Book Title: Uttaradhyayan Sutra Commentary
Author(s): Chandraguptasuri
Publisher: Lakshmiben Mangaldas Ghadiyal

View full book text
Previous | Next

Page 218
________________ આપણે શ્રદ્ધાના વિષયમાં નિહ્નવોની વાત કરી રહ્યા છીએ. ભગવાનના વચન પર શ્રદ્ધા કર્યા પછી પણ પોતાની વ્યક્તિગત માન્યતાને એમાં ભેળવવાના કારણે એ શ્રદ્ધા નાશ પામી જાય છે. આપણને તો નિહ્નવોની વાતમાં રસ નથી ને ? કારણ કે આપણો મુદ્રાલેખ છે કે – ખોટી વાતમાં પડવું નહિ અને સાચી વાત માનવી નહિ. મધ્યસ્થ રહીને આપણને ઠીક પડે તેમ કરવું : બરાબર ને ? આ શ્રદ્ધા પામવાની રીત નથી. આપણને ગમે કે ન ગમે, ભગવાનની વાત માની લેવી છે, કારણ કે તે એકાંતે ઉપકારક છે. પુણ્યથી મળનારી અનુકૂળતા ગમે તેટલી ગમતી હોય, તોપણ તેનો ત્યાગ કર્યા વિના નિતાર નહિ થાય. ઉલ્લાસ ન થાય. તો ય, અપથ્યની રુચિ હોય તોપણ અપથ્યનો ત્યાગ કરવો જ પડે ને? સ0 અનુકૂળતા ભોગવતાં ભોગવતાં નિર્જરા થાય એવો ઉપાય ખરો ? કાદવમાં કપડાં ધોવાય ? અનુકૂળતામાં પગ નાંખવો એ તો કાદવમાં પગ નાંખવા જેવું છે. આત્માની શુદ્ધિ માટે ભગવાનની આજ્ઞા એ પાણીના સ્થાને છે. અને ભગવાનની આજ્ઞા એક જ છે કે દુ:ખ સમતાથી ભોગવી લેવું. સુખનો પડછાયો પણ લેવો નથી અને દુઃખના ડુંગરો વચ્ચે પણ મજેથી રહેવું છે. દુ:ખ ભોગવવું પડે એ પાપનો ઉદય, પણ દુ:ખ ભોગવવાનો અવસર આવે તે પુણ્યનો ઉદય. કારણ કે ભૂતકાળમાં પાપ કર્યું છે તે ભોગવતી વખતે દીનતા આવે તે પાપનો ઉદય છે અને પાપનો ઉદય વર્તમાનમાં આવે ત્યારે ભગવાનની આજ્ઞા પાળવાનો અવસર આવ્યો સમજીને આનંદ થાય તે પુણ્યનો ઉદય. આપણે દુ:ખ કઇ રીતે ભોગવીએ છીએ ? આપણે બે-ત્રણ નિહ્નવોની વાત કરવી છે. એક આચાર્યભગવંત માથે તાજો લોચ કરીને નદી ઊતરીને જતા હતા. તે વખતે સૂર્યના તાપથી માથામાં ઉષ્ણસ્પર્શનો અનુભવ અને પગમાં શીતસ્પર્શનો અનુભવ : આમ બે અનુભવ એકી સાથે થયા. તેથી તેમણે ભગવાન મહાવીરના સિદ્ધાંતને માન્ય ન રાખ્યો. ભગવાનનો સિદ્ધાંત એ છે કે એક સમયે એક જ ઉપયોગ હોય. જયારે આ મહાત્માને એમ થયું કે એક સાથે બે ઉપયોગ મને અનુભવાય છે માટે બે ઉપયોગ હોઇ શકે. વસ્તુતઃ છદ્મસ્થને સમયનો ૪૨૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ઉપયોગ હોતો નથી. ભગવાને એક સાથે બે ઉપયોગનો અભાવ સમયને આશ્રયીને જણાવેલ, અંતર્મુહૂર્તાને આશ્રયીને નહિ, એક અંતર્મુહૂર્તમાં અનેક ઉપયોગ હોઇ શકે, તેથી જ પેલા આચાર્યને એક સાથે બે ઉપયોગનો અનુભવ થયેલો, બાકી એક સમયમાં બે ઉપયોગ હોતા નથી. આમ છતાં તેમણે “એક સમયમાં બે ઉપયોગ હોય છે” એવી પ્રરૂપણા કરવાપૂર્વક એ સિદ્ધાંતનો પ્રચાર કરવા માંડ્યો. આથી તેમના ગુરુએ તેમને સંઘબહાર કર્યા. છતાં આવા પણ પુણ્યશાળીઓને સભા મળી રહે ને ? એક વાર એક દેવના ચૈત્યમાં તેઓ ઊતરેલા ત્યાં આ સિદ્ધાંતનો પ્રચાર કરવા માંડ્યા. તે સાંભળીને દેવે પોતાની મૂર્તિમાં પ્રવેશ કર્યો. એ મૂર્તિ ઊભી થઇ ગઇ અને આચાર્યને કહ્યું કે ‘ભગવાન જ્યારે અહીં પધારેલા ત્યારે મેં કાનોકાન સાંભળ્યું છે કે એક સમયમાં બે ઉપયોગ હોતા નથી. તેથી એ જ સિદ્ધાંત સાચી છે.' એમ કહીને દેવે કહ્યું કે ‘હવે જો તમે આનાથી વિપરીત પ્રરૂપણા કરશો તો તમારી ખેર નથી.' આ સાંભળીને દેવના ભયથી તેમણે મિચ્છામિ દુક્કડે માંગ્યું. પોતાના દુષ્કતની આલોચના કરી. તેથી ગુરુએ પણ તેમને સંઘમાં લીધા. દેવાધિદેવથી કે ગુરુથી જે ન માન્યા તે છેવટે દેવથી માન્યા. જે શાસનથી ન સુધરે તેનું અનુશાસન કરવું પડે. જે અનુશાસનથી ન સુધરે તેની ઉપેક્ષા કરવી પડે. ત્યાર બાદ રોહગુપ્ત અને ગોઠામાહિલની કથા જણાવી છે. તેમાંથી રોહગુપ્તનો પ્રસંગ કલ્પસૂત્રમાં આવી ગયો હોવાથી પ્રસિદ્ધ છે. માટે આપણે તેનો વિસ્તારથી વિચાર કરવો નથી. રોહગુપ્તના ગુરુભગવંત શ્રીગુપ્ત આચાર્ય નગરમાં બિરાજમાન હોવા છતાં ગુરુને પૂછ્યા વિના રોહગુપ્ત દુષ્ટ વાદીનો પડહ સ્વીકાર્યો. ગુરુએ આપેલી વિદ્યાઓના કારણે જ તેણે દુષ્ટવાદીનો પણ પરાજય કર્યો અને યશ મેળવ્યો, પરંતુ પોતે જીતવા માટે જે ત્રણ રાશિનું પ્રતિપાદન કરેલું તે ઉત્સુત્ર હતું તેથી ગુરુએ સભામાં જઇને સ્પષ્ટતા કરવાનું જણાવ્યું કે – 'દુવાદીના નિગ્રહ માટે ત્રણ રાશિનું પ્રતિપાદન કરેલું, બાકી રાશિઓ તો બે જ છે.' છતાં માનના યોગે એવી કબૂલાત ન કરી. છેવટે ગુરુએ છ મહિના સુધી તેની સાથે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૪૨૯

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222