________________
આચાર્યભગવંત એક ઘરે લઇ ગયા જયાં વ્યંતરીના ઉપદ્રવના કારણે છે મહિનાથી એક બાળક રોતું હતું તેને એક ચપટી વગાડી વ્યંતરીને ભગાડી શાંત કર્યું. તેથી ઘરના લોકોએ અત્યંતભાવથી મોદકની વિનંતિ કરી. તે પેલા સાધુને વહોરવા કહ્યું અને પોતે પોતાની ભિક્ષા બીજા ઘરેથી લેવા ગયા અને સાધુને મુકામમાં મોકલ્યો. આચાર્ય અંતકાંત ભિક્ષા લઇને પાછા ફર્યા છતાં પેલો વિચારે છે કે – આ બીજેથી સારી સારી ગોચરી લઇ આવશે. સાંજે આચાર્યે પ્રતિક્રમણ વખતે ધાત્રીપિંડની આલોચના કરવા કહ્યું તો પેલો કહે છે કે “મેં નથી લીધો તમે અપાવ્યો હતો.’ આ સાધુની આવા આચાર્યભગવંત પ્રત્યે અનાદરવાળી ઉદ્ધતાઇ જોઇને શાસનદેવીને ગુસ્સો આવ્યો. તેથી તેણે મુશળધાર વરસાદ વરસાવ્યો, ઘોર અંધકાર કર્યો. પેલો સાધુ ભય પામીને આચાર્યના નામે બૂમ પાડે છે કે આપ ક્યાં છો ?” ત્યારે આચાર્યે આંગળી ઊંચી કરી. દેવીના પ્રભાવે તેમાં પ્રકાશ થયો. પેલો દત્ત સાધુ એ દિશામાં આવ્યો. પણ મનમાં વિચારે છે કે આ તો દીવો પણ રાખતા થઇ ગયા છે. આથી છેવટે શાસનદેવીએ તેને ઠપકો આપ્યો અને આચાર્યની પ્રશંસા કરી. અહીં સંગમાચાર્યું જે રીતે ચર્ચાપરીષહ જીત્યો, મકાનના નવ ભાગ કલ્પીને પણ નવકલ્પી વિહાર સાચવ્યો, એક સ્થાને રહેવા છતાં સ્થાન પ્રત્યે કે વ્યક્તિ પ્રત્યે મમત્વ ન કર્યું તેમ જ ભક્તના આહારમાં આસક્ત ન થયા તે રીતે દરેક સાધુએ ચર્ચાપરીષહ જીતવો.
(૧૦) નૈધિકાપરીષહ : ચર્ચાપરીષહ પછી નૈધિકાપરીષહ જણાવ્યો છે. જેમ વિહારમાં જે કાંઇ વસતિ વગેરે સંબંધી કષ્ટ આવે તે વેઠી લેવાના છે તે જ રીતે સ્વાધ્યાયભૂમિમાં પણ સાધુ રાગ કે દ્વેષને આધીન ન થાય. સ્મશાનમાં હોય, શૂન્યગૃહમાં, વૃક્ષ નીચે કે કોઇ પણ સ્થાને સાધુ એકલો રહેલો હોય ત્યારે કૌમુચ્ય અર્થાત્ હાસ્યાદિ દુષ્ટ ચેષ્ટાઓ ન કરે અને બીજાને ત્રાસ પણ ન પમાડે. ત્યાં રહેલા સાધુને ઉપસર્ગ વગેરે આવે તો સારી રીતે સહન કરે, ભયની શંકાથી ભયભીત
ન થાય તેમ જ તેવી શંકાથી એક આસનથી ઊઠી બીજે આસને ન જાય. પરંતુ દરેક પ્રકારનાં દુઃખ વેઠવાની તૈયારીથી નિશંકપણે રહે.
સુધા, પિપાસા વગેરે શરીરસંબંધી દુ:ખો બતાવ્યા પછી માનસિક દુઃખનો અનુભવ થાય ત્યારે તેને કેવી રીતે સહેવાં – એ પણ જણાવવાનું શરૂ કર્યું છે. દુ:ખ વેઠવા માટે સાધુપણું છે, દુ:ખ ટાળવા માટે નહિએટલું યાદ રાખવું. આ વાત સાધુપણાની જ નથી. દુ:ખ તો ગમે ત્યાં ભોગવવું પડવાનું જ છે. દુ:ખ ભોગવવાનો અભ્યાસ ગૃહસ્થપણામાંથી પાડીને આવે તો તેને સાધુપણાનું પાલન સુકર બની જાય. બેસવું કઇ રીતે, ઊઠવું કઈ રીતે, ચાલવું કઇ રીતે તે દરેક ક્રિયા બતાવી છે. કોઇ પણ ઠેકાણે આરામ કરવાની વૃત્તિ જાગી ન જાય, સુખશીલતાની છાયા પડી ન જાય એની ચિંતા શાસ્ત્રકારોએ કરી છે. તેથી ચર્યા, નૈધિકા, શપ્યા વગેરે પરીષહ જણાવ્યા છે. દુ:ખ ભોગવવાની તૈયારી વિના ભગવાનનો એ કે આચાર પળાય એવો નથી. સ0 પરિષદો સહન કરતી વખતે વેદના અસહ્ય હોય તો તેમાં પ્રેરણાબળ
કયું છે ?
કર્મનિર્જરાનું. સ0 વેદના પ્રત્યક્ષ છે અને નિર્જરા તો પરોક્ષ છે.
નિર્જરા તમને દેખાતી નથી કારણ કે તમારાં નેત્રો બિડાયેલાં છે. જ્યારે સાધુભગવંતોનાં નેત્રો ખુલ્લાં છે. તેથી જ તેઓ અસહ્ય વેદનામાં પણ કર્મનિર્જરાને જોઇને જ મજેથી વેઠવાનું કામ કરે છે. સાધુભગવંતનાં નેત્રો ખુલ્યાં હોવાથી તેઓ બીજાનાં પણ નેત્રો ખોલવાનું કામ કરે છે. આથી જ તો રોજ ગુરુની સ્તવનામાં બોલીએ છીએ કે નેત્રમુન્મીલિતં યેન’. અત્યાર સુધી તો કાન અને આંખ બિડાયેલાં હતાં તેથી જ આપણે રખડી રહ્યા છીએ. ભગવાને દેશના ઘણી આપી છતાં આપણા કાન જ ખુલ્લા ન હતા અને ભગવાને સમસ્ત સંસારનું સ્વરૂપ બતાવ્યું છતાં આપણાં નેત્રો જ ખુલ્લાં ન હતાં. અત્યાર સુધી આંખ-કાન બંધ રાખી મોઢું ચાલુ રાખવાનું કામ કર્યું છે. હવે આંખ અને કાન ખુલ્લાં રાખીને મોટું બંધ કરતા શીખી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૮૭
૨૮૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર