________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર
ચંદનબાળા,
વિ.સં. ૨૦૬૬ વાલકેશ્વર, મુંબઇ
(૧) વિનય-અધ્યયન અનંતોપકારી શ્રી અરિહંતપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા ગણધરભગવંત શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ આ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની રચના કરી છે. જે દિવસે ભગવાન પાસે દીક્ષા લીધી તે જ દિવસે ચૌદ પૂર્વની રચના સૂત્રરૂપે ગણધરભગવંતો કરે છે. ચૌદપૂર્વની રચના મુખ્યપણે તો સાધુસાધ્વીને ઉદ્દેશીને છે. શાસ્ત્રકાર પરમર્ષિ સાધુસાધ્વીની ચિંતા સૌથી પહેલાં કરે છે. કારણ કે જેઓ નિકટભવી હોય, જલદી મોક્ષે જવા તૈયાર થયા હોય તેમની જ ચિંતા પહેલાં કરવી પડે, જેને ઉતાવળ હોય તેનું કામ પહેલાં કરવું પડે ! જેને મોક્ષે જવું હોય તેને સાધુ થયા વિના ન ચાલે. માટે સાધુસાધ્વીને આશ્રયીને ગ્રંથની રચના કરાય છે. આ સૂત્રનું નામ ઉત્તરાધ્યયન કેમ પાડ્યું છે તે માટે અહીં જણાવ્યું છે કે પહેલાંના કાળમાં સાધુસાધ્વીને આચારાંગસૂત્રનું અધ્યયન કરાવ્યા બાદ આ સૂત્રનું અધ્યયન કરાવાતું હતું. તેથી ઉત્તર અવસ્થામાં અથ૬ પાછળથી જેનું અધ્યયન કરાય છે તે આ સૂત્રને ઉત્તરાધ્યયન કહેવાય છે. વર્તમાનમાં પણ શ્રી દશવૈકાલિક સૂત્રના અધ્યયન બાદ જ આનું અધ્યયન કરાવાતું હોવાથી તેનું ઉત્તરાધ્યયન નામ યથાર્થ છે. સામાન્યથી અઢારસો ગાથા પ્રમાણ આ ગ્રંથ છે. તેના પર અનેક ટીકાઓ પણ રચાઇ છે. આપણે તો માંડ એકાદ-બે અધ્યયનનું વાંચન કરીએ તો ઘણું.
આ સૂત્રમાં સૌથી પહેલું વિનય અધ્યયન છે. વિનય એ જૈન શાસનનું મૂળ છે. સામાન્યથી લોકમાં પણ જેઓ ગર્વ, માન, અક્કડતા રાખે તેઓ આગળ વધી શકતા નથી, વિનય રાખે તેઓ જ આગળ વધી શકે છે. આ સંસારમાં ભગવાનના શાસન કરતાં ચઢિયાતું એકે શાસન
શ્રી ઉત્તરાયનું સૂત્ર