________________
પ્રાપ્તિ થાય છે. આચાર્યભગવંતની પાસે અનુકૂળતા ભોગવવા માટે નથી રહેવાનું, અનુકૂળતા છોડવા અને જ્ઞાન મેળવવા માટે રહેવાનું.
अणुसासिओ न कुप्पिज्जा खन्तिं सेविज्ज पंडिए । खुडेहिं सह संसग्गिं हासं कीडं च वज्जए ॥१-९॥
આ વિનય-અધ્યયનમાં પ્રસંગથી અવિનીતનું નિરૂપણ કર્યા પછી પાછું વિનીતનું સ્વરૂપ જણાવવાનું શરૂ કર્યું છે. આ સંસારથી તરવાનું સૌથી ચઢિયાતું કોઇ સાધન હોય તો તે ગુરુભગવંતની પુણ્યકૃપા છે. આ પુણ્યકુપા વિનય વિના પ્રાપ્ત થતી નથી. ગુરુભગવંત પાસે શેના માટે રહેવાનું છે તે પણ પૂર્વની ગાથાથી જણાવ્યું છે. ગુરુ પાસે ગુરુનું પુણ્ય ભોગવવા નથી રહેવાનું, ગુરુનું જ્ઞાન મેળવવા માટે રહેવું છે. સમુદાયમાં અનુકૂળતા આપવા માટે રહેવાનું છે. અનુકૂળતા લેવા માટે નહિ. જેની પાસે આપણે રહીએ છીએ તેને અનુકૂળતા આપવા માટે રહીએ કે તેની પાસેથી અનુકૂળતા મેળવવા રહીએ છીએ ? જેઓ ગુરુ પાસે જ્ઞાન મેળવવા રહ્યા હોય તેઓ ગુરુને તેમ જ ગુરુના કુળવાસને અનુકૂળતા આપ્યા વગર ન રહે. બુદ્ધપુત્ર તરીકે વિનયી શિષ્યને નવાજયો છે. પુત્ર પિતા સાથે રહે તે પિતાનો પૈસો લેવા માટે રહે કે પિતાના સંસ્કાર લેવા માટે રહે ? તેમ અમારે ત્યાં પણ આચાર્યભગવંતનું જ્ઞાન લેવા માટે રહેવાનું છે, ગુરુનું પુણ્ય ભોગવવા કે ગુરુનો વારસો લેવા માટે નહિ, આજે તમને જેમ નિયમ નથી કે બાપનો પૈસો ન લેવો, તેમ અમારે ત્યાં પણ નિયમ નથી કે ગુરુનું પુણ્ય ન ભોગવવું. ગુરુ સાથે રહીએ તો વિહારાદિમાં પણ ખાવાપીવાની કે ઊતરવાની ચિંતા નહિ - આવા આશયથી નથી રહેવાનું. આજે ગુરુકુળવાસમાં રહેનારાની પણ મનોવૃત્તિ કેવી છે એ વિચારવું છે. એમાં ય આપણે આપણી પોતાની વાત કરવી છે, બીજાની નહિ. આપણી મનોવૃત્તિને આપણે તપાસીને આપણે જાતે જ સુધારવી પડશે. આપણને પોતાને જ્ઞાનનું અર્થીપણું નથી – આ જ તો મોટી ખામી છે. એક વાર જ્ઞાનનું અર્થીપણું જાગે તો જ્ઞાની પુરુષોની કિંમત સમજાયા વિના ન રહે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
આ જ્ઞાન ગુરુ વિના નહિ જ મળે. તમે પણ કહો છો ને ? ગુરુ વિણ ઘોર અંધાર, ગુરુ પાસેથી જ જ્ઞાન મળે છે અને તે પણ વિનયથી જ મળે છે. વિનય વિના વિદ્યા ન મળે. શ્રેણિક મહારાજાનું અને માતંગ(ચાંડાળ)નું કથાનક સાંભળ્યું છે ને? એક માતંગની સ્ત્રીને ગર્ભવતી હોવાથી અકાળે આંબાનો દોહદ જાગ્યો. તે માતંગ પાસે અવનામિની વિદ્યા હતી. તેનાથી શ્રેણિક મહારાજાના બગીચામાં રહેલાં છયે ઋતુનાં ફળોમાંથી કેરીના વૃક્ષને બગીચાની બહાર ઊભા ઊભા નમાવીને તેના ઉપરથી આંબાનું ફળ લઇ પત્નીનો દોહદ પૂરો કરતો. એક વાર અભયકુમારે આ ચોરને બુદ્ધિથી પકડી પાડ્યો. રાજાએ તેને કાયદા પ્રમાણે ફાંસીની સજા ફરમાવી. અભયકુમારે કહ્યું કે આપણે એની પાસેથી વિદ્યા શીખી લઇએ. શ્રેણિક મહારાજાએ એ પ્રમાણે વિદ્યા લેવાની શરૂઆત કરી. શ્રેણિકમહારાજા સિંહાસન ઉપર બેઠા હતા, માતંગ નીચે બેઠો હતો. ઘણી વાર વિદ્યા આપવા છતાં રાજાને વિદ્યા ચઢતી જ નથી. અભયકુમારે કહ્યું, રાજન ! આપ ઉપર બેઠા છો, આ નીચે બેઠો છે – એ અવિનય છે. તેનાથી વિદ્યા ન ચઢે. આપ નીચે બેસો અને માતંગને સિંહાસન ઉપર બેસાડો, તો વિદ્યા ચડશે. શ્રેણિકમહારાજાએ પણ એ પ્રમાણે કર્યું તો એક જ વારમાં વિદ્યા આવડી ગઇ. મગધના સમ્રાટ શ્રેણિક મહારાજાને પણ વિનય શિખવાડે એવા અભયકુમાર આ ભગવાનના શાસનમાં હતા. વિદ્યા લઇને શ્રેણિકમહારાજાએ માતંગને ફાંસીએ ચડાવવા કહ્યું. તરત અભયકુમારે કહ્યું કે, ‘રાજનું ! આ આપણો વિદ્યાગુરુ થયો, તેને ફાંસીએ ન ચડાવાય.' ગુરુને શિક્ષા તો ન જ કરાય, ગુરુના દોષ પણ ન બોલાય. શ્રેણિકમહારાજાએ માતંગને છોડી મૂક્યો. આ તો અમારે ત્યાં એક બાજુ ‘ગુરુ' કહે અને બીજી બાજુ ગુરુના દોષ ગાય, નિંદા કરે ! સ0 ગુરુમાં દોષ દેખાય તો બોલે !
શું વાત કરો છો ? ગુરુના દોષ દેખાય તોપણ બોલવાના ન હોય, છુપાવવાના હોય. શાસ્ત્રમાં કહ્યું છે કે ગુરુના દોષો છાવરે તેનું નામ છાત્ર. સંસ્કૃતમાં કહ્યું છે છાત ગુરુછિદ્રાન્ રૂત્તિ છત્ર: ગુરુનાં છિદ્રો જે ઢાંકે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૨