________________
સાધુભગવંતોનો આચાર સૌથી શ્રેષ્ઠ છે એવું જ્યાં સુધી નહિ લાગે ત્યાં સુધી આ સંસારથી છૂટવાનું કામ શક્ય નહિ બને. તમે ગમે તેટલા જીવોની જીવદયા પાળો, છ કાયની રક્ષા કરો છતાં સાધુપણાના આચાર સામે તેની ફૂટી કોડીની કિંમત નથી. મનુષ્યને સુખી બનાવવાનો ઉપદેશ આપવાની જરૂર નથી, મનુષ્યને સાધુ બનાવીને મનુષ્ય મટાવી મુક્ત બનાવવાનો ઉપદેશ આપવાની જરૂર છે - બરાબર ને ? સ0 જયાં સુધી સાધુ ન બનાય ત્યાં સુધી તો સુખી બનાવવાની વાત
કરીએ ને ?
અનાજ ખાવા ન મળે ત્યાં સુધી ધૂળ ખાવી ? સાધુપણું તો અનાજ જેવું છે અને આ ગૃહસ્થપણું ધૂળ જેવું છે. ગૃહસ્થપણામાં પાપ વિના જીવી શકાતું નથી. સાધુપણામાં એક પણ પાપ કરવું પડતું નથી. સ0 બીજાને સુખી કરવા એ ધર્મ નહિ ? ધના સાર્થવાહે આપેલું ને ?
- બીજાને સુખી કરવા એ ધર્મ નથી, કોઇને દુઃખ ન આપવું - એ ધર્મ છે. ધના સાર્થવાહ તો સમ્યકત્વ પામવા પહેલાં સાથે લઇને નીકળેલા હતા. તમે તો સમ્યગ્દર્શન પામેલા અને શ્રાવકપણાને પાળનારા છો ને ? તમારા માટે સુખ આપવું - એ આચાર જ નથી. તમારે તો શ્રાવકપણામાંથી સાધુપણા સુધી પહોંચવું છે ને ? બીજાને સુખ આપવું એ સાધુનો આચાર નથી, ચૌદ રાજલોકમાંથી એક પણ જીવને દુ:ખ ન આપવું - એ સાધુપણાનો આચાર છે. પેલા ચોરની વાત સાંભળી છે ને ? એક રાજાએ એક ચોરને દેહાંતદંડની સજા ફરમાવી. ત્યારે રાજાની આઠ રાણીઓએ એક એક દિવસ ચોરની ભક્તિ કરવાની રજા માંગી. રાજાએ રજા આપી. સાત રાણીઓએ સારામાં સારા ભોજનાદિ દ્વારા ભક્તિ કરી. આઠમીએ કશું ન કર્યું માત્ર રાજાને એમ કહ્યું કે જો મારી પ્રત્યે પ્રેમ હોય તો આ ચોરને છોડી દો. રાજા કહે – રાજય કઇ રીતે ચલાવું ? રાણી કહે - હવે આ બીજી વાર ચોરી નહિ કરે, તેની ખાતરી આપું છું. રાજાએ ચોરને છોડી મૂક્યો. હવે ચોરને પૂછે કે તારી સૌથી સારી ભક્તિ કોણે કરી -
તો એ શું કહે ? આઠમી રાણીએ જ કરી - એમ કહે ને ? તો સુખ આપવામાં સુખ છે કે દુઃખ ન આપવામાં સુખ છે ? સ0 દુઃખ ન આપવું એ સુખ હોય તો સુખ આપવું તે શું ?
તેને તો લાંચ કહેવાય. તમે સુખ ક્યારે આપો, બદલાની અપેક્ષા હોય ત્યારે જ ને ? તેથી દુ:ખ ન આપવું એ જ ધર્મ છે. સાધુભગવંત દુ:ખ બધાનું સહન કરી લે અને દુ:ખ કોઇને પણ ન આપે. આથી જ સાધુપણાનો આચાર સર્વશ્રેષ્ઠ છે - એવું માન્યા વિના ધર્મ કરવાની યોગ્યતા ન આવે.
આચાર્યભગવંતનો ઉપઘાત કરનાર સાધુઓની કથા શરૂ કરેલી તેમાં આપણે જોઇ ગયા કે સંઘે આચાર્યને અનશન ન કરવાની વિનંતી કરતાં કહ્યું - આપનું અસ્તિત્વ પણ ઉપકારનું કારણ છે, અકાળે અનશન ન કરો, અનવસરે કામ સારા માણસો ન કરે. આ બધું સાંભળીને આચાર્યભગવંત સમજી ગયા કે આ શિષ્યોનાં પરાક્રમ છે. તેથી તેમણે ખરેખર અનશન કરવાનું નક્કી કર્યું. અવિનીત શિષ્યો ઉપર ગુસ્સો ન કર્યો. ઉપરથી તેઓ વિચારે છે કે – મારે પરને પીડા ઉપજાવવી યોગ્ય નથી. સામો માણસ અયોગ્ય હોય એટલે તેને પીડા પહોંચાડવાનો અધિકાર આપણને નથી. સઅનુશાસન કઇ રીતે કરવાનું ?
અવિનીતની ઉપેક્ષા કરવી – આ પણ એક પ્રકારનું અનુશાસન છે. એટલું યાદ રાખો. આચાર્ય ભગવંત તો અનશન કરીને દેવલોકમાં ગયા અને તેમના શિષ્યો લોકમાં અપવાદને પામ્યા. આ રીતે આચાર્યભગવંતને ઉપઘાત કરનારો શિષ્ય ન બને તેમ જ ગુરુના તોત્રની-દોષની શોધમાં ન ફરે. તોત્ર એટલે પરોણો. બળદને પરોણો ખોંસીને જેમ પીડા પહોંચાડીએ તેમ આચાર્યભગવંતના મર્મનો ઘાત કરનારાં વચનો ન બોલવાં. આચાર્યને હૈયામાં વાગે, કાનમાં કીડા પડે તેવા વચનો ન બોલવાં - એમ જણાવે છે.
૨૦૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૦૫