Book Title: Uttaradhyayan Sutra Commentary
Author(s): Chandraguptasuri
Publisher: Lakshmiben Mangaldas Ghadiyal

View full book text
Previous | Next

Page 212
________________ વગાડવા જતા હતા. ત્યારે આપણે એમને કહેવું પડ્યું કે આવું કલ્પસૂત્રનું શ્રવણ મૂકીને બેડ વગાડવા ન જવાય. પૂંજણું કરવા માટે પણ વ્યાખ્યાન ચૂકીને જવાનું નથી. તેમ જ જૈનો બૅડ વગાડવાનું કામ ન કરે. પહેલાં પોતાની આરાધનાનો વિચાર કરવાનો પછી બીજાની આરાધનાનો વિચાર કરવાનો, આથી જ સાધુભગવંતની પ્રતિજ્ઞામાં અત્તવિકુવા વિક આવે છે. એનો અર્થ એ છે કે આત્માના હિત માટે હું સાધુપણામાં વિચરીશ, આના ઉપરથી એટલું તો સમજી શકાય કે આત્માનું હિત ઘવાય એ રીતે બીજાનું હિત ન સાધવું. ખંધકસૂરિ પાંચસો શિષ્યને લઇને વિહાર માટે ભગવાનની અનુજ્ઞા લેવા ગયા ત્યારે ભગવાને કહ્યું હતું કે તમારા સિવાય બીજા બધાને લાભ થશે. તેવા વખતે ભાવિભાવના કારણે તેઓ ગયા, પરંતુ ભગવાને એમ નહોતું કહ્યું કે “જાઓ જાઓ, પાંચસોને લાભ થવાનો છે. તેથી જ ભગવાને આપણા આત્માને તારવાની વાત કરી છે. શ્રી સ્કંધકસૂરિ પોતાને લાભ થવાનો ન હોવા છતાં ગયા તો તેમના બે-ત્રણ ભવ વધ્યા ને ? ભાવિભાવ થવામાં આપણી ભૂલો પણ કામ કરતી હોય છે. આપણા ભગવાનનો આચાર જ એવો છે કે સ્વકલ્યાણમાં પરકલ્યાણ સમાયેલું હોય. જે સ્વનું કલ્યાણ કરે તે પરનું અકલ્યાણ કોઇ કાળે ન કરે. ભગવાનનું સાધુપણું ચૌદ રાજલોકના જીવને અભય આપનારું છે. અજ્ઞાનથી પણ કોઇનું અકલ્યાણ ન થાય તેવું આ રજોહરણ છે. ભગવાને બતાવેલી પ્રત્યેક પ્રવૃત્તિ યતનામય છે. અકબરબાદશાહને ત્યાં ગયેલા શ્રી હીરસૂરિમહારાજે ગાલીચા ઉપર પગ મૂકીને જવાની ના પાડી ત્યારે રાજાએ કહ્યું કે આ જગ્યા રોજ કચરો કાઢીને ચોખ્ખી કરાય છે. છતાં સૂરિજીએ કહ્યું કે અમને ભગવાને આના ઉપરથી ચાલવાની ના પાડી છે. નીચે જીવ હોવાની સંભાવના છે. ત્યારે બાદશાહે ગાલીચો ઊંચો કરાવ્યો ને જોયું તો ત્યાં કીડીઓ ફરતી હતી. એ જો અને બાદશાહને ભગવાન પ્રત્યે અને ભગવાનના આચાર પ્રત્યે બહુમાન જાગ્યું. આપણી વાત એ ચાલુ હતી કે જેના વ્યાખ્યાનમાં શંકા પડે તેનું નિરાકરણ પહેલાં તેની પાસે જ માંગવું. તે ન આપે તો બીજાને પૂછવું. ૪૧૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર મારે નિયમ આપવો નથી, કારણ કે નિયમ એ આપવાની વસ્તુ નથી, લેવાની વસ્તુ છે. જેને નિયમ પાળવો ન હોય તેને નિયમ આપવાનો અર્થ નથી, જેને નિયમ પાળવો છે તેને આપવાની જરૂર નથી, તે તો વગર લીધે પણ પાળશે. વ્યાખ્યાનકર્તા જે બોલ્યા હોય તેની પૂરેપૂરી જવાબદારી તેમની છે. કોઇ વાર અનુપયોગના કારણે ઊંધું બોલાઇ ગયું હોય તો તેનું મિચ્છામિ દુક્કડ આપવાની તૈયારી ન હોય તેવાને વ્યાખ્યાન આપવાનો અધિકાર નથી. માન-સન્માનનું અર્થીપણું હોય, પોતાનું બોલેલું ખોટું હોય જ નહિ આવો ગર્વ જેને હોય તેનો સંસાર વધવાનો. જમાલિ અને પ્રિયદર્શના પોતાના શિષ્ય પરિવાર સાથે ગામોગામ વિચરે છે અને ભગવાનનો મત ખોટો છે - એવો પ્રચાર કરે છે. એક વાર ઢંક નામના શ્રાવકને ત્યાં પૂર્વનો પરિચય હોવાથી પ્રિયદર્શના સાધ્વી પોતાના પરિવાર સાથે આવ્યાં ને તેને ત્યાં રહીને શ્રાવિકાઓને પોતાનો મત સમજાવવા લાગ્યાં. તેથી ઢંકશ્રાવકે વિચાર્યું કે આને કંઇક પ્રયત્નપૂર્વક શિખામણ આપવી પડશે. તેથી તેણે એક અંગારો લઇને સાધ્વીના સાડા ઉપર નાંખ્યો. તે પડતાંની સાથે સાધ્વી બોલ્યાં કે મમ શાદી થી મારો સાંડો બળી ગયો.) ત્યારે શ્રાવકે કહ્યું કે આ તો ભગવાન મહાવીરનો મત છે. તમારે તો એમ બોલવું જોઇએ કે મારો સાડો બળી રહ્યો છે – આ સાંભળતાંની સાથે પ્રિયદર્શનાસાધ્વીને પોતાની ભૂલ સમજાઈ અને ભગવાન પાસે જઇને મિચ્છામિ દુક્કડ આપી પોતાના પાપની આલોચના કરી. જ્યારે જમાલિ પોતાના દુષ્કતની આલોચના કર્યા વિના કાળ કરીને કિલ્બિષિયા દેવ થયા. ત્યાંથી પંદરમા ભવે સિદ્ધ થશે. પરમપદની સાધના કરવા માટે જે મનુષ્યજન્મ મળ્યો છે તેને પુણ્ય ભોગવવામાં વેડફી નાંખીએ અને કર્મનિર્જરા માટે તેનો ઉપયોગ ન કરીએ તો આ જન્મ બીજી વાર ક્યારે મળે એ કહી શકાય એવું નથી. એક વાર એટલું નક્કી કરી લેવું છે કે હવે આ સંસારમાં રહેવું નથી અને મોક્ષે જતા રહેવું છે. જ્યાં સુધી આ ધ્યેય નક્કી ન થાય ત્યાં સુધી પુણ્ય છોડવાનું મન થાય એ શક્ય નથી. પુણ્ય ભોગવવાનું કામ તો દેવલોકમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૪૧૭

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222