SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વેષ કરીને મરવું - આ તે કાંઇ જીવન છે ? આપણે જાતે સમજીને સુધરી જવું છે. હવે ગુરુનો બીજો વિનય જણાવતાં કહે છે કે न पक्खओ न पुरओ नेव किच्चाण पिट्ठओ । न जुंजे उरुणा उर्फ सयणे नो पडिस्सुणे ॥१-१८।। ગુરુની બાજુમાં ન બેસાય, ગુરુની આગળ સામે ન બેસાય, ગુરુની પાછળ પણ ન બેસાય તેમ જ પગ પર પગ ચઢાવીને પણ ગુરુ આગળ ન બેસાય. આવો વિનય બીજા આપણો કરે તો ગમે ને ? મારા ગુરુમહારાજ પણ કહેતા કે - તમને નોકર પ્રામાણિક જોઇએ, મહેતાજી પ્રામાણિક જોઇએ, ડ્રાઇવર પ્રામાણિક જો ઇએ, રસોઇઓ પ્રામાણિક જોઇએ, દુકાનના માણસો પ્રામાણિક જોઇએ અને શેઠ પોતે અપ્રામાણિક હોય તો ચાલે : ખરું ને ? પ્રામાણિક લોકો શોધવાને બદલે આપણે પ્રામાણિક બની જવું. આપણે પ્રામાણિક હોઇએ તો આ દુનિયામાં કોઇ અપ્રામાણિક નથી. આપણે આ સંસારમાં અવિનયનું આચરણ કરવાના કારણે કર્મ બાંધીને ભટકીએ છીએ. આથી જ આપણા સંસારના પરિભ્રમણને અટકાવવા માટે કર્મનિર્જરાના સાધન તરીકે આ વિનયનું આચરણ બતાવ્યું છે. ‘આટલી નાની નાની વાતોનું વર્ણન શા માટે કરવું ? ગુરુને આગળથી વંદન કરો કે પાછળથી કરો... શું ફરક પડવાનો હતો, ગુરુને વંદન કરે ને તેમની પાસે બેસે એટલે ઘણું...' આવું આવું ન બોલવું. કારણ કે આ બધા વિનાના નાના નાના આચારમાં ગુરુનું બહુમાન સમાયેલું છે. ગુરુના અવિનયની શરૂઆત ત્યારે થાય છે કે જ્યારે ગુરુ પ્રત્યેનું બહુમાન હૈયામાંથી નાશ પામવા માંડે. ગુરુનું બહુમાન એ જે કર્મનિર્જરાનું સાધન છે. માટે જ એ બહુમાનને વ્યક્ત કરનારા આચારોનું ઝીણવટથી વર્ણન કર્યું છે. એક પણ પાપ કરવાના સંયોગો જયાં રાખેલા નથી તેનું જ નામ સાધુપણું છે. ચોવીસે ય કલાક ગુરુનિશ્રામાં રહેવાનું અને અવિનય બિલકુલ આચરાઇ ન જાય તેની કાળજી રાખવાની : આ જ મોટું વિઘ્ન છે. આટલું જો વિપ્ન જીતી લઇએ તો કામ થઇ જાય. ૧૩૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અહીં જણાવે છે કે ગુરુની પાછળ ન બેસવું અને સીધા સામે પણ ન બેસવું. પાછળ બેસવામાં શું વાંધો - આવો વિકલ્પ ન કરવો. કોઇ પાછળથી પીરસે તો ચાલે ? ટી.વી. પાછળથી જુઓ તો ફાવે ? સંભળાય તો છે ને ? તેમ વાચના વગેરેમાં પણ પાછળ બેસીને ન સંભળાય. ગુરુની નજરમાં આવીએ એ રીતે સામેની બાજુએ બેસીએ તો ગુરુભગવંત આપણને બે શબ્દ હિતશિક્ષાના કહી શકે. તેથી ગુરૂની પાછળ ન બેસવું. ગૃહસ્થપણામાં તો મમત્વ સ્વજન-પરિવાર-બંધુવર્ગ, ઘરબાર વગેરેમાં વહેંચાયેલું હોય છે જ્યારે સાધુપણામાં આવ્યા પછી તો બધું જ મમત્વ માત્ર ગુરુભગવંતમાં ભરાય તો બહુમાનભાવને લઇને નિર્જરા ઘણી થાય છે. તભવમુક્તિગામી એવા શ્રી જંબૂસ્વામીજીને પણ જો આચાર શીખવ્યો હોય તો આપણે આ આચારની ઉપેક્ષા કઇ રીતે કરી શકાય ? જેને કર્મની નિર્જરા કરવી હોય તેણે આ વિનયની ઉપેક્ષા નહિ કરાય. તે જ રીતે ગુરુની સાથળ પર આપણી સાથળ ન આવે એની કાળજી રાખવી. આ પ્રેમનું પ્રતીક નથી, અવિનયનું સૂચક છે. ગુરુના વંદન માટે જે સાડાત્રણ હાથનો અવગ્રહ બતાવ્યો છે તે જાળવી જ લેવાનો. તેનાથી અંદર ન જવું. તેમ જ બહુ દૂરથી પણ ન કરવું. તેમ જ આપણે સૂતેલા હોઇએ અને ગુરુભગવંત કદાચ બોલાવે તો સૂતાં સૂતાં હોંકારો ને ભણવો. સંથારામાંથી તરત ઊભા થઈને તેમની પાસે હાજર થઇ જવું. સ0 ગુરુ સૂતેલા હોય તો વંદન કેવી રીતે કરવું ? ગુરુ સૂતેલા હોય તો વંદન ન કરવું. તેમની પાસે જાગે ત્યાં સુધી બેસી રહેવું. જાગે પછી વંદન કરીને જવું. શ્રી મૃગાવતીજીને આમાંથી જ કેવળજ્ઞાન મળ્યું. પોતાના અપરાધને ખમાવવા માટે ત્યાં જ બેઠાં રહ્યાં. પોતાનાં ગુણીશ્રીજીને નિદ્રા આવી ગઈ તો જગાડ્યાં નહિ. ત્યાં જ પશ્ચાત્તાપ કરતાં બેસી રહ્યાં તો કેવળજ્ઞાન પામ્યાં અને ક્ષણવારમાં તો ગુણીશ્રીજીને પણ કેવળજ્ઞાન અપાવ્યું. પોતાને મિચ્છામિ દુક્કડું આપવું હતું ત્યારે ગુરુણીને ન જગાડ્યાં અને સર્પ આવ્યો ત્યારે હાથ ખસેડ્યો. આ વિનયના આચરણથી પોતે પણ તર્યા અને ગુણીજીને પણ તાર્યા. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૩૯
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy