજમાન હોવા છતાં ગુરુને પૂછ્યા વિના રોહગુપ્ત દુષ્ટ વાદીનો પડહ સ્વીકાર્યો. ગુરુએ આપેલી વિદ્યાઓના કારણે જ તેણે દુષ્ટવાદીનો પણ પરાજય કર્યો અને યશ મેળવ્યો, પરંતુ પોતે જીતવા માટે જે ત્રણ રાશિનું પ્રતિપાદન કરેલું તે ઉત્સુત્ર હતું તેથી ગુરુએ સભામાં જઇને સ્પષ્ટતા કરવાનું જણાવ્યું કે – 'દુવાદીના નિગ્રહ માટે ત્રણ રાશિનું પ્રતિપાદન કરેલું, બાકી રાશિઓ તો બે જ છે.' છતાં માનના યોગે એવી કબૂલાત ન કરી. છેવટે ગુરુએ છ મહિના સુધી તેની સાથે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૨૯
Page #219
--------------------------------------------------------------------------
________________
વાદ કરીને તેને હરાવ્યો અને માથે કૂંડીની રાખ નાંખી સંઘબહાર કર્યો. ત્યાર બાદ રોહગુપ્ત વૈશેષિક દર્શન પ્રગટાવ્યું. આપણે ગમે તેટલા ચઢિયાતા હોઇએ પણ ‘ગુરુ કરતાં ચઢિયાતા છીએ' એવો ભાવ આવે એટલે આપણા પતનની શરૂઆત થાય.
ત્યાર બાદ ગોષ્ઠામાહિલની વાત કરી છે. ગોષ્ઠામાહિલને આચાર્યપદવી ન મળી તેથી તેને માઠું લાગ્યું અને તેણે જુદા સિદ્ધાંતની સ્થાપના કરી. તે વખતે દુર્બલિકાપુષ્યમિત્ર નામના સાધુ જ્ઞાનથી ગરિષ્ઠ હોવાથી આચાર્યપદવીને યોગ્ય હતા. પરંતુ તે વખતે તેમને પદવી આપે તો તેમનું પુણ્ય અલ્પ હોવાથી કોઇ અમાન્ય ન કરે અથવા તો વિરોધ ન ઉઠાવે તે માટે ગુરુએ સંઘ સમક્ષ એક ઘીનો, એક તેલનો અને એક વાલનો : એમ ત્રણ ઘડા મંગાવ્યા તથા સાથે બીજા ખાલી ત્રણ ઘડા મંગાવ્યા અને ક્રમસર પેલા ઘડા એક એક ખાલી કર્યા. પછી જણાવ્યું કે – આ ઘીનો ઘડો ખાલી કર્યો તો પહેલા ઘડામાં ઘણું ઘી રહી ગયું, બધું ખાલી નથી થયું, તેમ કેટલાક શિષ્યોએ મારી પાસેથી જે જ્ઞાન લીધું તેમાંથી તો ઘણુંખરું મારી પાસે જ રહ્યું. જ્યારે આ તેલના ઘડામાંથી તો મોટા ભાગનું ખાલી થઇ ગયું, તેમ કેટલાક શિષ્યોએ મારી પાસેથી જે જ્ઞાન લીધું તેમાં મારી પાસે થોડું રહી ગયેલું અને આ વાલનો ઘડો જેમ નિર્લેપપણે ખાલી થયો છે તેમ આ દુર્બલિકાપુષ્યમિત્રે મારી પાસેથી પરિપૂર્ણ જ્ઞાન મેળવી લીધું છે તો હવે આચાર્યપદ કોને અપાય ? ત્યારે સંઘે કહ્યું કે જેણે વાલની જેમ જ્ઞાન ગ્રહણ કર્યું હોય તેને જ પદવી આપવી જોઇએ. આ રીતે તેમની પદવી થઇ, ત્યારે ગોઠામાહિલને માઠું લાગ્યું. તમે પણ શું કહો ? ‘ગમે તેમ તોય માણસ છે ને ? માઠું તો લાગે !' એમ જ ને ? પરંતુ એ વખતે જો એવું થાય કે ‘ગમે તેમ તો ય સાધુ છે ને ? તો માઠું લાગવું ન જોઇએ.’ તો તેમનો બચાવ કરવાનું મન નહિ થાય. આ રીતે દુભાયેલા ગોઠામાહિલે કર્મગ્રંથ ભણાવતાં કર્મ ઋષ્ટ, બદ્ધ, નિધત્ત, નિકાચિત હોય છે – આ વિષયમાં અશ્રદ્ધા ધરીને એવું પ્રતિપાદન કર્યું કે – કર્મ કંચુકીની જેમ સ્પષ્ટ જ હોય છે, જો આત્મા સાથે બદ્ધ, ૪૩૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
નિધત્ત કે નિકાચિત હોય તો તે આત્મા ઉપરથી છૂટું પડી ન શકે. આ મતનો પ્રચાર કરવો શરૂ કર્યો. ગુરુએ સમજાવ્યા છતાં ન માન્યા તેથી તેમને સંઘબહાર કર્યા. આ રીતે સાત નિહ્નવોની વાત પૂરી થઇ.
આજના દિવસે આપણે કુદરતી શ્રદ્ધાની દુર્લભતાની વાત આવી છે. મૌન એકાદશીનો મહિમા તો લગભગ બધા જાણે છે ને ? કૃષ્ણમહારાજાએ શ્રી નેમનાથ ભગવાનને થોડો ધર્મ કરીને ઘણું ફળ મેળવી શકાય એવો આરાધનાનો ઉપાય પૂછ્યો ત્યારે ભગવાને આ મૌન એકાદશીની આરાધના જણાવી અને સુવ્રતશ્રેષ્ઠીની જેમ આરાધવાનું જણાવ્યું. સુવ્રતશ્રેષ્ઠીની કથા પણ પ્રસિદ્ધ છે. તેઓ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને વિરતિ લેવાનું મન થયેલું તેથી જમ્યા પછી તેમનું નામ સુવ્રત પાડેલું. પૂર્વે પણ આ મૌન એકાદશીની આરાધના કરેલી હતી તેના પ્રભાવે અગિયાર કન્યા પરણ્યા. મૌન એકાદશીના દિવસે પૌષધ લઇને ઘરમાં કાઉસ્સગ્નધ્યાનમાં ઊભા હતા. શેઠ પૌષધમાં મૌન ધારણ કરીને કાઉસ્સગ્નમાં ઊભા રહ્યા છે – એમ જાણી ચોરો તેમને ત્યાં ચોરી કરવા આવ્યા. શેઠ જાણવા છતાં મૌન તોડતા નથી. તમે હોત તો ઘરના લોકોને કહેત ને કે હું પૌષધમાં છું, તમારે તો પૌષધ નથી ને?' જ્યારે આ શેઠ તો ધ્યાનમાં જ ઊભા છે. તેમના વ્રતના પ્રભાવથી દેવોએ ચોરને ખંભિત કરી નાંખ્યા. ચોરો કશું લઇને જઇ શક્યા નહિ. સવારે મુદ્દામાલ સાથે પકડાઇ જવાથી રાજાએ ચોરોને કેદખાનામાં નાંખ્યા. શેઠને પૌષધ પાર્યા પછી ખબર પડી તો તેઓ રાજા પાસે ભેટશું લઈને ગયા. કારણ કે ઘરે આવેલા ચોરોને છોડાવ્યા વિના પારણું ન કરાય - એમ તેઓ માનતા હતા. ચોરને પણ છોડાવે તે સમ્યગ્દર્શન ટકાવી શકે, ચોરને પકડાવે તે સમ્યકત્વ ક્યાંથી પામે ? રાજા કહે ચોરને છોડી મૂકું તો રાજય કેવી રીતે ચલાવું ? શેઠ કહે છે ‘બીજી વાર ચોરી ન કરે – એની ખાતરી હું આપું, પણ મારે ત્યાં આવેલાને છોડાવ્યા વિના હું પારણું નહિ કરું.’ તેમના આગ્રહથી રાજાએ ચોરોને છોડી મૂક્યા, હવે આ ચોરો ચોરી કરે ?
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૩૧
Page #220
--------------------------------------------------------------------------
________________
આ જ રીતે એક વાર પૌષધમાં હતા ને આગ લાગી ત્યારે લોકોએ પૌષધ પારીને ભાગવા કહ્યું. છતાં ન ખસ્યા. તેથી તેમનું ઘર ન બળ્યું. આજુબાજુનું બધું બળી ગયું. ધર્મ રક્ષા કરે છે - એ વાત સાચી, પણ આપણે ધર્મની રક્ષા કરીએ તો ધર્મ આપણી રક્ષા કરે. આજે આપણી દશા તો એવી છે કે ‘તારું જે થવું હોય તે થાય, પણ તું મારું ધ્યાન રાખ” : આવું ધર્મને કહીએ ને ? આથી જ ધર્મનો પ્રભાવ આપણને જોવા મળતો નથી. આ સુવ્રત શ્રેષ્ઠીએ જ્ઞાની પાસે ચારિત્ર લીધું, તેમાં પણ તેમના સત્ત્વની પરીક્ષા માટે; કાઉસ્સગ્નધ્યાનમાં ઊભા હતા ત્યારે માંદા સાધુનું રૂપ કરીને તાત્કાલિક વૈદ્ય પાસે લઇ જવા કહ્યું અને એ ચલાયમાન ન થયા તો ઓઘાથી તેમને મારવા લાગ્યા. ત્યારે સમભાવમાં રહીને કોઇ પણ જાતનો પ્રતિકાર કર્યા વિના શુક્લધ્યાનમાં આરૂઢ થઇ કેવળજ્ઞાન ઉપાજર્યું. આજનો દિવસ આરાધના કરવા દ્વારા કેવળજ્ઞાન પામવા માટેનો છે અને સાધુ થઇને સાધુપણું પાળવા માટેનો છે - એ યાદ રાખવું.
ચાર અંગની દુર્લભતામાં આપણે મનુષ્યજન્મ, ધર્મનું શ્રવણ અને ધર્મની શ્રદ્ધા : આ ત્રણની વાત પૂરી કરી. બીજા પરીષહ અધ્યયનમાં જે દુ:ખો વેઠવાની વાત કરી તે કયા આલંબનથી વેઠવાનું છે - એવી શંકાના નિરાકરણમાં ચાર અંગની દુર્લભતા વર્ણવી. જેનું પ્રયોજન આપણને ન સમજાય તેની કિંમત આપણને સમજાતી નથી કે તેનું મહત્ત્વ પણ આપણે સમજી શકતા નથી. જેનું મહત્ત્વ ન સમજાય તેનું મૂલ્ય આપણા હૈયામાં અંકાતું નથી. આજે આપણે મને ધનનું જેટલું મહત્ત્વ છે, તેટલું મહત્ત્વ દીક્ષાનું નથી ને ? જેઓ દીક્ષા લઇને બેઠા છે તેઓને પણ પોતાની દીક્ષા કરતાં ધન ઉપર બહુમાન ઘણું છે. પોતાના ભક્તો ઉપર, પરિચિતો ઉપર જેટલું બહુમાન છે, તેટલું દીક્ષા પ્રત્યે નથી. આવા સંયોગોમાં સંયમમાં વીર્ય ફોરવવાનું દુર્લભ કેટલું છે – એ સમજાવવાની જરૂર નથી ને ? આમ તમે પણ બોલો, અમે પણ તમારી પાસે બોલાવીએ કે – ‘સોના કરતાં મોંઘું શું ? સંયમ સંયમ.’ છતાં કોઇના હૈયામાં સંયમની કિંમત લગભગ સમજાઇ નથી ને ? શ્રદ્ધા સુધીની વાત તો બરાબર હતી.
કારણ કે સમ્યગ્દર્શન પામવામાં પાપ છોડવું પડતું નથી અને સાથે સાત વ્યસન જેવાં પાપો પણ નડતાં નથી એટલે સમ્યગ્દર્શન પામવાનું તો મન થઇ જાય. જ્યારે ચારિત્ર લેવું હોય તો પુણ્ય પણ આડું આવે. ચારિત્ર પામવા માટે પુણ્ય પણ, પાપની સાથે છોડવું પડે તેથી તે પાલવે એવું નથી ! આપણી પાસે કેટલું છે તે જોવાને બદલે જેને જે નડે તેના પર ભાર આપે તો ચારિત્ર માટેનો પુરુષાર્થ કરવાનું શક્ય બનશે. સાધુપણું પણ આપણે અનંતીવાર લીધું છે પરંતુ ધર્મની રુચિના અભાવે તે પરાક્રમપૂર્વકનું ન હતું તેથી તે સંસારથી તારનારું બન્યું નહિ. આપણને ચારિત્રના વિષયમાં શ્રદ્ધા પાકી છે ને ? સાધુપણું લઇશું તો દુઃખી થઇશું કે સુખી થઇશું ? સાધુપણામાં દુ:ખ વધારે છે કે વધારે લાગે છે ? વધારે લાગે છે – એમ કહો તો એનો અર્થ એ થયો કે દુ:ખ વધારે છે નહિ. ‘લાગે છે” ત્યારે જ કહેવાય કે જયારે હોય નહિ. ચારિત્ર સુખનું કારણ છે, દુ:ખનું કારણ જ નથી. પ્રશમરતિમાં કહ્યું છે કે મોક્ષમાં જતાં પહેલાં મોક્ષના સુખનો સ્વાદ આવે તેનું નામ સાધુપણું. જેમ ભાવતી વસ્તુનું નામ સાંભળતાં મોઢામાંથી પાણી છૂટે, તેમ સાધુપણામાં મોક્ષનો સ્વાદ છે. શાસ્ત્રમાં સંસારને અનંતદુ:ખમય કહ્યો છે, દીક્ષાને દુઃખમય નથી કહી. સ0 સાધુપણું તલવારની ધાર જેવું કહ્યું છે ને ?
પણ સંસારને તો દાવાનળ જેવો કહ્યો છે. તલવારની ધાર ઉપર ચાલીએ તો પગ કપાય અને તેય પગમાં જોડા પહેરીને જાય તો ન કપાય,
જ્યારે દાવાનળમાં તો ભડથું થઇ જવાય ને ? તલવાર ઉપર તો કવચ રાખીને ચાલીએ તો વીંધાઇએ નહિ. તેથી શાસ્ત્રકારોએ આજ્ઞાનું કવચ બતાવ્યું છે. જે આજ્ઞાનું કવચ રાખીને ચાલે તેને તલવારની ધાર વાગે નહિ. અગ્નિ કરતાં તો તલવારની ધાર સારી ને ? અગ્નિ તો બધાને જ બાળે, જ્યારે તલવારની ધાર તો કવચવાળાને બચાવી લે. આથી જ શ્રદ્ધા પછી સંયમમાં વીર્ય ફોરવવું છે. અહીં જણાવે છે કે તેસ્વાર્થની રુચિ થયા પછી પણ તેને સ્વીકારવા માટે ઘણા ઓછા લોકો તૈયાર થાય છે. તેથી જેઓ મનુષ્યપણું પામીને, ધર્મને સાંભળી, તેની શ્રદ્ધા કરીને તપસ્વી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૩૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
Page #221
--------------------------------------------------------------------------
________________
એવા જેઓ સંયમમાં વીર્ય ફોરવે છે તેઓ જ પોતાનાં કર્મોને દૂર કરવા માટે સમર્થ બને છે. કર્મનિર્જરાનું સાધન સાધુપણામાં જેટલું છે એટલું ગૃહસ્થપણામાં નથી. તેથી સાધુ થવું છે ને ? ચારિત્રમોહનીય નડે છે માટે દીક્ષા નથી લેતા - એવું પણ કહી શકાય એવું નથી. ચારિત્રમોહનીય નડે છે એવું પણ તે જ બોલી શકે કે જેને ચારિત્ર જોઇતું હોય અને જે ચારિત્ર લેવા મહેનત કરતો હોય. જેને આગળ જવું હોય તેને અવરોધ નડે. આપણને તો ચારિત્ર જોઇતું જ નથી ને ? જેને ચારિત્ર લેવાનું મન જ થતું નથી તેને ચારિત્રમોહનીય નહિ, મિથ્યાત્વમોહનીય નડે છે. જે સાધુ સંયમમાં વીર્ય ફોરવે તે કર્મમળને કાઢવા માટે સમર્થ બને છે. કર્મનિર્જરા માટે સાધુપણા સિવાય બીજો કોઇ ઉપાય નથી. આ રીતે જે સાધુ ઋજુ અને અર્થાત્ ઋજુતાપૂર્વક સંયમની સાધના કરે છે તેને આત્મશુદ્ધિની પ્રાપ્તિ થાય છે, આ રીતે કર્મનિર્જરા દ્વારા જેનો આત્મા શુદ્ધ થયો હોય તેવા આત્મામાં શુદ્ધ ચારિત્રધર્મ કાયમ માટે રહે છે. આવો સાધુ, ઘીથી સિંચાયેલો અગ્નિ જેવો નિર્મળ અને દેદીપ્યમાન હોય છે તેવી દેદીપ્યમાન અને નિર્મળ યશરૂપી કાંતિ જેણે તપ દ્વારા પ્રાપ્ત કરી છે એવો બનીને પરમ એવા નિર્વાણપદને પામે છે. આ જ દીક્ષાનું વાસ્તવિક ફળ છે, દેવલોકની પ્રાપ્તિ એ દીક્ષાનું ફળ નથી. સ0 એને વિસામો તો કહેવાય ને ?
જેને ઇષ્ટ સ્થાને પહોંચવાની ઉતાવળ હોય તેને વિસામો લેવો ગમે ખરો ? ખેતીનું ફળ અનાજ કે ઘાસ ? દેવલોકના દેવતાઓ પોતાના સુખને ઘાસથી પણ તુચ્છ માને છે અને તમારે દીક્ષાના ફળરૂપે આ ઘાસ જોઇએ છે ? વિસામો લેવો પડે તો લઇએ પણ એની ઇચ્છા તો ન હોય ને ? તમારા ઘર કરતાં સ્ટેશન ઘણું મોટું છે, ત્યાં બધી જ જાતની ખાવાપીવા, સૂવાની અનુકૂળતા પણ રાખેલી હોય છે છતાં સ્ટેશન ઉપર રહેવું ગમે ખરું ? જે ફળમાં વિલંબ કરાવે તેનું નામ વિસામો. વિસામો એ વિરામ નથી. આપણે વિસામાને વિરામ માની લીધો છે ને ? આગળ વધીને તેને આરામનું સ્થાન માન્યું છે ને ?
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
અહીં જણાવે છે કે – આ રીતે કર્મના હેતુઓને કાબૂમાં લઇને કર્મના આશ્રવને દૂર કરી નિર્જરા માટે પ્રયત્નશીલ બનનારો સાધુ ક્ષમા વગેરે દસ પ્રકારના યતિધર્મના પાલન દ્વારા નિર્મળ યશનો સંચય કરીને આ પાર્થિવ શરીરનો ત્યાગ કરવા દ્વારા ઊર્ધ્વગતિમાં પ્રયાણ કરે છે. હવે જેને આ રીતે નિર્વાણપદની પ્રાપ્તિ એ જ ભવે પ્રાપ્ત ન થાય તેને પણ કેવા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે જણાવતાં ફરમાવે છે કે – જેની સંયમની સાધના એ ભવમાં પૂરી નથી થતી તેઓ દેદીપ્યમાન કાંતિથી યુક્ત એવા વૈમાનિક દેવપણાને પ્રાપ્ત કરે છે. આના ઉપરથી પણ એ સમજી શકાય છે કે સંયમની સાધનાથી દેવલોક મળે છે - એવું નથી, અધૂરા સંયમના કારણે દેવલોકમાં જવું પડે છે. આ દેવલોકનું આયુષ્ય પૂરું થાય ત્યાર પછી પણ દસ પ્રકારના અંગથી યુક્ત એવા મનુષ્યપણામાં જન્મ મળે છે. અહીં સંયમની સાધનાથી નિર્જરાની સાથે જે પુણ્ય બંધાયેલું તે દેવ ભવમાં પૂરું થવા છતાં શેષ રહેલા પુણ્યના પ્રભાવે બાકી રહેલી સંયમની સાધના પૂરી કરવાની અનુકૂળતા સારામાં સારી મળે તેવા સ્થાનમાં આનો જન્મ થાય છે. જેમાં ક્ષેત્ર એટલે જમીન, વાસ્તુ એટલે મકાન, હિરણ્ય - સોનું વગેરે ધાતુઓ, પશુઓ (ઘોડા હાથી બળદ), દાસદાસી વગેરે અનુકૂળ મળે છે. આજે તમને ઘાટી નથી મળતો એની ચિંતા છે ને ? એવી ચિંતા એમને રહેતી નથી તેથી ધર્મારાધના સારી રીતે કરી શકાય છે. તેમ જ આળસનો ત્યાગ કરવાપૂર્વક વર્ષોલ્લાસની પણ કુદરતી રીતે પ્રાપ્તિ થાય છે. મિત્રજનો, સ્વજનપરિવાર અનુકૂળ મળે છે. ઉચ્ચગોત્રમાં જન્મ મળે છે, એટલું જ નહિ સાથે વિશાળ એવી પ્રજ્ઞા પણ મળે છે. બીજી સામગ્રી ગમે તેટલી સારી મળે પણ આપણામાં જ અક્કલ ન હોય. તો તેની શી કિંમત ? ત્યાર બાદ જણાવે છે કે નીરોગી શરીર મળે છે, કોઇ પણ અવર્ણવાદ કરે એવો અપયશ નથી મળતો, તેમ જ વિનયસંપન્નતા પ્રાપ્ત થાય છે. તેમ યશ અને બળ જેના ઉત્તમ કોટિના છે તેવો તે સાધક પોતાના આયુષ્યકાળમાં મનુષ્યપણાના ભોગોને ભોગવી
४३४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૩૫
Page #222
--------------------------------------------------------------------------
________________ પૂર્વે પ્રાપ્ત કરેલી વિશુદ્ધ શ્રદ્ધાના બળે પડેલા સંસ્કારના યોગે બોધિની નિર્મળતા દ્વારા સંયમની સાધના વડે કેવળજ્ઞાનને ઉપાર્જે છે. અંતે હિતશિક્ષા આપી છે, આપણે લગભગ માનવાના નથી - એમ કહું ને ? અહીં કહે છે કે આ ચાર અંગને દુર્લભ જાણીને, માનીને સંયમનો સ્વીકાર કરવો જોઇએ અને સંયમ લઇને પણ ભારે પ્રકારના તપ વડે કર્મોને ધોઇ નાંખી શાશ્વત એવા સિદ્ધ બનવું જોઇએ. ચાર અંગની દુર્લભતા સાંભળીને દીક્ષા લીધા વિના નહિ ચાલે. આપણે તો આ બધું સાંભળીને જતા રહેવું છે ને ? સાધુ નથી થવું ને ? શાસ્ત્રકારો ચાર અંગને દુર્લભ કહે છે પણ આપણે તેને દુર્લભ નથી માનતા. આ દુર્લભ અંગો આપણને મળી ગયાં છે. તમને ત્રણ અંગો મળ્યાં અમને ચારે મળ્યાં છતાં કિંમત લગભગ સમજાઇ નથી, એવું જ આપણું જીવન છે ને ? ચાર ગતિમાંથી સ્વેચ્છાએ દુ:ખ ભોગવવાનો અવસર અને એ રીતે કર્મરહિત થવાનો અવસર એકમાત્ર આ મનુષ્યપણામાં - સાધુપણામાં છે. આ મનુષ્યપણામાં તેવીસ વિષયો ભોગવવાને બદલે બાવીસ પરીષહો ભોગવવા તૈયાર થયું છે. દીક્ષા લીધા પછી પણ પગ પહોળા કરીને નથી બેસવું. જે મળ્યું છે તે એવું પાળવું છે કે જે છૂટી ન જાય અને ફળની પ્રાપ્તિ સુધી પહોંચાડે. ભગવાન છેલ્લા ભવમાં મોક્ષ નિયત છે - એવું જાણવા છતાં અપ્રમત્તપણે પુરુષાર્થ કરતા હતા તો આપણે પ્રમાદ કેવી રીતે કરી શકીએ ? પૈસા આજે નથી મળ્યા તો કાલે મળશે, ઘાટી આજે નથી મળ્યો તો કાલે મળશે... પણ આ મનુષ્યપણું ને સાધુપણું ચાલ્યું જશે તો પાછું મળવું દુર્લભ છે - તેથી પૈસા વગેરેની ચિંતા છોડી સાધુપણાની ચિંતાથી તેને પામવા માટે પ્રયત્નશીલ બનવું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર