________________
ને ? શ્રી તત્ત્વાર્થસૂત્રમાં પણ કહ્યું છે કે તત્ત્વાર્થની શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે અને તે નિસર્ગથી અથવા અધિગમથી પ્રાપ્ત થાય છે. તેમાં નિસર્ગ કરતાં પણ અધિગમથી પામનારા વધારે છે. આ અધિગમ એટલે જ્ઞાન ગુરુભગવંતની કૃપાથી મળે છે અને ગુરુ જ્યારે સમજાવે ત્યારે જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી જિજ્ઞાસાભાવે પૂછ્યા વિના નહિ ચાલે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે જ્ઞાન અનિવાર્ય છે. જ્ઞાન વિના સમ્યક્ત્વ પણ ન મળે અને જ્ઞાન વિના ચારિત્ર પણ ન મળે. નિસર્ગથી જે સમ્યગ્દર્શન મળે છે તેમાં પણ ગુરુના ઉપદેશથી જ્ઞાન નથી મળતું એટલું જ, બાકી તેમાં ય જ્ઞાન પણ કારણ છે જ. તત્ત્વના અર્થની શ્રદ્ધા કરવા માટે તત્ત્વના અર્થનું જ્ઞાન તો મેળવવું જ પડે ને ?
અહીં જણાવે છે કે નૈયાયિક અર્થાત્ ન્યાયસંપશ એવા માર્ગને સાંભળીને પણ એની પ્રત્યે શ્રદ્ધા નથી થતી તેમાં કુગ્રહ, કુતર્ક કરવાની વૃત્તિ જોર કરે છે. ન્યાય એટલે મોક્ષમાર્ગ. આ મોક્ષમાર્ગને સાંભળ્યા પછી પણ દૃષ્ટિરાગ, આપણને શ્રદ્ધા સુધી પહોંચવા દેતો નથી. જયારે એક વિષયમાં બે પ્રકારના અર્થ જાણવા મળે ત્યારે સાચા અર્થને સમજવા પ્રયત્ન કરવો અને જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી કાં તો બંન્નેને સાચા માનીને ચાલવું અને કાં તો બંન્નેને ખોટા માનીને ચાલવું. આના બદલે એકને સાચા અને બીજાને ખોટા માનવાનું કામ કરવું : આ તો દૃષ્ટિરાગ છે. ચોથી દૃષ્ટિમાં પણ બધાને સાચા માનવાનું બને છે. કારણ કે તેની પાસે સાચાનું જ્ઞાન નથી, પણ સાથે કદાગ્રહ નિવૃત્ત થઈ ગયો હોય છે. દેવ અને ગુરુનું તથા ધર્મનું સ્વરૂપ સમજતો હોવા છતાં તેને કયા દેવ ગુરુ ધર્મ એવા સ્વરૂપવાળા છે - એ તે જાણતો ન હોવાથી બધાને દેવગુરુધર્મ તરીકે માને છે. આથી જ તેને પાંચમી દષ્ટિમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. ન સમજાય ત્યાં સુધી એકને સાચા અને એકને ખોટા કહેવાનું કામ ન કરવું.
આજે આપણી પાસે શ્રદ્ધા તો છે જ, માત્ર તે જ્ઞાન વગરની છે, તેને જ્ઞાનવાળી બનાવવી છે. આપણે જન્મ્યા ત્યારથી “દીક્ષા લેવાજેવી છે’ ૪૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
એવું સમજ્યા છીએ ને ? દીક્ષા લેવા જેવી ન માને તે પહેલું ગુણઠાણું, દીક્ષા લેવા જેવી લાગે તે ચોથું ગુણઠાણું અને દીક્ષા મોક્ષ માટે પાળે તે છઠ્ઠ ગુણઠાણું. તેથી આ શ્રદ્ધા તો આપણને મળી ગઇ છે, હવે તત્ત્વાર્થના જ્ઞાનપૂર્વકની શ્રદ્ધા પામવી છે. અહીં નવ નિહ્નવોની વાત શ્રદ્ધાની દુર્લભતામાં બતાવી છે. તેમાં આપણે જમાલિની વાત વિચારવી છે. જમાલિએ સોની સાથે ભગવાનની પાસે દીક્ષા લીધી. આજે દીક્ષા લીધા પછી પણ સો શિષ્ય થવા દુર્લભ છે. તેમણે તો સો શિષ્યની સાથે દીક્ષા લીધેલી. તેમની પત્ની એટલે ભગવાનની પુત્રીએ પણ હજાર સ્ત્રીઓ સાથે દીક્ષા લીધેલી. આજે અમારો સાધ્વીસમુદાય માંડ હજારનો થાય. આ જમાલિએ દીક્ષા લીધા બાદ એક વાર ભગવાનને જુદા વિહાર કરી જવાની રજા માંગી. ત્યારે ભગવાન મૌન રહ્યા. કારણ કે જુદા વિહાર કરવામાં લાભની સંભાવના ન હોવાથી ભગવાને હા ન પાડી અને ભગવાન ના પાડે તો તે માનવાના ન હતા તેથી ભગવાને ના ન પાડી. ભગવાનનું આ મૌન સંમતિનું સૂચક હતું કે નિષેધનું ? જયારે આપણે વડીલની રજા લેવા જઇએ અને વડીલ મૌન સેવે તો સમજી લેવું કે વડીલની અનુમતિ નથી. એવા વખતે મૌનમાં સંમતિ માનવી - એ આપણી અયોગ્યતા છે. અહીં જમાલિએ પણ ભગવાન મૌન રહ્યો તેમાં સંમતિ માનીને પોતાના શિષ્યો સાથે વિહાર કર્યો. આ જ તેમની અયોગ્યતાની શરૂઆત હતી. વડીલના મૌનમાં નિષેધને સમજે તેઓ યોગ્ય છે અને વડીલના મૌનમાં સંમતિ સમજી પોતાની પાર્ટી પ્રવૃત્તિ કરવા તૈયાર થાય તેઓ અયોગ્ય છે. સ0 વડીલને પૂછીએ ત્યારે ‘તમને ઠીક પડે તેમ કરો' એવું કહે તો ?
તો તેવા વખતે વડીલના પગમાં પડીને મિચ્છામિ દુક્કડું આપીને કહેવું કે ‘ભગવન્! મને આટલો અયોગ્ય કેમ ધાર્યો ? મને ઠીક પડે એવું કરવું નથી તેથી જ આપને પૂછવા આવ્યો છું. આપ પણ ઉપેક્ષા કરશો તો હું ક્યાં જઇશ ? આપની ઇચ્છા ન હોય તેવી પ્રવૃત્તિ માટે કરવી નથી.’
| વિહાર કરતાં એક ઠેકાણે પહોંચ્યા, ત્યાં જમાલિને એક માંદગી લાગુ પડી. તેના કારણે અત્યંત અસ્વસ્થતાનો અનુભવ કરતાં તેમણે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૧૧