SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ નથી’ - આવી ભાવનાવાળો ટ્રસ્ટીપદ સંભાળી શકે. અમારે ત્યાં પણ ‘હું જ બધું કરીશ’ આવી ભાવનાવાળો સાધુપણું પાળી શકે. સાધુપણું વીઆંતરાયનો ક્ષયોપશમ પેદા કરવા માટે છે. મારી શક્તિ છે ત્યાં સુધી ત્રણે સમયની ગોચરી હું લાવીશ, બે કાળનું પાણી પણ હું લાવીશ - આટલી તૈયારી હોય તો માંડલીની વ્યવસ્થા ગોઠવવી જ ન પડે. ગોચરી કે પાણીનો સમય જુદો છે તો બધી જ ભક્તિ આપણે કરી શકીએ ને ? અણુક્કસાઇ’ પછી ‘અપ્પિચ્છ' પદ છે. સાધુભગવંતો અલ્પ ઇચ્છાવાળા હોય. ધર્મોપકરણ સિવાય બીજા કશાની ઇચ્છા ન રાખે અને ધર્મોપકરણ પણ દીક્ષા વખતે છાબમાં જેટલાં આપ્યાં હતાં તે જ સમજવા એનાથી અધિક નહિ. દીક્ષા વખતે જેની ઉછામણી બોલીને ચઢાવા લઇને વહોરાવવામાં આવ્યા હોય તે પૂંજણી વગેરે વાપરે નહિ અને બીજાં વસાવેલાં ઉપકરણો વાપર્યા કરે તે અલ્પચ્છ ન કહેવાય. જેને ધપકરણથી અધિકની ઇચ્છા જાગે તેનું પતન થયા વિના ન રહે. જે નિઃસ્પૃહ છે તેની આગળ બાદશાહ પણ પાણી ભરે. જેને ઇચ્છા જાગે તેને ભાઇબાપા કરવાનો કે કાલાવાલા કરવાનો વખત આવે. આ રીતે અલ્પ ઇચ્છાવાળા સાધુને પણ સુધાવેદનીય સહન ન થાય, ત્યારે ગોચરી લેવા તો જવું પડે. પરંતુ તે વખતે સાધુ એ રીતે વહોરે કે જેથી દાતાને ત્યાં સાધુ વહોરીને ગયા છે – એવી જાણ ન થાય. આને અજ્ઞાતોંછ કહેવાય. સાધુ વહોરી ગયા પછી કોઇને કહેવું પડે કે સાધુમહાત્મા આવીને વહોરી ગયા લાગે છે – એ રીતે સાધુ ન વહોરે. અર્થાત્ એટલું અલ્પ વહોરે કે જેથી વહોર્યું છે કે નથી વહોર્યું તેનો ખ્યાલ જ આવે નહિ. પૂરતા પ્રમાણમાં વહોરી આવે તો દાતાને ફરી બનાવવું પડે, વગેરે દોષનો સંભવ છે – માટે ઉપયોગપૂર્વક વહોરે. ધર્માત્મા થયા પછી લોકો આપણને ધર્મી મારે એવી ઇચ્છા સામાન્યથી થતી હોય છે. સાધના પરિપૂર્ણ થવા આવી હોય, સિદ્ધિના આરે પહોંચવા આવી હોય તેવા વખતે આ માન-પાનની ઇચ્છા આપણને સિદ્ધિથી દૂર રાખે છે. અત્યાર સુધી ધર્મ કર્યો નથી માટે આ સંસારમાં રખડીએ છીએ એવું નથી, ધર્મ કર્યા પછી પણ ધર્મથી પુણ્ય વધારવા માટે મહેનત કરી નિર્જરા વધારવા માટે મહેનત ન કરી માટે જ સંસારમાં રખડીએ છીએ. સાધુપણામાં આવ્યા પછી પણ ભક્તવર્ગ વધે, શિષ્યવર્ગ વધે, એવી ઇચ્છા પડી હોય તો પુણ્યની અપેક્ષા જાગી – એમ માનવું પડે ને ? પુણ્ય જેટલું વધારે તેટલું જોખમ વધારે ને ? દસ જણ મને પૂછતી આવે તો હું દસનું માનું કે ભગવાનનું માનું ? જો ભગવાનનું માનીએ તો લોકો અમને કહી દે કે “આ મહારાજ પ્રેક્ટિકલ નથી.’ એવા વખતે શું કરવું ? લોકોને રાજી કરવા જેવું બોલવું પડે તેવું બોલવાનું કે ભગવાન જે કહેતા હોય તે જ બોલવાનું ? અમને પુણ્યની અપેક્ષા જાગે એટલે અમારા સાધુપણાનું લિલામ થયા વિના ન રહે. ધર્મ પુણ્ય ભેગું કરવા માટે નથી કરવાનો. સ0 તમે અમને પુણ્યશાળી-ભાગ્યશાળી કહો છો ને ? પુણ્યોપાર્જનનો અવસર છે – એમ કહો છો ને ? તમને પુણ્યશાળી કહીએ છીએ તે પુણ્ય ભોગવો છો માટે નહિ, પુણ્ય છોડવા તૈયાર થયા છો માટે પુણ્યશાળી કહીએ છીએ અને મોક્ષની સાધના કરવા તૈયાર થયા છો માટે ભાગ્યશાળી કહીએ છીએ. તમે સમજો નહિ, તો અમે શું કરીએ ? જે મળ્યું છે તેની અપેક્ષાએ પુણ્યશાળી હોવા છતાં જે મેળવવાનું બાકી છે તેની યોગ્યતાને લઇને ભાગ્યશાળી કહીએ છીએ. સાધુભગવંતને જે પુણ્ય મળ્યું હોય તેનો ઉપયોગ ચોક્કસ કરી લે, પરંતુ પુણ્યની ભીખ માંગવા ન બેસે. શ્રાવકો પુણ્ય બાંધવા ધર્મ કરે અને સાધુભગવંત નિર્જરા માટે ધર્મ કરે - એવું નથી. ચતુર્વિધ સંઘમાંથી સાધુસાધ્વીની આચરણા શ્રાવકશ્રાવિકા કરતા જુદી હોય, બાકી વિચારણા બધાની સરખી જ હોય. શ્રાવકશ્રાવિકા પણ મોક્ષના જ અર્થી હોય, પુણ્યના નહિ. શ્રાવકશ્રાવિકાને ચારિત્ર લેવાનું બાકી હોવાથી એટલાપૂરતું ધર્મસામગ્રીની પ્રાપ્તિ થાય એવા પુણ્યની ઇચ્છા હોય, બાકી માન-સન્માન માટે તેને પુણ્યની અપેક્ષા ન હોય, જે માન-સન્માનના અર્થી બને તે પુણ્યના અર્થી બનવાના જ. જેને મળેલી ધર્મસામગ્રીનો ઉપયોગ કરવો નથી અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૬૭ उ६६ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy