Book Title: Uttaradhyayan Sutra Commentary
Author(s): Chandraguptasuri
Publisher: Lakshmiben Mangaldas Ghadiyal

View full book text
Previous | Next

Page 216
________________ માટે જતા પણ દોષ લાગ્યા છે કે નહિ તે અવ્યક્ત છે - અર્થાતું સમજી શકાય એવું નથી તેથી દોષોની ગવેષણા છોડી દઇને દોષિત આહાર લેવાની શરૂઆત કરી. આ રીતે શંકાન્વિત થવાના બદલે ભગવાનનું વચન માની લીધું હોત તો મિથ્યાત્વના ભોગ ન બનત. ચોથા નિહ્નવ તરીકે અમિત્ર નામના આચાર્યની વાત કરી છે. ભગવાનના નિર્વાણ પછી બસો વર્ષની આસપાસ આ નિદ્ભવ થયા હતા. શાસ્ત્રનો અભ્યાસ કરતાં પૂર્વના જાણકાર થયા હતા. પૂર્વોતર્ગત શ્રતનું અધ્યયન કરતાં તેમને નારકથી માંડીને દેવલોક સુધીના કોઇ જીવો નિત્ય નથી, બધા જ ક્ષણિક છે. આ રીતે સાંભળીને તેઓ ક્ષણિકવાદના ઉપાસક બન્યા અને દ્રવ્યથી પણ વસ્તુને અનિત્ય માની પોતાના મતનો પ્રચાર કરવા માંડ્યા. એક વાર શાસ્ત્રના વિષયમાં પણ પોતાનો વ્યક્તિગત આગ્રહ બંધાયા પછી એ છોડાવવાનું કામ કપરું છે. એક વાર આ મતના સાધુઓ એક સ્થાને રહેલા હતા, ત્યારે ભગવાનના શ્રાવકોએ વિચાર્યું કે વર્તમાનમાં કર્કશ પરંતુ ભવિષ્યમાં હિતકર એવો ઉપાય સેવીને પણ ભગવાનના માર્ગમાં સ્થિરીકરણ કરાવવું જરૂરી છે. તેથી તેમણે ચાબૂકથી સાધુઓને મારવાનું શરૂ કર્યું. આવો જંગલી ઉપાય સેવાય ? શ્રાવકે કીડીને પણ ન મારે, નિગોદ વગેરેની પણ જયણા કરે તો સાધુને કઇ રીતે મારી શકે ?... આવો વિકલ્પ ન કરવો. તે વખતે ભયથી કંપતા એવા સાધુઓએ તે શ્રાવકોને કહ્યું કે – “અમે સાંભળ્યું છે કે તમે શ્રાવકો છો તો જીવમાત્રની જયણા કરવાવાળા તમે વ્રતી (સાધુ) એવા અમને શા માટે મારો છો ?' ત્યારે તે શ્રાવકોએ કહ્યું કે તમે દીક્ષા લીધી તે જ ક્ષણે સાધુ હતા. બીજી ક્ષણે તો એ સાધુ નાશ પામેલા. તેથી અમે સાધુને મારતા નથી, એ સાધુ તો પહેલાં જ મરી ગયેલા. જે પ્રત્યેક સમયે નાશ પામતા હોય તેને મારવાનો પ્રયત્ન કયો બુદ્ધિમાન કરે ? વળી તમે જે શ્રાવકોને સાંભળ્યા હતા એ શ્રાવકો પણ ક્યારના નાશ પામ્યા. અમે તો બીજા છીએ. કારણ કે તમારા મત પ્રમાણે વસ્તુ ક્ષણિક છે'... આમ કહીને પાછા મારવા લાગ્યા. ભગવાનના નિર્વાણ પછી પૂર્વધરનો કાળ હતો ત્યારે ૪૨૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર પણ ભગવાનના સિદ્ધાંતથી વિપરીત સિદ્ધાંતનો પ્રચાર કરનારા તે વખતે હતા અને એવાઓને માર્ગસ્થ બનાવવા માટે આવો ઉપાય સેવનારા શ્રાવકો પણ હતા. આજે આવા સાધુઓ મળે, પણ આવા શ્રાવકો ન મળે ને? ‘આપણે જાતે સમજી જઇએ તો ઘણું, બાકી બધાને ક્યાં સુધારવા જવું.' એમ કહીને તમે ઘરમાં જ બેસી રહો ને? ભગવાનનો માર્ગ આરાધી ન શકાય તોપણ તેનો લોપ થાય એવું નથી કરવું, માર્ગ જીવતો હશે તો કોઇને કોઇ ચાહનારો મળી આવશે. તેથી માર્ગને ભેંસનારાને રોકવાનું કામ વહેલી તકે કરવાની જરૂર છે. આજે ઘણા પૂછે છે કે ભણનારા ભૂલ કેમ કરે છે ? આપણે કહેવું પડે કે ભણેલા પોતાની બુદ્ધિ ચલાવે છે માટે ભૂલે છે, જો ભગવાનની વાત સ્વીકારી લે તો ભૂલવાનું કોઇ કારણ નથી. ભણેલા ભૂલ કરે છે એમાં એમના મિથ્યાત્વનો કે ચારિત્રમોહનીયનો ઉદય કારણ છે, એટલું યાદ રાખવું. શ્રાવકોએ અંતે એ સાધુને એટલું પણ કહ્યું કે જો તમે ફરી ભગવાનનો માર્ગ સ્વીકારો તો પાછા પૂર્વની જેમ તમારો આદર કરીશું. હવે આવા વખતે સાધુઓ શું કરે ? પોતાના મત ખાતર માર ખાઇ લે કે મારથી બચવા ભગવાનનો સિદ્ધાંત સ્વીકારે ? પેલા શ્રાવકોએ તો જણાવ્યું કે – ક્ષણિકવાદ માત્ર પર્યાયની અપેક્ષાએ ઘટે છે, દ્રવ્યની અપેક્ષાએ નથી ઘટતો. ક્ષણે ક્ષણે જે નાશ થાય છે તે કાળનો નાશ થાય છે, વ્યક્તિનો નહિ. અવસ્થા બદલાયા કરે પણ અવસ્થા જેની છે તે ન બદલાય. નારકાદિની ક્ષણિકતા જે બતાવી છે, તે તો તેમના તે તે પર્યાયરૂપે બતાવી છે, બાકી આત્મદ્રવ્ય તો નિત્ય છે. ઇત્યાદિ સમજાવ્યા બાદ તે સાધુઓએ ભગવાનનો સિદ્ધાંત સ્વીકાર્યો અને પોતાના દુષ્કૃતની આલોચના કરી. દસપૂર્વ સુધીનું અધ્યયન કરી શકાય એવા કાળમાં પણ આવી ભૂલ સંભવે છે, તો અમારે તો ખૂબ જ સાવધાની રાખવી પડે ને? એમની પાસે શ્રુતનો સમુદ્ર હતો એની અપેક્ષાએ અમારી પાસે તો પાણીનું ટીપું પણ નથી. આવા સંયોગોમાં અમારે ખૂબ જ કાળજી રાખવાની છે. જોયા વિના, જાણ્યા વિના કે સમજ્યા વિના કશું જ બોલવું નહિ. બધું બોલવું એવો નિયમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૪૨૫

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222