________________
માટે વનસ્પતિનો ત્યાગ કરવો છે. કોઇ પૂછે - કેમ ? તો કહેવું કે વનસ્પતિમાં સ્વાદ આવે છે, એની અનુમોદના કરીને વનસ્પતિમાં જવું નથી માટે ત્યાગ કર્યો છે. સ0 મગ વગેરે કઠોળમાં પણ જીવ છે જ ને ?
વનસ્પતિમાં હિંસા થાય છે માટે ત્યાગની વાત નથી કરી, રાગ થાય છે માટે ત્યાગની વાત કરી છે. કઠોળમાં પણ હિંસા છે અને વનસ્પતિમાં પણ હિંસા છે છતાં સ્વાદ ક્યાં આવે છે ? વનસ્પતિમાં જ ને ? તેથી તેના સ્વાદના કારણે જે રાગનું પાપ બંધાય છે તેનાથી બચવા માટે ત્યાગની વાત કરી છે. હિંસામાત્રથી પાપ નથી બંધાતું, તેમાં જે રાગદ્વેષ ભળે છે તેનાથી પાપ બંધાય છે. આથી જ તો શ્રી વંદિત્તાસૂત્રમાં વારંવાર રાજેન વા રોસે વા' પદથી આલોચના કરી છે. જો વિરાધનાથી પાપબંધ થતો હોત તો તંદુલિયો મત્સ્ય સાતમી નરકે ન જાત. કારણ કે તે તો એવા ઠેકાણે રહેલો છે કે ત્યાં અપ્લાયની વિરાધના પણ નથી થતી. છતાં તે સાતમી નરકે જાય છે તે રાગના પ્રભાવે જાય છે. જ્યારે આપણે આજ્ઞા મુજબના અનુષ્ઠાનમાં વાયુકાયાદિની વિરાધના થતી હોવા છતાં દેવલોકમાં કે આગળ વધીને મોક્ષમાં જઇ શકતા હોઇએ તો તે રાગના અભાવે જઇએ છીએ.
આપણે જોઇ ગયા કે ચંડરૂદ્રાચાર્યે પેલા યુવાનનો લોચ કર્યો ત્યારે બીજા બધા મિત્રો ભાગી ગયા, પણ એક મિત્ર ત્યાં ઊભો હતો તે કહે છે કે તું હવે અહીંથી ભાગી જા. ત્યારે પેલો નૂતન દીક્ષિત કહે છે કે ભલે મશ્કરીમાં પણ મેં વ્રત સ્વીકાર્યું છે, છતાં મારા વચનથી જ સ્વીકાર્યું છે તો તે અન્યથા કરવું યોગ્ય નથી. પ્રમાદના કારણે પણ કરેલી ઉત્તમ વાત પથ્થરમાં પડેલી રેખાની જેમ અન્યથા કરવા યોગ્ય નથી. આ નીતિ દરેક ઠેકાણે અપનાવવાયોગ્ય છે. બોલેલું વચન ફેરવી તોળવું – એ સારા માણસનું લક્ષણ નથી. આપણને જે કાંઇ નુકસાન થાય છે - તે આપણા પાપના ઉદયે થાય છે, કોઇ વ્યક્તિની ભૂલના કારણે નહિ : એટલું યાદ રાખવું. અહીં આ શિષ્ય વિચારે છે કે - અનાયાસે પણ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ચિંતામણિરત્ન મળી જાય તો કોણ તેનો ત્યાગ કરે ? ચિંતામણિરત્નજેવા આ વ્રતને હું પ્રાણાંતે પણ નહિ છોડું. સ0 આજની યુવાપેઢીમાં આટલું સત્ત્વ તો ન મળે.
શું વાત કરો છો ? સત્ત્વ તો પૂરેપૂરું છે, માત્ર અહીં ફોરવવું નથી. બાકી પોતે પસંદ કરેલ પાત્ર માટે પ્રાણત્યાગ કરવા પણ કરવા તૈયાર થઇ જાય ને ? ‘પરણીશ તો આને જ, નહિ તો પરણ્યા વિના રહીશ, આત્મહત્યા કરીશ...' આ સત્ત્વ ઓછું છે ? જેને જે જોઇએ છે તેને મેળવવાની અક્કલ તો ગમે ત્યાંથી તે શોધી લાવે છે. અક્કલ ભણવાથી મળતી નથી, ગરજમાંથી અક્કલ આવે છે. ગણિતમાં નાપાસ થનારા પણ કરોડોની કમાણી કરે છે – આ અક્કલ કોણે આપી ? પૈસાની ગરજે જ ને ? ગમે તેટલા કડક સ્વભાવવાળા પોતાની સ્ત્રી આગળ નરમ થઇ જાય ને ? ભોગસુખની ગરજ ભોગસુખના ગુલામ બનાવે જ. આ ગુલામીના યોગે જયાં કડક થવાની જરૂર છે ત્યાં નરમાશથી કામ લેવાય છે અને જ્યાં વિનયથી વર્તવાનું છે ત્યાં ઉદ્ધતાઇ આવે છે. આ શિષ્ય તો વ્રતમાં સ્થિર થયો તેથી પેલો મિત્ર પણ આંસુભર્યા નયને ત્યાંથી નીકળી ગયો. તેને પણ મિત્રે દીક્ષા લીધાનું દુઃખ ન હતું, મશ્કરીના યોગે પોતાનો મિત્ર ગુમાવ્યાનું દુઃખ હતું. આ બાજુ નૂતન સાધુ ગુરુને કહે છે કે મારા બંધુ વગેરે અહીં મને શોધતા આવશે તો પરાણે મારા વ્રતનો ભંગ કરાવશે. તેથી આપણે અહીંથી વિહાર કરી જઇએ, આપણે બધા વિહાર કરીશું તો બધા જાણી જશે, માટે માત્ર આપણે બે જ નીકળી જવું છે. ગુરુએ તેને રસ્તો જો ઇ આવવા કહ્યું અને રાત્રિના સમયે બંન્ને ચાલી નીકળ્યા. શિષ્ય પણ આજ્ઞાંકિત છે - એટલે ગુરુને પૂછતો નથી કે ‘રાત્રે વિહાર કરાય ?આપણે હોત તો ગુરુને સલાહ આપતે ને ? આ બાજુ રાત્રિનો ઘોર અંધકાર છવાયો હતો. ગુરુના કહેવાથી શિષ્ય ગુરુની આગળ ચાલતો હતો. બાકી તો શિષ્ય ગુરૂની પાછળ તીરછા ચાલવું જો ઇએ. રાત્રિના અંધકારમાં ખાડાટેકરા, કાંટાકાંકરા વગેરે લાગવાથી ગુરુનો ગુસ્સાનો સ્વભાવ પાછો જાગૃત થયો. ક્રોધે ભરાયેલા ગુરુએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર