________________
ન દે. મિથ્યાત્વના ક્ષયોપશમ વિનાનું ચારિત્ર એ તો ઔયિકભાવનું ચારિત્ર છે. ચારિત્ર લીધા પછી જેઓ માન-સન્માન મેળવવાની પ્રવૃત્તિ કરે અને આહા૨પાણી-મકાન વગેરેની અનુકૂળતા ભોગવીને જલસા કરે તેમનું સાધુપણું દુર્ગતિમાં જવા માટેનો મસાલો ભેગો કરવા માટેનું છે - આ પ્રમાણે એક વાર આચાર્યભગવંતે કહેલું. આ તો આખો દિવસ પૈસા ભેગા કરવામાં અને ધામો ઊભા કરવાનાં આયોજનોમાં પૂરો કરે ! સ૦ પોતાના માટે ક્યાં કરે છે, શાસન માટે કરે છે ને ? સ્થાન વગર લોકો આરાધના ક્યાં કરે ?
સાધુપણું લોકો માટે નથી લીધું, આત્માની આરાધના માટે લીધું છે, પોતાની આરાધના સિદાય એ રીતે બીજાની આરાધનાની ચિંતા કરવાની વાત ભગવાનના શાસનમાં ન હોય.
સ૦ લોકોને તો અનુકૂળતા મળે એવાં સ્થાન જ ગમે ને ?
તમે લોકોની ચિંતા છોડો, તમારી ચિંતા કરો. તમને અનુકૂળતા જ ગમે છે, પરંતુ ભગવાને આરાધનાના નામે પણ અનુકૂળતા ભોગવવાની ના પાડી છે. આપણે ધર્મસ્થાનમાં આવીને બીજાની વાત નહિ કરવાની, આપણી જ વાત કરવાની. ડૉક્ટરની પાસે જાઓ તો બીજાની વાત કરો કે પોતાની ? અને પોતાની વાત પણ પોતાના નામે જ કરો ને કે “મને આમ આમ થાય છે ?’ ‘કોઇને આવું આવું થતું હોય તો તેણે શું દવા લેવી ?’ એવું પૂછો કે ‘મને આવું આવું થાય છે’ આગળ જે રીતે સભ્યતાપૂર્વક વર્તીએ, કોઇ પણ જાતની માયા કર્યા વગર જેવું હોય તેવું કહીએ - તે જ રીતે જો અહીં ગુરુ સાથે વર્તો તો તમારું અજ્ઞાન અને મિથ્યાત્વ દૂર થયા વિના ન રહે.
- એમ કહો ? ડૉક્ટર
=
જ
અહીં શ્રદ્ધાની દુર્લભતા જણાવવા માટે નવ નિહ્નવોની કથા આપી છે. આપણી પાસે સમય ઓછો હોવાથી આપણે બધી કથા વિચારવી નથી. જમાલિની જેમ તિષ્યગુપ્ત નામના સાધુની વાત આવે છે. શાસ્ત્રમાં એ પ્રમાણે આવે છે કે - જીવ અસંખ્યાતપ્રદેશી છે. આ લોકાકાશમાં જેટલા આકાશપ્રદેશ છે. એટલા આત્મપ્રદેશ એક જીવમાં હોય છે અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૨૦
લોકાકાશમાં આવા અસંખ્યાતપ્રદેશી અનંતા જીવો રહેલા છે. આ પ્રમાણેનો સિદ્ધાંત ભગવાનનો હોવા છતાં તેણે એ બરાબર નથી - એમ જણાવીને એવો સિદ્ધાંત રજૂ કર્યો કે અસંખ્યાતપ્રદેશમાં જીવત્વ નથી, માત્ર અંતિમ પ્રદેશમાં જીવત્વ છે. પોતાની આ માન્યતાના સમર્થનમાં તેણે વસ્ત્રનું દૃષ્ટાંત આપ્યું હતું કે હજાર તંતુનો પટ (વ) હોય તો નવસો નવ્વાણું તંતુ (દોરા) ભેગા થવા છતાં તેને વસ્ત્ર નથી કહેતા, હજારમો તંતુ આવે ત્યારે જ તે સહસ્રતંતુક પટ કહેવાય છે. તેથી હજારમા તંતુમાં જ વસ્તત્વ છે, આખા વજ્રમાં વસત્વ નથી... તમને પણ આ વાત યુક્તિસંગત લાગે ને ? લોકોને પણ નવી વાત આવે એટલે રસ પડે ને ? તેથી તેમનો પણ અનુયાયી વર્ગ તૈયાર થઇ ગયો. આજે આવા લોકોનો તોટો નથી. શંકા પડ્યા પછી પૂછીને નિરાકરણ કરવાને બદલે બહાર વાત કર્યા કરે અને કદાચ પૂછવા આવે તો પૂછે કે - ‘કયા શાસ્ત્રમાં આવું લખ્યું છે ?’ આપણે કહીએ કે ‘આચાર્યભગવંતે કહેલું'. તો કહે કે ‘એની ખાતરી શી ? એ વખતે શાસ્ત્રપાઠ માંગી લેવો જોઇતો હતો.' આપણે કહેવું પડે કે આચાર્યભગવંત કહેતા હોય તો તેમાં શાસ્ત્રપાઠ ન મંગાય. શાસ્ત્રમાં હશે જ એમ માની લેવાનું.
-
સર્વ શ્રદ્ધા મજબૂત કરવા શાસ્ત્રપાઠ માંગી શકાય ને ?
માંગી શકાય, પરંતુ એ પણ પૂછવાની રીત હોય. આ તો કેડે હાથ મૂકીને પૂછે કે ‘કયા શાસ્ત્રમાં લખ્યું છે ?' આ રીતે ન પુછાય. એવા વખતે પૂછવાનું કે - ‘આપ કહો છો તે વાત બરાબર છે, પરંતુ આ વિષયમાં શાસ્ત્રીય વિધાન મળે ખરું ? અને મળે તો ક્યાં મળે ? કદાચ કોઇ પૂછે તો તેને આધાર આપીને કહી શકાય.’ તો સાહેબ પણ શાસ્ત્રપાઠ આપે. બાકી ઉદ્ધતાઇથી પૂછનારને તો આચાર્યભગવંત ચૂપ પણ કરી દે, એનો અર્થ એ નથી કે તેમની પાસે શાસ્ત્રપાઠ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે - ગુરુ કહે કે ‘કાગડા ધોળા, તો કહેવું કે હોઇ શકે. બે-ચાર દિવસ થાય પછી પૂછવાનું કે - ‘આપ જે કહો છો તે ધોળા કાગડા કયા દેશમાં હોય છે ?’ એના બદલે એમ ન પૂછવું કે ‘આટલા કાગડા જોયા, કોઇ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૨૧