________________
સ0 આપના ઉપદેશથી કાર્ય થાય છે.
સાચું કહો છો ? અમારો ઉપદેશ હોય કે મૂળમાંથી આયોજન અમારું જ હોય ? તમારી પૈસા ભેગા કરવાની તેવડ નથી ને ? સાધુ પૈસા ભેગા કરી આપે એટલે પોતાના નામનો આગ્રહ રાખે અને તમને પણ પૈસાની ગરજ હોવાથી તેમના ઉપદેશથી નામ લખાવવા તૈયાર થઇ જાઓ. તમારું ય નામ ગાજતું થાય અને અમારું ય નામ ગાજતું થાય ! આ જ હાલત છે ને ? તમે પૂજા વગેરેના ચઢાવા લો ત્યારે અમારા સદુપદેશથી લીધો છે એવું નથી બોલતા ને ? તો અહીં શા માટે લખવું પડે ? સાધુ દાનધર્મનો ઉપદેશ આપે, કર્તવ્યનો ઉપદેશ આપે, એનાથી આગળ ન વધે. આજે તો તમે ચઢાવા પણ કેવા બોલો ? ભાગીદારીમાં ! સામી પાર્ટીમાં એક જ માણસ દસ લાખ બોલે અને તમે પાંચ ભેગા થઇને પંદર બોલો તો પેલાને અન્યાય થાય ને ? પેલો એકલો દસ લાખ ખરચવા તૈયાર હતો છતાં તમે ત્રણ લાખમાં ચઢાવો લઇ લીધો આ અન્યાય નહિ ? આ બધું શરૂ કરાવનાર પણ સાધુ છે, કારણ કે એમને રેકોર્ડ બ્રેક કરવા છે ! આ બધું ખોટું ચાલ્યું છે. તમે એટલું શીખી જાઓ કે ભાગીદારીમાં એકે કામ કરવું નથી. ધંધો પણ નહિ અને ધર્મ પણ નહિ, બધા ભાઇઓ ભેગા હોય તોપણ આપણી વ્યક્તિગત આવકમાંથી જ ધર્મ કરવો છે. આપણો ધર્મ જ કેટલો ? એમાં પણ કોઇ ભાગ પડાવે તો આપણી પાસે બચે શું ? આપણે આપણી ધનની મૂચ્છ ઉતારવી છે, બીજાની નહિ.
ભગવાનના શાસનનું સૌથી શ્રેષ્ઠ તત્ત્વ સાધુપણું છે. આ સાધુભગવંતનું સ્વરૂપ માત્ર બે કે ત્રણ વિશેષણોથી અહીં સુંદર રીતે જણાવ્યું છે. સાધુભગવંતો સંયોગોથી મુકાયેલા હોય છે, અણગાર હોય છે અને ભિક્ષુ હોય છે. આવા સાધુભગવંતો સમસ્ત ગુણોનું ભાજન બનવાને યોગ્ય છે. પોતાના પેટ માટે પણ પાપ ન કરે, પોતાની આરાધના નિરાબાધપણે ચાલે તે માટે પણ અપવાદ ન સેવે. ગૃહસ્થ આવા સુંદર પ્રકારના સાધુતત્ત્વને માટે પોતાને પુણ્યથી મળેલી સામગ્રી વાપરવા માટે તત્પર હોય છે તેના કારણે સાધુભગવંતો નિર્દોષ ચર્યાનું પાલન કરી શકે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
છે. સાધુ અપેક્ષા રાખે નહિ, ગૃહસ્થ લાભ લીધા વિના રહે નહિ. સાધુ માટે બનાવવું નથી પણ આપણી પાસે છે તો તેનો લાભ લીધા વિના નથી રહેવું. આપવા માટે બનાવવાનું નથી પણ હશે તો લાભ મળશે - આ ભાવ તો રાખે ને ? એક બહેનને ત્યાં અમે વહોરવા જતા. ત્યારે કોઇ વસ્તુની ના પાડીએ તો તે બહેન કહેતાં કે – ‘સાહેબ લઇ જાઓ ને ! આપ ગ્રહણ કરશો તો અમૃત થશે, મારે ત્યાં તો ગટરમાં જ જવાનું છે...” આવા ભાવથી શ્રાવક લાભ લે તો નિર્જરા થયા વિના ન રહે. સાધુભગવંતો પોતાના માટે પણ પાપ ન કરે તો બીજા માટે પાપ શા માટે કરે ? સાધુને વહોરાવવામાં લાભ છે પણ કયા સાધુને ? તમે ઇચ્છુકાર બોલો છો ને ? એમાં પાંચ પ્રશ્નો પૂછવામાં આવે છે. આ બધાના ઉત્તર અનુકૂળ આપે તેને ભાત પાણીનો લાભ આપવાની વિનંતિ કરવાની. સ0 પ્રતિક્રમણમાં ‘ભાત...’ બોલવાનું ?
બોલવાનું. પાઠ અખંડિત રાખવાનો છે માટે. ઇચ્છકાર પણ સવારના પ્રતિક્રમણમાં બોલવાનું છે, સાંજે તો પ્રતિક્રમણ લીધા પહેલાં વંદન કરવાનું છે. આજે પ્રતિક્રમણનો સમય મોડો થઈ ગયો. માટે વંદનક્રિયા યોગ્યકાળ થતી નથી. સામાયિક લઇને વંદન ન કરાય. માત્ર વ્યાખ્યાન કે વાચના માટે વંદન કરાય, તે સિવાય ન કરાય. આજે તમારે તકલીફ એ છે કે માથે સત્તર ગુરુ છે. અમે એક વસ્તુની ના પાડીએ તો બીજા અમારી સ્પર્ધા કરનારા, હા પાડવાવાળા બેઠા જ છે. એક ગુરુને માથે રાખો તો ઠેકાણું પડે. વારંવાર ડૉક્ટર કે વૈદ્ય બદલ્યા કરો તો સાજા થાઓ ખરા ? સ) લાગુ ન પડે તો વૈદ્ય બદલવો પડે ને ?
લાગુ ન પડે તો બદલવાની છૂટ, પણ દવા વિધિસર લેવી પડે અને થોડી ધીરજ રાખવી પડે, પછી દવા લાગુ પડે. કહેવાય છે કે રોગ આવે હાથીવેગે અને જાય કીડીવેગે. સનકુમાર ચક્રવર્તી નહાવા ગયા તે પહેલાં એકે રોગ ન હતો, નાહીને બહાર આવ્યા ત્યારે એક સાથે સોળ રોગ ઉત્પન્ન થઇ ગયા અને એ રોગ સાતસો વરસ પછી ગયા. એમના કરતાં તો આપણું
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર