________________
ઝીલનારમાં યોગ્યતા જોઇએ ને ? માતાપિતા તો નિમિત્ત માત્ર જ છે; વસ્તુતઃ તો આપણી ભૂતકાળની સાધના જ આપણી સંસ્કાર અને સ્વભાવમાં કારણ છે. કથાગ્રંથમાં તો સારાં પાત્રો પણ હોય અને નરસાં પાત્રો પણ હોય. આ પાત્રો નિવૃત્તિ અને પ્રવૃત્તિમાં કારણ બને એવું કરવું છે. ખરાબ પાત્ર પણ ઘણી વાર ઠોકર ખાઇને સુધરી જતા હોય છે. કેટલાક લોકો બીજાને જોવા માત્રથી સુધરી જાય છે અને ઘણા જાતે ન સુધરે તો ઠોકર એમને સુધારે છે. સુધારનારા તો ઘણા છે, આપણામાં યોગ્યતા હોય તો કામ થાય. અભયકુમારે નંદામાતા સાથે દીક્ષા લીધી તે વખતે નંદારાણી પાસે દેવતાઇ રેશમી વસ્ત્ર, કુંડલ, હાર અને સેચનક હાથી ઓ ચાર સારભૂત વસ્તુ હતી તે; “કોણિકને રાજય મળશે’ - એમ સમજીને હલ્લવિહલ્લને આપી હતી. તે દેવતાઇ વસ્તુને લઇને હલ્લવિહલ્લ આખા નગરમાં ક્રીડા કરતા ફરતા હતા. કોણિક રાજા હોવા છતાં હલ્લવિહલ્લ નિશ્ચિતપણે સુખપૂર્વક ક્રીડા કરતા હતા તે વખતે લોકો બોલવા લાગ્યા કે કોણિક ભલે રાજા હોય, ખરા રાજા તો આ બે છે જે આવી દેવતાઈ વસ્તુથી કીડા કરે છે. આ સાંભળી કોણિકની પદ્માવતી રાણીને ઇર્ષ્યા આવી. સંસારમાં તો આવું બને ને ? આપણા ઘરના માણસો સુખ ભોગવતા હોય તોય ન ખમાય ને ? આથી રાણીએ કોણિકને આ ચાર વસ્તુ એ લોકો પાસેથી ઝૂંટવી લેવા જણાવી. ત્યારે કોણિકે ઘસીને ના પાડી દીધી. તેણે ચોખ્ખું કહ્યું કે – ‘હું એટલો નીચ નથી કે માતા-પિતાએ ભાઇઓને આપેલી વસ્તુ માંગું. ભાઇઓને એમના પુણ્યથી મળ્યું છે તો ભલે ભોગવતા'... જે એ જ ભવમાં મરીને છઠ્ઠી નરકે જવાના છે તેમના વિચાર પણ કેટલા ઉદાત્ત હતા ?! આપણે તો અહીંથી સ્વર્ગમાં જ જવાના છીએ ને ? આપણા વિચારો આપણને કઇ ગતિમાં લઇ જનારા છે – એનો વિચાર કર્યો છે ? કોણિક આટલો મક્કમ હોવા છતાં પત્નીની હઠ આગળ કશું ચાલ્યું નહિ. ખરેખર સ્ત્રીચરિત્ર વિચિત્ર હોય છે, આમ છતાં તેના રાગ ખાતર વિચિત્ર કાર્યો કરવા તૈયાર થઇએ છીએ એ મોટું આશ્ચર્ય છે. કોણિકે સ્ત્રીના આગ્રહથી હલ્લવિહલ્લને કહેવડાવ્યું કે આ દિવ્ય ૨૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
વસ્તુઓ મને આપી દે, જે રાજા હોય તેની પાસે જ આ વસ્તુઓ શોભે. હલ્લવિહલે જણાવ્યું કે રાજ્યનો ભાગ આપો તો વસ્તુ આપીએ. કોણિકે એ પણ ન સ્વીકાર્યું. છેવટે બળાત્કારે એ વસ્તુ લેવા તૈયાર થયો. કોણિકના સૈન્ય ઓગળ આપણું કશું ચાલશે નહિ – એમ સમજી હલ્લવિહલ્લ પોતાના માતામહ (માતાના પિતા) ચટક રાજાના શરણે ગયા. તેમણે તેમને નિશ્ચિત કર્યા. કોણિકને ખબર પડી તો ચેટકરાજાને કહેવડાવ્યું. ચેટકરાજાએ કહ્યું કે હું શરણે આવેલાનું રક્ષણ કર્યા વિના નહિ રહું. આથી ગુસ્સે થયેલા કોણિકે ચેટક સાથે યુદ્ધ આરંભ્ય. આ અવસર્પિણીમાં આ યુદ્ધ સૌથી ભયંકર હતું. તેમાં પારાવાર સંહાર થયેલો. મહાભારત કરતાં પણ આ યુદ્ધ ભયંકર હતું. વસ્તુની ઇચ્છા એટલી ખરાબ છે કે તે સગપણ, વિનય, વિવેક કશું જોવા દેતી નથી. એક નશ્વર વસ્તુ ખાતર કોણિક પોતાના માતામહ સામે યુદ્ધે ચડ્યો અને અનેકોનો સંહાર કર્યો. ઇચ્છા અત્યંત ભૂંડી છે. વિવેક નાશ પમાડે, મર્યાદાનો લોપ કરાવે એવી આ ઇચ્છા છે. સએ વખતે ભગવાન વિચરતા હતા ને ?
હતા જ. પણ ભગવાન શું કરે ? મહાપુરુષો ઉપદેશ આપે, માર્ગ બતાવે, આપણને અનર્થ કરતાં અટકાવી ન શકે. ત્યારે જ નહિ, શ્રી ઋષભદેવ ભગવાનની હાજરીમાં પણ ભરત-બાહુબલીજીનું યુદ્ધ બાર વરસ ચાલ્યું હતું ને ? છેવટે ઇન્દ્રાદિ દેવતાઓએ વચ્ચે પડીને કહ્યું કે ‘તમારા પિતાશ્રીએ વસાવેલી સૃષ્ટિનો અકાળે સંહાર શા માટે કરો છો ? યુદ્ધ કરવું હોય તો તમે બે જણ કરી લો'. તેમની વાત માની બંને જણાએ યુદ્ધ આરંભ્ય. ચારે ય પ્રકારનાં યુદ્ધમાં ભરતમહારાજા હારી ગયા છતાં ભાઇ પર ચક્ર મૂક્યું. ચક્ર પાછું આવ્યું - એ જુદી વાત. પણ અન્યાય તો કર્યો જ ને ? આ અવસર્પિણીમાં અન્યાય કરવાની શરૂઆત તો ભરતમહારાજાએ કરેલી. માત્ર આપણા ઉપર જ અન્યાય થાય છે – એવું દુ:ખ ધરવાની જરૂર નથી. આ સંસારના સુખની લાલચ કયું અકાર્ય ન કરાવે - એ કહી શકાય એવું નથી. આ મહાપુરુષોએ આપણને આ સંસારના સુખથી દૂર રાખ્યા તે તેઓની પરમકરુણા છે. આ સુખની ઇચ્છા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પ