________________
વિહારમાં મુકામ કરવો પડે તો નૈષધિકાપરીષહ છે અને વિહારમાં રાત્રિ પસાર કરવા માટે ઉપાશ્રયની જરૂર પડવાની માટે શય્યાપરીષહ જણાવ્યો. શય્યા એટલે સૂવાનું સાધન - એવો અર્થ નથી કરવાનો. શય્યા એટલે વસતિ, રહેવા માટેની, ઊતરવા માટેની વ્યવસ્થા. વિહારમાં એક સ્થાને મુકામ કરવા માટે જે વસતિની જરૂર પડે તેને શય્યા કહેવાય. એ શય્યા ગમે તેવી મળે તોપણ તેને નભાવી લેવાની. કારણ કે વિહાર મમત્વ મારવા માટે છે. મમત્વ મરે તો જ્ઞાન મળી શકે. મમત્વના કારણે ભણવાનો સમય જ નથી મળતો. આજે તો અમારા વિહાર મમત્વને મારવાના બદલે મમત્વને વધારનારા છે. વિહારમાં અમારું જ્ઞાન નથી વધતું, એડ્રેસ વધે છે : આને વિહારપરીષહ ન કહેવાય. આજે તો ઉપાશ્રય પણ અમારા નામે ઊભા થવા માંડ્યા. સાધુમહારાજનો કે સાધ્વીજીમહારાજનો ઉપાશ્રય કહેવાય. આ ઉપાશ્રયોમાં અમારે કઇ રીતે રહેવાય ? તમારે આરાધના કરવી જ નથી, માત્ર અમને આરાધનાની અનુકૂળતા આપવા માટે તમે ઉપાશ્રય બંધાવો છો ને ? સ૦ સાધુસાધ્વીને અનુકૂળતા નહિ કરી આપવાની ?
સાધુસાધ્વીને અનુકૂળતા કરીને નહિ આપવાની, સાધુસાધ્વીને અનુકૂળ બને એવું કરવું. સાધુસાધ્વીને અનુકૂળતા આપવા માટે કાંઇ પણ કરો એટલે એમને દોષ લાગવાનો. એના બદલે તમે જાતે જ એવું કરો કે સાધુસાધ્વીને અનુકૂળ થાય. તમને આરાધના કરવા માટે પણ પૌષધશાળાની જરૂર તો પડવાની જ ને ? તો તમે શ્રાવક-શ્રાવિકા પૌષધશાળા તરીકે ઓળખાવી શકો ને ? છતાં સાધુસાધ્વીના નામે ચઢાવો છો ને ? સ૦ વિહારધામ તો આપના માટે જ બનાવાય છે ને ?
એ તો તમે બનાવતા નથી, માટે અમારે બનાવવો પડે. તમે જાતે નક્કી કરો કે મારાં સાધુસાધ્વીને વિહારમાં તકલીફ પડવી ન જોઇએ. તમે લોનાવલામાં બંગલો બનાવ્યો ને ? તો વિહારમાં તમે તમારો બંગલો ન બનાવી શકો ? સાતસો ઘર છે. દરેક જણ એક એક સ્થાને બંગલો બનાવે. રજાના દિવસોમાં ત્યાં આરાધના કરવા જવાનું. આટલું બને ને? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૯૦
નહિ તો ત્યાં ગામવાળાને બે સ્થાન ઊભાં કરી આપવાનાં. એ લોકો વાપરે અને સાધુસાધ્વી આવે ત્યારે ઊતરવા વ્યવસ્થા કરી આપે. બાકી સાધુસાધ્વી જો આ ધામો બંધાવવાનું કામ કરે તો તેઓ દોષના ભાગીદાર બનવાનાં. આ બધું તમે સમજો તો સાધુસાધ્વીને આરાધના સરળ બને. તમે ઘરમાં રાંધો છો તો સાધુસાધ્વી માટે રાંધો છો ? કે તમારા માટે રાંધો છો ? લાભ લેવા માટે બનાવવાનું નથી, હશે તો લાભ મળશે એ ભાવ રાખવો છે.
અહીં જણાવે છે કે – શય્યા ઊંચી-નીચી ભૂમિવાળી હોય તેવા વખતે તપસ્વી, ભિક્ષુ, સમર્થ એવો સાધુ એક સ્થાનેથી બીજે સ્થાને જવા દ્વારા સ્વાધ્યાયની વેળાની અતિક્રમણ ન કરે. જે પાપષ્ટિ સાધુ હોય તે જ આવી શય્યામાં પ્રદ્વેષ આદિ કરવા દ્વારા પોતે હણાય છે. અહીં તપસ્વી એટલા માટે જણાવ્યું કે તપના કારણે સાધુનું શરીર કૃશ બની ગયું હોય, ભિક્ષુ હોવાથી તેઓ અકિંચન હોય અર્થાતોૢ તેમની પાસે કશું અનુકૂળ સાધન ન મળે. તેમ જ આ રીતે શરીર કે સંયોગો પ્રતિકૂળ હોવા છતાં મનવચનકાયાનું વીર્ય જેનું પ્રશસ્ત કોટિનું છે એવો સાધુ ત્યાં ક્લેશને ન પામે. પોતાના વીર્યના યોગે ગમે તેવી શય્યાનો પરીષહ સહન કરી લે. આથી જ આગળ જણાવે છે કે સાધુપણાને અનુકૂળ વિવિક્ત એવી વસતિ મળ્યા પછી પણ સાધુ તેનાં વખાણ ન કરે. ગમે તેવી કલ્યાણકારી વસતિ હોય કે પ્રતિકૂળ વસતિ હોય તોપણ ‘એક રાત્રિ પસાર કરવામાં શું ફરક પડવાનો છે ?' એમ વિચાર કરીને તેમાં હર્ષ પણ ન પામે અને ખેદને પણ ધારણ કરે નહીં.
=
આપણે આપણી સહનશક્તિ ક્યાં સુધી વિકસાવવાની છે - એનો અંદાજ આવે એ માટે આપણે પરીષહોને જીતનારા મહાત્માઓનાં ચરિત્ર સાંભળીએ છીએ, માત્ર મહાપુરુષોની અનુમોદના કરવા માટે નહિ. શક્તિ ન હોય તો મેળવવી છે, કેળવવી છે અને કેળવીને દુ:ખ ભોગવ્યા વગર નથી રહેવું. શય્યાપરીષહમાં આપણે જોઇ ગયા કે - ‘એક રાતનો જ સવાલ છે, ક્યાં આખી જિંદગી કાઢવાની છે' - એમ વિચારીને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૯૧