________________
રહી માટે આવું બન્યું ને ? પાપ ભોગવી લઇએ તો સાધના પૂરી થયા વિના ન રહે. ‘દુ:ણું મહીપહમ્' અહીં જે શરીરનું દુ:ખ એ મહાફળવાળું કહ્યું છે તેમાં એટલું સમજવું કે – શરીરને દુઃખ વધારે આવે એટલે ફળ મળે એવું નહિ, શરીરને દુઃખ વધારે આપીએ એટલે ફળ મળે. શરીરને કષ્ટ આપવાથી નિર્જરા થાય. શરીરને કષ્ટ આપવા સ્વરૂપ જ આચાર અહીં બતાવ્યા છે.
ભિક્ષાચર્યાએ ગયા પછી સાધુભગવંતો લાઇનમાં ઊભા ન રહે, સાધુભગવંતોનું અતિક્રમણ કરીને પહેલાં પોતે ન જાય... વગેરે આચાર બતાવ્યા પછી કઇ રીતે દાતા પાસેથી ભિક્ષા લેવી તે બતાવ્યું છે. ભિક્ષા લેતી વખતે એટલા દૂર પણ ઊભા ન રહેવું અને એટલા નજીક પણ ઊભા ન રહેવું કે જેથી દાતાને આપવું ફાવે નહિ. વસ્તુ પાત્રમાં પડે અને ઢોળાય નહિ : એ રીતે ઊભા રહેવું. ગૃહસ્થ પોતા માટે બનાવેલું હોય અને પ્રાસુ કે - અચિત્ત હોય : એવાં અન્નપાણી ગ્રહણ કરવાં. આવાં અશન-પાન પણ કઇ રીતે વાપરવાં : તેના માટે પાંત્રીસમી ગાથા છે
अप्पपाणेऽप्पबीयंमि पडिच्छन्नंमि संवुडे । समयं संजए भुंजे जयं अपरिसाडियं ॥१-३५॥
અહીં ‘' શબ્દનો અર્થ ‘અભાવ’ કરવો અર્થાતુ જ્યાં જીવજંતુ ન હોય, વનસ્પતિ વગેરે ન હોય એટલે કે ગેસ અને સ્થાવરથી રહિત ભૂમિ હોય, ઉપર છત હોય, સચિત્ત પૃથ્વી ન હોય તેવી ભૂમિમાં વાપરે. ઉપર છત ન હોય તો સંપતિમ જીવોની વિરાધના થાય અથવા પક્ષીઓ સર્પ વગેરેને મોઢામાં પકડીને લઇ જતા હોય ત્યારે તેમના મોઢામાંથી ઝેરનાં ટીપાં નીચે પડે માટે છત વગરની જગ્યાએ ન બેસવું. ગૃહસ્થ માટે પણ સાત ચંદરવાનો વિધિ છે.
ભિક્ષાએ ગયા પછી લાભાંતરાયના ઉદયથી ભિક્ષા ન મળે, અથવા સારી ભિક્ષા ન મળે તેમ જ લાભાંતરાયના ક્ષયોપશમથી ભિક્ષા મળી જાય તો – ‘હું નીચો - પાપી છું” અથવા “હું કેવો લબ્ધિસંપન્ન છું' આવો ૧૯૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
કોઇ જાતનો વિચાર ન આવે. ભગવાનની આજ્ઞા મુજબ ગોચરીએ જાય એને નિર્જરા થાય જ. આવા વખતે ભિક્ષા મળ્યાનો આનંદ ન હોય અને ન મળ્યાનું દુઃખ ન હોય. શ્રી ઢંઢણઋષિને છ મહિના સુધી ગોચરી ન મળી ને ? છ મહિનાના અંતે ગોચરી મળ્યા પછી પણ ભગવાનને પૂછવા ગયા કે – મારો અભિગ્રહ પૂરો થયો ને ? અમે તો અભિગ્રહ પૂરો થયો છે - એમ સમજીને વાપરવા બેસી જઇએ ! સ0 એમને આટલું સત્ત્વ પ્રગટ થયું એમાં પુણ્ય જ કામ કરી ગયું ને ?
ના, ભગવાનની આજ્ઞા માનવાનું મન થયું - એમાંથી સર્વ પ્રગટ થયું. પુણ્ય છોડે એને સત્ત્વ મળે. સામગ્રી પુણ્યથી મળે પણ એનો ઉપયોગ પુરુષાર્થથી થાય. કપડા પુણ્યથી મળે ને ? પણ પહેરવાનું કામ પુરુષાર્થથી થાય ને ? પુણ્યથી મળેલી સામગ્રી છોડી દેવા માટે પુરુષાર્થ જો ઇએ. શ્રી ઢંઢણઋષિએ પણ પુણ્યથી મળેલા લાડવા ભગવાનના કહેવાના કારણે પરઠવી દીધા તો કર્મ પરઠવાઇ ગયાં ને ? જેટલા જેટલા મહાપુરુષો મોક્ષમાં ગયા એ બધા પુણ્યને પરવીને જ ગયા છે. ભગવાનના જન્મ સમયે દેવતાઓએ ઘરમાં ભરેલી લક્ષ્મી પણ ભગવાને છોડી દીધી ને ? એક વાર આચાર્યભગવંતે કહ્યું હતું કે – આવી લક્ષ્મી જેમના હાથમાં ગઇ એમને એ લક્ષ્મી ઉછાળવા જેવી લાગી. સાચું બોલો, જે વસ્તુ છૂટા હાથે ફેંકે એને લેવાનું મન થાય ખરું ? સત્ત્વ પ્રગટ કરવા માટે ભગવાનની આજ્ઞા મુજબ જીવવું પડશે. નિર્જરાના લક્ષ્ય વિના ભગવાનની આજ્ઞા મુજબ આચાર નહિ પળાય. આચારનું પાલન સુખ છોડીને થશે. સુખ ભોગવવાનો અધ્યવસાય તો પડેલો જ છે, દુ:ખ ભોગવવાનો અધ્યવસાય નવેસરથી પાડવાનો છે. સુખ ઓછું ભોગવ્યું છે છતાં એનો અધ્યવસાય વધારે છે અને દુ:ખ વધારે ભોગવ્યું છે છતાં એનો અધ્યવસાય જરાય નથી. આવી અવસ્થામાંથી આપણે બહાર નીકળવું છે.
ભગવાનની આજ્ઞા મુજબ ગોચરી લઇને આવ્યા પછી જો વાપરતાં ન આવડે તો લાવેલી નિર્દોષ ગોચરી પર પાણી ફરી જતાં વાર નહિ લાગે. આપણી ભાષામાં કહીએ તો બધાં પગથિયાં સારી રીતે ચઢી ગયા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૯૧