SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ એવું બતાવવું છે કે શિષ્ય સન્મુખ થાય પછી તેને જણાવવામાં આવ્યું હોય તો તે વચન-ઉપદેશ સારી રીતે પરિણામ પામે. (૧) ક્ષુધાપરીષહ : આ દુનિયામાં ભૂખજેવું બીજું એકે દુઃખ નથી માટે સૌથી પહેલાં આ ક્ષુધાપરીષહ જણાવ્યો છે. તેમ જ દીક્ષા લીધા પછી સૌથી પહેલાં ભૂખ લાગવાની તેથી તેને ક્ષુધાપરીષહ વેઠવાનું પહેલાં જણાવ્યું છે. અહીં ક્ષુધાપરીષહ કેવા પ્રકારનો છે તે જણાવતાં કહે છે કે સુધાથી આખો દેહ વ્યાપ્ત થયો હોય, ત્યારે તપસ્વી એવો સાધુ વીર્યઉલ્લાસને ધારણ કરીને છેદવાની, રાંધવાની કે ખરીદવાની પ્રવૃત્તિ ન કરે. એક એક શબ્દમાં ઘણો અર્થ સમાયેલો છે. ક્ષુધાથી વ્યાપ્ત શરીર એટલે શરીરના એક પણ ભાગમાં ક્ષુધા વર્તાતી ન હોય એવું નથી. આજે આપણી હાલત એ છે કે પેટમાં ભૂખ નથી હોતી પણ જીભમાં ભૂખ હોય છે. અહીં એવી વાત નથી. અહીં તો ભૂખના કારણે શરીરના દરેક અવયવ શિથિલ થઇ ગયા હોય, ત્યારે પણ સાધુ ખાવા માટે પાપ ન કરે. ‘તપસ્વી’નો અર્થ ‘આયંબિલ-ઉપવાસવાળો' ન કરતાં ‘છઠ્ઠ-અક્રમવાળો’ આવો અર્થ કર્યો છે. ઉપવાસ તો એકાંતરે સાધુ કરતા જ હોય. તેથી તપની શરૂઆત છઠ્ઠથી કરી છે. છ-અઠ્ઠમ વગેરે તપ દ્વારા શરીરને જેણે કૃશ કરી નાંખ્યું છે એવા સાધુ પણ નવકોટિથી શુદ્ધ જ આહાર ગ્રહણ કરે એક પણ કોટિને સેવે નહિ. જો નિર્દોષ આહાર ન મળે તો ક્ષુધાને સહન કરે - એ જણાવવાનું તાત્પર્ય છે. શરીરનું પુણ્ય હોય તો તપ કરવા છતાં શરીર કૃશ બનેલું જણાય નહિ, એટલામાત્રથી તપસ્વી મટી નથી જતા. આ તો કેવા કપરા સંયોગોમાં પણ સાધુ અપવાદ સેવે નહિ તે જણાવવું છે. આપણે મોટે ભાગે આવી ક્ષુધાનો અનુભવ જ કર્યો નથી. આટલી ક્ષુધા લાગે ત્યાં સુધીનો તપ જ આપણે કર્યો નથી. આટલી ભૂખ લાગ્યા પછી પણ સાધુ દોષિત આહાર લે નહિ. પોતાના માટે ફળ વગેરે છેદે નહિ, છેદાવે નહિ, છેદનારની અનુમોદના ન કરે. અનાજ વગેરે રાંધે નહિ, ગંધાવે નહિ, રાંધનારને અનુમોદે નહિ. તે જ રીતે પોતાના માટે ખરીદે નહિ, બીજા પાસે ખરીદાવે નહિ અને ખરીદનારને સારા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૨૨ માને પણ નહિ. અમે તો શ્રાવકે એની મેળે દોષિત આહાર બનાવ્યો હોય તોય શ્રાવકનાં વિવેકી તરીકે વખાણ કરીએ - આનું નામ અનુમોદના. આવી અનુમોદના પણ સાધુ કરે નહિ. ભૂખ લાગવાના કારણે સાધુ કોઇ પણ પાપ કરે નહિ. તે વખતે તેનું શરીર કાગડાની જાંઘ વચ્ચેના પર્વસ્થાન જેવું પતલું પડી ગયું હોય, હાડકાં ગણી શકાય એટલું કૃશ થઇ ગયું હોય અને જેની નસો હાલતીચાલતી દેખાય એવા શરીરવાળો સાધુ, પોતાની માત્રાનો જાણકાર એવો સાધુ એષણાસમિતિના પાલનમાં રત હોય. જેના કારણે પેટ ભરાય એટલું જ વાપરવું છે, જરૂરિયાત જેટલી હોય એટલું જ વાપરવું. નિર્વાહ થાય તેટલું જ વાપરવાનું. જરૂરિયાતથી અધિક વાપરે તે બધું લોલુપતામાં જાય છે. પેટની જરૂરિયાત ઓછી છે, જીભની જરૂરિયાત વધારે છે. સાધુ અશનપાનની માત્રાનો જાણકાર હોય. અહીં ખાદિમસ્વાદિમની વાત નથી કરી. કારણ કે તેના કારણે પેટ ભરાતું નથી. સવારે ખાખરોદૂધ મળે તો બસ, પછી કોરો નાસ્તો કે લીલો નાસ્તો લેવો નથી. બનાવવાનું બધું પણ વાપરવાનું નહિ. તે જ રીતે રોટલી-દાળ-ભાત-શાક શરીરના નિર્વાહ માટે જરૂરી છે, બાકી બધું ખાદિમ-સ્વાદિમમાં જાય. ફરસાણ વગેરે વાપરવાં નહિ. આયંબિલમાં ચણા વાપરે તે ય સ્વાદિમમાં જાય. માટે આ બધું નથી વાપરવું. લોલુપતાના કારણે સાધુ અધિકમાત્રામાં ન વાપરે, તેમ જ નિર્દોષ આહારની ગવેષણા કરતાં અકળાય નહિ. નિર્દોષ આહાર મળે તોય લોલુપતાના કારણે અધિકમાત્રામાં ન વાપરે અને નિર્દોષ આહાર ન મળે તો દીનતા ધારણ ન કરે : તો જ સાધુએ આ ક્ષુધાપરીષહ જીત્યો કહેવાય. આ પરીષહ ઉપર કથા જણાવે છે. ઉજ્જૈની નગરીમાં હસ્તિમિત્ર નામનો શ્રીમંત શેઠ હતો. તેની પ્રાણથી પ્રિય પત્ની અચાનક મરણ પામી. આથી તે સંસારની અસારતાનું પરિભાવન કરવા લાગ્યો. તમે હોત તો શું કરત ? બીજી પરણવા તૈયાર થાત ને ? આ તો કહે કે - પરિવાર વળગ્યો છે, દીક્ષા લઇ શકાય એવું નથી. આજે આટલો નિયમ આપી દઉં કે પત્ની મરી ગયા પછી દીક્ષા લઇ લેવી. આટલું બને ને ? આ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૨૩
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy