SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ તો ખ્યાલ ન આવે અને નજીક ઊભા રહીએ તો ભિક્ષુકને અપ્રીતિ થાય. તેથી નજીક ન ઊભા રહેવું. પોતાની આજીવિકા માટે પણ કોઇને પીડા આપવી ન પડે, અપ્રીતિ થાય નહિ : એવો આ ભગવાનનો માર્ગ છે. દુ:ખ વેઠી લેવાની વાત ભગવાનના શાસનમાં હોય, દુ:ખ આપવાની વાત ભગવાનના શાસનમાં ન હોય. કોઇ પણ જીવને દુઃખ આપવું નહિ : એવી આજ્ઞા કર્યા પછી કોઇને પણ દુ:ખ આપ્યા વગર કઇ રીતે જીવવું એ ઉપાય પણ શાસકારોએ બતાવ્યો છે. હવે ત્યાં ઊભા રહેતી વખતે પણ એકલો ઊભો રહે - એમ જણાવ્યું. અહીં ‘એકલા'નો અર્થ કષાયરહિત કર્યો છે. જે કષાયસહિત હોય તે બેકલો છે. કષાયનો સાથ ન કરે તે એકલો. વહોરનાર વાર કરે ત્યારે કેટલી વાર કરે છે, વહોરવાની કોઇ પદ્ધતિ જ નથી, વહોરાવનારની મંડળી પણ સુસ્ત છે, ર્તિવાળી નથી...' આવું બધું ગુસ્સામાં બોલવું નહિ. શાંતિથી ભિક્ષાર્થે જાય, દોષરહિત ભિક્ષા વહોરવાના વિચારમાં જ ત્યાં ઊભો રહે. સાધુ ભિક્ષાએ જાય તોય નિર્જરા કરે, ભિક્ષા લઇને આવે તોય નિર્જરા કરે, ભિક્ષા વાપરે તોય નિર્જરા કરે. કારણ દરેક પ્રવૃત્તિમાં કોઇને પણ અપ્રીતિ થાય નહિ – એ રીતે આજ્ઞાનું પાલન કરે છે. આવું સાધુપણું લેવાનું મન થાય ને ? આપણા પરિણામ એક વાર મજબૂત હોય તો સહાય આપનારા જોઇએ એટલા મળી આવશે. વજબાહુની મશ્કરી ઉદયસુંદર નામના સાળાએ કરી તોપણ પરિણામ સારું આવ્યું ને ? તાજા પરણેલા પોતાના ઘર તરફ જતા હતા. રસ્તામાં ટેકરી ઉપર મુનિભગવંતને જોયા તો રથ ઊભો રાખીને રથમાંથી તે રીતે ઊતર્યા કે જાણે પોતાનું ઘર ન આવી ગયું હોય? તે વખતે સાળાએ મશ્કરી કરી કે તમે દીક્ષા લો તો હું સહાય કરીશ. પેલા તો ખરેખર વૈરાગ્ય પામીને દીક્ષા લેવા તૈયાર થઇ ગયા. સ0 તરતના પરણેલાને વૈરાગ્ય કેવી રીતે આવી ગયો ? વિચારમાં તો વૈરાગ્ય હતો પણ અવિરતિનું થોડું જોર વધ્યું તો પરણવા માટે તૈયાર થયેલા. પરંતુ જેવું નિમિત્ત મળ્યું તો અવિરતિનું જોર ઘટી ગયું અને વૈરાગ્યનું જોર વધી ગયું. તમે પણ ધંધો મૂકીને ફરવા નીકળ્યા હો ને રસ્તામાં વેપારી મળે તો સાથે નીકળેલા લોકોને મૂકીને જતા રહો ને ? તેમ આ પણ પરણવા છતાં જાણતા હતા કે પરણવું એ પાપ છે. તમારો પણ અનુભવ શું છે ? સુખમાંથી દુ:ખમાં જવું તેનું નામ પરણવું. આ છાપાવાળા પણ ઘણી વાર માર્મિક વાત કરે છે. એક ઠેકાણે લખ્યું હતું - વરરાજા સારો હોવા છતાં તેને ઘોડા ઉપર એટલા માટે બેસાડવામાં આવે છે કે છેલ્લી ઘડીએ પણ જો ભાગી જવાની ઇચ્છા જાગે તો બચી શકાય, ઘોડા પર બેસીને ભાગવું હોય તો ભાગી જઇ શકાય ! તમને શું અનુભવ છે ? પરણ્યા પછી સુખમાંથી દુઃખમાં ગયા ને ? કોઇ ઘરમાં આપણું માને નહિ. આ જ મોટામાં મોટું દુ:ખ છે ને ? સ0 નભાવવાનો સ્વભાવ કેળવી લીધો હોય એટલે કાંઈ ન લાગે ! તો એ સ્વભાવ અહીં પણ કેળવી લો ને ? અહીં પણ થોડું નભાવતાં શીખી લો ને ? પરણ્યા પછી પણ ઇચ્છા વગર, મન વગર જીવન જીવો છો ને ? તો સાધુપણામાં મન વગર આવીને પણ ગુરુનો કહ્યામાં રહેવા મળે તો શું વાંધો ? આમે ય તમે ઇચ્છા મુજબ તો ત્યાં પણ જીવી શકતા નથી. ત્યાં રાગીની આજ્ઞામાં રહેવું એના કરતાં વિરાગીની આજ્ઞામાં જીવવામાં શું વાંધો ? સ, ત્યાં આવી તો જઇએ પણ પછી મને પડી જાય તો ? અહીં આવ્યા પછી મન ક્યારે પડે ? આગળ જનારા પાછા નથી પડતા, આગળ જઇને પાછું વાળીને જોનારા પાછા પડે છે. સનકુમારચક્રવર્તીની પાછળ તો છ મહિના સુધી અંતઃપુર ફરતું હતું. ચક્રવર્તી ઊભા રહે તો પરિવાર ઊભો રહે, ચક્રવર્તી ચાલવા માંડે તો પરિવાર પણ ચાલવા માંડે. આ રીતે છ મહિના સુધી કર્યું, છતાં ચક્રવર્તી પાછું વાળીને જોતા નથી. જે આગળ જોયા કરે તે પાછો ન પડે. મનમાં ગમે તેટલા ખરાબ વિચાર આવે તો પણ તેને અમલમાં મૂકવા નથી : આવો મક્કમ નિર્ણય કરી લઇએ તો સાધુપણાના પાલનમાં કોઇ પણ ખામી આવવાની નથી. મનના ખરાબ વિચારોને પણ ફેરવવાનું સામર્થ્ય સ્વાધ્યાયમાં અને ગુરુભગવંતની હિતશિક્ષામાં રહેલું છે, માટે ચિંતા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૮૭ ૧૮૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy