SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સાત પ્રકારનાં દુ:ખોને વેઠનારા સાધુભગવંતને કોઇ વાર અવિરતિની ઇચ્છા થઇ જાય અને સ્ત્રીના પરિભોગની ઇચ્છા જાગે તો તેવા વખતે અનુકૂળ પરીષહ કઇ રીતે વેઠવો તે હવે સ્ત્રીપરીષહમાં જણાવે છે. શાસ્ત્રકારો સૌથી પહેલાં જણાવે છે કે “સંતો પણ મસા ' આ સ્ત્રીનો પરિભોગ એ આ લોકમાં સંગનું - કર્મના સંબંધનું અર્થાતુ કર્મબંધનું કારણ છે. આ વસ્તુ આપણને માન્ય છે ? સ્ત્રીનો સંગ એ સાક્ષાત્ કર્મના સંગનું કારણ છે - એ લગભગ આપણે માનતા નથી ને ? ઉત્તરાધ્યયનસૂત્રની આ ગાથામાં સ્ત્રીનો પરિચય ખૂબ માર્મિક રીતે આપ્યો છે. ગમે તેટલાં સુખનાં સાધનોની વચ્ચે પણ સાપ પડ્યો હોય તો આપણે ત્યાં જઇએ ખરા ? આપણને દુ:ખનો જેટલો ભય છે તેના કરતાં કંઇકગણો ભય ધર્માત્માને કર્મનો છે. સાધુભગવંત સતત, કર્મ ક્યાંય પણ લાગી ન જાય તેની ચિંતામાં વ્યસ્ત હોય. કર્મબંધના કારણભૂત બીજી યે ઇન્દ્રિયની આસક્તિ વગેરે હોવા છતાં અહીં સ્ત્રીની વાત કરી છે તેનું કારણ એક જ છે કે સ્ત્રીનો સંગ અત્યંત આસક્તિના કારણે કર્મબંધને કરાવે છે. જેને આટલું સમજાઇ જાય : તેનું સાધુપણું સુકૃત છે અર્થાત્ સારી રીતે કરાયેલું છે. ચારે ગતિના જીવોને મૈથુનસંજ્ઞા હોય છે છતાં પણ અહીં નીવા ના બદલે મસાઇ લખ્યું છે તેનું કારણ એ છે કે મનુષ્યોને આ સ્ત્રીનો સંગ નડે છે. બાકીની ગતિમાં મોક્ષની સાધના જ શક્ય નથી, મનુષ્યપણામાં જ મોક્ષની સાધના થઇ શકે છે. જેઓ મોક્ષની સાધના કરવા માટે નીકળ્યા હોય તેના માટે સૌથી મોટું વિદનું આ સ્ત્રી છે. આજે સાધુપણામાં આવી ન શકતા હોય કે સાધુપણામાં આવેલા સાધુપણું પાળી શકતા ન હોય તો તે આ સ્ત્રીને ઓળખી ન શકવાના કારણે જ. આ સંસારમાં મોટામાં મોટું વિદન જ આ છે કે સ્ત્રીને ઓળખી શક્યા નથી. “સંસારને ઓળખવો’ એનો અર્થ જ આ છે કે “સ્ત્રીને ઓળખી લેવી.' સ્ત્રીનો સંગ કર્મબંધનું કારણ છે – આવું જે દિવસે સમજાય તે દિવસે સંસારનો ત્યાગ કરવાનું સહેલું છે. સાધુપણામાં જે સ્ત્રીનો સંગ નડે છે તેને તમે ચોવીસે ય કલાકે સાથે રાખીને ફરો તો તમારી શી દશા થાય ? જેની સામે નજર કરવાની પણ ના પાડી છે, તેને ચોવીસ કલાક હૈયામાં રાખીને ફરો છો ને ? આવાને સાધુપણું દુર્લભ છે. આથી જ આગળની ગાથામાં જણાવે છે કે જેને સ્ત્રી કર્મબંધના કારણભૂત છે – એવું સમજાય તેને માર્ગમાં ગમન કરતી વખતે કાદવસમાન સ્ત્રી લાગે. ઇષ્ટસ્થાને જવા માટે નીકળેલાને જો રસ્તામાં કાદવ આવી જાય તો તે માર્ગેથી ચાલીને ઈષ્ટ સ્થાને પહોંચી ન શકે ઉપરથી લપસી જાય, તે રીતે મોક્ષમાર્ગમાં ચાલનારા માટે સ્ત્રીઓ કાદવ-સમાન છે. કારણ કે તેના કારણે મોક્ષમાર્ગમાં ગોથું ખાઈ જવાય છે. કાદવ ગમે તેટલો મુલાયમ લાગે, ઠંડક આપનારો લાગે છતાં તેના કારણે પડી જવાય છે, કપડાં બગડે છે, આપણને લાગે છે, તેથી આપણે કાદવમાર્ગે ચાલવાનું પસંદ નથી કરતા. તે જ રીતે અહીં પણ સ્ત્રીનો પરિચય સામેથી તો કરવો જ નથી. કદાચ સ્ત્રી સામેથી આવે તો પણ તેના કારણે આપણો નાશ થાય એવું નથી કરવું. સ્ત્રીના કારણે આપણો આત્મા હણાય નહિ – એ રીતે સ્ત્રીથી અળગા રહેવું છે, તેને હૈયામાં રાખવી નથી. આ રીતે સ્ત્રીને હૈયામાં ન રાખે, કાઢી નાંખે તે જ પોતાના આત્માની ગવેષણા કરી શકે. તેથી સ્ત્રીના સ્વરૂપને જાણીને સાધુભગવંતે પોતાના આત્માની રક્ષા માટે પ્રયત્નશીલ બની રહેવું. આ સ્ત્રીપરીષહ ઉપર સ્થૂલભદ્રમહારાજાનું દૃષ્ટાંત આપ્યું છે – જે અત્યંત પ્રસિદ્ધ છે. નંદરાજાનો શકડાલમંત્રી સમ્યક્ત્વને ધારણ કરનારો હતો. નંદરાજાની સભામાં ધનના અર્થી એવા વરરુચિ નામના બ્રાહ્મણે પોતાનું કાવ્ય બનાવી એક વાર રજૂ કર્યું, પરંતુ મંત્રી સમકિતી હોવાથી મિથ્યાત્વી એવા બ્રાહ્મણની પ્રશંસા કરતો નથી અને મંત્રીશ્વર પ્રશંસા કરતા નથી તેથી રાજા પણ દાન આપતો નથી. આથી બ્રાહ્મણે શકપાલમંત્રીના પત્ની લક્ષ્મીદેવીને જઈને કહ્યું કે મંત્રીશ્વર પ્રશંસા કરે તો રાજા દાન આપે તેથી તમારા પતિને મારી પ્રશંસા કરવાનું જણાવો. લક્ષ્મીદેવીએ મંત્રીશ્વરને કહ્યું ત્યારે મંત્રીએ ‘મિથ્યાત્વીની પ્રશંસા ન કરાય’ એમ જણાવ્યું. આમ છતાં લક્ષ્મીદેવીએ કહ્યું કે આ ધનનો અર્થી છે એટલા પૂરતા એના કાવ્યને સારું જણાવવામાં કોઇ બાધ નહિ આવે. આ રીતે તેના આગ્રહથી મંત્રીશ્વરે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૭૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy