________________
જણાવ્યું. ગુરુ ગુસ્સે થાય તો તેમને છોડીને જતા નહિ રહેવાનું. તેમનાં ચરણોમાં બેસી તેમને પ્રસન્ન કરવા માટે મહેનત કર્યા વિના ન રહેવું. અગ્નિને છોડીને જઇએ તો આપણે ભૂખે મરવાનો વખત આવે. ભૂખ્યા મરવું ન હોય તો અગ્નિનો તાપ વેઠવો પડે. તેમ આચાર્યભગવંતનો ગુસ્સો વેડ્યા વિના અને તેમને શાંત કર્યા વિના નથી રહેવું.
અહીં શિષ્ય શંકા કરે છે કે આચાર્યભગવંતને પ્રસન્ન શા માટે કરવાના ? તેના નિરાકરણમાં આ ગાથામાં જણાવે છે કે પૂજય પુરુષો જો આપણી ઉપર પ્રસન્ન થાય તો વિપુલ પ્રમાણમાં મોક્ષને અપાવે એવું શ્રુતજ્ઞાન આપણને પ્રાપ્ત કરાવી આપે છે. પ્રસન્ન થયેલા ગુરુ આપણને ઘણું શ્રુતજ્ઞાન આપે છે માટે જ તેમને પ્રસન્ન કરવા છે અને તેમને શાંત કરવા છે. એ સિવાય પોતાને સાચવે, ગોચરીપાણી કે દવા વગેરેનું ધ્યાન રાખે - એવા આશયથી તેમને પ્રસન્ન કરવાની વાત નથી. અહીં શ્રુતજ્ઞાનનું વિશેષણ ‘અર્થિત’ આપ્યું છે - તેમાં ‘અર્થ’ નો અર્થ “મોક્ષ કર્યો છે. આપણે ‘અર્થ’ એટલે ધન સમજીએ છીએ. શાસ્ત્રકારો અર્થ તરીકે મોક્ષને જણાવે છે અને એના સાધન તરીકે શ્રુતજ્ઞાનને જણાવ્યું છે. ધન તો અનર્થભૂત છે. મોક્ષ જ અર્થભૂત છે. જે મોક્ષને અપાવે તેને અર્થિતશ્રુત કહેવાય. આ સૂત્ર ભણીને આપણો એટલો ભ્રમ ભાંગી ગયો કે ધન અર્થભૂત નથી, જ્ઞાન જ અર્થભૂત છે, મોક્ષ જ અર્થભૂત છે. જેઓ ગુરુને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન નથી કરતા તેઓ મોક્ષના અને શ્રુતજ્ઞાનના અર્થી નથી એમ સમજી લેવું. જેમની કૃપાથી મોક્ષ અપાવે એવું શ્રુતજ્ઞાન પ્રાપ્ત થઇ શકે એવું છે તેમને પ્રશાંત કર્યા વિના નથી રહેવું.
હવે ગુરુની પ્રસન્નતા-કૃપાનું ફળ જણાવે છે : स पुज्जसत्थे सुविणीयसंसए मणोरुई चिट्ठइ कम्मसंपया । तवोसमायारिसमाहिसंवुडे महज्जुई पंचव्वयाई पालया ॥१-४७॥ स देवगंधव्वमणुस्सपूइए चइत्तु देहं मलपंकपुव्वयं । सिद्धे वा हवइ सासए देवे वा अप्परए महिड्डिए ॥१-४८॥
ત્તિ વેમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
જે સાધુ ગુરુની સ્તવના કરે છે, તેનું જ્ઞાન પણ પૂજાપાત્ર બને છે. પૂજાપાત્ર છે. શાસ્ત્ર (જ્ઞાન) જેનું એવો તે સાધુ બને છે. ગુરુની કૃપાથી આપણું જ્ઞાન પ્રશંસાપાત્ર બને છે. જે ગુરુનો વિનય કરે તેના જ્ઞાનની લોકો પ્રશંસા કરે છે, કે જેવા ભણેલા છે તેવા ગણેલા પણ છે. આજે જ્ઞાન જો નિંદાપાત્ર બનતું હોય તો તે અવિનયના કારણે બને છે. તેમ જ ગુરુનો વિનય કરવા દ્વારા ગુરુને પ્રસન્ન કરવાથી ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે, તેનાથી શિષ્યના સંશયો સારી રીતે દૂર થઇ જાય છે. તેમ જ ગુરુના મનની રુચિને અનુકૂળ થઇને રહેવાનું શક્ય બને છે. જે કાંઇ પ્રવૃત્તિ કરે તે ગુરુની ઇચ્છાને અનુકૂળ કરે. તેથી તપ, સામાચારી અને સમાધિથી સંવૃત્ત બને છે. ગુરુની રુચિને અનુસરવું અને પોતાની ઇચ્છાને બાજુએ મૂકવી – એ જ તપ છે, ગુરુની આજ્ઞાનું પાલન કરવું એ જ સામાચારી છે અને ગુરુની ઇચ્છા મુજબ જીવવું એ જ સમાધિ છે. પોતાની ઇચ્છા મુજબ જીવવું તે અસમાધિ છે. તેમ જ આવો સાધુ પાંચ મહાવ્રતના પાલન દ્વારા મહાન વ્રુતિ-તેજવાળો બને છે. જે મહાવ્રત પાળવા તૈયાર થાય તેણે તપ, સામાચારી અને સમાધિથી સંપન્ન બનવું જોઇએ, સમાધિ માટે ગુરુની મનોરુચિને અનુસરવું જોઇએ. આ સામર્થ્ય ગુરુના વિનયથી પ્રાપ્ત થાય છે.
- ત્યાર બાદ જણાવે છે કે તે સાધુ દેવ, ગંધર્વ, મનુષ્યોને પૂજનિક બને છે. જેના હૈયામાં ધર્મ પરિણામ પામ્યો હોય તેને દેવો પણ નમસ્કાર કરે છે. કારણ કે ઇન્દ્રાદિ દેવતાઓ રાતદિવસ વિરતિને ઝંખતા હોય છે. આજે આપણને ઇન્દ્ર થવું છે જ્યારે ઇન્દ્રોને સર્વવિરતિ જોઇએ છે, આ ય એક વિચિત્રતા છે ને ? જો ઇન્દ્રાદિ દેવતા પણ વિરતિને જ ઇચ્છતા હોય તો આપણે દેવલોકમાં જવાનું કામ શું છે ? આ રીતે ગુરુના વિનયથી ક્રમે કરી આઠે ય કર્મોથી મુક્ત બનેલો સાધુ મળ અને પંક છે પૂર્વમાં જેના તેવા દેહનો ત્યાગ કરે છે. બાહ્યથી ઔદારિક શરીરનો ત્યાગ કરે છે અને અત્યંતરથી કાર્મણશરીરનો ત્યાગ કરીને શાશ્વત એવા સિદ્ધ થાય છે અથવા તો જે મોક્ષમાં ન જાય તો અલ્પ છે કર્મરૂપી રજ જેની એવો તે લધુકર્મી સાધુ મહાન ઋદ્ધિવાળો દેવ થાય છે. આ રીતે વિનયનું ફળ મોક્ષ પ્રાપ્ત થાય છે અથવા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૧૩
૨૧૨