________________
નથી. તેમાં પણ વિનય સૌથી શ્રેષ્ઠ છે. આ વિનય સાધુભગવંતોનો પ્રાણ છે. જેઓ સાધુ નથી થયા તેમની આગળ આ સૂત્ર વાંચવાનું કામ શું છે - આવો વિકલ્પ ન કરતા. જેમને સાધુ થવાનું મન ન હોય તેમને પણ સાધુ થવાનું મન થાય તે માટે તેમની આગળ આ વાંચન કરાય
છે. અહીં વિનય અધ્યયનની પહેલી ગાથામાં જણાવે છે કે—
संजोगा विप्यमुक्तस्स अणगारस्स भिक्खूणो । विणयं पाउकरिस्सामि आणुपुव्विं सुणेह मे ॥१- १॥
આત્મા ઉપર લાગેલાં આઠ કર્મોને દૂર કરી આપે તેને વિનય કહેવાય છે. આ વિનયનો આચાર કેવા પ્રકારના સાધુભગવંત માટે બતાવ્યો છે. તે માટે કહ્યું છે કે જેઓ સંયોગથી મુકાયેલા હોય તેમના માટે છે. સંયોગ બે પ્રકારના છે : દ્રવ્ય અને ભાવ. માતાપિતા વગેરે સ્વજનપરિવાર તેમ જ નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ એ દ્રવ્યસંયોગ છે, જ્યારે વિષય અને કષાયની પરિણતિ એ ભાવસંયોગ છે. આત્મા અને આત્માના ગુણોને છોડીને બીજું બધું જ પર છે. એ પરનો સંયોગ જે છોડીને બેઠા હોય તેને સાધુ કહેવાય. જેઓ સાધુપણું લે છે તેઓ કર્મના સંયોગને તોડવા માટે સાધુ થયા છે. જેઓ પોતાના પરિવારને અને કષાયને પણ છોડી ન શકે તેઓ કર્મના સંયોગથી કઇ રીતે છૂટી શકે ? સાધુભગવંતને કોઇ પોતાનું સંસારીપણાનું નામ પૂછે તોપણ જણાવે નહિ. કારણ કે નામમાં પણ મમત્વ પડ્યું છે. ‘મારું નામ’ એમ બોલો તો મમત્વ જાગે ને ? આજે ઘણાને શંકા છે કે સાધુ કોને કહેવાય ? અહીં જણાવ્યું છે કે બાહ્યઅત્યંતર સંયોગોથી જે મુકાયેલા હોય તેને સાધુ કહેવાય. આજે તો સાધુસાધ્વી તમારી પાછળ પડ્યા છે ને ? જેઓ પોતાના ઘરના પરિવારને છોડીને આવ્યા હોય તેઓ અહીં બીજાના પરિવારની પાછળ શા માટે પડે ? સ૦ સાધુ તો ભગવાનની વાતના સંદેશવાહક હોય ને ?
દૂત-સંદેશવાહક પણ કેવા હોય ? કામથી કામ કરે તેવા ને ? પોતાનું જ કામ કરે, બીજું કામ ન કરે. દૂત સંદેશો પણ જેને આપવાનો કહ્યો
ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
હોય તેને જ આપે. અહીં પણ સાધુ વ્યાખ્યાન વાંચીને ઊભો થઇ જાય. ભક્ત પરિવારને ભેગો કરવા મહેનત ન કરે. જે સાધુ એમ બોલે કે ‘આ મારો ભગત છે, આ મારા સ્વજન છે’ - તેમના સાધુપણામાં ખામી આવે. આજે તો ગમે તેવો ખાખી-બંગાળી આત્માર્થી સાધુ પણ ભગતને જતો ન કરી શકે. ભગવાનની આજ્ઞા જાય એ પાલવે પણ ભગત જાય એ ન પાલવે ને ?! અમારે ત્યાં આવેલાની ખાવાપીવાની ચિંતા અમે કરીએ તો અમારું સાધુપણું જાય. તમે ધંધાના કારણે કે બિમારીની ચિકિત્સા કરાવવા માટે બહારગામ જાઓ તો તમારી વ્યવસ્થા જાતે જ
કરો છો ને ? તો અહીં શા માટે સાધુસાધ્વી વ્યવસ્થા કરે ? અમારે કામળીદાંડો લઇને તમારા જેવાને ઘરે સ્વજનો-પરિચિતને મૂકવા આવવું પડે તો અમે સંયોગથી મુકાયેલા નથી - એમ સમજી લેવું. મુમુક્ષુ પણ પોતાની વ્યવસ્થા કરીને જ સાધુસાધ્વી પાસે રહે. જે આપણી સાંસારિક ચિંતા કરે તે મહાત્મા નથી. એમ તમારે સમજી લેવું.
-
સ૦ સાધુ શ્રાવકની ચિંતા તો કરે ને ?
તમે દુર્ગતિમાં ન જાઓ અને તમને સાધુ થવાનું મન થાય - એવી ચિંતા અમારે કરવાની, બીજી એકે નહિ.
સ૦ આપનો આચાર તો બતાવ્યો, અમારું કર્ત્તવ્ય શું ?
તમારું કર્તવ્ય એ કે તમારે ત્રણે ટાઇમ જમતાં પહેલાં સાધર્મિકને શોધી લાવવો પછી જ જમવું. તમે જાતે હાજર રહો તો સાધુને વ્યવસ્થા કરવા જવું જ ન પડે. તમે જાતે હાજર ન રહો તો ય માણસને રાખી શકો ને ? ઉપાશ્રયમાં આવેલા મહેમાનને તમારે ઘેર લઇ જવાનું કામ એ કરી શકે ને ? તમારે ચારિત્રમોહનીયકર્મની નિર્જરા કરવી છે ને?
એના માટેનો આ અમોઘ ઉપાય છે. મારા ગુરુમહારાજ આમાંથી જ દીક્ષા પામ્યા. ગામમાં કોર્ટના કે દવાખાનાના કામ માટે આવેલા સાધર્મિકને પણ ઘરે જમવા તેડી જતા. એક માણસને રાખેલો. તે ત્યાં આવતા સાધર્મિકને કહેતો કે ‘કોર્ટનું કામ છે, દવાખાનાનું કામ છે, ક્યારે નંબર લાગે તે કહેવાય નહિ. માટે એક વાર જમી લો, શેઠે બોલાવ્યા છે...’ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર