________________
ત્રાસેલા ઋષિ નિયાણું કરીને દેવ થઇ આ આખી દ્વારિકાનગરી બાળી નાંખશે અને સાથે ભગવાને એ પણ જણાવ્યું કે કૃષણમહારાજાનું મૃત્યુ તેમના મોટા ભાઈ જરાકુમારના હાથે થશે. આ સાંભળીને પર્ષદા જરાકુમાર સામે જોવા લાગી. તેથી લજજા પામેલો જરાકુમાર ત્યાંથી ધનુષ્ય અને બાણ લઇને પહેર્યે કપડે જંગલમાં જતો રહ્યો. દ્વૈપાયન ઋષિ પણ આ સાંભળી પોતાના હાથે દ્વારિકાનો નાશ ન થાય તે માટે દ્વારિકામાંથી નીકળી જંગલમાં જઇને રહ્યો. કૃષ્ણમહારાજાએ નગરના લોકોને કહી બધી મદિરા કાદંબરી અટવીમાં નંખાવી દીધી. આટલું કરવા છતાં જે ભાવિભાવ હોય તે મિથ્યા ક્યાંથી થાય ? એ કાદંબરી અટવીમાંથી એક માણસ પસાર થતો હતો તેણે ત્યાં રહેલી મદિરા પીધી. પોતાના ભાજનમાં લઇને આવ્યો અને શાંબ-પ્રદ્યુમ્નને આપી. એના પૂછવાથી જણાવ્યું કે આ અટવીમાંથી મળી. આથી ત્યાં જઇને એ બંન્નેએ ઘણી મદિરા પીધી. મદોન્મત્ત થયેલા તેઓ દ્વૈપાયનઋષિ દ્વારિકાનો નાશ કરનારા છે માટે તેમને હેરાન કરવા માટે ગયા. ત્યાં તેમણે કરેલા ત્રાસથી કોપાયમાન થયેલા દ્વૈપાયનઋષિએ પણ દ્વારિકા બાળવાનું નિયાણું કર્યું. કૃષ્ણમહારાજાને આ વાતની જાણ થતાં પુત્રોને ઠપકો આપ્યો અને દ્વૈપાયનઋષિને ખમાવ્યા અને નિયાણું ન કરવાનું જણાવ્યું. છતાં ઢંપાયનઋષિનો કોપ શાંત ન થયો. તોપણ તેમણે એટલું કહ્યું કે ‘તમે માફી માંગવા આવ્યા છો, માટે તમને નહિ મારું.' ત્યાર બાદ કૃષ્ણમહારાજએ ભગવાનને પૂછ્યું કે આ દ્વૈપાયન દ્વારિકાને ક્યારે બાળશે ? ભગવાને કહ્યું કે બાર વરસ પછી બાળશે. ભગવાનનું વચન સાંભળી કૃષ્ણમહારાજાએ નગરીના લોકોને ધર્મધ્યાનમાં રત રહેવાનું જણાવ્યું. આયંબિલ કરવાનું પણ કૃષ્ણમહારાજાએ જણાવ્યું હતું, ભગવાને નહિ, આ ઉપાય પણ દ્વારિકાના દાહને અટકાવવાનો ન હતો, પરંતુ એ નિમિત્તે ધર્મમાં સ્થિર રહેવાનો હતો. આ રીતે અગિયારેક વરસ થઇ ગયા એટલે ભાવિભાવના વશથી લોકો તપ-જપ વગેરે છોડીને જલસા કરવા લાગ્યા. એવામાં તૈપાયન મરીને દેવ થયો અને પૂર્વનું વૈર સંભારીને દ્વારિકા બાળવા તૈયાર થયો. ૩૨૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સ0 લોકો પહેલેથી બીજી નગરીમાં ન ગયા ?
આ મુંબઇ આખું પાણીમાં જવાની આગાહી બે-ત્રણ વરસથી છે છતાં કોઇએ મુંબઈ છોડ્યું ? જેવા ભાવિભાવ હોય એવી જ મતિ સૂઝે. સુખનો રાગ જ એવો છે કે આ કશું વિચારવા દેતો જ નથી. દ્વૈપાયને કહ્યું કે જેને દીક્ષા લેવી હોય તેને ભગવાન પાસે મૂકી દઉં. કૃષ્ણમહારાજાની આઠે ય પટ્ટરાણી વગેરેએ તો ભગવાન પાસે દીક્ષા લઇ લીધી. શાંબ-પ્રદ્યુમ્ન પણ દીક્ષા લઇ લીધી. દ્વૈપાયને નગરી બાળી ત્યારે કૃષ્ણવાસુદેવ અને બળદેવ અસહાયપણે દીનમને દ્વારિકાનો દાહ જોઇ રહ્યા છે. પોતાનાં માતા-પિતાને બચાવવા માટે રથમાં બેસાડી બળદના સ્થાને બે ભાઇઓ જે ડાયા, રથ ખેંચીને નગરની બહાર લઇ જતા હતા તેવામાં કૃષ્ણ વાસુદેવ અને બળદેવ દરવાજાની બહાર નીકળી ગયા, પણ નગરનો દરવાજો માતા-પિતા ઉપર પડ્યો અને માતા-પિતા ત્યાં જ મૃત્યુ પામ્યાં. બળદેવ વાસુદેવ બે એકલા ત્યાંથી પાંડવોની પાસે જવા નીકળ્યા. રસ્તામાં ગ્રીષ્મકાળનો તાપ અસહ્ય હોવાથી કૃષ્ણમહારાજાને અત્યંત તૃષા લાગી.
સાધુભગવંતો કોઇ પણ વસ્તુ જાતે બનાવતા નથી, ખરીદીને લેતા નથી કે છેદી-કાપીને પણ લેતા નથી. આથી જ કોઇ પણ વસ્તુ તેમને યાચના કરીને જ લેવાની છે. શાસ્ત્રમાં કહ્યું છે કે એક દાંતની સળી પણ કોઇએ આપ્યા વિના કે કોઈની પાસે યાચ્યા વિના ન લેવાય. આવા વખતે માન આડું આવે કે યાચના કરતાં શરમ આવે તો સાધુપણું પાળી નહિ શકાય. ‘હું કોણ હતો’ એ યાદ રાખે તે સાધુપણું પાળી ન શકે. આપણે ભૂતકાળમાં ગમે તેવા રાજા મહારાજા હોઇએ કે સત્તાધારી હોઇએ, તોપણ આજે સાધુ છીએ – એટલું યાદ રાખવું. એક વરસ સુધીનું વરસીદાન આપનાર જગતગુરુ પણ દીક્ષા લીધા પછી દાતા પાસે હાથ પસારીને જ ભિક્ષા લે છે. આપણે ભગવાન કરતા તો મોટા નથી ને ? તો શા માટે સાધુપણાના આચાર પાળતાં શરમ રાખીએ ? જેને ભિક્ષાએ જતાં શરમ આવે તે મકાનમાં ટિફિન મંગાવતા થઇ જશે અને પછી લોકો તેની ટીકા કરવા લાગશે. સાધુપણાના આચાર જે પાળે તેને જ સાધુ કહેવાય, બીજાને સાધુ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૨૭