SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ રસ્તામાં એક ગામમાં મુકામ કર્યો. તે ગામમાં બ્રાહ્મણો પણ દારૂ પીતા હતા. તેમણે પ્રવાહીમાં ભેગી કરી દારૂ વહોરાવી દીધી. તેના આહાર બાદ બંને મહાત્માઓને ખ્યાલ આવ્યો કે પોતે ભૂલમાં મદિરા વાપરી લીધી છે. અજ્ઞાન કે પ્રમાદવશ પણ આ રીતે અભક્ષ્યભક્ષણ થયું તેથી તેમણે નક્કી કર્યું કે હવે આહારનો ત્યાગ કરી અનશન સ્વીકારવું. આપણે હોત તો વિચાર કે – ‘બીજી વાર ધ્યાન રાખીશું.’ તેમણે એવું ન વિચાર્યું અને નદીના કાંઠે એક પાટિયા ઉપર ઊભા રહી પાદોપગમન અનશન સ્વીકાર્યું. નદીમાં ઓચિંતું ધોધમાર વરસાદને લઇને પૂર આવ્યું. તેમાં પાટિયું તણાયું. છતાં આ મહાત્મા વૃક્ષની જેમ ઊભા રહ્યા. પાણીમાં જળચર પ્રાણીઓ કરડ્યા છતાં સ્થાન છોડ્યું નહિ અને પ્રાણાંત કષ્ટ વેઠી દેવલોકમાં ગયા. આ રીતે બધા સાધુઓએ શયાપરીષહ વેઠવો જોઇએ. (૧૨) આક્રોશપરીષહ : વસતિમાં ઊતર્યા પછી કોઇ અપમાન કરે કે “અહીં કોને પૂછીને ઊતર્યા છો ? કોણે રજા આપી, ચાલ્યા આવો છો'... આવો આવો આક્રોશ કોઇ કરે તો સાધુભગવંત સામે ગુસ્સો ન કરે. કારણ કે આ રીતે ગુસ્સો કરનારની સામે ગુસ્સો કરવાનું કામ બાળજીવો કરે છે, અજ્ઞાનજીવો કરે છે. અજ્ઞાન માણસો ગુસ્સો કરે ને સાધુ પણ ગુસ્સો કરે, મૂર્ખ માણસો પ્રતિકાર કરે ને સાધુ પણ પ્રતિકાર કરે, બાળજીવો ફરિયાદ કરે ને સાધુ પણ ફરિયાદ કરે, અજ્ઞાની બચાવ કરે ને સાધુ પણ બચાવ કરે તો સાધુ અને અજ્ઞાનીમાં ફરક શું ? અહીં બીજી ગાથી જણાવતાં પહેલાં એક નાની કથા જણાવી છે. એક મહાત્મા માસક્ષમણના પારણે માસક્ષમણ કરતા હતા. તેમની આરાધનાથી પ્રસન્ન થઇ એક દેવી તેમની ભક્તા બની હતી તેથી રોજ તેમને વંદન કરવા આવતી. આજે તો રોજ વંદન ન કરનારા પણ અમારા પરમ ભક્તમાં ગણાય. એક વાર એક બ્રાહ્મણે ત્યાં આવીને સાધુ પ્રત્યેના દ્વેષથી આક્રોશ કર્યો. સામે સાધુએ પણ કર્યો. બંન્નેએ બાથંબાથ કરી. અંતે બ્રાહ્મણ બળવાન હતો ને સાધુ કુશશરીરવાળા હોવાથી બ્રાહ્મણે તેમને પાટુ મારીને પાડીને અધમુઆ કરી નાંખ્યા. સાંજે દેવી વંદન કરવા આવી તો સાધુએ ધર્મલાભ ન આપ્યો. દેવીએ પૂછ્યું તો સાધુએ કહ્યું કે – “શું ધર્મલાભ આપે ? તું તો નામની ભક્ત છે. સવારે પેલો બ્રાહ્મણ મને આટલું મારીને ગયો ત્યારે તું ક્યાં ગઇ હતી ?” દેવીએ હસીને કહ્યું કે – “હું ત્યાં જ હતી. પણ હું વિચાર કરતી હતી કે આ બેમાંથી સાધુ કોણ છે અને બ્રાહ્મણ કોણ છે !' આ સાંભળતાંની સાથે સાધુભગવંતને પોતાની ભૂલ સમજાઇ ગઈ. તેમણે તરત પોતાની ભૂલનું મિચ્છામિ દુક્કડે માંગ્યું. બ્રાહ્મણ પણ આક્રોશ કરે અને જૈન સાધુ પણ આક્રોશ કરે તો એમાં ફરક શું ? સ0 ભૂલનો સાચો પશ્ચાત્તાપ કોને કહેવાય ? આપણી ભૂલ દેખાય તો ભૂલનો સાચો પશ્ચાત્તાપ થયો એમ સમજવું. સામા માણસની ભૂલ જયાં સુધી દેખાય છે ત્યાં સુધી પશ્ચાત્તાપ સાચો નથી - એમ સમજી લેવું. સ0 આપણી ભૂલ ન હોય તો ? આપણી ભૂલ અત્યારની ન હોય તોય પહેલાંની તો છે જ, તેથી જ તો દુ:ખ વેઠવાનો વખત આવ્યો. માત્ર આપણી જ ભૂલ દેખાય અને એના કારણે જ પશ્ચાત્તાપના આંસુ આવે તો તે સાચાં સમજવાં. ભગવાને છેલ્લા ભવમાં શું ભૂલ કરેલી ? છતાં પણ ગોવાળે કાનમાં ખીલા ઠોક્યા, ભગવાનના પગ ઉપર ખીર રાંધી... આ બધું જ દુ:ખે ભગવાને પોતાની ભૂલ સમજીને જ ભોગવી લીધું. તેથી બીજો વિચાર નથી કરવો. કોઇ ગમે તેટલો આક્રોશ કરે - આપણે એની સામે આક્રોશ નથી કરવો. નહિ તો જ્ઞાની અને અજ્ઞાનીમાં કોઇ ભેદ જ નહિ રહે. આક્રોશપરીષહ ક્યાં સુધી સહન કરવાનો છે એ જણાવવા માટે બીજી ગાથા આક્રોશપરીષહમાં જણાવી છે. તકલીફ એક જ છે કે આપણી પાસે શરીરશક્તિ સારામાં સારી હોવા છતાં સહનશક્તિ નથી. માર ખમવા માટે શરીરશક્તિ જો ઇએ અને વચન સહન કરવા માટે સહનશક્તિ જોઇએ છે. આ સહનશક્તિ સહન કરવાની વૃત્તિમાંથી પ્રગટે છે. અશક્તિ એ અધર્મનું કારણ નથી, તિતિક્ષાનો અભાવ અધર્મનું કારણ છે. તિતિક્ષા એટલે દીનતા વિના સહન કરવાની ભાવના. આપણી પાસે શક્તિ નથી ૨૯૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૯૫
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy