SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. જેની ચોક્કસ ખબર હોય તે જ બોલવું. જેમાં શંકા હોય તે વિષયમાં બોલવું જ નહિ, કદાચ બોલતાં બોલતાં શંકા પડે તોપણ એ વિષય અટકાવી દેવો. કોઇ પૂછે કે આ વિષય કેમ અધૂરો મૂક્યો તો કહેવું કે મને એમાં શંકા છે, શાસ્ત્રમાં જોઇને અથવા ગુરુને પૂછીને કહીશ. સમ્યગ્દર્શન પામ્યા પછી પણ નહિ જેવાં નિમિત્તોમાં હારી જવાનું બને છે, તેથી જ શ્રદ્ધાને દુર્લભ કહી છે. દુનિયામાં શું ચાલે છે તે જણાવવા માટે શાસ્ત્રો નથી. દુનિયાએ શું કરવું જોઇએ તે જણાવવા માટે શાસ્ત્રોની રચના છે. લોકોની સાથે તાલ મેળવવા જઇશું તો આપણે આપણો તાલ ચૂકી જઇશું. આપણે શાસ્ત્ર સાથે તાલ મળે એવું કરવું છે. તબલાના તાલ પ્રમાણે સંગીત ચાલે ? કે સંગીત પ્રમાણે તબલાનો તાલ બદલવો પડે ? આજે અમારી વિચિત્ર દશા છે. અમારે તબલાના તાલ પ્રમાણે ગાવાનો વખત આવ્યો છે. એના બદલે એ તાલ છોડીને એકલા સંગીતથી ચલાવવું સારું ને ? લોકનો તાલ તબલાજેવો છે. શાસ્ત્રકારો સંગીતકાર જેવા છે. આપણે શાસ્ત્ર સાથે કામ છે. એની સાથે લોકનો તાલ બેસે તો સારી વાત છે, નહિ તો કોઇ ચિંતા નથી કરવી. સ0 અર્થ કરવાની રીતમાં ફરક પડે ને ? એક શબ્દના સામાન્યથી અનેક અર્થ થાય પણે શાસ્ત્રમાં જે વિધાનો આપ્યાં છે તેના શબ્દનો અર્થ એક જ હોય અને તે વક્તાના આશયને અનુરૂપ જ હોય. વક્તા જયારે શબ્દનો પ્રયોગ કરે ત્યારે કોઇ એક વિશેષ અર્થને સમજાવવા માટે જ કરે, અનેક અર્થોને સમજાવવા નહિ. આથી જ અમારે ત્યાં જાય છે કે સંકુરિત: શત્ર: સવ અર્થ નથતિા. એક વાર ઉચ્ચારેલો શબ્દ એક જ અર્થને જણાવવા સમર્થ હોય છે. ભગવાન ને સાથ બોલે ત્યારે સંગ્રહનયની અપેક્ષાએ આત્મા એક છે - એવો અર્થ થાય અને તેને માથા બોલે ત્યારે નૈગમ અને વ્યવહારનયથી આત્મા અનેક છે એવો અર્થ થાય. એકી સાથે બે અર્થ ન થાય, અને માથા માં આત્માનો અર્થ અનેક ન થાય. ‘હરિ’નો અર્થ ‘વાંદરો” પણ થાય, ‘સિહ” પણ થાય, ‘કૃષ્ણ” પણ થાય. પણ જ્યારે વાસુદેવ માટે “હરિ' ૪૨૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર શબ્દ વાપર્યો હોય ત્યારે તેનો અર્થ ‘વાંદરો’ ન થાય. શાસ્ત્ર જોયા પછી લોકોને જોવા ન બેસવું. ‘અત્યારે આવું કેમ ચાલે છે ?' એમ ન પૂછવું. શું ચાલવું જોઇએ ?' એ વિચારીને, સમજીને ચાલવા માંડવું. માત્ર દુઃખો વેઠવાં એ પરીષહ નથી, ભગવાનની આજ્ઞા મુજબ સુખનો ત્યાગ કરીને દુ:ખ ભોગવવા માટે તૈયાર થવું તે પરીષહ છે. બાકી નરકના જીવો તો અનંતું દુઃખ ભોગવે છે છતાં પણ તેમણે પરીષહ વેચા - એવું શાસ્ત્રકારોએ કહ્યું નથી. પરીષહો તો પાપના ઉદયથી નહિ, વસ્તુતઃ પુણ્યના ઉદયથી આવે છે. કારણ કે આ પરીષહ ભોગવવાનું કામ સાધુપણામાં જ થઇ શકે. શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુપણામાં જે કાંઇ પરીષહ આવે છે તે પુણ્યાનુબંધી પાપના ઉદયથી આવે છે અને પુણ્યાનુબંધી પાપ એ નિશ્ચયથી પુણ્યસ્વરૂપ છે. પરીષહ ભોગવવાનો વખત આવે તે મહાપુણ્યોદય છે ને ? પરીષહો આવે તો સારું કે ન આવે તો સારું ? માત્ર દુઃખ વેઠવાથી પરીષહ ન જિતાય. મળેલાં સુખોનો ત્યાગ કરીને દુ:ખ સહર્ષ ભોગવવા તૈયાર થઇએ તો પરીષહ જીતી શકાય અને આવા પરીષહ વેઠવાનું કામ એક માત્ર મનુષ્યપણામાં જ શક્ય છે. તેથી જ આ મનુષ્યજન્મની કિંમત આંકી છે. આ મનુષ્યપણું દુર્લભ છે. તે પરીષહો વેઠવાના અવસરને લઇને જ છે. આ મનુષ્યપણાની સાથે ધર્મનું શ્રવણ દુર્લભ છે. આપણને આ બે દુર્લભ અંગ તો મળી ગયા, હવે જે તકલીફ છે તે શ્રદ્ધાની છે. વરસોથી જિનવાણીનું શ્રવણ કરવા છતાં ભગવાનના વચન ઉપર શ્રદ્ધા નથી ને? ભગવાને સુખને છોડવાનું કહ્યું ને ? દુ:ખ ભોગવવાનું કહ્યું ને ? સુખ ભોગવવા જેવું નથી અને દુ:ખ ભોગવવાજેવું છે : એવું માનવું એ જ સમ્યગ્દર્શન છે. ગૃહસ્થપણામાં સુખ ભોગવવાની અનુકૂળતા ઘણી છે જ્યારે સાધુપણામાં દુ:ખ ભોગવવાની અનુકૂળતા ઘણી છે. માટે સાધુ થવાનું મન હોય તેનું નામ સમ્યગ્દર્શન. સાધુપણામાં આવ્યા પછી પણ પરીષહ ભોગવવાની જરૂર છે, તો જ સમ્યકત્વ ટકી શકે, બાકી સાધુપણામાં પણ જેટલી અનુકૂળતા ભોગવાય એટલી ભોગવી લેવી : એ સમ્યગ્દર્શન નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy