SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સ0 સાધુપણું લેવાનું મન નથી થતું. ન થતું હોય તો કેમ ચાલે ? ખાવાની રુચિ ન થતી હોય તો પેટ સાફ કરવા માટે દવા લઇને પણ કામ કરો ને ? તો અહીં દીક્ષાની રુચિ પેદા કરવા કોઇ પ્રયત્ન કર્યો ? સંસારનાં પાત્રો પ્રત્યે રાગ પડ્યો છે, સુખનાં સાધનો પ્રત્યે રાગ પડ્યો છે માટે દીક્ષા લેવાનું મન થતું નથી. એક વાર સુખ ઉપર, સુખનાં સાધનો ઉપર નફરત કેળવી લો તો જ કામ થશે. શાસ્ત્રમાં આવે છે ને કે સુખને લાત મારીને નીકળી ગયા. જેને સુખનું કારણ માનીએ છીએ તે પણ બનાવટી છે તો તેમાં સારજેવું છે શું ? માટે સંસાર પ્રત્યે નફરત કરીને નીકળી જવું છે. સુખ નથી જોઇતું એટલું નક્કી થાય તો દુ:ખ વેઠવાનું સત્ત્વ પ્રગટ્યા વિના ન રહે. આપણને ખબર નથી કે દુઃખ કેટલું આવવાનું છે ને મરણ ક્યારે આવવાનું છે, તેથી દુ:ખ વેઠવાની તૈયારી કરી લેવી છે. ત્રણ ખંડના ધણી કૃષ્ણવાસુદેવને છેલ્લી ઘડીએ અરણ્યમાં તરસ્યા મરવાનો વખત આવ્યો હતો તે વખતે માત્ર એક પીતાંબર પરિધાન કર્યું હતું. પાથરવા માટે કોઈ વસ્ત્ર ન હતું. છતાં તેમને દીનતા ન હતી. ઉપરથી મરણાંત વેદના વખતે પણ યાદવકુળમાં જેમણે દીક્ષા લીધેલી હતી તેમને યાદ કરે છે. આવા અસહ્ય દુ:ખને પણ તેઓ સમભાવે વેઠી શક્યા તે સાધુધર્મની પરિભાવનાનો પ્રભાવ હતો. આ તો આયુષ્ય બંધાઇ ગયું હતું માટે વેશ્યા બદલાઇ, બાકી અંતસમયે તેમણે જે રીતે નિર્ધામણા કરી હતી તે ખરેખર અત્યંત અનુમોદનીય છે. કોઇ આચાર્યની નિશ્રા વિના શ્રાવક પણ જો આટલી સમાધિ રાખી શકે તો સાધુ-સાધ્વી સમાધિની ચિંતા શા માટે કરે ? આ અચેલપરીષહ ઉપર શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજની કથા આપી છે. એ કથા તો પ્રસિદ્ધ છે ને ? આ મહાત્માનું નામ તો આપણા શ્રુતજ્ઞાનની સાથે કાયમ માટે જોડાયેલું રહેવાનું. આપણે ત્યાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, કથાનુયોગ, ચરણકરણાનુયોગ : આ ચારે ય ભેગા હોવાથી અધ્યયનનું કામ અઘરું હતું. આ શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજે આ ચારે અનુયોગને જુદા પાડીને આપ્યા તેના કારણે અધ્યયનનું કામ સહેલું થઈ ૨૪૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ગયું. શ્રી આર્યરક્ષિત મહારાજે માતા પ્રત્યે સભાવના કારણે દીક્ષા અંગીકાર કરી હતી. માતાને રાજી રાખવા ચારિત્ર સુધી પહોંચી જાય - આવો વિનયી પુત્ર લાવવો ક્યાંથી ? આજે આટલું નક્કી કરવું છે કે માતાપિતાને ન ગમે તે ન કરવું અને માતા-પિતાની જે ઇચ્છા હોય તે પ્રમાણે કરી લેવું. આ કથામાં જણાવે છે કે દશપુર નામના નગરમાં સોમદેવ નામનો બ્રાહ્મણ હતો. તેને રૂદ્રસોમા નામની પત્ની હતી. તે પરમાઈત હતી એટલે કે જિનેશ્વરભગવંતના ધર્મને પાળનારી હતી. પહેલાના કાળમાં જૈન જાતિ ન હતી. ચારે વર્ણના લોકો જૈન ધર્મને પાળવાનું કામ કરતા હતા. આપણે ત્યાં ગણધરાદિભગવંતો બ્રાહ્મણકુળમાંથી આવ્યા હતા, જંબૂસ્વામી વૈશ્યકુળમાંથી આવ્યા હતા, રાજા-મહારાજાઓ ક્ષત્રિયકુળમાંથી આવ્યા હતા અને મેતારજમુનિ વગેરે શૂદ્ર કુળમાંથી આવેલા હતા. તેમને આર્યરક્ષિત અને ફલ્યુરક્ષિત એમ બે પુત્રો હતા. તેમાંથી મોટા પુત્ર આર્યરક્ષિતે પિતા પાસે જેટલું જ્ઞાન હતું તેટલું સંપાદન કરી લીધું, પછી પિતાએ તેને અધિક વિદ્યા મેળવવા માટે પટણામાં મોકલ્યો. આજે સાધુસાધ્વી પણ આટલું નક્કી કરે કે પોતાના ગુરુને જેટલું આવડે છે એટલું પહેલાં એમની પાસેથી ભણી લઇને પછી બીજે ભણવા જવું. આ તો ગુરુ ભણાવવા માટે સમર્થ હોવા છતાં પંડિતો પાસે કે બીજા પાસે ભણવા જતા રહે ! કારણ કે ગુરુ ભણાવે તો ખખડાવે એ પાલવે એવું ન હોય ! આપણે ત્યાં ઉપસંપતું સામાચારી આપી છે. પરંતુ એમાં તો ગુરુ પોતે જ શિષ્યને ભણવા માટે બીજા જ્ઞાની સાધુ પાસે મૂકે અને એ વખતે ગુરુ શિષ્યને હિતશિક્ષા પણ આપે કે હવે તારે એને પૂછીને જ બધું કરવાનું. આ તો શિષ્ય જાતે જ નક્કી કરી લે - એ ઉપસંપ, સામાચારી નથી. આર્યરક્ષિત તો પટણામાં ચૌદ વિદ્યાના પારગામી થઇને પાછા ફર્યા. ત્યારે રાજાએ પટ્ટહસ્તી ઉપર બેસાડી અને દિવ્ય વસ્ત્રાલંકારની પહેરામણી કરવા દ્વારા તેના નગરપ્રવેશનું સામૈયું કર્યું. એ ભવ્ય સામૈયામાં આર્યરક્ષિત પોતાની માતાને શોધ્યા કરે છે, પરંતુ ક્યાંય માતા દેખાતી નથી. સામૈયું ઊતર્યા બાદ તે માતાના ઓરડામાં આવ્યો. માતાએ કહ્યું કે “હે પુત્ર ! તું ભલે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૪૫
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy