________________
બીજું કોઇ ન હતું. ધરણેન્દ્ર આવ્યા તોપણ ભક્તિમાં ભંગ ન પડે માટે દેરાસરની બહાર જ ઊભા રહેલા. અંતે તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ઇન્દ્ર ઇચ્છિત વર માંગવા કહ્યું. શ્રી રાવણે કહ્યું કે આપવું હોય તો ભક્તિનું ફળ આપો. ભક્તિનું ફળ શું છે ? આ સંસારથી મુક્તિ અને તેના કારણભૂત વિરતિ : ખરું ને ? એ આપવાની તાકાત ધરણેન્દ્ર પાસે ક્યાંથી હોય ? ધરણેન્દ્ર જે આપે છે તે શ્રી રાવણને જોઇતું નથી અને તેમને જે જોઇએ તે આપવા ધરણેન્દ્ર સમર્થ નથી. તમે પણ આટલું નક્કી કરો કે ભગવાનની ભક્તિ કરીને આ સંસાર મૂકવો છે. આ તો પૂજામાંથી આવે તો લોકો પૂછે કે – શું લઇ આવ્યા ? આપણે કહેવું પડે કે – શું મૂકી આવ્યા એ પૂછો !
આપણી વાત એ ચાલુ છે કે ગુસ્સો ગમે તેટલો આવે તો પણ તે નિષ્ફળ કરવો છે, સફળ નથી કરવો. ગુસ્સો આવ્યા પછી મોટું ન ખોલે તેનો ગુસ્સો નિષ્ફળ જાય, જે મોટું ખોલે તેનો ગુસ્સો તો સફળ થવાનો જ. આપણે સહન કરી લઇએ તો બોલવાની જરૂર જ ન પડે. આપણે ત્યાં નિર્દોષને સજા નથી હોતી. લોકની અદાલતમાં નિર્દોષ દંડાય. ભગવાનના શાસનમાં તો જે દંડાય તે દોષિત છે જ – એમ સમજી લેવું. આપણા ભગવાન પણ દુ:ખ વેઠી લે અને કયો ગુનો છે - એમ ન પૂછે, તો આપણે શા માટે પૂછવું કે ‘કયા ગુનાની સજા છે ?' આ ગુસ્સો કોણ સહન કરી શકે તે માટે આગળ જણાવે છે કે – જે પ્રિય અને અપ્રિયને ધારણ કરી શકે તે જ ગુસ્સાને સહન કરી શકે. જે કાંઇ સારું મળે તેમાં રાગ નથી કરવો અને જે કાંઇ ખરાબ મળે એમાં ષ નથી કરવો. આ જ ક્રોધને જીતવાનો ઉપાય છે. જેને સારાનરસામાં રાગદ્વેષ થાય તેને ગુસ્સો આવવાનો જ. આથી જ અહીં પ્રિય કે અપ્રિયને સમભાવે ધારણ કરવાનું જણાવ્યું છે.
अप्पा चेव दमेयव्वो अप्पा हु खलु दुद्दमो । अप्पा दंतो सुही होइ अस्सिं लोए परत्थ य ॥१-१५॥
આચાર્યભગવંતે છેલ્લે હિતશિક્ષા આપી કે ગુસ્સો આવ્યા પછી તેને સફળ ન કરવો, સહન કરી લેવાનું, કશું બોલવાનું નહિ, જે કાંઇ પ્રિય
કે અપ્રિય થાય તેને સ્વીકારીને ચાલવા માંડવાનું. ત્યારે શિષ્યને શંકા થાય છે કે - ‘આ રીતે આપણે ગુનો કર્યો હોય કે ન કર્યો હોય પણ સામો માણસ ગમે તેવું વર્તન કરે તે આપણે ચલાવી જ લેવાનું, તેને કાંઇ જ નહિ કહેવાનું, બધું આપણે જ વેઠવાનું ? સામાનું દમન થોડું પણ નહિ કરવાનું અને આપણા જ આત્માનું દમન કર્યા કરવાનું ? થોડું સામો સમજે, થોડું આપણે સમજીએ તો કામ થઇ જાય. પણ આપણે જ દરેક વાતમાં દબાઇને રહેવાનું – આવું શા માટે ?' આ શિષ્ય આપણા મનનો પડઘો પાડ્યો છે ને ? આપણા મનમાં જે શંકા કાયમ ઘોળાય છે એના જવાબમાં આ ગાથા છે. ગ્રંથકારશ્રી જણાવે છે કે આ આત્માનું જ દમન કરવાયોગ્ય છે. બીજાનું દમન કરવાયોગ્ય નથી. જો આ લોકમાં સુખી થવું હોય કે પરલોકમાં સુખી થવું હોય તો આત્માનું દમન કરવા સિવાય બીજો કોઇ ઉપાય નથી. સ0 આપણે મૌન રહીએ, પ્રતિકાર ન કરીએ તો લોકો આપણને દોષી
ઠરાવે, આપણો અપયશ ફેલાય, એ આ ભવનું નુકસાન ને ?
તમે આવો વિચાર કેમ કરો છો ? સુદર્શનશેઠે ખુલાસો ન કર્યો તો તેમનો અપયશ ફેલાયો ? ઝાંઝરિયામુનિને નુકસાન થયું ? ખંધકમુનિને નુકસાન થયું ? જીંદકાચાર્યના પાંચસો શિષ્યને નુકસાન થયું ? મૈતારજમુનિને નુકસાન થયું ? તેમણે તો સોનીને જડતી લેવા પણ નથી કહ્યું કે – મારા પાત્રો, કપડાં, ઓઘો જોઇ લો ! એટલું કહ્યું હોત તો ચાલત ને ? પણ એટલું ય નથી કહ્યું. સ૦ તેમણે જડતી લેવાનું કહ્યું હોત તો શું વાંધો આવત ?
તેમને કેવળજ્ઞાન ન મળત અને સોનીને દીક્ષા ન મળત. આત્માનું દમન કર્યા વિના ઠેકાણું નહિ પડે. સ0 એમના જેટલું સત્ત્વ અમારી પાસે નથી.
સત્ત્વશાળી માણસો પણ જ્યાં બોલે નહિ, ત્યાં નબળા માણસોએ બોલાય જ નહિ ને ? પાપ કરવાનું સત્ત્વ તમારી પાસે છે અને પાપ ન કરવાનું સત્ત્વ નથી – આ કેમ ચાલે ? નીરોગી માણસ જો દવા લેતા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૧૧
૧૧0
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર