________________
શ્રદ્ધા માંદી પડે નહિ. આ અભ્યાસ પણ ગુરુની આજ્ઞાથી કરવાનો, આપણને ફાવે એ રીતે નહિ. જમાલિએ અગિયાર અંગનો અભ્યાસ કર્યો, પણ ભગવાનથી જુદા વિચરવા લાગ્યા અને એક વાર તાવમાં સંથારો કરવા કહ્યો અને શિષ્યોએ કહ્યું કે “થઇ ગયો છે, પધારો’ ત્યારે તે તરત સૂવા આવ્યા ત્યારે ઉત્તરપટ્ટો પથરાતો હતો. તેમણે શિષ્યોને પૂછ્યું કે થઇ ગયો છે કેમ કહ્યું ? શિષ્યોએ કહ્યું કે – ‘ક્રિયા તમ્' આ ભગવાન મહાવીરનો સિદ્ધાંત છે માટે કહ્યું. તે વખતે જમાલિએ નક્કી કર્યું કે ભગવાનનો સિદ્ધાંત ખોટો છે. ‘તમેવ તમ્' આ જ સિદ્ધાંત સાચો છે – અને પોતાની દેશનાની શૈલી તથા પુણ્યના યોગે અનેક લોકોને પોતાની વાત સમજાવીને ભગવાનથી જુદા પાડીને પોતાના અનુયાયી બનાવ્યા. ભગવાનની હાજરીમાં પણ આ દશા હતી તો આજે સાચાના અનુયાયી ઓછા હોય એમાં નવાઈ નથી. લોકો તો પુણ્યથી અંજાઇને ખેંચાઇ આવે, જયારે ભગવાનની વાત સમજવા માટે શ્રદ્ધાની જરૂર પડે. સ0 જમાલિએ ભગવાનને પૂછીને ખુલાસો કરી લીધો હોત તો ?
પણ તેમને મિથ્યાત્વનો કારમો ઉદય હતો તેથી ભગવાનને પૂછવા જાય ક્યાંથી ? આજે તમે પણ શું કરો ? વ્યાખ્યાનમાં ન સમજાય તો પૂછવા જાઓ ? આ તો શ્રાવકને પૂછે કે ‘સાહેબની વાત બરાબર છે?” પણ સાહેબને પૂછવા ન જાય. જો પૂછવા જાય તો નિરાકરણ થઇ જાય. આજે નિયમ આપી દઉં કે “જેની વાત સમજાઇ ન હોય તેનો ખુલાસો તેની પાસે જ માંગવો, બીજાની આગળ તેની ચર્ચા ન કરવી.’ આ તો સામાન્ય નિયમ છે ને ? છતાં તેમાં લાભ ઘણો છે. આપણું અજ્ઞાન દૂર થાય, આપણો સંશય દૂર થાય તો આપણી શ્રદ્ધા નિર્મળ બને. ગુરુ પાસે જ્ઞાન મેળવવા જ રહેવાનું છે. આમ છતાં ગુરુની વાત સમજવા પ્રયત્ન કરીએ નહિ તો કેમ ચાલે ? ગુરુને પૂછવા જતી વખતે પણ જિજ્ઞાસાભાવે પૂછવાનું, આપણને ફાવતો જવાબ મેળવવા માટે નહિ પૂછવાનું. એક વાર આચાર્યભગવંત સાથે અમે મુંબઇ લાલબાગ ચોમાસું હતા. પયુંષણમાં એક ભાઇ જે રોજના શ્રોતા હતા તે દેખાયા નહિ, પર્યુષણ પછી પેલા ૪૧૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ભાઇ આવ્યા, ત્યારે મેં પૂછ્યું કે “કેમ દેખાતા ન હતા ?” તે ભાઇએ કહ્યું કે ‘હું ડોમ્બીવલી આરાધના કરાવવા ગયેલો.’ મેં કીધું કે - ‘આચાર્યભગવંતનો યોગ ઘરઆંગણે મળવા છતાં તું ત્યાં ગયો ?' ત્યારે પેલો કહે કે “હું તો સાહેબને પૂછીને ગયેલો.’ હવે આવાને કશું કહેવાય ? છતાં મેં કહ્યું કે “તેં સાહેબને શું પૂછેલું ?” પેલાએ કહ્યું કે “મેં એમ પૂછ્યું કે બે હજાર ઘરનો સંઘ છે, ત્યાં કોઇ આરાધના કરાવનાર નથી. એ બધા પ્રતિક્રમણ વ્યાખ્યા વગરના રહી જાય એમ છે તો એમને આરાધના કરવા જવું કે નહિ ? તો સાહેબે હા પાડી.” ત્યારે મેં કહ્યું – “હવે તું સાહેબને જઇને એમ પૂછ કે “મને અહીં ગુરુભગવંતનો યોગ છે, ગુરુનિશ્રાએ પ્રતિક્રમણ થાય એવું છે તેમ જ ગુરુના શ્રીમુખે કલ્પસૂત્રનું શ્રવણ પણ કરી શકાય એવું છે તો એ આરાધના મૂકીને લોકોને આરાધના કરાવવા માટે જવું કે નહિ ?' અને પછી સાહેબ શું જવાબ આપે છે તે મને કહેજો .” ત્યારે પેલા ભાઇએ કહ્યું – “એવું પુછાતું હશે ?, આવું પૂછીએ તો સાહેબ ના જ પાડે ને ?'... આનો અર્થ સમજયો ને ? સાહેબ પાસે પોતાનો ફાવતો જવાબ મળે એ રીતે પૂછવું અને પછી બહાર લોકોને કહેવું કે મેં તો સાહેબને પૂછીને કર્યું છે - એ તો એક માયા છે. આપણે રોગી હોઇએ તો બીજાની ચિકિત્સા કરવા બેસવું કે આપણે જાતે દવાખાનામાં દાખલ થવું ? તેમ આપણે ભવરોગી છીએ તેથી પહેલાં આપણી આરાધનાની ચિંતા કરવી. આપણી આરાધના ચૂકીને બીજાને આરાધના કરાવવા ન બેસવું. ઘર બાળીને બીજાને પ્રકાશ ન અપાય ને? સ0 બીજે સાધુનો યોગ ન હોય તો એ લોકો સાવ આરાધના વગરના
રહી જાય તો તેમાં આપણું કાંઇ કર્તવ્ય નહિ ?
તમારે એવા વખતે આમંત્રણ આપીને એ લોકોને તમારે ત્યાં બોલાવવાના કે “અમારા ગામમાં બધી જ વ્યવસ્થા છે, તમને ગુરુભગવંતનો યોગ પણ મળશે અને અમને સાધર્મિકનો યોગ મળશે તેથી પર્યુષણની આરાધના કરવા અમારે ત્યાં પધારો.’ તો કામ થઇ જાય. એક ગામમાં પર્યુષણના દિવસોમાં જૈનોના છોકરાઓ વ્યાખ્યાન મૂકીને બેંડ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર