SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ આચરણનું અનુકરણ કરવા દ્વારા તેઓશ્રીની પંક્તિમાં બેસવાનું સદ્ભાગ્ય આપણને પ્રાપ્ત થતું હોય તો તે આપણે ગુમાવવું નથી. मणोगयं वक्तगयं जाणित्तायरियस्स उ । तं परिगिज्झ वायाए कम्मुणा उववायए ॥१-४३।। આપણે જોઇ ગયા કે મહાપુરુષોની પંક્તિમાં જે બેસે તેઓ ગર્ભાપાત્ર બનતા નથી ઉપરથી મહાપુરુષોની જેમ જ પૂજાપાત્ર બને છે. આજે તમને કે અમને કાંઇક નવું કરી બતાવવાની ઇચ્છા છે ને ? આના કારણે જ આપણે માર્ગથી પાછા પડીએ છીએ, ખસી જઇએ છીએ. શાસ્ત્રકારોએ અહીં વ્યવહારની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે જે વિશેષ કરીને પાપને દૂર કરે છે (વિશેષેT પાપમવતિ રૂત્તિ વ્યવહાર: ) તેને વ્યવહાર કહેવાય છે. આપણી દૃષ્ટિએ તો જેમાં પાપ કરવાની છૂટ મળે તેને વ્યવહાર કહીએ ને ? પાપને દૂર કરવાની વાત નિશ્ચયમાં જાય અને પાપ કરવાની છૂટ આપવાની વાત વ્યવહારમાં આવે-એવી જ આપણી માન્યતા છે ને ? શાસ્ત્ર કારો કહે છે કે જે પાપને દૂર કરી આપે તે જ વ્યવહાર છે. ધર્મકરણીમાં છૂટછાટ આપવાનું કામ વ્યવહાર કરે છે - આ ખોટી માન્યતા છે. ક્ષમાધર્મ વગેરેનું આચરણ એ પાપને દૂર કરનારું હોવાથી તે વ્યવહાર આચરવાયોગ્ય છે. આવા વ્યવહારને આચરનારો પૂજાપાત્ર બને એમાં નવાઇ નથી ને ? હવે શિષ્ય ગુરુ ઉપર ગુસ્સો તો ન કરે, ક્ષમાને ધારણ કરે - એ જણાવ્યા બાદ આચાર્યની ઇચ્છાને અનુસાર પ્રવૃત્તિ કરવી તે જણાવે છે. આચાર્યભગવંતના મનમાં શું રહેલું છે તે જાણીને તેને અનુકૂળ થઇને વર્તન કરવાનું છે. જે પોતાના મનની વાતને અનુસાર પ્રવૃત્તિ કરે તે અવિનીત છે. આચાર્યભગવંતના મનની વાતને જાણીને તેને અનુસાર પ્રવૃત્તિ કરવી એ વિનયનું આચરણ છે. આચાર્યભગવંતના મનમાં શું છે તે કળી લેવું છે. એ શું કહેવા માંગે તે સમજી લેવું કે પછી જ પ્રવૃત્તિ કરવી છે. આ તો વિચારે કે “આપણું પણ મન છે, બધું એમના કીધે ૨૦૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર જ કરવાનું - એવું ક્યાંથી બને ? આચાર્યભગવંત તો કીધા કરે - આપણે સાંભળી લેવાનું - કરતા હોઇએ તે કરવાનું ! સ0 ગુલામી લાગે ને ? ગુલામી છે તો ખરી, પણ એક વાર મોક્ષે જવાનું મન થઇ જાય તો એ ગુલામી ગુલામી નહિ લાગે. આચાર્યભગવંતના મનના અને વચનના અભિપ્રાયને જાણીને પ્રવૃત્તિ કરવી છે. ‘મારી ગેરસમજ થઇ” એવું બોલવાનો વખત ન આવે તે રીતે પ્રવૃત્તિ કરવી છે. આપણને સમજ પડતી નથી એવું નથી, આપણે સમજવું નથી : એ હકીકત છે. આપણે અણસમજુ નથી, દાંડ છીએ. જેને સમજ ન પડે તેને અણસમજુ કહેવાય અને સમજ્યા પછી પણ જેને કરવું નથી તેને દાંડ કહેવાય. દંડ જેમ વળે નહિ તેમ જે પોતાની ઇચ્છાથી એવો અક્કડ થઇ ગયો હોય કે વળે નહિ તેને દાંડ કહેવાય. વિનીત શિષ્ય તો તપાવેલા સોનાની જેમ વાળીએ તેમ વળે એવો હોય. ગુરુ શું કહેવા માંગે છે એ સમજવા માટે પ્રયત્ન કરવો છે અને તે રીતે સમજાયા પછી વચનથી તેમની આજ્ઞાને સ્વીકારીને કર્મ-ક્રિયા વડે તે આજ્ઞાને પાળીને બતાવે. આ તો હાજી કહે; પણ તરત ન કરે, બેસી રહે, પછી મોડું થાય ભૂલી જાય - એવું ય બને. આ વિનય નથી. ગુરુભગવંત આજ્ઞા કરે તો ‘હમણાં જ કરું કે પછી કરીશ તો ચાલશે ?’ એવું પૂછવું એ અવિનીતનું લક્ષણ છે. વચનથી તહત્તિ કરવી અને કાયાથી કામ કરી આપવું. वित्ते अचोइए निच्चं खिप्पं हवइ सुचोइए । जहोवइ8 सुकयं किच्चाणं कुव्वइ सया ॥१-४४॥ વિત્ત એટલે વિદ્વાન. જે જ્ઞાની છે, વિદ્વાન છે તે કાયમ માટે ચોદનાપ્રેરણા કર્યા વિના પણ ગુરુનું કામ કરે. જે પોતે જાતે કામ કરતો હોય તેને જો ચોદના કરવામાં આવે ત્યારે તો તે વિદ્વાન જલદીથી કામ કરવા તૈયાર થાય. ‘અમે કરીએ જ છીએ તમારે કહેવાનું શું કામ છે'... આવું બધું બોલબોલ ન કરવું. તેમ જ ગુરુએ જે રીતે કરવાનું કહ્યું હોય તે રીતે કાર્યો કરવાં, તો જ ગુરુનો ઉપદેશ સારી રીતે ઝીલ્યો કહેવાય. એ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦૯
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy